________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ० १ ज्ञानादिकार्दाऽऽसेव्यमानाद् भवतोमोक्षावाप्तिर्भविष्यति अन्यथा संसार इति । तस्य च यदि मुक्तिसंसारकारणे न भेदेनाख्यायेते ततोऽस्य सम्यक्प्रवृत्तिरेव न स्यात् । यदा त्वेवं कथ्यते, आस्रवो बन्धश्च एतद्द्वयमपि मुख्यं तत्त्वं संसारकारणम्, संवरनिर्जरे च मुख्यं तत्त्वं मोक्षकारणमिति, तदाऽनायासात् संसारकारणानां हेयतया यतिष्यते मुक्तिकारणानां चादेयतयेति । तस्माच्छिष्यस्य हेयादेयप्रदर्शना-याऽऽस्रवादिचतुष्टयमुपात्तम् । यत् तु मुख्यं साध्यं मोक्षः यदर्था प्रवृत्तिस्तत् कथमिव न प्रदर्येतेति, तस्माद् युक्तं यत् पञ्चाप्युपादीयन्त इति । किं पुनरेषां जीवादीनां लक्षणमग्नेरिवौष्ण्यम्? के वा भेदा जीवादीनां यथा
# બેને બદલે સાત તત્ત્વો કહેવાનું પ્રયોજન - (ઉત્તર-પક્ષ) સમાધાન : સાચી વાત છે કે આશ્રવાદિ પાંચ તત્ત્વો એ અપેક્ષાએ જીવ અથવા અજીવથી અભિન્ન છે અર્થાત્ જીવ-અજીવ તત્ત્વોમાં જ તેઓનો સમાવેશ થઈ જાય છે, પરંતુ, આ શાસ્ત્રને વિષે શિષ્યની પ્રવૃત્તિ કરાવવી ઈષ્ટ છે. આ કારણથી તે શિષ્યને આ પ્રમાણે સમજાવાય છે કે, “આ જ્ઞાન વગેરે કારણોના સેવનથી તમને (અથવા મવતિઃ = ભવથી)મોક્ષની પ્રાપ્તિ થશે અને જો “જ્ઞાનાદિનું સેવન નહીં કરો તો સંસારની રખડપટ્ટી થશે.' એ પ્રમાણે વિવેક શિષ્યમાં પૈદા કરાવવો છે. જો શિષ્યને મુક્તિ અને સંસારના કારણો જુદાં પાડીને ન કહેવાય, તો તેની સાચી-યથાર્થ પ્રવૃત્તિ જ નહીં થાય. એટલે કે, તેની યથાર્થ પ્રવૃત્તિ કરવામાં ઘણી મુશ્કેલી પડશે.
પણ જ્યારે ફોડ પાડીને આમ કહેવાય કે, “આશ્રવ અને બંધ એ બે તત્ત્વો સંસારના મુખ્ય કારણભૂત છે, જ્યારે સંવર અને નિર્જરા એ બે તત્ત્વો મોક્ષના મુખ્ય કારણો છે,” ત્યારે અનાયાસે-સહજ રીતે તે શિષ્ય સંસારના કારણોને વિષે હેય ત્યાજય રૂપે પ્રયત્ન કરશે એટલે કે તેનાથી પાછો ફરશે અને મુક્તિના જે કારણો છે તેમાં ઉપાદેય/ગ્રાહ્ય રૂપે પ્રયત્ન કરશે. આથી શિષ્યને (i) હેય = ન્યાય અને (i) આદેય = ઉપાદેય, ગ્રાહ્ય, આ બેનો વિવેક બતાવવા માટે આશ્રવ વગેરે ચાર તત્ત્વોનું જીવ અથવા અજીવથી જુદું ગ્રહણ કરેલું છે.. વળી હેયમાં નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવાનું જે મુખ્ય સાધ્ય = મોક્ષ છે કે જેને માટે સઘળી પ્રવૃત્તિ કરાય છે, તેનો કોની જેમ નિર્દેશ ન કરાય? અર્થાત્ પ્રધાન સાધ્ય હોવાથી તેનો નિર્દેશ તો અવશ્ય કરવો જ જોઈએ. (વળી પુણ્ય અને પાપનું કથન કરવામાં અહીં આવું કોઈ વિશેષ પ્રયોજન નથી.) આ પ્રમાણે આશ્રવ વગેરે પાંચેય તત્ત્વોને જુદાં કહેલાં છે તે ઘટે છે, એકદમ સંગત છે... ૨. પતિપુ #ાત્ સેવ્ય મુ. I