________________
६४
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ परिणतमिति, उत्फणविफणप्रसारिताकुण्डलितभुजङ्गवत्, फणापरिणामेन योऽहिरजनिष्ट स एव विगतफणो मुकुलमाधाय सन्तिष्ठते, उत्थितासीनशयितनिकुटितपुरुषवद् वा, उत्थितोऽपि पुरुषः पुरुष एव निषण्णः शयितो वा, नावस्थामात्रभेदादवस्थावतो भेदः शक्योऽभ्युपेतुम्, परिशटितपत्राङ्गारकितपुष्पितपलाशवत् परिणामस्यानेकरूपत्वात् । परिणामिनोऽन्वयिद्रव्यस्य न सर्वथा भेदस्तत्त्वात् । एवमिहाप्यनिवृत्तिरूपो निसर्गः परिणामः सम्यग्दर्शनाकारेण
સમાધાન : સાચી વાત છે, અમે સમ્યગદર્શન રૂપ કાર્ય થયા બાદ “અનિવર્તિકરણ' રૂપ પરિણામોનો અત્યંતપણે ત્યાગ થાય છે એવું નથી સ્વીકારતાં... કારણ કે અનિવર્તિકરણ રૂપ (નિસર્ગ રૂ૫) કારણ પોતે જ સમ્યગદર્શન રૂપે (કાર્યરૂપે) પરિણામ પામી જાય છે. આથી જ ભાષ્યમાં નિસર્ગ પછી પરિણામ રૂપ સમ્યગદર્શનના પર્યાયને કહેલ છે. (અર્થાત્ ઘડો બની ગયા પછી જેમ માટી રૂપ કારણ સવથા નાશ પામતું નથી પણ તે ઘડા રૂપે બની જવાથી પરિવર્તન પામેલું છે. ઘડો બની ગયા પછી માટીની જરૂર હોતી નથી તેમ અહીં પણ સમજવું. અહીં ટીકાકારે સ્વયં બીજા ઉદાહરણો આપે છે.)
જેમ કે, ઊંચી ફણાવાળો, ફણા – સહિત બનેલ, પ્રસારિત-લાંબો થયેલ અથવા ગોળ કુંડાળા જેવો – ગૂંચળુંવાળીને સંકોચાઈને રહેલ સર્પ... આ બધી અવસ્થાઓમાં સર્પ એનો એ જ છે, પણ ફક્ત અવસ્થાઓ બદલાય છે. જેમ કે, ઊંચી થયેલ ફણાવાળો જે સર્પ છે, તે જ ફણારહિત બનીને - કંઈક ઉઘડેલી-ખીલેલી કળી જેવી-જરા સરખી ફણાવાળો બની જાય છે. (એ જ પ્રમાણે લાંબો થઈને રહેલો (પ્રસારિત) સર્પ જ પાછો ક્યારેક ગૂંચળું વાળીને – ગોળ કુંડળાકારે થઈને રહે છે, સંકોચાયેલો બને છે.)
અથવા ઊભા રહેલ પુરુષ, તેમજ બેસેલાં, સૂતેલાં અથવા વાંકા વળવા રૂપે રહેલ પુરુષની જમ... ઊભો રહેલો પુરુષ પણ પુરુષ જ છે, તેમ જ બેઠેલો અથવા સૂતેલો પુરુષ પણ પુરુષ જ છે... કારણ કે, ફક્ત અવસ્થાનો ભેદના કારણે અવસ્થાવાળાનો (સર્પ, પુરુષ વગેરેનો) ભેદ માનવો શક્ય નથી. કારણ કે સાવ કરમાઈ ગયેલ પત્રવાળા, લાલ રંગવાળા અથવા પુષ્પિત = પુષ્પવાળા થયેલાં એમ વિભિન્ન અવસ્થાવાળા બનેલ પલાશ (ખાખરાના) વૃક્ષની જેમ વસ્તુના (દ્રવ્યના) પરિણામ (અવસ્થાઓ) અનેક પ્રકારના હોય છે. તો પણ પરિણામી = પરિણામના આશ્રયભૂત સર્પ, પુરુષ વગેરે જે અન્વયી = અનુગતસ્થિર દ્રવ્ય છે, તેનો પરિણામ (અવસ્થા) સાથે ભેદ હોતો નથી... કારણ કે, પરિણામ (અવસ્થા વિશેષ) એ કથંચિત્ પરિણામી દ્રવ્ય સ્વરૂપે જ છે. અર્થાત્ વસ્તુની અવસ્થા કથંચિત્ અપેક્ષાએ) વસ્તુ સ્વરૂપે જ છે. ૨. પાતિપુ ! - મુ. |