________________
કલશ-૧૪૪
૪૩૧ કરે એ પર્યાયોને તેની જાન કહેવાય. તેને દ્રવ્ય હાથ આવે ! રાગ આદિના વિકલ્પો તો બધા દુશ્મન કહેવાય. આવું સાંભળવા મળે નહીં, સાંભળવા માટે નિવૃત્તિ લેવી હોય તો ન મળે!!
બે-પાંચ-દસ કરોડ થયા હોય તો પણ સુખ ન મળે ! અરે! કરવા જેવું તો આ છે. શ્રીમદ્ તો એમ કહે છે કે આજીવિકા માટે માંડ માંડ મળતું હોય તો પણ મનુષ્ય બીજી તૃષ્ણા કરવી નહીં. બાપુ! કરવા જેવું તો આ છે! તે કર્યું નહીં... તો શું કર્યું? ચોરાસીના અવતારમાં કયાં જશે? ભવાબ્ધિ એટલે ભવરૂપી દરિયો તેમાં કયાં જશે તેનો પત્તો નહીં ખાય!? એ ભવાબ્ધિથી તરવાનો ઉપાય આ છે. દુઃખથી નાશ થવાનો આ ઉપાય છે.
જે કોઈ જ્ઞાની પરમાત્માને અનંત આનંદ, અનંત-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય એવી અનંતગુણની પૂર્ણતા પ્રગટી એ બધી કયાંથી આવી? કયાંય બહારથી આવે છે? આત્માના સ્વભાવમાં અંદર પેટમાં એટલે આત્માના ગર્ભમાં બધી શક્તિઓ પડી છે. એવી શક્તિઓના નાથનું સમ્યગ્દર્શનમાં- સાચું દર્શન કરીને અનુભવવો. તેને વિકલ્પથી શું કામ છે? મારે અન્ય પરિગ્રહનું શું કામ છે? તેનો અર્થ થયો. આ પરિગ્રહ મેં પકડ્યો છે, આ મારો પરિગ્રહ છે. “અન્યસ્થ પરિપ્રદેગ ક્રિમ” આ શુભાશુભ વિકલ્પો.. દયા-દાન આદિના તેનાથી શું? અને દ્રવ્યના ભેદ વિચારરૂપ અનેક વિકલ્પો આવે છે તેને પકડવાથી મને શું લાભ? તે બધા નુકશાન કરનારા છે. ઝીણી વાતો બાપુ! વખત ચાલ્યો જાય છે. આયુષ્ય પુરું થતાં ચાલ્યા જશે... ચોરાસીના મોટા દરિયામાં.
પ્રશ્ન- રાગની ક્રિયા કયાં સખ લેવા ધે છે? ઉત્તર- એ હરખ કરે છે કોણ? તે પોતે કરે છે કે બીજો કરાવે છે?
અજ્ઞાનપણે પોતે કર્તા થઈને કરે છે. સંકલ્પ વિકલ્પ કરે છે કોણ? કોઈ કર્મ એને કરાવે છે?
પ્રશ્ન:- બીજો કરાવે છે તેવું લાગે છે?
ઉત્તર:- ધૂળમાંય બીજો કરાવતું નથી. ખરેખર તો પોતે પોતાના સ્વભાવને ભૂલી જઈને... આવા સંકલ્પ વિકલ્પની જાળમાં ગુંચવાય ગયો છે. જેમ કરોળિયો પોતાની લાળમાં ગુંચવાય તેમ તે ગુંચવાય ગયો છે. અરે! તેણે પુષ્ય ને પાપના સંકલ્પ વિકલ્પ કરીને ઘેરો ઘાલ્યો છે. એ ઘેરામાં ઘેરાઈ ગયો ભગવાન! હવે તેમાંથી છૂટવાના રસ્તા તો આ છે બાપુ ! આ કાંઈ વાતે વડા થાય તેવું નથી. શબ્દો દ્વારા જણાય તેવી ચીજ નથી.
અહીંયા કહે છે- દ્રવ્ય કહેતાં જીવદ્રવ્ય તેનાં ગુણ અને પર્યાય, એકમાં ત્રણના વિચાર કરવા, એવા વિકલ્પથી આત્માને લાભ શું છે? તે તો નુકશાન છે. ધર્માતો કહે છે- ભેદના વિકલ્પથી મારે શું કામ છે? સંતોની વાણી તો જુઓ ! આ દિગમ્બર સંત જૈનદર્શનના પેટ ખોલીને મૂકે છે. તેને એકવાર સાંભળ એમ કહે છે.
તેને પ્રભુ કહેતાય કઠણ પડે છે. ભાઈ ! તારું સ્વરૂપ પ્રભુ સ્વરૂપ જ છે... ભગવંત