________________
ફૂ૦ ૩]
__ स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् गुरुमाभिमुख्येनालम्ब्य यज्ज्ञानं सोऽभिगमः। आगमस्त्वागच्छति अव्यवच्छित्त्या वर्णपदवाक्यराशिराप्तप्रणीतः पूर्वापरविरोधशङ्कारहितस्तदा-लोचनात्तत्त्वरुचिः आगम उच्यते, कारणे कार्योपचारात्, ‘नडवलोदकं पादरोग' इति । निमित्तं तु यद् यद् बाह्यं वस्तूत्पद्यमानस्य सम्यग्दर्शनस्य प्रतिमादि तत् तत् सर्वमागृहीतं, ततो निमित्तात् प्रतिमादिकात् सम्यक्त्वं જ્ઞાનાથ (સર્વ ગતિ-અર્થવાળો ધાતુઓ “જ્ઞાન”—અર્થવાળો પણ છે) એ ન્યાયથી “લમ્' ધાતુ = એટલે જ્ઞાન, રુચિ અર્થવાળો છે. ગયો નમ:, ( ધ + મ =) ધિામ: એટલે અધિક જ્ઞાન. પ્રશ્ન : આમાં જ્ઞાનનું અધિકપણું શાથી છે?
જવાબ: જે કારણથી પર = બીજા (ગુરૂપદેશ આદિથી) નિમિત્તથી તે થાય છે. આમ ગુરૂપદેશ વગેરે પર - નિમિત્તની અધિકતા-વિશિષ્ટતા હોવાથી તેના વડે થતું જ્ઞાન, રુચિ પણ અધિક કહેવાય. માટે “અધિગમ સમ્યગદર્શન કહેલું છે.
(૨) અભિગમઃ ગુરુની અભિમુખ રહીને તેઓના આલંબનપૂર્વક (અર્થાત્ વિનયપૂર્વક ઉપાસના દ્વારા) જે જ્ઞાન મેળવાય તે “અભિગમ' કહેવાય...
(૩) આગમઃ મ/ત્તિ વ્યવચ્છિન્યા જે અવ્યવચ્છિત્તિ વડે એટલે કે અવિચ્છિન્ન પરંપરાથી અથવા વ્યવચ્છિત્તિ = અલના, તેના વિના અખ્ખલિતપણે જે આવે તે “આગમ કહેવાય... (આ વ્યુત્પત્તિથી અર્થ કહ્યો, હવે રૂઢિ અર્થ કહે છે-) તીર્થંકર-ગણધરાદિ આપ્ત પુરુષો વડે કહેલ/રચેલ, પૂર્વાપર = આગળ-પાછળના સંદર્ભના પરસ્પર વિરોધની શંકાથી રહિત, અથવા પૂર્વાપર વિરોધ અને શંકાથી રહિત એવો જે વર્ણ-પદ-વાક્યનો સમૂહ તે આગમ કહેવાય... (હવે પ્રસ્તુતમાં ફલિત થતો અર્થ જણાવે છે, તેની આલોચનાથી અર્થાત્ સમ્યક્ રીતે પરિશીલન (ચિંતન), અનુપ્રેક્ષાની જે તત્ત્વની રુચિ ઉત્પન્ન થાય, તે “આગમ કહેવાય.
અહીં કાર્ય રૂપ રુચિને જ “આગમ' કહેલ છે, પરંતુ “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી રુચિના કારણભૂત આત-પુરુષો વડે રચિત વર્ણ-પદ-વાક્યનો સમૂહ રૂપ શાસ્ત્ર પણ “આગમ' કહેવાય એમ સમજવું. જેમ “નવ્વલ” નામની વનસ્પતિનું ઘાસનું પાણી એ પગના રોગનું કારણ છે, તેથી કારણમાં કાર્યનો (પાદ-રોગનો) ઉપચાર કરીને, “નક્વલનું પાણી એ જ પાદ-રોગ (પગનો રોગ) છે” એમ કહેવાય છે, તેમ અહીં સમજવું.
(૪) નિમિત્તઃ અહીં નિમિત્ત તરીકે પ્રતિમા વગેરે જે જે વસ્તુ, ઉત્પન્ન થતાં સમ્યગુદર્શનનું નિમિત્ત બને છે, તે સર્વ વસ્તુનું ‘નિમિત્ત” શબ્દથી ગ્રહણ કરાય છે. માટે, તે પ્રતિમા આદિ