________________
१०४
तत्त्वार्थाधिगमसूत्रम्
[૫૦ ૨ पुरस्तात् त्विदमुक्तं 'तान् जीवादीन् विस्तरेण लक्षणतो विधानतश्चोपदेक्ष्याम' इति [१-४, भा०] । तेषु च लक्षणविधानेषु वक्ष्यमाणेषु सर्वत्रैषा नामादिका व्याख्याऽवतारणीया। किमर्थम् ? अधिगमार्थं प्रतिविशिष्टज्ञानोत्पत्त्यर्थमिति । कथं नाम लक्षणादिवाक्येषु सर्वत्रैवंविधा प्रतिपत्तिं कुर्यात् जिज्ञासुः ? 'उपयोगश्चतुर्भेदः, जीवश्च' इत्यादि । अतोऽधिगमार्थं न्यासः । न्यास इत्यस्य च प्रसिद्धतरेण शब्देन पर्यायेणार्थमाचष्टे-निक्षेप इत्यर्थः ।
જવાબઃ (i) લક્ષણ અને (i) ભેદ વડે વિસ્તારથી બોધ કરવા માટે (જીવાદિ તત્ત્વોનો) ન્યાસ કરાય છે. પૂર્વે ચોથા સૂત્રના ભાષ્યમાં કહેલું કે, “તે જીવાદિ અર્થોને અમે (i) લક્ષણ વડે અને (ii) ભેદો વડે વિસ્તારથી આગળ કહીશું.” અને તે લક્ષણ અને ભેદો આગળ જ્યારે કહેવાશે, ત્યારે તેમાં સર્વત્ર આ નામ, સ્થાપના આદિ વ્યાખ્યાનું (વ્યાખ્યાના દ્વારોનું) અવતરણ કરવું.. પ્રશ્નઃ શા માટે? જવાબઃ તેના જીવાદિ અર્થોના વિશિષ્ટ-ચોક્કસ બોધની ઉત્પત્તિ માટે નામાદિનો ન્યાસ કરવો... અર્થાત ચોક્કસ બોધ માટે તે જીવાદિ અર્થોની નામ વગેરે અનુયોગ દ્વારો વડે વિચારણા કરવી, એમ ભાવાર્થ છે...
પ્રશ્ન : જે જિજ્ઞાસુ વ્યક્તિ છે તે આગળ લક્ષણ આદિ જણાવનારા વાક્યોમાં સર્વ ઠેકાણે આવા પ્રકારની પ્રતીતિ/બોધ શી રીતે કરશે ?
જવાબ : તમારી આવી જિજ્ઞાસાને સંતોષવા માટે એક ઉદાહરણ જોઈએ - દા.ત. ૩૫યોગો નક્ષમ્ સૂત્રમાં ઉપયોગ એ જીવનું લક્ષણ છે = ઉપયોગ-લક્ષણવાળો જીવ છે, એમ કહેલું છે. ત્યાં “૩૫યોગશ્ચતુર્ભે, નવ' એ પ્રમાણે વ્યાખ્યાની કલ્પના કરવી... અર્થાત્ તે સૂત્રમાં જે બે અર્થો/પદાર્થો કહેલાં છે, તેનો નામાદિ વડે વિશિષ્ટ બોધ કરવા માટે ન્યાસ કરવો. જેમ કે, ઉપયોગ એ નામાદિ ચાર પ્રકારનો છે અને જીવ પણ નામ વગેરે ચાર ભેદવાળો છે.
ચાસ: નિક્ષેપ કૃત્યર્થ: અહીં ‘ન્યાસ' શબ્દ ખાસ પ્રસિદ્ધ નથી આથી તેનો અર્થ વધારે પ્રસિદ્ધ એવા નિક્ષેપરૂપ પર્યાય-શબ્દથી કહેલો છે. હવે તે સૂત્રોક્ત નામાદિ નિક્ષેપાઓનું જે રીતે લક્ષ્યમાં અર્થાત્ જીવાદિ અર્થોમાં અવતર પણ થાય છે, તે પ્રમાણે ભાષ્યમાં કહે
પ્રેમપ્રભા : ભાષ્યમાં જીવાદિ અર્થમાં = લક્ષ્યમાં નામાદિ ભેદોને ઘટાવતાં કહે છે -