________________
११४ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ देवता-प्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति ।
यः स्थाप्यते जीव इति सम्बन्धः । क्व स्थाप्यते ? काष्ठपुस्तादिषु इत्याह । काष्ठं दारु, पुस्तं दुहितृकादि सूत्रचीवरादिविरचितं, चित्रं चित्रकराद्यालिखितम्, कर्मशब्दः क्रियावचनः प्रत्येकमभिसम्बध्यते, काष्ठक्रियेत्यादि। अक्षनिक्षेप इति सामयिकी संज्ञा, चन्दनकानां निक्षेपो रचना विन्यास इति । एते काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपा आदिर्येषां रच्यमानानां ते काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादयः, आदिशब्द उभाभ्यां सम्बन्धनीयः, काष्ठपुस्तचित्रकर्मादयो ये सद्भावस्थापनारूपास्तथाऽक्षनिक्षेपादयोऽसद्भावस्थापनारूपा ये, तेषु बहुषु स्थाप्यते-य उच्यते तेषु काष्ठादिषु बहुष्वाधारेषु य एको रच्यते जीवाकारेण,
વિષે “જીવ' તરીકે સ્થાપન કરાય, તે “સ્થાપનાજીવ' કહેવાય... દેવના બિંબને (પ્રતિમાને) ઇન્દ્ર, રુદ્ર, સ્કંદકુમાર, વિષ્ણુ એમ કહેવાય છે, તેની જેમ.
પ્રેમપ્રભા : (૨) સ્થાપના-જીવઃ જે કાષ્ઠ-કર્મ, પુસ્ત-કર્મ, ચિત્ર-કર્મ તથા અક્ષ-નિક્ષેપ આદિમાં “જીવ’ એ પ્રમાણે સ્થાપન કરાય, તે સ્થાપના-જીવ કહેવાય... આમ ભાષ્યનો સમુદિત = ભેગો અર્થ છે. હવે તેના એક એક પદોનો અર્થ જણાવે છે... : = જે “જીવ' એ પ્રમાણે “સ્થાપિત કરાય', એમ ક્રિયાપદ સાથે સંબંધ છે.
પ્રશ્ન : શામાં સ્થાપિત કરાય? તે જણાવતાં કહે છે- જવાબઃ (i) કાષ્ઠ = લાકડું, (i) પુસ્ત = સૂતર, વસ્ત્ર આદિથી રચેલ પૂતળી અર્થાત્ વ્યવહારમાં ઢીંગલી કહેવાય છે, તે વગેરે... (i) ચિત્ર = એટલે ચિત્રકાર વગેરે દ્વારા આલેખન કરાયેલ, દોરાયેલ છબી... કર્મ = શબ્દ “ક્રિયા' અર્થમાં છે અને તે કાષ્ઠ વગેરે દરેક સાથે જોડાય છે. આથી કાષ્ઠ-કર્મ, પુસ્ત-કર્મ, ચિત્ર-કર્મ એમ પદ-રચના થાય છે અને તેનો કાઇ-ક્રિયા, પુસ્ત-ક્રિયા ઇત્યાદિ અર્થ થાય છે.
તથા (V) અક્ષ-નિક્ષેપ એ સામયિકી = શાસ્ત્ર (આગમ) પ્રસિદ્ધ નામ (સંજ્ઞા) છે. અક્ષ એટલે ચંદનક (અળિયા), તેઓનો નિક્ષેપ = એટલે રચના-વિશેષ, સ્થાપના... આમ આવા કાઇ-પુસ્ત-ચિત્રકર્મ-અક્ષનિક્ષેપો જેની આદિમાં હોય તે કાઠ-પુસ્ત... અક્ષનિપાદિ કહેવાય... (“આદિ' શબ્દ “વગેરે” અર્થમાં છે...) આદિ શબ્દ બન્નેય સાથે સંબંધ પામે છે... (૧) કાઠ, પુસ્ત, ચિત્ર કર્મ આદિ (વગેરે) જે સદ્ભાવ (સાકાર) સ્થાપના રૂપ છે તેમાં તથા (૨) અક્ષ-નિક્ષેપ આદિ જે અસદ્દભાવ (નિરાકાર) સ્થાપના