________________
સૂ૦ ૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१११ परिणतिभाक्त्वेन विवक्षितो भावजीव इति । एतत् कथयति-नामजीव इत्यादिना ।।
सम्प्रति नामस्थापनाद्रव्यभावानां जीवविशेषणतयोपात्तानां स्वार्थं लक्ष्ये प्रदर्शयन्नाहनाम संज्ञाकर्म इत्यनर्थान्तरमित्यादिना ।।
भा० नाम संज्ञाकर्म इत्यनर्थान्तरम् । चेतनावतोऽचेतनस्य वा द्रव्यस्य जीव इति नाम क्रियते स नामजीवः । ___नामेति किमुक्तं भवति ? उच्यते-संज्ञाकर्मेत्यनर्थान्तरम्, संज्ञायाः क्रिया संज्ञाक्रिया, संज्ञाकर्म नामकरणं इत्यर्थः, अनेन ध्वनिना वस्त्विदं प्रतिपाद्यत इति यावत् । तत् पुनः प्रतिपाद्यं वस्तु तस्य ध्वनेर्वाच्येनार्थेन युक्तं भवतु मा वा भूदित्येतत् कथयति-चेतनावत જીવ કહેવાય. આ વાત ભાષ્યમા “નામજીવી વગેરે દ્વારા (ચાર નિપાનું) કથન કરેલું છે.
હવે જીવના વિશેષણ તરીકે ગ્રહણ કરેલાં જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાઓ છે તેનો જે સ્વાર્થ એટલે કે પોતાનો અભિધેય/અર્થ છે તેને લક્ષ્યમાં = જીવ રૂપ વિશેષ્યમાં ઘટાવતાં ભાષ્યકાર કહે છે -
ભાષ્ય : નામ, સંજ્ઞા-કર્મ (સંજ્ઞા-ક્રિયા) એ સમાનાર્થી (અનર્થાન્તરો શબ્દો છે. (૧) ચેતનાવાળા અને અચેતન દ્રવ્યનું “જીવ’ એ પ્રમાણે નામ કરાય, તે નામ-જીવ કહેવાય.
પ્રેમપ્રભા : “નામ શબ્દનો પર્યાય જણાવતાં ભાષ્યમાં કહે છે, નામ અને સંજ્ઞા-કર્મ એ અનર્થાન્તર છે, અર્થાત્ અર્થાન્તર = જુદા અર્થવાળા નથી, પણ સમાન-અર્થવાળા શબ્દો
પ્રશ્નો : “નામ” શબ્દથી શું કહેવા માગો છો ? એનો ભાવાર્થ શું છે ?
જવાબ : નામ, સંજ્ઞા-કર્મ એ સમાનાર્થી (અનર્થાન્તર) શબ્દો છે સંજ્ઞા-કર્મ એટલે સંજ્ઞાની (નામ સ્થાપવાની) ક્રિયા તે “સંજ્ઞાકર્મ' કહેવાય અર્થાત્ નામકરણ, નામ પાડવું... આ અમુક શબ્દ વડે આ વસ્તુ કહેવાય છે, જણાવાય છે એમ જે નક્કી કરવું, સ્થાપિત કરવું તે સંજ્ઞાકર્મ (નામકરણ) કહેવાય...
પ્રશ્ન : હવે વસ્તુનું નામ રખાય છે, તે વસ્તુ શું તે ધ્વનિના (શબ્દના) વાચ્ય એવા અર્થથી યુક્ત હોય છે કે નથી હોતી? અર્થાતુ નામ રૂપ ધ્વનિનો પોતાના વાચ્ય-અર્થ (રૂઢિ અર્થ) એ જેનું નામ રખાય છે, તે વસ્તુમાં ભળે છે કે નહીં?