________________
૬૪
तत्त्वार्थाधिगमसूत्रम्
[ઐ૦ ૨ दुरन्तकामभोगावसायोऽनेकोप द्रवफलः परलोकेऽप्यतिकटुकनरकतिर्यग्मनुष्य-जन्मफलप्रद इत्यतो न किञ्चिदनेन, उज्झितव्य एवायमतियत्नेन इत्येवंविधनिर्वेदाभिलक्ष्यं सम्यग्दर्शनमिति । अनुकम्पा घृणा कारुण्यं सत्त्वानामुपरि, यथा सर्व एव सत्त्वाः सुखार्थिनो दुःखप्रहाणार्थिनश्च, अतो नैर्षांमल्पाऽपि पीडा मया कार्येति निश्चित्य चेतसाऽऽर्पूण प्रवर्तते स्वहितमभिवाञ्छन्नित्यनेनापि चियते रुचिस्तत्त्वप्रवणा । आस्तिक्यमिति अस्त्यात्मादिपदार्थ-कदम्बकमित्येषा मतिर्यस्य स आस्तिकः तस्य भावः तथापरिणामवृत्तिता आस्तिक्यम्, सन्ति खलु जैनेन्द्रप्रवचनोपदिष्टा जीवपरलोकादयः सर्वेऽर्था अतीन्द्रिया इति, एवंरूपेणा-प्यास्तिक्येन
(૩) નિર્વેદ : અરિહંત પ્રભુના ઉપદેશ અનુસાર વિષયો ઉપર રાગ-આસક્તિ (અભિવૃંગ) ન હોવી તે નિર્વેદ કહેવાય... જેમ કે, આલોકમાં જ જીવોને જેનો ખરાબ, દુઃખરૂપ અંત આવે તેવા દુરંત) કામભોગોનો અધ્યવસાય = અભિલાષ - સંકલ્પ - વિકલ્પ રૂપ પરિણામ થાય છે. તે અનેક પ્રકારના ઉપદ્રવ-હેરાનગતિ રૂપ ફળ આપનારો થાય છે. તથા પરલોકમાં પણ અત્યંત કડવા નરક-તિર્યંચ-મનુષ્યોના જન્મ રૂપ ફળ આપનારો બને છે. આમ આ કામ ભોગો = પાંચ ઈન્દ્રિયોના વિષયો નકામા છે, અનર્થ કરનારા છે, આથી અત્યંત પ્રયત્નપૂર્વક ફગાવી દેવા જેવા છે. આવા પ્રકારની ભાવના - સ્વરૂપ નિર્વેદ' ગુણથી (તે જીવમાં રહેલું) સમ્યગદર્શન સારી રીતે જણાય છે.
(૪) અનુકંપા એટલે જીવો ઉપર ધૃણા (દયા), કરુણા... જેમ કે, સર્વ-તમામે તમામ જીવો સુખની ચાહનાવાળા છે અને દુઃખના નાશના અર્થી છે, આથી આ જીવોની થોડી પણ પીડા મારે ન કરવી જોઈએ. આ પ્રમાણે નિશ્ચય કરીને કરુણા-ભીના અંતઃકરણથી (મનથી) પોતાના હિતને ઝંખતો આત્મા પ્રવૃત્તિ કરે છે. (અર્થાત્ લેશ માત્ર પણ પર-પીડાનો ત્યાગ કરીને સ્વ-હિતમાં પ્રવૃત્તિ કરે છે.) આમ આ “અનુકંપા' ગુણથી પણ (જીવાદિ) તત્ત્વોમાં પરાયણ (કુશળ, તત્પરતાવાળી) એવી રુચિનું જ્ઞાન થાય છે. (અર્થાત્ જીવોનું જ્ઞાન થયા બાદ તેઓ પ્રત્યે કરુણાદિ પ્રગટ થતાં આવું સમ્યગદર્શન છે એમ જણાય છે.)
(૫) આસ્તિક્ય : “આત્મા વગેરે પદાર્થોના સમૂહનું અસ્તિત્વ છે એવી જેની મતિ (બુદ્ધિ) હોય તે “આસ્તિક” કહેવાય. તેનો = આસ્તિક (જન)નો ભાવ એટલે “આત્મા આદિ પદાર્થો છે' એવા પરિણામમાં વર્તવું, તે (ગુણધર્મ) “આસ્તિક્ય' કહેવાય. તિ
૨. ૩. પૂ. I Tધ્યવસા, . I ૨. પવિપુ ! પ્રયત્ને મુ. I રૂ. ૩.પૂ. I ના. મુ. ૪. પપુ ! નૈતિષા, મુ. I