________________
सू० २]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५१
चेत्, तदावरणीयकर्मणां क्षयः क्षयोपशमो वा तेन निमित्तेनावधारयति - एतदेव तत्त्वम् । अथवा उत्पत्तिकारणं प्रत्ययः, स्वभावोऽधिगमो वा तेन प्रत्ययेन कारणेनेति, एवं तत्त्वमवस्थितमित्यवधारयति । तस्माद् वा क्षयादिकादवधारणम्। सति वा तस्मिन्नवधारयति । षष्ठीपक्षेऽपि प्रत्ययस्य विज्ञानस्यावधारणं अन्यमतपरिकल्पिततत्त्वादपास्य तद्विज्ञानं जैन एव तत्त्वेऽवधारयति, एतदेव तत्त्वं शेषोऽपरमार्थ इति । एवं तत्त्वार्थश्रद्धानमिति विर्वृतं पदं, सम्यग्दर्शनमिति तु पूर्वयोग एव विवृतं न तद् विवृणोति ।
અથવા પ્રત્યયેન એટલે કા૨ણ વડે અથવા નિમિત્ત વડે અવધારણ-નિશ્ચય તે રુચિ કહેવાય. પ્રશ્ન ઃ અહીં અવધારણનું - નિશ્ચયનું નિમિત્ત શું છે ? જવાબ ઃ સમ્યગ્દર્શન (રુચિ)નું આવરણ કરનારા કર્મનો (i) ક્ષય અથવા (ii) ક્ષયોપશમ, (ઉપલક્ષણથી (iii) ઉપશમ) એ નિમિત્ત છે. તે નિમિત્ત વડે અવધારણ/નિશ્ચય કરે છે કે, ‘આ જ તત્ત્વ' છે. અથવા ‘પ્રત્યય’ એટલે ‘રુચિ’ની ઉત્પત્તિનું કારણરૂપ અર્થ લેવો અને તે (૧) સ્વભાવ અને (૨) અધિગમ રૂપ બે પ્રકારે છે. તે બે પ્રત્યયથી અર્થાત્ ઉત્પત્તિના કારણથી “આ પ્રમાણે તત્ત્વ રહેલું છે” એમ નિર્ધારણ કરે છે.
અથવા પંચમી-વિભક્તિ પક્ષે (૨) તસ્માત્ પ્રત્યયાર્ અવધારĪમ્ । એમ વાક્ય કરાય ત્યારે, પ્રત્યયથી અવધારણ એટલે કે તે પૂર્વે કહેલ રુચિના આવરણ રૂપ કર્મોના ક્ષય આદિ પ્રત્યયથી = હેતુથી અવધારણ નિર્ણય કરવો તે પ્રત્યયાવધારણ કહેવાય.
અથવા (૩) પ્રત્યયે સતિ અવધારળમ્ એમ સપ્તમી વિભક્તિ વડે વિગ્રહ કરાય ત્યારે તે પ્રત્યય = ક્ષય આદિ નિમિત્ત હોતે છતે (અથવા પ્રત્યય = એટલે વિજ્ઞાન અર્થ લઈએ તો ‘વિજ્ઞાન’ હોતે છતે) જે (જીવાદિ તત્ત્વનો “આ આમ જ છે” એમ) નિશ્ચય કરવો તે પ્રત્યયાવધારણ કહેવાય.
=
ષષ્ઠી પક્ષે પણ (૪) પ્રત્યયસ્ય વધારળમ્ પ્રત્યયનું એટલે કે વિજ્ઞાનનું (શ્રુત વગેરેના આલોચના જ્ઞાનનું) અવધારણ = નિશ્ચય તે પ્રત્યયાવધારણ અર્થાત્ અન્ય-મતમાં માનેલાં તત્ત્વથી જુદું પાડીને તે વિજ્ઞાનને જૈન = જિનેશ્વર દેવે કહેલ તત્ત્વમાં જ આ રીતે અવધારણ નિશ્ચય કરે છે કે, “આ જ તત્ત્વ છે, પરમાર્થ છે, બાકી અપરમાર્થ છે.” આવું અવધારણ નિશ્ચય એ રુચિ = સમ્યગ્દર્શન છે એમ સર્વત્ર સમજવું.
આ પ્રમાણે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનમ્' એવા સૂત્રમાં મૂકેલાં પદનું વિવરણ કર્યું. ૬. પાવિવુ । વૃતે પૂ. ।
=
=