________________
सू०५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१२१
चेतनारहितस्य सतो विद्यमानस्य अचेतनावस्थायां सम्प्रति भव्यं भविष्यच्चेतनावत्त्वं भवेत्, इदानीमचेतनत्वेन वर्तमानः द्रव्यजीव इति कारणजीव:, आगामिन्या जीवतायाः कारणमित्यर्थः, एतत् स्यात्, इष्यत एवायमर्थः । क्वचिद् वस्तुन्यभूतमिदानीं जीवत्वं भविष्यतीति, तन्न, अनिष्टत्वात्, यथैव ह्यसन्नसौ 'वस्तुविशेषो जीवत्वेन सम्प्रति आगामिकाले जीवत्वं प्रतिपत्स्यत इत्यभ्युपगम्येत, एवं योऽयमिदानीं जीवतया वर्तते अयमेवायत्यामजीवत्वं यास्यतीत्यभ्युपगम्यताम्, एवं च सति सिद्धान्तविरोधः, यतो जीवत्वमनाद्यनिधनः पारिणामिको भावः समय इष्यते । एतदेवाह - अनिष्टं चैतत् इति । चशब्द एवकारार्थे, अनिष्टमेव તેનો અર્થ આ પ્રમાણે છે - જે કારણથી (ભૂતકાળમાં) ચેતનારહિત અજીવ વસ્તુ સત્ વિદ્યમાન હોતે છતે અર્થાત્ હમણાં અચેતન-અવસ્થામાં હોયને (ભવ્ય =) ભવિષ્યમાં ચેતનાવાળાપણું થવાનું હોય તો તે હમણા અચેતનરૂપે વર્તતો અજીવ-પદાર્થ, ‘દ્રવ્ય-જીવ’ કહેવો ઘટે... દ્રવ્ય-જીવ એટલે કારણ-જીવ, આગામી (ભાવીમાં થનારા) જીવત્વનું કારણ... આ પ્રમાણે દ્રવ્ય-જીવ તરીકેની વિવક્ષા કરવી ઘટે છે. આવો અર્થ અમને ઇષ્ટ જ છે.
=
* ‘દ્રવ્ય-જીવ' ભાંગો ઘટાવવામાં આપત્તિ *
પૂર્વપક્ષ ઃ ઉપ૨ તેમ કહ્યા મુજબનો દ્રવ્ય-જીવરૂપી વિકલ્પ/ભાંગો ઘટી શકશે. કેમ કે, કોઈ વસ્તુમાં પૂર્વે ન હતું એવું જીવત્વ હવે ઉત્પન્ન થશે. અર્થાત્ ચેતનાદિ-ગુણાદિ રહિત અજીવ હશે તે જીવરૂપે બનશે ત્યારે ઉપરનો ભાંગો ઘટી જશે.
ઉત્તરપક્ષ ઃ ના, આ પ્રમાણે માનવું અનિષ્ટ છે. (કદાચ ઘટાદિ અન્ય વસ્તુની બાબતમાં પહેલાં ઘડો (ઘટ-પર્યાય) ન હતો અને હવે ઉત્પન્ન થયો, એમ - દ્રવ્ય ઘટ હજી માની શકાય, પરંતુ) પ્રસ્તુતમાં, આ રીતે દ્રવ્ય-જીવ માનવો ઇષ્ટ નથી. કારણ કે, જેમ હમણા જે જીવરૂપે વસ્તુ-વિશેષ અમુક વસ્તુ અસત્ = અવિદ્યમાન છે, તે આગામી કાળે જીવપણાને પ્રાપ્ત ક૨શે એમ જે તમારા વડે સ્વીકારાય છે; તેમ જે વસ્તુ હાલમાં જીવરૂપે વર્તે છે, આ પદાર્થ ભવિષ્યમાં અજીવપણાને - અજીવરૂપે બનશે, આ વાતનો પણ તમારે સ્વીકાર કરવો પડશે. (કારણ કે જે ઘટ વગેરે ઉત્પન્ન થાય છે, અનિત્ય છે, તેના નાશ પણ અવશ્ય થાય એવા નિયમ છે... આકાશ વગેરે ઉત્પન્ન થતાં નથી માટે નાશ પણ પામતાં નથી.) અને આ પ્રમાણે જીવને અજીવ રૂપે બનવાનું સ્વીકારશો, તેથી સિદ્ધાંત સાથે વિરોધ આવશે. કારણ કે, શાસ્ત્રમાં એમ કહેલું છે કે, “જીવત્વ = જીવપણું ૨. પૂ. । અસૌ વિશે॰ મુ. | ૨. પાવિષુ | ધનવા॰ મુ. |
=