________________
१०८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૧ उपयोगक्रिययोरपि ज्ञेयो, येषामर्थानां न च तदुपयोगे वर्तते स तेन भावेनाभावादतीतानागततद्भावापेक्षया तद्भावाप्रवृत्तोऽपि स एवासावध्यवसीयते सुप्तचित्रकरघृतकुम्भादिवत्, तथा દ્રવ્ય-રૂપે કહેવાય છે. જેમ કે, સિદ્ધ-શિલાતલ આદિ ક્ષેત્રમાં/પ્રદેશમાં ત્યજાયેલ - છોડી દેવાયેલ અતીત = ભૂતકાલીન અર્થાત્ હાલમાં જેઓ મૃત્યુ પામેલ છે, એવા સાધુના શરીરને (કલેવરને) સાધુ માનીને નમસ્કાર કરાય છે, તે સાધુનું શરીર પણ દ્રવ્ય-સાધુ કહેવાય...
ચંદ્રપ્રભા : ઘડો પણ ફૂટી જાય ત્યારે તેના ઠીકરા વગેરેને દ્રવ્ય-ઘડો કહેવાય છે. આ જ અપેક્ષાએ સિદ્ધ બનેલાં તીર્થકર/અરિહંત પરમાત્મા પણ દ્રવ્ય - તીર્થકર કહેવાય છે. ટૂંકમાં વસ્તુની જે ભૂતકાલીન અવસ્થા છે, તેના વડે પણ વસ્તુ દ્રવ્યથી તે રૂપે કહેવાય છે. દા.ત. ભાવિ વડાપ્રધાન અથવા ભૂતપૂર્વ વડાપ્રધાન બન્ને ય દ્રવ્ય વડાપ્રધાન કહેવાય.
પ્રેમપ્રભા : વળી દ્રવ્ય શબ્દ “ઉપયોગ અને ક્રિયા અર્થમાં પણ જાણવો... જે વસ્તુનું અસ્તિત્વ છે પણ તે વસ્તુ ઉપયોગમાં આવતી નથી, તે વસ્તુ વર્તમાનકાળે તે ભાવરૂપે નથી. (અર્થાત્ ઘડો છે, પણ તે હાલ ખાલી હોવાથી પાણી ભરવાના ઉપયોગમાં આવતો નથી.) અર્થાત્ તે વસ્તુ પોતાની અર્થક્રિયામાં (મુખ્ય ક્રિયામાં) પ્રવર્તતી નથી = ઉપયોગી બનતી નથી (વપરાશમાં નથી), પણ ભૂતકાળમાં પોતાની અર્થક્રિયામાં પ્રવર્તતી હતી = ઉપયોગી બનતી હતી, અથવા ભવિષ્યમાં ઉપયોગી બનશે, પોતાની મુખ્ય ક્રિયામાં પ્રવર્તશે, તો તેની અપેક્ષાએ તે ઘટાદિ વસ્તુમાં અર્થક્રિયાની અપ્રવૃત્તિ હોવા છતાં પણ દ્રવ્યથી તે જ રૂપે (ઘટ વગેરે રૂપે જ) વ્યવહાર કરાય છે. દા.ત. (૧) જે ચિત્રને બનાવે, દોરે, તેમાં કુશળ હોય તે ચિત્રકાર કહેવાય છે. કારણ કે ચિત્ર બનાવવાની ક્રિયાને લઈને તે ચિત્રકાર” (સંસ્કૃતમાં ‘ચિત્રકર') કહેવાય છે. આથી “ચિત્ર બનાવવું તે ચિત્રકારનો
ભાવ” = મુખ્ય અર્થક્રિયા કહેવાય. આમ છતાં આ ચિત્રકાર જયારે સૂતો હોવાથી ચિત્ર દોરવાની ક્રિયા અથવા તેમાં ઉપયોગ અટકી ગયો હોય છે ત્યારે દ્રવ્યથી ચિત્રકાર કહેવાય છે, કેમ કે ભૂતકાળમાં ચિત્રમાં ઉપયોગવાળો હતો અથવા ચિત્ર દોરવાની ક્રિયા કરી છે, અથવા ભવિષ્યમાં ચિત્રમાં ઉપયોગવાળો થશે અથવા ચિત્ર દોરવાનો છે, એ અપેક્ષાએ તેને (દ્રવ્યથી/વ્યવહારથી) ચિત્રકાર કહેવાય... (૨) તથા “ધી” ભરવાનો ઘડો વર્તમાનમાં ખાલી હોય ત્યારે ઉપયોગમાં ન હોવા છતાં ય ભૂતકાળમાં થયેલાં અને ભવિષ્યમાં થનારા ઉપયોગની અપેક્ષાએ તે ઘડો ધૃત-ઘટ = ઘીનો ઘડો જ કહેવાય છે...