________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[અધ્
सम्प्रति व्याख्याय रुचेर्लक्षणं निगमयति-तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । सामानाधिकरण्यं चातः कृतवान्, न यतोऽस्त्यनयोरन्यत्वरूपो भेद इति यथाग्नेभिन्नरूपो धूमः । यथाऽग्निरुष्णं इत्येवं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति ॥२॥ --
एवं निर्धारिते सम्यग्दर्शनस्वरूपे आह- सर्वं द्युत्पद्यमानं वस्तु हेतुमपेक्ष्योत्पद्यते घटादय પ્રશમાદિ ગુણો ખૂબ જ બળવત્તર-પ્રકૃષ્ટ કક્ષાના અને વાસ્તવિક હોય છે... એમ જાણવું. * તત્ત્વાર્થશ્રદ્ધા અને સમ્યગ્દર્શનનું એકાર્થપણુ *
પ્રેમપ્રભા : આમ રુચિનાં સમ્યગ્દર્શનના લક્ષણોની વ્યાખ્યા કરીને હવે તેનું નિગમન ઘટના કરતાં ભાષ્યમાં કહે છે, તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્ય વર્શનમ્ । (ઉપર કહેલ પ્રશમ આદિની અભિવ્યક્તિ એ જેના લક્ષણો છે તે) જીવાદિ તત્ત્વો રૂપી અર્થોની શ્રદ્ધારુચિ એ સમ્યગ્દર્શન છે. પૂર્વે સૂત્રમાં જ આ હકીકત કહેલી હોવા છતાં જે ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું, તેનાથી ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ અને સમ્યગ્દર્શન એ બે વચ્ચે સમાનઅધિકરણવાળાપણું (સામાનાધિકરણ્ય) કરેલું છે. અર્થાત્ તે બેયનુ અધિકરણ = અર્થ એક જ - સમાન છે. જે તત્ત્વાર્થની શ્રદ્ધા છે તે જ સમ્યગ્દર્શન છે, અને જે સમ્યગ્દર્શન છે, તે જ તત્ત્વાર્થની શ્રદ્ધા/રુચિ સ્વરૂપ છે. કારણ કે, આ બેય વચ્ચે અન્યત્વ રૂપ ભેદ નથી. અર્થાત્ જેમ અગ્નિથી તેના લક્ષણરૂપ ધૂમાડો ભિન્ન સ્વરૂપ છે, કેમ કે, અગ્નિ જમીન પ૨ હોય તો ધૂમાડો આકાશમાં હોય છે... તેમ અહીં ‘તત્ત્વાર્થશ્રદ્ધા’ અને સમ્યગ્દર્શન વચ્ચે અત્યંત ભેદ નથી. કિંતુ જેમ ‘અગ્નિ ઉષ્ણ છે’ એમ જે અગ્નિ અને ઉષ્ણતા વચ્ચે અભેદ સંબંધ છે, (જે અગ્નિ હોય તે ઉષ્ણ હોય અને ઉષ્ણ હોય તે અગ્નિ હોય) તેમ અહીં જે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' છે, તે જ સમ્યગ્દર્શન (રુચિ) છે અને જે સમ્યગ્દર્શન છે તે જ તત્ત્વાર્થશ્રદ્ધાન છે, એમ નિગમન કરીને તાદાત્મ્ય એટલે કે બન્નેય વચ્ચે અભેદ-સંબંધ જણાવવા માટે ભાષ્યમાં તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્ એમ કહેલું છે. (૧/૨)
५८
=
=
ત્રીજા સૂત્રની પશ્ચાદ્ભ (અવતરણિકા) : આ પ્રમાણે પૂર્વસૂત્રમાં સમ્યગ્દર્શનના સ્વરૂપનું
નિર્ધારણ કરાયે છતે અહીં શિષ્ય આદિ પ્રશ્ન કરે છે -
પ્રશ્ન ઃ ઉત્પન્ન થનારી દરેક વસ્તુ પોતાના કારણને લઈને અર્થાત્ કારણની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે, એની મેળે-અકસ્માત્ કોઈનો ઉદ્ભવ થઈ જતો નથી. જેમ કે, ઘટ વગેરે વસ્તુ પણ માટી વગેરે કારણની અપેક્ષા રાખીને જ ઉત્પન્ન થાય છે. આમ આ