________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય ૨ાથે,
શરદ્ ઋતુમાં મેધા સૂર્યકાંત મણિ જેવી કાંતિવાળા થઈ જાયછે. તેમાંથી કાઈ કોઈ વાર થોડાક વરસાદ પડેછે. કવચિત્ લગારેક ગાજેછે. સરોવરના કાંઠા ઉપર હંસાની પંક્તિ ખેડેલી હાય છે તથા કમળેાની હારા સરાવરના પાણીમાં ખીલેલી હોય છે તેથી તે સુંદર સરોવરોનાં પાણી શાભાયમાન દેખાયછે. એ ઋતુમાં ચંદ્રનાં કિરણ અતિ પ્રકાશવાળાં તથા સ્નિગ્ધ હોય છે તેથી નિર્મળ ચાંદની મનને આનંદ આ પેછે. વળી સરાવાનું પાણી ચિત્રા નક્ષત્રના તાપથી પરિપક્વ થત નિમૂળ થાયછે.
तत्र शीतलमलं विधीयतां वातपित्तरुधिरस्य कोपतः । पथ्यमत्र च नरस्य शीतलं दृश्यते कथमपि त्रयोद्भवः ॥
૨૯
એ ઋતુમાં વાયુ, પિત્ત અને રક્ત કાપેછે. માટે રોગીને શીતળ ઉપચાર સારી રીતે કરવા. કેમકે એ ઋતુમાં મનુષ્યને શીતળ પદાર્થજ પૃથ્ય આવેછે. વળી કોઈ કોઈ વાર એ ઋતુમાં ત્રણે દોષના કાપ પણ માલમ પડેછે.
सृतं क्षीरं सिता पथ्यं चन्द्रिकासेवनं निशि । श्यामारामारतं शस्तं प्रभाते निर्मलं दधि ॥ कामिन्यालिङ्गनानन्दश्रान्तः शीतसरोरुहैः । चंदनादीनि सेवेत दृष्टं शरदकोपनम् । एवं प्रशमनं दृष्टं शरत्पित्तप्रकोपने ॥
इति शरदुपचारः ।
For Private and Personal Use Only
ઉકાળીને ઠંડું કરેલું દૂધ અને સાકર, એ ઋતુમાં પથ્ય છે. વળી રાત્રે ચાંદરણામાં બેસવું, શ્યામ વર્ણની સ્ત્રી સાથે સંભોગ કરવા અને પ્રભાતમાં નિર્મળ દહીં ખાવું, એ પણ ઠીક છે. શરદ્ ઋતુમાં સ્ત્રીને આલિંગન કરવા રૂપ આનંદ પ્રાપ્ત કરીને શ્રમિત થયેલા પુરૂષોએ કમજ્ઞાની માળા અને ચંદનના લેપ કરવા, કેમકે તે શરદના કાપને મટાડનારૂં છે એમ જોવામાં આવ્યું છે. એ પ્રમાણે શરદ્ ઋતુના પિત્તને પ્રાપ શમાવવાના ઉપાયો જાણવા.