________________
૭૦
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ सन्धावन्ति यत्र स्वकर्मभिः प्रेर्यमाणा जन्तवः स संसार इति, उत्पत्तिस्थानानि नरकादीनि । निश्चयनयस्य तु सर्वं स्वप्रतिष्ठं वस्त्विति आत्मैव, त एव वा प्राणिनः सन्धावन्तस्तांस्तान् परिणामान्नारकादीन् संसार इति कथ्यते, अनादौ संसार इति च सृष्टिं निरस्यति । न हि कश्चिज्जगतः स्रष्टा कर्ता समस्ति पुरुषः, यथैव हि ते न केनचित् सृष्टाः प्राण्यादिमन्तस्तथाऽन्येऽपि प्राणिनः। कञन्तराभ्युपगमे चानवस्था । सति चोपकरणकलापे પ્રવાહથી અનંત-અનંત કાળથી સંસાર ચાલ્યો આવે છે. આથી સંસાર અનાદિ છે એમ માનવું જ જોઈએ) આમ સંસારની “આદિ છે જ નહીં માટે કેવળજ્ઞાન વડે પણ જણાતી નથી, પણ તેવું જ્ઞાન કરવાની અશક્તિ હોવાથી સંસારની આદિ જણાતી નથી, એવું નથી.
સંસાર જેમાં પોતાના કરેલાં કર્મો વડે પ્રેરાયેલાં છતાં જીવો ચારે ય બાજુ દોડે છે, પરિભ્રમણ કરે છે, તે “સંસાર' કહેવાય. સંપત્તિ સાર્વત્તિ યત્ર સ્વઃ પ્રેર્યા નન્તવઃ, તે સંસાર: . એટલે કે નરક વગેરે (ચાર ગતિ રૂપ, અથવા ૮૪ લાખ યોનિ રૂપ) ઉત્પત્તિસ્થાનો... આ વ્યવહાર નથી (દષ્ટિથી) “સંસાર” જાણવો, નિશ્ચય-દષ્ટિથી તો “સર્વ વસ્તુઓ પોતાનામાં જ રહેલી છે. આથી આ આત્મા જ સંસાર છે. (અથવા મોક્ષ પણ છે.) અથવા તો તે તે નરક વગેરે પરિણામોને અવસ્થાઓને પામતાં છતાં તે પ્રાણીઓ જ “સંસાર કહેવાય છે. (અર્થાપત્તિથી તેવા પરિણામોને પામતાં સંપૂર્ણ અટકી જાય, તેને મોક્ષ પણ કહેવાય.)
મનાતો સંસારે “અનાદિ સંસારમાં (પરિભ્રમણ કરતાં જીવને) એમ કહેવા દ્વારા સંસારનું બ્રહ્માએ (ઇશ્વરે) સર્જન કરેલું છે.” એવા સંસાર સંબંધી “સૃષ્ટિવાદ'નું નિરાકરણ/ નિષેધ કરે છે. કારણ કે, જગતનો કોઈપણ પુરુષ સર્જનહાર (ગ્નષ્ટા) રૂપે કર્તા નથી. જેમ તે અન્ય પ્રાણીઓના આદિ કરનારા = સ્રષ્ટા રૂપ ઇશ્વર કોઈના વડે સર્જાયો નથી, એટલે કે અનાદિ છે, એમ તેઓ માનો છો, તેમ બીજા પણ પ્રાણીઓ કોઈનાથી બનાવાય નથી.. (અહીં કોઈ બીજો વ્યક્તિ પ્રશ્ન ઉઠાવે છે.)
પૂર્વપક્ષ : અમે કર્તા(જગતના સ્રષ્ટા) રૂપ ઈશ્વરના પણ કર્તા તરીકે બીજા ઇશ્વરને જ માનશું, તેમાં શું વાંધો છે?
ઉત્તરપક્ષઃ ના, આ પ્રમાણે જો જગતના સર્જનહાર એવા ઈશ્વરના પણ સ્રષ્ટા તરીકે જો બીજા ઈશ્વરને માનશો તો “અનવસ્થા' રૂપ દોષ આવશે.
ચંદ્રપ્રભા : તે આ રીતે – આ બ્રહ્મા એટલે કે ઈશ્વર - જેમણે જગતનું સર્જન કર્યું - તે ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે? આવા પ્રશ્નના જવાબમાં જો તમે “અનિત્ય છે' એવો વિકલ્પ સ્વીકારશો