________________
૭૮
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ स्पृष्टा इति व्यपदिश्यन्ते, ता एव यदा पुनः प्रताप्य घनं घनेन ताडिताः प्रनष्टस्वविभागा एकपिण्डतामितास्तदा निकाचिता इति व्यपदेशमश्नुवते, एवं कर्माप्यात्मप्रदेशेषु योजनीयम् । तस्यैवं निकाचितस्य प्रकृत्यादिबन्धरूपेणावस्थितस्य उदयावलिकाप्रविष्टस्य प्रतिक्षणमुदयमादर्शयतो याऽवस्था शुभाशुभानुभावलक्षणा स उदयो विपाक इति । उदयानुभावसमनन्तरमेवापेतस्नेहलेशं परिशटत् प्रतिसमयं कर्म निर्जराव्यपदेशमङ्गीकरोतीति । बन्धादयः कृतद्वन्द्वास्ता બદ્ધ કહેવાય છે.
(i) સ્પષ્ટ : આ જે સોઈના સમૂહને અગ્નિમાં નાંખીને તેને ટીપવામાં આવે ત્યારે પરસ્પર ચોંટી જાય છે એટલે કે જેમાં એક-બીજા વચ્ચેનું અંતર જણાતું હોય – અભિવ્યક્ત થતું હોય ત્યારે તે “સ્કૃષ્ટ' એમ કહેવાય છે. ટુંકમાં ‘બદ્ધ કરતાં સ્પષ્ટ એ વધુ ગાઢ મજબુત સંબંધવાળી અવસ્થા છે. તેમ કર્મોનો પણ આત્મ-પ્રદેશો સાથેનો “બદ્ધ' કરતાં ય વધુ મજબૂત (મુશ્કેલીથી છુટા પાડી શકાય એવા) સંબંધ હોય તેને “સ્કૃષ્ટ' કહેવાય. | (ii) નિકાચના : તે જ સોઈના સમૂહને ફરી ખૂબ-અત્યંત તપાવીને હથોડાથી અત્યંત ઘણુ ટીપવામાં આવતાં પોતાનો જુદો વિભાગ (સ્વતંત્ર-અસ્તિત્વ-ઓળખ) ગુમાવી દઈને બધી સોયો જ્યારે એક પિંડ રૂપે બની જાય છે, ત્યારે “નિકાચિત” એમ કહેવાય છે. તેમ કર્મ પણ તેવા તીવ્ર અધ્યવસાય આદિના કારણે જયારે આત્મપ્રદેશો સાથે (ફળ રૂપે ભોગવ્યા વિના, જીવ પ્રયત્નથી) ફરી છૂટાં પાડી ન શકાય એ રીતે એકમેક થવા રૂપે સંબંધ પામે છે, ત્યારે તે નિકાચિત’ એમ કહેવાય છે... (અર્થાત્ આવા કર્મો ભોગવ્યે જ છૂટકો... ભોગવવાથી જ નાશ પામે...)
ટીકામાં કહે છે કે, આ સોઈના પરસ્પર સંબંધનું જે દૃષ્ટાંત છે, તેને કર્મ અને આત્મ પ્રેદશોમાં પણ ઘટાવવું. અને તે પ્રમાણે ઉપર કહેલું જ છે...
(૩) ઉદય ઃ આ પ્રમાણે જે નિકાચિત કરેલાં (અને ઉપલક્ષણથી સ્પષ્ટ અને બદ્ધરૂપે બાંધેલા) તેમજ પૂર્વે કહ્યા મુજબ પ્રકૃતિ વગેરે ચાર પ્રકારના બંધ રૂપે રહેલા અર્થાત્ બંધ સમયે નક્કી થયેલી અવસ્થાવાળા, વળી જેઓ પોતાના વિપાકનો કાળ પાકવાથી) ઉદય-આલિકામાં પ્રવેશ પામેલાં હોય, તેમજ પ્રત્યેક ક્ષણે, ઉદયને બતાવતાં હોય એવા જે જે કર્મોની શુભ કે અશુભ અનુભવ = વિપાક, ફળ ભોગવવા રૂપ અવસ્થા, તે ઉદય અથવા ‘વિપાક' કહેવાય
(૪) નિર્જરા આમ પૂર્વોક્ત રીતે જે કર્મ ઉદય રૂપે અનુભવમાં આવ્યા પછી અર્થાત્
૧. પાપુ ! પુન: પુન: મુ. |