________________
જૂ૦ ૪]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् तस्यैवाग्नेस्तार्णपार्णादय इत्युक्ते तान् लक्षणत इत्याद्याह।
भा० तान् लक्षणतो विधानतश्च पुरस्ताद् विस्तरेणोपदेक्ष्यामः ॥ ४ ॥
तान् जीवादीन् लक्षणतः स्वचिह्नन, विधानतो भेदेन । चशब्दाद् भेदानपि सप्रभेदान् वक्ष्यामि, क्व? पुरस्तात् उपरिष्टात्, किं सक्षेपेणोत विस्तरेण ? विस्तरेणेत्याह । कथमिति चेत्, उच्यते-जीवस्य लक्षणमिदम् 'उपयोगलक्षणो जीव' इति (२-८), तदेव लक्षणं विधानतः कथयिष्यते -स द्विविधः, साकारोऽनाकारश्च, पुनस्तावप्यष्टचतुर्भेदाविति (२-९) । तथा संसारिणो मुक्ताश्च (२-१०), पुनर्विस्तर:-संसारिणस्त्रसाः स्थावराश्चेत्यादिना
પ્રશ્ન : જેમ અગ્નિનું લક્ષણ/ચિહ્ન “ઉષ્ણતા' ગુણ છે, તેમ આ જીવાદિ તત્ત્વોનું લક્ષણ શું છે? જેનાથી આ જીવ છે' એમ ઓળખી શકાય, જાણી શકાય? અથવા અગ્નિના જેમ ભેદો છે, દા.ત. ૧. તૃણનો (ઘાસનો) અગ્નિ ૨. પર્ણનો = પાંદડાનો અગ્નિ વગેરે... તેમ જીવ વગેરે તત્ત્વોના ભેદો કયા કયા છે? આનો જવાબ ભાષ્યમાં કહે છે – ઉત્તર :
ભાષ્ય ઃ તેને = આ સાત પદાર્થોને (૧) લક્ષણથી અને (ર) ભેદથી (વિધાનથી) આગળ અમે વિસ્તારથી કહીશું. (૧-૪)
એક ગ્રંથમાં જીવાદિ સાત તત્ત્વોમાં લક્ષણ અને ભેદની નિરૂપણ-પદ્ધતિ જ
પ્રેમપ્રભા : તે જીવાદિ તત્ત્વોને લક્ષણથી અને ભેદથી અમે આગળ કહીશું, એમ ભાષ્યમાં કહ્યું... લક્ષણ એટલે સ્વચિહ્ન, પોતાને ઓળખાવનાર-જણાવનાર ચિહ્નો (વિશિષ્ટ અસાધારણ ધર્મો...) અહીં શબ્દથી “ભેદોને પણ પેટા ભેદો (પ્રભેદો) સહિત કહીશ...' એમ અર્થ જાણવો.. પ્રશ્ન ઃ ક્યાં કહેશો? જવાબ : આગળ કહેવાશે. તથા શું સંક્ષેપથી કહેશે કે વિસ્તારથી ? તેવા પ્રશ્નના જવાબમાં કહે છે, વિસ્તારથી કહીશું. પ્રશ્નઃ કઈ રીતે લક્ષણથી અને વિધાનથી/ભેદથી તેમજ વિસ્તારથી કહેવાશે ? તેને ઉદાહરણથી સમજાવશો? જવાબઃ જુઓ, સૌથી પહેલાં જીવનું આ પ્રમાણે લક્ષણ કહેવાશે - ૩યો નક્ષણો નવા = જીવ “ઉપયોગ” રૂપ લક્ષણવાળો છે. એમ સૂત્ર (૨-૮)માં કહેવાશે... પછી તે જ લક્ષણ ભેદથી = ભેદ સહિત કહેવાશે. જેમ કે, તે (ઉપયોગ) બે પ્રકારે છે (i) સાકાર ઉપયોગ અને (i) અનાકાર ઉપયોગ... વળી તેના પેટા ભેદો કહેવાશે, જેમ કે, ૧. સાકાર-ઉપયોગના ૮ ભેદો છે અને ૨. અનાકાર ઉપયોગના ૪
૨. સર્વપ્રતિપુ ! ના. . | ૨. પતિપુ !
તિ, મુ. | રૂ. પૂ. I તાવE