________________
૪૬૪
કલશામૃત ભાગ-૪ કારણ એમ માને છે.”
“વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?“સર્વત: તિવિરમિતિ ”(સર્વત:) જેટલી કર્મભનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિ શુદ્ધિ વડે અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ પરિમણે છે.” આ દયા-દાન, વિકલ્પો, બહારના કર્મ શરીરાદિ બધું કર્મની સામગ્રી છે. શુદ્ધ ચૈતન્યના અનુભવની આગળ.... ધર્મી જીવને રાગનો સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થાય છે, ત્યાંથી માંડીને બધી ચીજોથી તે અતિ વિરક્ત છે. તે સ્વરૂપમાં રક્ત છે અને રાગથી વિરક્ત છે, પાઠમાં “અતિ વિરક્ત” એમ કહ્યું છે. અતિવિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ પરિણમે છે.
ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગ સ્વરૂપે છે. જિન સ્વરૂપે અંદર છે. એ જિન સ્વરૂપનું જ્યાં વીતરાગી પરિણમન થયું ત્યાં આગળ રાગથી માંડીને બધી સામગ્રીથી અતિ વિરક્ત છે. આહાહા! વિરક્ત તો મુનિ થાય ત્યારે થાયને? એ તો રાગથી વિરક્તી છે. અહીંયા તો હજી વસ્તુથી અતિ વિરક્ત છે. શબ્દતો વિરક્ત' લીધો છે. રાગથી માંડીને બધી સામગ્રીના ઢગલા હોય, ચક્રવર્તીના રાજ્ય હોય; ઇન્દ્રના ઇન્દ્રાસન હોય...તો પણ સમ્યગ્દષ્ટિ, પર પદાર્થથી અતિ વિરક્તપણે પરિણમે છે. શું આવો ધર્મ હશે? કેટલાક કહે છે ને કે- શું નવો ધર્મ કાઢયો છે? ભગવાન તને ખબર નથી પ્રભુ! ત્રિલોકનાથ વીતરાગ જિનેન્દ્રદેવ અથવા જિનસ્વરૂપ આત્મા! તેનો માર્ગ અનાદિનો આ જ છે. સમજાય છે કાંઈ?
આહાહા ! કર્મની સામગ્રી પ્રત્યે વિરક્ત છે. પછી તે શુભભાવ હો....એ પણ કર્મની સામગ્રી છે. પાપભાવ હો....એ પણ કર્મની સામગ્રી છે. ધર્મી જીવ પોતાના સ્વભાવમાં રક્ત હોવાને લીધે રાગથી, કર્મથી માંડીને બધી સામગ્રીથી વિરક્તપણે પરિણમે છે. અસ્તિપણે પરિણમે છે એમ ન કહેતાં; પરથી વિરક્તપણે પરિણમે છે. એટલે કે રાગપણે પરિણમતો નથી. સમજાય છે કાંઈ?
“સર્વત: તિવિરજી ૩પતિ” સચ્ચિદાનંદ પ્રભુ આત્મા! સત્ નામ શાશ્વત અવિનાશી છે. જ્ઞાન ને આનંદના સ્વભાવથી પણ અવિનાશી છે. એવા ભગવાનને જેણે જોયો, અનુભવ્યો એવા સમ્યગ્દષ્ટિને ભગવાનના ભેટા થયા. પોતાના ભગવાનના હો! તેને આ રાગબુદ્ધિ, બહારની સામગ્રી તેના પ્રત્યેથી તે અંદરમાં વિરક્ત છે. ક્યાંય તેની રુચિ જામતી નથી. તેને તો આનંદમાં રુચિ જામી છે. માટે આ રાગ હો, બહારમાં કચરાના ઢગલા હો ! તેમાં ક્યાંય સચિ જામતી નથી.
વાણિયો જેમ પોસાતો માલ લ્ય. અઢી રૂપિયે મણ માલ મળતો હોયતો અને તેનાં અહીંયા ત્રણ રૂપીયા ઉપજતા હોય તો માલ લ્ય. અઢી રૂપિયે માલ લીધો હોય તેના સવા બે રૂપિયા ઉપજતા હોય તો માલ ન લ્ય! વાણિયા એવું કરે એમ કહે છે – સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં નફો મળે ત્યાં એટલે આત્મામાં રક્ત છે. પરમાંથી નફો નથી થતો તેથી ત્યાંથી વિરક્ત છે.