________________
ક્રૂ ૨ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
८१
तस्मात् ज्ञानदर्शनोपयोगस्वाभाव्यादिति । एतदुक्तं भवति यदा यदोपभुङ्क्ते तदा तदा चेतयते - सुख्यहं दुःखितोऽहमित्यादि । साकारा - नाकारोपयोगद्वयसमन्वितत्वादवश्यंतया चेतयत इति, उत्तरग्रन्थेनापि सम्बन्धोऽस्य । तानि तानीत्यादि । ज्ञानदर्शनोपयोगस्वाभाव्यादेव तानि तानि परिणामान्तराणि याति न तु ताभ्यां रहित इति । तानि तानीति मुहूर्ताभ्यन्तरेऽपि मनसश्चलत्वाद् बहूनि गच्छति, तानि चेह शुभानि ग्राह्याणि, यतो दर्शनं सम्प्राप्नोति शुभान्योऽऽस्कन्दन्निति, तेषां बहुत्वाद् वीप्सया निर्दिशति । अथवा यान्येव पूर्वाण्यध्यवसायान्तराणि तान्येव पराध्यवसायतया वर्तन्त इत्यन्वयं दर्शयति-परिणामश्चानेकरूपो (સ્વાભાવ્ય) તે જ્ઞાન-દર્શનોપયોગ-સ્વભાવ, તેનાથી... અહીં કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે, જ્યારે જ્યારે કર્મના ફળને ભોગવે છે ત્યારે ત્યારે જીવ વિચારે છે - એવી પ્રતીતિ કરે છે કે, ‘હું સુખી છું’ અથવા ‘હુ દુઃખી છું’ વગેરે... અર્થાત્ જીવ સાકારોપયોગ = જ્ઞાનોપયોગ અને અનાકારોપયોગ = દર્શનોપયોગ એ બેથી યુક્ત હોવાથી અવશ્ય જાણે છે, અનુભવ કરે છે... આ પદોનો આગળના ભાષ્ય-ગ્રંથ સાથે પણ સંબંધ થાય છે. તે આ રીતે -
તાનિ તાનિ । ઇત્યાદિ જ્ઞાન, દર્શન રૂપ ઉપયોગ-સ્વભાવવાળો હોવાથી જ જીવ તે તે બીજા પરિણામોને પામે છે, પણ તેવા સ્વભાવવાળો ન હોય તો પામી શકતો નથી... આવા તે તે બીજા પરિણામ રૂપ અધ્યવસાયને પામતાં એવા અનાદિ મિથ્યાદષ્ટિ જીવને એમ આગળ સાથે સંબંધ છે. તાનિ તાનિ એટલે તે તે... મનના ચંચળપણાથી એક મુહૂર્તની અંદર પણ તે તે બીજા બીજા ઘણા પરિણાોને પામે છે... વળી, આ પરિણામો અહીં ‘શુભ’ રૂપે ગ્રહણ કરવાના છે, કારણ કે, તે તે શુભ પરિણામોને આરૂઢ થતો અર્થાત્ તેને પ્રાપ્ત કરતો એવો જીવ સમ્યગ્દર્શનને પામનારો બને છે... આ શુભ પરિણામો ઘણા હોવાથી તાનિ તાનિ એમ ‘વીપ્સા’ વડે નિર્દેશ કરેલો છે.
ચંદ્રપ્રભા : ‘વીપ્સા' એટલે ‘વન’ વગેરે ઘણી સજાતીય વસ્તુને ક્રિયા આદિ વડે પ્રત્યેકને સમગ્રપણે/સકળપણે એક સાથે પ્રયોગ કરનારની વ્યાપવાની = પ્રાપ્ત કરવાની ઇચ્છા... જેમ કે, વૃક્ષે વૃક્ષે સિંચન કરે છે અર્થાત્ દરેક વૃક્ષને સિંચે છે. (વૃક્ષ વૃક્ષ મિશ્રુતિ ) તેને ‘વીપ્સા’ કહેવાય. આવા ‘વીપ્સા' અર્થમાં જે હોય તે વીપ્તાયામ્ (સિ.હે.૭-૪-૮૦) સૂત્રથી બેવડાય છે, બે વાર ઉચ્ચારાય
છે.
પ્રેમપ્રભા : અથવા તાનિ તાનિ એમ કહેવા દ્વારા જે પૂર્વના બીજા અધ્યવસાયો છે, તે જ પર = એટલે પાછળના (ઉત્તર કાલીન) અધ્યવસાય રૂપે વર્તે છે, એ પ્રમાણે ‘અન્વય’ ને (અહીં ‘અન્વય’ એટલે કાળની અપેક્ષાએ આગળ-પાછળના અધ્યવસાયોમાં અનુસરનારો૧. વ.પૂ.તા.પૈ.. | વશ્યત॰ મુ. | ૨. હ.પૂ.તા. | ભાજ્ઞામા૦ મુ. |