________________
९७
ક્રૂ ૪ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
च ते पदार्थाश्च सप्तपदार्थाः जीवादयः । तत्त्वानि दृश्यानि, पुण्यपापयोश्च बन्धेऽन्तर्भावान्न
भेदेनोपादानम् ।
1
यद्येवमास्रवादयोऽपि पञ्च तर्हि न जीवाजीवाभ्यां भिद्यन्ते । कथमिति चेत्, उच्यतेआस्रवो हि मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य । स च कः आत्मानं पुद्गलांश्च विरहय्य ? बन्धस्तु कर्म पुद्गलात्मकमात्मप्रदेशसंश्लिष्टम्। संवरोऽप्यास्त्रवनिरोधलक्षणो देशसर्वभेद आत्मनः परिणामो निवृत्तिरूपः । निर्जरा तु कर्मपरिशाट:, जीवः कर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या। मोक्षोऽप्यात्मा समस्तकर्मविरहित इति । तस्मात् जीवाजीवास्तत्त्वमिति वाच्यम्। उच्यते-सत्यमेतदेवम्, किंतु इह शास्त्रे शिष्यः प्रवृत्ति कारितोऽस्मात् कारणात्
કહ્યાં છે ?
સમાધાન : પુણ્ય અને પાપ એ બે તત્ત્વોનો ‘બંધ’ તત્ત્વમાં અંતર્ભાવ કરેલો છે, આથી તેઓનું જુદું ગ્રહણ કરેલું નથી, માટે સાત જ તત્ત્વો કહેલાં છે.
પૂર્વપક્ષ-શંકા : જો પુણ્ય-પાપનો બંધ-તત્ત્વમાં અંતર્ભાવ થઈ શકે છે, તો સાત તત્ત્વો પણ કહેવાની જરૂર નથી. કેમ કે, આશ્રવ વગેરે પાંચ તત્ત્વો પણ ક્યાં તો જીવ રૂપે છે, અથવા તો અજીવ રૂપે છે. અર્થાત્ જીવ અથવા અજીવથી અપેક્ષાએ અભિન્ન છે. આથી તે પાંચેયનો જીવ અથવા અજીવમાં સમાવેશ થઈ જવાથી બે જ તત્ત્વો માનવા જોઈએ. (તટસ્થ વ્યક્તિ) - પ્રશ્ન : આશ્રવ આદિ પાંચ તત્ત્વો જીવ-અજીવથી અભિન્ન શી રીતે કહેવાય ?
(પૂર્વપક્ષ) - જવાબ ઃ આ રીતે ૧. આશ્રવ એ મિથ્યાદર્શન વગેરે રૂપ જીવનો પરિણામ વિશેષ જ છે અને તે આત્મા અને પુદ્ગલો સિવાય બીજો શું હોઈ શકે ? આથી જીવઅજીવથી અભિન્ન છે. તથા ૨. બંધ એ આત્માના પ્રદેશો સાથે ચોંટેલ-જોડાયેલ પુદ્ગલ રૂપ કર્મ હોવાથી અજીવ રૂપ છે... તથા ૩. સંવર-તત્ત્વ પણ દેશથી (અંશથી) અથવા સર્વથાસર્વ રીતે આશ્રવના નિરોધ (અટકાવ) રૂપ નિવૃત્તિ-સ્વરૂપ આત્માનો જ પરિણામ છે. વળી ૪. નિર્જરા એ કર્મના નાશ-ખરી જવા રૂપ છે. જીવ પોતાની શક્તિ-સામર્થ્યથી કર્મોનો પોતાના આત્મપ્રદેશોથી વિયોગ (પૃથક્પણું) પમાડે છે, આથી જીવ-અજીવ રૂપ છે અને પ. સર્વ કર્મથી રહિત આત્મા એ જ મોક્ષ છે. માટે નીવાનીવાસ્તત્ત્વમ્- જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે, એમ કહેવું જોઈએ.
૨. પાgિ । વ્યયમાત્મા॰ મુ. |