________________
K ૨ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
७३
यद्यदन्यत् कर्मोपर्चितं ज्ञानावरणादि तस्य कर्मणः स्वकृतस्येति । तच्च कर्मतो यदुपादायि कर्म तत् स्वेनात्मना कृतं स्वकृतम्, न पुनः प्रजापतिप्रभृतिना तत् कर्म संश्लेषितमात्मसामर्थ्यात् । एतत् स्याद् यदाऽऽदिकर्म प्रजापतिरकरोत् सर्वप्राणिनां ततोऽन्या कर्मसन्ततिः स्वकृतेतीष्टमेव प्रसाधितमिति । उच्यते - एवमर्थमेव एवकारः प्रयुज्यते, कर्मत एव सर्वं कर्म बध्यते, अनादित्वात् संसृतेरादिकर्मैव नास्ति, प्रतिषिद्धश्च कर्ता । तदपि वा कर्मत
સ્વકૃત-પોતે જે પૂર્વમાં કરેલાં કર્મનો ઉદય થતાં - પુણ્ય – પાપ વગેરે વિવિધ ફળને અનુભવતાંભોગવતાં એવા જીવને એમ સંબંધ છે. વળી પૂર્વોક્ત ઉદયમાં આવેલાં કર્મથી (અશુભ પરિણામ થવાથી) જે નવું કર્મ ગ્રહણ કર્યું, બાંધ્યુ તે (સ્વેન આત્મના વૃત, સ્વતમ્ ।) પોતાના આત્મા વડે જે કરાયેલું છે, પરંતુ પ્રજાપતિ (બ્રહ્મા, ઇશ્વર) વગેરે વડે પોતાના સામર્થ્યથી તે કર્મને (ઉપચય-કરનાર, બાંધનાર) આત્માની સાથે સંશ્લેષ કરાવ્યો નથી, અર્થાત્ ચોંટાડ્યું નથી. (અહીં ઇશ્વર-કર્તૃત્વની તરફેણમાં બીજા કોઈ વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે.)
પ્રશ્ન : આવું બની શકે કે, સર્વજીવોનું જે પહેલું કર્મ છે, તેને પ્રજાપતિએ-બ્રહ્માએ બનાવ્યું... તેનાથી અન્ય જે કર્મની પરંપરા (સંતતિ) છે, તે જીવે પોતે તૈયાર કરી છે, રચી છે. આથી ઇષ્ટ વસ્તુની સિદ્ધિ થઈ જાય છે. એટલે પ્રથમ કર્મના કર્તા, મૂળ કર્તા, પ્રજાપતિ છે અને ત્યાર બાદ પરંપરા ચલાવનાર જીવ છે. આથી કર્મને સ્વ-કર્મકૃત એમ કહેવા દ્વારા પણ અંતે તો ઇશ્વર-કર્તૃત્વ રૂપ ઇષ્ટની જ સિદ્ધિ થાય છે.
ઉત્તર ઃ આ રીતે પણ કોઈ પ્રજાપતિને કર્તા તરીકે ગોઠવી ન દે, તે માટે જ ર્મત વ એમ વ કાર = ‘જ’ કારનો પ્રયોગ કરેલો છે. સર્વ કર્મો કર્મથી જ બંધાય છે, પછી તે પહેલું હોય કે અન્ય... કારણ કે જીવનો કર્મ સાથેના સંબંધ રૂપ સંસાર (સંસૃતિ) છે, તે અનાદિ છે અર્થાત્ તેની કોઈ આદિ શરૂઆત જ નથી. આથી જીવના સંસારમાં પરિભ્રમણનું સંસરણનું (પ્રવાહની અપેક્ષાએ) કોઈ આદિ કર્મ જ નથી, કે જેના કર્તા તરીકે પ્રજાપતિની કલ્પના કરાય. વળી કર્મના બીજા કોઈ કર્તાનો (ઇશ્વર આદિનો) આમ પણ નિષેધ કરેલો જ છે. અર્થાત્ પૂર્વે ઇશ્વર સૃષ્ટિના કર્તા નથી એમ કહેલું છે, તેથી તેઓ સૃષ્ટિમાં અંતર્ગત સમાવેશ પામતાં એવા કર્મના પણ કર્તા નથી, એમ સિદ્ધ થાય છે.
=
=
અથવા તો જે કર્મની-પહેલાં કર્મ તરીકે - કલ્પના કરાય છે, તે કર્મ પણ કર્મથી જ (કર્મોદયથી જન્ય શુભાશુભ પરિણામથી જ) બંધાય છે. કેમ કે તે કર્મ છે (ર્મત્વાત્) અત્યારે ૧. પાવિષુ । વિતજ્ઞાના॰ મુ. । ર્. પૂ. . । નૉ. મુ. |