________________
६८
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
ध्यायवर्तिनि सूत्रे, अतो निर्ज्ञातस्वरूपस्य जीवस्य स निसर्गरूपः परिणाम इति । यदप्युक्तं कथं प्राप्यत इति, तत् कथयति - तस्यानादावित्यादिना ।
भा० तस्यानादौ संसारे परिभ्रमतः । कर्मत एव कर्मणः स्वकृतस्य बन्धनिकाचनोदयनिर्जरापेक्षं नारकतिर्यग्योनि-मनुष्यामरभवग्रहणेषु विविधं पुण्यपापफलमनुभवतो ज्ञानदर्शनोपयोग-स्वाभाव्यात् तानि तानि परिणामाध्यव - सायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषाद् अपूर्वकरणं तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्गसम्यग्दर्शनम् ।
तस्येति निर्धारितस्वरूपं जीवमाह । तस्य जीवस्यानुभवत इत्यनेन सहाभिसम्बन्धः ।
રૂપ અતિવ્યાપ્તિ દોષ પણ આવતો નથી. આથી જીવનું ઉ૫૨ કહેલું લક્ષણ સર્વથા નિર્દોષ છે, એમ જણાવેલું છે.) જીવનું આ લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ ઉપયોગો નક્ષળમ્ [૨-૮]' એમ બીજા અધ્યાયમાં ૨હેલા ૮માં સૂત્રમાં કહેવાના છે. આથી આ પ્રમાણે જેનું સ્વરૂપ (લક્ષણ) સારી રીતે જણાઈ ગયું છે, તેવા જીવને ‘નિસર્ગ’ રૂપ પરિણામ હોય છે, થાય છે. વળી તે નિસર્ગ રૂપ પરિણામની જીવને શી રીતે પ્રાપ્તિ થાય ? એમ જે પૂછેલું હતું, તેનો હવે પ્રત્યુત્તર આપતાં ભાષ્યમાં કહે છે
=
ભાષ્ય : આવા જીવને આદિ (શરૂઆત) વિનાના - અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં, કર્મના કારણે જ પોતે કરેલાં કર્મના (i) બંધ (ii) નિકાચના (iii) ઉદય અને (iv) નિર્જરાને અનુસારે, નારક તથા તિર્યંચોની યોનિ તથા મનુષ્ય અને દેવના ભવોનું ગ્રહણ થયે છતે, (અર્થાત્ તે તે ભવોમાં) વિવિધ રીતે પુણ્ય અને પાપના ફળને ભોગવતો જ્ઞાનદર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળો હોવાથી તે તે બીજા બીજા અધ્યવસાય રૂપ પરિણામને પ્રાપ્ત કરતો, અનાદિ મિથ્યાર્દષ્ટિવાળો હોવા છતાં પણ જીવને વિશિષ્ટ પરિણામ ઉત્પન્ન થવાથી તેવા પ્રકારનું અપૂર્વકરણ (અપૂર્વ પરિણામ) થાય છે, જેથી તે જીવને ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે, આથી આ નિસર્ગ-સમ્યગ્દર્શન’ કહેવાય છે.
પ્રેમપ્રભા : હવે ભાષ્યમાં અનિવર્તિ-પરિણામ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શી રીતે થાય એની પ્રક્રિયાનું જે વિસ્તૃત વર્ણન કરેલું છે, તે ભાષ્ય-ગ્રંથના પદોનો પરસ્પર સંબંધ શું છે ?