________________
૮૦ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ विधम्, यतः सातसम्यक्त्वहास्यादिकाः प्रकृतयो विविधास्तासां फलमपि विविधमेवेति । तथा ज्ञानावरणाद्या अपि विविधास्तत्फलमपि विविधमुच्यते । पुण्यमनुग्रहकारि सातादि, पापमुपघातकारि ज्ञानादिगुणानाम्, तयोः पुण्यपापयोः फलं स्वरसविपाकरूपं पुण्यपापफलम् । तदनुभवतो जीवस्योपभुञ्जानस्य, अनु पश्चादर्थे, पूर्वं ग्रहणं पश्चात् फलोपभोग इति । कथमनुभवत ? इत्याह-ज्ञानर्शनोपयोगस्वाभाव्यात्, ज्ञानदर्शने व्याख्याते तयोः स्वाभाव्यं પુણ્ય અને પાપના ફળને જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ સ્વભાવવાળો હોવાના કારણે અનુભવ કરતા એવા જીવને... પરિણામ વિશેષથી તેવું અપૂર્વકરણ – અપૂર્વ પરિણામ-અધ્યવસાયભાવો ઉત્પન્ન થાય છે જેથી એને ઉપદેશ વિના જ – નિસર્ગથી સમ્યગુદર્શન ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સમસ્ત-ભેગો અર્થ છે. હવે ટીકાથી તેના એક એક પદનો અર્થ વિચારીએ...
નારક-તિર્યંચ રૂપે યોનિ = એટલે ઉત્પત્તિસ્થાન... તેનું નિરૂપણ બીજા અધ્યાયમાં કરાશે... તથા મનુષ્ય અને દેવોનો ભવ = જન્મ છે જેમાં તેવા શરીરો... “ગ્રહણ' એટલે આદાન, અર્થાત્ તેઓના શરીરોનું ગ્રહણ... આનો ભાવાર્થ કહે છે, અનાદિ સંસાર સ્વરૂપ તે તે ભાવોમાં... “વિવિધ = એટલે અનેક પ્રકારના પુણ્ય અને પાપના ફળને અનુભવતો જીવ... જે કારણથી સાત-વેદનીય, સમ્યક્ત (મોહનીય), હાસ્ય (નોકષાય) વગેરે પુણ્ય કર્મ-પ્રકૃતિઓ વિવિધ પ્રકારની છે, આથી તેના ફળ પણ વિવિધ પ્રકારના છે... તથા જ્ઞાનાવરણ વગેરે (પાપ) કર્મો પણ વિવિધ પ્રકારના છે, આથી તેનું ફળ પણ વિવિધ પ્રકારનું છે... (આમાં પહેલાં સાત-સમ્યક્ત વગેરે પ્રકૃતિઓ કહી તે પુણ્ય-પ્રકૃતિઓનું ઉપલક્ષણ (સૂચક) છે અને જ્ઞાનાવરણ આદિ કર્મ પ્રકૃતિઓ છે તે પાપ-પ્રકૃતિઓ છે. આથી બેયને અલગથી ટીકામાં કહ્યું હોવાનું જણાય છે.)
પુણ્ય' = એટલે અનુગ્રહ = ઉપકાર કરનાર સાતવેદનીય વગેરે કર્મ પ્રકૃતિ તથા “પાપ” = એટલે જ્ઞાનાદિ ગુણોનો ઉપઘાત = નાશ કરનારૂં કર્મ... તે પુણ્ય અને પાપના ફળને = એટલે (તીવ્ર, મંદ વગેરે રૂપ) સ્વરસના વિપાકનો (ઉદયનો) = ફળનો અનુભવ કરતાં જીવને... અનુભવત: એટલે ઉપભોગ કરતાં = ભોગવતાં એવા જીવને મનુ શબ્દ “પશ્ચાદ્ = પછી એવા અર્થમાં છે... કર્મનું ગ્રહણ થાય અને પછી તેનો ફળ રૂપે ઉપભોગ/ભોગવટો થાય તે અનુભવ કહેવાય...
પ્રશ્નઃ શાથી – શા કારણથી જીવ કર્મના ફળનો ઉપભોગ કરે છે ?
જવાબ: જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળો હોવાથી જીવ કર્મના ફળનો અનુભવ કરે છે. જ્ઞાન અને દર્શન રૂપ ઉપયોગની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. તે બેનો સ્વભાવ