________________
[૩૦ ૨
तत्त्वार्थाधिगमसूत्रम् टी० अत्राहेत्यादि । अत्र-एतस्मिंस्तत्त्वार्थश्रद्धानलक्षणे सम्यग्दर्शने विषयस्वरूपोपरक्ते व्याख्याते विषयविवेकमर्जानानश्चोदकोऽनूनुदत्-भवता तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्येतदुक्तं, तत्र किं तत्त्वमिति, तत्रेत्यनेन तत्त्वार्थश्रद्धानशब्दे यस्तत्त्वशब्दस्तत्र किं तत्त्वं किं तस्याभिधेयमिति । ननु चायुक्तोऽयं प्रश्नो, भाष्ये तत्त्वस्य पुरस्तान्निर्णयः कृत इति । तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते त एव चार्था इत्यस्मिन्, अतो निर्माते तत्त्वे प्रश्नयतो जाड्यमवसीयते । उच्यतेन जाड्यात् प्रश्नः, सत्यमुक्तं तत्त्वानि जीवादीनि, आदिशब्देन तु अनेकस्याक्षेप इति
પ્રેમપ્રભા : ભાષ્યમાં કોઈ શિષ્યાદિ પ્રશ્ન કરે છે, માત્ર સાદ - ઈત્યાદિ. આ તત્ત્વાર્થની શ્રદ્ધા રૂપ તથા વિષય અને સ્વરૂપથી યુક્ત (મિશ્રિત) એવા સમ્યગદર્શનની પૂર્વે વ્યાખ્યા કરાયે છતે (અર્થાત્ તેનું લક્ષણ/સ્વરૂપ જણાવાયું છ0) તેના વિષયનો વિવેક નહીં જાણતો એવો શિષ્યાદિ (પ્રશ્ન કરનાર) એવો સવાલ કરે છે કે- પ્રશ્ન : આપે ‘તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે, એમ કહ્યું, તેમાં તત્ત્વ પદાર્થ શું છે ? તત્ર = (તમાં) આ પદ વડે પૂર્વે કહેલ “તત્ત્વાર્થશ્રદ્ધાન’ શબ્દમાં જે ‘તત્ત્વ' શબ્દ છે, તેમાં ‘તત્ત્વ' શું છે? અર્થાત્ ‘તત્ત્વ' શબ્દનો શું અભિધેય (વિષય/અર્થ) છે
તટસ્થ વ્યક્તિ આવો પ્રશ્ન કરવો અનુચિત છે. કારણ કે, ભાષ્યમાં પૂર્વે તત્ત્વનો નિર્ણય કરેલો જ છે, જેમ કે, “જીવ આદિ તત્ત્વો છે અને તે આગળ કહેવાશે. તે જીવાદિ તત્ત્વો એ જ અર્થો છે.” એમ બીજા સૂત્રના ભાષ્યમાં કહેલું જ છે. આથી “તત્ત્વ' શબ્દનો અર્થ (વિષય) જણાઈ ગયો હોવા છતાં ય તેના વિષે પ્રશ્ન કરનારની જડતા જણાય છે...
ટીકાકાર-સમાધાન : ના, જડતાના કારણે ભાગમાં પ્રશ્ન કરેલો નથી. એ વાત સાચી છે કે, “જીવ આદિ તત્ત્વો છે' એમ પૂર્વે ભાષ્યમાં કહેલું છે. પણ અહીં “આદિ' શબ્દ છે, તેનાથી અનેકનો સંગ્રહ થઈ શકે છે. આથી તેની ચોક્કસ સંખ્યા જણાતી નથી કે આટલાં તત્ત્વો છે. આથી ભાષ્યથી નિર્ણય કરેલો ન હોવાથી ઈયત્તા = તત્ત્વોની ચોક્કસ સંખ્યાનું જ્ઞાન કરવા માટે પ્રશ્ન કરેલા છે, માટે તે યોગ્ય જ છે..
ગ્રંથકાર આચાર્ય ભગવંત ભાષ્યમાં જવાબ આપતાં કહે છે કે –
જવાબ : મત્ર ૩વ્ય ! અહીં એટલે ભાષ્યમાં તમે પૂછેલ ‘તત્ત્વ' શબ્દને વિષે જે અભિધેય = વિષય છે, તેનું આટલી – અમુક ચોક્કસ સંખ્યા વડે સ્વરૂપ આગળના સૂત્રમાં કહેવાય છે.
૨. પૂ. I નાનશો. મુ. ૨. પૂ. I a gવાથ૦ મુ. |