________________
K ૨ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
७१
दलिकद्रव्ये च निपुणाः कुम्भकारादयः कार्योत्पादाय यतमानाः फलेन युज्यन्ते, नान्यथा । न चाकाशादीनां कारणमुपलभ्यते किञ्चित् नापि किञ्चित् सर्गे जगतः स्रष्टुः प्रयोजनमस्ति પ્રેક્ષાપૂર્વાળિઃ । શ્રીડાઘમિતિ ચેત્, ત: સર્પશ:િ ? પ્રાતત્વાન્ । સુશ્ર્વિતવુ વિત
1
તો તેવા અનિત્ય ઇશ્વરને ઉત્પન્ન કરનાર બીજા કોઈ ઇશ્વરને માનવા પડશે. કેમ કે જે અનિત્ય હોય તે ઉત્પન્ન થનારૂં હોય એવા નિયમ છે, માટે જ તો અનિત્ય કહેવાય છે. વળી જે બીજા ઈશ્વર છે, જેમનું મૂળ (સ્રષ્ટા રૂપ) ઇશ્વરના કર્તા તરીકે અનુમાન કરાય છે, તેઓ નિત્ય છે કે અનિત્ય છે ? જો પૂર્વના એટલે કે મૂળ ઇશ્વરના કર્તા તરીકે અનુમાન કરાયેલ બીજા ઈશ્વર એ જો નિત્ય જ હોય તો આમણે અર્થાત્ આ જગતના સ્રષ્ટા રૂપ મૂળ-પ્રથમ ઇશ્વરે શું અપરાધ કર્યો કે જેથી તેઓને અનિત્ય માનો છો ? (તેઓને જ નિત્ય માનો), જેથી બીજા ઇશ્વરની કલ્પના કરવી ન પડે. અને નિત્ય માનશો તો સ્થિર-એક-સ્વભાવવાળા શી રીતે સર્જન કરી શકે ? તથા બંધ-મોક્ષ વગેરે પણ શી રીતે ઘટે ? અર્થાત્ ન જ ઘટી શકે.
હવે જો ઈશ્વરને ઉત્પન્ન કરનાર કર્તા તરીકે અનુમાન કરાયેલ પૂર્વના ઇશ્વરને જો ‘અનિત્ય છે’ એમ કહેશો તો તે પૂર્વના બીજા ઇશ્વરના પણ ઉત્પાદક તરીકે (તેનાથી ય પૂર્વના) બીજા કોઈ ઇશ્વર માનવા પડશે. વળી તે બીજા ઇશ્વરના ઉત્પાદક તરીકે તેઓની પૂર્વે ત્રીજા ઇશ્વરને માનવા પડશે. આમ માનવામાં તો અનવસ્થા = અવિરામ રૂપ દોષ આવશે - અર્થાત્ પૂર્વ પૂર્વના ઇશ્વરની કલ્પનાનો અંત જ નહીં આવે...
=
પ્રેમપ્રભા : વળી કોઈપણ (ઘટ વગેરે) કાર્ય કરવું હોય તો તેને માટે તેના ઉપકરણોના સમૂહની અર્થાત્ દંડ, ચક્ર વગેરે સહકારી કારણોની સામગ્રીની અને તેના (માટી વગેરે) મુખ્ય ઉપાદાન કારણ રૂપ દલિક-દ્રવ્યની (કાચા માલની) પણ હાજરી હોવી જોઈએ. આમ હોય તો જ કુશળ એવો કુંભાર વગેરે ઘડા વગેરે રૂપ કાર્યને ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરવા દ્વારા ફળની પ્રાપ્તિ કરે છે, નહીંતર, કાર્યની સિદ્ધિ રૂપ ફળને મેળવી શકતાં નથી. (આથી ઇશ્વર પણ સૃષ્ટિનું સર્જન તથા સુખ-દુઃખ પહોંચાડવું વગેરે કાર્ય તેના સહકારી બીજા કારણો હોય તો જ કરી શકે, તે વિના કરી શકતો નથી.) વળી આકાશ વગેરે દ્રવ્ય છે, તેનું કોઈ કારણ જાણાતું નથી, એ તો નિત્ય જ છે. તેથી તેના સ્રષ્ટા તરીકે કહી શકાય નહીં. વળી જગતનું સર્જન કરવામાં સ્રષ્ટા એવા ઇશ્વરને કોઈ પ્રયોજન નથી. વળી તે ઇશ્વરને પ્રેક્ષાપૂર્વકારી = એટલે કે બુદ્ધિપૂર્વક - વિચારણાપૂર્વક કાર્ય કરનાર માનવા જોઈએ અને તેથી તેઓ નિષ્પ્રયોજન સૃષ્ટિ-સર્જન વગેરે કાર્ય માટે પ્રવૃત્તિ ન જ કરે.
:
કદાચ તમે કહેશો કે, પૂર્વપક્ષ ઃ એ તો ક્રીડા કરવા માટે ઇશ્વર જગતનું સર્જન કરે છે... ઉત્તરપક્ષ : ના, એમ કહેવું બરાબર નથી. ક્રીડા માટે જ જો ઇશ્વર સૃષ્ટિનું સર્જન કરતાં