________________
૪૧
કલશ-૧૧૬
“બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે.” પહેલાં આવું જાણપણું હતું શું? ધર્મીને તો શેયને જાણવું તેવી જ્ઞાનચેતના રહી બસ. બીજું જાણપણું એવું છે કે – શેયને જાણીને રાગ દ્વેષ કરે છે, શેય મારાં છે તે બીજી કર્મચેતના છે. પોતાના જ્ઞાનમાં બીજી વિષયરૂપ ચીજ તેનું જાણપણું પણ છે.
“અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે,” જ્ઞાનીને ઇષ્ટમાં રાગ અને અનિષ્ટમાં ષ છે જ નહીં. કેમકે બધી ચીજ ય છે. શેયમાં બે ભાગ પડતા જ નથી કે આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે. જ્યારે અજ્ઞાની શેયમાં બે ભાગ પાડે છે. જાણવા લાયક
ય છે અને જ્ઞાનચેતના જાણવાવાળી છે તો પણ અજ્ઞાની શેયરૂપ જે ચીજ છે તેમાં બે ભાગ પાડે છે કે – આ ઇષ્ટ છે તેમ માની રાગ કરે છે અને આ અનિષ્ટ છે તેમ માની હૈષ કરે છે. ધ્યાન રાખે તો પકડાય એવું છે હોં! ભાષા સાદી છે પરંતુ ભાવ તો બહુ ઊંચા છે.
ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં ષ કરે છે, અરુચિ કરે છે, અજ્ઞાની ઇષ્ટમાં રાગ કરે છે તેમજ ભોગની અભિલાષા કરે છે, તે જાણતો તો છે નહીં તેથી શેયમાં રાગ અને ભોગની અભિલાષા કરે છે, પરચીજ ભોગવવામાં આવતી નથી પરંતુ પરચીજના લક્ષ ઉત્પન્ન થયેલો જે રાગ તે રાગને ભોગવવાની અભિલાષા કરે છે. ભારે માર્ગ બાપુ!
અજ્ઞાની જીવ મોહકર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો જે મિથ્યાત્વભાવ તે મિથ્યાત્વ તો પોતાથી થયો છે તેમાં કર્મ તો નિમિત્ત છે. આ રીતે વિષય વસ્તુનું પણ જાણપણું છે. ઇષ્ટમાં રાગ કરે છે તેવો મોહનો રાગ છે અને ભોગની પણ અભિલાષા છે.
તથા અનિષ્ટમાં ઢેષ કરે છે, અરુચિ કરે છે,” વીંછીનો ડંખ, સર્પનું કરડવું, નિંદાનું સાંભળવું તે છે તો શેય. પરંતુ મિથ્યાત્વને કારણે તેમાં અરુચિ કરે છે. આખું લોકાલોક જ્ઞાનમાં શેય છે. શેયમાં બે ભાગ નથી કે – આ ઠીક છે અને આ અઠીક છે. પરંતુ અજ્ઞાની મિથ્યાત્વ ને કારણે ઈષ્ટને પ્રેમ કરે છે અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરી બે ભાગ પાડે છે. પાણીનું પૂર ચાલતું હોય અને વચ્ચે પૂલ આવે તો પાણીમાં બે ભાગ પડી જાય છે. તેમ ભગવાન આત્મામાં જ્ઞાનરૂપી પ્રવાહ ચાલે છે તેમાં આ સર્વ ચીજ શેયમાત્ર છે. તેમ ન જાણતાં; આ શેય ઠીક છે અને આ અઠીક છે તેવા જ્ઞાનમાં બે ભાગ થતાં મિથ્યાત્વ થઈ જાય છે.
શ્રોતા:- ભાવની વાત છે?
ઉત્તર- ભાવની વાત છે ને! અહીંયા પરની સાથે શું સંબંધ છે? (શરીર) તો માટી જડ છે. તેને ભાવમાં ઇષ્ટ – અનિષ્ટપણે માને તે મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- તો.... વીંછી કરડે તેને સારો ગણવો?
ઉત્તર- એ તો શેય છે, ત્યાં સારા-નરસાનો પ્રશ્ન જ ક્યાં છે? વીંછીનું કરડવું, સ્ત્રીનો ભોગ, લાડુ ખાવાની ક્રિયા તે તો જ્ઞાનમાં શેય છે. તેમાં આ ઠીક છે અને આ અઠીક છે તેમ આવ્યું ક્યાંથી ? અજ્ઞાની તેમાં ભેદ પાડે છે કે – આ વિષયમાં મજા છે અને વીંછીના કરડવામાં