________________
કલ-૨૬૮
૩૮૯ ડગમાળ પાણી ઊછળે છે તે કુદરતના સ્વભાવના નિયમ પ્રમાણે કાયમ રહેનાર છે. શ્લોકમાં કહ્યું ને “ચૈતન્ય રત્નાકર” ભગવાન આત્મા! ચૈતન્ય રત્નાકર – દરિયો છે. તેને લવણના દરિયાની ઉપમા આપી છે.
આહાહા! ભગવાન ચૈતન્ય રત્નાકર પ્રભુ છે....તેની સન્મુખ જોતાં, તેનો સ્વીકાર કરતાં...એ મહાપ્રભુ છે...છે. તેની પ્રતીતિ આવે છે. એ છે તો છે, પણ એ શક્તિવંત મહાપ્રભુ પ્રતીતિમાં આવે તે પ્રતીતિનું જોર કેટલું? સમ્યગ્દર્શન એટલે ? પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેનું સત્યદર્શન – સત્યની પ્રતીતિ. સત્ય જેવડું મોટું છે તેવડું તેની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન આવ્યું. એનું જ્ઞાન આવ્યું, તેમાં તેની પ્રતીતિ આવી કે – પરમાનંદના અનંતગુણોનો ઘન પ્રભુ છે.....અખંડ છે.
અચ્છ8: એવી જે નિર્મળથી નિર્મળ પર્યાયો ધર્માત્માને પ્રગટ થાય છે. એ જ્ઞાનનો પ્રકાશ અનંત દર્શન જે પૂર્ણ પ્રગટ થાય તેને ચિત્તપિંડ કહ્યું. ચિત્ત એટલે જ્ઞાન અને તેનો પિંડ, અનંત દર્શનનો પિંડ, પર્યાયમાં અનંત દર્શનનો ડગમાળ ઊભો થાય છે. આહાહા ! પ્રભુ તો મીઠો મહેરામણ છે. અનંત પવિત્રતાના રત્નાકર ગુણોથી ભરેલો મીઠો મહેરામણ છે.
સહેજે સમુદ્ર ઉલ્લસિયો, માહીં મોતી તણાતા જાય,
ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મૂઠીઓ ભરાય.” ભગવાન આત્મા ! અનંત અનંત રત્નાકરથી ભરેલો દરિયો પ્રભુ છે, તેનાં સન્મુખની દૃષ્ટિ કરતાં.....!તેનો જેટલો અને જેવડો સ્વભાવ તેટલો જ્ઞાનની પર્યાયમાં, શ્રધ્ધામાં સ્વીકાર કરતાં પર્યાયમાં નિર્મળ ધારા વહે છે....તેને અહીંયા સુપ્રભાત કહે છે. એકલો “પ્રભાત' શબ્દ ન લખતાં “સુપ્રભાત' લખ્યું. કેમ કે સવારમાં ઊગે તે પ્રભાત તો અનંતા ઊગે ને જાય, જ્યારે આ તો સુપ્રભાત ઊગ્યું.
તેથી તો આચાર્યદેવ પ્રવચનસાર ૯૨ ગાથામાં અને સમયસાર ૩૮ ગાથામાં કહે છે – ભગવાન આત્મા એવો જે ચૈતન્ય રત્નાકર પ્રભુ તેનો અમને આગમજ્ઞાનથી અથવા તો અનુભવથી જે જ્ઞાન થયું, સમ્યકજ્ઞાનમાં એવી જ પ્રતીતિ થઈ તે હવે પાછું નહીં પડે. અમે પંચમઆરાના છ0 અલ્પજ્ઞ પ્રાણી ! અત્યારે કેવળીના વિરહ છે. છતાં પણ અમે કહીએ છીએ કે – અમને અમારું જે જ્ઞાન પ્રગટયું છે, સમ્યગ્દર્શન થયું છે તે હવે પાછું નહીં વળે. એ તો કેવળજ્ઞાન લીધે જ છુટકો છે.
વસ્તુ કયાં છ0 ને અલ્પજ્ઞ છે? વસ્તુ તો સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શી સ્વભાવી, અતીન્દ્રિય અનાકુળ સ્વભાવી છે. અતીન્દ્રિય અનાકુળ વીર્યના બળથી ભરેલો ભગવાન છે તેને સ્વીકારતાં, તેને માન આપતાં એટલે કે- “આ છે' એમ જ્યાં સ્વીકાર્યું તેને હવે (અલ્પજ્ઞપણું કેટલો કાળ !) હું રાગવાળો છું, હું અલ્પજ્ઞ છું ત્યાં સુધી તેણે સ્વભાવનું અપમાન કર્યું છે. તેણે સ્વભાવની મોટપનો અનાદર કર્યો છે.