________________
[મૃ૦ ૨
७६
तत्त्वार्थाधिगमसूत्रम् सुखदुःखानुभवयोग्यतया, परं च दर्शनचरणव्यामोह, कारितया अन्यद् नारकतिर्यङ्मनुष्यामरायुने अन्यद गतिजोतिशरीरराद्याकारेण. अपरमच्चनीचगोत्रानभावेन, अन्यद दानाद्यन्तरायकारितया व्यवस्थापयति । एष प्रकृतिबन्धः । स्थितिबन्धस्तु, तस्यैवं प्रविभक्तस्य अध्यवसायविशेषादेव जघन्यमध्यमोत्कृष्टां स्थितिं निवर्तयति ज्ञानावरणादिकस्यैष स्थितिबन्धः । अनुभावबन्धस्तु, कृतस्थितिकस्य स्वस्मिन् काले परिपाकमितस्य याऽनुभूयमानावस्था शुभाशुभाकारेण ઉત્પન્ન થતાં વીર્યનાં) સામર્થ્યથી રસ અને ખળ (નકામો ભાગ) રૂપે પરિણામ પમાડે છે – વિભાજિત કરે છે, તેમ અહીં પણ જીવ પોતાના વિશેષ પ્રકારના અધ્યવસાયથી (i) કેટલાંક કર્મોને જ્ઞાનાવરણીય તરીકે (= જ્ઞાનના આવરણ રૂપે) (ii) કેટલાંક કર્મને દર્શન' (અનાકર = સામાન્ય બોધ) ગુણનું આચ્છાદન કરનાર રૂપે, (ii) તો બીજા કર્મોને સુખ-દુઃખનો
અનુભવ કરાવવાને યોગ્ય તરીકે (અર્થાત્ સાત - અસાત વેદનીય કર્મ રૂપે) ગોઠવે છે. વળી | (iv) બીજા કર્મને સમ્યગદર્શન અને સમ્યગ્યારિત્ર (પ્રસ્તુત મોક્ષ માર્ગના ઘટક/ભેદ સ્વરૂપ) ગુણને વિષે વ્યામોહ-મૂંઝવણ, અરુચિ-અશક્તિ પૈદા કરવાના સ્વભાવવાળા તરીકે વિભાજિત કરે છે. (v) તથા અન્ય કર્મને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના “આયુષ્ય' ઉત્પન્ન કરનાર તરીકે, (vi) તથા કેટલાંક કર્મને ગતિ, જાતિ, શરીર આદિ (પ્રાપ્ત કરાવનારા) રૂપે (vi) તથા બીજા કેટલાંકને ઊંચ-નીચ ગોત્ર રૂપ ફળ આપનારા રૂપે અને (viii) અન્ય કર્મને દાન વગેરેમાં અંતરાય કરવાના સ્વભાવવાળા (Nature) તરીકે વ્યવસ્થાપિત કરે છે, નક્કી કરે છે... અર્થાત્ અમુક ચોક્કસ ફળ આપવાના પ્રકૃતિ-સ્વભાવવાળા તરીકે નિયત કરે છે, આને પ્રકૃતિ-બંધ કહેવાય.
ચંદ્રપ્રભા : ઉપર કહેલ સ્વભાવવાળા કર્મોને ક્રમશઃ (i) જ્ઞાનાવરણ (ii) દર્શનાવરણ (ii) વેદનીય (iv) મોહનીય (V) આયુષ્ય (vi) નામ (vi) ગોત્ર અને (vii) અંતરાય કર્મ કહેવાય છે.
પ્રેમપ્રભા : (૨) સ્થિતિ-બંધ : પૂર્વે કહ્યા મુજબ વિભાજિત કરેલાં તે જ્ઞાનાવરણાદિ કર્મોની જીવ પોતાના વિશેષ પ્રકારના અધ્યવસાયથી જે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવી સ્થિતિનું નિર્માણ કરે છે, અને સ્થિતિ-બંધ કહેવાય છે. ટૂંકમાં સ્થિતિ એટલે જઘન્ય વગેરે ભેદથી તે કર્મ કેટલો કાળ (Time/Period) આત્મા સાથે રહેશે, તે કાળનો નિશ્ચિય કરવો તે સ્થિતિ-બંધ.
(૩) અનુભાવ(રસ)બંધઃ પૂર્વે કહ્યા પ્રમાણે નક્કી થયેલ સ્થિતિ (કાળ) પ્રમાણે આત્મા સાથે રહેલાં કર્મનો પોતાનો કાળ થયે અર્થાત્ પૂરો થતાં, પરિપાકને પામેલ એટલે કે, વિપાકને = ફળ રૂપે ભોગવવાની યોગ્યતાને પામેલ કર્મની શુભ કે અશુભ રૂપે જે ૧. સર્વપ્રતિપુ તિશ૦ મુ. I