________________
५०
तत्त्वार्थाधिगमसूत्रम्
[ so
કન્યતેते - एतत् कथयति, प्रायः षष्ठीसप्तभ्योरभेद एव दृश्यते, यथा गिरेस्तरवः, गिरौ तरव इति । ये हि तस्यावयवास्ते तस्मिन् भवन्ति, एवमत्रापि यज्जीवादीनां श्रद्धानं तज्जीवादिषु विषयेषु भवतीति न दोषः । प्रत्ययावधारणमिति च' प्रत्ययेन प्रत्ययात् प्रत्यये प्रत्ययस्यावधारणमिति । यदा तावत् प्रत्ययेनावधारणं, तदा आलोचनाज्ञानेन श्रुताद्यालोच्य एवमेतत् तत्त्वमवस्थितमित्यवधारयति । अवधारणमिति च कर्तरि भावे वा, जीवोऽवधारयति, तस्य वाऽवधारणं रुचिरिति । अथवा प्रत्ययेनेति कारणेन निमित्तेनावधारणम् । किं निमित्तमिति અર્થ કહેવો તે અસંગત છે. સમાધાન : આ રીતે પહેલાં ષષ્ઠી વડે કહીને પછી સપ્તમી વડે અર્થ કહેવા દ્વારા ભાષ્યકાર ભગવંત એમ જણાવે છે (જ્ઞાપન કરે) કે, ઘણુ કરીને ષષ્ઠી અને સપ્તમી વિભક્તિનો અભેદ જ દેખાય છે, જેમ કે, ષષ્ઠી - `િસ્તવઃ । (પર્વતના વૃક્ષો છે), સપ્તમી - શિરૌ તરવઃ । (પર્વત ઉપર વૃક્ષો છે.) જે જેના અવયવો હોય, તે તેમાં હોય જ છે. વૃક્ષો એ પર્વતના અવયવો છે, માટે તે પર્વત ઉ૫૨ હોય છે. એ પ્રમાણે અહીં પણ જે જીવાદિ અર્થોની શ્રદ્ધા છે, તે જીવાદિ વિષયોમાં - અર્થોમાં પણ હોય છે. આથી ‘ષષ્ઠી’નો અર્થ સપ્તમી વિભક્તિ વડે કહેવામાં દોષ નથી.
ચંદ્રપ્રભા : પ્રત્યયાવધારĪમ્ । આ સમાસ રૂપ પદનો ચાર પ્રકારે વિગ્રહ (અથવા સમાસ) થાય છે. જેમ કે, (i) તૃતીયા વડે પ્રત્યયેન અવધારણમ્ = પ્રત્યય વડે અવધારણ (ii) પંચમી વડે प्रत्ययात् अवधारणम् પ્રત્યયથી અવધારણ (iii) સપ્તમી વડે પ્રત્યયે અવધારળમ્ = પ્રત્યય હોતે છતે અવધારણ - અને (iv) ષષ્ઠી વડે પ્રત્યયસ્ય અવધારણમ્ = પ્રત્યયનું, પ્રત્યય સંબંધી અવધારણ, તે ‘પ્રત્યયાવધારણ' કહેવાય.
=
* પ્રત્યય-અવધારણ'ના વિવિધ અર્થો
પ્રેમપ્રભા : હવે જ્યારે (૧) પ્રત્યયેન અવધારણમ્ પ્રત્યય વડે અવધારણ એમ તૃતીયા વડે વિગ્રહ કરાય ત્યારે પ્રત્યય વડે = એટલે આલોચના જ્ઞાન વડે, શ્રુત વગેરેનું આલોચન - ચિંતન - પરિશીલન કરીને ‘આ પ્રમાણે આ તત્ત્વ રહેલું છે' એમ અવધારણ
નિશ્ચય કરે છે. ‘અવધાર' શબ્દ કર્તા અર્થમાં (અવધાર્યતીતિ) અથવા ‘ભાવ’માં (અવવૃત્તિરિતિ અવધાર્ + અન) પ્રત્યય લાગીને બનેલો છે. કર્તા-અર્થ પક્ષે ‘જીવ (પ્રત્યય વડે) અવધારણ (= નિશ્ચય) કરે છે' એમ અર્થ છે અને ‘ભાવ’ રૂપ અર્થ પક્ષે તેનું = જીવનું (પ્રત્યય વડે) અવધારણ (નિશ્ચય) તે રુચિ છે, સમ્યગ્દર્શન છે.
o. પૂ. । ના. મુ. | ૨. પારિવુ । ચાડવ૦ મુ. |
=
=