________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
હારીતસંહિતા.
કોઈ જગાએ પૃથ્વી ઉપર ઉગેલા અન્નાદિકના છોડને દઢતા પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર ઘણા ધાન્યાદિના છેડ ઊગે છે. નદીઓ વારવાર જળથી ભરાઈ જાય છે. નદીઓમાં પાણી ભરાઈ જવાથી તે બન્ને પાસાના કિનારાને ખોદી નાખે છે તેથી તેની ભેખડ ઉપર જે વૃક્ષ ઊગેલાં હોય છે તે પડી જાય છે. નાની નદીઓ અને ઝરણેનાં પાણી ઉભરાઈ જઈને ચારે પાસે ફેલાઈ જાય છે. મેઘમાં ઘણું પાણી એકઠું થાય છે. પૃથ્વી ઉપર ઘણું વૃક્ષ ઊગે છે. મેઘની ગર્જનાઓ સંભળાય છે. વર્ષાઋતુ એવા ગુણવાળી હોય છે એમ પંડિત જાણે છે.
तस्माद्वातकफः कोपो जायते च नृणां भुशम् । इति ज्ञात्वा भिषश्रेष्ठः कुर्यात्तस्य प्रतिक्रियाम् ॥ स्वेदनं मर्दनं पथ्यं निर्वातशयनं तथा। गौरारामारतं शस्तं व्यायामक्रमविक्रमः॥ कदम्लक्षारसुरसाः सेव्या वातकफापहाः। निरूहो बस्तिकर्माणि कफवातरुजापहाः॥
इति वर्षाऋतुः। એ વર્ષાઋતુથી મનુષ્યને વાયુ તથા કફને અત્યંત કપ થાય છે, એમ જાણીને ઉત્તમ વૈધે એ ઋતુમાં વાયુ તથા કફના ઉપાય કરવા. એ ઋતુમાં સ્વેદન (પરસેવો કાઢવો), મર્દન (અંગ ચોળાવવું), તથા પવન વિનાની જગમાં સુઈ જવું એ પથ્ય છે. ગૌર વર્ણની સ્ત્રી સાથે વિહાર કરે તથા કસરત કરવી એ પણ ઠીક છે. વાયુ અને કફને નાશ કરનાર એવા તીખા, ખાટા અને ખારા રસ સેવવા. નિરૂહ બસ્તિ આપે અને બીજા બસ્તિકર્મ કરવાં; કેમકે તે કફ અને વાયુની પીડાને મટાડનારાં છે.
શર ઋતુના ઉપચાર मेघाः सूर्यशिलासमानरुचयो ह्यल्पश्रवाल्पस्वना हंसालीजलजालिमण्डितजलं पद्माकरं शोभनम् । तीवस्निग्धमयूखचन्द्रविमला सानन्दिनी कौमुदी चित्रा धर्मविपक्कतोयसरसां स्यान्निर्मलं पुष्करम् ॥
For Private and Personal Use Only