________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
११५
एतदाह-जीव इति । स जीवाकारो रचितः सन् स्थापनाजीवो-ऽभिधीयते । एतदुक्तं भवति-शरीरानुगतस्यात्मनो य आकारो दृष्टः स तत्रापि हस्तादिको दृश्यते इति कृत्वा स्थापनाजीवोऽभिधीयते । ननु चाक्षनिक्षेपे नास्त्यसावाकार इति । उच्यते-यद्यपि बहीरूपतया नास्त्यक्षे निक्षिप्यमाणेऽसावाकारः, तथापि बुद्ध्या स रचयिता तत्र विरचयति तमाकारम् । अत एव स्थापना नामद्रव्याभ्यां सुदूरं भिन्ना, यतो निक्षिप्यमाणं वस्तु न शब्दो भवति, नापि तद्भाववियुतं विवक्ष्यते, किन्त्वाकारमात्रं यत् तत्र तद् विवक्षितमिति । स्थापनाजीवं दृष्टान्तेन भावयति-देवताप्रतिकृतिवदित्यादिना। देव एव देवता तस्याः प्रतिकृतिः बिम्बं, છે, તેવી ઘણી વસ્તુમાં જે સ્થાપના કરાય, કહેવાય અર્થાત્ તે કાષ્ઠ વગેરે ઘણા બધાં પ્રકારના આધારોમાં જે “એક' ની જીવાકારે = જીવ સ્વરૂપે રચના કરાય... તે સ્થાપના જીવ કહેવાય. આ જ વાતને જણાવે છે કે, ગીવ રૂતિ . એ જીવાકારની રચના કરાય ત્યારે તે સ્થાપના-જીવ કહેવાય છે... કહેવાનું તાત્પર્ય એ છે કે, શરીર-યુક્ત આત્માનો જે આકાર દેખાય છે, તે હાથ વગેરે આકાર (આકૃતિ) કાષ્ઠ-કર્મ (નકશી) વગેરેમાં પણ દેખાય છે, આથી તેને સ્થાપના-જીવ કહેવાય છે.
શંકા : પણ અક્ષની રચનામાં તો દેયુક્ત જીવનો આકાર હોતો નથી. તે શી રીતે સ્થાપના-જીવ કહેવાય ? સમાધાન : જો કે બાહ્ય રૂપથી અક્ષની રચના કરાય છતે તેમાં જીવાકાર હોતો નથી, તો પણ બુદ્ધિથી અક્ષની રચના કરનારો તેમાં દેહયુક્ત જીવના આકારની રચના કરે છે. (એટલે કે બુદ્ધિથી તે જીવાકારનું આરોપણ કરે છે.) આથી તેને પણ સ્થાપના-જીવ કહેવામાં દોષ નથી...
આથી જ સ્થાપના-નિક્ષેપ એ નામ અને દ્રવ્ય એ બે નિક્ષેપથી અત્યંત જુદો છે. કારણ કે, જે વસ્તુનો કાષ્ઠ-કર્મ અથવા અક્ષ વગેરે રૂપે નિક્ષેપ કરાય છે, તે શબ્દ નથી માટે નામ જીવ નથી. વળી નિક્ષેપ કરાતી જીવ વગેરે વસ્તુ એ જ્ઞાનાદિ રૂપ ભાવથી રહિત હોવાની પણ વિવક્ષા કરાતી નથી, માટે દ્રવ્યરૂપે પણ નથી, કિંતુ, જીવાદિ વસ્તુમાં જે આકાર માત્ર છે, તેની તેમાં (સ્થાપના-નિક્ષેપમાં) વિવક્ષા કરેલી છે. - હવે સ્થાપના-જીવને ભાષ્યમાં દૃષ્ટાંતથી સમજાવે છે, “રેવતાપ્રતિતિવત્ / જેમ દેવોના બિંબને (પ્રતિમાને) ઇન્દ્ર, શંકર, સ્કંદ અને વિષ્ણુ વગેરે કહેવાય છે, તેમ સ્થાપના-જીવની બાબતમાં સમજવું, એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે. હવે વ્યસ્તછૂટકપદોનો અર્થ જોઈએ - દેવ વ રૂતિ (દેવ શબ્દને સ્વાર્થમા તા (ત) પ્રત્યય લાગીને