________________
૫૦૨
કલશામૃત ભાગ-૪ ક્ષણભંગુર, દશા નાશવાન, તેને તે ઠીક લાગે તેથી અંદર રાગ થાય તે પણ નાશવાન છે.
દયા-દાન-પુણ્ય-પાપના ભાવ એ વિકારી અને નાશવાન ચીજ છે. તેની જેને પ્રીતિ ને રુચિ છે તે ભલે મહાવ્રત પાળતો હોય.. પણ... તે છે મિથ્યાષ્ટિ. મિથ્યા નામ જૂઠી દૃષ્ટિ. જે સત્ સ્વરૂપ છે ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે તેની જેને દૃષ્ટિ નથી એટલે કે- સત્ય દૈષ્ટિ નથી તે રાગના કણને-રજકણને પોતાના માને તે અસત્ય ને મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાત્વ અનંત પરિભ્રમણનું કારણ છે. તે અનંતા ભવ કરવાનું બીજડું છે. ભગવાન આત્મા ! ભવના અભાવ સ્વભાવનું કારણ છે. વસ્તુ છે તે ભવના અભાવ સ્વભાવનું કારણ છે. કેમ કે – ભવને ભવનો ભાવ તેનામાં નથી.
શ્રોતા:- સ્વભાવમાં તો નથી પરંતુ પર્યાયમાંય નથી?
ઉત્તર-પર્યાયમાં અત્યારે કયાં છે? (અરે!) અત્યારે પર્યાયમાં રાગાદિ છે. સ્વભાવમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે. એટલે કે આનંદ કંદ પ્રભુ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા! તેની જેને દૃષ્ટિ થઈ, તેણે દૃષ્ટિમાં લીધો, તેણે પૂર્ણ શાયકને તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવ્યો તેને અહીં સમ્યગ્દષ્ટિ કહે છે. જે તેણે અનંતકાળમાં એક સેકન્ડ પણ કર્યું નહોતું એવા સમ્યગ્દષ્ટિ જીવને કહે છે- તારે “કર્મરૂપ પુગલ પિંડ બાંધવાને યોગ્ય નથી.” ભાષા તો આમ છે. તેનો અર્થ કે-શુભ-અશુભ રાગને કરવા લાયક હવે તું નથી. જેને ભગવાન વીતરાગ મૂર્તિ જિન સ્વરૂપ પ્રભુ સ્વીકારમાં - દૃષ્ટિમાં આવ્યો... તેથી હે ધર્મી! હવે વિકારના પરિણામ કરવાને લાયક તું નથી. એનાથી જે બંધ થાય એ બંધાવાને માટે તું લાયક નથી. પાઠ તો આમ છે કે- “જ્ઞાનાવરણાદિ (આઠ) કર્મરૂપ પુગલપિંડ બાંધવાને યોગ્ય નથી.” તેનો અર્થ એ કે- હવે તું રાગ-દ્વેષના પરિણામ કરવાને લાયક નથી. આવી વાતું છે!
પ્રભુ તું તો સ્વભાવે ચૈતન્ય છો. તેનો સ્વીકાર કર્યો તે બંધાવાને યોગ્ય નથી. અનાદિથી પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના જે ભાવ થાય તેનો સ્વીકાર હતો. તેથી તો તું મિથ્યા - જૂઠી દષ્ટિવંત હતો. પરંતુ જે બેહદ સ્વભાવ છે જ્ઞાન આનંદાદિ. જેનાં ગુણના માપ નથી. સ્વભાવવાન વસ્તુ જે ભગવાન! તેના ગુણ જે છે જ્ઞાન દર્શન આનંદ આદિ એ ગુણની શક્તિનું જેને માપ નથી. એવી અમાપ શક્તિઓ છે. એ અમાપ શક્તિવંતનો જેણે સ્વીકાર કર્યો દૃષ્ટિમાં લીધો, એ દૃષ્ટિ પણ મહા અક્ષય ને અમેય થઈ ગઈ છે. એ દૃષ્ટિ ક્ષય વિનાની અક્ષય અને મર્યાદા વિનાની અમેયની પ્રતીત થઈ ગઈ છે. આવી બહુ ઝીણી વાતો છે !!
શ્રોતા- ચારિત્રનો દોષ છે.
ઉત્તર- ચારિત્રનો દોષ છે પણ તેનો તે કર્તા નથી. એમ સિધ્ધ કરવું છે. એટલે કે કર્મને બાંધતો નથી એમ કહેવું છે. અહીંયા તો એ કહેવું છે કે મિથ્યાત્વ સંબંધી બંધ છે તે જ્ઞાનીને બંધ નથી... એટલું સિધ્ધ કરવું છે. રાગ છે... પણ તેને કર્તાપણે... “આ મારું છે' તેમ તેને કરતો નથી તેથી તેને મિથ્યાત્વ નથી તેથી તેને કર્મબંધ છે નહીં.