________________
सू० ३]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
६३
क्षयसम्यग्दर्शनादिविधानं प्रतिपादयिष्यते ।
यदि तर्ह्यत्पत्तौ निसर्गः कारणमभ्युपेयते तथा सति वाच्यो निसर्गः किमात्मकोऽसाविति ? —તે-નિસર્ન: પરિનામ ફત્યાદ્રિ ।
भा० निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् ।
निसृज्यतेऽसौ त्यज्यते कार्यनिर्वृत्तौ सत्यामिति निसर्गः । न हि कार्ये उत्पन्ने कारणेनापेक्षितेन किञ्चित् प्रयोजनमस्ति उत्पन्ने हि सम्यग्दर्शने 'अनिवर्त्तिकरणं त्यज्यते, प्रयोजनाभावात्, न चात्यन्तं तस्य त्यागमभ्युपगच्छामो, यतस्तदेव कारणं तेनाकारेण નિર્દેશસ્વામિત્વસાધનાધિરસ્થિતિવિધાનતઃ ॥ ૨-૭ ।। સૂત્રમાં ‘વિધાન’ શબ્દના ગ્રહણથી ક્ષય-સમ્યગ્દર્શન આદિ ભેદોનું કથન કરાશે. (આથી મુખ્ય રીતે તો તે સૂત્રમાં જે કહેલાં છે તે જ સમ્યગ્દર્શનના વિધાન/ભેદો તરીકે અભિપ્રેત છે. અહીં નિસર્ગાદિ કારણોને લઈને બે ભેદો પડે છે તે ગૌણ રૂપે છે.
પ્રશ્ન ઃ જો સમ્યગ્દર્શનની ઉત્પત્તિ પ્રત્યે ‘નિસર્ગને તમે કારણ તરીકે માનો છો, તો તે વાચ્ય = કહેવાતા અર્થરૂપ નિસર્ગ એનું શું સ્વરૂપ છે ? (હવે આના જવાબમાં એનું સ્વરૂપ બતાવવા બીજા પર્યાય શબ્દોને જણાવતાં ભાષ્યકાર કહે છે - જવાબ :)
ભાષ્ય : (i) નિસર્ગ (ii) પરિણામ (iii) સ્વભાવ (iv) અપરોપદેશ એ (નિસર્ગના) સમાનાર્થી (પર્યાય) શબ્દો જાણવા.
પ્રેમપ્રભા : (૧) નિસર્ગનું સ્વરૂપ બતાવવા તેના પર્યાય-શબ્દોનો ભાષ્યમાં ઉલ્લેખ કરેલો છે, તેનો અર્થ જોઈએ. કાર્યની ઉત્પત્તિ = સિદ્ધિ થઈ ગયા બાદ જેનું નિસર્જન કરાય-ત્યાગ કરાય તે ‘નિસર્ગ’ ( નિવૃખ્યતે ત્યન્યતે કૃતિ નિમŕ: ।) એટલે અનિવર્તિકરણ રૂપ સમ્યગ્દર્શનનું કારણ... કારણ કે, કાર્યની ઉત્પત્તિ થઈ ગયા બાદ, કાર્યની ઉત્પત્તિની પહેલાં જરૂરીઅપેક્ષિત એવા પણ કારણનું કાંઈપણ પ્રયોજન રહેતું નથી. આથી સમ્યગ્દર્શનની ઉત્પત્તિની પહેલાં આવશ્યક એવા પણ અનિવર્તિકરણનો (અનિવૃત્તિકરણનો) સમ્યગ્દર્શનની ઉત્પત્તિ બાદ પ્રયોજન ન હોવાથી ત્યાગ કરાય છે, ઉપેક્ષા કરાય છે.
શંકા : અનિવર્તિ = એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવીને જ રહે; કરાવ્યા વિના પાછા ન પડે, ન ફરે, નિવૃત્તિ ન જ થાય, તેવા સ્વભાવવાળા ‘કરણ’ = જીવના વિશુદ્ધ પરિણામ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી છોડી દેવાય-ત્યાગ કરાય છે એમ કહેવું ઉચિત નથી... ઉલટું બળવત્તર-પ્રકૃષ્ટ બને, એમ કહેવું યોગ્ય લાગે છે.
૧. પૂ. ત્તિ. । અનિવૃત્તિ મુ. ।