________________
જૂ૦ ૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ज्ञायते सम्यग्दर्शनयुक्तोऽयमिति । अत एवैषां प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यानां अभिव्यक्तिः उद्भवो जन्म, सैव लक्षणं-चिह्नमस्योत्पन्नस्येति । मौनीन्द्रप्रवचनानुसाराच्च यदा प्रशमादय आश्रीयन्ते तदा यदपरे चोदयन्ति-मिथ्यादृष्टेरप्येवं सम्यग्दर्शनं चिह्नयेतेति तद् दूरादपास्तं भवति । न हि तेषामर्हदुपदेशानुसारात् प्रशमादयो जायन्ते, तद्विपरीतमिथ्याज्ञान-समन्वयात् तु यथाकथञ्चिदविदितपरमार्थाः प्रवर्तमानाः प्रशमादिवातेन पीड्यन्ते । आत्मादि-पदार्थकदम्बकं इत्येषा मतिर्यस्य स आस्तिकः, तस्य भावः, आस्तिक्यम् । (અર્થાત્ જેને લઈને “આ આસ્તિક છે” એમ કહેવાય છે, તે પૂર્વે કહેલ સ્વરૂપ પરિણામ = ગુણધર્મ એ આસ્તિક્ય કહેવાય) “શ્રી જિનેશ્વરદેવ વડે પ્રણીત/પ્રરૂપિત પ્રવચનમાં કહેલાં જીવ, પરલોક વગેરે સર્વ અતીન્દ્રિય પદાર્થો સત્ છે, વિદ્યમાન છે” આવા પ્રકારનું ‘આસ્તિક્ય છે. આવા આસ્તિક્યથી પણ જણાય છે કે, “આ જીવ સમ્યગદર્શનથી યુક્ત
આથી જ આ પ્રશમાદિ ગુણો વડે સમ્યગુદર્શન જણાતું હોવાથી જ આ (૧) પ્રથમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિક્ય એ પાંચે ય ગુણોની અભિવ્યક્તિ એટલે ઉભવ-જન્મ-પ્રાદુર્ભાવ એ આ સમ્યગદર્શનની ઉત્પત્તિનું લક્ષણ છે. આમ પ્રશમાદિના પ્રાગટ્ય રૂપ લક્ષણવાળું, જીવાદિ તત્ત્વો રૂ૫ અર્થોની શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શન છે.
એક જિનવચન અનુસારે પ્રશમાદિ વાસ્તવિક હોય છે અહીં બીજા કેટલાંકનો અભિપ્રાય જણાવી તેનું નિરાકરણ કરે છે -
પૂર્વપક્ષ : આ રીતે જો પ્રશમદિને સમ્યગ્રદર્શનનું ચિહ્ન/લક્ષણ કહેશો, તો તેવું લક્ષણ તો મિથ્યાષ્ટિ-ઈતર મતવાળાઓમાં ય પ્રશમાદિ હોવાથી તેઓમાં પણ સમ્યગદર્શન જણાશે... (આથી તો લક્ષણની અતિવ્યાપ્તિ થશે...)
ઉત્તરપક્ષ: ના, અહીં અમારા વડે મુનીન્દ્ર એટલે કે તીર્થંકરો વડે પ્રકાશિત કરાયેલ પ્રવચનને અનુસરીને જ પ્રશમ આદિ લક્ષણોનો આશ્રય કરાય છે, આને આથી મિથ્યાષ્ટિઓમાં પણ આવું સમ્યગ્રદર્શન જણાશે એવો જે બીજાઓના મતનું છે તેનું સરાસર નિરાકરણ થાય છે. (માટે પ્રશમાદિ લક્ષણની અન્યત્ર અતિવ્યાપ્તિ નહીં આવે.)
૨. સર્વપ્રતિપુ ! દૂર પ૦ મુ. |