________________
૪૯૨
કલશામૃત ભાગ-૪ તેની હયાતી નથી. એ રાગથી વિભકત્તતા અને સ્વભાવની એકત્તા જ્યાં પ્રગટે ત્યારે તેને ભોગની સામગ્રી ઉપર લક્ષ જાય તે જ્ઞાનીને જ્ઞાનમાં અજ્ઞાન્ કરી શકતા નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ ઉપજાવી શક્યું નથી. સામગ્રી કે સામગ્રી તરફનું લક્ષ એ તેને મિથ્યાત્વ કરી શક્ત નથી એમ કહે છે. આહાહા ! આવી વાતું છે......બાપુ !
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ આશ્ચર્યકારી છે. જેમ વીતરાગ પ્રભુની દશાઓ આશ્ચર્યકારી છે તેમ સર્વજ્ઞ સ્વભાવ છે. એ સર્વજ્ઞ ભગવાને જગતના પદાર્થોનું વર્ણન કરીને કહ્યું. જેને સર્વજ્ઞ સ્વભાવી આત્માનું વેદન આવ્યું. અનાદિકાળથી રાગનું કષાયનું વદન તો આવ્યું......એ કોઈ નવીન ચીજ નથી. દુઃખનું વેદન તે આકુળતા છે. એ આકુળતાના પરિણામથી પણ ભિન્ન કરી અને જેણે સમ્યગ્દર્શન આનંદ પ્રગટ કર્યું...... એ જીવને પૂર્વની સામગ્રી પૂર્વના કર્મને લઈને હો! ઇન્દ્રના ઇન્દ્રાસન હો કે ચક્રવર્તીના પદ હો! તે જ્ઞાનીના જ્ઞાનને અજ્ઞાન કરી શકે તેવી તાકાત કોઈનામાં નથી.
છ કાયની દયા પાળવી, વ્રત પાળવા, અપવાસ કરવા એવી સહેલી વાત હતી એ તો બધી રખડવાની વાત હતી. ભાઈ ! તને તારી ચીજની ખબર નથી. ભાઈ ! તારા મહાભ્યને જગતની કોઈ ચીજ હણી શકે એવી તાકાત કોઈમાં નથી. એવી ચીજથી ભરેલો ભગવાન અંદર છે એવા ભગવાનનું અંદર ભાન થયું એ ભાનને જગતની કોઈ સામગ્રી અભાન કરી શકે એવી તાકાત કોઈની નથી.
અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં અતીત-અનાગ-વર્તમાન કાળમાં (અજ્ઞાન), વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ થતું નથી.” આ અજ્ઞાનની વ્યાખ્યા કરી. અજ્ઞાન કરી શકે નહીં એટલે શું? જ્ઞાનીના જ્ઞાનને, ભોગ સામગ્રી અજ્ઞાન કરી શકે નહીં એટલે શું? વિભાવ અશુદ્ધ રાગાદિરૂપ પરિણામ ન કરી શકે, એ અશુદ્ધ પરિણામ થયા; છતાં એ મિથ્યાત્વને
અનંતાનુબંધીની અશુદ્ધતાને એ કરી શક્તા નથી. ભોગ સામગ્રી ભોગવતાં તેને વિભાવ કરી શક્તા નથી. આ અજ્ઞાનની વ્યાખ્યા કરી. “(અજ્ઞાન) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ,” એટલે તેને મિથ્યાત્વ સંબંધીનો રાગ અને અનંતાનુબંધીના ભાવ૫ થતો નથી. ભોગ સામગ્રીનો અર્થ એ છે કે- એ ભોગ સામગ્રી તો પરશેય છે...પરંતુ તેના તરફનું જરા લક્ષ જાય છે તો ધર્મીને જરા વિકલ્પ ઊઠે છે તે આત્માના જ્ઞાનને ફરીથી મિથ્યાત્વરૂપ કરી શકે તેવી તાકાત એ રાગમાં નથી.
કેવું છે જ્ઞાન? “સત્તતંવત” શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે.” ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ ચૈતન્ય શાશ્વત પદાર્થ છે. ભગવાન શાશ્વત શુદ્ધ ચૈતન્યમૂર્તિ જે શુદ્ધરૂપે પરિણમ્યું છે-શુદ્ધરૂપે થયું છે. “માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી.” માયાજાળની પેઠે એ ચીજ નથી. શ્લોક ૧૩૮ માં પેઇજ નં. ૧૨૮ ઉપર “માયાજાળ' એ એકવાર આવી ગયું હતું. “કેવી છે માયાજાળ ?અહીંયા કહ્યું “માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી.” આ બધી