________________
५६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ so
કારણ કે, મિથ્યાર્દષ્ટિ અન્યદર્શની જીવોને (અથવા સ્વમતે પણ ક્વચિત્ કદાગ્રહ આદિ કારણે આભાસિક પ્રશમાદિવાળા જીવોમાં) અરિહંતના ઉપદેશના અનુસારે પ્રશમ આદિ ગુણોનો ઉદ્ભવ થતો નથી, બલ્કે જિનોક્ત વચનોથી વિપરીત એવા મિથ્યાજ્ઞાનથી યુક્ત હોવાથી, જે કોઈક રીતે-પરમાર્થને જાણ્યા વિના પ્રવૃત્તિ કરનારા હોયને પ્રશમ આદિ વાયુ વડે પીડાતા હોય છે. અર્થાત્ તેઓના પ્રશમ આદિ વાસ્તવિક (જિનવચન અનુસારે) ન હોવાથી તેવા પ્રશમ આદિથી સમ્યગ્દર્શન જણાશે નહીં. (વાયુથી પીડાતો માણસ જેમ બહારથી સાજો-સારો લાગે છે, પણ અંદરથી પીડાનો અનુભવ કરતો હોય છે તેમ બહારથી સ્વસ્થ લાગવા છતાં મિથ્યાત્વ-અવસ્થાને કારણે અંદરથી દબાયેલાં કષાયાદિથી પીડાતો હોય. આમ સમ્યગ્દર્શનના આવા વિશિષ્ટ પ્રશમાદિ લક્ષણો કહેવાથી મિથ્યાર્દષ્ટિ જીવોમાં સમ્યગ્દર્શન હોવાનું નિરાકરણ થાય છે.)
ચંદ્રપ્રભા : કહેવાનો આશય એ છે કે, મિથ્યાશાસ્ત્રની વાસનાથી ઉત્પન્ન થયેલ મોહગર્ભિત વૈરાગ્યવાળા મિથ્યાદષ્ટિઓના પ્રશમ આદિ વાસ્તવિક એટલે કે જિનોક્ત પ્રવચનમાં જે ઈષ્ટ છે, તેવા હોતાં નથી, તેઓનો પ્રશમ પણ કોઈ રોગી માણસના શરીરમાં દબાઈ ગયેલાં વિષમ જ્વરના અનુભવ અવ્યક્તપણા જેવો અર્થાત્ દબાયેલા જ્વર જેવો હોય છે. આ જ્વર દબાઈ જવાથી પ્રગટ ન હોવા છતાંય તેને ધારણ કરનારો અંદરથી પીડાતો જ હોય છે, પણ તંદુરસ્તનીરોગી માણસ જેવા આરોગ્યનો તેને અનુભવ થતો નથી. કારણ કે, બહારથી પ્રશમ દેખાતો હોવા છતાં ય ઐહિક કે પારલૌકિક ફલને હેય રૂપે નહીં સ્વીકા૨વાથી તેની આશંસા-નિયાણું વગેરે દોષવાળા હોય છે. આથી તેઓના કષાય આદિ જ્વર કેવળ બાહ્ય યોગોથી અથવા લોકૈષણા આદિથી દબાયેલાં જ હોય છે. નિમિત્ત મળતાં જ વિષમ જ્વરના ઉદ્ભવની જેમ તે કષાયો બહેકી ઉઠતાં હોય છે. કદાચ પ્રગટ ન થાય તો પણ તેના નિર્મૂલનનું વાસ્તવિક-જિનમતના અનુસારે લક્ષ્ય અથવા જ્ઞાન ન હોવાથી દબાયેલાં તે કષાયો ગમે ત્યારે પ્રગટ થઈ જવાની શક્યતાવાળા હોય છે. ઉલટું, તેવા અવાસ્તવિક પ્રશમવાળાઓ પોતાને કૃતકૃત્ય રૂપે જોતાં હોવાથી બીજા અનેક માયા વગેરે દોષોને પોષનારા હોય છે.
આથી મોહગર્ભિત વૈરાગ્યવાળા કુશાસ્ત્રની વાસનાથી વાસિત મિથ્યાદષ્ટિ જીવોના પ્રશમ આદિ ગુણો એ સમ્યગ્દર્શનનું લક્ષણ બનવાની આપત્તિ ન આવે તે માટે સર્વ નયમતનું અવલંબન ક૨ના૨ જિનેશ્વર દેવ વડે પ્રકાશિત પ્રવચન (જિનશાસન) અનુસારે હોય, તથા પ્રશમના લક્ષણમાં પહેલાં કહ્યું તેમ પ્રવચન ઉપર ઉત્કટ બહુમાન, રાગ આદિથી થનારા દોષોના ઉપશમથી ઉત્પન્ન