________________
૬૦
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ कारणस्य पृष्टत्वादिति, तेनैव च' निमित्तद्वयेन व्यपदिशन्नाह-निसर्गसम्यग्दर्शनं अधिगमसयग्दर्शनं चेति । आत्मनस्तीर्थकराद्युपदेशदानमन्तरेण स्वत एव जन्तोर्यत् कर्मोपशमादिभ्यो जायते तत् निसर्गसम्यग्दर्शनम् । यत् पुनस्तीर्थकराद्युपदेशे सति बाह्यनिमित्तसव्यपेक्षमुपशमादितो जायते तत् अधिगमसम्यग्दर्शनमिति, चशब्दो भिन्ननिमित्तप्रदर्शनपरो निसर्गसम्यग्दर्शनस्य निसर्ग एव प्रयोजनमितरस्य त्वधिगम एव, न पुनरेकस्यैव सम्यग्दर्शनोत्पत्तौ द्वयं निमित्तं भवतीति एतदेव चाऽसमासकरणे प्रयोजनं चशब्देन द्योतितमिति । इतरथा ह्येवं वक्तव्यं स्यात् निसर्गाधिगमाभ्यामिति, वाशब्दोऽपि च न कर्तव्यो भवति एकस्यैवोभयरूपस्य निमित्तस्याश्रितत्वादिति । तदेवं लघुनोपायेन सिद्धेऽर्थे यद् સમ્યગુદર્શનના કારણની પૃચ્છા કરી છે, ભેદની નહીં...
હવે તે જ બે નિમિત્તો (હેતુઓ) વડે સમ્યગદર્શનનું કથન કરતાં કહે છે, (૧) સમ્યગદર્શન અને (૨) અધિગમ – સમ્યગદર્શન. તે બન્નેયની વ્યાખ્યા કરતાં કહે છે.
(૧) નિસર્ગ - સમ્યગુદર્શન તીર્થંકર આદિના ઉપદેશ વિના જ આત્માને સ્વતઃ જ એટલે કે, સ્વભાવથી જ જીવના પોતાના દર્શન મોહનીય આદિ) કર્મનો ઉપશમ વગેરે થવાથી જે તત્ત્વાર્થની રુચિ રૂપ સમ્યગુદર્શન ઉત્પન્ન થાય છે, તે નિસર્ગ-સમ્યગુદર્શન કહેવાય છે. તથા (૨) અધિગમ-સમ્યગુદર્શનઃ વળી તીર્થકર આદિનો ઉપદેશ થયે છતે તેવા બાહ્ય નિમિત્તને સાપેક્ષ રીતે (મિથ્યાત્વ મોહનીય આદિ) કર્મોનો ઉપશમ આદિ થવાથી જે સમ્યગદર્શન ઉત્પન્ન થાય તે અધિગમ-સમ્યગુદર્શન કહેવાય. ઉક્ત બન્નેય ભેદોને જોડતો ભાષ્યમાં કહેલો જે શબ્દ છે, તે નિમિત્તના ભેદને બતાવવાના તાત્પર્યવાળો છે. નિસર્ગ-સમ્યગુદર્શનનું નિસર્ગ' એજ કારણ છે, જ્યારે અધિગમ-સમ્યગુદર્શનનું “અધિગમે' એ જ કારણ (નિમિત્ત) છે. પણ એક જ સમ્યગદર્શનની ઉત્પત્તિમાં બે ય નિમિત્ત બને છે, એવું નથી. અને સૂત્રમાં સમાસ નહીં કરવાનું કારણ પ્રયોજન) આ જ છે કે, બે ય હેતુઓ જુદા જુદા જ સમ્યગ્રદર્શન રૂપ કાર્યને ઉત્પન્ન કરે છે, એમ જણાવવું છે. અને આ જ અર્થ ભાષ્યમાં મૂકેલ વ શબ્દથી સૂચવાય છે, પ્રકાશિત કરાય છે. નહીંતર, જો બે ય હેતુઓ એક જ સમ્યગદર્શન પ્રત્યે કારણ બનતાં હોય તો સૂત્રમાં (ત) નિrffથામાભ્યામ્ ! એવો “સમાસ' રૂપે (ભેગો) નિર્દેશ કરત... અને ત્યારે એક જ સમ્યગદર્શન ઉભય = બે ય નિમિત્તની અપેક્ષા રાખતો હોવાથી વા શબ્દ પણ મૂકવાની જરૂર ન રહે.
આમ આવા નિધિમાંગ્યામ્ રૂપ લઘુ ઉપાય વડે પૂર્વોક્ત અર્થનું કથન સિદ્ધ થઈ જતું હોવા છતાં ય જે નિસત્ ધિમાલ્વા એમ ભિન્ન વિભક્તિ વડે (સમાસ કર્યા ૨. ૩. પૂ. I ના. . | ૨. પવિપુ ! માવિગોડ . I રૂ. પૂ. વીમુ. |