________________
१०६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ स्थापनापि वस्त्वात्मा', तां दर्शयति-स्थापनाजीवो नाम जीवाकारों प्रतिकृतिः सद्भावे, अन्यथाऽसद्भावे, तन्निमित्तकश्रेयोभ्युपगमात्, गन्धपुष्पादिनिमित्तार्थत्यागश्च, तद्वद्भक्तिप्रवृत्तेः, અને કોઈની નિંદાદ્વિષ કરાય ત્યારે દ્વેષનો વિષય બનેલ (જેના ઉપર દેષ કરાય છે તે) વ્યક્તિને દ્રષદુઃખ ઉત્પન્ન થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે, જો શબ્દ અને તેના અર્થ (વાચ્ય) = એ બે તદાત્મક = અભેદ રૂપે ન હોય, તો શાબ્દિક સ્તુતિ કરાવે છતે, તેના વિષય રૂપ સ્તુત્ય માણસને સ્તુતિ સાથે કંઈ લેવા દેવા ન હોવાથી રાગ/હર્ષ થવો ઘટશે નહીં. તથા નિંદા કરાય ત્યારે પણ તે નિંદાત્મક શબ્દો અને નિષ્ય વ્યક્તિ સાવ જુદાં જ હોવાથી તેને દ્વેષ પણ શું કામ થાય? પણ રાગ-દ્વેષ થાય છે તે હકીકત છે. આથી શબ્દ અને તેના વાચ્ય-અર્થ વચ્ચે કથંચિત્ તદાત્મક-અભેદ સંબંધ હોવાથી જ અનુકૂળ શબ્દોચ્ચારથી હર્ષ અને પ્રતિકૂળ શબ્દોચ્ચારથી દ્વેષ થવો ઘટતો હોયને ઉક્ત હર્ષ-૮ષ દ્વારા જણાય છે, નિશ્ચય થાય છે કે, શબ્દ અને તેનાથી કહેવાતી વસ્તુ વચ્ચે/કથંચિત્ તદાત્મક - સંબંધ છે. અને આથી જે વસ્તુનું “જીવ' વગેરે (“જીવાભાઈ” એમ) નામ રાખવામાં (સ્થાપવામાં) આવે ત્યારે વસ્તુ અને શબ્દ એ બન્ને વચ્ચે વાચ્ય-વાચક સંબંધ નક્કી થવાથી વસ્તુનો “જીવ” વગેરે શબ્દથી બોધ થાય તે સહજ છે...
હવે (૨) સ્થાપના પણ જેની સ્થાપના કરાય છે તે વસ્તુ-સ્વરૂપ છે, તદાત્મક છે, એમ જણાવતાં ભાષ્યકાર કહે છે –
(૨) સ્થાપના-જીવઃ જીવના આકારવાળી જે પ્રતિકૃતિ = પ્રતિમા, છબી વગેરે હોય તે સ્થાપના જીવ કહેવાય. આ સ્થાપના-જીવ બે પ્રકારે છે (૧) સદ્ભાવ સ્થાપના અને (૨) અસદુભાવ-સ્થાપના. તેમાં, (i) સર્ભાવસ્થાપનાઃ આ જીવની પ્રતિમા વગેરે પ્રતિકૃતિમાં જો જીવના આકારનો સદ્ભાવ હોય તો સદ્ભાવ સ્થાપના-જીવ કહેવાય અને (i) અસદ્ભાવ-સ્થાપના: જો તે પ્રતિકૃતિમાં જીવનો આકાર ન હોય તો અસદ્ભાવ સ્થાપના - જીવ કહેવાય.
* “સ્થાપના” પણ વસ્તુનું સ્વરૂપ (પર્યાય) છે એક અહીં જીવાદિ વસ્તુની સ્થાપના પણ વસ્તુ-સ્વરૂપ જ હોવાના કેટલાંક પુરાવા આપતાં ટીકામાં કહે છે, (i) આ પ્રતિમાદિ – પ્રતિકૃતિ રૂપે સ્થાપેલ (ઈષ્ટ દેવ - પરમાત્મા વગેરે) જીવાદિ અર્થ પણ વાસ્તવિક ભાવજીવ રૂપે છે અને આથી તે પરમાત્માદિ ઈષ્ટદેવની ઉપાસનાદિ કરવાથી આલંબનીય તે પ્રતિમાદિ નિમિત્તે શ્રેય | કલ્યાણ માનેલું છે. (અર્થાત ૨. પરિપુ ! વાત્મતાંમુ. ૨. સર્વપ્રતિપુ : પ્રતિકૃતિ, મુ. રૂ. ૩. પૂ. I ત મુ.