________________
૫૩)
કલશામૃત ભાગ-૪ તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “કમ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિતઃ” નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩.
કળશ ન.-૧૫૩ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૬૦
તા. ૨૭/૧૧/'૭૭ “યેન નં ત્ય$ સ ” કુરુતે કુંતી વયં ન પ્રતીક:” જે સમ્યગ્દષ્ટિ જીવે કર્મના ઉદયથી છે જે ભોગ સામગ્રી તેનો અભિલાષ (ચે$ ) સર્વથા મમત્વ છોડેલ છે.” એ મારા છે એમ છૂટયું છે. તેમાં સુખ છે એ પણ છૂટયું છે. સર્વથા મમત્વ છોડે છે તેનો અર્થ એ કે જેટલો ભોગનો રાગ છે. તે મારો છે; તેવું મમત્ત્વ છોડ્યું છે. (તેની ભૂમિકા પ્રમાણે ) રાગ છે તે તો સ્થિતિ છે.
“તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મને કરે છે એવી તો અમે પ્રતીતિ કરતા નથી.” દર્શન (શ્રદ્ધા)ના જોરની અપેક્ષાએ આ વાત કરી. એ રાગના પ્રેમને છોડીને ભગવાન પૂર્ણાનંદના નાથનો પ્રેમ કર્યો છે. જે રાગ થયો છે તેનો જો પ્રેમ હોય તો પૂર્ણાનંદના નાથનો તેને દ્વેષ છે. શું કહ્યું? એ રાગનો કણ છે તેનો જેને પ્રેમ છે તેને વીતરાગ સ્વરૂપી પ્રભુ... જિન સ્વરૂપી પ્રભુ આત્મા પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીના પદમાં આવે છે- ‘ષ અરોચક ભાવ. આનંદ સ્વરૂપ વીતરાગ સ્વરૂપ જેને રુચતું નથી અને દયા-દાન- વ્રતના પરિણામ જેને રુચે છે તે દ્વેષ અરોચક ભાવ છે. એમાં આત્મા રચતો નથી એ જ ઠેષ છે. દૈષની વ્યાખ્યા આવી!?
રાગની મમતા છોડી છે તે સમ્યગ્દષ્ટિ જીવ તે કર્મને બાંધે છે કે નહીં ? તેને અલ્પસ્થિતિનો, અલ્પ અસ્થિરતાના રસનો કર્મ બંધ પડે છે તેને અહીંયા ગૌણ કરીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે કર્મ બંધન તે તેને નથી . “કર્મને કરે છે એવી પ્રતીતિ તો અમે કરતા નથી ભાવાર્થ આમ છે કે જે કર્મના પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે.” તેને રાગ છે તો ખરો ! એ વસ્તુ છે પણ તેના પ્રત્યે વૈરાગ્ય છે. મારો નાથ આનંદ સ્વરૂપે પ્રભુ છે . એ રાગથી હું ઉદાસીન છું મારું આસન ઉ–ઉચ્ચ એટલે આનંદ સ્વરૂપ પ્રભુમાં મારું આસન છે. તેનું નામ ઉદાસીન કહેવામાં આવે છે. હું રાગમાં બેઠો છું એમ નહીં. રાગથી ઉદાસીન હું તો આનંદ સ્વરૂપમાં બેઠો છું મારું આસન ત્યાં છે. ઉદ+આસન=ઉદાસીન છે. સ્વરૂપ પ્રત્યેની પ્રતીતિનું અસ્તિત્વ અને રાગ તરફ ઉદાસીનતા એવી જ્ઞાન વૈરાગ્યમયી બે શક્તિ જ્ઞાનીને હોય છે. નિર્જરાઅધિકારમાં ૧૩૬ શ્લોકમાં શરૂઆતમાં આ આવી ગયું છે. વાતે વાતે ફેર છે.
જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો સંબંધ નથી, નિર્જરા છે. કાંઈક વિશેષ - આ સમ્યગ્દષ્ટિને પણ અભિલાષા કર્યા વિના જ, બલાત્કારે જ પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિય વિષય ભોગ ક્રિયા” અજ્ઞાની કે