________________
સૂ૦ ૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् वर्ततत् । पूर्वावस्थां विहाय परिणामः, अन्वयि जीवद्रव्यं तु ध्रुवं परिणामि चोक्तम् । सृजेः परिणामेऽप्रतीतत्वात् स्वभाव इत्याह । यतः परिणामो हि प्रयोगेण घटादीनां विस्रसा वाऽभ्रेन्द्रधनुरादीनां दृष्ट इत्यतः वैस्रसिकपरिणामं कथयत्यनेन, नासावन्येन प्राणिना तस्य क्रियतेऽनिवर्तिरूपः परिणाम इति, स्वेनैवात्मनाऽसौ भावो जनित इति स्वभाव इत्युच्यते । नार्थान्तरवृत्तित्वमस्ति व्यवहारात्, निश्चयात् तु सर्वशब्दानां भिन्नार्थत्वम् ।
स पुनरनिवर्तिस्वरूपः परिणामः कस्य भवति कथं वा प्राप्यते ? इत्युक्ते उत्तरं
આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ “અનિવૃત્તિ રૂપ જે નિસર્ગ પરિણામ છે, તે (સમ્યગુદર્શન પામ્યા પછી) સમ્યગુદર્શનના આકારે સ્વરૂપે વર્તે છે. એટલું કે, ત્યારે એ પોતાની પૂર્વાવસ્થાને છોડીને બીજી - ઉત્તરાવસ્થાને (સમ્યગદર્શન સ્વરૂપને)પામવા રૂપ પરિણામ = પરિવર્તન પામે છે. જ્યારે અન્વયી = અનુગત (સર્વ અવસ્થાઓમાં સાધારણ) એવું જીવ દ્રવ્ય તો સ્થિર અને પરિણામી કહેલું છે. અર્થાત્ જીવ દ્રવ્ય તો જીવ દ્રવ્ય રૂપ જ રહે છે, ફક્ત તેની અવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં અનિવર્તિ - પરિણામવાળો હતો, હવે તે સમ્યગદર્શન રૂપ અવસ્થાવાળો બને છે.
સૂન - ધાતુ પરિણામ અર્થમાં અપ્રસિદ્ધ હોવાથી તેનો (નિસર્ગનો) “સ્વભાવ' એમ પર્યાય-શબ્દ કહેલો છે. નિસર્ગનો “સ્વભાવ એવો સમાનાર્થી શબ્દ એટલા માટે કહેલો છે કે, પરિણામ બે પ્રકારનો છે (i) પ્રાયોગિકઃ એક જીવના પ્રયોગ વડે = પ્રયત્ન વડે કરાયેલો પરિણામ, જેમ કે, ઘટ વગેરે જે પરિણામ છે તે જીવના પ્રયત્નપૂર્વક થયેલો છે. (ii) સ્વાભાવિક : બીજો પરિણામ જીવના પ્રયત્ન વિના જ સ્વભાવથી (વિગ્નસાથી) થતો દેખાય છે. જેમ કે, વાદળથી આચ્છાદિત આકાશમાં રચાતું ઈન્દ્ર - ધનુષ્ય વગેરે રૂપ પરિણામ સ્વાભાવિક | (સ્વભાવથી રચાતો) હોય છે. આથી વિગ્નસાથી/સ્વભાવથી રચાતો વૈગ્નસિક = સ્વભાવિક પરિણામ કહેવાય છે. કારણ કે આ (સમ્યગ્રદર્શનના કારણભૂત) જે અનિવર્તિ રૂપ પરિણામ છે, તે અન્ય પ્રાણિ વડે અર્થાત્ બીજા જીવના પ્રયત્નપૂર્વક કરાયેલો નથી, કિંતુ, પોતાના જ આત્મા વડે (બીજાની મદદ વિના) આ ભાવ ઉત્પન્ન કરાયો છે, આથી તે “સ્વભાવ” એમ કહેવાય છે.
નથાર - અન્ય અર્થવાળા શબ્દો હોય તે અર્થાન્તર કહેવાય અને તેવા ન હોય એટલે કે સમાન-અર્થવાળા હોય તે “અનર્થાન્તર' કહેવાય. આ જે નિસર્ગ-પરિણામ-સ્વભાવ વગેરેને અનર્થાન્તર = સમાનાર્થી શબ્દ કહેલાં છે, તે વ્યવહાર-નયની અપેક્ષાએ સમજવું... (વ્યવહારમાં ખૂબ સૂક્ષ્મતાથી અર્થ જોવાતો નથી, માટે તે શબ્દોની વ્યુત્પત્તિ વગેરે અલગ ૨. પાલિy 1 વા૦ મુ. | ૨. પવુિ વૃત્તિ- મુ. રૂ. પૂ. I ૫૦ | મુ. ૪. પાલિy I વૃત્તિ ૫. I . પવિષ ૫૫૦ મુ. |