________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ अ० १
कोटीकोट्याः सागरोपमानामन्तः क्षपयंस्तावत् प्रयाति यावत् तस्या अपि पल्योपमासङ्ख्येयभागः क्षपितो भवति । तस्मिन् स्थाने प्राप्तस्यातिप्रकृष्टघनरागद्वेषपरिणामजनितः वज्राश्मवद् दुर्भेद: कठिनरूढगूढग्रन्थिवेत् कर्मग्रन्थिर्जायते । तत्र कश्चिद् भव्यसत्त्वस्तं भित्त्वाऽपूर्वकरणबलेन વિના) ઉત્પન્ન થયેલાં ‘યથાપ્રવૃત્ત-કરણ’ રૂપ પરિણામ વડે તે ઉત્કૃષ્ટ કર્મ-સ્થિતિને (દા.ત., મોહનીય કર્મની ૭૦ કોડાકોડીની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને) ઘટાડતો-ઓછી કરતો, ક્ષય કરતો કરતો ૧ કોડાકોડી સાગરોપમથી પણ અંદર-ઓછી થાય ત્યાં સુધી ઘટાડે છે, ક્ષય કરે છે. આ પ્રમાણે સર્વ કર્મપ્રકૃતિની સ્થિતિ ઘટાડે છે, ક્ષય કરે છે. આ પ્રમાણે ક્ષય કરતો જીવ ત્યાં સુધી પહોંચે છે કે જ્યારે તે અંતઃ-કોડાકોડી સાગરોપમની (અર્થાત્ ૧ કોડાકોડી સાગરોપમ કરતાં પણ ઓછી બનેલી) સ્થિતિમાંથી પણ એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિનો ઘટાડો થાય, ક્ષય થાય...
८४
તે સ્થાને પહોંચેલાં તે જીવને અત્યંત પ્રકૃષ્ટ ઘન-મજબૂત-નિબિડ એવી રાગ-દ્વેષના પરિણામથી ઉત્પન્ન કરાયેલ વજના બનેલાં પથ્થર જેવી દુર્ભેદ, કઠિન, રૂઢ, ગૂઢ એવી ગાંઠ જેવી કર્મરૂપી ગાંઠ છે. તેમા (i) દુર્ભેદ = એટલે ખૂબ જ દુઃખે ઉકેલી શકાય (ક્ષય કરી શકાય) તેવી, (ii) કઠિન = કઠણ અથવા કર્કશ, (iii) રૂઢ = શુષ્ક (ભીની નહીં), અને (iv) ગૂઢ - અત્યંત મજબૂત-ગાઢ સંબંધવાળી, કોઈપણ રીતે ઉકેલવી અશક્યપ્રાયઃ એવી ગ્રંથિ = ગાંઠ જેવી (રાગ-દ્વેષની કર્મરૂપી) ગાંઠ હોય છે. અર્થાત્ જેમ આવા પ્રકારની ગાંઠ એ દુર્ભેદ છે, તેવી તીવ્ર રાગ-દ્વેષના ઉદય રૂપ પરિણામ રૂપ કર્મ-ગાંઠ પણ દુર્ભેદ છે... આથી તેને ગાંઠ જેવી ગાંઠ (ગ્રંથિ) કહેલ છે.
=
તે સ્થાન સુધી પહોંચેલ કોઈ ભવ્ય જીવ અપૂર્વકરણના બળ વડે તે ગ્રંથિનો ભેદ કરીને આગળ વધતાં અનિવર્તિકરણને પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તત્ત્વાર્થની (તત્ત્વ રૂપ જીવાદિ અર્થોની) વિશિષ્ટ શ્રદ્ધા = રુચિ રૂપ સમ્યગ્દર્શનને પામે છે.
ચંદ્રપ્રભા : ૧. યથાપ્રવૃત્ત-કરણ : યથાપ્રવૃત્ત એટલે (યથા=) અનાદિથી સંસિદ્ધ = સ્વાભાવિક પ્રકારે પ્રવૃત્ત થયેલાં (કરણ=) જીવના પરિણામને યથાપ્રવૃત્ત-કરણ કહેવાય. વિતે મક્ષપળમનેનેતિ
જેના વડે કર્મનો ક્ષય કરાય તે ‘કરણ’ એટલે જીવના પરિણામ.
-
=
૨. અપૂર્વ-કરણ ઃ અપૂર્વ = એટલે પૂર્વે ક્યારેય ભવચક્રમાં પ્રાપ્ત ન કર્યા હોય તેવા વિશિષ્ટ શુભ વિશુદ્ધ, કરણ = એટલે જીવના પરિણામ, અધ્યવસાય, તે ‘અપૂર્વકરણ’ કહેવાય... અથવા પૂર્વે ક્યારેય પણ ન કર્યા હોય તેવા કર્મોના સ્થિતિઘાત, રસધાત વગેરે અર્થોને/કાર્યોને ઉત્પન્ન કરનાર કરણ = જીવ-પરિણામ તે અપૂર્વકરણ...
૧. પાğિ । પ્રાપય॰ મુ. | ૨. હ.પૂ.તા. 1 મે૦ મુ. / રૂ. પૂ. । *...* તાત્ત્વિમધ્યાત: પા: ના. મુ. |
=