________________
કલશ-૧૫૧
૫૦૧ સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ પ્રકારે કયારેય જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ (વર્તમ) બાંધવાને (નવિનં) યોગ્ય નથી.(વર્તમ)ની વ્યાખ્યા કરી– “બાંધવું. અહીંયા એમ કહે છે સમ્યગ્દષ્ટિ જીવ કયારેય અને કોઈપણ પ્રકારે તે રાગના કણની મીઠાશને કરતો નથી. તે રાગના પ્રેમમાં પડીને તે રાગને કરતો જ નથી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે તેનો જેને પ્રેમ લાગ્યો છે તે રાગને કરતો નથી. ક્ષેત્રે ભલે શરીર પ્રમાણ છે પરંતુ ભાવે તે અમાપ છે.
શ્રોતા-છએ દ્રવ્ય ભાવે અમાપ છે.
ઉત્તર- બીજા દ્રવ્ય છે કે નહીં તેની તેને કયાં ખબર છે?! તેને પોતાની કયાં ખબર છે કે- આ હું છું. અંદર જે જાણનારો બાદશાહ છે તે પોતે છે. બીજાની હયાતી છે તેની બીજા દ્રવ્યોને કયાં ખબર છે. જડને જડની હયાતીની ખબર છે? જેને આત્માની યાતની ખબર છે તેને જ પરની યાતની ખબર છે. જે જ્ઞાન થયું છે એવા ધર્મને એ વાત નથી હોતી કે – પર મારા છે ને હું તેનો છું.
અહીંયા કહે છે – (વર્તન ન ઉચિત) એમ શબ્દ છે. તેનો અર્થ એ કર્યો કે – હે જ્ઞાની ! તું કર્મ બાંધવાને લાયક નથી. ઝીણી વાત છે બાપુ! ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે. એવો જે ધર્મી આત્મા. ધર્મી એટલે તેના અનંત સ્વભાવનો ધરનાર એવો જે ધર્મી ભગવાન આત્મા તે દરેક દેહમાં ભિન્ન બિરાજે છે. એ ધર્મી પોતે પરમાત્મ સ્વરૂપે છે. તેના અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ અમાપ તેટલા તેના ધર્મ છે. આ ધર્મ કરવો (પર્યાયમાં) એ નહીં. આત્મામાં ધર્મ નામનો એક સ્વભાવ છે. જ્યારે કોઈ એમ કહે કે – મારે ધર્મ કરવો છે, તો તેની વર્તમાન દશામાં ધર્મ નથી, તેને ધર્મ કરવો છે. તેથી પહેલી વાત કે – મારી દશામાં ધર્મ નથી. હવે ધર્મ કરવો છે ત્યારે તેને કયાં દૃષ્ટિ કરવી? તેની વસ્તુમાં જે અનંત ધર્મ પડ્યા છે તેના ઉપર દૃષ્ટિ કરતાં તેને પર્યાયમાં ધર્મ થાય છે. રાગ ઉપર દૃષ્ટિ કરતાં તેને પર્યાયમાં અધર્મ થાય છે.
અહીંયા તો ત્રણ પ્રકાર કહ્યાં કે – દ્રવ્ય-ગુણ ને પર્યાય, દ્રવ્ય એ વસ્તુ છે આત્મા. તેમાં અમાપ. અમાપ અનંત ધર્મ નામ સ્વભાવ છે. સ્વભાવવાન પ્રભુ (આત્મા) અને તેના સ્વભાવ અનંત છે. એવા અનંત સ્વભાવનું એકરૂપ, એવી જે વસ્તુ તેની જેને દૃષ્ટિ થઈ તેને પર્યાયમાં ધર્મ આવ્યો. દ્રવ્ય ગુણમાં સ્વભાવ હતો, તેની દૃષ્ટિ થતાં પર્યાયમાં પ્રગટ થયો.
જુઓને આ પોપટભાઈ ! કલાક પહેલાં સૂતા, ઊંઘ આવી ગઈ અને કલાક પછી જાવું છે પરલોકમાં. એ દેહ નાશવાન છે. જે કાળે દેહ છૂટશે તે કાળે તેનો નિરધાર નિશ્ચય છે. તેને ભલે નિર્ધાર ન હોય, પરંતુ કેવળજ્ઞાનમાં ચોક્કસ નિર્ધાર છે કે – જે સમયે દેહ છૂટવાનો તે છૂટવાનો. અહીંયા કોઈ કલોલવાળાને પૈસા જોતા હશે તો ૨૫000 રૂા. આપ્યા. સૂતા, એક કલાક તો ઊંઘ આવી ગઈ. જાગ્યા તો એને જાવું છે પરભવમાં. આખો સંસાર આવો છે. વસ્તુ નાશવાન છે તેના ભરોસા કયાં હતા? આગલે બુધવારે તો અહીંયા બેઠા હતા. દેહ