________________
७४
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ एव बध्यते कर्मत्वादिदानीन्तनकर्मवत् । एवंविधस्यास्योपात्तस्य कर्मणः फलमनुभवत इति ।
किमपेक्षं पुनस्तत्फलम् ? आह-बन्धनिकाचनाद्यपेक्षमिति । बन्धो नाम यदाऽऽत्मा બંધાતાં કર્મની જેમ..
ચંદ્રપ્રભા : આ પ્રમાણે અહીં અનુમાન-પ્રમાણ આપેલું છે. તેનો આકાર આ પ્રમાણે છે- કર્મ (પ્રથમ સર્ષ) એ પક્ષ છે. કર્મથી જ બંધાય છે, (વર્મત gવ વધ્ય) એ સાધ્ય છે. કારણ કે તે કર્મ છે' (વર્મત્વોત્ = કર્મ હોવાથી) આ હેતુ છે. દષ્ટાંત - જેમ કે, અત્યારે બંધાતું કર્મ... કહેવાનો ભાવ એ છે કે, “કર્મ એ પક્ષ છે અર્થાત્ તેમાં અનુમાનથી સાધ્યની સિદ્ધ કરવાની છે. જેની સિદ્ધિ કરવાની હોય તે “સાધ્ય' કહેવાય. સાધ્ય = “કર્મથી જ બંધાય' - એ સાધ્ય છે. અને સાધ્યની સિદ્ધિ માટે જે કારણ દર્શાવાય તેને હેતુ કહેવાય. કર્મ હોવાથી એ હેતુ છે. જે જે કર્મ હોય, તે (મુખ્યત્વે) કર્મથી જ બંધાય એવો નિયમ (વ્યાપ્તિ) છે. દષ્ટાંત તરીકે “અત્યારે બંધાતું કર્મ'... આ કર્મ પણ ઉદયમાં આવેલાં કર્મથી જ બંધાય છે. (આ અન્વય = Positive દૃષ્ટાંત જાણવું જે ટીકામાં આપેલું જ છે.) જો કર્મોનો ઉદય ન હોય તો કર્મો બંધાતા નથી, જેમ કે, સિદ્ધ ભગવંતો. તેઓને તો કોઈ કર્મ સત્તામાં જ ન હોવાથી ઉદયમાં પણ આવતું નથી. માટે નવો કર્મ-બંધ પણ થતો નથી. (આ વ્યતિરેક = ઉલટું, Negative દૃષ્ટાંત જાણવું.)
હવે પ્રસ્તુતમાં પણ આ અનુમાનથી એ સિદ્ધ થાય છે કે, જે પહેલું કર્મ ઈશ્વરે કર્યું એમ જે તેમ કહો છો, તે કર્મ પણ કર્મથી જ થયેલું છે. કારણ કે જે જે કર્મ હોય તે કર્મથી જ થાય છે, એવો નિયમ = વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. વળી જો પહેલું કર્મ પણ ઈશ્વરે કર્યું, બનાવ્યું એમ કહેશો, તો ઈશ્વરને જગતના કર્તા માનવામાં જે જે દોષો - આપત્તિઓ પૂર્વે કહેલી છે તે બધી અહીં આવશે. માટે જ અહીં આ અનુમાન આપતાં પહેલાં ટીકામાં પહેલાં જ કહી દીધું કે, “પ્રતિષિદ્ધ વર્તા | એનાથી જ ઈશ્વર કર્તા નથી એમ સિદ્ધ થઈ જવા છતાંય, આ અનુમાન-પ્રમાણ આપ્યું તે પૂરક સમજવું. પૂર્વના અનુમાનમાં સૃષ્ટિ = જીવ, કર્મ વગેરેનું કારણ પ્રજાપતિ બ્રહ્મા નથી એમ સામાન્યથી સિદ્ધ કર્યું, જણાવ્યું... જ્યારે અહીં કર્મનું કારણ કર્મ જ છે' એમ વિશેષથી સિદ્ધ કરેલું છે, એટલો તફાવત છે એમ જાણવું.
પ્રેમપ્રભાઃ આમ ઉપરના અનુમાનથી “કર્મથી જ કર્મ બંધાય છે' આ વાત નિશ્ચિત થાય છે અને સ્વાચ એમ કહેવાથી તેનો બાંધનાર કર્તા પોતાનો જીવ જ છે, પણ પ્રજાપતિ અથવા તો બીજાનો જીવ વગેરે નથી, એ પણ નક્કી થયું... અને આ પ્રમાણે પોતાના જીવ વડે ગ્રહણ કરેલ – બાંધેલ કર્મના... ફળનો અનુભવ કરતાં એવા જીવને એમ આગળના પદો સાથે સંબંધ છે...
પ્રશ્ન : જીવ જે ફળનો અનુભવ કરે છે, તે ફળ કોની કોની અપેક્ષા રાખે છે? જવાબઃ (i) બંધ, (i) નિકાચના (i) ઉદય અને (iv) નિર્જરા આ ચારની અપેક્ષાએ જીવ સ્વકૃત