________________
ફૂડ રૂ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भवति, किन्तु कस्यचिद् भव्यस्य प्रतिमाद्यालोक्य भवत्येव । अतः परोपदेशात् परोपष्टम्भेन यदुदेति तत्त्वार्थेषु जीवादिषु श्रद्धानं रुचिस्तदधिगमसम्यग्दर्शनमिति ॥ ३ ॥
सम्प्रत्युत्तरसूत्रसम्बन्धं स्वयमेव लगयन्नाह -
भा० अत्राह तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम् । तत्र किं तत्त्वमिति ? ત્રોતે રૂા લઈએ, તો ‘ઉપદેશથી એટલે શબ્દથી જે સમ્યગદર્શન એમ જ અર્થ થાય અને એમ કહેવામાં વ્યાપ્તિનું = વ્યાપકતાનું કથન થતું નથી. એટલે કે, જે જે કાર્યરૂપ અધિગમ સમ્યગદર્શન છે, તે દરેક પ્રત્યે કારણ તરીકે ઉપદેશ' (શબ્દ) હોય એમ કહેવામાં “વ્યાતિ' કહેવાતી નથી. કારણ કે, કેવળ શબ્દથી (ઉપદેશથી) જ સમ્યગદર્શન થાય છે, એવું નથી, કિંતુ, કોઈ ભવ્ય જીવને પ્રતિમા વગેરે જોઈને પણ સમ્યગ્રદર્શન ઉત્પન્ન થાય છે, “ઉપદેશ'નો અર્થ “શબ્દ” કરવામાં આવે તો પ્રતિમાદિના દર્શનથી જે સમ્યગદર્શન થાય છે, તેને અધિગમ-સમ્યગ્દર્શન નહીં કહેવાય, માટે આમાં અવ્યાપ્તિ આવશે.... કારણ કે પ્રતિમા વગેરેના દર્શનથી પણ જે સમ્યગ્દર્શન થાય છે, તેને પણ અધિગમ સમ્યગુદર્શન કહેવું ઇષ્ટ જ છે... આથી તમામ નિમિત્તોના સંગ્રહ માટે “પોપવેશત્' પદનો અર્થ “શબ્દ ન કરવો, પરંતુ પર-આલંબન (ઉપખંભ) માત્ર અર્થાત્ નિમિત્ત માત્ર = તમામ (શબ્દ-પ્રતિમા આદિ) નિમિત્તો એમ અર્થ કરવો... આથી ઉપદેશથી એટલે પર-નિમિત્ત-માત્રથી જે જીવ આદિ તત્ત્વ રૂપ અર્થો ઉપર શ્રદ્ધા = રુચિ પેદા થાય છે, તે “અધિગમ-સમ્યગુદર્શન' કહેવાય છે... એમ અર્થ ફલિત થવાથી ક્યાંય પણ અવ્યાપ્તિ રૂપ દોષ નહીં આવે અર્થાત્ લક્ષણની સંપૂર્ણ વ્યાપ્તિ = વ્યાપકતા કહેવાશે.
ચંદ્રપ્રભા બેશક, ઉપદેશ = શબ્દ એ સમકિતનું મુખ્ય અંગ છે, એ જુદી વાત છે. ગ્રંથકારશ્રી ઉમાસ્વામિજી મહારાજને પરમાત્માની મૂર્તિના દર્શનથી સમ્યક્તની પ્રાપ્તિ થયેલ. વર્તમાનમાં કેટલાંક જીવોને દીક્ષા-પ્રસંગ નિહાળતાં શ્રદ્ધા-વિશેષ પ્રગટ થવાના ઉદાહરણો મળે છે. ધન સાર્થવાહ, નયસાર વગેરે સાધુઓને ગોચરી વહોરાવવાના ભાવથી સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ હતી...(૩)
અવતરણિકા : હવે સ્વયું ભાષ્યકાર આગળના સૂત્રનો સંબંધ લગાડતાં-જોડતાં ભાષ્યમાં કહે છે -
ભાષ્ય : અહીં કોઈ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : તત્ત્વ રૂપ અર્થોમાં શ્રદ્ધા (રુચિ), તે સમ્યગુદર્શન છે, એમ કહ્યું. તેમાં તત્ત્વ' શું છે? જવાબ : આ વિષયમાં (જવાબ) કહેવાય
૬. ૩. પૂ. તા.–શો. | ના. મુ. |