________________
९४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ અo ? धर्मादयश्चत्वारोऽस्तिकायाः । आस्तूयते यैर्गृह्यते कर्म त आत्रवाः शुभाशुभकर्मादानहेतव इत्यर्थः । बन्धो नाम, तैरास्रवैर्हेतुभिरात्तस्य कर्मणः आत्मना सह संयोगः प्रकृत्यादिविशेषितः । तेषामेवास्रवाणां यो निरोधः-स्थगनं गुप्त्यादिभिः स संवरः । कर्मणां तु विपाकात् तपसा वा यः शाटः सा निर्जरा । ज्ञानशमवीर्यदर्शनात्यन्तिकैकान्तिकाऽबाधनिरुपमसुखात्मन आत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः । इतिशब्द इयत्तायाम्, एतावानेव । एष इति भवतः प्रत्यक्षीकृतो वचनेन । सप्तविधः सप्त प्रकारा यस्य स सप्तविधः, अर्थोऽर्यमाणत्वात्, एष છે અને (V) તે ક્રિયાના (તેનાથી બાંધેલાં કર્મના) ફળને ભોગવનારા છે, તેમજ (vi) અમૂર્ત (અરૂપી) સ્વભાવવાળા હોય, તેઓ “જીવ’ કહેવાય છે.
(૨) અજીવતત્ત્વ : આ જ ઉપર કહેલાં જીવના ધર્મોથી = સ્વભાવથી રહિત હોય તે “અજીવ’ કહેવાય અને તે ધર્મ વગેરે ચાર પ્રકારના અસ્તિકાયો છે. અર્થાત્ ધર્માસ્તિકાય વગેરે છે.
(૩) આશ્રવ-તત્ત્વ : જેઓ દ્વારા જીવ વડે કર્મોનું ગ્રહણ કરાય તે “આશ્રવ” અર્થાત્ શુભ-અશુભ કર્મના ગ્રહણના હેતુઓ. (માસૂયતે મૃઢતે સર્ષ રિતિ માસ્ત્રવાડ )
(૪) બંધ-તત્ત્વઃ તે પૂર્વોક્ત આશ્રવ રૂપ હેતુઓ વડે ગ્રહણ કરેલાં કર્મોનો આત્માની સાથે પ્રકૃતિ આદિ ભેદ-પૂર્વક સંયોગ થવો તે “બંધ' કહેવાય...
(૫) સંવર-તત્ત્વ : તે જ આશ્રવોનો (કર્મ ગ્રહણના હેતુઓનો) જે “ગુપ્તિ' વગેરે વડે નિરોધ કરવો, સ્થગિત કરવું, અટકાવવું તે “સંવર' કહેવાય.
(૬) નિર્જરા તત્ત્વ ઃ કર્મોના વિપાકથી (ફળ રૂપે ઉદયમાં આવવાથી) અથવા તપથી તેઓનું (કર્મોનુ) જે ખરવું, ખતમ થવું તે “નિર્જરા કહેવાય...
(૭) મોક્ષ-તત્ત્વ : જ્ઞાન, શમ = રાગ-દ્વેષાદિના અભાવ રૂપ પ્રશમ, વિર્ય (ઉત્સાહ, પરાક્રમ), સમ્યગદર્શન અથવા કેવળદર્શન રૂપ તથા આત્યંતિક અને ઐકાન્તિક અબાધ = બાધા-પીડાથી રહિત એવા નિરૂપમ સુખરૂપ સ્વભાવવાળા આત્માનું પોતાના જ આત્મામાં અવસ્થાન, સ્થિર થવું તે “મોક્ષ' કહેવાય...
ભાષ્યમાં તિ શબ્દ રૂથ = પરિમાણ (સંખ્યા) અર્થમાં છે. આટલાં જ = આટલી જ સંખ્યાવાળા (સાત) તત્ત્વો છે. ૫ એટલે વચન દ્વારા તમને પ્રત્યક્ષ રૂપે કરાયેલ -
૨. a.પૂ. I ધી:૦૫. I