________________
११८ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ૦ ૨ मनुष्यादयः, गुणाश्च पर्यायाश्च गुणपर्यायास्तैः वियुक्तो रहित इत्यर्थः । ननु चैवंविधोऽर्थो नास्त्येव, समस्तधर्मकदम्बकरहितत्वात् मण्डूकजटाभारवद् इत्युक्ते आह-प्रज्ञास्थापितः । प्रज्ञा बुद्धिस्तया स्थापितो वियत्यालिखितः कल्पित इति यावत् । एतदुक्तं भवति-न ते गुणपर्यायास्ततो द्रव्याद् विष्वग् भवन्ति, किं तर्हि ? बुद्ध्या तत्स्था एव विभज्यन्ते, ततश्च द्रव्यमानं केवलमवतिष्ठते बुद्धिपरिकल्पनागोचरतामितम्, एतदाह-अनादिपारिणामिकવિયુવતઃ () ગુણો = એટલે જે હંમેશા દ્રવ્યની સાથે રહે તે ગુણો કહેવાય. પ્રસ્તુતમાં જ્ઞાન, દર્શન, સુખ વગેરે હંમેશા આત્મામાં રહેલાં હોવાથી ગુણો કહેવાય. તથા (ii) પર્યાય = એટલે જે ક્રમથી ઉત્પન્ન થનારા હોય, (આવ-જા કરનારા હોય) તે મનુષ્યપણું વગેરે અવસ્થાઓ એ પર્યાય કહેવાય... (જયારે દેવમાંથી મનુષ્યપણું થાય ત્યારે દેવપણે નષ્ટ થાય છે... એક સાથે ન રહેવાથી ક્રમભાવી છે.) આવા ગુણો અને પર્યાયોથી વિમુક્ત = રહિત એવો આત્મા દ્રવ્યજીવ કહેવાય છે...
શંકા : આવા પ્રકારનો કોઈ પદાર્થ છે જ નહીં, જે સર્વ ગુણ અને પર્યાયથી રહિત હોય... (આ સાધ્ય છે.) (કારણ કે, દ્રવ્યનું લક્ષણ જ છે કે, ગુ-પર્યાયવ દ્રવ્યમ્ (પ(૩૭) ગુણ-પર્યાયવાળાપણું એ દ્રવ્યનું લક્ષણ છે. કારણ કે તે સમસ્ત ધર્મના (ગુણપર્યાયના) સમૂહથી રહિત છે. (આ હેતુ છે.) જેમ કે, માડૂ = દેડકાની જટાનો ભાર (આ દષ્ટાંત છે.) દેડકાને જટા હોતી નથી તો તેનો ભાર = સમૂહ ક્યાંથી હોય? જેમ દેડકાની જટાના ભાર રૂપ વસ્તુ એ સર્વ ધર્મના = ગુણ-પર્યાયના સમૂહથી રહિત હોવાથી અવસ્તુ જ છે = અસદ્ વસ્તુ જ છે, તેમ જીવ બાબતમાં પણ સમજવું...
સમાધાન : સાચી વાત છે, પણ ગુણાદિથી રહિત જીવ પદાર્થને અમે વાસ્તવિક રૂપે નથી કહેતાં, પણ પ્રજ્ઞા-સ્થાપિત રૂપે કહીએ છીએ. એટલે કે આકાશમાં આલેખન કરેલી વસ્તુની જેમ અર્થાત્ કલ્પના-માત્રથી (કલ્પિત) કહીએ છીએ. કહેવાનો આશય એ છે કે, તે ગુણ-પર્યાયોને અમે તે દ્રવ્યથી (જીવથી) જુદા નથી કહેતાં... પ્રશ્ન : તો કેવા માનો છો ? જવાબ : બુદ્ધિ વડે = કલ્પનામાત્રથી દ્રવ્યમાં રહ્યાં છતાં જ તે ગુણ-પર્યાયોને દ્રવ્યથી વિભાજિત/છૂટા કરાય છે અને આથી બુદ્ધિની પરિકલ્પના-માત્રના વિષય રૂપે બનેલ ગુણપર્યાયથી રહિત દ્રવ્ય-માત્ર = ફક્ત જીવ દ્રવ્ય બાકી રહે છે.
આ દ્રવ્ય કેવું હોય છે? તે ભાષ્યમાં કહે છે-અનાદિ પરિણામિકરૂપ ભાવથી યુક્ત...