Book Title: Kalashamrut Part 4
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008259/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વન ) }) ' { श्री सिद्ध परमात्मने नमः। श्री सद्गुरुदेवाय नमः। श्री निजशुद्धात्माने नमः। કલશાકૃત ભાગ-૪ શ્રી કલશટીકા- આસવ, સંવર અને નિર્જરા અધિકાર ઉપરનાં પરમોપકારી આધ્યાત્મિક સત્પુરુષ પ. પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના | સ્વાનુભવ મુદ્રિત પ્રવચનો. : પ્રકાશન : શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ કહાન સંવત ૨૫ વીરસંવત ૨૫૩૧ પ્રકાશન વિક્રમ સંવત ૨૦૯૧ શ્રી પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાવન પ્રસંગે, તા. ૮/૯/૦૫ ના ઉત્તમ ક્ષમાધર્મના મંગલ દિવસે. પડતર કિંમત - રૂ।.૧૬૦/વેચાણ કિંમત - રૂા. ૬૦/ ઈ. સ. ૨૦૦૫ પ્રાપ્તિ સ્થાન શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ટેલી નં. ૨૨૩૧૦૭૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ Thanks & our Request The Gujarati version of Kalashamrut - Part 4 has been donated by: Shree Digamber Jain Swadhyay Mandir Trust, Rajkot, India who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of the Gujarati Kalashamrut - Part 4 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on: rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Page #4 -------------------------------------------------------------------------- ________________ Version History Date Version Number Changes 001 11 February 2006 Initial Version. Page #5 -------------------------------------------------------------------------- ________________ કલશાકૃત ભાગ-૪ (પ્રકાશકીય નિવેદન 8 ) “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન કુંદ ધ્વનિ આપ્યા અહો! તે ગુરુ કહાનનો.” વર્તમાન ચોવીસીના મોક્ષમાર્ગના આ પ્રણેતા ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી પર્યત સમસ્ત તીર્થકરોની અચલ તીર્થધરા પર જૈનદર્શનની અણમોલ સંપત્તિને પ્રદત્ત કરનાર દ્વિતીય શ્રુતસ્કંધને લિપિબદ્ધ કરી અલભ્ય જૈન વાગ્ધારાને જયવંત કરનાર ચારણ ઋદ્ધિધારી આચાર્યવર શ્રી કુંદકુંદદેવ થયા. આ જૈન સંસ્કૃતિની અનાહત પ્રવાહની પરિપાટીમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ થયા. તેઓશ્રી દ્વારા અવિચ્છિન્ન વહેતી જૈનધારાની શૃંખલામાં પંશ્રી રાજમલ્લજી પાંડે સાહેબ થયા. ઉત્તરોત્તર ચાલી આવતી અસ્મલિત ધારામાં આપણા મુક્તિદૂત પૂ. સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી થયા. આ સર્વે સંતોની સ્વાનુભવ રૂપ યાત્રાના અંતર્ગત ઉપલબ્ધ પરમાગમોનું પ્રબુદ્ધ દર્શન મળ્યું. આ બહુમૂલ્ય આત્મદર્શનની ચરમ સૌખ્યધારા અશ્રુષ્ણ વહેતી ભવ્ય જીવોના અંતરાચલમાં સ્થિત થતાંની સાથે જ અનાદિથી ચાલી આવતી વિકૃતિઓનું વિસર્જન થયું. શ્રી અમૃતચંદ્રદેવે સ્વયં રચેલા કાવ્યરૂપ કળશોમાં અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સમાવિષ્ટ કર્યા છે. તે ગાંભીર્ય અર્થને ટીકાકાર પં. શ્રી રાજમલ્લજી પાંડેએ પોતાની નિજ સ્વાનુભવમયી સૂક્ષ્મ પ્રજ્ઞાના બળથી. સરળ ભાષામાં પ્રકાશિત કર્યા છે. તેઓશ્રીએ શુદ્ધાત્માની અતિશયતાને તો મુખરિત કરી જ છે પરંતુ તેની સાથે શુદ્ધાત્માને અનુભવવાની સમ્યક કલા પણ બતાવી છે. ટીકામાં વાધે.. વાક્ય. શુદ્ધાત્માને પ્રત્યક્ષ આસ્વાદોનો નાદ પ્રમુખપણે ધ્વનિત થાય છે. અનેક રહસ્યોને વિશતાથી ઉદ્ઘાટિત કરનારી તેમની ટીકામાં શુદ્ધ જીવ વસ્તુને આત્મસાત્ કરાવનારી પ્રેરણાત્મક શૈલીના સહજ જ દર્શન થાય છે. તઉપરાંત પ્રયોગાત્મક વિધિને સર્વાગે હૃદયંગમ કરાવનારી સચોટ, સરલ અને મધુર ટીકાના સ્પષ્ટ દર્શન થાય છે. - બાલાવબોધ ટીકાના રચયિતા દ્રવ્યદૃષ્ટિવંત, સમ્યક પ્રજ્ઞાવંત શ્રી રાજમલ્લજી સાહેબનું ચિત્રપટ શ્રી રાજકોટ દિગમ્બર જિન મંદિરના સ્વાધ્યાય હોલમાં અંકિત કરેલ છે. તે જ ફોટાને આ કલશામૃત પુસ્તકમાં લીધેલ છે. પૂ. ગુરુદેવશ્રી એટલે નિજ ધ્યેયના ધ્યાની, આત્મજ્ઞાની, અધ્યાત્મના યોગી, અતીન્દ્રિય આનંદ રસના ભોગી એવા આદર્શ વિશ્વ વિભૂતિ થયા. તેમના દ્વારા જે શુદ્ધાત્મતત્ત્વનું વાસ્તવિક વિશ્લેષણ થયું છે તે પૂર્વેના સૈકાઓમાં નહોતું થયું તેવું અદ્ભુત સ્પષ્ટીકરણ મળ્યું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ કલામૃત ભાગ-૪ – આસ્રવ અધિકાર – આ અધિકાર ઘણો જ સૂક્ષ્મ હોવાથી જ્ઞાનની સૂક્ષ્મતા વિના આ અધિકારનું રહસ્ય સમજી શકાતું નથી. આ અધિકાર સંસારના કારણોની ચર્ચા કરનારો હોવા છતાં સંતોએ એક એક શ્લોકમાં અને એક એક પંકિતમાં સમ્યગ્દર્શનની જ પ્રાધાન્યતા દર્શાવી છે તે આ અધિકારની ખાસ વિશિષ્ટતા છે. સાધક આત્મા સદા નિરાસવી છે તે વાતની સ્પષ્ટતા અનેક દૃષ્ટિકોણ દ્વારા કરેલ છે. આસવ' શબ્દનો અર્થ “આવવું” એવો થાય છે. આચાર્ય પૂજ્યપાદ સ્વામી સવાર્થ સિદ્ધિ ટીકામાં ફરમાવે છે કે-“શુમાશુમ રુમારરુપ માસવ:” જેનાથી શુભાશુભ કર્મોનું આગમન થાય તે આસવ છે. શુભરાગના હેતુથી શુભકર્મોનું આવવું થાય છે માટે જડ કર્મોને પણ આસ્રવ કહેવાય છે. સમગ્ર પ્રકારના કષાયભાવ તે ભાવાસવ છે અને તેના નિમિત્તે જે દ્રવ્યકર્મ બંધાય તેને દ્રવ્યાસવ કહે છે. (૧) પૂર્વબદ્ધ સત્તામાં પડેલા જૂનાં કર્મોનો ઉદય આવે તે – દ્રવ્યાસવ છે. (૨) જૂનાં કર્મોદયના લક્ષે થતાં મિથ્યાત્વાદિ કષાયભાવો તે- ભાવાસવ છે. (૩) ભાવાસવોનું નિમિત્ત પામીને બંધાતા નૂતન જડ કર્મો તે- દ્રવ્યાસવ છે. આ રીતે નિમિત્ત નૈમિત્તિક ભાવથી રચાતું કર્મચક્ર પણ જ્ઞાનધારા પ્રગટ થતાં રોકાય જાય છે. આસવોના મુખ્યતયા ચાર ભેદો કહ્યાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ આસવોને દ્રવ્યાસવના કારણો કહ્યાં હોવા છતાં મિથ્યાત્વ આસવના અભાવમાં થતાં દ્રવ્ય પ્રત્યયોને મૂળ બંધક કહ્યાં નથી; કેમકે બંધનું મૂળ કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાયને જ ગણવામાં આવ્યું છે. તેથી સાધકનો અસ્થિરતાજન્ય રાગાદિ બંધનાં મૂળ કારણને પામતાં નથી. ખરેખર તો એ રાગાદિભાવ પણ સંસારની અસમર્થતાનું સૂચક છે. શ્રી જયસેન આચાર્યદેવે સમયસારની તાત્પર્યવૃત્તિ ટીકાની ૧૭૪ ગાથામાં મિથ્યાત્વને જ બંધનું મૂળ કારણ કહ્યું છે. દ્રવ્યપ્રત્યય ઉદયના સમયે... શુદ્ધાત્માની સ્વાનુભૂતિને છોડીને જે જીવ રાગાદિ રૂપ પરિણમન કરે છે તો તેને બંધ થાય છે. પરંતુ કર્મોદય માત્ર જ બંધનું કારણ હોય તો કર્મોથી છૂટવાનો અવકાશ જ ન રહે!! કેમકે સંસારી અવસ્થામાં કર્મોદય તો રહે છે. તેથી મિથ્યાત્વની ગ્રંથિ તૂટી ત્યાં બાકીના કર્મોથી છૂટ્ટી મળી ગઈ. મિથ્યાદર્શનનો અભાવ થતાં અન્ય આસવો ક્રમશઃ અવસાનને પ્રાપ્ત થતાં ચાલ્યાં. આ રીતે જડકર્મની દશાઓ પણ તેના અકાળે અકર્મરૂપ થવા લાગી. સમ્યગ્દર્શનની મહિમા કોઈ અભૂત અને અચિંત્ય છે. ધ્રુવ ચૈતન્ય અક્ષય સત્તામાં પર્યાયનું એકત્વ સ્થાપિત થયું છે. તેવા ધર્મીને હવે અસ્થિરતા જન્ય દોષ ઊભો થાય છે; પરંતુ તેમાં તેનું અપનત્વ નહીં હોવાથી તેને મિથ્યાત્વનો આસવ પ્રગટ થતો નથી. તે Page #7 -------------------------------------------------------------------------- ________________ I કલશામૃત ભાગ-૪ દુઃખરૂપ રાગાદિ ભાવોથી છૂટવાનો સતત ઉદ્યમશીલ ૨હે છે. દૃષ્ટિની અપેક્ષાએ તો જ્ઞાની સદા નિરાસ્રવી છે જ. પરંતુ તેને અવિરતિ, કષાય અને યોગાસવમાં પણ એકદેશ અશુદ્ધતાનો નાશ થયો છે. એ રીતે જોતાં અન્ય આસ્રવોથી પણ અંશે નિર્વત્યો છે. સમ્યગ્દર્શન થતાં નિકંપ એવી નિષ્ક્રિયત્ત્વ શક્તિનું અકંપનપણાનું પરિણમન અંશે વ્યક્ત થયું છે. ચોથા ગુણસ્થાનવાળાને પણ દ્રવ્ય યોગાસવમાં અંશે આસ્રવનો ક્ષય થયો છે.. તેથી તેને પ્રતિજીવી ગુણની નિર્મળ દશા અંશે ખીલી ઊઠી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ– “સર્વ ગુણાંશ તે સમકિત” એ રીતે કહ્યું છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં– સર્વગુણોનું એકદેશ નિર્મળ પરિણમન શરૂ થાય છે- એમ કહેલ છે. કરણાનુયોગ ત૨ફથી જોતાં પણ આ વાત સિદ્ધ થાય છે. તો જ્ઞાની કેવી રીતે નિરાસ્રવી છે ? જ્ઞાની, ચારિત્રમોહના ઉદયમાં જોડાય છે. તો તેને તેટલો બંધ પણ થાય છે. એ અલ્પબંધની સ્થિતિમાં પણ તેના કર્મબંધનો પ્રકાર ફરી ગયો છે. દ્રવ્ય પ્રત્યયો જે અવિરતિ, કષાય અને યોગમાં પણ અંશે કર્મ બંધ થતો રોકાય ગયો છે. તેમાં પણ સ્થિતિ અને અનુભાગ ૨સ પાતળો પડયો છે. આ વાત આગમ યુક્ત છે. કેમકે નવીન કર્મબંધના કા૨ણભૂત એવા રાગાદિના અભાવથી દ્રવ્યબંધરૂપ કાર્યનો અભાવ સ્વતઃ સિદ્ધ થાય છે. સારાશં એ છે કે– “જ્ઞાની સદા નિરાસ્રવી છે.” ઉપરોક્ત વાતનું સમર્થન આપતાં કળશ ટીકાકાર શ્રી શુભચંદ્ર આચાર્યદેવ-૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં કહે છે કે- ભાવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ સાધકને સર્વ ભાવાસવોના અભાવનો નિર્દેશ કર્યો છે. કેમકે અનંત સંસારના સમુત્પાદક એવા મિથ્યાત્વનો નાશ થવાથી શેષ કર્મજનિત આસવોનો અભાવ તો અતિ સન્નિકટ છે. આ રીતે જ્ઞાનીને સર્વ ભાવાસવોનો અભાવ કહ્યો છે તે તેનો ફલિતાર્થ છે; જે યુક્તિયુક્ત અને આગમોક્ત છે. સંવ૨ અધિકાર ભેદ વિજ્ઞાન એટલે રાગથી ભિન્નતા અને સ્વભાવથી અભિન્નતા એવી ભાવનાનું નામ છે સંવ૨. જ્યા૨ે સંવર તત્ત્વનો ઉદય થાય છે ત્યારે જ તેની પરિણતિમાં શુદ્ધાત્માની ઉપલબ્ધિનું મંગલાચરણ થાય છે. '' ૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં સંવર અધિકારની ટીકા કરતાં પહેલાં.. ટીકાકાર શુભચંદ્ર આચાર્ય “ઓમ નમઃ” ની મંગલ સ્થાપના કરે છે. કેમકે અપ્રતિબુદ્ધ જીવે ! પૂર્વે કદી પણ સંવ૨ પ્રગટ કર્યો નથી. જે જીવ શુદ્ધાત્માની મહિમામાં અનુરક્ત થાય છે તેને ચિદ્રુપતા ધરતું જ્ઞાન અને જડરૂપતા ધરતો રાગ તે બન્ને પ્રગટપણે જુદા ભાસે છે. સંવર અધિકા૨માં ભેદવિજ્ઞાનની પ્રેરણા આપતાં સંતો કહે છે કે- ભેદજ્ઞાનનો સતત ઉધમ કરતા રહેવું તે પ્રત્યેક મુમુક્ષુનું ૫૨મ લક્ષ્ય હોવું જોઈએ. કેમકે આત્મોપલબ્ધિનું Page #8 -------------------------------------------------------------------------- ________________ કલામૃત ભાગ-૪ IV મૂળ કારણ ભેદવિજ્ઞાન જ છે. ભેદજ્ઞાનના પ્રગટ અભ્યાસથી પરમાત્મ તત્વની ઉપલબ્ધિ થાય છે. શુદ્ધતત્ત્વની પ્રાપ્તિ થતાં રાગ સમૂહનો વિલય થયો. રાગ સમૂહનો વિલય થતાં કર્મોનો સંવર થયો. કર્મોનો અભાવ થતાં શરીરાદિ નોકર્સ ઉત્પન્ન ન થયું. નોકર્મના અભાવથી સંસારનો અભાવ થયો. આ બધો પ્રતાપ અને પ્રભાવ ભેદ વિજ્ઞાનનો જ છે. માસવ નિરોધ: સંવર:” આસવનો નિરોધ કરીને જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે સંવર છે. આ નાસ્તિ પ૨ક વ્યાખ્યા થઈ. અતિથી વ્યાખ્યા કરીએ તો.. શુદ્ધાત્માભિમુખવાળા અપૂર્ણ શુદ્ધ નિર્મળ પરિણામ તે સંવર છે; જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. સંવર દશાની પ્રગટતા વિના કદી કોઈ જીવને ધર્મની શરૂઆત જ થતી નથી. સાધકદશાની પ્રારંભતા સંવરતત્ત્વનો જન્મ થવાથી થાય છે. જે એકદેશ નિર્મળ પર્યાયોનો નૂતન પ્રવાહ શરૂ થયો અને અશુદ્ધતાનો ધારાપ્રવાહ ત્યાં થંભી ગયો. શ્રી પંચાસ્તિકાયની ૧૪૪ ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવ સંવરની પરિભાષા બાંધે છે કે- “શુમાશુમ પરિણામ વિરોધ: સંવર: શુદ્ધોપયોગ” આનંદમયી આત્મતત્ત્વનાં સ્વસંવેદનરૂપ શુદ્ધોપયોગમાં આસવોની ઉત્પત્તિ જ થતી નથી. તેનું નામ સંવર છે. હું તો પ્રગટ પરમાત્મા છું તેવી આનંદમય અનુભૂતિની ધારા આસવોનો સંવર કરતી જ ઉદય થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વામીએ આસવ અધિકાર બાદ બંધ અધિકાર લખ્યો- કેમ કે આસવપૂર્વક બંધ થાય છે. જ્યારે સમયસારમાં કુંદકુંદ આચાર્યદેવે આસવ અધિકાર પછી સંવર અધિકાર લખ્યો! તો બન્ને આચાર્યદેવના અધિકારના ક્રમમાં તફાવત શા માટે? તત્ત્વાર્થસૂત્ર તે આગમપ્રધાન ગ્રંથ હોવાથી ત્યાં વ્યવહારની મુખ્યતાથી ક્રમ ગોઠવ્યો છે. જ્યારે સમયસાર દષ્ટિપ્રધાન ગ્રંથ હોવાથી નિશ્ચયની મુખ્યતાથી ક્રમ ગોઠવ્યો છે. જે જીવ સમયસારનું ભાવથી અધ્યયન કરે એટલે કે- આત્મા અને આસવોનું ભેદજ્ઞાન કરે તેને આસવના નિરોધપૂર્વક સંવર દશા જ પ્રગટે છે. નિર્જરા અધિકાર જ્ઞાનીને જે જ્ઞાન વૈરાગ્યનું સામર્થ્ય પ્રગટયું છે; તેનું અભૂત મહાભ્ય બતાવનાર આ અધિકાર છે. જે સંવરરૂપ શુદ્ધતા પ્રગટ થઈ છે તેની વૃદ્ધિ થવી તેનું નામ નિર્જરા છે. ધર્મી જીવને જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃધારા નિરંતર વર્તતી હોવાથી તેને પ્રતિસમય શુદ્ધિની વૃદ્ધિ થતી જ રહે છે અને અશુદ્ધતાની હાનિ પ્રતિક્ષણ થતી રહે છે. પુણ્ય-પાપથી વિરક્તિ એવું વૈરાગ્ય; અર્થાત્ રાગાદિ ભાવોથી રહિત દશાનું નામ વૈરાગ્ય છે અને સ્વ સ્વભાવ સાથે એકત્વરૂપ વૃદ્ધિગત્ થતું જ્ઞાન તે જ્ઞાન છે. શ્રી પ્રવચનસારમાં નિર્જરાની વ્યાખ્યા કરી- “સ્વરૃપ વિશ્રાંતનિસ્તરં ચૈતન્ય પ્રતપનાવ્યતy:” અને “તપસ નિર્નાર” Page #9 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ સાધકને જૂનાં કર્મો ઉદયમાં આવી અને ખરી જાય છે તેને નિર્જરા કહ્યું. વર્તમાન પર્યાય શુદ્ધાત્માને લક્ષ પરિણમતી હોવાથી આસવોની ઉત્પત્તિ ન થવી તેને નિર્જરા કહે છે. ચૈતન્ય સ્વભાવના લ શુદ્ધિની વૃદ્ધિ થવી તે ભાવ નિર્જરા છે. આ રીતે નિર્જરાના ત્રણ પ્રકાર કહ્યાં છે. (A) દ્રવ્યકર્મની નિર્જરા કહી તે અસદ્ભુત વ્યવહારનયથી કહ્યું. (B) અશુદ્ધ ભાવકર્મની નિર્જરા કહી તે અશુદ્ધ નિશ્ચયનયથી કહ્યું. (C) શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહી તે સદ્ભુત વ્યવહારથી કહ્યું. જ્ઞાની જીવ! કર્મની સામગ્રીની મધ્યમાં રહેલો દેખાય; ચેતન, અચેતન પદાર્થોનો ભોગ-ઉપભોગ કરતો દેખાવા છતાં તે રાગાદિથી રંગાતો નથી. એ ભોગ અને તે ભોગના ભાવથી કેવો નિર્લેપ.. ઉદાસીન રહે છે તેનું સ્પષ્ટ અવલોકન કરાવ્યું છે. ઇબ્દોપદેશમાં કહ્યું છે કે જેમ જેમ સ્વ-પર પદાર્થોના ભેદ વિજ્ઞાન દ્વારા આત્માનું ઉત્તમ સ્વરૂપ, સંવેદનમાં વિકસિત થતું જાય છે, તેમ તેમ સહજ પ્રાપ્ત રમણીય પંચેન્દ્રિયના વિષયો પણ રચતા નથી, અર્થાત્ તેમના પ્રતિ ઉપેક્ષા અને ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીની ભાવના તો પૂર્ણ જ્ઞાન અને આનંદને પ્રગટ કરવાની જ છે; શુદ્ધાત્માની સન્મુખતા વાળો વેગ સાધ્યદશા તરફ કેવો પ્રગતિમાન થઈ રહ્યો છે. બહારના ઉદયો, પ્રસંગો, સામગ્રીઓ મધ્યે તે કેવો જળકમળવત્ અલિપ્ત રહે છે તેનું વિશ્લેષણ કરનારો અધિકાર એટલે નિર્જરા અધિકાર. પુસ્તક પ્રકાશનની કાર્યવાહી અને આભારશ્રી કળશટીકા ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯૭૭ની સાલના પ્રવચનોને કેસેટ ઉપરથી અક્ષરશઃ ઉતારવામાં ભાનુબેન પટેલ (રાજકોટ) નો અમૂલ્ય સહકાર મળ્યો છે. અક્ષરશ: લખાયેલા પ્રવચનોનું સંકલન કરવાનું કાર્ય બા.બ્ર. શોભનાબેન જે. શાહ (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. આ સુંદર કાર્યને તેઓશ્રીએ પોતાનું “અહો ભાગ્ય સમજીને આ સંકલનને સુંદર વાકય રચનામાં ગૂંથી અને પૂ. ગુરુદેવશ્રીની પ્રવચન ધારાને અસ્મલિત પ્રવાહ આપી સ્વાધ્યાય ભોગ્ય બનાવેલ છે. સંકલિત પ્રવચનોનું સંપાદન કાર્ય પં. શ્રી અભયકુમાર જૈનદર્શનાચાર્ય (દેવલાલી) દ્વારા પૂર્ણ થયેલ છે. તેઓશ્રીએ પોતાનો અમૂલ્ય સમય કાઢી. સૂક્ષ્મ દૃષ્ટિકોણથી સંકલિત પ્રવચનોને તપાસી યોગ્ય માર્ગદર્શન આપેલ છે. - સંકલિત પ્રવચનોનું ભાષાની દૃષ્ટિએ શુદ્ધિકરણ કરવાનું કાર્ય શ્રી દેવશીભાઈ ચાવડા (રાજકોટ) તેમજ પ્રુફરીડિંગનું કાર્ય ચેતનભાઈ મહેતા (રાજકોટ) દ્વારા પૂર્ણ થયેલ છે. પુસ્તક પ્રકાશનની પ્રક્રિયામાં ઉપરોક્ત સર્વે મુમુક્ષુજનો તરફથી જે નિસ્પૃહ સહકાર મળ્યો Page #10 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ છે તે સર્વે પ્રત્યે સંસ્થા ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે. શ્રી કલશામૃત ભાગ-૪ ના પ્રકાશન અર્થે આવેલ દાનરાશિ:કલશામૃત ભાગ-૪ ના પ્રકાશન અર્થે આત્માર્થી ભારતીબેન રજનીકાન્તભાઈ કોઠારી તરફથી સ્વ. રજનીકાન્ત પનાલાલ કોઠારીના સ્મરણાર્થે રૂા. ૫૧,000/( રૂપિયા એકાવન હજાર) પ્રાપ્ત થયેલ છે. અન્ય દાતાઓ તરફથી પણ દાનરાશિ પ્રાપ્ત થઈ છે. આ સર્વે મુમુક્ષુઓ પ્રત્યે સંસ્થા અંત:કરણથી આભાર વ્યક્ત કરે છે. મુદ્રક- કલશામૃત ભાગ-૪ નું સુંદર ટાઈપ સેટિંગ કરનાર શ્રી નિલેશભાઈ વારીઆ તેમજ દેવાંગભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. આ પુસ્તકનું સુંદર પ્રિન્ટીંગ તેમજ બાઈન્ડીંગ કરવા બદલ શ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો સંસ્થા આભાર માને છે. મલ્ટી કલર પેઈજ સુંદર કરવા બદલ ડોટ એડ” ના સંચાલકશ્રીનો પણ આભાર માને છે. અંતમાં પરિપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ સમજી. સંવરરૂપ ધર્મ પ્રગટ કરી અને આત્મિક આનંદને આસ્વાદી તૃત થાઓ તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ. આ પુસ્તક http://www.AtmaDharma.com પર મૂકેલ છે. શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજીસ્વામી માર્ગ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ટેલી. નં. ૨૨૩૧૦૭૩ દ્વિસ્વભાવી વસ્તુ વસ્તુમાં એક સામાન્ય સ્વભાવ અને એક વિશેષ સ્વભાવ, એટલે કે એક દ્રવ્ય છે 1 સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ-એમ બે સ્વભાવ એક સાથે વર્તે છે. તેમાં સામાન્ય દ્રવ્ય સ્વભાવ તે પર્યાયનું કારણ નથી, પણ વિશેષરૂપ એવો પર્યાય સ્વભાવ છે (તે પર્યાયનું કારણ છે. સામાન્ય દ્રવ્ય સ્વભાવ પોતે જો પર્યાયનું કારણ હોય તો, તે 1 સામાન્ય સ્વભાવ સદા એકરૂપ રહેનાર હોવાથી પર્યાયો પણ સદા એકરૂપ જ થવી જોઈએ પણ એમ નથી, પર્યાયો વિવિધ થાય છે તેનું કારણ પર્યાય સ્વભાવ છે; તે જ તે પર્યાયરૂપ થવાની યોગ્યતારૂપ પર્યાય સ્વભાવ છે; ને એકરૂપ રહેવાની યોગ્યતારૂપ દ્રવ્ય સ્વભાવ છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય બને સ્વભાવો આત્મામાં એક સાથે છે, જે તેને અનેકાન્ત સ્વરૂપ જિનશાસન પ્રકાશે છે. આવો વસ્તુ સ્વભાવ જેની દૃષ્ટિમાં 1 આવ્યો તે જીવ ભવચક્રમાંથી બહાર નીકળી ગયો. (આત્મધર્મ અંક નં-૩૬૩, પેઈજ નં-૩-૪-માંથી) ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ પેઈજ નં. || કલશ નં. ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૬ ૧૧૬ ૨૩ ૨૫ ૩૭ ૧૧૭ ४७ ૫૧ ૧૧૮ ૫૯ ૧૧૯ ૧૨૦ ૭) (ઃ અનુક્રમણિકા :) પ્રવચન નં. તારીખ ૧૦૯ ૩૦/૯/૭૭ ૧૧૦ ૧/૧૦/'૭૭ ૧૧૧ ઉપલબ્ધ નથી. ૧૧૨ ૩/૧૦/૭૭ ૧૧૨ ૩/૧૦/૭૭ ૧૧૩ ૪/૧૦/૭૭ ૧૧૪ ૬/૧૦/'૭૭ ૧૧૫ ૭/૧૦/૭૭ ૧૧૫ ૭/૧૦/૭૭. ૧૧૬ ૮/૧૦/૭૭. ૧૧૬ ૮/૧૦/૭૭. ૧૧૭. ૯/૧૦/૭૭ ૧૧૮ ૧૦/૧૦/૭૭ ૧૧૮ ૧૦/૧૦/૭૭ ૧૧૯ ૧૧/૧૦/૭૭ ૧૧૯ ૧૧/૧૦/?૭૭ ૧૨૦ ૧૩/૧૦/૭૭ ૧૨૦ ૧૩/૧૦/૭૭. ૧૨૧ ૧૪/૧૦/'૭૭ ૧૨૨ ૧૫/૧૦/૭૭ ૧૨૩ ૧૬/૧૦/૭૭ ૧૨૩ ૧૬/૧૦/૭૭ ૧૨૪ ૧૭/૧૦/'૭૭ ૧૨૫ ૧૮/૧૦/૭૭. ૧૨૬ ૨૦/૧૦/૭૭ ૧૨૭ ૨૧/૧૦/૭૭ ૧૨૭ ૨૧/૧૦/'૭૭ ૧૨૮ ૨૨/૧૦/૭૭ ૮o ૧૨૧ ८८ ૧૨૨ ૯૦ ૧OO ૧૦૧ ૧૦૫ ૧૧૧ ૧૨૩ ૧૨૪ ૧૨૨ ૧૩૨ ૧૨૫ ૧૩૮ ૧૪૪ ૧૫૨ ૧૨૬ ૧૬૨ ૧૭૨ ૧૨૭ ૧૭૪ ૧૨૮ ૧૮૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ કલશ નં. પ્રવચન નં. તારીખ પેઈજ નં. ૧૯૪ ૧૨૯ ૧૨૯ ૧૩૦ ૧૨૯ ૨OO ૨૦૬ ૧૩૧ ૧૩ર ૧૩૩ ૧૩) ૧૩૦ ૧૩૧ ૧૩ર. ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩s ૧૩૭ ૨૧૩ ૨૧૮ ૨૨૮ ૨૪૧ ૨૫૨ ૧૩૪ ૧૩૫ ૨૬૩ ૧૩s ૨૭૩ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૨૩/૧૦/૭૭ ૨૩/૧૦/૭૭ ૨૪/૧૦/૭૭ ૨૪/૧૦/૭૭. ૨૫/૧૦/૭૭ ૨૭/૧૦/૭૭. ૨૮/૧૦/૭૭ ૨૯/૧૦/'૭૭ ૩૦/૧૦/૭૭ ૩૦/૧૦/૭૭ ૩૧/૧૦/'૭૭ ૦૧/૧૧/'૭૭. ૦૧/૧૧/'૭૭ ૦૨/૧૧/૭૭ ૦૩/૧૧/૭૭ ૦૫/૧૧/૭૭ ૦૬/૧૧/'૭૭ ૦૭/૧૧/'૭૭ ૦૭/૧૧/૭૭. ૦૭/૧૧/૭૭ ૦૮/૧૧/'૭૭. ૦૮/૧૧/૭૭. ૦૯/૧૧/૭૭ ૧૦/૧૧/૭૭ ૧૧/૧૧/૭૭ ૧૨/૧૧/'૭૭. ૧૩/૧૧/૭૭ ૧૩/૧૧/૭૭ ૧૪/૧૧/૭૭ ૨૭૪ ૨૮૪ ૨૮૯ ૨૯૪ ૩૦૪ ૧૩૮ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૩૧૫ ૩૨૫ ૩૩૫ ૩૩૬ ૩૪૩ ૩૪૬ ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૨ ૧૪૩ ૧૪૧ ૩૫૫ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૩૫૬ ૩૬૭ ૩૭૭ ૩૮૮ ૩૯૮ ૨૬૮ બેસતા વર્ષની બોણી ૧૪૨ ૪૦૧ ૪૦૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ કલશ નં. પ્રવચન નં. તારીખ પેઈજ નં. ૧૪૩ ૧૪૯ ૧૫૦ ૪૧૭. ૪૨) ૧૪૪ ૧૫૦ ૪૨૫ ૪૨૬ ૧૫૧ ૧૪૫ ૧૫૨ ૧૫૩ ૧૪૬ ૧૫૩ ૧૫૪ ૪૩૭. ४४७ ૪૫૨ ૪૫૮ ૪૬૦ ૧૪૭ ૧૪૮ ૧૪/૧૧/૭૭ ૧૫/૧૧/'૭૭. ૧૫/૧૧/૧૭૭ ૧૬/૧૧/'૭૭ ૧૭/૧૧/૭૭. ૧૮/૧૧/૭૭ ૧૮/૧૧/૭૭ ૨૦/૧૧/'૭૭ ૨૦/૧૧/૭૭ ૨૧/૧૧/૭૭ ૨૧/૧૧/૭૭ ૨૨/૧૧/'૭૭ ૨૨/૧૧/૭૭ ૨૩/૧૧/'૭૭. ૨૪/૧૧/?૭૭ ૨૫/૧૧/૭૭ ૨૫/૧૧/૭૭. ૨૭/૧૧/૭૭ ૨૭/૧૧/'૭૭ ૪૬૮ ४७७ ૧૫૪ ૧૫૫ ૧૫૫ ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૪૯ ४७८ ૧૫૦ ૪૮૨ ૪૯૦ ૧૫૧ ૫OO ૫૧૦ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬) ૧૫૨ ૫૧૩ ૫૨૦ ૧૫૩ ૧૬૦ નાટક સમયસારના પદ ૫૩૦ ૫૩૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી સમયસારજી સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૂત તણે ભાજન ભરી. (અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. (શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સુયે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. Page #15 -------------------------------------------------------------------------- ________________ 6. do જિનજીની વાણી (રાગ–આશાભર્યા અમે આવિયા ) સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે, જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે ૨ળી, જેમાં સાર–સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર. ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્થું પંચાસ્તિ, ગૂંછ્યું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય ૨યણસાર, ગૂંથ્યો સમયનો સા૨ ૨, જિનજીની વાણી ભલી રે.....સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનજીનો કારનાદ રે, જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર. હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર. 0 Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત) સંસારસાગર તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુકહાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨-વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. (શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય ની૨ખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદ્દન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત) હૈયું ‘સત્ સત્ જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; ૫દ્રવ્ય નાતો તૂટે; - રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. (વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકા૨ણ સમુદ્ર ! તને નમું હું; હૈ જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું. (સ્ત્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિભૂર્તિ ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું-મન૨થ મનનો; પૂરજો શક્તિશાળી! Page #17 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૩ આસવ અધિકાર (દ્વતવિલંબિત) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो નયતિ ટુર્નવોઘધનુર્ધરદાર-શરૂ ા ખંડાન્વય સહિત અર્થ “થ યમદુર્ણયોધનુર્ધર વમનયતિ() અહીંથી માંડીને (મયમયુર્ણય ) આ અખંડિત પ્રતાપવાળો (વાઘ) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ છે (ઘનુર્ધર:) મહા યોદ્ધો તે, (મારવન) અશુધ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસવને (નયતિ) મટાડે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાનયોદ્ધો? “૩ાર-મીર-મદોઢ :” (૩ર) શાશ્વત એવું છે (મીર) અનંત શક્તિએ વિરાજમાન (મદોઢ :) સ્વરૂપ જેનું, એવો છે. કેવો છે આસવ? “મહામનિર્ભમન્થ” (મદામ) સમસ્ત સંસારી જીવરાશિ આસવને આધીન છે, તેથી થયો છે ગર્વ-અભિમાન, તે વડે (નિર્મર) મગ્ન થયો છે (મસ્થરં) મતવાલાની માફક, એવો છે, “સમ૨૨૫RTIતમ” (સમર) સંગ્રામ એવી છે (૨) ભૂમિ, તેમાં (૫RIJતમ) સન્મુખ આવ્યો છે. ભાવાર્થ આમ છે કે-જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસવને પરસ્પર વિરોધ છે. ૧-૧૧૩. કળશ નં. – ૧૧૩ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૦૯ તા. ૩૦/૯/૭૭ થ મયમ' અહીંથી માંડીને અથ તેમાં માંગલિક શબ્દ વાપર્યો છે. માંગલિકમાં પહેલો શબ્દ (થ) છે. અથશબ્દ માંગલિકની શરૂઆત કરવાવાળો છે. હવે સાધક થવાની શરૂઆત કરવી એમ એનું વર્ણન કરીએ છીએ. અને માંગલિક કરીએ છીએ. કેમકે સાધકપણું અનાદિનું નથી ને! નવું પ્રગટ થાય છે ને! “થ' હવે એમ સાધકપણું પ્રગટ કરીએ છીએ. “થ મયમ ટુર્નવોઘધનુર્ધર: નવમ જયતિ” અહીંથી માંડીને આ અખંડિત પ્રતાપવાળો શુદ્ધ સ્વરૂપ - અનુભવરૂપ છે. એ શુદ્ધભાવ તો અખંડિત છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ એકરૂપ અખંડરૂપ છે. આહા ! એની પર્યાયમાં અખંડ પ્રતાપ છે. હવે અંદરની પર્યાયની વાત છે. અંદરમાં તેનો અખંડિત પ્રતાપ એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ છે. આહાહા ! Page #18 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ એ પવિત્રપિંડ પ્રભુ એનો અનુભવ છે. એ શુદ્ધસ્વભાવને અનુસરીને ભવવું, થવું, હોવું એવો શુદ્ધસ્વરૂપનો અનુભવ તેનો અખંડ પ્રતાપ છે. જેનો પ્રતાપ કોઈ ખંડિત કરી શકે નહીં. પ્રભુત્વશક્તિમાં આ વાત આવી ગઈ છે. આત્મામાં એક પ્રભુત્વ નામની શક્તિ છે. જેનો અખંડ પ્રતાપ સ્વતંત્રપણે શોભાયમાન છે. ભગવાન આત્માનો અખંડ પ્રતાપ છે. પ્રભુતા નામના ગુણથી ભર્યો પ્રભુ છે. અને એવી એક શક્તિ નહીં પરંતુ અનંતી શક્તિઓમાં પ્રભુતા પડી છે. અર્થાત્ અનંત અનંત શક્તિઓમાં એ પ્રભુત્વનું રૂપ છે. એ પ્રભુત્વશક્તિ બધામાં અખંડ પ્રતાપથી શોભિત છે. જેને વ્યવહારનો, રાગનો આશ્રય પણ નથી. જેનું શરીર સંહનન મજબૂત હોય તો આ કામ થાય, મનુષ્યપણું મળે તો આ કામ થાય એમ પણ જેમાં નથી. આહાહા! જેનો પ્રતાપ અખંડ છે. એમાં તો એક એક શક્તિનું અખંડપણે કહ્યું છે. એ અખંડશક્તિનો પ્રતાપ સ્વતંત્રતાથી શોભાયમાન કહ્યો છે. ભગવાન આત્મા અનંતગુણરૂપ છે. જેને એક ગુણમાં અખંડ પ્રતાપથી સ્વતંત્ર શોભાયમાન છે. તેવી શક્તિ પડી છે, એના આશ્રયે અનુભવ થાય છે. એ અનુભવનો અખંડ પ્રતાપ છે એમ કહે છે. અહીં સંવર લેવો છે ને! શુભભાવ અને અશુભભાવના આસવથી રહિત શુદ્ધસ્વરૂપનો અનુભવ એટલે સંવર છે. એ સંવર જેનો અખંડ પ્રતાપ છે. તેવા શુદ્ધસ્વરૂપનો અનુભવ છે. (ઘનુર્ધરઃ) મહા યોદ્ધો તે,” જે આસ્રવને તો વાત વાતમાં તોડી પાડે છે. એવો મહા યોદ્ધો છે... એમ કહે છે. એ રસનું વર્ણન છે તેમાં બતાવે છે કે શાંતરસ, અદ્ભુતરસમાં વીર્યરસ બતાવે છે. અંદરમાં શાંત રસ એ તો શુદ્ધ અનુભવનો શાંતરસ, આનંદરસ છે. એમાં વીરરસની વ્યાખ્યા કરીને વર્ણવે છે કે – શાંતરસમાં અંદર વીરતા પડી છે. આસ્રવ અધિકારની શરૂઆત કરતાં માંગલિક કહે છે. આ અખંડ પ્રતાપ એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવો છે મહાયોદ્ધો ધનુર્ધર છે. જેમ અર્જુનનું બાણ ફરે નહીં, રામનું બાણ ફરે નહીં તેમ અનુભવની દશા ફરે નહીં એમ કહે છે. એ મહાયોદ્ધો શું કરે છે? “અશુધ્ધ રાગાદિ પરિણામલક્ષણ આસવને મટાડે છે.” પુણ્યને પાપના ભાવથી રહિત એવો જે શુદ્ધસ્વરૂપ તેને અનુભવનાર યોદ્ધો. અશુધ્ધ રાગાદિ પરિણામરૂપ આસ્રવ એમાં પુષ્ય ને પાપ બન્ને આવ્યા છે. “અશુધ્ધ' શબ્દ છે ને! અશુધ્ધ રાગાદિ પરિણામ લક્ષણ આસ્રવ તેને મટાડે છે, તેના ઉપર જય કરે છે, તેના ઉપર પોતાની ધજા ચઢાવે છે. તેના ઉપર જય-વિજય ફરકે છે. સ્વરૂપના અનુભવરૂપી સંવરદશાનો વિજય ધ્વજ ફરકે છે. આહાહા ! અશુધ્ધ રાગાદિ મટે છે. (નયતિ) જય કરે છે, એટલે મટે છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને આસવનું સ્વરૂપ કહે છે. કેવો છે જ્ઞાન યોદ્ધો?“(હાર-મીર-મદીયઃ) શાશ્વત એવું છે.” એ જ્ઞાન યોદ્ધો ઉદાર છે, ગંભીર છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૩ ઉદાર નામ શાશ્વત છે યોદ્ધો. કેમકે શાશ્વતના આશ્રયે પ્રગટયો માટે શાશ્વત છે. એ દશા પ્રગટી એ પ્રગટી.. હવે પૂર્ણ કેવળજ્ઞાન લીધે છૂટકો. આહાહા! શાશ્વત એવો ગંભીર અનંત શક્તિએ બિરાજમાન છે. વસ્તુ તો એની શક્તિએ શાશ્વત બિરાજમાન છે જ. હવે જે સમ્યક યોદ્ધો પ્રગટ થયો તે પણ મર્યાદા રહિત છે. અષ્ટપાહુડ તેમાં ચારિત્રપાહુડમાં આવે છે કે – નિર્મળ પર્યાય અક્ષય અને અમેય છે. આહાહા ! જેની અંતરદશા સ્વભાવના આશ્રયે થઈ એ ચારિત્રદશાનું નામ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ દશા અક્ષય અને અમેય છે. એ દશા હોં! જેનો ક્ષય ન થાય તેવી અને અમેય નામ મર્યાદા નહીં. ચારિત્ર પાહુડની પહેલી ગાથામાં પર્યાયને અક્ષય અને અમેય કહે છે. વસ્તુ તો અક્ષય અમેય છે જ. જેને સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રનું પરિણમન થયું તે પરિણામ અક્ષયને અમેય છે. અરે ! તમે તો કહો છો કે – ચારિત્ર પામીને કોઈ પડી જાય છે. અરે! પડી જવાની વાત અહીં નથી. શાહુકાર પાસે દિવાળિયાની વાત ક્યાંથી? આ તો અંદરમાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ અક્ષય અને અમેય છે. આહાહા ! વસ્તુ તો અક્ષય ને અમેય છે જ પણ તેની પરિણતિમાં અક્ષય અને અમેયપણું આવી ગયું છે. એમ કહે છે. આહાહા ! એવો મહા યોદ્ધો, શુદ્ધ જ્ઞાનરૂપી સંવર યોદ્ધો એવો (મદાવાઃ) મહાઉદય જેનું સ્વરૂપ છે. તેને મહોદય કહે છે. મહા ઉદય પ્રગટ થાય છે. (મહોય:) એમ શબ્દ વપરાય છે. મોટા માણસો માટે. અહીં કહે છે મહોદય છે જેનું સ્વરૂપ. રાગનો ઉદય હતો તે રાગનો નાશ થઈને મહાઉદય થયો સંવરનો. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તે મહા ઉદય થયો. એ ઉદય થયો તેનું અસ્તપણું હવે થશે નહીં. આ અધિકારમાં આસ્રવને જીતનાર જ્ઞાન સ્વરૂપ કેવું છે તે વાત ચાલે છે. કોઈ પાંચ-દશ મિનિટ મોડા આવે તેથી તેમને શરૂઆતની ખરી (મૂળ) વાત રહી જાય. જ્ઞાનયોદ્ધો ( ઘનુર્ધરઃ) કેવો છે?” એ કહ્યું ને! પોતાના સ્વરૂપનું જ્ઞાન જે મિથ્યાત્વના રાગથી રહિત થયું. (રાગ રહિત) આવી જે વસ્તુ છે – ચીજ છે, તેનું જ્ઞાન ધનુર્ધર છે અર્થાત્ એક પછી એક બાણાવળી જેમ બાણ નાંખે છે તેમ એક પછી એક આસવની, બંધની પર્યાય થાય છે. પરંતુ આત્મા આનંદ સ્વરૂપ છે તેના તરફના વલણવાળી-ઝુકાવવાળી જે દશા એક પછી એક થાય, તે નિર્મળધારા દ્વારા રાગ અર્થાત્ આસ્રવને જીતે છે. આહાહા ! શાંતરસનું વર્ણન છે તેમાં વીરરસ નાખ્યો છે. છે તો શાંતરસનું વર્ણન. શુભ અશુભના ભાવ, પુણ્ય-પાપ અધિકારમાં ચાલ્યા ગયા. પુણ્ય-પાપ બંન્ને અશાંત છે. પુણ્ય પાપથી રહિત એવો પોતાનો ચૈતન્ય સ્વભાવ, તેના આશ્રયે જે સંવરની જ્ઞાન દશા ઉત્પન્ન થઈ તેને જ્ઞાનયોદ્ધો કહેવામાં આવે છે. ધનુધરે જ્ઞાનરૂપી ધનુષ ધારી રાખ્યું છે. “હીર-મીર-મદીયઃ” શાશ્વત એવું છે, અનંત શક્તિએ વિરાજમાન સ્વરૂપ જેનું, એવો છે. આ મૂળ ચીજ પહેલી આવી. ( હવે આગળ કહે છે) જ્ઞાનયોદ્ધો જે આસવને - કી જય Page #20 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ જીતે છે તે આસ્રવ કોણ છે? પહેલી મૂળ રકમની વાત આવી. હવે કહે છે – તે જ્ઞાનયોદ્ધો પોતાના સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયો. અનુભૂતિરૂપ જ્ઞાનની દશા તે મહાયોદ્ધો; આમ્રવને જીતે છે. છે તો શાંતરસનું વર્ણન પરંતુ તેમાં વીરરસ નાખી અને યોદ્ધો જીતે છે એમ કહ્યું. અનંત શક્તિએ વિરાજમાન એવો (મહોય) જેનું પ્રગટ થવું મહાન છે. આહાહા ! રાગ એટલે શુભાશુભભાવ – આસ્રવ તેનાથી રહિત પોતાનું સ્વરૂપ, તેના બોધથી પ્રગટ થઈ જે નિર્મળ દશા. સમ્યગ્દર્શન-શાન આદિની એ મહોદય છે. તે (જ્ઞાનનો) મહા ઉદય છે – પ્રગટ થયું છે. કોને જીતે છે? “કેવો છે આસવ'? હવે આસવની વાત કરે છે. “મદામનિર્ભમન્થર” સમસ્ત સંસારી જીવરાશિ આસવને આધીન છે. “મદામ' આહાહા! બધા સંસારી જીવ રાગને આધીન છે – આસવને આધીન છે. પછી તે અશુભરાગ હો કે પછી તે શુભરાગ હો પરંતુ બધા સંસારી જીવ આસવને આધીન છે. “તેથી થયો છે ગર્વ - અભિમાન, તે વડે (મહામનિર્ભર) આહાહા! આસવને ગર્વ થયો છે કે – મહામાંધાતા – મોટા દિગમ્બર જૈન સાધુ હો તેને પણ મેં વશ કરીને પાડ્યા છે. દ્રવ્યલિંગી દિગમ્બર મુનિરાજ અનંતવાર થયો... પરંતુ તે આસ્રવને આધીન થઈને થયો. આહાહા! (દ્રવ્યલિંગી) આમ્રવને આધીન હતો. રાગને આધીન થવાથી આસવને ગર્વ થયો કે – મેં આવા મહંતને પણ પાડ્યા છે. આહાહા ! દિગમ્બર જૈન સાધુ થઈ નવમી નૈવેયક પણ ગયો, હજારો રાણીઓ ત્યાગી, કોઈ બાળ બ્રહ્મચારી હોય, એવો જીવ રાગને આધીન થયો. આસ્રવ કહે છે – તે મારે આધીન થઈ ગયો છે. ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ તેની તરફનો આશ્રય ન લેવા દીધો તેવો હું આસ્રવ છું. અશુભથી છૂટીને શુભમાં લપેટાઈ ગયો છે. (અનાદિથી) આગ્નવને આધીન થઈ ગયો છે. અમે વ્રત કરીએ છીએ, પૂજા-ભક્તિ કરીએ છીએ. એ રીતે મેં તો મોટા માંધાતા ને દબાવી દીધા છે તેમ આસ્રવ ગૌરવિન્ત થઈને કહે છે. (મદામ) શબ્દ છે ને! આમ્રવને અભિમાન - ગર્વ થયો છે. આસ્રવ કહે છે – સાધારણ પ્રાણીને તો ઠીક પરંતુ મોટા બાદશાહ થયા, મોટા રાજા થયા તેમણે મોટા રાજને છોડયા, બાદશાહી છોડી તેવાને પણ મેં રાગને આધીન કરી દીધા છે. શુભથી ધર્મ થશે તેવી માન્યતામાં તેમને પણ મેં રાખી દીધા છે. શુભથી ધર્મ થશે તેવી માન્યતામાં તેમને પણ મેં રાખી દીધા છે. સમજમાં આવ્યું? મહામદ થયો છે તેમાં મગ્ન થયો છે અર્થાત્ આસ્રવમદમાં મગ્ન થયા છે. આહાહા ! શાસ્ત્રના ભણતરવાળા, અગિયાર અંગના ભણનારાને પાડી દીધા છે. પેલું પરનું જ્ઞાન, પરવસ્તુનું ધારણાજ્ઞાન એ આસ્રવનું કારણ છે, તેને મેં વશ કરી દીધો છે. પરાવલંબી જ્ઞાન એ કાંઈ જ્ઞાન ન હતું. રાગ કહે છે કે – ધારણાના જ્ઞાનમાં મેં તેને વશ કરી દીધો છે. તે (આસ્રવથી) છૂટી અને તેને અંદર જ્ઞાનમાં જવાની શક્તિ રહી નહીં. Page #21 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૩ “મરીમદ્દ નિર્મર' એ રાગની ઊંધાઈની તાકાત છે. તેના અજ્ઞાનની તેની તાકાત છે, એ તાકાતને તાબે થયો છે. આ રીતે શાંતરસમાં વીર્યરસનું વર્ણન છે. એ કમજોરી નથી પરંતુ ઉલ્ટી દશા છે. આસ્રવ કહે છે – મેં એ ઉલ્ટી દશાવાળી પરિણતિને તાબે કરી દીધી છે. મેં શુભભાવ કર્યો, આ મેં દયા પાળી, મેં વ્રત પાળ્યા, ઉપવાસ કર્યા, વરસીતપ કર્યા .. શ્વેતામ્બરમાં ચાલે કે – એક દિવસ ખાવું, એક દિવસ નહીં ખાવું.. એવા એવા ક્રિયાકાંડમાં રાગને વશ કરી દીધો છે. પ્રશ્ન:- તે રાગ પોતે છે કે રાત્રે તેને વશ કર્યો છે? ઉત્તર-તે રાગને વશ થયો છે. પરંતુ રાગ કહે છે કે –વશ કર્યો છે, ખરેખર તો રાગને વશ પોતે થયો છે. રાગને વશ થયો તો જ્ઞાન આવ્યું નહીં ને ! રાગ મારો છે એવું રાગનું વશપણું તો આત્માએ કર્યું છે. પરંતુ તે આસ્રવના વિશે થયો ને? હું તેને તાબે થયો. એ તો શુદ્ધ ચિદાનંદ ભગવાન અંદર છે પરંતુ તેનું ભાન ન રાખતાં, તેને રાગના તાબામાં કરી દીધો. એ તો રાગમાં પોતે તાબે થયો તો રાગને તાબે કરી દીધો એમ કહેવામાં આવે છે. આહાહા ! જાણપણાની આવડતમાં ત્યાં ને ત્યાં રોકાઈ ગયો, તેનાથી મારી ચીજ ભિન્ન છે તેવું (ભેદજ્ઞાન) આસ્રવ કહે છે મેં કરવા ન દીધું. અજ્ઞાનભાવને તાબે થઈને (વશ થઈને ) મેં મારા જ્ઞાનસ્વભાવનો પત્તો ન લીધો. એ દોષ પોતાના આત્માનો છે, પણ આમ્રવનો દોષ છે એમ કહેવાય છે. આહાહા ! આસવના દોષની આટલી તાકાત? “મગ્ન થયો છે મતવાલાની માફક, એવો છે.” ભાષા જોઈ ? મતવાલો – ગાંડો – પાગલ કહેવડાવે તેમ આસ્રવે પણ તેને પાગલ કરી દીધો છે. તેને આટલા વિશેષણ આપ્યા. મહામદ, નિર્ભર, મંથર. પુણ્યના કે દયા-દાનના, બહારના વિકલ્પો કે શાસ્ત્રનાં અર્થાત્ ધારણા જ્ઞાનના વિકલ્પો, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે બધામાં નિમગ્ન-નિર્ભર કરી દીધો. પોતાના સ્વરૂપમાં નિમગ્ન થવાનું હતું, તેમાં આસ્રવ કહે – મેં મારામાં નિમગ્ન કરી દીધો. એવો મંથર-મતવાલો થયો કે કોઈનું માને નહીં. આ આસ્રવ છે તે દુઃખદાયક છે તેમ સત્યવાત કહે પણ તે માને નહીં. તે મતવાલો અભિમાની થયો છે તેથી તેની ના પાડે છે. અમૃતચંદ્રાચાર્યે વર્ણન તો શાંતરસનું કર્યું હતું. તેમાં વીર્યરસનું વર્ણન કરીને. અભૂત રસનું વર્ણન કર્યું. જ્ઞાન મહાયોદ્ધો છે તેણે આવા આસવને જીતી લીધો છે. એમ કહે છે. આવા આસ્રવને પણ જ્ઞાનયોદ્ધો જીતી લ્ય છે એમ કહે છે. ભગવાન આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા તેને આધીન થયો તો તે જ્ઞાનયોદ્ધો પ્રગટ થયો. એ જ્ઞાનયોદ્ધાએ આસવને જીતી લીધો એમ કહે છે. આસ્રવ ગર્વથી અભિમાની થયો હતો તેનો પણ નાશ કરી દીધો. પ્રશ્ન- ભાવઆસવ, દ્રવ્યઆસ્રવ કે બન્ને? ઉત્તર- બન્ને, મુખ્યપણે તો ભાવ આસવની વાત છે. દ્રવ્યઆસવ તો તેના કારણથી નાશ Page #22 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ થાય છે. ત્યાં (પાઠમાં ) વાત તો બન્નેની સાથે લેવી છે ને ! આગળ આવશે (સમ૨૨૫RIJતમ) સંગ્રામ એવી છે ભૂમિ, તેમાં સન્મુખ આવ્યો છે. ભગવાન આત્માએ પોતાના જ્ઞાનસ્વભાવનો આશ્રય લીધો તો જ્ઞાનયોદ્ધો-જ્ઞાનની શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ, એ મહાયોદ્ધાની સામે આસ્રવ મહાસંગ્રામમાં આવીને ઊભો રહ્યો. એવી વાત લીધી ને! રંગ સંગ્રામ એવી જે ભૂમિ તેની સન્મુખ આવ્યો છે. કોણ આવ્યો છે? આસ્રવ. જ્ઞાનયોદ્ધાની સામે સંગ્રામમાં આસ્રવ સામે આવ્યો છે. ભાવાર્થ આમ છે કે – જેમ પ્રકાશને અને અંધકારને પરસ્પર વિરોધ છે તેમ શુદ્ધ જ્ઞાનને અને આસવને પરસ્પર વિરોધ છે. શું કહે છે. આગ્નવરૂપી અંધકાર હતો પરંતુ જ્યાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો ત્યાં અંધકારનો નાશ થઈ ગયો. પ્રભુ આત્મા ચૈતન્ય સ્વરૂપ, ઝળહળ જાગતી જ્યોતિ એવા જ્ઞાનનું જ્યાં વેદન થયું તો એ જ્ઞાન–વેદને આસ્રવને ઉત્પન્ન થવા ન દીધો, તેનો અર્થ આસવને જીત્યો કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? શુદ્ધજ્ઞાનને અને આસવને પરસ્પર વિરોધ છે. શું કહે છે? જ્યારે શુદ્ધ ચૈતન્યજ્ઞાન, જ્યાં સમ્યજ્ઞાન, અંતરનું જ્ઞાન, જ્ઞાનનો સ્પર્શ કરીને જ્યાં જ્ઞાનનું જ્ઞાન થયું, જ્ઞાનસ્વરૂપી ભગવાનને સ્પર્શ કરીને જ્ઞાન થયું.... અર્થાત્ એ જ્ઞાનનો પ્રકાશ થયો તો હવે આસવનો અંધકાર રહેતો નથી. ત્યાં આસ્રવનો અંધકાર રહેતો જ નથી તો તેને જીત્યો એમ કહેવામાં આવે છે. અંધકાર રહેતો નથી તેનું નામ જીત્યું કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? અમૃતચંદ્રાચાર્યે આસ્રવ અધિકાર શરૂ કરતાં પહેલાં આ માંગલિક કર્યું. મહિના બે-બે મહિનાના અભ્યાસ કરવાવાળા, બે-બે મહિનાના સંથારા કરવાવાળાને રાગની ક્રિયાનું અભિમાન થઈ ગયું છે. આહાહા ! અને તે કહે છે- અમે જ્ઞાની છીએ. તમો ખાઓ પીઓ છો અને લહેર કરો છો ને! અને તમે કહો છો અને જ્ઞાની છીએ ! તેમ આસવે મશ્કરી કરી. સમજમાં આવ્યું? એ જ્ઞાનયોદ્ધાએ એનો નાશ કર્યો તેમ કહે છે. જ્ઞાની આત્મા ઘરમાં હો કે જંગલમાં હો તે તો રાગથી ભિન્ન જ છે. પછી તે છન્ને હજાર રાણીઓના વૃંદમાં હો! પરંતુ ધર્મી તો રાગથી ભિન્ન જ છે. આહાહા ! ધર્મી તો રાગથી વિરક્ત છે. અને જ્ઞાનસ્વભાવમાં રક્ત છે. આહાહા! આ વાત કોને બેસે !! એ શુદ્ધ જ્ઞાનને અને આસ્રવને પરસ્પર વિરોધ છે. રાગની એકતાબુદ્ધિમાં તેને રાગનો ગર્વ થયો.... ત્યાં તો જ્ઞાનની એકતાબુદ્ધિએ તેનો નાશ કરી દીધો. ઝીણી વાત છે ભાઈ ! પરસમ્મુખ હતો તે તો આસવ હતો. અનાદિથી અજ્ઞાની પરસમ્મુખ છે. આસ્રવ કહે છે મેં તેને અજ્ઞાની કરી દીધો છે. જે સ્વસમ્મુખ થયો તેણે રાગના ગર્વનો નાશ કરી દીધો છે અર્થાત્ આસ્રવને ઉત્પન્ન જ થવા ન દીધો. પ્રકાશ થતાં અંધકાર ઉત્પન્ન થતો જ નથી. પહેલાં કળશમાં માંગલિક કર્યું. જ્ઞાન સ્વભાવી બાદશાહ ભગવાન આત્મા પોતાનામાં Page #23 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૪ જ્યાં લીન થયો તે પ્રકાશના ભાવમાં રાગ તો અંધકાર છે-અશુચિ છે-જડ છે – દુઃખરૂપ છે – અજીવ છે. આહાહા! ચૈતન્ય સ્વભાવી જીવનું જ્યાં ભાન થયું ત્યાં એ અજીવની ઉત્પત્તિનો નાશ થયો. આવો માર્ગ છે. (શાલિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् ષોડમાવ: સર્વમાવવાનામ્ પારા-૨૪ના ખંડાન્વય સહિત અર્થ-“નીવચ : ભાવ: જ્ઞાનનિવૃત્ત:વસ્થાત”(નીવસ્ય) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યકત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો (૫: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [ આ પરિણામ કેવો હોય છે?]( જ્ઞાનનિવૃત્ત: wવ ચા) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી “N:” એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, “સર્વમાવાસવાણામામાવ:” (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુધ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોટું આદિ જીવના વિભાવપરિણામ હોય છે-જે (શાસ્ત્રવાળામું) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્ત માત્ર છે તેમનો (માવ:) મૂલોન્યૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કે-જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અત્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ? “IT-કે-મોદૈઃ વિના” રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે?“દ્રવ્યવર્માવૌધાન સર્વાન ન”(દ્રવ્યવર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુગલપિંડ, તેનો (ભાવ) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (ગોવા) સમૂહને, [ ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; (સર્વાન) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને-(રુન્યન) રોકતો થતો. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. એવું કહે છે તેવું છેજીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે, અશુધ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨-૧૧૪. Page #24 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ કળશ નં.- ૧૧૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૦ - તા. ૦૧/૧૦/૭૭ નીવચ્ચે ૪: ભાવ: જ્ઞાનનિવૃત્તિ: સ્થાતકાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યકત્વ જેનો એવો છે જે કોઈ જીવ” પોતાના શુદ્ધસ્વભાવની સન્મુખ દૃષ્ટિ કરી તો કાળલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. (ખરેખર) ત્યારે કાળલબ્ધિ થઈ કહેવાય છે. પુરુષાર્થથી કાળલબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. તેનો (ા: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ અનુભવરૂપ પરિણામ.”શુદ્ધ સમ્યગ્દર્શન જ્યાં થયું ત્યાં જ્ઞાનનું શુદ્ધ પરિણમન થયું. જે અશુધ્ધ પરિણમન હતું તે આસ્રવ તે છૂટી ગયો. અહીંયા તો સમ્યગ્દર્શનમાં જ આસવને જીત્યો એમ સિદ્ધ કરવું છે. કેમકે.. મિથ્યાત્વ એ જ મુખ્ય આસ્રવ છે. આહાહા! મિથ્યાત્વ એ જ મુખ્ય સંસાર છે. મિથ્યાત્વ એ જ સંસારનું મૂળ મૂળિયું છે. એ જ્યાં નીકળી ગયું ત્યાં આસ્રવ જીતાઈ ગયો. સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ - અનુભવરૂપ પરિણમન થયું.” આહાહા ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ પોતાનો ભગવાન તેની સન્મુખ થઈને પવિત્ર પરિણામ થયા. (આ પરિણામ કેવા હોય છે?)(જ્ઞાનનિવૃતઃ pવસ્થા) શુદ્ધજ્ઞાનચેતનામાત્ર.” જુઓ! ( એ પરિણામ) જ્ઞાનથી નિપજ્યા છે અર્થાત્ વસ્તુથી નિપજ્યા છે. સત્ પરિણામ એવા સમ્યગ્દર્શનના શુદ્ધ પરિણામ તે આત્માની વસ્તુથી નિપજ્યા છે. આહાહા! આવા ટૂંકા શબ્દોમાં ઘણી ગંભીર વાત છે ભાઈ ! (જ્ઞાન નિવૃત ઇવ સ્થા) શબ્દ ટૂંકો કરી નાખ્યો છે. એમ કહે છે કે – તે પરિણામ જ્ઞાનથી નિપજ્યા છે. સ્વભાવના ભાનથી ઉપજ્યા છે જે ભાવ એ. આહાહા! ચૈતન્યના નૂરના તેજના ભાવથી ઉપજ્યા છે જે બધા ભાવ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ એ પરિણામ જ્ઞાનનિવૃત્ત છે. “તે કારણથી “US” એવો છે જે શુદ્ધચેતનામાત્ર પરિણામ તે,” એવા જે સમ્યગ્દર્શન જ્ઞાન આદિના શુદ્ધચેતનારૂપી પરિણામ, એ જ્ઞાન ચેતનારૂપી પરિણામ છે. રાગ હતો તે કર્મચેતનારૂપી પરિણામ હતા, જ્યારે આ જ્ઞાનચેતનારૂપી પરિણામ પ્રગટ થયા છે. જ્ઞાનચેતના અર્થાત્ પોતાનામાં જ્ઞાનની ચેતના પ્રગટ થઈ. આહાહા ! પોતાનું સ્વરૂપ જ્ઞાન છે, તેનું જ્ઞાન કર્યું તો જ્ઞાનચેતના પ્રગટ થઈ. આ શાસ્ત્ર ભણતર એ કાંઈ જ્ઞાનચેતના નથી. સમાજમાં આવ્યું? આહા ! એવી વાત છે બાપુ! બહુ આકરું કામ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન જે ચૈતન્ય રસકંદ છે તેની સન્મુખતાથી આ જ્ઞાનચેતના પ્રગટ થઈ છે. આહા! શુદ્ધચેતના પ્રગટ થઈ છે. (સર્વમાવજીવનમાવ:)(સર્વ) “અસંખ્યાત લોકમાત્ર જેટલા અશુધ્ધચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવ પરિણામ હોય Page #25 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૪ છે.” આહાહા! અહીંયા સમ્યગ્દર્શન થયું અને મિથ્યાત્વનો નાશ થયો એટલી વાત સિદ્ધ કરવી છે. મિથ્યાત્વના સર્વ આસ્રવ ગયા. (તે સંસારનું મૂળ) આસ્રવ જ છે... એમ કહે છે. (સર્વમાવાसवाणाम् अभावः) જુઓ! પહેલાં એ લીધું કે – અસંખ્યાત લોકમાત્ર જેટલા અશુધ્ધચેતનારૂપ રાગઠેષ-મોહ આદિ જીવના વિભાવ પરિણામ હોય છે - જે (શાસ્ત્રવાળામ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્ત માત્ર છે. નવાં કર્મને મિથ્યાત્વાદિ નિમિત્તમાત્ર છે. નવાં કર્મ તો પોતાના ઉપાદાનથી થાય છે તો વિકાર પરિણામ નિમિત્તમાત્ર છે. તેમનો મૂલોન્લ વિનાશ છે.” કોનો? ભાવ આમ્રવનો. “મૂલોન્યૂલ” અર્થાત્ (આમ્રવને ) મૂળમાંથી ઉખૂલમ્ કરી દીધું. આહાહા ! (ટીકાકારને ) ઘણું જોર છે. કહે છે કે – જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં તો મિથ્યાત્વના પરિણામને મૂળમાંથી ઉભૂલ કરી નાખ્યા... હવે તેનો અંશ પણ રહ્યો નહીં. મૂલોન્લ' કોનો? જે ભાવથી આઠકર્મ આવવાવાળા હતા એ નિમિત્તરૂપ ભાવનો અભાવ કરી નાખ્યો. આવી અભાવની વ્યાખ્યા કરી. બિલકુલ અભાવ કરી દીધો એમ શબ્દ છે ને! આગળ “સર્વ” શબ્દ હતો ને! (સર્વ ભવીષ્યવામિ ૩માવ:) એમ આવ્યું ને! કહે છે – સમ્યગ્દર્શન થયું તો સર્વ આમ્રવનો અભાવ થઈ ગયો. પ્રધાનપણે જે મિથ્યાત્વ હતો એ જ સંસાર છે. આહાહા ! આત્માનંદ- સચ્ચિદાનંદ પ્રભુ તેની સન્મુખ થતાં સમ્યગ્દર્શનના પરિણામ થયા તેમાં સર્વ ભાવ આસ્રવને મૂળમાંથી ઉભૂલ કરી દીધા. મૂળમાંથી તેનો નાશ કરી નાખ્યો. બસ! સમ્યગ્દર્શન થયું ત્યાં બધા આસવનો નાશ! મિથ્યાત્વ એ જ મુખ્ય સંસાર છે એ અપેક્ષાએ વાત છે. આહાહા!મિથ્યાશ્રદ્ધા- મિથ્યાષ્ટિપણું એ એક જ મુખ્ય સંસાર છે. મિથ્યાત્વ એ જ આસ્રવ છે. પાછળના આસ્રવના પ્રકારો છે તેને સાધારણ – થોથા ગણી લીધા છે. અહીંયા તો એમ કહે છે કે – જેને સમ્યગ્દર્શનના પરિણામ થયા તેમાં સર્વ આમ્રવનો નિરોધ થઈ ગયો. અહીં મિથ્યાત્વ સંબંધી જે આસ્રવ છે તેને આસ્રવ ગણવામાં આવ્યો છે. સમજમાં આવ્યું? “મૂલોન્યૂલ” એ સર્વ આસવનો નિરોધ થઈ ગયો. ટીકાકારે (ભાવ) ની વ્યાખ્યા પણ કરી છે ને! (સર્વમાવાઝવાનામ્ કમાવઃ) (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુધ્ધચેતનારૂપ પરિણામ. (માવામ) જે નવા કર્મનું નિમિત્ત તેવા ભાવનો અભાવ કર્યો. મુખ્યતા મિથ્યાત્વની છે. મિથ્યાત્વનો રાગ તેની એકતા અર્થાત્ પર્યાયબુદ્ધિ એ જ સંસાર છે. આખા સંસારનું મૂળિયું, નિગોદમાં લઈ જનાર મિથ્યાત્વ જ છે. કહે છે કે સ્વભાવના અવલંબનથી જે શુદ્ધ પરિણામ ઉત્પન્ન થયા-સમ્યગ્દર્શનના પરિણામ થયા, તેણે સર્વ આસવનો મૂળમાંથી નાશ કરી નાખ્યો. આવું આવે ત્યાં કોઈ કહે – આ તો તમારું એકાન્ત છે. લ્યો! મિથ્યાત્વ ગયું તો ખલાશ થઈ ગયું? કહે છે–ગયો સંસાર, તેને હવે આસવ છે નહીં. સાંભળ તો ખરો કે આ વાત કઈ અપેક્ષાએ કહી છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ - આચાર્ય પોતે પોકાર કરે છે અને કહે છે કે -(સર્વમાવાવાળાનકમાવઃ) કળશમાં પણ કહ્યું છે – (સર્વાન વ્યર્માવૌવાના ષોડમાવ:) “ષોમાવ” જે કરવા લાયક હતું તે કરી લીધું. સ્વભાવના અનુભવપૂર્વક દૃષ્ટિ થઈ તો તેને સર્વ આસ્રવ રોકાઈ ગયા. અહીં મિથ્યાત્વ સંબંધી આસવને જ આસ્રવ ગણવામાં આવ્યો છે. મૂળ જેનું નીકળી ગયું છે (નાશ પામ્યું છે) હવે (ઝાડની ડાળી અને પાંદડા કેટલા કાળ રહે? પંદર દિવસ મહિનામાં સૂકાઈ જશે. મિથ્યાત્વ સિવાયના બાકીના આસ્રવની અહીં ગણતરી કરી જ નથી. (સર્વમાવાવાળીમ કમાવઃ) બસ! સમ્યગ્દર્શન થયું એટલે સર્વ આગ્નવભાવનો અભાવ? આ શું કહો છો ? મિથ્યાત્વ તે આસ્રવ છે એમ લીધું છે. “સર્વ' તેની વ્યાખ્યા કરી – અસંખ્યાત લોકમાત્ર પરિણામ, “ભાવ” અશુધ્ધચેતનારૂપ “બાવાણામ’ નવા કર્મનું કારણ અર્થાત્ નિમિત્તરૂપ આસ્રવભાવ નવા કર્મને આવવાનું નિમિત્ત છે. તેનો “માવ:” આહાહા ! જ્યાં નવા આસવનો અભાવ થયો, અને જૂનાકર્મ જે હતા તેનો અભાવ થયો. જડકર્મનો અભાવ થયો, કારણકે આસ્રવ જડકર્મમાં નિમિત્ત થતું હતું... આસવનો અભાવ તો નવા કર્મનો અભાવ જ છે. તેથી કહે છે કે – જ્ઞાનીને કર્મબંધ થતું જ નથી. કેમકે કર્મબંધનું કારણ એવા ભાવ આસવ-મિથ્યાત્વનો તો નાશ થયો છે. આહાહા ! જે આસ્રવ જ્ઞાનાવરણાદિનું નિમિત્ત હતું તેનો તો નાશ કર્યો, તેથી હવે બંધન પણ નથી. જ્ઞાનાવરણાદિનું બંધન પણ હવે જ્ઞાનીને નથી એમ કહે છે. આહાહા ! જુઓ! સમ્યગ્દર્શનનું મહાત્મય; અને સમ્યગ્દર્શન જેના આશ્રયે થયું તેનું આ મહાભ્ય છે. તેની તો જગતને દરકાર નથી અને વ્રત કરો, ઉપવાસ કરો, એમ કરતાં-કરતાં તમને નિશ્ચિય થઈ જશે. વાતનો બહુ – ઘણો ફેરફાર ભાઈ ! આચાર્યોએ તો પોકાર કર્યો છે. “દ્રવ્યવધાન સર્વાન” દ્રવ્યકર્મના આસવનું છે કારણ હતું તેનો સર્વાન માવ: આહાહા! સર્વમાવીષ્યવાન અમાવ: ભાવાર્થ આમ છે કે - જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે, “જે કાળે એટલે કાળલબ્ધિનો અર્થ શુદ્ધ ચૈતન્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે, તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવ પરિણામ મટે છે,” કહે છે કે – જ્યાં સમ્યગ્દર્શન થયું તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષનો નાશ થાય છે. મિથ્યાત્વો નાશ થયો કે રાગ-દ્વેષનો? મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધીના જે રાગ-દ્વેષ હતા તેનો નાશ થાય છે. મિથ્યાત્વ-દર્શનમોહ અથવા વિપરીત માન્યતા અથવા મિથ્યાત્વના રાગ-દ્વેષ અને અનંતાનુબંધીના પરિણામ તેનો નાશ થયો. બસ, અહીં તો આટલી વાત લેવી છે. આહાહા! જેને આત્મા પરમાનંદ ભગવાનની કિંમત થઈ તેનું તેને અંદર મહાભ્ય આવતાં સમ્યગ્દર્શન થયું. તો નવા કર્મનું કારણ એવું ભાવાગ્નવ સર્વથા પ્રકારે ઉન્મેલ થઈ જાય છે. મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામનું ખંડન થઈ જાય છે. આ સમ્યગ્દર્શનનું મહાભ્ય અને કિંમત. અને મિથ્યાત્વની હીનતા, નીચતા બતાવી કે મિથ્યાત્વ જેવું નીચ કોઈ કર્મ નથી, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૧. કલશ-૧૧૪ અને સમ્યગ્દર્શન જેવો ઊંચો ધર્મ કોઈ નથી. માર્ગ બહુ ઝીણો બાપુ! તેથી એક જ કાળ છે, સમયનું અંતર નથી.” શું કહે છે – પોતાના શુદ્ધ સ્વરૂપની જ્યાં સમ્યક પ્રતીતિ – સમ્યક અનુભૂતિ થઈ તે જ સમયે મિથ્યાત્વ અને રાગ-દ્વેષનો નાશ થયો, તે બન્નેનો સમય એક જ છે. પ્રકાશના કાળમાં અંધકારનો નાશ છે. અંધકારના નાશનો કાળ બીજો અને પ્રકાશનો કાળ બીજો એમ થતું નથી. હવે થોડો અવત, પ્રમાદ આદિ આગ્નવ છે તેને તો તોડી નાખશે – તે એક દિવસ નાશ થઈ જ જશે. એ અપેક્ષાએ. જ્યારે અહીંયા તો મિથ્યાત્વને રાગ-દ્વેષનો નાશ થઈ ગયો તો સર્વ આસવનો નાશ થઈ ગયો. આહાહા! સમ્યગ્દર્શનની તો કિંમત નથી અને બહારના વ્રત ને તપ, અપવાસ, ક્રિયાકાંડની મહત્તા એ તો મિથ્યાત્વ છે. “કેવો છે શુદ્ધ ભાવ?ST--મોરૈ:વિના” રાગાદિ પરિણામ રહિત છે,”મિથ્યાત્વ સંબંધીના જે અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ છે એ જ મુખ્યપણે સંસાર છે. આહાહા ! આત્માની પ્રતીતિ, સમ્યક અનુભૂતિ થઈ તે જ કાળે રાગાદિ પરિણામ રહિત છે. તે શુદ્ધચેતના માત્ર ભાવ છે.” પવિત્ર ભગવાન એકલા જ્ઞાન આનંદસ્વરૂપ ભાવ છે બસ! કેમકે આત્મા પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે; તેના આશ્રયથી અવલંબનથી શુદ્ધ ચૈતન્યમાત્ર પરિણામ થાય છે, તેમાં રાગાદિના પરિણામ બિલકુલ છે નહીં. આમાંય કોઈ એકાન્ત કરવા જાય તો બસ થઈ ગયું! મિથ્યાત્વ ગયું તો બધું ગયું એમ કોઈ એકાન્ત માની લે. (તો એમ નથી.) ભાઈ ! કઈ અપેક્ષાથી કથન છે? સંસારનું મૂળ મિથ્યાત્વ છે તેથી એ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષને સંસારનો નાશ કહેવામાં આવે છે. બાકી–પાછળ હજુ અવત, પ્રમાદ, કષાયનો રાગ છે. ખરેખર તો સમ્યગ્દર્શન અર્થાત્ ચૈતન્ય પરિણામ જ્યાં થયા, ત્યાં મિથ્યાત્વના રાગ-દ્વેષ તો ગયા... સાથે અવ્રતનો એક અંશ ગયો, પ્રમાદનો અંશ ગયો, કષાયનો અંશ ગયો અને કંપનરૂપ યોગનો એક અંશ પણ ગયો. સમજમાં આવ્યું? આહાહા! સ્વરૂપની પ્રતીતિ અને અનુભવ જ્યાં થયો તો તે વખતે જે યોગનું કંપન હતું તેનો એક અંશ નાશ થઈ ગયો- એ અપેક્ષાએ સર્વ આસવનો નાશ કહેવામાં આવે છે. આહાહા! આવી વાતું છે. આગ્નવ અધિકારમાં પાછળ આવે છે... મિથ્યાત્વતાન મિથ્યાત્વ જતાં અવ્રતનો અંશ જાય છે, પ્રમાદ, કષાય અને યોગનો અંશ પણ જાય છે. કેમકે સમ્યગ્દર્શન એટલે “સર્વ ગુણાંશ તે સમકિત' સર્વ ગુણાંશ તે સમકિત” તેનો અર્થ શું? આત્મામાં જેટલા ગુણ છે તેમાં અજોગ છે, ચારિત્ર છે – સ્થિરતા, વીતરાગતા છે આદિ બધા ગુણોની વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. આહાહા ! બધા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. અઘાતીના અભાવથી પ્રગટતા જે ચાર પ્રતિજીવી ગુણ છે તેનો પણ એક અંશ સાથે પ્રગટ થાય છે. એ અપેક્ષાએ (સર્વ આસવનો નાશ કહેવામાં આવ્યો છે.) આવી આકરી વાતું! Page #28 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ શુદ્ધ ચૈતન્યનો સમ્યક અનુભવ થયો ત્યાં નવાં કર્મનું કારણ એવો સર્વ આસવ રોકાય ગયો. આહાહા ! ગંભીર વાત છે. ગંભીરનો અર્થ કર્યો હતો. અનંત શક્તિએ બિરાજમાન તેમ કર્યો હતો. આગળ ઉપર કહ્યું કે – “અલભ્ય લભ્ય મધ્ય' ઊંડપ ઊંડપ એવો અર્થ કર્યો હતો. ગંભીર એટલે અલભ્ય, લભ્ય એવું મધ્યપણું પ્રાપ્ત ન થાય એમ સંસ્કૃતમાં તેનો અર્થ છે. “(ગંભીર) અલભ્ય લભ્ય જેના મૂળ મધ્ય પ્રાસ,” પ્રાપ્ત ન થાય એટલું ગંભીર છે. આહાહા! ભગવાન સ્વભાવે ગંભીર છે. અને આ તેના પરિણામ થયા તે પણ ગંભીર છે એમ કહે છે. તેમ અહીંયા પણ પરિણામની યોદ્ધાની વાત છે. અનંત શક્તિએ બિરાજમાન છે – ગંભીર છે. આહાહા! “અલભ્ય મધ્ય” અથવા એ જે સમ્યગ્દર્શનના પરિણામ જે થયા તે અલભ્ય મધ્ય છે. તેનું મધ્યપણું પ્રાપ્ત ન થાય તેવી ગંભીર ચીજ છે. આ મૂળ વાતનું વર્ણન છે. વળી કેવો છે?દ્રવ્યવધાન સર્વાન રુન્યન” જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુગલપિંડ, તેનો (ભાવ) થાય છે.... ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એ કક્ષે ત્રાવગાહ, તેના સમૂહને.” [ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; ](સર્વાન) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને (જૈન) રોકતો થતો.” ભાવાગ્નવ રોકાય ગયા તો દ્રવ્યાસવ પણ રોકાય જાય છે એમ કહે છે. આહાહા ! ભાવાગ્નવ સર્વથા રોકાય ગયા તો કર્મ બંધાવા સર્વથા રોકાય ગયા. આમ તો દસમા ગુણસ્થાને છ કર્મ બંધાય છે. અહીંયા તો સમ્યગ્દર્શન થયું તો સર્વ કર્મ, જડકર્મ પણ રોકાય ગયા. મિથ્યાત્વ સંબંધી અને અનંતાનુબંધીને કારણે જે કર્મ આવતા હતા તે કર્મ રોકાય ગયા. સંસારનું મૂળ તો એ હતું. ભારે કામ બાપુ! આમાં કોઈ ઉપલક દૃષ્ટિએ એક-બે શબ્દો પકડી ત્યે તો સમજાય એવું નથી. આહાહા ! આ તો ગંભીર ચીજ છે. ભાવાર્થ આમ છે કે – કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. એવું કહે છે તેવું છે - કોઈ અજ્ઞાની એમ કહે કે – નવા કર્મ તો જે આવવાવાળા છે તે આવશે જ ! તેને શું કહે છે? તેને શું કહે છે? અશુધ્ધ પરિણામ મટે અને કર્મ જે આવવાવાળા છે તે આવે જ – એ તારી ખોટી વાત છે. - “કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું નથી.” કર્મ જે આવતા હતા તે બિલકુલ રોકાય જાય છે. આહાહા ! જુઓ, સમ્યગ્દર્શનનું મહાભ્ય! સ્વભાવનો અનુભવ થયો તેનું મહાભ્ય...! બાકી બધાં થોથાં છે. સમજમાં આવ્યું? Page #29 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૪ ૧૩ શું કહ્યું? આત્માના - શુદ્ધ ચૈતન્યના સમ્યગ્દર્શનના પરિણામ થયા તો અશુધ્ધચેતના – અશુધ્ધ પરિણામ રોકાય ગયા. કોઈ અજ્ઞાની કહે કે – કર્મ જેવા છે તેવા અને જે આવવાવાળા છે તે આવશે જ, તેને કહે છે કે – તારી વાત ખોટી છે. કર્મ પણ રોકાય ગયા અને આસ્રવ પણ રોકાય ગયા; બન્ને રોકાય ગયા. “જીવ શુદ્ધભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે”, આહાહા ! જીવના શુદ્ધભાવરૂપ પરિણમતાં! સ્વરૂપે તો શુદ્ધ છે જ પરંતુ પર્યાયમાં શુદ્ધભાવરૂપ પરિણમતાં, અશુધ્ધભાવ અવશ્ય મટે છે. અત્યારે અહીંયા આ રીતે કહ્યું, જ્યારે ગઈકાલે એમ આવ્યું હતું કે – અશુધ્ધતાનો સ્વાદ આવે છે. જ્ઞાનીને આનંદનો સ્વાદ છે અને અશુધ્ધતાનો પણ સ્વાદ છે. એ સાધકની જ્ઞાનની અપૂર્ણ દશા બતાવવા તે વાત કહી. જ્યારે અહીંયા તો મિથ્યાત્વનો નાશ થતાં સમકિત થયું તો ભાવાસ્રવ પણ રોકાય ગયા... અને દ્રવ્યાસવ-કર્મ પણ રોકાય ગયા એમ કહ્યું. આહાહા ! ત્યાં એમ લીધું કે – મુનિને પણ જેટલી અશુધ્ધતા છે એટલી અશુધ્ધતાનો સ્વાદ છે. અહીંયા આ કળશમાં કહે છે – જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં અશુધ્ધભાવ છે જ નહીં. કર્મમાત્ર જે આવવાવાળા છે તે આવતા જ નથી એ વાત કઈ અપેક્ષાએ કહી છે. આ વાતને પકડે કે – જુઓ, અહીંયા કહ્યું છે કે તેમાં જરી પણ અશુધ્ધતા છે જ નહીં. અશુધ્ધતા નથી તેમ દુઃખ પણ નથી. તેને હવે બિલકુલ કર્મ આવતા જ નથી. એ વાત કઈ અપેક્ષાથી છે. સમાજ ભાઈ ! દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં સોગાનીજીએ એમ કહ્યું કે – જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે એટલું દુઃખનું વેદન છે. જ્યારે આ કળશમાં ના પાડે છે – કે જ્ઞાનીને અશુધ્ધભાવ છે જ નહીં. કર્મ નથી એ તો કે અપેક્ષાએ કથન છે. કે – જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષના ભાવ નથી. અસ્થિરતાના ભાવ છે પરંતુ તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યા છે. આહાહા ! સમજમાં આવ્યું? “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે,” જ્યાં જે અપેક્ષાએ જે કહ્યું હોય તે અપેક્ષાએ સમજવું જોઈએ. એકાન્ત પકડી લ્ય કે – જોયું! જ્ઞાની-સમકિતીને અશુધ્ધતાના પરિણામ બિલકુલ નથી અને કર્મ પણ નથી. અહીં મિથ્યાત્વની વાત છે. અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વમાં વિપરીત માન્યતા એ આસવભાવ છે. દર્શનમોહ કર્મનો અભાવ છે – મૂળ તો એ ચીજ હતી તે રોકાય ગઈ પછી થોડા કર્મ છે. તેને અહીંયા ગૌણ કરીને ના કહી દીધી છે. સમકિતીને બિલકુલ અશુધ્ધતા નથી, બિલકુલ કર્મ છે જ નહીં તેમ નથી. આહાહા ! છઠ્ઠા ગુણસ્થાને મુનિને પંચમહાવ્રતના પરિણામ ઉત્પન્ન થાય છે. તે અશુધ્ધતા છે. અહીં તો કહે છે કે સમકિત થયું ત્યાં અશુધ્ધતા રોકાય ગઈ. ત્યાં છઠે ગુણસ્થાને પંચમહાવ્રત છે તે અશુધ્ધતા રોકાય ગઈ. ત્યાં છકે ગુણસ્થાને પંચમહાવ્રત છે તે અશુધ્ધતા છે અને Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કલશામૃત ભાગ-૪ આઠકર્મનું બંધન પણ છે. છઠે આઠકર્મ બંધાય છે. શરીરનું આયુષ્ય ન હોય તો સાત બંધાય છે, નહીંતર આઠ બંધાય છે. દશમા ગુણસ્થાને છે કર્મ બંધાય છે. અહીં કહે છે કે – બિલકુલ કર્મ બંધાતા જ નથી. કઈ અપેક્ષાએ વાત છે તે સમજવું જોઈએ. આસ્રવ અધિકારમાં સમ્યકત્વની પ્રધાનતાનો ભાવ બતાવી મિથ્યાત્વનું બંધન અર્થાત્ આસ્રવ છે જ નહીં એમ કહેવામાં આવ્યું છે. કેમકે – સમ્યગ્દર્શનમાં આખો આત્મા અનુભવમાં આવ્યો, આખો આત્મા પવિત્રતાનો ( પિંડ) અનંત આનંદનો નાથ, પરમાર્થ અનુભવમાં આવ્યો તો કહે છે – તેમાં આસ્રવ છે જ નહીં. એમ બતાવ્યું. અસ્થિરતાની વાતને અહીંયા ગૌણ કરીને બતાવી છે. કોઈ એક વાત પકડી લ્ય કે – જુઓ! અહીંયા આ લખ્યું છે. ગઈકાલે તો આવ્યું હતું કે - જ્ઞાનીને અશુધ્ધતાનો આસ્વાદ આવે છે. અશુધ્ધતા છે તો આસ્વાદ આવે છે. અશુધ્ધતા ન હોય તો આસ્વાદ આવે? જ્યાં સુધી ચારિત્રના દોષનો અંશ છે ત્યાં સુધી આસ્રવ છે, અને ત્યાં સુધી નવા કર્મ બંધાય છે. અહીંયા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવને મુખ્ય કરી અને અસ્થિરતાના દોષને ગૌણ કરીને વાત કરી છે. પરંતુ કોઈ એકાન્ત તાણે કે- સમકિતીને બંધ છે જ નહીં ( એમ ન ચાલે ) જૈનદર્શન બહુ ગંભીર છે. આ શ્લોકમાં તો સમકિતીને બિલકુલ આસ્રવ છે જ નહીં, કર્મનું નવું આવરણ છે જ નહીં એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ મૂળ કારણની અપેક્ષાએ વાત કહી છે. અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે, અશુધ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે.” જુઓ, અહીં પરિણતિને ઉપાદેય લીધી; નહીંતર ઉપાદેય તો ત્રિકાળી દ્રવ્ય છે. શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ તે ઉપાદેય છે.. અને અન્ય સમસ્ત વિકલ્પ હેય છે તે બતાવવું છે. પરમાનંદમૂર્તિ ભગવાન શુદ્ધસ્વરૂપે જે પરિણમન થયું તે પરિણમન-ઉપાદેય છે. પ્રગટ કરવા લાયક છે (તે અપેક્ષાએ) ઉપાદેય કહેવામાં આવ્યું છે. રાગ હેય છે તે કારણે રાગ છે જ નહીં, બંધન છે જ નહીં એમ કહેવામાં આવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૫ ( ઉપજાતિ ) भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो ૧૫ निरास्रवो ज्ञायक एक एव ।। ३ - ११५ ।। ખંડાન્વય સહિત અર્થ:- “અયં જ્ઞાની નિરાન્સવ: વ" (અયં) દ્રવ્યરૂપ વિધમાન છે તે (જ્ઞાની) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (નિરાખવ: વ) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક )વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની ? “y :” રાગાદિ અશુધ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? “જ્ઞાયજ્ઞ:” સ્વદ્રવ્યસ્વરૂપ-૫૨દ્રવ્યસ્વરૂપ સમસ્ત શેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુધ્ધરૂપ નથી. વળી કેવો છે ? “સવા જ્ઞાનમયૈભાવ:”(સવા) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે ( જ્ઞાનમય ) ચેતનરૂપ એવો છે ( પુમાવ: ) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા; જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાસવપણું સમ્યગ્દષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે કહે છે-“ભાવાવામાવં પ્રપન્ન:” (ભાવાત્સવ )મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ અશુધ્ધ ચેતનાપરિણામ, તેનો (સમાવં) વિનાશ, તેને (પ્રપન્ન:) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે-અનંત કાળથી જીવ મિથ્યાર્દષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગદ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુધ્ધ પરિણામ મટયા, તેથી ભાવાસવથી તો આ પ્રકારે રહિત થયો. “દ્રવ્યાસવેમ્ય: સ્વત: વ મિત્ર:” ( દ્રવ્યાન્નવેમ્સ:) જ્ઞાનાવ૨ણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી ( સ્વત: ) સ્વભાવથી ( મિત્ર: પુવ ) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે-આસવ બે પ્રકારનો છે. વિવ૨ણ-એક દ્રવ્યાસવ છે, એક ભાવાસવ છે. દ્રવ્યાસવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ-પુદ્ગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે ૨હે છે તોપણ ૫૨સ્પ૨ એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુધ્ધ ચેતનપરિણામ; આવા પરિણામ જોકે જીવને મિથ્યાર્દષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યક્ત્વરૂપ પરિણમતાં અશુધ્ધ પરિણામ મટયા; તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩-૧૧૫. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કલશામૃત ભાગ-૪ કળશ નં. - ૧૧૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૨ - તા. ૦૩/૧૦/'૭૭ આ કળશટીકા છે. જ્યાં શુભાશુભ ભાવમાં લીન થઈને જીવ રોકાય છે ત્યાં સુધી સંસારના પરિભ્રમણમાં રખડવાનો છે. આહાહા ! જ્યારે સમ્યકરૂપી પર્યાય પરિણમે છે અર્થાત્ શુદ્ધતારૂપી પરિણમે છે એમ ! પુણ્ય-પાપરૂપે થવું એ તો અશુધ્ધ છે. તેથી શુભ-અશુભ ભાવને અહીં આસ્રવ કહ્યા છે. પછી તે હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ-વાસના કે કામ-ક્રોધાદિના પરિણામ હો, કે પછી દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવ હો! પરંતુ તે બન્ને ભાવ આસ્રવ છે. નવા આવરણનું કારણ છે. એ આસવને રોકવા માટે ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ પવિત્ર ભગવાન આત્માની અંતર્મુખ દૃષ્ટિ કરે છે ત્યારે શુદ્ધ પરિણમન થાય છે. એ શુદ્ધ પરિણમન એ સમ્યગ્દર્શનની દશા છે. આહાહા ! આવી વાત છે. હજુ તો શુદ્ધ શું ને પરિણમન શું એની તો ખબર ન મળે! ચૈતન્ય વસ્તુ છે તે શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ, અનાકુળ શાંતિ ને આનંદનો રસ કંદ પ્રભુ છે. તેમાં દૈષ્ટિ દઈને, બહારથી સર્વથા દૃષ્ટિ સમેટીને, અંતરમાં દૃષ્ટિ દેતાં શુદ્ધ પરિણમન થાય.... ત્યારે તેને સમ્યગ્દર્શન થયું અને ત્યારે શુદ્ધતાનું પરિણમન થયું. આહાહા ! ત્યારે સંવરનિર્જરાની દશા થઈ.. અને (અશુધ્ધ ) પરિણમન મટયું. પુણ્ય-પાપના ભાવ કહો કે શુભાશુભ ભાવ કહો ! તે શુદ્ધ સ્વભાવના આશ્રયે, આત્માને અવલંબીને પરિણમતા. જે અશુધ્ધતારૂપ પુણ્ય-પાપના ભાવ હતા તે મટી ગયા. આહાહા! મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ મટી ગયા. મિથ્યાત્વ સંબંધીના અશુધ્ધ પરિણામ તે મટી ગયા. અહીં મિથ્યાત્વની મુખ્યતાએ વાત લીધી છે. આ રીતે ભાવ આસ્રવથી રહિત થયો. આહાહા ! એ પ્રકારે ભાવ આસવ જે પુણ્ય-પાપ મિથ્યાત્વના ભાવ એનાથી તો રહિત થયો. આનું નામ સંવર-નિર્જરા છે. બહારમાં સામાયિક બાંધીને બેસે તો થઈ ગયો સંવર? “અશુધ્ધ પરિણામ મટયા, તેથી ભાવાસવથી તો આ પ્રકારે રહિત થયો.” જેટલા મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષ ભાવ હતા, જે મિથ્યાત્વ સંબંધી હતાં, એટલાં અશુધ્ધ પરિણામ મટયાં. ભગવાન પરમાનંદ સ્વરૂપ પ્રત્યેની પ્રતીતિ, અનુભવ, દષ્ટિ થઈ તો એટલા સંવરનિર્જરા ઉત્પન્ન થયા. આને સંવર નિર્જરા કહીએ. pવ્યાખ્રવેશ્ય: સ્વતઃ વ મિન્નઃ” ભાવ આસ્રવે તો ભિન્ન થઈ ગયો. હવે દ્રવ્ય પરમાણુ જે જડકર્મના - જડ રજકણ પડયા છે તેનાથી તો સ્વતઃ ભિન્ન છે જ. કેમકે જડ રજકણ ભિન્ન છે આત્મ પદાર્થ ભિન્ન છે. આહાહા! અનંતગુણ રત્નાકરનો સાગર પ્રભુ છે એ પોતાના આનંદને ભૂલી ને તે પુણ્યના પરિણામ દયા-દાન આદિ શુભ ભાવમાં ઠીક છે તેમ માને છે તે ભિખારી છે. ભિખારી (બહારમાં) ભીખ માંગે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૫ શ્રોતા:- ગરીબને પૈસા આપે તેમાં ભીખ માંગે છે ? ઉત્તરઃ- પૈસા ક્યાં એના હતા તે આપે ! પેલી ચોરીની વાત થઈ હતી ત્યારે મેં પૂછયું હતું - સોનાનો તોલાનો ભાવ શું છે? છોકરાંવ કહે – છસો રૂપિયા. વીસ તોલા સોનાના બાર હજાર રૂપિયા થયા. ઉજ્જૈનમાં બનાવ બન્યો છે. સોનીના છોકરાં દુકાને બેઠાં હતા, પિતાજી નહીં હોય અને ઘરાક આવ્યા અને વીસ તોલા સોનું લઈ ગયા. પછી છોકરાંવને થયું હોય ! હાય ! પિતાજી આવશે તો શું કરશું? બન્નેએ (તેજાબ) ઝેર પી લીધું. તેમાં એક તો ત્યાં ને ત્યાં મરી ગયો, બીજાને હોસ્પિટલમાં લઈ ગયા છે. તેમ અહીંયા તો મિથ્યાત્વના ઝેર પીવે છે. ક્ષણે ક્ષણે પુણ્યને પાપના ભાવ થાય છે શુભાશુભ એ મારા છે, એવું ઝેર પીવે છે. તે મિથ્યાત્વનું ઝેર પીવે છે. આહાહા ! ચૈતન્યના જીવને જોખમમાં નાખ્યો છે. જેમ શરીર પર છરાના ઘા પડે અને લોહી છાણ નીકળે; તેમ ત્રણલોકનો નાથ, સચ્ચિદાનંદપ્રભુ આનંદકંદ છે તેને પુણ્યને પાપના ભાવ મારા છે એવા મિથ્યાત્વના ઘા પડે છે. ભાઈ ! તને ખબર નથી. તે તારા જીવને જોખમમાં નાખ્યો તે જીવન કેવા છે? તને તેની ખબર નથી. અહીંયા ત્રિલોકીનાથ પરમાત્મા જિનેન્દ્રદેવ ફરમાવે છે કે – પ્રભુ! પ્રભુ તરીકે બોલાવે છે. અનંત આનંદનો નાથ અંદર તો તમે પ્રભુ છો ને! આહાહા ! તારી પ્રભુતા ઉપર તારી દૃષ્ટિ ગઈ તો રાગ-દ્વેષ, પુણ્ય-પાપની દૃષ્ટિ છૂટી ગઈ. અંદર દૃષ્ટિ ગઈ તો બહારથી છૂટી ગઈ. તેને સમ્યગ્દર્શનની દશા કહેવામાં આવે છે. આ ધર્મની પહેલી શરૂઆત છે. પુણ્યને પાપના બને ભાવ આસ્રવ છે તેની રુચિ છોડી, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ છે, અનાકુળ જ્ઞાન આનંદનો રસકંદ છે તેની અંતર દેષ્ટિ થતાં શુદ્ધ પરિણમન થયું તેનું નામ સમ્યગ્દર્શન છે. તે ધર્મની પહેલી સીઢી છે. આહાહા ! એ (શુદ્ધ પરિણમનમાં) ભાવાસવનો અભાવ છે. ભાવાસવ-મિથ્યાત્વ-પુણ્ય એ મારા એવી જે માન્યતા હતી તે છૂટી ગઈ. આહાહા ! આવો માર્ગ લોકોને હાથ લાગતો નથી તેમજ સાંભળવા મળતો નથી. અત્યારે તો જૈનના નામે બધે અજૈનપણું ચાલ્યું છે. વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, એ તો બધી રાગની ક્રિયા છે. આહાહા! એ રાગને મારો માન્યો, તે મને લાભદાયક છે તે માન્યતા મહા મિથ્યાત્વનું પાપ છે. ભગવાન એમ કહે છે કે – પ્રભુ! એકવાર સાંભળતો ખરો ! તારી રિદ્ધિ સિદ્ધિ સંપદા તારામાં પરિપૂર્ણ પડી છે ને નાથ ! તારે બહાર ડોકિયા કરવાની જરૂર નથી. તારી અંતરમાં ઋદ્ધિ છે તેમાં નજર કર ને! એ નજરમાં તને તારા નિધાન જણાશે. ત્યારે તારું શુદ્ધ પરિણમન થશે... અને ત્યારે મિથ્યાત્વના અશુધ્ધ પરિણામનો નાશ થશે. આહાહા!ભાવાન્સવનો આ રીતે નાશ કહ્યો છે. (પૂર્વે તેની) પર્યાયમાં હતો તેનો શુદ્ધ પરિણમનથી પર્યાયમાં પણ નાશ થયો છે. આ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે તેને ભગવાને જડ માટી પુદ્ગલ છે – અજીવ છે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કલશામૃત ભાગ-૪ - રૂપી છે – મૂર્તિક છે તેમ કહ્યું છે. એ તારા આત્મપ્રદેશ ઉપર તદ્ગ નિરાળા પડ્યા છે. આહાહા! અરૂપી ભગવાનના પ્રદેશમાં, આઠ કર્મ જડ પરમાણું છે-ધૂળ છે તે એ પ્રદેશમાં રહ્યા છે છતાં વસ્તુ નિરાળી છે. ભગવાન આત્માના પ્રદેશથી એ પરમાણુનાં પ્રદેશ ત્રણેકાળ તદ્ન નિરાળા છે. “જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે. પુદ્ગલપિંડ તેમનાથી (સ્વતઃ) સ્વભાવથી (fમન્નઃa) સર્વ કાળે નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે- આસવ બે પ્રકારનો છે. એક પુણ્ય-પાપના ભાવ થાય તે ભાવ આસ્રવ અને એક કર્મ રજકણ આવે તે દ્રવ્ય આસવ. બે થયાં – એક દ્રવ્યઆસ્રવ અને એક ભાવાસવ. દ્રવ્યાસવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશમાં પુગલપિંડ તે; આવા દ્રવ્યારાવથી જીવ સ્વભાવથી જ રહિત છે.” અરે! ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તેનો માર્ગ કોઈ અલૌકિક છે. વર્તમાનમાં તો બહુ ગરબડ થઈ ગઈ છે. આ મૂળ માર્ગ મૂકીને બીજે રસ્તે ચડાવી દીધા છે. (સંપ્રદાયવાળા) કહે કર્મ રખડાવે છે. એ કર્મ તો ( જીવથી) ભિન્ન ચીજ છે, એ શા માટે રખડાવે? સર્વ કાળ કર્મના પુદ્ગલો તારા પ્રદેશ રહેવા છતાં તે સર્વકાળ નિરાળા છે. નિરાળી ચીજ તને નુકશાન કરે? જૈનમાં એ લાકડું મોટું કે – કર્મ હેરાન કરે છે. જૈન નામ ધરાવે અને કર્મને લઈને હેરાન થાય તેમ માને.) અહીંયા તો કહે છે – કર્મ સર્વથા નિરાળા પડયા છે ને ! સ્વરૂપના ભાન વિના તું તને નુકસાન કરે છે. “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા,” કર્મના કારણથી નહીં. જુઓને ! કેટલી સ્વતંત્રતા ! સર્વકાળ સ્વભાવથી રહિત જ છે.” સ્વભાવથી જ ભિન્ન છે. ભિન્ન ચીજ તારી પર્યાયમાં છે એમ કહેવું તે વ્યવહાર છે. કર્મ એના ક્ષેત્રમાં છે. આહાહા! ભારે વાતું ભાઈ ! “જો કે જીવના પ્રદેશો અને કર્મ પુગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે. તોપણ એક દ્રવ્યરૂપ થતા નથી.” બન્નેનું ક્ષેત્ર એક દેખાય છે તોપણ પરસ્પર એક દ્રવ્યરૂપ થતા નથી. પુદ્ગલ પરમાણું જીવરૂપ નથી થતા અને જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થતા નથી. આહાહા ! પુદ્ગલ દ્રવ્ય એ અજીવ દ્રવ્ય છે. ભગવાન આત્મા એ તો જીવદ્રવ્ય છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યરૂપ થઈ જાય અને અજીવ દ્રવ્ય જીવ દ્રવ્યરૂપ થઈ જાય તેમ ત્રણકાળમાં બનતું નથી. “પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે;” જુઓ શું કહ્યું? આઠ કર્મ તે પુદ્ગલજડ રજકણ દ્રવ્ય છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે ગુણ છે. અને કર્મરૂપી અવસ્થા તે તેની પર્યાય છે. તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય તેને લઈને તેનામાં છે. તે (તારે) જીવને લઈને પુદ્ગલમાં છે નહીં. નવરાશ ક્યાં મળે! ધંધા આડે નવરાશ ન મળે ને! આ છોકરાંવને (તેના બાપાએ) માંડ માંડ બોલાવ્યા હશે ! અહીંયા તો અમુક મુદ્દત પૂરતા રહેવા માટે આવે. અરેરે ! પ્રભુ તું ક્યાં છો? કર્મના પરમાણું તારી ચીજમાં નથી, અને કર્મના પરમાણુમાં તારી ચીજ નથી. તો પછી કર્મ તને કેવી રીતે હેરાન કરે ? આ માન્યતા) બિલકુલ ભ્રમ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૫ શ્રોતા- અશાતાકર્મનો ઉદય હોય ત્યારે...? ઉત્તર:- અશાતાકર્મનો ઉદય હોય તોય ! તેમાં શરીરના પરમાણુને શું? અશાતાવેદનીય કર્મને લઈને શરીરમાં રોગ થયો નથી. પરમાણું પોતાના ઉપાદાનથી શરીરમાં એ રીતે પરિણમ્યા તેમાં અશાતાવેદનીય નિમિત્ત છે. રોગની પર્યાય છે તે જડની પર્યાય છે. આત્મા અને જડની પર્યાયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. શરીરમાં રોગ આવ્યો તેના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. સર્વ કાળે ભિન્ન છે. આત્મામાં રહેલા કર્મ પરમાણું આત્માથી સર્વથા ભિન્ન છે. આ શરીર તો ધૂળ માટી-જડ છે. આ રોગ દશા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે. રોગની દશા પરકાળમાં પરક્ષેત્રમાં, પરદ્રવ્યમાં જાય છે. આહાહા! ભગવાન આત્મા તો રોગને અડતોય નથી, અજ્ઞાની હો તોપણ તે અડતો નથી. પરદ્રવ્યને તો કેવી રીતે અડે? ફક્ત પર ઉપર લક્ષ કરીને હું રાગી થયો, હું દુઃખી થયો એવી કલ્પના કરી બસ , કે- આ રોગ મને થયો છે. પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે”શું કહે છે? પરમાણું જે જડ પુદ્ગલ કર્મ એ દ્રવ્ય છે, એની અંદર શક્તિરૂપે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણ છે. કર્મરૂપ પર્યાય તે તેની અવસ્થા છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પોતે છે, અન્યમાં છે નહીં. જડના દ્રવ્ય-ગુણપર્યાય આત્મામાં છે નહીં. આહાહા ! તેથી પુદ્ગલપિંડથી જીવ ભિન્ન છે, બન્ને તર્ન જુદા છે. એ કર્મ પુદ્ગલપિંડ... અજીવતત્ત્વ છે અને ભગવાન આત્મા અરૂપી જીવતત્ત્વ છે. બન્ને તન્ન ભિન્ન છે. આહાહા! ક્યારે ? ત્રણ કાળે. જેણે એમ માન્યું કે આઠ કર્મ મને હેરાન કરે એવી માન્યતા ભ્રમ છે. “પોત પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદ્ગલ પિંડથી જીવ ભિન્ન છે.” “ભાવાસવ એટલે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ અશુધ્ધચેતના પરિણામ; આવા પરિણામ જો કે જીવને મિથ્યાષ્ટિ અવસ્થામાં વિધમાન જ હતા તોપણ”, શું કહે છે? જે મિથ્યાત્વ ભાવ, પુણ્ય-પાપના ભાવ તે ભાવાગ્નવ કહેવા છતાં મોટું–રાગ-દ્વેષ, મિથ્યાત્વના રાગ-દ્વેષ તે વિભાવ અશુધ્ધચેતના પરિણામ છે. આવા પરિણામ જીવને મિથ્યાષ્ટિ અવસ્થામાં વિધમાન જ હતા. આહાહા ! કર્મ તો વિધમાન છે જ નહીં પોતાનામાં પરંતુ વિપરીત માનતો હતો કે-પુણ્ય મારા છે અને પાપ મેં કર્યા, પાપ મારી ચીજ છે.. એવો જે મિથ્યાત્વ ભાવ તે આત્માની પર્યાયમાં દેખાય છે. તે જીવની પર્યાયમાં – અવસ્થામાં વિદ્યમાન છે. આહાહા! જ્યાં સ્વરૂપની દૃષ્ટિનું ભાન નથી, સમ્યગ્દર્શનનો જ્યાં ખ્યાલ નથી કે – સમ્યગ્દર્શન શું ચીજ છે! એ તો એમ માને કે – અમે દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ તેનું નામ સમ્યગ્દર્શન છે. આમ કરીને બિચારા મૂંઢ થઈ અનાદિકાળ પરિભ્રમણમાં રખડે છે. એ મિથ્યાત્વભાવ જીવની પર્યાયમાં વિદ્યમાન છે. જેમ પરમાણું જીવની પર્યાયમાં વિદ્યમાન છે નહીં તેમ આ નથી. “તોપણ સમ્યકત્વ પરિણમતાં અશુધ્ધ પરિણામ મટયા;” શુદ્ધ ચૈતન્ય ભગવાન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કલશામૃત ભાગ-૪ આત્મા ઉ૫૨ દૃષ્ટિ થતાં સમ્યક્ત્વરૂપે પરિણમન થાય છે... તો અશુધ્ધ પરિણમન મટયાં... ( જે પૂર્વે ) તેની પર્યાયમાં વિધમાન હતા. એ અશુધ્ધ પરિણામ, શુદ્ધ પરિણમનને કા૨ણે મટી ગયા. “તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે.” આ કા૨ણે તે ધર્મી છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા! અનંતગુણનો ભંડા૨-ખાણ છે. અનંત કેવળજ્ઞાનની પર્યાયનો ભંડાર ભગવાન આત્મા છે. અરે ! એવાં ભંડાર ખોલ્યા. – અનાદિથી રાગની એકતાબુદ્ધિથી તાળા માર્યા હતા. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા આદિના શુભરાગને અને આત્માને એક માન્યા હતા. શુદ્ધ ખજાના ખોલવા માટે મિથ્યાત્વના તાળા બંધ હતા. એ સમ્યગ્દર્શન જ્યાં થયું અર્થાત્ સ્વભાવની એકતા થઈ અને રાગની એકતા તૂટી તો ખજાનાના તાળા ખૂલી ગયા. આવી વાતો છે ! જગતથી તો સાવ નિરાળી છે. મુંબઈમાં તો કયાંય સાંભળવા મળે એમ નથી. મુંબઈ એ તો મોહમયી નગરી છે. મોટી નગરી તેથી બે-બે માળની બસો ચાલે. તેમાં માણસો અહીંયાથી અહીંયા જાય. આમ તો ગામમાં ને ગામમાં પરંતુ પાંચ-દશ માઈલ છેટે જાય. અમે ઘણીવાર બસમાં ગયા હતા. માણસો હેરાન... હેરાન છે. એમાં દરરોજ બે-ચાર જણાતો મરી જ જાય. એકવાર જોયું'તું– માણસ નીકળ્યો અને કચડાઈ ગયો. અહીંયા તો કહે છે – મિથ્યાત્વમાં તારો જે કચ્ચરઘાણ થયો હતો તે સમ્યગ્દર્શન થતાં કચ્ચરઘાણનો નાશ થઈ ગયો. ભાષા થોડી છે... પરંતુ ભાવ ઘણાં છે. બાપુ ! આ તો વીતરાગ માર્ગ છે. સર્વજ્ઞ ત્રિલોકીનાથ જિનવરદેવ છે તેને એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જાણવામાં આવે છે. ભગવાન મહાવીર આદિ અનંત તીર્થંકરો થયા. એ તો હવે સિદ્ધ થઈ ગયા, અત્યારે તેઓ અરિહંત નથી. અત્યારે તેઓ ‘નમો સિદ્ધાળમ્' માં બિરાજે છે. મહા વિદેહમાં સીમંધર ભગવાન છે તે ‘નમો અરિહંતાળમ્' માં છે. તેમને ણમો સિદ્ધાણમ્ની વાર છે. અત્યારે ણમો અરિહંતાણમમાં છે – તેમની દિવ્યધ્વનિ નીકળે છે, ઓમ ધ્વનિ નીકળે છે. બનારસીદાસે બનારસી વિલાસમાં લખ્યું છે કે – “મુખ ૐૐ કાર ધ્વનિ સૂણિ અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશૈ, ભવિક જીવ સંશય નિવારે” ભગવાન ૫૨માત્મા ત્રિલોકીનાથ બિરાજે છે. તેના મુખેથી ઓમ ધ્વનિ સાંભળી ગણધ૨ અર્થ વિચારે છે. તેમની સભામાં સંતો-દિગમ્બર મુનિઓ બેઠા છે... અને એમની વાણીમાંથી આગમની રચના કરે છે. એ આ વાણી છે. સમજમાં આવ્યું ? હજુ તો બાયડી–છોકરાં-ઘ૨ને ૫૨ માનવામાં ૫૨સેવા ઊતરે છે. સ્ત્રી એ અમારી અર્ધાંગના છે. અડધું અંગ એનું અને અડધું અંગ મારું બન્ને થઈને એક છીએ. મુરખ છો ! તારી અર્ધાંગના ક્યાંથી થઈ ગઈ !! Page #37 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૫ ૨૧ અહીંયા કહે છે – આત્માના પ્રદેશ ઉપર રહેલા પરમાણું તે કર્મરૂપી પુદ્ગલપિંડ છે. એ કર્મ આત્માથી ત્રણેકાળ નિરાળા છે. “તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાસવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ છે.” આ વાત અપેક્ષાથી છે. સમ્યગ્દષ્ટિ થયો તો મિથ્યાત્વ આસ્રવથી રહિત થઈ ગયો. કેમકે મિથ્યાત્વ સંબંધીનો આસ્રવ તે કર્મથી ભિન્ન છે – એટલે કે રહિત થયો સહિત હતો તે રહિત થયો. ભાવાસવથી સહિત હતો તે હવે રહિત થયો. મિથ્યાત્વના પરિણામથી પર્યાયમાં સહિત હતો તે હવે રહિત થયો... આવી વાતો એમાં સમજવું શું? ચૈતન્ય સ્વરૂપ જે સ્વભાવ છે તેનો આશ્રય લેતાં, તેનું અવલંબન લ્ય અને પુણ્ય-પાપનું અવલંબન છોડી છે તો તને સમ્યગ્દર્શન થશે... અને ભાવ આસ્રવ રોકાય જશે, દ્રવ્ય આસ્રવ તો ભિન્ન છે જ. “વળી સમ્યગ્દષ્ટિ જીવ જે પ્રકારે નિરાસવ છે તે હવે કહે છે.” આ જઘન્ય ક્ષણ પછીની ગાથા છે. જ્યાં સુધી જઘન્ય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે છે ત્યાં સુધી જ્ઞાનીને પણ બંધ છે. આસવભાવને કારણે બંધ છે. પહેલાં જ્ઞાનીને બંધ રહિત બતાવ્યો, હવે બંધ સહિત બતાવે છે. બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક બન્ને બતાવશે. પહેલાં તો એ બતાવ્યું કે – મિથ્યાત્વ પરિણામનો નાશ કર્યો. મિથ્યાત્વ ગયું તો સર્વથા આસ્રવ રહિત થયો એમ નથી. જ્યાં સુધી અંતરંગ ચારિત્ર ન થાય, ચારિત્ર એટલે અંતર સ્વરૂપની રમણતા. કપડાં ઉતારીને બહાર નીકળી ગયા તે ચારિત્ર નથી. આહાહા ! હજુ સમ્યગ્દર્શનની ખબર નથી અને ચારિત્ર કયાંથી આવ્યા? અંતરમાં આત્મા આનંદનો નાથ પ્રભુ છે. એ પૂર્ણાનંદની જ્યાં શુદ્ધ પરિણમન દશા સમ્યક્ થઈ અને પછીથી આનંદમાં લીન થતાં આનંદનું પ્રચુર વેદન કરવું તેનું નામ ચારિત્ર છે. અરે... આવી વાતો છે અને અત્યારે બધે ફેરફાર.... ફેરફાર થઈ ગયો. આહાહા! વિતરાગની વાણી જગતથી જુદી છે. અરે.... વીતરાગની વાણી એને મળી નથી હો! આહાહા! એકાવતારી ઇન્દ્રો ભગવાનની વાણી સાંભળવા આવતા હોય તે વાણી કેવી હશે? બાપુ! વીતરાગ આમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ થયો, આત્માનું ભાન નામ અનુભવ થયો ત્યારથી તેને મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષના આસવનો અભાવ થયો, એ અપેક્ષાએ તેને નિરાસવ કહ્યો છે. અહીં (આ કળશમાં) કહે છે – હજુ તેને આસ્રવ છે. સમ્યગ્દષ્ટિને તો મિથ્યાત્વ અને રાગદ્વેષ રૂપ અનંતાનુબંધીના આસવનો અભાવ કહ્યો છે. હવે બીજો આસ્રવ ક્યો છે તે વાત કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કલશામૃત ભાગ-૪ વળી સમ્યગ્દષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે (શાર્દૂલવિક્રીડિત ) सन्न्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ४-११६ ।। . ખંડાન્વય સહિત અર્થ:- “આત્મા યવા જ્ઞાની સ્યાત્ તા નિત્યનિયાસવ: ભવત્તિ" (આત્મા) જીવદ્રવ્ય (યા) જે કાળે, (જ્ઞાની સ્વાત્) અનન્ત કાળથી વિભાવમિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ-સમ્યક્ત્વરૂપ પરિણમે છે, ( એવો કોઈ જીવ હોય છે, ) ( તવા ) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (નિત્યનિયાન્નવ: ) સર્વથા સર્વ કાળ સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ અર્થાત્ આસ્રવથી રહિત (મતિ ) હોય છે. ભાવાર્થ આમ છે-કોઈ સંદેહ " ક૨શે કે સમ્યગ્દષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે ? સમાધાન આમ છે કે આસ્રવથી રહિત છે. શું કરતો થકો નિરાસ્રવ છે ? “નિષ્નવ્રુદ્ધિપૂર્વ રાનું સમગ્ર અનિશ સ્વયં સન્યસ્યન્” (નિન) પોતાના (વૃદ્ધિ ) મનનું (પૂર્વ) આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગદ્વેષરૂપ અશુધ્ધ પરિણામ, એવા જે ( i ) ૫૨દ્રવ્ય સાથે રંજિત પરિણામ-જે (સમગ્રં) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને (અનિશ) સમ્યક્ત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં ( સ્વયં) સહજ જ ( સન્યસ્યન્) છોડતો થકો. ભાવાર્થ આમ છે કે-નાના પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શ૨ી૨-ભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો ‘હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું,’ ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; જાણે છે કે-‘હું ચેતનામાત્ર શુદ્ધસ્વરૂપ છું; આ સમસ્ત, કર્મની રચના છે.’ આમ અનુભવતાં મનના વ્યાપારરૂપ રાગ મટે છે. “અવ્રુદ્ધિપૂર્વક્ અપિ તું ખેતું વારંવારમ્ સ્વશક્તિમ્ સ્પૃશન્”(અબુદ્ધિપૂર્વમ્)મનના આલંબન વિના મોહકર્મના ઉદયરૂપ નિમિત્તકા૨ણથી પરિણમ્યા છે અશુધ્ધતારૂપ જીવના પ્રદેશ, (તં અપિ) તેને પણ (નેવું) જીતવાને માટે (વારંવારમ્) અખંડિતધારા-પ્રવાહરૂપે (સ્વશ િં) શુદ્ધ ચૈતન્યવસ્તુને (સ્પૃશન્) સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદતો થકો. ભાવાર્થ આમ છેમિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ છે જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવપરિણામ તે બે પ્રકા૨ના છેઃ એક પરિણામ બુદ્ધિપૂર્વક છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ-બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે, બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે ‘મારા પરિણામ આ રૂપે છે,’ તથા અન્ય જીવ પણ અનુમાન કરીને Page #39 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૨૩ જાણે કે આ જીવના આવા પરિણામ છે;-આવા પરિણામ બુદ્ધિપૂર્વક કહેવાય છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે; શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે. અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ વિભાવ પરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે, આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતાં સહજ મટશે. બીજો ઉપાય તો કોઈ નથી, તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે. વળી શું કરતો થકો નિરાસવ હોય છે? “વ પરવૃત્તિમ સવનાં છિન્દન (વ) અવશ્ય જ (પર) જેટલી શેયવસ્તુ છે તેમાં (વૃત્તિમ) રંજકપણારૂપ પરિણામક્રિયા, (સન) જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને (ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે. ભાવાર્થ આમ છે-જોય-જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે : એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં દ્વેષ કરે છે, અરુચિ કરે છે; ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી, કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુધ્ધજ્ઞાનચેતનારૂપ પરિણામ મિથ્યાદેષ્ટિને હોય છે. વળી કેવો હોતો થકો નિરાસવ હોય છે? “જ્ઞાનસ્ય પૂર્ણ: ભવન” પૂર્ણ જ્ઞાનરૂપ હોતો થકો. ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે. આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાસવ હોય છે. ૪-૧૧૬. કળશ નં. - ૧૧૬ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૨-૧૧-૧૧૪ તા. ૦૩-૦૪-0૬/૧૦/'૭૭ જુઓ! આ કળશમાં વાત ફેરવી. સમકિતી નિરાગ્નવી છે તેમ પેલા એકાંત તાણે છે ને! એ વાત કઈ અપેક્ષાએ છે ભાઈ ! એ જ આસ્રવ અધિકારમાં લખ્યું કે- “માત્મા યુવા જ્ઞાની Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કલશામૃત ભાગ-૪ ચાત તવા નિત્ય નિરwવ: ભવતિ” જે કાળે, અનંત કાળથી વિલાપ-મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે;” આત્મા એટલે ભગવાન જીવદ્રવ્ય-વસ્તુ છે. જીવપદાર્થ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. અનંતકાળથી મિથ્યાત્વ ભાવરૂપ પરિણમ્યું હતું તે પોતાની યોગ્યતા મેળવીને અંદર જે નિકટ પર્યાય પડી છે તે પ્રાપ્ત થતાં, વિભાવ પરિણામ સહજ જ છૂટી જાય છે. સ્વભાવ - સમ્યકત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે,) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં સર્વથા કાળ સમ્યગ્દષ્ટિ જીવનિરાસવ અર્થાત્ આસવથી રહિત હોય છે. (સમ્યગ્દષ્ટિ) થયો ત્યારથી તે સર્વકાળ નિરાસ્રવ છે. સર્વથા, સર્વકાળ (એમ કહ્યું ) જોયું! નિત્ય નિરાગ્નવ એમ કહ્યું ને! સર્વથા, સર્વકાળ અને સર્વ સમ્યગ્દષ્ટિ જીવ આસવથી રહિત છે. ભાવાર્થ આમ છે - કોઈ સંદેહ કરશે કે – સમ્યગ્દષ્ટિ આસવ સહિત છે કે આસવ રહિત છે? સમાધાન આમ છે કે આસવથી રહિત છે. શું કરતો થકો નિરાસવ છે? “નિનવૃદ્ધિપૂર્વ રા સમ નિશં સ્વયં સન્મયજીનપોતાના મનનું આલંબન કરીને થાય છે જેટલા મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ પરિણામ એવા જે પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ - જે અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને સમ્યકત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં સહજ જ છોડતો થકો.” મિથ્યાત્વ આદિ તો બધા છૂટી ગયા, બીજા બધા આસ્રવ છોડવા બાકી છે. રુચિપૂર્વક જે રાગ હતો તે છૂટી ગયો.... પરંતુ બીજા હજુ અસ્થિરતાના પરિણામ સમ્યગ્દષ્ટિને પણ છે. અબુદ્ધિપૂર્વકનો રાગ છે, રુચિ પૂર્વકનો રાગ નથી. ભાવાર્થ આમ છે કે - નાના પ્રકારનાં કર્મોના ઉદયે નાના પ્રકારની સંસાર-શરીરભોગસામગ્રી હોય છે. એ સમસ્ત સામગ્રીને ભોગવતો થકો “હું દેવ છું, હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું, ' ઇત્યાદિરૂપ રંજિત થતો નથી; સમ્યગ્દષ્ટિ જીવ, પરમાં રંજાયમાન થતો નથી. હું દેવ છું, હું પૈસાવાળો છું, હું પત્નીનો પતિ છું, હું નરેન્દ્ર છું. એ બુદ્ધિ સમ્યગ્દષ્ટિને છૂટી ગઈ છે. આહાહા! તે તો જાણે છે કે – હું શુદ્ધચેતનામાત્ર છું. આહાહા! સમ્યગ્દષ્ટિ થયો તો ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા! ચેતનની ચેતના સ્વરૂપ હું છું. આહાહા ! એ.. પુણ્ય પાપની ચીજ મારી નથી. તેમ સમ્યગ્દષ્ટિને જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી ભાન થઈ ગયું છે. તેથી પરમાં રંજાયમાન થતો નથી. શામાં રંજાયમાન થતો નથી? પુણ્યના ફળથી હું દેવ છું, હું મનુષ્ય છું, હું પૈસાથી સુખી છું, કુટુંબ કબિલાથી સુખી છું આમ અજ્ઞાની મિથ્યાદેષ્ટિ માને છે પરંતુ તેમ સમકિતી માનતો નથી. હું દુઃખી છું, હું નિધન છું, ઇત્યાદિરૂપ રંજાયમાન થતો નથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૨૫ થોડા દિવસ પહેલાં પ્રતાપગઢનો એક માણસ તીર્થંકર થઈને આવ્યો હતો. એક મહિના પહેલાં તેનો પત્ર પણ આવેલો. હું તીર્થકર છું, કેવળી છું, મારે ચાર કર્મનો નાશ થયો છે. હું ત્યાં આવું એટલે મારા માટે ત્યાં બધી વ્યવસ્થા કરજો. મારું સ્વાગત થવું જોઈએ. પ્રતાપગઢનો એ ભાઈ અહીંયા આવેલો. આ રામજીભાઈને બધાં બેઠાં હતાં. પછી તે બોલ્યો – મને ચાર કર્મનો નાશ થયો છે, હું કેવળી છું, – આ સાચી વાત કહું છું. પછી કહે – ભગવાનને પણ ચાર કર્મનો નાશ થયો હતો અને ચાર કર્મ બાકી હતા. મને પણ ચાર કર્મ બાકી છે. ભગવાનને ચાર કર્મ બાકી હતા એટલે તેની પાસે પૈસા ન હતા, મારે પણ ચાર કર્મ બાકી છે તેથી મારી પાસે પૈસા નથી. કપડાં પહેરેલા હતાં. આમ ગરીબ માણસ હતો. અમારા જેવા માટે આશ્રમ રાખો જેથી અમને રોટલા મળે. પછી મેં કહ્યું – ભાઈ ! આ તને શું થયું છે? આ તો મિથ્યાષ્ટિપણું છે. તોપણ સાંભળે અને પાછો હસે, પછી ઊભો થયો અને પગે લાગ્યો. મેં કહ્યું - આ મિથ્યાષ્ટિ છે. તીર્થકર અને કેવળી કોને કહેવાય તેની તને ખબર છે? આ તું શું કહે છે? હજુ તો સાધુ કોને કહેવા તેની ખબર ના મળે, સમકિતી કોને કહેવા તેની ખબર ન મળે... અને થઈ ગયા તીર્થકર અને કેવળી? તે ગાંડો ન હતો પરંતુ તેના મગજમાં પાવર ચડી ગયેલો. વળી પાછો કહે – અહીંયા તો અમારી કિંમત નથી થતી, હવે મારે અગાસ જાવું છે. ત્યાં શ્રીમને માનનારા તેના ભક્તો છે.. ત્યાં મારી કિંમત થશે! આવા પણ જીવ હોય છે. આમ તે દિગમ્બર હતો, શ્વેતાંરમ્બર ન હતો. આડું અવળું ક્યાંથી ચાલે ! પાછો ઊભો થઈને પગે લાગે. અરે બાપુ! હજુ સમ્યગ્દર્શન કોને કહેવું તેની ખબર ન મળે અને સાધુ થઈ ગયા? કેવળી-તીર્થકર થઈ ગયા? અહીંયા કહે છે કે – ચેતના માત્ર શુદ્ધ સ્વરૂપ છું; આ સમસ્ત કર્મની રચના છે; આમ અનુભવતાં મનના વ્યાપારરૂપરાગ મટે છે. બહારની જે કર્મની રચના છે તે મારી નથી.. તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે. હવે પછી અબુદ્ધિપૂર્વક રાગની વ્યાખ્યા કરશે. પ્રવચન નં. ૧૧૩ તા. ૦૪/૧૦/'૭૭ ભાવાર્થ આમ છે - “મિથ્યાત્વ - રાગ - દ્વેષરૂપ છે જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવપરિણામ”, મિથ્યાત્વ અર્થાત્ પુણ્ય ને પાપના ભાવમાં ધર્મ છે, પરને હું કરી શકું છું, પરથી મારામાં કંઈક થાય છે એવો જે મિથ્યાત્વ ભાવ તે સ્વરૂપથી વિપરીત ભાવ છે. શું કહે છે? સૂક્ષ્મ વાત છે, અનંતકાળથી સાંભળી નથી. આત્મામાં જે મિથ્યાત્વ થાય છે તે શું છે? એ મિથ્યાત્વ અઢાર પાપમાં એક મોટું પાપ છે. આ આત્મા પરનું કાંઈ કરી શકે છે, પરનું ભલું બુરું કરી શકે છે એવી માન્યતા તે મિથ્યાત્વ છે અર્થાત્ મહાપાપ છે. પોતાનામાં પાપના પરિણામ જે થાય છે – હિંસા, જૂઠ, ચોરી, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કલશામૃત ભાગ-૪ વિષય, વાસના તેમાં સુખબુદ્ધિ રહે તે મિથ્યાત્વ છે. પોતાનામાં જે દયા-દાન-વ્રત-ભક્તિપૂજાના શુભભાવ થાય છે તેમાં સુખબુદ્ધિ-ધર્મબુદ્ધિ રહે તે મિથ્યાત્વ છે. વીતરાગી ત્રિલોકીનાથ જૈન પરમેશ્વર એમ કહે છે કે – તારી ચીજ અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તે સિવાયની બીજી કોઈ ચીજને પોતાની માનવી તે મિથ્યાત્વ છે. પોતાનામાં થતો શુભભાવ જે દયા-દાન-વ્રત-ઉપવાસ છે એ વ્રતાદિને લોકો સંવર માને છે અને તપને નિર્જરા માને છે. લોકોને કઠણ પડે એવું છે. એ વાતાદિ તે (આત્માથી) જુદી ચીજ છે. બાપુ! બારવ્રત અને પંચમહાવ્રતના વિકલ્પ થાય તે તો શુભરાગ છે, તે ચૈતન્યનું સ્વરૂપ નહીં, અને ઉપવાસ આદિ કરવાનો વિકલ્પ છે તે રાગ છે. એ શુભરાગમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ ભાવ છે. પ્રશ્ન:- ધર્મનું કારણ છે? ઉત્તર- એ કહીએ છીએ. અમે આ બધું કરીએ તેને તમે ધર્મ કહેતા નથી? અહીંયા કહે છે – પ્રભુ! એકવાર સાંભળ! અનંત કાળ ગયો ચોર્યાશીના અવતારમાં, તેમાં અનંતવાર જૈનનો સાધુ પણ થયો. દિગમ્બર સાધુ થયો હોં!! તો પણ અંદરમાં થતાં દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના ભાવ એ ધર્મ છે એમ માન્યું છે. આ શરીરની ક્રિયા થાય તે મારાથી થાય છે એવી માન્યતા હતી. તે માન્યતા મિથ્યાત્વનું કારણ છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વની સાથે રહેલા રાગદ્વેષ છે. (પર) ચીજને અનુકૂળ માની તેમાં પ્રેમ થવો અને પ્રતિકૂળ ચીજને દેખીને વૈષ થવો એ રાગપરને દ્વેષ છે. આહાહા ! ગજબની વાતું છે બાપુ ! જીવના જે અશુધ્ધચેતનારૂપ વિભાવ પરિણામ” તે ધર્મ નહીં. અનંતકાળથી અશુધ્ધચેતનારૂપ છે વિભાવ પરિણામ અર્થાત્ વિકારી પરિણામ. “તે બે પ્રકારના છે. એક પરિણામ બુદ્ધિપૂર્વકના છે, એક પરિણામ અબુદ્ધિપૂર્વક છે. વિવરણ-બુદ્ધિપૂર્વક કહેતાં, જે બધા પરિણામ મન દ્વારા પ્રવર્તે.” આહાહા!મિથ્યાત્વભાવરૂપના જે રાગ-દ્વેષ ભાવ છે તે બુદ્ધિપૂર્વકના છે. એ બુદ્ધિપૂર્વકના પરિણામ મન દ્વારા પ્રવર્તે છે... , ચૈતન્ય દ્વારા નહીં. આત્મા તો શુદ્ધ આનંદકંદ ચૈતન્યપ્રભુ છે. આ જે મિથ્યાત્વ ભાવ અને રાગ-દ્વેષના ભાવ તે મન દ્વારા પ્રવર્તે છે, તે બહારના વિષયના આધારે પ્રવર્તે છે, અર્થાત્ તેનું લક્ષ બહાર છે. મિથ્યાત્વનું લક્ષ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર આદિ ઉપર છે અથવા મિથ્યાત્વનું લક્ષ પરદ્રવ્ય ઉપર છે. પરદ્રવ્યને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે, તેથી મિથ્યાત્વનો વિષય પર છે. ઝીણી વાત બહુ બાપુ! વીતરાગ માર્ગ બહુ ઝીણો. બાહ્ય વિષયના આધારે પ્રવર્તે, પ્રવર્તતા થકા તે જીવ પોતે પણ જાણે કે “મારા પરિણામ આ રૂપે છે, શું કહે છે? નિમિત્તના લક્ષથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ રૂપ પ્રવર્તે છે. તે બુદ્ધિપૂર્વક છે. તેને ખ્યાલમાં આવે છે કે – આ વિકાર આવી છે. જેને ખબર નથી તેને પણ જાણવામાં આવે છે કે આ મિથ્યાત્વભાવ છે, અથવા તે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. આ મિથ્યાત્વના પરિણામ છે તેમ જાણે છે. અથવા અન્ય જીવ પણ અનુમાન કરીને કે – આ રાગ Page #43 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૨૭ ને મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા વિપરીત છે, વળી વ્રત-તપની ક્રિયાથી ધર્મ માને છે તે મિથ્યાત્વ પરિણામ બીજાના અનુમાનથી પણ જાણી શકાય છે. જે જીવના આવા પરિણામ છે તેને બુદ્ધિપૂર્વકના પરિણામ કહેવાય છે. એ બુદ્ધિપૂર્વકના પરિણામ મન દ્વારા પ્રવર્તે છે, અન્ય દ્વારા પ્રવર્તે છે. મિથ્યાત્વનો વિષય નિમિત્ત છે. એ રાગ-દ્વેષ પોતાનાં દ્વારા ખ્યાલ આવે છે અને બીજા દ્વારા પણ ખ્યાલ આવે છે... કે... આ જીવ મિથ્યાત્વી છે અને રાગી-દ્વેષી છે. આનું નામ બુદ્ધિપૂર્વક પરિણામ કહેવામાં આવે છે. ત્યાં આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે;” આહાહા! ધર્મી જીવ પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્મા છે જે પૂર્ણાનંદ અને અનંત રત્નાકરથી ભર્યો થકો ભગવાન આત્મા છે... આવી સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ હોવાથી જ્ઞાયકભાવને પરિપૂર્ણ ( જાણે છે.) સમ્યગ્દષ્ટિની દૃષ્ટિનો વિષય પરમાત્મ સ્વરૂપ જ્ઞાયકપ્રભુ હોવાથી... ખ્યાલમાં આવવાવાળા મિથ્યાત્વ, રાગ-દ્વેષને સમ્યગ્દષ્ટિ મટાડી શકે છે. ભારે આકરું કામ! હજુ તો આ સમ્યગ્દષ્ટિના ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન તો ક્યાં રહ્યું? એ હજુ કોને કહેવું? ત્યાર પછી મુનિની છઠ્ઠા ગુણસ્થાનની દશાની તો અલૌકિક વાતું છે. અહીંયા તો ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ અવિરતીને પણ આવા મિથ્યાત્વના પરિણામ બુદ્ધિપૂર્વક જાણવામાં આવે છે. માટે તેને છોડી છે. કેમ કે આવા પરિણામ જીવની જાણકારીમાં છે. આહાહા ! જ્ઞાનીને ખ્યાલમાં આવે છે. લોકો કહે છે ને કે – સમ્યગ્દર્શન છે તે કેવળીગમ્ય છે. તો પછી મિથ્યાત્વની ખબર ના પડે પરંતુ તેવા જીવ પુણ્યમાં ધર્મસુખ માને છે, પાપ બુદ્ધિમાં સુખ માને છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. આવી વાતો સાંભળવા મળે નહીં. ત્યાં એ શું કરે? મજૂરી કરી કરીને રળ્યા, પૈસા રળ્યાં ને આ રળ્યાં ને તે રળ્યાં મજૂરી કહેવાય શું કહેવાય? લ્યો! બાપા તો એમ કહે છે કે – મોટા મજૂર કહેવાય. આહાહા ! એ તો રાગ ને ષની મોટી મજૂરી કરે છે. પરનું સંચાનું કે પૈસાનું કાંઈ કરી શકતા નથી. એ કરે તો રાગદ્વેષને પુષ્ય ને પાપના ભાવ (અજ્ઞાનભાવે ) કરે. પ્રશ્ન-પુણ્ય વિના પૈસા આવે કેવી રીતે? ઉત્તર- ધૂળમાંય પૈસા પુણ્યને લઈને નથી આવતા. બુદ્ધિના બારદાન પાસે કરોડો રૂપિયા દેખાય છે, નથી ખબર પડતી? બુદ્ધિના બારદાન ખાલી ખોખા સમજ્યા? એવા પણ અબજોપતિ દેખાય છે. શ્રોતા- સો માં એક નીકળે પણ નવ્વાણું તો બુદ્ધિવાળાને ! ઉત્તર- બુદ્ધિના ખાં હોય અને બે હજાર પેદા કરવા હોય તોય પરસેવા ઊતરી જાય છે. નથી જોયા? અહીંયા તો ૮૮ વર્ષ થયા.. ઘણું જોયું છે. અહીંયા તો સત્તર વર્ષની ઉંમરથી આ અભ્યાસ છે. સીત્તેર - એકોતેર વર્ષથી દુનિયા બધી જોઈ છે. દુકાનમાં હતા ત્યારથી એકોત્તરની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કલશામૃત ભાગ-૪ સાલથી શાસ્ત્ર વાંચન છે. આહાહા..! અમારા કુંવરજીભાઈ હતા ને! અમારા ફઈના દિકરા ભાઈ હતા. તે ભાગીદાર હતા. લાખોના ધંધા કરતા હતા... એમાં શું છે? એમાં ક્યાં બુદ્ધિનું કામ છે? પૂર્વના પુણ્યના પરમાણું પડયા હોય અને એનો પાક આવે તો બહારમાં ધૂળ દેખાય એમાં પુરુષાર્થની અને ડહાપણની ક્યાં જરૂર છે? અહીંયા તો કહે છે - હું પૈસા પેદા કરી શકું છું, પૈસા મેળવી શકું છું, પૈસા વાપરી શકું છું... એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વભાવ અને રાગ-દ્વેષના ભાવ ખ્યાલમાં આવે છે. હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છું, હું તો જ્ઞાયક ચૈતન્ય આનંદ રસકંદ છું એવી દષ્ટિ થતાં, જે બુદ્ધિપૂર્વકના વિકારભાવ થતાં હતાં તેને જ્ઞાની છોડી ધે છે. ઝીણી વાત છે પ્રભુ! આ પૈસા બુદ્ધિને લઈને મળે છે? શ્રોતા- પુણ્યના ઉદયને લઈને પૈસા મળે છે? આ કામ તો પૈસાથી થાય છે ને? ઉત્તર:- ધૂળેય નથી થતું પૈસાથી. શ્રોતા- આ છવ્વીસ લાખનું પરમાગમ થયું તે? ઉત્તર:- તે તેને લઈને થયું છે, કાંઈ પૈસાથી થયું છે? ભગવાન કહે છે – પરમાણું જગતનું અજીવતત્ત્વ છે. અનંત પરમાણું છે. અનંત પરમાણુંની પર્યાય એને કાળે ત્યાં થાય છે, પૈસાને લઈને નહીં. લોકોને ક્યાં તત્ત્વની ખબર છે! શ્રોતા- ભલે ઉપાદાન પૈસા ન હોય, પરંતુ (પરમાગમ મંદિર થવામાં) પૈસા નિમિત્ત તો છે ને? ઉત્તર- નિમિત્તનો અર્થ શું? (કંઇ) કરતો નથી તેનો અર્થ નિમિત્ત કહેવાય. આકરી વાતું બાપા! આ આંગળીને હલાવવી એને પણ આત્મા કરતો નથી. પૈસા તો જડ-માટી-ધૂળ છે. પરદ્રવ્ય જડ – અજીવ છે. અજીવને હું આમ કરી શકું છું. એ માન્યતા મિથ્યાષ્ટિ – અજ્ઞાનીની છે. તેને જૈન ધર્મની ખબર નથી. પ્રશ્ન:- જેણે આવું સાંભળ્યું નથી તેને શું? ઉત્તર- અજ્ઞાન બચાવ કરવા માટે છે? તેણે સાંભળવા અહીં આવવું જોઈએને!તમારા આ મનીઓર્ડર ઉપર છાપ મારે છે ને ! એ બચાવ કરે કે – મને ખબર ન હતી. નોકરો કામ કરતા હતા, એ કાંઈ બચાવ છે? તેમ અજ્ઞાન તે બચાવ છે? અમને ખબર નથી એ તો એનો બચાવ છે. માર્ગ તો આ છે ભાઈ ! પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવની આ આજ્ઞા – હુકમ છે. આહાહા! સમ્યગ્દષ્ટિ છે. તેણે એમ જાણ્યું છે કે- પુણ્યને પાપના ભાવથી ધર્મ નથી. મારો આત્મા ચૈતન્યમૂર્તિ ભગવાન સ્વરૂપ છે. બપોરે આવ્યું હતું કે - “શુધ્ધ આત્માની... આત્મની.. આત્મામાં.” આહાહા! એ ભગવાન ચૈતન્ય શુદ્ધ છે તેમ સાંભળ્યું નથી. એક સમયની જે પર્યાયની અવસ્થા છે, એને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૯ કલશ-૧૧૬ મિથ્યાત્વ – રાગ –ષના પરિણામ જે દેખાય છે તે મલિન છે, એ સિવાયની આખી ચીજ નિજાત્મા છે તે નિર્મળ છે. જેમ સ્ફટિક છે તેની સામે લાલ-પીળાં ફૂલ હોય તો તેમાં લાલ-પીળી ઝાંય દેખાય છે..... પણ એ સ્ફટિકની ચીજ નથી. સ્ફટિક તો સફેદ-ધોળું છે. તેમ ભગવાન આત્મા! ચૈતન્ય સ્ફટિક જેવો નિર્મળાનંદ છે. એમાં જે પુણ્યને પાપના મિથ્યાત્વના ભાવ છે તેને જડ દર્શનમોહ કરે, એ એની ઝાંય છે. એ ઝાંય પર્યાયમાં છે પરંતુ વસ્તુમાં નથી. વસ્તુ તો અનાદિ અનંત નિર્મળાનંદ છે. પ્રશ્ન- તો તો કાંઈ કરવાનું રહેતું નથી? ઉત્તર- કરવાનું? નિર્મળાનંદને જાણવો અને અનુભવવો તે કરવાનું છે. બહારમાં શું કરવાનું છે? બપોરે આવશે. - “આત્માની આત્મની. આત્મામાં” અહીંયા તો કહે છે – આ આત્મા સત્... સત્... સત્ છે. જ્ઞાનને આનંદનું હોવાપણું એ ભગવાન આત્મા છે. જેમાં અનંત આનંદની ખાણ પડી છે, અતીન્દ્રિય આનંદનો દરિયો પ્રભુ પડયો છે. એ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન! તેનો જેને અનુભવ અને દૃષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે. હવે તે બુદ્ધિપૂર્વકના મિથ્યાત્વ અને રાગ-દ્વેષને થવા દેતો નથી. આવા પરિણામને સમ્યગ્દષ્ટિ જીવ મટાડી શકે છે, કેમ કે આવા પરિણામ જીવની જાણમાં છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે;” જીવના સહારાના પણ છે. આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શનમાં ભગવાન ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છે, તે અનાદિ અનંત શુદ્ધ પવિત્રપિંડ છે... તેનો પર્યાયમાં અનુભવ થાય તે જીવની મદદ અને જીવનું કાર્ય છે. આહાહા! તે જીવનો સહારો છે. સમ્યગ્દર્શનમાં દયા-દાન-વ્રતના પરિણામનો સહારો છે નહીં. અરે! આવો માર્ગ છે. જૈનમાં જન્મ્યા હોય તેને ખબર ન મળે! વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની તો આ વાણી છે. આહાહા! પ્રભુ! તું તો પવિત્ર આનંદનો નાથ છો. સચ્ચિદાનંદ પ્રભુ છે ને! સચ્ચિદાનંદ અંદરથી છે.. (આમ બહારથી બોલે) એમ નહીં હોં!! કહે છે – પરમેશ્વરે આત્માને આવો જોયો છે. “પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો... લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ.” સૌ જગ દેખતાં... હે નાથ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે – (સર્વે જીવ) નિજ સત્તાએ શુદ્ધ, આનંદકંદ, ચૈતન્યઘન, પુણ્ય-પાપના વિકલ્પ રહિત ચીજ છું, તમે તેને આત્મા કહો છો.... અને તમે તેને આત્મા દેખો છો. આહાહા! વાત તો ઘણી મીઠી છે પરંતુ પરિચય નહીં ને ! અનાદિથી ઊંધે રસ્તે ચડાવી દીધા છે. એને અંતરના માર્ગની ખબર નથી ભાઈ ! શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જીવના સહારાના પણ છે;” શું કહે છે? શુદ્ધ પરિણામ, જીવની સહાયથી મળે છે. એ કોઈ દયા-દાન-વ્રતના પરિણામથી સમ્યગ્દર્શન થાય છે એમ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩) કલશામૃત ભાગ-૪ નથી. આહાહા! સમ્યગ્દર્શનના પરિણામ પોતાના શુદ્ધ ચૈતન્ય ભગવાનના આશ્રયે થાય છે. આહાહા ! કેવી ભાષા? બાપુ! મારગડા બહુ જુદા ભાઈ ! તેથી સમ્યગ્દષ્ટિ જીવ પહેલાં જ આવા પરિણામ મટાડે છે.” જુઓ, આ ધર્મની પહેલી સીઢી અને પહેલું પગથિયું. સમ્યગ્દર્શનમાં; શુદ્ધજીવ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદ તેનો અનુભવ થતાં.. મિથ્યાત્વ અને રાગ-દ્વેષના જે પરિણામ હતા તેનો સમ્યગ્દષ્ટિ નાશ કરે છે. આવી વાતો ! આ શું કહે છે? પકડાવું કઠણ પડે તેવું છે... પેલું તો સહેલું સટ હતું. દયા પાળવી, વ્રત કરવા, ઉપવાસ કરવા, કંદમૂળ ન ખાવા, પ્રત્યેક વનસ્પતિની મર્યાદા કરવી... એ બધું સહેલું ને સટ્ટ હતું. ધૂળમાંય સહેલું નથી સાંભળને! ભાઈ... તને ખબર નથી પ્રભુ! એ બધા વિકલ્પને રાગની ક્રિયાઓ છે. ભગવાન આત્મા સ્ફટિકની જેમ નિર્મળ છે. આવે છે ને.. “જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે... શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, જામનગરમાં સ્ફટિકનો કાચ છે. ત્યાં છ લાખનું મોટું સોલેરિયમ પણ છે. આ તો ૯૧ ની સાલની વાત છે. ત્યાંના મોટા ડોકટર હતા, તેનો અઢી હજારનો પગાર હતો તે વ્યાખ્યાનમાં આવતા હતા. એકવાર તે રાજકોટમાં વ્યાખ્યાનમાં તે ડોકટર આવેલા હતા. ત્યાં અમે જોવા ગયેલા. અમને બતાવ્યું” તું આવડું મોટું સ્ફટિક ધોળું. એ સ્ફટિક તદ્ગ નિર્મળ અને સ્વચ્છ હોય છે. એની સામે લાલ-પીળાં ફૂલ મૂકો તો સ્ફટિકમાં ડંખ દેખાય પણ તે સ્ફટિકનું સ્વરૂપ નથી. એમ ભગવાન આત્મા ચૈતન્ય સ્ફટિક રતન છે. આ પુણ્ય ને પાપના ભાવ કષાય છે અને તેનાં અભાવ સ્વરૂપને ભગવાને ધર્મ કહ્યો છે. અહીંયા કહે છે કે – સમ્યગ્દષ્ટિ જીવ પહેલાંથી જ આવા પરિણામ મટાડે છે. તેને ખ્યાલમાં આવે છે કે – આ મિથ્યાત્વ ને રાગ-દ્વેષ છે તેને સમકિતી પહેલેથી જ છોડી દે છે. કેમ કે આત્મા ચૈતન્ય ભગવાન પવિત્રતાનો પિંડ પ્રભુ છે. આત્મામાં તો જ્ઞાન-દર્શન-આનંદ એવી અનંત શક્તિ છે. અને એક શક્તિમાં અનંત સામર્થ્ય છે. આહાહા! આ ભગવાન આત્મા તે શરીર વિનાનો, પુણ્ય-પાપના રાગ વિનાની અંદર ચીજ છે. એ ચીજમાં તો અનંતી શક્તિ છે. શક્તિ નામ ગુણ, જેમાં અનંત ગુણ છે જેવા કે – જ્ઞાન, દર્શન, આનંદ, વસ્તુત્વ, અસ્તિત્વ, સ્વચ્છત્વ, કર્તા, કરણ, જીવત્વ આદિ સુડતાલીસ તો આપણે કહી છે પરંતુ એવી એવી તો અનંત શક્તિ છે. એક એક શક્તિમાં અનંત સામર્થ્ય છે. તેમજ એક એક શક્તિની અનંતી પર્યાય છે. આહાહા ! અંદર આવો ભગવાન બિરાજે છે. તેની ખબરું ન મળે અને અમે ધર્મ કરીશું, અમે ધર્મ કરીએ છીએ. કેવો ધર્મ કરીશ? ધર્મનો ધરનારો એવો જે ધર્મી આત્મા પોતે છે તેની તો ખબર ન મળે અને ધર્મ થશે? ક્યાંથી થશે? અહીંયા કહે છે – શુદ્ધ અનંતગુણનો પ્રભુ છે તેની દૃષ્ટિ કરે છે, તે તો આશ્રય કરે છે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. સમ્યગ્દર્શનાદિ ભાવ જીવના સહારાના છે. મિથ્યાત્વાદિ ભાવ જે બુદ્ધિમાં ખ્યાલમાં આવે છે તેટલા વિકારના પરિણામને સમ્યગ્દષ્ટિ છોડી ધે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૩૧ અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ વિભાવ પરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે.” જેમ સ્ફટિકમાં કાળા, રાતા ફૂલ અથવા કલરવાળા કપડાં મૂકવાથી તેની ઝાંય સ્ફટિકમાં દેખાય છે. તેમ ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આઠકર્મ છે તે તો જડ છે. જેવી આ ધૂળ છે તેમ જ્ઞાનાવરણાદિ આઠકર્મ માટી-ધૂળ-જડ અને સ્થળ છે. આ ઝીણાં કર્મનાં રજકણ પણ રૂપી, મૂર્ત, જડ અને અજીવ છે. એ કર્મનાનિમિત્તનાં સંબંધથી એટલે કે એના લક્ષે અહીંયા જેટલા મોહ-રાગ-દ્વેષ થાય તે અશુધ્ધ વિભાવ પરિણામ છે. મોહકર્મના ઉદયથી નહીં, ઉદય નિમિત્ત છે હોં! પોતાની અસાવધાનીથી મો–રાગ-દ્વેષ થાય છે. “પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે.” એ વળી શું કહ્યું? જીવમાં અસંખ્ય પ્રદેશ છે. જેમ હજાર મકોડાની સોનાની સાંકળી છે ને! મકોડા એ પ્રદેશ અને સાંકળી તે આત્મા ત્યાં હજાર મકોડા છે, અહીંયા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. એક પરમાણું જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહેવાય. સર્વજ્ઞ ભગવાને આત્માને અસંખ્ય પ્રદેશી કહ્યો છે. એ અસંખ્ય પ્રદેશ તે મકોડા અને આત્મા સાંકળી છે. જેમ મકોડામાં સોનું પડયું હોય તેમ એક એક પ્રદેશે અનંતગુણ પડયા હોય છે. આહાહા ! આવી વાત છે. શ્રીમદ્જી કહે છે – “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.” ભગવાન આત્મા “શુદ્ધ” નામ પવિત્ર અને “બુદ્ધ” એટલે જ્ઞાનનો પિંડ છે. “ચૈતન્યઘન” એટલે અસંખ્ય પ્રદેશ છે. “સ્વયં જ્યોતિ” તેની જ્યોતિ પોતાથી જ છે. એ જ્યોતિના કર્તા કોઈ ઈશ્વર કે બીજા કોઈ છે નહીં. “સુખધામ” તે અતીન્દ્રિય આનંદનું ધામ છે – સ્થળ છે. જે અતીન્દ્રિય આનંદનું ધામ એટલે સ્થળ છે ત્યાં – એમાંથી અતીન્દ્રિય આનંદ પાકે છે. અહીંયા કહે છે કે – શુદ્ધ સ્વરૂપ એવો અસંખ્ય પ્રદેશી આત્મા તે જ્યારે પરમાં સાવધાનીથી પરિણમે છે તો મોહ - રાગ – વૈષ એવા અશુધ્ધ પરિણામ થાય છે તે જીવની જાણકારીમાં નથી આવતા. તેનો ઉપયોગ સ્થૂળ હોવાથી આવા પરિણામ ખ્યાલમાં આવતા નથી. જ્ઞાનીને પણ જેટલો વિકાર ખ્યાલમાં આવે છે તેટલાને તે છોડી ધે છે. પરંતુ તેને પણ ખ્યાલમાં ન આવે એવા પરિણામ છે, તે તેની જાણકારીમાં નથી. અંદરના ઘણાં સૂક્ષ્મ પરિણામ છે. એ પરિણામ જીવના સહારાથી થયા નથી. પરનિમિત્તે જેટલો વિકાર ઉત્પન્ન થયો છે તે જીવબદ્ધ ભાવ નથી. સમ્યગ્દર્શન જ્ઞાનની જે ધર્મની પર્યાય – અવસ્થા તેને જીવનો સહારો છે, તેને જીવનો આશ્રય છે. સાધકને જે પુણ્ય-પાપના ભાવ અબુદ્ધિપૂર્વકના થાય છે તેને જીવનો સહારો નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કલશામૃત ભાગ-૪ એને સહારો નિમિત્તનો છે, તેના આશ્રયે વિકાર ઉત્પન્ન થાય છે. થાય છે પોતાથી પણ તેનું લક્ષ કર્મ ઉપર જાય છે. આવું છે ભાઈ ! એ ભાઈ કહેતા હતા કે – આખી જિંદગી વઈ ગઈ. ત્યાં સ્થાનકવાસીમાં મોટા મોટા ભાષણ કરતા હતા. પ્રશ્ન:- શ્રીગુરુનો ઉપદેશ મળે તો ને? ઉત્તર:- પાત્ર જીવ હોય તો ઉપદેશ મળ્યા વિના રહે નહીં. મહાવિદેહમાં ભગવાન બિરાજે છે ત્યાં કેમ જન્મ ન લીધો? વિદેહમાં અસંખ્યાત કેવળી પરમાત્મા બિરાજે છે. સીમંધર ભગવાનનો ૫૦૦ ધનુષનો દેહ છે. એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં સીતેર લાખ છપ્પન હજાર કરોડ વર્ષ જાય એવું એક કરોડપૂર્વનું આયુષ્ય છે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, સિદ્ધમાં નહીં હોં! એ વિદેહમાં કેમ ન જમ્યા? શ્રવણ કરવાની યોગ્યતા હોય તો ત્યાં જન્મ થાય ને! શ્રોતા-આપ ને અહીંયાથી દેખાય છે? આપ તો ભગવાન પાસેથી થઈને આવ્યા છો. અહીંયા તો કહે છે – જેટલો બુદ્ધિપૂર્વક થતો વિકાર તે ખ્યાલમાં આવે છે. ધર્મી જીવ - અર્થાત્ જેણે શુદ્ધ સ્વભાવનો અનુભવ કર્યો તે બુદ્ધિપૂર્વકના વિકારને તો છોડી ધે છે. ચૈતન્ય ભગવાન આત્મા આનંદ સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ જે નિર્મળ પ્રભુ છે તેની શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ દ્વારા તે મિથ્યાત્વ આદિ જાણવામાં આવે છે... તેને તો તે છોડી ધે છે. પરંતુ અબુદ્ધિપૂર્વકના જેટલાં સૂક્ષ્મ વિકાર રહે છે તે જાણકારીમાં આવતા નથી. આવું પરિણમન જીવની જાણમાં નથી અને જીવના સહારાનું પણ નથી, તેથી જે તે પ્રકારે મટાડી શકાતું નથી. માટે આવા પરિણામ મટાડવા અર્થે નિરંતરપણે શુદ્ધસ્વરૂપને અનુભવે છે.” લ્યો! શું કહે છે? ખ્યાલમાં આવનારા વિકારી પરિણામ ને ધર્મી જીવ છોડી ધે છે. કેમકે – આત્મા આનંદ સ્વરૂપ છે તેવા અનુભવપૂર્વકનું સમ્યગ્દષ્ટિને ભાન છે. હવે જે અબુદ્ધિપૂર્વકના પરિણામ રહ્યા, પોતાની જાણકારીથી બહાર રહ્યા તેને મટાડવાનો ઉપાય - શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ છે. પોતાની ચૈતન્યની શુદ્ધિનું ભાન તો થયું છે પરંતુ વિશેષ અનુભવ કરવાથી અબુદ્ધિપૂર્વકના જે રાગાદિભાવ તેનો પણ નાશ થઈ જાય છે. આહા ! આવી વાતો હવે ! બુદ્ધિપૂર્વકને અબુદ્ધિપૂર્વક ને... એ બધા મારગડા જુદા પ્રભુ! વીતરાગના શાસ્ત્રો કોઈ જુદી જાતના છે. શ્રોતા- રાગ બુદ્ધિપૂર્વક હો કે અબુદ્ધિપૂર્વક હો પરંતુ તેને મટાડવાનો ઉપાય શુદ્ધસ્વરૂપનો અનુભવ જ છે! ઉત્તર- બુદ્ધિપૂર્વક રાગને તો સીધો મટાડી શકે છે. અબુદ્ધિપૂર્વકનો રાગ, શુદ્ધસ્વરૂપનો અનુભવ કરવાથી મટી જાય છે. ધર્મીને તે રાગ ખ્યાલમાં તો નથી પરંતુ અંદરમાં શુદ્ધ Page #49 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૩૩ ચૈતન્યમૂર્તિ તરફ (દષ્ટિ) મૂકવાથી એ અબુદ્ધિપૂર્વક રાગનો પણ નાશ થાય છે. અરે ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે. આ તો ત્રણલોકના નાથ વીતરાગ જિનેશ્વરની વાણી છે, એ કાંઈ સાધારણ માણસને હાલી-મૂલીને બેસવી કઠણ છે. આહાહા ! નિરંતરપણે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. આહાહા ! ધર્મી જીવને તો નિરંતર સુખનો સ્વાદ આવે છે. સમ્યગ્દષ્ટિ અતીન્દ્રિય આનંદને કાયમ-નિરંતર અનુભવે છે. સ્વરૂપ જાણકારી પછી અંદરમાં જે રાગાદિ રહી ગયા છે એ છૂટી જાય છે. આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાથી સહજ જ મટે છે. અંતર આનંદનો નાથ પરમાત્મા પોતે સચ્ચિદાનંદ સ્વરૂપે છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો તે હોં!અજ્ઞાની લોકો કહે છે – આત્મા.. આત્મા તે આત્મા નહીં. વીતરાગ-કેવળજ્ઞાની પરમેશ્વરે જે આત્મા કહ્યો તે અનંત આત્માઓ જગતમાં છે. પ્રત્યેક આત્મા નિર્મળાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ છે. તે જ્ઞાનને આનંદનું કંદ છે. ચોથા ગુણસ્થાનેથી પણ અનભવ આગળ વધતાં... વધતાં. તે રાગનો નાશ કરશે. ચોથા ગુણસ્થાનમાં તો બધા રાગનો નાશ નથી થતો, પરંતુ અનુભવ કરવાથી ક્રમે ક્રમે નાશ થાય છે. તે હવે આત્મા તરફ ( વિશેષ) ઝૂક્યો છે ને! પ્રશ્ન એમ છે કે- ચોથાગુણસ્થાને અબુદ્ધિપૂર્વકના બધા રાગનો નાશ થાય છે? બધોય ન જાય, પરંતુ જેટલો સ્વરૂપ બાજુ અનુભવ કરે તેટલા પ્રમાણમાં નાશ થાય છે. પ્રશ્ન:- આ ક્રમ જ્યાં સુધી કષાય રહે ત્યાં સુધી રહે? ઉત્તર- ત્યાં સુધી કે અનુભવમાં આ (આત્મા) બાજુ ઢળે તો નાશ થઈ જાય છે. શ્રોતા:- સાધક દશા અહીંયાથી શરૂ થઈ જાય છે. ઉત્તર- શરૂ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ સાધકને ધર્મની દશા ત્યાંથી શરૂ થાય છે. એ વિના અજ્ઞાનીને ધર્મ છે નહીં. જ્યારે જ્ઞાનીને તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં. અબુદ્ધિપૂર્વકનો રાગ સહજ જ મટે છે. હું તેનો નાશ કરું એવું તેને ખ્યાલમાં નથી. આ બાજુ (આત્માની સન્મુખ) અનુભવ કરવાથી સહજ જ મટે છે, “બીજો કોઈ ઉપાય છે નહીં.” શું કહે છે તે સમજવું કઠણ પડે! “તેથી એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે.” ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપ આત્મા છે. અંદર સિદ્ધ સ્વરૂપ જ છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો.” આહાહા! સમ્યગ્દષ્ટિ પોતાના સ્વરૂપને સદા સિદ્ધ સમાન ત્રિકાળ જાણે છે. એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે આત્માને અનુસરીને નિર્મળ પરિણતિ થવી તે એક જ ઉપાય છે. અબુદ્ધિપૂર્વકના રાગનો નાશ કરવાનો ઉપાય છે. આ વાત ખ્યાલમાં આવે છે કે નહીં? ભાષા તો સાદી છે, ભાષા કાંઈ બહુ કઠણ નથી. ભાવ તો જે છે તે છે. અરે! ચોર્યાશીના અવતારમાં રખડતો – રઝળતો ફરે છે તેને ભગવાનની વાણી મળી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કલશામૃત ભાગ-૪ નહીં. વાણી મળી તો શું સ્વરૂપ કહે છે તે સમજ્યો નહીં. તેથી વાણી મળ્યા ન મળ્યા બરોબર કરી. અનંતવાર તે મહાવિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જમ્યો છે. આ અઢીદ્વીપમાં મનુષ્ય છે. અઢીદ્વીપ પીસ્તાલીસ લાખ યોજનાનો છે. મનુષ્યક્ષેત્ર પીસ્તાલીસ લાખ યોજનમાં છે. એ અઢીદ્વીપ પછી અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે, જ્યાં એકલા તિર્યંચ-પશુ જ રહે છે. આહાહા ! એ પીસ્તાલીસ લાખ યોજનમાંનો એક કણ બાકી નથી રહ્યો કે - જ્યાં તેણે અનંતભવ ન કર્યા હોય! તેણે મહાવિદેહક્ષેત્રમાં અનંતભવ કર્યા છે. ત્યાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા ત્રિકાળ | બિરાજમાન હોય છે. વીસ તીર્થંકર સિદ્ધ થાય તો બીજા વીસ થાય, બીજા વીસ થાય, બીજા વીસ થાય. ત્યાં તો અનાદિથી તીર્થકરો મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન જ છે. એની પાસે સમવસરણમાં પણ ગયો છે. પરંતુ ત્યાંથી ધોયેલા મૂળાની જેવો જ રહ્યો. ત્યાં શું કહે છે? શું સમજવું છે તેની દરકાર કરી નહીં. ભગવાનના સમવસરણમાં સાંભળ્યું, હીરાના થાળ, મણી – રતનના દીવાને કલ્પવૃક્ષના ફૂલથી તેમની આરતી પણ ઉતારી પરંતુ તેનાથી શું થયું? એ તો શુભભાવ રાગ છે. અહીંયા તો શુદ્ધ સ્વરૂપને અનુભવવાનો આ એક જ ઉપાય છે. મોક્ષના માર્ગનો એક જ ઉપાય છે. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધસ્વરૂપે છે. તેનો અનુભવ કરવો, એનું વેદન કરવું – સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ કરીને વેદન કરવું એ એક જ ઉપાય છે. આહાહા ! આ બધી અંતરની અંતરની.. અંતરની વાતું છે, બહારમાં કાંઈ ન મળે. વળી શું કરતો થકો નિરાસવ હોય છે? સમ્યગ્દષ્ટિ જીવ! ધર્મી જીવ! જેને આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થયો છે, પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન-નિર્વિકલ્પ ચૈતન્ય પ્રભુનો અનુભવ થયો છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમાં ચોથે ગુણસ્થાને ભલે હોય ! ભરત ચક્રવર્તી હતા તેને છ ખંડ હતા, છ— હજાર સ્ત્રીઓ, છ— કરોડ ગામ, છમ્ન કરોડ પાયદળ હતા. પરંતુ તેમને અંદરમાં ભાન હતું કે – આ મારી ચીજ નથી, મારી ચીજ તો આનંદકંદ પ્રભુ છે. આવું ભાન ગૃહસ્થાશ્રમમાં પણ થાય છે. “વળી શું કરતો થકો નિરાસવ હોય છે? “વ પૂરવૃત્તિમ સવનાં છત્ત્વન અવશ્ય જ જેટલી શેય વસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામ ક્રિયા” જ્ઞાની પોતાના સિવાયની જેટલી જાતની યોગ્ય ચીજ છે તેમાં રંજાયમાનપણાના રાગને છોડી ધે છેમાટે તે નિરાસ્ત્રવ થાય છે, આસવ રહિત થાય છે. આહાહા ! રાગ છૂટી જાય છે ત્યારે નિરાસ્ત્રવ કહેવાય છે એમ કહે છે. પહેલા તો કહ્યું કે- ચોથે ગુણસ્થાને નિરાસ્ત્રવ છે. હવે અહીંયા કહે છે કે- પરશેયમાં જેટલો રંજાયમાનપણાનો રાગ છે તે બધાને સર્વથા છોડશે તો નિરાસ્ત્રવ થશે. સમજાણું કાંઈ? પહેલાં તો એમ કહ્યું હતું કે – સમ્યગ્દષ્ટિ તો નિરાસ્રવ જ છે. પરંતુ તે વાત મિથ્યાત્વ અને રાગદ્વેષ જે મિથ્યાત્વ સાથેના થાય છે તે અપેક્ષાએ તેને નિરાગ્નવ કહ્યો હતો. અહીંયા તો Page #51 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૩પ હવે સર્વથા નિરાગ્નવ કહે છે. આહાહા ! અંદરમાં સમ્યગ્દર્શન થયું છે, રાગ મારી ચીજ નથી તેવું આત્મભાન થયું છે, છતાં રાગ થાય છે તો તે સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ કરતાં... કરતાં કરતાં રાગના કણ કણનો નાશ થઈ જશે, ત્યારે તે નિરાસ્રવ થઈ જશે. ત્યારે આસ્રવ રહિત થશે. શું કરતો થકો નિરાસ થાય છે? “વ પૂરવૃત્તિમ સનાં છિન્દન” (પૂર્વ) નામ નિશ્ચયથી જેટલી શેય વસ્તુ છે સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા તો ધૂળ છે પરંતુ દેવ-ગુરુને શાસ્ત્ર પણ પર ચીજ છે. ત્રણલોકનો નાથ એમ કહે છે કે – અમારા પ્રત્યેના લક્ષથી તને રાગ થશે. કેમકે તે પર છે. હવે એ રાગનો પણ સ્વાનુભવ દ્વારા નાશ કર; બીજો કોઈ ઉપાય નથી. “પરણેય રંજિત' તેમ પાઠમાં છે ને! પરને જાણતાં રાગ થતો હતો. દેવગુરુશાસ્ત્ર ને જાણતા પણ રાગ થતો હતો. તે પરય છે અને સ્વણેય અહીં અંદરમાં છે. પરશેય રંજિત થતાં એમાં જે રાગ થતો હતો તે પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં... કરતાં રાગનો નાશ થઈ જશે. ત્યારે તે આસ્રવ રહિત જ થશે. આસવ એટલે સમજ્યાને ? પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ. આસ્રવથી નવા કર્મ આવે છે. જેમ વહાણમાં પાણી આવે, તેમ આત્મામાં જેટલા પુણ્ય-પાપના ભાવ થાય છે એ છિદ્રો છે... અને તેને કારણે નવા કર્મો આવે છે. માટે તેને આસવ કહેવામાં આવે છે. અરે! એક તત્ત્વની ખબર ન મળે અને જિંદગી એમ ને એમ ચાલી જાય છે. આહાહા ! પરમાત્મા એમ ફરમાવે છે કે – સમ્યગ્દષ્ટિને જે નિરાગ્નવ કહ્યો એ તો મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષને કહ્યો હતો. મિથ્યાત્વ સંબંધી અભાવની અપેક્ષાથી નિરાન્સવ કહ્યું હતું. પરંતુ સર્વથા નિરાસવ તો ત્યારે થશે કે જ્યારે – પરણેયમાં આસક્તિરૂપ રાગને જીતે ત્યારે. સમકિતી રાગને પોતાનો માનતો નથી પરંતુ તેને પરશેયમાં આસક્તિ થાય છે તે આસક્તિના રંજિત પરિણામ છે. સ્વરૂપનો અનુભવ કરતાં... કરતાં સાધક તેનો નાશ કરશે. અરે ! આવી વાતું હવે! અહીં પ્રવચનમાં, ઘરવાળી આવી ન હોય તો તેના ધણીને પૂછે – આજે તમે શું સાંભળી આવ્યા? કોણ જાણે ! આમ ને તેમ ને, એવી કાંઈક વાતું કરતા હતાં. ભગવાન આમ કહે છે. આત્મા નિર્મળ છે એવું કોણ જાણે કાંઈક કહ્યું હતું. આખી દુનિયાની બધી ખબર છે. મેં દુનિયાની બધી નાડું બહુ જોઈ છે. અહીં તો લાખો માણસોનો પરિચય થયો છે. દશ-દશ હજાર માઈલ તો ત્રણ વખત હિન્દુસ્તાનમાં ફર્યા છીએ. દશ હજાર માઈલ મોટર દ્વારા ફર્યા. ઘણાં તીર્થ જોયા છે. ઘણું જોયું. ઓહો ! મારગડા જુદા ભાઈ ! શ્રોતા પહેલાં આટલો પ્રવાસ કર્યો તો હવે ક્યારે જવાનું છે? ઉત્તર- હવે શું જાય? શરીર કામ કરે? શરીરને ૮૮ વર્ષ તો થયા. અહીંયા કહે છે – “ર્વ પરવૃત્તિમાં સત્તાં ઉચ્છિન્દન” જેટલી શેય વસ્તુ છે તેમાં Page #52 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ રંજકપણું,” જોયું ? જ્ઞેય વસ્તુની આસક્તિ. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તો છે નહીં, તેનો નાશ કરીને તો અનુભવ કર્યો છે. હવે આસક્તિનું જેટલું રંજકપણું છે એવી પરિણામ ક્રિયા. હિંસાજૂઠ–ચોરી આદિના આસક્તિના પરિણામ હો કે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ હો ! તે બન્ને ક્રિયા રાગ છે. ૩૬ “જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ, તેને મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે.” આહાહા ! આકરું કામ ભાઈ ! અહીંયા તો એકલો શુભની ક્રિયામાં ધર્મ માનીને... અમને ધર્મ થયો, અમે ધર્મ કરીએ છીએ, અમે વ્રત કર્યા એટલે સંવર થયો અને તપ કર્યા એટલે નિર્જરા થઈ... અને આનાથી મોક્ષ થઈ જશે. પ્રભુ ! તને ખબર નથી ભાઈ ! પેલા સર્વોદય હોસ્પીટલવાળા મુંબઈમાં નહોતા કહેતા...! સર્વોદય હોસ્પીટલ મોટી છે તેમાં વ્યાખ્યાન આપતાં, હમણાં તે વિનંતી કરવા આવ્યા હતા. પૈસા કરોડ રૂપિયા છે. દીકરો એકેય નથી દિકરીને પરણાવી દીધી અને ત્રીસેક લાખ આપ્યા. તેઓ કહે – મહારાજ ! આપની વાત ચાર હજાર ભવ પછી સમજાશે. ચાર હજાર ભવ ક્યાં કરશો બાપુ ! આવા માણસોને આત્માની કાંઈ દરકાર ન મળે. ચા૨ હજાર ભવ પછી વાત સમજાશે લ્યો ! અરે... ભાઈ ! ભવની ક્યાં ખબર છે ? ક્યાં જઈશ બાપુ ! એ નિગોદના ઘ૨ મોટાં છે તેની તને ખબર નથી. આ બટાકા, સકકરકંદ, ડુંગળી, લસણ તેની એક કટકીમાં અસંખ્ય શરી૨ અને એક શરી૨માં અનંતા જીવ છે ભાઈ ! તને ખબર નથી. લસણની રાય જેટલી કટકીમાં અસંખ્યાત ઔદારિક શરી૨ અને એક એક શરીરમાં અનંતા જીવ છે, આમ ભગવાને કહ્યું છે. સમજાણું કાંઈ ? અહીંયા કહે છે – જેને આત્માની રુચિ થઈ છે તેને વાયદા હોય ? એનો અર્થ તેને રુચિ નથી. જેને જેની રુચિ અને જરૂરિયાત હોય તેનો તે પુરુષાર્થ કર્યા વિના રહે જ નહીં. મુંબઈમાં આપણે ‘દેવદર્શન' શ્વેતામ્બરનો હોલ છે તેમાં વ્યાખ્યાન રાખીએ છીએ ને ! વ્યાખ્યાનમાં દશ-દશ હજાર માણસ આવે... શુભભાવે. અમારા ઉ૫૨ લોકોને પ્રેમ તો છે ને ! તત્ત્વને સમજવાની જીવોને દ૨કા૨ બહુ થોડી. અહીંયા કહે છે – આત્મામાં જે રાગ થાય, શુભાશુભભાવ થાય તેને મૂળથી ઉખેડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસ્રવ થાય છે. ત્યારે નિરાસ્રવ થાય છે. જોયું ? પહેલું મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષનો અભાવરૂપ નિરાસ્રવ કહ્યો. પછી હવે આ વાત લીધી. ત્યાં કોઈ પકડી રાખે કે - જુઓ; જેટલા અંશે બુદ્ધિપૂર્વક રાગ છે, સમ્યગ્દષ્ટિને, અરે ! મુનિને પણ છઢે સાતમે ગુણસ્થાને રાગનો ભાવ આવે છે. મુનિ તો નગ્ન દિગંબર સંત છે, તેઓ જંગલમાં રહે છે. તેમનું મુનિપણું તો અંદરમાં છે. તેઓ તો આનંદના ઝૂલામાં ઝૂલતા હોય છે. એમને પણ પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે રાગ છે. તેમને પણ આત્માનો અનુભવ કરતાં... કરતાં નાશ થશે, બીજો કોઈ ઉપાય નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૩૭ પ્રવચન નં. ૧૧૪ તા. ૦૬/૧૦/૭૭ પદાર્થ અમૂર્ત સ્વરૂપ છે. તેને અબદ્ધસ્પષ્ટ કહો કે – અમૂર્ત સ્વરૂપ કહો ! તે અમૂર્ત સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય, પર્યાયમાં મુક્ત સ્વરૂપને પ્રગટ કરવાનો ઉપાય તો ( એક જ છે) કે - મુક્ત સ્વરૂપ આત્માનો અનુભવ કરવો. “એક શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાય છે.” વળી શું કરતો થકો નિરાસવ હોય છે? આસ્રવ એટલે શુભ અશુભ ભાવ તે બંધનું કારણ છે તેનાથી રહિત જ્ઞાની નિરાન્સવ કેવી રીતે થાય છે. “વ પરવૃત્તિમ સત્તાં છત્ત્વનઅવશ્ય જ એટલી શેયવસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામક્રિયા, જેટલી છે શુભરૂપ અથવા અશુભરૂપ તેને (ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે.” અવશ્ય અર્થાત્ જરૂર નિશ્ચયથી. જેટલી પરવસ્તુ છે તે બધી શેય છે. તેમાં રાગનું રંજનપણું એ બંધનું કારણ છે. જેટલા શુભ અને અશુભ એવી પરિણામ ક્રિયા તેમાં અને શેયવસ્તુ છે તેમાં રંજનપણું તેને મૂળથી ઉખેડતો નિરાસ્રવ થાય છે. તે શુભ રાગ હો કે અશુભ ક્રિયા હો તેને મૂળથી નાશ કરતો સમ્યગદેષ્ટિ નિરાસ થાય છે. બહુ સૂક્ષ્મ વાત છે. આહાહા ! ચૈતન્ય સ્વભાવ સૂક્ષ્મ છે. અનંત આનંદનો પ્રભુ એવા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવાથી... શુભ અશુભ જેટલી ક્રિયા છે તેનો નાશ થાય છે. શુભક્રિયાથી આત્માનો અનુભવ અર્થાત્ સમ્યકત્વની દશા થાય છે તેમ તો છે નહીં, પરંતુ આત્માના અનુભવથી શુભ - અશુભ ક્રિયાનો નાશ થાય છે. આહાહા ! બહુ ઝીણી વાત બાપા! ગુણી ભગવાન આત્મા અને જ્ઞાન, આનંદાદિ તેના ગુણ; એવા ગુણ-ગુણીના ભેદથી ઉત્પન્ન થતો જે વિકલ્પ-રાગ તે શુભક્રિયા છે તેનો પણ જેમાં અભાવ છે. શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ વીતરાગમૂર્તિ આત્મા છે... એ આત્માની અંદર લપેટાઈ જવું - આનંદકંદમાં લીન થઈ જવું તે શુભાશુભક્રિયાને મટાડવાનો ઉપાય છે. શ્રોતા- આ એક જ ઉપાય છે? ઉત્તર:- ઉપાય તો એક જ છે. “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ.” પ્રશ્ન-ચોથાગુણસ્થાને અંતર્મુહૂર્ત માટે આસ્રવ રોકાય છે પછી પાછો થાય છે ને? ઉત્તર- નહીં... નહીં, અહીંયા તો અનુભવની પ્રધાનતાથી કહેવું છે કે સમ્યગ્દર્શન થયું તો આસવ રોકાય ગયો તેમ કહેવામાં આવે છે. (સાધકને) થોડો આસ્રવ છે તો ખરો; પરંતુ એ આસ્રવ પણ છૂટી જાય છે તે અપેક્ષાથી કહ્યું છે. આસ્રવ બિલકુલ છે જ નહીં તેમ નથી. એ તો દશમા ગુણસ્થાન સુધી રાગ હોય છે. કોઈ એકાન્ત તાણી જાય કે -ધર્મીને બિલકુલ આગ્નવ છે જ નહીં... તો એમ નથી. અહીંયા તો સમ્યગ્દષ્ટિ આત્માએ સ્વસમ્મુખ થઈ અંતરમાં આવો અનુભવ કર્યો કે - હું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કલશામૃત ભાગ-૪ અતીન્દ્રિય આનંદનો નાથ! શુદ્ધ ચિદાનંદ પ્રભુ છું. તો પૂર્ણ નિધાન પ્રાપ્ત થયું. અનંત આનંદની ખાણ, અનંત જ્ઞાનના નિધાન, અનંત શાંતિ.. શાંતિ... શાંતિ... શાંતિનો સાગર આત્મા છે એવો અનુભવ થયો. સમ્યગ્દર્શન થયું તેનાથી તે શુભ અશુભભાવની ક્રિયા થાય છે તેનો નાશ કરે છે. બાકી જેટલો આસ્રવ રહે છે તેટલો બંધ છે. પરંતુ તેની સ્થિતિ અને રસ અલ્પ હોવાથી તેને અહીં ગણવામાં આવ્યા નથી. કોઈ એકાન્ત તાણી જાય કે – સમ્યગ્દષ્ટિને બિલકુલ આસ્રવ બંધ છે જ નહીં તો એમ નથી. સાધક દશાની શરૂઆત થતાં. અતીન્દ્રિય આનંદનું વેદન થયું સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદ (પ્રગટયો) તેની આગળ રાગની ગણતરી શું? રાગ છે પણ તેનો આદર નથી. રાગ કર્મધારામાં જાય છે. પોતાની જ્ઞાનધારામાં રાગ છે જ નહીં. આવી વાત છે બાપુ! ( અનંત કાળથી) જન્મ મરણ કરી કરીને સોંથી નીકળી ગયા છે બાપુ! તે દુઃખી પ્રાણી છે. તેની દૃષ્ટિમાં જ્યાં સુધી પુણ્ય ને પાપના ભાવ છે ત્યાં સુધી તે મહા પાપી, દુઃખી છે. સમાજમાં આવ્યું? ભગવાન અંદર આનંદનો નાથ પરમાત્મ સ્વરૂપ છે. “અપ્પા સો પરમપ્પા” તારણ સ્વામીમાં બહુ આવે છે. (તારી) અંદર ત્રિકાળી છે તે પરમાત્મા જ છે. આહાહા! કેમ બેસે!! “પપ્પા” આત્મા છે તે જ પરમાત્મા છે. અંદર પરમાત્મા છે. તેથી પર્યાયે પરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે. આહાહા ! એવો ભગવાન આત્મા અપરિમિત જ્ઞાન, દર્શન, આનંદનું ઘર છે. અનંત અનંત ગુણોનું ગોદામ છે... તેની સન્મુખ થતાં જ્યાં અનુભવ થયો અને નિમિત્ત, રાગ, પર્યાયથી વિમુખ થયો – મુખ ફેરવી નાંખ્યું (તો પર્યાયમાં નિધાન પ્રગટયાં.) નિમિત્તમાં દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે પછી સ્ત્રી-કુટુંબ હો! એનાથી મુખ ફેરવી નાંખ્યું. અને પુણ્ય-પાપના જે ભાવ છે તેનું પણ લક્ષ છોડી દીધું, અને જે એક સમયની પર્યાય છે તેનાથી પણ વિમુખ થઈ ગયો. આ વાત ચોથા ગુણસ્થાનવાળા સમકિતીની છે. હજુ તો ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ કેવો હોય છે તેની વાત ચાલે છે. આહાહા ! આવા માર્ગનો વર્તમાનમાં વિરોધ થઈ ગયો. સત્ય વાતને ખોટી ઠરાવવી છે અને ખોટી વાતને સત્ય ઠરાવવી છે. ભગવાન ! ચોર્યાશીના અવતારમાં તારા દુઃખના પાર નહીં રહે! બહારમાં દિગમ્બર મુનિ હો કે સંત કહેવાતો હો ! પરંતુ અંદરમાં જે દયાદાન મહાવ્રતના વિકલ્પ ઉપર જેની દૃષ્ટિ છે તે પાપી મિથ્યાષ્ટિ છે. આ વાત દુનિયાને આકરી પડે છે. જેની દૃષ્ટિ અંદરમાં થતાં રાગ અને પુણ્યથી હઠીને પૂર્ણાનંદનો નાથ પ્રભુ જે અનંતગુણ રત્નોથી ભરેલો રત્નરાશિ છે (તેની ઉપર દૃષ્ટિ પડી છે તે નિરાસવી થાય છે). તમારે ત્યાં તો થોડા ઘણાં જડ રત્ન હશે. આ તો અંદરમાં રતનની રાશિ પડી છે. આહાહા! અરૂપી આનંદ અનંત રતનનો ગંજ પ્રભુ આત્મા છે, એ તરફનો અનુભવ કરે છે, તો એ શુભભાવનો નાશ થાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૩૯ (સવનાં ઝિન્દ્રન) મૂળથી જ ઉખાડતો થકો સમ્યગ્દષ્ટિ નિરાસવ હોય છે. ભાઈ ! આ તો મારગડા જુદા છે નાથ ! સંસારના ભાવમાં ગુંચ્યો પડયો છે. તેનાથી છૂટીને કદાચિત્ ધર્મના નામે તે વ્રત-તપ-ભક્રિતમાં પડયો છે. ત્યાંથી હુઠીને (નિજ) ભગવાન સન્મુખ જવું તેમાં મહાપુરુષાર્થ જોઈએ ભાઈ ! એ પુરુષાર્થની ગતિ શું છે? તેના પરિણામ કેવા છે? એ વાતનો તેણે ખ્યાલય કર્યો નથી. ભાવાર્થ આમ છે-“ય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. એક તો તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી.” પહેલાં એમ લીધું કે – શેય વસ્તુ છે તેમાં રંજકપણારૂપ પરિણામ. હવે કહે છે – શેય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. સમ્યગ્દષ્ટિ શેયને માત્ર જાણે છે બસ. શેય એક છે તેમ જાણવા માત્ર રહે છે, પછી તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો! કે કુટુંબ-પરિવાર, લક્ષ્મી-આબરૂ હો ! તે બધાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનમાં માત્ર જાણે છે. શેયો મારા છે તેવી દષ્ટિ ધર્મીને છૂટી ગઈ છે. તે હવે જ્ઞાનમાત્ર-જ્ઞાનચેતના (ને જાણે છે ). આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ધર્મીને એ જ્ઞાનચેતના પર્યાયમાં પ્રગટ થઈ છે. તે જાણે છે કે – જેટલા જોયો છે તે જ્ઞાનમાં જાણવા લાયક રહ્યા છે પરંતુ તે મારા માનવા લાયક નથી. એ શેયની પ્રત્યે રાગ કરવો કે દ્વેષ કરવો તે પણ હવે રહ્યું નથી. સમાજમાં આવ્યું? જાણપણામાત્ર છે, રાગ-દ્વેષરૂપ નથી. જેમ કે - કેવળી સકળ શેયવસ્તુને જાણે દેખે છે, પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવાય છે.” સર્વજ્ઞ ભગવાન કેવળી પરમાત્મા “સકળ શેયને” અર્થાત્ ત્રણકાળ, ત્રણલોકને જાણે છે પરંતુ કોઈ વસ્તુમાં રાગ દ્વેષ કરતા નથી. શુદ્ધ જ્ઞાન ચેતના અર્થાત્ જાણવું.. જાણવું.. જાણવું... જાણવું. જાણવું. જાણવું રહી ગયું તે શુદ્ધશાન ચેતના. આખી ભાષા જ જુદી જાતની છે. અત્યારે તો માર્ગમાં બહુ ફેરફાર થઈ ગયો. એ શુદ્ધ જ્ઞાન ચેતનાને સમકિતમાં ઉતારશે. જાણવું. તેનું નામ શુદ્ધ જ્ઞાનચેતના કહેવામાં આવે છે. શું કહ્યું? સર્વદ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય જગતના જેટલા (શેય પદાર્થો) છે તે બધાને જ્ઞાન જાણે છે, તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે, તેને (શુદ્ધ) કર્મચેતના પણ કહેવામાં આવે છે. સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી.”(સાધકને) એક જ્ઞાનચેતના જ લીધી. તેને રાગ-દ્વેષ થાય છે પણ તેને તે જાણે છે એમ અહીંયા લીધું છે. વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે તે અહીંયા લીધું છે. આહાહા ! કોઈ એકલું તાણીને કહે કે – સમકિતીને એકલી જ્ઞાનચેતના જ છે અને રાગાદિ વ્યવહાર છે જ નહીં.. તો એમ નથી. ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાનચેતના દ્વારા શેયને જાણે. પછી તે અરિહંત દેવ હો, ગુરુ હો, શાસ્ત્ર હો, આહાહા! ભગવાન આત્માનો ચેતના સ્વભાવ છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા તે જ્ઞાનરતનથી ભરેલો, અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો પ્રભુ છે. સમ્યગ્દષ્ટિને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કલશામૃત ભાગ-૪ અનુભવમાં આત્માનું જ્યાં ભાન થયું તો હવે તે ૫૨શેયને જાણવાવાળો રહી ગયો. ૫૨શેયમાં કોઈ શેય મારું છે તેવી સૃષ્ટિ તો છૂટી ગઈ. પછી તે સમકિતી ગૃહસ્થાશ્રમમાં હો, આઠ વર્ષની બાલિકા હો; પોતાના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિથી અનુભવ થયો તેને કહે છે કે – તેની પાસે તો જ્ઞાનચેતના છે. પછી યુવાન થતાં તેનો પતિ હો ! મોટો દીકરો હો ! પેટમાં ગર્ભ હો ! તે બધા શેયને ધર્મી જાણે છે બસ. ગજબ વાત છે ભાઈ ! આહાહા ! ધર્મી જીવને આત્માનું ભાન થયું છે. જ્ઞાનચેતનામાં ૫૨શેયને પોતાના માનતો નથી, તે શેયને જાણે છે કે – આ છે બસ. ધર્મી પોતાના ભાવમાં રહીને અર્થાત્ જ્ઞાનચેતનામાં રહીને ૫૨શેયને જાણે છે... એ અપેક્ષા અહીં લીધી છે. ધર્મી કોઈ ચીજને પોતાની માનતો નથી તે અહીં કહેવું છે. આહાહા ! રાગ થાય છે, દ્વેષ થાય છે પરંતુ તેને જ્ઞાનમાં શેય તરીકે જાણવામાં આવે છે. ભગવાન આત્માના જ્ઞાનનો સ્વભાવ સ્વપ૨પ્રકાશક પ્રગટ થયો તો પોતાનામાં હવે ૫૨નું જાણવું રહ્યું... પરંતુ ૫૨ને પોતાનું માનવું રહ્યું નહીં. આહાહા ! આવી વાત છે! “સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાનચેતનારૂપ જાણપણું છે.” આમાં કોઈ એમ તક૨ા૨ ક૨ે કે – ધર્મીને જ્ઞાનચેતના જ છે, રાગ અને દુ:ખ છે જ નહીં. પરંતુ એ કઈ અપેક્ષાએ બાપુ! અહીંયા તો સાધકને દુઃખ છે પરંતુ તેને ૫૨શેય તરીકે જાણે છે એ અપેક્ષા અહીંયા લેવી છે. કોઈ એમ જ કહે કે – જ્ઞાનીને દુઃખનું વેદન છે જ નહીં તો તે એકાન્ત મિથ્યાર્દષ્ટિ છે. અહીંયા તો જ્ઞાનચેતના, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ ચેતના તેનો જ્યાં સ્વસન્મુખ થઈને અનુભવ થયો તો જ્ઞાનચેતનાનું જ્ઞાનપણું સ્વપ૨પ્રકાશકનું જાણપણું પ્રગટ થયું. ધર્મી હવે રાગાદિને ૫૨શેય તરીકે જાણે છે. સમ્યગ્દષ્ટિને રાગ આવે છે તે ૫૨ચીજ છે તેને પોતાનામાં રહીને જાણે છે તેવો ૫૨પ્રકાશક સ્વભાવ પોતાનો છે. જ્ઞાનચેતનાને કા૨ણે તે ૫૨શેયને જાણે છે, એ જાણવાની પર્યાય તે મોક્ષનો માર્ગ છે – ધર્મ છે. તેથી તે મોક્ષનું કા૨ણ છે. આહાહા ! આવો માર્ગ છે. શુદ્ધ જ્ઞાનચેતના તે મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. જે બંધનું કા૨ણ છે તેનું તો જ્ઞાનકરે છે... એટલું અહીં લેવું છે. અરે ! એણે ભગવાનને (નિજાત્માને ) ભૂલીને ભૂલો કરી છે. એ ભૂલને અહીંયા કર્મચેતના અને કર્મફળચેતના કહે છે. વિકાર થાય અને વિકારી ફળના વેદનમાં એકાકાર થાય તે કર્મચેતના અને. કર્મફળ ચેતના છે. મિથ્યાર્દષ્ટિ અનાદિથી શુભ – અશુભભાવનો કર્તા અને શુભ – અશુભભાવના ફળનો વેદક (ભોક્તા ) છે. જ્યારે ધર્મી થયો, પોતાનો ચૈતન્ય ધર્મ જે જ્ઞાનને આનંદ સ્વભાવ તેની પર્યાયમાં જ્યારે ધર્મીની પરિણતિ પ્રગટ થઈ... આહાહા ! દ્રવ્ય ગુણમાં તો અનંતઆનંદ, અનંતજ્ઞાન, અનંત પ્રભુતા પડી છે... પણ એ પ્રભુતાની પરિણતિ પર્યાયમાં પ્રગટ થઈ ત્યારે સમ્યગ્દર્શન થતાં એ જ્ઞાનચેતના પ્રગટ થઈ. જેમ કેવળી જાણે છે તેમ સમ્યગ્દષ્ટિ જ્ઞાન ચેતનાને જાણે છે. એ જ્ઞાન ચેતના “મોક્ષનું કા૨ણ છે, તે બંધનું કા૨ણ નથી.” Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કલશ-૧૧૬ “બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે.” પહેલાં આવું જાણપણું હતું શું? ધર્મીને તો શેયને જાણવું તેવી જ્ઞાનચેતના રહી બસ. બીજું જાણપણું એવું છે કે – શેયને જાણીને રાગ દ્વેષ કરે છે, શેય મારાં છે તે બીજી કર્મચેતના છે. પોતાના જ્ઞાનમાં બીજી વિષયરૂપ ચીજ તેનું જાણપણું પણ છે. “અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે,” જ્ઞાનીને ઇષ્ટમાં રાગ અને અનિષ્ટમાં ષ છે જ નહીં. કેમકે બધી ચીજ ય છે. શેયમાં બે ભાગ પડતા જ નથી કે આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે. જ્યારે અજ્ઞાની શેયમાં બે ભાગ પાડે છે. જાણવા લાયક ય છે અને જ્ઞાનચેતના જાણવાવાળી છે તો પણ અજ્ઞાની શેયરૂપ જે ચીજ છે તેમાં બે ભાગ પાડે છે કે – આ ઇષ્ટ છે તેમ માની રાગ કરે છે અને આ અનિષ્ટ છે તેમ માની હૈષ કરે છે. ધ્યાન રાખે તો પકડાય એવું છે હોં! ભાષા સાદી છે પરંતુ ભાવ તો બહુ ઊંચા છે. ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં ષ કરે છે, અરુચિ કરે છે, અજ્ઞાની ઇષ્ટમાં રાગ કરે છે તેમજ ભોગની અભિલાષા કરે છે, તે જાણતો તો છે નહીં તેથી શેયમાં રાગ અને ભોગની અભિલાષા કરે છે, પરચીજ ભોગવવામાં આવતી નથી પરંતુ પરચીજના લક્ષ ઉત્પન્ન થયેલો જે રાગ તે રાગને ભોગવવાની અભિલાષા કરે છે. ભારે માર્ગ બાપુ! અજ્ઞાની જીવ મોહકર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો જે મિથ્યાત્વભાવ તે મિથ્યાત્વ તો પોતાથી થયો છે તેમાં કર્મ તો નિમિત્ત છે. આ રીતે વિષય વસ્તુનું પણ જાણપણું છે. ઇષ્ટમાં રાગ કરે છે તેવો મોહનો રાગ છે અને ભોગની પણ અભિલાષા છે. તથા અનિષ્ટમાં ઢેષ કરે છે, અરુચિ કરે છે,” વીંછીનો ડંખ, સર્પનું કરડવું, નિંદાનું સાંભળવું તે છે તો શેય. પરંતુ મિથ્યાત્વને કારણે તેમાં અરુચિ કરે છે. આખું લોકાલોક જ્ઞાનમાં શેય છે. શેયમાં બે ભાગ નથી કે – આ ઠીક છે અને આ અઠીક છે. પરંતુ અજ્ઞાની મિથ્યાત્વ ને કારણે ઈષ્ટને પ્રેમ કરે છે અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરી બે ભાગ પાડે છે. પાણીનું પૂર ચાલતું હોય અને વચ્ચે પૂલ આવે તો પાણીમાં બે ભાગ પડી જાય છે. તેમ ભગવાન આત્મામાં જ્ઞાનરૂપી પ્રવાહ ચાલે છે તેમાં આ સર્વ ચીજ શેયમાત્ર છે. તેમ ન જાણતાં; આ શેય ઠીક છે અને આ અઠીક છે તેવા જ્ઞાનમાં બે ભાગ થતાં મિથ્યાત્વ થઈ જાય છે. શ્રોતા:- ભાવની વાત છે? ઉત્તર- ભાવની વાત છે ને! અહીંયા પરની સાથે શું સંબંધ છે? (શરીર) તો માટી જડ છે. તેને ભાવમાં ઇષ્ટ – અનિષ્ટપણે માને તે મિથ્યાત્વ છે. પ્રશ્ન:- તો.... વીંછી કરડે તેને સારો ગણવો? ઉત્તર- એ તો શેય છે, ત્યાં સારા-નરસાનો પ્રશ્ન જ ક્યાં છે? વીંછીનું કરડવું, સ્ત્રીનો ભોગ, લાડુ ખાવાની ક્રિયા તે તો જ્ઞાનમાં શેય છે. તેમાં આ ઠીક છે અને આ અઠીક છે તેમ આવ્યું ક્યાંથી ? અજ્ઞાની તેમાં ભેદ પાડે છે કે – આ વિષયમાં મજા છે અને વીંછીના કરડવામાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કલશામૃત ભાગ-૪ મજા નથી તેવા રાગ-દ્વેષથી બે ભાગ પાડે છે. આકરી વાત છે ભાઈ ! ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન”, જુઓ! પહેલાં એમ કહ્યું હતું કે – પોતાના જ્ઞાનમાં જ્યાં જ્ઞાનનું ભાન થયું તો બધી શેય વસ્તુ જાણવા લાયક રહી ગઈ. કોઈ ચીજ ઠીક છે – કોઈ ચીજ અઠીક છે તેવું રહ્યું નહીં. જો એવું રહ્યું નહીં તો રાગ-દ્વેષ પણ રહ્યા નહીં; એ અપેક્ષાએ અહીં વાત કહી છે. અહીંયા કહે છે કે – આત્મામાં પરશેયનું જાણવું તો રહ્યું પરંતુ જાણવા ઉપરાંત આ ઇષ્ટ છે તેથી રાગમાં મજા છે એવું માની તે રાગનો કર્તા થાય છે. અને તે રાગને ભોગવવાની અભિલાષા કરે છે. જ્ઞાની-ધર્મી રાગનો જ્ઞાતા-દેણા છે અને અજ્ઞાની રાગનો કર્તા અને ભોક્તા થાય છે. આવી વાતું હવે... પછી માણસને લાગે કે – આવો ધર્મ? પકડાય નહીં, સમજાય નહીં તેવો ઝીણો ધર્મ? બાપુ! ધર્મ તો આ છે, તે પકડાય એવો જ છે, સમજાય એવો જ છે. આહાહા ! જાણનાર ભગવાન કોને ન જાણે? ન જાણી શકે એવો પ્રશ્ન ત્યાં ક્યાં છે? જાણનાર કોને ન જાણે? અગ્નિની ઉષ્ણતા કોને ન બાળે? તેમ ભગવાન આત્મા કોને ન જાણે? તે બધાને જાણે પરંતુ શેયમાં ઇષ્ટ – અનિષ્ટપણું કરે નહીં. આહાહા ! અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ, જેને સ્વરૂપનું ભાન નથી તે શેયને જાણે તો છે... પરંતુ જાણવાના કાળમાં ઇષ્ટ – અનિષ્ટ (માની) રાગ-દ્વેષ કરે છે. રાગ કરી અને રાગને ભોગવવાની અભિલાષા કરે છે. આ શરીરને ભોગવું; આ લાડુને ભોગવું; દાળ-ભાતને ભોગવું એમ અજ્ઞાની ભોગવવાની અભિલાષા કરે છે. તે પરને ભોગવતો નથી... તે ભોગવે છે પોતાના વિકારને... સમજમાં આવ્યું? ગજબ વાત છે. એક એક કળશમાં ઘણી ઘણી વાત ભરી ધે છે. ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી તે બંધનું કારણ છે.” પહેલાં જ્ઞાનચેતના કહી હતી. બધા શેયોને જાણે તે જ્ઞાનચેતના; એ જ્ઞાનચેતના શેયમાં ઇષ્ટ – અનિષ્ટના ભાગ નથી પાડતી. ઇષ્ટ અનિષ્ટ ભાગ નથી પાડતી તો રાગ-દ્વેષ થતા નથી. પોતે જ્ઞાનસ્વરૂપ છે તેથી જાણે તો છે.. , ઉપરાંત આ ઇષ્ટ છે આ અનિષ્ટ છે એવા રાગ-દ્વેષ કરે છે... તેનું નામ કર્મચેતના છે, તેને ભોગવવાનું નામ કર્મફળચેતના છે. જે વિકારને કરે છે અને વિકારને ભોગવે છે તે મિથ્યાષ્ટિ છે. આહાહા! તેને જૈનની ખબર નથી કે – તેનું જૈનપણું શું છે? અજ્ઞાનીને કર્મચેતના અને કર્મફળચેતના તેનો સ્વાદ આવે છે માટે તે બંધનું કારણ છે. એ બન્ને ચેતના બંધનું કારણ છે. બંધનું કારણ એટલે મિથ્યાત્વ તે દર્શનમોહના બંધનું કારણ છે. “આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી.” અનંત શેયોમાં આ ઠીક છે અને આ અઠીક છે એવું જ્ઞાની સમકિતીને થતું નથી. પછી તે સાક્ષાત્ તીર્થંકર હો તો પણ તે ઇષ્ટ છે-ઠીક છે એવું જ્ઞાનીને થતું નથી. આ ઘણી મોટી વાત છે. ભક્તિના પ્રેમનો રાગ આવે છે પરંતુ જ્ઞાની રાગનો Page #59 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૬ ૪૩ જાણવાવાળો રહે છે. જ્યારે અજ્ઞાની રાગનો કર્તા થાય છે, રાગનો ભોક્તા થાય છે... તેથી તે ઝેરના પ્યાલા પીવે છે. સમકિતીને જ્ઞાન ચેતના હોવાથી તે આનંદના પ્યાલા પીવે છે, એમ કહે છે. કેટલાક તો એમ કહે છે કે આ તો બધી નિશ્ચયની વાતું છે. નિશ્ચય એટલે સત્ય. વ્યવહા૨ની વાતો આરોપીત હો પરંતુ તેનું જાણવું આત્માનો સ્વભાવ છે. આવા વ્યવહા૨ને લોકો માને છે ને... કે વ્રત કર્યા ને તપ કર્યા ! અહીંયા કહે છે આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી. કેવું (પરિણમન ) નથી ! આ જ્ઞેય ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે. અનિષ્ટ માનીને (તેના પ્રત્યે ) દ્વેષ અને ઇષ્ટ માનીને રાગ (ક૨વો) એવી અશુધ્ધ પરિણતિ ધર્મીને હોતી નથી. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે તેનો પણ તે જાણવા-દેખવાવાળો ૨હે છે... એમ સિદ્ધ કરવું છે. સાધકને આસકિતનો ભાવ થાય છે પરંતુ તેમાં તેની ઇષ્ટ અનિષ્ટપણાની માન્યતાનો ભાવ નથી. પરંતુ તે આસક્તિના ભાવનો પણ જાણવાવાળો છે એમ અહીંયા સિદ્ધ કરે છે. આસક્તિના ભાવનો કર્તા અને ભોક્તા છે નહીં. આવો માર્ગ છે. કોને ક્યાં (પડી છે!) મુંબઈમાં સાંભળવા મળે એવું છે ? આખો દિવસ પાપની પિંજણમાં ( રોકાઈ ગયો ). ધૂળમાંય પૈસા મળતા નથી... એ તો પુણ્ય હોય તો પૈસા મળે... એના ડહાપણથી ક્યાં પૈસા મળે છે? મોટા હુશિયાર હોય અને સટ્ટામાં ખોટ જાય, ભિખારા થઈ જાય લ્યો ! શ્રોતા:- આ દાખલો બધાને લાગુ પડવો જોઈએ ને ? ઉત્ત૨:- બધે લાગુ પડે છે. પાપનો ઉદય આવે તો બધું ફગી જાય... તેને ખબરેય ન પડે કે – આ ક્યાં ગયું ! શેઠાઈ જાય, પૈસા જાય, આબરુ જાય બધું જ એક સાથે જાય... એવા દાખલા તો ઘણાં જોયા છે. અમારા ઉમરાળામાં નગરશેઠ હતા. તે સ્થાનકવાસીઓના શેઠ, ગામના શેઠ હતા. માણસ ખાનદાન પણ પુણ્ય ઓછા હતા. બશેર તેલ લેવા જવું હોય તો તેની પાસે એક રૂપિયો ન હોય. ઘાંચી પાસે તેલ લેવા જાય... બશેર તેલ આપો, ઘાંચી સમજે આ માણસ પાસે પૈસા નથી, એટલે તે કહે – મોટાભાઈ આવશે એટલે આપશું હો! આવી સ્થિતિ હતી. અત્યારે મુંબઈમાં તેના છોકરાવને સારી સ્થિતિ છે. પહેલાં મોટા નગ૨શેઠ હતા, વચ્ચે આવી ( સાધારણ ) સ્થિતિ થઈ ગઈ વળી અત્યારે સારી સ્થિતિ થઈ ગઈ... આમ ફે૨ફા૨ થાય. તમારી મોટરનો ડ્રાઈવર કહેતો હતો કે – ચડતી પડતી, તડકા ને છાંયા આવે. છાંયા હોય તડકો થઈ જાય, તડકો હોય તો છાંયો થઈ જાય. આમ ચલતી ફિરતી છાંયા છે બાપુ ! અમે જયપુર જ્યાં ઊતરેલા ત્યાંથી નીચે ઊતરી અને વ્યાખ્યાન કરવા જવાનું હતું. ત્યાં એક માણસ નીકળ્યો તે ૭૫–૮૦ વર્ષનો હતો. કપડાં જીર્ણ થઈ ગયેલાં, માથે ટાલ અને હાથમાં કટોરો. એ... મા-બાપ પૈસા આપોને ! મારી નજર તેના ઉ૫૨ ગઈ... પછી મેં કહ્યું-ભાઈ ! આ માણસ ગરીબ નથી, ગમે તેમ થયું હો ! પરંતુ એના મોં ઉપ૨થી અને તેના માથે ટાલ છે!!ત્યાં એક બીજો માણસ તેને ઓળખતો હતો, તે કહે સાહેબ ! આ ઝવેરીનો દિકરો છે. જયપુરના Page #60 -------------------------------------------------------------------------- ________________ ४४ કલામૃત ભાગ-૪ ઝવેરી માવજી ત્રિકમ એની ઝવેરી બજારમાં દુકાન હતી. એના લગ્ન ખૂબ ધામધૂમથી કરેલાં... અત્યારે તે ગરીબ – રાંક – ભિખારી થઈ ગયો. બાપુ! પુણ્ય ફરે ત્યારે શું થાય? પુણ્ય તારા રાખ્યા રહેતા નથી. પુણ્ય ખલાસ થાય તો બધું ચાલ્યું જાય. આ ભાઈ કહેતા કે – અમારે જેઠાલાલ શામજી ભાટિયા મોટા ગૃહસ્થ હતા. દિકરાના લગ્નમાં તેની આખી નાતમાં બેડા ખેંચ્યા હતાં. એ છોકરાની વહુના શ્રીમંતનો પ્રસંગ આવ્યો ત્યારે એ જેઠાલાલ પૈસા માંગવા આવેલો. બાપુ! મારી પાસે કાંઈ નથી, આ વહુને હોસ્પિટલમાં મૂકવા છે તેથી કંઈક ખર્ચના પૈસા આપો. ક્યારે પુણ્ય ફરે... એ કાંઈ રાખ્યા રહે એવું છે નહીં. ચલતી ફિરતી છાંયા છે' અહીંયા તો પ્રભુ એમ કહે છે – આનંદનો નાથ જ્યાં જાગે છે (તો જ્ઞાનચેતના પ્રગટે છે). સાધકને રાગાદિ હોય છતાં તેને તે શેય તરીકે જાણે છે પરંતુ તેનો કર્તા ને ભોક્તા થતો નથી. દ્રવ્યલિંગી સાધુ થઈને પણ તેને હજારો રાણી છોડી છે, છતાં એ રાગની ક્રિયાનો હું કર્તા અને તેનો હું ભોક્તા છું તેમ તે માને છે તેથી મિથ્યાદેષ્ટિ છે. આટલો મોટો ફેર છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તેથી તેને જ્ઞાતાદેખાની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીની દૃષ્ટિ પુષ્ય ને પાપના વિકાર ઉપર હોવાથી તેને મિથ્યાત્વ આદિ વિકારની ઉત્પત્તિ થાય છે. આહાહા! બહારમાં બાદશાહી દેખાય અંદરમાં ભિખારા હોય. આવી ચીજ છે. રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુધ્ધચેતનાલક્ષણ કર્મચેતનાકર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. આવું પરિણમન સમ્યગ્દષ્ટિને નથી.” અહીંયા તો સાધક રાગનો જાણવાવાળો છે તે સિદ્ધ કરવું છે. કોઈ કહે કે-બિલકુલ રાગ છે જ નહીં. , તો તેમ નથી. અહીંયા જ્ઞાનચેતના રાગને જાણે છે તે સિદ્ધ કરવું છે. સાધકની જ્ઞાનચેતનામાં રાગનો અભાવ છે અને જ્ઞાનચેતનાનો રાગમાં અભાવ છે એટલે અહીંયા સિદ્ધ કરવું છે. આમાં કોઈ એકાન્ત લઈ જાય કે – સમ્યગ્દષ્ટિ થયો તો હવે તેને બિલકુલ રાગાસ્રવ છે જ નહીં તો તે એકાન્ત વાત છે. સમજમાં આવ્યું? આવી વાતો છે! શાસ્ત્રના શાસ્ત્ર ભર્યા છે કે-દશમા ગુણસ્થાન સુધી રાગ આસ્રવ છે અને છ કર્મ પણ આવે છે. ચોથે ગુણસ્થાને બિલકુલ રાગ છે જ નહીં એનો અર્થ કે – જ્ઞાનચેતનામાં તે જાણવા લાયક છે એવું જાણીને.. જ્ઞાનચેતનામાં રાગ નથી એમ કહ્યું છે. આહાહા ! સમ્યગ્દષ્ટિને સંસાર વધે એવો છે જ નહીં. શુભભાવ આવે છે પણ તેને જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. સાધકને ભવિષ્યના ભવનો બંધ પડે છે... પરંતુ તે અશુભભાવના કાળમાં ભવબંધ પડતો નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિનું જોર છે. અશુભભાવ આવે છે તે કાળમાં ભવિષ્યનો બંધ પડતો નથી પરંતુ જ્યારે શુભભાવ આવે ત્યારે ભવિષ્યનો બંધ બંધાશે.. કેમકે સમ્યગ્દષ્ટિ તો વૈમાનિક સ્વર્ગમાં જાય છે. મનુષ્ય ને તિર્યંચ હોય તો વૈમાનિક સ્વર્ગમાં જાય છે અને દેવ હોય તો મનુષ્યમાં આવે છે. ધર્મીને પણ અશુભભાવ આવે છે છતાં તે એ કાળમાં તેનો કર્તા અને Page #61 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૭ ૪૫ ભોક્તા નથી. તે કાળે તેને ભવિષ્યનો ભવ બંધાતો નથી. જ્યારે શુભભાવ આવે ત્યારે ભવિષ્યના ભવનો બંધ પડે છે. આટલું તો જોર છે. કેમકે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભવ તો છે. એ ભવનો બંધ ક્યારે થશે? જ્યારે શુભભાવ આવશે ત્યારે વૈમાનિકનો બંધ થશે. નહીંતર અશુભભાવ હોય ત્યારે બંધ પડે તો બીજી ગતિનો પડે... ત્યાં આયુષ્ય ન હોય. જ્ઞાનીને રાગ આવે છે તેનાથી બંધ થાય છે... પરંતુ અહીંયા તો રાગ અને બંધને બન્ને શેયમાં નાખીને તેનો જ્ઞાતા છે એમ બતાવવું છે. આહાહા! આવી લાંબી વાતો છે કેટલી ! જ્ઞાનીને રાગમાંથી સ્વામીત્વનો અભિપ્રાય છૂટી ગયો છે તેથી રાગ આવ્યો તેનો કર્તા-ભોક્તા થતો નથી. તે કારણે અશુભભાવ વખતે તેને આયુ બંધાતું નથી. સમકિતી તો સ્વર્ગમાં જ જાય છે... બીજે ક્યાંય જાય નહીં. જો સમ્યક પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય અને નરકમાં જાય તે બીજી વાત છે. સમ્યગ્દષ્ટિને આત્માનું ભાન થયું. હવે તેને શુભભાવ આવે છે. તો તેને તે સમયે વૈમાનિકનું આયુષ્ય બંધાઈ જશે. આહાહા! કોઈ કહે છે ને કે – શ્રીમદ્ રાજચંદ્ર તે તો સીધા મહાવિદેહમાં ગયા અને ત્યાં આઠ વર્ષે કેવળજ્ઞાન પામશે તે બધી વાત ખોટી છે. કેમકે મિથ્યાષ્ટિ હોય તે જ મનુષ્ય મરીને મનુષ્ય થાય. લોકોને એ પણ ખબર ન મળે કે તેઓ વૈમાનિક સ્વર્ગમાં ગયા છે. આહાહા ! સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય થઈ અને મોક્ષ જવાના. પણ અત્યારે અહીંથી સીધા મનુષ્ય થયા ત્યાં (એમ નથી). તેના ભક્તોને પણ ભાન ન મળે, ખોટા વખાણ કરી નાખ્યા તેમના પેલો એક ક્ષુલ્લક ભોપાલમાં મળ્યો હતો તે કહેતો હતો. સુરતની પાસે હમ્પી છે ત્યાંનો છે એ કહે – શ્રીમદ્જી મહાવિદેહમાં ગયા છે અને તેઓ કેવળીપણે વિચરે છે. તેના ભક્તો તો જાણે ઓહો... ઓહો! પરંતુ આ સિદ્ધાંત વિરુદ્ધ થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય તો તેને મનુષ્યનો બંધ પડતો નથી. પરંતુ વૈમાનિક બંધ પડે છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ્યોતિષમાં ન જાય, નરકમાં ન જાય, તિર્યંચમાં ન જાય તેમજ મનુષ્ય મરીને મનુષ્ય પણ ન થાય. એ બંધને અને બંધના ભાવને જ્ઞાનના શેય તરીકે ગણવામાં આવ્યો છે. જ્યારે અજ્ઞાની તે ભાવ મારો છે તેમ માની તે રાગ અને દ્વેષને કરે છે અને તેને ભોગવે છે. કેમ કે મિથ્યાત્વરૂપ પરિણામ ગયા હોવાથી આવું પરિણમન હોતું નથી. આવા અશુધ્ધશાન ચેતનારૂપ પરિણામ મિથ્યાષ્ટિને હોય છે.” એ શુભ અને અશુભભાવ મારા છે અને મારું કર્તવ્ય છે અને તે માટે કરવા લાયક છે, મારે ભોગવવા લાયક છે આવો ભાવ મિથ્યાષ્ટિને હોય છે. આહાહા! શરીર, વાણી, મન, ધંધાનો કર્તા આત્મા અજ્ઞાન ભાવે પણ નથી તે શુભભાવનો કર્તા અને ભોક્તા થાય છે. આવી વાતું છે ભાઈ અરે! અનાદિનો રખળતો.... રઝળતો હતો તેમાં માંડ મનુષ્યપણું મળ્યું અને એમાં જૈનધર્મ મળ્યો પરંતુ જિનવર કહે એ ધર્મ ના સમજ્યો. તો તેની અનંતકાળથી એની એ દશા જ રહી. “વળી કેવો હોતો થકો નિરાસવ હોય છે? “જ્ઞાનસ્ય પૂM: ભવન” પૂર્ણ જ્ઞાનરૂપ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કલશામૃત ભાગ-૪ હોતો થકો.” જુઓ ! જ્ઞાનસ્વરૂપમાં જ્ઞાતાદેષ્ટા થઈને હવે જ્ઞાતાદૃષ્ટા... જ્ઞાતાદેષ્ટાનો અનુભવ અર્થાત્ પરિણમન કરતાં... કરતાં પૂર્ણ જ્ઞાન થઈ જાય છે. સમજમાં આવ્યું ? ભાવાર્થ આમ છે-જ્ઞાનનું ખંડિતપણું એ કે તે રાગ-દ્વેષ સાથે મળેલું છે. જ્ઞાનમાં ખંડ– ખંડ જે થાય છે તે રાગ-દ્વેષને કા૨ણે થાય છે. ખંડ-ખંડ જ્ઞાન રાગ-દ્વેષ સાથે મળેલું છે. જ્ઞાનીને રાગ-દ્વેષ ગયા હોવાથી જ્ઞાનનું પૂર્ણપણું કહેવાય છે.” રાગ-દ્વેષનો પછીથી નાશ થઈ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અપૂર્ણ જ્ઞાન છે તો રાગના કારણે જ્ઞાન ખંડ–ખંડ થાય છે છતાં જ્ઞાનીને તો રાગનું જ્ઞાન છે તેથી તેને ખંડ નથી એમ કહે છે. જ્ઞાનમાં ખંડ ન આવ્યો અને એ જ્ઞાન અખંડનો અનુભવ કરતું... કરતું પૂર્ણ જ્ઞાન થઈ જાશે... અર્થાત્ કેવળજ્ઞાન થઈ જશે તેને જ્ઞાનનું પૂર્ણ જ્ઞાન કહેવાય છે. “આવો હોતો થકો સમ્યગ્દષ્ટિ જીવ નિરાવ હોય છે.” આ કારણે જ્ઞાની પૂરો નિરાસ્રવ થઈ જાય છે. આસ્રવ અધિકાર છે ને ? જ્યારે બિલકુલ આસ્રવ રહિત પૂર્ણ જ્ઞાન દશા થાય છે ત્યારે નિરાસ્રવ થઈ જાય છે. સાધકને જ્યાં સુધી આસ્રવ છે ત્યાં સુધી તે આસ્રવનો જ્ઞાતાદેષ્ટા છે. તે જાણવાવાળો છે અને કરવાવાળો ને ભોગવવાવાળો તે નથી. (અનુષ્ટુપ ) सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्र त्ययसन्ततौ। कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः ।।५-११७।। ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ આશંકા કરે છે-સમ્યક્ટેષ્ટિ જીવ સર્વથા નિરાસ્રવ કહ્યો, અને એમ જ છે, પરંતુ જ્ઞાનાવરણાદિદ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિધમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુઃખને ભોગવે છે, ઇન્દ્રિય-શ૨ી૨સંબંધી ભોગસામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે; આટલી સામગ્રી હોવા છતાં નિરાસવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે છે-“દ્રવ્યપ્રત્યયસન્તતો સર્વસ્થામ્ વ નીવન્ત્યાં જ્ઞાની નિત્યમ્ નિરાવ: તા:” (દ્રવ્યપ્રત્યય) જીવના પ્રદેશોમાં પરિણમ્યું છે પુદ્ગલપિંડરૂપ અનેક પ્રકારનું મોહનીયકર્મ, તેની (સન્નતાૌ) સંતતિસ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યન્ત જીવના પ્રદેશોમાં રહેવું તે-( સર્વસ્યામ્) જેટલી હોત, જેવી હોત, ( નીવન્ત્યાં) તેટલી જ છે,વિધમાન છે, તેવી જ છે (વ)નિશ્ચયથી; તોપણ (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (નિત્યમ્ નિરાન્નવ:) સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે (તા:) શું વિચારીને કહ્યું ? “ શ્વેત્ કૃતિ મતિ:” ( શ્વેત્ ) હે શિષ્ય ! જો (રૂતિ મતિ: ) તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ. ૫-૧૧૭. " Page #63 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૭ ૪૭. કળશ નં. - ૧૧૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૫ તા. ૦૭/૧૦/'૭૭ પૂર્ણાનંદ સ્વરૂપ જ્ઞાનમાં જાણવામાં આવ્યું ત્યારે તેની દૃષ્ટિમાં પુણ્ય-પાપના ભાવની રુચિ છૂટી ગઈ. અને પુણ્ય-પાપના ફળમાંથી પણ રુચિ છૂટી ગઈ. સમ્યગ્દર્શનની અપેક્ષાએ તેનું પરિણમન તો શુદ્ધ છે. હવે તેને અશુધ્ધ પરિણમનની મીઠાશ ચાલી ગઈ અને અશુધ્ધ પરિણામના ફળરૂપ સંયોગી ચીજ તેની મીઠાશ પણ છૂટી ગઈ. ધર્મી જીવને સ્વરૂપના આનંદમાં મીઠાશ આવે છે, જ્યારે અજ્ઞાનીને પુષ્ય ને પાપના ભાવ અને સંયોગી ભાવમાં અને તેનાં ફળમાં મીઠાશ આવે છે. આહાહા ! આટલી દિશા ફેરથી દશા ફરી ગઈ છે. મિથ્યાદૃષ્ટિની દશામાં પુણ્ય-પાપના ભાવ મારા છે એવું માનીને તે કરે છે અને ભોગવે છે. અને એ પુણ્ય આદિના ફળમાં, સંપદામાં મીઠાશ-પ્રેમ કરે છે. મિથ્યાદેષ્ટિને પોતાની સ્વસંપદાની તો ખબર નથી. હવે સમ્યગ્દષ્ટિ થયો તો તેને એનો પ્રેમ ઊડી ગયો. સમ્યગ્દર્શન થતાં પરની અને રાગની મીઠાશ ઊડી ગઈ. એ કારણે તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? શિષ્યનો પ્રશ્ન છે કે- સમ્યગ્દષ્ટિને તો બધું છે ને! અને તમે કહો છો કે તે આસ્રવ રહિત છે. આસ્રવ રહિત છે. અહીં કોઈ આશંકા કરે છે- આશંકાનો અર્થ કે- આપ કહો છો તે ખોટું છે તેમ નથી પરંતુ આપ શું કહો છો તે મારી સમજમાં આવતું નથી. તેનું નામ આશંકા છે. “સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા નિરાસ્ત્રવ કહ્યો અને એમ જ છે,” તેને પુણ્ય-પાપનો આસ્રવ છે જ નહીં, એ એમ જ છે એમ કહે છે. કેમકે પુણ્યના અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તે મારા છે અને તેનાથી મને લાભ છે એવું મિથ્યાષ્ટિપણું હતું એ મિથ્યાષ્ટિપણું સમ્યગ્દષ્ટિ થતાં ઊડી ગયું. એ પુણ્ય ને પાપ હોવા છતાં અને એ.. પુણ્ય ને પાપના ફળરૂપ સંયોગ હોવા છતાં તેને તેમાંથી મીઠાશ છૂટી ગઈ છે અર્થાત્ સ્વામીપણું છૂટી ગયું છે. વાત બહુ ઝીણી અને માર્ગ પણ ઝીણો ભાઈ ! ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હોય તો પણ તે મારી ચીજ નથી. તે મારામાં નથી. અને હું તેમાં નથી. હું જ્યાં છું ત્યાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિ પડી છે. આહાહા ! આવી સમ્યગ્દષ્ટિની દષ્ટિ હોવાથી તેને નિરાસ્ત્રવ કહ્યો છે. ( શિષ્યને આશંકા છે) કે તેને નિરાસ્ત્રવ કેવી રીતે કહ્યો? सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसन्ततौ। कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।।५-११७।। સાધકને હજુ રાગ છે, પુણ્ય છે, એ ભાવો તો આવે છે, વળી કર્મ પણ વિધમાન છે અને તેઓ પુણ્યની સામગ્રીને ભોગવતા પણ દેખાય છે તો પછી તે સર્વથા નિરાસ્ત્રવ કેવી રીતે છે? Page #64 -------------------------------------------------------------------------- ________________ ४८ કલશામૃત ભાગ-૪ બહુ ઝીણી વાત છે. પરંતુ જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ જેવો હતો તેવો જ વિધમાન છે તથા તે કર્મના ઉદયે નાના પ્રકારની ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે” સમકિતીને આત્માના પ્રદેશ ઉપર હજુ જડ આઠ કર્મો છે. જડ આઠ કર્મો છે અને આપ કહો છો કે- જ્ઞાની નિરાસ્ત્રવી છે? પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો સમ્યગ્દર્શનમાં અનુભવ થયો ત્યારથી તેને કર્મ અને કર્મથી મળતી સામગ્રી તેમાંથી રસ અને રુચિ ઊડી ગયા છે. કર્મના ઉદયને કારણે જેવી હતી તેવી સામગ્રી પણ છે. સમ્યગ્દર્શન થયું એટલે બહારની સામગ્રી ચાલી જાય છે? સામગ્રી તો હોય છે. “તથા તે કર્મના ઉદયે નાના પ્રકારનાં સુખ-દુ:ખને ભોગવે છે” જરાક સુખ દુઃખ કલ્પનામાં આવે છે તેને વેદે છે. આહાહા ! આ સમ્યગ્દર્શનના મહાભ્યનું વર્ણન છે. સમ્યગ્દર્શન શું ચીજ છે? અને સમ્યગ્દર્શનનો વિષય ભગવાન પરમાનંદ સ્વરૂપ, અનંતગુણ ભંડાર છે એ જેના વિષયમાં આવ્યો તેને બધા પર વિષયો છૂટી ગયા. તે કોઈ દૃષ્ટિનો વિષય રહ્યો નહીં. “ઇન્દ્રિયશરીર સંબંધી ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે, સમ્યગ્દષ્ટિ જીવ તે સામગ્રીને ભોગવે પણ છે” આહાહા! દેવ જેની સેવા કરે, હીરાના થાળ, મણી રતનના વાટકા અને તેમાં બદામનું શાક, પીસ્તાના પાપડ એવી સામગ્રી પણ છે અને ભોગ પણ છે. શ્રોતા:- પીસ્તાના પાપડ ન બને. ઉત્તર:- અત્યારે પણ બને છે. ગૃહસ્થોને ઘેર ત્યાં તમારે ઘેર નહીં હોય. મુંબઈમાં સોનાના સિંહાસન ઉપર મોટો અધિકારી બેસતો હતો. તેને સવારે દૂધમાં બદામ-પીસ્તા વગેરે માલ મસાલા આવે. મૂઢ જીવ તેને પ્રેમથી ભોગવે છે. હું તેનો કર્તા અને હું તેનો ભોકતા એમ માની મિથ્યાદૃષ્ટિ જીવ તેને ભોગવે છે. હવે સમ્યગ્દષ્ટિ થયો તો બહારની વિષય સામગ્રી જેવી હતી તેવી જ છે. ઇન્દ્રિય શરીર સંબંધી ભોગ સામગ્રી જેવી હતી તેવી જ છે. જીવ સામગ્રીનો ભોકતા પણ છે. આહાહા! સમકિતી ચક્રવર્તી હોય છે. શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થકર હતા, ચક્રવર્તી હતા અને કામદેવ હતા. એ ચક્રવર્તીની દાસી એટલી તાકાતવાળી કે કરોડો રૂપિયાનો હીરો હોય, તે હીરાનો આમ ભૂકકો કરી અને ચક્રવર્તીને ચાંદલો કરે. કરોડો-અબજો રૂપિયાના હીરાની ભસ્મ બનાવે અને તેમાંથી રસોયા ખોરાક બનાવે. ચક્રવર્તી, તીર્થકર હજુ મુનિ નથી થયા, તે જમવા બેસે ત્યારે હીરાના થાળ, મણી રતનના કટોરા અને દેવ વીંઝણાથી પવન નાખે... તો પછી સમકિતીને નિરાસ્ત્રવ કેમ કહો છો? પ્રભુ એકવાર શાંતિથી સાંભળ તો ખરો ! “આટલી સામગ્રી હોવા છતાં નિરાક્ઝવપણું કઈ રીતે ઘટે છે? એવો કોઈ પ્રશ્ન કરે Page #65 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૪૯ છે” આટલી આવી સામગ્રી અને દેવોએ બનાવેલાં મોટા મહેલ હોય તેમાંના એક હીરાની કિંમત અબજોની હોય એવા એવા મોટા મહેલ હોય... તેમાં તે રહે છે. ભરત ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હતા. તો કહે છે કે—સમ્યગ્દષ્ટિ આવી સામગ્રીમાં પડેલા દેખાય છે અને તેના ભોકતા પણ દેખાય છે ને ? આટલી સામગ્રી (મધ્યે ) રહેતા તે નિરાસ્ત્રવ કેમ હોય છે ? આવો કોઈ પ્રશ્ન કરે છે. આહાહા ! સમ્યગ્દર્શન શું ચીજ છે અને મિથ્યાર્દષ્ટિની કેટલી હિનતા છે તે લોકોને ખબર નથી. ઝીણી વાત છે ભાઈ ! આહા ! પુણ્ય અને દયા-દાન-વ્રતના પરિણામમાં ધર્મ છે એવી જેની માન્યતા છે તે મિથ્યાષ્ટિ છે. હજારો રાણીઓનો ત્યાગ કરી મુનિ થયો પરંતુ અંદ૨માં રાગની રુચિ અને રાગનો પ્રેમ છે, તેને ભગવાન આનંદનો પ્રેમ છૂટી ગયો છે. એ મિથ્યાર્દષ્ટિ એક ટંક ખાય કે મહિના મહિનાના ઉપવાસ કરે તો પણ તેને આસ્રવ સહિત ગણવામાં આવ્યો છે. તેને મિથ્યાશ્રદ્ધા છે તે કારણે આસવમાં ગણવામાં આવ્યો છે. આવીને આવી સામગ્રીમાં સમકિતી જીવ ઉદાસ છે. તેને સારી દુનિયાથી અને ૫૨માંથી પ્રેમ છૂટી ગયો છે. જેની પર્યાય બુદ્ધિ જ છૂટી ગઈ છે. આત્માનો એક અંશ પ્રગટયો છે તેની પણ રુચિ છૂટી ગઈ છે. જ્યાં ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ પ્રભુ ! તેનો અનુભવ થયો અને એ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો, ત્યાં આગળ આવી સામગ્રી હોવા છતાં તેમાંથી સ્વાદની બુદ્ધિ છૂટી ગઈ છે. એ સ—૨સ છે તેવો રસ ન રહ્યો. સમજમાં આવ્યું ? “द्रव्यप्रत्ययसन्ततौ सर्वस्याम् एव जीवन्त्यां ज्ञानी नित्यम् निरास्त्रवः कुतः कवना પ્રદેશોમાં પરિણમ્યું છે પુદ્ગલપિંડરૂપ અનેક પ્રકા૨નું મોહનીયકર્મ, તેની સંતતિ– સ્થિતિબંધરૂપ ઘણા કાળ પર્યંત જીવના પ્રદેશોમાં રહેવું તે” આત્માના પ્રદેશોમાં કર્મની સ્થિતિ પણ રહે છે અને તું કહે છે કે જ્ઞાની સદા નિરાસ્ત્રવ છે ? સમ્યગ્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિ શું છે ? ઝીણી વાત બાપુ ! લોકો બહા૨થી માની લ્યે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે સમકિત છે અને હવે વ્રતને તપ કરો (તે ચારિત્ર ) આવું માનનાર બિલકુલ મિથ્યાર્દષ્ટિ મૂઢ છે. સમ્યગ્દષ્ટિને શુભભાવ આવે છે પરંતુ તેને કાળા નાગ જેવો ઝેર જેવો દેખાય છે. જ્યારે અજ્ઞાનીને અશુભ રાગમાં પણ રસ અને મીઠાશ... મીઠાશ છે. આહા ! દૃષ્ટિ ફેરે સૃષ્ટિ કેવી ઉત્પન્ન થાય છે તેની અલૌકિક વાત છે. અહીંયા કહે છે કે—પ્રભુ આપ તો સમકિતીને નિરાસ્ત્રવ કહો છો ને ? તેના આત્માના પ્રદેશ ઉપર આઠ કર્મ પડયા છે અને તેની સ્થિતિ ત્યાં રહેશે. “જેટલી હોત, જેવી હોત તેટલી જ છે, વિધમાન છે, તેવી જ છે નિશ્ચયથી; તોપણ સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા સર્વ કાળ આસ્રવથી રહિત છે એમ જે કહ્યું તે શું વિચારીને કહ્યું ? આવું હોવા છતાં પણ સર્વકાળ, સર્વથા પુણ્ય-પાપના ભાવ તેને છે જ નહીં, તેનું ફળ પણ તેને છે જ નહીં... આવું કેમ કહ્યું ? આહાહા ! મિથ્યાર્દષ્ટિની દિશા પર ઉપર છે એટલે તેની દશામાં મિથ્યાત્વભાવ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫O કલશામૃત ભાગ-૪ સમ્યગ્દર્શનની દશામાં તેની દિશા દ્રવ્ય ઉપર છે. આહાહા! અખંડાનંદ પ્રભુ તે અનંત ગુણનો ભંડાર છે. ચક્રવર્તીના નિધાન તો મર્યાદિત છે આ તો અંતરમાં મહા નિધાન છે– અનંતજ્ઞાન, અનંતશાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિનો સાગર ભગવાન છે તેનો એને સમ્યગ્દર્શનમાં અનુભવ થયો. આવા સમ્યગ્દષ્ટિને કર્મ વિધમાન હોવા છતાં નિરાલ્સવ કેમ કહ્યો? એમ શિષ્ય પ્રશ્ન કરે છે. આહાહા! “સર્વથા સર્વકાળે” નિત્યમ્ નિર/સ્ત્રવ: સર્વથા સર્વકાળે આસવથી રહિત નિરાસ્ત્ર કહ્યો હતો તે શું વિચારીને કહ્યું હતું? હે શિષ્ય! જો તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ.” (માલિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।।६-११८ ।। ખંડાન્વય સહિત અર્થ- “તfજ્ઞાનિન: નાતુ ફર્મવ:નવતરતિ" (તપિ) તોપણ (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (નાતુ) કદાચિત્ કોઈ પણ નયથી (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિરૂપ પુલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (નવતરતિ) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી?“સૌરાષમોદભુવાસ” જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી-(સન) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (RTI) પ્રીતિરૂપ પરિણામ,(કેષ) દુષ્ટ પરિણામ,(મોદ) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ,-એવા (વ્યવસાતુ) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિધમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવદ્ધા: પ્રત્યયા: દ્રવ્યપ: સત્તાંન દિ વિનતિ” (યદ્યપિ, જોકે એમ પણ છે કે (પૂર્વવદ્વા:) સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાદેષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (દ્રવ્યUT: પ્રત્યય ) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (સત્તાં) સ્થિતિબંધરૂપે જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને ( દિ વિનંતિ) છોડતા નથી; [ ઉદય પણ દે છે એમ કહે છે-] “સમયમ અનુસત્ત: Page #67 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૫૧ ”િ(સમયમ) સમયે સમયે અખંડિતધારાપ્રવાહરૂપ (અનુસરન્ત: 19) ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. ભાવાર્થ આમ છે-કોઈ અનાદિ કાળનો મિથ્યાદેષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો, ચારિત્રમોહકર્મની સત્તા વિદ્યમાન છે, ઉદય પણ વિદ્યમાન છે, પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે; તોપણ જે રીતે મિથ્યાષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ-દ્વેષ કરે છે, માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે, શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વ કાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે. જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથીસાક્ષાત્ પરમાત્મા છે. ૬-૧૧૮. કળશ નં. – ૧૧૮: ઉપર પ્રવચન પ્રવચન ને. ૧૧૫–૧૧૬ તા. ૦૭-૦૮/૧૦/૭૭ આમાંથી કોઈ લોકો એમ લે કે સમકિતીને બિલકુલ બંધ નથી, દુઃખ નથી. ( તો એમ નથી.) અહીંયા તો અનંત સંસારનું કારણ એવા રાગ-દ્વેષ અને તેના ફળ છૂટી ગયા છે. હવે તેને અલ્પ સંસાર છે તેને ગૌણ કરી ને (તેને ગણ્યો નથી). જેમ ત્રિકાળી (જ્ઞાયક) ચીજને સત્ય કહી, મુખ્ય કરી અને “છે” તેમ કહ્યું. અને પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને “નથી' એમ કહ્યું, શું કહ્યું? ભૂતાર્થ જે ભગવાન આત્મા! એક સમયમાં ત્રિકાળી આત્મબળ તે સત્ય છે એમ કહ્યું અને પર્યાય છે છતાં તેને ગૌણ કરીને “નથી' એમ કહ્યું. તેમ અહીંયા પણ “રાગ નથી તેમ કહ્યું; તો એમ નથી. સમજમાં આવ્યું? ભગવાન આત્મા ! એક સમયમાં અનંતગુણ રત્નાકર પ્રભુ છે. તેને સત્ય કહ્યો અને તેની પર્યાય છે. તે પછી નિર્મળ પર્યાય હો ! તો પણ ત્યાં અસત્ય કહી છે નહીં' એમ કહ્યું. એટલે કે ગૌણ કરીને છે નહીં” એમ કહ્યું. એમ અહીં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનું અંતર છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષનો નાશ થયો તે કારણે (નિરાસ્ત્રવ કહ્યો) સમકિતીને અસ્થિરતાનો રાગ છે તેને ગૌણ કરીને નથી” એમ કહેવામાં આવ્યું. સમજમાં આવ્યું? આવી વાતો છે. તેને સમજવાની દરકાર ક્યાં? ભગવાન આત્મા એક સમયમાં નિત્યાનંદ પ્રભુ “વત્વમ' ભૂતાર્થ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કલશામૃત ભાગ-૪ વવદરોડમૂલ્યો' પર્યાયમાત્ર અસત્યાર્થ છે. એમ કહ્યું. અને “મૂલ્યો સિવો ; સુદ્ધાગો” એ ભૂતાર્થ સત્ય સાહેબ! પૂર્ણાનંદનો નાથ તે એક સત્ય છે, પર્યાય માત્રને અસત્યાર્થ કહ્યું તે પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને અસત્ય કહ્યું. મુખ્ય વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કરીને સત્ય કહ્યું. તેમ અહીંયા સમ્યગ્દષ્ટિને મુખ્ય તેને સ્વભાવનો આશ્રય છે. તે કારણે તેને રાગ-દ્વેષ, કર્મ પણ હોવા છતાં તેને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. સમજમાં આવ્યું? કોઈ એકાન્ત પકડી લે કે સમ્યગ્દર્શન થયું તો હવે તેને આસ્રવ બંધ છે જ નહીં, તો તો સ્વચ્છંદી થઈ જશે. આસ્રવ બંધ તો દસમાં ગુણસ્થાન સુધી છે. શ્રોતા- પોતાના સ્વભાવ ) માં નથી. ઉત્તરઃ- પોતાનામાં છે જ નહીં. પરમાં છે પણ તેનું સ્વામીપણું નથી. તેને સ્વામીપણું સ્વભાવનું છે... એ અપેક્ષાએ અહીં કથન કરેલ છે. કર્મ છે, વિકાર થાય છે, સામગ્રી પણ છે પરંતુ તેનું સ્વામીપણું નથી તે કારણે તેને આસ્રવ નથી તેમ કહ્યું છે. તેને સામગ્રી નથી, તે ચારિત્ર મોહ અપેક્ષાએ રાગને કરતો છતાં કરતો નથી, ભોગવવા છતાં ભોક્તા નથી તેમ કહેવામાં આવ્યું છે. આહાહા ! આકરી વાતું! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે. અત્યારે તો જૈનના નામે કંઈકને કંઈક ચલાવે છે. અહીંયા તો કહે છે–વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા છે. “જિન સોહી આત્મા” વીતરાગ સ્વરૂપી પરમાત્મા છે. એમ જ્યાં પ્રતીતમાં શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અનુભવમાં આવ્યું તો એ સમકિતીએ પૂર્વે જે મિથ્યાત્વ સંબંધી કર્મ બાંધ્યા હતા તે મોજૂદ છે, અને તેની સ્થિતિ પણ છે, અને તેના ફળમાં સામગ્રી પણ છે, અને તે સામગ્રીનો ભોક્તા પણ દેખાય છે છતાં તેને ગૌણ કરીને તેને આસ્રવ છે નહીં; બંધન છે નહીં તેમ કહેવામાં આવ્યું છે. અહીં સમ્યગ્દર્શનના મહાભ્યની મુખ્યતા દેખાડી છે. આહાહા ! આવું ક્યાં સમજવા જાય? એક બાજુ સંસારના પાપના ધંધા એમાં નવરાશ ન મળે અને (કદાચિત ) નવરો થાય તો આવી વાત સાંભળવા મળે નહીં ! અરે તે ક્યાં જશે? તેનું શું થશે? કાંઈ ખબર ન મળે ! અને પાછો એકાન્ત તાણી જાય કે સમ્યગ્દષ્ટિ થયો તો તેને આસ્રવ ને બંધ નથી. - દશમા ગુણસ્થાને આસ્રવ ને બંધ છે ને? અહીં તો દૃષ્ટિની મુખ્યતાએ સમકિતીની વાત છે. સમકિત થયું તેનું સ્વામીપણું આત્મામાં ગણીને, અહીંયાની ચીજમાં તેનું સ્વામીપણું નથી એમ તેને આસ્રવ ને બંધ નથી. એને જે આસ્રવ ને બંધ છે તે કર્મધારામાં જાય છે. એ કર્મધારાને જ્ઞાની (જ્ઞાનના) શેય પણે જાણવાવાળો છે. એ અપેક્ષા અહીં લેવામાં આવી છે. બહુ મોટું કામ. - રાગ છોડી આખી જિંદગી બ્રહ્મચર્ય પાળતો હોય પરંતુ રાગના પ્રેમમાં મિથ્યાષ્ટિ પૂર્ણ આસ્રવ અને બંધમાં પડ્યો છે. અને સમકિતી છન્નુ હજાર સ્ત્રીઓના ભોગમાં દેખાય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કલશ-૧૧૮ છતાં તે એમાં નથી. જ્યારે ગાંધીજી નૌઆખલી ગયા હતા ત્યારે મુસલમાન હિન્દુને બહુ મારતા હતા. મુસલમાનનું બહુ જોર હતું. હિન્દુનો પચ્ચીસ વર્ષનો યુવાન છોકરો અને પીસતાલીસ વર્ષની તેની માતા હોય બન્નેને નગ્ન કરી અને વિષય લેવા ભેગા કરે. છોકરાને એમ થાય કે – અરરરરરર આ જમીન માર્ગ આપે તો સમાય જાઉં. તેને વિષયનો રસ છે? એમ ધર્મીને પાપના ભાવની સામગ્રીમાં ભોગનો પ્રેમ ઊડી ગયો છે. તેમ અહીંયા સમ્યગ્દષ્ટિ જાણે છે કે હું તો ભગવાન સ્વરૂપી પરમાત્મા છું. હું રાગ અને રાગનું ફળ બંધ તેનાથી ભિન્ન છું. મારી ચીજ તો રાગના સંબંધ વિનાની અબંધ સ્વરૂપ છું... આવી જેની દૃષ્ટિ થઈ અને અનુભવ થયો તેને સંયોગના ભોગ ઝેર જેવા દેખાય છે. જેમ માતાના ભોગમાં દીકરાને ઝેર દેખાય છે તેમ જ્ઞાનીને રાગમાં અને તેના ફળમાં ઝેર દેખાય છે. આવી વાત છે બાપુ! અજ્ઞાની મુનિ થયો હોય, પંચમહાવ્રત પાળતો હોય પરંતુ એ રાગના પ્રેમમાં અને રાગની રુચિમાં મિથ્યાષ્ટિ છે. તેને ભગવાન આનંદના નાથની ખબર નથી. શ્રોતા:- બધું છોડયા પછી તેને શેનો રાગ છે? ઉત્તર:- તેણે કાંઈ છોડયું નથી. જેણે રાગને પોતાનો માન્યો તેણે જરી પણ છોડયું નથી. તેણે શું છોડયું છે? ક્યાં છોડયું છે! તે શું છોડે? અંદરમાં થતાં દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામનો જે રાગ છે તે મારી ચીજ છે એવું માનનારાને આખી દુનિયાનો રાગ છે. જે રાગનો કર્તા છે તે આખી દુનિયાનો કર્તા છે. ઝીણી વાત બાપુ! જે દયા-દાન-વ્રતના વિકલ્પ ઊઠે છે તેનો કર્તા છે તે મિથ્યાદેષ્ટિ આખા જગતનો કર્તા છે. તેના અભિપ્રાયમાં આખા જગતનું કર્તાપણું છે. સમ્યગ્દષ્ટિને કર્તાપણાનો અભિપ્રાય છૂટી ગયો છે. આખા જગતનો, રાગમાત્રનો હું કર્તા નથી તેમ જાણે છે. આ તો અલક મલક જેવી (નહીં પરંતુ) અગમગમની વાતું છે બાપુ! મારગડા એવા છે નાથ ! શિષ્ય કહે છે કે- જ્ઞાનીને રાગ આવે છે તો તેને નિરાસ્ત્રવ કેમ કહ્યો? સંતો કહે છે સાંભળ! विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न झातु ज्ञानिन: कर्मबन्ध:।।६-११८ ।। “તપિ જ્ઞાનન: નાતુ કર્મવલ્થ: નવતરતિ" તો પણ સમ્યગ્દષ્ટિ જીવને કદાચિત્ કોઈ પણ નયથી” સમ્યગ્દષ્ટિ જીવને કદાચિત્ કોઈપણ નયથી રાગ છે પરંતુ અહીં તો એકદમ જોર દેવું છે. સાધક તો શેયનો જ્ઞાતા થઈ ગયો છે. વ્યવહારરૂપ દયા દાન અને દેવ-ગુરુ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કલશામૃત ભાગ-૪ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ રાગ આવે તેનો પણ જ્ઞાતા છે. એ રાગને સમકિતીએ પરણેયમાં નાખી દીધો છે. સમજમાં આવ્યું? કદાચિત્ કોઈ પણ નયથી” જુઓ! વ્યવહારનયથી નહીં. આત્માનું સમ્યગ્દર્શન શું ચીજ છે તેની અજ્ઞાનીને ખબર નથી. અનંતકાળમાં અનંતવાર તે દિગમ્બર જૈન સાધુ થયો, અઠ્ઠાવીસ મૂળ ગુણ પાળ્યા પરંતુ અંદરમાં રાગના વિકલ્પનો પ્રેમ છૂટયો નહીં, તેની રુચિ છૂટી નહીં. તો કાંઈ જ છૂટયું નહીં. જ્યારે જ્ઞાનીને રાગની રુચિ અને આખી દુનિયાની સુચિ છૂટી ગઈ છે, સર્વે સંયોગ હોવા છતાં.... તેનાથી છૂટી ગયો છે. આવી વાતો છે. દિશા ફરતાં તેની દશા ફરી ગઈ. સમકિતીની દશા ફરી ગઈ. સમકિતીની દિશા પોતાની વસ્તુમાં થઈ હોવાથી તેની દશા ફરી ગઈ છે. ધ્રુવ ચૈતન્ય આનંદનો નાથ પ્રભુ છે તેની પર સમકિતીની દૃષ્ટિ પડી છે. તે મારું સત્ છે, રાગાદિ મારા ત્રિકાળમાં છે જ નહીં. આવી દૃષ્ટિની અપેક્ષાએ તેને આસ્રવ ને બંધ કોઈ નથી કહેવામાં આવતા નથી. “જ્ઞાનાવરણાદિરૂપ પુગલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન થતું નથી.” નવા નવા કર્મબંધ તેને થતાં નથી. સમકિતીને જ્ઞાનાવરણાદિ કર્મનું આવરણ આવતું નથી. આહાહા ! નિરાવરણ અને અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ છે. એવા આનંદમાં એકતા થઈ, આનંદનો પ્રેમી થયો તેને જ્ઞાનાવરણાદિ કર્મ આવતા નથી. કારણકે જ્ઞાનાવરણાદિ કર્મ આવે એવા ભાવ તેને છે જ નહીં. જે અલ્પ રાગાદિ ભાવ છે તેનો પ્રેમ અને રૂચિ નથી. એ રાગાદિ પોતાનાથી ભિન્ન છે તેમ જાણે છે. “અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ પરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે;” શું કહે છે જુઓ! સમકિતીને અંદર ત્રણ કષાયના ભાવવાળો રાગ છે. પંચમ ગુણસ્થાને બે કષાયવાળો અને છઠે એક કષાયનો એવો રાગ છે. તો જીવને એટલો અલ્પબંધ છે. રાગ-દ્વેષના અબુદ્ધિપૂર્વકના પરિણામથી બંધ થતો હતો પણ તે અલ્પ બંધ થતો હતો. મિથ્યાત્વમાં જે અનંત સંસારનો બંધ હતો તે હવે નથી. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ થાય અને તે પરિણામ મારા છે એવી દૃષ્ટિ મિથ્યાષ્ટિની હોવાથી તે અનંતસંસારના (પરિભ્રમણમાં) કામ આવતા હતા. આહાહા! આવી વાતો! આહાહા! દુનિયા બિચારી ક્યાં પડી છે? ૨ખળતાં ભિખારી છે. આહાહા ! આ લાવ... આ લાવ.. બાયડી લાવ, આબરૂ લાવ, પૈસા લાવ, મકાન કરો.. અરેરે. પ્રભુ તું ક્યાં ગયો! તારામાં અનંત સંપદા પડી છે ને નાથ! તારી સંપદાનો અખૂટ ખજાનો છે. એનો તને પ્રેમ નહીં, રુચિ નહીં, આશ્રય નહીં, અવલંબન નહીં અને જે તારી ચીજમાં નથી એવા દયા-દાનવ્રતના પરિણામમાં તારી રુચિ છે. એ રાગનું આલંબન તે જ મિથ્યાત્વ છે. બસ, તે જ આગ્નવ બંધનું કારણ છે. સમકિતીને તેવો બંધ છે જ નહીં. અલ્પ રાગ છે તો અલ્પ સ્થિતિ આદિનો બંધ છે તે કહે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૫૫ “તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહીં” રાગની ધારામાં બંધ હો પરંતુ સ્વભાવ ધારામાં બંધ છે જ નહીં. અરે ! વીતરાગનો આવો માર્ગ.. પરંતુ જે જૈનમાં જન્મ્યા તે બિચારાને પણ સાંભળવા મળે નહીં. એ મજૂરની જેમ મજૂરી કરી કરીને... (૨ખળવા ચાલ્યો જાય ). ત્રિલોકીનાથ તીર્થંકરદેવ અહીંયા એમ ફરમાવે છે કે જેને આત્માનું દર્શન થયું, પુણ્યને પાપના રાગથી ભિન્ન (નિજ ) ભગવાનના ભેટા થયા, ભગવાનના ભેટાવાળાને હવે આસ્રવ બંધ કેવા ! તેને અલ્પ આસ્રવ બંધ છે તેને અહીં ગણવામાં આવ્યો નથી. જેમ ભૂતાર્થ તત્ત્વ છે તે સત્યાર્થ છે અને પર્યાયને અસત્યાર્થ કહ્યું, તેમ સમ્યગ્દર્શનમાં ભગવાન આત્માનું ભાન થયું. હવે રાગાદિ છે, બંધ આદિ છે-પણ તેને અહીં ગણવામાં આવ્યા નથી એ અપેક્ષાએ વાત છે. સમજમાં આવ્યું ? કહે છે-છઠ્ઠ ગુણસ્થાને મુનિ હોય, મહા ભાવલિંગી સંત મુનિરાજને બાહ્યમાં નગ્ન દશા હોય છે. તેને અંદરમાં પંચમહાવ્રતના વિકલ્પ આવે છે પણ એ વિકલ્પથી રહિત સ્વસંવેદન આનંદની પ્રચુર દશા અંદ૨માં વર્તે છે. તેને પણ રાગ આવ્યો તો એટલો બંધ છે. આહાહા ! આચાર્ય કહે છે કે હું દ્રવ્યદૃષ્ટિવંત છું, મારી ચીજ શુદ્ધ ચૈતન્યઘન છે. મારી દૃષ્ટિમાં દ્રવ્યદૃષ્ટિ થઈ છે તો એ કા૨ણે હું તો શુદ્ધ છું. પરંતુ અનાદિથી મને રાગની પરિણિત પણ છે. આમ સાચા મુનિ ભાવલિંગી સંત કહે છે. ( બહા૨થી ) નગ્નપણું અને પાંચ મહાવ્રતની ક્રિયા એ કાંઈ સાધુપણું નથી. સાધુને તો અંદ૨માં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય એવા ભાલિંગી તે સાધુ છે. તેમને જરી રાગ આવે છે તો કહે છે કે- અમને આ જરીક રાગ આવ્યો છે. આ કળશ ક૨ના૨, અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે— “ભાષિતાયા” રાગના પરિણામ અમને છે. શાસ્ત્ર લખવાનો ભાવ-વિકલ્પ એ કલુષિત ભાવ છે. મારામાં કલુષિતતા હજુ છે. ન્યાયથી કહ્યું છે. જ્યારે અહીંયા કહે છે કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહીં. કઈ અપેક્ષાએ મુનિ કહે છે કે મારે હજુ કલુષિત રાગનો ભાવ છે. સમ્યગ્દષ્ટિને રાગ છે પરંતુ કઈ અપેક્ષાથી કહ્યું છે? અહીં કહે છે- (સાધક નિરાસ્તવ છે.) કેમકે તેને રાગનું સ્વામીપણું, પ્રેમ તેને ઊડી ગયો છે. આનંદના પ્રેમમાં આખી દુનિયાનો પ્રેમ ઊડી ગયો છે. સમ્યગ્દષ્ટિને છન્નુ હજા૨ સ્ત્રીઓ હોય પરંતુ અંદ૨માંથી તેની રુચિ ઊડી ગઈ છે. તે અપેક્ષાએ (બંધ નથી ) સાધક હોવાથી અલ્પ રાગાદિ થાય છે અને તેટલા આસવ બંધ પણ થાય છે. અને અલ્પ સ્થિતિ પણ પડે છે. તેને અહીંયા ગૌણ કરીને ‘નથી’ એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! “સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું ત્રણકાળમાં કોઈ કહી શકે નહીં.” “કેવો હોવાથી બંધ નથી ? “સત્તા દ્વેષમો વ્યવાસાત્” જે કા૨ણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી—જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ પ્રીતિરૂપ પરિણામ દુષ્ટ પરિણામ” ધર્મીને પુણ્ય-પાપના પરિણામમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. પુણ્ય પાપનો પ્રેમ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કલશામૃત ભાગ-૪ અર્થાત્ તે મારા છે એવી બુદ્ધિ છૂટી ગઈ છે. તે પહેલાં દરજ્જાનો ધર્મી સમકિતી છે. પુણ્ય ને પાપમાંથી પ્રેમ એટલે રાગ છૂટી ગયો છે. કેમકે પુણ્ય ને પાપના ભાવ ઝેર છે—કાળો નાગ છે. જેમ કાળો નાગ દેખીને ડરે તેમ પુણ્ય ને પાપના ભાવ ધર્મીને કાળા નાગ જેવા દેખાય છે. આહાહા! આવી વાતો સાંભળવા મળે નહીં. અરેરે... વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ પરમેશ્વરનો આ પોકાર છે. પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને પુણ્ય પ્રકૃતિમાં અનુભાગ અધિક પડે છે? ઉત્તર:- હા, વિશેષ પડે છે. છતાં તેની ઈચ્છા નથી. કેમકે તેની રુચિ છૂટી ગઈ છે ને! તેઓ માને છે કે- આ ચીજ મારી નથી મારામાં નથી, તે મારી ચીજમાં નથી, મારી મીઠાશમાં નથી, પરમાં હો તો હો ! મારામાં નથી, આવા કારણે તેને બંધ થતો નથી. “જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ પ્રીતિરૂપ પરિણામ, દુષ્ટ પરિણામ, પુદ્ગલ દ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ એવા ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે,” આ કારણ છે, આ કારણે આવું કહ્યું છે. ભાઈ ! સમ્યગ્દર્શન શું ચીજ છે. તે લોકોને ખબર ન મળે અને એના વિના વ્રત ને તપ ને અપવાસ કરે અને તેનાથી ધર્મ થઈ જાય તેમ માને) ધૂળેય ધર્મ નથી થતો, એ તો રખડી મરવાના છે. અહીંયા કહે છે કે- ધર્મીને-સમ્યગ્દષ્ટિને, પુણ્ય પાપના પુદ્ગલ પરિણામમાંથી આત્મબુદ્ધિ ઊડી ગઈ છે. તેને દયા-દાન-વ્રતના પરિણામ આવે છે પરંતુ તે મારા છે તેવી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. એ પુણ્યના ફળમાં પાછળથી આ ધૂળ, ચક્રવર્તીના રાજ આદિ મળે પણ તેની આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. હું તો એકલો આનંદસ્વરૂપ છું. મારી ચીજ મારામાં છે, બહારની ચીજ બહારમાં છે, તે મારામાં નથી. આવું અંતર અંદરમાં પડી ગયું છે. ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે” ત્રણેય અર્થાત્ પુણ્યના ભાવનો પ્રેમ-રાગ-દ્વેષનો ભાવ, મોહભાવ એવા સર્વ વિકલ્પથી આત્મબુદ્ધિ હટી ગઈ છે. આવા ત્રણેય વિપરીત પરિણામોથી રહિતપણું એવું કારણ છે. “તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મ બંધનો કર્તા નથી” છ ખંડનું રાજ્ય હો! છન્નુ હજાર સ્ત્રી હો ! પણ તેને તેમાંથી મારાપણાની બુદ્ધિ છૂટી ગઈ છે, તો રાખે છે કેમ? તે રાખતો જ નથી. પોતાનામાં એ છે જ નહીં. જિનની વીતરાગની આવી વાતો બીજે ક્યાંય છે નહીં. જેને પુષ્ય ને પાપનો પ્રેમ, દ્વેષ છૂટી ગયો એટલે જે વિપરીત બુદ્ધિ હતી કે–પરવસ્તુ મારી, રાગ મારો એવી બુદ્ધિ તેને ન શોભે. સાધકને રાગ આવે છે પણ તેનો કર્તા થતો નથી. એને તો રાગ જ્ઞાતાનું પરશેય થઈ ગયું. રાગ પરશેય થઈ ગયું તો મારામાં આસ્રવ આવ્યો તે રહ્યું ક્યાં? એ અપેક્ષાએ તેને બંધ નથી તેમ કહ્યું છે. સાધકને રાગની રુચિ-સ્વામીપણું છૂટી ગયું છે પરંતુ જેટલી અસ્થિરતા, આસકિત છે તેટલો આસવ છે અને તેટલો બંધ પણ છે. એને ગૌણ કરીને “નથી' એમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૭. કલશ-૧૧૮ કહેવામાં આવ્યું છે. હવે કોઈ એકાન્ત પકડી લ્ય કે બસ, પર્યાય અસત્ય છે. મુંબઈમાં એક જણો કહેતો હતો કે–આ સમયસારમાં જે લીધું છે કે- “વ્યવહાર અભૂતાર્થ છે” તો તેણે વેદાંતના ઢાળામાં ઢાળી દીધું છે. કેમકે સમયસાર ૧૧ મી ગાથામાં એમ કહ્યું છે કે- પર્યાયમાત્ર છે જ નહીં, વ્યવહાર અભૂતાર્થ અર્થાત્ પર્યાય જૂહી છે. એટલે પેલા ભાઈએ એમ કહ્યું કે- સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળી દીધું છે. પણ તું કહે છે એમ નથી ભાઈ ! આહાહા! પર્યાયને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે. અને ત્રિકાળી દ્રવ્યને–વસ્તુને મુખ્ય કરીને નિશ્ચય કરીને કહ્યું છે. નિશ્ચય કરીને મુખ્ય કર્યું છે (તેમ નહીં, પરંતુ મુખ્ય કરીને નિશ્ચય કરીને સત્ય કહ્યું છે. પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને “નથી” એમ કહ્યું છે. તેમ અહીંયા કહે છે કે સમ્યગ્દષ્ટિને આસકિતનો રાગ થાય છે... પણ તે તેનો સ્વામી નથી, રુચિ નથી, તેમાં વિપરીત બુદ્ધિ નથી. તે કાળે તેને રાગ-આસ્રવ નથી તેમ કહેવામાં આવ્યું છે. આહાહા! આવી કેટલી શરતું! આમાંથી કોઈ એકાન્ત પકડે કે સમકિતીને આસ્રવ અને દુઃખ નથી. તેને આસવનું દુઃખ ક્યાં છે? અરે સાંભળ તો ખરો! તને કાંઈ ખબર નથી. જ્ઞાનીને દુઃખ હોય જ નહીં, પણ... એ કઈ અપેક્ષાએ કહ્યું છે. તેને દૃષ્ટિ ને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખ નથી. પરંતુ જેટલો રાગ છે તેટલું દુઃખ પણ છે. એ દુઃખનું વેદન પણ જ્ઞાનીને છે. શ્રોતા:- સચિપૂર્વક નથી તેથી તેને ગણવામાં આવ્યો નથી. ઉત્તર- ત્રણેયમાં ‘ના’ આવે છે. રુચિ નથી, સ્વામી નથી, મારો નથી એ અપેક્ષાએ ના પાડી છે. સમજમાં આવ્યું? “સમ્યગ્દષ્ટિ જીવ કર્મ બંધનો કર્તા નથી.” કેમકે તે રાગનો કર્તા નથી તો પછી કર્મબંધનો કર્તા ક્યાંથી આવ્યું? સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. કેમકે રાગનો પણ કર્તા નથી તો કર્મબંધનો કર્તા ક્યાંથી આવ્યો? આહાહા ! અશુભભાવનો કર્તા-ધર્મી સમકિતી તો નથી પણ તે શુભભાવનોય કર્તા નથી. આવી વાત છે. શુભાશુભ ભાવ આવે છે પણ તેનો કર્તા નથી, તેનો જ્ઞાતા છે. શ્રોતા-એવો ભાવ કેમ આવે છે? ઉત્તર- પોતાની નબળાઈથી-કમજોરીથી તે ભાવ આવે છે. કમજોરીથી આવે છે પણ તેનો જ્ઞાતા છે. તેને શેય તરીકે જાણે છે. અરે ! આટલી બધી વાતું ક્યાં હવે ! દસમાં ગુણસ્થાને પણ અલ્પ રાગ છે, તે અબુદ્ધિપૂર્વકનો છે. તેને છ કર્મનો બંધ પડે છે. જ્યારે અહીંયા કહ્યું કેસાધકને ચોથે ગુણસ્થાને રાગ-આસ્રવ નથી અને તેને બંધ પણ નથી. એ કઈ અપેક્ષાએ વાત છે. સમજાય છે કાંઈ ? તેને વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે એ અપેક્ષાએ બંધ નથી. રાગ અને પુણ્ય અને પુણ્યના ફળમાં- “તે મારાં છે' એવી વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે. પછી દુનિયામાં ગમે તે ચીજ હો! પરંતુ તેની સાથે મારે કાંઈ સંબંધ નથી એ અપેક્ષાએ જ્ઞાની કર્મબંધનો કર્તા નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કલશામૃત ભાગ-૪ વિધમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવદ્ધ: પ્રત્યયા: દ્રવ્યપા: સત્તા ન હિ વિનતિ” જોકે એમ પણ છે કે સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ રૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે [દ્રવ્યરુપ: પ્રત્યયા:] મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ” સમકિત હોવા પૂર્વે જીવ મિથ્યાષ્ટિ હતો, અને ત્યારે કર્મ બંધન હતું. હવે સમકિત થયું છે છતાં હજુ અંદર થોડા પરિણામ બાકી છે. તે ક્ષાયિક ન થાય ત્યાં સુધી છે. મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે સ્થિતિબંધરૂપે જીવના પ્રદેશોમાં વિદ્યમાન છે.” મિથ્યાત્વ છે તેનો અર્થ શું? સમકિત થયું છે પરંતુ ક્ષાયિક નથી થયું તેથી અંદર હજુ પ્રકૃત્તિ પડી છે. આ વાત વર્તમાન સમકિતીની છે ને! ક્ષયોપશમ સમકિત છે તેને પણ (મિથ્યાત્વ) કર્મ પ્રકૃત્તિ સત્તામાં પડી છે. ઉદય આવે છે તો ક્ષય થઈ જાય છે. સમકિતીને ચારિત્રમોહનો ઉદય આવે છે, એ રાગનો ઉદય આવીને ખરી જાય છે. તેમ ગણવામાં આવ્યો છે. આહાહા! દ્રવ્યરૂપસ્થિતિબંધરૂપ થઈને જીવના પ્રદેશોમાં તે કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને છોડતા નથી” સમ્યગ્દષ્ટિને કર્મના પરમાણું હો અને તેની સ્થિતિ પણ હોય તેવા કાળે તે પોતાના સ્વરૂપને છોડતો નથી. અનેક કર્મ સત્તામાં પડયા છે તો ઉદય પણ આવે છે. “સમયમ અનુસરન્ત: પિ” સમયે સમયે અખંડિતધારા પ્રવાહરૂપ ઉદય પણ દે છે; તો પણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી” એ ઉદય પરમાં છે, મારામાં નથી. આવું હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી. આમાં હજુ ગરબડ કરે. સમ્યગ્દષ્ટિ કોને કહેવાય એની ખબર નથી ! આ દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા અને તેને માન્યા તે સમકિત અને તેને જાણ્યા તે જ્ઞાન અને વ્રત-તપ કરો એ ચારિત્ર ધૂળમાંય નથી સાંભળને ! શ્રોતા-આ પંચમકાળ છે તેથી. ઉત્તર- પંચમકાળ છે તેથી શું છે? આ શીરો થાય છે લોટનો, સાકરનો અને ઘીનો, તો પંચમકાળમાં શું માટીનો શીરો થાય છે? શું ઘીની જગ્યાએ પાણી નાખે છે? લોટની જગ્યાએ ધૂળ નાખે છે? સાકરની જગ્યાએ અફીણ નાખે છે? પંચમ આરાનો હલવો હોય કે ચોથા આરાનો હોય પરંતુ હલવો તો હલવો છે. પંચમઆરો છે તો શું છે? પંચમઆરાના તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત બન્નેનું સમકિત સરખું છે. શું સમકિતમાં ફેર છે? ફેર તો સ્વરૂપની રમણતા અર્થાત્ ચારિત્રમાં છે. ભાવાર્થ આમ છે–કોઈ અનાદિ કાળનો મિથ્યાદેષ્ટિ જીવ” અનાદિકાળથી પુણ્યપાપના ભાવનો કર્તા થઈને મિથ્યાદેષ્ટિ થયો. સ્વભાવ ઉપરથી દષ્ટિ હઠાવી અને વિકારના પરિણામ ઉપર દૃષ્ટિ હોવાથી તેને અનાદિથી પર્યાયબુદ્ધિ થવાથી તે મિથ્યાષ્ટિ હતો. આહાહા પર્યાય દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ તેમ આવ્યું હતું ને? પાછળના શ્લોકમાં આવ્યું હતું કે “પર્યાય બુદ્ધિ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૯ કલશ-૧૧૮ મિથ્યાષ્ટિ” (૨૭૭ શ્લોક) પર્યાય નયથી મિથ્યાષ્ટિ એટલે કે જેની દૃષ્ટિ પર્યાય ઉપર અને રાગ ઉપર છે તે મિથ્યાષ્ટિ છે અને જેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે તે સમ્યગ્દષ્ટિ છે. પ્રવચન નં. ૧૧૬ તા. ૮/૧૦/૭૭ કળશ ટીકાનો ૧૧૮ કળશનો ભાવાર્થ છે. સમયમ અનુસરન્ત: લપિ” સમયે સમયે અખંડિત ધારાપ્રવાહરૂપ ઉદય પણ દે છે; તોપણ સમ્યગ્દષ્ટિ કર્મબંધનો કર્તા નથી.” અનાદિ કાળનો કોઈ મિથ્યાષ્ટિ જીવ તેણે નિગોદથી માંડીને અનંત અનંત ભવ કર્યા. એ મિથ્યાષ્ટિની અનાદિ કાળથી પર્યાય બુદ્ધિ છે. તેની રુચિ વર્તમાન જ્ઞાનની વિકાસરૂપ એક સમયની અવસ્થા ઉપર છે. દયાદાન-વ્રત-ભક્તિ આદિનો જે શુભરાગ તેનાં ઉપર તેની રુચિ છે. એને પર્યાયબુદ્ધિ મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે. “ભાવાર્થ આમ છે–કોઈ અનાદિ કાળનો મિથ્યાષ્ટિ જીવ કાળલબ્ધિ પામ્યો થકો” અનાદિ કાળનો મિથ્યાષ્ટિ જીવ, પોતાના સ્વભાવના પુરુષાર્થથી કાળલબ્ધિને પ્રાપ્ત કરતો થકો એટલે કે અનંતગુણ રત્નાકર પ્રભુ એવું પોતાનું નિધાન, એ નિધાન ઉપર નજર કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે. પોતાના પુરુષાર્થથી કાળલબ્ધિ પાકી એમ કહે છે. કાળલબ્ધિ પાકી તેમાં સાથે પુરુષાર્થ પણ આવ્યો... એકલી કાળલબ્ધિથી કાર્ય થયું છે એમ નથી. (૧) પુરુષાર્થની કાળ લબ્ધિ, (૨) સ્વભાવની કાળલબ્ધિ, (૩) ભવિતવ્યતાની કાળલબ્ધિ, (૪) કાળની કાળલબ્ધિ, (૫) નિમિત્તના અભાવની કાળલબ્ધિ, આ રીતે એક સાથે પાંચે બોલ છે.. સમજમાં આવ્યું? આહાહા? જેની અનાદિ કાળથી વર્તમાન, વર્તમાન પર્યાય એટલે પ્રગટ અંશ એવા રાગાદિ વિકાર-વિકલ્પ તેના ઉપર જેની દૃષ્ટિ છે તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે. અનંતગુણથી ભરેલ નિધાન સામાન્ય ધ્રુવ ચૈતન્ય વસ્તુ તેના ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનમાં સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પર્યાયબુદ્ધિમાં સંસાર અને રાગની પ્રાપ્તિ હતી. અનાદિ કાળથી પર્યાયબુદ્ધિમાં તેને વર્તમાન પર્યાય-રાગના અંશ ઉપર દૃષ્ટિ છે તે મિથ્યાષ્ટિ છે, તે જીવ અનંત સંસારમાં રખડવાવાળો છે. એવો જીવ હવે ગુંલાટ ખાય છે કે એક સમયની પર્યાય જેટલો હું નથી. હું તો પૂર્ણ પરમાત્મ સ્વરૂપ છું, પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છું. પરંતુ આ વાત તેને અભ્યાસ વિના અને અંતર્મુખ થયા વિના બેસે નહીં. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬O કલશામૃત ભાગ-૪ આહાહા! રાગથી ભિન્નતાનો અભ્યાસ કરતાં અને અભેદ વસ્તુનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. સંસાર એટલે રાગાદિ અને રાગાદિનું ફળ તેના ઉપરથી જેની રુચિ હુઠી જાય છે. આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન જે અતીન્દ્રિય આનંદનું દળ છે તેની અંતરદષ્ટિ થવાથી સમ્યગ્દર્શન શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. શાંતિ શાંતિ.. ચારિત્રની શાંતિ પ્રગટે છે તેમ પાઠમાં છે. આનંદ તો છે પણ આનંદની સાથે સુખની લહેજત પણ સાથે છે. અકષાય સ્વભાવ; વીતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તેનો અનુભવ થતાં પર્યાયમાં વીતરાગતા અને શાંતિ આવે છે. અનંતાનુબંધીનો અભાવ થઈને શાંતિ આવે છે. આવો માર્ગ સાંભળ્યોય નહીં હોય. અહીં કહે છે- કાળલબ્ધિ પ્રાપ્ત કરતો થકો સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો. ગુણ શબ્દ પર્યાય સમજવું. તે સમ્યગ્દર્શનની પર્યાયરૂપે પરિણમ્યો. આહાહા ! અનંત કાળથી રાગ અને એક સમયની પર્યાયના પરિણમનનો વિકલ્પ હતો. એ વિકલ્પરૂપ અવસ્થા મારી છે તેવો અનુભવ તે મિથ્યાદેષ્ટિ છે. આહાહા ! પોતાનું ચિદાનંદ નિત્ય સ્વરૂપ ઉત્પાદવ્યયની પર્યાયથી ભિન્ન છે. ધ્રુવ દ્રવ્ય સ્વભાવ, પૂર્ણ પરમાત્મ સ્વભાવ તેનો અંતરમાં આશ્રય કરવાથી શાંતિ, સુખ, પવિત્રતા આદિ (નિર્મળ ) પર્યાયનું વેદન પ્રગટ થાય છે. અજ્ઞાનમાં રાગ-દ્વેષનું વદન હતું. મિથ્યાશ્રદ્ધા અને સાથે રાગ-દ્વેષનું વદન હતું. ભગવાન આત્મા પોતાની પૂર્ણ શક્તિના સામર્થ્યવાળું તત્ત્વ છે. તેનો આશ્રય કરવાથી તેને સમ્યગ્દર્શનની સાથે શાંતિ ઉત્પન્ન થાય છે. કેમકે મિથ્યાત્વમાં, મિથ્યાત્વના રાગ દ્વેષનું વદન હતું. જ્યારે સમકિતીને ત્યાં શાંતિનું વેદન છે. સમ્યકત્વગુણરૂપ પરિણમ્યો” પોતાની ચીજ પૂર્ણ છે તે રૂપે એટલે કે પ્રતીતરૂપે પરિણમ્યો. તેના જ્ઞાનમાં અનુભવમાં પ્રતીતરૂપ દશા પ્રગટી “ચારિત્રમોહ કર્મની સત્તા વિધમાન છે” સમ્યગ્દર્શન થયું તો જેવી વસ્તુ હતી તેવી જ્ઞાનમાં શેય બનાવી. અનુભવ દશામાં પ્રતીતનું પરિણમન થયું. સમજાય છે? આ તો થોડો અભ્યાસ હોય તો સમજાય એવું છે. પ્રશ્ન- દર્શનગુણ અને ચારિત્રગુણમાં શું ફરક છે? ઉત્તર-દર્શનગુણ છે તે તો પ્રતીતિરૂપ ગુણ છે. ચારિત્રગુણ તે સ્વરૂપમાં રમણતારૂપ છે. સમ્યગ્દર્શન થતાં સ્વરૂપની પ્રતીત થઈ છતાં સ્વરૂપની રમણતા નથી. આત્માના પ્રદેશ ઉપર ચારિત્રમોહ નામનું એક કર્મ છે. તેની સ્થિતિ પડી છે, તેના નિમિત્તથી અસ્થિરતાનો રાગ પણ થાય છે. ચારિત્રમોહ કર્મની સત્તા વિધમાન છે, ઉદય પણ વિધમાન છે” ચારિત્રમોહ એટલે કષાયના ભાવો. અનંતાનુબંધી સિવાયના ત્રણ કષાયના ભાવો કર્મ પ્રકૃત્તિરૂપે વિધમાન છે. કર્મ સત્તામાં તો છે પણ તેનો વિપાક અર્થાત્ ઉદય પણ આવે છે. “પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિધમાન છે” જ્ઞાનીને સમ્યગ્દર્શન થયું હોવાથી તેને પંચેન્દ્રિય વિષયમાં સુખબુદ્ધિ નથી, પરંતુ તેને હજુ પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે. તેને આસકિતનો ભાવ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૬૧ આહાહા! આ આત્માને જ્યાં શુદ્ધ અનાકુળ અતીન્દ્રિય સ્વરૂપનો અનુભવ થયો, પ્રતીત થઈ તો સમ્યકરૂપે પરિણમન થયું. પરંતુ તે હજુ વીતરાગ નથી થયો તેથી તે કારણે ચારિત્રમોહનો રાગ થાય છે. ચારિત્રમોહ કર્મ સત્તામાં પડયું છે. તે ત્રણ કષાયની પ્રકૃત્તિ સહિત છે. એ પ્રકૃત્તિનો ઉદય એટલે વિપાક પણ છે. એ વિપાકથી ત્યાં ઉત્પન્ન થયેલા પંચેન્દ્રિયના વિષયના સંસ્કાર પણ છે. ઉદયનાં કારણે નહીં. શું કહે છે? ફરીથી... ઉદય પણ વિધમાન છે, પંચેન્દ્રિય વિષય સંસ્કાર પણ વિદ્યમાન છે. સમકિતીને કર્મનો ઉદય છે. એ ઉદય જડમાં આવ્યો. પરંતુ અહીંયા આત્માની પર્યાયમાં પણ પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે. એટલે કે ચારિત્રદોષના સંસ્કાર છે એમ કહે છે. અરે....! આવી વાત! ચારિત્ર મોહકર્મની સત્તા છે, તે કર્મનો ઉદય પણ છે. અને સંસ્કાર પોતાથી છે. પાંચ ઇન્દ્રિય વિષયના સંસ્કાર છે તે ચારિત્રમોહના નિમિત્તના લક્ષે છે. એ સંસ્કાર કર્મને લઈને નથી. સમ્યગ્દર્શન થયું. અનુભવ થતાં તેને વિષયની રુચિમાં સુખબુદ્ધિ હતી તે ચાલી ગઈ પરંતુ વિષયની વાસનાના સંસ્કાર ગયા નહીં. કેમકે તે ચારિત્રનો દોષ છે તેથી એ ગયો નહીં. આનો તો અભ્યાસ જોઈએ. એલ.એલ.બી. અને બી. એ. ભણવા માટે દશ-વીસ વર્ષ કાઢે છે ને તેમ આનો અભ્યાસ કરે તો સમજાય! - આ આત્મા મહાન પ્રભુ છે. એટલું તો આવ્યું હતું ને- “અપ્પા સો પરમપ્પા” આ આત્મા છે તે પરમાત્મા છે. જે પરમાત્મા થઈ ગયા તે વ્યક્તરૂપે થઈ ગયા. આ ભગવાન આત્મા પરમ આત્મા, પરમ સ્વરૂપ, પરમ પરિણામિક-જ્ઞાયકભાવ સ્વરૂપ છે, બધા આત્માઓ આવા છે. આવા પરમાત્મ સ્વરૂપની દૃષ્ટિ થઈ અને દૃષ્ટિપૂર્વક સમ્યક્ પરિણમન થયું તેનું નામ સમ્યગ્દર્શન છે. તેને ધર્મની પહેલી સીઢી કહેવામાં આવે છે. આવી સ્થિતિ હોવા છતાં તેને હજુ ચારિત્ર મોહકર્મ જડ છે તે સત્તામાં વિધમાન છે. તેને ઉદયમાં વિપાકમાં પણ ચારિત્રમોહનો ઉદય આવે છે. જ્યારે આત્મામાં પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કાર પોતાનાથી છે. અહીંયા સમ્યગ્દર્શન છે અને સાથે પંચેન્દ્રિય વિષયના સંસ્કાર પણ છે, બન્ને છે. સમ્યગ્દષ્ટિને અંતર ભાન હોવા છતાં પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે તેમ સિદ્ધ કરવું છે. તેને પંચેન્દ્રિય વિષયના સંસ્કાર છે માટે તે આત્માને ભૂલી જાય છે તેમ નથી. તેને આત્મા તો દૃષ્ટિમાં રહે છે. મુખ્ય છે તેમ તરવરે છે. ધ્રુવમાં દૃષ્ટિ પડી છે તે હવે ધ્રુવમાંથી ખસતી નથી. પરંતુ પર્યાયમાં પંચેન્દ્રિય વિષયના સંસ્કાર ઊભા છે. (ત્રણ કષાયનું) દુઃખ છે તેમાં આત્માને તે ભૂલી જાય છે તેમ નથી. તેને દ્રવ્યનું તો જ્ઞાન ને ભાન છે. પરંતુ સ્વરૂપની સ્થિરતા નથી. અનંતાનુબંધીનો ભાવ ગયો તેટલી સ્થિરતા છે. બીજા કષાયની અસ્થિરતાનો ભાવ સમ્યગ્દષ્ટિધર્મીને છે. આત્મજ્ઞાનીને પણ ચારિત્ર મોહનીયના નિમિત્તે પોતાનામાં પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કાર ઉભા છે. આહાહા! વિષયની આસકિત ઊભી છે પરંતુ વિષયમાંથી સુખબુદ્ધિ ચાલી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કલશામૃત ભાગ-૪ ગઈ છે. સમજમાં આવ્યું? શ્રોતા:- બન્ને ધારા ચાલે છે. ઉત્તરઃ- બન્ને ધારા એક સાથે ચાલે છે. જ્ઞાનધારા સ્વભાવ સન્મુખ છે અને રાગધારા પર સન્મુખ છે. સમકિતીને પણ વિકારની લાગણી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને તો એકલી મિથ્યાધારા હોવાથી તે તો આત્માને ભૂલ્યો છે. તેના માટે “ભૂલ” શબ્દ છે. સમ્યગ્દષ્ટિને આત્માની ભૂલ નથી હોતી. બહારમાં છ ખંડનું મોટું ચક્રવર્તીનું રાજ્ય હોય તો પણ સમ્યગ્દર્શન ધારાવાહી રહે છે. આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ છે, તેની પર્યાયમાં જ્ઞાન અને શાંતિની ધારા ચાલે છે. તેને પૂર્ણ શાંતિ ન હોવાના કારણે અશાંતિધારા પણ ચાલે છે. “પંચેન્દ્રિય વિષયસંસ્કાર વિધમાન છે, ભોગવે પણ છે” ભોગનો અર્થ-વિષય સંસ્કારના રાગનું પરિણમન થાય છે અને તેનું વેદવું ભોગવવું છે. એક બાજુ આનંદને ભોગવે છે અને એક બાજુ રાગને ભોગવે છે. સમ્યગ્દર્શન છે પરંતુ હજુ ચારિત્ર નથી એ વાતને સિદ્ધ કરવી છે ને! આહાહા ! રાગને ભોગવે પણ છે. “ભોગવતો થકો જ્ઞાનગુણ દ્વારા વેદક પણ છે;” આહાહા ! જ્ઞાન દ્વારા તે વેદનમાં પણ આવે છે. જોયું? શ્રદ્ધા દ્વારા વેદન છે તેમ ન કહ્યું. જ્ઞાન દ્વારા વેદે છે એટલે કે –રાગ વેદાય છે તેમ જ્ઞાન જાણે છે. પર્યાયમાં રાગનો ભોક્તા પણ છે. આ તો શાંતિથી સમજવાની ચીજ છે બાપા! અજ્ઞાનીને અનાદિકાળથી વિષયના સંસ્કારને પ્રેમ છે; તેમાં સુખબુદ્ધિ છે. જ્યારે જ્ઞાનીને વિષયના સંસ્કાર છે પણ તેમાં સુખબુદ્ધિ નથી. શ્રોતા- એ ચારિત્રનો દોષ છે. ઉત્તર-ચારિત્રનો તો દોષ છે. ગોમટસારમાં આવ્યું છે કે-અવિરતી પંચેન્દ્રિયના વિષયથી નિવર્યો નથી. આવો શ્લોક છે.. ગોમ્મટસારમાં. તે જાણે છે કે- આનંદ મારામાં છે, આવું હોવા છતાં પણ તેને રાગની આસક્તિના પરિણામ ઉત્પન્ન થાય છે... અને તે રાગને ભોગવે પણ છે. રાગના સંસ્કાર છે અને રાગને વેદતો નથી આ શું વાત છે એમ કહે છે. પહેલાં તો ના પાડી હતી કે સમ્યગ્દષ્ટિ રાગને વેદતો નથી. એ કઈ અપેક્ષાએ કહ્યું હતું. અહિંયા પાછા પકડે કે- રાગને વેદે છે. સમ્યગ્દષ્ટિને રાગનું વેદન છે જ નહીં એ કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો મિથ્યાત્વ સાથેના રાગ-દ્વેષનું તેને વેદન નથી, તેનું દુઃખ નથી, તેનો આશ્રય નથી. સમજમાં આવ્યું? આવો મારગ છે. કહે છે કે આત્મામાં આનંદનો અનુભવ થયો તો ભગવાન આત્માના નિધાનના તાળા ખુલ્લી ગયા. અનાદિથી તેને રાગ અને સ્વભાવની એકતાબુદ્ધિ હતી. રાગમાં સુખ છે તેવી એકતાબુદ્ધિમાં ચૈતન્ય નિધાનને તાળા મારી દીધા હતા. આહાહા! એ ખજાનાને તાળા મારી દીધા છે. હવે ચાવી મળી તો ખજાના ખુલ્લી ગયા. સમ્યગ્દર્શનરૂપી ચાવીથી ચૈતન્યના ખજાના Page #79 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૬૩ ખોલી નાખ્યા. પરંતુ હજુ પૂર્ણ ખજાનો બહાર નીકળ્યો નથી. સમજમાં આવ્યું? શ્રોતા:- એકવાર ચાવી મળે પછી ખુલેને! ઉત્તર- સાધકને સમ્યગ્દર્શન છૂટતું નથી પરંતુ ચારિત્રદોષ હજુ બાકી છે તે વાત ચાલે છે. શ્રોતા:- કાયમ જ્ઞાનધારા રહે છે? ઉત્તર:- કાયમ જ્ઞાનધારા રહે છે ને રાગધારા રહે છે. આ જ સમજવાનું છે. જેટલો આત્માનો અનુભવ થયો તેટલું તો શુદ્ધતાનું વેદન છે. પરંતુ હજુ પૂર્ણ શુદ્ધતા નથી તે કારણે વિષય સંસ્કાર પણ છે. પૂર્ણ શુદ્ધતા નથી તેથી તેને વિષય સંસ્કારનું વેદન છે, જો રાગનું વેદન ન હોય તો વીતરાગ થઈ જાય. હા, એ રાગના વેદનમાં સુખબુદ્ધિ થઈ જાય તો મિથ્યાદેષ્ટિ થઈ જાય. પ્રશ્ન- જો રાગ-દ્વેષ કર્મનો દોષ નથી તો જીવનો દોષ પણ ક્યાં છે? ઉત્તર- અરે ! અહીંયા પરની વાત છે? ( રાગને કરનારો) મહાપાપી છે. સમ્યગ્દષ્ટિ પણ જેટલું પાપનું સેવન કરે છે એટલો પાપી છે. શ્રોતા- સાધક પાપ કરે અને તેને પુણ્ય થાય છે. ઉત્તર- એ વાત બીજી અપેક્ષાએ છે. અહીંયા એ વાત નથી લેવી. અહીંયા તો સાધકને પૂર્ણ દશા પ્રગટ નથી થઈ તેથી તેને પંચેન્દ્રિય વિષય સંસ્કારનું વેદન છે. સમ્યગ્દર્શનના કાળમાં પણ તે પાંચ ઇન્દ્રિયના વિષયના સંસ્કારનો રાગ કરે છે–વેદે છે એમ લેવું છે. આહાહા! રાગને ન વેદતો હોય તો વીતરાગ થઈ જાય અને રાગમાં સુખબુદ્ધિ થઈ જાય તો મિથ્યાષ્ટિ થઈ જાય. શ્રોતા:- તો તો જ્ઞાનીને દોષ જ નથી લાગતો. ઉત્તર- એ વાત બીજી અપેક્ષાએ કહી છે. એ વાત તો દૃષ્ટિનું જોર બતાવવા કહી છે. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે તો હવે તેને ચારિત્ર અંગીકાર કરવાનું નથી એમ નથી. અહીંયા તો કહે છે કે- સમ્યગ્દષ્ટિને પણ ભોગની વાસના થાય છે. વાસના તે ચારિત્રનો દોષ છે... છતાં તેમાં સુખબુદ્ધિ નથી, તેમાં મજા છે એમ માનતો નથી, તેને તો ઝેર જાણે છે. મારી કમજોરીથી મારામાં પાંચ ઇન્દ્રિયના વિષયનો રોગ થાય છે. અહીંયા તો વીતરાગ માર્ગ છે. શ્રોતા:- દરેક અપેક્ષા સમજવી જોઈએ. ઉત્તર- જે જે અપેક્ષા જ્યાં હોય તેમ સમજવું જોઈએ. એક બાજુ કહે- જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. બીજી બાજુ કહે- જ્ઞાનીને ભોગ છે જ નહીં, તે તો આનંદનો ભોગી છે. એક બાજુ કહે કે- જ્ઞાનનો ભોગ છે. રાગનો ભોગ છે ત્યાં ચારિત્રનો દોષ બતાવવો છે. એ રાગ થયો છે તે કોઈ કર્મના કારણે થયો નથી, પરંતુ પોતાના કારણે થયો છે. આ કળશમાં કહ્યું કે- સાધકને પંચેન્દ્રિય વિષયના સંસ્કાર વિદ્યમાન છે. એમ ન કહ્યું કેકર્મને લઈને સંસ્કાર થાય છે. ત્રણ બોલ લીધા- (૧) કર્મ સત્તામાં પડ્યા છે, (૨) એ કર્મપ્રકૃતિનો ઉદય-પાક આવે છે, (૩) આત્મામાં પંચેન્દ્રિયના સંસ્કાર છે તે પોતાથી થયા છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કલશામૃત ભાગ-૪ બહુ ઝીણી વાત છે ભાઈ ! ચોર્યાશીના અવતારમાં રખડી રખડીને હેરાન-દુઃખી છે. જેની દૃષ્ટિ રાગ અને પુણ્ય પર્યાય ઉપર તે મહાદુઃખી છે. એ હવે અહીંયા ગુલાંટ ખાય છે– પલટો મારે છે. આત્મા આનંદ સ્વરૂપ છે. પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનો અનુભવ થયો ત્યારથી રાગ સાથેની એકત્તાબુદ્ધિ છૂટી ગઈ. સાધકને સ્વભાવની એકતાબુદ્ધિ થઈ હોવા છતાં તેને પંચેન્દ્રિય વિષયના સંસ્કારની એટલે કે રાગની વિદ્યમાનતા છે. તે ચારિત્રનો દોષ છે. મિથ્યાદેષ્ટિ જીવ આત્મસ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતારૂપ જાણે છે, તેથી ઇષ્ટ-અનિષ્ટ વિષયસામગ્રી ભોગવતો થકો રાગ દ્વેષ કરે છે” અજ્ઞાની કર્મના ઉદયને પોતાનો માનીને કરે છે. અજ્ઞાની ઈષ્ટ–અનિષ્ટ વિષય સામગ્રીને ભોગવતો થકો.. રાગ-દ્વેષનો કર્તા થાય છે. અહીં આ કળશમાં તો એમ સિદ્ધ કરવું છે કે- (જ્ઞાનીને અસ્થિરતાના) રાગવૈષ થાય તે સંસ્કારને લઈને થાય છે. રાગને કરવા લાયક જાણીને તે કરે છે એમ નથી. માટે કર્મનો બંધક થાય છે, તે રીતે સમ્યગ્દષ્ટિ જીવ નથી. સમ્યગ્દષ્ટિ જીવ આત્માને શુદ્ધસ્વરૂપ અનુભવે છે” જોયું? પહેલાં કહ્યું કે- મિથ્યાદૃષ્ટિ આત્મ સ્વરૂપને જાણતો નથી. હવે કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. શુદ્ધ આનંદ અને જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે, તેના અનુભવમાં તેને શાંતિનું વેદન છે. તે શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે. શરીર, કુટુંબ, કબીલા, લક્ષ્મી, આબરુ વગેરે કર્મનો ઉદય છે, તે મારી ચીજ નથી. એ જડ કર્મ-વેરીનું લશ્કર છે- દુશ્મનનું લશ્કર છે. પરમાં બધું- આબરુ, કીર્તિ, બાયડી, છોકરાં, હજીરા (મકાન ) એ બધું કર્મનો એટલે કે વેરીનો ફેલાવ છે, તે મારી ચીજ નથી તેમ ધર્મી જાણે છે. એમ કહે છે. શરીર આદિ સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી” ઉદય આવે છે તેનો નાશ કરવાનો પ્રયત્ન પણ છે. તે ઉદાસીન હોવા છતાં રાગ આવી જાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી એ આ અપેક્ષાએ કહ્યું છે. પંચેન્દ્રિય વિષયના સંસ્કારને તે દુઃખરૂપ જાણે છે. કર્મનો ઉદય આવે છે તેને ખપાવે છે. જેટલો જેટલો આત્મા તરફ વળે છે તેટલા પ્રમાણે રાગનો નાશ થાય છે. જેટલો આત્મા તરફ ઝુકાવ છે એટલો એટલો રાગને ખપાવે છે નાશ કરે છે. પહેલાં કહ્યું કે- સંસ્કારને કારણે રાગ થાય છે. હવે કહે છે તેને ખપાવે અર્થાત્ નાશ કરે છે. એક શેઠ એમ કહેતા હતા કે જ્ઞાની, ઉદય આવે તેને ખપાવે છે? ઉદય છે, તો હોય તેને ખપાવે કે ન હોય તેને? જેટલો જેટલો સ્વરૂપનો આશ્રય લ્ય છે તેટલા રાગનો નાશ થાય છે. આહાહા! રાગને ખપાવે છે તો રાગ છે કે નહીં? છે તેને ખપાવે છે કે જે ન હોય તેને ખપાવે ! આકરી વાત છે ભાઈ ! અહીંયા તો દરેકે દરેક વાતને જાણવી જોઈએ. એક પણ ન્યાયમાં ફેર Page #81 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૮ ૬૫ આવે તો આખી વસ્તુ ફરી જાય છે. સમજમાં આવ્યું? સમ્યગ્દષ્ટિ જીવને કર્મબંધ નથી. રાગની અવસ્થા હોવા છતાં તેનું સ્વામીપણું નથી, તેમાં પોતાપણું નથી. એ અપેક્ષાએ કર્મબંધ નથી એમ કહેવામાં આવે છે. “આવી અવસ્થા સમ્યગ્દષ્ટિ જીવને સર્વકાળ નથી. જ્યાં સુધીમાં સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પદવીને પામે ત્યાં સુધી આવી અવસ્થા છે.” આત્માનો અનુભવ કરતાં... કરતાં... કરતાં કરતાં સર્વજ્ઞ પરમાત્મા થઈ જાય ત્યાં સુધી આવી અવસ્થા છે. શું આવી અવસ્થા હોય છે? આત્માનો અનુભવ પણ છે અને કર્મનો ઉદય પણ છે અને સંસ્કાર પણ છે અને તેનો થોડો થોડો નાશ પણ કરતો જાય છે. “જ્યારે નિર્વાણપદ પામશે તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે.” પહેલાં દૃષ્ટિએ પરમાત્મા થયા પછી પર્યાયમાં થોડા સંસ્કાર હતા તેને પણ ખપાવતો જાય છે. એને પણ ક્યાં સુધી ખપાવતો જાય છે? પૂર્ણ પરમાત્મા થાય ત્યાં સુધી બસ પરમાત્મા થયા પછી કાંઈ છે નહીં. સંસ્કાર નથી અને સંસ્કારનો નાશ કરવો તેમ પણ નથી. અરેરે ! આવી વાતું ! પહેલાં એકેન્દ્રિય, બેઇન્દ્રિયનું શીખતા હોય. એમાં આ વાત ક્યાંથી હોય! કોઈ ઝાઝા અપવાસ કરે તો એ અપવાસીનું તપસ્વીનું સન્માન કરે કે– આ મોટા તપસ્વી છે. ક્રિયાકાંડને અને રાગને ધર્મ માને છે તે મિથ્યાષ્ટિ છે. મેં આહાર છોડ્યો એવું જડનું અભિમાન કરે છે. વિકલ્પથી રહિત, રાગથી રહિત, શુદ્ધ ચિદાનંદ આત્મા દૃષ્ટિમાં ન આવ્યો અને શુદ્ધ પરિણમન ન થયું ત્યાં બધી વાત વ્યર્થ-ફોગટ છે. આહાહા ! અપવાસ કરે કે સામાયિક કરે કે પોષા કરે કે પડિમા લ્ય કે સંથારા કરે કે બે-બે મહિનાની સંલેખના કરે.. પણ તે બધા એકડા વિનાના મીંડા છે. તે કાળનું તો કાંઈ કહેવાનું જ નથી- સાક્ષાત્ પરમાત્મા છે.” સાધકને હજુ થોડા સંસ્કાર છે તેનો નાશ કરતો જાય છે. આત્માનો અનુભવ પણ વર્તમાનમાં વર્તે છે અને (રાગ પણ છે) આવી દશા પૂર્ણતા ન થાય ત્યાં સુધી હોય છે. નિર્વાણ થયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. સંસ્કારે નથી તેનો નાશ કરવો તેમ પણ નહીં. એ પર્યાય તો હવે પૂર્ણ કૃતકૃત્ય થઈ ગઈ. વસ્તુ પૂર્ણાનંદનો નાથ કૃતકૃત્ય જ છે. જે વસ્તુ કૃતકૃત્ય છે તેને કાંઈ કરવું.. ફરવું છે જ નહીં. પર્યાયમાં જ્યાં પૂર્ણતા થઈ ગઈ તો કૃતકૃત્ય થઈ ગયો. જ્યાં સુધી અપૂર્ણતા છે ત્યાં સુધી રાગ છે, અને એ રાગનો નાશ કરવાનો પણ છે એટલે કે આત્મામાં સ્થિરતા કરવી એમ ! આત્મામાં સ્થિરતા કરતાં રાગનો નાશ થાય છે. આવી રીતે સાધક જીવ છે ત્યાં સુધી થાય છે. નિર્વાણ થયા પછી શું કરવું? આહાહા ! પૂર્ણાનંદનો નાથ પર્યાયમાં કૃતકૃત્ય થઈ ગયો. જેમ દ્રવ્ય કૃતકૃત્ય છે તેમ પર્યાય કૃતકૃત્ય થઈ ગઈ. હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નહીં. અહીંયા તો હજુ સાધકને રાગ છે. સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે તો રાગનો નાશ થઈ જાય છે. આવી રીત છે. નિર્વાણ થયા પછી કંઈ કરવાનું નથી. બાપુ! આ તો શાંતિથી Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કલશામૃત ભાગ-૪ સમજવાની ચીજ છે. વીતરાગ માર્ગ સૂક્ષ્મ ઝીણો બહુ. આ અપૂર્વ માર્ગનો તેણે કદી એક સમય પણ પત્તો લીધો નથી. આ માર્ગને સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ. (અનુષ્ટ્રપ). रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।७-११९ ।। ખંડાન્વય સહિત અર્થ- એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત્ જ્ઞાનિનઃ રાષવિમોદાનાં સમવ: તત: એચ વન્ય: ”(યત) જેથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (૨) રંજકપરિણામ, (કેપ) ઉદ્વેગ, (વિમોદીનાં) પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુધ્ધ ભાવોનું (જન્મ:) વિધમાનપણું નથી. [ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (તત:) તેથી (કસ્ય) સમ્યગ્દષ્ટિ જીવને (વન્ય: ૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; “વ”નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે; “દિ તે વશ્વસ્થ વIRળમ”(દિ) કારણ કે(તે) રાગ-દ્વેષ-મોહ એવા અશુધ્ધ પરિણામ (વચ વારણન) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે-કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે-ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી. ૭-૧૧૯. કળશ નં.-૧૧૯ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૬ તા. ૮/૧૦/૭૭ એમ કહ્યું છે કે- સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત જ્ઞાનિન: રાધેષ વિમોદીનાં સમવ: તત: અગ્ર વિશ્વ: 7:” જેથી સમ્યગ્દષ્ટિ જીવને રંજક પરિણામ, ઉદ્વેગ, પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુધ્ધ ભાવોનું વિધમાનપણું નથી.” સમ્યગ્દષ્ટિને રાગમાં રંગાયેલા પરિણામ એટલે કે- એકતા હોતી નથી. રાગ આવે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૯ ૬૭ પણ તેમાં એકતાબુદ્ધિ નથી. રાગનો તેને રંગ ચડી જાતો નથી. તે રાગમાં રંજાય જાય છે તેમ નથી જ્ઞાની રાગથી ભિન્ન રહે છે. વળી તેને ‘ઉદ્વેગ' નામ દ્વેષ પણ નથી હોતો. ધર્મીને વિપરીત અશુધ્ધતાના ભાવ વિધમાન નથી. તેને રાગમાં એકતાબુદ્ધિ નથી એ અપેક્ષાએ રાગ વિધમાન નથી. જ્ઞાનીને વિપરીત માન્યતા નથી એ કા૨ણે તેને વિકાર વિધમાન છે જ નહીં. (ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી માટે રાગાદિક નથી ) સમ્યગ્દષ્ટિને કર્મના ઉદયનો રંગ ચડતો નથી, તેને રાગનો રસ ચડતો નથી. શુભરાગ આવે છે પણ તેમાં એકતાબુદ્ધિ થતી નથી તો અશુભમાં એકતાબુદ્ધિ કેવી ? ૫૨દ્રવ્ય મારા છે તેવી એકતાબુદ્ધિ અંદ૨માંથી ચાલી ગઈ છે. માર્ગ ભારે આકરો ભાઈ ! સમ્યગ્દષ્ટિ ધર્મી જીવને આત્માના આનંદનો અનુભવ થયો. એવો જૈની જીવ, કર્મના ઉદયમાં રંજાયમાન નથી થતો. તેથી તેને એ કારણે રાગાદિ નથી. રાગમાં એકતાબુદ્ધિ નથી. માટે રાગ તેનો નથી. “તેથી સમ્યગ્દષ્ટિ જીવને જ્ઞાનાવ૨ણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી” એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને જ્ઞાનાવરણાદિનો બંધ નથી. તેને રાગમાં એકતાબુદ્ધિ નથી પરંતુ પૃથ્થક બુદ્ધિ હોવાથી ભેદજ્ઞાન વર્તે છે... એ કા૨ણે તેને રાગ છે જ નહીં અને બંધન છે જ નહીં. “વ”નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે;’ ‘વ’નિશ્ચયથી દ્રવ્યનું સ્વરૂપ આવું જ છે. એક સમયમાં વિકા૨થી અંજાયમાનપણું છૂટી ગયું. રાગ મારો તેવી એક સમયની મિથ્યાબુદ્ધિ હતી. એક સમયની ભૂલ એવી પર્યાયબુદ્ધિનો, દ્રવ્યબુદ્ધિથી છેદ કરી દીધો છે. હું તો શાયક સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્યઘન છું એવી દ્રવ્યબુદ્ધિ દ્વારા પંચેન્દ્રિય વિષય સંસ્કારનો નાશ કર્યો છે... તે કા૨ણે તેને કર્મબંધ છે જ નહીં. E “દિ તે વન્યસ્ય હાર્ળમ્” કા૨ણકે રાગ-દ્વેષ-મોહ એવા અશુધ્ધ પરિણામ બંધના કા૨ણ છે” રાગ દ્વેષને મિથ્યાત્વ પરિણામ એ બંધનું કારણ છે. મિથ્યાત્વ રહિતના રાગ-દ્વેષ તે બંધનું કા૨ણ રહ્યું નહીં. આ તો સમ્યગ્દર્શનના જો૨ની વાત કરે છે. એક બાજુ એમ કહે કે– સમ્યગ્દષ્ટિને બંધ નથી, બીજી બાજુ કહે કે– ચારિત્રનો દોષ છે એટલો બંધ છે. જે અપેક્ષાએ કહ્યું એ અપેક્ષાએ સમજવું. આ સ્યાદ્વાદ માર્ગ છે, અનેકાન્ત માર્ગ છે. દૃષ્ટિના જોરની અપેક્ષાએ રાગ છે જ નહીં અર્થાત્ રાગથી બંધ નથી પરંતુ અસ્થિરતાની અપેક્ષાએ રાગ છે અને રાગથી બંધ પણ છે. આહાહા ! આવી વાતું છે. પ્રશ્ન:- રાગને બંધરૂપ કહ્યો તે ચારિત્રની અપેક્ષાએ કહ્યો છે? ઉત્ત૨:- ચારિત્રની અપેક્ષાએ રાગ છે અને બંધ છે. દૃષ્ટિ અપેક્ષાએ એકતાબુદ્ધિ નથી તેથી રાગ નથી અને બંધ નથી.. એમ કહેવું છે. આહાહા ! આવો માર્ગ અરે ! તેણે કોઈ દિવસ નિર્ણય કર્યો નથી. વાસ્તવિક સ્વરૂપની યથાર્થતા શું છે એવી તેણે દ૨કા૨ કરી નથી. દુનિયાની હોશું તેમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કલશામૃત ભાગ-૪ હરખાય ગયો. આ બહારના પુણ્ય ને પાપના ફળમાં હરખાય ગયો. તેને સન્નિપાત થઈ ગયો. પ્રશ્ન:- માર્ગ દેખાડનાર ન મળે તો શું થાય? ઉત્તર- એની દરકાર પોતે કરી નથી. આહાહા! સમવસરણમાં ભગવાન અનંતવાર મળ્યા, અનંતવાર વાણી સંભળાવી પરંતુ કેવળી આગળ રહી ગયો કોરો- લૂખો રહી ગયો. ત્યાં પણ તેણે પોતાની દરકાર કરી નહીં. સમવસરણમાં અનંતવાર ગયો, સાક્ષાત્ ત્રણલોકના નાથના દર્શન કર્યા, વાણી સાંભળી, પૂજા કરી હીરાના થાળથી.. આવી રીતે પૂજા કરી. મણીરતનના દીવા અને કલ્પવૃક્ષના ફૂલથી જય હો પ્રભુનો કર્યું પરંતુ તેમાં શું મળ્યું ! રાગ મળ્યો. એ રાગમાં એકતાબુદ્ધિ તે મિથ્યાદેષ્ટિ છે. આકરી વાત છે બાપુ! ધર્મ અપૂર્વ વાત છે. લોકો માની બેસે કે- આ અપવાસ કર્યા સામાયિક કરી, પોષા કર્યા, પડિમા કરી તો થઈ ગયો ધર્મ તેમાં ધૂળમાંય ધર્મ નથી. મિથ્યાત્વનું પોષણ છે. રાગની મંદતામાં ધર્મ માને તો તે મિથ્યાષ્ટિ છે- તેમાં મિથ્યાત્વનું પોષણ છે. દ્રવ્યનું સ્વરૂપ છે તે બંધનું કારણ નથી. ઉપર કહ્યું કે દ્રવ્યકર્મનો બંધ નથી તેવું જ નિશ્ચયથી દ્રવ્યનું સ્વરૂપ છે. આવા દ્રવ્યનું સ્વરૂપ ભૂલીને તે રાગ-દ્વેષ અને મોહના અશુધ્ધિ પરિણામ કરે છે તે બંધનું કારણ છે. કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છેચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; જડકર્મનો ઉદય ભલે હો ! પરંતુ એ જડ કર્મના ઉદય માત્રથી બંધ થતો હોત તો ઉદય તો સદા રહે છે. શું કહે છે? જે જડ કર્મ પડ્યા છે તેનો પાક આવે છે. પાક તો કર્મમાં આવે છે ત્યારે તેમાં આત્મા જોડાય છે તો રાગ-દ્વેષ થાય છે, ઉપયોગને જો કર્મનાં ઉદયમાં ન લગાવે તો બંધ થતો નથી. આહાહા ! અટપટી વાતો છે. અરેરે! અનંતકાળમાં તેણે કંઈ કર્યું નહીં. નગ્ન મુનિ જૈન સાધુ થયો આ વસ્ત્રવાળા દ્રવ્યલિંગી નહીં તે તો કુલિંગ છે. દ્રવ્યલિંગરૂપ નગ્નપણું અનંતવાર ધારણ કર્યું, પંચમહાવ્રત પણ અનંતવાર લીધા. પરંતુ તેનાથી શું મળ્યું? એ તો રાગ છે. રાગની એકતા બુદ્ધિમાં મિથ્યાત્વભાવ છે. આકરું કામ ભાઈ ! અહીં કહે છે કે- ચારિત્ર મોહના ઉદયમાત્રથી બંધ નથી થતો. એ ઉદયમાં જોડાય અને રાગ-દ્વેષને કરે તો બંધ થાય છે. ઉદયમાં જોડાય અને જીવના રાગ દ્વેષ-મોહ પરિણામ થાય છે તો કર્મબંધન થાય છે. અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી” ગમે તેટલા ઉદય જડમાં હો તો તેનાથી શું? આ લાખ વાતની વાત છે. “રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે” જુઓ ! આ મુદ્દાની રકમ છે. જેમાં મિથ્યાત્વ ભાવ છે તેવા રાગદ્વેષને Page #85 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૧૯ ૬૯ કર્મબંધમાં ગણવામાં આવ્યા છે. જો મિથ્યાત્વ નથી એવા રાગ-દ્વેષને કર્મબંધનાં કારણમાં ગણવામાં આવ્યા નથી. આહાહા!મિથ્યાત્વને કર્મના ઉદયનો સહારો છે. મિથ્યા શ્રદ્ધાની સાથે જે રાગ-દ્વેષ છે તે રાગ-દ્વેષને ગણવામાં આવ્યા છે. મિથ્યાત્વ જતાંમિથ્યા શ્રદ્ધાનો નાશ થતાં, પોતાના જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુની અંતરમાં દૃષ્ટિ થતાં, અનુભવમાં આવ્યા પછી ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ મોહના પરિણામ નથી. ચારિત્રમોહના ઉદયથી થતા અસ્થિરતાના પરિણામને અહીં ગણવામાં આવ્યા નથી. સમ્યગ્દર્શન અને તેની અનુભવની પ્રધાનતાથી કથન છે. સાધકને રાગ-દ્વેષ આવે છે પણ તેને મિથ્યાત્વનો સહારો નથી. મિથ્યા શ્રદ્ધાના સહારાથી જે રાગ-દ્વેષ થાય છે તેને રાગવૈષ ગણવામાં આવ્યા છે. આવું વાંચી અને કોઈ એકાંત લઈ લ્ય કે જ્ઞાનીને બિલકુલ રાગ-દ્વેષ છે જ નહીં. ભાઈ ! કઈ અપેક્ષાએ વાત છે તે સમજ! અહીંયા તો સમ્યગ્દર્શનના જોરમાં આત્માના આશ્રયના અનુભવમાં રાગ-દ્વેષ-મિથ્યાત્વ છે જ નહીં. તેને હવે રાગ દ્વેષ છે જ નહીં તેમ ગણવામાં આવ્યું છે. આહાહા ! રાગ દ્વેષ હોવા છતાં પણ જો મિથ્યાત્વ નથી તો એ રાગ-દ્વેષ તેને છે નહીં એમ કહે છે. આહાહા ! એકતાબુદ્ધિ નથી તો રાગ-દ્વેષ નથી. આ બધું આવું ઝીણું સમજવાનું છે. આહાહા! રાગ-દ્વેષ-મોહ શબ્દ ત્યાં પરમાં સાવધાની લેવાનું મોહ” શબ્દ ત્યાં મિથ્યાત્વ ન લેવું. “ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહ પરિણામ હોતા નથી. અહીં મોહ” શબ્દ મિથ્યાત્વ લેવું. ચારિત્રમોહના સહારાના જેટલા રાગ-દ્વેષ છે એટલે કે પર તરફની સાવધાની એમ લેવું. આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહ પરિણામ હોતા નથી”. શ્રી જયસેન આચાર્યની ટીકામાં એમ લીધું કે- અહીંયા પંચમ ગુણસ્થાનથી ઉપરની વાત છે. ગૌણપણે સમ્યગ્દષ્ટિ લેવા પરંતુ મુખ્યપણે પંચમગુણસ્થાન ઉપરાંત સમ્યગ્દષ્ટિની વાત લેવી છે. ગૌણપણે સમ્યગ્દષ્ટિ તેમાં આવી જાય છે. આ બધી વાત જયસેન આચાર્યની ટીકામાં છે. સમ્યગ્દષ્ટિને રાગ દ્વેષ નથી. એ પંચમ ગુણસ્થાનથી ઉપરવાળાની વાત મુખ્યપણે કહેવામાં આવી છે. ગૌણપણે તો સમ્યગ્દષ્ટિને પણ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ નથી. તેથી એનો નિષેધ કરવામાં આવ્યો છે. કેટલી અપેક્ષાથી વાત આવતી હોય. છઠે ગુણસ્થાને જ્યાં વીતરાગી ચારિત્ર છે તે ત્રણ કષાયના અભાવપૂર્વક છે. એ મુનિ જંગલમાં રહે છે તેને ચારિત્રમોહનો રાગ ગણવામાં આવ્યો નથી. એટલે સમ્યગ્દષ્ટિને રાગ ષ-મોહના પરિણામ થતા નથી. આવી વાત છે. ગૌણપણે ગણવામાં આવે છે, તેથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહના પરિણામ હોતા નથી. “મોહ” શબ્દ ત્યાં મિથ્યાત્વ ન લેવું. “માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી.” Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કલશામૃત ભાગ-૪ સહજાત્મ સ્વરૂપ એવો સહજ સ્વરૂપ પરમ પારિણામિક સ્વભાવ જ્ઞાયકભાવ છે એવો જેને અનુભવ થયો તેને સમ્યગ્દર્શનમાં રાગ-દ્વેષ ગણવામાં આવતા નથી. આ દર્શન (શ્રદ્ધાની) પ્રધાનતા અપેક્ષાએ વાત છે. (વસત્તતિલકા) अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्र्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम्।।८-१२०।। ખંડાન્વયે સહિત અર્થ:- “એ શુદ્ધયં વાક્યમ વ સ યન્ત” (૨) જે કોઈ આસન્નભવ્ય જીવો (શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યવસ્તુમાત્રનો, (1શ્ચમ) સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો વિરોધ કરી (94) ચિત્તમાં નિશ્ચય લાવીને, ( યત્તિ) અખંડિતધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે (સવા) સર્વ કાળ-કેવો છે (શુદ્ધનય)?“ઉદ્ધત વોફિમ”(ઉદ્ધત) સર્વ કાળ પ્રગટ જે (વો) જ્ઞાનગુણ તે જ છે (મિ ) લક્ષણ જેનું, એવો છે; શું કરીને? “અધ્યાર્ચ કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને;- “તે સમયસ્થ સારમું પર્યાન્તિ" (તે વ) તે જ જીવો નિશ્ચયથી (સમયસ્થ સારમ) સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને (પુણ્યત્તિ) પ્રગટપણે પામે છે. કેવું પામે છે? “વશ્વવિધુરમ” (વશ્વ) અનાદિ કાળથી એકબંધાર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ, તેનાથી (વિધુરં) સર્વથા રહિત છે. ભાવાર્થ આમ છે કે સકળ કર્મના ક્ષયથી થયો છે. શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે શુદ્ધસ્વરૂપનો અનુભવ કરતા થકા.કેવા છે તે જીવો? “રતિમુમનસ:” રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે. વળી કેવા છે? “સતત ભવન્તઃ” (સતત) નિરંતરપણે (મન્ત:) એવા જ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે, કયારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી, સદા સર્વ કાળ શુદ્ધપણારૂપ રહે છે. ૮-૧૨૦. કળશ ન. - ૧૨૦ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૭–૧૧૮ તા. ૦૯-૧૦/૧૦/૭૭ “જે શુદ્ધનયં વ સલ્ફા વનયત્તિ જે કોઈ આસન્ન ભવ્ય જીવો”, આસન્ન ભવ્ય જીવ અર્થાત્ કે જેનો સંસારનો અંત નિકટ છે, જેના પરિભ્રમણનો અંત છે, એવા Page #87 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ ૭૧ આત્માઓ. “જીવ' એમ ન કહેતાં “આસન્ન ભવ્ય જીવો' એમ કહ્યું, “’ નો અર્થ એટલો કર્યો - લાયક ભવ્ય પ્રાણી. આહાહા! ધર્મ કરવો હોય તો શું કરવું! (તે કહે છે.) (શુદ્ધનયમ) શુદ્ધનયનો અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્ય વસ્તુમાત્રનો,” શુદ્ધનયની વ્યાખ્યા જ આ કરી. આહાહા ! ભગવાન આત્મા અંદર શરીરથી ભિન્ન, કર્મથી જુદો, પુણ્યપાપના રાગાદિભાવથી જુદો, એક સમયની પર્યાયથી પણ જુદો એવો જે શુદ્ધનય, અહીંયા વસ્તુને શુદ્ધનય કહી છે. નય તે વિષયી છે અને સામેની ચીજ છે તે વિષય છે. નય છે તે સમ્યક શુદ્ધ ચૈતન્ય પરિણામ એવા જ્ઞાનનો અંશ છે. અને તેનો વિષય શુદ્ધ ચિદાનંદ પૂર્ણ ભગવાન આત્મા છે. અહીંયા જે શુદ્ધનય કહ્યો તે ત્યાં ૧૧ મી ગાથામાં કહ્યો છે. “વવદરોડમૂલ્યો મૂલ્યો રેસિવો કુસુદ્ધાળો” બહુ ઝીણું બાપુ! આ આત્મા એક સમયમાં ભૂતાર્થ સત્યાર્થ પ્રભુ છે. તે અનંતગુણોનો સમુદાય છે. વસ્તુ છે તે વિકારથી રહિત અને પર્યાયથી પણ રહિત છે. એવો એક સમયમાં ભગવાન આત્મા નિર્વિકલ્પ અને ભેદથી રહિત છે. આ પર્યાયને આ દ્રવ્ય એવા ભેદ પણ જેમાં નથી. આ નિર્વિકલ્પની વ્યાખ્યા થઈ. ભગવાન આત્મા અંદર પવિત્ર અને શુદ્ધ છે. શુદ્ધ કોણ છે? ચૈતન્ય આત્મા. કેવો છે? તો કહે છે – “વસ્તુમાત્ર” અર્થાત્ વસ્તુ.. વસ્તુ છે. જેમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ વસેલા છે તે વસ્તુ છે. જેમાં અનંતજ્ઞાન-દર્શન આદિ છે એવો જે આ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન તેને અહીંયા શુદ્ધનય કહેવામાં આવે છે. રાત્રે પ્રશ્ન થયો હતો કે – શુદ્ધનય એટલે? અહીં વસ્તુને શુદ્ધનય કહી છે. હજુ તો ભાષા સમજવી કઠણ પડે! અનંતકાળથી પોતાની ચીજ પરિપૂર્ણ અંદર પડી છે. અનંતજ્ઞાન - આનંદ આદિ ગુણનિધાન ભગવાન આત્મા અંદર છે. શક્તિએ તો પરમાત્મા સ્વરૂપ જ છે... અને સ્વરૂપે પરમાત્મા સ્વરૂપ જ છે. આવા આત્માને અહીંયા શુદ્ધનય કહેલ છે. શુદ્ધનય અર્થાત્ એક અભેદ શુદ્ધ ચૈતન્ય વસ્તુમાત્ર. (g1શ્ચમ) એ ચીજમાં એકાગ્ર થવું. “સમસ્ત રાગાદિ વિકલ્પથી ચિત્તનો વિરોધ કરી” ગુણ-ગુણીના ભેદરૂપ કોઈપણ વિકલ્પ. ગુણી ભગવાન આત્મા છે તેમાં આનંદ આદિ અનંતગુણ તેવો ભેદ કરવો તે પણ વિકલ્પ છે – રાગ છે. એ વિકલ્પથી રહિત ચિત્ત થઈને. “સમસ્ત રાગાદિ વિકલ્પ' અર્થાત્ કોઈપણ રાગના વિકલ્પરૂપ વૃત્તિ ઊઠે છે, જેવી કે – દયા-દાન-વ્રત-ભક્તિના રાગનો સ્થૂળ વિકલ્પ. અંદરમાં ગુણી આત્મા છે તે શુદ્ધચૈતન્ય અખંડ છે, અભેદ છે એવી વૃત્તિ ઊઠાવવી તે પણ રાગ છે. (૩) ચિત્તમાં નિશ્ચય લાવીને, (વ) એટલે નિશ્ચય અને ચિત્ત' શબ્દ જ્ઞાનની પર્યાય. આહાહા! ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ પ્રભુ છે અને તેનું લક્ષણ જ્ઞાન છે. અહા ! એ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭ર કલશામૃત ભાગ-૪ જ્ઞાનલક્ષણથી (આત્માને) લક્ષિત કરે છે. આહાહા ! અપૂર્વ વાતો છે. પ્રશ્ન- ચિત્તમાં નિશ્ચય એટલે શ્રદ્ધા કરવી? ઉત્તર- સમ્યજ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરીને એમ ‘ચિત્ત” શબ્દ લેવું. વર્તમાન જે જ્ઞાનની પર્યાય છે તે ત્રિકાળીનું લક્ષણ છે, એ જ્ઞાન પર્યાયમાં નિર્ણય લાવીને. આ તો મંત્ર છે. તેણે અનંતકાળમાં કદી કર્યું નથી. વ્રત-તપ-જપ-ભક્તિ-પૂજા-દયા એ અનંતવાર કર્યા, એ તો રાગ છે. અહીંયા તો કહે છે કે – રાગથી પણ રહિત છે. સૂક્ષ્મ વિકલ્પ ઊઠે છે તેનાથી પણ રહિત છે; નિર્વિકલ્પ કહ્યો ને !! આ આત્મા ચૈતન્યપૂર્ણ, અખંડ, અભેદ છે... એવી જે રાગની વૃત્તિ ઊઠે તેવા સમસ્ત રાગને છોડીને. આવો માર્ગ છે. તારા અંતરનો માર્ગ શું છે તે ભગવાન જિનેન્દ્રદેવ કહે છે. આ વાત ક્યારેય સાંભળી નથી અને ક્યારેય સમજી નથી. અંદરમાં ભગવાન છે તે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં અનંત જ્ઞાન આદિ બેહદ વસ્તુ છે. વસ્તુ અને વસ્તુનો સ્વભાવ બેહદ છે. જે સ્વભાવ હોય એને મર્યાદા ન હોય. અમર્યાદિત જ્ઞાન, અમર્યાદિત દર્શન, અમર્યાદિત આનંદ, અમર્યાદિત વીર્ય એવી અનંત શક્તિઓ, સંખ્યાએ અમર્યાદિત અને સામર્થ્યથી અમર્યાદિત વસ્તુ છે. આહાહા! શું કહે છે? આ ભગવાન આત્મા અમર્યાદિત શક્તિ એટલે અનંતશક્તિચીજ અને એક એક શક્તિથી અમર્યાદિત અનંત સ્વભાવ. આહાહા ! એવા આત્મામાં સર્વ વિકલ્પથી રહિત થઈને જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય કરાવી... આટલું કરવાનું છે. બહુ માર્ગ ઝીણો પ્રભુ! સમ્યગ્દર્શન ધર્મની વાત ચાલે છે. એ તો ધર્મની પહેલી સીઢી પહેલું પગથિયું છે. અરે! ચારગતિમાં રખડતો-રઝળતો દુઃખી છે. મિથ્યાત્વના મહાપાપથી પરિભ્રમણ કરતો તે દરિદ્ર અને મહાદુઃખી છે. એ દરિદ્રતા ટાળવા માટે પ્રભુમાં અનંત સંપદા પડી છે. અહીં નિર્વિકલ્પ ચીજ કહી. આત્મામાં અનંત... અનંત લક્ષ્મી પડી છે. જ્ઞાનલક્ષ્મી, દર્શનલક્ષ્મી, આનંદ લક્ષ્મી, સ્વચ્છતા, વિભૂતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, જીવત્વ, ચિતિ આદિ અનંત સંપદાની લક્ષ્મી ભરી પડી છે... એવો સંપદાવાન પ્રભુ છે. આવી ચીજનો ચિત્તમાં નિશ્ચય લાવીને... જ્ઞાનની પર્યાયમાં આવો નિર્ણય કરીને “અખંડિત ધારાપ્રવાહરૂપ અભ્યાસ કરે છે.” વનયન્તિ” અર્થાત્ અનુભવે છે – અભ્યાસ કરે છે. આહાહા ! હું આનંદ સ્વરૂપ અખંડ જ્ઞાયક પ્રભુ છું તેવો જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કરીને નિર્ણયમાં અખંડધારાપ્રવાહરૂપ આત્મા તરફનો ઝુકાવ કરીને. આ શ્લોક બહુ ઊંચો છે. જિનેન્દ્રદેવ પરમાત્મા એમ ફરમાવે છે કે તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો શું કરવું? તેની રીત અને વિધિ શું? હજુ તો પ્રથમ સમ્યગ્દર્શનની વાત છે. આ આસવ અધિકાર છે તેથી સમ્યગ્દષ્ટિને આસ્રવ નથી એમ સિદ્ધ કરવું છે અને મિથ્યાષ્ટિને આગ્નવ છે તે સિદ્ધ કરવું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ ૭૩ આત્મા અનંત આનંદ અને શાંતિનો સાગર પ્રભુ છે.. એવો નિર્ણય જ્ઞાનની વર્તમાન દશામાં કરીને સ્વરૂપ તરફનો અખંડ ધારાપ્રવાહ અભ્યાસ કરે છે. અંતર્મુખ (જ્ઞાનમાં ) અખંડ ધારાપ્રવાહ અભ્યાસ કર. આહાહા ! કેમકે ભગવાન આત્મા નિરંતર અખંડ સ્વરૂપ છે. વસ્તુ અખંડ સ્વરૂપ છે તેથી તેનો અભ્યાસ ધારાપ્રવાહ જોઈએ એમ કહે છે. આહાહા! આ સમ્યગ્દર્શન માટેની વાત છે. શ્રાવકપણું જે પાંચમું ગુણસ્થાન એ તો બીજી ચીજ છે. મુનિપણું એ તો કોઈ અલૌકિક વાતું છે. બાપુ! અત્યારે તો એ મુનિપણું શું છે એ સાંભળવું ય મુશ્કેલ પડી જાય.. આવી ચીજ છે. પ્રભુ આત્મા અંદર છે તે અખંડ ધારાપ્રવાહરૂપ વસ્તુ છે. એના અભ્યાસમાં અખંડ ધારાપ્રવાહ લગાવી દે! શું કહ્યું? ભગવાન ધ્રુવસ્વરૂપ, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ છે. અખંડ ધારા નામ ધૃવધારા એમને એમ રહે છે. આવી ચીજને અખંડ ધારાપ્રવાહ અભ્યાસમાં લગાવી દે! આવી વાત છે પ્રભુ! આ તો ભગવાનના મહામંત્ર છે. લોકો કહે કે – એકેન્દ્રિય, બેઇન્દ્રિયની દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો. તો ધર્મ થશે. ભાઈ ! તને વસ્તુની ખબર નથી. અહીં તો સમ્યગ્દર્શન કેમ થાય તે વાત છે. સમ્યક્ નામ સત્ય સાહેબ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેની જેમ છે તેમ સત્યની પ્રતીતિ થવી એનું દર્શન થવું. ભગવાનના દર્શન થવા તે અલૌકિક ચીજ છે. પોતે ભગવાન છે હોં ! માટે કહ્યું ને – નિર્વિકલ્પ ચૈતન્યવહુ એ ભગવાન સ્વરૂપ આત્મા. ભગ નામ લક્ષ્મી અને વાન નામ સ્વરૂપ. જેનું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એવો અંદર ભગવાન સ્વરૂપ પ્રભુ છે. આ કેમ બેસે!? એક બીડી, બે બીડી સરખી પીવે ત્યારે તો પાયખાને જાય, આવા તો વ્યસન અને તેને કહેવું કે – આત્મા આવી છે. સવારે દોઢ-પાશેર ચા પીવે ત્યારે મગજ ઠેકાણે રહે. આજે સાંભળવા આવ્યો છું તો ચા પીધા વગર આવ્યો છું તેથી મારો મગજ ઠેકાણે નથી. આહાહા ! પ્રભુ! તું શું કહે છે!! આવા લોકોને એમ કહેવું કે – તું પ્રભુ આત્મા છો ને! તું કદી રાગરૂપે થયો નથી તું કદી પર્યાયમાં આવ્યો નથી એવું ભગવાનનું ચૈતન્યનું ચોંસલું છો. ઘણીવાર દષ્ટાંત આપીએ છીએ કે – મુંબઈમાં વીસ-પચ્ચીસ મણની બરફની પાટુ હોય. પચાસ મણની બરફની પાટુ ખટારામાં પડી હોય. પચાસ હાથ લાંબી, દોઢ હાથ જોડી એવી બરફની પાટ છે. તેમ આ ભગવાન આનંદ અને શાંતિની મોટી પાટ છે. બરફની પાટ તો પરિમિત છે જ્યારે આ તો અપરિમિત સ્વભાવી છે. આહાહા ! એને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું? એ વાત કહે છે. પહેલાં તો દ્રવ્ય ચીજ શું છે? ગુણ શું છે? પર્યાયમાં શું છે? રાગ શું છે? તેના નામ સૌ પહેલાં સમજવાં. એ સમજ્યા પછી દ્રવ્ય સ્વભાવમાં એકાગ્ર થવું તે સમ્યગ્દર્શન-ધર્મની પહેલી સીઢી પ્રાપ્ત કરવાનો ઉપાય છે. ગુરુ માર્ગ તો બતાવે પરંતુ કરવું એને છે ને ! શેઠ! પૈસા માટે કેટલી મહેતન કરી છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ७४ કલશામૃત ભાગ-૪ આખી જિંદગી તમાકુમાં કાઢી. કેટલા વર્ષ થયા તમને? તેરમી તારીખે ઓગણએંસી બેસશે કે એંસી ? આ શરીરની તો વાત ચાલે છે, ભગવાન તો અનાદિ અનંત છે. આહાહા! ત્રણલોકનો નાથ ભગવાન અંદર બિરાજે છે. તેની સ્થિતિ અનાદિ અનંત છે. અહીં કહે છે કે – અનાદિ અનંત છે એવું અનુભવમાં-પ્રતીતમાં કેવી રીતે આવે છે. તો કહે છે કે – નિર્વિકલ્પ ચીજ પ્રત્યે એકાગ્ર એવ “પ્રાયન bયત્તિ સવ સર્વકાળ” આ ચાર શબ્દો પાઠમાં છે. ભાઈ ! આ તો મહામંત્રો છે. સર્પ કરડે પછી ઝેર ઉતારવા મંત્રો બોલે અને ઝેર ઊતરે કે ન ઊતરે એ વાત બીજી છે. આ તો મિથ્યાત્વ ઝેર ઊતરી જાય તેવા મંત્રો છે. મિથ્યાશ્રદ્ધાએ તો લોકોને મારી નાખ્યા છે. તે સાધુ-દિગમ્બર મુનિ થયો, પંચમહાવ્રત પાળ્યા પરંતુ રાગમાં ધર્મ છે એમ માન્યું, એ મહા મિથ્યા શ્રદ્ધા થઈ. ચાર શબ્દ છે – “શુદ્ધનય” એટલે અભેદ નિર્વિકલ્પ ચૈતન્ય વસ્તુ. એ અખંડાનંદ વસ્તુમાં એકાગ્ર થવું તે વર્તમાન પર્યાય. ત્રિકાળી ધ્રુવ અનંતગુણનો પિંડ–દળ એ વસ્તુ, એમાં એકાગ્ર થવું તે પર્યાય. આહાહા! “રેવાપ્રણવ' એટલે નિશ્ચયથી એકાગ્રતા કરવી. “વનયત્તિ' અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરવો. એક જ્ઞાયકમૂર્તિના અનુભવનો અંતરમાં અખંડધારાએ અભ્યાસ કરવો. રાગથી ભિન્ન ભગવાનનો અભ્યાસ કરવો. નિશાળમાં અભ્યાસ કરે છે ને! અંગ્રેજી વિષય આદિનો (તે) અભ્યાસ તો પાપનો છે. અહીં કહે છે કે – આ એક અભ્યાસ તો કર પ્રભુ! શ્રોતા- ઓલો અભ્યાસ ન કરે તો માર પડે ને? ઉત્તર:- એ એમ કહે છે કે – આ અભ્યાસ નહીં કરે તો ચોરાસીના અવતારના માર પડે. બહારમાં પૈસા કરોડો રૂપિયા થયા. અમે દાન આપીએ છીએ તેથી દાનવીર. પેલો જૈનતિન કહેવાય છે. આહાહા! બાપુ. જૈન શું એ સમજવું મહાકઠણ છે. જિન સ્વરૂપી ભગવાન તેને અનુભવમાં લેવું તે જૈન છે. આકરી વાત છે ભાઈ ! ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ પરમાત્માનું આ ફરમાન છે. ભાઈ ! તેં સાંભળ્યું નથી. તારી ચીજ તો અંતર અનંતજ્ઞાન, અનંતઆનંદનું મોટું દળ છે. જેમ બરફની પાટ હોય તેમ આ શાંતરસની અંદરમાં પાટ પડી છે. આહાહા! શાંતિ... શાંતિ.. શાંતિ.... શાંતિ.. શાંતિ એટલે અકષાય સ્વભાવ. એવા અકષાય સ્વભાવની તારા આત્મામાં પાટ ભરી છે, ભાઈ ! તને ખબર નથી. જેમ વિરડામાંથી સ્વચ્છ પાણી મેળવે છે. નદીમાં રેતી હોય તેમાં ઊંડો ખાડો કરે તો પાણી નીકળે. ખાડામાં થોડું પાણી હોય પરંતુ તેમાંથી પાણી ભર્યા કરો તો પાણી આવ્યા જ કરે. તેમ ભગવાન આત્મા અનંત આનંદનો સાગર પ્રભુ છે. એમાં એકાગ્ર થતાં જે આનંદની ધારા આવે એ ધારા તૂટે નહીં. એ આનંદનો અખંડ અભ્યાસ છે. ત્રિલોકીનાથ પરમાત્મા, પોતાના આત્મામાં – નિજ સ્વરૂપમાં, અંદરમાં અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરે છે. તેમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૫ કલશ-૧૨૦ અંત૨માં એકાગ્રતાનો અખંડ અભ્યાસ કરવો. (સવા) ‘સર્વકાળ' એટલે એક ક્ષણ માટે કરે એમ નહીં. આ લીંડી પીપર હોય છે તે કઠે નાની હોય, તેમાં ચોસઠ પહોરી તીખાશ છે. ઘણાં વર્ષો પહેલાંની વાત છે – લગભગ પોણોસો (૭૫ ) વર્ષ પહેલાંની વાત છે. વઢવાણમાં ડાયા જેઠા હતા તે લીંડી પીપર ઘસવા આઠ માણસો રાખતા. ચાર સવારે અને ચાર રાતના. જ્યારે તેને ચોસઠ પહોરી છૂટે ત્યારે વચ્ચે એક મિનિટનો પણ વિસામો ન લેવાનો, એમાં ખંડ ન પડવો જોઈએ. ચોસઠ પહોર સુધી અખંડ ધારાએ ઘૂંટે ત્યારે ચોસઠ પહોર પ્રગટ થાય. પછી તેઓ ગરીબ માણસોને આપતા... કોઈને આઠઆની ભાર, કોઈને રૂપિયા ભાર મફત આપતા. આ શેઠને ત્યાં હીરાની ભસ્મ કરે છે. અહીંયા ત્રિલોકી ૫રમાત્મા કહે છે કે – તું નાથ છો ને ! તને તારી ચીજનું મહાત્મ્ય અને મહિમા આવ્યા નથી. તને રાગના, દયાના, દાનના, પુણ્યના, બહા૨ની ચીજનો મહિમા છે. તેની આગળ પ્રભુ તું તારો મહાત્મ્ય ભૂલી ગયો છે. હવે એકવા૨ તો ૫૨નું મહાત્મ્ય છોડ અને સ્વનું મહાત્મ્ય લે. “અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરે છે” જેમ ચોસઠ પહોી પી૫૨ ઘૂંટે તો એક મિનિટ પણ વિસામો ન લ્યે. એક ભૈયો થાકી જાય તો બીજો ઘૂંટે. ચોસઠ પહોર સુધી વારાફરતી ઘસ્યા જ કરે, રાત્રિના પણ ઘસવાનું બંધ ન રહે. તેમ પ્રભુ આત્મામાં ચોસઠ પહોર નામ રૂપિયે રૂપિયો તીખાશ – ચ૨૫૨ાઈ અંદર પડી છે. તેને ઘૂંટે તો તે પર્યાયમાં પ્રગટ થાય છે. આત્મા અંદરમાં પૂરેપૂરો આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રભુતા, વિભુતા આદિ પૂર્ણ શક્તિનો પિંડ પડયો છે. તેનો અખંડિત ધારાપ્રવાહ અભ્યાસ કરતાં... કરતાં પર્યાયમાં વ્યક્ત થાય છે. કેટલો કાળ ? ‘સર્વકાળ’ અર્થાત્ પૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી લઢવું. અંદરમાં એકાગ્રતાથી લઢવું. આવો માર્ગ છે તેને લોકોએ કંઈનો કંઇ કરી નાખ્યો. જિંદગી એમને એમ ચાલી જાય છે. જૈન ૫રમેશ્વર જે માર્ગ કહે છે એ માર્ગની તો ખબરેય નથી. “સર્વકાળ; કેવો છે ( શુદ્ધનય ) ? “ઉદ્ઘતોષવિદ્યુમ્” સર્વકાળ પ્રગટ જે જ્ઞાનગુણ તે જ છે લક્ષણ જેનું, એવો છે;” ( ઉદ્ધૃત) જેનું જ્ઞાન પ્રગટ છે એટલે જ્ઞાન પર્યાયમાં લક્ષણ પ્રગટ છે એ જ્ઞાન લક્ષણથી આખી ચીજ જ્ઞાનમાં આવે છે. વર્તમાનમાં જે જ્ઞાન પ્રગટ છે તે ઉદ્ધત છે. એ પ્રગટ જ્ઞાન કોઈને ગણતું નથી. લોકમાં એમ કહે છે કે – આ માણસ ઉદ્ધત છે. એમ જ્ઞાન લક્ષણ કોઈને ગણતું નથી. પોતાના લક્ષણમાં રહેવાવાળી જ્ઞાન પર્યાય ઉદ્ધત બોધ છે. તે જ્ઞાનગુણ ઉદ્ધત છે જે સર્વકાળ પ્રગટ છે... ચિહ્ન-લક્ષણ જેનું. શું કહે છે ? વર્તમાન પર્યાયમાં જ્ઞાન જાણવામાં આવે છે. રાગને જાણે, ૫૨ને જાણે... એને જાણે તો શાન જાણે છે ને ! ‘બોચિહ્ન’ એ જ્ઞાનની પ્રગટ પર્યાય તે આત્માનું લક્ષણ છે. આત્માનું લક્ષણ પ્રગટ છે. સમજમાં આવ્યું ? અરે આવી વાત ! શ્લોક જ એવો આવ્યો છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કલશામૃત ભાગ-૪ જ્ઞાનગુણ તે જ છે લક્ષણ-ચિહ્ન; વર્તમાનમાં જ્ઞાનની પર્યાય પ્રગટ છે. ઉદ્ધત જ્ઞાન કોઈને ગણતું નથી. હું જ્ઞાન લક્ષણ છું અને જ્ઞાનલક્ષણથી લક્ષ્ય જાણવામાં આવે છે, જ્ઞાન લક્ષણથી આત્માનું ભાન થાય છે એવું જ્ઞાન લક્ષણ ઉદ્ધત છે. આવો ઉપદેશ કેવો આ! પેલી વાતું સહેલી - “એકેન્દ્રિયા, બેઇંદિયા, તેઈદિયા... અપ્પાણે વોસિરામિ,” જાવ થઈ ગયો ધર્મ. આત્મા શું? વોસરામિ શું? કાંઈ ખબર ન મળે. સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ” સિદ્ધ ભગવાન કોણ છે એની ખબરું ન મળે (અને થઈ ગ્યો ધર્મ!) એક વખત લીંબડીની વાત કરી હતી. લીંબડીમાં બે અપાસરા છે. ઘણાં વર્ષો પહેલાં વિશાશ્રીમાળી અને દશાશ્રીમાળી બન્નેને તકરાર હતી – વિરોધ હતો. એમાં એક ડોશી સામાયિક કરવા બેઠી અને કહે “વી હા રોઈ મર્યા” લોગસમાં આવે છે કે – એવું મએ અભિથુઆ વિહુય રયમલા પછીણ જર-મરણા” આના અર્થની તો ખબર ન મળે અને બાઈ બોલી “વિહાય મઈરા” આ લોગ્ગસમાં આપણી તકરાર ક્યાંથી આવી? લોકો કહે – આપણે વીશા અને દશાની તકરાર છે તે આમાં ક્યાંથી આવી? જુઓ તો ખરા ! પાઠમાં ક્યાંથી આવી? વિહુય રય મલા” હે નાથ પરમાત્મા! કર્મરૂપી જડ ધૂળને ટાળી છે અને મળ એટલે પુણ્યના વિકારી ભાવ તેને વિશેષ ટાળ્યા છે. જડ રજ અને અરૂપી મળને તેમજ સંશયને ટાળ્યા છે. જેમ કપડાં ઉપર ધૂળ ચઢેલી હોય અને તેને આમ ખંખેરે એમ આનંદ સ્વરૂપમાં રમતાં હે નાથ ! આપે તો વિશેષે “રય” આઠ જડકર્મની રજને ટાળી છે. મળ એટલે પુણ્ય-પાપના મલિન ભાવ-દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ, તેને પ્રભુ આપે ટાળ્યા છે. “વિહુય યમલા” નો આવો અર્થ છે. લોન્ગસના બોલનારને એના અર્થની પણ ખબર ન મળે. અહીંયા કહે છે પ્રભુ! એકવાર સાંભળ તો ખરો નાથ ! જુઓ! “રય મલા” એ બે શબ્દો છે. રજ એટલે આઠ કર્મની ધૂળ અને મલા એટલે પુણ્ય-પાપના જે ભાવકર્મ અને રય એટલે દ્રવ્યકર્મ એ બન્નેને પ્રભુએ ટાળ્યા છે. લોગ્સસ બોલે પણ અર્થની ખબર ન પડે. જય ભગવાન કરે. જ્ઞાનગુણ તે જ છે (ચિહ્ન) લક્ષણ જેનું, એવો છે;” શું કહે છે? જેમ રૂનું ધોકળુંગાંઠડી-પચ્ચીસ મણની બોરી હોય તેમાં રૂનો નમૂનો જુએ તેમ આત્માની વર્તમાન પ્રગટ પર્યાયમાં જ્ઞાન જેનું ચિહ્ન છે. એ દ્વારા આખો આત્મા જાણવામાં આવે છે. કોઈ પણ રીતે મનમાં પ્રતીતિ લાવીને;” કોઈ પણ રીતે પુરુષાર્થની જાગૃતિથી પ્રતીતિ કરવી. ભગવાન આત્મા જાગૃત સ્વરૂપ છે, ત્રિકાળ જાગૃત સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ છે તેને કોઈ પણ પ્રકારે અર્થાત્ જાગૃતિની પર્યાય દ્વારા પ્રતીતિ લાવીને. પહેલાં જ્ઞાન અર્થાત્ જાગૃતિ લીધી. કોઈ પણ પ્રકારે મનમાં જ્ઞાન લક્ષણ દ્વારા પ્રતીતિ લાવીને, આ વિધિ બતાવી. કોઈ પણ રીતે,”કોઈ પણ પુરુષાર્થ દ્વારા, કાળલબ્ધિ દ્વારા, સ્વભાવ દ્વારા કોઈ પણ પ્રકારે અંતર્મુખની પ્રતીતિ લાવીને. હું તો પૂર્ણ ભગવાન છું એવી જ્ઞાનની પર્યાયમાં પ્રતીતિ Page #93 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ લાવીને. તે ઇવ સમયસ્ય સાર” પરણ્યત્તિ” તે જ જીવો નિશ્ચયથી સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને પ્રગટપણે પામે છે.” એવો જે જીવ છે કે જે – આનંદકંદમાં રમે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અંતરમાં રહે છે. તેને આત્મા પ્રાપ્ત થાય છે એમ કહે છે. (આવી પ્રતીતિ થતાં) ભગવાન પ્રગટ (વ્યક્ત) થાય છે. અંતરમાં અભ્યાસ કરતાં અનંત ચતુષ્ટયે બિરાજમાન અંદર પરમાત્મા પ્રગટે છે તે (વ્યક્તિમાં) પ્રગટ થયો. હવે વિશેષ અનુભવ કરતાં... કરતાં, અંતરમાં અનુભવ કરતાં.. કરતાં કેવળજ્ઞાન થઈ જશે. અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાની રીત પણ અંતર અનુભવ સાધન છે. આહાહા! આ વ્રત-તપ-ભક્તિ એ બધા શુભરાગ છે. એ કોઈ સાધન નથી. દુનિયાથી આખી વિરુદ્ધ વાત છે. કેટલાક એમ કહે છે – અમારા બાપ-દાદા જે કરતા આવ્યા છે એ બધું શું ખોટું છે? પૂર્વેના બાપ હતા એમાંના કેટલાક મોક્ષે ગયા છે. એ ખબર નથી તને? અનંતભવમાં અનંત બાપ થયા અને અનંતબાપ આત્માનું ભાન કરીને મોક્ષે ગયા છે. એની ખબર છે તને? કેટલાય બાપ અને મા હજુ લીમડામાં અને પીપળામાં એક પાંદડામાં પડ્યા છે. આહાહા ! ભાઈ, એની તને ખબર નથી. બાપ-દાદાની ઓથ લઈને, એણે એમ કર્યું છે માટે અમે કરીએ છીએ. અમારા બાપદાદાનો માર્ગ મૂકાય નહીં. બાપ-દાદા તો પાઘડી પહેરતા હતા.. આવી ટોપી નહોતા પહેરતા, એ કેમ છોડી દીધી? ત્યારે ઝબ્બા ક્યાં હતા? બે કસ બાંધેલા કેડિયા હતા. તારો બાપ જે પહેરતો એને તો ત્યાં છોડી દીધું. આ વાત સત્ય લાગે તો ખોટું છોડી દે!! સકળ કર્મથી રહિત, અનંત ચતુષ્ટયે બિરાજમાન પરમાત્મપદને પ્રગટપણે પામે છે.” અંતરમાં આત્મા છે તે રાગ અને વિકલ્પથી રહિત છે તે સ્વરૂપમાં એકાગ્રતાના અભ્યાસ દ્વારા પર્યાયમાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આત્મા શક્તિરૂપે પરમાત્મા છે જ તે પર્યાયમાં પ્રગટ થાય છે – એન્લાર્જ થાય છે. સમજમાં આવ્યું? અનાદિથી આત્મા વસ્તુ એ તો પરમાત્મ સ્વરૂપ જ છે. શક્તિએ, સ્વભાવે તો પરમાત્મ સ્વરૂપ જ છે. તેણે પામર તરીકે માન્યો છે કે – હું માણસ છું, હું રાગી છું, હું પુણ્યવાળો છું, હું લક્ષ્મીવાળો છું, હું ગરીબ છું, હું દરિદ્ર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જાડો છું, એવી માન્યતા થઈ છે પરંતુ એવી સ્થિતિ છે નહીં. સમજમાં આવ્યું? (પશ્યત્તિ) નો અર્થ પ્રગટ કર્યો, દેખે છે એમ ભાષા કહી. અનાદિથી પૂર્ણ આનંદના નાથની એકાગ્રતાનો ત્યાગ કર્યો છે તે હવે પૂર્ણ આત્માને દેખે છે. તેનો અર્થ પ્રગટ કરે છે. આવો ઉપદેશ! આમાં શું કહે છે! આ નવી જાતનો ઉપદેશ લાગે પરંતુ ભગવાનનો માર્ગ અનાદિનો આ છે, નવી જાતનો નથી. ભાઈ ! તને ખબર નથી. અનાદિમાં અનંત તીર્થકરો Page #94 -------------------------------------------------------------------------- ________________ ७८ કલશાકૃત ભાગ-૪ થયા. મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે, ત્યાં આ જ ઉપદેશ ચાલે છે. અહીંયા પણ મહાવીર પરમાત્મા એવા અનંત તીર્થકરો આ જ માર્ગે ચાલ્યા છે. તેમણે આ જ માર્ગ કહ્યો છે. પરંતુ એ વાત અત્યારે લોપ જેવી થઈ ગઈ છે. જે માર્ગ નથી એ માર્ગે ચડી ગયા છે – બીજે રસ્તે ચડી ગયા છે. અહીંયા કહે છે – આત્મા પૂર્ણાનંદનો નાથ છે. પ્રભુ! એકવાર પાતાળકૂવો ખોદ, બોટાદ પાસે જનળા ગામ છે ત્યાં પાતાળ કૂવો છે તેની ઉપર અઢાર કોષ ચાલે પણ પાણી ખૂટે જ નહીં. પાતાળમાંથી પાણી આવેલું. એક માણસ કૂવો ખોદતાં. ખોદતાં થાકી ગયો પછી તેણે ખોદવાનું બંધ કર્યું. એમાં એક જાન આવી અને જમવા બેઠી. , અને એમ કે – કૂવો છે તો એમાં પાણી હશે. પછી કૂવામાં જોવે તો પાણી નહીં. પછી એક માણસે ઉપરથી વીસ-પચ્ચીસ મણનો પથ્થર નાખ્યો અને સાંધ તૂટી ગઈ અને પાતાળમાંથી પાણીની છોળ ઊડી. નીચે પાતાળના પાણી આડે એક પથ્થરની સાંધ હતી. નીચે પાતાળમાં પાણી ચાલ્યું જતું હતું એ એકદમ શેડ ફૂટી અને ઉપર આવ્યું. પછી એ કૂવા ઉપર અઢાર કોષ જોડાયા. આહાહા! આ ભગવાન પાતાળ કૂવો છે. એ પાતાળમાં અનંતજ્ઞાન - આનંદ પડ્યા છે. રાગની એકતાની સાંધને તોડી નાખી અને સ્વભાવની એકાગ્રતાની જાગૃતિ પ્રગટ કરી. એ જાગૃતિ પ્રગટ કરતાં-કરતાં તેને પરમાત્મપદ પ્રગટ થાય છે – તેને અરિહંતપદ પ્રાપ્ત થાય છે. કેવું પામે છે?“વવિધુરમ” વિધુર એટલે પત્ની મરી જાય તો વિધુર થયો એમ કહે છે ને! પતિ મરી જાય તો પત્ની વિધવા થઈ એમ કહે છે. એમ અહીંયા કહે છે કે – જ્યારે આત્મા પોતાના સ્વરૂપનો અનુભવ કરતાં પરમાત્મા થયો એટલે બંધથી વિધુર થયો. તેને બંધનો નાશ થઈ ગયો. (વધુ વિધુરમ ) વિધુર શબ્દ છે ને! “અનાદિ કાળથી એક બંધ પર્યાયરૂપ ચાલ્યો આવ્યો હતો જે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ, તેનાથી (વિધુરં) સર્વથા રહિત છે.” આહાહા ! (વિધુરમ ) નો અર્થ કર્યો કે - આત્મા કર્મબંધથી રાંડયો છે. કર્મથી વિધુર થઈ ગયો. આહા ! પ્રભુ તું જાગ્યો અને કર્મના બંધનો નાશ થઈ ગયો એમ કહે છે. પૂર્ણ દશાનો ઉત્પાદુ થઈ ગયો, બંધની પર્યાયનો નાશ થઈ ગયો. જે પ્રગટ દશા થઈ તેને ધ્રુવનો આશ્રય છે. આવો ધર્મ? આ શું કહે છે! સામાયિક કરી, પોષા કર્યા, એ વાતમાં કાંઈ ન હતું ધૂળેય સામાયિક ન હતી. એને સામાયિક ક્યાં હતી? આત્મા જે ચીજ છે તેની તો પ્રતીતિ અને અનુભવ નથી એ વિના સમતા આવે ક્યાંથી! સામાયિક એટલે સમતાનો લાભ. જેને સમતાનો લાભ થાય છે તેને સામાયિક કહે છે. સમતારૂપ વીતરાગ મૂર્તિ પ્રભુ છે તે તો પ્રતીતિ અને જ્ઞાનમાં આવ્યો નથી. પ્રતીતમાં વીતરાગ આવ્યો નથી તો પર્યાયમાં વીતરાગતા આવી ક્યાંથી? અરે! બહારમાં ગપે ગપ હલાવ્યું છે. “ભાવાર્થ આમ છે કે – સકળ કર્મના ક્ષયથી થયો છેશુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે” રાગાદિ ભાવકર્મનો નાશ થઈ ગયો, પર્યાયમાં પરમાત્મા થઈ ગયા - શુદ્ધ થઈ ગયા, વસ્તુ તો Page #95 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ ૭૯ પવિત્ર અને શુદ્ધ હતી જ, પરંતુ એકાગ્ર થતાં.... થતાં પર્યાયમાં એટલે કે અવસ્થામાં શુદ્ધ પરમાત્મા થઈ ગયા. અરે! આવી વાતો છે. શબ્દો બધા જ બીજી જાતના અત્યાર સુધી સાંભળ્યું હોય એમાનું એક કલાકમાં કાંઈ આવે નહીં. શું થાય ! ભાઈ...બાપુ! એ માર્ગ એક બાજુ પડ્યો રહ્યો. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના પંથે જવાનો માર્ગ કોઈ અલૌકિક છે. આહાહા! અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન છે તેમાં એકાગ્રતાનો અનુભવ કરતાં... કરતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટે છે. રાગથી ભિન્નતાનું ભેદજ્ઞાન નિરંતર ધારાએ કરતાં. કરતાં પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ એટલે અરિહંતપદ પ્રગટ થયું તો (વશ્વ વિધુરમ) બંધનો નાશ થઈ ગયો. “સકલ કર્મોના ક્ષયથી થયો છે. શુદ્ધ તેની, પ્રાપ્તિ થાય છે.” વાંચન ઝીણું છે! “સકળ કર્મોના ક્ષયથી થયો છેશુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે.” શું કહે છે? સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થઈ ? શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં થઈ. આત્માએ અરિહંતપદને પ્રાપ્ત કર્યું એ ભાવમોક્ષ છે. કર્મ છૂટી જશે ત્યારે દ્રવ્યમોક્ષ અર્થાત્ સિદ્ધ થઈ જશે. તે મોક્ષ કેવી રીતે થયો? આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં થયો. કોઈ કહે-દયા, દાન, વ્રત-ભક્તિ કરતાં... કરતાં મોક્ષ થશે તો એમ નથી, તેનાથી તો ભિન્ન પડ્યો છે. ભારે માર્ગ ભાઈ ! ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ શુદ્ધ ત્રિકાળ છે. તે શુદ્ધ સ્વરૂપનો વર્તમાનમાં અનુભવ કરતાં... કરતાં, એ શુદ્ધ સ્વરૂપનો વર્તમાનમાં રાગ અને વિકલ્પથી રહિત પવિત્રતાનો અભ્યાસ કરતાં કરતાં મોક્ષ માર્ગ પ્રગટે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય પવિત્ર દશા છે. તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. આહાહા ! એક શ્લોકે તો કમાલ કરી નાખ્યું છે, પણ તેને લાગે તો ને! દુનિયાની સાથે જોવા જાશે તો મેળ નહીં ખાય. વીતરાગ પરમાત્માનો માર્ગ આ છે. કહે છે? શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં મોક્ષ થયો, શુદ્ધતાની પ્રાપ્તિ થઈ. એમ કહે છે. સિદ્ધપદ કેવી રીતે પ્રગટ થયું? એ.. શુદ્ધ પરમાત્માનો પર્યાયમાં અનુભવ થતાં થયું. દ્રવ્ય તો શુદ્ધ ત્રિકાળ છે તેનો અભ્યાસ કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ. પુણ્ય-પાપ એ તો અશુધ્ધભાવ છે, તેનાથી રહિત શુદ્ધતાનો અનુભવ કરતાં કરતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. પેલા એમ કહે કે – વ્રત કરો, ત૫ કરો, ઉપવાસ કરો, એ સંવર નિર્જરા છે. બે-બે મહિનાના ઉપવાસ અનંતવાર કર્યા છે, પાંચ મહાવ્રત પાળ્યા છે... પરંતુ તે તો આસ્રવ છે. આ આસ્રવ અધિકાર ચાલે છે ને! એ આસવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે? તેનાથી તો બંધ થાય છે. બહુ ફેર છે એમાં જિંદગી ચાલી જાય છે. જા... વ ચોર્યાશીના ભવાબ્ધિ એટલે ભવરૂપી મોટો દરિયો જે ચોર્યાશી લાખ યોનિનો છે... એમાં જીવો ક્યાં ઊતરીને કેટલા અવતાર કરશે? એને છૂટવાનો આ એક રસ્તો છે. કેવા છે તે જીવો? “વિમુમનઃ રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે.” અહીં શબ્દ (મનસ:) લીધો છે પરંતુ લેવું છે પરિણમન. રાગાદિ મુક્ત જેનું પરિણમન Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮) કલશામૃત ભાગ-૪ છે એમ. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં તે અસ્તિથી કહ્યું, અને રાગ-દ્વેષ મોહથી રહિત તે નાસ્તિથી કહ્યું. દયા-દાન-વ્રત-ભક્તિનો વિકલ્પ એવો રાગ છે તેનાથી રહિત અને શુદ્ધતાનો અનુભવ કરતાં કરતાં, અશુધ્ધતાનો નાશ કરતાં... કરતાં તે અસ્તિ નાસ્તિથી લીધું. પ્રવચન નં. ૧૧૮ તા. ૧૦/૧૦/૭૭ એકસો વીસ કળશમાં ભાવાર્થ ચાલે છે. “સકળ કર્મના ક્ષયથી થયો છે. શુદ્ધ, તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા થકા.” શું કહે છે? આત્મા જે વસ્તુ છે શુદ્ધ ચૈતન્યઘન, ધ્રુવ.. એ શુદ્ધ ધ્રુવનો વર્તમાન પર્યાયમાં અનુભવ કરતાં આત્માની પ્રાપ્તિ થાય છે. અનાદિથી પર્યાયમાં જે રાગ-દ્વેષનો અનુભવ હતો તેને છોડીને જે શુદ્ધ ધ્રુવ છે, અંદર જે સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે તેની પ્રાપ્તિ થાય છે. આત્મા સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. એ આત્મામાં અર્થાત્ ધ્રુવમાં સર્વજ્ઞ સ્વભાવ પડ્યો છે. સર્વજ્ઞ સ્વરૂપ એટલે એ શુદ્ધ છે. તેની પર્યાયમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. કર્મોનો નાશ કરીને પર્યાયમાં શુદ્ધની પ્રાપ્તિ થાય છે. “શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા થકા”, આહાહા ! અંતરમાં જ્યાં અવિનાશી શુદ્ધતા, ધ્રુવમાં શુદ્ધતા છે. તે ધ્રુવ શુદ્ધ જ છે. એ શુદ્ધતાનો વર્તમાન દશામાં, શુદ્ધ સન્મુખ રહીને અનુભવ કરતાં પર્યાયમાં પૂર્ણ શુદ્ધતાનો અનુભવ થાય છે. કેવા છે તે જીવો?” શક્તિરૂપે ધ્રુવ આનંદ શુદ્ધ સ્વરૂપી, સર્વજ્ઞ પ્રભુ, ભગવાન આત્મા છે. વર્તમાન પર્યાયની તે ઉપર દૃષ્ટિ કરવાથી, અને તેનો અનુભવ કરવાથી સર્વ કર્મનો ક્ષય થઈને પર્યાયમાં પ્રગટ પ્રાપ્તિ થાય છે. શક્તિમાં પૂર્ણ શુદ્ધતા પડી છે તેવી આનંદ સહિતની શુદ્ધતા પર્યાયમાં પ્રગટ થાય છે. આકરી વાત ભાઈ ! જ્યાં સુધી તેને પોતાના ધ્રુવ શુદ્ધ સ્વરૂપ સિવાયના અનેક અનેરા પદાર્થમાં જ્યાં સુધી વિશેષતા ભાસે છે ત્યાં સુધી તે અંતરમાં જઈ શકશે નહીં. આહાહા! જ્યાં ખાસ ચીજ પડી છે અનંત આનંદ અને અનંત સર્વજ્ઞપણું; જેનાં ધ્રુવ દળમાં શુદ્ધ આનંદકંદ પડયા છે. તેની મહિમા જ્યારે આવે ત્યારે તેને પરની મહિમા છૂટી જાય છે. પછી તે શરીર હો, લક્ષ્મી હો, આબરુ હો કે પછી પુણ્ય-પાપના ભાવ હો.. તેની અધિકતા નામ વિશેષતા છૂટી જાય છે. પોતાનો ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે, એ ધ્રુવતાને શુદ્ધતાને તળિયે જે પર્યાય અંદર ગઈ તે પર્યાયમાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આવી વાતું હવે! આવો ધર્મ કરવાનું કહીએ. ભાઈ ! જેને ધર્મ કરવો છે તેને કહીએ છીએ કે ધર્મ તો વીતરાગી પર્યાય છે. સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર તે ત્રણેય વીતરાગી છે. વીતરાગ સ્વરૂપ, શાંત સ્વરૂપ દળમાં એટલે ધ્રુવમાં એકલી શાંતિ-શાંતિ-શાંતિ છે. એ અકષાય સ્વભાવ, વીતરાગ સ્વભાવ તેનો આશ્રય કરતાં તેની મહિમામાં જે રુચિ અને સ્થિરતા થાય છે તે બધી પર્યાયો શુદ્ધ છે. પર્યાયમાં જે વિશેષ ક્ષયોપશમ છે તેની પણ જ્યાં Page #97 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ ૮૧ વિશેષતા છૂટી જાય છે. શ્રી સમયસાર ૩૧ ગાથામાં છે કે “બાળસદાવાઇયં મુરબા જ્ઞાનને આનંદ સ્વભાવી આત્મા, પર્યાયથી અધિક નામ ભિન્ન પડયો છે. તેની શાંતિ. શાંતિ... શાંતિ.. શાંતિ શાંતિને સ્પર્શ કરવાથી પર્યાયમાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે... , એ શાંતિનો અનુભવ છે અને તેનાથી આઠ કર્મનો ક્ષય થઈ અને પ્રગટ પર્યાયમાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. આટલી શરતું છે. “ITલમુમનસ:” રાગ-દ્વેષ-મોહથી રહિત છે પરિણામ જેમના, એવા છે.” (દ્રવ્યમાં) શુદ્ધતા શક્તિરૂપે પરમાનંદરૂપે છે, તેની સન્મુખતાનો અનુભવ કરવાથી વર્તમાન પર્યાયમાં શુદ્ધતા-પવિત્રતા આવી. એ જગ્યાએ હવે રાગ-દ્વેષ-મોહના પરિણામ થતા નથી. ત્રિકાળી પરમાત્મા શાંત રસનો કંદ નાથ છે તેની દૃષ્ટિ કરી અને તેમાં સ્થિર થયો તો એ પર્યાયમાં શાંતિ.... શાંતિ... શાંતિ... વીતરાગતા પ્રગટી, એ સમયે તે પરિણામ રાગ-દ્વેષમોહના પરિણામથી રહિત છે. અને શુદ્ધ પરિણામ સહિત છે. કેમકે ધ્રુવનો આશ્રય લીધો છે. સમજમાં આવ્યું? “વળી કેવા છે? “સતતં ભવન્તઃ”નિરંતરપણે એવા જ છે.” આહાહા ! ધર્મી જીવને ધર્મ નામ વીતરાગતા અંદરમાંથી પ્રગટ થઈ છે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તો શુભરાગ છે... તે ધર્મ નથી. એ રાગ અને મોહથી જેના પરિણામ રહિત છે... અને અંતર પ્રભુ સર્વજ્ઞ છે તે સર્વ આનંદથી ભરપૂર ધ્રુવ પ્રભુ છે. તેનો અનુભવ કરે છે. “સતતં ભવન્તઃ” આ રીતે નિરંતર શુદ્ધ પરિણતિનો વિનય થાય છે. આવો માર્ગ છે ભાઈ ! સમજમાં આવ્યું? સતત ભવન્તઃ” નિરંતરપણે એવા જ છે.” જુઓ, ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પડ્યો છે. તે તરફ ઝૂકવાથી જે વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ પ્રગટ થાય છે તે હવે (નિરંતર ભવન્તઃ) અર્થાત્ કાયમ રહે છે. સમજમાં આવ્યું? આહાહા! જીવોને બહારનો મોહ મારી નાખે છે. અંદરની સાવધાની છોડીને જે પરમાં સાવધાની છે તે. “મોહુ” શબ્દ પરમાં સાવધાની. આહાહા ! શુભ અને અશુભનો રાગ, દયાદાન-વ્રત-ભક્તિનો ભાવ, કામ-ક્રોધ-માન-માયાનો ભાવ તે બધા વિકારી ભાવ છે. વિકારમાં સાવધાની તે જ મિથ્યાત્વ છે. અહીં કહે છે – એ પરની સાવધાની જેણે છોડી દીધી છે અને ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેવો પવિત્ર આત્મા જે આનંદકંદ આત્મા છે તેમાં તેણે સાવધાની કરી છે એ હવે નિરંતર રહે છે. પછી તેને શુભ-અશુભભાવ આવે છે. છતાં શુદ્ધતા તો નિરંતર રહે છે તેને ધર્મ અને ધર્મી કહીએ. આવો ધર્મ!!! “ભાવાર્થ આમ છે કે – કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે”, શું કહે છે? જે આત્મા દ્રવ્ય સ્વભાવરૂપ છે, એ પવિત્ર શુદ્ધ ચૈતન્યઘનની દૃષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન થયું, શુદ્ધતા થઈ તો હવે સ્વમાં પ્રમાદ રહિત પ્રયત્ન (નિરંતર) ત્યાં રહે છે. કોઈ સમય અનુભવ કરે અને કોઈ સમય પ્રમાદ કરશે એમ નથી. આવો માર્ગ પણ કેવો? અત્યારે તો કહે છે કે – Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કલશામૃત ભાગ-૪ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ઉપધાન કરો એ બધી હોળી છે. રાગની ક્રિયા એ તો સંસાર છે... ભાઈ ! તને ખબર નથી. આહાહા! તું ક્યારેય રાગરૂપ થયો જ નથી. એ તો શાંતરસનો કંદ છે-દળ છે. તેનો અનુભવ કરવાથી નિરંતર શુદ્ધ પરિણતિ રહે છે. ફરીને કદી પ્રમાદ થઈ જાય અને શુદ્ધ પરિણતિ નિરંતર ન રહે તેમ નથી – એમ કહે છે. હજુ તો પહેલી ચીજ શું છે તે સમજવું કઠણ પડે. આહાહા! જિંદગીયું ચાલી જાય છે. નિર્ધનતામાં દુઃખ માનીને જિંદગી ચાલી જાય છે. સધનતામાં ઠીક છે, અમે સધન છીએ એવી માન્યતાની ભ્રમણમાં જિંદગી ચાલી જાય છે. આહાહા! મારો નાથ અતીન્દ્રિય આનંદ અને શાંતરસથી ભર્યો છે. શાંતિ... શાંતિ... શાંતિ એવો મારો ધ્રુવ સ્વભાવ પડ્યો છે. એ (સ્વભાવની) અંદરમાં જતાં. એની શુદ્ધધારા નિરંતર વહે છે એમ કહે છે. કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે, ક્યારેક એક, જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી.” ઘણોકાળ તો રાગમાં અને પુણ્યમાં રહે છે. એમ કહે છે. ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે, (રાગાદિ રહિત થાય છે, શું કહ્યું? ઘણો કાળ ધર્મીજીવ-રાગમાં, પુણ્યમાં એટલે કે – દયા-દાન-વ્રતમાં રહે છે એ પ્રમાદ છે અને કોઈક સમયે તેને શુદ્ધ પરિણતિ રહે છે... એમ નથી. આવો માર્ગ છે. જિનેશ્વરદેવ – સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ વીતરાગદેવનો આ પોકાર છે. અરે! એકવાર દુનિયા સાંભળે તો ખરી ! તારી અંદર તો અંતર ખજાનાના મહાભંડાર પડયા છે. પ્રભુ! તને તેની ખબર નથી. આહાહા! એવા અંતર ખજાનામાં તો અનંત શાંતિ, અનંત આનંદ, પ્રભુતા, અરે.... અંદર આખું સર્વશપણું પડયું છે, એ ઉપર દૃષ્ટિ પડતાં એટલે કે – સ્વરૂપમાં સાવધાન થતાં એ સાવધાનપણું નિરંતરપણે વર્તે છે. આહાહા ! કોઈ ઘણો સમય બહારમાં દેખાય, રાગમાં વર્તે છે, દયા-દાન બીજામાં વર્તે છે, એટલે એ એમાં જ વર્તે છે તેમ નથી. જૈનધર્મી તો પૂજામાં, ભક્તિમાં, ભગવાનની સ્તુતિમાં વર્તે છે એ રાગ છે, તેથી એ વખતે ધર્મી રાગમાં જ વર્તે છે એમ નથી, એમ હોય જ નહીં. આહાહા! એ સમયે પણ તે શુદ્ધતામાં જ વર્તે છે. જુઓને! કેટલી ( ગંભીર) ટીકા કરી છે. એમ કેમ કહ્યું? સર્વકાળ પ્રમાદી રહે છે તો.... લોકોને એમ લાગે કે – આ ઘણો કાળ (બહારમાં રહે છે). કોઈ વેપારી હોય તો એમ લાગે કે - તે વેપારમાં બેઠો છે, વાંચનમાં બેઠો હોય, ભગવાનની ભક્તિમાં બેઠો છે તે બધો રાગ છે – એ તો પ્રમાદ છે. ઘણો કાળ તો ત્યાં રહે છે અને કોઈ કાળ શુદ્ધ સ્વરૂપની પરિણતિમાં આવતો હશે.. એમ છે નહીં. સમજમાં આવ્યું? શ્રોતા- પુરુષાર્થની કમી છે તેથી રાગ આવે તેને પ્રમાદ કહ્યો છે? ઉત્તર- તેને દ્રવ્યની જે શુદ્ધિ પ્રગટી તે તો કાયમ રહે જ છે... અહા ! આવી વાત છે. રાગ ભલે આવે પણ એ વખતે રાગથી પૃથક શુદ્ધતામાં જ વર્તે છે, તે રાગમાં વર્તતો નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ પ્રશ્ન:- ભગવાનની ભક્તિનો રાગ પ્રમાદ છે? ઉત્તર- હા, તે પણ પ્રમાદ છે. ભગવાનની ભક્તિનો રાગ પણ પ્રમાદ છે. શાસ્ત્ર શ્રવણનો ભાવ એવો રાગ તે પ્રમાદ છે. આહાહા ! ઘણાં કાળથી (રાગમાં વર્તે છે) તેમ દેખાય છે ને! આહાહા ! તને દેખાય છે તેવું છે નહીં. આહાહા ! એ રાગના કાળમાં પણ પોતાના સ્વભાવની શુદ્ધતામાં જ વર્તે છે. આવો જિનેશ્વર પ્રભુનો માર્ગ છે બાપુ! એ માર્ગને અત્યારે રાગના, પુણ્યના દયા-દાન-વ્રત-ભક્તિમાં સમાવી દીધા છે. અરે.. પ્રભુ! એમાં તારું કલ્યાણ નથી. એમાં તારો ઉદ્ધાર નથી નાથ. અંદર સચ્ચિદાનંદ પ્રભુનું નિધાન પડ્યું છે ને! નાથ તું ભગવત્ સ્વરૂપ છો. તારો સ્વભાવ શુદ્ધ ભગવત્ સ્વરૂપ જ છે. આહાહા ! એ સ્વરૂપનો જ્યાં અનુભવ થયો તો હવે નિરંતર શુદ્ધતામાં વર્તે છે. અનાદિકાળથી રાગ-દ્વેષનું વેદન જેમ નિરંતર હતું, તેમાં એક સમય પણ વચમાં ખંડ પડતો ન હતો તેમ ભગવાન આત્મા શુદ્ધતાનું ભાન સમ્યગ્દર્શનમાં થયું તો એ સમ્યગ્દર્શન જ્ઞાનની પરિણતિ શુદ્ધ થઈ તેથી તે શુદ્ધતામાં જ વર્તે છે. કોઈ એમ જાણશે કે - સાધક સર્વકાળ પ્રમાદી રહે છે. એટલે? ધર્મી – સમકિતી જીવને કોઈ એમ દેખે કે – આ તો અહીંયા ખાવામાં, પીવામાં, ભક્તિમાં, પૂજામાં, દાનમાં, દયામાં, વ્રતમાં વર્તે છે ને! એ બધી રાગની ક્રિયા છે અને તમે કહો છો એ રાગમાં વર્તતો જ નથી? ભાઈ ! તને ખબર નથી. રાગ રહિત ભગવાન આનંદ સ્વરૂપ છે કે, તેની પ્રતીતિ જ્ઞાન થતાં જે શુદ્ધતા પ્રગટ થઈ, પવિત્રતા પ્રગટી તેમાં નિરંતર રહે છે. આ તે શું કહે છે? ધર્મી જીવ એને વિષયની વાસના પણ આવે છે અને તેને ભોગની ક્રિયા પણ જોવામાં આવે છે, તે આત્મા જેને પ્રમાદી દેખાય છે, તેને કહે છે – સાંભળ તો ખરો ! સર્વજ્ઞ વીતરાગદેવે કહેલો તે આત્મા હોં ! અન્યમતવાળા કહે છે તે આત્મા નહીં, કેમકે તેને આત્માની ખબર નથી. જિનેશ્વરદેવે જે આત્મા કહ્યો એ ભગવાન ચિદાનંદ આત્મા તે પવિત્રતાનો પિંડ અને શુદ્ધતાનો સાગર છે... તેનો જેને અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું, સમ્યગ્દર્શનમાં આત્માની અનુભૂતિ થાય છે. એ સાધક અનુભૂતિની દશામાં જ વર્તે છે. અશુધ્ધતા દેખવામાં આવે કે – આ અશુધ્ધતામાં છે... (તેમ દેખાય છે એમ નથી.) સમજમાં આવ્યું? બહુ ઝીણું બાપુ! સંતો ગજબ વાત કરે છે ને! અંદરમાં પ્રભુ આત્મા જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છે. સહજાનંદ આવે તો વળી કોઈ એમ કહે કે – સહજાનંદ તો સ્વામીનારાયણમાં હોય છે. અરે! સહજાનંદ આત્મા સહજ આનંદ સ્વરૂપ જ છે. એ લોકો કહે એ સહજાનંદ જુદી ચીજ અને અહીં સહજાનંદ કહીએ તે જુદી ચીજ છે. આ તો સ્વભાવિક અતીન્દ્રિય આનંદનો પિંડ આત્મા છે. એ આનંદના નાથને જ્યાં સમ્યગ્દર્શનમાં, સમ્યજ્ઞાનમાં નિહાળ્યો જેણે તેને જાગૃત સ્વભાવની પર્યાયમાં જાગૃતિ આવી. હવે એ જાગૃતિ તેને નિરંતર રહે છે. એ બાહ્ય કામમાં દેખાય, Page #100 -------------------------------------------------------------------------- ________________ ८४ કલશામૃત ભાગ-૪ | વિકલ્પમાં દેખાય છે ને!? તમને દેખાય છે પણ અંદરમાં એમ નથી. આવી વાત છે. આવી વાત અત્યારે ક્યાંય વાડામાંય છે નહીં. અમે તો બધું દેખ્યું છે ને ! બહારની ક્રિયા કરો, ઉપધાન કરો, ઉપવાસ કરો, વ્રત પાળો, ઓછા દ્રવ્ય ખાવ, પચ્ચીસમાંથી વીસ છોડી દ્યો અને પાંચ ખાવ આવી બધી ક્રિયાકાંડની અને રાગની વાતો છે. એ ભગવાન આત્માના સ્વભાવની વાત નથી. વીતરાગ જિનેન્દ્રદેવ કહે છે એ વાત નથી ભાઈ ! સમજમાં આવ્યું? અહીં આ વાત કેમ લીધી? સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધતાના પરિણમનમાં આવ્યો અને તે દેખાય કે – અહીં વેપારમાં બેઠો છે, ધંધો કરતો લાગે છે, પરમાત્માની ભક્તિ કરે છે, શાસ્ત્ર વાંચે છે, (દેવ) શાસ્ત્ર – ગુરુની પૂજા કરે છે... એમ તે શુભરાગમાં વર્તતો દેખાય છે ને!? સમજમાં આવ્યું? તેને કહે છે – પ્રભુ! તને તારા સ્વરૂપના મહાભ્યની ખબર નથી. જિનેશ્વરના સ્વરૂપની, આનંદના મહાભ્યની દશા પ્રગટ થઈ તે પ્રગટ થઈ, તેને રાગાદિ છે છતાં તે રાગાદિમાં વર્તતો નથી. રાગ હોવા છતાં હોં! રાગમાં વર્તતો નથી તે સ્વભાવમાં વર્તે છે. જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ; યહી વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.” ભગવાન અંદર જિન સ્વરૂપ પ્રભુ છે. પોતાના જિનસ્વરૂપમાં જ્યાં એકાગ્ર થાય છે ત્યારે પર્યાયમાં જૈનત્વ પ્રગટ થયું એનું નામ જૈન છે. આ વાડામાં જૈન પડ્યા છે તે જૈન નહીં. ણમો અરિહંતાણંની ભક્તિ કરે માટે જૈન, એ જૈન છે જ નહીં. આહાહા! જૈન પરમેશ્વર તેને જૈન કહે છે, જેની પર્યાયે રાગને જીતી ને રાગથી ભિન્નપણે પોતાની પરિણતિ પ્રગટ વર્તે છે તે જૈન છે. આવું સાંભળવા કોઈક દિવસ મળે એવું છે. આવી વાત છે. શું થાય!! એક સમયની પર્યાયની પાછળ આખું તત્ત્વ, પિંડ ભગવાન આનંદનો નાથ અંદર પડ્યો છે. આહાહા! આ વિકલ્પ ઊઠે તે રાગ છે. રાગનું જ્ઞાન કરનારી જે જ્ઞાનની એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપે આખું તત્ત્વ, ભગવાન પૂર્ણાનંદનો નાથ આત્મા પડયો છે. હાથી હોય તેને ઘાસ અને ચુરમું ખવડાવે પણ બીજાં પેલાં કોઠાં ખવડાવે. આજથી પોણોસો (૭૫) વર્ષ પહેલાંની વાત છે ત્યારે ઉમરાળામાં હાથી આવેલ. કાળુભાર નદીના કાંઠે કોઠાં બહુ થાય એ કોઠાં હાથીને ખવડાવે. એ કોઠાંમાંથી હાથી કસ લઈ લ્ય અને પછી આખાને આખા બહાર નીકળે. આ નાની ઉંમરમાં નજરે જોયેલી વાત છે. કોઠાનો આકાર એવોને એવો રહે અને અંદરનો રસ લઈ લ્ય. તેમ ધર્મી જીવે પુષ્ય ને પાપના વિકલ્પના કાળે પોતાના ચિદાનંદનો રસ લઈ લીધો છે. તેણે રાગના ખોખાં ઊડાવી દીધા છે. આ તો બધું નજરે જોઈને બધાં નિર્ણય કરેલાં હો ! અમે એમ ને એમ માનીએ નહીં. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, એનો સમ્યગ્દર્શન જ્ઞાનમાં આત્માના આનંદનો રસ આવ્યો. રાગના ખોખાં તો એવા ને એવા આમ ક્રિયાઓમાં દેખાય છે. લોકોને લાગે કે – ધર્માત્મા આમ કરે છે. આમ કરે છે... પણ એ રાગમાં છે જ નહીં, એ તો આત્માના રસમાં છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૦ શ્રોતા- આજે સવારે સર્વજ્ઞનો મહિમા કેટલો બતાવ્યો હતો. ઉત્તર:- હા, સર્વજ્ઞપ્રભુ છે. આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. તેની સર્વજ્ઞ સંપદા છે, “જ્ઞ” સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ અર્થાત્ સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એટલે જ્ઞાન સ્વભાવ, પૂર્ણ સ્વભાવ એ સર્વજ્ઞ પ્રભુ જ આત્મા છે. તે પર્યાયમાં સર્વજ્ઞ આત્મા થાય છે. પરમાત્મા થયા તે ક્યાંથી થાય છે? અરિહંતદેવ જિનેશ્વરને કેવળજ્ઞાન થયું. તે સર્વજ્ઞપણું ક્યાંથી આવ્યું? કેવળજ્ઞાન બહારથી આવે છે કાંઈ ? અંતરમાં સર્વશપણું પડયું છે. એ સર્વજ્ઞની જ્યાં અંતર અનુભવમાં દૈષ્ટિ થઈ તેને શુદ્ધતાના પરિણમનના કાળમાં નિરંતર શુદ્ધતા જ વતે છે. પછી તે ધર્મી બહારમાં દેખાય એમ કહ્યું ને! “કોઈ જાણશે કે સર્વ કાળ પ્રમાદી રહે છે” આખો દિવસ ધંધામાં દેખાય, આમ દેખાય. બાપુ! તને ધર્મીની ખબર નથી. ધર્મીની દષ્ટિ જે શુદ્ધ સ્વભાવ પર પડી છે તે દૃષ્ટિ હવે ફરતી નથી, એવું જ પરિણમન છે. | (સર્વકાળ) એટલે જાણે ઘણો કાળ એમ. એ રાગમાં વર્તે કે અશુભમાં કે શુભમાં વર્તે એમ જાણે. “ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે” કોઈ કાળે એને શુદ્ધ પરિણામ થશે એમ કોઈ જાણે (તો એમ નથી.) આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ છે. આ તો જિનેશ્વરદેવે (કહેલી) કથા છે. આહાહા ! સાધુ નામ ધરાવે અને તેઓ રાગની અધિકતામાં પડ્યા છે. દયા-દાન, પંચમહાવ્રતના પરિણામ એ તો રાગ છે અને તેના રસમાં પડયા છે તે મિથ્યાદૃષ્ટિ છે. અહીંયા તો કહે છે – શુદ્ધ સ્વરૂપ ભગવાન જ્યાં અનુભવમાં આવ્યો તો શુદ્ધ દશા પ્રગટી. શક્તિમાં જે શુદ્ધતા હતી એવી શુદ્ધતા સમ્યગ્દર્શનમાં વ્યક્ત થઈ. વર્તમાન પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ.... તો તે કોઈક કાળે શુદ્ધતા રહેતી હશે અને ઘણો કાળ તો પુણ્ય-પાપના પરિણામમાં વર્તે છે એમ દેખાય છે. પણ એમ છે નહીં. શ્રીમદ્ રાજચંદ્ર તો હીરા-મોતીનો લાખો-કરોડોનો ધંધો કરતા. લોકો એમ માને કે તેઓ ધંધામાં વર્તતા લાગે છે. સાંભળ પ્રભુ! પૂર્ણાનંદના નાથની સમ્યગ્દર્શનમાં જ્યાં અનુભવ-પ્રતીત અને રમણતા થઈ તે રમણતાના કાળમાં રમણતા તો સદા રહે જ છે. બહારમાં એમ દેખાય કે – આ કાળમાં આમ કરતા હતા, રાગ કરતા'તા; પરંતુ એમ છે નહીં. ધર્મીના માપ બહારથી થતાં નથી. ધર્મીના અંત:કરણ હૃદયથી, અંતરના માપથી થાય છે. આવી કઈ વાત હશે? પેલા લોકો દોઢ-દોઢ મહિનાના ઉપધાન કરે અને એમાં માને જાણે કે ધર્મ થયો. ધૂળમાંય એમાં ધર્મ નથી સાંભળને ! આનંદનો નાથ આત્મા કોણ છે તેની તો હજુ ખબર નથી; તેની દૃષ્ટિ નથી, તેની શુદ્ધતાની ખબર નથી (અને ધર્મ થઈ જાય ?) બહુ આકરું કામ ભાઈ ! જગતની સાથે મેળ ખાવો બહુ કઠણ ભાઈ ! અને એમાં પૈસા ખર્ચે અને જાણે કે ધર્મ મોટો કર્યો. પાંચ લાખ ખર્ચે, ઉપધાન કરો.. , પરંતુ એમાં ધૂળમાંય ધર્મ નથી સાંભળ તો ખરો!! કોઈ માન-મોટાઈ માટે કરે તો તો એકલું પાપ છે. કોઈ માન-મોટાઈ માટે ન કરતો હોય પરંતુ Page #102 -------------------------------------------------------------------------- ________________ ८६ કલશામૃત ભાગ-૪ કષાયની મંદતા હોય તો પણ તે શુભરાગ છે, એ કાંઈ ધર્મ નથી. એ શુભરાગની રુચિમાં પડ્યા છે તે મિથ્યાષ્ટિ છે. આહાહા ! તારી વાત બહુ આકરી નાથ! આટલા શબ્દોમાં ટીકાકારે બહુ સમાડી દીધું છે. “કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે.” દેખાય છે તો એમ જાણે રાગમાં વર્તે છે તેથી કોઈવાર શુદ્ધતાનો અનુભવ થઈ જતો હશે. સાંભળ પ્રભુ! અનાદિ કાળનો અજ્ઞાની નિરંતર પુણ્ય ને પાપના ભાવના વેદનમાં વર્તે છે, પછી તે ભક્તિમાં બેઠો હોય કે ભગવાનના સમવસરણમાં ગયો હોય તો પણ તે રાગના વેદનમાં છે, તેને નિરંતર રાગનું વેદન છે. તેમ પરમાત્મા! આત્મ સ્વરૂપી જે ચીજ છે... પરમ આત્મ, પરમ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ તેનું અંતરમાં સમ્યગ્દર્શન જ્ઞાન અને અનુભવ થયો તો ધર્મી હવે એ શુદ્ધ પરિણતિમાં જ સદા રહે છે. વિકલ્પ દેખાય છે પણ એ તો ઊપર ઊપર રહે છે, એનો તો તે જ્ઞાતા દૃષ્ટા રહે છે. તે રાગમાં રહેતો નથી પરંતુ રાગના જ્ઞાનમાં અર્થાત્ એ પોતાના જ્ઞાનમાં રહે છે. આ તો જગતથી બહુ ઊંધી વાતો છે. અને વાડાવાળા સાંભળે તો એ તો કહે – અરર... આમણે આ બધું શું કરી નાંખ્યું? લોપ કરી નાખ્યો. અરે...! સાંભળને ભાઈ ! આહાહા ! ત્રિલોકનાથ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર આમ ફરમાવે છે. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા બિરાજે છે તેમની આ બધી વાણી છે. (વાડાના) બીજા શાસ્ત્રોમાં તો આવી વાત છે જ નહીં. ભલે એ વાંચ્યા કરે અને એમાંથી રાગની ક્રિયાને કાઢે. અહીંયા તો કહે છે કે – “કોઈ જાણશે કે સર્વકાળ પ્રમાદી રહે છે.” આખો દિવસ રાગમાં અને પુણ્યના પાપના પરિણામમાં દેખાય છે, “ક્યારેક એક જેવો કહ્યો તેવો થાય છે, પણ એમ તો નથી. સદા સર્વકાળ શુદ્ધપણારૂપ રહે છે.” આહાહા ! સમ્યગ્દષ્ટિને વિષય વાસનાના વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમ ભોગની ક્રિયા દેખવામાં આવે છે. ભરત ચક્રવર્તીને છન્ને હજાર સ્ત્રી છે, છન્ને કરોડ પાયદળ છે તેમાં રાગ દેખાય છે, પરંતુ જ્ઞાની એ રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ છે તેમાં રમે છે. તે રાગમાં આવતો નથી. આવો માર્ગ છે – સમજમાં આવ્યું? અજ્ઞાની દુકાન, વેપાર-ધંધા છોડીને દયા-દાન-વ્રતભક્તિમાં વર્તે છે તો એ નિરંતર રાગમાં જ વર્તે છે. ટીકામાં બે શબ્દો વાપર્યા. (૧) સદા (૨) સર્વકાળ. હું તો આનંદકંદ છું એવી દૃષ્ટિ સમકિતીને સદાય-નિરંતર ચાલુ છે. આમાં ઘરે (એકલો વાંચે ) તો કાંઈ સમજાય એવું નથી. સદાય અને સર્વકાળના અર્થમાં ત્યાં બીડીને તમાકુ સૂઝ, શેઠ! આ એમની એકની વાત નથી, બધાની વાત છે. અજ્ઞાની નિરંતર પુણ્યની ક્રિયામાં વર્તતો હોય, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજામાં હોય તો પણ એ અજ્ઞાનમાં છે. તે નિરંતર અશુધ્ધતામાં વર્તે છે. જ્યારે ધર્મી “સદા સર્વકાળ શુદ્ધપણારૂપ રહે છે.” શુદ્ધ આત્મા પવિત્ર પ્રભુ ચૈતન્ય જ્ઞાયકભાવના ( લક્ષ ) પર્યાયમાં પરિણમનરૂપ Page #103 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૧ ८७ શુદ્ધતા પ્રગટ થઈ એ પુણ્ય-પાપ, રાગના વિકલ્પથી ભિન્ન છે. દયા-દાન–વ્રત-પૂજા-ભક્તિ એ રાગની ક્રિયા છે અને એમાં જે ધર્મ માને છે તે ત્યાં ને ત્યાં ચોંટી ગયો, તે રાગમાં રોકાય ગયો, તેને ભગવાન આત્માનું સ્વરૂપ એક બાજુ પડયું રહ્યું. સમજમાં આવ્યું. (વસન્તતિલકા ) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। ९-१२१।। ખંડાન્વય સહિત અર્થ:- “તુ પુન:” આમ પણ છે- “યે શુદ્ઘનયત: પ્રત્યુત્ય રાવિયોમાં ઉપયાન્તિ તે જ્ઞ ર્મવન્ધમ્વિન્નતિ”(યે ) જે કોઈ ઉપશમ-સમ્યગ્દષ્ટિ અથવા વેદકસમ્યગ્દષ્ટિ જીવ ( શુદ્ઘનયત: ) શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અનુભવથી (પ્રત્યુત્ય ) ભ્રષ્ટ થયા છે તથા ( રવિ ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામ(યોગમ્ ) રૂપે ( ૩પયાન્તિ ) થાય છે, ( તે ) એવા છે જે જીવ તે ( ર્મવન્ધમ્ ) કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ (વિશ્રૃતિ) નવા ઉપાર્જિત કરે છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે ત્યાં સુધી ( તેમને ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી. (પરંતુ) જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવ૨ણાદિ કર્મબંધ થાય છે, કેમ કે મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે. કેવા છે તે જીવ ? “વિમુત્ત્તવોધા:” (વિમુTM ) છૂટયો છે ( લોધા: ) શુદ્ધસ્વરૂપનો અનુભવ જેમને, એવા છે. કેવો છે કર્મબંધ ? “પૂર્વલદ્ધદ્રવ્યાસવૈ: ધૃતવિચિત્રવિલ્પનાતમ્” (પૂર્વ) સમ્યક્ત્વ વિના ઉત્પન્ન થયેલાં, ( બદ્ઘ ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (દ્રવ્યાસવૈ:) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (ત) કર્યો છે (વિવિત્ર) નાના પ્રકારના (વિત્વ) રાગ-દ્વેષ-મોહપરિણામનો (નાતમ્) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલો કાળ જીવ સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત (-મંત્રથી સ્પંભિત થયેલા ) સાપની માફક પોતાનું કાર્ય ક૨વાને સમર્થ ન હતું; જ્યારે તે જ જીવ સમ્યક્ત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત (-છૂટા થયેલા ) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુધ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે-જીવ મિથ્યાર્દષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય Page #104 -------------------------------------------------------------------------- ________________ ८८ કલશામૃત ભાગ-૪ છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યકત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯-૧૨૧. કળશ નં. – ૧૨૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૮-૧૧૯ તા. ૧૦-૧૧/૧૦/૭૭ તુ પુન: આમ પણ છે – “એ શુદ્ધનયતઃ પ્રવ્યુત્ય ૨*IITયો ૩૫યાત્તિ તે રૂદ ફર્મવશ્વમ વિશ્વતિ” જે કોઈ ઉપશમ સમ્યગ્દષ્ટિ અથવા વેદક સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થયા છે તથા રાગ-દ્વેષ મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે. ૧૨૦ કળશમાં કહ્યું તેનાથી વિરુદ્ધ વાત કહે છે. જે દયા-દાનના વિકલ્પના પ્રેમમાં આવી ગયો તે શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે. અહીંયા તો સમકિતી પણ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે તે વાત કહે છે... કેમકે તેની રુચિ ફરી પાછી રાગમાં આવી ગઈ. ક્ષાયિક સમકિતી સમ્યકત્વથી પડતા નથી. શ્રેણિક રાજા ભગવાનના ભગત તેમને આત્માની અંતર દષ્ટિ અને અનુભવ પછી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. તે હવે કેવળજ્ઞાન લેશે. અત્યારે ભલે નરકમાં હોય! પહેલી નરકમાં ચોર્યાશી હજાર વર્ષની સ્થિતિ છે. અઢી હજાર વર્ષ ગયા અને હજુ સાડી એકયાસી હજાર વર્ષ બાકી છે. ત્યાં તેઓ સમકિતી છે તેથી શુદ્ધતામાં વર્તે છે. રાગ છે તેને જાણે છે. એટલે જાણવાના ભાવમાં વર્તે છે. આવી વાતો ભારે! અહીં જે ઉપશમ અને વેદક સમ્યગ્દષ્ટિ લખ્યું છે તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થયેલા છે. શુદ્ધ ચૈતન્યઘન ભગવાન આત્મા તેના અનુભવથી ભ્રષ્ટ થયા છે એટલે તે પુણ્યના પરિણામ જેવા કે – દયાદાન-વ્રત-ભક્તિના પરિણામની રુચિમાં આવી ગયા છે. તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયા છે. ત્યાં દિલ્હીમાં કાંઈ મળે એવું નથી. આવી બહુ આકરી વાતું બાપુ ! પહેલાં શુદ્ધ ચૈતન્યપ્રભુ તેની રુચિનું પોષણ હતું એ દૃષ્ટિ ખસી ગઈ અને શુભઅશુભના ભાવના પ્રેમમાં તે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયા. શ્વેતામ્બરમાં આનંદઘનજી થયા તે કહે છે કે – જેને રાગનો પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. “ઢષ અરોચક ભાવ” એવો પાઠ છે. “સમભાવ ઉદય વખતે ધૂળે સર્વે સબ રેશું સેવો સદા રે... લઈ પ્રભુ સેવન ભેદ સેવન કારણ પ્રથમ ભૂમિકા અભય અઢષ અખેદ” આહાહા! જેને દયા-દાન-વ્રત-ભક્તિનો શુભભાવ આવ્યો અને તેની રુચિમાં ઘૂસી ગયો તે સમકિતથી ભ્રષ્ટ થઈ ગયો. આહાહા ! આમ Page #105 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૧ ૮૯ બતાવીને એમ બતાવવું છે કે – દ્રવ્ય ઉપર નિરંતર દષ્ટિ રાખવી. તાત્પર્ય-ભાવાર્થ તો આ કાઢવાનો છે. પોતાના સ્વરૂપનું ભાન થયું પછી ફરી તેને રાગની રુચિ થઈ. અનાદિથી જે રુચિ હતી તે પાછી આવી ગઈ... તેથી સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો. સમકિતથી ભ્રષ્ટ થયો તેથી મિથ્યાત્વમાં ગયો. શુદ્ધનય એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ – આ શુદ્ધનયની વ્યાખ્યા. શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવથી ભ્રષ્ટ થયો છે. “તથા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે.” હવે તે પુણ્ય-પાપના રાગરૂપ જ પરિણમન કરે છે. સમ્યગ્દર્શનમાં શુદ્ધ ચૈતન્યનું જે પરિણમન હતું તેની દષ્ટિ છૂટી ગઈ.. અને તે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના શુભભાવના ઉત્સાહમાં આવી ગયો. તેના પ્રેમમાં પડી ગયો એથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયો. આવું કામ છે ભાઈ શું થાય ! પ્રભુનો માર્ગ એવો છે. ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે. મહાવીર પરમાત્મા આદિ અત્યારે મોક્ષ પધારી ગયા. તેઓ ણમો સિદ્ધાણંમાં ગયા. મહાવિદેહના (સીમંધર) ભગવાન તો ણમો અરિહંતાણમાં બિરાજે છે. સંવત ૪૯ ની સાલમાં કુંદકુંદાચાર્ય તેમની પાસે ગયા હતા.. આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવી તેમણે આ શાસ્ત્ર બનાવ્યા છે. એ (સમયસાર ની) ટીકા કરનારા અમૃતચંદ્રાચાર્યના આ શ્લોક છે. ગજબ વાત છે. એ શુભરાગની (ફરીથી) રુચિ થઈ, પ્રેમ થયો તો તે સ્વરૂપનો પ્રેમ અને દૃષ્ટિથી ભ્રષ્ટ થયો. સમ્યગ્દર્શન જ્ઞાનમાં રાગ આવતો હતો પણ તે રાગનો જાણવાવાળો રહેતો હતો. હવે મિથ્યાષ્ટિ થયો તો રાગની રુચિમાં ઘૂસી ગયો. આહાહા! આ તો વીતરાગ માર્ગ છે. રાગની રુચિ એ વીતરાગ માર્ગ નહીં. એ તો રાગીનો અજ્ઞાનીનો માર્ગ છે. આકરું કામ છે ભાઈ ! શું થાય...! આખી દુનિયાને અમે જાણીએ છીએને! આ માર્ગ કોઈ બીજી જાતનો છે. “ભ્રષ્ટ થયા છે તથા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામરૂપે થાય છે.” “૩પયાત્તિ' એના રૂપને પામે છે. સ્વરૂપને પામેલાઓ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને.. રાગ-દ્વેષને પામે છે. “એવા છે જે જીવ તે કર્મબંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ નવા ઉપાર્જિત કરે છે.” અજ્ઞાની આઠે કર્મને બાંધે છે. જ્ઞાની થયો તે આઠકર્મનો ક્ષય કરતો તેમ કહ્યું હતું. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં તે સ્વભાવથી ભ્રષ્ટ થઈ અને પુણ્ય-પાપના પરિણામ, દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એટલે શુભરાગ તેની રુચિમાં ઘૂસી ગયો... એ ભગવાન આત્માની રુચિથી ભ્રષ્ટ થયો થકો તે આઠે કર્મને બાંધે છે. સમજમાં આવ્યું? આવી વ્યાખ્યા હવે! શું આ તે કાંઈ નવું હશે? જૈનમાર્ગમાં, આવો નવો માર્ગ હશે? અરે.... પ્રભુ! તને ખબર નથી કે – જૈનધર્મ શું છે? ભાઈ ! તને એની ખબર નથી બાપા! જૈનધર્મ કોઈ અલૌકિક ચીજ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૦ કલશામૃત ભાગ-૪ તા. ૧૧/૧૦/’૭૭ પ્રવચન નં. ૧૧૯ શું કહે છે ? “સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે” તેનો અર્થ—સહજ સ્વરૂપ ભગવાન પૂર્ણ ધ્રુવ અસ્તિ ચીજ ધ્રુવસત્તા સામાન્ય પ૨મ પારિણામિક પંચમભાવ એવો શાયકભાવ તેની સન્મુખ થઈને જે દૃષ્ટિ પ્રગટી તે સમ્યગ્દર્શન છે. પૂર્ણ પંચમ પારિણામિક સ્વભાવભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્ય ભાવ, એકરૂપભાવ સહજ આત્મ સ્વરૂપ ભાવ તેની દૃષ્ટિ અર્થાત્ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થયું છે... જેમાં રાગના વિકલ્પનો પણ આશ્રય નથી. એકલો પૂર્ણાનંદ પ્રભુ ! ધ્રુવ સહજ વસ્તુ, અનાદિ અનંત અણ કરાયેલી અણનાશ અર્થાત્ અવિનાશી એવી ચીજ તેનો અનુભવ થતાં એ ધ્રુવ સ્વભાવને અનુસરીને થતાં અનુભવમાં જે પ્રતીત થાય છે તેનું નામ સમ્યગ્દર્શન છે. “જ્યાં સુધી સમ્યક્ત્વના પરિણામોથી સાબૂત રહે છે” જ્યાં સુધી ( ધ્રુવનો ) આશ્રય લ્યે છે ત્યાં સુધી સમ્યગ્દર્શન સહિત છે. પંચમ સ્વભાવ ભાવ ૫૨મ પારિણામિક ભાવ તેની પરિણતિ જે મોક્ષનો પંથ છે- એ સમ્યગ્દર્શન છે. આહાહા..! એ સ્વભાવના આશ્રયે જ્યાં સુધી સમ્યગ્દર્શનની સાબિતી હૈયાતિ અસ્તી રહે છે. “ત્યાં સુધી રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામો નહીં હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી.” આ રાગ-દ્વેષ-પુણ્ય-પાપ–દયા-દાન-વ્રતના પરિણામ તે મારા છે તેવો ભાવ નથી ત્યાં સુધી તેને મિથ્યાત્વ સંબંધી મોહ સંબંધી રાગ-દ્વેષ થતાં નથી. વ્રત-તપ-ભક્તિ આદિના શુભભાવ અને હિંસા આદિના અશુભભાવને સમ્યગ્દષ્ટિ પોતાની સાબિતી માનતો નથી. પોતાની ચીજ તો ૫૨મ પારિણામિક સહજ સ્વભાવભાવ છે તેનું જ્ઞાન થઈને પ્રતીતિ-વિશ્વાસ થતાં તેને ભગવાનનો ભરોસો થઈ ગયો. ધર્મીજીવ સમકિત સહિત ૨હે છે. ભગવાન ૫૨માત્મા છે તે અંદરમાં આત્મ સ્વરૂપ ભગવાન છે. તેનું અંત૨માં એકાગ્ર થઈને નિર્વિકલ્પ આનંદના સ્વાદની સાથે જે સમ્યગ્દર્શન થયું તેની હૈયાતિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોઢુ થતા નથી. સમજમાં આવ્યું ? વાત તો બહુ સત્ય અને સરળ છે, પરંતુ અનંતકાળમાં તેનો પરિચય-આશ્રય લીધો નહીં. વસ્તુ છે તે આદિ અંત વિનાની છે અને તે પરિણામ નામ પર્યાયથી રહિત છે. એ જે પરિણમનની દશા તે ત્રિકાળનો આશ્રય કરે છે. (ધ્રુવનો આશ્રય કર્યો ) ત્યારે તેને અનુભવની સાથે આનંદનો શાંતિનો ભરોસો આવ્યો કે ભગવાન તો પૂર્ણ શાંત અને આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપી ભગવાન પરમાત્મા તેની પ્રતીતિ અનુભવ થયો તે સમ્યગ્દર્શન છે. આમ ખાલી એકલી પ્રતીતિ નહીં, પરંતુ આ ચીજ છે; આ આત્માનું સ્વરૂપ છે એવું ભાન થઈને જે પ્રતીતિ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન છે ત્યાં સુધી મિથ્યાત્વ સંબંધી Page #107 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૧ ૯૧ મોહ-રાગ-દ્વેષના અશુભ પરિણામ થતા નથી. કહો, સમજમાં આવે છે ને? મોહરૂપ અશુધ્ધ પરિણામો નહિ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થતો નથી” અશુધ્ધ પરિણામ નથી થતા તો કર્મબંધ પણ નથી થતા. મિથ્યાત્વ સંબંધી અને અનંતાનુબંધીના પરિણામ નથી તો એ સંબંધી બંધન પણ નથી. અહીંયા અનંતાનુબંધીને મુખ્ય બંધન કહ્યું છે. “જે સમ્યગ્દષ્ટિ જીવ હતા, પછી સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા, તેમને રાગવૈષ મોહરૂપ અશુધ્ધ પરિણામ હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મબંધ થાય છે... આહાહા! જે સમ્યગ્દષ્ટિ જીવ. સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તે વિકારી પરિણામને પ્રાપ્ત થાય છે. “STITયો ૩૫યાન્તિ” એવો પાઠ છે. સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય છે તો વિકારી પરિણામને પ્રાપ્ત થાય છે. રાગ-વિકાર-શુભ-અશુભ ભાવ હો, દયા-દાન-વ્રત-ભક્તિનો શુભ ભાવ હો! તે રાગને પ્રાપ્ત થાય છે. તે મિથ્યાદેષ્ટિ છે. “If યોગjપયાન્તિ” વિકારના સંબંધને પ્રાપ્ત થાય છે. સ્વભાવના સંબંધને તોડીને થતાં વિકારીભાવ શુભ હો કે અશુભ હો! એવા રાગના સંબંધને પ્રાપ્ત થાય છે. તે મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિએ રાગ સાથેનો સંબંધ તોડી નાખ્યો છે અને સ્વભાવ સાથે સંબંધ જોડી દીધો છે. મિથ્યાષ્ટિએ સ્વભાવની સાથેનો સંબંધ છોડી દીધો છે અને રાગ વિકારની સાથે સંબંધ જોડી દીધો છે. આવી વાતો છે. સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તે સમ્યગ્દષ્ટિ જીવ હતા. સમ્યગ્દર્શન થયા પછી સમ્યકત્વના પરિણામથી ભ્રષ્ટ થયા તેમને રાગ-દ્વેષ-વિકારરૂપ અશુધ્ધ પરિણામ થતાં તે મલિન પરિણામના સંબંધમાં આવી ગયો. નિર્મળાનંદ પરમાત્મા, પરમાત્મા એટલે ત્રિકાળી આત્મા પોતાનો નિર્મળાનંદ પરમાત્મા, પોતાનો શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્ય તેનો સંબંધ તેણે છોડી દીધો. આત્માનો સંગ-પરિચય છોડી દીધો. અસંગ ચીજનો સંગ છોડી દીધો અને રાગાદિ પુણ્ય-પાપનો સંગ જોડી દીધો તો તે મિથ્યાદૃષ્ટિ થઈ ગયો. કેમકે મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે.” જોયું? અહીં જે નામ આપ્યા છે ને.. મોહ–રાગ-દ્વેષના અશુધ્ધ પરિણામ તેનાથી બંધ થાય છે. કેમકે તે મિથ્યાત્વના પરિણામ છે. અહીં મિથ્યાત્વના પરિણામ લીધા છે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રની અસ્થિરતાનો રાગ તેને અહીં બંધમાં લીધો નથી. આત્મ સ્વભાવ ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે. તેના સંબંધમાં હતો ત્યાં સુધી તો સમ્યગ્દષ્ટિ હતો. એ સંબંધને તોડીને.. રાગના વિકલ્પ જેવા કે- દયા-દાન-વ્રત-ભક્તિ આદિ રાગના સંબંધમાં જોડાઈ ગયો તે મિથ્યાત્વ છે. પહેલાં જે મોહ -રાગ-દ્વેષ ત્રણ લીધા તે મિથ્યાત્વના પરિણામ છે. આહાહા ! ભારે કામ ! સાંભળવા મળે નહીં એવી વાતો છે આ. જુઓને ! રાત્રે કેટલા પ્રશ્નો થયા હતા. અત્યારે સમ્યગ્દર્શન હોઈ શકે નહીં. સમ્યગ્દર્શન વિના આ વ્રત ને તપ તે ચારિત્ર છે. અરર..! પ્રભુ તું શું કરે છે ! અહીંયા તો કહે છે કે- સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો અર્થાત્ જે પાંચ મહાવ્રતના પરિણામ જે Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૨ કલશામૃત ભાગ-૪ રાગ છે તેની સાથે સંબંધ જોડી દીધો છે અને સ્વભાવ સાથે સંબંધ તોડી નાખ્યો છે. હવે તેને કહે છે- અહીંયા ( રાગ સાથે ) સંબંધ જોડયો હતો તે તોડી દીધો તો દશા પલટી ગઈ. દિશા પલટતાં દશા પલટી ગઈ. સમ્યગ્દર્શનની દશા છે તે ત્રિકાળી સ્વભાવની દિશા ઉપર થયેલી દશા છે. મિથ્યાર્દષ્ટિની દશા પુણ્ય-પાપના વિકા૨ ઉપ૨થી ઊઠતી દશાની દિશા ૫૨ છે. પ્રશ્ન:- કયા કારણે ? ઉત્ત૨:- ઊંધી દૃષ્ટિના કા૨ણે બીજું શું કા૨ણ હોય ! દૃષ્ટિ ઉલટી કરે છે માટે. પ્રશ્ન:- કર્મના ઉદયના કારણે નહીં? ઉત્ત૨:- કર્મ ફર્મ ત્યાં કાંઈ નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ” કર્મ જડ છે તેની સાથે કાંઈ સંબંધ નથી. પ્રશ્ન:- ગોમ્મટસારમાં આવે છે કર્મથી વિકાર થાય છે. ઉત્ત૨ઃ- એ તો વ્યવહા૨થી કહ્યું છે. ૫૨માર્થે કર્મનો સંબંધ આત્માએ પોતે કર્યો. ભગવાન સાથેનો સંબંધ તોડીને તેણે સ્વતંત્રપણે કર્મનો સંબંધ કર્યો તો મિથ્યાત્વના પરિણામ થયા, અહીંયા તો એમ કહે છે કે- સમ્યગ્દષ્ટિ જીવ તો તે સમ્યક્ત્વના પરિણામથી ભ્રષ્ટ થયો. દર્શનમોહના કારણથી ભ્રષ્ટ થયો કે કર્મોથી ભ્રષ્ટ થયો એમ નથી. એ તો (પરિણામની યોગ્યતાથી ) ભ્રષ્ટ થયો. " આહાહા! પરમાનંદનો નાથ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ છે. એ પંચમ પારિણામિક ભાવના પંથમાં પડયો છે. તેને પંચમ ગતિનો વિપાક થયો. પંચમગતિના પંથને ગ્રહણ કર્યો. એ પંચમભાવ સ્વભાવની પ્રતીતિ છોડીને જે ઉદયભાવ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવમાં દૃષ્ટિ જોડી દીધી છે. “રાવિ તપયાન્તિ” તે વિકારના રૂપમાં સ્વરૂપમાં જોડાઈ ગયો છે... તો મિથ્યાત્વ ભાવ થયો. બહારમાં દયા-દાન-વ્રતની ક્રિયા એવી ને એવી હોય પણ અંદ૨માં રાગને જોડી દીધો તો તે મિથ્યાષ્ટિ થઈ ગયો. આવી વાતું ! બહુ આકરું કામ. અરે ! દુનિયાની મૂળ ચીજ ઉ૫૨ દૃષ્ટિ નથી. આહાહા ! નહીં પલટતું તત્ત્વ નિત્યાનંદ પ્રભુ ભગવાન સ્વરૂપ છે. તેનો જેને અંત૨ સમ્યગ્દર્શનમાં ભેટો થયો–આશ્રય થયો તો મિથ્યાત્વના પરિણામનો નાશ થયો. એ પરિણામે સ્વભાવનો સંબંધ છોડી દીધો, પછી શુભભાવ જેવા કે– વ્રત-તપ-ભક્તિના ભાવ એમાં સંબંધ જોડી દીધો તે મિથ્યાર્દષ્ટિ છે. ધ્રુવનો મારગ એ વીરાનો મારગ છે. આહાહા ! સ્વભાવની દૃષ્ટિ છોડી દીધી તો વિપરીત દૃષ્ટિ થતાં રાગની રુચિ થઈ ગઈ. અહીંયા જે રુચિ હતી તે રુચિ પલટી ગઈ અને રાગની રુચિ થઈ ગઈ. પ્રશ્ન:- કા૨ણ કોણ ? ઉત્ત૨:- કા૨ણ... પોતાના મિથ્યાત્વના પરિણામ. પ્રશ્ન:- કર્મનો ઉદય બળવાન કારણ છે ને ? Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ઉત્ત૨:- ઉદય બળવાન કા૨ણ નથી. ઉદય તો કર્મમાં રહ્યો. પોતાના ઉપાદાનની યોગ્ગાથી વિપરીતતા થઈ છે. “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા” બીજી વાત અહીંયા છે જ નહીં. પોતાનું સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ ! આનંદનું દળ છે. અતીન્દ્રિય આનંદના બરફની પાટ છે. અતીન્દ્રિય આનંદની ધ્રુવ પાટ પ્રભુ આત્મા છે, તેની રુચિમાં અને આશ્રયમાં જોડાયો હતો ત્યાં સુધી તો સમ્યગ્દષ્ટિ હતો. હવે રુચિએ જ્યાં ગુંલાટ ખાધી એટલે જે દ્રવ્ય સ્વભાવની રુચિ હતી તેને બદલે રાગ સ્વભાવની રુચિ થઈ ગઈ. આખી ગુંલાટ ખાઈ ગયો. માર્ગ બહુ અલૌકિક છે ભાઈ ! લોકોને આવી વાત સાંભળવા મળી નથી... એ શું કરે ! બહારથી આ કર્યું ને આ કર્યું, ઉપવાસ કર્યાં, વ્રત લીધા ને તપ કર્યાં, આટલાં દ્રવ્યો છોડયાંને આટલાં દ્રવ્યોની છૂટ રાખી. અરે.. ! ભગવાન... બાપુ ! તને ખબર નથી ભાઈ ! જ્યાં સુધી એક રાગના કણનો કર્તા છે ત્યાં સુધી તે આખા લોકનો કર્તા છે. અને જ્યારે આત્મા કર્તાપણું છોડી પોતાના આનંદનો કર્તા થયો તો તેને આખા લોકનું કર્તાપણું છૂટી ગયું. આહાહા ! આવો માર્ગ છે. શ્રોતા:- બહુ પુણ્યના યોગમાં સાંભળવા મળ્યું...! ઉત્ત૨:- માટે તો કહે છે કે-ભાગ્ય હોય તેને કાને પડે. આવી સત્ય વાત પૂર્વના ભાગ્ય હોય તેને તો કાને પડે. પછી રુચિ અને દૃષ્ટિ કરવી એ તો એના પુરુષાર્થનું કામ છે. અહીં કહે છે— મિથ્યાત્વના પરિણામ અશુધ્ધરૂપ છે. ભાષા આટલી લીધી છે. પેલા અસ્થિરતાના એકલા રાગ દ્વેષ તેની વાત અહીંયા નથી. અહીંયા તો રાગની રુચિ કે રાગાદિ વ્રત-તપ-ભક્તિના ભાવથી મને ધર્મ થશે એવા મિથ્યાત્વના પરિણામ થયા તો અશુધ્ધતા થઈ ગઈ. આહાહા ! આવી વાતું છે... પ્રભુ ! અરેરે...! શું કરે ? શું કહે ? આહાહા...! અત્યારે તો આખું દળ (દિશા ) ફરી ગયું છે. આખું ચકકર ફરી ગયું છે. રાત્રિના પ્રશ્નો કરતા હતા ને! બિચારાને ન બેસે. (સાંભળવા ) મળ્યું નથી ને ! કલશ-૧૨૧ અરે.. પ્રભુ! એ બિચારા શું કરે....! એ પણ અંદર ભગવત્ સ્વરૂપ છે. એ અંદર ૫૨માત્મા છે ભગવાન છે, પણ તેની તેને ખબર નથી. પ્રશ્ન:- દ્રવ્યમાં ભગવાન છે... પર્યાય ક્યાં ભગવાન છે? ઉત્ત૨:- તે દ્રવ્યે ભગવાન છે પણ તેને ભગવાનની ખબર નથી. પર્યાયમાં ભગવાન છે તેવી ખબર નથી, પર્યાયમાં રાગ છે એવી ખબર છે. આ (બહા૨નું ) નગ્નપણું રહી ગયું. પંચમહાવ્રતના પરિણામ તો અત્યારે છે જ નહીં, કારણકે એના માટે ચોકા બનાવી આહાર લ્યે છે. એ તો પંચમહાવ્રતનો વ્યવહા૨ પણ નથી. સમ્યગ્દર્શન તો છે જ નહીં પરંતુ વ્રતના વ્યવહા૨ પરિણામ હોય એ પણ અત્યારે નથી. સાચો વ્યવહારેય નથી... તેને ચારિત્ર માનવું ? તેને સમ્યગ્દર્શન તો હોય નહીં અને આ ચારિત્ર છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કલશામૃત ભાગ-૪ આ ચારિત્ર છે. ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તીર્થકરોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું હતું. બાપુ ! એ.. ચારિત્ર શું તેની મને ખબર નથી. અહીંયા તો કહે છે કે- મિથ્યાત્વરૂપ પરિણમનથી દુઃખ છે. પછી તે નાનામાં નાનો રાગનો કણ હો! પરંતુ તેની રુચિ ને એ ઉપર દૃષ્ટિ પડી છે તે મિથ્યાષ્ટિ છે. જૈનમાં (જનમ્યો) પણ જૈન થયો નહીં. એ અજ્ઞાની મિથ્યાષ્ટિ રાગના સંબંધમાં, પુણ્યના પરિણામના પ્રેમમાં આવ્યો અને મિથ્યાદૃષ્ટિ થયો. “કેવા છે તે જીવ? વિમુવીધા: છૂટયો છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેમને એવા છે” [વધા:] એટલે જ્ઞાન સ્વરૂપથી અંદરમાં છૂટી ગયો છે. દૃષ્ટિમાં જ્ઞાતા ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એવો શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ પવિત્ર ભગવાન આત્મા છે... તેનાથી રહિત નામ ભ્રષ્ટ થઈ ગયો. તે રાગના કણમાં પ્રેમમાં સચિમાં પડ્યો તે સ્વરૂપના બોધથી રહિત નામ મુક્ત (ભ્રષ્ટ) થઈ ગયો. લોકોને આવી વાત સાંભળવા મળે નહીં. અને તેમણે બહારથી માન્યું છે. આ વ્રત કર્યા, તપ કર્યા, ઉપવાસ કર્યા, ભક્તિ કરી, શેઠિયા હોય તે કહે- દાન કયા અને લોકો તેને દાનવીરની ઉપમા આપી હૈ. થોડા પૈસા આપે એટલે તેને દાનવીરની ઉપમા આપે-નામ આપે. પરંતુ બાપા! દાન કોને કહેવાય? આત્મા અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. તે પુણ્ય ને પાપના વિકલ્પથી રહિત છે. આત્મામાં સંપ્રદાન નામનો એક ગુણ પડયો છે. ભગવાનમાં સંપ્રદાન નામની એક શક્તિ પડી છે. દ્રવ્યના આશ્રયથી પોતાની પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધ પર્યાય થઈ તે પોતામાંથી લીધી અને પોતાને આપી તે સંપ્રદાન છે. છ કારકમાં સંપ્રદાન આવે છે ને! કર્તા, કર્મ, કરણ સંપ્રદાન, અપાદાન, અધિકરણ (સર્વજ્ઞ) ભગવાન સંપ્રદાનનો અર્થ આવો કરે છે કે પ્રભુ તારામાં એક સંપ્રદાન નામનો ગુણ છે– શક્તિ છે. એ સંપ્રદાનનું કાર્ય શું? દ્રવ્ય સ્વભાવ ઉપર દષ્ટિ કરવાથી જે પવિત્રતા પ્રગટ થાય છે તે પવિત્રતાને લેવાવાળો પાત્ર પણ તું અને પવિત્રતાને દેવાવાળો પણ તું છે, આને દાન કહે છે. અરેરે...! આવી વાતું! ભગવાનને આહાર આપે.. પરંતુ (વિતરાગી) ભગવાન આહાર કરતા નથી. સાચા મુનિઓને આહાર આપવાનો ભાવ છે તે શુભ છે એ ધર્મ નથી. કારણકે એ વૃત્તિ પરદ્રવ્ય ઉપર લક્ષ રાખીને ઊઠી છે. તે તો શુભ રાગ છે, તે ધર્મ નથી. અને જે દાન દેવાનો ભાવ આવ્યો તેને ધર્મ માને તે મિથ્યાષ્ટિ છે. શ્રોતા- કોઈએ આવું સમજાવ્યું નથી. ઉત્તર- પોતે સમજ્યો નથી. એમ કે- કોઈએ સમજાવ્યું નથી તેથી સમજ્યો નથી, શેઠ બચાવ કરે છે. કોઈ સમજાવનાર નથી તો અમે શું કરીએ? પોતામાં સમજવાની લાયકાત હોય તો સમજાવવાવાળા મળ્યા વિના રહે નહીં. મહા વિદેહમાં ત્રણલોકના નાથ બિરાજે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૧ ૯૫ ચોવીસ કલાકમાં ચાર વખત દિવ્યધ્વનિ છૂટે છે. સવારે, બપોરે, સાંજે, રાત્રે તેમ ચાર વખત બે-બે ઘડી વાણી છૂટે છે ત્યાં કેમ જન્મ ન લીધો? અહીંયા કહે છે “વિમુpવો:” જ્યાં રાગના પ્રેમની રુચિ થઈ ત્યાં તે મિથ્યાષ્ટિ થયો. તો વિમુક્ત બોધાઃ” તેને સ્વરૂપની દૃષ્ટિ છૂટી ગઈ. શુદ્ધ સ્વરૂપે છું તેવી દૃષ્ટિ છૂટી ગઈ– તેનો નાશ થઈ ગયો. બહારની ક્રિયાતો એવી ને એવી કરે છે પરંતુ અંતરમાં જે રાગની રુચિ થઈ– “વિમુક્ત બોધા?' તો સમ્યગ્દર્શન છૂટી ગયું. આવી વાતો હવે! “વિમુ$ વધા: છૂટયો છે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જેમને જે આનંદનો સ્વાદ હતો તે રાગની સચિમાં છુટી ગયો... અને તેને ઝેરનો સ્વાદ આવ્યો. આવો માર્ગ! “કેવો છે કર્મબંધ? “પૂર્વલદ્ધદ્રવ્યાસ્ત્રવૈ: 9તવિવિત્રવિત્પનાન” સમ્યકત્વ વિના ઉત્પન્ન થયેલાં,મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે પુદ્ગલપિંડ રૂપ મિથ્યાત્વકર્મ તથા” પૂર્વે સમકિત વિના મિથ્યાત્વના અને રાગ-દ્વેષના કારણથી બાંધેલા કર્મબંધ જે પડ્યા છે તે જડ કર્મ તેમજ “ચારિત્રમોહકર્મ તેમના દ્વારા કર્યા છે નાના પ્રકારના રાગ-દ્વેષ મોહપરિણામનો સમૂહ જેણે” જડ કર્મ છે તે નિમિત્તરૂપ છે. પર્યાયમાં વિકલ્પની જાળ ઉત્પન્ન થઈ તે (નૈમિત્તિક) છે. ચૈતન્ય સ્વભાવની દૃષ્ટિથી ભ્રષ્ટ થયો અને શુભ અશુભ ભાવની જાળ ઉત્પન્ન થઈ તો મિથ્યાષ્ટિ થયો. પૂર્વે બંધાયેલા કર્મના નિમિત્તના સંબંધમાં વિકલ્પની જાળ ઉત્પન્ન થઈ. પછી તે શુભ હો કે અશુભ તે બધી વિકલ્પની જાળ છે. આવી વાતો છે. આહાહા ! (શુભ અશુભભાવ ) વિકલ્પની જાળ છે. વિચિત્ર રાગ-દ્વેષના પરિણામ અને તેની જાળ એટલે સમૂહ. પુણ્ય ને પાપની (સચિની) ભાવની મિથ્યાત્વની જાળ ઉત્પન્ન થઈ. જેમ કરોળિયો જાળ બનાવીને તેમાં બંધાય છે) તેમ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ભૂલીને પુણ્ય-પાપ-મિથ્યાત્વરૂપી રાગની જાળમાં ઘૂસી ગયો. “ભાવાર્થ આમ છે કે- જેટલો કાળ જીવ સમ્યકત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્ર મોહકર્મ કીલિત (મંત્રથી તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું” જેટલા કાળ સુધી રાગની રુચિ છોડીને અંતર આનંદ સ્વરૂપ ભગવાનના અનુભવની દૃષ્ટિ હતી તેટલો કાળ ચારિત્ર મોહકર્મ કીલિત સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું;” જેમ સર્પને ખીલે બાંધે તેમ અમને આ વાતનો અનુભવ છે. પાલેજમાં દુકાનની પાછળ વખાર હતી. તેમાં પેટીની નીચે સર્પ ઘૂસી ગયો હતો. હવે તેને બહાર કાઢવો કેવી રીતે? સાણસો નહીં અને એમ ને એમ બહાર નીકળે નહીં. પછી કોઈએ કહ્યું કે ઠંડુ પાણી નાખશો તો ઠરી જશે પછી પકડાશે કેમકે તે હલચલી શકશે નહીં. પછી ઠંડુ પાણી નાખ્યું. કીલિત થયા એટલે બંધાયા થકા, મૂછયા થકા સર્પની જેમ પોતાનું કાર્ય કરવામાં સમર્થ નથી. અહીંયા આવી વાત કહી અને સમ્યગ્દર્શનનું મહાભ્ય બતાવે છે. સમ્યગ્દર્શન એ તો અલૌકિક ચીજ છે. આત્મજ્ઞાનરૂપ અનુભવ થયો એ સમ્યગ્દર્શન છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કલશામૃત ભાગ-૪ આવું સમ્યગ્દર્શન અનંતકાળમાં થયું નથી. મુનિવ્રત અનંતવાર લીધા, શ્રાવકના બાળવ્રત અનંતવાર લીધા પરંતુ એ બધું મિથ્યાષ્ટિપણે કર્યું. અહીં કહે છે- સમ્યગ્દર્શન થયું તો એટલા કાળ સુધી ચારિત્રમોહકર્મ સર્પની પેઠે બંધાયું થકું પડયું છે. ચારિત્ર મોહકર્મ બસ પડયા છે, કેમકે સમકિતીને બંધ થતો નથી. ચારિત્રમોહ કર્મનો ઉદય હોય છે અને તેમાં અસ્થિરતાનું જોડાણ થાય છે તેને અહીંયા ગણવામાં આવ્યું નથી. તેને રાગની એકતાબુદ્ધિની દૃષ્ટિ છૂટી ગઈ છે. અસ્થિરતાનો રાગ આવ્યો તેને અહીંયા ગણવામાં આવ્યો નથી. “ચારિત્ર મોહકર્મ કીલિત (મંત્રથી ખંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું; (દર્શનમોહમાં ) મિથ્યાત્વ-રાગ-દ્વેષને ઉત્પન્ન કરવાની જેવી તાકાત હતી તેવી તાકાત ચારિત્ર મોહ કર્મમાં નથી. જ્યારે તે જ જીવ સમ્યકત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે” અહીંયા તો મિથ્યાત્વની મુખ્યતાથી વાત લેવી છે. ભગવાન જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ પ્રભુ જેને દૃષ્ટિના વિષયમાં ધ્યેયપણે લીધો હતો તેની પ્રતીત છૂટી ગઈ. અને મિથ્યાત્વ ભાવરૂપે પરિણમ્યો. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-ભગવાનનું સ્મરણ પંચ પરમેષ્ઠીનું સ્મરણ તે બધો રાગ છે. એ રાગની રુચિ થતાં તેનાથી મને લાભ થશે તેવા મિથ્યાત્વભાવરૂપે પરિણમ્યો. “ત્યારે ઉત્કીલિત સાપની માફક” જેમ સર્પ જાગ્યો તેમ એ પ્રમાણે ચારિત્રમોહકર્મનો બંધ થાય છે. જો મિથ્યાત્વ હોય તો ચારિત્રમોહનું જોર હોવાથી ફૂંફાડા મારે છે. “ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુધ્ધ પરિણામનું નિમિત્ત થવું તે” જુઓ ! અશુધ્ધ પરિણામમાં નિમિત્ત થવું તે ચારિત્રમોહ કર્મનું કાર્ય છે. અશુધ્ધ પરિણમન કોઈ કર્મ કરાવતું નથી. કેમકે કર્મ તો નિમિત્તમાત્ર છે. જીવ અશુધ્ધ પરિણામ કરે છે તો તેમાં ચારિત્ર મોહકર્મ નિમિત્તમાત્ર છે. સમ્યગ્દષ્ટિ ધર્મી જીવને મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ તો છે જ નહીં. તે અહીં બતાવવું છે. “જીવના અશુધ્ધ પરિણામનું નિમિત્ત થવું તે” કર્મના કારણે અશુધ્ધ થયો છે એમ નથી. અશુધ્ધતા થવામાં કર્મ તો નિમિત્ત માત્ર જ છે. કર્મ પર છે, જડ છે, ધૂળ છે. રાગની રુચિ કરી પોતાના પરિણામ મલિન કર્યા ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અરેરે ! આવી વાત તેને બદલે લોકો કહે છે કે- કર્મના જોરના લઈને મને આમ થાય છે. અરે! મૂઢ સાંભળને! ‘કર્મ બિચારે કૌન” તે તો અજીવ-જડ-ધૂળ છે. જેમ આ (માટી) જાડી ધૂળ છે તેમ (કર્મ) ઝીણી ધૂળ છે. કર્મ અજીવ છે તેથી તેને તો એ ખબર નથી કે અમે કર્મ છીએ કે નહીં? જડ છીએ કે નહીં? અહીંયા પરમાત્મા એમ કહે છે કે જ્યારે તે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો તો રાગની રુચિમાં મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ થયા... તેમાં કર્મ નિમિત્ત થયા. સમજમાં આવ્યું? Page #113 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૧ ૯૭ આમાં યાદેય કેટલું રાખવું! એક કલાકમાં બધી જુદી જુદી જાતની વાત આવે, એમાં કેટલું યાદ રાખવું. ઘરે જાય તો પૂછે કે– તમે શું સાંભળ્યું ? તો તે કહે કોણ જાણે !( પ્રવચનમાં ) આમ ને તેમ એવું કાંઈક કહેતા હતા. ચારિત્રમોહકર્મનું કાર્ય એવું છે કે તે જીવના અશુધ્ધ પરિણામમાં નિમિત્ત થાય છે. “જીવ મિથ્યાર્દષ્ટિ થતાં” આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહીં. “ કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ધનધાત લોકી સંગતિ પાઈ.” લોઢામાં અગ્નિ પેસતાં તેને ઘણ પડે છે. અગ્નિ ન પેસે તો લોઢા માથે ઘણ ન પડે. ભગવાન આત્મા પોતાથી પોતાને ભૂલીને પુણ્ય... પાપના પ્રેમમાં ફસાય જાય તો જેમ અગ્નિ ઉ૫૨ ઘણના ઘા પડે તેમ પાપના ઘા પડે છે. સંપ્રદાયમાં તો એક એક વાત કર્મથી થાય છે.. કર્મથી થાય છે તેમ ચાલે છે. અમારી સંવત ૧૯૭૧ની સાલથી એટલે આજથી બાસઠ વર્ષ પહેલાંથી એ વાત ચાલે છે. સ્થાનકવાસીમાં બધા લોકો એમ કહેતા હતા, શ્વેતામ્બરમાં એ જ વાત, દિગમ્બરમાં આવ્યા તો પણ એ જ વાત ચાલતી હતી– કર્મથી વિકાર થાય છે. મે કહ્યું આત્મામાં કર્મથી બિલકુલ વિકાર થતો જ નથી. સ્વયં પોતાને ભૂલીને વિકા૨ ક૨ે છે.. તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. વીતરાગનો આવો માર્ગ છે. કોઈ એમ માને કેઅમને કર્મને લઈને વિકાર થાય છે તો તે મિથ્યાર્દષ્ટિ-સ્થૂળ અજ્ઞાની છે. કર્મ ૫૨માણું જડ–અજીવ-ધૂળ છે... તેમાં મિથ્યાત્વ થવાની ( કરાવવાની ) તાકાત છે ? અજ્ઞાની પોતાના સ્વરૂપને ભૂલે છે તો મિથ્યાત્વ થાય છે... તો તેમાં પૂર્વના કર્મને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. જે સ્વભાવને ભૂલે છે તો મિથ્યાત્વના અશુધ્ધ પરિણામ થયા તો તેમાં ચારિત્ર મોહકર્મને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન:- ડીગ્રી ટૂ ડીગ્રી છે ? ઉત્ત૨:- ડીગ્રી ટૂ ડીગ્રી છે નહીં એમ કહે છે. કર્મનો ઉદય આવે માટે ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો પડે એમ નથી. શેઠ! ઠીક યાદ કરે છે. આ વાત પહેલાં ઘણાં કરતા હતા. જેટલા કર્મ નિમિત્ત થઈને આવે છે તેટલા (પ્રમાણે ) વિકાર તો કરવો જ પડે છે. વર્ણીજી પાસે મોટું લખાણ આવેલું તેમાં ઘણી વિપરીતતા હતી. ત્રણેય ફિરકામાં વિપરીતતા હતી. સ્થાનકવાસીમાં એકોતે૨માં કહ્યું તો ગ૨બડ પછી શ્વેતામ્બર પાસે ગયા તો ગરબડ થઈ ગઈ અને આ દિગમ્બરમાં આવ્યા તો દિગમ્બ૨માં ગરબડ છે. કર્મથી વિકાર થાય છે, જેટલા પ્રમાણે કર્મનો ઉદય આવે એ પ્રમાણે વિકાર થાય છે, તેની અહીંયા ના પાડે છે– ત્રણ કાળમાં તેમ થતું નથી. પ્રશ્ન:- જેટલા કર્મ ઉદયમાં આવે છે તેટલો બંધ થાય છે? ઉત્ત૨:- બંધ થાય છે તે તેને કા૨ણે, કર્મનાં કા૨ણે નહીં. વિકા૨ કર્યો અને કર્મબંધ થયો તે વિકા૨ને કારણે નહીં. કર્મ પણ પોતાની ઉપાદાન પર્યાયના કા૨ણે બંધાય છે. દરેક Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વાતમાં ફે૨! અહીંયા તો એ કહેવું છે કે- જીવ મિથ્યાર્દષ્ટિ થતાં પછી તો સાધુની પંચ મહાવ્રતની ક્રિયા કરતો હોય, નિર્દોષ આહાર-પાણી લેતો હોય, તેના માટે બનાવેલ ન લેતો હોય અને દયા પાળતો હોય... એવી ક્રિયા કરે પરંતુ અંદરમાં આત્મજ્ઞાનની દૃષ્ટિથી ભ્રષ્ટ થઈને રાગની રુચિ હોય તો તે મિથ્યાર્દષ્ટિ છે. આવી વાતો ! જિંદગીમાં સાંભળી ન હોય એટલે માણસને આકરું લાગે બાપા ! પરંતુ પ્રભુના માર્ગ તો આ છે. અનાદિથી દરેક જીવ સ્વતંત્ર છે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને પરતંત્ર કરી શકે? એવી કોઈ તાકાત નથી. તે પોતાથી પરતંત્ર થાય ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. કલશામૃત ભાગ-૪ ભાવાર્થ આમ છે કે- “જીવ મિથ્યાર્દષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે” એ પહેલાં મિથ્યાત્વનો બંધ ન હતો એમ કહે છે. સમકિત દશા વખતે ચારિત્ર મોહનો ઉદય હતો... પણ તેને બંધ ગણવામાં આવ્યો નથી. અહીંયા જ્યાં મિથ્યાત્વ થયું તો તેને ચારિત્રમોહનો રાગ પણ થયો, દ્વેષ પણ થયો અને બંધ પણ થયો. 99 “જ્યારે જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી ” જ્યારે સમકિતને પ્રાપ્ત કરે છે પછી ચારિત્રમોહના ઉદયથી થોડો બંધ થાય છે; પરંતુ તેને બંધ શક્તિ હીન હોય છે અર્થાત્ ઘણો જ થોડો બંધ પડે છે. કેમકે અંદરમાં સમ્યગ્દર્શનનું જોર છે. હું પૂર્ણાનંદનો નાથ, શાતા દેષ્ટા સ્વભાવી છું તેવું સમ્યગ્દર્શનમાં જોર છે. તેને થોડો અસ્થિરતાનો રાગ આવે છે અને તેનો બંધ પણ અલ્પ સ્થિતિએ પડે છે, તેને અહીંયા ગણવામાં આવ્યો નથી. “ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી” જોયું ? આહાહા ! મિથ્યાત્વ થવાથી બંધ થાય છે એમ જીવ જ્યારે સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે તો ચારિત્રમોહના ઉદયમાં ( જોડાવાથી ) થોડો– ( અલ્પ ) બંધ થાય છે, પરંતુ બંધ શક્તિ હીન છે તેથી બંધ કહેવાતો નથી. સાધકને કર્મ બંધ આવે છે તે પણ નાશ કરવા માટે આવે છે. સમકિત એટલે શું ? ભગવાન આત્મા અંદર છે તે મોક્ષ સ્વરૂપ જ છે. પર્યાયમાં મોક્ષ થાય છે, તે આત્મા મોક્ષસ્વરૂપ છે તેથી ( પર્યાયમાં ) મોક્ષ થાય છે. એવા આત્માનું દર્શન જ્ઞાન થવું તે ( સમ્યગ્દર્શન ) આવા મોક્ષ સ્વરૂપ ભગવાન આત્માનું જ્યાં સુધી સમ્યગ્દર્શન અનુભવ છે ત્યાં સુધી તેને રાગાદિ અસ્થિરતાનો થોડો બંધ થાય, રાગાદિ અસ્થિરતાનો થોડો બંધ થાય છે. પણ તેને અહીં ગણવામાં આવ્યો નથી. દ ‘આ કારણથી સમ્યક્ત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉ૫૨ કહ્યો છે, જ્યારે સમ્યક્ત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો;” સમ્યક્ત્વ હોય તો બંધાયેલા સર્પ સમાન અને સમકિત છૂટી જાય ત્યારે જાગૃત સર્પની સમાન ચારિત્રમોહકર્મ હોય છે. આહાહા ! રાગની, પ્રેમની રુચિ થઈ તો ચારિત્રમોહ જાગૃત થયો, Page #115 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૨ ૯૯ ત્યારે તેને પોતાથી રાગ-દ્વેષ થાય છે, તેને બંધ પણ થાય છે. આમાં કેટલી અટપટી વાતો ! વાતે વાતે ઘણો ફેર ભાઈ ! જૈનધર્મ આને કહેવાય બસ. સંપ્રદાયમાં તો કર્મથી વિકાર થાય છે, કર્મથી વિકાર થાય છે, આત્માએ ઘણાં કર્મો (બાંધ્યા) છે તેથી કર્મને મારી નાખો! પેલા ભાઈ વ્યાખ્યાનમાં બોલતા'તા કે- “કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્યો આડો અંક” સ્થાનકવાસીમાં દશ મિનિટની સ્તુતિ બોલે તેમાં આ બોલતા હતા. કર્મ રાજા, કર્મે રંક તે તો અઘાતી કર્મના કારણની વાત છે. પરંતુ કર્મે વાળ્યો આડો અંક', કર્મે આત્માનો વિરોધ કરી નાખ્યો. તે વાત જૂહી છે. આહાહા! કર્મ જડ પરદ્રવ્ય છે અને ભગવાન ચૈતન્ય અરૂપી પરદ્રવ્ય છે. કર્મ આત્માને અડતા નથી અને આત્મા કર્મને અડતો નથી તો પછી કર્મ શું કરે? બહુ ફેર બહુ ફેર... બહુ ફેર! આખું ચક્કર ફરી ગયું છે. ધર્મનું ચક્ર ફરી ગયું એટલે કે કર્મથી વિકાર થાય એમ માને તેનું આખું ચક્ર ફરી ગયું. જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપ જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો.” સમ્યકત્વ છૂટે છે ત્યારે બંધ થાય છે એમ ! સમ્યગ્દર્શન છૂટે પછી ચારિત્રમોહનો બંધ થાય છે. અશુધ્ધતા ઉત્પન્ન થાય છે તેનો સ્વામી થાય છે તેમાં કર્મનો ઉદય નિમિત્ત છે. જ્યારે જ્ઞાનીને અશુધ્ધતા છે જ નહીં. થોડી અશુધ્ધતા નામ અસ્થિરતા છે તે પોતાની કમજોરીને કારણે છે અને તેને અલ્પ સ્થિતિનો બંધ થાય છે તેને ગણવામાં આવ્યો નથી. આવી વાત લ્યો! આવો જૈનધર્મ હશે ! આ શું ભાઈ આવું તો અમે કોઈ દિવસ સાંભળ્યું પણ ન હતું. જૈનધર્મ તો દયા પાળવી, વ્રત કરવા, કંદમૂળ ન ખાવા, ચોવિહાર કરવો, પ્રત્યેક વનસ્પતિની મર્યાદા કરવી, છ પરબી પાળવી, બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદશ, સ્થાનકવાસીમાં પૂનમ પાળવી તેઓ ચૌદશને ન ગણે એ છ પરબીમાં બ્રહ્મચર્ય પાળવું વગેરે. અરે.. સાંભળને બાપા ! એ બધી રાગની ક્રિયાની વાતો છે. સમજમાં આવ્યું? ભગવાન આત્મામાં તો રાગેય નથી એવી ચીજની જ્યારે દૃષ્ટિ થઈ... તો કહે છે કે તેને ચારિત્રમોહનો બંધ નથી થતો. અલ્પ બંધ પડે છે પણ તેને ગણવામાં આવ્યો નથી. અને જ્યારે તે (ફરી) પોતાની ભૂલથી મિથ્યાષ્ટિ થયો, કર્મથી નહીં, “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા” જુઓ! પોતાને ભૂલી ગયો. જ્ઞાનનો ચંદ્ર.. ચંદ્ર. ચંદ્ર એવો આત્મચંદ્ર જિનચંદ્ર પ્રભુ આત્મા છે. “જિન સોહી આત્મા” જિનચંદ્ર પ્રભુ શીતળ. શીતળ.. શીતળ... શીતળ... શાંત સ્વભાવનો પિંડ આત્મા પ્રભુ છે. અકષાય ભગવાન આત્મા છે તેનું જ્યારે ભાન થયું તો પછી બંધ થતો નથી તેમ કહે છે. સ્વભાવના ભાનથી છૂટી ગયો પછી તેને બંધ થાય છે. આ તો અંતરની રમતુંની વાતો છે. હવે એ આસ્રવનો સાર કહે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧OO કલશામૃત ભાગ-૪ (અનુષ્ટ્રપ) इदमेवात्र तात्पर्य हेय: शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।।१०-१२२।। ખંડાન્વય સહિત અર્થ- “ષત્ર રૂમ પર તાત્પર્ય” (સત્ર) આ સમસ્ત અધિકારમાં (રૂમ વ તાત્પર્ય) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? “શુદ્ધાય: દેય: નહિ”(શુદ્ધય:) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (દેય: નહિ) સૂક્ષ્મકાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે?“દિ તત્ત્યાતિ વન્ધ: નાસ્તિ”(હિ) કારણ કે (તત) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (અત્યા'ત) નહિ છૂટવાથી (વન્ધ: નાસ્તિ) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે? “તત ત્યાત વ:”(ત) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (ત્યાII) છૂટવાથી (વશ્વ: વ) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦-૧૨૨. કળશ . – ૧૨૨ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૯૧૨૦ તા. ૧૧-૧૩/૧૦/'૭૭ આહાહા ! અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંત હતા. (સીમંધર) ભગવાનની વાણી સાંભળીને કુંદકુંદાચાર્ય શાસ્ત્ર બનાવ્યા. સમયસાર, પ્રવચનસાર તેની ટીકા કરનારા અમૃતચંદ્ર આચાર્ય આ શ્લોક કહે છે. “સત્ર રૂમ વ તાત્પર્ય” આ સમસ્ત અધિકારમાં નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? શુદ્ધનય: દેય: નદિ” આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ સૂક્ષ્યકાળ માત્ર પણ વિચારવા યોગ્ય નથી.” આ આસ્રવ અધિકાર છે. નિશ્ચયથી આ એક કાર્ય છે. “શુદ્ધના: દેય નહિ” આ શુદ્ધનયની વ્યાખ્યા કરી.. કે આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ સૂક્ષ્મકાળમાત્ર પણ ભૂલવા યોગ્ય નથી. આ રીતે આસ્રવનો સાર કહેવામાં આવ્યો. બધા શાસ્ત્રોનો સાર આવી રીતે કહેવામાં આવ્યો છે. ભગવાનની વાણીમાં આ રીતે સાર કહેવામાં આવ્યો છે કે ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પથી અર્થાત્ રાગથી ભિન્ન એવો આત્મ અનુભવ કદી વિસારવા યોગ્ય નથી, કદી છોડવા યોગ્ય નથી, કદી ભૂલવા યોગ્ય નથી. આહાહા ! દૃષ્ટિમાં તો સદાય ત્રિકાળી શુદ્ધાત્માને જ રાખવો. આહાહા ! ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્મા એને શુદ્ધનય કહ્યું. નય તો વિષયી છે અને વસ્તુ સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ તેનો વિષય છે. અહીંયા તો શુદ્ધનયને જ વસ્તુ કહી છે. ભગવાન આત્મા ! પૂર્ણાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ શુદ્ધ ચૈતન્યનું વેદન એ અતીન્દ્રિય આનંદનો અનુભવ છે તે કદી છોડવા લાયક નથી. ભગવાન આત્મા પ્રભુ.. શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ છે, તે વસ્તુ છે, તેનો અનુભવ Page #117 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૨ ૧૦૧ વર્તમાન પર્યાયમાં થાય છે. એ શુદ્ધનું વેદન કદી છોડવા લાયક નથી. આ તાત્પર્ય છે એમ કહે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ કદી હેય નથી, કદી વિચારવા યોગ્ય નથી. પ્રવચન નં. ૧૨૦ તા. ૧૩/૧૦/'૭૭ સત્ર રૂમ yવ તાત્પર્ય” રહસ્ય આ છે. બધા શાસ્ત્રોનું રહસ્ય આ છે અને આ અધિકારનું રહસ્ય અને સમસ્ત અધિકારનું આ રહસ્ય છે. “રૂમ વ તાત્પર્ય” નિશ્ચયથી આટલું જ કાર્ય છે, રહસ્ય છે. આહાહા! સર્વ શાસ્ત્રોનો સાર-નિચોડ આ છે. “યહ ગ્રંથકા યહ પરમ સંતોષ” શુદ્ધનય ત્યાગે બંધ છે અને શુદ્ધનય ગ્રહે મોક્ષ... આ તેનો અર્થ છે, ગ્રંથનો નિચોડ છે. પરમ રસ પુરુષ આત્મા અતીન્દ્રિય દ્રવ્યાર્થિકનયનો વિષય છે. ધ્રુવ દ્રવ્ય એ વિષય છે શુદ્ધનયનો. ચૈતન્ય જ્ઞાયક તેનો અનુભવ કરવો તે બધા શાસ્ત્રોનું રહસ્ય છે. અનાદિકાળથી જે પુણ્ય ને પાપ, રાગ દ્વેષનો અનુભવ છે તે ઝેરનો અનુભવદુઃખનો અનુભવ છે, તે સંસારમાં રખડવાનો અનુભવ છે. તે કાર્ય શું? “શુદ્ધનય: દેય: 7 દિ” (શુદ્ધનયઃ) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ.” આ સિદ્ધાંત, આ શુદ્ધનયની વ્યાખ્યા કરી. ભગવાન આત્મા શુદ્ધદ્રવ્યાર્થિકનયે શુદ્ધ છે, પવિત્ર છે, ભગવત્ સ્વરૂપ છે. જેમ પરમાત્મા બિરાજે છે તેમ આત્મા પરમાત્મ સ્વરૂપે બિરાજે છે, તેની દૃષ્ટિ કરી તેનો અનુભવ કરવો, આનંદનું વેદન કરવું (તે એક કાર્ય છે.) અનાદિથી પુણ્ય-પાપના વિકારનું વેદન છે તે તો સંસાર છે, તેમાં સંસારની વૃદ્ધિ છે, તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદકંદ તેનો અનુભવ સુખરૂપ છે તેમજ મોક્ષનું કારણ છે. આત્માનો અનુભવ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. ઝીણી વાત છે ભાઈ ! “રૂમ yવ તાત્પર્ય એમ આવ્યું ને? બધા શાસ્ત્રોના અધિકારનું તાત્પર્ય આ છે. આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અનુભવ. દ્રવ્યાર્થિકનય અર્થાત્ જે નયનું પ્રયોજન ત્રિકાળી જ્ઞાયક ભાવ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે તેને ધ્યેય બનાવી, વિષય બનાવીને તેનો અનુભવ કરવો. ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો તે હેય નથી. જે શુભાશુભ ભાવો થાય છે તે હેય છે અને તેનો અનુભવ દુઃખરૂપ છે. આ તો એકદમ શાસ્ત્રોનું રહસ્ય આવ્યું છે. તાત્પર્ય છે ને ! શાસ્ત્રોનું કહેવાનું આ રહસ્ય છે. માર્ગનું રહસ્ય આ છે. બહારથી વૃત્તિને સમેટી, અંદર ચિદાનંદ જ્ઞાયક તરફ દૃષ્ટિને ઝૂકાવીને અનુભવ કરવો તે કાર્ય છે. આ કાર્ય કદી હેય નથી. એમ કહે છે. શુદ્ધનય હેય નથી. “સૂક્ષ્યકાળમાત્ર પણ વિચારવા યોગ્ય નથી.”હું જ્ઞાયક ચૈતન્ય આનંદ છું તે ક્ષણમાત્ર પણ વિચારવા યોગ્ય નથી. હું પવિત્ર પરમાત્મા છું તે ક્ષણમાત્ર પણ વિચારવા યોગ્ય નથી... અર્થાત્ ભૂલવા યોગ્ય નથી. સ્મૃતિ પટલમાંથી કાઢવા યોગ્ય નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કલશામૃત ભાગ-૪ શા કારણે? દિ તત ત્યા+IIÇ વધુ: નાસ્તિ” કારણકે શુદ્ધસ્વરૂપનો અનુભવ નહીં છૂટવાથી” ત્રિકાળી ભગવાન પરમાનંદ પ્રભુ આત્મા તેનો અનુભવ અર્થાત્ તેના અનુસારે આનંદનો અનુભવ થવો તે ત્યાગ કરવા લાયક નથી. કેમ? “તત્ સત્યાત વશ્વ: નાસ્તિ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ નહીં છૂટવાથી “અત્યાતિ” નહીં છોડવાથી. પરંતુ ગ્રહણ કરવાથી. [વશ્વ: નાસ્તિ]“જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી.” આહાહા! ભગવાન પવિત્ર પરમાત્મ સ્વરૂપ તેનો અનુભવ એક ક્ષણ પણ ત્યાગવા યોગ્ય નથી. કેમ? “તત ત્યાં ત’ અનુભવને નહીં છોડવાથી કર્મનો બંધ થતો નથી. સમજમાં આવ્યું? અરે! દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ કરવાનો ભાવ છૂટી ગયો. એક સમયની પર્યાય ઉપર બુદ્ધિ હતી તે ત્રિકાળી જ્ઞાયક તરફ ઝુકવાથી દષ્ટિમાં આત્માનો અનુભવ થયો (અત્યાગા ) તેને નહીં છોડવાથી બંધ થતો નથી. કેમકે આત્મા પરમાત્મા સ્વરૂપે, અબંધ સ્વરૂપે છે, એ અબંધ સ્વરૂપનો; અબંધ પરિણામમાં અનુભવ થવાથી બંધ થતો નથી. અબંધ સ્વરૂપનું અબંધ પરિણમન એટલે શુદ્ધનયનો અનુભવ. એ અબંધનો અબંધ પરિણામથી અનુભવ કરવાથી બંધ થતો નથી. આહાહા ! આવી ઝીણી વાત છે. ધર્મીનું આ કાર્ય છે. ધર્મી આ કાર્ય કરે છે. ભગવાન આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ છે તેમાં અનંત શક્તિઓ છે... અને એક-એક શક્તિમાં અનંત શક્તિના સામર્થ્યનું રૂપ છે. એવી અનંત શક્તિ અને અનંત શક્તિનું રૂપ-તેનું એકરૂપ (તેવો આત્મા) તેને શુદ્ધનયનો વિષય કહેવો છે. એ ત્રિકાળી ભગવાન આત્માનો સ્વીકાર કરવાથી અને નિમિત્તનો, રાગનો, પર્યાયનો સ્વીકાર છોડવાથી તેને બંધ થતો નથી. આહાહા ! આવો માર્ગ ! માણસને કઠિન લાગે ! અબંધ સ્વરૂપ પ્રભુ, અબદ્ધ સ્વરૂપ છે તે જૈનશાસનને બતાવવું છે. આહાહા!ચૈતન્ય સ્વરૂપ ભગવાન મુક્ત સ્વરૂપ બિરાજે છે. ત્રિકાળી દ્રવ્ય તો સદા મુક્ત સ્વરૂપ છે, તે મુક્ત સ્વરૂપનો અનુભવ તે પર્યાય થઈ, એ અનુભવ કદી છોડવા લાયક નથી. શા કારણે? “દિ તત્ સત્યા*IIત વલ્થ: નાસ્તિ” કારણકે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના [ અત્યાર] નહીં છૂટવાથી” કર્મનો બંધ થતો નથી. આહાહા ! બહુ ટૂકું. એકલું માખણ છે. હજુ તો લોકોમાં દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા કરીએ તો અંદર (આત્મામાં) જવાય. ભાઈ ! એ તો શુભરાગ છે– હેય છે, તેની દૃષ્ટિ તો છોડ, અને જે એક સમયની પર્યાય છે તેમાં અબદ્ધસ્કૃષ્ટ આત્મા આવતો નથી. ચૈતન્ય ધ્રુવ જ્ઞાયક સ્વભાવ એક સમયની જ્ઞાનની પ્રગટ અવસ્થામાં, એ વસ્તુ આવતી નથી. વસ્તુ (ત્રિકાળી) પર્યાયથી પાર-ભિન્ન છે. તેને દૃષ્ટિનો વિષય બનાવી, અંતર ધ્રુવના ( લક્ષ) આનંદનું વેદન કરવાનું કહે છે. મુક્ત સ્વરૂપનું મુક્તપણે વેદન કરવું. રાગ રહિત અરાગપણે વેદન કરવું. અરે! આવી વાત છે. લોકોને તો બહારમાં આ Page #119 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૦૩ કર્યું ને તે કર્યું. દાન દઈએ, વ્રત પાળીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ તો કલ્યાણ થાય બહારમાં આવી બધી ચીજો તો બહિર્મુખ લક્ષવાળી છે. અંતમુખ-લક્ષવાળી ચીજ તો ભગવાન અંતર પૂર્ણાનંદ સ્વરૂપ છે, તેનું અંતરલક્ષ કરી અનુભવ કરવો. જે અનુભવમાં રાગનો લેશમાત્ર અનુભવ નથી. આહાહા ! અનુભવમાં તો અરાગી પરિણામનો અનુભવ છે. અત્યાતિ' તેને ન છોડવાથી બંધ થતો નથી. આવી વાત છે. પૈસા તો ક્યાંય રહી ગયા. અહીંયા તો કહે છે- વ્રત-તપના વિકલ્પ હતા તે પણ (આત્મ અનુભવમાં) છૂટી ગયા. તે વિકલ્પ સાથે આવતા નથી તેનો સથવારો નથી. ભગવાન પૂર્ણધન સ્વરૂપ છે, તેનો અનુભવ અર્થાત્ એ તરફના વલણની દશા છે તે અનુભવ દશા છે. તેને [ ગત્યાત્] નહીં છોડવાથી બંધ થતો નથી. “વળી શા કારણે?” “તત ત્યાIIટૂ વ: પવ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે.” શુદ્ધ ભગવાન પરમાનંદ પ્રભુ! તેનો સમ્યપણે અનુભવ તેને છોડવાથી [ ત્યા'ત](બંધ થાય છે). આત્મા પરમાત્મ સ્વરૂપ પ્રભુ છે તેનો અનુભવ-તે તરફની ઝુકાવની દશા છોડવાથી શુદ્ધસ્વરૂપનો અનુભવ છૂટવાથી “ત્યાતિ' છૂટવાથી “વિશ્વ: વ’ આઠ કર્મનો બંધ થાય છે. તાત્પર્ય બહુ ઊંચું. સમયસાર નાટકમાં કળશનું હિન્દી બનાવ્યું સમયસાર ગ્રંથનો આ નિચોડ છે. “યહ નિચોડ ઇસ ગ્રંથકો યહે પરમ રસ પોખ” આત્માનો આનંદ (પ્રગટ) કરવો તે તેનું રહસ્યઅર્થ છે. અરે ! સાંભળવા મળે નહીં. બિચારા ક્યાં જાય? દુઃખી (પ્રાણી) ચોરાસીના અવતારમાં (રખડવાના) પછી તે શેઠિયા હો, રાજા હો, દેવ હો એ બધા દુઃખમાં દાઝી રહ્યા છે. એ બધાં દુઃખમાં બળી રહ્યા છે. આ આત્માને એનાથી છૂટવું હોય તો અંતર્મુખી પ્રભુ છે તેનો અનુભવ કરવો. અનુભવના અત્યાગથી બંધ નહીં થાય. એ અનુભવને છોડવાથી તેનો ત્યાગ કરવાથી બંધ થશે. વ્યવહાર રત્નત્રય આદિનો આશ્રય લેવાથી બંધ થશે. સૌ પહેલાં જ્ઞાનમાં આ વાતને ખ્યાલમાં લઈ નિર્ણય તો કરે... કે- આ શું ચીજ છે!! એમ ને એમ (માને કે ) અમે ધર્મ કરીએ છીએ... એમને એમ મરી ગયા. તત ત્યાત વળ્યું: ” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે.” શુદ્ધ સ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવનો આશ્રય કરવાથી અને નિજ અનુભવનો આશ્રય છોડવાથી બંધ થાય છે... સંસારની વૃદ્ધિ થશે એમ કહે છે. અધિકારનું તાત્પર્ય કહ્યું. આસ્રવ અધિકારનું તાત્પર્ય અથવા આખા સમયસારનું તાત્પર્ય અંતર સ્વરૂપમાં ઝુકવું અને વ્યવહાર આદિનો આશ્રય છોડવો એ જ્યારે સ્વભાવ બાજુ ઝૂકી જાય છે તો (રાગાદિ) છૂટી જાય છે તો તેને છોડવા એમ પણ ન કહ્યું. બહુ થોડા શબ્દોમાં આટલી વાત કરી છે. એક-એક પદમાં આટલી ગંભીરતા છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કલશામૃત ભાગ-૪ ભગવાન અનંતગુણનો ગંભીર દરિયો છે ને! સમુદ્ર છે ને ! જેમાં અનંતગુણ રતન રાશિ ઉછળે છે. આહાહા ! એ ઉપર નજર કરવાથી અનંતગુણ રતન ઉછળે છે. આત્મા છે તો છે પરંતુ તે ઉપર નજર કરતાં પર્યાયમાં અનંતગુણ રતન ઉછળે છે. શક્તિના અધિકારમાં આવે છે. જ્ઞાનની પર્યાય ઉછળે છે, આનંદની પર્યાય ઉછળે છે. આહાહા! ભગવાન આત્મા! અનંતગુણનો રાશિ પ્રભુ છે. તેનો આશ્રય નામ અનુભવ કરવાથી. એક સમયની જ્ઞાનની સમ્યક્રપર્યાય ઉછળે છે, તેવી અનંતાગુણની પર્યાય ઉછળે છે. આ વાત શાસ્ત્રમાં શક્તિના અધિકારમાં આવી ગઈ છે. (આત્મ અનુભવનો) ત્યાગ કરવાથી મિથ્યાત્વ ભાવનું ઉછળવું થાય છે. | વિકલ્પ છે તે રાગ છે, શુભરાગ હો. પણ તેની રુચિ કરવાથી અને (રાગનો) આશ્રય કરવાથી લાભ થાય એમ માનવાથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. એ મિથ્યાત્વને કારણે નવાં આઠ કર્મ બંધાય છે. ભગવાન તારી સુંદરતા એટલી રમણીય છે કે જગતની સુંદરતા થોથાં લાગે એવી છે. થોરા હોય તે હાથિયામાં કાંટા હોય છે. એમાંથી દૂધ જેવો ક્ષીર ઝરે છે. એ થોરનું દૂધ શરીરને લગાવે તો બળતરા ઉપડે છે. જેમ ગાયનું દૂધ મીઠું છે તેમ ભગવાન આત્મા (મીઠો) છે. એ પરમાત્મ સ્વરૂપની રુચિથી. દૃષ્ટિ દેતાં.. અનુભવમાં.. પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. દયા-દાનવ્રત-ભક્તિ આદિ પાપ પરિણામ ઉપર દૃષ્ટિ આપતાં થોર જેવા દૂધથી આકુળતા થાય છે. પ્રભુનો માર્ગ બહુ ઝીણો બાપુ! (શાર્દૂલવિક્રીડિત) धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबध्नन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणाम्। तत्रस्था: स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहि: पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यन्ति शान्तं महः।।११-१२३ ।। ખંડાન્વય સહિત અર્થ- “કૃમિ : નાતુ શુદ્ધનય: ચી: ન દિ”(કૃતિfમ:) સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા (નાતુ) સૂક્ષ્યકાળમાત્ર પણ (શુદ્ધનય:) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્રવસ્તુનો અનુભવ (ત્યાન્વ: દિ) વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય? “વોથે વૃત્તિ નિવેદનન” (વો) બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં (વૃત્તિ) અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને (નિવનન) પરિણમાવે છે. કેવો છે બોધ? ‘વીરોવારમf=” (ઘર) શાશ્વતી, (૩૨) ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે (દિમા) મોટપ જેની, એવો છે. વળી કેવો છે?“અનાજિનિયને”(અનાદ્રિ)નથી આદિ, (નિધને) નથી અંત જેનો, એવો છે. વળી કેવો છે શુદ્ધનય?“વર્માન્ સર્વવE:”(વરુણામૂ ) જ્ઞાનાવરણાદિ Page #121 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૦૫ પુદ્ગલકર્મપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામોનો (સર્વષ:) મૂળથી ક્ષયકરણશીલ છે. “તંત્રસ્થા: શાન્ત મહ: પશ્યન્તિ” (તંત્રસ્થા: ) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં મગ્ર છે જે જીવ, તેઓ (શાન્ત) સર્વ ઉપાધિથી રહિત એવા (મહ:) ચૈતન્યદ્રવ્યને (પશ્યન્તિ ) પ્રત્યક્ષપણે પામે છે. ભાવાર્થ આમ છે કે ૫૨માત્મપદને પ્રાપ્ત થાય છે. કેવું છે ચૈતન્યદ્રવ્ય ? “પૂર્ણ” અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે. વળી કેવું છે? “જ્ઞાનધનૌધમ્” ચેતનાગુણનો પુંજ છે. વળી કેવું છે ? “ “મ્” સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે ? “ અવલં" કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? “સ્વમરીવિશ્વમ્ અચિરાત્ સંહૃત્ય” (સ્વમરીવિશ્વમ્ ) સ્વમરીચિચક્રનો અર્થાત્ જૂઠ છે, ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય, શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ, તેનો ( અવિરાર્ ) તત્કાળમાત્ર ( સંહૃત્ય )વિનાશ કરીને. કેવું છે મરીચિચક્ર ? “વૃત્તિ: નિયંત્” અનાત્મપદાર્થોમાં ભમે છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે. ૧૧-૧૨૩. કળશ નં. ૧૨૩ : ઉ૫૨ પ્રવચન ** — પ્રવચન નં. ૧૨૦–૧૨૧ તા. ૧૩-૧૪/૧૦/’૭૭ ,, “તિમિ: નાતુ શુદ્ઘનય: ત્યાન્ય: ન દિ” [ કૃત્તિમિ: ] સમ્યગ્દષ્ટિ જીવો દ્વા૨ા સમ્યગ્દષ્ટિ તેને ‘કૃત્તિમિ:’ કહે છે. સમકિતીએ સંસાર ચક્રનો નાશ કર્યો એટલા માટે[ તિમિ: ] કહે છે. શું કહે છે ? [ કૃત્તિમિ: ] સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા' જ્યાં આત્માની દૃષ્ટિ અનુભવ થયો અર્થાત્ સમ્યગ્દર્શન થયું ત્યાં સંસા૨નો અંત છેદ થઈ ગયો. સંસા૨ના કાર્યનો અંત થઈ ગયો. આ નાસ્તિથી કથન કર્યું. અસ્તિથી કહો તો શુદ્ધ ચૈતન્યનું નિર્મળ કાર્ય થયું- સુકૃત થયું અર્થાત્ સુ... કાર્ય થયું. સમજમાં આવ્યું ? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે, તેની દૃષ્ટિ કરવાથી, તેનો અનુભવ કરવાથી સમ્યગ્દષ્ટિને સંસારનો અંત આવી ગયો. એ શું કહ્યું ? ધર્મી અખંડ (આત્મા ) તેની સિદ્ધિ ક૨ના૨ ધર્મ તેણે કેવું સંવેદન કર્યું ? આચાર્યોએ કેવું સંવેદન કર્યું ? પ્રભુ ! તે તો કાર્ય કર્યું છે. સમ્યગ્દષ્ટિએ શું કાર્ય કર્યું ? કહે છે કે- આત્મા ચિદાનંદ પ્રભુ તેનો અનુભવ અને દૃષ્ટિ કરી.. તો તેને આખા સંસા૨નો અંત કર્યો અને જે સુકાર્ય કરવાનું હતું તે શરૂ કરી દીધું. (બહા૨ની ) વાતો બહુ જાણી બાપુ ! હજુ તો સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નથી. અહીંયા તો કહે છે કે– સમ્યગ્દષ્ટિ જીવ તેને કહીએ, તેને ધર્મની પહેલી સીઢી અર્થાત્ મોક્ષ મહેલની પહેલી સીઢી પ્રગટી છે, એ વિના જ્ઞાન-ચારિત્ર-મિથ્યા છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન ચારિત્ર મિથ્યા છે. છ ઢાળામાં આવે છે ને... Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કલશામૃત ભાગ-૪ “મોક્ષમહલકી પરથમ સીઢી, યા વિના જ્ઞાન-ચરિત્રા, સમ્યકતા ન લહે, સો દર્શન ધારો ભવ્ય પવિત્રા;” પોતાનો ચૈતન્યઘન આનંદકંદપ્રભુ તેને જેણે અનુભવમાં લીધો અને અનુભવ કરીને પ્રતીતિ કરી તેણે કૃતિ’ કાર્ય કર્યું. આ બધા બહારના કાર્ય કરી... કરીને... (અભિમાન કર્યું) શું કર્યું? ધૂળેય કર્યું નથી, મરી ગયો. શું પરનું કાર્ય કરી શકે છે? શરીર, મન, વાણી એ તો જડ છે- માટી ધૂળ છે. લક્ષ્મી-કુટુંબ-કબિલા તે તો બધા પરદ્રવ્ય છે. આત્મા પરનું કાર્ય કરી શકે છે? હા, એ રાગ અને દ્વેષનું કાર્ય કરી શકે છે. મિથ્યાત્વ, રાગ-દ્વેષ તે સંસારની વૃદ્ધિ કરે છે. સમજમાં આવ્યું? અહીં તો [કૃતિમ:] ઉપર વાત ચાલે છે. પ્રભુ! તે કાર્ય કર્યું તે વાત કહે છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી આનંદઘન આત્મા છે, એનું જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું એટલે કે આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શન કર્યું તે [ $તિમિ] જે કાર્ય કરવાનું હતું તે કાર્ય તેણે કર્યું. અનાદિથી જે સંસારનું કાર્ય કર્યું પરિભ્રમણનું કાર્ય હતું તેનો સમ્યગ્દર્શનમાં અંત આવી ગયો. આવી વાતો! આમાં કરવું શું? બહારમાં જાત્રા કરવી, પૂજા કરવી કે ભક્તિ કરવી ? અહીં કહે છે એ ક્રિયા શુભરાગ છે. આહાહા ! સમ્યગ્દર્શન કાર્ય કર્યું તે જ કાર્ય છે. વ્યવહાર દયા-દાન-વ્રતભક્તિના પરિણામ એ તો રાગનું કાર્ય છે, તે સંસારની વૃદ્ધિનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે. પરમાત્મા જિનેન્દ્રદેવ કહે છે કે જિનેન્દ્ર સ્વરૂપી ભગવાન આત્માનું સમ્યગ્દર્શન અનુભવ પ્રગટ કર્યો એ કાર્ય કર્યું... અને સંસારના કાર્યનો અંત આવ્યો. તેને હવે સંસાર છે નહીં. અહીંયા તો બહારથી જરા વેપાર ધંધામાં હોંશિયાર થઈ ગયા અને પાંચ પચ્ચીસ લાખ પેદા કરે ત્યાં તેને થાય કે- ઘણું કામ કર્યું. મૂઢ તે સંસાર વધાર્યો છે... સાંભળને હવે! પ્રશ્ન- ષ આવશ્યક કરતાં ધીરે ધીરે થાય! ઉત્તર:- એ તો રાગ છે અને રાગ તે સંસારની વૃદ્ધિ છે. સમકિતીને છ આવશ્યકનો રાગ આવે છે. પણ તે હેય છે, તે તેનું કાર્ય નથી. આકરી વાતું બાપુ! વીતરાગ જિનેન્દ્રદેવનો પંથ બહુ સૂક્ષ્મ. બહુ ફળ દાયક. એટલો સૂક્ષ્મ ફળ દાયક કે- અનંત આનંદ અને શાંતિનો દાતા. શ્રોતા:- બધી વાતોમાં ફેરફાર થઈ ગયો. ઉત્તર- આખો ફેરફાર. તમે બધાએ ફેરફાર કરી નાખ્યો શેઠિયાઓએ ભેગા મળીને, શેઠ! ખોટાઓને મદદ કરીને, પણ તેમને ખબર ન હતીને કે- માર્ગ આવો છે. પ્રભુ! અરે ! પ્રભુ તો કહે છે કે એકવાર સાંભળ તો ખરો! જેમાં અતીન્દ્રિય આનંદ લબાલબ ભર્યો છે. ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ લબાલબ-છલોછલ ભર્યો છે. એવા અતીન્દ્રિય આનંદનો પર્યાયમાં અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. એ અતીન્દ્રિય આનંદ જે છલોછલ ભર્યો છે તેનો જ્યાં શ્રદ્ધામાં સ્વીકાર થયો તો પર્યાયમાં આનંદની ઝલક આવી. Page #123 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૦૭ આહાહા ! એ આનંદના વેદનથી પ્રતીત થવી કે- આત્મા આવો પૂર્ણાનંદ (સ્વરૂપ) છે તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિએ અહીંયા કાર્ય કર્યું છે. એ કાર્યને સુકૃત નામથી કહે છે. આ કોઈ દયા-દાન કર્યા, વ્રત કર્યા તે સુકૃત નથી એ તો દુષ્કૃત છે. આહાહા ! વાતો બહુ આકરી ભાઈ ! ભગવાનની ભક્તિ કરી, જાત્રા કરી એવો શુભરાગ તે સુકૃત નથી. આખો માર્ગ બદલાઈ ગયો. અરે! તું કોણ છો એની તને ખબર નથી. આહાહા ! (અંદર) મહાપુરુષ પ્રભુ બિરાજે છે. તારી પર્યાયની સમીપમાં બિરાજે છે.. અહા ! તેની નજરું ન કરી. નજરું ને પુણ્ય-પાપ અને ક્રિયાકાંડમાં રોકી તેથી દેખવાની ચીજ નિધાન નજરમાં ન આવ્યા. અહીંયા કહે છે- “સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા [નાતુ] સૂક્ષ્મકાળ માત્ર પણ” [નાત] થોડોકાળ એમ [ નાત] નો અર્થ છે. ગજબ વાત છે. શ્લોક પણ એવો આવ્યો છે ને! એકએક શ્લોકે અમૃત ઝરે છે. આહાહા ! એ અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત.... એમની વાણી શું છે! આહાહા ! એક શબ્દમાં ઘણાં અર્થ ભર્યા છે. ધર્મી જીવોએ આત્માના શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ અને અનુભવ કર્યો છે. [વાત] કોઈ ક્ષણમાત્ર પણ એ અનુભવને છોડવો નહીં. અને રાગના પ્રેમમાં આવવું નહીં. એમ કહે છે. [નાતુ] શબ્દ છે ને! કદાચિત્ પણ એમ! સૂક્ષ્મકાળ અર્થાત્ કોઈપણ કાળ “શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ” શુદ્ધનયની વ્યાખ્યા જ આ છે. અગિયારમી ગાથામાં આવ્યું છે- મૂત્યો સિવો ડું સુદ્ધાગો” શુદ્ધનય અર્થાત્ શુદ્ધ (વસ્તુ)... શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ તેનો અનુભવ-પર્યાય સહિત અનુભવ છે. કારણકે વસ્તુ તો શુદ્ધ છે પરંતુ તે અનુભવમાં આવ્યા વિના, પ્રતીત વિના તેને શુદ્ધ છે તે ક્યાંથી આવ્યું? પવિત્ર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અંતરની ચીજ છે, પરંતુ પર્યાયમાં તેના વેદનનો નમૂનો ન આવે ત્યાં સુધી (વસ્તુ) પૂર્ણાનંદ છે તેવી પ્રતીત ક્યાંથી આવી? સમજમાં આવ્યું? આવો માર્ગ છે! “શુદ્ધનય અર્થાત્ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ વિસ્મરણ યોગ્ય નથી” ત્યાજ્ય નથી. ભગવાન આત્માનો અનુભવ એક સમયમાત્ર પણ છોડવા લાયક નથી. આત્માને પડખે ગયો.. ( હવે ) એ પડખું છોડવા લાયક નથી, રાગના પડખે ચડવા જેવું નથી. શું કહે છે? રાગનો પક્ષ હતો તે પક્ષથી છૂટીને ભગવાનના પક્ષમાં આવ્યો તો હવે રાગનો પક્ષ કિચિત્માત્ર પણ કરવો નહીં. એવો પક્ષ ન કરવો કે- દયા-દાન-વ્રત-ભક્તિથી આત્માનું કલ્યાણ થશે. એવો પક્ષ મિથ્યાષ્ટિ કરે છે તે પક્ષ તારે ન કરવો. બાપુ! વાત જગતથી બહુ નિરાળી છે. અરે! દુનિયા તો હજુ ક્યાંય સંસારના પાપના ધંધા આડેથી નવરાશ નથી, તેને ફુરસદ નથી. તેના હજુ (એવા) પુણ્ય (નથી) કે તેને શ્રવણ કરવાનો યોગેય મળે નહીં. (કદાચ) શ્રવણ કરવાનો યોગ મળે તો એ શુભભાવ છે- પુણ્ય છે. અહીંયા કહે છે કે આ વસ્તુ જે પ્રભુ (સ્વરૂપે છે) તેને શુદ્ધનય કહેવાય. સમયસાર Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કલશામૃત ભાગ-૪ અગિયારમી ગાથામાં કહ્યુંને કે- “મૂલ્યૌ સિવો યુસુદ્ધગયો” “સત્યાર્થ ત્રિકાળી આનંદકંદ પ્રભુ તેને શુદ્ધનય કહ્યું. શુદ્ધનય અને શુદ્ધનયના વિષયનો ભેદ ન પાડતાં, તેને જ શુદ્ધનય કહ્યું. નહીંતર શુદ્ધનય એ વિષયી છે અને શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય વિષય ધ્યેય છે. પરંતુ અહીંયા તો ભેદ પણ છોડી દીધો. એ ત્રિકાળી ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અહીંયા શુદ્ધનય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું? આ એક કાર્ય કરવા લાયક છે. જાત્રા, દયા, દાન, વ્રત, ઉપવાસ એ બધી રાગની ક્રિયા કરવાથી ધર્મ થશે તે મિથ્યાત્વના ભાવની પુષ્ટિ કરે છે. ધર્મી-સમકિતીને પણ રાગ આવે છે. પરંતુ તેને હેય તરીકે જાણે છે. અજ્ઞાની ઉપાદેય તરીકે જાણે છે. ઠીક કરું છું તેવી દષ્ટિ મિથ્યાત્વ છે. આ કાર્ય (અર્થાત્ શુદ્ધનયનું) કાર્ય કદી છોડવું નહીં. રાગનું કાર્ય કદી ગ્રહણ કરવું નહીં. રાગ મારું કાર્ય છે તેવી દૃષ્ટિ ક્યારેય ન કરવી. આવો માર્ગ! આહાહા ! અરે.. જેને રાગની હૂંફ ચડી ગઈ તેને ભગવાનના પડખાની હૂંફ કેમ આવે? જેને રાગના રંગ ચડી ગયા તેને ભગવાન ચિદાનંદ પ્રભુના રંગ કેમ ચડે? જેને આત્માના રંગ ચઢયા તેને રાગના રંગ રહેતા નથી. આહાહા! આવી દિશા ફેર છે.. આવો માર્ગ છે. ધર્મી આત્મજ્ઞાનીને પણ રાગ આવે.. ભક્તિ પૂજાનો પણ તેને હેય તરીકે જાણે છે, દુઃખ તરીકે જાણે છે, આકુળતા તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાની તેને સુખરૂપ માને છે. કેવો છે શુદ્ધનય? “વિસ્મરણ યોગ્ય નથી.” આ શુદ્ધનયની વ્યાખ્યા કરી “શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુનો અનુભવ” એનો અનુભવ હોં! કારણકે એ વસ્તુ છે પણ વસ્તુનો અનુભવ ન હોય ત્યાં સુધી એ વસ્તુ છે એમ પ્રતીતમાં ક્યાંથી આવે ? કેવો છે શુદ્ધનય? “વોથે વૃત્તિ નિવદનન” બોધ નામ જ્ઞાન સ્વરૂપ આત્મા. [વોપે] અર્થાત્ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા! સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા! તેમાં [વૃત્તિ] અતીન્દ્રિય સુખ સ્વરૂપ પરિણતિને પરિણાવે છે.” આહાહા! શુદ્ધનય કેવી છે? પોતાનો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, આત્મ સ્વરૂપ તેની [વૃત્તિ] એટલે વર્તમાન પર્યાયમાં અતીન્દ્રિય સુખ સ્વરૂપ પરિણતિને પરિણાવે છે. જેને અતીન્દ્રિય સુખનું પરિણમન નથી તો ચૈતન્ય વસ્તુ સુખસ્વરૂપ છે એવો નમૂનો આવ્યા વિના તેણે જાણ્યું ક્યાંથી ? અહીંયા તો (અતીન્દ્રિય સુખના) નમૂના સહિત સ્વરૂપને જાણ્યું તેને જાણવું કહ્યું છે. બહુ આકરું કામ ભાઈ ! વસ્તુ તો સરળ, સહજ છે પરંતુ તેનો પ્રયત્ન નથી. એ પ્રકારનો પ્રેમ નહીં. એટલે લોકોને કઠણ લાગે. નિજ સ્વરૂપ ભગવાન અંદરમાં બિરાજે છે. [વૃતિ] અર્થાત્ તેને અતીન્દ્રિય આનંદનું ધરવું, અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા તેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ધારણ કરવું. એ રીતે (પરિણતિને) પરિણમાવે છે. અતીન્દ્રિય આનંદરૂપ પરિણમે છે તેને શુદ્ધનય કહેવામાં આવે છે. બહુ આકરું કામ! Page #125 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૦૯ વસ્તુ શુદ્ધ છે અને તે શુદ્ધનયનો વિષય છે. અહીં વિષય શબ્દ ન લેતાં એ પોતે આત્મા શુદ્ધનય છે. શુદ્ધનયનું પરિણમન હો ! શુદ્ધ વસ્તુનું પરિણમન હો તો શુદ્ધનય કહેવામાં આવે છે. આવી વાતું હવે ! સાંભળવી કઠણ પડે છે. એમાંય બહારમાં પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા હોય, શરીર સાંઢડા જેવું રૂપાળું હોય, યુવાન પચ્ચીસ વર્ષની ઉંમર હોય, ખૂંટડા જેવા ફાટ ફાટ સાંઢડા જેવા શરીર હોય... એમાં આવી આત્માની વાતું! તેને ગળે ક્યાંથી ઊતરે. (શરીરાદિ) તારા થોથાં સ્મશાનના હાડકાં છે બધા. આહાહા ! શુદ્ધ ચૈતન્ય સૂર્ય, શુદ્ધ આનંદકંદ અંદર બિરાજે છે. શુભાશુભભાવ થવો તે અંધકાર છે. [ વોથે વૃતિ] એનો અર્થ કર્યો “વોથે વૃત્તિ વિશ્વન” બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને પરિણાવે છે” પરિણતિને આત્મ સ્વરૂપમાં લીન કરી છે. “વષે ઇતિં વધઘન” આ ત્રણ શબ્દનો અર્થ થયો. “બોધ' નામ આત્મસ્વરૂપ નહીંતર તો [વો ] એટલે જ્ઞાન લેવું છે. બોધસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ-આત્મસ્વરૂપ ધૃતિ નામ અંદર આનંદરૂપે પરિણમવું, અતીન્દ્રિય સુખ દશારૂપે થવું. કેવો છે બોધ?” ધીરોવારમદિન” [ ધીર] શાશ્વતી.” કેવો છે બોધ? શાશ્વત છે, ધીર છે. ભગવાન સ્વરૂપે તો અંદર શાશ્વત, ધીર, ધ્રુવ છે. [૨વા૨] ધારાપ્રવાહરૂપ પરિણમનશીલ છે.”શું કહે છે? શુદ્ધ સ્વરૂપ ધ્રુવ, ચૈતન્ય અનંતઆનંદનો પિંડ પ્રભુ છે તેને પર્યાયમાં ધારણ કર્યો છે. એ ચીજનો અનુભવ કર્યો. તે ચીજ કેવી છે? કહે છે- શાશ્વત છે અને વર્તમાનમાં ધારાપ્રવાહ પરિણમનશીલ છે. આહાહા! ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેની પ્રતીતિ અને અનુભવની દૃષ્ટિમાં ધારાપ્રવાહ ઉદાર છે. તેની નિચલી (હઠી) દશા નથી પણ ઉદાર અર્થાત્ ધારાપ્રવાહરૂપ પરિણતિ ચાલે છે. આનંદધારા, જ્ઞાનધારા, શાંતિધારા , સમ્યગ્દષ્ટિને આનંદધારા કાયમ ચાલે છે. આહાહા! ઉદાર છે. ધીરને ઉદાર છે એટલે ટકતું ને પ્રવાહરૂપ, ધારાપ્રવાહરૂપ, પરિણમનશીલ એવી છે મોટાઈ જેની આ તેની મહિમા છે. આ તેની મોટપ છે. શું કહે છે? શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે પૂર્ણઆનંદરૂપ છે તેનો અનુભવ સમ્યગ્દર્શનમાં થયો તો આ ઉદાસીનધારા કાયમ ચાલતી રહે છે, આ તેની મહત્તા ને મોટાઈ છે. હવે તેમાં વિઘુ પડતો નથી. સમ્યગ્દષ્ટિને અંતર સ્વરૂપનો અનુભવ થયો, આનંદનો અનુભવ થયો તો કહે છે કે આ ધારાપ્રવાહ ચાલતી આવે છે. “ઉદાર છે? જેમ માણસ ઉદાર હોય ને! તો પેલા (માગવાવાળા) બોલે દશ હજાર ત્યારે ઉદાર માણસ એમ કહે- બસ! હું તો એમ માનતો હતો કે મારી પાસે લાખ બે લાખ માંગશે !! કોઈની મોટી સંસ્થા હતી, ધર્મશાળા ચાલતી હતી. તે ઉદાર માણસ પાસે પૈસા લેવા ગયો. તેને એટલો ખ્યાલ હતો કે- આ ઉદાર માણસ છે. ઉદાર માણસને એમ થયું કે- આ મારી પાસે લાખ-બે લાખ માંગશે પરંતુ પેલાએ દશ હજાર માંગ્યા તો ઉદાર માણસ કહે બસ ! Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કલશામૃત ભાગ-૪ તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ જ્યાં અનુભવમાં સમ્યગ્દર્શનમાં આવ્યો તો એ ધારાપ્રવાહ કાયમ ચાલે છે. અહીં (પાઠમાં) એમ કહ્યું ને! “ધીર ઉદાર' દૈષ્ટિ. પહેલાં “બોધિ ધૃતિ” એમ કહ્યું હતું ને! “બોધ' નામ આત્મ સ્વરૂપમાં ધૃતિ વર્તમાન પર્યાયને ધારણ કરી છે. આનંદની ધારા વહે છે. એ ધારા પ્રવાહ પરિણમનશીલ છે. “ધીરોવારમદિગ્નિ' એ તેમની મોટાઈ છે. બહુ ગંભીર વાત છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એ જેની દૃષ્ટિમાં આવ્યો અને સમ્યગ્દર્શનમાં વેદનમાં આવ્યો તેની મોટાઈ આ છે. તેની ધારાપ્રવાહ કાયમ ચાલે.... તે તેની મોટાઈ છે. આવું કોઈ દિવસ સાંભળ્યું નહીં હોય. આવો માર્ગ છે. શું કહે છે? પ્રભુ! તારા અનુભવની મહત્તા મોટા અને વિશેષતા એ છે કે આત્માના આનંદનું વેદન થયું એ ધારાપ્રવાહ ચાલે છે તે તેની મહિમાને મોટાઈ છે. એક સમયમાં આવ્યો તે કલાક બે કલાક રહે અને પછી (અનુભવ ) રોકાય જાય એવી તેની બડાઈ નથી. અરે... ભગવાનનો માર્ગ સાંભળવા મળે નહીં.. (શું થાય!) એ પોતે ભગવાન પ્રભુ છે. આહાહા ! એ ભગવાન આત્મ સ્વરૂપ તેનો અનુભવ સમ્યગ્દર્શનમાં થયો તો કહે છે– તે (હવે, ધારાપ્રવાહ રહેશે. એ ધારા અપ્રતિહત ચાલશે. એ ધારા કદી તૂટશે જ નહીં. અમે જ્યારે સ્વર્ગમાં જઈશું તો અમારી ધારા તો આ રીતે જ રહેશે. સમ્યગ્દર્શનની ધારા પ્રવાહ એ કાયમ રહેશે. કારણકે અમે પંચમ આરાના મુનિ છીએ. કેવળજ્ઞાન છે નહીં. દેહ તો છૂટશે. (શરીર) તો હાડકાં ને જડ છે જ્યારે ) ભગવાન આત્માના અનુભવની) ધારાપ્રવાહ તો એકપણે જ ચાલશે. દિગમ્બર સંતોની આવી વાત છે. જુઓ! પર્યાયની મોટાઈ આવી છે. “વળી કેવો છે?” “નાિિનયને” નથી અંત જેનો એવો છે.” આ વસ્તુ તો આદિ અંત વિનાની ચીજ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદકંદ નાથ છે તે આદિ અંત વિનાની ચીજ છે. જેણે આત્માનો અનુભવ કર્યો તે એમ કહે છે. જે અનાદિ અનંત ચીજ છે તેને ધૃતિ' નામ પર્યાયમાં ધારણ કરી છે. આહાહા ! જે ત્રિકાળી ચીજ છે તેને વર્તમાન પર્યાયમાં ધારણ કરી છે. આવી ધારાપ્રવાહી વસ્તુ તો અનાદિ અનંત આત્મા છે. “વળી કેવો છે શુદ્ધનય? “વર્માન સર્વવષ:”જ્ઞાનાવરણાદિ પુગલપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામોનો મૂળથી ક્ષયકરણશીલ છે. આત્મા અતીન્દ્રિય આનંદનું વેદન કરતાં કરતાં.. કરતાં.. એ ધારાપ્રવાહ ચાલશે તો આઠ કર્મનો નાશ કરશે, દયા-દાન રાગાદિના પરિણામનો નાશ થશે. આહાહા! આનંદની ઉત્પત્તિ થશે અને મોહરાગનો નાશ થશે. કર્મ નામ જડકર્મ (સર્વકષ) શબ્દ છે ને! સર્વ એટલે મૂળથી ક્ષયકરણશીલ કરશે. સર્વ અર્થાત્ મૂળથી નાશ કરશે. “સર્વ' શબ્દ પડ્યો છે ને! સર્વ એટલે મૂળથી, “કષ' એટલે Page #127 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૧૧ ક્ષયકરણશીલ ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થયું અને સાથે આનંદની ધારા પ્રગટી તે રાગને, કર્મને મૂળથી નાશ કરવાવાળી છે. આ તો ઉપચારથી કથન કર્યું છે. આવી ચીજ છે. પ્રવચન નં. ૧૨૧ તા. ૧૪/૧૦/૭૭ આ આસ્રવ અધિકાર ચાલે છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, તેમાં પુણ્ય પાપના જે વિકલ્પ ઊઠે છે તે આસ્રવ છે. હિંસા - જૂઠ - ચોરી – ભોગ - વિષય – વાસના તે પાપરૂપી રાગ છે, એ આસ્રવ છે તે નવા કર્મના આવવાનું કારણ છે. દયા –દાન- વ્રત - તપ - ભક્તિ - પૂજાનો વિકલ્પ તે શુભરાગ છે. શુભ ને અશુભ બને રાગ – આસ્રવ નવા (કર્મનું) આવરણનું કારણ છે. જેમ વહાણમાં છિદ્ર પડતાં પાણી આવે છે તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદકંદ પ્રભુ છે તે પોતાનું સ્વરૂપ ભૂલીને... આવા શુભ અશુભ ભાવો કરે છે તે નવા આસવ - નવા આવરણનું (કારણ ) છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! એ. આવરણ ટળે કેવી રીતે? અથવા એ આસ્રવ ટળે કેવી રીતે? તે (ઉપર) કહ્યું ને!! ભગવાન આત્મા અંતર આનંદ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પોતાની જે જ્ઞાનગુફા છે અંદર તે અતીન્દ્રિય આનંદને જ્ઞાનસ્વરૂપનો “વો કૃતિ” અનુભવ લેવો. આહાહા! સૂક્ષ્મ વાત છે ભાઈ ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. ધર્મ કોઈ બહારની ક્રિયાકાંડથી, વ્રત કરવાથી, ઉપવાસ કરવાથી, પૂજા ને ભક્તિ કરવાથી જાત્રા કરવી તે ધર્મ છે – એમ નથી. એ તો રાગ – વિકલ્પ છે અને એ આસ્રવ બંધનું કારણ છે. (સર્વકષ:) મૂળથી ક્ષયકરણશીલ છે” ત્યાં સુધી આવી ગયું છે. શુદ્ધ સ્વરૂપ એવો સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. સત્ નામ કાયમ રહેવાવાળી ચીજ અર્થાત્ અવિનાશી અને ચિદાનંદ ચિત્ નામ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ જેનું કાયમી સ્વરૂપ ને સ્વભાવ છે. આહાહા ! ભગવાન આત્માનો આશ્રય લેવાથી; અતીન્દ્રિય આનંદ પ્રભુ આત્મા તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો – આનંદનું વેદન (થવું તે ધર્મ છે). અનાદિથી જેમ પુણ્ય ને પાપના, શુભ કે અશુભ રાગનું વિકલ્પનું વેદન કરે છે તે દુઃખનું વેદન છે. તે ભગવાન આત્માનું સ્વરૂપ નથી. અહીંયા તો આત્મા છે તે જ પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. જેમ સાકરમાં મીઠાશ ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય અનાકુળ આનંદ ભર્યો પડ્યો છે. એ અતીન્દ્રિય આનંદ શક્તિ -સ્વભાવ જે છે. તેનો અનુભવ કરવો, વર્તમાન દશામાં એ અતીન્દ્રિય આનંદનું વેદન કરવું તે જ રાગ-દ્વેષ અને (જડ) કર્મના નાશ કરવાનો ઉપાય છે. આકરી વાતું છે ભાઈ ! જગતથી નિરાળી ચીજ છે ભાઈ ! તત્રસ્થા: શાન્ત મદ: પૂણ્યત્તિ ભગવાન અતીન્દ્રિય આનંદમૂર્તિ આનંદકંદ દળ છે. કહ્યું હતું ને....! જેમ બરફની પાટ હોય છે ને! બરફની પાટ પંદર, વીસ, પચ્ચીસ મણની હોય Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કલશામૃત ભાગ-૪ તેમ શરીર પ્રમાણ જોઈએ તો ભગવાન અતીન્દ્રિય આનંદની પાટ પડી છે. વાત કેમ બેસે? ક્યારેય તેનો અભ્યાસ નહીં અને આ વાત સાંભળવામાં આવી નથી. ક્રિયાકાંડ કરો, વ્રત – ભક્તિ કરો, જાત્રા કરો થઈ ગયો ધર્મ ! ધૂળમાંય તે ધર્મ નથી એ તો રાગ છે. આહાહા ! પ્રભુ! તારી ચીજમાં તો એ રાગના વિકલ્પનો અભાવ છે. ભગવાન તારી ચીજમાં તો અતીન્દ્રિય આનંદ... અનાકુળ શાંતિ (આદિ) રસ ઠસોઠસ ભર્યો છે. એ અરૂપી ચીજ છે. તેમાં વર્ણ – રસ – સ્પર્શ – ગંધ છે નહીં. જેમાં પુણ્ય – પાપનો રાગ પણ નથી. (તત્રસ્થા:) (તત્ર) એટલે નિજ આનંદપણું (0) અંતરમાં ટકવાથી... અર્થાત્ સ્વરૂપમાં લીન થવાથી. આવી ચીજ છે બાપુ! તત્રસ્થા: શાન્ત મg: પરણ્યત્તિ” આહાહા ! ભગવાન અતીન્દ્રિય આનંદ (રૂપ) છે. મોજૂદગીની ચીજ છે કે નહીં? કે – અભાવ છે? આહાહા! મોજૂદગી છે. (તત્રસ્થા:) ધ્રુવ સ્થિર છે. ધ્રુવ ચિદાનંદ પ્રભુની સ્થિતિમાં “સ્વ” અર્થાત્ અંતર રમણતા કરવી. એ આનંદ પ્રભુમાં રમવું... “સ્વ” નામ મગ્ન થવું. (તત્રસ્થા:) શુદ્ધ સ્વરૂપ - અનુભવમાં મગ્ન છે, પૂર્ણ ચૈતન્યઘન આત્મા. શુદ્ધ સ્વરૂપમાં મગ્ન ભારે અપૂર્વ વાત છે ભાઈ ! અનંતકાળમાં કદી કરી નથી. આ વ્રત ને તપ ને ભક્તિ ને જાત્રા ને પૂજા કરી તો ધર્મ થઈ ગયો તેમ માનીને જિંદગી ચાલી ગઈ. અહીંયા તો કહે છે – પ્રભુ! એકવાર સાંભળ તો ખરો!તારી ચીજ અંદર કોણ છે? વસ્તુ છે કે નહીં ? પદાર્થ છે કે નહીં? વસ્તુ છે તો મોજૂદ છે. કોઈ ચીજ છે કે નહીં? છે તો, એ ચીજ કેવી છે? (શાન્ત) “સર્વ ઉપાધિથી રહિત છે.” દયા-દાનના જે વિકલ્પો છે તે ઉપાધિ છે. એ ઉપાધિથી પ્રભુ અંદર રહિત છે. આકરી વાતું છે નાથ! આહાહા ! એ (ચીજમાં) અંદરમાં મગ્ન થવાથી શાંત.... (દશા પ્રગટે છે) શાં.. ત ઉપશમ રસનો કંદ પ્રભુ.. અવિકારી સ્વભાવનું દળ છે. આહાહા ! આવી શાંત નિર્વિકલ્પ ચીજ તારી અંદર પડી છે પ્રભુ! આવી (શાન્ત મg:) “માં” નામ તેજ, અંદર શાંત ચૈતન્યનું તેજ પડ્યું છે. જ્યાં નજર નાખવાની છે ત્યાં નજર નાખતો નથી અને રાગ, દયા ને દાન, પુણ્ય ને પાપ, ધૂળ ને ધમાલમાં (પડ્યો છે) પરની સેવા કરી ને (અમે) પરનું કાર્ય કર્યું. , પણ એ બધો રાગ છે – સાંભળને ! આ દેશ સેવા કરી અને ગરીબોની સેવા કરી એ તો બધો રાગભાવ છે, પ્રભુ તને ખબર નથી એવા વિકલ્પો તે પુણ્યનો રાગ છે, તે કોઈ આત્મા નથી. અહીંયા તો “શાન્ત મદ: પૂણ્યત્તિ” એવા શબ્દ છે ને! “તત્રસ્થા: શાન્ત મદદ પશ્યન્તિ” આતો ઘણાં ગંભીર શબ્દો છે. આ તો અધ્યાત્મની વાત છે, આ કોઇ કથા – વાર્તા નથી. આહાહા! (તત્રસ્થાઃ) આનંદનો નાથ પ્રભુ! અનાદિ અનંત અવિનાશી છે. અરે ! આવી વાતો! અહીં આખો દિ' ધંધા આડે નવરો ન થાય; તેને અહીંયા કહે છે – પ્રભુ! સાંભળ તો ખરો ભાઈ ! તારી ચીજ ચિંતામણી રતન અંદર પડી છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૧૩ અમે તો બધું દેખ્યું છે ને ! રાવણ આદિનો સ્ફટિકમણિનો મહેલ હતો, આ પથ્થરની શીલાઓ નહીં એક – એક સ્ફટિકમણિની અબજોની કિંમત એવા સ્ફટિકમણિ પરંતુ મૂઢ જીવને પોતાનું જે સ્વરૂપ તેની ખબર નથી. સ્ફટિકનો મહેલ, સ્ફટિકની નિસરણી સ્ફટિકની લાદી. આહાહા ! પ્રભુ ! જરા જો અને સાંભળ તો ખરો ! સ્તુતિમાં આવે છે – ' ,, “જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે” જેવો સ્ફટિક નિર્મળ છે એવો તારો નાથ નિર્મળ છે. આનંદ, શાંતિ એનો સ્વભાવ છે... ત્યાં તે કદી નજ૨ કરી નહીં. જ્યાં નિધાન પડયા છે ત્યાં નજરું ન કરી અને પુણ્ય ને પાપ ને આ બહારની ધૂળ મળી કરોડો રૂપિયા... અબજો રૂપિયા (એમાં મૂર્છાઈ ગયો ) એ બધા ભિખારા છે. આહાહા! પોતાના નિજ નિધાનની કિંમત નહીં અને આ બહારની ધૂળની કિંમત આ અબજો રૂપિયા મળ્યા, કરોડોના દાન આપ્યા તેથી થઇ ગયો ધર્મ. એમાં ધૂળમાંય ધર્મ નથી. સાંભળ તો ખરો ! અહીંયા તો કહે છે પ્રભુ ! પુણ્ય ને પાપના વિકલ્પ તે મૃગતૃષ્ણા છે. પાઠમાં આગળ કહેશે “સ્વમરીવિ પમ” ભાઈ ! એ પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળ મૃગજળ જેવા છે. મૃગજળ એટલે ખારીલી જમીન ઉ૫૨ સૂર્યના કિરણ પડે તેથી જળ જેવું દેખાય છે. પરંતુ ત્યાં જળ છે નહીં. જળ જેવું દેખાય તેને મૃગજળ કહે છે. એ મૃગતૃષ્ણા છે તેમ પુણ્ય ને પાપના વિકલ્પો મૃગજળની તૃષ્ણા છે. ગજબની વાતું છે નાથ ! બે – પાંચ કરોડ ધૂળ મળે, પત્ની રૂપાળી મળે, શરીરે રૂપાળા હોય... પણ એ તો માટીધૂળ છે. એ બધું ‘મરીચિચક્ર' છે. એ મૃગ તૃષ્ણાનું જળ છે, એમાં આત્મા નથી. ‘તંત્રસ્થા:’ શબ્દો બહુ ગંભીર છે. સચ્ચિદાનંદ શાશ્વત અવિનાશી પ્રભુ ! અણકરેલ.. . અણબનેલ... અનાદિ અનંત એવો જે ભગવાન આનંદકંદ પ્રભુ તેમાં ( સ્થાઃ) રહેવાથી, અતીન્દ્રિય આનંદનું ધ્રુવ સ્વરૂપ પ્રભુ તેમાં (સ્થાઃ) ટકવાથી તેમાં મગ્ન થવાથી, તેમાં લીન થવાથી (આનંદનો અનુભવ થાય છે ) અરે.. ! આવી વાતું ! ધર્મના મારગડા ઝીણા નાથ ! લોકોએ તો કંઈને કંઈ સમજાવીને મારી નાખ્યા છે. અહીંયા કહે છે કે ( તંત્રસ્થા: શાન્ત મહ: ) અવિકારી નિર્દોષ શાંતિનું તેજ, ચૈતન્યનું તેજ, ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર અંદર પડયું છે. આત્મા પરમાનંદનો નાથ.... અનાકુળ શાંત રસનો કંદ અંદર છે, તેની સ્વસન્મુખ થઈને; ૫૨થી વિમુખ થઈને અંતર્લીન થાય છે. ૫૨ પદાર્થમાં, તે તીર્થંકરદેવ હો ! તેનાથી પણ લક્ષ છોડી દે. એ તારી ચીજ નથી. એ તને લાભદાયક નથી. કેમકે એ ૫૨ચીજ છે.... તેથી ૫૨થી લક્ષ છોડી દે. એ ૫૨ (લક્ષ ) થી તને જે શુભરાગ આવે છે ( મહઃ ) એકવાર ત્યાંથી લક્ષ છોડી દે. વર્તમાન દશા જે રાગને જાણવાવાળી છે તેનું લક્ષ પણ છોડી દે. (તંત્રસ્થા: ) બાપુ ! આ તો અધ્યાત્મની વાત છે. આ તે કાંઈ વાર્તા કથા નથી... આ તો પ્રભુની કથા છે. આ તો આત્મકથા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કલશામૃત ભાગ-૪ (તત્રસ્થા) શુદ્ધ ચૈતન્યધન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેમાં “સ્વ” નામ લીન થવાથી (શાન્તમg: પશ્યત્તિ) શાંત અધિકારી શુદ્ધ ચૈતન્યધન (મહુડ) નામ તેજ (નો) (પશ્યત્તિ) નામ અનુભવ કરે છે. આહાહા! (પશ્યત્તિ) નો અર્થ તો દેખાય છે, દેખાય છેનો અહીં અર્થ કર્યો – અનુભવ કરે છે. તત્રસ્થ: શાન્ત મg: પશ્યન્ત” આનંદકંદ શક્તિરૂપ અંતરમાં આખું તત્ત્વ છે તેમાં સ્થિર થવાથી. શાંત તેજ પ્રગટ થાય છે. વર્તમાન દશામાં પૂર્ણ આનંદની શાંતિ પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી પાણી છૂટે તેમ. પાતાળ કૂવા હોય છે ને! પાતાળનું તળિયું તૂટે અને પાણીની શેડ ફૂટે તેમ ભગવાનના તળિયામાં – પાતાળમાં અતીન્દ્રિય આનંદ પડ્યો છે. તેમાં સ્થિર થવાથી પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે. પર્યાય નામ વર્તમાન દશા, વસ્તુ નામ ત્રિકાળી શક્તિ. આહાહા ! આવો માર્ગ છે ભાઈ ! દુનિયાએ (ધર્મને) ક્યાંયનો ક્યાંય મનાવ્યો છે બિચારાના મનુષ્યના ભવ ચાલ્યા જાય છે. (મહા પશ્યત્તિ) પ્રગટ થાય છે પ્રત્યક્ષરૂપથી પ્રાપ્ત કરે છે. એ . આનંદ સ્વરૂપને વેદનમાં પ્રત્યક્ષ કરે છે. વર્તમાન અવસ્થામાં એટલે રાગમાં વસ્તુ પરોક્ષ રહી ગઈ. રાગના પ્રેમમાં વસ્તુ (તિરોભૂત થઈ ગઈ.) દયા-દાન-વ્રત ભક્તિ – પૂજાનો ભાવ એ રાગ છે. એ રાગના પ્રેમમાં એ ચીજ પરોક્ષ રહી ગઈ. એ રાગનો પ્રેમ છોડીને વસ્તુમાં લીન થવાથી એ વસ્તુની શક્તિમાં જે આનંદ છે તે પર્યાયમાં પ્રત્યક્ષ થશે. તારા જ્ઞાનમાં તું પ્રત્યક્ષ જાણીશ કે – આત્મા આનંદ સ્વરૂપ છે. આવી વાતો હવે! “(મ:) ચૈતન્યદ્રવ્યને (પત્તિ ) પ્રત્યક્ષપણે પામે છે.” પ્રત્યક્ષનો અર્થ એ કે – અંતર સ્વરૂપ આનંદઘન પ્રભુ તેમાં લીન થવાથી. પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. (વસ્તુ) પરોક્ષ રહી જ શકતી નથી. જેમાં રાગ ને નિમિત્તની અપેક્ષા નથી. એવા ભગવાન આત્મામાં સ્થિર થવાથી આત્મા પ્રત્યક્ષ થાય છે. આવું સાંભળવુંય કઠણ પડે! ઘરે પૂછે કે – શું સાંભળીને આવ્યા? તો કહે – કોણ જાણે? આમ કાંઈક કહેતા હતા કે આત્મા આવો છે ને આવો છે. અરે ભગવાન! પ્રભુ... એકવાર સાંભળ તો ખરો નાથ ! તારામાં અનંતજ્ઞાન અને અનંત આનંદ અને અનંતશાંતિ પડી છે. અંદરમાં તું આનંદ ને શાંતિની ખાણ છે. એ ખાણમાં પુણ્ય ને પાપને ગોતવા જઈશ તો ત્યાં આત્મા છે નહીં. અહીંયા કહે છે – (પશ્યત્તિ) પ્રત્યક્ષ રૂપથી (પ્રગટ) કરે છે. આ એક લીટીનો અર્થ થયો. “તત્રસ્થા: શાન્ત મદદ પૂરન્તિ” આચાર્યોએ ગજબ કર્યું છે ને! સંતોએ જંગલમાં રહીને કર્યું છે. નગ્ન દિગમ્બર મુનિઓ.. જેમને (શરીર ઉપર) વસ્ત્રનો ટૂકડોય નહતો. તે તો અનંત આનંદકંદમાં ઝૂલવાવાળા છે. સમજમાં આવ્યું? મુનિ તો નગ્ન જ છે. મુનિની દશા સ્વસંવેદન (રૂપ હોય છે) કે –તેને શરીર ઉપર વસ્ત્રનો ટૂકડો રાખવાનો વિકલ્પ છૂટી જાય છે. ઝીણી વાત છે, પ્રભુ! સમજમાં આવ્યું? નગ્ન Page #131 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૧૫ થઈ જાય છે એટલે સ્વસંવેદન થાય છે એમ નથી. પરંતુ અંતરમાં એટલું બધું આનંદનું વેદન સ્વસંવેદન પ્રચુર હોય છે કે – જેમાં વસ્ત્રનો ટૂકડો રાખવાનો વિકલ્પ રહેતો નથી. જ્યારે માતાએ જન્મ આપ્યો તેવું નગ્ન શરીર હોય છે. તેઓ તો અંદરમાં અતીન્દ્રિય આનંદના ઝૂલામાં ખૂલે છે. તેમાં આ ટીકા બની ગઈ. ટીકા બનાવવાનો વિકલ્પ આવ્યો તે રાગ છે. અહીં કહે છે કે – એ રાગ મારી ચીજ નથી. પરંતુ (રાગ) આવી ગયો છે અને આ શાસ્ત્ર બની ગયું છે. શાસ્ત્રને બનાવવાવાળો હું નથી. શાસ્ત્ર બનાવવાનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે. તે હું નથી. રાગ આવ્યો હતો અને આ પરમાણુંની ટીકા બની ગઈ. “ભાવાર્થ આમ છે કે - પરમાત્મપદને પ્રાપ્ત થાય છે.”પરમ સ્વરૂપની પ્રાપ્તિ, દશામાં થાય છે. વસ્તુ તરીકે જેમ લીંડીપીપર (કદે ) નાની હોવા છતાં તેની અંદર ચોસઠ પહોરી તીખાશ પડી છે. તે બહાર આવે છે. ચોસઠ પહોરી તીખાશ પીપરમાં છે તે પર્યાયમાં બહાર આવે છે ચોસઠ નામ રૂપિયે રૂપિયો આપણે ચોસઠ કહે છે ને! ચોસઠ પૈસા એટલે રૂપિયો. ચોંસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો. પૂર્ણ શક્તિરૂપ તીખાશ પડી છે. લીંડીપીપરમાં અંદર પૂર્ણ તીખાશ ભરી છે. તેને લઢવાથી પર્યાયમાં બહાર આવે છે. એને લઢવાથી પણ તીખાશ નથી આવી. લઢવાથી આવતી હોય તો પથ્થરા અને કોલસાને ઘૂંટવાથી ચોંસઠ પહોરી (તીખાશ આવી જાય ) પણ ત્યાં ક્યાં આવે છે? પ્રશ્ન- તો કેવી રીતે આવે છે? ઉત્તર:- એ (તીખાશ) ઘંટયા વિના જ આવે છે. ઘૂંટવાનું તો નિમિત્ત છે. (તીખાશ) પોતાના લીંડીપીપરના ઉપાદાનથી પ્રગટ થાય છે. એમ કહે છે. ઝીણી વાતો છે બાપુ! જગતથી નિરાળી છે નાથ! આહાહા ! પોતાની ઉપાદાનની યોગ્યતાથી પર્યાય પ્રગટ થાય છે. કહે છે કે (પત્તિ ) પોતાનામાં સ્થિર થવાથી પર્યાય પ્રગટ થાય છે. અરેરે! આવી વાતું બાપુ! આવું મનુષ્યપણું મળ્યું અને આવું તત્ત્વ ન સમજે તો મનુષ્યપણું મળ્યા ન મળ્યા બરોબર થઈ જશે. જગતના લોકો મોટપ આપે કે – મહાત્મા થઈ ગયાને! મહંત થઈ ગયા ને! મોટા મઠ કરોડોના – અબજોના બનાવ્યા તેમાં ધૂળમાંય ધર્મ છે નહીં. જ્યારે અંદર આત્માનો મઠ બનાવે ત્યારે ધર્મ થાય એમ કહે છે. પરમાત્મ પદના (તત્રસ્થા.) જે પરમાત્મા શક્તિરૂપે છે, સ્વભાવરૂપે છે, આનંદરૂપે જે છે તેની અંદર લીન થવાથી. વર્તમાન દશામાં પરમાનંદ પ્રગટ થાય છે. “અપ્પા સો પરમઅપ્પા” આત્મા શક્તિરૂપે – સ્વભાવરૂપે – ભાવરૂપે આત્મા પરમાત્મરૂપે જ છે. તેની એકાગ્રતાથી વર્તમાન દશામાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. લીંડીપીપરમાં ચોંસઠ પહોરી ચરપરાઈ પડી છે. પરંતુ જ્યારે તે બહાર આવે ત્યારે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કલશામૃત ભાગ-૪ ચોંસઠ પહોરી તીખાશ તેની દશામાં પ્રગટ થાય છે. તેમ પરમાત્મ સ્વરૂપ શક્તિરૂપે તો દરેક આત્મા ભગવાન છે. તે પરમાત્મા સ્વરૂપ જ છે. આરે..! આવી વાત કેમ બેસે? બીડી વિના ચાલે નહીં. બે બીડી – સીગરેટ સરખી પીવે ત્યારે પાયખાને દિશા ઊતરે આવા તો લખણ, તેને કહેવું કે – પ્રભુ તારો આત્મા (પરમાત્મા) છે. તે કયા ગજથી માપે? સવારે એક પ્યાલો સરખી ચા હોય અને એમાં રસગુલ્લા હોય, બિસ્કીટ હોય એ બધું સરખું ખાય તો (મજા પડે ને?) અહીં ના પાડે છે. ધૂળમાંય મજા નથી. સાંભળ તો ખરો! એમાં ઠીક છે અને અમને મજા પડી (એમ માનનાર) મૂઢ છે. પ્રશ્ન:- એ તો ખાવાવાળો જાણે! ઉત્તર- ખાવાવાળો એમ જાણે એ મૂઢ છે. એ જાણે છે કે – મને મજા પડી. પ્રશ્ન- મજા માને છે પણ મજા આવે શેમાંથી? ઉત્તર- અજ્ઞાનપણામાં મજા માની છે, મજા છે ક્યાં? એ તો દષ્ટાંત આપીએ છીએ ને ! વર્ષ – દોઢ વર્ષનું બાળક હોય, જેઠ માસનો તડકો હોય, દૂધ વધારે પીધું હોય, એની માતાએ પાયું હોય અને બીજાએ પણ પાયું હોય તો તેને શરણું થઈ જાય તે આમ ઠંડુ ઠંડુ લાગે, બહારમાં ગરમી હોય તેથી ઝાડાને અડાડીને ચાટે. આ તો અમે બધું જોયું છે એમ સાકરના સ્વાદમાં, ખાવાના સ્વાદમાં રાગની વિષ્ટાનો સ્વાદ (લે) છે, તેમાં ભગવાન આત્માનો સ્વાદ નથી. આહાહા ! આવી વાતું છે નાથ! કેવો છે મદદ? કહે છે કે – અંદરમાં ચૈતન્ય તેજ છે જેનું. ચોસઠ પહોરી શક્તિ પડી છે. તેમ અંદરમાં તેજમાં, તેજ કેવું છે? “અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે.” અસંખ્ય પ્રદેશ છે, વાત ઝીણી છે. જેમ સોનાની સાંકળી હોય છે. શું કહે છે? હજાર મકોડાની ચેન – સાંકળી છે તેમ આ આત્મા (અસંખ્ય પ્રદેશી છે) અહીંયા પ્રદેશ, અહીંયા પ્રદેશ છે. જેમ સાકળીમાં મકોડા છે તેમ પ્રદેશ છે. પણ છે સળંગ. સળંગ એક આત્મા (વ્યાપક છે.) ઝીણી વાત બહુ! આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. અસંખ્ય પ્રદેશી આત્મા છે. દરેક પ્રદેશમાં અનંત આનંદ ને જ્ઞાન આખા અસંખ્યાત પ્રદેશમાં વ્યાપ્ત છે. પગથી માથા સુધી અંદરમાં શરીરથી ભિન્ન ભગવાન છે. શરીર તો હાડકાં માટી – જડ – ધૂળ છે, તે તો રૂપી છે, મૂર્તિ છે. જ્યારે ભગવાન અરૂપી છે અને અમૂર્ત છે. “પૂf” અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે.” અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાન ભર્યું છે... અને ત્યાં તો ચૈતન્ય બિરાજમાન છે. ચેતન એવો ભગવાન તેની ચેતના જાણન-દેખન સ્વભાવથી અંદર ભર્યો પડયો પ્રભુ છે. “વળી કેવું છે? જ્ઞાનઘનૌઘમ્” ચેતનાગુણનો પુંજ છે.” જેમ રૂનું ધોકળું હોય છે ને! પચ્ચીસ મણની પચાસ મણની બોરી હોય તેમ આ ભગવાન જ્ઞાનનું ધોકળું છે. અંદરમાં Page #133 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૧૭ ચૈતન્યબિંબ પ્રભુ છે. ભગવાન તેં તો કદી (તને) જોયો નથી. તે નજરું કરી નથી. “જ્ઞાનધનીયમ” જ્ઞાન, ઘન, ઓઘ તેમ ત્રણ શબ્દ છે. જ્ઞાન ચેતનાનો, ઘન નામ ગુણનો, ઓઘ નામ પુંજ. આ ખેડૂત લોકો ખેતરમાં મોટા ઓઘા નથી બનાવતા ! પાંચસો, હજાર મણ (બાજરી) ના ઓળા બનાવે છે. એમ આત્મા જ્ઞાનના ઘનનો મોટો ઓઘો છે. આત્મા આવડો મોટો તે તો અરૂપી છે કે પ્રભુ! અરૂપીને ક્ષેત્રની મોટપની જરૂર નથી. ભગવાન તો સ્વભાવની મોટપથી ભરેલો છે. કેવો છે? (જ્ઞાનઘનૌઘમ્)” જ્ઞાન અર્થાત્ ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય સ્વભાવનો ઘનપિંડ છે. ઘન નામ પિંડ – સમૂઠ – પુંજ છે. અરેરે..! તેણે આત્મા સાંભળ્યો નથી. ધૂળ – પૈસા પાંચ – પચાસ કરોડ ભેગા થાય છે તો જાણે કે – અમે સુખી છીએ! મૂઢ છો ! પૈસામાં સુખ છે! સ્ત્રીના શરીરમાં હાડકાં – માંસ અને ચામડાના વિષયમાં રમતા મને મજા આવે છે. પણ એ માટી – ધૂળ છે, એ ધૂળને (આત્મા) ભોગવતો નથી. પરંતુ તેના તરફ જ્યારે લક્ષ જાય છે તો પોતાના આનંદને છોડીને, (પર વસ્તુ ) ઠીક છે એવા રાગનો અનુભવ કરે છે. અજ્ઞાની શરીરનો નહીં, આનંદનો નહીં પરંતુ રાગનો અનુભવ કરે છે. અહીંયા કહે છે – એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારી રિદ્ધિ – સિદ્ધિ અંદર કેટલી પડી છે. શ્રી બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે કે सिद्धि रिद्धि वृद्धि घटमैं प्रगट सदा अंतरकी लच्छिसौं अजाची लच्छपती है। दास भगवन्तके उदास रहैं जगतसौं सुखिया सदैव ऐसे जीव समकिती है।। રિદ્ધિ સિદ્ધિ અંદરમાં છે પ્રભુ! તું વસ્તુ છે કે નહીં? અતિ છે કે નહીં? તત્ત્વ છે કે નહીં? અનાદિ અનંત છે કે નહીં? અનાદિ અનંત છે તો કોઈ કાયમ સ્વભાવ અનાદિ અનંત છે કે નહીં? આહાહા! “જ્ઞાનધનૌ' પ્રભુ! તમે તો ચેતનાગુણના પુંજ છો ને! દયા-દાન - વ્રત - ભક્તિના વિકલ્પ એ પ્રભુ તારી ચીજમાં છે જ નહીં. એનાથી ધર્મ માને... (છે), તેનાથી ધર્મ થશે? ધૂળેય ધર્મ નહીં થાય. સાંભળને ! એ ક્રિયા કરીને મરી જા.. પણ એ બધો કાયકલેશ છે. આકરી વાત છે. સંપ્રદાયમાં ચાલતી વાતથી જુદી વાત છે આ. “વળી કેવું છે? (અ) સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે.” કોઈપણ પ્રકારના રાગની વૃત્તિ ઊઠે તે બધાથી ચીજ રહિત છે. (વસ્તુ તો ) નિર્વિકલ્પ અભેદ ચિદાનંદ આનંદકંદ છે. ( મ) ની વ્યાખ્યા કરી. એક સ્વરૂપે છે. જેમાં શક્તિ અને શક્તિવાનના ભેદ પણ નથી. એ તો શક્તિવંત આખો પરમાત્મા છે. પરમ આત્મા એટલે પરમ સ્વરૂપ. અનાદિ અનંત પરમ સ્વરૂ૫. શાંત... આનંદ સ્વરૂપે તેવી એકરૂપ ચીજ અંદર છે. અરે ! આવા (આત્માના) ગાણા કદી સાંભળ્યાય નહીં હોય. એ ચીજ કેવી છે? તેમાં શું Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કલશામૃત ભાગ-૪ છે? એ વાત તેણે કદી સાંભળી નથી. અરે! એણે જિંદગીને બહારથી માની છે. પૈસા થઈ ગયા કરોડ – બે કરોડ પાંચ કરોડ થયા હોય અને પચાસ લાખનું દાન આપે તો (માને ધર્મ)... દુનિયા પણ ગાંડીને પાગલ છે. (અજ્ઞાની) બધા પાગલ છે. આપણે આ જયપૂરના સંસ્કૃતના મોટા પ્રોફેસર છે. એ પ્રોફેસર ધૂળના છે. પાપનો ધંધો છે. એલ. એલ. બી. ને એમ. એ. ભણેલા હોય, મોટા ભાષણ આપે, લોકોને થાય ઓહોહો ! પણ ધૂળમાં શું છે? આ (નિજ) ત્રણલોકના નાથને ન જાણ્યો ત્યાં સુધી બધું જાણું ફોક છે. આહાહા ! પાંચ પાંચ હજારના ને દસ હજારના પગાર એ બધું ધૂળધાણી છે. આહાહા! ભગવાન આત્મા કેવો છે? એક છે તેની વ્યાખ્યા કરી. પુણ્ય – પાપના કોઈ વિકલ્પ તેમાં છે જ નહીં. હું શુદ્ધ છું. અખંડ છું એવી વૃત્તિ ઊઠે છે. એ વૃત્તિ પણ અંદરમાં છે નહીં, અંદરમાં નિર્વિકલ્પ – અભેદ ચીજ પડી છે. વળી કેવું છે?“અવન” કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે.” હવે રાગના વિકલ્પનો નાશ થઈ ગયો. નિત્યાનંદ પ્રભુ અચલ છે. પોતાના આનંદમાં અવિચલ વિચરે છે. હવે રાગમાં આવતો નથી. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? મરી િવક્રમ જિરાત સંદર્યે “સ્વમરિચિચક્રનો અર્થ જૂઠ છે. ભ્રમ છે.” સ્વમરિચિચદં મૃગતૃષ્ણા જેવું જૂઠ છે. આ પુણ્ય ને પાપના વિકલ્પ બધા જૂઠ – માયાજાળ – મૃગજળ છે. જેમ મૃગજળ હોય તેમાં પાણી ન હોય તેમ આ પુણ્ય ને પાપના ઠાઠ બધા છે બહારના એ મૃગજળ છે. સમજમાં આવ્યું? (રિજિ) મૃગતૃષ્ણાનો સમૂહ (સ્વમરિચિમ્) પોતાના વિકલ્પોનો અર્થાત્ જૂઠા જળનો સમૂહ. જૂઠી તૃષ્ણાનો સમૂહ. અંદરમાં વિકલ્પની જાળરૂપે છે. અનેક પ્રકારના શુભઅશુભ, દયા-દાન ને વ્રત – ભક્તિ – પૂજા – નામ સ્મરણ એ બધું વિકલ્પની જાળ છે. અરેરે! આકરું લાગે ! એ મરિચિચક્રે છે તે મૃગતૃષ્ણાના જળ જેવા છે... તેમાં આત્મા નથી. પ્રશ્ન- વિકલ્પમાં થોડી ય શાંતિ ન હોય? ઉત્તર- ત્યાં શાંતિ ક્યાં છે, ત્યાં તો દુઃખ છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજા-પ્રભુનું નામ સ્મરણ એ વિકલ્પ છે, રાગ છે, દુઃખ છે, એ આત્માના આનંદથી વિપરીતભાવ છે. આ શેઠે પૈસા આપીને ત્રણ લાખનું મંદિર બનાવ્યું છે. ત્રણ લાખની ધર્મશાળા બંધાવી છે. એક કરોડ આપેને. ત્યાં ક્યાં ધર્મ હતો? પૈસા તો જડ-ધૂળ છે. એ ધૂળનો ઘણી થઈને આપે તો મિથ્યા ભ્રમણા છે. અહીંયા (ખોટા) માખણ ન મળે ! ત્યાં તો બધા (ખોટી) હા પાડનાર હોય ને! અહીંયા કહે છે – (પરિવિવ) વિકલ્પની જે જાળ છે તે બધી “જૂઠ છે - ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય શરીરમાં આત્મબુદ્ધિ”, આ (શરીર) જડ-માટી–ધૂળ છે-અજીવ Page #135 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૩ ૧૧૯ છે મૂર્તિ છે. પુદ્ગલ પરમાણું માટી – અજીવ - જડ - મૂર્તિ છે. છ એ ઇન્દ્રિય, શરીર છે તે અનંતા રજકણોનો પિંડનો જથ્થો છે. આ (શરીર) એ કાંઈ પ્રભુ આત્મા નથી. શરીરમાં આત્મા નથી. આત્મા તો અંદર જુદી ચીજ છે. આહાહા! “જે કર્મની સામગ્રી ઇન્દ્રિય શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ,” રાગ અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ-વાસના એ બધા વિકાર છે અને તેમાં આત્મબુદ્ધિ- આ મારું છે. તેમ માને છે એ ભ્રમ અજ્ઞાન અને મૂઢતા છે. એક વ્યક્તિ એ એમ કહેતો હતો કે – બાવો થઈ જાય તો બેસે! અહીં કહે છે- સાંભળ તો ખરો. (આત્મા) બાવો જ છે. તારી ચીજ છે એ તો નિગ્રંથ સ્વરૂપ... અંદર ભગવાન સ્વરૂપ બિરાજે છે. તને તારી ખબર નથી. એ ચીજ તો પુણ્ય – પાપના વિકલ્પથી નિવૃત્ત સ્વરૂપ છે. (આત્મા) નિવૃત્ત સ્વરૂપ ન હોય તો નિવૃત્તિ સ્વરૂપ આવશે ક્યાંથી? આહાહા ! ભારે આકરું કામ ભાઈ ! અહીંયા કહે છે - (સ્વમરિવિવ) પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભમાં દયા - દાન - વ્રત - કામ - ક્રોધ – વિષય ભોગ - વાસનાના ભાવ તે બધા મૃગતૃષ્ણાના ભાવ છે, તેમાં કોઈ શાંતિ નથી તેમજ એ ભાવમાં આત્મા નથી. “મરિચિવ વરાત્ ત્ય” તેનો તત્કાળમાત્ર વિનાશ કરીને.” આહાહા! શાંત વીતરાગ મૂર્તિ પ્રભુ! અવિકારી આનંદ સ્વરૂપની અંદર સ્થિર થવાથી આવા મરિચિચક્રનો નાશ થઈ જાય છે.. અને પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. (વિરા) તત્કાળમાત્ર વિનાશ” જુઓ! ચિર નહીં, દીર્ધકાળ નહીં. વિકલ્પની જાળનો તત્કાળ નાશ થાય છે. ભગવાન આનંદકંદમાં જ્યાં સ્થિર થયા. તે જ ક્ષણમાં સર્વ વિકલ્પનો નાશ થાય છે. (વિરા) તત્કાળ.. , પ્રકાશ થયો તો તે જ ક્ષણે અંધકારનો નાશ થઇ જાય છે. બધાએ આ સમજવા જેવું છે બાપુ! બાળ હો! યુવાન હો! વૃદ્ધ હો ! ગરીબ હો ! સ્ત્રી હો કે પુરુષ હો! એ તો બધાં (નોકર્મ) છે. આહાહા ! પૂર્ણાનંદના નાથમાં સ્થિર થતાં, (ધ્રુવની) ત્રાટક બનાવીને સ્થિર થતાં ધીર થતાં.. . દશામાં પૂર્ણ સ્વરૂપને ધારતાં બધા વિકલ્પોનો નાશ થાય છે. અહીંયા અનંત પુરુષાર્થ છે. આ કાંઈ વાતે વડા થાય એવું નથી. એ લોકોને આકરું લાગે છે કે- સોનગઢવાળાએ વ્યવહારને ઉથાપી નાખ્યો છે. એમ કહે છે. રાડો પાડો તો પાડો! સંપ્રદાયવાળા વિરોધ કરે છે. કોનો વિરોધ કરે છે પ્રભુ! તને ખબર નથી ! આહાહા ! તારી ચીજ છે તે અંદર રાગ રહિત, વિકલ્પ રહિત પડી છે તેની વાત કરીએ છીએ. કેવું છે મરીચિચક્ર? વદિ: નિયંતઅનાત્મ પદાર્થોમાં ભમે છે. (વર: નિર્વત) અંતર સ્વરૂપથી નીકળીને પુષ્ય ને પાપ, શુભ ને અશુભમાં અર્થાત્ બહારમાં ભમે છે. આહાહા ! ભગવાન અનંત આનંદના નાથને છોડીને, વિકલ્પની જાળમાં ભમે છે. સર્વ વિકલ્પમાં (વી.) Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કલશામૃત ભાગ-૪ બહાર નીકળી ગયો. અંદ૨માંથી બહાર નીકળી ગયો. કોઈએ આબરુના વખાણ કર્યા તો રાજી– રાજી થઈ ગયો, ફૂલીને ડોલો થઈ જાય. મૂરખ ! તું આત્મા છો અને તને તારા વખાણની તો ખબર નથી. (બહા૨માં ) મોટો અભિનંદન (પત્ર) નથી આપતા! અભિનંદન આપે તમે આવા છો ને તમે આવા છો... તેમાં હોય નહીં કંઈ માલ. બે – પાંચ લાખ ખર્ચીને મંદિર બનાવો ભાઈ ! પૈસા ખર્ચ્યા હોય તેથી એને તો જાણે (ઓહો થઈ જાય ) ધૂળમાંય ઓહો નથી, આવી વાતું છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આ બધી ઉપાધિ છે – અનાત્માની વાત છે. આત્મા જે છે એ તો આનંદ સ્વરૂપ છે. તેને જે જે પુણ્ય – પાપના વિકલ્પ ઊઠે છે ( વૃત્તિ: નિયંત્) બહા૨ ભમે છે. બિહÁલો – વ્યભિચારી થઈ ગયો છે. પુણ્ય – પાપના રસિયાઓને તો આકરું પડે એવું છે. જુઓને ! અમે આવા મંદિર બનાવીએ, આ આરસ પહાણનું છવ્વીસ લાખનું મંદિર છે. આ તો આરસ પહાણનું છે પરંતુ સવારે વાત આવી હતી કે સ્ફટીકમણિના મહેલ હોય રાવણના મહેલ હતા એમાં શું છે? એ બહા૨ની ચીજ બધી ધૂળ છે. એ તારામાં ક્યાં આવી ? (લોકો ) બહા૨માં હાલી નીકળ્યા છે તેને કહે છે - ( વહિ: નિયંત્ ) પોતાનો જ્ઞાનાનંદ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ – સ્વભાવ છે. તેનાથી (ભિન્ન ) જેટલા વિકલ્પ ઊઠે છે. પુણ્ય –પાપના, શુભ – અશુભ રાગના અને તેનો બંધ અને તેના ફળનો એ બહા૨ની ચીજ છે. એ વિકલ્પ તારા અંત૨માં નથી. એ બહિર્ચીજને પોતાની માનવી તે બહિર્માત્મા મિથ્યાર્દષ્ટિ મૂઢ છે. આમાં એક કલાકમાં કેટલું યાદ રાખવું ? ભાષા તો જુઓ ! મરિચિચ – વિકલ્પની જાળ. શુભ – અશુભ એ બધી ( વૃત્તેિ: નિયંત્) જાળ બહા૨માં છે, અંદ૨માં નથી. અનાદિથી બહા૨માં ભમ્યો છે. મેં વ્રત કર્યા, શ૨ી૨થી બ્રહ્મચર્ય પાળ્યા એ બધા વિકલ્પ છે. મેં સ્ત્રીનો ત્યાગ કર્યો, તે શું ત્યાગ કર્યો ? બ્રહ્મ નામ આત્મા અને એના આનંદમાં ચરવું – રમવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શ૨ી૨થી બ્રહ્મચર્ય પાળ્યું એટલે બ્રહ્મચર્ય થઈ ગયું એમ નથી. બ્રહ્માનંદ પ્રભુ ભગવાનમાં રમવું તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મ નામ આનંદ સ્વરૂપ પ્રભુ ! તેમાં ચરવું અર્થાત્ ૨મવું તે બ્રહ્મચર્ય છે. શ૨ી૨થી તો અનંતવા૨ બ્રહ્મચર્ય પાળ્યા પ્રભુ ! એ તો બધી રાગની ક્રિયા છે, ભાઈ ! તને ખબર નથી. “ભાવાર્થ આમ છે કે-પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે.” અંદરમાં જે સ્વરૂપ છે તે વર્તમાન દશામાં પ્રાપ્ત થયું. બધા વિકલ્પનો નાશ થઈને એકલી અતીન્દ્રિય આનંદમય દશા રહી જાય છે. અતીન્દ્રિય આનંદની દશા, અતીન્દ્રિય અનંતજ્ઞાન તેનું નામ ૫રમાત્મપદ છે – તેનું નામ મુક્તિ છે, તેમાં કોઈ વિકલ્પ છે નહીં. Page #137 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૨૧ (મદાક્રાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारैः स्वरसविसरै: प्लावयत्सर्वभावा नालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत् ।।१२-१२४ ।। ખંડાન્વય સહિત અર્થ “તત જ્ઞાનનું ઉન્મન” (ત) જેવો કહ્યો છે તેવો શુદ્ધ (જ્ઞાનમ) શુદ્ધચૈતન્યપ્રકાશ (૩નનમ) પ્રગટ થયો. જેને જ્ઞાન અર્થાત્ શુદ્ધચૈતન્યપ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે? “મિ9િ વસ્તુ અન્તઃ સમ્પશ્યત:”(વિક્રમ 9િ વસ્તુ) નિર્વિકલ્પસત્તામાત્ર કોઈ વસ્તુ, તેને (કન્ત: સમ્પત:) ભાવશ્રુતજ્ઞાન વડે પ્રત્યક્ષપણે અવલંબે છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી, સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી, ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પવસ્તુમાત્રને અવલંબે છે, અવશ્ય અવલંબે છે. “પર” આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી, તેથી કહી શકાય નહિ. કેવો છે શુદ્ધ જ્ઞાનપ્રકાશ?“નિત્યોદ્યોત” અવિનાશી છે પ્રકાશ જેનો. શા કારણથી? “ITલીનાં ક્ષતિ વિમાન” (રવીનાં) રાગ-દ્વેષ-મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધપરિણામ તેમનો (તિ વામા ) તત્કાળ વિનાશ થવાથી. કેવા છે અશુધ્ધપરિણામ? “સર્વત: પિ મારવા (સર્વત: પિ) સર્વથા પ્રકારે (માસવાળાં) આસવ એવું નામ-સંજ્ઞા છે જેમની, એવા છે. ભાવાર્થ આમ છે કેજીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસવપણું ઘટે છે. તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આવે છે જે પુદ્ગલની વર્ગણાઓ તે તો અશુધ્ધપરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? “સર્વમાનિસ્તાવન"(સર્વમાવાન) જેટલી શેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાનપર્યાય સહિત છે તેમને (Hવયન) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું. કોના વડે? “સ્વરસવિસરે.” (સ્વર) ચિતૂપ ગુણ, તેની (વિસરે:) અનંત શક્તિ, તેના વડે. કેવી છે તે? “IRા :”( ૨) અનંત શક્તિ, તેનાથી પણ (wારે:) અનંતાનંતગણી છે. ભાવાર્થ આમ છે કે દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણ છે. તે સમસ્ત યોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે. એવો દ્રવ્યનો સ્વભાવ છે. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “લીનોવેત્તાન વિનમ્” સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યંત રહેશે, કયારેય અન્યથા થશે નહિ. વળી કેવું છે શુદ્ધ જ્ઞાન? “તુ” ત્રણ લોકમાં જેના સુખરૂપ પરિણમનનું દૃષ્ટાંત નથી-આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. ૧૨-૧૨૪. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કલશામૃત ભાગ-૪ કળશ નં.-૧૨૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૨૧૨૩ તા. ૧૫-૧૬/૧૦/૭૭ આગ્નવ અધિકારનો છેલ્લો કળશ છે. “તત જ્ઞાનમ ઉન્મમ જેવો કહ્યો છે તેવો શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો તે જીવ કેવો છે?”શુદ્ધ જ્ઞાન ચૈતન્ય પ્રકાશ આસ્રવ રહિત થઈને પ્રગટ થયો છે. અહીં ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો તે બતાવવું છે. શુભ-અશુભ એ આસ્રવ છે – મલિન પરિણતિ છે. તેનાથી રહિત જ્યાં અંતર ભાન થયું અને તેમાં લીન થતાં શુધ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો. આસ્રવ જે પ્રગટ હતો તેના સ્થાને શુધ્ધ જ્ઞાન પ્રકાશ થયો, અર્થાત્ શુદ્ધ ચૈિતન્ય સ્વરૂપ આસ્રવ રહિત થઈને પોતાના પરમાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના (લક્ષની) દશા પ્રગટ થઈ તેનું નામ આસ્રવ રહિત આત્મદશા પ્રગટ થઈ. જેને જ્ઞાન પ્રગટ થયું તે જીવ કેવો છે? જેને અંતરમાં આત્મ સ્વરૂપ ચૈતન્યબિંબ જે અનાદિ અનંત, શાંત ને આનંદરસથી ભર્યો છે. એવો આત્મા કોને પ્રગટ થયો? કેવી રીતે પ્રગટ થયો? તે વાત કહે છે. “મિપિ વસ્તુ અન્તઃ સમ્પશ્યતઃ” નિર્વિકલ્પ સત્તામાત્ર કોઈ વસ્તુ” (મિ) એટલે કોઈ પણ. ચૈતન્ય આનંદકંદ નિર્વિકલ્પ વસ્તુ.. એ અન્તઃ સમ્પયત: ભાવશ્રુતજ્ઞાન દ્વારા અનુભવમાં આવી. આહાહા! (સમ્પશ્યતઃ) ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અવલંબે છે. શું કહે છે? આ થોડી સૂક્ષ્મ વાત છે. જ્યારે ધર્માજીવ પોતાના ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ આનંદકંદ તેનું અવલંબન લેતાં, આમ્રવનો અર્થાત્ વિકારનો નાશ થયો. (અન્તઃ સમ્પયતઃ) અન્તઃ ચૈત્નય સ્વરૂપને ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ દેખે છે – આવી ભાષા છે. “મિપિ વસ્તુ અન્તઃ પરન્તઃ” નિર્વિકલ્પ સત્તામાત્ર કોઈ વસ્તુ છે. અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મ વસ્તુ તેને “મન્તઃ સમ્પયતઃ” અંતરમાં ભાવશ્રુતજ્ઞાન દ્વારા (પ્રત્યક્ષપણે અવલંબે છે.) (કન્તઃ) ની વ્યાખ્યા ભાવશ્રુતજ્ઞાન દ્વારા, (સપૂરતઃ) નો અર્થ પ્રત્યક્ષપણે અવલંબે છે. અંતર નિર્મળ ભાવશ્રુતજ્ઞાન એ દ્વારા અંતરમાં વસ્તુને અવલંબે છે. આહાહા! પુણ્ય ને પાપના મલિન દુઃખરૂપભાવનો અભાવ કરીને.... પોતાનો ચૈતન્ય સ્વભાવભાવ તેને (કન્તઃ સમ્પશ્યત:) પ્રત્યક્ષપણે દેખે છે. આવી ઝીણી વાતો બહુ! ધર્મ વસ્તુ સૂક્ષ્મ છે. આ આસ્રવ અધિકારનો છેલ્લો કળશ છે ને! આહાહા ! અંતરમાં ભગવાન આત્મા! ચૈતન્ય પ્રકાશનો સાગર ભગવાન આત્મા છે. પુણ્ય-પાપના આગ્નવભાવ મલિન અને દુઃખરૂપ છે. તેનો અભાવ કરીને....(અન્તઃ ) ચૈતન્ય વસ્તુને અંતર ભાવશ્રુતજ્ઞાન દ્વારા અવલંબે છે અને પ્રત્યક્ષ દેખે છે. “પ્રત્યક્ષ અવલંબે છે” આ ભાષા છે. પોતાના અંતરમાં ધર્મની દશા પ્રગટ થતાં. એ ભાવકૃત દ્વારા (પ્રત્યક્ષ દેખે છે.) દ્રવ્યશ્રુતથી નહીં, વાણીથી (આત્મા) પ્રગટ થતો નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૨૩ વાણી સાંભળીને જે વિકલ્પ આવે છે તેનાથી પણ જાણવામાં આવતો નથી. બહિર્મુખનું લક્ષ છોડીને. અંતર્મુખ ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંતરંગમાં (પત્તિ ) પ્રત્યક્ષ અવલંબે છે. સમાજમાં આવ્યું? માર્ગ બહુ સૂક્ષ્મ છે. અનંતકાળથી તેણે આ કર્યું નથી. ચારગતિમાં રખડતાં.. રખડતાં શુભાશુભભાવ કર્યા અને એ શુભભાવથી મનુષ્યપણું કે સ્વર્ગાદિ મળ્યું. તેમાં દુઃખ છે. પા૫ (ભાવ) થી તિર્યચપણું અને નરકાદિ એવી હલકી ( ગતિ મળી)- એમાં દુઃખ થાય છે. ચારેય ગતિ દુઃખરૂપ છે. પુણ્યપાપના ફળરૂપ ચારગતિના ભાવ દુઃખરૂપ છે. આસ્રવના પરિણામનું લક્ષ છોડીને.. ત્રિકાળ આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય સત્તાસ્વરૂપ તેનું ભાવશ્રુતજ્ઞાન દ્વારા અવલંબન કર્યું. તેને આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો. આવી વાત છે. આસ્રવ અધિકારનો છેલ્લો કળશ છે ને! ભાવાર્થ આમ છે કે-“શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળે જીવ કાષ્ઠની માફક જડ છે એમ પણ નથી.” શું કહે છે? કોઈ એમ કહેતા હોય છે ને કે – અંદરમાં અનુભવ પછી કોઈ ચીજ અનુભવમાં નથી આવતી. અર્થાત્ તે લાકડાંની જેમ નિર્વિકલ્પ થઈ જાય છે... તો એમ નથી. દૃષ્ટિમાં ચીજ આવી જ નથી. – એમ નથી. જડ જેવો થયો નથી. “સામાન્યપણે સવિકલ્પી જીવની માફક વિકલ્પી પણ નથી” શું કહે છે? ભગવાન આત્મા અંતર આનંદનું ધામ પ્રભુ ! સ્વયં જ્યોતિ સુખધામ છે. એ (આત્મ) ચીજને અનુભવતાં... ત્યાં લાકડાં સમાન જડ નથી થતો, તેમ રાગના, પુણ્ય-પાપના વિકલ્પ કરનારની પેઠે વિકલ્પી પણ થતો નથી. આવી વસ્તુ છે. સમજમાં આવ્યું? શ્રોતા:- લાકડાંની સમાન જડ નથી અને ઉત્તર લાકડાંની સમાન જડેય નથી અને વિકલ્પી પણ નથી. પેલા કહે છે ને ! વિકલ્પ છોડી ધો. વિકલ્પ છોડી દ્યો...! પણ... અંદર શું ચીજ છે એનો તો ખ્યાલ નથી. એ... આનંદમાં અને જ્ઞાનમાં ખ્યાલમાં એ ચીજ આવે છે કે નહીં? એ કહે – વિકલ્પ છોડી દ્યો! શું વિકલ્પ છોડે!! અહીં કહ્યુંને અંતર ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લીધું છે. વિકલ્પ છોડીને તેને લક્ષમાં – અવલંબનમાં કોઈ ચીજ નથી – એમ નથી, એવી ચીજ નથી. અલૌકિક વાત છે. વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે. આહાહા ! દુનિયામાં બધું અનંતવાર કર્યું. વેપાર ધંધાનો રાગ કર્યો. પણ ધંધો કે વેપાર કરી શકતો નથી. તેણે રાગ કર્યા અને દ્વેષ કર્યા. અરે..! દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા (ના ભાવ) પણ અનંતવાર કર્યા. પરંતુ તે તો બધી રાગની ક્રિયા છે. એ બધી આસવની ક્રિયા છે. અહીંયા અધિકાર આસ્રવના અંતનો (નાશનો) છે. આહાહા ! અંતર સ્વરૂપ... આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ! તેના અવલંબનથી વિકલ્પનો અભાવ થાય છે. તો તે જડ જેવો નથી થતો અને વિકલ્પી અર્થાત્ જે રાગી છે... વિકલ્પો ઊઠે છે. એવોય નથી. ત્યાં તો ચૈતન્ય શુદ્ધ આનંદનું અવલંબન છે અને તે ભાવશ્રુતજ્ઞાનમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કલશામૃત ભાગ-૪ આત્માના આનંદને પ્રત્યક્ષ અનુભવે છે. આવી ચીજ છે. પ્રશ્ન:- ભમરડા જેવો સ્થિર છે? ઉત્તરઃ- ભમરડા જેવી વાત અહીંયા નથી. અહીંયા તો સ્થિર થઈ જાય છે. ભમરડો તો ફરે છે અને સ્થિર દેખાય છે, અહીં એમ નથી. આ છોકરાઓ રમે છે ને! તે ભમરડાને શું કહેવાય? અમારે (ગુજરાતીમાં) ગરિયો કહે છે. એ ફરતો ગરિયો આમ સ્થિર દેખાય... પણ ત્યાં તે ફરે છે. બહુ ફરે છે. તેમ અહીંયા ( અનુભવમાં) સ્થિર દેખાય છે અને ફરે છે – એમ નથી. ગરિયો (તીવ્ર) ગતિથી ભમતો હોય તેથી અજ્ઞાનીને સ્થિર છે તેમ લાગે છે. બાકી તે ભમે છે. તેમ આત્મા રાગ રહિત થયો તો ભમે છે તેમ નથી. આત્મા અંદરમાં આનંદમાં, જ્ઞાનમાં સ્થિર થાય છે. પ્રશ્ન- જ્ઞાન ચાલુ રહે છે? ઉત્તર- અંદરમાં જ્ઞાન.... સ્થિર થઈને ચાલુ રહે છે. એ આત્મામાં રહે છે. આહાહા! આવી વાતું બાપુ! અનંતકાળ થયા તેને કદીય કર્યું નથી. અનંતવાર મનુષ્યપણું મળ્યું, અનંતવાર અબજોપતિ થયો, અનંતવાર ભિખારી થયો આ રીતે મનુષ્યપણું નિષ્ફળ ગયું. આહાહા! આ આત્મા અંદર વસ્તુ છે. શુદ્ધ ચૈતન્ય પરમાનંદનો પિંડ છે. તેના અવલંબનમાં કોઈ જડતા છે એમ નથી, અને (અનુભવમાં) વિકલ્પ છે તેમેય નથી. આત્માનું અવલંબન છે, તેની દૃષ્ટિમાં આનંદ કંદ પડયો છે. ત્યાં આનંદનો અનુભવ છે. ત્યાં (આત્માની) અસ્તિ છે. ત્યાં જડ જેવો નથી. ત્યાં તો રાગ રહિત શાંતિ શાંતિ છે. અહીંયા તો આસવ રહિત કહેવો છે ને! | વિકલ્પ છે તે રાગ છે – દુઃખ છે. એ તો ક્ષણિક કૃત્રિમ દશા છે. રાગથી રહિત અતીન્દ્રિયજ્ઞાન... અતીન્દ્રિય આનંદનું વેતન આવ્યું. અસ્તિપણે વેદન આવ્યું.. કાંઈ શૂન્ય છે તેમ નથી શૂન્ય એવું અંદર કાંઈક છે... પણ ખબર પડતી નથી – એવી ચીજ નથી. તે અંતર્લીન થયો તો... આત્મા આનંદસ્વરૂપ છે એવો જ્ઞાન પ્રકાશ પર્યાયમાં આવ્યો. જ્ઞાન સ્વરૂપ જે ધ્રુવ છે તેનું જ્યાં અવલંબન થયું તો પર્યાયમાં જ્ઞાનપ્રકાશ થયો. એમ અનંતગુણનો અંશ પ્રગટ થયો...અરે.આવી વાતો! લોકો તો બહારથી ધર્મ માનીને બેસી ગયા. વ્રત કર્યા, કંઈક બેપાંચ લાખનું દાન કર્યું... ત્યાં માની ત્યે કે – અમે કંઈક ધર્મ કર્યો. ધૂળમાંય ધર્મ નથી. શ્રોતા:- લૌકિક દૃષ્ટિએ ધર્મ કહેવાય ને? ઉત્તર:- કહે ધર્મ, ત્યાં જરીયે ધર્મ નથી. તે તો આસ્રવ છે – દુઃખ છે. આહાહા ! અહીંયા તો દુઃખના પરિણામ જે આસ્રવ તેને છોડવાથી.. કોઈ અસ્તિ ચીજ દૃષ્ટિમાં આવી કે શૂન્ય છે? પુણ્ય-પાપનું અસ્તિત્વ હતું તેનું લક્ષ છૂટી ગયું તો અંદર કોઈ વસ્તુનું ( અવલંબન) છે કે – શૂન્ય થઈ ગયો. કોઈ ચીજનો અનુભવ રહ્યો કે નહીં? સમજમાં આવ્યું? કહે છે કે – સામાન્યપણે સવિકલ્પી જીવના સમાન તે વિકલ્પી પણ નથી. હું જ્ઞાન છું, હું Page #141 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૨૫ આનંદ છું એવા જે વિકલ્પો તે રાગ છે. તે પણ (અનુભવમાં) નથી, તેમ ત્યાં શૂન્ય થઈ જાય-તેમ નથી. આનંદ સ્વરૂપ ભગવાન આત્માના અસ્તિત્વના અવલંબનથી પર્યાયમાં આનંદ ને શાંતિ આવે છે. ધર્મ આવો છે. અરે ભાઈ ! આ તો ધીરાના કામ છે બાપુ ! અનંતકાળમાં એક સમય પણ ચૈતન્ય દ્રવ્યનું અવલંબન કરી લીધું નથી. પર્યાયનું અવલંબન, પુણ્ય-પાપનું અવલંબન, નિમિત્તના અવલંબનમાં અનાદિથી પડયો છે. જે સંતો કહે છે તે જ પરમાત્મા કહે છે. અહીંયા તો પરમાત્મા આમ ફરમાવે છે. આ પુણ્ય-પાપના | વિકલ્પ છૂટી જાય છે. એટલે જાણે તે શૂન્ય થઈ ગયો? એમ છે નહીં – એમ કહે છે. પ્રશ્ન- રાગથી શૂન્ય થાય છે! ઉત્તર- રાગથી શૂન્ય થાય છે પરંતુ આનંદના અસ્તિત્વપણે. તેનાથી અશૂન્યપણે ભાસે છે. “ભાવશ્રુતજ્ઞાન વડે કોઈ નિર્વિકલ્પ વસ્તુમાત્રને અવલંબે છે” જુઓ! કોઈ અસ્તિત્વ મહાપ્રભુ અંદર છે. તેને અવલંબે છે. વિકલ્પ છૂટી ગયા માટે તેને કંઈ અવલંબન રહ્યું નહીં – એમ નથી. લોકો એમ માને કે – જો શુભભાવ છોડશું તો આપણે શૂન્ય થઈ જશે. શુભભાવ અર્થાત્ દયા-દાન-વ્રત-ભક્તિના જે વિકલ્પ છે તે છોડ, તે શૂન્યનો અર્થ: વિકલ્પ છૂટવાથી શૂન્ય નથી થયો. વિકલ્પ છૂટવાથી અતિરૂપ ભગવાનનું અવલંબન થયું. અરે! આવો માર્ગ....! એણે શું કરવું એની સૂઝ પડે નહીં. પ્રશ્ન- તો શું કરવું? ઉત્તર- અંદર અંદર જવું. જ્યાં ચીજ છે-ભગવાન બિરાજે છે ત્યાં જવું. ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ આત્મા બિરાજમાન છે. ત્યાં જવું... ત્યાં (તારું ) અસ્તિત્વ છે. એ અસ્તિત્વના અવલંબને અસ્તિત્વનું વેતન આવે છે. દુઃખનું જે વેદન છે તેનાથી જેમ શૂન્ય થઈ જાય છે તેમ નથી. (અનુભવ) સમયે ક્યાંય આનંદ છે જ નહીં – એમ નથી. શરીરમાં નથી, આબરૂમાં નથી, પૈસામાં નથી, કીર્તિમાં નથી, પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે છે તેમાં નથી. આનંદ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય સુખનો સાગર પ્રભુ છે. તેના અવલંબનથીપર્યાયમાં આનંદના અસ્તિત્વની મોજૂદગી અનુભવમાં આવે છે. આસ્રવનો અભાવ થયો પરંતુ સ્વભાવની શાંતિની મોજૂદગીનો અનુભવ છે. દયા પાળો, વ્રત કરો, એમ રાડો પાડે બિચારા! જૈન દર્શનમાં છાપામાં આવું બહુ આવે છે – સોનગઢવાળા વ્યવહારને ઉથાપી નાખે છે. અરે... પ્રભુ! સાંભળ તો ખરો ભાઈ ! શ્રોતા- એકેય દિવસ અહીંયા આવીને સાંભળ્યું નથી. ઉત્તરઃ- સાંભળે? એના સાંભળવાના ભાગ્ય ક્યાં હોય ! આવી ચીજ સાંભળવાના ભાગ્ય જોઈએ. આહાહા ! (અલૌકિક) વસ્તુ બાપુ! આ ચીજ કાંઈ (સાધારણ નથી) પં. દોલતરામજીની સ્તુતિમાં આવે છે – ભગવાનની દિવ્ય ધ્વનિ ભવ્યોના ભાગ્ય જોગે નીકળે છે. “મવિ માન વગોવાય, તુમ ઘનિ હૈ સુનિ વિશ્વન નશાય” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કલશામૃત ભાગ-૪ અહીંયા તો કહે છે – પ્રભુ તું કોણ છો ? શું છો ? શું તું પુણ્યપાપના આસવમાં છો ? તું શરી૨માં છો ? એક સમયની દશામાં તારી આખી ચીજ છે ? તારી આખી ચીજ તો અંદર પડી છે ને ! અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુ છે, અતીન્દ્રિય જ્ઞાનનો કંદ પ્રભુ છે. તેના અવલંબનથી, તેના આધા૨થી તને પર્યાયમાં શાંતિ ને આનંદની મોજૂદગી મળશે. આસ્રવના અભાવથી શૂન્ય થઈ જઈશ... એમ નથી. આહાહા ! આવો ઉપદેશ. અહીંયા કહે છે – ભાવશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે અવલંબે છે. “અવશ્ય અવલંબે છે.” આ.... હા... હા...! જરૂર અંદર અવલંબે છે. પુણ્ય-પાપની વૃત્તિ, વિકલ્પ છૂટી ગયા તો હવે કોઈ અવલંબન રહ્યું નહીં− (તેમ નથી ) (વિકલ્પમાં તો ) બાહ્યનું અવલંબન હતું. પરંતુ ચીજ છૂટી નથી માટે તો ભગવાન આત્માનું અવલંબન આવ્યું. પર્યાય એ બાજુ ઝૂકી તો ભગવાન આનંદ સ્વરૂપના ભેટા થયા. આહા ! આવી વાત છે. પ્રશ્ન:- અવલંબન લ્યે છે તે નિશ્ચય કે વ્યવહાર ? ઉત્ત૨:- પર્યાય અવલંબન લ્યે છે તેવો ભેદેય નથી ત્યાં આ તો સમજાવવું છે. અંતર્મુખ દૃષ્ટિ થઈ તો અવલંબન લીધું એમ કહ્યું. કે – આમ દૃષ્ટિ છે અને હું અવલંબન લઉં છું તેવો વિકલ્પ નથી ત્યાં. આહાહા ! ત્યાં અવલંબન કોણ હૈ !! દ્રવ્ય વસ્તુ આખી પડી છે. એ બાજુ પર્યાય ઝૂકી તો અવલંબન લીધું એમ કહેવામાં આવે છે. આવી વાત છે. કહેવામાં તો એમ જ આવે ને!! ભાવ તો ( અંદરનો ) છે. પર્યાય આશ્રય કરે (છે). આશ્રય કોણ કરે ? પર્યાય આશ્રય કરે છે... કે – આ... આ... આ... (હું) એમ તો વિકલ્પ ઊઠે છે. ફકત ચીજ તેની સન્મુખ થઈ તો આશ્રય અવલંબન આવ્યું એમ કહેવામાં આવે છે. આવો માર્ગ છે – “પ્રભુનો મારગ છે શૂરાનો.” પ્રશ્ન:- સન્મુખ થવાની શું જરૂર છે? ઉત્ત૨:- જેને આત્માની જરૂર હોય તેને સન્મુખ થવું. જેણે સંસારમાં ૨ખડવું હોય એને ( આત્માથી ) વિમુખ થવું. સન્મુખ એટલે સન્... સન્ થવું... એની સન્મુખ મુખ કરવું. સત્ સાહેબ ચૈતન્યમૂર્તિ ભગવાન પૂર્ણની સન્... મુખ અર્થાત્ એ ત૨ફ મુખ કરવું. પર્યાયનું (દ્રવ્ય ) ત૨ફ ઝૂકવું ભાઈ ! બહુ ઝીણો માર્ગ છે. “ અરેરે ! એ દુઃખી... દુઃખી પ્રાણી છે... હોં ! એ કષાયની અગ્નિમાં બળી રહ્યા છે. રાજાને શેઠીયા કરોડોપતિ દેખાય પણ એ કષાયની અગ્નિથી જલે છે. છ ઢાળામાં આવે છે. “રાગ આગ દહે સદા તાતે સમામૃત સેઈયે” એ બધા રાગની દાથી બળી રહ્યા છે... ભાઈ ! તને ખબર નથી. જેમ જીવતા ઉંદ૨ને અગ્નિમાં શેકે એમ રાગમાં ચૈતન્યનું આખું જીવન શેકાય છે. ભાઈ ! તને ખબર નથી. પછી તે શુભરાગ હો કે અશુભરાગ હો ! છ, સાત કલાક ધંધે બેસે, છ, સાત કલાક સૂવે... એ બધા કષાયની અગ્નિથી બળી રહ્યા છે. કોઈ ધર્મના નામે – દયા–દાન–વ્રત– ભક્તિ-પૂજામાં ( રચ્યા ) હોય એ પણ રાગની અગ્નિથી બળી રહ્યા છે. આવો માર્ગ છે ભાઈ ! Page #143 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૨૭ કોઈ નિર્વિકલ્પ વસ્તુમાત્રને” ભગવાન મહાપ્રભુ ચૈતન્ય રત્નાકરની અસ્તિ, તેને જરૂર અવલંબે છે. આસ્રવ છૂટે તો (આત્માને ) જરૂર અવલંબે છે... અવશ્ય અવલંબે છે. “પર” આવા અવલંબનને વચનદ્વારથી કહેવાને સમર્થપણું નથી,” કહેવા માટે શબ્દ શું કહે... એમ કહે છે. ભગવાન અતીન્દ્રિય આનંદ પ્રભુ તેનું વર્તમાન પર્યાયમાં અવલંબન કરવું. કેવી રીતે કહેવું? ભાષા તો શું કરે? “પર' વચન દ્વારા કહેવાને સમર્થ નથી, તેને કહેવું શક્ય નથી. ભાષા જુઓ! આ તો શબ્દથી એમ કહ્યું બીજી જગ્યાએ કળશટીકામાં એમ આવે છે કે – વચનથી કહેવાય નહીં. પણ જ્ઞાન છે એટલું કહીએ છીએ. જ્ઞાન એટલે આત્મા છે. એ રાગના વિકલ્પથી રહિત થતાં ભગવાન જ્ઞાન સ્વરૂપ દૃષ્ટિમાં આવે છે. એટલું કહીએ છીએ. કેવો છે શુદ્ધ જ્ઞાન પ્રકાશ?” ભગવાન પ્રભુ અંદર કેવો છે? આહાહા ! જેને વર્તમાન ભાવશ્રુતજ્ઞાન અવલંબે છે, વર્તમાન નિર્મળ પર્યાય જેને અવલંબે છે – એ ચીજ અંદર કેવી છે? એ ભગવાન આત્મા છે કેવો? નિત્યોદ્યોત” અવિનાશી છે પ્રકાશ જેનો.” આહાહા ! ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ. ધ્રુવ અવિનાશી ચૈતન્યનો પ્રકાશ એ ચીજ અંદર છે. અવિનાશી ધ્રુવ નિત્ય ઉદ્યોત પ્રભુનિત્યકાયમ પ્રકાશરૂપ એવી ચીજ અંદર છે. કયા કારણથી આવો અવિનાશી પ્રકાશ જેનો છે? પ્રગટ અવલંબન થયું. શા કારણથી?“રા'વીનાં નિતિ વિનાત” રાગ-દ્વેષ મોહની જાતિના છે જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધ પરિણામ તેમનો તત્કાળ વિનાશ થવાથી.” અહીંયા શું કહે છે? વિકલ્પમાત્ર છૂટી જતાં અવલંબન થયું. શું તેનાં અવલંબનથી થયું? ચૈતન્ય ધ્રુવ સ્વભાવ તેનો અનુભવ થયો. શ્રુતજ્ઞાને અવલંબન લીધું તો થયું શું? “RITલીનાં તિ વિરામારાગ-દ્વેષ મોહની જાતિના જેટલા અસંખ્યાત લોકમાત્ર અશુધ્ધ પરિણામ.” શુભ પરિણામ પણ અસંખ્ય પ્રકારના છે અને અશુભભાવ પણ અસંખ્ય પ્રકારના છે. “જ્ઞાતિ વ માતતત્કાળ વિનાશ થવાથી. જ્યાં આત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લીધું ત્યાં આસ્રવ તત્કાળ નાશ થાય છે – એ સમયે નાશ થાય છે. રાગ ઉત્પન્ન થતો નથી... એટલે નાશ થઈ ગયો એમ. આવો ઝીણો માર્ગ બહુ! લોકોએ બહારમાં સ્થૂળ કરી નાખ્યો. આહાહા! અરૂપી પ્રભુ! એમાં એના પરિણામ અર્થાત્ પર્યાય એ તો ઘણી સૂક્ષ્મ. હું દ્રવ્ય સ્વરૂપ છું. એ સૂક્ષ્મ છે અને એક સમયની દશા એ પણ સૂક્ષ્મ છે. એ પર્યાય... પર્યાયવાન તરફ ઝૂકી તો કહે છે કે – (વિરામ) તત્કાળ આગ્રુવનો નાશ થાય છે. અહીંયા (પરિણામમાં) આનંદ ઉત્પન્ન થયો, તે સમયે આસ્રવની ઉત્પત્તિ ન થઈ તેનું નામ નાશ થયો તેમ કહેવામાં આવે છે. ભાષા તો બહુ સાદી છે ભાઈ ! Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કલશામૃત ભાગ-૪ - “કેવા છે અશુધ્ધ પરિણામ? “સર્વતઃ પિ મરવાનાં સર્વથા પ્રકારે આસવ એવું નામ - સંજ્ઞા છે જેમની, એવા છે.” એ અસંખ્ય પ્રકારના શુભ અને અસંખ્ય પ્રકારના અશુભ એ આસ્રવ સંજ્ઞા છે. અશુધ્ધ પરિણામ જ નહીં, શુભને પણ આસ્રવ નામ સંજ્ઞા છે. જેનાં નિમિત્તે નવા કર્મ આવે છે. ભાવાર્થ આમ છે કે - “જીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસવપણું ઘટે છે.” દ્રવ્યાસવ (જડ કર્મ નવા) આવે છે તેમાં આસ્રવ નિમિત્ત હો તો તે આવે છે. ખરેખર આસ્રવ તો પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત-ભક્તિના ભાવ, કામ-ક્રોધ એ આસ્રવ છે – એ મલિન પરિણામ છે. “જીવના અશુધ્ધ રાગાદિ પરિણામોને સાચું આસ્રવપણું ઘટે છે.” આમ કર્મ આવે છે તેને આસ્રવ કહેવાય છે ને! પણ એ તો કહે છે – કે અહીં આસ્રવનો સહારો છે, ભાવનો સહારો છે નિમિત્તપણે ત્યારે એ (દ્રવ્યાસવ) આવે છે. ખરેખર (જડકર્મ) એ આસ્રવ નથી. ખરેખર આસ્રવ તો શુભ ને અશુભ ભાવ છે. હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસના-કામ-ક્રોધમાન-માયા-લોભ એ પાપાસવ છે. અને દયાદાન-વ્રત-ભક્તિ-પૂજા એ પુણ્યાસવ તે બન્ને આસ્રવ છે. પ્રશ્ન:- સાચા..... તેનો અર્થ શું? ઉત્તર:- સાચા એટલે શુભ – અશુભ પરિણામ છે તે સાચા આસ્રવ એમ ! કર્મ આવે તે સાચા આસ્રવ નહીં, કેમકે તે તો (ભાવ) આસવના સહારે (નિમિત્તે) છે. બન્નેને આસ્રવ કહેવાય. (૧) ભાવ આસ્રવ (૨) દ્રવ્યઆસ્રવ. ભાવ આસ્રવ (જીવના ) અશુધ્ધ પરિણામ, દ્રવ્યાસ્ત્રવ અર્થાત્ (કર્મરૂપે) રજકણ આવે તે. (કર્મરૂપે રજકણ આવે છે તે સાચો આસ્રવ નહીં, સાચો આસ્રવ (ભાવ આસવ) તે છે. એ કહ્યું ને! સાચો આસ્રવ એક જ છે. એમ! અશુધ્ધ રાગાદિ પરિણામને સાચું આસ્રવપણું ઘટે છે. એટલું છે કે – ત્યાં “જ' નથી લગાવ્યો, કેમકે શુભ – અશુભ ભાવનું નિમિત્ત પામીને એમ ! “તેમનું નિમિત્ત પામીને કર્મરૂપ આરાવે છે. જે પુગલની વર્ગણાઓ તે તો અશુધ્ધ પરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત? અશુધ્ધ પરિણામ હતા. તેનું નિમિત્ત પામીને (નવા) કર્મ આવ્યા. ખરેખર તો અશુધ્ધ પરિણામ એ જ આસ્રવ છે. વહાણમાં છિદ્ર પડ્યું હોય અને પાણી આવે છે તેમ (ભાવ) આસવના (નિમિત્તે) સહારે કર્મ રજકણ આવે છે. કર્મ રજકણ આવે છે તેનું નિમિત્ત કોણ? અશુધ્ધભાવ. માટે અશુધ્ધભાવ જ સાચો આસ્રવ છે. પછી તે દયા પાળે, તપ કરે, વ્રત કરે, ભક્તિ કરે, દાન કરે તે બધા પરિણામ આસવ છે. તેમાં ક્યાંય ધર્મનો અંશ નથી. શ્રોતા- એ પર સન્મુખનો ભાવ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૨૯ ઉત્તર- અંદરમાં પર સન્મુખનો ભાવ એ (આસ્રવ છે.) તેમાં સ્વનો તો આશ્રય થયો નથી. લોકોને તો હજુ પુણ્યના પરિણામમાં આવવાના ઠેકાણાં ન મળે, આખો દિવસ પાપ.. પાપ ને પાપ. આ રળવું, ભોગ-વિષય, આ છોકરાવ-બાયડી (તેનો રાગ) એવા પાપના પરિણામ તે મુખ્ય આસ્રવ છે. એમાંથી છૂટીને... કદાચ દયા-દાન-વ્રત-ભક્તિ-જાત્રા કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર વાંચન કર્યું એ બધું પુણ્યાસવ છે. સમજમાં આવ્યું? – આવો માર્ગ છે પ્રભુનો ! ભગવાન આત્મા આસ્રવ રહિત છે. કહે છે કે પુણ્ય ને પાપ જીવના ભાવ છે. અત્યારે તો (આ વાત) માં તકરાર છે. વ્રતને આસ્રવ કહ્યું? તત્ત્વાર્થ સૂત્રમાં તેને જીવના પરિણામ કહ્યાં છે ભાઈ ! વ્રત પાળો છો, દયા-દાન-ઉપવાસ એ બધો આસ્રવ છે – અને આ ખરો આસ્રવ છે. રાગાદિના નિમિત્તે નવા કર્મ આવે છે એ તો દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્યકર્મને સહારો આ (રાગાદિ) પરિણામનો છે. માટે ખરેખર તો અશુધ્ધ પરિણામ એ જ આસ્રવ છે. ભગવાન આત્મા તો એ આસવથી રહિત છે. લોકોને બિચારાને આકરું લાગે ! જે પુગલની વર્ગણાઓ તે તો અશુધ્ધ પરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત?”કર્મ જે આવે છે તે પુણ્ય ને પાપ એવા અશુધ્ધ ભાવના નિમિત્તથી આવે છે. માટે ખરી રીતે તો અશુધ્ધભાવ એ જ આસ્રવ છે. (નવા) કર્મ આવે છે તેની તો શી વાત કરવી ! કેમકે તે તો જડચીજ છે... તેથી તેમની શી વાત? પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે.” શુભ કે અશુભ પરિણામથી રહિત ભગવાન ચૈતન્ય શુદ્ધ પવિત્ર પ્રભુ તેનો આશ્રય લીધો તો શુદ્ધ પરિણામ પ્રગટ થયા. શુધ્ધ પરિણામ થયા તો અશુધ્ધ પરિણામ મટી જાય છે. વ્રત-તપ-ભક્તિ-ઉપવાસ-જાત્રાના એ પરિણામ તો અશુધ્ધ છે – આસવ છે.. અને લોકો તેને ધર્મ માને છે! એ અશુધ્ધ પરિણામ.. શુદ્ધ પરિણામ થતાં સહજ જ મટે છે. શું કહે છે? શુદ્ધ ચૈતન્યનું અવલંબન લઈને શુદ્ધ પરિણામ થયા તો અશુધ્ધ પરિણામ ઉત્પન્ન જ થતા નથી. તે તો સહજ જ મટી જાય છે. “વળી કેવું છે શુદ્ધ જ્ઞાન?” પુણ્ય-પાપના આશ્રયથી રહિત આત્મા પ્રગટ થયો. અંતર ભાવશ્રુતજ્ઞાન દ્વારા શુદ્ધ ચૈતન્યનું અવલંબન લીધું. હવે કહે છે કે – કેવું જ્ઞાન પ્રગટ થયું? સર્વમાવાન સ્તવયન” જેટલી શેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત છે તેમને પોતામાં પ્રતિબિંબિત કરતું થયું.” જગતમાં જાણવા લાયક જેટલી ચીજ છે – અનંતા દ્રવ્યો, અનંતા ગુણો અને અનંતી પર્યાયો તેમને પોતામાં પ્રતિબિંબિત કરે છે. પ્રત્યેક પદાર્થ અર્થાત્ આત્મા, પરમાણું, ધર્માસ્તિકાય આદિ છએ દ્રવ્યોમાં દરેક ચીજ પોતાની પર્યાય સહિત બિરાજમાન છે. દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે તેને (બીજા) કોઈની સાથે સંબંધ છે નહીં. આહાહા ! દરેક પદાર્થ પર્યાય સહિત જ છે. તેનો અર્થ શું? આ આત્માને, બીજા આત્માઓ અને અનંત પરમાણું (સાથે સંબંધ નથી). દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩) કલશામૃત ભાગ-૪ એ પદાર્થની પર્યાય કોઈ બીજો પદાર્થ કરે એમ છે જ નહીં. જુઓ! આ શરીર છે-પર્યાય છે. તો પરમાણુંઓ પર્યાય સહિત જ છે. આત્માએ તેના હલન-ચલનની પર્યાય બનાવી તેમ નથી. આહાહા ! ભાષા જે નીકળે છે તે પણ પર્યાય સહિત પરમાણું છે. ભાષાના જે પરમાણું છે એ... પર્યાય સહિત જ છે. તેની પર્યાયને આત્મા બનાવી શકે ? એટલે દરેક દ્રવ્ય દરેક પદાર્થ પર્યાય સહિત જ છે. ભગવાન (સર્વજ્ઞ) પરમેશ્વરે એમ જ દેખ્યું છે. પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય હોય? પર્યાય એટલે પોતાનું કાર્ય. કાર્ય વિનાનું કારણ હોય? દરેક પદાર્થનું (સ્વતંત્ર) કાર્ય હોય છે. દ્રવ્યમાં પર્યાયનું કાર્ય સ્વતંત્રપણે પોતાથી થાય છે. જેટલી જાણવા યોગ્ય વસ્તુ છે... તેમાં અતીત=ભૂતકાળ, અનાગત–આગામીકાળ અને વર્તમાન, ત્રણે કાળમાં દરેક દ્રવ્ય પર્યાય સહિત છે. અનંતકાળ ગયો તેમાં દરેક પદાર્થ પોતાની પર્યાય – અવસ્થા સહિત છે. વર્તમાનમાં જે દ્રવ્ય છે તે પોતાની પર્યાય સહિત છે. ભવિષ્યમાં જે દ્રવ્ય રહેશે તે પોતાની પર્યાય સહિત રહેશે. તેમને (Hવયન) પોતામાં પ્રતિબિંબિત કરતું થયું”ભૂત અર્થાત્ ગયો કાળ, વર્તમાન અને ભવિષ્ય તે બધાય અનંત દ્રવ્યો અને દરેક દ્રવ્ય તેની પર્યાય સહિત છે તેને જ્ઞાન પ્રત્યક્ષ કરે છે – પ્રતિબિંબિત કરે છે. જે પ્રતિબિંબિત થાય છે તેનું જ્ઞાન અહીંયા થઈ જાય છે. ભવિષ્યની અનંતી પર્યાય સહિત જે દ્રવ્ય છે તેનું અહીંયા જ્ઞાન થઈ જાય છે. શ્રોતા- પર્યાયનો અંત તો કોઈ દિવસ આવે નહીં ! ઉત્તર:- પર્યાયનો અંત નથી, તો અંત નથી... એમ જ્ઞાન દેખે છે. અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે – દ્રવ્ય જે વસ્તુ છે આત્મા, પરમાણું આદિ છ દ્રવ્ય છે. એમાં પરમાણું અનંત છે, કાલાણું અસંખ્ય છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ આદિ એક છે. દરેક દ્રવ્ય દરેક કાળમાં પોતાની પર્યાય સહિત છે. દરેક દ્રવ્ય પર દ્રવ્ય સહિત છે તેવું ત્રણકાળમાં છે જ નહીં. અહીંયા પોતાનો આત્મા... પોતાની પર્યાય સહિત છે, આ શરીર પોતાની પર્યાય સહિત છે. કાર્માણ શરીર છે તે પોતાની પર્યાય સહિત છે. તેજસ શરીર છે તે પોતાની પર્યાય સહિત તેજસ શરીર છે. તે પર પર્યાય સહિત છે તેમ નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાય સહિત છે. હવે આ બાયડી-છોકરાંવ લક્ષ્મી આત્માના એ ક્યાંથી આવી ગયું? આહા! ભૂત કાંઈ વળગ્યું છે ને! શ્રોતા- તેજસ શરીર પોતાની પર્યાયમાં છે, કાર્માણ શરીર પોતાની પર્યાયમાં છે. ઉત્તર:- એ.. દરેકે દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે. એની પર્યાય બીજા પદાર્થથી છે - તેમ નથી. આ ચશ્મા છે તો તે પોતાની પર્યાય સહિત છે. એવી એવી પર્યાય એક પછી એક (થાય છે). આ શરીર... શરીરની પર્યાય સહિત છે માટે ચશ્માની પર્યાય સહિત છે એમ નથી. Page #147 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૩૧ પરંતુ તે તે પરમાણુ પ્રત્યેક કાળે પોતાની પર્યાય સહિત છે. આહાહા! તેને જ્યાં આત્માનું ભાન થયું; પૂર્ણ આસ્રવ રહિતનું ભાન થયું તો આસ્રવ રહિત થઈ ગયો. તેમને પોતામાં પ્રતિબિંબિત કરતું થયું” પોતાના જ્ઞાન સ્વભાવમાં પ્રતિબિંબિત કરતો થકો. પ્રત્યેક ચીજ જ્યાં જેવી છે. એવી અહીંયા જાણવામાં આવે છે. જેવું બિંબ છે એવું પ્રતિબિંબિત થાય છે. એ પ્રકારની પર્યાય અહીંયા જ્ઞાનમાં આવી જાય છે અર્થાત્ તે પ્રકારનું જ્ઞાન આવી જાય છે. તે પર્યાય આવી જતી નથી. આવું બહુ ઝીણું. - અહીંયા કહે છે કે – શરીર જે છે તે પોતાની પર્યાય સહિત છે. પોતાનું જ્ઞાન (શરીરને) પર તરીકે જાણે છે, અને પોતાને તે પોતાની પર્યાયથી સહિત છે તેમ જાણે છે. જ્યાં પૂર્ણ જ્ઞાન છે તે ત્રણે કાળના દ્રવ્યોને ત્રણેકાળની પર્યાય સહિત છે તેમ જાણે છે. ભવિષ્યની પર્યાય હજુ થઈ નથી. પરંતુ એ પર્યાય એ દ્રવ્યથી સહિત થશે તેમ અહીંયા જાણે છે. આહાહા ! જ્ઞાનનો સ્વભાવ અચિંત્ય છે. પરનો સ્પર્શ કર્યા વિના, પરનું લક્ષ ને અવલંબન કર્યા વિના જે જ્ઞાન પોતાના આશ્રયથી ઉત્પન્ન થયું તેમાં ત્રણ કાળની પર્યાયો સહિતનું દ્રવ્ય જ્ઞાનમાં જાણવામાં આવે છે. અરિહંત જે થાય છે તેની ભવિષ્યમાં કેવળજ્ઞાન થવાની પર્યાય અત્યારે છે. એ કેવળજ્ઞાન પર્યાય (પ્રગટી) અને ક્ષય થઈ ગઈ. અનંતા કેવળીઓ જે છે, સિદ્ધો છે તે દરેક પોતાની પર્યાય સહિત છે. તેને આ કેવળજ્ઞાન છે તે દરેક પર્યાયને જાણે છે. સમજમાં આવ્યું? અરે... આવું યાદ ક્યારે રાખવું? આખો દિ' બહારમાં પડ્યો હોય. આ માર્ગ જ જુદો છે ભાઈ ! આહાહા ! તારી જ્ઞાનની શક્તિ એટલી છે જે પર્યાયમાં પ્રગટ થાય છે. જ્યારે તે આસ્રવ રહિત થાય છે ત્યારે એ પર્યાયમાં કેવળજ્ઞાન હોય છે. દ્રવ્યના ત્રણકાળના પર્યાયો સહિત (દ્રવ્ય) જ્ઞાનમાં જાણવામાં આવે છે. પર જાણવામાં આવે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. પોતાની પર્યાયની તાકાતમાં ત્રણકાળની પર્યાય સહિતનું દ્રવ્ય... પર્યાયના સામર્થ્યમાં જાણવામાં આવી જાય છે કોના વડે? સ્વરસવિસરે ચિતૂપ ગુણ, તેની અનંત શક્તિ, તેના વડે.” “સંદૂક” શબ્દ મૂક્યો છે. સંસ્કૃતમાં “સંલૌ' એટલે પટારો. સંદૂક એટલે પેટી–ભગવાન જ્ઞાનની પેટી છે. પોતાનો જ્ઞાન પટારો એવો છે કે – અનંત... અનંત. અનંત બધું જાણે એવી શક્તિ અંદરમાં પડી છે. તેમાં કોઈનું કરવું એવું છે પણ નહીં. શેઠ! સાઈકલ ઉપર ફરવું, ચારે બાજુ (ગ્રાહક ) બનાવવાં. તે ક્રિયા (ને આત્મા) કરી શકતો નથી. એમ કહે છે. શ્રોતા:- કાંઈક તો કરવું જોઈશે ને! ઉત્તર- કરે છે ને રાગ. શેઠ! પહેલાં ઘરાક બનાવતા હતાં એવું સાંભળ્યું છે. આપણે ક્યાં જોવા ગયા છીએ. શેઠ! ચક્કર મારવા જતા હતા પણ ત્યાં કરતા હતા શું? સાઈકલની ક્રિયા તો જડની છે એના ગુણ-પર્યાય સહિત દ્રવ્ય છે. એ પર્યાયને આત્મા કરે એમ તો છે નહીં. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કલશામૃત ભાગ-૪ ત્યાં વિકલ્પ ને રાગ કરતા હતા. અહીં કહે છે – “સ્વરસંવિસર:” પોતાના રાગથી ગોદામ ભર્યું પડયું છે. ચિતૂપ ગુણ છે તેની અનંત શક્તિ છે. અંદર અનંતગુણનું ધામ ભગવાન છે. તેમાં અનંત શક્તિ છે. આહાહા! કેવળજ્ઞાનની પર્યાય પણ અનંતગુણને અને અનંતદ્રવ્યને જાણે એવો પટારો છે. તેની એક પર્યાય જાણે એવો સંદૂક-પટારો ભર્યો પડયો છે. તેના સ્વભાવની શું વાત કરવી? પર્યાય ભલે એક સમયની હો ! પણ જેનો સ્વભાવ સ્વતઃ સ્વરૂપે છે. શક્તિ સ્વતઃ છે અને પર્યાયમાં અનંતી શક્તિ છે. લોકાલોક જાણવાની અનંત શક્તિ છે. “કેવી છે તે? “®IRારે ” અનંત શક્તિ તેનાથી પણ અનંતાનંતગણી છે.” આહાહા ! એક એક પર્યાયમાં અનંત શક્તિ છે, એવી એવી અનંતાગણી એવા અનંતગુણપર્યાયમાં જાણવામાં આવે છે. એવી અનંતી પર્યાયને પર્યાયમાં જાણે છે. ભાવાર્થ આમ છે કે – “દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત શેયોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે.” આહાહા! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં (અનંતને જાણવાની તાકાત છે) સર્વ શેયોની જેટલી તાકાત છે, તેનાથી અનંતગુણી તાકાત છે. એનાથી પણ અનંતગણું હોય તો પણ જ્ઞાનની પર્યાય ( જાણી લ્ય.) જ્ઞાનની પર્યાય આવડો મોટો પટારો છે. દ્રવ્યનો પટારો એટલો મોટો છે; તો દ્રવ્યના અને ગુણના પટારાની તો શું વાત કરવી? “એવો દ્રવ્યનો સ્વભાવ છે.” આહાહા ! દ્રવ્યનો સ્વભાવ છે અને પર્યાયનો સ્વભાવ આવો છે – એમ કહે છે. પ્રવચન નં. ૧૨૩ તા. ૧૬/૧૦/'૭૭ કળશટીકા છે. ૧૨૪ કળશના ભાવાર્થની છેલ્લી ચાર-પાંચ લીટી બાકી છે. શું અધિકાર છે...આત્મા જે છે તે શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે , મિથ્યાશ્રદ્ધા અને શુભ-અશુભભાવ તેને આસ્રવ કહે છે. મિથ્યાશ્રદ્ધા અર્થાત્ પરમાં સુખ છે, પર પદાર્થથી મને લાભ છે, પાપ પરિણામોમાં મીઠાશ છે, શુભભાવમાં ધર્મ છે એવી માન્યતા મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ મહાપાપ-મહાઆસ્રવ છે. એ મિથ્યાત્વની સાથે શુભ કે અશુભભાવ થવા, તે આસ્રવ છે. દયાદાન-વ્રત-ભક્તિ આદિ ભાવ એ પુણ્ય આસ્રવ શુભ આસ્રવ છે – મલિન પરિણામ છે. હિંસાજૂઠ-ચોરી, વિષય-વાસના, કામધંધાના પરિણામ એ બધા પાપ છે. એ પાપના ભાવ, પુણ્યના ભાવ અને મિથ્યાત્વ ભાવ એ ત્રણેય મલિન પરિણામ છે, અને તે ત્રણેય બંધનું કારણ છે. તે ત્રણેયને આસ્રવ કહે છે... તેથી નવા જડ આસ્રવને બાંધે છે. “એવો દ્રવ્યનો સ્વભાવ છે.”શું કહે છે? પોતાના આનંદ સ્વરૂપનું ભાન થયું કે – આ આત્મા આનંદ સ્વરૂપ છે... એવા આનંદના વેદનનો અનુભવ થતાં, પુણ્ય-પાપ અને મિથ્યાત્વ આસ્રવ રોકાય જાય છે. અને આત્માનો દ્રવ્ય સ્વભાવ પ્રગટ થાય છે. આવી ભાષા છે. આવું Page #149 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૩૩ છે ભાઈ ! કેવું છે શુદ્ધજ્ઞાન? ચૈતન્ય જ્ઞાનસૂર્ય આત્મા અંદર પ્રગટ થયો. આહાહા ! આ સૂર્ય તો જડ છે અને તેનો પ્રકાશ પણ જડ છે તેનો પ્રકાશક ચેતન છે... જેની સત્તામાં એ જાણવામાં આવે છે. એ ચૈતન્ય સત્તા તે આત્મા છે, એ આત્માનો અંતરમાં અનુભવ થઈને જ્ઞાનનો સ્વભાવ જે સ્વરૂપે હતો તે (પર્યાયમાં) પ્રગટ થયો, આ તેની વાત ચાલે છે. કેવું છે શુદ્ધજ્ઞાન? કાનોકાન્તત કાનમ સકળ કર્મોનો ક્ષય થતાં જેવું નીપજ્યું તેવું જ અનંત કાળ પર્યત રહેશે.” છેલ્લી વાત છે ને! ચૈતન્ય સૂર્ય.. પોતાના સ્વભાવમાં અનંતજ્ઞાન – આનંદ પડયો છે તેનો અનુભવ કરીને. અંતર્મુખ થઈને.. સ્થિરતા કરતાં, જે શક્તિમાં હતું તે અનંતજ્ઞાન, અનંત આનંદ (વ્યક્તિમાં) પ્રગટ થયું, એ જેવું (પ્રગટ) થયું છે તેવું જ રહેશે. શેઠ! આ અજાણી ચીજ છે. અરે! દુનિયાને આત્માની શું પડી છે! મારું શું થશે? અરે.. હું ક્યાં જઈશ ! દેહ અહીંયા પડયો રહેશે. દેહ તો આ હાડકાં-ચામડા-જડ-માટી ધૂળ છે. એની તો રાખ થઈ જશે રાખ. પછી આત્મા કયાં જશે? આત્મા વસ્તુ છે એ તો અનાદિ અનંત નિત્ય વસ્તુ છે... તો તે ક્યાં રહેશે? ભવિષ્યમાં અનંતકાળ રહેવાનો છે. જેણે પુષ્ય ને પાપ ને મિથ્યાત્વભાવનું સેવન કર્યું તે તેના ભવિષ્યકાળમાં અનંત સંસારમાં રખડવાનો છે. તે તો ભવિષ્યમાં કાગડા, કૂતરા, કીડી, ડુક્કર, પશુ, નરકમાં ભવ કરી કરીને પરિભ્રમણ કરશે. અહીં કહે છે કે – જેને આ પરિભ્રમણનો નાશ થાય છે. પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન જે ચૈતન્ય પુંજ છે. તેના આશ્રયે જે પૂર્ણ નિર્મળદશા પ્રગટ થઈ તે કાયમ રહેશે. સમાજમાં આવ્યું? આ તો તત્ત્વની સૂક્ષ્મ વાત છે, આ કાંઈ કથા-વાર્તા નથી. આખી દુનિયા ક્રિયાકાંડમાં... પુણ્ય ને પાપના શુભાશુભ ભાવ કરીને ચોર્યાશીના અવતારમાં પરિભ્રમણ કરે છે... એ બધા દુઃખી છે. આ જે પૈસાવાળા કહેવાય છે ને.. કરોડો અબજોપતિ તે મોટા ભિખારા દુઃખી છે. પોતાની ચીજમાં શું પડ્યું છે તેની ખબર નથી અને પરચીજ મળે તેમાં રાજી થાય છે... તે માંગણ છે – ભિખારી છે. અહીંયા કહે છે – જેણે એ મિથ્યાશ્રદ્ધાને, પુણ્ય-પાપના મલિન ભાવાગ્નવને આત્માના અનુભવથી રોકી દીધા છે. આત્મામાં તો જ્ઞાન ને આનંદ પડયા છે. અતીન્દ્રિય આનંદ હોં ! અજ્ઞાનીને આ ઇન્દ્રિયના વિષયમાં સુખ છે, સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે તેમ મૂઢ જીવ માને છે. તેમાં સુખ કેવું ! ત્યાં તો દુઃખ છે. જેણે આત્માનો અનુભવ કરીને અનંત સંસારનો અંત લીધો છે. ૧૨૩ કળશમાં આવ્યું” તું ને.... (ઋતિમઃ) આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય આનંદઘન વસ્તુ છે તેની જેણે પ્રતીતિ કરી એ સમ્યગ્દર્શનનું કૃતિ-કાર્ય છે. તેણે ભવચક્રનો અંત લીધો અને Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કલશામૃત ભાગ-૪ પોતાનું સુકાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ કાર્ય કર્યું. આ બધું તો અજાણ્યું છે ભાઈ ! આ વાત જગતથી જુદી છે. આહાહા! જિનેન્દ્રદેવ વિતરાગ ત્રિલોકીનાથ પરમાત્મા પરમેશ્વર એમ ફરમાવે છે કે – (કૃતિમ:) જેણે આનંદ સ્વરૂપ ચિદાનંદ આત્માનો અનુભવ કરીને પ્રતીતિ – સમ્યગ્દર્શન કર્યું. તે તેણે કાર્ય કર્યું. બાકી જગતના કાર્ય એવા રાગ ને દ્વેષ કરે છે એ મૂઢ ચારગતિમાં રખડે છે – પરિભ્રમણ કરશે, ભવ ભ્રમણમાં રખડશે. સમજમાં આવ્યું? (કૃતિ:) તેના બે અર્થ કર્યા. પોતાનો ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેને પોતાની પર્યાયમાં, પોતાની વર્તમાન જ્ઞાન દશામાં, તે પૂર્ણ ચીજને શેય બનાવીને જ્ઞાનભાવમાં પ્રતીત કરી તેને સર્વ કાર્ય કર્યું આ કાર્ય છે. બીજા કાર્ય તો અજ્ઞાની મૂઢ માને છે. હજુ તો પર્યાય કોને કહેવાય તેની ખબર ન હોય! અમે આમ કર્યું ને... અમે આમ કર્યું ને પાંચ-પચ્ચીસ લાખ માંથી બે-પાંચ લાખનું દાન દીધું. એ બધું ધૂળમાંય (કાર્ય) નથી સાંભળને! એ બધી ક્રિયા જડની છે. અને તેમાં કદાચિત્ રાગ મંદ હો ! તો તે પુણ્યાસ્ત્ર છે.. અને આસ્રવ મલિનભાવ છે, તે ભવના અભાવને કાંઈ કારણ નથી. આહાહા! અનંત ભવનો ભાર બોજો માથે અરે ! જેને પોતાના ચૈતન્ય સ્વરૂપ આનંદનું ભાન નથી... અને પુણ્ય ને પાપ અને તેના ફળમાં પોતાપણું માને છે તેની સાથે અનંત ભવનો બોજો પડ્યો છે. શું કહ્યું? જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ આત્મા છે તેની અંતરમાં ખબર નથી તેના જિનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમેશ્વરે ( અનંતભવ જોયા છે ). કેવળજ્ઞાનમાં અનંત આત્મા દેખાય છે. આ શરીર તો માટીધૂળ-જડ છે. આ તો જગતની માટી-ધૂળ છે. અંદર કર્મ છે તે જડ-ધૂળ છે. અંદરમાં પુણ્ય ને પાપના-દયા-દાન-વ્રત, કામ-ક્રોધના ભાવ થાય છે તે મારા છે એવી માન્યતામાં, તેને માથે અનંતભવનો બોજો પડ્યો છે. અરે! એને પોતાની દયા પણ નથી હો! હું અહીંથી ક્યાં જઈશ? હું નિત્ય આત્મા છું. અનાદિ અનંત અવિનાશી આત્મા છું. શરીરના નાશે કાંઈ આત્માનો નાશ નહીં થાય. ક્યાંક જશે ને! એ ક્યાં જશે? આહાહા ! જેણે એ પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળ આ પૈસા ધૂળ આદિ... સ્ત્રી કુટુંબ ચીજ આદિ તે મારી ચીજ છે તેવી ભ્રમણા છે તે મિથ્યાષ્ટિના મિથ્યાત્વમાં અનંતા ભવ માથે છે. તેના માથે કીડા, કાગડા, કૂતરાના અનંતા ભવનો બોજો પડ્યો છે. આખા જગતથી ઊંધી વાત છે ભાઈ ! અહીં તો જિનેન્દ્રદેવ-તીર્થંકરદેવ કેવળી પરમાત્મા એમ ફરમાવે છે કે – (ઋતિમ:) અનંત ભવનો બોજો માથે હતો. તે મિથ્યાત્વ હતું તેને આત્માની દૃષ્ટિ કરીને બોજો ઊઠાવી લીધો - એ બોજાનો નાશ કરી દીધો. અલૌકિક વાતું છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૪ ૧૩૫ જેણે આનંદ સ્વરૂપ પ્રભુ, અનંત જ્ઞાન (સ્વરૂપ), મર્યાદા રહિત જેનો અંતર સ્વભાવ છે... એવા આત્માની જેણે પ્રાપ્તિ કરી, સમ્યગ્દર્શનમાં તેણે એ કાર્ય કર્યું છે. બહારમાં આ બધા કાર્યની ગણતરી કરે છે કે નહીં? આ કર્યું ને.. આમ કર્યું. આમાં આટલી લાદી રાખીને આટલા પેદા કર્યા. મુંબઈમાં આટલા પેદા થયા. એ બધા કાર્યની ગણતરી એ પાપનું સ્વરૂપ છે. એમ કહે છે. અહીં તો કહે છે – (સમ્યગ્દર્શન) એ કાર્ય છે. જે અનંતકાળમાં એક સેકન્ડ પણ કર્યું નથી. પ્રભુ આ તો જિનેન્દ્રદેવ પરમાત્માનો પોકાર છે. આહાહાજેણે આત્માને દેહથી નિરાળો, રાગથી અર્થાત્ પુણ્ય-પાપના ભાવથી નિરાળો અને પોતાની શક્તિથી પૂર્ણ સ્વભાવથી ભર્યો પડ્યો છે, તેની પ્રતીત-સમ્યગ્દર્શન એ તેણે કાર્ય કર્યું. આવું કાર્ય કર્યું તેને સંસારનો અંત આવ્યો. આ તમારા ભાઈ.... મોટી મોટી કંપનીના મોટા મોટા કામ કરે છે ને ! તે કંપનીના મોટા માણસ છે. આવું છે ભગવાન! અહીંયા કહે છે કે – જેણે આવું કામ કર્યું તેને અનંતજ્ઞાન પ્રગટ થયું. ભલે સમ્યગ્દર્શન હોય તો પણ સમ્યજ્ઞાન અનંત થયું. અનુભવ કરતાં કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ જશે. અને તે અનંતકાળ પર્યત રહેશે. જુઓ! જ્યાં આત્મા છે ત્યાં આત્માની પ્રગટ દશા જે કેવળજ્ઞાન આદિ થઈ તે અનંતકાળ રહેશે. “ક્યારેય અન્યથા થશે નહીં.” (ભવિષ્યમાં) હવે તેમાં ફેરફાર નહીં થાય. આહાહા! “સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” થયા પછીથી જે કેવળજ્ઞાન પ્રગટ થયું તેમાં હવે કોઈ જ ફેરફાર નહીં થાય. દુનિયામાં તો આજ કરોડપતિ દેખાય અને કાલ તે ભિખારીના વેશમાં હોય. એ તો બહારની ચીજો છે ભાઈ ! કહેવત છે ને... “ચડતી પડતી.. છાયા.” છાયા આવે છે ને જાય છે. કાલનો બાદશાહ હોય અને આજનો ભિખારી થઈ જાય. ઘડીકમાં આવું બની જાય. જ્યારે બિહારમાં ધરતીકંપ થયો હતો ત્યારે કોઈ કરોડપતિ ઘોડાગાડી લઈને બહાર ફરવા ગયો. તેની પાસે આઠેક હજાર રૂપિયાનું ઝવેરાત હતું. બહારગામથી ફરીને આવે તો ધરતીકંપમાં આખુ કુટુંબ, મકાન કાંઈ ન મળે. આખુ શહેર ખલાસ થઈ ગયેલું. બાપુ! એ નાશવાનમાં શું હોય !! એ કરોડપતિ માણસ પછી જામનગર આવ્યો હતો. તેના કરોડો રૂપિયા, મોટા મકાન, બાયડીછોકરાંવ બધું નાશ થઈ ગયું. જામનગરમાં એક મંદિર છે. ત્યાં લોકોએ આશરો. પૈસા આપ્યા. ત્યાં લોકોએ તેનો આદર કર્યો, પછી તે ભાષણ કરતો હતો અને બોલતાં બોલતાં હાર્ટફેઈલ થઈ ગયું. આવી દેહની સ્થિતિ છે. આ શરીર તો માટી-ધૂળ છે. જે સમયે દેહ છૂટવાનો તે સમય નિશ્ચિત છે. ભગવાનના જ્ઞાનમાં જે સમયે દેહ છૂટવાનો નિર્ણય (નિશ્ચિત) હોય તે સમયે છૂટશે જ. પછી લાખ ઉપાય કરે, ઇન્દ્રોને ઉતારે કે ડોકટરને ઉતારે. કોઈ ફેરફાર ન કરી શકે. અહીંયા કહે છે કે – જેણે આત્માનું ભાન કર્યું તેને અનંતજ્ઞાન ઉત્પન્ન થયું. તે હવે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કલશામૃત ભાગ-૪ અનંતકાળ રહેશે. વળી કેવું છે શુદ્ધજ્ઞાન? “તું” ત્રણ લોકમાં જેને સુખરૂપ પરિણમનનું દેષ્ટાંત નથી. આવો શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો. આહાહા! ભગવાન આત્મા... પોતાના સ્વરૂપનો અનુભવ સમ્યગ્દર્શન કરીને પછી જ્યાં કેવળજ્ઞાન પ્રગટ થયું તો તેમાં અનંત આનંદ આવ્યો. એ અનંત આનંદની જગતમાં કોઈ ઉપમા નથી. બધા અબજોપતિ છે તે ધૂળપતિ છે. પેલો ઈરાક દેશ છે તે નાનો છે પણ ત્યાં પેટ્રોલ બહુ નીકળે છે. ત્યાંના રાજાને એક કલાકમાં દોઢ કરોડની ઉપજ છે. ત્યાંનો મુખ્ય રાજા હતો તેને હમણાં કોઈએ મારી નાખ્યો.. અને તેનો ભાઈ ગાદીએ બેઠો. આટલી બધી પેદાશ, આટલી બધી મોજ-મજા ભાઈ સહન કરી શક્યો નહીં. તેને ભાઈને મારીને પોતે ગાદીએ બેઠો. એ પણ મરીને નરકે જવાનો છે. એક કલાકની દોઢ કરોડની પેદાશ તો ચોવીસ કલાકની કેટલી થઈ! મરીને બધા હેઠે – નરકે જવાના છે. આ આત્મજ્ઞાની છે તે બે ચાર ભવમાં કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાના. આહાહા ! આવી વાતો છે. આહા! જેના સુખના પરિણામનું દૃષ્ટાંત નથી. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ... તેના (લ) જે સમ્યગ્દર્શન થયું. તેમાં જે આનંદનો સ્વાદ આવ્યો તેની ઉપમા નથી.- એને વેદનાર જાણે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેમાં અનંત. અનંત અતીન્દ્રિય આનંદ છે. એ આનંદનું કોઈ દષ્ટાંત જગતમાં નથી. ઈન્દ્રિય સુખથી વધારે અનંતગણું એવું પણ જેમાં નથી. કેમકે ઇન્દ્રિય સુખ તો ઝેર છે. ઇન્દ્રોને-દેવોના સુખની કલ્પના તો ઝેરની છે. અહીં તો અતીન્દ્રિય આનંદનું સુખ. ભગવાન આત્માના સુખને (સરખાવવા) કોઈ દષ્ટાંત છે નહીં. “આવો શુદ્ધ જ્ઞાન પ્રકાશ પ્રગટ થયો.” આ અધિકાર પૂરો થયો. છઠ્ઠી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે જ્ઞાયક આત્મા શુદ્ધ છે. પણ કયારે? કે જ્યારે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે તેને “શુદ્ધ' કહેવાય છે. ધ્રુવ સ્વભાવ સન્મુખ પર્યાય થઈ ત્યારે નિર્વિકલ્પ થઈ, એટલે ‘પ્રમત્ત છું કે અપ્રમત છું’ એવા કોઈ ભેદનું લક્ષ તેને ન રહ્યું; આ રીતે પર્યાય પોતાના અખંડ સ્વભાવ સન્મુખ લીન થઈ ત્યારે તે આત્માને શુદ્ધ કહ્યો; તેણે જ્ઞાયક સ્વભાવની ઉપાસના કરી, તેણે શુદ્ધ આત્માને ઉપાદેય કર્યો. આ રીતે “પર્યાય દ્રવ્યમાં ઘૂસી ગઈ' એટલે કે અભેદ થઈ ત્યારે તેમાં દ્રવ્ય ઉપાદેય થયું. જેને આવી પર્યાય થઈ તેને જ દ્રવ્યને શુદ્ધ-અક્રિય કહેવાનો હક્ક છે. પર્યાયને આત્મામાં એકાગ્ર કર્યા વગર એકલું શુદ્ધ શુદ્ધ કર્યું તે તો વિકલ્પવાળું જ્ઞાન છે, તે તો શાસ્ત્રના શબ્દોની માત્ર ધારણા છે. (આત્મધર્મ અંક નં-૩૨૪, પેઈજ નં-૨૮) Page #153 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૩૭ સંવર અધિકાર (શાર્દૂલવિક્રીડિત) आसंसारविरोधिसंवरजयकान्तावलिप्तासवन्यक्कारात्प्रतिलब्धनित्यविजयं सम्पादयत्संवरम्। व्यावृत्तं पररूपतो नियमितं सम्यकस्वरूपे स्फुर ज्ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृम्भते।।१-१२५।। ખંડાન્વય સહિત અર્થ- “ચિન્મયન જ્યોતિઃ ૩જીસ્મતે” (વિત્ ) ચેતના, તે જ છે(મયમ) સ્વરૂપ જેનું એવી (જ્યોતિઃ) જ્યોતિ અર્થાત્ પ્રકાશસ્વરૂપ વસ્તુ (૩pmતે) પ્રગટ થાય છે. કેવી છે જ્યોતિ?“રત” સર્વ કાળે પ્રગટ છે. વળી કેવી છે? “૩q” કર્મકલંકથી રહિત છે. વળી કેવી છે? “નિરસપ્રમાન” (નિઝર) ચેતનગુણનો (પ્રમr૨૬) સમૂહે છે. વળી કેવી છે? “પૂરપત: વ્યાવૃત્ત” (પુરાત:) શેયાકારપરિણમનથી (વ્યાવૃત્ત) પરાભુખ છે. ભાવાર્થ આમ છે કે-સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે. વળી કેવી છે? “સ્વરૂપે સભ્ય નિયમિત”(સ્વરૂપે) જીવના શુદ્ધસ્વરૂપમાં (સભ્ય) જેવી છે તેવી (નિયમિત) ગાઢપણે સ્થાપિત છે. વળી કેવી છે?“સંવરસમ્પાયત”(સંવરમ) સંવર અર્થાત્ ધારાપ્રવાહરૂપ આવે છે જ્ઞાનાવરણાદિ કર્મ તેનો નિરોધ (સમ્પાયત) તેની કરણશીલ છે. ભાવાર્થ આમ છે કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર?“પ્રતિનિત્યવિન” (પ્રતિનિધિ) પ્રાપ્ત કરી છે(નિત્ય) શાશ્વત (વિનય) જીત જેણે, એવો છે. શા કારણથી એવો છે? “વાસંસારવિરોધિસંવર-નવૈજ્ઞાનિHIણવન્યlRI”(માસંસાર) અનંત કાળથી માંડીને (વિરોf) વેરી છે એવો જે (સંવર) બધ્યમાન કર્મનો વિરોધ, તેના ઉપરની (ન) જીતને લીધે (ાન્તાવનિક) “મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી” એવો થયો છે ગર્વ જેને એવું(માર્સવ) ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને (NRI) દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે-આસવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવમિથ્યાત્વપરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી; તેથી આસવના સહારે સર્વ જીવ છે. કાળલબ્ધિ પામીને કોઈ આસનભવ્ય જીવ સમ્યકત્વરૂપ સ્વભાવપરિણતિએ પરિણમે છે, તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે, તેથી કર્મનો આસવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. ૧-૧૨૫. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કલશામૃત ભાગ-૪ સંવર અધિકાર સંવર અધિકા૨ એટલે ધર્મની શરૂઆત કેમ થાય ? સંવર કેમ થાય ? કહે છે – સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિ ઉત્પન્ન થાય તે સંવર છે, સાથે મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષનો નાશ થાય તે આસ્રવ. એ આસવનું રોકાવું અને પોતાના શુદ્ધભાવનું પ્રગટ થવું. પુણ્ય-પાપ ને મિથ્યાત્વના અશુધ્ધભાવનો નાશ થવો અને પોતાનો શુદ્ધ સ્વરૂપ જે આત્મા તેની પર્યાયમાં શુદ્ધપણું થવું... તેનું નામ સંવર છે. પુણ્ય-પાપના ભાવથી રહિત, શુદ્ધભાવનું ઉત્પન્ન થવું તેનું નામ સંવ૨ છે. તેને ધર્મની પહેલી સીઢી કહે છે. આ અધિકાર બહુ સ૨સ છે. પ્રશ્ન:- આસ્રવ ભાવથી રહિત તે સંવર છે ? - ઉત્ત૨:- હા, એ પુણ્ય-પાપને મિથ્યાત્વથી રહિત છે. પોતાનું સમ્યગ્દર્શન જ્ઞાન ને શાંતિના પરિણામ તે સંવર છે. અતીન્દ્રિય સ્વાદ આવવો, ઉગ્ર સ્વાદ આવવો તેનું નામ સંવ૨. આહાહા ! આ જે રાગ-દ્વેષના સ્વાદ છે તે દુઃખ છે. ભગવાનનો સ્વાદ આવે છે તે સુખ છે. ભગવાન એટલે આત્મા હોં ! સમજમાં આવ્યું ? કળશ નં.-૧૨૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૩-૧૨૪-૧૨૫ તા. ૧૬–૧૭–૧૮/૧૦/’૭૭ “ચિન્મયમ્ જ્યોતિ: ઇટ્ટમ્મતે” ચેતના, તે જ છે સ્વરૂપ જેનું એવી જ્યોતિ,” ચેતના સ્વરૂપ છે જેનું, ભગવાન આત્મા તો ચેતના સ્વરૂપ છે. જાણવું દેખવું જેનું સ્વરૂપ છે. ચેતન આત્મા તેનો ચેતના સ્વભાવ છે. જાણવું-દેખવું તે તેનો સ્વભાવ છે... તેમાં પુણ્ય પાપના, રાગ-દ્વેષના ભાવ નથી. એ ભાવ તો વિકાર ને અધર્મ છે. ને શું કહ્યું ? “ચેતના તે જ છે. (મયમ્) સ્વરૂપ જેનું” અગ્નિનું ઉષ્ણ સ્વરૂપ, સાકરનું મીઠાશ સ્વરૂપ, લવણનું ખારું સ્વરૂપ... એમ ભગવાન આત્માનું ચેતના સ્વરૂપ છે. જાણવુંદેખવું તેનું ત્રિકાળી સ્વરૂપ છે. “વિન્દ્રયમ્” મયપ્નો અર્થ સ્વરૂપ કર્યો. ( જ્યોતિ ) જ્યોતિ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. જેમ ચંદ્રમાં બીજ ઊગે છે એ ચંદ્રમામાં પૂનમ થાય છે. જેને પૂર્ણિમા કહે છે. શાસ્ત્ર હિસાબે તો પૂર્ણિમાએ પૂર્ણમાસ થાય છે. અમાસ થાય ત્યારે અર્ધમાસ થાય છે. આપણે અમાસને પૂર્ણમાસ કહીએ છીએ તે સિદ્ધાંત વિરુદ્ધ છે. તાત્વિક હિસાબે અમાવાસ એટલે અમ=અર્ધ, વાસ એટલે માસ. પંદર દિવસે અર્ધમાસ થાય અને પૂર્ણિમાએ પૂર્ણમાસ થાય છે. તમારી હિન્દીમાં આવી રીતે છે. એ રીતે આત્મામાં પ્રથમ સમ્યગ્દર્શન બીજ ઊગે છે. સમજમાં આવ્યું? એ ચિન્મય જ્યોતિ–જ્ઞાનમય જ્યોતિ પ્રભુ આત્માની સન્મુખ થઈને પ્રતીતિપૂર્વક જ્ઞાનમાં આનંદના સ્વાદ સહિતની પ્રતીતિ આવવી તેનું નામ બીજ કહે છે. તેનું નામ સમ્યગ્દર્શનરૂપી બીજ છે. જેમ ચંદ્રમામાં બીજ ઊગે છે તેમ આ બીજ છે. બીજ ઊગી તો તેર દિવસે પૂનમ થશે, થશે ને થશે. Page #155 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૩૯ તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને પ્રગટ થઈ તેને થોડા જ કાળમાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા પ્રગટ થશે. જગતથી જુદી જાત બહુ બાપુ! અત્યારે તો સંપ્રદાયમાં બધે બહુ ગરબડ ચાલે છે. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો એ ધર્મ છે. એમ માને છે, એ તો બધો આસ્રવ – રાગ છે. ભાઈ ! તને ખબર નથી. આવી રાગની ક્રિયા તો અનંતવાર તે કરી છે, એ કોઈ નવીન ચીજ નથી. ભગવાન આત્મા, ચૈતન્ય ચંદ્ર-જિનચંદ્ર જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા છે. એ વીતરાગ જિનચંદ્ર શીતળતાનો પિંડ છે. આવી ચિન્મય જ્યોતિ અનુભવ કરતાં કરતાં પ્રકાશમાન થયો છે. પ્રકાશરૂપ વસ્તુ પ્રગટ થાય છે. ભાઈ ! આ તો અધ્યાત્મની ઝીણી વાત છે. અત્યારે તો એ સાંભળવા મળતી નથી. આખો દિવસ જગતના પાપ-ધંધા, બાયડી, છોકરાં, કુટુંબમાં રચ્યોપચ્યો રહે વીસથી બાવીસ કલાક, તેમાં એક-બે કલાક સાંભળવા જાય તો તેમાંય વળી પાછું સાંભળવા મળે કે વ્રત કરો ને અપવાસ કરો, દાન કરો તો તમને ધર્મ થશે. મારી નાખ્યા એણે; લૂંટી નાખ્યા એને. અહીંયા તો જિનેન્દ્રદેવ પરમાત્મા એમ કહે છે કે – પુણ્ય-પાપના પરિણામ આસ્રવ છે, મલિન પરિણામ છે, દુઃખદાયક છે, જેનું ફળ સંસાર છે. તેનાથી રહિત ચિન્મય જ્યોતિ પ્રભુ અંદર છે. આવી વાતો હવે! આવો તે ઉપદેશ કેવો? કાંઈ સૂઝ પડે નહીં... (અમારે) શું કરવું? ભગવાન શું કહીએ! પરમાત્મા પોકાર કરે છે. ભાઈ! તારી ચૈતન્ય જ્યોતિ વસ્તુ અંદર પડી છે ને! પૂર્ણઆનંદ ને પૂર્ણજ્ઞાનથી ચૈતન્યવસ્તુ અંદર પડી છે. પ્રભુ તારી નજરું ત્યાં નથી. જ્યાં તારી નજર છે ત્યાં તો અલ્પજ્ઞતા અને પુણ્ય-પાપના ભાવ છે. અનાદિથી તારી નજર ત્યાં છે. તારી નજરમાં અલ્પજ્ઞપણું અને પુણ્ય-પાપના ફળ આવે છે, એ તારી ચીજ નથી. તારી ચીજ અંદરમાં છે ત્યાં વર્તમાન દશામાં ચિન્મય જ્યોતિ પ્રકાશમાન થાય છે એમ કહે છે. જ્ઞાતા-દેષ્ટા એવી દશા પર્યાયમાં પ્રગટ થાય છે એમ કહે છે. કેવી છે જ્યોતિ? (ર) સર્વ કાળે પ્રગટ છે.” વસ્તુ તો આત્મા સર્વ કાળે પ્રગટ જ છે. પરંતુ અનુભવ થતાં જે પ્રગટ થયું તે પણ સર્વકાળ રહેશે... એવી ને એવી (દશા રહેશે). અહીંયા તો ઘણું કહે છે. “નિજ' શબ્દ અહીંયા ક્યાંક આવશે. (નિત્ય) શાશ્વત (વિનય) જીત. ટીકામાં નીચે છે. (શ્લોકમાં) બીજા પદમાં છે. (નિત્ય વિનય) એમાં એવું કહેવું છે. આચાર્યો; સંતો; દિગમ્બર મુનિઓની ગજબવાત છે. સર્વશે કહેલી કથની છે. એવો શાશ્વત નિત્ય છે અંદર પરંતુ અહીં બીજું કહેવું છે. અહીંયા આત્મા ચૈતન્ય જ્યોતિ... ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદર પડયો છે. તેનો જેને અનુભવ- સમ્યગ્દર્શન થયું તો તેને કેવળજ્ઞાન આદિની દશા થાય છે. અરે ! જે સમ્યગ્દર્શન થયું તે હવે નિત્ય કાયમ રહેશે. એમ કહે છે. (નિત્ય વિનયં) પુણ્ય પાપના ભાવ ઉપર નિત્ય વિજય જેણે લીધો છે. અને આત્માનું સંવર અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું તેણે નિત્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪) કલામૃત ભાગ-૪ વિજય પ્રાપ્ત કર્યો છે. તેણે વિજયના ડંકા માર્યા છે. મારો વિજય છે અને તારો પરાજય છે. પુણ્ય-પાપના આસવનો પરાજય છે અને શુદ્ધ પર્યાયનો જય-વિજય નિત્ય રહેશે. અરે, આવી વાતો! આમાં સમજવું શું? પેલા કહે છે કે – રાત્રે ચોવીઆર કરવો, આહાર-પાણી ન લેવા. છ પરબી ખાવું, કંદમૂળ ન ખાવું, પરથી બ્રહ્મચર્ય પાળવું એવું સમજાવે પરંતુ એમાં શું સમજવું હતું? ધૂળ? એ બધી તો રાગની ક્રિયાની વાતો છે. અહીંયા તો ભગવાન ચિન્મય જ્યોતિ પ્રગટી એમ આવ્યું ને! વસ્તુ સર્વકાળે પ્રગટ છે... અને જે (નિર્મળ) પર્યાય પ્રગટી તે નિત્ય- કાયમ રહેશે. આહાહા ! જેણે ત્રિલોકનાથ આત્માનો આશ્રય લીધો તો જે સમ્યગ્દર્શન જ્ઞાનની ક્રિયા થઈ તેવી અનંત કાળમાં કદીયે કરી ન હતી. સાધુ પણ અનંતવાર થયો, પંચ મહાવ્રત પાળ્યા પણ તેણે કદી સમ્યગ્દર્શન કર્યું નહીં. એ સમ્યગ્દર્શને નિત્ય વિજય મેળવ્યો છે. વળી કેવી છે?agવનં કર્મકલંકથી રહિત છે.” ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુ ત્રિકાળી દ્રવ્ય, કર્મકલંકથી રહિત છે અને સમ્યગ્દર્શન થયું તે પણ કર્મકલંકથી રહિત છે. અરે ! આવો ઉપદેશ આ તે શું! આખો દિવસ બિચારા ધંધામાં રચ્યા-પચ્યા હોય એમાં આવી ભાષા અને આવું (તત્ત્વ )!! અરે. રે! સંસારી દુઃખી પ્રાણી ચારગતિમાં રખડતા-રઝળતા દુઃખી – હેરાન છે. અહીંયા પ્રભુ કહે છે – જેણે ચિન્મય જ્યોતિ દ્રવ્ય સ્વભાવના આશ્રયે જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું તેણે નિત્ય વિજય મેળવ્યો – પુણ્ય-પાપ ઉપર વિજય મેળવ્યો. પુણ્ય-પાપ તે હું નહીં, આ પુણ્ય-પાપના ફળમાં ધૂળ-પૈસા બે-પાંચ કરોડ મળે એ તો ધૂળ-માટી છે... એ ક્યાં તારા છે! એ તો જડ-માટી–ધૂળ છે. અહીંયા સમ્યગ્દર્શન થયું તો તેણે પુણ્ય-પાપ ઉપર જય મેળવ્યો છે અને આસવનો પરાજય કરી દીધો છે. આહાહા! હું અગ્રેસર છું. અર્થાત્ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ દૃષ્ટિ એ અગ્રેસર છે. બાપુ! સાધુપણું એ તો કંઈ જુદી જ ચીજ છે. એ તો અત્યારે લોકોને નજરે પડે એવી વાત નથી. અહીંયા તો સમ્યગ્દર્શન અર્થાત્ સંવર પ્રગટ થયો એ. “સર્વકાળ પ્રગટ અને કર્મકલંકથી રહિત છે. વળી કેવી છે? “નિરસપ્રામારમ” ચેતનગુણનો સમૂહ છે.” નિજરસ એટલે ચૈતન્યરસ-જ્ઞાન આનંદ રસ તેનો સમૂહ છે. આત્મપ્રભુ તો ચૈતન્ય રસનો સમૂહ છે, તેમાં શરીર, મન, વાણી નથી. આ શરીર તો ધૂળ છે માટી. લોકમાં પણ કહે છે ને – ખીલી વાગી હોય તો કહે કે – મારી માટી પાકણી છે, તેને પાણી ન અડાડે. એક બાજુ કહે માટી અને બીજી બાજુ કહે મારી ! પાગલ છે કાંઈ ! આ માટી તો ધૂળ મસાણની રાખ થશે. શરીરના રજકણધૂળ મસાણની રાખ થશે. ભગવાન આત્મા શરીરથી ભિન્ન અને પુણ્ય-પાપના, દયા-દાન-વ્રતના પરિણામથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ કલશ-૧૨૫ અંદર ભિન્ન છે... તેનું જ્યાં ભાન થયું તો ચીજ આવી છે કે ચૈતન્ય ગુણના ૨સથી ભરેલી છે. આત્મા ચૈતન્યનું દળ છે, અતીન્દ્રિય આનંદનું દળ છે. એને આવું ક્યાં બેસે ? એણે ક્યાં કોઈ દિવસ સાંભળ્યું છે! આત્મા કોને કહેવો ? આ જે ચેતન... ચેતન... ચેતના... ચેતના એ ચેતનાનું આખું દળ છે. તે એક સમય પૂરતી પર્યાય પણ નથી. આહાહા ! આમાં નવરાશ ક્યાં ? ફુરસદ ન મળે... તેને સંસા૨ના પાપ આડે. સીત્તેર વર્ષ થયા તો પણ નવરા થવાતું નથી. નોકરીમાં તો પંચાવન વર્ષે નવરા થઈ જાય છે. વીસ વર્ષથી નોકરી શરૂ કરે બીજા પાંત્રીસ વર્ષ નોકરી કરી પંચાવન વર્ષે રીટાયર્ડ થઈ જાય. વાણીયા તો પંચાવન શું સીત્તેર વર્ષ થાય તો પણ મજૂરની જેમ જોડાયા જ કરે. શ્રોતાઃ- નવરા બેસીને શું કરવું ? ઉત્ત૨:- અંદ૨માં આત્મા છે (તેના આશ્રયે ) ક૨વાનું છે તે તો કરતો નથી. અહીંયા તો કેટલું ૨હેવાનું છે... ૨૫, ૫૦, ૬૦, ૭૦ વર્ષ પછી આત્મા તો નિત્ય છે, અનાદિ અનંત તે ક્યાં ૨હેશે ? આ મારા... મારા... મારા... એવી મમતા કરીને મિથ્યાત્વમાં રહેશે. તે ભવિષ્યકાળના ચારગતિના પરિભ્રમણમાં ૨હેશે. આવી વાત છે બાપુ ! અહીંયા કાંઈ પૈસાની કિંમત નથી. ગઈકાલે બધા મોટા... મોટા... આવ્યા હતા. બે-ચાર મોટાને ઓળખાવ્યા, આ આવો છે અને આ આવો છે. અમે કહ્યું – અહીંયા અમારે એ ( પદવીની ) કાંઈ કિંમત નથી. પછી કહ્યું - આત્માનું જ્ઞાન – ઓળખાણ કર્યા વિનાના બધા ભિખારી છે. દશહજા૨નો મહિને પગા૨ છે. તેની આત્માના અનુભવ પાસે કોઈ જ કિંમત નથી. એ બધા ભિખારા છે. અંદર આત્મામાં અનંત લક્ષ્મી પડી છે. અતીન્દ્રિય આનંદ અને સુખનો સાગર અંદર ડોલે છે. ભગવાન! તેની તો ખબર ન મળે અને આ બહારમાં ઝૂકાવ કરીને ડાહ્યા થઈ ગયા. ભગવાન ! વાત તો એવી છે! પ્રભુ ! તારી ચીજ અંદર એવી છે. એ ચીજ ચિ... ૨સ... થી ભરેલી છે એમ કહે છે. જેમ રસગુલ્લા હોય છે ને રસગુલ્લા... દૂધના બને તે, તેમ અંદર આત્મામાં ચૈતન્ય રસગુલ્લા છે. જુઓ ! પાઠમાં છે – “ચિત્ નિજરસ ” ચૈતન્યના રસગુલ્લા છે. નિજગુણ, શક્તિ, નિજ સ્વભાવનો સમૂહ છે. આહાહા! અરે! આવી વાતો સાંભળી પણ ન હોય. વેઠું કરીને મરીને ચાલ્યા જવાના. પાગલ માણસો વખાણ કરે. આ ઉંમરે તમે બહુ પેદાશ કરી... તમારા બાપા પાસે આટલી મૂડી ન હતી. તમે દશ કરોડ રૂપિયા ભેગા કર્યા. એ બધા ભિખારી રાંકા છે. જેને અંદ૨ની ચૈતન્ય લક્ષ્મીની કિંમત નથી તે બહારની કિંમત ટાંકે! ખબર છે બધી ! બધા જ સ્વાર્થના પૂતળા છે. સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે કે – બાયડી, છોકરા, પૈસા એ બધા ધૂતારાની ટોળી છે. એ ધૂતારા આજીવિકા લઈને તને લૂંટી લેશે. તું મરીને ક્યાં જઈશ તેની ક્યાં પડી છે ? મરી જાય ત્યારે રોવે છે... એટલા માટે કે – એ મરીને ક્યાં ગયો ? એના માટે નથી રોતા એ ન૨કે ગયો હોય તો અમારે શું છે પણ એની સગવડતા ગઈ એટલા માટે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કલશામૃત ભાગ-૪ રોવે છે. એ મરીને ક્યાં ગયો એની ક્યાં પડી છે એને !! ઢોર (તિર્યંચ) માં ગયો હોય તો એ જાણે અમારે શું છે! આહા! ગજબ છે ને! અમારા બાપા દુકાન ચલાવતા, દુકાનમાં મજૂરની પેઠે કામ કરતા. એના માટે રોવે છે. લ્યો, અમારા શેઠ કહે છે – સાચી વાત છે. શ્રોતા:- અનુભવ સિદ્ધ છે. ઉત્તર- બધું અનુભવ સિદ્ધ જ છે. અમને તો અહીંયા ૮૮ વર્ષ થયા. અહીંયા તો પહેલેથી નિવૃત્તિ છે. ૬૪ વર્ષ તો દીક્ષાને થયા. પિતાજીની દુકાન હતી પાલેજમાં, ઘરની દુકાન તેથી નિવૃત્તિ હતી. કોઈ દિ' નોકરી કરી નથી, કોઈ ધંધો કર્યો નથી, ત્યાં દુકાન પર હું તો શાસ્ત્ર વાંચતો, ૧૭ વર્ષની ઉંમરથી વાંચતો તે અત્યારે શરીરને ૮૮ થયા. બહારથી શરીર કોમળ લાગે પણ ૯૦ માં બે ઓછા છે. બધું ઘણું જોયું છે અને ઘણું સાંભળ્યું છે બાપા! મોટા મોટા શહેર પણ જોયા મુંબઈ આદિ. અહીંયા શું આવ્યું? અહીંયા પ્રભુ કહે છે – આ આત્મામાં નિજરસ છે. “નિજરસ' શબ્દ આવ્યો છે ને! આનંદ, જ્ઞાન, શાંતિ એવો નિજગુણ રસ પડ્યો છે. રસનો અર્થ ગુણ કર્યો. નિજ ચેતનગુણ એટલે ચેતનરસ. તેનો સમૂહ આત્મા છે. જેમ સાકર ગળપણનો પિંડ છે, લવણ નામ મીઠું ખારપનો પિંડ છે તેમ ભગવાન ચૈતન્ય રસનો પિંડ છે. આ તો સંવર અધિકારની શરૂઆત છે. આવા ચેતનને જેણે અનુભવ્યો. એમ કહે છે. વળી કેવી છે?“પૂરજીપત: વ્યાવૃત” શેયાકાર પરિણમનથી પરાડમુખ છે.”શું કહે છે? પોતાના નિજરસ જ્ઞાનગુણથી પરિપૂર્ણ છે. પોતાના જ્ઞાનમાં જે પરવસ્તુ જાણવામાં આવે છે. દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ, શરીર-વાણી-મન-આહાર એ યાકાર અને અહીંયા જે જ્ઞાન થાય છે તે પરના કારણે થતું નથી. અહીંયા સ્વના જાણવાપણે અને પરના જાણવાપણે... પોતાની જ્ઞાન પરિણતિ આવી પ્રગટ થાય છે. સમજમાં આવ્યું? ભાવાર્થ આમ છે કે – સકળ શેય વસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે.”શું કહે છે? જ્ઞાન સ્વરૂપી ભગવાન, આ જડ શરીરને જાણે કે – આ શરીર જડ છે. અંદર દયા-દાન-વ્રતનો રાગ આવે છે તેને જ્ઞાનરસ જાણે કે – આ રાગ છે. તો પણ ચીજ રાગરૂપે થતી નથી. સમજમાં આવ્યું? આ શરીર તો માટી–ધૂળ-જડ છે તેને ખબર નથી કે (શરીરની) મસાણમાં રાખ થશે. રાખ આટલી (વધારે) નહીં થાય, આટલી (થોડી) થશે... અને પવન આવશે તો તે રજકણો ઊડીને ચાલ્યા જશે. એ ક્યાં તારી ચીજ છે, તારામાં છે! અહીંયા કહે છે – પુણ્ય ને પાપના ભાવને જ્ઞાન જાણે છે. એમ કહેવું તે વ્યવહાર છે. એને જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન રાગને લઈને થયું નથી, એ તો પોતાના જ્ઞાન સ્વભાવને કારણે ચૈતન્ય રસને કારણે જ્ઞાનનું જ્ઞાન તથા રાગનું જ્ઞાન પોતાને પોતાનાથી થાય છે. આવી વાતો! મુંબઈ મોહનગરી છે. શ્રીમદ્જીએ તેને મોહનગરી કહી. વળી કોઈ તેને અજંપાનગરી Page #159 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૪૩ કહે છે – જંપ ન મળે. મોટરું હાલાહાલ, ધમાધમ, હો હા સાતમે માળે સૂતો હોય ત્યાં મોટરુંના ભૂગરા સંભળાય. અહીંયા તો કહે છે કે – પ્રભુ આનંદમયી નગરી છે. આહાહા ! તારી નગરીમાં તો આનંદ ને શાંતિનો રસ પડ્યો છે ને પ્રભુ! “શેયાકાર પરિણમનથી” શું કહે છે? સૂક્ષ્મ વાત છે ભાઈ ! સમ્યગ્દર્શનમાં જ્ઞાન સ્વરૂપ પ્રભુનું ભાન થયું પછી દયા-દાન આદિનો રાગ થાય છે તે શેયનું અહીંયા જ્ઞાન થાય છે. એ શેયના શેયાકાર થવું એ પણ વ્યવહાર છે. જ્ઞાન શેયાકાર થતું જ નથી જ્ઞાન તો પોતાના આકારે થાય છે. આવી વાતું હવે ક્યાં સાંભળવા મળે? કહે છે? “mયાકાર પરિણમનથી પરાડમુખ છે.” પરથી તો પરાડમુખ છે જ પણ જે ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એમાં જે આ... રાગ-દયા-દાન-વ્રત-શરીર-મન-વાણી-લક્ષ્મી (આદિ) શેયોનું અહીંયા જ્ઞાન થાય છે, તે શેયાકાર જ્ઞાન થયું. તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે. ખરેખર શેયરૂપ જ્ઞાન ત્યાં થતું નથી, શેયના કારણથી જ્ઞાન થતું નથી, પોતાના કારણે પોતાનાં સ્વપરનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનાકાર પોતાની ચીજ છે તે શેયાકાર છે જ નહીં. આહાહા! પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાનું જ્ઞાન અને રાગ-શરીર-વાણીનું જ્ઞાન કહેવું તે વ્યવહારે કહેવું છે. ખરેખર સ્વપરનું જ્ઞાન તે પોતાની પર્યાયનું સામર્થ્ય છે. આહાહા ! એ પર્યાયનું સામર્થ્ય શું છે? આ તો જૈનદર્શનનો એકડો છે તેની હજુ ખબર ન મળે! અહીંયા તો પ્રભુ એમ કહે છે – પ્રભુ! તારી શક્તિ નિજરસ.... જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનગુણજ્ઞાન સ્વભાવ.. જ્ઞાન જાણવું... જાણવું... જાણવું તારું રૂપ છે – શક્તિ છે. એમાં જે રાગાદિ અને પરસંબંધીનું જ્ઞાન થાય છે તે શેયાકાર જ્ઞાન થયું છે તેમ કહેવું તે વ્યવહાર છે. કેમકે શેય જ્ઞાનમાં આવતા નથી. રાગનું જ્ઞાન થાય છે તો રાગ કાંઈ જ્ઞાનમાં આવતો નથી. રાગ સંબંધી પોતાની પર્યાયમાં પોતાનું સ્વપરપ્રકાશક જ્ઞાન આવે છે. આહાહા ! એક કલાકમાં કેટલી વાતું યાદ રાખવી ભાઈ ! આવો માર્ગ છે બાપુ! વીતરાગ જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથ પરમેશ્વર અરિહંતદેવનો પોકાર છે. ભાઈ ! તેં સાંભળ્યું નથી. આહાહા ! તારા ઘરમાં ચીજની કેટલી તાકાત છે... એ તાકાતવાળી ચીજ કઈ છે તેની તને ખબર નથી. અહીંયા કહે છે – શરીર, વાણી, રાગ આદિ પર (શેયો) પોતામાં તો આવતા નથી પરંતુ, તે સંબંધી જે જ્ઞાન થયું તે શેયાકાર જ્ઞાન થયું એમ પણ નથી, ત્યાં તો પોતાના જ્ઞાનાકારપણે જ્ઞાન થયું છે. પરને જ્ઞાન જાણે તે જ્ઞાન પોતાના જ્ઞાનાકાર થયું છે. ઝીણી વાતો બાપુ!જિનેશ્વર સિવાય વીતરાગમાર્ગ ક્યાંય છે નહીં. જિનેશ્વર સિવાય આવી વાત ક્યાંય છે નહીં. અત્યારે તો વાડામાંય નથી તો બીજે ક્યાં હોય ! બધે ગરબડ ગોટા ઊઠાવ્યા છે. અહીં સંવરનું માંગલિક કરે છે. સંવર અધિકાર અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપના શુદ્ધ પરિણામ. પુણ્ય-પાપના ભાવ તે અશુધ્ધ પરિણામ છે. સંવરના પરિણામ તે શુદ્ધભાવ, શુદ્ધોપયોગ છે. એ શુદ્ધ પરિણામમાં રાગાદિકનું અને પરનું જ્ઞાન થાય છે એમ કહેવું તે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કલશામૃત ભાગ-૪ વ્યવહા૨ છે. પોતાનું અને ૫૨નું જ્ઞાન પોતાનામાં પોતાથી જ્ઞાનાકાર જ્ઞાન થાય છે. ૫૨ ચીજ તો તેમાં આવતી નથી. તેથી ૫૨ને કા૨ણે જ્ઞાન થયું એમ છે નહીં. આત્માનું નામ અસ્તિત્વ કહેવામાં આવે છે. તારું અસ્તિત્વ એટલું છે, તારી હૈયાતિ, મૌજુદગી, ભગવાન આત્માની હૈયાતિની સત્તા આટલી છે. રાગને ૫૨ ચીજ તો તારી છે જ નહીં. તે તા૨ા દ્રવ્ય-ગુણમાં તો છે જ નહીં... પણ તારી પર્યાયમાં છે નહીં. પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે. એમ કહેવું એમ પણ નથી. આહાહા ! એ તો પોતાના જ્ઞાનમાં પોતાનું ને ૫૨નું સ્વપર પ્રકાશક જ્ઞાન થાય છે. એ નિજ૨સની શક્તિ પોતાનામાં છે. આવી વાતો છે. આહાહા ! બહારમાં પૈસા ને બહા૨માં બે-પાંચ લાખ પેદા થાય એ તો આકાશમાં પાટુ મારે છે... જાણે કે શું થઈ ગયું ? ત્યાં પડી જાય ? અહીંયા મફતનો પડી જાય. આહાહા ! અહીંયા કહે છે કે – ૫૨ વસ્તુ તો પોતાનામાં છે નહીં, પ્રભુ ચેતન૨સથી ભર્યો છે. રાગ-દયા-દાનવિકલ્પ એ તો પોતાનામાં છે જ નહીં પણ તેનું જ્ઞાન કહેવું એ પણ છે નહીં, તેનું જ્ઞાન નથી. પોતાના જ્ઞાનમાં પોતાના સ્વપ૨પ્રકાશકના સામર્થ્યથી પ૨ને અને સ્વને જાણે છે તે પોતાની શક્તિથી છે. તેનું નામ સંવ૨ છે, તેનું નામ ધર્મ છે, તેનું નામ મોક્ષનો માર્ગ છે. આટલી ચીજ સંવર અધિકા૨માં મૂકી છે. આવું માંગલિક કર્યું. પ્રવચન નં. ૧૨૪ તા. ૧૭/૧૦/’૭૭ કળશ ટીકા, (તેનો ) તે સંવ૨ અધિકાર ચાલે છે. ૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં આ અધિકાર શરૂ કરતાં પહેલાં ‘ઓમ નમઃ’ લીધું છે. “ઓમ... નમઃ” એમ કહીને આ અધિકા૨ શરૂ કર્યો છે. સંવ૨ અધિકાર એટલે ભેદજ્ઞાન. શરીર, મન, વાણીથી તો આત્મા જુદો છે, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધનો વિકલ્પને રાગનો વિકલ્પ તેનાથી પ્રભુ અંદર ભિન્ન નામ જુદો છે. એ રાગથી ચૈતન્ય સ્વભાવનું ભેદજ્ઞાન કરવું તે સંવર નામ મોક્ષનો મારગ છે. ‘ભેદજ્ઞાન સિદ્ધા' એ શ્લોક આ અધિકારમાં આવશે. અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા એ બધા ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. આહાહા ! રાગ અર્થાત્ પુણ્ય ને પાપનો ભાવ હોય પણ તેનાથી પ્રભુ ચૈતન્ય દળ... અતીન્દ્રિય આનંદ સહજાત્મદળ ભિન્ન છે. રાગથી ચૈતન્યદળ ભિન્ન છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન હોય ત્યાં સુધી રાગ હોય, પરંતુ ધર્મી જીવ એ રાગથી પોતાનો સ્વભાવ... ચૈતન્યદળ, અસ્તિ માને મોજૂદ છે. તે જ્ઞાનચેતના ૨સથી ભર્યો છે. ભગવાન આત્મા મોજૂદ ચીજ છે... આહા ! એનું તો રાગથી ભિન્ન પડીને જ્ઞાન કરવાનું છે. આ ભેદજ્ઞાનની વાત છે. રાગની આકુળતાથી પ્રભુ અનાકુળ આનંદ ભિન્ન છે. એવું ભાન થતાં... અનાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જે સહજાત્મ સ્વરૂપ... સહજાનંદ સ્વરૂપ છે તેનો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પર્યાયમાં આવે છે... તેને સંવ૨ કહે છે. આહાહા ! માર્ગ અલૌકિક છે ભાઈ ! Page #161 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૪૫ - સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ સ–શાશ્વત, ચિ નામ જ્ઞાન અને આનંદ તે સચ્ચિદાનંદ પ્રભુ છે. પુણ્ય ને પાપના વિકલ્પથી નિર્વિકલ્પ ચીજ તદ્દન ભિન્ન છે. ભિન્ન છે પણ ભિન્ન પ્રગટ કરી નથી, એથી ભિન્ન કરવી તેનું નામ સંવર છે. ઓમ નમઃ કરીને સંવર અધિકારની શરૂઆત કરે છે. “ખંડાન્વય સહિત અર્થ:- “નિયમ જ્યોતિ૩ઝુમ્મતે” ચેતના, તે જ છે સ્વરૂપ જેનું એવી જ્યોતિ” ચિન્મય અર્થાત્ જ્ઞાનમય. આત્મા એકલો જ્ઞાનનો રસકંદ છે. એ ચિન્મય જ્યોતિ [૩ઝૂમતે] હવે પ્રગટ થાય છે એમ કહે છે. રાગ અને પુણ્યના પ્રેમમાં ભગવાન ચિન્મય જ્યોતિ ગુસ હતી. શુભ-અશુભ રાગના વિકલ્પ જે આકુળતા તેના પ્રેમમાં તેની આડમાં ચિન્મય જ્યોતિ ગુપ્ત હતી. આહાહા ! તે ભગવાન ચિન્મય જ્યોતિ રાગથી ભિન્ન પ્રગટ થાય છે. ગઈકાલે આવી ગયું છે. આ તો ફરીને પહેલેથી શરૂઆત કરી છે. આહાહા! એ જ્ઞાનચંદ્ર બીજી રીતે કહીએ તો એ જિનચંદ્ર સ્વરૂપ છે. જિન સોહી એ આત્મા અન્ય સોહી એ કર્મ, યેહી વચન સે સમઝ લે જિન પ્રવચન કા મર્મ. આહાહા! ભગવાન આત્મા ત્રિકાળી જિનસ્વરૂપ છે. જેમાં આવરણ નથી, જેમાં કમીઉણપ નથી, જેમાં અશુધ્ધતા નથી. એ વસ્તુ જે ચિન્મય દ્રવ્ય પદાર્થ છે તે અખંડાનંદનાથ પ્રભુ છે. એમાં અનાદિ અનંત આવરણ નથી. એમાં ઉણપ નથી... ઉણપ નામ કમી નથી. એમાં અશુધ્ધતા નથી. બીજી રીતે કહીએ તો એ નિરાવરણ પ્રભુ દ્રવ્ય સ્વભાવ અનાદિથી પડયો છે. ઉણપ નામ કમી નથી પૂર્ણ છે. અશુધ્ધતા નથી. એ તો શુદ્ધ છે... એવો ભગવાન અંદર બિરાજે છે. એ ભગવત્ સ્વરૂપ જ છે... અને ભગવત સ્વરૂપ પ્રગટ થાય છે. આહાહા ! જે પુણ્ય ને પાપના પ્રેમમાં અર્થાત્ તેની આડમાં હતો એ હવે પ્રગટ થાય છે. એ રાગના પ્રેમને છોડી અને સ્વરૂપની હૈયાતિ-મૌજૂદગી દ્રવ્ય વસ્તુ છે એ પ્રગટ થાય છે. વસ્તુ તો વસ્તુ છે પરંતુ પર્યાયમાં એ પ્રગટ થાય છે. અરે! અનંત કાળથી ગુપ્ત રહી ગઈ તે ચીજ અંદર પૂર્ણાનંદ પ્રભુ છે. એની વર્તમાન પર્યાય દૃષ્ટિમાં એ ચીજ ગુપ્ત રહી ગઈ. એક સમયની પર્યાય પ્રગટ છે, જ્ઞાનનો અંશ પણ પ્રગટ છે. પણ, તેની વિપરીત સચિમાં વસ્તુ ગુપ્ત રહી ગઈ. સમજાય છે કાંઈ ? ભાષા તો સહેલી છે. આહાહા ! પ્રભુ તું કોણ છો? ક્યાં છો? કેમ છો? આહાહા! કહે છે કે- ચિન્મય જ્યોતિ છે. અખંડાનંદ પ્રભુ ચિન્મય જ્ઞાનાનંદ.. સહજાનંદ.. સ્વરૂપ વસ્તુ છે. આહાહા! એ ચિત્ નામ ચેતના તે જ સ્વરૂપ છે. [મયં] શબ્દનો અર્થ કર્યો ચેતન આત્મા એનું ચેતના સ્વરૂપ. ચેતન કહો કે આત્મા કહો ! આત્મા ચેતન એ તો વસ્તુ છે અને ચેતના એનો સ્વભાવ છે. આહાહા ! પ્રજ્ઞા. બ્રહ્મ. જાણવું દેખવું. આનંદ જેનો સ્વભાવ છે. જેમ વસ્તુ અનાદિ શાશ્વત છે તેમ એનો ચિટ્વન આનંદકંદ પ્રભુનો સ્વભાવ પણ શાશ્વત છે. આહાહા! એ ચિન્મય જ્યોતિ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કલશામૃત ભાગ-૪ અર્થાત્ પ્રકાશસ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. એ રાગના વિકલ્પો, અરે! ગુણ-ગુણીના વિકલ્પો; ગુણી પ્રભુ ચિન્મય આત્મા અને તેનો ગુણ ચેતના એવા ભેદનો વિકલ્પ પણ જેને છૂટી જાય છે. એ વિકલ્પથી રહિત ભગવાન ચિન્મય જ્યોતિ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. જે દૃષ્ટિમાં ઓજલ હતી એ પ્રગટ થાય છે. અહીંયા ( પ્રકાશ સ્વરૂપ વસ્તુ) પ્રગટ થાય છે. “કેવી છે જ્યોતિ” ભગવાન ચૈતન્ય જ્યોત. બેનના શબ્દોમાં તો એમ આવ્યું કે- કનકને કાટ ન હોય. કનક નામ સોનું તેને કાટ હોય? કાટને શું કહે છે? કનકને કાટ ન હોય, અગ્નિને ઉધઈ ન હોય, ઉધઈ એટલે ઝીણાં સફેદ... જીવડાં.. ઘણાં નાના કૂણાં જીવડાં થાય છે તેને તડકો લાગે તો મરી જાય. લાકડામાં ઉધઈ થાય છે પણ અગ્નિમાં ઉધઈ ન હોય, તેમ ભગવાન આત્માને આવરણ ન હોય, અશુધ્ધતા ન હોય, ઉણપ ન હોય. આ શબ્દો બહેનના પુસ્તકમાં આવે છે. તમને બપોરના પુસ્તક ભેટ દેશું. પુસ્તક ઘણું સરસ છે. ૩૧૦૦ પ્રત છપાવી છે, સાત રૂપિયા કિંમત છે, ત્રણસો તો અપાઈ ગયા. ત્રણ રૂપિયામાં મળે છે. અહીંયા કહે છે- એ ચિન્મય જ્યોતિ પ્રભુ ધ્રુવ જેની શરૂઆત નહીં અર્થાત્ જેની આદિ નહીં અને જેનો અંત નહીં. ચીજ છે. તેના આદિ અંત કેવા? આહાહા ! એવી ચિન્મય જ્યોતિનું પોતાનું સ્વરૂપ પ્રગટ થાય છે. કેવી છે જ્યોતિ સર્વ કાળે પ્રગટ છે.” આહાહા! વસ્તુ છે તો વસ્તુ સર્વ કાળે પ્રગટ જ છે. તે સર્વ કાળે છે જ. પરંતુ પલટવું થાય છે તે પર્યાયમાં-અવસ્થામાં થાય છે. વસ્તુ તો વસ્તુ છે. સમજાય છે કાંઈ ? “સર્વ કાળે પ્રગટ છે!” વસ્તુ સર્વ કાળ પ્રગટ છે. વર્તમાન પર્યાય જે ચાલે છે તે વ્યક્ત નામ પ્રગટ છે. એ અપેક્ષાએ વસ્તુને અપ્રગટ કહી, પણ વસ્તુ તરીકે પ્રગટ છે. કેમકે તેનો વસ્તુ તરીકે અભાવ નથી ભાવ છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપે સદાય પ્રગટ જ છે. એ શબ્દ પણ બેનના પુસ્તકમાં આવ્યો છે... ને ! જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? ભાષા સાદી કરી છે. તેમાં “જાગતો જીવ જાગતો એટલે જ્ઞાયક અને ઊભો એટલે ધ્રુવ છે ને! ઊભો એટલે છે ને! ચૈતન્ય જ્યોતિ જાગતી જ્યોત ઊભો છે ને! ધ્રુવ છે ને! ધ્રુવ ચીજ ક્યાં જાય? શું તે પર્યાયમાં આવે છે? શું એ રાગમાં આવે છે? એ તો છે જ. લ્યો, પેલા ભાઈ કહે છે- એક બે બોલ બોલવા. વળી કેવી છે? કર્મકલંકથી રહિત છે” ચૈતન્ય જ્યોતિ પ્રગટ છે, ચેતન પ્રકાશની મૂર્તિ છે. ચૈતન્ય સ્વભાવની મૂર્તિ કેવી છે? કર્મ કલંકથી રહિત છે અર્થાત્ વસ્તુમાં આવરણ જ નથી. પર્યાયમાં કર્મનું નિમિત્ત છે. પર્યાય સ્વતંત્ર તેમાં કર્મનું નિમિત્ત છે, વસ્તુમાં કર્મનું નિમિત્ત છે નહીં. આવો માર્ગ! આહા! (વસ્તુ ) માં કર્મ કલંક નથી. એ તો કહ્યું ને (આત્મા) માં આવરણ નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૪૭ આહાહા ! પ્રભુ! પૂર્ણ સ્વરૂપમાં આવરણ કેવું? આવ૨ણ કેવું અને અશુધ્ધતા કેવી ? અને ઓછપ ( ઉણપ ) કેવી ? એ તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. વૈષ્ણવ પંથમાં કહેવાય છે કે– “મારી નજરને આળસે રે મેં દેખ્યા ન નયને હરિ” ‘મારી નજરની આળસે' નજ૨ એટલે પર્યાય. પર્યાયે આમ (૫૨માં ) નજર કરી છે. ‘મેં દેખ્યા ન નયને હરિ’, હરિ નામ આત્મા. રાગ ને દ્વેષ ને અજ્ઞાનને ઠરે તે ફિર, એને નયનની આળસે ન દેખ્યો.. આહા ! પર્યાયની સમીપમાં નજીકમાં ભગવાન બિરાજે છે. એક સમયની પર્યાયની પાસે જ બિરાજે છે. આહાહા ! ભાઈ ! એ (પર્યાયની ) સમીપમાં મહાપુરુષ પરમાત્મા બિરાજે છે. આહા ! વર્તમાન એક સમયની પર્યાય પાસે બિરાજે છે. તારી નજર ત્યાં ગઈ નથી... ભગવંત! “વળી કેવી છે ? નિનરસપ્રાભારમ્ ચેતન ગુણનો સમૂહ છે.” નિજસ અર્થાત્ ચૈતન્યરસ, ચૈતન્ય શક્તિ, ત્રિકાળી ચૈતન્યરસ. આહાહા !નિજ૨સ તેનો અર્થ કર્યો ચેતનગુણ. ગુણનો અર્થ ચેતન૨સ ત્રિકાળી ચેતન રસ... તેનો સમૂહ છે. અંદર ભગવાન ચૈતન્ય રસનો સમૂહ છે. ભાષા તો સાદી છે. પ્રભુ તું કોણ છો ? “નિનરસપ્રાભાન્” [નિનરસ] ચેતનગુણનો [પ્રાભારમ્ ] સમૂહ છે.” ભગવાન આત્મા ! પોતાના નિજરસ-ચૈતન્યરસનો સમૂહ છે. આહાહા ! એમાં તો અલ્પજ્ઞતા નથી, અશુધ્ધતા નથી, આવરણ નથી.. એવા દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાય છે કાંઈ ? [નિનર્સ પ્રાભારમ્]નિજ શક્તિના સ્વભાવનો સમૂહ પ્રભુ છે. અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા, અનંત પ્રભુતા એ બધી શક્તિનો સમૂહ છે. આહાહા ! તેને પામર તરીકે માનવો તે મિથ્યાત્વ છે. એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને આત્માને એવો માન્યો તે મિથ્યાત્વ છે તે જૂદી દૃષ્ટિ છે. આહાહા ! આવો ભગવાન (આત્મા ) નિજ રસની શક્તિઓનો સમૂહ પ્રભુ છે... તેની દૃષ્ટિ કરવી તેનું નામ સત્યદૃષ્ટિ સમ્યક્ દૃષ્ટિ છે. જેવું સ્વરૂપ છે તેવી દૃષ્ટિ થઈ માટે સમ્યગ્દષ્ટિ. ભાષા સમજાય છે? આહા ! ભગવાન તું અંદર પ્રસન્ન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જેમાં દીનતા નથી, પામરતા નથી વિપરીતતા નથી. આહાહા ! એ ચેતનગુણનો સમૂહ છે. આ અસ્તિથી વાત કરી... હવે નાસ્તિથી વાત ક૨શે. ‘પર્વત: વ્યાવૃત્ત” શેયાકા૨ પરિણમનથી પરાઙમુખ છે. ભાવાર્થ આમ છે કેસકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી” ઘણી ઝીણી વાત છે. શું કહે છે? પોતાના સિવાય અનંત શેયો છે તેમાંથી કોઈ શેયને ‘આ મારું છે’ તેમ માનતો નથી. સકળ શેયને જાણે છે એટલે કે– શેયવસ્તુને જાણે.... ( પરંતુ ) તદ્રુપ થતું નથી. સકલને જાણે છતાં જ્ઞાન તે શેયરૂપ થતું નથી. આહાહા ! ચેતનનો નૂરનો પૂર પ્રભુ છે. અનંત-અનંત શેયો, અનંત ૫૨મેશ્વો, અનંત નિગોદના જીવો, અનંત રજકણો એ સકળ શેયને, ભગવાન આત્મા પોતાની પર્યાયમાં જાણે છે. છતાં પણ તે જ્ઞાન શેયરૂપે થતું નથી. એ જ્ઞાન સ્વરૂપ પોતાના અસ્તિત્વમાં રહ્યું છે. એ (જ્ઞાન ) શેયને જાણવા માટે શેયના અસ્તિત્વમાં ગયું છે અને જ્ઞેયનું અસ્તિત્વ જ્ઞાનમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કલશામૃત ભાગ-૪ આવ્યું છે એમ નથી. આવો માર્ગ છે! ‘પરપત: વ્યાવૃત્ત” શેયાકા૨ પરિણમનથી પરાઙમુખ છે.” ૫૨રૂપથી વ્યાવૃત્તની વ્યાખ્યા આટલી બધી કરી. “ભાવાર્થ આમ છે કે- સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી.” અનંત કેવળીઓને પણ જ્ઞાનની પર્યાય જાણે... છતાં પણ જ્ઞાન ૫૨રૂપ થતું નથી. સ્વરૂપમાં સ્વક્ષેત્રના સ્વભાવમાં રહીને ૫૨ને જાણે છે... એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. એ તો પોતાના ક્ષેત્રમાં રહીને પોતે પોતાને પૂર્ણ જાણે છે. આહા ! ( આવું ) સાંભળ્યું નથી ભાઈ ! તું કોણ છો ? અંદર ભગવત્ સ્વરૂપ છો. એ જ્ઞાનવસ્તુ ચેતન૨સ સ્વભાવી પ્રભુ છે. તે પોતાના સિવાય ૫૨ અનંત શેયો તેને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. કેમકે એ ચીજને એની પર્યાય અડતી નથી. તેમ તે શેયો જ્ઞાનની પર્યાયને અડતા નથી. અધિકાર બહુ સારો આવ્યો છે. ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે. અરે.. બાપુ ! વ્યાવૃત્ત શબ્દનો અર્થેય એવો કર્યો. 66 ભગવાન શાન સ્વરૂપી બિંબ પ્રભુ છે. એ વસ્તુ તો વસ્તુ છે... પણ એ ( જ્ઞાન ) રાગથી ભિન્ન પડયું અને એ સ્વરૂપની પર્યાય પ્રગટ થઈ એ ૫૨વસ્તુને જાણે કહીએ તો પણ ૫૨વસ્તુના કોઈપણ અંશને જાણતાં તેને અડતી નથી. તે અનંત શેયોને અહીંયા (જ્ઞાનમાં ) જાણે છતાં તે અનંત શેયો જ્ઞાનની પર્યાયને અડતા નથી. ભાષા તો સમજાય છે ને ભાઈ ! બધા ભગવાન છે ને બાપુ ! આમાં કોણ (વિરોધી છે ). દ્રવ્યે તો બધા ભગવાન છે- સાધર્મી છે. જેવો આત્મા પોતાનો જાણ્યો એવો આત્મા પણ બીજાનો છે. બધા આત્માઓ સાધર્મી સ્વરૂપે જ છે. આહાહા ! પોતે અનંત શેયોને જાણતાં છતાં તે શેયરૂપ થયો નથી... અને તે શેયો જ્ઞાનમાં આવતા નથી.... પણ, એ જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી પ્રગટેલું છે. પ્રભુનો માર્ગ આવો છે ભાઈ ! આ દેહને ન જો, વાણીને ન જો, કર્મને ન જો, રાગને ન જો.., બધા ભગવાન આત્માઓ પૂર્ણાનંદના નાથ પણે બિરાજે છે. આહાહા ! ( અજ્ઞાનીનો) આત્મા પણ ૫૨શેયને જાણતાં ૫૨શેયને અડતો નથી, ૫૨જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી... એવો ચૈતન્ય બિંબ બધામાં ભગવાનપણે બિરાજે છે. આમાં કોની સાથે મૈત્રી અને કોની સાથે વિરોધ ? આહાહા ! આચાર્યોએ દિગમ્બર સંતો એ તો કેવળજ્ઞાનના કેડાયતો છે. એમણે આત્માની વ્યાખ્યા બહુ થોડા શબ્દોમાં ઘણી ગંભી૨ કરી છે... એવી તારી ચીજ છે. અહીં સંવરનો અધિકાર છે. એટલે કે રાગથી માંડીને બધી ચીજો શેય છે અને ભગવાન શાનશક્તિવાળું તત્ત્વ છે, પણ જ્યારે રાગથી ભિન્ન પડીને જ્ઞાનની દશા પ્રગટ થઈ જેમાં શાંતિ આવી, આનંદ આવ્યો અને જે પ્રગટ શક્તિ હતી તે પ્રગટ પર્યાયમાં આવી, તે પર્યાય સંવરૂપ છે- ધર્મરૂપ છે. એ પર્યાય સર્વ શેયને જાણવા છતાં તે શેયરૂપ થતી નથી અને તે શેયો જ્ઞાનરૂપ થતાં નથી. સમજાણું કાંઈ ? આવી વાત છે!! આવો ઉપદેશ કેવો ? બાપુ... નાથ ! તારો માર્ગ છે આ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ કલશ-૧૨૫ - “સકળ જોયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી” રાગ આવે, તે રાગને જ્ઞાન જાણે તેમ કહેવું તે વ્યવહાર છે. રાગની અસ્તિને પોતે પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં (જાણે છે). પોતાનું જ્ઞાન પોતાના સ્વપરપ્રકાશકના સામર્થ્યથી પ્રગટ થયું છે, એમાં રાગ જણાય છે એમ કહેવું એ વ્યવહાર છે. બાકી તો પોતાની પર્યાય જ સ્વપરપ્રકાશકપણે જણાય છે. સમજાણું કાંઈ? પોતાના સ્વરૂપે રહે છે” સકલ શેય વસ્તુને જાણતા છતાં જ્ઞાનદશા પરરૂપે થતી નથી. ભલે તે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય હો.. , સર્વ શેયને જાણતા છતાં પરરૂપ તે જ્ઞાનદશા થતી નથી. તે જ્ઞાન પોતાના એકત્વને છોડતું નથી. પરના પૃથકત્વને તે જ્ઞાન પોતામાં મેળવતું નથી. પોતાના સ્વરૂપે રહે છે. ' આ તો અલૌકિક વાતો છે ભગવાન! વળી કેવી છે? “સ્વરૂપે સખ્યણ નિયમિત જીવના શુદ્ધ સ્વરૂપમાં જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે.” ભગવાન આત્માનું સ્વરૂપ આનંદ, જ્ઞાન ને શાંતિ જેનો સ્વભાવ છે. જ્ઞાન ને આનંદ સ્વભાવ છે તેને મર્યાદા ન હોય. બેનના પુસ્તકમાં એક શબ્દ આવ્યો છે. એક વખત કહ્યું હતું- પુણ્ય ને પાપના મિથ્યાત્વના ભાવ તેની સીમા છે. કેમકે તે વિકાર છે તેથી તેની હદ છે– મર્યાદા છે, એથી ત્યાંથી પાછો ફરી શકે છે. ભગવાન આત્મામાં તો જ્ઞાન ને આનંદ ને શાંતિની અમર્યાદિત-અપરિમિત શક્તિ છે, એમાં જે ગયો તે હવે ફરે નહીં એમ કહે છે. હમણાં પાઠમાં કહેશે “નિત્ય વિજય”. આહાહા! ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ જેની જ્ઞાન ને આનંદ આદિ અનંત શક્તિ છે. એક-એક શક્તિ પણ અમર્યાદિત સામર્થ્યવાળી છે. આહાહા! એવી શક્તિનું સ્વરૂપ છે એમાં જેની દૃષ્ટિ પડી ને અનુભવ થયો એ હવે અમર્યાદિત ચીજમાંથી પાછો નહીં ફરે. - મિથ્યાશ્રદ્ધા અને પુણ્ય-પાપના ભાવ એ વિભાવ છે, એની સીમા છે. કાળથી ભલે એક સમયનો હો પરંતુ ભાવથી સીમા છે. એ વિકાર અમર્યાદિત નથી. વિકાર હદવાળો છે. તેની સીમા છે તેથી પાછો ફરી શકે છે. શ્રોતા:- વિકારની સીમા અને સ્વભાવની સીમા નહીં? ઉત્તર- જુઓને ! સ્વભાવની સીમા ક્યાં છે? વિભાવની સીમા છે. અનંતકાળ ગમે તેટલો વિભાવ કર્યો પણ તેની એક સમયની મુદત છે. અને તે મર્યાદિત છે. વિભાવ અમર્યાદિત ન હોય. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ આદિ અનંત સ્વભાવથી શક્તિથી અમર્યાદિત ભર્યો છે. રાગના મર્યાદિત ભાવથી હઠીને ખસીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવને દૃષ્ટિનો અનુભવ થયો તો કહે છે- હવે ત્યાંથી પાછો નહીં ફરે. અષ્ટપાહુડ તેમાં ચારિત્ર પાહુડમાં આવે છે કે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટી એ પણ અક્ષય ને અમેય છે. વસ્તુ તો અક્ષય ને અમેય છે. અમેય એટલે મર્યાદા રહિત છે પણ જે પર્યાય પ્રગટી તે અક્ષય ને અમેય છે. ક્ષય ન થાય અને મર્યાદા રહિત તે પર્યાય છે. આહાહા! વિકાર છે તે મર્યાદિત છે. સાધકને એક સમયની પર્યાયમાં બે ભાગ છે ને! Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫O કલશામૃત ભાગ-૪ અજ્ઞાનીની તો શું વાત કરવી? પણ જેને સંવર ઉત્પન્ન થયો છે તેની પર્યાયની નિર્મળતાની પણ હવે મર્યાદા નથી. એવી દશા છે હજુ પૂર્ણ દશા પ્રગટી નથી છતાં આવી દશા છે. હવે રાગ જે બાકી રહ્યો તેની મર્યાદામાં છે. ત્યાંથી (પર્યાયમાંથી) રાગ ખસી જશે. અરે! એના ઘરની વાતો તેણે સાંભળી નથી. નિજઘરમાં કેવી સૃદ્ધિ છે અને પરઘરમાં વિકાર ને દુઃખ છે તેની ખબર નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાની શુભભાવમાં આવે પણ તે તેને દુઃખરૂપ લાગે છે, તેને તેની હદ છે. આમ વસ્તુ શક્તિએ અને સ્વભાવે અક્ષય ને અમેય તો છે જ પરંતુ તેનું જ્ઞાન, શ્રદ્ધાન અને સ્થિરતા થતાં પર્યાયમાં અક્ષય ને અમેયપણું આવી જાય છે. આવી વાતો છે બાપુ! આવો તે ઉપદેશ કઈ જાતનો? દયા પાળવી ને વ્રત પાળવા ને બાપુ! એ બધા વિકલ્પ છે, રાગ છે, એ આત્મા નહીં. સ્વરૂપે સચ નિયમિતે” જીવના શુદ્ધસ્વરૂપમાં [સભ્ય] જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે” અંતરમાં ગાઢ ઘુ. વપને સ્થિર છે. એનું ભાન થયું તે પણ ગાઢપણે સ્થાપિત છે. “વળી કેવી છે? “સંવરમ સમ્પાય” સંવર અર્થાત્ ધારાપ્રવાહરૂપ આવે છે જ્ઞાનાવરણાદિ કર્મ તેનો નિરોધ તેની કરણશીલ છે.” તે પર્યાય હોં? આહાહા! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન સત્ ચિદાનંદપ્રભુ સત્ નામ શાશ્વત ચિદ નામ જ્ઞાન ને આનંદનો કંદ એનો અનુભવ થયો. એ વસ્તુ છે એને અનુસરીને ભવવું થવું. જે રાગને અનુસરીને વિકારનું થવું એ તો દુઃખ હતું. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની મૂર્તિ તેને અનુસરીને અનુભવશીલ થયો.. તે ધારાપ્રવાહરૂ૫ આસ્રવે છે. તે આવરણને રોકે છે. અંદરમાં જે ધારાપ્રવાહરૂપ આસ્રવે છે. તે આવરણને રોકે છે. અંદરમાં જે ધારાપ્રવાહરૂપ કર્મ આવતાં હતાં અને પરિણામ પણ વિકારના થતાં હતા, હવે તે અંદરમાં જતાં કર્મ અને વિકારને રોકે છે. એટલા ઉત્પન્ન નથી. જેટલો આત્મા આનંદ સ્વરૂપમાં લીન થાય છે તેટલાં આસ્રવ પુણ્ય પાપ ઉત્પન્ન થતાં નથી. તેથી તેનો નાશ કરે છે તેમ કહેવામાં આવે છે. આવી વાત છે બાપુ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગદેવ ત્રિલોકીનાથ સિવાય ક્યાંય છે નહીં. સંવરની વ્યાખ્યા કરી કે- ધારાપ્રવાહ આસૂવે છે જે પુણ્ય-પાપના ભાવ, આવરણો તેનો નિરોધ તેની કરણશીલ છે. કોણ? જે શુદ્ધ ધ્રુવ સ્વરૂપ ભગવાન તેનો જ્યાં રાગથી ભિન્ન પડીને અનુભવ થયો, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થયા તે ધારાવાહી આવરણને રોકે છે. આવું છે! ધ્રુવને ધારે ધારણામાં... જેને ધ્રુવના ધ્યાનથી ધ્યેયને ધ્યાનમાં લઈને જે દૃષ્ટિ પ્રગટી જે જ્ઞાન આદિ પ્રગટયું એ નિર્મળ શુદ્ધજ્ઞાન તે નવા કર્મને રોકે છે. રોકે એનું નામ આવતા નથી તેને રોકે છે તેમ કહેવાય છે. નવા આવવા રોકાય ગયા. આવે છે ને રોકે છે એમ નહીં. પહેલાં આવતાં હતાં એ અત્યારે રોકે છે એટલે નથી આવતા.. એમ તેનો અર્થ છે. આમ આવતા હતા અને રોકાયા એમ નથી. સમજાણું કાંઈ? આ તો અધ્યાત્મનું શાસ્ત્ર છે. એના એક-એક Page #167 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૫૧ શબ્દમાં ગંભીરતા પડી છે. આ તો ત્રિલોકીનાથ દેવાધિદેવ તીર્થકરોના વચનો છે. સંતો તીર્થકરોનો માલ આડતીયા થઈને દુનિયાને આપે છે. બાપુ! માલ તો આ છે. એક-એક કડીમાં બાર અંગનો સાર ભરી ધે છે. આ સિદ્ધાંત ને આ શાસ્ત્ર (અજોડ છે). “સંવરમ સમ્પાવત” સંવરને સમ્પાદયત્ન કરે છે એટલે? આમ્રવને રોકે છે. [ સમ્પાયત] તેનો કરણશીલ છે. સંવરનો સ્વભાવ જ એવો છે એમ કહે છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી, પછી તે દયાદાન-વ્રત-ભક્તિના પરિણામ હો એ આસ્રવ છે, આકુળતા છે, તેનાથી ભિન્ન પડી સંવર અર્થાત્ ધર્મની પરિણતિ છે તે આસવને રોકવાના સ્વભાવવાળી છે. “કરણશીલ રોકવાના સ્વભાવવાળી ચીજ છે. આહાહા! કેવા શબ્દાર્થ કર્યા છે... રાજમલ્લજીએ ! બનારસીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે. અરે! ઘરમાં ચીજ અને ઘરમાં જોવાની ફુરસદ નહીં. આહાહા ! બહારમાં ભમ્યા કરે છે. પુણ્ય ને પાપ, પુણ્ય-પાપના બંધન એ બંધને ધૂળનાં બહારના ફળ તેને બહારમાં જોયા કરે છે. જે ચીજ અંદરમાં નથી. અને જે ચીજ અંદરમાં છે તેને જોવાની ફુરસદ નથી. બેનના પુસ્તકમાં એ શબ્દ છે- લોકાગ્રે જવું હોય તો લોકનો સંગ છોડ! લોકોના પરના સંગથી તને શું (લાભ) છે એમાં? આહા ! તારે લોકાગ્રે એકલું રહેવું છે. સિદ્ધ થઈને તો એકલું રહેવું છે લોકાગ્રે તેથી લોકનો સંગ છોડ તો લોકાગ્રે જઈ શકીશ. ભગવાન અસંગી પ્રભુ તેનો સંગ કર તો એકાગ્ર થઈને લોકાગ્રે જઈ શકીશ. એને ઝીણું લાગે પ્રભુ! કઠણ લાગે પણ માર્ગ તો આ છે. પહેલું જ્ઞાન તો કરે! સમજણમાં તો ત્યે કે- માર્ગ તો આ છે. સાચા જ્ઞાન વિના એ જાશે ક્યાં? ક્યાં જવું છે અને ક્યાંથી ખસવું છે એનું જ્યાં જ્ઞાન જ નથી? શું કહ્યું?[ સચાયત]આવતા આવરણોને રોકવાનો જેનો સ્વભાવ છે. “કરણશીલ” રોકવાનુ કરવાનો સ્વભાવ છે... પર્યાયમાં સંવર નામ ધર્મ પ્રગટાવવો. સમ્યગ્દર્શન જ્ઞાન, સ્વરૂપની પ્રતીતિ-રમણતા આદિ અંશ પ્રગટયો છે... એનો એ આવરણોને રોકવાના કરવાનો સ્વભાવ છે. આ સંવરની પહેલી ગાથા છે. “ભાવાર્થ આમ છે કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે.” આત્માના આશ્રયે સમ્યગ્દર્શન શાન ચારિત્ર તે સંવરનું સ્વરૂપ છે. હવે તેનું સ્વરૂપ કહે છે. “કેવો છે સંવર? “તિનધ્ધનિત્યવિન” પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે” જુઓ, ‘જીત' તો પ્રાપ્ત કરી છે પરંતુ નિત્ય જીત' “નિત્ય' શબ્દ ઉપર વજન છે. આહાહા! ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ જેની શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં આવ્યો છે તેણે વિજય પ્રાપ્ત કર્યો છે. એ પરિણતિ હવે પાછી ફરવાની નથી. એમ કહે છે. સંતોની વાણી તો જુઓ! અમને જે દશા પ્રગટ થઈ તે નિત્ય રહેવાની છે. હવે અમે પડીને મિથ્યાત્વના રાગ-દ્વેષમાં આવીએ એવું હવે અમારે રહ્યું નથી. પર્યાયમાં નિત્ય વિજય મેળવ્યો છે. વસ્તુ તો નિત્ય છે જ.. આહાહા! એવી ચીજને જ્યાં અંદરમાં... શુભ અશુભના Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ કલશામૃત ભાગ-૪ રાગથી ભિન્ન (શ્રદ્ધી). સ્વભાવની એકતા અને વિભાવની પૃથકતા એવું જ્યાં અંદર પ્રગટ થયું તો નિત્ય વિજય થયો છે. અમારી દશા હવે પોતાનો નિત્ય વિજય કરશે. રાગનો પરાજય કરશે અને સંવરનો વિજય કરશે. પ્રવચન નં. ૧૨૫ તા. ૧૮/૧૦/'૭૭ શ્રી કળશ ટીકા તેનો સંવર અધિકાર ભાવાર્થની નીચેથી ચોથી લીટી. “ભાવાર્થ આમ છે કે- અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે” આત્મા સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ જ્ઞાન ને આનંદ સ્વરૂપનું જ્યાં અંતરમાં પુણ્ય ને પાપના રાગથી ભિન્ન પડીને અનુભવ થયો. તે પુણ્ય ને પાપ આસ્રવ છે, મિથ્યાશ્રદ્ધા તે આસ્રવ છે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ છે તેનાથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. અને અનુકૂળ-પ્રતિકૂળતામાં રાગ-દ્વેષ કરવો એ પણ મિથ્યાત્વ સાથેના અનંતાનુબંધીનો વિકાર છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરીને એ બેને એટલે પુણ્ય-પાપના અને મિથ્યાત્વના આસ્રવને શરૂઆતમાં જેણે રોક્યો- રુંધન કર્યું તેને અંદર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ સંવર થયો. અહીંયાથી એટલે ચોથે ગુણસ્થાનેથી સંવરની શરૂઆત થાય છે તેમ કહે છે. ભગવાન આત્મા! પૂર્ણાનંદ, પૂર્ણજ્ઞાન અને પૂર્ણશાંતિના સાગરનો સ્વભાવ છે, તેની સન્મુખ થઈને; નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાય તરફથી પણ વલણ છોડી દઈને.. શુદ્ધ ચૈતન્યઘન નિત્યાનંદ પ્રભુનો જેણે આશ્રય લીધો તેને સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપ આચરણ થાય તે સંવર છે. તેને હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષનો આસ્રવ રોકાયો છે. અસ્થિરતાના બીજા આસ્રવ છે. પણ શરૂઆત અહીંયાથી થાય છે. “અહીંથી માંડીને” એમ પાઠમાં છે ને? “સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર? “પુતિન સ્થનિત્યવિન” પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે એવો છે” આહાહા ! ચૈતન્ય દ્રવ્ય વસ્તુ તેની જેણે અંતરમાં દૃષ્ટિ પ્રાપ્ત કરી છે તેણે આસવ ઉપર શાશ્વત જીત મેળવી છે. જે જીત થઈ તે હવે કદી પરાજિત થાય નહીં એમ કહે છે. ફરીને....! અહીંયા ( પાઠમાં) “નિત્ય' શબ્દ પડ્યો છે. [ નિત્યવિનયં] જેમ અનાદિથી મિથ્યા શ્રદ્ધા અને રાગ-દ્વેષનો જય હતો અને સંવરનો પરાજ્ય હતો, ધર્મ દશાનો પરાજ્ય હતો. આ આત્મા પૂર્ણાનંદ સ્વરૂપને જ્યાં દષ્ટિમાં લીધો અને જ્ઞાનમાં તેને શેય બનાવ્યો અને તેના સ્વરૂપમાં ( સ્થિર થતાં) સ્વરૂપાચરણરૂપી ચારિત્ર પણ પ્રગટ્યું એ સંવરની શરૂઆત થતાં તેણે આસ્રવ ઉપર શાશ્વત જીત મેળવી. આહાહા ! આત્મા જેમ નિત્ય અને ધ્રુવ છે એમ જેણે નિત્ય અને ધ્રુવનો આશ્રય લઈ જેણે નિર્મળ પરિણતિમાં સંવર પ્રગટ કર્યો. તે હવે કર્યો તે કર્યો હવે નિત્ય રહેશે એમ કહે છે. આહાહા! જેમ વસ્તુ નિત્ય રહે છે, પ્રભુ ! છે તેનો આશ્રય લઈને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ કર્યો એ પણ નિત્ય રહેશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૫૩ પર્યાય હોં !! દ્રવ્ય તો નિત્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! તેના ગુણ ને દ્રવ્ય નિત્ય-શાશ્વત જ છે. પરંતુ એનું અવલંબન લઈને જેણે સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપાચરણ સ્થિરતારૂપ એવો જેણે સંવર પ્રગટ કર્યો એ સંવર નિત્ય રહેશે. પ્રશ્ન:- શાસ્ત્રમાં આવે છે ને કે પહેલું ઉપશમ સમકિત થાય છે. ઉત્તરઃ- એ ઉપશમ થાય તેની અત્યારે વાત જ નથી. ઉપશમ થાય તો પણ એમ ને એમ રહેશે એમ અહીંયા કહેવું છે. શાસ્ત્રમાં એવું આવે છે કે પ્રથમ ઉપશમ થાય અને પેલો પડી પણ જાય એવો એક અધિકાર આવે છે. અને બીજો એક અધિકાર એવો આવે છે કે- પડે નહીં.. એમ આવે છે. અહીંયા તો આ વાત એકદમ લીધી છે. અંદર શાશ્વત પ્રભુ છે તેને જ્યાં દૃષ્ટિમાં ને અનુભવમાં લીધો એ સંવરદશા શાશ્વત એમ ને એમ રહેવાની છે. એમ કહે છે. આકરી વાત છે પ્રભુ! આહાહા ! સંવર એટલે આમ બહારથી હાથ જોડીને બેઠા હોય અને આસ્રવ રોકાય એમ વાત નથી. અંતરમાં અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે. તેનો જેણે આશ્રય ને અવલંબન લીધું, એ આશ્રય અને અવલંબનમાં જે દશા સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિની અંશે પ્રગટ થઈ તે સંવરની શરૂઆત થઈ. આહાહા! ભાઈ અહીંયા તો અપ્રતિહત (દશા) ની વાત છે. થાય અને પછી પડે એની વાત અહીંયા નથી. ઈ પડે એ તો એક જાણવાની ચીજ માટે બતાવ્યું છે. અહીંયા તો આચાર્યનો પોકાર દરેક ગાથામાં છે. (સમયસાર) ૩૮ ગાથામાં (પ્રવચનસાર) ૯૨ ગાથામાં છે. અમે જે આત્મજ્ઞાન સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું છે તે હવે પડવાનું નથી. એટલું અપ્રતિહત સમ્યગ્દર્શન પ્રગટયું છે. ભલે હજુ વેદનમાં આસ્રવ છે પરંતુ અમને પ્રગટેલી દશા છે એ હવે ખસવાની નથી. એ આગળ કહેશે કે વેદનમાં અમને બે પ્રકાર છે. વસ્તુના આશ્રયથી અમને આનંદ આવ્યો તે પ્રગટ છે. જેટલી અશુધ્ધતા છે એ પણ વેદનમાં છે. પણ જે દશા પ્રગટી તે હવે પાછી પડવાની નથી. પ્રવચનસાર ગાથા ૯૨, સમયસાર ગાથા ૩૮ માં એ જ કહ્યું છે. અહીંયા તો અપ્રતિહત સમ્યગ્દર્શન અને જ્ઞાનની વ્યાખ્યા કરી છે. આવ્યું એ હવે જાય નહીં. કેમકે જેણે ચેતન દ્રવ્ય નિત્યાનંદ પ્રભુને પકડયો, તો જેમ નિત્ય વસ્તુ છે તેમ પકડ પણ નિત્ય રહેવાની છે. આવી વાત છે. દિગમ્બર સંતો અપ્રતિહતની વાત કરે છે. આ તો હજુ છે ક્ષયોપશમ ભાવ. શું કહ્યું? આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તેની પ્રતીતિ (પૂર્વક) સમ્યક અનુભવ થયો એ હજુ ક્ષાયિકભાવ નથી. કેમકે પંચમઆરામાં અત્યારે ક્ષાયિકભાવ પ્રગટ ન થાય. તેને થાય ક્ષયોપશમ પણ એ ક્ષયોપશમ એવો થયો છે કે તે શાશ્વત-ક્ષાયિકને લેશે. સમજાય છે કાંઈ ? ક્ષયોપશમ અને ક્ષાયિક હજુ શું તેની ખબર ન હોય ! ઉપશમ સમકિત થાય પછી તરત Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કલશામૃત ભાગ-૪ ક્ષયોપશમ થાય. અત્યારે ક્ષાયિક નથી. જે આચાર્ય થયા, મુનિ થયા તેને પણ ક્ષાયિક નથી. તેને ક્ષયોપશમ દશા એવી પ્રગટી છે કે ક્ષાયિક લીધે જ છૂટકો છે. પાઠમાં [ નિત્ય નિયં] શબ્દ વાપર્યો છે. ઝીણી વાત છે ભાઈ ! “પ્રતિઘનિત્યવિન” શબ્દ પડ્યો છે. જેણે સંવર પ્રગટ કર્યો તેણે નિત્ય વિજય મેળવ્યો. આહાહા ! એ વાત તો એને પહેલાં કરી હતી. બેનને જાતિસ્મરણમાં આવ્યું કે સમકિતના બે પ્રકાર છે. (૧) સીધું ક્ષાયિક (૨) જોડણી ક્ષાયિક. એવું આવ્યું છે. જોડણી ક્ષાયિક એટલે ક્ષયોપશમ સમકિત છે એ ક્ષાયિક થવાનું. એ વાત (અહીં) છે. સમજાય છે કાંઈબેનના જાતિ સ્મરણમાં એમ આવ્યું છે અને ચોપડીમાં લખેલું છે. જોડણી ક્ષાયિક એટલે વર્તમાનમાં ક્ષાયિક નથી પણ અનુભવ થયો એ ક્ષાયિક લીધે છૂટકો એ પડવાનું નથી. જુઓ, અહીંયા એ વાત આવી ને ! સમયસારની ૩૮ ગાથામાં એ વાત આવી અને પ્રવચનસારની ૯૨ ગાથામાં એ વાત આવી છે. અમે આગમ કુશળથી અને અમારા અનુભવથી જે સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું છે તે હવે પડવાનું નથી. પંચમઆરાના સંતોનો પોકાર છે આ. જેમને પરમાત્માના વિરહ હતા. કુંદકુંદાચાર્ય તો વળી ભગવાન પાસે ગયા હતા. આ કળશો (રચનારા) અમૃતચંદ્રાચાર્ય તો અહીંયા હતા. એ કાંઈ ભગવાનને મળ્યા નથી, એને આ (નિજ) ભગવાન મળ્યા. આચાર્ય ભગવાન છે એ ભગવાનને કહે છે પંચ પરમેષ્ઠિની સ્થિતિથી. અહીંયા તો એકદમ નિત્ય વિજય મેળવ્યો છે. અનાદિથી આમ્રવનો જેવો નિત્ય જય હતો, આસવને ગર્વ થયો હતો. તેને મિથ્યાત્વ ને પુણ્ય પાપના ભાવનો ગર્વ થયો હતો કે- મેં માંધાતાને પાળ્યા છે. પંચ મહાવ્રતને પાળનારા મોટા જૈનના દિગમ્બર સાધુ હો ! પણ એ મહાવ્રત આસવને ધર્મ માનનારા અર્થાત્ આસ્રવથી મને ધર્મ થશે એવા મહાત્માઓને મેં પાડ્યા છે. આસ્રવ હમણાં (આ પાઠમાં) જ કહેશે. આસવને ગર્વ થયો છે એવો અહંકાર કર્યો છે. આહાહા! મોટા માંધાતા, અગિયાર અંગના ભણનારા, નવ-નવ પૂર્વની જેને લબ્ધિ હોય, પંચ મહાવ્રતને અઠાવીસ મૂળગુણ પાળનારા એવા મહાત્માઓને મેં પાળ્યા છે. રાગની ક્રિયા એ ધર્મ છે... અને અમે ધર્મ કરીએ છીએ. મિથ્યાત્વરૂપી આસ્રવને ગર્વ થયો કે- એવા માંધાતાને મેં મિથ્યાત્વમાં રાખ્યા છે. આહાહા! હમણાં આવશે. અહીંયા નિત્યની સાથે (વિજય) મેળવી અને પછી આ વાત કરશે. આ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. પૂર્ણ શુદ્ધ ચૈતન્યધન એનો અંતર અનુભવ થયો. એ દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાના ભાવ એ બધા આસ્રવ છે- મેલ છે, એ ધર્મ નથી. એ આસવ ઉપર મેં જીત મેળવી તેમ સંવર કહે છે. આહા ! મેં મારા સ્વરૂપનો આશ્રય લીધો છે. જેમાં ભગવાન સચ્ચિદાનંદ નિત્ય ધ્રુવ છે તેનું અવલંબન લઈને મારી દશા પ્રગટી છે તે પણ ધ્રુવ (પણે ) કાયમ રહેનારી છે. ઝીણી વાતો Page #171 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૫૫ બાપુ! આ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા એ બધા ભાવ કાંઈ ધર્મ નથી, એ તો રાગ છેઆસ્રવ છે આસવને ગર્વ થયો કે મેં મોટા માંધાતાઓને આસવમાં ધર્મ મનાવ્યો છે. એ લીટી હમણાં આવશે. અહીંયા સંવર કહે છે કે આસવને જીતીને તેનો નાશ કરીને, મારા સ્વરૂપના અનુભવની દશા પ્રગટ થઈ છે. એ મારો જય થયો છે, તે હવે કદી પરાજ્ય નહીં થાય. એ. મેરૂ હવે નહીં હલે. સચ્ચિદાનંદ પ્રભુ અંદર વસ્તુ છે, એ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવથી પણ ભિન્ન છે, કેમકે એ આસ્રવ રાગ છે. એ રાગને સંવર કહે છે મારો પ્રભુ વીતરાગ મૂર્તિ, જિન સ્વરૂપી આત્મા તેનો મેં આશ્રય લીધો, તેનો મેં ભેટો કર્યો, હું મહાપ્રભુની પડખે ચઢયો, એ બાજુ હવે મારી નહીં ખસે, અનાદિથી પુણ્ય ને પાપના મિથ્યાત્વના પડખે અર્થાત્ બાજુએ હું ચઢી ગયેલો તે મારી ભૂલ હતી. “જેણે શાશ્વત જીત મેળવી છે” એટલા શબ્દોએ તો ગજબ કર્યું છે. આ તો દિગમ્બર સંતોના શાસ્ત્રો છે. કેવળીના કેડાયતો કહે છે કે જે આત્મા શાંત અને આનંદની મૂર્તિ પ્રભુ છે તેનો અમને અનુભવ થયો છે. અનુભવ થયો એ સંવરદશા છે. કોઈ ક્રિયાકાંડ, દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા એ કાંઈ સંવર-ધર્મ નથી. શ્રોતા:- શાંતિ તો મળે છે. ઉત્તર:- ધૂળેય શાંતિ મળતી નથી, એ માને છે. રાગમાત્ર આકુળતા છે. શુભરાગ હોય કે અશુભ રાગ હોય બન્ને આકુળતા છે, બન્ને દુઃખ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે એના લક્ષ આનંદ આવશે. એ કહ્યું ને! “કેવો છે સંવર? પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે” આહાહા! ગજબ કર્યું છે ને! મારો નાથ આનંદ સ્વરૂપ પ્રભુ છે. અનાકુળ અતીન્દ્રિય અને અનાકુળ શાંત અણઇન્દ્રિય અને અનાકુળ શાંતિ અને અનાકુળ આનંદ એ મારી ચીજ છે. એ ચીજને મેં મેળવીને ભેટો કર્યો છે એમ કહે છે. આસ્રવના ઉપર મેં જીત મેળવી છે. શા કારણથી વિજય મેળવીને સંવર એવો છે? શા કારણથી એવો છે?“સંસારવિરોધિસંવરનÀાન્તા-વતિશાસ્ત્રવચક્ષIRIત અનંત કાળથી માંડીને વેરી છે એવો જે નિગોદ અર્થાત્ એકેન્દ્રિય જીવ ત્યાંથી માંડીને વેરી છે. અનંતકાળથી સંવર આસવનો વેરી છે. પુષ્ય ને પાપના ભાવ આસવ તે સંવરના વેરી છે. આવી વાત છે પ્રભુ! અનંતકાળથી માંડીને વેરી છે એવો જે (સંવર) બધ્યમાન કર્મનો નિરોધ” જે આસવને રોકનાર “તેના ઉપરની જીતને લીધે” જોયું? સંવરની જીતને લીધે ! આસવ ગર્વમાં આવી ગયો છે તે કહે છે- “મારાથી મોટો ત્રણલોકમાં કોઈ નથી” પુણ્ય કરતાંકરતાં, દયા-દાન-વ્રત-ભક્તિ કરતાં-કરતાં ધર્મ થશે એવી જે મિથ્યાશ્રદ્ધા. તેને રાગમાં ને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કલશામૃત ભાગ-૪ ષમાં ગર્વ થયો છે. અહંકાર કર્યો છે.. ને ! “મારા જેવો ત્રણ લોકમાં કોઈ નથી” એવો ગર્વ થયો છે. “એવો થયો છે ગર્વ જેને એવું ધારાપ્રવાહ રૂપ કર્મનું આગમન” આમ્રવને આવો ગર્વ થયો છે. કહો શેઠ! વાંચવું કઠણ પડે એવું છે, તમારા ચોપડા કરતાં કઠણ છે. નિવૃત્તિ લેવી પડશે. પહેલાં સમજવું તો પડશેને ! એ વિના આવો માર્ગ હાથ નહીં લાગે. આહાહા! ભગવાન અંદર દેહ મંદિરમાં છે. આ દેહ મંદિરમાં ચૈતન્ય પ્રભુ છે. દેહાલયમાં દેવ-પ્રભુ બિરાજે છે. આહાહા ! એ તો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અનાકુળ શાંતિનો રસકંદ છે. જેમ સકકરકંદ હોય છે ને! સમજો છો? વૈષ્ણવલોકો મહામહિનામાં ખાય છે. શિવરાત્રીના દિવસે સકકર કંદને શેકીને ખાય છે. એ સકકરકંદમાં ઉપરની છાલ લાલ છે બાકીનો આખો સકકરકંદ મીઠાશનો પિંડ છે. સકકરકંદનો અર્થ-સાકરની મિઠાશનો પિંડ છે, તેમ આ ભગવાન આત્મા! પુણ્ય-પાપ અને મિથ્યાત્વની છાલ સિવાયનો સકકરકંદ આનંદનો કંદ છે. આહાહા! દાંતની વાત બેસે, આ વાત બેસવી જરા કઠણ છે. સમજમાં આવ્યું? શરીર, વાણી, મન તે તો માટી-જડ-ધૂળ-અજીવ છે, અંદરમાં દયા-દાન-વ્રત-ભક્તિપૂજાનો ભાવ, હિંસા-જૂઠ ચોરી-વિષયનો ભાવ તે બન્ને લાલ છાલ જેવા, ફોતરાં જેવા છે. છાલને તમારે શું કહેવાય? છિલકા છાલની પાછળ અંદર સકકરકંદ છે એટલે સાકરની મીઠાશનો (પિંડ) છે તેમ અહીંયા પુણ્ય-પાપના આસ્રવની અંદર અતીન્દ્રિય આનંદકંદનું દળ પડયું છે. અનાદિના પુણ્ય પાપના ભાવ છે તેને આસ્રવ કહે છે. (આસ્રવ કહે છે કે અમે બધાને જીત્યા છે, કોઈને અંદરમાં જવા દીધા નથી. બહારની ક્રિયાકાંડમાં રોકીને અમે જીત મેળવી છે. તેના ઉપરની જીતને લીધે.. , મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી. તેવો તેને મોટો ગર્વ છે. “ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને દૂર કરવારૂપ માનભંગના કારણથી” કર્મનું આગમન એટલે આસ્રવ તેને હવે સંવરે દૂર કર્યો. આસવનો માનભંગ થઈ ગયો. પુણ્ય ને પાપના ભાવનો માનભંગ થઈ ગયો. હું આત્મા, શુદ્ધ ચૈતન્યધન આનંદકંદમાં પુણ્ય ને પાપના વિકલ્પનો ત્રિકાળ અભાવ છે; એવા સમ્યગ્દર્શનરૂપી સંવરે આસ્રવ ઉપર જીત મેળવી છે. જેને ગર્વ થયો હતો તેના ઉપર જીત મેળવી. આવી વાતો છે. દુનિયામાં બહારમાં વ્રત લીધા ને ઉપવાસ કર્યા ને જાત્રા કરી ને ભક્તિ કરી થઈ ગયો ધર્મ! બાપુ.... તને ખબર નથી, એ તો રાગની ક્રિયા છે. એ પુણ્ય, વિકલ્પ અને આસ્રવ છે. આસવને અભિમાન થયું કે મેં મોટા માંધાતાને નીચે પાડ્યા છે. શાસ્ત્રના ભણનારાઓને ક્રિયાકાંડ કરીને અમે ધર્મ મનાવીએ છીએ. એમ મહા મિથ્યાત્વથી આસ્રવ કહે છે. અમે બીજાને પાડી નાખ્યા છે એવા ગર્વવાળો આસ્રવ તેને દૂર કરવારૂપ માન ભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે- આસવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે” આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લઈને જે કંઈ શુદ્ધતા, પવિત્રતા, અનાકુળ જ્ઞાનને અનાકુળ શાંતિ પ્રગટ થયા તે સંવર નામ ધર્મ છે. એ સંવર અને પુણ્ય-પાપના ભાવ આસવ Page #173 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૫૭ એ બન્ને વેરી છે. આસ્રવ અને સંવર પરસ્પર ઘણાં જ વેરી છે. પાછા થોડા (વેરી) એમ નહીં. સંવરમાં કિંચિત્માત્ર આસ્રવ નથી અને આસવમાં કિંચિત્માત્ર સંવર નથી. એ શું કહે છે? જેટલા પુણ્ય ને પાપના ભાવ થયા હોય તેમાં કિંચિત્ સંવર નામ ધર્મ નથી. આત્માના આનંદ સ્વરૂપનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન જ્ઞાન થયું તેમાં કિંચિત્ આસ્રવ નથી. આહાહા! બે પરસ્પર વેરી છે. આહાહા ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા તેણે અંદરમાં જ્યાં જાગીને જોયું તો પુણ્ય ને પાપના ભાવ વિનાનો નિરાકુળ શાંતરસનો કંદ છે, એવી જ્યાં સમ્યગ્દર્શનની દશા થઈ તે સંવર થયો પુણ્ય-પાપના ભાવ અને પુણ્યમાં ધર્મ માનનારો મિથ્યાત્વભાવ તે આસવ-સંવર તથા આસવ તે ઘણા જ વેરી છે. “પરસ્પર ઘણાં જ વેરી છે.” “તેથી અનંતકાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે” જુઓ અનંતકાળથી “મુનિવ્રત ધાર અનંતબેર ગ્રેવેયક ઉપજાયો, પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ના પાયો” હજારો રાણીઓ છોડી મુનિ થયો, દિગમ્બર થયો, પંચ મહાવ્રત ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણવ્રત પાળ્યા તે તો બધા આસ્રવ છે. પરંતુ “આત્મજ્ઞાન વિના” અર્થાત્ રાગની ક્રિયાથી રહિત પ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે એના જ્ઞાનના, આનંદના ભાન વિનાના પંચ મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. આવી આકરી વાતો બાપા ! લોકોને તત્ત્વની દૃષ્ટિની ખબર નથી અને ઉપરથી ધર્મ કર્યો. ધર્મ કર્યો, ધૂળમાંય ધર્મ નથી. તેથી અનંતકાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે” જુઓ! અનંતકાળથી અનંતજીવો પુણ્યમાં ધર્મ માનીને મિથ્યાત્વથી રોકાયેલા છે. મિથ્યાત્વથી પરિણમેલા છે એમ કહે છે. આપણે સમયસારમાં આવી ગયું હતું. અંતરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સમ્યગ્દર્શન ન થતા હું રાગવાળો છું તેવું મિથ્યાત્વમાં આવ્યું છતાં (બહારમાં) પુદ્ગલની ક્રિયાનો નાશ ન થયો. પંચ મહાવ્રતના પરિણામ અને તેની ક્રિયા તો એવી ને એવી રહે પરંતુ અંદરમાં મિથ્યાત્વ થઈ ગયું. એ વાત સમયસારમાં આવી ગઈ છે. ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય આનંદકંદને ભૂલીને, રાગનો નાનામાં નાનો જે કણ છે તે મારો છે. એમ (માની) મિથ્યાદેષ્ટિ થયો, તેનો આત્મા હણાય ગયો. (બહારમાં) પંચ મહાવ્રતની ક્રિયા, શરીરની ક્રિયા બ્રહ્મચર્ય પાળતો હતો એ બધુંય એનું એ રહ્યું. પુદ્ગલ ન હણાયો. અરે..! શું કહે છે? સમજાય છે કાંઈ? આહાહા ! અંતર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેને રાગના કણથી લાભ છે એવું માનીને મિથ્યાષ્ટિ થયો. છતાં સાધુની વ્યવહારની જે ક્રિયા. પંચ મહાવ્રતની તે એમ ને એમ ઊભી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કલશામૃત ભાગ-૪ રહી. પુદ્ગલ તો એમ ને એમ રહ્યા. (આત્મા) અંદર હણાય ગયો છે. જો અંદર ન હણાયું હોય તો સમ્યગ્દર્શન જ્ઞાન થાય તો પુદ્ગલ હણાય જાય, અર્થાત્ વ્રતના પરિણામ રહે નહીં, શરીરની ક્રિયા રહે નહીં, કેમકે એ તો સ્વતંત્ર જડની ક્રિયા છે. એ આવી ગયું છે. અત્યારે નોરતા ચાલે છે. ઘડો કાંણાવાળો છેદવાનો હોય, તે ઘડામાં દીવો રાખે તેને ગરબો કહે છે, અમારે કાંણાવાળા ઘડામાં અંદર દીવો હોય, તો અહીં કહે છે કે દીવો ઓલવાય (બુઝાઈ ) જાય તો ઘડો તૂટે નહીં. ઘડો તૂટે તો દીવો ઓલવાતો નથી- બે ચીજ ભિન્ન છે. ઘટ ફૂટી જાય તો દીવો તો અંદર છે અને દીવો ઓલવાઈ જાય તો પણ ઘટ એવો ને એવો રહે. તેમ પુણ્ય ને પાપની ક્રિયા, દેહની ક્રિયા એવી ને એવી રહે પરંતુ ચૈતન્ય દીવામાં, રાગ મારો છે તેમ માને તો મિથ્યાત્વ થઈ જાય છે. અર્થાત્ દીવો ઓલવાઈ ગયો. ઓલવાઈ ગયો તેને તમારે શું કહે છે? દીપક બૂઝ ગયા. ઘટ એવો ને એવો રહ્યો... અંદર દીપક બુઝાઈ ગયો. આહાહા! અંતરમાં રાગની, મહાવ્રત આદિની ક્રિયા એ ધર્મ છે– સંવર છે એ મિથ્યાત્વભાવ થયો. ત્યાં ચૈતન્ય હણાય ગયો. દીવો હણાય ગયો, ઘટ એવો ને એવો રહ્યો. મહાવ્રતની ક્રિયા, શરીરની ક્રિયા, શરીરથી બ્રહ્મચર્ય પાળે તેને દીવો બુઝાઈ ગયો. ઘટ ફૂટી જાય છતાં દીવો એવો ને એવો રહે છે અંદર. મહાવ્રતની ક્રિયા, દેહની ક્રિયા ન રહે, શરીર નાશ થઈ જાય, મહાવ્રતના પરિણામ છૂટી જાય તો પણ અંદર આત્મા આનંદ સ્વરૂપ છે એ તો એવો ને એવો રહે. આવી વાતું છે. અહીંયા કહે છે- “અનંત કાળથી સર્વ જીવરાશિ સર્વ જીવરાશિ' નવમી રૈવેયક ગયો. દિગમ્બર જૈન મિથ્યાદેષ્ટિ સાધુ થઈને. દેહની ક્રિયા, આ દયા-દાન-વ્રતના પરિણામ તે મારા છે; તેનાથી મને ધર્મ થાય છે એ મિથ્યાત્વથી હણાય ગયો છે. આહાહા! આવી વાતો છે. અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ” એક તો વિભાવમાં મિથ્યાત્વ લીધું... એટલે વિપરીત માન્યતા. મને પુણ્યના ભાવમાં સુખ છે, પાપના પરિણામ વિષયવાસના, ક્રોધ-માન-માયામાં મને મજા છે એવો જે મિથ્યાત્વભાવ તેનાથી આખું સર્વ જગત હણાય ગયું છે. “સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધજ્ઞાનનો પ્રકાશ નથી;” અંદર ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ... એ પ્રકાશ ત્યાં નથી કેમકે મિથ્યાત્વથી હણાય ગયો છે. શુદ્ધ ચૈતન્ય પ્રભુ એકલો અનઈન્દ્રિય જ્ઞાન ને અનઇન્દ્રિય આનંદકંદ પ્રભુ છે તેનો પ્રકાશ મિથ્યાત્વના પરિણામમાં નથી. “તેથી આસવના સહારે સર્વ જીવ છે” મિથ્યા શ્રદ્ધા અને પુણ્ય-પાપના ભાવ તે આસવરૂપ મલિન પરિણામના સહારે બધા અર્થાત્ સર્વ જીવ છે. “કાળલબ્ધિ પામીને” કાળલબ્ધિ પામીને એટલે પોતાના સ્વભાવના પુરુષાર્થના બળે. સ્વરૂપ તરફનો પુરુષાર્થ થાય એ કાળલબ્ધિ. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એ તરફનો ઝુકાવ થઈને. પુરુષાર્થ થઈને.. Page #175 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૫ ૧૫૯ કાળલબ્ધિ પાકી ગઈ. તેને નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ કાળલબ્ધિ. ક્યારે થશે? પુરુષાર્થ સ્વભાવમાં ઠરશે ત્યારે કાળલબ્ધિ થશે. અહીંયા તો કહે છે કે- પુરુષાર્થ સ્વભાવમાં ઠરશે ત્યારે કાળલબ્ધિ થશે. ભગવાન (પરિણતિ) અંદર જાશે. ત્યારે તેની કાળલબ્ધિ પાકી ગઈ. “કોઈ આસન્ન ભવ્ય જીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે” જુઓ, આસન્ન ભવ્ય જીવ. જેને સંસાર થોડો છે હવે નજીક છે હવે, મોક્ષને માટે નજીક છે. આસન્ન નામ નજીક છે જેના સંસારનો અંત એવા ભવ્ય જીવો. આહા! આસન્ન ભવ્ય તે ભવ્ય તો છે પણ આસન્ન ભવ્ય છે. તેનો મોક્ષ થવાનો અલ્પ કાળ છે. સંસારનો અંત આવવાની હવે તૈયારી છે. એવા આસન્ન ભવ્ય. “જીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે.” જુઓ, એ જીવો સમ્યકત્વરૂપ આત્માના આનંદનો નાથ પ્રભુ તેની શ્રદ્ધાના સમ્યકરૂપે પરિણમે છે. પર્યાય થાય છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન પ્રભુ તેની શુદ્ધ પરિણતિરૂપે-પર્યાયરૂપે પરિણમે છે. તે સમકિતી છે. આવી વાતો આકરી પડે શું થાય? લોકોને બીજે રસ્તે ચડાવી દીધા છે. અંદરમાં જવાનો જે મૂળ રસ્તો છે તે બંધ કરી દીધો છે. આહાહા! અંતરાત્મા અંતર છે. બહિરાત્મા તે તો રાગદ્વેષ વિકારમાં છે. તે અનાત્મા છે. અંતરાત્મા પ્રભુ જે છે એ તો એક સમયની અવસ્થા સિવાયનું દ્રવ્ય અંતરમાં છે. બહારમાં તો એક સમયની પર્યાય, પુણ્ય-પાપના ભાવ તે બાહ્ય છે. બાહ્યને પોતાનું સ્વરૂપ માને છે એ મિથ્યાત્વ છે. બાહ્યની દૃષ્ટિ છોડીને અંતર ભગવાનની દૃષ્ટિ કરે તે સમકિત છે. આવી માલ માલની વાતો છે. આહા! માલ તો અંતરમાં શાંતિ પડી છે તે તારો માલ છે. પુણ્ય-પાપના ભાવ એ તારો માલ છે? એમાં બાહ્યમાં હજુ તો પૈસા પાંચ-દશ લાખ મળે, ધૂળ મળે ત્યાં તો જાણે અમને કાંઈ મળ્યું. સાંભળને નાથ ! તને સાન્નેપાત વળગ્યો છે. પ્રશ્ન:- આજકાલ તો ધૂળની પણ કિંમત છે અને આ તો કિંમત વિનાનો છે? ઉત્તર- અણમોલી ચીજ પ્રભુ છે. જેની કિંમત આંકવી મુશ્કેલ છે. એનું મહાભ્ય છોડીને, જગતની ચીજનું મહાભ્ય કરે છે. તે મિથ્યાષ્ટિ છે. આવું છે બાપા! અરે.... ભગવાન ! અંતરમાં પ્રભુ બિરાજે છે. તેનું મહાભ્ય, તેની વિસ્મયતા, તેની અભૂતતા, આશ્ચર્યતા છોડી દઈને. તે પુણ્ય ને પાપની મહિમા અને તેના ફળની મહિનામાં રોકાય ગયો છે. હેરાન થઈ ગયો છે. “આસન્ન ભવ્યજીવ સમ્યકત્વરૂપ સ્વભાવ પરિણતિએ પરિણમે છે” આહાહા! અંદર જે શુદ્ધ ચૈતન્ય પ્રભુ તેની પર્યાય નિર્મળપણે પરિણમે છે. એ સંવર છે-ધર્મ છે. ભાષા જુઓ સ્વભાવ પરિણતિ અને આગળ વિભાવપરિણતિ તેમ કહ્યું હતું. મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તે વિભાવ પરિણતિ છે. આ સમકિત પરિણતિ તે સ્વભાવ દશા છે. આહા ! ઝીણી વાત છે પ્રભુ! Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આત્મા તો અંદર ભગવાન સ્વરૂપે છે. ' “ઘટ ઘટ અંત૨ જિન વસેને ઘટ ઘટ અંત૨ જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન” કલશામૃત ભાગ-૪ સ્વરૂપની દૃષ્ટિ કરીને જેણે રાગને જીત્યો તે ઘટમાં બિરાજે છે... તે જૈન છે. જૈન કોઈ સંપ્રદાય કે વાળો નથી. મતવાલા અર્થાત્ બહા૨માં પુણ્ય ને પાપના મતવાલા અભિમાનીઓ સમજે નહીં. રાગ ને પુણ્યના પૂછનારા અભિમાનીઓ મતવાલા સમજે નહીં કે- આ જિન સ્વરૂપ અંદર છ તે મારી ચીજ છે. ભાષા કેવી લીધી છે... બનારસીદાસે નાટક સમયસારમાં આ શબ્દ લીધા છે. આહાહા ! જૈન એટલે શું ? ઘટ ઘટ અંતર જૈન વસે અંત૨માં જૈન અર્થાત્ રાગને જીતીને સ્વરૂપનો અનુભવ કરે તે જૈન છે. ઘટ-ઘટમાં જિન વસે છે, શ૨ી૨માં અને બહા૨માં કાંઈ જૈનપણું નથી. જ્યાં જિન છે ત્યાં જૈન છે. જે જિન સ્વરૂપી ભગવાન છે તેનો અનુભવ કર્યો તે જૈન છે. આવી અગમ-ગમની તારી વાતું છે નાથ ! આહાહા ! તું વચનમાં આવે નહીં, તું દયા-દાનના વિકલ્પથી જણાય નહીં, વિકલ્પાતીત, વચનાતીત, શરીરાતીત... એવો જે ભગવાન અંદર છે તેનું અંત૨માં, શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું તે જૈન છે ને સમકિતી છે. તેણે આસ્રવને જીત્યો છે. આહાહા ! ચંડાળનો, હરિજનનો આત્મા હો ! આત્મા ક્યાં હરિજન છે ? આત્મા ક્યાં વાણિયોને-મુસલમાન છે ? એ તો ભગવાન છે... એ અંદર છે, તેનો જેણે અંતર્મુખ થઈ અને બહિર્મુખનો જેણે નાશ કર્યો અર્થાત્ અંતર્મુખ પ્રભુને જેણે ૫૨ખ્યો એ ચંડાળનો આત્મા પણ જૈન છે, જિન ને જૈન છે. કોઈ મોટો રાજા-મહારાજા હોય અને હજારો રાણી છોડી, દિગમ્બર સાધુ થયો હોય પણ જેણે અંદરમાં ભગવાનના ભેટા કર્યા નથી અને દયા-દાન-વ્રતક્રિયામાં ધર્મ માની બેઠા છે એ બધા અજૈનપણે છે. એ (જૈનપણું ) કાંઈ બહારની ચીજથી મળે એવું નથી. “તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે” ભગવાન આત્મા જિન સ્વરૂપી પ્રભુ છે. આત્મા તો વીતરાગની મૂર્તિ જ પ્રભુ છે. વીતરાગ એટલે રાગ રહિતની મૂર્તિ એ છે. એવા ભગવાનને પામીને શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે. તેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે પર્યાયમાં પ્રગટ દેખાય છે. આ તો શુદ્ધ ચૈતન્ય છે. જે નમૂનો આવ્યો તે આખું તત્ત્વ શુદ્ધ છે. આવી વાતો હવે ! સાધારણ માણસને સાંભળવા મળે નહીં બિચારાને ! અરે... વખત ચાલ્યો જાય છે. જે જે ક્ષણ જાય છે તે દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે તેની સમીપ જાય છે. મૃત્યુની સમીપ જાય છે. દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે– ભગવાનના જ્ઞાનમાં આ સમયે આમ થશે તે નિર્ણય ( નક્કી ) છે. એની એમાં જેટલી ક્ષણો જાય છે તે બધી મૃત્યુની સમીપ જાય છે... આહાહા ! એમાં જીવના જીવનને તેણે જાણ્યું નહીં. શુદ્ધ ઉપયોગ શુદ્ધ પરિણમન તે જીવનું જીવન છે. તેણે જીવને જીવી જાણ્યો છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૬ ૧૬૧ જે પુણ્ય-પાપથી જીવે તે જીવન જીવનું નહીં. આવી વાતો છે પ્રભુ ! જગતને બેસે ન બેસે !! “તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે.” અંતર્મુખ ૫૨માત્મા બિરાજે છે ત્યાં જ્યાં દૃષ્ટિ પડે છે ત્યારે આસ્રવને જીતીને જીવની જીત થાય છે. સંવરની જીત થાય છે- એમ કહે છે. છે તો શાંતરસનું વર્ણન પણ શાંતરસમાં વી૨ ૨સ ભરેલો છે. એ શું કહ્યું ? સમયસાર નાટકમાં પાઠ છે. કેમકે કર્મને વેરી કીધાંને ! છે તો શાંતરસનું વર્ણન પણ તેમાં વી૨ ૨સનું વર્ણન કરીને શાંતરસનું વર્ણન કર્યું છે. તેમાં વી૨૨સ છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએને... “ઉપશમરસ વ૨સે પ્રભુ તારા નયનમાં” ઉપશમરસ એટલે શાંત... શાંત... શાંત... શાંત... શાંત. કેમકે જેનો સ્વભાવ ઉપશમ અકષાય સ્વભાવથી ભરેલો ભગવાન છે તેની જ્યાં દશા થઈ એ ઉપશમ ૨સની થઈ છે. તેથી જીવની–જ્ઞાનની જીત ઘટે છે. અનાદિથી રાગની જીત હતી. રાગ કહે મેં મોટા-મોટા માંધાતાઓને જીતી લીધા છે. શુદ્ધજ્ઞાન કહે–હવે મેં તારી જીત મેળવી છે. હું આનંદનો નાથ છું એવું એને ભાન થઈ ગયું છે. હવે એ આસ્રવ... ફાસ્ત્રવ મારામાં નથી. આ સંવર અધિકા૨ની શરૂઆતનો માંગલિકનો શ્લોક થયો. (શાર્દૂલવિક્રીડિત ) चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २-१२६ ।। " ખંડાન્વય સહિત અર્થ:- “વં ભેવજ્ઞાનમ્ àતિ” (પં) પ્રત્યક્ષ એવું (મેવજ્ઞાનમ્ ) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (હવેત્તિ) પ્રગટ થાય છે. કેવું છે? “નિર્મલમ્” રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે? “શુદ્ધજ્ઞાનધનૌધમ્” (શુદ્ધજ્ઞાન) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો (ોધમ્ ) પુંજ છે. વળી કેવું છે ? “પુસ્” સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે-“જ્ઞાનસ્ય રાાસ્ય = ક્રયો: વિમા'માં પરત: ત્વા” ( જ્ઞાનસ્ય ) જ્ઞાનગુણમાત્ર (RTTT T) અને અશુધ્ધ પરિણતિ-તે (હ્રયો:) બંનેનું (વિમાનં) ભિન્નભિન્નપણું ( પરત: ) એકબીજાથી ( ઘૃત્વા) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? “વૈદ્રષ્ય નડપતાં ૬ વધતો:” ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કલામૃત ભાગ-૪ અશુધ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? “સત્તાવારોન” (અન્તર્વાણ) અંતરંગ સૂક્ષ્મ અનુભવદેષ્ટિ, એવું છે (કારણેન ) કરવત, તેના વડે. ભાવાર્થ આમ છે કેશુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુધ્ધપણું-એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે, તેથી અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુધ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુધ્ધપણું ઉપાધિ છે. “સત્ત: અધુના ફુવં મોવર્ધ્વમ”(સન્ત:) સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિજીવો (પુના) વર્તમાન સમયમાં (રૂદ્દે મોમ્બમ્) શુદ્ધજ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? “અધ્યાસિતા:” શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? “દ્વિતીયભુતા:” હેય વસ્તુને અવલંબતા નથી. ૨-૧૨૬. કળશ નં.-૧૨૬ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૬-૧૨૭ તા. ૨૦-૨૧/૧૦/'૭૭ ફર્વ એજ્ઞાનન રતિ” પ્રત્યક્ષ એવું ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે.”શું કહે છે? સંવર અધિકાર છે ને આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ રસકંદ પ્રભુ છે, એને પુણ્ય-પાપના જે ભાવ થાય છે તેનાથી ભિન્ન કરવો, તેનાથી ભેદજ્ઞાન કરવું એ સંવર અને ધર્મ છે. પ્રશ્ન- ક્યારે ભેદજ્ઞાન કરવું? ઉત્તર- સમ્યગ્દર્શન થવાના કાળે જ. આ આત્મા! ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયકમૂર્તિ! એ તો ત્રિકાળી શુદ્ધ અને પવિત્ર જ છે. એની પર્યાયમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે તેમાં ચૈતન્ય સ્વરૂપનો અંશ નથી. સૂર્યનો પ્રકાશ હોય તો અંજવાળુ હોય પણ કોલસાની કણી તે કાંઈ સૂર્યનું અંજવાળુ નહીં. તેમ પુણ્ય ને પાપના ભાવ એ તો કોલસાની કણી-મેલ છે. અજ્ઞાન છે, એટલે તેમાં જ્ઞાનના પ્રકાશનો અભાવ છે. શ્રોતા:- અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન લેવું. ઉત્તર-ના, બન્ને પ્રકાર લીધા. ગઈકાલે જરી મગજમાં આવી ગયું હતું. આચાર્ય કહે છે કે- અજ્ઞાન અસ્ત થઈ જાવ. એ તો મુનિ છે, તેમને તો અજ્ઞાન અસ્ત થયેલું છે. એટલે મિથ્યાષ્ટિને પણ એમ કહે છે રાગથી ભિન્ન પડીને અજ્ઞાનનો નાશ કરો. મને તો અંદરમાં એ વખતે તર્ક આવ્યો હતો કે- અમને પણ હજુ શુભરાગ થાય છે... એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન એમ નહીં. મિથ્યાજ્ઞાન એમ નહીં.. પણ શુભરાગની વાત છે મુનિને Page #179 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૬ ૧૬૩ અશુભરાગ તો છે નહીં. ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ, પાંચમે સાચા શ્રાવક તેને તો હજુ આર્તધ્યાન પણ હોય અને રૌદ્રધ્યાનેય હોય અને હોય અને અશુભભાવ પણ હોય અને શુભભાવની વાત પણ હોય, પણ મુનિને તો અશુભભાવ હોતો નથી. ત્રણ કષાયના અભાવથી આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય શક્તિનો વિકાસ અંદર થયો છે. અનંતગુણની પાંખડીએ આત્મા જ્યાં ખીલી નીકળ્યો છે. જેમ ગુલાબની કળી ખીલી નીકળે તેમ ભગવાન આત્મામાં અનંત ગુણ છે તેમાં તે ખીલી નીકળ્યા છે તે તેનું સત્ત્વ છે. એ અનંતગુણની દૃષ્ટિ ને સ્થિરતા દ્વારા મુનિને ચારિત્રપણું છે. અનંતગુણની શક્તિની પર્યાયમાં ખીલવટ થઈ ગઈ છે- વિકાસ થઈ ગયો છે. છતાં તેમને હજુ શુભરાગ છે અને તે દુઃખ છે. તો (મુનિ) કહે છે- એ શુભરાગ. અજ્ઞાન છે તે અસ્ત થઈ જાવ. અમે તો જ્ઞાન સ્વરૂપનો પ્રકાશ કરીએ છીએ. આત્મા અંદર છે (તેનાથી ભિન્ન) રાગ ને પુણ્ય પાપના ભાવ વિકલ્પ છે તેને અહીંયા જડ કહેશે. પાઠમાં છે. આ ચૈતન્ય પ્રભુ જ્ઞાનાનંદ છે. જ્ઞાનનો ચિદ્ધન-પ્રજ્ઞાબ્રહ્ય સ્વરૂપ ભગવાન છે. પ્રજ્ઞાબ્રહ્મ એટલે જ્ઞાન ને આનંદ સ્વરૂપ જ ત્રિકાળી છે. (એની) પર્યાયમાં જે શુભભાવ થાય કે અશુભભાવ થાય (તે જડ છે). મિથ્યાષ્ટિને તો પુણ્ય-પાપના ભાવ તે હું છું તે દૃષ્ટિ મિથ્યા છે. પણ ભેદજ્ઞાન કરીને, એ પુણ્ય ને પાપના વિકલ્પો રાગ-અંધકાર છે. અંદર આત્મા છે તે ચૈતન્ય પ્રકાશનું પૂર છે. એમ રાગથી ભિન્ન પડી અને જેણે ભેદજ્ઞાન અંતરમાં પ્રગટ કર્યું તેનું નામ પ્રથમ સમ્યગ્દર્શન જ્ઞાન તેને સંવર દશા કહેવામાં આવે છે. શાંતિભાઈ ! અહીંયા છે અંદર શાંત, શાંતિનો સાગર આત્મા અંદર છે. જેટલા પુણ્ય-પાપના ભાવ થાય તે અશાંત છે. આત્મા શાંતિ ને સાગર બન્ને છે. અહીંયા પરમાત્મા કહે છે એ જ સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. “ફર્વ મેજ્ઞાનમ તિ” [ટુવં] નામ પ્રત્યક્ષ. રાગથી ભિન્ન પડે ત્યારે પ્રભુ આત્મા પ્રત્યક્ષ થાય છે. માર્ગ ઝીણો, સૂક્ષ્મ ઘણો પ્રભુ! શ્રોતા- જલ્દી સમજાય એવો નથી. ઉત્તર- જલ્દી સમજાય એવી જ આ રીત છે. પણ અનંત કાળથી આ અભ્યાસ નહીં... અને (પેલો) અધ્યાસ અનાદિનો. અહીંયા કહે છે- એકવાર પ્રભુ તું (સાંભળ!) એ પુણ્ય ને પાપના વિકલ્પો... રાગ એ જડ છે. જડ છે એટલે ? તે રજકણ છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે તેમ નહીં. એ શુભ અશુભ ભાવો જડ છે એટલે એમાં રજકણ છે, એમાં રંગ, ગંધ, વર્ણ, સ્પર્શ છે. એમ જડનો અર્થ નથી. જડ છે એટલે તેમાં ચૈતન્યના તેજના પ્રકાશના નૂરનો અભાવ છે. ભાષા તો સાદી છે બાપુ! આહાહા! (આત્મા) ભગવત્ સ્વરૂપ છે. તેને જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કલશામૃત ભાગ-૪ શુભ અને જડ છે. અહીંયા તો તીર્થકરગોત્ર બાંધે કોણ? તે આવે કોને? સમકિતીને મિથ્યાષ્ટિને એ આવે નહીં. જેણે રાગ ને પુણ્ય ને પાપના ભાવથી ચિદ્રુપ ભિન્ન કર્યો છે તેને એવો વિકલ્પ આવે છે... પણ એ વિકલ્પ અજ્ઞાન છે, તે વિકલ્પ જ્ઞાનનું સ્વરૂપ નથી. રૂવં ભજ્ઞાનમ તિ” એ રાગમાં અને રાગની રુચિમાં પ્રભુ-આત્મા તેને પરોક્ષ થઈ ગયો છે. રાગની પ્રીતિની આડમાં ચૈતન્ય પરોક્ષ થઈ ગયો છે- આડમાં ઢંકાઈ ગયો છે. તેને રાગની રુચિ છોડીને.. રાગથી ભિન્ન અંદર પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે તેને પ્રત્યક્ષ કર એમ કહે છે. તારા મતિ અને શ્રુતજ્ઞાનમાં (પ્રત્યક્ષ કર) મતિધૃતમાં પરની અપેક્ષા કંઈ નથી, ભેદ વિજ્ઞાન કરીને આત્માને સીધો પ્રત્યક્ષ કર, [૩] એટલે પ્રત્યક્ષ જે મતિ શ્રુતજ્ઞાન છે તેને રાગનું કે મનનું પણ અવલંબન નથી. એ મતિ-શ્રુતજ્ઞાન રાગથી ભિન્ન પડીને પોતાના આત્માને પ્રત્યક્ષ કરે છે. આમ પ્રત્યક્ષ કરે છે. આ આત્મા છે તેમ પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ એવું ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ” આ ભેદજ્ઞાનની વ્યાખ્યા કરી. ભગવંત ! તને જે અનાદિથી પુણ્ય ને પાપના, રાગ-દ્વેષના વિકલ્પોનો અનુભવ છે એ દુઃખરૂપ છે, એ સંસારનું વેદન છે. હવે એકવાર રાગથી ભિન્ન પડી અંદર રાગથી જુદા પડવાનું ભેદજ્ઞાન કર...! એ ભેદજ્ઞાન દ્વારા (રાગ ભિન્ન પડતાં આત્મા પ્રત્યક્ષ થાય છે ). ભેદજ્ઞાન એટલે શું? “જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ” આવા શબ્દો છે બાપુ! આહા... રાગ, પુણ્ય પાપના વિકલ્પો તેનાથી ભિન્ન પાડતાં.. જુદું પાડતાં.. આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે... તેનું નામ સંવર અને તેનું નામ ધર્મ છે. ભેદજ્ઞાનની વ્યાખ્યા જ આ કરી– “જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ” પ્રભુ તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ છે, પવિત્ર જ છે. દ્રવ્ય અને એના ગુણો એ તો પવિત્રનો પિંડ છે. એની પર્યાયમાં હાલતમાં પુણ્ય ને પાપના ભાવ છે, એ ચૈતન્યના સ્વભાવમાં અભાવ સ્વરૂપ છે. માટે અભાવ સ્વરૂપવાળા રાગનું ચૈતન્ય સ્વરૂપ પ્રભુ... જે ભાવવાળો છે તેનાથી અનુભવ કર. આવું છે ભગવાન અંદર ! તેનું નામ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. સંવર અર્થાત્ વિકારી પરિણમનનું રુંધાઈ જવું.. અટકી જવું અને અવિકારી પરિણમનનું ઉત્પન્ન થવું તેનું નામ સંવર ને ધર્મ છે. હતિ' પ્રગટ થાય છે. ભાષા કેવી છે! કેમકે અનાદિથી ભેદજ્ઞાન નહોતું. અનાદિથી તો પુષ્ય ને પાપ, મિથ્યાત્વ ભાવમાં (એકત્વ હતું) પરમાં સુખ છે અર્થાત્ શરીરમાં, લક્ષ્મીમાં, આબરૂમાં, કીર્તિમાં પરમાં સુખ છે. એવી જે મિથ્યા શ્રદ્ધા હતી, એવો જે મિથ્યાત્વભાવ હતો તે કાળે મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષનો અનુભવ હતો એટલે કે- દુઃખનો જ અનુભવ હતો. આવી વાત છે ભાઈ ! આ સંવર અધિકાર છે ને! જ્યારે રાગના વિકલ્પથી એટલે કે પર્યાય બુદ્ધિથી ખસી Page #181 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૬ ૧૬૫ જઈને, શુભ-અશુભ રાગ એ પર્યાયમાં વિકલ્પ દશા છે તેના પ્રેમમાંથી રુચિમાંથી ખસી જઈ અને ભગવાન શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ ને રુચિમાં આવે તો તને આત્માના આનંદનો અનુભવ થશે. અનાદિથી જે વિકારનો-દુઃખનો અનુભવ છે તેનાથી ભિન્ન પાડતાં તને સુખનો અનુભવ થશે. આહા! સમજાય એવું છે. ભાષા એવી કઠણ નથી કાંઈ ! આહાહા ! માર્ગ તો છે ઈ છે બાપા! શ્રોતા- કઠણ છે. ઉત્તરઃ- કઠણ છે એ અણઅભ્યાસે કઠણ છે, અભ્યાસે નહીં. એના ઘરની ચીજ છે ને! “પ્રગટ થાય છે” એમ કહ્યું છે. એ પુણ્ય ને પાપ અને મિથ્યાત્વભાવ પ્રગટ હતો. અનાદિથી સંસારમાં એને વેદન છે તે એકાન્ત દુઃખનું વેદન છે. રાગથી, પુણ્યથી ભિન્ન ભગવાન અંદર પૂર્ણ સ્વરૂપ છે અને આ પુણ્ય પાપ તો કૃત્રિમ, ક્ષણિક અને ચૈતન્યના સ્વભાવના અભાવ સ્વરૂપ છે. ચેતનાના સ્વભાવભાવ સ્વરૂપ પ્રભુ છે તેને રાગથી ભિન્ન પાડતાં, ભેદજ્ઞાન એટલે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. આહાહા! આવી વાત અને આટલી શરતું. કેવું છે એ ભેદજ્ઞાન?[ નિર્મન] રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણતિથી રહિત છે” રાગ-દ્વેષ-મોહ અર્થાત્ પરમાં સાવધાની તેનાથી અનુભવ દશા-સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન તે રાગ-દ્વેષ-મોહથી રહિત છે. રાગ-દ્વેષ-મોહરૂપી અશુધ્ધ પરિણતિ, મલિન દશા તેનાથી ભેદજ્ઞાન રહિત છે. વળી કેવું છે? શુદ્ધજ્ઞાન નૌઘમ શુદ્ધજ્ઞાન] શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો પૂંજ છે” પુણ્ય-પાપનો ભાવ ને મિથ્યાત્વનો ભાવ છે... એ તો એક સમય પૂરતી વિકૃત-ક્ષણિક દશા હતી. અને આ તો ત્રિકાળી ભગવાન છે. (એ રાગાદિથી) ભિન્ન પડતાં.. એ તો શુદ્ધ જ્ઞાનનો પૂંજ છે. એ જ્ઞાનનો ઢગલો છે. ઢગલો એટલે પુંજ છે. આહાહા! એ શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, જે રાગથી ભિન્ન પડીને પર્યાયમાં ચૈતન્ય મૂર્તિનું જ્ઞાન કર્યું.. તો એ વસ્તુ કેવી છે? તે કહે છે. શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના સમૂહનો પૂંજ છે... એવો પર્યાયમાં ખ્યાલ આવ્યો. એ પણ વિકલ્પથી કે આ પણ આખી ચીજ જ આનંદઘનનો પુંજ છે. જ્ઞાનની પર્યાયમાં, પુણ્યપાપના રાગથી ભિન્ન પડીને.. શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. એ અનુભવની પર્યાય તો વર્તમાન ક્ષણિક છે. પણ તેનો વિષય ) વસ્તુ છે તે શુદ્ધ જ્ઞાનનો પિંડ છે. દ્રવ્ય જે વસ્તુ છે. વસ્તુ.. આહાહા ! શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન એના સમૂહનો પૂંજ છે, એની પર્યાયના સમૂહનો પુંજ છે. પર્યાય તો ક્ષણિક અનુભવમાં આવે છે. જ્યારે વસ્તુ તો તેનો આખો પુંજ છે. અહીંયા તો માલની વાતું ચાલે છે. પ્રભુ! તું આવો છે! “વળી કેવું છે તે જ્ઞાન? “મ” સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે.” જે ઉપજેલું સમ્યજ્ઞાન ( પ્રગટ) થયું એ તો સમસ્ત ભેદ વિકલ્પથી રાગથી જુદું છે. (ભેદ વિકલ્પથી) રહિત છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કલશામૃત ભાગ-૪ ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે- “જ્ઞાનસ્થ રાસ્ય ૨ કયો: વિમા પુરત: કૃત્વા” જ્ઞાનગુણમાત્ર અને અશુધ્ધ પરિણતિ તે બન્નેનું ભિન્ન ભિન્નપણે એકબીજાથી કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે.” જ્ઞાનનો પુંજ પ્રભુ એક બાજુ અને રાગ, વિકલ્પ બીજી બાજુ એ બે માંથી... રાગથી ભિન્ન પડીને... ભેદજ્ઞાન પ્રગટ થાય છે. પુણ્ય-પાપની અશુધ્ધ પરિણતિ છે એ પર્યાય છે. શુભ ને અશુભ ભાવ તે બન્ને અશુધ્ધ દશા છે, તેનાથી જ્ઞાનગુણમાત્ર આત્મા (ભિન્ન છે). અશુધ્ધ પરિણતિ અને જ્ઞાનગુણમાત્ર આત્મા એ બન્નેનું ભિન્ન-ભિન્નપણું એક બીજાથી કરીને અર્થાત્ પુણ્ય-પાપથી જ્ઞાનપુંજ ભિન્ન અને જ્ઞાનપુંજથી વિકાર ભિન્ન છે. આવી શરતું છે! લોકો ધર્મને સહેલો માનીને બેઠા હતા કે- દયા પાળવી, વ્રત-ઉપવાસ કરવા. અરે.. બાપુ! ધર્મ જુદી ચીજ છે ભાઈ ! એ ધર્મની સન્મુખના મુખ જુદા છે. અહીં કહે છે કે પ્રભુ, એક બાજુ જ્ઞાનગુણ અને બીજી બાજુ પુણ્ય-પાપના રાગ તે બન્નેનું એક-બીજાને ભિન્ન-ભિન્નપણું છે. એક બીજાથી કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બન્ને? વૈદ્રયં નહપતાં જ વધતો:” કોણ બન્ને? ચિદ્રુપ-જ્ઞાનકુંજ આત્મા અને પુણ્ય-પાપના વિકલ્પ રાગ એ બન્ને કેવા છે? બહુ સરસ શ્લોક આવ્યો છે. ભગવાન તો “વૈદ્રષ્ય નહપતાં જ વધતોઃ” ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ છે.” એ તો ચેતના માત્ર છે. ચિધન-ચેતના સ્વભાવ માત્ર ભગવાન આત્મા તો છે.. એ જીવનું સ્વરૂપ છે. ચેતના અર્થાત્ જાણવા-દેખવાના સ્વભાવનો પુંજ પ્રભુ એ આત્મા છે. “જડત્વમાત્ર અશુધ્ધપણાનું સ્વરૂપ” જુઓ, એ પુણ્ય ને પાપના ભાવ અશુધ્ધ છે તે જડ છે. એથી આચાર્યે કહ્યું અને મને એ વખતે વિચાર આવ્યો કે- અજ્ઞાનનો નાશ છે મુનિને તો! એ તો સમકિતી-જ્ઞાની ને અનુભવી છે. પણ તેને પેલો હજુ (સંજવલનનો ) શુભરાગ છે ને! કલમાષિત છે તેટલું દુઃખ છે; એટલું અજ્ઞાન છે. અજ્ઞાન છે અર્થાત એ રાગમાં જ્ઞાનનો અભાવ છે; રાગ જડ છે. એ રાગનો નાશ થઈને મારો ચૈતન્ય પૂર્ણ પ્રકાશિત થાવ. ભાષા જોઈ? “વૈદ્રચંડપતાં વ વધતો, ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ છે” શાંત... શાંત.. અકષાય વીતરાગ સ્વરૂ૫ની મૂર્તિ પ્રભુ છે. પુણ્ય ને પાપ-રાગ ને વિકાર તે જડ, અજ્ઞાન સ્વરૂપ છે. વૈદ્રષ્ય નહેરુપતાં વધતો” ભાષા તો જુઓ!દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય... મુનિને પણ થાય... પણ છે તો જડ તેમ કહે છે. (સાધકે) પ્રથમ ભેદજ્ઞાન તો કર્યું છે. સમ્યગ્દર્શનશાન થયું છે, પણ.... હવે જે બાકી રહ્યો રાગ છે તેનાથી ભિન્ન પડીને સ્થિરતા રમણતા કરવી છે. સમજાણું કાંઈ? સમયસારના (૧) અજીવ અધિકારમાં પુણ્ય-પાપના ભાવને અજીવ કહ્યાં છે. (૨) પુણ્ય-પાપ અધિકારમાં-એ શુભાશુભ ભાવને અજ્ઞાન કહ્યાં છે. (૩) સંવર અધિકારમાં એ રાગાદિને જડ કહ્યો છે. આહાહા! બધી વાત એક જ છે. આહાહા! શુભ કે અશુભભાવ, દયા Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ દાન-વ્રત-ભક્તિ-પૂજાના એ ભાવ ! સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને આવે, મુનિને આવે, એના યોગ્ય એના પ્રમાણમાં આવે... પણ છે તો એ અજીવ અને જડ છે. એ દુઃખરૂપ અને આકુળતાજન્ય છે. ભગવાન આત્મા ! એ સુખરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ ચેતન સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. બન્નેને ૫૨૫૨ ભિન્નતા છે. ૫૨સ્પ૨ એટલે ? ચૈતન્ય સ્વરૂપથી વિકાર ભિન્ન છે અને વિકા૨થી ચૈતન્ય સ્વરૂપ ભિન્ન છે. આહાહા ! જીવનું સ્વરૂપ ચૈતન્યમાત્ર અને રાગનું સ્વરૂપ જડત્વમાત્ર. પરંતુ જડત્વનો અર્થ એવો નથી કે- પુણ્ય-પાપના ભાવમાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ છે. ( રાગને ) પુદ્ગલના પરિણામ કહ્યાં છે... પણ તેમાં વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ છે એમ નથી. પરંતુ એ શુભઅશુભમાં ચૈતન્યના પ્રકાશનો, જ્ઞાનના અંશનો અભાવ છે. તે અંધકાર છે, જડ છે, અજીવ છે. માટે તેને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. આહાહા ! આવું સાંભળવું મુશ્કેલ પડે..! પણ માર્ગ આવો છે. કલશ-૧૨૬ " “શેના વડે ભિન્નપણું કર્યું ? “અન્નવારુંળવાળેન” અંતરંગ સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ, એવું છે ક૨વત, તેના વડે.” જોયું ? ( કહે છે) શેના વડે (ભિન્ન ) કર્યું ? સાધન શું ? સૂક્ષ્મ અનુભવની દૃષ્ટિ અર્થાત્ ભગવાન આનંદ સ્વરૂપ છે એવા શુદ્ધની અંતર દૃષ્ટિ-અનુભવ દૃષ્ટિ અતીન્દ્રિય આનંદપ્રભુ સચ્ચિદાનંદ છે એના અનુભવની શુદ્ધ દૃષ્ટિ વડે. એ અનુભવ દૃષ્ટિ કેવી છે? એ તો ક૨વત છે. જેમ લાકડાના ક૨વત બે કટકા કરે છે એમ અંતરદૃષ્ટિ, રાગને (અને આત્માને ) અનુભવ કરવત વડે બે જુદા પાડી નાખે છે. આવો માર્ગ છે. “અંતરંગ સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ” ઘણો જ ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે... ત્યારે તે આત્માને રાગથી ભિન્ન અનુભવે છે. એ કરવત છે. અંદર... અંતર સૂક્ષ્મ (અનુભવ દૃષ્ટિ ) રાગનો ભાવ, પુણ્ય, પાપનો ભાવ તો સ્થૂળ, સ્થૂળ... અજીવ છે– જડ છે. ભગવાનનો ઉપયોગ સૂક્ષ્મ છે. જીવને, ચૈતન્ય આનંદ ને તેની દૃષ્ટિ વડે, રાગ અને ભગવાનને બન્નેને, જેમ કરવત જુદા પાડે તેમ જુદા પાડી નાખ્યા છે. શ્રોતા:- ક૨વતથી શરીરના ટુકડા થાય તેમ ? ઉત્ત૨:- શ૨ી૨ના ટૂંકડા ન થાય શરીર.. શરીરમાં રહે ને. રાગ રાગમાં રહે ને ભગવાન આનંદમાં ૨હે. બે વચ્ચે સૂક્ષ્મ અંતરદૃષ્ટિથી અર્થાત્ કરવતથી બેયને જુદા પાડયા. અંતર સૂક્ષ્મ દૃષ્ટિ તે પ્રજ્ઞાછીણી. (૧૮૧ કળશમાં ) પ્રજ્ઞાછીણી કહીને ! પ્રજ્ઞારૂપી છીણી દ્વારા બન્નેને જુદા પાડે છે. ભેદવિજ્ઞાન કહો કે પ્રજ્ઞાછીણી કહો કે સાધન કહો ! રાગ છે તે જુદું પાડવાનું સાધન નથી. પ્રજ્ઞાછીણી અર્થાત્ સમ્યગ્નાનની દશા જે અંત૨માં વળી તે રાગથી ભિન્ન કરવામાં સાધન છે, સમજાય છે કાંઈ ? હળવે... હળવે તો વાત ચાલે છે. આ માર્ગ તો એવો છે બાપુ ! જિનેન્દ્ર-સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ ૫૨માત્માનો આ હુકમ છે. ૫૨માત્માને પામવાની આ રીત ને વિધિ છે. ભાવાર્થ આમ છે કે- શુદ્ધજ્ઞાન માત્ર તથા રાગાદિ અશુધ્ધપણું એ બન્નેનો ભિન્નભિન્નપણે અનુભવ ક૨વાનું અતિ સૂક્ષ્મ છે; રાગાદિને ઉ૫૨ જડ કહ્યું હતું તેને હવે અશુધ્ધ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કલશામૃત ભાગ-૪ કહ્યું. ભગવાન ચૈતન્ય શુદ્ધ છે, રાગાદિ અશુધ્ધ છે. તે બન્નેનો ભિન્ન-ભિન્નપણે અનુભવ કરવો અતિ સૂક્ષ્મ છે. ઘણું સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એકલું સૂક્ષ્મ ન લેતાં અતિ સૂક્ષ્મ છે.” રાગનો વિકલ્પ હો કે- પુણ્ય-પાપનો હો તેનાથી ભગવાન આત્માને જુદું પાડવું અતિ સૂક્ષ્મ છે, ત્યાં સ્થૂળબુદ્ધિ કામ ન કરે. ત્યાં શાસ્ત્રના જાણપણાનું જ્ઞાન કામ ન કરે ભાઈ? ભણ્યો છું ઘણું માટે... (અનુભવ થાય ) એ ત્યાં કામ ન આવે. સમજાણું કાંઈ? અતિ સૂક્ષ્મ છે” કેમ? પુણ્ય ને પાપના ભાવ અને મિથ્યાત્વના ભાવ અશુધ્ધ અને જડ છે. પ્રભુ ચૈતન્ય શુદ્ધ ને પવિત્ર છે. એને ભિન્ન પાડવા અતિ સૂક્ષ્મ છે. “કેમકે રાગાદિ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે” કારણ આપે છે. આ કેમ અતિ સૂક્ષ્મ છે (તેનું કારણ આપે છે) કે- પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ ચૈતન્યની પર્યાયમાં ચેતન જેવા દેખાય છે. તેથી એનાથી જુદું પાડવું અતિસૂક્ષ્મ છે. શ્લોક બહુ સારો આવ્યો છે. (જુદું પાડવું) કેમ સૂક્ષ્મ છે? રાગ, પુણ્ય-પાપનો ભાવ એ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે; કેમકે એ ચેતનની પર્યાયમાં છે ને ! એ (રાગ ) જડમાં કે કર્મ રજકણમાં નથી. શુભઅશુભભાવ જીવના સત્ત્વમાં છે. બપોરે આવ્યું હતું- જીવના સત્ત્વમાં અર્થાત્ પર્યાયરૂપી સત્ત્વમાં એ છે. એ પુણ્ય-પાપના ભાવને જડ કીધાં માટે જડમાં કે કર્મમાં છે એમ નથી. એ શુભ-અશુભભાવો ચેતનની પર્યાયમાં ચેતન જેવા દેખાય છે. તેથી તેનાથી જુદું પાડવું અતિ સૂક્ષ્મ છે. પર્યાય દૃષ્ટિએ દેખે તો એ પુણ્ય-પાપના ભાવ જીવની પર્યાયમાં છે. વસ્તુ દૃષ્ટિએ જુએ તો તે ભાવ વસ્તુમાં નથી. આહાહા ! દ્રવ્યદૃષ્ટિથી જુએ તો એ ભાવ એનામાં છે જ નહીં. કેમ અતિ સૂક્ષ્મ છે? શુભ-અશુભભાવ એવું અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે. જોયું? કેમકે એ ચેતનની પર્યાય છે ને! એ અશુધ્ધતા કાંઈ કર્મની પર્યાય નથી. ગઈ કાલે સ્વાધ્યાયમાં આવ્યું'તું ને- ધર્મને અધર્મ તે આત્મા છે. સમજાયમાં આવ્યું હતું. પુણ્ય-પાપ શુભ-અશુભભાવ તે આત્મા છે એમ આવ્યું હતું. આત્માના એ ધર્મ ને અધર્મ છે. ધર્મ એટલે પુણ્યભાવ અધર્મ એટલે પાપ એ જ્ઞાનસ્વરૂપી ભગવાનની પર્યાયમાં છે. એ કાંઈ જડમાં છે, પરમાં છે એમ નથી. આહાહા! ગઈ કાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું કે- જેમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ એ આત્મા છે- જ્ઞાનસ્વરૂપ છે તેમ પુણ્ય-પાપ પણ જ્ઞાન સ્વરૂપ છે- એમ આવ્યું હતું. ભગવાન જ્ઞાનસ્વરૂપની પોતાની દશામાં એ પુણ્ય-પાપના ભાવ છે, એ કાંઈ જડમાં, શરીરમાં, પરમાં નથી. અને તે પરથી થયા નથી. આહાહા ! પોતાની પર્યાયમાં અપરાધને કારણે એ ભાવ થયા છે... તેથી તેને ત્યાં આત્માના છે તેમ કહેવામાં આવ્યું છે. કેમકે એ પર્યાય એની છે ને !! સમયસાર ૪૦૪ ગાથામાં આવ્યું હતું ને! “णाणं सम्मादिष्ठिं संजमं सुत्तमंगपुव्वगयं। धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।। Page #185 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૬ ૧૬૯ “સમ્યકત્વ, ને સંયમ તથા પૂર્વાગગત સૂત્રો અને ધર્માધરમ દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને.” ધર્મા ધરમ એટલે પુણ્ય-પાપ. પુણ્ય-પાપના ભાવ આત્મામાં છે. તેને આત્મા કહેવામાં આવે છે. કેમકે એ (ભાવો) તેની પર્યાયમાં થાય છે... એના સત્ત્વમાં છે. આહાહા ! પણ જ્યારે પુણ્ય-પાપના ભાવ અને આત્મા એ બન્નેને ભિન્ન કરવા છે ત્યારે એ પુણ્ય-પાપના ભાવ જડમાં છે. એમ કહે છે. જડ જડપણે છે એમ! જડ એટલે રજકણમાં એ ભાવો છે એમ નહીં. પણ જડપણે છે- અજ્ઞાન છે. (૪૦૪ ગાથા) માં જ્ઞાનપણે છે એમ કહ્યું. કેટલી અપેક્ષાઓ આવે..! સમકિત, સંયમ, ચારિત્ર, સૂત્રઅંગ એટલે કાંઈ પાના એ આત્મા નહીં. સૂત્રમાં જે જ્ઞાન છે તે આત્મા છે. શાસ્ત્રનું જ્ઞાન આત્મામાં છે એ જ્ઞાન પાનામાં નથી. આ પાના તો જડ છે માટી છે. સમ્યગ્દર્શન સંયમ એટલે સ્વરૂપમાં રમણતા અને શાસ્ત્ર સંબંધીનું આગમનું... અંતરમાં પોતાનું જ્ઞાન, પુણ્ય ને પાપના ભાવ અને એ પ્રવજ્યા એટલે ચારિત્ર એ આત્મા છે. એમ કહ્યું. શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન... એ બધું જ્ઞાન છે... એટલે કે- તે જ્ઞાન સ્વરૂપ ભગવાનની પર્યાયમાં છે માટે તેને જ્ઞાન છે તેમ કહેવામાં આવ્યું છે. અરે... એક બાજુ આમ કહે અને એક બાજુ આમ કહે. અહીંયા (૪૦૪) માં કહે છે પુષ્ય ને પાપ બન્ને જ્ઞાન છે અને (શ્લોકમાં કહે છે) પુણ્ય ને પાપ બન્ને જડ છે. અપેક્ષાથી સમજવું જોઈએ. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર તે આત્માની નિર્મળ પર્યાય છે. રાગ થાય છે એ પણ આત્માની પર્યાયમાં છે. પુણ્ય-પાપ પણ આત્માની પર્યાયમાં છે. એ કાંઈ જડમાં, અજીવમાં, કર્મમાં, શરીરમાં થતો નથી એ અપેક્ષાએ તેને આત્મામાં છે એમ કહેવામાં આવે છે. અહીંયા (શ્લોકમાં) કહે છે કે હવે તેનો ભેદ પાડવો છે. એક બાજુ કાંઈ કહે અને એક બાજુ કાંઈ કહે. એક બાજુ એમ કહે કે- જ્ઞાનીને દુઃખ નથી. બીજી બાજુ કહે કે- છઠ્ઠા ગુણસ્થાન સુધી રાગનો ભાવ દુઃખ છે. કઈ અપેક્ષાએ વાત છે બાપુ! જ્યાં વસ્તુની દૃષ્ટિ અને વસ્તુની અપેક્ષાનું વર્ણન ચાલતું હોય દ્રવ્યદૃષ્ટિએ વર્ણન ચાલતું હોય તો દુઃખને ગૌણ કરીને તેને દુઃખ નથી તેમ કહ્યું છે. અને જ્યારે તેની વાસ્તવિક સ્થિતિનું વર્ણન ચાલે ત્યારે જ્ઞાનીને-મુનિને પણ રાગનો ભાગ તે દુઃખ છે અને તેને વેદે છે... અને તેમને અંતર તરફનું વેદન તેટલો આનંદ છે. શ્રોતા- રાગ હોય તે દુઃખ જ હોય ને! ઉત્તરઃ- દુઃખ જ છે, શુભભાવ તે દુઃખ છે. છતાં ત્યાં એમ કહ્યું કે ત્યાં જ્ઞાન છે, એટલે કે- તે જ્ઞાન સ્વરૂપી ભગવાનની પર્યાયમાં છે. શ્રોતા:- જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે. ઉત્તર- એ વળી બીજી વાત, એ તો (જ્ઞાનીને) રાગ થાય છે તેનું પણ તે જ્ઞાન કરે છે. એમ કરીને જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનભાવે છે એમ કહ્યું છે. અહીંયા બીજી વાત છે, અહીંયા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કલશામૃત ભાગ-૪ ત્રીજી વાત છે. (એકજ શ્લોકમાં ઉપર-નીચેના પેરેગ્રાફ હિસાબે) જ્યારે સમ્યગ્દર્શન સહિત જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે ત્યારે તેને જ્ઞાન પ્રકાશ તેનો સ્વભાવ છે અને રાગાદિ તેનો સ્વભાવ નથી. એ રાગ-દુઃખને ગૌણ કરી દઈને, જ્ઞાનાનંદની મુખ્યતાથી વાત કરી હોય ત્યારે એમ કહે. હવે જ્યારે આત્માની પર્યાયને પરથી ભિન્ન કરવી છે તો પરની સાથે કર્મની સાથે, શરીરની સાથે કોઈ સંબંધ નથી. ભગવાન આત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરે, સમકિત કરે અને જ્ઞાન કરે, ચારિત્ર કરે એ પણ આત્મા અને અંદર પુણ્યપાપના ભાવ થાય તે પણ આત્મા. સમજાણું કાંઈ? આમાં કેટલું યાદ રાખવું. ભાઈ ! આ તો મારગડા અલૌકિક છે. આ તો અનેકાન્તમાર્ગ છે. કોઈ એકાન્ત માર્ગ ખેંચી બેસે તો માર્ગ એમ નથી. ત્યાં એમ કહ્યું કે- પુણ્ય પાપના રોદ્રધ્યાન હો! વિષય વાસના હો... પણ તેને જ્ઞાન કહ્યું. એની પર્યાયમાં થાય છે માટે જ્યાં જ્ઞાનીને જ્ઞાન જ થાય છે. એમ કહ્યું ત્યાં રાગનું પણ જ્ઞાન અને જ્ઞાનનું પણ જ્ઞાન. ત્યાં એમ કહ્યું કે- જ્ઞાન થાય છે અને અહીંયા કહે છે કે- રાગ એની પર્યાયમાં થાય છે. હવે તેને જુદું પાડવા માટે કહે છે- રાગ તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ ચૈતન્ય છે. સમજાણું કાંઈ? એક બાજુ એમ કહે કે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે, એમાં દુઃખ છે જ નહીં. વસ્તુમાં દુઃખ છે જ નહીં. બીજી રીતે કહે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટયું, સમ્યજ્ઞાની થયો પણ જેટલો તેને શુભરાગ-અશુભરાગ છે એટલું દુઃખ છે. એ દુઃખ નથી એમ માને તો એકાન્ત મિથ્યાદૃષ્ટિ છે અને એ દુઃખ મારી ચીજ છે એમ અંદરમાં માને તોય એકાંત મિથ્યાષ્ટિ છે. આરે.. આવી વાતો છે. આમાં અભ્યાસ જોઈએ, આમાં લગની લાગવી જોઈએ. - જ્યારે આ શ્લોક વાંચતો ત્યારે મગજમાં ન્યાય આવ્યો કે- બે વાત કરે છે (૧) મિથ્યાષ્ટિનું અજ્ઞાન અસ્ત થાય છે, (૨) ચારિત્ર અપેક્ષાએ પૂર્ણતા થતાં અજ્ઞાન અસ્ત થઈ જાય છે. અમે તો જ્ઞાન સ્વરૂપ છીએ. પ્રભુ! તમારે અજ્ઞાન તો નથી !! મુનિ છો તેથી અજ્ઞાન નથી. શુભભાવ છે એ અજ્ઞાન છે. અમને હજુ રાગ છે તે દોષ અને દુઃખ છે. તે અજ્ઞાન હવે અસ્ત થઈ જાવ, નાશ થઈ જાવ. ચૈતન્ય સૂર્ય આખો પ્રગટ થઈ જાવ. સમજાણું કાંઈ? કહે છે- અતિ સૂક્ષ્મ કેમ છે? પુણ્ય ને પાપનું અશુધ્ધપણું એ ચૈતન્ય જેવું ચેતનાભાસ જેવું છે માટે એ ચૈતન્ય જેવા દેખાય છે. તેથી એને જુદા પાડવા એ અતિ સૂક્ષ્મ છે. કર્મ, શરીર, વાણી એ તો જડ છે તેથી એ તો જુદાં જ છે, એટલે તેને જુદા પાડવા એ કાંઈ અતિ સૂક્ષ્મ નથી. આ (શરીર) તો-ધૂળ તો જુદેજુદી ચીજ છે. પરંતુ પેલા વિકારના પરિણામ એની પર્યાયમાં છે. આ શરીર તો એની પર્યાયમાંય નથી, આ શરીર, વાણી કર્મ એના દ્રવ્ય, ગુણ, પર્યાય એ તો તદ્દન જુદા છે. એ આત્માની પર્યાયમાં નથી. શરીર નથી, કર્મય નથી, વાણીએય નથી, પણ.. એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ છે, તેથી તેનાથી જુદું પાડવું એ અતિસૂક્ષ્મ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૬ ૧૭૧ શ્રોતા:- દ્રવ્ય-પર્યાયનો ભેદ કરવો? ઉત્તર- એ તો બહુ સૂક્ષ્મ છે. એ એની પર્યાયમાં છે ને! એ કાંઈ પરમાણુંમાં નથી. પુણ્ય ને પાપના ભાવ એ કાંઈ કર્મમાં નથી, શરીરમાં નથી. એ તો જીવની પર્યાયમાં સત્તામાં સત્ત્વની પર્યાયમાં છે. હવે એ સત્ત્વ જે પર્યાયનું છે એને જુદું પાડીને દ્રવ્ય દૃષ્ટિ કરવી અતિ સૂક્ષ્મ છે. સમજાણું કોઈ ? “તેથી અતિ સૂક્ષ્મ દૃષ્ટિથી જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે” જુઓ, જળ અર્થાત્ પાણીને કાદવ બન્ને એકમેક થઈ ગયા છે. આમ પથ્થરાને પાણી તદ્ન જુદા છે, તેમ આ નથી. પાણી અને કાદવનો પર્યાયમાં ભેગો મેલ થઈ ગયો છે. પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે. તો પણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે. સ્વચ્છ છે તે પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે. અહીંયા કહે છે જેમ પાણીમાં કાદવની મેલપ થઈ ગઈ છે. અર્થાત્ (પાણીની) પર્યાય મેલી થઈ છે. પાણી ને પથ્થરા જુદા છે એમ નથી. તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવની પર્યાયમાં મેલપ થઈ ગયેલી છે. જેમ કર્મ, શરીર જુદા છે તેમ આ નથી. તેની પર્યાયમાં અસ્તિત્વમાં, તેની અવસ્થાની હૈયાતિમાં મલિનતા ઊભી છે. તેને જુદી પાડવી એટલે પર્યાય દૃષ્ટિ છોડીને. દ્રવ્યની દૃષ્ટિ એ અતિ સૂક્ષ્મ છે. આવું તત્ત્વ છે! બીજે કયાંય મળે એવું નથી. અહીંયા કહે છે- રાગાદિ પરિણામને લીધે અશુદ્ધિ દેખાય છે. જેમ પાણી કાદવથી મેલું દેખાય છે તેમ આત્મામાં પુણ્ય-પાપની પર્યાય મેલી છે. એ અશુધ્ધ દેખાય છે તે ઉપાધિ છે. જેમ પાણીને મેલાપણું ઉપાધિ છે તેમ ભગવાન આત્મામાં શુભાશુભ પરિણામ છે એ તેની પર્યાયમાં છે. પણ તે ઉપાધિ છે. મુનિ પણ એમ કહે છે. ભાવલિંગી સંત જે આનંદકંદમાં ઝૂલવાવાળા જેણે આનંદ... આનંદ.. આનંદ.. સમ્યજ્ઞાનમાં પ્રગટયો છે અને ત્રણ કષાયનો નાશ કર્યો છે એ કહે છે કેહજુ અમને આ રાગની મેલપ-કલુષતા ઊભી છે. ભલે અમે ભેદજ્ઞાનથી જુદી પાડી પણ ચારિત્રની નિર્મળતા અને થોડી મલિનતા પડી છે. એટલું અમને દુઃખ છે. અમે એટલા હજી દુઃખી છીએ. અમને પૂર્ણ આનંદનો અભાવ છે. તેથી હે નાથ! એ શુભભાવનો અજ્ઞાનનો અસ્ત થઈ જાવ-નાશ થાવ અને અમારી પૂર્ણાનંદની પર્યાય પ્રગટ થઈ જાવ. જ્ઞાન અશુધ્ધ એમ દેખાય છે, તો પણ જાણપણામાત્ર જ્ઞાન છે. જોયું? ભગવાન તો જાણપણું તે જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય પ્રકાશી પૂર છે. રાગાદિ અશુધ્ધપણું એ પર્યાયમાં ઉપાધિ છે. પુણ્ય ને પાપના ભાવ મલિનતા છે, ઉપાધિ છે, મેલ છે, આકુળતા છે, અજીવ છે, જડ છે. રાગાદિને ઉપાધિ કહીને! “સત્ત: બધુના ફુવં મોરધ્વન” સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો” એવો અર્થ કર્યો. સંતો-સમ્યગ્દષ્ટિ જીવો [ અધુના] વર્તમાન સમયમાં [ રૂદ્ર મોવષ્યમ]શુદ્ધ જ્ઞાનના અનુભવને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કલશામૃત ભાગ-૪ આસ્વાદો! આહાહા ! પ્રભુ એ રાગથી અંદર ભિન્ન પડયો છે ને નાથ! સમ્યગ્દષ્ટિ જીવો આનંદનો સ્વાદ લ્યો અને દુઃખના સ્વાદને અંદરથી છોડી દ્યો સમ્યગ્દર્શનની અપેક્ષાએ (વાત કરી) (સમ્યગ્દષ્ટિને) જેટલો રાગ છે તેનાથી ભિન્ન પડી અને જેટલુ સ્વભાવનું ભાન અને સ્થિરતા છે તેટલી શાંતિ છે પવિત્રતા છે, આનંદ છે તેટલી અનાકુળતા છે. જેટલી પવિત્રતા છે તેટલી શુદ્ધતાનો સ્વાદ છે, રાગ જેટલો બાકી રહી ગયો તેટલી હજુ અશુધ્ધતા છે. પ્રવચન નં. ૧૨૭ તા. ૨૧/૧૦/૭૭ ૧૨૬ શ્લોકની છેલ્લી બે લીટી છે. “સત્ત: અધુના ફુવંશોધ્યમસંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો વર્તમાન સમયમાં શુદ્ધ જ્ઞાનાનુભવને આસ્વાદો.” બહુ સાર છે છેલ્લો. શરીર ને વાણી, મન તો પર છે પણ પર્યાયમાં રાગ ને દ્વેષ હોવા છતાં, તેની દૃષ્ટિ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ આનંદ પ્રભુ તેના ઉપર જતાં એનો આસ્વાદ આવે છે. આ છેલ્લામાં છેલ્લી વાત છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યો... આ ચીજ કરવાની છે. આહાહા ! પુણ્ય ને પાપ હોવા છતાં તેની હૈયાતિને જ્ઞાન જાણે (છતાં) આસ્વાદમાં તો ચૈતન્ય સ્વરૂપ અખંડ આનંદ પ્રભુ તેનો આસ્વાદ નામ અનુભવ લ્યો. ચેતનની શક્તિરૂપ જે આનંદ છે તે આનંદને પર્યાયમાં આસ્વાદો... એમ કહે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાતો છે પ્રભુ! આહાહા ! અનાદિકાળથી પુણ્ય ને પાપ ને રાગ અને દ્વેષએ આસ્વાદ દુઃખરૂપ હતો. અનાદિકાળથી એટલે નિગોદથી માંડીને સ્વર્ગમાં પણ એ રાગનો જ સ્વાદ લેતો હતો. હવે તો દિશા પલટાવ પ્રભુ! એમ કહે છે. આહાહા ! સહજાત્મ સ્વરૂપ પ્રભુ છે તેની સન્મુખ થઈને.. તેનો સ્વાદ લેવો. હમણાં કહેશે... અતીન્દ્રિય આનંદનું વેદન કરો....! એ એનો ધર્મ અને કર્તવ્ય છે. “કેવા છે સંતપુરુષો”!! અનુભવ જેનું જીવન છે. “અધ્યાસિતા:” “શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમનું જીવન” કહ્યુંને... અધ્યાસ અર્થાત્ એનું જીવન જ એ છે. ચિદાનંદ પ્રભુ! તેનો અનુભવ એ ધર્મીનું જીવન છે. રાગ ને દ્વેષ એવા જીવન જીવવાં એ બધાં જીવન નહીં. સંવર અધિકાર છે ને! આહાહા! શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું એવા છે ધર્મી જીવો. “વળી કેવા છે?(દ્વિતીયષ્ણુતા:) હેય વસ્તુને અવલંબતા નથી.” જેટલો રાગ-દ્વેષ હોય, પુણ્ય-પાપના પરિણામ હોય... એ વસ્તુને અવલંબતા નથી. જાણે છે પણ તેનું અવલંબન નથી. એ શું કહ્યું? આત્મા આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ છે. એનું અવલંબન લઈને એનો અનુભવ કરો. બાકી પુણ્ય-પાપના ભાવ હો ! અરે... એક સમયની પર્યાય પણ વ્યક્ત-પ્રગટ હો.... તેનું અવલંબન ન લ્યો. શ્રોતા:- ગુરુના અવલંબનની ના નથી.. કહી ! Page #189 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૭ ૧૭૩ ઉત્તર:- શ્રીગુરુની શ્રદ્ધાનું અવલંબન એ પણ નહીં ! પ્રભુ! તું ત્રણલોકનો નાથ અંદર બિરાજે છે. અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ પ્રભુ છે. તેનું અવલંબન લે ને! તેનો આશ્રય કરને! તેને પડખે જા ને ! તેનો આધાર લે ને! આમ છે પર્યાય છે, રાગ છે પણ તેનું અવલંબન ન લે. આહાહા ! પર્યાયમાં રાગ છે, દુઃખ છે... પણ દુઃખનું અવલંબન ન લે. આ તો છેલ્લામાં છેલ્લી વાત છે. અવલંબન તો ત્રિકાળી એક પ્રભુનું. ત્રિકાળીધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવી એટલે ધ્યાનનો વિષય ધ્રુવને બનાવી તેનું અવલંબન લે પર્યાયમાં અનેક પ્રકાર હો... એને જ્ઞાન જાણે... પણ તેનું અવલંબન નહીં. સમજાય છે કાંઈ? ઝીણું છે પ્રભુ! માર્ગ જ ઝીણો છે નાથ ! અંદર અરૂપી છે તે અનંત. અનંત શક્તિનો સાગર, અને એક-એક શક્તિ પણ અનંત શક્તિના રૂપથી ભરેલી... એવી અનંતી શક્તિનો સાગર.... નાથ તેનું પૂર્ણ ઈદં' એટલે પૂર્ણ વસ્તુ છે તેનું અવલંબન લે. આહા ! પર્યાય છે, રાગાદિ છે, દુઃખ છે. સંયોગની વાત તો એક બાજુ રહો ! કેમકે એ તો પર્યાયમાં પણ નથી. શરીર, કર્મ, દેવગુરુશાસ્ત્ર એ તો તેની પર્યાયમાં પણ નથી. એની પર્યાયમાં પુણ્ય-પાપના રાગાદિ ભાવ હજુ છે અને તેથી દુઃખ પણ છે, પણ તેનું અવલંબન ન લે. આવો માર્ગ છે. (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति।।३-१२७।। ખંડાન્વય સહિત અર્થ:- “તત્વ શયનસાત્મા ગાત્માનમ શુદ્ધમ ગમ્યુતિ"(ત) તે કારણથી (સયમ માત્મા) આ પ્રત્યક્ષ આત્મા અર્થાત્ જીવ (માત્માનમ) પોતાના સ્વરૂપને (શુદ્ધ૧ ) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (મ્યુતિ) પામે છે. કેવો છે આત્મા? “કયલાત્મારામમ” (૩ય) પ્રગટ થયેલ છે (આત્મા) પોતાનું દ્રવ્ય, એવો છે (લારામમ) નિવાસ જેનો, એવો છે. શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે? “પરંપરિતિરોધાત”(Rપરિતિ) અશુધ્ધપણાના (રોધાત) વિનાશથી. અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે-“ય માત્મા થપિ શુદ્ધમાત્માનમ ૩૫મમાનઃ સારૂં” (હિ) જો (માત્મા) ચેતનદ્રવ્ય (5થમf) કાળલબ્ધિ પામીને સમ્યકત્વપર્યાયરૂપ પરિણમતું થયું, (શુદ્ધમ) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા (માત્માન”) પોતાના સ્વરૂપને (૩૫મમાન: શાસ્તે) આસ્વાદતું થયું પ્રવર્તે છે તો. શા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કલશામૃત ભાગ-૪ વડે? “વોઇને” ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે (ભાવશ્રુતજ્ઞાન)? “ઘારાવાદિની” અખંડિતધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. “ઘુવમ” આ વાત નિશ્ચિત છે. ૩-૧૨૭. કળશ નં.-૧૨૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૭ - તા. ૨૧/૧૦/૭૭ “તત મયમ માત્મા માત્માનમ શુદ્ધમ મ્યુતિ” સંવર છે ને! સંવર એટલે ધર્મની દશા, શુધ્ધોપયોગ. પુણ્ય-પાપ એટલે અશુધ્ધોપયોગ. શુભભાવ ચાહે તો દયા-દાન-વ્રતભક્તિ પૂજા આદિના કે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાના... એ પણ એક વિકલ્પ ને રાગ છે. એ પરદ્રવ્ય છે ને! “તત ભયમ માત્મા માત્માનમ શુદ્ધમ કપુપૈતિ” “તે કારણથી (શયમ માત્મા) આ પ્રત્યક્ષ આત્મા.” આહાહા ! પર્યાયમાં રાગાદિ હોય એનું લક્ષ છોડી દે! અને તેના અવલંબન વિના સીધું ચૈતન્યનું અવલંબન (લેતાં) જ્ઞાનમાં પ્રત્યક્ષપણું થાય છે. ઝીણી વાત છે. આહાહા ! સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અંદર શાશ્વત નિત્ય બિરાજે છે. તેને ( જ્ઞાનમાં ) પ્રત્યક્ષ (કર). મન ને રાગનું અવલંબન છોડી દઈ, જ્ઞાનની વર્તમાન પર્યાયને પરની અપેક્ષા રહિત કરી. એ જ્ઞાન આત્માને પ્રત્યક્ષ રીતે જાણે તેનું નામ સંવર છે. આહા ! આવો માર્ગ છે. (જયમ્) શબ્દ પડયો છે ને ! “યમ” એટલે પ્રત્યક્ષ. આ... મય.. આ... આ... આ.. પ્રભુ અંદર છે.... એ આ છે. રાગ ને પર્યાયનું લક્ષ છોડી દે! એનું અવલંબન નામ આશ્રય નહીં. આહાહા! “આ પ્રત્યક્ષ આત્મા” અર્થાત્ જીવ. પેલા વેદાંતવાળા કહે કે – આત્મા નિર્મળ છે અને જીવ મલિન છે એમ નહીં, જીવ કહો કે આત્મા કહો બધું એકનું એક છે. આત્મા અને જીવ તેના બે અર્થ કરવા પડ્યા તેમ વેદાંતવાદિ (માને છે). રાગાદિ મલિનતા સહિત છે તે જીવ છે, આત્મા તો તદ્ન નિર્મળ છે તેમ બે અર્થ કરવા પડયા. અહીં કહે છે – ભગવાન આત્મા કહો કે – જીવ કહો... ચીજ એની એ છે. માર્ગ આવો છે ભાઈ ! આહાહા! નરકમાં અને નિગોદમાં પિલાય ગયો છે. એ રાગ ને દ્વેષના દુઃખમાં તેણે અનાદિથી આનંદને પીલી નાખ્યો છે. અનાદિથી (આત્માને) ભીસીને પીલી નાખ્યો છે. ભાઈ પ્રભુ! એકવાર હવે પડખું ફેરવને ! કરવત ફેરવ. કરવત આમ છે તેને આમ કરી નાખ. ભાષા તો સાદી છે. – પણ વસ્તુ તો આ છે. શુભચંદ્રઆચાર્યો (કળશ ટીકામાં) લખ્યું છે. સંસ્કૃત ટીકામાં બહુ ઠેકાણે આવે છે. “ધ્યાન વિષયી ક્રિયા:” વર્તમાન ધ્યાનની પર્યાયમાં ધ્રુવને વિષય બનાવ. એટલે શું? વર્તમાન જ્ઞાનની પર્યાય જે રાગને, પુણ્યને ધ્યેય બનાવીને ત્યાં અટકેલું જે જ્ઞાન છે, તે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન ત્રિકાળી ચીજ છે તેને ધ્યેય બનાવ, તેને વિષય બનાવ. માર્ગ આવો છે! પહેલું જ્ઞાન તો કરવું પડશે ને! કે – માર્ગ આમ છે. બીજો નથી, અને પછી પ્રયોગ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ કલશ-૧૨૭ કરી ( અનુભવ કરે છે. આહાહા! હજુ જેના જ્ઞાનમાં જૂઠાણું છે... એ અંદરમાં પ્રયોગ નહીં કરી શકે. “ભયમ માત્મા માત્માનમ” “આ પ્રત્યક્ષ આત્મા આત્માને,” પોતાના સ્વરૂપને, આત્મા આત્માને – એમ છે ને! આહાહા! ભગવાન શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્માને, આત્માને એટલે પોતાના સ્વરૂપને આત્મા આત્માના સ્વરૂપને... આત્માનું સ્વરૂપ આનંદ તેવા સ્વરૂપને.. આત્માને આત્મા (પ્રત્યક્ષ જાણે છે). આવી ઝીણી વાતું છે. અરે ! પ્રભુનો માર્ગ આ છે. “મયમાત્મા માત્માન...” આત્મા આત્માને, (માત્માનમ) એટલે પોતાના સ્વરૂપને. પોતાનું અતીન્દ્રિય જ્ઞાન આનંદ એ આત્મા... આત્માના સ્વરૂપને. આહાહા ! સમજાય એવું છે ભાઈ ! આત્મા અંદર ભગવાન છે. એને ન સમજાય એમ કેમ કહેવાય? એને એમ ન કહેવાય, એને કલંક લાગે! અઘરૂ (કઠિન ) ભલે હો પણ ન સમજાય એવી ચીજ નથી. અહીં કહે છે કે – તારે ધર્મ કરવો હોય તો! એટલે કે સંવર કરવો હોય તો! એટલે કે મિથ્યાત્વ ને રાગ-દ્વેષના આસવને રોકવો હોય તો... આ કર. (માત્મા માત્માનન) “પોતાના સ્વરૂપને (શુદ્ધન) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત પામે છે.” જડદ્રવ્યકર્મ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ તેનાથી પ્રભુ રહિત છે. વસ્તુ છે તે શુદ્ધ છે. તેથી એમ લીધું કે – “આત્મા આત્માનમ્ શુદ્ધ' એ આત્મા એટલે જીવ પોતાના સ્વરૂપને શુદ્ધ અનુભવે છે. જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (મ્યુપતિ) પામે છે. શુદ્ધને પામે છે. થોડા શબ્દોમાં પણ ઘણું કહ્યું. શું કહ્યું? આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ પ્રભુ અંદર બિરાજે છે. એ આત્મા.. આત્માના સ્વરૂપને, ત્રિકાળી આનંદને અતીન્દ્રિય જ્ઞાનાદિ સ્વરૂપ તેને અવલંબીને પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. જેટલા છે રાગ, દયા, દાન, વિકલ્પ તેને છોડીને – એ શુદ્ધ સ્વરૂપને પામે છે. શેઠ! આવું છે. , ક્યાંય સાંભળવા મળે એવું નથી. શેઠને ટાણું આવે ત્યારે બોલાવેને! આવી વાત છે... પ્રભુ શું કરીએ? બહારમાં હા.. હો, હા.. હો.... એ ધમાલમાં મોટા (કહેવાય) એમાં જાણે ધર્મ થઈ જાય. મોટી રથયાત્રા અને મોટી પ્રતિમાને સ્થાપે, મોટા મંદિરો બનાવે અને કરોડો ખર્ચે ને! એ ક્રિયા તો પરની છે બાપુ! એ ક્રિયા તો તારામાં નથી પણ એમાં તને જે રાગભાવ થાય એ પણ તારા સ્વરૂપમાં નથી. શ્રોતા- આપ તો આવતા નથી. તેથી મંદિર બનાવી આપને બોલાવીએ છીએ. ઉત્તર-મંદિર બને છે એ પણ પરમાણુંથી બને છે. એ કાંઈ આત્માથી બને છે એમ નથી. તમારે મંદિરની અંદર કંઈક કરવાનું છે ને! શેઠના ઘરે..! કોઈ કહેતું હતું એ વાત સાંભળી હતી. ખરેખર તો તે કાળે પુદ્ગલની પર્યાયનો પરિણમવાનો કાળ હોય ત્યારે થાય છે. કરનારનો ભાવ હોય તો એ શુભભાવ છે. પણ.. શુભભાવથી વસ્તુ બને છે એમ નથી. રાગ હોય, શુભભાવ પણ આવે.. જ્ઞાનીને પણ રાગ આવે છે. તે દુઃખ છે. અહીં તો કહે છે – પ્રભુ તારે સંવર નામ ધર્મ કરવો હોય તો (નિજ) પ્રભુને અવલંબને Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કલશામૃત ભાગ-૪ (થાય છે.) એ શુદ્ધ સ્વરૂપ જે પવિત્ર છે તે પુણ્ય-પાપના ભાવથી રહિત છે તેને પામ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જે આત્મા, એ પોતાના સ્વરૂપને પુણ્ય-પાપના ભાવથી રહિત થઈને અંદર પામે છે. અંતરજ્ઞાનમાં આવતાં તે પોતાના શુધ્ધ સ્વરૂપને પામે છે. આવું છે! બહારની ધમાધમમાં તું (ખોવાઈ ગયો). શ્રોતા:- બહાર પ્રભાવના થાય છે. ઉત્તર- પ્રભાવના બહાર થતી હશે કે અહીં થાય ! અંદરમાં શુભભાવ હોય તો વ્યવહાર પ્રભાવના કહેવાય. નિશ્ચય પ્રભાવના તો તેને કહીએ જે શુદ્ધ સ્વરૂપ અને પુણ્ય-પાપથી રહિત છે. પરિણતિને પવિત્ર કરવી તે પ્રભાવના છે. આહાહા ! આવી વાતો છે! પ્ર... ભાવના, પ્ર નામ વિશેષે ભાવના, ભગવાન ભાવસ્વરૂપ છે તેની પરિણતિને આનંદ સ્વરૂપ નિર્મળ પ્રગટ કરવી તે પ્રભાવના છે. આહાહા ! વ્યવહાર હોય, રાગાદિ હોય છે... પણ તે હેય તરીકે છે, તે અવલંબન કરવા લાયક નથી. (વ્યવહાર) જાણવા લાયક છે. સમજાણું કાંઈ ? અરે ચોરાસીના અવતારમાં એને માંડ આવો અવતાર મળ્યો છે. અનંતકાળથી નરક ને નિગોદમાંથી ક્યાં નીકળ્યો તો ભાઈ ! આ તારી અનાદિની સ્થિતિ છે. ચોરાસીની યોનિમાં ભવાબ્ધિમાં અર્થાત્ ભવરૂપી દરિયામાં ડૂબકી મારતો હતો... તેમાં પ્રભુ તને વખત મળ્યો નહીં. હવે મનુષ્યપણાનો અવસર આવ્યો છે તેથી હવે આ કર ને ! આની શ્રદ્ધા તો કર કે – આ કરવા જેવું છે. આહાહા ! એ વિના ધર્મ નથી, એ વિના સંવર નથી, એ વિના વિકારનું રોકાવું નથી. “કેવો છે આત્મા? કયલાત્મારામ” પ્રગટ થયેલ છે પોતાનું દ્રવ્ય, એવો છે” આહાહા ! કહે છે – ભગવાન આત્મા શક્તિરૂપે તો છે, પણ અહીંયા અંતરંગમાં એકાગ્ર થયો ત્યારે પર્યાયમાં પ્રગટ થાય છે. આત્માનું ભાન થઈ.... પ્રગટ એવો આત્મા, તે પવિત્ર આનંદનો નાથ છે. પોતાનું દ્રવ્ય એવો છે નિવાસ જેનો, એવો છે.” એ શું કહ્યું? અનાદિ એનો નિવાસ છે. નિ.. વિશેષે વાસ, ટકવું, રહેવું એ. પુણ્ય-પાપના રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં નિવાસ હતો, નિ... વિશેષે. વાસ, તે દુઃખમાં રહેતો. હવે તેનો નિવાસ પલટી ગયો છે. એ ભગવાન આનંદ સ્વરૂપનો અનુભવ એ એનો નિવાસ છે. હવે વસ્તુ ક્યાં વસે છે? પોતાનું દ્રવ્ય એટલે વસ્તુ એવો જે આરામ. “આરામ' આરામ મળ્યો એને... આત્મારામ. “નિજ પદ રમે સો રામ કહીએ.” – રામનો અર્થ – “નિજ પદ રમે સો રામ કહીએ. અને કર્મ કૃષે સો કૃષ્ણ કહીએ.” આ આનંદઘનજીનું પદ છે. વિકારને ટાળે અને સ્વભાવને પ્રગટ કરે તે કૃષ્ણ છે. નિજ પદ રમે સો રામ કહીએ, પુષ્ય ને પાપમાં રમે તે હરામ કહીએ.... હરામ એ રામ નહીં. આહાહા ! શુદ્ધ સ્વરૂપ પવિત્ર આત્મામાં નિવાસ કરવો. અનાદિથી પરમાં તો નિવાસ છે Page #193 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૭ ૧૭૭ જ નહીં. ૫૨ને તો તે અડતોય નથી, ફક્ત અભિમાન કરે કે – મેં આ કર્યું... ને આ કર્યું. અનાદિથી તેનું વસવું તો પુણ્ય-પાપ વિકાર ભાવમાં જ હતું. શરીરમાં, વાણીમાં, કર્મમાં, મકાનમાં, ૫૨માં એનું વસવું હતું જ નહીં. આહાહા ! તેનો વાસ, વસ્તુનો વાસ... આ વાસ્તુ નથી કરતા ? શું કહેવાય ? ઘ૨નું–મકાનનું વાસ્તુ કરે છે ને ? પચ્ચીસ-પચાસ લાખનું મકાન બનાવ્યું હોય... પછી વાસ્તુ કરે. એમાં રહે તે વાસ્તુ; એમ તેનું અનાદિથી પુણ્ય-પાપ વિકારમાં વાસ્તુ હતું. બાપુ ! આ કોઈની સાથે મેળ ખાય એવું નથી. આમાં વાદ-વિવાદ કરે તો પા૨ પડે એવુંય નથી. વિવાદ કરે તો વિખવાદ પેદા થાય. નિયમસારમાં કુંદકુંદાચાર્યે કહ્યું છે કે – પ્રભુ ! તું કોઈની સાથે વાદવિવાદ કરીશ નહીં... કેમકે આ વસ્તુની જુદી જાત છે. આ વાદ-વિવાદે મેળ ખાય એમ નથી. “શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે.” શુદ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન પૂર્ણ દ્રવ્યને અનુસરીને તેને તેની પ્રાપ્તિ થાય છે. પર્યાયમાં તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધની પ્રાપ્તિ થાય છે. “પરપરિગતિરોધાત્” “અશુધ્ધપણાના વિનાશથી.” સંવર અધિકા૨ છે ને ! ૫૨ પરિણતિ અર્થાત્ ૫૨ પર્યાય. પુણ્ય-પાપના ભાવ તે ૫૨-૫રિણતિ છે. શુભ ને અશુભભાવ એ બધી ૫૨ પરિણતિ વિભાવ છે. વિકા૨ છે. ૫૨ પરિણતિ એટલે કે – અશુધ્ધપણું. (રોધાત્)વિનાશથી, અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થયો તે કહે છે. અશુધ્ધપણાનો નાશ કર્યો અને શુદ્ધપણાની પયાર્યમાં પ્રગટતા કરી. આહાહા ! ઉત્પાદ–વ્યય-ધ્રુવ અર્થાત્ શુદ્ધને અવલંબીને શુદ્ધને પ્રગટ કર્યું, અશુધ્ધનો વ્યય થયો અને ધ્રુવનું અવલંબન રહ્યું. બાપુ !મારગડા જુદા બહુ! આ કાંઈ વાર્તા કથા નથી. એક-એક પદમાં કેટલી ગંભીરતા ભરી છે. આહાહા ! આવો માર્ગ છે. અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે. “વિ આત્મા થતિ શુદ્ધમ્ આત્માનમ્ ૩૫તભમાન: આસ્તે” “જો ચેતન દ્રવ્ય કાળલબ્ધિ પામીને સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમતું થકું,” કાળલબ્ધિ તે પુરુષાર્થ. સ્વભાવના પુરુષાર્થને અર્થાત્ કાળલબ્ધિ પામીને..., ૫૨ તરફની, વિકારની જે કાળલબ્ધિ હતી એ હવે સ્વભાવ ત૨ફના પુરુષાર્થની કાળલબ્ધિ પામીને. સમ્યક્ત્વ પર્યાયરૂપ પરિણમતો થકો જીવ. સમ્યક્ત્વ પર્યાયનું પરિણમન થયું... થકું. “(શુદ્ઘન્) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે.” દ્રવ્યકર્મ એટલે જડ આઠકર્મ, ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ તેનાથી રહિત એવા આત્માને... “પોતાના સ્વરૂપને ‘(સપનમમાન: આસ્તે)' આસ્વાદતું થકું પ્રવર્તે છે.” એક – એક શ્લોકમાં ગજબ વાત છે ને ! “પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે.” પહેલાં તે રાગ અને પુણ્ય-પાપને આસ્વાદતું હતું. તે દુઃખમાં–ઝેરમાં વર્તતું હતું. એ પોતાના સ્વભાવ સન્મુખ થઈને... પોતાના સ્વભાવને આસ્વાદતું થકું પ્રર્વતે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કલશામૃત ભાગ-૪ આ વળી ભારે! આત્માનો આસ્વાદ નામ સ્વાદ કેવો? સ્વાદ તો આ દાળનો, ભાતનો, મરચાંનો, લીંબુનો.. તેનો સ્વાદ કહેવાય, ગળપણનો – સાકરનો, મીઠાનો એનો સ્વાદ હોય ? અરે એ તો જડ છે. તેનો સ્વાદ ક્યાં છે? જીવને એનો સ્વાદ આવતો જ નથી. અજ્ઞાનનું તેમાં લક્ષ જતાં. તેમાં રાગ કરે અને દ્વેષ કરે તેનો તેને સ્વાદ આવે છે. અહીં કહે છે – એને ( રાગ-દ્વેષના સ્વાદને) છોડીને આત્માનો સ્વાદ કરે છે. વિષયની રમતમાં પણ આત્મા કાંઈ શરીરને અડતો પણ નથી. આ ઠીક છે તેવો ફક્ત રાગ કરે છે. અને રાગના સ્વાદને લ્ય છે, તે શરીરનો નહીં. શરીર તો હાડકાં, ચામડાં, માટીધૂળ છે. વિષયની રમતું પણ રાગમાં રમે છે.. પરમાં નહીં. હવે કહે છે કે – સ્વ વિષયની રમતમાં એટલે આનંદના સ્વાદમાં રમ હવે. પાઠમાં મૂળ શબ્દો હવે આવશે – “શા વડે? (વોઇનેન) ભાવશ્રુતજ્ઞાન વડે” આસ્વાદતો થકો. એકલું શાસ્ત્રનું જ્ઞાન તેના વડે નહીં. અંતરમાં આત્મા તરફ વળેલું જે ભાવશ્રુતજ્ઞાન, જેમાં રાગની અપેક્ષા નથી એવા નિર્મળ ભાવશ્રુતજ્ઞાન વડે આત્માને અનુભવતો... એમ કહે છે. કેવું છે(ભાવશ્રુતજ્ઞાન)? “ધારાવાદિના' અખંડિતધારા પ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે.” ખરો અર્થ હવે અહીંયા છેલ્લે છે. અખંડિત અને ધારાવાહી એમ બે શબ્દ લીધા છે તેના બે પ્રકારે, અર્થ છે. એક... તો... આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં ઉપયોગ અંદર વર્તતો હોય.. તેને ધારાવાહી કહે છે. એમાંથી નીકળવું નહીં તેને ધારાવાહી કહે છે. બીજું ધારાવાહી એ કે – સ્વરૂપનો અનુભવ થયો છે. પણ ઉપયોગ અંદરમાં નથી જોડાતો, શુદ્ધતાની પરિણતિ પ્રગટ થઈ છે તેને ધારાવાહી કહે છે. (ઉપયોગ) ભલે વિકલ્પમાં આવ્યો પણ પેલી શુદ્ધ પરિણતિ છે તે ધારાવાહી રહે છે. શું કહ્યું? ફરીને , અંદરમાં એક ઉપયોગ રહી ગયો છે. ધ્યાતા, ધ્યાન ને ધ્યેય તેવા ત્રણ (ભેદને) છોડી દઈને.. એકલો આનંદનો નાથ.. તેને અનુભવું છું તેવો પણ ત્યાં ભેદ નથી. ઉપયોગ અંદરમાં- ચૈતન્યમાં એકાકાર થઈ ગયો છે. જેને હવે બુદ્ધિપૂર્વક વિકલ્પ રહ્યો નથી... અબુદ્ધિપૂર્વક રહ્યો તે પરમાં જાય છે. અંદરમાં આનંદમાં શુદ્ધઉપયોગ જામી ગયો છે અને એમાં ને એમાં અખંડ રહેવું છે.. બહાર વિકલ્પમાં આવવું જ નહીં તેનું પહેલાં નંબરનું ધારાવાહિક છે. બીજું ધારાવાહિક એ કે – શુદ્ધ સ્વરૂપ પ્રભુનો આનંદ સ્વાદ આવ્યો. ઉપયોગ અંદરમાં હતો પણ હવે તે ઉપયોગ વિકલ્પમાં આવી ગયો છે. પેલી શુદ્ધ પરિણતિ છે તે ધારાવાહિક રહે છે. છેદમસ્થ છે, વિકલ્પમાં હજુ આવે છે... કેમકે હજુ વીતરાગ થયા નથી, છતાં જે શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાની જે પરિણતિ થઈ છે એ ધારાવાહી કાયમ રહે છે. સમજાણું કાંઈ ? ફરીને.... શુદ્ધ જ્ઞાનમ્ ધારાવાહી પ્રવર્તે છે. આપણે ક્યાં કાંઈ પુનરુક્તિ લાગતી નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૭ ૧૭૯ આ તો સ્પષ્ટીકરણ છે. “ભાવશ્રુતજ્ઞાનેન ધારાવાદિના” એટલે કે – ભાવશ્રુતજ્ઞાન અંદર આત્મામાં જામી ગયું છે. આ ધ્યાતા ને હું ધ્યાન કરું છું તેવા જ્યાં ભેદ નથી, ઉપયોગ અંદરમાં લીન થઈ ગયો છે. તેની ધારા કાયમ રહે છે. તેને ધારાવાહી કહે છે. બીજું ધારાવાહિક એવું કે – અંદર કાયમ ન રહી શકે. વિકલ્પમાં આવી જાય છે... પણ શુદ્ધની શ્રદ્ધા જ્ઞાન ને રમણતાનો જે પ્રગટ સ્વાદ આવ્યો છે એ કાયમ રહે છે. કેવું છે ભાવશ્રુતજ્ઞાન? (ધારાવાદિના) અખંડિત ધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. (ધ્રુવમ) આ વાત નિશ્ચિત છે.” એટલે કે જે અંદર શુદ્ધ ચૈતન્યના ઉપયોગમાં ગયો એ ગયો, હવે બહાર વિકલ્પમાં આવે નહીં. તેને પણ ધારાવાહિક કહે છે. એકદમ (શુદ્ધોપયોગ) થઈ અને એકદમ કેવળજ્ઞાન પામે તે એક. બીજો ધારાવાહી એ કે- (સ્વરૂપમાં) લીન થયો, ભાન થયું, વેદન થયું... પણ, અંદર રહી શક્યો નહીં, પાછો વિકલ્પમાં બહાર આવ્યો. તો પણ જે શુદ્ધની પરિણતિ થઈ છે, જે શ્રદ્ધા જ્ઞાનની આનંદની દશા થઈ છે એ કાયમ રહે છે. રાગ આવ્યો છતાં રાગ હો! રાગને સ્થાને તો શુદ્ધ પરિણતિ પ્રગટી છે તે કાયમ રહે છે. વીતરાગ નથી તેથી રાગ આવે છે, ઉપયોગ અંદર રહી નથી શકતો... (સ્વરૂપથી) ખસી જાય છે એટલે રાગમાં આવ્યો, એ જાણે રાગ છે એમ ! છતાં પરિણતિમાં શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ જે પ્રગટેલી છે તે તો ધારાવાહિક કાયમ રહે છે. શ્રોતા:- તેનો સ્વાદ જીભ પર બેઠો રહે છે? ઉત્તર- કાયમ રહે છે. એ શુદ્ધ પરિણતિ ક્યાં જાય? ઉપયોગ ખસી ગયો. ઉપયોગ જે અંદરમાં જામી ગયો હતો એ ખસી ગયો છે. આવી વાતો છે! હવે આમાં વાદ-વિવાદ કરે માણસને શું હાથ લાગે ! બાપુ! આ મારગડા જુદા છે. આહાહા ! કહે છે કે - “આત્મા... આત્માનમ્' આત્મા આત્માને પામીને. એટલે શુદ્ધ સ્વરૂપના સમ્યગ્દર્શનને પામ્યો, સમ્યજ્ઞાન થયું અને તેને આનંદનો સ્વાદ પણ આવ્યો છે. ઉપયોગ અંદરમાં જામી રહે તો તો અલૌકિક વાતું છે. જો ઉપયોગ ધારાવાહી રહે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈ જાય. પણ એમ ન રહી શકે તો શુદ્ધ સમ્યગ્દર્શન જે થયું, શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેની પ્રતીતિ થઈ, જે સ્વ શેયનું જ્ઞાન થયું અને જે પવિત્રતા પ્રગટ - વ્યક્ત થઈ તે ધારાવાહિકકાયમ રહે છે. શુભરાગ હોવા છતાં... (શુદ્ધ પરિણતિ કાયમ રહે છે.) સમજાણું કાંઈ ? આવું ક્યાં સાંભળ્યું હોય? આ મારગડા જુદા ભાઈ ! અહીં કહે છે કે – રાગ આવ્યો, દુઃખ આવ્યું, પણ જેટલો આનંદનો સ્વાદ અને પવિત્રતા પ્રગટી એટલી કાયમ રહે છે... તેને ધારાવાહિક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો એક (શુદ્ધ) ઉપયોગરૂપ કાયમ રહેવું અને બીજું અંદરમાં લબ્ધરૂપ શુદ્ધ પરિણતિ થઈ તેનું કાયમ રહેવું (તે બે પ્રકાર.) ઉપયોગ ભલે વિકલ્પમાં જાય પણ અંદર-આનંદની શુદ્ધ ધારા છે એ તો કાયમ રહે છે. – આ રીતે ધારાવાહીના બે અર્થ છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કલશામૃત ભાગ-૪ એ લોકો એમ કહે કે સોનગઢવાળા એકલા નિશ્ચયની જ વાતો કરે છે. પણ... બાપુ! નિશ્ચય એટલે સત્ય. આ તો અનુભવની પર્યાય છે એ સત્ય છે. રાગ આવે છે પણ તે અસત્ય છે. સ્વમાનથી વિરુદ્ધ છે. બહાર માથા ફરી ગયા હોય છે... અને ભ્રમણામાં ભમી ગયો... બહિરાત્મા થયો. બહિર્ અર્થાત્ પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપને છોડી અને પુણ્ય-પાપના નિમિત્તો છે તેના લક્ષે વિકાર વાસમાં વસી રહ્યો છે. એ પણ અનાદિથી ધારાવાહી વસે છે. એમાં વચ્ચે શુદ્ધતા આવવા દેતો નથી. આત્મામાં, અંદર શુદ્ધ સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ છે જે ૫૨માત્મ સ્વરૂપે જ પ્રભુ આત્મા છે. એના શક્તિ અને સ્વભાવ ૫૨માત્મા સ્વરૂપ જ છે. એવા ૫૨માત્મ સ્વરૂપને દૃષ્ટિમાં–જ્ઞાનમાં પ્રત્યક્ષપણે પામીને... તેની પ્રતીત થઈ છે. એ પ્રતીતને જે પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન થાય છે તે કાયમ રહે છે. ભલે વિકલ્પ આવ્યો, શુભ આવ્યો કે અશુભ આવ્યો હોય ! સમકિતી ગૃહસ્થાશ્રમમાં છે તો અશુભરાગ પણ ૨ળવાનો-કમાવાનો એવો પણ ભાવ થાય છતાં પેલી જે શુદ્ઘ દ્રવ્યદૃષ્ટિ અંદર પ્રગટ થઈ છે તે પવિત્રતા કોઈ દિવસ ખંડિત થતી નથી. એ કાયમ છે. સમજાણું કાંઈ ? આજનો શ્લોક ઝીણો છે. બાપુ ! ભગવાન તારું સ્વરૂપ જ અલૌકિક છે. કહે છે કે – વિકલ્પમાં આવ્યો તે દુઃખના વેદનમાં આવ્યો. છતાં જે શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ છે તે તો અંદર ધારાવાહી રહે છે. આમાં સમજાય છે? “(વોધનેન) ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે” (ભાવશ્રુતજ્ઞાન ?) ધારાવાહિક છે... ભાવશ્રુત હોં ! દ્રવ્યશ્રુત-શાસ્ત્રનું જ્ઞાન એની આ વાત નથી. શાસ્ત્રનું જ્ઞાન તે કંઈ જ્ઞાન નથી. એ તો ૫૨લક્ષી છે. અંત૨માં જ્ઞાનનો નાથ... મહા સરોવર – સાગર એને અંદર સ્પર્શીને જે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવાય છે. પછી તે અગિયાર અંગને નવપૂર્વની લબ્ધિ હોય છતાં તે જ્ઞાન નહીં...... એ ભાવશ્રુત નહીં. ભાવશ્રુતજ્ઞાન તો ભગવાન જ્ઞાનબિંબ ચૈતન્યમૂર્તિ પ્રભુ તેને લક્ષે જે જ્ઞાન થાય તે જ્ઞાન. જ્ઞાન સ્વભાવી સાગર તેની શ્રદ્ધા ને જ્ઞાનને સ્પર્શીને જે જ્ઞાન થયું તે જ્ઞાનને અહીંયા ભાવશ્રુતજ્ઞાન કહે છે. એ ભાવશ્રુતજ્ઞાનને ધારાવાહિક રાખવું. ધારાવાહિકના બે પ્રકા૨ છે. અંદરમાં ઉપયોગ જામી ગયો, બહાર ન આવે તેને પણ ધારાવાહિક કહે છે. (ત્રિકાળ સ્વભાવ ) એનાથી ઉપયોગ ખસી ગયો પણ ભાવજ્ઞાન દ્વારા પ્રતીતને અનુભવ થયો છે, એ પવિત્રતા કાયમ લબ્ધરૂપે રહે છે તેને પણ ધારાવાહિક કહે છે. સમજાણું કાંઈ ? આહાહા ! સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી હોય, છન્નુ હજાર તો જેને રાણીઓ હોય, છન્નુ કરોડ પાયદળ, છન્નુ કરોડ ગામ અને તેને ભોગવું એવો ભાવેય આવે, એ કાળે સમકિતી જ્ઞાનીને અંદર જે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન નિર્મળતા પ્રગટ થઈ છે તેને હવે આવરણ નથી. સમજાય છે ? આરે... તે ભગવાન છે બાપા ! Page #197 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૭ ૧૮૧ અહીં કહે છે – ભગવાન ઉપયોગથી ભેટો થયો તો તે એમ ને એમ રહે તે તો અલૌકિક વાત છે. એ તો ધારાવાહી અલૌકિક છે. પણ, એમાં ન રહી શકે અને વિકલ્પ આવે. સમકિતી જ્ઞાની હજુ ગૃહસ્થાશ્રમમાં છે, મુનિને પણ છઠે વિકલ્પ છે. તે જ્યારે સાતમા ગુણસ્થાનમાં જાય ત્યારે તો ઉપયોગ જામી ગયો છે. ત્યારે પંચમહાવ્રતના વિકલ્પ પ્રમાદ છે – એ પણ નથી. ત્યાંથી ખસીને પાછા તરત અંદર આવી જાય છે. છઠે ઉપયોગ અંદરમાંથી ખસી ગયો છે, વિકલ્પ આવ્યો છે પણ જે પરિણતિ શુદ્ધ થઈ છે તે ખસતી નથી. ત્રણ કષાયના અભાવની જે દશા ચાલે છે તે ધારાવાહી ચાલે છે. ધારાવાહી તો વહે છે પણ શુદ્ધતા ધારાવાહી વધતી ચાલે છે. એટલે શું? પંચમહાવ્રતનો રાગ આવ્યો, દુઃખ છે એ આવ્યું. પણ અંદરમાં જેટલો સ્વાદ આવ્યો છે વિકાસનો એ ધારાવાહી ચાલે છે. ધારાવાહીમાં ક્ષણે ક્ષણે પર્યાયની શુદ્ધિ વધે છે. કેમકે સ્વનો આશ્રય છે ને! ભલે હજુ થોડો રાગ હો... તો પણ (શુદ્ધિ વધે છે.) આવી વાતો છે! હવે આમાં કોની સાથે વાદ ને ચર્ચા કરવી? મારગડા તારા જુદા નાથ ! અહીંયા કહે છે કે – ધર્મી જીવને સમ્યગ્દર્શનમાં અંદરમાં ઉપયોગ જામી ગયો છે. ત્યારે તો ધારાવાહી અલૌકિક દશા છે. પછી ત્યાં તો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી, અબુદ્ધિપૂર્વક હોય તેની ગણતરી નથી. હવે બુદ્ધિપૂર્વક જ્યાં વિકલ્પ આવ્યો તે કોઈ શુભરાત્રેય આવ્યો કોઈ અશુભરાત્રેય આવ્યો... પણ જે શુદ્ધતાના આશ્રયે જેટલી પવિત્રતા ત્રણ કષાયના અભાવની, બે કષાયના અભાવની શાંતિ પ્રગટી છે તે ધારાવાહી રહે છે. આ રીતે બે પ્રકાર કહેવાય છે. બીજી રીતે લઈએ તો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એમ લીધુંને ! એટલે શું? એક તો જેને રુચિપૂર્વક રાગ નથી. રાગ આવે છે, પણ હોય છે પણ રુચિ નથી. તેને રુચિ ભગવાન આનંદની ચિદાનંદની છે. એટલે આ બુદ્ધિપૂર્વકનો રાગ-રુચિપૂર્વક રાગ તેને નથી. બીજી વાત શુદ્ધસ્વરૂપની શ્રદ્ધાની નિર્મળ પરિણતિની ધારા વહે છે. અને રાગ પણ આવે છે; એ રાગ જાણવામાં આવે છે તે અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. જાણવામાં આવે છે કે – આ રાગ છે તેને બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે... , તે રુચિપૂર્વકનો નથી. રુચિપૂર્વક બુદ્ધિપૂર્વક એક વાત, બુદ્ધિપૂર્વક એટલે સચિપૂર્વક રાગ તે મિથ્યાષ્ટિને છે. અને બુદ્ધિપૂર્વક રાગ ( હોવા છતાં) રુચિપૂર્વક નહીં, એવો રાગ જ્ઞાનીને પણ હોય છે. બુદ્ધિપૂર્વકના બે પ્રકાર (૧) સચિપૂર્વક અને (૨) અસ્થિરતાનો રાગ જાણવામાં આવે છે કે – આ આવ્યો રાગ એમ ખ્યાલ આવે પણ છતાં તેને તેની રુચિ નથી. એ વખતે પણ તેને (રાગનું) અવલંબન નથી. અવલંબન તો ભગવાન ત્રિકાળી નાથનું છે. આહાહા ! દુઃખ આવે છે તેને જાણે છે પણ અવલંબન નથી. અવલંબન તો અહીંયાનું (ત્રિકાળી ધ્રુવનું ) છે. બધી વાતો ફેર તેમાં કેટલું યાદ રાખવું? આવી વાતું છે બાપા! તારા મારગડા જુદા છે ભાઈ ! આહાહા ! એ યુવાની ઝોલા ખાશે, એ વૃદ્ધાવસ્થા થઈ જશે નાથ! આ જડની દશા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કલશામૃત ભાગ-૪ તારી બાળપણની દશા, દયા-દાન, રાગને પોતાનો માનવો એ બાળપણાની દશા છે. રાગ મારો નહીં, અસ્થિરતાનો રાગ હોય પણ તે મારું સ્વરૂપ નહીં. મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું કામ થયું સમ્યગ્દર્શનમાં એ હવે યુવાન થયો. એ યુવાની થઈ અને એમાંથી આગળ વધીને કેવળજ્ઞાન પામે એ વૃદ્ધ છે. દેહના બાળ, યુવાન ને વૃદ્ધ એ તો જડની દશા છે. સમજાણું કાંઈ? (માલિની) निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।।४-१२८ ।। ખંડાન્વય સહિત અર્થ “psi નિગમદિરતાનાં શુદ્ધતત્ત્વોપસન્મ: ભવતિ” (gg) આવા જે છે, કેવા? (નિનમદિમ) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (રતાનાં) મગ્ન છે જે કોઈ, તેમને (શુદ્ધતત્ત્વોપસન્મ: મવતિ) સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; “નિયામ” અવશ્ય થાય છે. શા વડે થાય છે? “મે વિજ્ઞાનવિયા”(Pવિજ્ઞાન) સમસ્ત પારદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (શિવજ્યા) સામર્થ્ય વડે. “તમિનતિ કર્મનોલ: ભવતિ”(તમિન ત્તિ) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતાં(કર્મનો ભવતિ) કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. “અવનિતમ” આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મક્ષય “અક્ષય:” આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહિ. કેવા જીવોને કર્મક્ષય થાય છે? “વિનાન્યદ્રવ્યવ્રેસ્થિતાનાં” (વિન) સમસ્ત એવાં જે (ચંદ્રવ્ય) પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો, તેમનાથી (ટૂંસ્થિતાનાં) સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને.૪-૧૨૮. કળશ નં.-૧૨૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૮ તા. ૨૨/૧૦//૭૭ શ્રી કળશટીકા - ૧૨૮ મો કળશ છે. આ સંવર અધિકાર ચાલે છે ને! સંવર કહો કે ધર્મ કહો કે સમ્યગ્દર્શનશાન ચારિત્ર કહો ત્રણેય એક જ વાત છે. “જિનમદિરતાનાં શુદ્ધતત્ત્વોપનન્મ: ભવતિ” “આવા જે છે, - કેવા? (નિનમહિમ) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (૨તાનાં) મગ્ન છે જે કોઈ” આહાહા ! શું કહે છે? ભગવાન આત્મા.. પરમાત્મા પરમ શુદ્ધ સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવ એવો જે પરમાત્મ Page #199 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૮ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ એની સન્મુખમાં – એમાં મગ્ન છે એ ‘નિજમહિમરતાનાં' છે. પ્રશ્ન:- મગ્ન એટલે ? ૧૮૩ ઉત્ત૨:- મગ્ન એટલે એકાગ્ર – લીન છે. જોડે રાગ – દ્વેષ હોવા છતાં, તેનાથી પૃથક થઈ અને નિજ સ્વરૂપ આનંદકંદ પ્રભુ એમાં રત – લીન છે એકાગ્ર છે. તેનું નામ સંવ૨ અને ધર્મ કહેવાય છે. આનંદ કહો કે સંવ૨ કહો બધી એક જ વાત છે ભાષા ફેર છે. આવી વાત છે. – “નિનમહિમરતાનાં” ભગવાન આત્મા શરીર વાણીથી તો ભિન્ન છે નામ જુદો છે. તો પણ દયા-દાન–વ્રત – ભક્તિના પરિણામ અને કામ – ક્રોધના ભાવ તેનાથી ભગવાન અંદર ભિન્ન છે. એની પર્યાય જે છે તેને નિજ ૫૨માત્મ સ્વરૂપમાં લીન કરવી તે આનંદનો અનુભવ છે. સંવ૨ કહો, કે – આનંદનો અનુભવ કહો કે – સમ્યગ્દર્શન કહો, કે –જ્ઞાનનો અનુભવ કહો કે – મોક્ષમાર્ગ કહો એક જ વાત છે. ઝીણી વાત છે. લોકો ( બહારની ક્રિયા )માં સંવર માને છે. ત્યાં જામનગરમાં બહુ ચાલે છે. આઠમ – ચૌદશના સામાયિક પોષા કરે તો સંવર થઈ ગયો. બાપુ ! એ સંવરનું (સ્વરૂપ ) નથી. આત્મા તો એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણ શુદ્ધ ચિદાનંદઘન છે. તે એકલો જ્ઞાન૨સ અને આનંદ૨સનું રૂપ છે તે વસ્તુ નિજ છે. તેમાં પુણ્ય – પાપ છે એ કાંઈ નિજ ચીજ નથી. શ૨ી૨, મન, વાણી એ તો ૫૨ છે, તે તો ક્યાંય દૂર છે. ‘નિનમદિમતાનાં' પહેલો શબ્દ આ છે. એ આનંદઘન પ્રભુ... સત્ ચિદાનંદ, સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદનું પૂર છે. એમાં જે એકાગ્ર થાય છે એટલે કે લીન થાય છે એટલે કે તેના સ્વભાવ સન્મુખમાં.... અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે... તેને સંવ૨ કહેવામાં આવે છે, તેને ધર્મ કહેવામાં આવે છે. ધર્મી એવો જે આત્મા – વસ્તુ ! એનો જે ધર્મ અનાદિ આનંદ, શાંતિ, સ્વચ્છતા એનો ધર્મ નામ સ્વભાવ તેની સન્મુખ થઈ અને જે આનંદ, શાંતિની પર્યાય થાય એ ‘નિજમહિમ૨તાનાં ' તેને સંવ૨ અને ધર્મ કહે છે. આહાહા ! આવી વાતો છે. , ‘નિનમહિમરતાનાં’ પહેલો શબ્દ આ છે. અનાદિ કાળથી રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપભાવ એ મારું સ્વરૂપ છે એમ માની ને એમાં લીન છે તે મિથ્યાર્દષ્ટિ દુઃખના વેદનારા છે. ભગવાન આત્મા !ચિન... સચિદાનંદ સત્.. સત્ શાશ્વત વસ્તુ એક સમયમાં ધ્રુવ છે, તેમાં અનંતજ્ઞાન, અનંતઆનંદ, અનંતબળ, અનંતવીર્ય આદિ પડયા છે. અનંત શક્તિ સ્વરૂપ (પ્રભુ ) તેની સન્મુખ થઈને... અને રાગ – દ્વેષના પરિણામથી વિમુખ થઈને, આનંદઘન પ્રભુમાં લીન થવું. ‘નિન’ શબ્દમાં ૫૨માત્મ સ્વરૂપ છે. ૫૨માત્મા ૫૨મ આત્મા, ૫૨મ સ્વરૂપ તેનું પૂર્ણ સ્વરૂપ તેમાં જે લીન છે. જેણે પુણ્ય ને પાપના ભાવની દશાની દિશા ફેરવી નાખી છે કેમકે એ દશા વિકારી છે... તેથી તેની દિશા ફેરવી નાખી છે, ગુંલાટ મારી છે, જેણે પલટો માર્યો છે. ‘નિનમહિમરતાનાં’ એવો જે સ્વભાવ... ત્રિકાળી પ્રભુ ચૈતન્યનો સ્વભાવ, આનંદ, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કલામૃત ભાગ-૪ જ્ઞાન અને શાંતિ એમાં જેની એકાગ્રતા છે. “રતાનાં' શબ્દ પડ્યો છે. “નિગમદિરતાન' રત છે – લીન છે. એમાં જેની એકાગ્રતા છે. “મગ્ન છે જે કોઈ, - તેમને”(શુદ્ધતત્ત્વોપનમ: ભવતિ) તેને પર્યાયમાં પરમાત્મપદ પ્રાપ્ત થશે. સિદ્ધપદ કહો કે પરમાત્મપદ કહો એવો મોક્ષ તેને પ્રાપ્ત થશે. એ જે નિજ મહિમામાં લીન છે તેને પ્રાપ્ત થશે. પ્રશ્ન- નિજ મહિમા એટલે શું? ઉત્તર- એ તો કહ્યું ને! આ નિજ પરમાત્મપદ સ્વરૂપ હું છું એવું જેને મહામ્ય આવ્યું છે અને પુણ્ય ને પાપની પર્યાયનું મહાભ્ય જેને છૂટી ગયું છે. મહિમા નામ અધિકતા, અચિંત્યતા, વિશેષતા પરની અધિકતા, વિશેષતા, અચિંત્યતા, આશ્રયતા છૂટી ગઈ છે અને સ્વની અચિંત્યતા, સ્વભાવની વિશેષતા – અભૂતતા જેની દૃષ્ટિમાં આવી છે. આગળ કહેશે – તેને હજુ રાગ – વૈષ છે. છેલ્લે ત્રીજા પદમાં શબ્દ છે. “સૂરસ્થતાના” એક બાજુ એમ કહે કે – પુણ્ય ને પાપના ભાવ એ જીવના સત્ત્વમાં છે. જેમ દ્રવ્ય ને ગુણ સત્ત્વ છે તેમ પર્યાય પણ તેનું સત્ત્વ છે. એ પર્યાયમાં જે પુણ્ય - પાપ અને મિથ્યાત્વ છે તે તેની પર્યાયના સત્ત્વમાં છે. તેથી પ્રમાણજ્ઞાનવાળો, શ્રુત પ્રમાણજ્ઞાનવાળો એમ જાણે કે – મારી ચીજ તો ત્રિકાળી શુદ્ધ મહિમાવાની છે અને પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ છે તેને પણ શ્રુતપ્રમાણમાં જાણે. મારામાં છે (તેમ જાણે). ગઈકાલે કહ્યું હતું ને કે એક બાજુ સમયસાર ૭૩ ગાથામાં એમ કહે કે – પુણ્ય ને પાપના ભાવનો સ્વામી કર્મ છે. બીજી બાજુ એમ કહે કે – પુણ્ય પાપનો સ્વામી આત્મા છે. ગઈકાલે કહ્યું હતું કે – ૪૭ નય શ્રુતપ્રમાણ છે. ત્યાં (આત્માને ) રાગનો અધિષ્ઠાતા કહ્યો છે ને ! અરે પ્રભુની વાણી તો જુઓ! આ અનેકાન્ત છે. એક બાજુ એમ કહે કે – પુણ્ય ને પાપ ભાવ મારા છે તેમ માને તો મિથ્યાત્વ છે. એ પુણ્ય – પાપનો સ્વામી ખરેખર તો કર્મ છે. બીજી બાજુ એમ કહે કે – ધર્મી જીવ પોતાના નિજ મહિનામાં લીન છે તે તો સંવર છે. પણ બાકીના જેટલા રાગ - વૈષ છે તે મારામાં છે, મારાથી છે, તેનો કર્તા અને ભોકતા હું છું. શ્રોતા-મારી પરિણતિ કલ્માષિત છે. ઉત્તર- અધિષ્ઠાતા છે એ તો ( પ્રવચનસારમાં) કહ્યું. સમયસારમાં ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય મુનિરાજ જેને ત્રણ કષાયનો અભાવ છે અને મહાજ્ઞાન (વાન) છે. ચોથા, પાંચમા ગુણસ્થાનથી તો ક્યાંય અંદર વધી ગયા છે એ મુનિરાજ એમ કહે છે – પ્રભુ મને અનાદિની અશુધ્ધતાની કલુષતા છે. એ દુઃખનું વદન મને અનાદિનું છે. અત્યારે હું મુનિ થયો છું, વીતરાગ દશા છે ત્રણ કષાયના અભાવરૂપ, છતાં પણ એ સંજવલનનો રાગ છે તે (કલ્માષિતામ્ ) કલુષિત ભાવ છે. મુનિ શુભભાવમાં હોય છે, તેને અશુભ ભાવ તો હોતો નથી. એ શુભભાવ કલુષિત અને મલિન છે. આહાહા! મુનિ એમ કહે છે કે – મને હજુ પર્યાયમાં કલુષિતતા છે – અહીંયા શ્રુત પ્રમાણમાં આમ કહ્યું. ત્યાં કર્તાકર્મ અધિકારમાં એમ Page #201 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૮ ૧૮૫ કહ્યું કે – પુણ્ય ને પાપનો સ્વામી કર્મ છે. એ કઈ અપેક્ષાએ કહ્યું? કઈ નયનું વાક્ય છે? એ રાગથી ભિન્ન પડેલી સ્વભાવને લક્ષમાં લેનાર અધિક દશા છે, એ પુણ્ય - પાપનો સ્વામી કર્મ છે તું નહીં એમ બતાવ્યું છે. પરંતુ જ્યારે તેને પાછું એમ થઈ જાય છે કે – પુણ્ય ને પાપ મારામાં છે જ નહીં તો ત્યાં તેને એમ બતાવવું છે કે – ભગવાન જેટલી ભૂલ તારામાં છે તેનો સ્વામી - અધિષ્ઠાતા તું છો. અહીંયા કહે છે – એ પુણ્ય - પાપ છે ખરાં “ટૂરિસ્થતાનાં' એ આગળ કહેશે. અહીંયા તો સંવર કરવો છે ને તેથી નિજ આનંદ સ્વરૂપ પ્રભુ.... જે નિત્યાનંદ ધ્રુવ એમાં જેની મહિમા છે. મહિમા એટલે એમાં જેનું આચરણ થઈને લીન થયો છે. મારો નાથ પૂર્ણાનંદનો પ્રભુ છે એવી જેને અંતરમાં મહિમા આવી છે.... તે વસ્તુમાં લીન થાય છે. નિનમદિરતાનાં' એ લીનતા તે સંવર અને ધર્મ છે. એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે” કોને? કે – જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપનો અનુભવ કરે અને અતીન્દ્રિય આનંદનું વેદન કરે એ અતીન્દ્રિય વેદનના ધારાવાહીથી તેને પૂર્ણ આત્માની પ્રાપ્તિ થાય છે – પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અહીંયા અસ્તિથી વાત લીધી છે. (ટૂરેસ્થિતાનાં) તે પછી લેશે. આવી વાતો છે! મારગડા બહુ જુદા બાપુ! (શુદ્ધતત્ત્વોપન:) સકળ કર્મથી રહિત” પરમાત્મદશાની તેને પ્રાપ્તિ થાય છે. જેને (સમયસાર) અગિયારમી ગાથામાં તો એમ કહ્યું કે – પરમાત્મદશા એ અભૂતાર્થ છે, જૂહી છે, અર્થાત્ સાચી નથી. કેમકે પર્યાયમાત્ર અસત્યાર્થ છે એમ કહ્યું છે. અભૂતાર્થ કહો, અસત્યાર્થ કહો, જુહી કહો....! પરંતુ એ બધી પર્યાયોને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. તેનો અભાવ કરીને નથી એમ કહ્યું નથી. અહીંયા આમ કહ્યું. ત્યાં ( પ્રવચનસારમાં) પ્રમાણજ્ઞાનમાં એમ કહ્યું કે – (રાગ) એની પર્યાયમાં છે અને (આત્મા) તેનો અધિષ્ઠાતા છે. પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય તેના કારણે પલટી રહ્યું છે. બાહ્યમાં, તે તારી પર્યાયથી બાહ્ય છે.... અને તારી પર્યાય તે દ્રવ્યથી બાહ્ય પલટી રહી છે. એમાં તારે પરની સાથે શું સંબંધ છે? રાગાદિ નીકળી જાય છે માટે તેને પુદ્ગલના પરિણામ પણ કહ્યાં છે. એ પ્રશ્ન જયપુર થયો હતો. વર્ણીજીના શિષ્ય છે તે અત્યારે ક્ષુલ્લક છે. તે અજમેરથી ખાસ આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ શુભાશુભભાવને પગલના પરિણામ કેમ કહ્યાં? શિખરજીથી કે બીજે ક્યાંયથી જયપુર આવ્યા હતા. તેઓ રેલ્વેમાં બેસતા. ક્ષુલ્લકથી રેલ્વેમાં ન બેસાય. અત્યારે તો બહારની ક્રિયા ક્યાં સાચી છે !! અત્યારે તો બહારની ક્રિયાએ ક્યાં સાચી છે. શ્રોતા- પંચમકાળે ક્ષુલ્લક એવા જ હોય! ઉત્તર- પંચમકાળના એવા ન હોય. ચોથા કાળે લોટનો શીરો થાય અને પંચમકાળમાં માટીનો થાય એમ હશે? ચોથા આરામાં ઘી નો થાય અને પાંચમા આરામાં પાણીનો થાય? Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કલશામૃત ભાગ-૪ કાંઈ ન થાય. શ્રોતા- જેવા શ્રાવક એવા જ મુનિ ! - ઉત્તર:- શ્રાવક તો આઠ મૂલગુણ પાળતા હોય. હજુ સમકિત હોય તો શ્રાવક કહેવાય. આ કાંઈ મુનિ ન કહેવાય પણ તેમને ક્યાં ભાન છે એ? વાત તો સાચી છે..... આખો માર્ગ જુદો છે બાપા! એ મારગડા જુદા તારા! પ્રભુ! અહીંયા કહે છે કે – રાગ – ૮ષના પરિણામ અંદર તારી પર્યાયમાં હો... પણ તેનાથી જુદો પડીને.. તારા નિજ સ્વરૂપમાં લીન થા. પ્રભુ! તારામાં કંઈ માલ છે કે નહીં કે પુણ્ય – પાપ એ જ માલ છે? એ તો વિકાર છે. તું તત્ત્વ છે કે નહીં! તું આત્મા છો કે નહીં? આત્મા છે તો એનો કોઈ સ્વભાવરૂપી માલ છે કે નહીં? એના સ્વભાવરૂપી માલમાં તો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત શક્તિઓના સંગ્રહરૂપ પ્રભુ છે. એક એક શક્તિપણ અનંત શક્તિરૂપ (સામર્થ્યરૂપ) છે સત્ત્વ, એવો તારો માલ છે કે નહીં? આ માલની વાત ચાલે છે. પ્રભુ! તારો માલ અંદર ગોદામમાં આટલો પડ્યો છે, જેને ! એ ગુણનો ગોદામ! એ અનંત શક્તિનો સંગ્રહાલય.... સંગ્રહાલય આલય એટલે સ્થાન. અનંત સ્વભાવનો સાગર છે પ્રભુ! ત્રણ બોલ વાપર્યા છે. અનંત અનંત આનંદ આદિ ગુણોનો ગોદામ પ્રભુ છે. મુંબઇમાં માલ લેવા જતાં ને ત્યારે ગોદામ જોયા છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે – કેસરનો ડબ્બો લેવા ગયા હતા. લગભગ સંવત ૧૯૬૮ ની વાત હશે! કેસરનું મોટું ગોદામ તેમાં કેસરના ડબ્બા હવે કેસર મોંઘું થયું છે. તે મોટો ગૃહસ્થ.... તેની મોટી વખાર... ઊંચી અને આખી ખાલી, તેમાં આખામાં કેસરના ડબ્બા ભરેલા. તેમ આ ભગવાનના ગોદામમાં તો એકલા આનંદના ડબ્બા ભર્યા છે. એક એક ગુણમાં અનંતી શક્તિ એવા ગોદામ છે ભગવાન ! એવી ચીજ પ્રભુના અંદરમાં ક્યાંય માલ છે કે નહીં? એવા સ્વરૂપની મહિમા કરી... નિજ મહિમામાં એકાગ્ર થા... એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે બાહ્ય ક્રિયાકાંડ, વ્રત – નિયમ - તપ - ઉપવાસ એ બધો રાગ છે અને તે બંધનું કારણ છે. આવો માર્ગ છે બાપુ! સંસારના દુઃખનો અંત લાવવાનો આ ઉપાય છે. શુદ્ધતત્ત્વની પૂર્ણની પ્રાપ્તિ થવાનો આ જ ઉપાય છે. (શુદ્ધતત્ત્વોપનશ્મ: મવતિ) સકળ કર્મોથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મ વસ્તુ તેની પ્રાપ્તિ થાય છે;” અંદર બિરાજમાન ત્રિકાળી અને તેને પર્યાયમાં નિહાળતાં આત્મ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભગવાન આત્મા છે. તેમાં અનંત ચતુષ્ઠય મુખ્યપણે છે. અનંત ચતુષ્ઠય એટલે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંતબળ એવું મૂળ ચતુષ્ઠય તે સ્વભાવ છે. એ સિવાયની અનંતી શક્તિઓ બીજી પણ છે. અનંત જ્ઞાન છે તો એ જ્ઞાન સ્વભાવને મર્યાદા શી? આવા આત્મા તરફની એકાગ્રતાથી પર્યાયમાં અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. અરે! આવી વાતું છે. વૈષ્ણવમાં આવે છે કે – “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરના કામ જોને, પરથમ Page #203 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૮ ૧૮૭ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને” એ રિ કોણ ? રાગ ને દ્વેષ ને અજ્ઞાનને ઠરે તેવો ભગવાન હિર. આવો પંચાધ્યાયમાં પાઠ છે. હિર એટલે જે રાગને, દ્વેષને, વિકા૨ના મલિન ભાવને ઠરે... અને પોતાની શક્તિની પૂર્ણતા પ્રાપ્ત કરે તે પ્રભુ હરિ છે. એ લોકો રાડો પાડે છે ને કે – વ્યવહા૨ ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને એ પણ મોક્ષનો માર્ગ છે. ના.. ના., એ તો બધો વિકલ્પ છે. એ રાગ બંધનું કારણ છે. રાગ હોય ભલે પણ તે છે બંધનું કા૨ણ. અહીંયા તો કહે છે – “પુછ્યાં નિનમહિમરતાનાં શુદ્ધતત્ત્વોપલમ્મ: ભવતિ” નિજ આનંદ સ્વરૂપમાં લીનતા કરવાવાળા એ પોતાના પૂર્ણ સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે. વચ્ચે જે આસ્રવ આવે વ્રત ભક્તિ પૂજા આદિ એ બધો વિકલ્પ છે, એ તો રાગ છે. આહાહા ! એ મોક્ષનું કા૨ણ નથી. આવો માર્ગ છે. 66 ‘આત્મ વસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; “નિયતમ્” અવશ્ય થાય છે” જરૂર થાય છે. જેણે આત્માના પૂર્ણાનંદના નાથને અંદર એકાગ્ર કરીને જોયો, અનુભવ્યો, તેને જરૂ૨ ૫૨માત્મા પ્રાપ્ત થશે. ભલે એક ભવ કે બે ભવ લાગે હોં ! પણ જેને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એમાં જેની લીનતા ને એકાગ્રતા વર્તે છે, તે અલ્પકાળમાં શુદ્ધ ૫૨માત્મપદને ( ભવત્તિ: ) પ્રાસ ક૨શે. (નિયતા ) નિશ્ચયથી તેનો અર્થ ‘અવશ્ય’ કર્યો. નિશ્ચયથી પાછું એમ કહો કે – ખરેખર પામશે તેનો અર્થ એમ કે – ‘અવશ્ય’ પામશે એમ કર્યો. એમ કેમ જો૨ દીધું છે ? કે – એવા માનનારા જીવો છે કે – વ્રત કરીએ અને તપસ્યા કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, દાન કરીએ તો એનાથી થાય છે, એ વાતનો નિષેધ કરવા માટે અહીં (નિયતં) વાત લીધી. “શા વડે થાય છે ? “મેવવિજ્ઞાનશત્યા” સમસ્ત ૫૨દ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે. એવા અનુભવરૂપ સામર્થ્ય વડે.” જુઓ, પહેલાં ‘નિનમહિમરતાનાં' તેમ કહ્યું હતું ને ! ૫૨થી કાંઈક ભિન્ન પડે છે કે નહીં ? કાંઈક બીજી ચીજ છે... જો ન હોય તો અંતરથી આમાં (નિજમાં) લીન થા. એમ કેમ કહે છે? આ એકમાં આ બાજુ (વળ્યો ) છે. ભલે ! પુણ્ય પાપના ભાવ પર્યાયમાં હો ! પણ વસ્તુ જે છે તે તેનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ ? ‘સમસ્ત પરદ્રવ્યોથી” પરદ્રવ્ય શબ્દે અહીંયા અત્યારે પુણ્ય પાપના ભાવને ૫૨દ્રવ્યમાં નાખવાના છે. તે સ્વચીજ, ત્રિકાળી ચીજમાં નથી... માટે પુણ્ય – પાપના ભાવ પણ ૫૨દ્રવ્ય તરીકે છે. નિયમસારમાં તો ત્યાં સુધી લીધું કે – આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન જ્ઞાન પર્યાય પ્રગટે તેને તો અમે ૫દ્રવ્ય કહીએ છીએ. ધ્યાન રાખજો ! કેમ ૫૨દ્રવ્ય કહીએ છીએ ? જેમ ૫દ્રવ્યમાંથી નવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ, મોક્ષમાર્ગ પ્રગટ થયો, પણ એમાંથી હવે નવી પર્યાય પ્રગટ નહીં થાય, પ્રગટ થશે દ્રવ્યમાંથી. ક્યાં કરવી એ વાત ? શ૨ી૨, કર્મ, માટી – ધૂળ એ તો ૫૨દ્રવ્ય છે જ. પુણ્ય પાપના ભાવ એ અપેક્ષાએ ૫૨દ્રવ્ય 66 Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કલશામૃત ભાગ-૪ છે. પરંતુ અહીંયા તો આત્માના આનંદની દશા પ્રગટ થઈ, ક્ષાયિક સમકિત થયું, યથાખ્યાત ચારિત્ર – રમણતા થઈ પણ એ પ્રગટ થયેલી દશા એ તો પર્યાય થઈ, એ પર્યાયમાંથી નવી પર્યાય ઉત્પન્ન નહીં થાય. ન્યાયથી સમજાય છે ને! ત્યાં પ્રવચનસારમાં એમ લીધું છે કે – પુણ્ય ને પાપના ભાવનો સ્વામી અધિષ્ઠાતા આત્મા છે. એક બાજુ આમ કહે. એના અસ્તિત્વની ધારામાં છે એ જણાવવા માટે અધિષ્ઠાતા કહ્યો છે. પણ હવે તેને આત્મા તરફ વાળી ને મોક્ષમાર્ગ તરફ વાળી દેવો છે. તો (પદ્રવ્ય કહ્યું.) શ્રોતાઃ- આવી વાતો કરો છો તેમાં અમારે શું સમજવું? ઉત્તર:- જગતમાં બધા પડખા નથી જાણતા? આમાં પડખા જણાવીએ છીએ. પોતાની વહુનો ભાઈ હોય એને સાળો કહેવાય, અને તેને બેન આપી હોય તો બનેવી કહેવાય! ત્યાં મુંઝાઈ છે? એ શું કહ્યું? અમારે ઘરમાં એવું છે ને! એક બાજુ સાળો થાય છે અને એક બાજુથી બનેવી થાય છે ત્યાં એ મુંઝાઈ જાય છે? અમારે શું સમજવું? ઘરેથી – બૈરાનો સગોભાઈ તે અપેક્ષાએ સાળો કહેવાય અને વળી પોતાની બહેન આપી હોયતો બનેવી કહેવાય અત્યારે ઘણી જગ્યાએ આવું હોય છે બધી ખબર છે ને! શ્રોતા- તમને ક્યાંથી ખબર પડે? ઉત્તર અમારે તો ઘરમાં જ હતું ને કુંવરજીભાઈ તે અમારા ભાગીદાર હતા ને! તેનો દિકરો મનસુખ એને ઘરે છોટાભાઈની બહેન છે છોટાભાઈ એના બનેવી થાય છે. છોટાભાઈ તો અત્યારે ગુજરી ગયા છે. એ કાકા ફઇના એટલો ફેર છે. એટલું ! પોતાનો સાળો હોય અને પોતાનો બનેવી હોય બેય જોયું છે. અત્યારે ઘણાંને ત્યાં આમ હોય છે એ કહે છે ને અમારે શું સમજવું? ત્યાં સાળો... બનેવી એ સરખાઈનો (બરોબર) સમજે. અહીંયા જ્યાં બીજું પડખું આવે છે ત્યાં તો કઠણ પડે છે. અહીંયા કહે છે – પ્રભુ એકવાર સાંભળ તો ખરો ! જ્યારે એમ કહ્યું કે - પુષ્ય ને પાપના ભાવનો સ્વામી – અધિષ્ઠાતા ભગવાન આત્મા છે એમ કહ્યું ત્યાં એના અસ્તિત્વમાં છે. તેનું જ્ઞાન કરાવ્યું છે. એ (ભાવો) કાંઈ પરના અસ્તિત્વમાં નથી એવું પ્રમાણજ્ઞાનમાં છે. નિશ્ચયનયનું જ્ઞાન કરાવી એટલે પૂર્ણમાં નથી. પણ સાથે પ્રમાણમાં પર્યાયનું જ્ઞાન ભેગું કરીને તેનો સ્વામી તું છો એમ બતાવ્યું. હવે જ્યારે તેને કાઢી નાખવું છે તો (એ ભાવો) ત્રિકાળમાં નથી. એટલે કે એ વસ્તુ (પુણ્ય – પાપના ભાવો ) મારામાં નથી. એ મારામાં નથી અર્થાત્ ત્રિકાળમાં નથી એમ ! પર્યાયમાં છે એ જુદી વસ્તુ છે. મારી ત્રિકાળી ચીજ છે એમાં નથી. ક્ષણિકમાં હો તો એ વસ્તુ મારે છોડવા લાયક છે. સમજાણું કાંઈ? સમયસાર – સર્વ વિશુદ્ધ અધિકાર (૪૦૪ ગાથા) માં આવે છે ને કે – ધર્મ - અધર્મ Page #205 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૮ ૧૮૯ આત્મા છે. આવે છે ને? સમ્યગ્દર્શન જ્ઞાન અને ધર્મ એટલે પુણ્ય - પાપ જ્ઞાન છે અને જ્ઞાન છે એટલે કે આત્મા છે. પુણ્ય – પાપ આત્મા છે એમ કહ્યું છે. જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર એવી નિર્મળતા. આનંદ એ આત્મા છે. તેમ પ્રભુ! પુણ્ય – પાપના ભાવ તે આત્મા છે. એમ ત્યાં કહ્યું, કેમ કે એમાં છે (પર્યાયમાં છે) એટલું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે. કોઈ એમ કહે કે પુણ્ય - પાપ અમને નથી, ધર્મ થયો હોય એ ધર્મી કહે છે કે – અમને પુણ્ય - પાપ જરીએ નથી તેમ માનનારને બતાવવા માટે કહ્યું કે –(પુણ્ય પાપ તે આત્મા છે) જો ધર્મી થયો તો પૂર્ણ દશા પ્રગટ થવી જોઈએ. અને પૂર્ણ નથી અપૂર્ણ છે તો એનાથી વિરુદ્ધભાવ અંદર છે. સમજાણું કાંઈ? અહીંયા તો ભાઈ ! દોરે. દોરાનો ન્યાય છે. એક ન્યાય ફરે તો આખું ચક્ર ફરી જાય છે. સમયસાર ૭૩ ગાથામાં એમ કહ્યું કે – પુણ્ય ને પાપનો સ્વામી કર્મ છે, આત્મા નહીં. ૭૩ ગાથામાં કહ્યું એ તો વસ્તુના સ્વભાવમાં નથી એ અપેક્ષાએ કહ્યું છે. અહીંયા (પ્રવચનસારમાં) કહે કે પુણ્ય - પાપનો અધિષ્ઠાતા આત્મા છે. પ્રવચનસાર તે દ્રિવ્ય ધ્વનિનો સાર છે. કોઈ એકાન્ત પકડી બેસે તો એમ માર્ગ નથી. ગઈકાલે એ ભાઈ બોલ્યા હતા કે – બધા પડખાથી જાણવું જોઈએ! તમારી વાત તેણે યાદ રાખી છે – મેં સાંભળ્યું. અહીંયા તો પચ્ચીસ વર્ષ પહેલાં બોલ્યા હોય તો પણ એનો ખ્યાલ હોય છે. અહીંયા કહે છે – પ્રભુ! એકવાર સાંભળ! પાઠમાં (બે વિજ્ઞાન) કહ્યું. ભેદવિજ્ઞાનનો અર્થ બે (વસ્તુ) થઈ ગઈ. એક બાજુ રાગ-દ્વેષ અને એક બાજુ આત્મા. અહીં આત્માને રાગષથી જુદો પાડવો છે. જુદું પાડવામાં બે હોય તો એમાંથી જુદું પડે ને! એકમાં જુદું ન પડે. બૈરાઓ ઘઉંમાંથી કાંકરા વણતા હોય તેને કોઈ પૂછે કે – બેન શું કરો છો? તે કહે - ઘઉં વીણું છું. એ ઘઉં વીણે છે? ઘઉં તો ઝાઝા (વધારે) છે અને કાંકરા થોડા છે. એ કાંકરા વિણે છે. ઘઉં વીણું છું એ કથનનો આશય એવો છે કે અત્યારે દાળ કે ચોખા વણતા નથી પણ ઘઉને વીણે છે – વીણે છે તો કાંકરા, પેલી બીજી ચીજ નથી ( વીણતાં) એટલા માટે ઘઉં વીણું છું એમ કહ્યું. ઘઉં વીણતો નથી, વીણે છે તો કાંકરા જ. સંસારની સ્થિતિમાં પણ આ શૈલી છે. અહીંયા કહે છે કે – એકવાર સાંભળ! “નિમહિમરતાનાં” એમ કહ્યું... ત્યારે એમાં કંઈક બીજી ચીજ છે, તેનાથી જુદો પાડીને નિજ મહિનામાં લીન થાય છે. આ તો અધ્યાત્મ શાસ્ત્ર એટલે બાપુ! સમસ્ત પરદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવ રૂપ સામર્થ્ય વડે.” ભેદજ્ઞાનની વ્યાખ્યા કરો. રાગ, પુણ્ય આદિના પરિણામ હો.. પણ તેનાથી આ અનુભવ છે તે ભિન્ન છે. “સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (સવા) સામર્થ્ય વડે.” અર્થાત્ તેના બળ વડે. આહાહા! રાગથી ભિન્ન પડવાના બળ વડે. કોઈ રાગને સાથે લઈને એમ કહે છે ને કે – વ્યવહાર પણ મોક્ષનો માર્ગ છે. તો વ્યવહાર સાથે આવે છે? Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કલશામૃત ભાગ-૪ કે વ્યવહારથી જુદો પડે છે. વ્યવહારથી જુદો પડે છે ત્યારે તેને વ્યવહાર કહેવાય છે. એ વ્યવહારને સાથે લઈને મોક્ષ માર્ગમાં અંદરમાં જઈ શકે છે? માટે વ્યવહાર એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. સાધકને વચ્ચે આવે... હોય છે, શુભભાવ - ભક્તિ, પૂજા શાસ્ત્રશ્રવણ, મનન એ બધા વિકલ્પો છે તે રાગ છે તે ધર્મીને વચ્ચે આવે છે. પણ એ કાંઈ મોક્ષ કે મોક્ષનો માર્ગ નથી. એ રાગથી આત્માને ભિન્ન પાડવો છે. કારણ કે – સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ છે તે તો વિકારથી ભિન્ન છે. વિકાર ભલે પર્યાયમાં છે. પણ વસ્તુ જે આનંદકંદ પ્રભુ છે તે તો કોઈ દિવસ વિકારમાં આવ્યો જ નથી. ઉણો (હણો) થયો નથી, અપૂર્ણ રહ્યો નથી અને વિકૃતિમાં આવ્યો નથી. જેના ગાણા ગવાય છે એ (તત્ત્વ) એવું છે ને! આહાહા ! “(Pવિજ્ઞાન) સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ સામર્થ્ય વડે.” એ અનુભવરૂપ સામર્થ્ય રાગ છે પણ તેનાથી ભિન્ન પડીને આ અનુભવરૂપ સામર્થ્ય' એ વડે તેણે ભિન્ન પાડયો છે. રાગને સાથે લઈને એટલે કે મોક્ષમાર્ગમાં રાગનો સાથ છે એમ નથી. અત્યારે મોટા પંડિતો પણ આ તકરાર કરે છે ને ! સોનગઢવાળા વ્યવહારથી થાય તેમ બિલકુલ માનતા જ નથી. માટે નિશ્ચયાભાસ છે એમ કહે છે. ભાઈ તું એકવાર આઠ દિવસ મધ્યસ્થ થઈને સાંભળ! તો તને ખબર પડે ભાઈ ! ભગવાનની ભક્તિનો રાગ હો કે – અંદરના ગુણ – ગુણીના ભેદ તેનો વિકલ્પ હો! પણ રાગ છે! એટલે આ આત્મા છે તે અનંતગુણ સંપન્ન છે અને ભગવાન આત્મદ્રવ્ય એક છે એવો જે વિકલ્પ ઊઠાવવો તે રાગ છે. પ્રશ્ન- પોતાનું ચિંતવન ન કરવું? ઉત્તર:- ચિંતવન વિકલ્પથી નહીં કરવું... પરંતુ અંતરમાં એકાગ્રતાથી કરવું. એ તો આપણે ઘણું આવી ગયું છે. વિચાર એ બધું પર છે. શ્લોક ૧૧૦ માં આવે છે. પુણ્ય – પાપ અધિકારનું પાનું છ— ઉપરથી પહેલી લીટી છે. “સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણકે અનુભવ - જ્ઞાન તથા દયા - વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા તે બન્ને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. મારે તો બીજું કહેવું છે. ત્યાં સમાધાન આમ છે કે- જેટલી શુભ-અશુભ ક્રિયા, બદ્ધિજલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે.” - લ્યો કુદરતી આવી ગયું કહ્યું કે-ક્યાં હશે? પણ ૧૧૦ માં છે. ભાઈ ! પેલી કર્મધારા ને જ્ઞાનધારા બન્ને આવે છે. ટીકાના મોટા બે પાના ભર્યા છે. ધર્મીને પણ કર્મધારા ને જ્ઞાનધારા બે હોય છે. શું કહ્યું એ? આત્મા પોતે, શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરીને જેટલી નિર્મળતા પ્રગટ કરી છે તે જ્ઞાનધારા અને અંદર જેટલો રાગ છે તે કર્મધારા. એક સમયમાં બન્ને સાથે હોય છે. તેમાં વિરોધ નથી. વિરોધ એટલે? જેમ મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનમાં વિરોધ છે તેમ (કર્મધારા Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ કલશ-૧૨૮ ને જ્ઞાનધારામાં વિરોધ નથી.) આત્મધારા અર્થાત્ શુદ્ધધારા અને રાગ – અશુધ્ધધારા તે બે (સાથે ) હોય છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ નથી ત્યાં સુધી બે ધારા હોય છે. આપણે અત્યારે ૧૨૮ શ્લોક ચાલે છે આ બધું ૧૧૦ કળશમાં લખ્યું છે? જોવું છે ? જુઓ, વચ્ચે ભાવાર્થ છે. “ભાવાર્થ આમ છે કે - એક જીવમાં એક જ કાળે જ્ઞાનક્રિયા બન્ને કઈ રીતે હોય છે ? સમાધાન આમ છે કે -વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બન્ને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતા નથી” કેટલા કાળ સુધી ? “જેટલો કાળ આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટયા છે” આત્મદર્શન થયું છે “આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપકવતાને પામતો નથી,” એટલે હજુ રાગનો ત્યાગ પૂર્ણ થયો નથી. આત્માનું ભાન તો થયું છે. બહુ સારો શ્લોક છે ટીકાના બે પાના ભર્યા છે. “પૂર્વોકત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી.” વાત એમ છે કે જ્યાં સુધી અશુધ્ધ પરિણમન છે. ત્યાં સુધી જીવ( માં ) વિભાવ પરિણમન છે. સમ્યગ્દષ્ટિને પણ વીતરાગી મુનિને પણ વિભાવ પરિણમન છે. એ દુઃખરૂપ પરિણમન છે એમ કહે છે. આનંદ પણ સાથે છે અને દુઃખ પણ સાથે છે, બન્નેને વિરોધ નથી એમ કહે છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી છે. બીજી રીતે રાગધારા ને આનંદધારા બે સાથે હોય છે. એક જ કાળે (સમયે ) બન્ને હોય છે. જો પૂર્ણતા થઈ ગઈ હોય તો કેવળી થઈ ગયો અને અપવિત્રતા એકલી હોય તો મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચોથે, પાંચમે, છકે... આત્માના આશ્રયે જેટલી નિર્મળધારાપણે પરિણતિ પરિણમે છે (તેટલી વીતરાગતા છે), અને બાકી જેટલી અપૂર્ણતા છે માટે રાગને, દયાદાનના પુણ્યભાવ સાથે ને સાથે ૨હે છે, છતાં મોક્ષનું કારણ તો આ (નિર્મળ પરિણતિ ) એક જ છે. પેલું તો બંધનું કારણ છે. કોઈ એમ જ કહે કે – ધર્મીને રાગ હોતો જ નથી. એટલે કે – ધર્મીને દુઃખ હોતું જ નથી. તો દૃષ્ટિ તદ્ન મિથ્યા છે. સાધક દુઃખને વેઠે છે. એમ કહે કે – તીવ્ર કષાયી તે દુઃખને વેદે છે તે ખોટી વાત છે. મુનિ પણ દુઃખને વેદે છે. તેમને કષાય મંદ ( અલ્પ ) છે, કેમકે ત્રણ કષાય ટળી ગયા છે. આવી વાત છે બાપા ! વીતરાગ પ્રભુ કહે છે – શૂરાના કામ છે, કાય૨ના કામ ત્યાં નથી. વી૨નો રે મારગ છે શૂરાનો એ ત્યાં નહીં કામ જો ને ! શ્રીમદ્ભુમાં પણ આવે છે કે – વચનામૃત વીતરાગના, ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. શાસ્ત્રમાં તો જરી કઠણ કહ્યું છે.... કે - જેટલી શુભભાવની રચના થાય એ બધી નપુંસકતા છે હિજડાય છે. ધર્મીને પણ હો ! કેમ કે આત્મામાં વીર્ય નામનો ગુણ છે. વીર્ય એટલે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કલશામૃત ભાગ-૪ બળ તેનું કાર્ય તો સ્વરૂપની નિર્મળ રચના કરવી તે છે. એમાં જેટલી શુભરાગની રચના થાય તેટલી નપુંસકતા - હિજડાય છે. આહાહા! જેમ હિજડાને વીર્ય નથી તો પુત્ર નથી, એમ જેને પુણ્યના પરિણામ થાય છે તેમાં ધર્મની પ્રજા નથી. આવી વાત છે ભગવાન! એ હિજડાય.. બધા પાછા ફરી ગયા હતા. પહેલાના જમાનામાં નપુંસક – હિજડા બહુ હતા. અમારે રામજીભાઈની શેરી હતી તે પાવૈયાની શેરી હતી. ગોંડલમાં રામજીભાઈ પાવૈયાવાળી શેરીમાં રહેતા. અમારે ત્યાં ઉમરાળામાં પણ પાવૈયા બહુ હતા. જામનગરમાં હિજડા ઘણાં હતા. પોલીસ તેને પકડે પછી વધારે પૈસા આપવા પડે. પચ્ચીસ, પચાસ રૂપિયા તે દિ' તો બહુ કહેવાતા હતા. વિભાગામમાં હિજડા આવ્યા. અને દરબાર પાસે ગયા. અને કહે – જુઓ, અમારા શરીર મોટા છે અને અમે થોડા પૈસે પણ નોકરીમાં રહેશું, દરબારે ના પાડી. એ જાણતા હતા કે – આ હિજડા પાવૈયા છે અને એને વીર્ય તો પડે નહીં તો પણ પછી રાખ્યા. પહેલાના વખતમાં એવો રિવાજ હતો કે - રાજાની સાથે લડાઈ કરવી હોય તો જંગલમાં ગયેલી ગાયું સાંજે ગામ તરફ પાછી ફરતી હોય તો લડાઈ કરવાવાળા એ ગાયને પાછી વાળે એટલે રાજાએ સમજવું કે – લડાઈ કરો. વિભા ગામની ગાયુને પાછી વાળવા (દરબારે) હિજડાને મોકલ્યા. હિજડા પોલીસ અને શરીર મોટા.. એને જોઈને પેલા બિચારા લાગ્યા હો કે. આ તો મોટા પોલીસ આવ્યા, એમાં નદીનો કાંઠો હોયને તો જરા નીચે ઊતરતા હતા એમ એ હિજડો પોલીસ કાંઈ બોલી બોલ્યો. પોલીસનો (વેશ) અને ભાષા હિજડાની બોલ્યો અને એમાં પેલાઓએ સાંભળ્યું કે – અરે આ તો હિજડા છે. એ પાછા ફર્યા અને (પોલીસ) હિજડા ભાગ્યા ઘરે. “વિભા તારા ખીચડા ખાઈને ગીતડા ગાયા.” દરબાર કહે – અમે કહ્યું નહોતું કે – પાવૈયાઓ તમારું ત્યાં કામ નહીં. તેમ પુણ્ય – પાપના ભાવની રુચિવાળા હિજડાઓ તમારું ધર્મમાં કામ નહીં. પુણ્યની રુચિ કરનારો મિથ્યાદેષ્ટિ, પાવૈયો હિજડો છે. આહા! શુભભાવમાં ધર્મ કેવો? ધર્મની પ્રજા કેવી ? પાવૈયાને પ્રજા હોય? શુભભાવમાં ધર્મની પ્રજા હોય? એ તો બંધનું કારણ છે. અહીંયા કહે છે – “તમિન સતિ વર્મમોક્ષ: ભવતિ” શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતાં કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ - ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે.” ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ... તેની પ્રાપ્તિ થતાં, પર્યાયમાં તેની પવિત્રતા પ્રગટ થતાં કર્મનો મૂળથી નાશ થાય છે. જડ કર્મનો નાશ થઈ જાય અને પુણ્ય – પાપના ભાવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે તેને મોક્ષ થાય છે. આમાં મોટી તકરાર ચાલે છે. વ્યવહારથી થાય. નહીંતર તમારું એકાન્ત છે. તમે તો નિશ્ચયથી મોક્ષ થાય એમ જ એક માનો છો પણ કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર તેનું નામ અનેકાન્ત છે. અહીંયા પ્રભુ કહે છે – નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય તેનું નામ Page #209 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૯ ૧૯૩ અનેકાન્ત છે. અનેકાન્તની વ્યાખ્યા સમજતા નથી. અવનિતન” આવું દ્રવ્યનું સ્વરૂપ અચળ છે. આહાહા! વસ્તુનો આદર કરીને પૂર્ણ સ્વરૂપ જ્યાં અનુભવ કરી પ્રગટયું , પરિણામે પવિત્રતા પ્રગટ કરી.. અને જ્યાં પૂર્ણ પવિત્રતા પ્રગટ થઈ તે હવે અચળ છે, એ હવે પાછા ફરશે નહીં. વિષ્ણુમાં કહે છે ને ! રાક્ષસોનું જોર વધે અને ભક્તોને ભીડ પડે ત્યારે ઊપરથી (વિષ્ણુ ) અવતાર ધારણ કરે. અહીંયા એની ના પાડે છે. અરે. જે બીજડા બળી ગયા, ચણો બળી ગયો એ હવે ફરીને ઊગે? ચણા હોય છે તેને શેકયા પછી તે ઊગે ? એમ જ્યાં રાગને અને અજ્ઞાનને બાળી નાખ્યા છે, પૂર્ણ આનંદ દશા પ્રગટ થઈ છે. હવે એ બીજડો ઊગે? ભવ લેવાનો ભાવ આવે? એ ભાવ હોય નહીં. એથી કહે છે કે – દ્રવ્યનું આવું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મ ક્ષય? “અક્ષય: આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહીં.” કર્મોનો નાશ થયો તે થયો. ભવિષ્યમાં હવે કદી રાગ, બંધન કે કર્મબંધન થશે નહીં. ભગવાન પરમાત્મ દશા પ્રાપ્ત થઈ છે તે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો શ્રીમદ્જીના અપૂર્વ અવસરમાં આવે છે “સાદિ અનંત અનંત સમાધિ” આનંદ.... આનંદ. આનંદ પૂર્ણ આનંદનો પૂર્ણ અનુભવ તે પરમાત્મ દશા. “અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” શ્રીમજીની ભાષા! “કેવા જીવોને કર્મક્ષય થાય છે?” “કવિનીચદ્રવ્યહૂરે રિસ્થતાના” સમસ્ત એવાં જે પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો તેમનાથી સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને” પુણ્ય ને પાપના વિકલ્પથી પણ (ટૂંસ્થિતાનાં) અંદરમાં સ્થિત થયેલાને મોક્ષ થાય છે. પુણ્ય પાપ છે ખરા અંદર ! પુણ્ય – પાપ છે તેનાથી દૂર કરીને અર્થાત્ ભિન્ન કરીને સ્વરૂપમાં એકાગ્ર થાય છે તેની મુક્તિ થાય છે. (ઉપજાતિ). सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् तद्भेदविज्ञानमतीव भाव्यम् ।।५-१२९ ।। ખંડાન્વય સહિત અર્થ “તત્વવિજ્ઞાનન ગતીવમાત્રમ”(ત) તે કારણથી (વિજ્ઞાનમ) સમસ્ત પારદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (રાતી માધ્યમ) Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કલશામૃત ભાગ-૪ સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી ? “તિ શુદ્ધાત્મતત્ત્વય જીવનન્માત્ ણ: સંવર: સાક્ષાત્ સમ્પદ્યતે” (તિ ) નિશ્ચયથી (શુદ્ધાત્મતત્ત્વસ્ય) જીવના શુદ્ધસ્વરૂપની (ઉપલમ્માન્) પ્રાપ્તિ થવાથી ( yષ: સંવર:) નૂતન કર્મના આગમનરૂપ આસવના નિરોધલક્ષણ સંવર ( સાક્ષાત્ સમ્પઘતે) સર્વથા પ્રકારે થાય છે; “સ: મેવિજ્ઞાનત: વ” (સ:) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (મેવવિજ્ઞાનત: ) શુદ્ધસ્વરૂપના અનુભવથી (વ ) નિશ્ચયથી થાય છે; “તસ્માત્” તેથી ( ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. ૫-૧૨૯. કળશ નં.-૧૨૯ : ઉપ૨ પ્રવચન પ્રવચન નં. ૧૨૯ તા. ૨૩/૧૦/’૭૭ “તવ મેવિજ્ઞાનમ્ અતીવ ભાવ્યમ્ (તત્) તે કા૨ણથી”, તે કા૨ણે એટલે પૂર્વે ( ૧૨૮ કળશમાં ) કહ્યું હતું કે – રાગાદિભાવ હોય.... પણ તેનાથી ભિન્ન પડીને, ( વરસ્થિતાનાં ) રાગાદિને દૂર રાખીને અર્થાત્ તેનાથી ભિન્ન આત્મ સ્વભાવનો અનુભવ કરવો.. એ સંવર છે, એ ધર્મ છે. “તે કારણથી સમસ્ત ૫દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ,” રાગ, પુણ્ય – પાપના વિકલ્પો તે આસ્રવ છે, તેનાથી ભિન્ન એટલે રાગથી ભિન્ન આત્માને ભાવવો. એટલે કે જે ૫૨ ઉ૫૨ જે લક્ષ છે તેને છોડીને; ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ પ્રભુ તેની ઉપર લક્ષ કરવું. – “[મેવ ] સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન”, પછી તે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોય કે – ગુણ – ગુણીના ભેદનો વિકલ્પ હોય એ બધા ૫૨દ્રવ્ય છે. તે પોતાનો ત્રિકાળી સ્વભાવ નથી તેથી તે ૫દ્રવ્ય છે. “સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ” ભગવાન શાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા તેની સન્મુખ થઈ તેના આનંદનું વેદન કરવું. આત્માનો અનુભવ ક૨વો એટલે કે શાંતિના વેદનમાં આવવું. પુણ્ય – પાપના ભાવ જે અશાંતિ છે; દુઃખ છે, તેનાથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપના અનુભવમાં આવવું એ શાંતિ છે. રાગનો ભાવ ભલે સૂક્ષ્મ હોય પણ.... એ દુઃખરૂપ છે. એ રાગથી ભેદ પાડવાનો અર્થ એટલો જ કે – આ રાગ છે. માટે તેને આમ છોડું, ૫૨માંથી લક્ષ છોડીને સ્વમાં આવવું એમાં (થોડો )જરી ભેદજ્ઞાનના રાગનો અંશ રહે છે. જેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ છે તેવું એ ભેદજ્ઞાનનું સ્વરૂપ નથી. અહીંયા કહે છે – “સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ” ભગવાન જ્ઞાન સ્વરૂપ પ્રભુ પ્રજ્ઞાબહ્મ છે. પ્રજ્ઞાબહ્મ પ્રભુ એટલે પ્રજ્ઞા નામ જ્ઞાન અને બ્રહ્મ નામ આનંદ એ એનું કાયમી અસલી નિત્ય ધ્રુવ સ્વરૂપ છે. તેને ધ્યેય બનાવી એટલે કે અખંડ પરિપૂર્ણ જે વસ્તુ છે તેને ધ્યેય બનાવીને...! તેનો અર્થ એવો નથી કે આ અખંડ છે માટે તેને ધ્યેય Page #211 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૯ ૧૯૫ બનાવું.... એ પણ વિકલ્પ છે. પણ વર્તમાન પર્યાય રાગથી ભિન્ન પડતાં અંદર (સામાન્ય) તરફ જાય છે ત્યારે.. અંદર તેનો વિષય સામાન્ય રહી જાય છે આ સામાન્ય છે માટે એનું લક્ષ કરવું એમ નહીં. ઝીણી વાત બહુ પ્રભુનો મારગ સૂક્ષ્મ છે. અહીંયા તો કહે છે જે વર્તમાન પર્યાય રાગના સંબંધમાં છે (તેનું આમ સ્વ તરફ લક્ષ થવું.) ગઈકાલે ડોકટરે પૂછયું હતું ને કે શું કરવું? તે કલકત્તાનો ડોકટર છે, માણસ નરમ. બહારની ધૂળ વાત સાંભળી હોય.. આવી વાત તો ( ક્યાં છે?) જેનું સ્વરૂપ ચૈતન્ય છે એટલે જ્ઞાન, દર્શન, આનંદ તેનું રૂપ છે. એવી ત્રિકાળી ચીજ પ્રભુ.. તેને રાગથી ભિન્ન પાડી. એટલે કે – તેના તરફનું લક્ષ છોડીને. એને એવું ખ્યાલમાં પણ ન આવે કે -આ રાગ છે અને આ રાગને છોડું છું! એ રાગ તરફનું લક્ષ આમ છે તેને છોડીને.... ત્રિકાળીના લક્ષમાં જામવું એ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન છે. ચૈતન્યસ્વરૂપનો અનુભવ (તીવ ભાવ્યમ)” આમ શબ્દ પડયો છે. તેનો અર્થ કર્યો – “સર્વથા ઉપાદેય છે” અંતર્મુખ વળતાં..... પર સન્મુખતાના લક્ષને છોડતાં જે અંદર એકાગ્ર થાય એ સર્વથા ઉપાદેય છે. એકાગ્રતા ઉપાદેય છે, અત્યારે તો સર્વથા ઉપાદેય છે એમ માનીને આહાહા! ચૈતન્ય સ્વરૂપી ત્રિકાળી પ્રભુ એ જ વસ્તુ સર્વથા ઉપાદેય છે... એ પર્યાય આવી (પ્રગટી) એ પણ ઉપાદેય છે... અને રાગ હોય છે એમ કહેવું છે. સમ્યગ્દર્શન થાય તો પણ હજુ રાગ ભાવ રહેશે, દુઃખ રહેશે, સમકિતીને જ્યારે ચારિત્ર કરવું હોય તો આ જ અભ્યાસ કરતાં કરતાં ચારિત્ર થાય છે. નિયમસાર ૮૨ ગાથામાં આવ્યું હતું. વારંવાર ભેદ અભ્યાસ કરતાં ચારિત્ર થાય છે. નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર એટલે શું? ગંભીર વાત છે પ્રભુ! પ્રતિક્રમણ એટલે જે રાગ છે અંદર... સમકિતી જ્ઞાનીને પણ હજુ રાગ છે અને એટલું દુઃખ છે હજુ; એ રાગથી પાછું ફરવું અને અંદરમાં જવું તેને નિશ્ચય પ્રતિક્રમણ કહે છે. અથવા નિશ્ચય પ્રતિક્રમણ એ ચારિત્રનો એક ભાગ છે. સમકિતી – જ્ઞાનીને રાગાદિ હજુ છે. તેની વાત છે. પહેલાં (રાગથી) ભિન્ન પડીને સમ્યગ્દર્શન કર્યું. છતાં, જ્ઞાનીને હજુ રાગ અને દુઃખ દશા છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનની દશા તો પ્રગટ થઈ પણ હજુ તેને ચારિત્રની દશા પ્રગટ કરવી છે. હવે તે રાગના ભાગને, એ દુઃખરૂપ દશા છે તેનાથી જ્ઞાની પાછો ફરી તેનાથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરી અને અંદરમાં સ્થિરતા કરે.... તેને ચારિત્ર કહેવામાં આવે છે. આટલી અને આવી શરતું !! અતીવભાવયન સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિત ધારાપ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે.” અનુભવ કરે તે પર્યાય. ભગવાન ચૈતન્ય સ્વરૂપ જેમ ત્રિકાળી ધુવ છે તેના લશે, રાગના લક્ષને છોડી દઈને કેમકે રાગ છે તે આસ્રવ ભાવ છે; એટલે તે બંધનું કારણ છે, તેના તરફના લક્ષને છોડી, અંતરમાં પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ તરફની દૃષ્ટિ કરી અને તેની ભાવના Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ કલશામૃત ભાગ-૪ કરવી. આહાહા ! તેમાં વિશેષ એકાગ્ર થવું. આહાહા! આવી ઝીણી વાતું. બહુ બાપુ! લોકો બહારની વસ્તુમાં મોહી ગયા છે. તેને અંતર વસ્તુનો મહિમા આવતો નથી. જેને પુષ્ય ને પાપના ભાવ અને તેના ફળ તરીકે સંયોગ, લક્ષ્મી આદિની જેને હૃદયમાં મહિમા અને મહાભ્ય રહે તેને ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો મહિમા થતો નથી. અને જેને ચૈતન્ય સ્વરૂપ પ્રભુની મહિમા આવે છે, મહાભ્ય આવે છે તેને પુણ્ય – પાપ અને પુણ્ય – પાપના ફળનું મહાભ્ય ઉડી જાય છે. આવી વાત છે. એ અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવ રહે છે તેના બે અર્થ કર્યા હતા. એક તો પર તરફના લક્ષવાળો જે રાગ છે તેના લક્ષને છોડી અને સ્વરૂપમાં ઉપયોગ જામી જાય. હું ધ્યાતા છું,.. ધ્યાન કરું છું. એવો પણ જ્યાં વિકલ્પ છૂટી જાય અને ઉપયોગ અંદર જ્ઞાનાનંદમાં જામી જાય. એ રીતે અખંડ ધારારૂપે ઉપયોગને જમાવવો. બીજી રીતે વિકલ્પ આવે પણ અંતરના સ્વરૂપની જે દૃષ્ટિ અને જ્ઞાનની રમણતા છે એ કાયમ ટકે છે તેને પણ અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે. ગઈકાલે આ કહ્યું હતું ને!! કહ્યું એ? ધારાવાહીનો અર્થ કર્યો હતો તે આ. આમાં (પાઠમાં) અખંડ ધારાવાહીના બે અર્થ છે. આહાહા ! પર ઉપરથી લક્ષ છોડી દઈ એકલું અંદરમાં... શાતા ચિદાનંદ સહજાનંદ પ્રભુ મૂર્તિ છે. તેમાં ઉપયોગને જોડી દેવો એમને એમ કાયમ રહેવું તેને અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે. પણ જો અંદરમાં ન રહી શકે તો ધર્મી.. જ્ઞાનીને પણ ચોથે ગુણસ્થાને, પાંચમે, છઠે વિકલ્પ ઊઠે છે. ચોથે ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવમાં ઉપયોગ અંદરમાં વધારે ન રહી શકે; કેમકે અંતર્મુખ તો અલ્પકાળ રહે છે. વધારે ન રહે તો એને રાગ આવે ખરો. અહીં કહે છે – ઉપયોગમાં રાગ ભલે આવ્યો પણ જ્ઞાનીને અંદર જે દૃષ્ટિ પ્રગટ થઈ છે, એ કાયમ રહે છે. તેને અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. ધારાવાહિકના બે પ્રકાર કહ્યાં હતાં નેઃ (૧) ઉપયોગરૂપ (૨) પરિણતિરૂપ લબ્ધરૂપ. મુનિને પણ બે પ્રકાર છે. સાચા સંત છે, છઠે –સાતમે ગુણસ્થાને ઝૂલે છે... જેની દશા પરમેશ્વર પદમાં ભળી ગઈ છે. “મો નો સવ્ય ત્રિકાળવર્તી સાહૂળમ્” એમાં ભળી ગયા હોય તેવા મુનિ પણ, સપ્તમ્ ગુણસ્થાનની દશાનો ઉપયોગ પોણી સેકન્ડથી અડધો રહે છે. સમજાણું? શું કહ્યું? ચોથા ગુણસ્થાનવાળાનો તો ઉપયોગ અંદર બહુ થોડો કાળ હોય. પછી વિકલ્પમાં આવે તો શુભના (વિકલ્પ) પણ આવે અને અશુભના પણ આવે. પાંચમા ગુણસ્થાનવાળાને પણ બે કષાયનો અભાવ છે, એટલી શાંતિ પ્રગટી છે. ચોથા ગુણસ્થાન કરતાં વિશેષ, છતાં એને વિકલ્પ આવે. છઠ્ઠી ગુણસ્થાને જે પંચમહાવ્રત આદિના વિકલ્પ છે તે રાગ છે. એને છોડીને સ્વરૂપના ધ્યાનમાં આવી જાય સાતમે... હવે એ ઉપયોગમાંથી ખસે નહીં. અને ધારાવાહી રહે તો અલ્પકાળમાં કેવળજ્ઞાન થાય છે. પણ જો તે ઉપયોગ સાતમે ઘણો કાળ ન રહે તો એકદમ વિકલ્પ આવે અને છઠ્ઠામાં, હેઠે પડી જાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૨૯ ૧૯૭ મુનિને એક દિવસમાં હજારોવાર છઠ્ઠા - સાતમાની ભૂમિકા આવે છે. સપ્તમ દશામાં એ ઉપયોગ જામી જાય ત્યારે એ પોણી સેકન્ડનો અર્ધો ભાગ ( નિર્વિકલ્પ) રહે. છઠે આવે ત્યારે પોણી સેકન્ડ, લગભગ એનાથી ડબલ ભાગ રહે ત્યારે તેને વિકલ્પ આવે એ પ્રમાદ છે. એટલો પ્રમાદ છે ને ! ભલે.... પંચમહાવ્રતનો વિકલ્પ.. પણ એટલો પ્રમાદ છે, દુઃખ છે, આકુળતા છે. તેનાથી છૂટી અને ઉપયોગમાં જામી જાય અને ત્યાંથી ન ખસે તેને પણ અખંડ ધારાપ્રવાહ કહે છે. એમાંથી ખસી ગયો અને વિકલ્પમાં આવ્યો તો પણ) અંદર જે (નિર્મળતાનો) વિકાસ થયો છે; સમ્યગ્દર્શનશાન – ચારિત્રની જે નિર્મળ પ્રાપ્તિ થઈ છે એ ધારાવાહી કાયમ રહે છે. ભલે તેને વિકલ્પ આવ્યો, તેને પણ અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. ભાઈ ! આ તો સંવર અધિકાર છે ને! અખંડિત ધારાપ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે.” એ સંવર, એ ધર્મ અને એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે રાગ આવે, હોય પણ એ દુઃખરૂપ છે.. , આસ્રવ છે, એ ઉપાધિ છે, એ મેલ છે, આહાહા ! એ ઝેર છે. શુભ ઉપયોગ આવે તે ઝેર છે. ભારે વાત ભાઈ ! કેમ કે પ્રભુ આત્મા તો અમૃતનો સાગર, શાંતિનો સાગર છે અને રાગ તો અશાંતિ છે. છતાં પણ કહે છે કે- એ રાગ – અશાંતિનો ભાવ આવે, પણ... જેટલા અંશે સમ્યગ્દર્શન, જ્ઞાન ને શાંતિ પ્રગટી છે તે એમ ને એમ કાયમ રહે છે. તેને પણ અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે. શાથી? વિત્ત શુદ્ધાત્મતત્ત્વસ્ય ઉપગ્માત ષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે” નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી,” શુદ્ધાત્મ તત્વ છે ને ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એ શુદ્ધ દ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિ થવાથી. એ શુભ-અશુભ રાગથી ભિન્ન પડી અને શુદ્ધ સ્વરૂપ ભગવાન જે શક્તિરૂપે છે, સામર્થ્યરૂપે છે, સ્વભાવરૂપે છે. તેની પર્યાયમાં પ્રાપ્તિ થવાથી. એ શું કહ્યું? અનાદિથી પર્યાયમાં જે રાગ-દ્વેષ અને પુણ્ય –પાપ છે એ તો એકલું મલિન અને દુઃખ છે. એ આસ્રવથી ભિન્ન પડી અને સ્વભાવની શક્તિને, પર્યાયમાં વ્યક્ત – પ્રગટ કરી છે. સમ્યગ્દર્શનમાં જ્ઞાન શાંતિની જેટલી સંપદા પ્રગટી તેટલો શુદ્ધ સ્વરૂપને પામે છે. એ શુદ્ધ સ્વરૂપને પામે છે તેટલો સંવર અને ધર્મ છે. વિન શુદ્ધાત્મતત્ત્વસ્થ ઉપનગ્માત Pષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે” નિશ્ચયથી જીવના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થવાથી નૂતન કર્મના આગમનરૂપ આસવના નિરોધ લક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે;” અંદરના પૂર્ણ સંવરની વાત છે ને! અંદરમાં પૂર્ણ સંવર થઈ ગયો એટલે આસવનો નિરોધ થયો. હવે પુણ્ય - પાપનો ભાવ રહ્યો નહીં. નિરોધ લક્ષણ સંવર છે. (સંવર: સાક્ષાત સમ્પલે) સર્વથા પ્રકારે થાય છે” સાક્ષાનો અર્થ સર્વથા કર્યો. અંદરમાં આત્માના આનંદ સ્વરૂપમાં તહ્ન લીન થતાં અબુદ્ધિપૂર્વકના રાગનો વિકલ્પમાત્ર રહે છે. અંદરમાં ઠરી જાય તેને સાક્ષાત્ સંવર થાય છે. તેને સર્વથા સંવર નામ ધર્મ થાય છે. આ ઉપર ઉપર (ચઢવાની) વાતો છે. આ તો સાતમાના ઉપરની વાતો છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ કલશામૃત ભાગ-૪ શ્રોતા- તેને અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ છે? ઉત્તર:- આત્મામાં અંદર (ઠરી જાય) તેને સંવર જ કહેવામાં આવે છે. શ્રોતા:- સર્વથા, ઉત્તર- અપેક્ષાથી સર્વથા કહેવાય, સર્વથા સંવર બારમા ગુણસ્થાને થાય. અંદર અબુદ્ધિ પૂવકનો થોડોક રાગ છે તેને રાગ ગૌણ કરીને.., અહીંયા સાક્ષાત્ સંવર થયો તેમ કહેવામાં આવે છે. પરંતુ સાક્ષાત્ પૂર્ણ સંવર તો બારમે ગુણસ્થાને વીતરાગ થાય ત્યારે થાય, ત્યાં ક્ષણમોહમાં સાક્ષાત્ થાય છે. અહીંયા અપેક્ષાએ સાક્ષાત્ કહેવામાં આવે છે. અહીં અલ્પ રાગને ગણ્યો નથી. શ્રોતા:- (એક) અપેક્ષાએ ચોથે (સંવર કહેવાય ને !) ઉત્તર:- નહીં ચોથે પૂર્ણ નથી. શ્રોતા- અપેક્ષાએ – ઉત્તર- પૂર્ણ ચોથે તો છે જ નહીં. પાંચમે છે નહીં, છઠે છે નહીં. શ્રોતા- અપેક્ષા લઈને? ઉત્તર- ના, અહીં અપેક્ષા નથી, ચોથે મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો સંવર છે. એટલો છે. બીજા આસવને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે સમ્યગ્દષ્ટિને આસ્રવ નથી. શ્રોતાઃ- કહેવામાં આવે એટલે? ઉત્તર- એ કહેવામાં આવે... વાસ્તવિક વસ્તુમાં નથી. શ્રોતા- દૃષ્ટિ અપેક્ષાએ! ઉત્તર- દષ્ટિ અપેક્ષાએ એટલો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ટળ્યો. એને જ્યારે મુખ્ય આસ્રવ કહીએ ત્યારે તેને આસ્રવ નથી તેમ કહેવામાં આવ્યું. પણ હજુ તેને પુણ્ય – પાપના ભાવ છે એ આસવ છે... તેને ગૌણ કરીને કહ્યું. એ વાત તો કરેલી! સમયસારની અગિયારમી ગાથામાં કહ્યું કે – “વવોરાહમૂલ્યો” પરમાત્મા એમ કહે છે કે – પર્યાયમાત્ર જૂઠી છે... અસત્ય છે. કેવળજ્ઞાનની પર્યાય પણ અસત્ય છે. સંવર, નિર્જરાની પર્યાય પણ અસત્ય છે. મોક્ષમાર્ગની પર્યાય પણ અસત્ય છે. આમ કહ્યું ! પણ કઈ અપેક્ષાએ કહ્યું? પર્યાયને ગૌણ કરીને અસત્ય કહ્યું છે, અભાવ કરીને અસત્ય કહ્યું હોય તો મહા – મોટો અનર્થ થઈ જાય, સમજાય છે કાંઈ? અગિયાર ગાથાના ભાવાર્થમાં જે જયચંદ પંડિતે લખ્યું છે એ બહુ સરસ લખ્યું છે. ચોથે સમ્યગ્દર્શનમાં એમ કહેવામાં આવ્યું કે પર્યાયમાત્ર નથી.. અને દ્રવ્ય જ સત્ય છે. ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ સત્યાર્થ ( હોવાથી) ભૂતાર્થ આશ્રિત (સમ્યકદર્શન) સમકિત થયું. એ ભૂતાર્થ એક સમયમાં પૂર્ણ અને સત્ય વસ્તુ છે. “પર્યાયમાત્ર', જે પર્યાયમાં સમ્યગ્દર્શન થયું એ પર્યાય માત્ર પણ અસત્ય છે. એ તો પર્યાયને ગૌણ કરીને કહ્યું, પર્યાયનું લક્ષ છોડાવવા કહ્યું. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કલશ-૧૨૯ પર્યાય ન હોય તો... પછી કાર્ય તો પર્યાયમાં થાય છે. સમ્યગ્દર્શન પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય છે, સિદ્ધ પોતે પર્યાય છે, મોક્ષ એ પર્યાય છે. શું એકલા દ્રવ્ય ને ગુણ છે ? છતાં ત્યાં એમ કહ્યું કે – પર્યાયમાત્ર જૂઠ્ઠી છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. એ પર્યાયને ગૌણ કરીને અને ત્રિકાળીને મુખ્ય કરીને, નિશ્ચય કરીને કહ્યું છે. નિશ્ચયને મુખ્ય કરીને એમ નહીં. ત્રિકાળી સત્યાર્થ વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કરીને સત્ય કહ્યું છે. પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને સત્યાર્થ કહ્યું છે. આમાં કંઈ ફેર કરે તો મોટો ગોટો ઊઠે. અગિયાર ગાથામાં ચોખ્ખું કહ્યું છે. તેથી નાથુરામ પ્રેમીએ મુંબઈમાં કહ્યું કે – કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. એ આ ગાથાને સમયસાર ને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. એ આ ગાથાને લઈને કહેતા. તેમની વાત બિલકુલ ખોટી છે. કારણકે – પર્યાય નથી એમ કહ્યું ને !! પર્યાયને જૂકી છે તેમ કહ્યું તો એકલું દ્રવ્ય રહ્યું તો વેદાંતની પેઠે છે. આ કથન ઉ૫૨થી તેમણે કહ્યું કે સમયસા૨ને કુંદકુંદાચાર્યે વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. તરત જ બીજી ગાથામાં કહ્યું કે - “નીવો પરિતવંસળાવિવો તં દ્ઘિ સસમયનાળ” વેદાંતમાં આ વાત ક્યાં છે? બીજી ગાથામાં કહ્યું કે “જીવ ચારિત્ર દર્શન જ્ઞાન સ્થિત” (વિદ્દો) ભગવાન, શાન દર્શન ચારિત્ર આત્મા સ્થિત થયો એમ ન લેતાં... આત્મા આમ અર્થાત્ (નિર્મળ પર્યાયમાં ) ઠર્યો... એમ લીધું છે. આત્મા જે પર્યાયમાં એટલે કે રાગ અને પુણ્ય – પાપમાં હતો તે અનાત્મા હતો. ભગવાન પૂર્ણાનંદનો નાથ ! તે પુણ્ય ને પાપના ભાવમાં તો, રાગ પર્યાયમાં તો ત્યારે તેને અનાત્મા કહેવામાં આવ્યો. એ ભગવાન ચિદાનંદ પ્રભુ પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં અર્થાત્ નિર્મળ પર્યાયમાં સ્થિત છે. તેને આત્મા કહેવામાં આવે છે. આહા ! આવા (વિધવિધ ) પ્રકાર છે. અહીંયા કહે છે – “સાક્ષાત્ સમ્પદ્યતે” તેમાં આમ લેવું. ત્યાં સર્વથા પૂર્ણ થાય એને લેવું. “સ: મેવવિજ્ઞાનત: વ" શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું” જુઓ ! પછી કહેશે કે – ભેદવિજ્ઞાન નાશવાન છે. કારણકે – હજુ તો અધૂરી દશા છે ને નાશવાન. પૂર્ણ કેવળજ્ઞાન થાય ત્યારે તેનો નાશ થઈ જાય. ' “શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું (મેવવિજ્ઞાનત:) શુદ્ધસ્વરૂપના અનુભવથી [ વ ) નિશ્ચયથી થાય છે;” “તસ્માત્ તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે, તથાપિ ઉપાદેય છે.” જુઓ! તે હજુ અધુરી પર્યાય છે ને! તે નાશ થઈ જાય ત્યારે પૂર્ણ કેવળજ્ઞાન થાય. (ભેદવિજ્ઞાનને ) પણ એક વિકલ્પ કહ્યો છે, વિનાશિક – નાશવાન કહ્યો ! ‘તથાપિ ઉપાદેય છે’ એમ કહ્યું છે. શ્લોક ૧૩૦ માં આવશે. હમણાં (ટીકાકાર ) પોતે કહેશે કે – ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે. (૧૩૦ શ્લોક ) “ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે.” ભેદજ્ઞાન છે તે વિકલ્પ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કલશામૃત ભાગ-૪ પર્યાય છે ને એટલે એ અપેક્ષાએ ભેદજ્ઞાન છે તે વિકલ્પ છે. એટલે એ અપેક્ષાએ વિકલ્પ કહ્યો કે – તે નાશવાન છે, કેવળજ્ઞાનની પેઠે પૂર્ણ સ્વરૂપ નથી. આહાહા ! આવું છે! નિશ્ચયથી ભેદવિજ્ઞાન વિનાશીક છે તથાપિ ઉપાદેય છે.” અહીં રાગથી ભિન્ન પાડવું છે ને ! ભેદવિજ્ઞાનથી સંવર છે એ અપેક્ષાએ તેને આદરવા લાયક કહ્યો. (બાકી તો) મૂળ તો એકલા અખંડાનંદ ઉપર દૃષ્ટિ કરવાની છે. આમ ભેદ પાડવો એ પણ તેને નહીં. રાગથી આત્માને, ભિન્ન પાડવા માટે હજુ ત્યાં વિકલ્પ (અર્થાત્ ) ભેદ રહી ગયો. પણ ભેદ જ પાડતો નથી, (કેમકે) પછી તો અખંડાનંદમાં ઠરી જવું તેનું નામ કેવળજ્ઞાન છે. આવો માર્ગ અને આવી વાત છે. (અનુષ્ટ્રપ) भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।६-१३०।। ખંડાન્વય સહિત અર્થ- “ફુવન મેવવિજ્ઞાનનું તાવત છિન્નધારયા માવત” (રૂમ મેવવિજ્ઞાનમ) પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (તાવ) તેટલા કાળ સુધી (ચ્છિન્નધારયા) અખંડિતધારાપ્રવાહરૂપે (ભાવ) આસ્વાદ કરવો “યાવત્ પરત વ્યુત્વા જ્ઞાનં જ્ઞાને પ્રતિકતે”(વાવ) કે જેટલા કાળમાં (પરંતુ ભુવા) પરથી છૂટીને (જ્ઞાન) આત્મા ( જ્ઞાને) શુદ્ધસ્વરૂપમાં (પ્રતિકતે) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે-નિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬-૧૩૦. કળશ નં.-૧૩૦ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૯-૧૩) તા. ૨૩-૨૪/૧૦/'૭૭ જુઓ! હવે આમાં એ આવશે. “રૂમ મેવવિજ્ઞાનમ તાવત છિન્નધારા માવત” પૂર્વોકતલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ” રાગ છે, એ રાગથી ભિન્ન શુદ્ધ સ્વરૂપનો અનુભવ. વળી કોઈ એમ કહે કે - સમકિતીને રાગ છે, એનો તો નાશ થતો જાય છે; નાશ તો એ એક સમયની પર્યાય જેટલો (અનંતાનુબંધી મિથ્યાત્વનો રાગ) નાશ થાય છે, બાકી આખો રાગ તો દશમાં ગુણસ્થાન સુધી રહે છે. ચોથા ગુણસ્થાને સમકિતીને રાગ આવે એ નાશ થતો આવે. માટે તેને રાગ નથી એ બિલકુલ જૂઠી દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? એ જ વાત અહીંયા કહે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ કલશ-૧૩૦ “પૂવોકત લક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો તેટલા કાળ સુધી”, જોયું? તેટલા કાળ સુધી” સમ્યગ્દર્શન થયું, જ્ઞાની થયો માટે તે આસ્રવ રહિત થયો એમ નથી. સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું અને અનુભવનો સ્વાદ આવ્યો, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો આસ્રવ રોકાય ગયો તેથી એ હવે પૂર્ણ આસ્રવ રહિત થઈ ગયો... હવે તેને આસ્રવ નથી – એમ નથી. શું કહ્યું? “(તાવ) તેટલા કાળ સુધી અખંડિત ધારા પ્રવાહરૂપે આસ્વાદ કરવો.” નિયમસાર ૮૨ ગાથામાં છે કે – સમ્યગ્દર્શન થયું, અનુભવ થયો, જ્ઞાન થયું છતાં હવે ચારિત્રને માટે ભેદ અભ્યાસ (કરે છે ) ગઈકાલે કહ્યું હતું ને... વારંવાર ભેદાભ્યાસ કરે છે. “રિમેમા મલ્યો દોહિતે વારિત” સમ્યગ્દર્શન છે, અનુભવ છે કેમકે સમ્યજ્ઞાની છે. પરંતુ હજુ તેને રાગભાવ બાકી છે તે આસ્રવ છે. ચોથે ગુણસ્થાને ત્રણ કષાયનો રાગ બાકી છે. એટલો આસ્રવ છે. પાંચમે પણ બે કષાયનો આસ્રવ છે. મુનિને પણ હજુ એક કષાયનો આસ્રવ છે. તો કહે છે કે – “આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે.” (નિયમસાર ૮૨ નો ગાથાર્થ). સમ્યગ્દષ્ટિને પણ... સમ્યજ્ઞાનનો અનુભવ હોવા છતાં તેને હજુ મધ્યસ્થ દશા, વીતરાગ દશા થઈ નથી. તેણે રાગને ભિન્ન પાડી.. ભિન્ન ત્યાં સુધી પાડવો કે – જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી. પાઠમાં પણ (તાવત) શબ્દ પડ્યો છે. (તાવ) એટલે “તેટલા કાળ સુધી” (નિયમસાર ૮૨ ગાથા) “મધ્યસ્થ: - તેન વારિત્રમ મવતિ આવો ભેદ અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે.” ઘણો ગૂઢ અર્થ છે. એ ટીકા તો બહુ સરસ છે. “તેને દેઢ કરવા નિમિત્તે હું પ્રતિક્રમણાદિ કહીશ.” આહાહા! આ વાત કુંદકુંદાચાર્ય કહે છે. આહાહા! સમકિતી જીવને પણ, આત્મજ્ઞાની થયા તેને પણ હજુ પુણ્ય – પાપના ભાવનો આસ્રવ છે, દુઃખ છે. તેને જુદું પાડીને; સ્થિર થવા માટે હું ચારિત્રનો અધિકાર કહીશ. જ્યાં ચારિત્ર નથી ત્યાં અવિરતપણે ચોથે ગુણસ્થાને ભલે ક્ષાયિક સમકિતી હો! શ્રેણિક રાજાને પણ હજુ ત્રણ કષાયનો ભાવ છે એ અવતનો ભાવ છે. તે હજુ અવતિ છે. અવિરત સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને ભાઈ ! પાંચમે દેશ વિરતિ પંચમ ગુણસ્થાન હોય, છઠે સર્વવિરતી... છદ્દે ગુણસ્થાને મુનિ હોય, હવે કોઈ એમ જ માની ત્યે કે – ચોથું ગુણસ્થાન થયું એટલે હવે આસ્રવને દુઃખ છે જ નહીં. તે એકાન્ત મિથ્યાદૃષ્ટિનું પોષણ છે. એ બીજી નયને ભૂલી જાય છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે. અહીંયા (કળશમાં) (તાવત) કહ્યું ને? ત્યાં (૮૨ ગાથા) એથી ચારિત્ર થાય છે તેમ કહ્યું. અહીંયા કહે છે – “તેટલા કાળ સુધી” (ઝિન્નધારા) અખંડિત ધારાપ્રવાહરૂપે આસ્વાદ કરવો.” આનંદનો અનુભવ કરવો અને આનંદની ધારામાં રહેવું. જ્યાં સુધી તેને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કલશામૃત ભાગ-૪ દશા પૂર્ણ આસ્રવ રહિત થાય ત્યાં સુધી તેને અખંડિતધારામાં રહેવું. સમજાણું કાંઈ? મુનિને સાતમું ગુણસ્થાન અપ્રમત્તદશા થાય તો પણ અબુદ્ધિપૂર્વક આસ્રવ રાગ છે, અને રાગ છે તેટલો (પ્રમાદ છે ) અપ્રમત્ત દશામાં ઉપયોગ ધ્યાનમાં છે ત્યારે પણ અંદર રાગ છે. અને અંદર રાગનું વેદન પણ છે. એનો ઉપયોગ રાગ બાજુ નથી. આહાહા! ઉપયોગ જો રાગના વેદનમાં ન હોય તો તેને પૂર્ણ આનંદનું વેદન જોઈએ. આહાહા ! જ્યાં પૂર્ણ આનંદનું વેદન છે ત્યાં તો આસવની ગંધ નથી. પરંતુ જ્યાં આગળ પૂર્ણ આનંદનું વેદન નથી, ચોથે તો સમકિતીને અલ્પ આનંદનું વેદન છે. ત્રણ કષાયનો આસ્રવ છે. અને તેટલું દુઃખ છે. અને એટલું તેને બંધન છે. શ્રોતા:- ભક્તિ આદિમાં શાંતિ દેખાય છે ને! ઉત્તર- કાંઈ શાંતિ નથી, ધૂળેય શાંતિ નથી. એ તો જાણવા માટે પ્રશ્ન કરે છે. ભક્તિમાં શુભભાવ છે ત્યાં શાંતિ કેવી? એ તો પર તરફનું લક્ષ છે. એવો ભાવ આવે ખરો પણ છે. અશાંતિ અને આકુળતા. શ્રોતા- ભક્તિના ભાવમાં અમે ભૂલી જઈએ છીએ કે તે પર છે. ઉત્તર- એ તમારા બીડી, તમાકું ભૂલી જવાય છે ને! પણ અંદર રાગ નથી ભૂલી જવાતો. શેઠ, – બીડી ભૂલી જાય છે? જ્ઞાનીને રાગ થાય છે તેટલો આસ્રવ છે. ત્રિલોકીનાથ ભગવાન તો એમ કહે છે કે – પ્રભુ! તું મારી સામે જોઈશ તો તને રાગનો આસ્રવ થશે. આ વાણી વીતરાગની છે. તું તારી સામું જોઈને ઠરી જા તો તને વીતરાગતા થશે. કારણે કે – અમે તો તારા માટે પરદ્રવ્ય છીએ. અષ્ટપાહુડના મોક્ષ અધિકારની ૧૬ મી ગાથામાં પ્રભુ એમ કહે છે કે “પર દબ્રાવો સુપા” અમારા ઉપર તારું લક્ષ જશે તો તારી ચૈતન્યની ગતિ નહીં થાય, તારી દુર્ગતિ થશે. આ રાગ છે તે દુર્ગતિ છે. એ તો વીતરાગ કહે બાપુ! મોઢામાં કોળિયો કોને ખરાબ લાગે? મારી સામું જોઈશ તો તને રાગ થશે. અરે! પુણ્યનો રાગ પણ છે રાગ, તેથી પર દબ્બાઓ દુગ્ગઈ.” પ્રભુ! એકવાર સાંભળ કે – અમારી સામું જોતાં પણ તને રાગની ગતિ થશે; એ ચૈતન્યની ગતિ નહીં. તે જ દુર્ગતિ છે. અષ્ટપાહુડમાં મોક્ષ પાહૂડ તેની ૧૬ મી ગાથા. “પર વાતો કુમારું સવાલો દુ સુપાર્ફ દો! इय जउण सदव्वे कुळई हूई विरह इयरम्मि”। ભગવાન એવા પરદ્રવ્ય ઉપર જો તારું લક્ષ જશે તો તને રાગ થશે. તીર્થકર, સંત દિગમ્બર મુનિ હોય અને તેના ઉપર લક્ષ જશે તો તને રાગ થશે. ચૈતન્યની ગતિ નહીં થાય, એ તો દુર્ગતિ છે. “પર વ્યાવો સદ્ગાવો દુ સુના” ભગવાન ચૈતન્યની અંદર જતાં જે એકાગ્ર થાય તેને સુગતિ કહીએ આકરી વાતો બાપુ! આ તો વીતરાગનો માર્ગ છે. આ કાંઈ હળદરના ગાંઠીએ ગાંધી થઈ જવાય એવું નથી. તેને ચારેકોરના પડખાં જોવાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કલશ-૧૩) જોઈએ. આહાહા ! જોયું? “પદ્રવ્યના લક્ષથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્યથી સુગતિ થાય છે.” આ સ્પષ્ટ જાણીને હે ભવ્ય જીવો! “ઈસ પ્રકાર જાનકર સ્વદ્રવ્યમેં રતિ કરો.” ભગવાન આનંદના નાથમાં લીન થાવ. પરદ્રવ્યની લીનતા છોડી દે! અહીંયા તો બીજું ઘણું કહેવું હતું. મોક્ષપાહુડની ૧૩ ગાથામાં છે. “પરદૂબરો વફ્યુરિ बिरओ मुच्चेर विविहकम्मेहिं एसो जिळउपदेशो समासदो बंध मुक्रवस्स।" તારા દ્રવ્ય સ્વભાવથી જેટલો બહાર જા, ત્યાં સુધી તને કર્મ બંધન છે. પછી તે દેવ, ગુરુ ને શાસ્ત્ર હો કે ત્રણલોકના નાથ તિર્થંકર હો! સમવસરણમાં અનંતવાર પ્રભુની આરતી ઉતારી છે. મહાવિદેહમાં અનંતવાર જનમ્યો છે. તીર્થકર ભગવાન તો ત્યાં ત્રણેય કાળે હોય છે. દરેક ક્ષેત્રમાં જનમ્યો છે. ભગવાનના સમવસરણમાં ગયો હતો. અને વાણી સાંભળી હતી. હીરાના થાળથી, મણિરતનના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી જય નારાયણ કરી પણ એ બધો શુભભાવ હતો. આચાર્ય કહે છે કે સમાજ સમતૂલ રહેશે કે નહીં? તેની અમને દરકાર નથી. અમે તો કહીએ છીએ કે તારું લક્ષ તેની અમને દરકાર નથી. અમે તો કહીએ છીએ કે – તારું લક્ષ (પર) ભગવાન તરફ જાય તો તારી પર્યાયમાં દુર્ગતિ છે, એ ચૈતન્યની ગતિ જ નથી. કુંદકુંદાચાર્ય ખુલ્લુ મુકે છે કે – એમને સમાજની દરકાર નથી. નાગા બાદશાહથી આઘા. “परद्रव्वरओ बज्झदि बिरओ मुच्चेई विविहकम्में हिं। एसो जिळउपदेशो समासदो बंध मुक्खस्स।।" ભગવાનનો ટૂંકામાં આ ઉપદેશ છે... એમ કહે છે કે – “એસો જિનઉપદેશો”. તારું લક્ષ જેટલું પારદ્રવ્ય ઉપર જશે તેટલું તને બંધન છે. સ્વદ્રવ્યમાં અંતર લક્ષ જશે એટલો અંબધ છે. શેઠ! એ પુસ્તકના પાનાથી ચૈત્યાલય ભર્યા છે ને ! શુભભાવથી દુર્ગતિ થશે દુર્ગતિ એટલે નરક ગતિ એમ નહીં. જે ચૈતન્યની ગતિ છે, જ્ઞાન આનંદની દશા છે એનું ફળ નરક કે નિગોદ છે એમ નહીં. શ્રોતા-મંદિરના બંધનમાં બંધાયો..! ઉત્તર- એમાં બંધાય તે શુભભાવ આસ્રવ છે. આ છવ્વીસ લાખનું મકાન (પરમાગમ) બનાવ્યું. તેના ઉદ્ઘાટનમાં છવ્વીસ હજાર લોકો આવ્યા હતા. માણસ પાંડાલમાં સમાય નહીં. અગિયાર લાખનો ખર્ચ અને છવ્વીસ લાખ પરમાગમના થઈને સાડત્રીસ લાખનો ખર્ચ થયો. એમાં શું હતું? તેથી કાંઈ ધર્મ છે ? બહારમાં જેટલું લક્ષ ગયું એટલો શુભભાવ આવે.. એ આસ્રવ છે. આહાહા ! એ હોય છે, જ્યાં અપૂર્ણ દશા હોય ત્યાં એવો પુણ્યભાવ આવે... પણ એ ભાવ છે બંધનું કારણ. શ્રોતા:- તમોને સ્વપ્ન આવેલું તે સાકાર થયું. ઉત્તર- એ સ્વપ્ન સાકાર થયું... પણ છે તે શુભભાવ. એ શુભભાવ છે ને! એમાં ક્યાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કલશામૃત ભાગ-૪ નિર્જરા છે? શુભભાવથી શું થયું? એકોત્તરની સાલમાં સ્વપ્ન આવ્યું હતું કે - આખા આકાશમાં શાસ્ત્રો (લખેલાં) પાટિયા – પાટિયા – આવડા મોટા લાંબા પહોળા.. શાસ્ત્રો લખેલાં પાટિયાં આખા આકાશમાં આમથી જુઓ તો આમ સુધી અને આમથી જુઓ તો આમ સુધી એવું સ્વપ્ન આવ્યું હતું કે આખા આકાશમાં શાસ્ત્રો શાસ્ત્રો છૂટા... છૂટા છે આખું પહોળું અને આટલું ઊંચું એવા એવા પાટિયા આખા આકાશમાં અને કુદરતી બન્યું એવું. એક વખત આખા આકાશમાં ચંદ્ર જોયેલો. છઠ્ઠનો ચંદ્ર હોય ને! જેમ બીજનો હોય તેમ આ છઠ્ઠનો ચંદ્ર હોય એવા લાખો કરોડો ઠેઠ અહીંથી આમ અને અહીંથી આમ. હું બહાર ઊભો હતો ખુલ્લો અને આખા આકાશમાં ચંદ્ર ચંદ્ર, લાખો.. કરોડો ચંદ્ર. છઠ્ઠના જેવા ચંદ્ર આખા આકાશમાં. આહાહા! આ વાણી વીતરાગની મુનિની છે. છઠે ગુણસ્થાને ત્રણ કષાયનો અભાવ છે. વીતરાગ – વીતરાગ વીતરાગ દશા પ્રગટ થઈ છે. ત્યાં ચોથું, પાંચમું, છઠું છે ત્યારે જેટલો પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે એટલો આસ્રવ ને દુઃખ છે, એટલું બંધન છે. સમયસાર નાટકમાં મોક્ષદ્વારમાં ૪૦ માં પધમાં આવ્યું હતું ને કે – તા વાર નાપંથ ફત, ઉત સિવ મારા નોરા परमादी जगकौं धुकै, अपरमादि सिव ओर" ।। મુનિને જેટલો વિકલ્પ ઊઠયો... પંચ મહાવ્રત ભક્તિનો એ જગપંથ છે. બનારસીદાસ મોક્ષ અધિકારના ૪૦ માં બોલમાં કહે છે. રાગ તે જગપંથ નામ સંસારપંથ છે. “લત સિવ મારા નોર” અંદર જેટલો ભગવાન આનંદના નાથમાં લીન થયો છે એ શિવમાર્ગ છે. “પરમાવી ન " મુનિ જે સાચા સંત છે તેને પંચમહાવ્રતના પરિણામ આવે એ પ્રમાદી છે. એ “પરમાદી જગક ધુકૈ” એતો જડ ભાવમાં. જગ માર્ગમાં ઝૂકી ગયા છે. એમ કહે છે. જગમાં એટલે સંસારમાં (સાધકને) રાગ છે એટલો સંસાર છે. આવી વાતો છે બાપુ ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞ જિનેન્દ્રની વાત છે. અનંત તીર્થંકરો થયા, મહાવિદેહમાં લાખો કેવળીઓ વિચરે છે, અત્યારે તીર્થકરો વીસ વિચરે છે, હવે પછી અનંત તીર્થંકરો થશે એ બધાનો એક અવાજ છે. શું કહ્યું જુઓ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ કેટલા કાળ સુધી કરવા જેવો છે? અખંડિત ધારાપ્રવાહ આસ્વાદ કરવા જેવો છે. સમ્યગ્દર્શન થઈ ગયું માટે બધું ચારિત્ર) થઈ ગયું એમ નથી બાપુ! તેટલા કાળ સુધી અખંડિત ધારાપ્રવાહરૂપ કરવા યોગ્ય છે.” કેટલો કાળ? “યાવત TRIત વ્યુત્વા જ્ઞાનં જ્ઞાને પ્રતિકતે” કે જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા (જ્ઞાન) શુદ્ધસ્વરૂપમાં એકરૂપ પરિણમે” ત્યાં સુધી અંદરમાં રહેવા જેવું છે, બહારમાં નીકળવા જેવું નથી. (યાવ) “જેટલા કાળ સુધી” જ્યારે પૂર્ણપણે રાગથી રહિત થઈને સ્વરૂપમાં કરી Page #221 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૦ જાય ત્યાં સુધી તેને રાગથી ભિન્ન પાડીને આ અભ્યાસ કરવો. આહાહા! સમકિત થયું અને સમ્યાન થયું એટલે બસ થયું? બાપુ! હજુ તો અનંતગુણની દશા બાકી છે. હજુ એને ચારિત્ર થવાનું અને પછી શુક્લધ્યાન પછી કેવળજ્ઞાન થવાનું હજુ તો ઘણું બાકી છે બાપુ ! “જેટલો કાળ ૫૨થી છૂટી” ૫૨થી એટલે આસ્રવથી, રાગથી છૂટીને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ધારાવાહી અનુભવ કરવો. “તાવત્-યાવત્” ક્યાં સુધી ? જ્યાં સુધી આત્મા... બિલકુલ ( તદ્ન ) રાગથી અને રાગના અંશથી ખસીને પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે આત્માનું ધ્યાન કરવું. આવો માર્ગ છે ભાઈ ! “ ૫૨થી છૂટીને ” એમ પાઠમાં કહ્યું ને ! ૫૨ એટલે આસ્રવથી છૂટીને આ સંવર અધિકાર છે ને ! મુનિને દયા-દાન વ્રત – ભક્તિનો વિકલ્પ ઊઠે એ આસ્રવ છે. પાંચમે ગુણસ્થાને આસ્રવ છે, ચોથે ગુણસ્થાને આસ્રવ છે. ચોથે દુઃખ, પાંચમે દુઃખ છે, છઠ્ઠ દુઃખ છે. એ દુઃખથી એટલે ૫૨થી છૂટીને આત્મા શુદ્ધ સ્વરૂપે – એકરૂપે પરિણમે, એકરૂપે પરિણમે પછી જરા પણ આસ્રવ રહે નહીં. અંદ૨માં એકાકા૨ થઈ જાય અને આસ્રવ ન રહે ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવવું. પાઠમાં છે ને “ભાવયેત મેદ્રવિજ્ઞાનં વન્ અન્નિધારા” ક્યાં સુધી ભેદ પાડીને ભેદવિજ્ઞાન કરવું ? જ્યાં સુધી પૂર્ણ ઠરી જાય અને રાગનો એક અંશ ન રહે ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું. અર્થ સમજાય છે? ભાષા સમજાય એવી છે. આહાહા ! ત્રણ લોકના નાથ તીર્થંકર સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. આહા ! પ્રભુ તું તારા સ્વરૂપમાં જ્યાં સુધી ન ઠરે અને રાગનો એક અંશ પણ ન રહે ત્યાં સુધી ધ્યાનમાં ભેદવિજ્ઞાન કરજે. એક સમ્યગ્દર્શન થઈ ગયું પછી સંતોષાય જાય કે – બસ અમે તો ( પૂર્ણ થઈ ગયા ) ! બાપુ હજુ વાર છે. સમ્યગ્દર્શન પછી એને જ્યાં સુધી દુઃખ અને આસ્રવ છે તેને ન માને તો એ સમ્યગ્દષ્ટિ જ નથી. કેમ કે અંત૨માં આનંદનો અનુભવ આવ્યો પણ તેની સાથે હજૂ દુઃખનું વેદન તેના જ્ઞાનમાં આવે છે. અજ્ઞાનીને તો આનંદેય નથી અને કાંઈ નથી. અજ્ઞાનીને દુઃખ છે તેનીયે ખબર નથી ભાઈ ! સમજાય છે? આહાહા ! આત્મા પોતાના આનંદ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુના અનુભવમાં આવ્યો તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ અર્થાત્ સ્વરૂપાચરણ ચારિત્ર થયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ઓહોહો ! આ તો આનંદનો નાથ પૂર્ણાનંદ સ્વરૂપ છે. આનંદના નમૂનાથી જાણ્યું કે – આવું સ્વરૂપ છે. આનંદની સાથે એમ પણ જાણ્યું કે – રાગ ને દુ:ખ છે. તેણે આનંદની સાથે મેળવ્યું કે – આ તો દુઃખ છે. બે વાતની સિદ્ધિ થઈ. (૧ ) આત્માનો અનુભવ થતાં, સમ્યગ્દર્શન થતાં... આનંદનો અંશ અને સમ્યજ્ઞાનનો અંશ પ્રગટયો તો આખો આત્મા... પૂર્ણ આત્મા આનંદમય છે તેમ નમુનાથી જાણ્યું. આહાહા ! એ આનંદના નમુનાની સાથે હજુ દુઃખ વેદાય છે. એ પણ ૨૦૫ – Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કલશામૃત ભાગ-૪ સાથે જાણવામાં આવ્યું, નહીંતર અજ્ઞાનમાં તો દુઃખનું વેદન ક્યાં છે? તેને ચેતના જ ક્યાં પ્રગટી છે? પ્રવચન . ૧૩૦ તા. ૨૪/૧૦/૭૭ “રૂમ મે વિજ્ઞાનમ્ તાવત્ છન્નધારયા માવત” શું કહે છે? જેને આત્માનું કલ્યાણ કરવું હોય અને ધર્મ કરવો હોય તો “રુદ્ર' આ આત્મા શુદ્ધ ચૈતન્યધન આનંદકંદ પ્રભુ છે તેનો.. “પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ” અનુભવ કરવો. તે ધર્મ અને મોક્ષનો માર્ગ છે. આત્મા પુણ્ય-પાપના વિકારી ભાવ છે તેનાથી ભિન્ન ચીજ છે; અંદરમાં તેનો અનુભવ કરવો અને પુણ્ય-પાપથી ભિન્ન કરવું તે મોક્ષનો માર્ગ અને ધર્મ છે. શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો તેટલા કાળ સુધી” કરવો? કેટલા કાળ સુધી કરવો? આહાહા ! [ છિન્નધારયા] અખંડિત ધારાપ્રવાહરૂપે અંતર આનંદનો અનુભવ તુટ-છેદ ના પડે ત્યાં સુધી કરવો. અંતર આનંદની ધારામાં, અનુભવ કરવામાં રાગનો વિકલ્પ ન રહે.. ત્યાં સુધી. શુભરાગ રહે છે તે ન રહે ત્યાં સુધી અંદરમાં આત્માનો અનુભવ કરવો. આહાહા ! ઝીણી વાત બહુ બાપુ! વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે. “છિન્નધારિયા” અંખડિતધારાપ્રવાહરૂપે માવત્,” આ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપે છે. શરીર, વાણી, મન એ તો જડ છે... તેનાથી તો ભિન્ન છે પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો ભાવ તે આસ્રવ છે. અને ક્રોધ, માન, માયા, હિંસા, જૂઠ, ચોરી આદિ ભાવ તે પણ પાપ આસવ છે. એ બન્નેથી ભિન્ન કરીને.. પોતાના આત્માનો “આસ્વાદ કરવો” આહાહા! અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવો. શું કહ્યું? પુણ્ય ને પાપનો ભાવ જે રાગનો સ્વાદ હતો, તે વિકારનો સ્વાદ હતો, તે તો દુઃખ હતું. તેને ભિન્ન પાડીને; પોતાનો આત્મા જે આનંદ સ્વરૂપ શુદ્ધ શાયક ચૈતન્યધન છે તે તરફની સન્મુખતા કરી ને પુણ્ય-પાપના વિકલ્પથી વિમુક્ત થઈને, આત્માના અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવો તેને પરમાત્મા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. ઝીણી વાત છે ભાઈ ! આ ક્યાં સુધી કરવું? “યાવત્' શબ્દ પડયો છે ને? ત્યાં સુધી આમ કરવું. “યાવત પર ત્ યુવા જ્ઞાન જ્ઞાને પ્રતિકતે જેટલા કાળમાં પરથી છૂટીને” પહેલાં સમ્યગ્દર્શનમાં રાગથી છૂટીને, આત્માનું વેદન કરવું; છતાં ત્યાં રાગાદિ રહે છે. રાગથી ભિન્ન પડ્યો પણ હજુ રાગ બાકી રહે છે.. પછીથી રાગથી ભિન્ન થઈને.. સ્વરૂપના આનંદનો, સ્થિરતાનો સ્વાદ લેવો. આવી વાત છે હવે !! શું કહે છે જુઓ! “જેટલા કાળમાં પરથી છૂટીને” કોઈ પણ વિકલ્પ હો ! દયા-દાન-વ્રતભક્તિનો હો કે કામ-ક્રોધનો હો! તે રાગથી જ્યાં સુધી પૂર્ણપણે છૂટે નહીં ત્યાં સુધી આત્માનો Page #223 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩) ૨૦૭ અનુભવ કરવો. આવી વાત છે! સંવર અધિકાર છે ને! સંવર નામ વિકારનું ઉત્પન્ન ન થવું અને નિર્વિકારી દશાનું ઉત્પન્ન થવું તેનું નામ સંવર કહેવામાં આવે છે. પુણ્ય ને પાપના જે વિકલ્પ છે તે આસ્રવ છે, તેને ભિન્ન કરીને, ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! તેની સન્મુખ થઈને તેનો અનુભવ અર્થાત્ આનંદનો અનુભવ કરવો... તે સંવર છે- તે ધર્મ છે. રાગથી છૂટવાનો આ ઉપાય છે. ભાવ તો સૂક્ષ્મ છે. પણ ભાષા સાદી છે. “તાવે-ચાવત” એમ બે શબ્દ પડ્યા છે. આહાહા! અતીન્દ્રિય આનંદ સાગર ચૈતન્ય સ્વભાવ અને આનંદ સ્વભાવથી ભર્યો પડયો આત્મા છે. આહાહા ! શું કહે છે! પેલો શબ્દ આવે છે... છલ્લો છલ તેનું (હિન્દી) લબાલબ. જુઓ ભાઈ ! પ્રભુ! જો તું અંદર આત્મા છો ને!? તે અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદથી ભર્યો છે. તેમાં અપૂર્ણતા નથી, વિપરીતતાય નથી સૂક્ષ્મ છે... ભગવાનનો માર્ગ ભાઈ ! ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા.. ઇન્દ્રોની વચ્ચે આ વાત ફરમાવે છે. ત્યાંથી સંતો સંદેશો લાવી અને જગતને જાહેર કરે છે. સીમંધર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. તીર્થકર સર્વજ્ઞ ત્રિલોકનાથનું એક કરોડ પૂર્વનું તો આયુષ્ય છે. એક પૂર્વમાં સીત્તેર લાખ કરોડ, છપ્પન હજાર કરોડ એટલા વર્ષ એક પૂર્વમાં થાય, એવું એક પૂર્વ અને એવા એક કરોડ પૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. અત્યારે મહાવિદેહમાં ભગવાન બિરાજે છે. અહીંયા વીસમા તીર્થંકર થયા ત્યારે પ્રભુએ દીક્ષા લીધી હતી. અને પછી તરત જ કેવળજ્ઞાન પામ્યા છે. તે અબજો વર્ષથી બિરાજે છે અને હજુ પણ અબજો વર્ષ બિરાજશે. સંવત ૪૯ માં દિગમ્બર મુનિ કુંદકુંદાચાર્ય (મહાવિદેહક્ષેત્રમાં) ગયા હતા, ત્યાં આઠ દિવસ રહ્યાં હતા. ત્યાં વાણી સાંભળીને આવ્યા અને પછી આ શાસ્ત્ર બનાવ્યા. આ ભગવાનનો સંદેશ છે. તારી ચીજ અંદરમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિયજ્ઞાનથી લબાલબ ભરી છે, એ તરફનો ઝૂકાવ કર. હવે વિકારનો પુણ્ય-પાપની પરિણતિનો ઝુકાવ છોડી દે! પુણ્ય-પાપના ભાવથી વિમુખ થઈને અને પોતાના સ્વભાવની સન્મુખ થઈને, પોતાનો અનુભવ ત્યાં સુધી કરવો. જ્યાં સુધી પૂર્ણ વિકલ્પથી છૂટી ન જાય. પૂર્ણ પણે પરથી છૂટી ન જાય ત્યાં સુધી અંદરમાં ધ્યાન નામ અનુભવ કરવો. આવી વાત છે! સાધારણ માણસ આમાં શું સમજે? વ્રત કરો ને અપવાસ કરો ને જાત્રા કરો ને..! એ તો બધા વિકલ્પ-રાગ છે. અહીંયા તો સંવર અધિકાર ચાલે છે ને! કહે છે કે- “તાવત તેટલા કાળ સુધી યથાવત જેટલા કાળમાં” જ્યાં સુધી પૂર્ણ વિકલ્પથી રહિત ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. આહાહા ! પહેલાં સમ્યગ્દર્શનમાં પછી શુભાશુભ રાગ જે આસ્રવ છે... તેનાથી ભિન્ન કરીને આત્માનો અનુભવ કરવો. પહેલાં આત્માના આનંદનો થોડો સ્વાદ પણ આવ્યો, પરંતુ જ્યાં સુધી પૂર્ણ આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી રાગથી ભિન્ન કરી, અનુભવ કરવો. સમજમાં આવ્યું? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કલશામૃત ભાગ-૪ આહા ! સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થયું તો આસ્રવ છે જ નહીં તેમ નથી. આત્માનું સમ્યક ભાન થયું કે- હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા આનંદકંદ છું... તો (આનંદનો) સ્વાદ આવ્યો તો પણ તે આસવથી રહિત થયો તેમ નથી. પુષ્ય ને પાપના બન્ને આસ્રવ છે મેલ છે, વિકાર છે, દુઃખ છે. પરમાત્મા કહે છે કે જ્યાં સુધી રાગથી ભિન્ન પૂર્ણ અનુભવ ન થાય ત્યાં સુધી અનુભવમાં રહેવું. માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તેનો કહેલો પંથ માર્ગ છે. આ બે શબ્દ વાપરીને એમ કહ્યું કે ત્યાં સુધી રાગથી ભિન્ન કરીને અનુભવ કરવો, જ્યાં સુધી પૂર્ણપણે રાગથી રહિત ન થાય ત્યાં સુધી. સમજમાં આવે છે? પાઠમાં છે ને અંદર!? પહેલાં આ આવ્યું- “તાવ-વિત” જેટલો કાળ જ્યાં સુધી. પહેલાં તો સમ્યગ્દર્શનમાં ભિન્ન પછી જે પુણ્ય-પાપના વિકલ્પ જે વ્યવહાર છે તેનાથી ભિન્ન થઈને, એકત્તાબુદ્ધિ છોડીને.... અનાદિથી રાગ અને આત્માના સ્વભાવની એકતવબુદ્ધિ છે તે મિથ્યાત્વરૂપી આસ્રવ છે. તેથી ત્રિકાળી ભગવાન! સ્વભાવની અને રાગની પહેલાં એકતાબુદ્ધિ છોડીને સ્વરૂપની દૃષ્ટિ અને સ્વરૂપનો અનુભવ કરવો. પછી પણ રાગ છે તેનાથી એકતા તોડી, હજુ અસ્થિરતા છોડી નથી. સમજમાં આવ્યું? માર્ગ સૂક્ષ્મ છે આ વીતરાગ માર્ગ પ્રભુ! દિગમ્બર સિવાય બીજે ક્યાંય આ રીત ને આ પંથ છે નહીં. દિગમ્બર જૈનધર્મ તે સનાતન જૈનધર્મ છે. તેમાં આ વાત છે, બીજે ક્યાંય આ વાત છે નહીં. યાવત્ રાત યુવા” જ્યાં સુધી પૂર્ણ રાગથી વ્યુત થઈને.. સ્વરૂપમાં સ્થિત ન.. થા...... ત્યાં સુધી અનુભવ કરવો. સમ્યગ્દર્શન થયું, જ્ઞાન થયું તો હવે આસ્રવ છે જ નહીં એમ નથી. આસ્રવ કહો કે દુઃખ કહો; દુઃખ છે જ નહીં તેમ નથી. રાગ તે દુઃખ છે અને તેની સાથે આત્માના સ્વભાવની એકતા માનવી તે મિથ્યાત્વભાવ છે. કેમકે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય આનંદ છે અને રાગ દુઃખ છે. આનંદની સાથે દુઃખની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વભાવ છે. સમજમાં આવ્યું? આ રાગ અર્થાત્ દુઃખ અને ભગવાન આનંદ તેની એકતાબુદ્ધિ તોડીને.. એકલા આનંદનો સ્વાદ અંશે આવ્યો પણ, જ્યાં સુધી પૂર્ણ રાગથી ભિન્ન થઈને, પૂર્ણ દુઃખની દશાથી ભિન્ન થઈને જ્યાં સુધી પૂર્ણ આનંદની પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. રાગથી ભિન્ન પડવાનો અને સ્વભાવમાં સ્થિત થવાનો અભ્યાસ કરવો. હવે આમાં નવરાશ ક્યાં છે? બીડી-તમાકું આડે નવરાશ ક્યાં છે? આપણે તો આ મોટા શેઠિયાનો દાખલો આપીએ ને! બાકી તો બીજા બધાને-સૌને એમ જ છે. અરે પ્રભુ ! તારે તારી ચીજની પ્રાપ્તિ કરવી હોય તો તેમાં પરચીજનો તો અભાવ જ છે.. પુણ્ય પાપના ભાવ જે આસ્રવ છે તેનો વસ્તુમાં તો અભાવ જ છે. એ તો આનંદકંદ પ્રભુ અખંડાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના આગ્નવથી રહિત જ વસ્તુ છે. પરંતુ અત્યાર સુધી સહિત માની હતી. રાગ અને સ્વભાવ બન્નેને એક માન્યા હતા. તે Page #225 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૦ મિથ્યાત્વ હતું, તે સંસાર હતો અને તે પરિભ્રમણનું મૂળિયું હતું. શ્રોતાઃ- માન્યતામાં સંસાર થયો. ૨૦૯ ઉત્ત૨:- મિથ્યા માન્યતા એ જ મોટો સંસાર છે. મિથ્યાત્વભાવની માન્યતામાં રાગને હું બન્ને એક છું. આનંદ સ્વભાવી જ્ઞાયક ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ હું અને આ રાગ તો એક ક્ષણિક વિકલ્પની અવસ્થા છે. આ બન્ને એક છે તેવી માન્યતા તે મિથ્યાદર્શન શલ્ય છે. જગતથી જુદો આવો માર્ગ છે પ્રભુ ! જગત શી રીતે કહે છે, માને છે એ બધી ખબર છે કે નહીં ? ત્રિલોકીનાથ ૫૨માત્મા જિનેન્દ્રદેવ ! તેમની દિવ્યધ્વનિમાં આ આવ્યું છે. (બનારસી વિલાસમાં આવે છે કે ) “મુખ ૐકાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે; ચિ આગમ ઉપદિશૈ, ભવિક જીવ સંશય નિવારે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫૨મેશ્વર, એના મુખથી ઓમકા૨ ધ્વનિ સુનિ ( ૫૨માત્માને ) ઓમ અવાજ નીકળે છે, આવી ( અક્ષરવાળી ) ભાષા ન હોય, કેમકે તે વીતરાગ છે. તેમને ( ( અનક્ષરી ).. એકાક્ષરી ભાષા હોય છે. રાગ છે ત્યાં સુધી ભેદવાળી ભાષા નીકળે છે. આહાહા ! સંશય એટલે મિથ્યાત્વ.. “રચિ આગમ ઉપદેશે, ભવિક જીવ સંશય નિવારે. “શાસ્ત્રને શારદા કહ્યું... એની ભક્તિ કરીને... ભજન લખ્યું છે. બનારસીદાસની મોટી સ્તુતિ છે. “जिनादेश जाता जिनेन्द्रा विरव्याता, विशुद्धा प्रबद्धा नमों लोकमाता युराचारदुर्नेहरा शंकरानी, नमो देवि वागेश्वरी जैनवाणी।। વાગેશ્વરી એટલે વાઘેશ્વરી પેલા વાઘ ઉપર બેસે એ નહીં. વાગેશ્વરી અર્થાત્ વાણીમાં ઈશ્વર. (જિનેન્દ્રની વાણીમાંથી ) આચાર્યે આ શાસ્ત્ર રચ્યાં... તેમાનું આ શાસ્ત્ર છે. શાસ્ત્ર એમ કહે છે... ભગવાન ! ભગવાન તરીકે બોલાવે છે. જેમ માતા બાળકને ઝુલામાં ઝુલાવે છે તો તેના ગુણ ગાય છે. “મારો દિકરો ડાહ્યો...” સમજુ છે... ને મામાને ઘેર જાય છે... તેમ ગાય છે તો સુવે છે, પરંતુ બાળકને ગાળ આપશે કે– સૂઈ જા... મારા રોયા... તો બાળક નહીં સુવે. કોઈ વખત અખતરો કરી જોજો. બાળકની મા તેનાં વખાણ સુવા માટે કરે છે. જ્યારે ત્રણલોકના નાથ વીતરાગ આત્માને જગાડવા માટે ગાણા ગાય છે. “જાગરે જાગ નાથ” ચૈતન્યમૂર્તિ પ્રભુ એ રાગની એકતામાં, તેની નિદ્રામાં સૂતો છે તેમાં તારી શોભા નથી નાથ ! પછી તે દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિના ભાવ હો પણ તે છે એ રાગ અને સ્વભાવની જે એકતાબુદ્ધિ છે તે ભેદજ્ઞાન દ્વારા તોડી નાખ પ્રભુ ! આહાહા ! આ રાગનું લક્ષ છોડીને, ચૈતન્ય પૂર્ણાનંદનું લક્ષ કરીને... ભેદજ્ઞાન કરીને... મિથ્યાત્વનો ત્યાગ કરી દે ! અને ત્યાર પછી પણ જે ચારિત્રનો દોષ રહે છે, હજુ રાગનો કણ છે, મુનિને પણ પુણ્ય-પાપનો રાગ રહે છે- પંચમહાવ્રતાદિનો તેનાથી ભિન્ન રહીને સ્વરૂપમાં સ્થિર થાય નહીં ત્યાં સુધી. “યાવત્” જ્યાં સુધી રાગથી પૂર્ણ વિરકત ન થા ત્યાં સુધી રાગ, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧) કલશામૃત ભાગ-૪ અનુભવ કરવો. સમજમાં આવ્યું? ભાવ તો ઝીણા (સૂક્ષ્મ) છે, ભાષા સાદી છે. અરે.... તેણે કદી કર્યું નથી, અનંતકાળમાં કર્યું નથી. વ્રત ને નિયમ ને અપવાસ, જાત્રા, ભક્તિ એ ધર્મ તેમ અજ્ઞાનમાં માની લીધું. પરંતુ તે રાગ છે- આસ્રવ છે. અહીં કહે છે- રાગથી “યાવત પSI વ્યુત્પા” જેટલા કાળમાં પરથી છૂટીને આત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપે પરિણમે !! આહાહા! બે રૂપમાં રાગની અસ્થિરતા હતી તે મુનિને પણ હતી, તેને પણ છોડીને... એકરૂપ ચૈતન્યમાં થઈ જા. ત્યાં સુધી ભેદજ્ઞાન કરવું. આ તો સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. લૌકિક રીતથી તેનું મિલાન થઈ શકે તેમ નથી. કહે છે- “આત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપ પરિણમે જ્યાં સુધી ભગવાન પરમાત્મા શુદ્ધસ્વરૂપમાં એકરૂપે ન પરિણમે, બીજા વિકલ્પ બિલકુલ રહે નહીં. ત્યાં સુધી. કેમકે એકડે એક અને બગડે બે થાય. એક રૂપમાંથી (રયુત થાય ) વિકલ્પમાં આવે છે તો બગાડ થાય છે. હિન્દીમાં “બિગાડ' કહે છે. બિગાડ હોતા હૈ ત્યાં સુધી, એકરૂપ નથી થયો ત્યાં સુધી રાગથી ભિન્ન કરવો. ભાવાર્થ આમ છે છે કે- નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે.” આહાહા ! આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, જિન સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે. બનારસીદાસજી કહે છે. “જિન સોહી આત્મા, અન્ય સો હી કર્મ, યહી વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” આ ભગવાન આત્મા જિન સ્વરૂપ જ બિરાજે છે. “ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસૌં.. મતવાલા સમુજે ન” પોતાના મતના આગ્રહથી મત મદિરાના દારૂ પીવાથી તે મતવાલા-ગાંડા-પાગલ થયેલા આત્માને સમજતા નથી. ઘટ ઘટ અંતરમાં જિનસ્વરૂપ પ્રભુ બિરાજે છે. “ઘટ ઘટ અંતર જૈન” જૈનનો અર્થ કર્યો કે- રાગથી ભિન્ન કરીને પોતાની દૃષ્ટિનો અનુભવ કર્યો તેણે રાગને જીત્યો, તે જૈન છે. જેટલો અસ્થિરતાનો રાગ રહે છે તે ચારિત્રનો દોષ છે. તેને પણ ભિન્ન કરી જ્યાં સુધી પૂર્ણ સ્થિરતા પૂર્ણ એકરૂપતા ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. પાઠમાં છે કે નહીં અંદર? નિરંતર શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. “જે કાળે સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” ત્યાં પછી રાગનો વિકલ્પ પણ રહેશે નહીં. કામ (ઈચ્છા) નો નાશ થશે... તો સકળ વિકલ્પોનો નાશ થશે. સમ્યગ્દર્શનમાં હજુ સકળ વિકલ્પોનો નાશ નથી, ત્યાં વિકલ્પની સાથેની એકતાબુદ્ધિનો નાશ થયો છે. ત્યાં પાંચમે-છદ્દે હજુ ચારિત્રનો દોષ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કલશ-૧૩૦ અહીં કહે છે કે- “તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” આનંદમાં અંદર લીન થવાથી અને ચાર કર્મોના નાશ થવાથી સકળ વિકલ્પો છૂટી જશે, ત્યાં કોઈ વિકલ્પ રહેશે નહીં. પાંચ-છ ને સાતમે (ગુણસ્થાને) પણ અબુદ્ધિપૂર્વકનો રાગ છે. અહીંયા તો કહે છે કે- જ્યાં સુધી એ રાગ નામ વિકલ્પ ન રહે ત્યાં સુધી અનુભવ કરવો. આવી વાત છે. સમ્યગ્દર્શન ને જ્ઞાન થઈ ગયું માટે પૂર્ણ થઈ ગયો, હવે તેને આસ્રવ ને દુઃખ છે જ નહીં એમ નથી. એમ માનનારને એકાંત મિથ્યાત્વી કહે છે. ગઈકાલે મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી બતાવ્યું હતું ને!! મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધ્યાયમાં છે જુઓ! પ્રશ્નકાર કહે છે કે શ્રદ્ધાન્ તો નિશ્ચયનું રાખવું અને પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખ એ પ્રમાણે અમે બન્ને નયોના અંગીકાર કરીએ. ઉત્તર- એમ બનતું નથી, કેમકે નિશ્ચયનું નિશ્ચયરૂપ અને વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું જરૂરી છે. જ્યાં સુધી આસ્રવ છે, પાંચ-છ આદિ ગુણસ્થાને આસ્રવ છે તો ત્યાં વ્યવહાર છે એમ શ્રદ્ધાન કરવું. એ આસ્રવ છે તે વ્યવહાર છે. કારણકે નિશ્ચયથી એકજ નયનું શ્રદ્ધાન થતાં એકાંત મિથ્યાત્વ થાય છે. ૨૫૫ પેઇજ ઉપર રાત્રે વાંચેલું હતું ને! એક જ નયનું શ્રદ્ધાન હોવાથી તેનો અર્થ શું? એટલે વ્યવહારથી નિશ્ચય થાય છેએમ નથી. પરંતુ વ્યવહાર છે, જ્યાં સુધી પૂર્ણતા ન હો ત્યાં સુધી આસ્રવ રાગ-વ્યવહાર છે... એવી શ્રદ્ધા ન કરે તો એકાન્ત થઈ જાય છે. અને વ્યવહારથી નિશ્ચય થાય છે તો પણ એકાન્ત થઈ જાય છે. રાગ-વ્યવહાર તો આસવ છે, આસવથી નિશ્ચય થાય છે સંવર થાય એવો ધર્મ નથી. અહીંયા તો બે નયની બરોબર શ્રદ્ધા રાખવી. નિશ્ચયની નિશ્ચયરૂપ, જ્યાં સુધી આસવ છે- દયાદાન-વ્રત-ભક્તિ-શુભ વિકલ્પ, ગુણ-ગુણીનો ભેદ એ આસ્રવ છે એવી શ્રદ્ધા રાખવી. એક નયની શ્રદ્ધા કરવી, બીજી નયની શ્રદ્ધા ન કરવી તે શ્રદ્ધા મિથ્યા છે. અહીંયા શું કહે છે? “જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે” એ વિકલ્પ છૂટતા પછી ભેદવિજ્ઞાનનો વિકલ્પ નહીં રહે. અહીં બે બોલ લીધા, બે બોલ કેમ કહ્યાં ! સકલ કર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી જશે. અંતરમાં આનંદ જ્યાં આવ્યો તો વિકલ્પની ઉત્પત્તિ જ થશે નહીં, એથી વિકલ્પ છૂટી ગયો એમ કહેવામાં આવે છે. “ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” તે બધા આસ્રવ તો છૂટયા... પણ આ ભેદજ્ઞાન હજુ કરવું.. એટલો વિકલ્પ હજુ વિકલ્પ છે. બે વાત કરી, આત્માનું સમ્યગ્દર્શન થયા પછી પણ સ્વરૂપનો અનુભવ કરતાં કરતાં... પૂર્ણ આનંદની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અનુભવ કરવો. ત્યાં કોઈ વિકલ્પ રહેશે જ નહીં. અસ્થિરતાનો વિકલ્પ પણ રહેશે નહીં... તો ભેદજ્ઞાનનો વિકલ્પ ક્યાંથી રહેશે!! આમાં બે વાત આવી. લ્યો! Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કલશામૃત ભાગ-૪ તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે, ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” આસવના બીજા વિકલ્પ તો છૂટી જશે, અંદર આનંદના ધ્યાનમાં આવી ગયા. ત આનંદમાં લીન થઈ ગયા, સમ્યગ્દર્શન શાન ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત થઈ. તો સમસ્ત વિકલ્પ સહજ જ છૂટી ગયા, ઉત્પન્ન થશે નહીં તો છૂટી ગયા એમ કહેવામાં આવે છે. “ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે” “ભી' શબ્દ છે, બે વાત લેવી છે ને!? આસ્રવનો તો વિકલ્પ નહીં રહે પણ, ભેદજ્ઞાનનો વિકલ્પ પણ નહીં રહે. આહાહા ! આવો માર્ગ છે. અમૃતચંદ્ર દિગમ્બર સંત છે તેમની આ ટીકા છે. કુંદકુંદાચાર્યની (ગાથા છે.) (પરમાગમમાં) વચ્ચે કુંદકુંદાચાર્ય છે અને પેલા અમૃતચંદ્રાચાર્ય અને પદ્મપ્રભમલધારી દેવ છે. દિગમ્બર સંતો જંગલમાં વસતા હતા. એમની આ વાણી છે. “જે કાળે સકળકર્મક્ષય લક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે.” છોડવા પડશે નહીં. “ત્યાં ભેદવિજ્ઞાન પણ” આસવથી જુદું પાડવું છે એવો વિકલ્પ પણ ત્યાં છે નહીં. “કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી” આહાહા ! રાગથી ભિન્ન પાડતાં.. પાડતાં. એમ કરવું. જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ત્યાં સુધી રાગથી ભિન્ન કરતાંકરતાં, આમાં હજુ થોડો વિકલ્પ છે, કેવળજ્ઞાનની પેઠે નિર્મળ નથી. ઝીણી વાત છે બાપુ ! અનંતકાળના ભવના અંત લાવવાના છે. અનંતકાળમાં અનંત આનંદ નથી પ્રગટાવ્યો તે પ્રગટ કરવાનો છે. એ હવે સાદિ અનંત રહેવાનો છે. આહાહા!તેનો ઉપાય તો કોઈ અલૌકિક છે. સમજમાં આવ્યું? “કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી” કોણ? ભેદવિજ્ઞાન કેમકે ત્યાં ભેદ પાડે છે ને! એટલે કેવળજ્ઞાનના સ્વરૂપ જેવું ( નિર્મળ) નથી. ભેદ તે એક વિકલ્પ છે, તેથી સહજ જ વિનાશીક છે. ભેદજ્ઞાનનો પણ નાશ થઈ જાય છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં કેવળજ્ઞાન પામે છે તો પછી ખલાસ થઈ ગયું. સમ્યગ્દર્શનથી માંડીને, વિકલ્પનો વિકલ્પ તોડીને ભેદજ્ઞાન કરતાં કરતાં કરતાં... કેવળજ્ઞાન થઈ ગયું તો હવે ત્યાં બીજો કોઈ વિકલ્પ નથી રહેતો. ભેદજ્ઞાન પણ નથી રહેતું. સમજમાં આવે છે? જે પરમાત્મા થયા તે પરમાત્મા થઈ ગયા. હવે શ્લોક ૧૩૧ અલૌકિક શ્લોકો છે. બાપુ!આ તો જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથ પરમાત્મા... સીમંધર ભગવાનનો આ સંદેશ છે. અત્યારે મહાવિદેહમાં પરમાત્મા બિરાજે છે. તેમની આ વાણી છે, તેમનો આ સંદેશ છે. સંતો અનુભવીને વાણી કહે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૧ ૨૧૩ (અનુષ્ટ્રપ) भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।७-१३१।। ખંડાન્વય સહિત અર્થ- “જે નિ વોવન સિદ્ધાઃ તે એવિજ્ઞાનતઃ સિદ્ધાં.” (૨) આસન્નભવ્ય જીવ છે જે કોઈ (નિ) નિશ્ચયથી,(વન) સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના,(સિદ્ધ:) સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા,(તે) તે સમસ્ત જીવ (મેવવિજ્ઞાનતા) સકળ પારદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી (સિદ્ધ:) મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે-મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ; અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે. “જે વન વહ્ન: તે વિન શક્ય પૂર્વ જમાવત: ઉદ્ધા:”(ચે વોવન) જે કોઈ (વલ્લી:) જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે (તે) તે સમસ્ત જીવ (વિન) નિશ્ચયથી (શક્ય 9) આવું જે ભેદવિજ્ઞાન, તેના (માવત:) નહિ હોવાથી (વલ્લી:) બદ્ધ થઈને સંસારમાં ભટકી રહ્યા છે. ભાવાર્થ આમ છે કે-ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે. ૭-૧૩૧. કળશ નં-૧૩૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩) તા. ૨૪/૧૦/'૭૭ “એ નિ વોવન સિદ્ધ: તે એવિજ્ઞાન: સિદ્ધ” શું કહે છે? અત્યાર સુધી જેટલા પરમાત્મા સિદ્ધ થયા “સિદ્ધ: સિદ્ધા” મોક્ષપદને ( પ્રાપ્ત થયા ) અનંત અનંત સિદ્ધ થયા. છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધપદને પામે છે. મનુષ્ય ક્ષેત્રમાં જે મનુષ્યની સંખ્યા છે તેમાંથી છ માસને આઠ સમયમાં છસ્સોને આઠ (જીવો) સિદ્ધપદને પામતાં.. પામતાં મોક્ષે ગયા. અહીં કહે છે કે અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા, “આસન્ન ભવ્ય જીવ છે જે કોઈ” જેનો મોક્ષ નજીક છે “જે કોઈ નિશ્ચયથી [ વોવન] સંસારી જીવરાશિમાંથી જે કોઈ ગણતરીના” શું કહે છે? સંસારી જીવરાશિ બધા મોક્ષ પામતા નથી. સંસારી જીવની જેટલી સંખ્યા છે તેમાંથી ગણતરીવાળા જીવ મુક્તિ પામે છે. ગણતરીમાં થોડા... પછી ભલે અનંત હો... એ અનંત પણ ગણતરીવાળા ન હોય, પરંતુ સંસારી જીવ તો હજુ તેનાથી અનંતગુણા પડ્યા છે. (સિદ્ધ તો) બહુ થોડા. આ ડુંગળી કે લસણની એક રાય જેવડી કટકી લ્યો તો એ ટુકડામાં તો અસંખ્ય શરીર છે. આ શરીર સ્થળ છે. લસણ-ડુંગળીનો રાય જેવડો ટૂકડો લ્યો, તેના એક ટુકડામાં અસંખ્ય ઔદારિક શરીર છે. આંગળીના અસંખ્યમાં ભાગમાં અસંખ્ય શરીર છે- (લસણ આદિ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કલશામૃત ભાગ-૪ ટુકડામાં) એક શરીરમાં અત્યાર સુધી જે સિદ્ધ થયા, છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધ થાય છે. એ સંખ્યા જે અનંત થઈ તેનાથી અનંતગુણા જીવ એક શરીરમાં છે. અનંત જીવ છે. તે સંખ્યાએ અનંત છે. આ તો અલૌકિક વાત છે. બાપુ! સર્વજ્ઞ પરમાત્મદેવ જિનવર વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળેલી વાત છે. એ વાત ત્રણકાળમાં કદી ફરે નહીં. એ વાત કરે છે કે ગણતરીમાં મોક્ષ જાય છે અને તેવા ભલે અનંત મોક્ષ ગયા.. તો પણ તે ગણતરીમાં છે. તેનાથી અનંતગુણા જીવ નિગોદમાં એક શરીરમાં રહે છે. રાય જેવડા ટુકડામાં અસંખ્ય ઔદારિક શરીર અને (એક શરીરમાં) અનંત સિદ્ધ કરતાં અનંતગુણા જીવ. એવા એવા શરીર આખા લોકમાં ભર્યા પડ્યા છે. સિદ્ધ થાય છે એ તો ગણતરીમાં સિદ્ધ થાય છે. સમજમાં આવ્યું? જેમ જુવારની ધાણી હોય છે. જુવારને સેકતાં સેકતાં... કોઈ ધાણી બહાર નીકળી જાય છે. કોઈ દાણા જુવાર સેકતાં. સેકતાં બહાર નીકળી જાય છે. તેમ અનંત જીવમાંથી કોઈ જીવ સિદ્ધમાં જાય છે, માટે ગણતરી લીધી છે. સર્વજ્ઞ ભગવાન તો કહે છે કે- અનંતકાળથી ઈયળ નથી થયા, કીડા નથી થયા, બે ઇન્દ્રિય નથી થયા, એવા અનંતજીવ પડ્યા છે બાપુ! અનંત... અનંત... અનંત... જીવની રાશિ એટલી છે કે- અનંતકાળ ગયો તો પણ તેમાંથી હજુ કોઈ કીડી, કાગડા, બેઈન્દ્રિય થયા નથી. તેવી અનંતરાશિ પડી છે. આહાહા ! તું નિગોદમાંથી નીકળી બહાર આવ્યો, મનુષ્ય થયો. હવે તારું કર્તવ્ય તો ભવનો અભાવ કરવો તે છે. આ ભવ, ભવના અભાવને માટે છે. સમજમાં આવ્યું? બાપુ? આકરી વાત બહુ ભાઈ ! આહા! (એક શરીરમાં) અનંતા જીવ, આહા! તેને જીવ માનવા મુશ્કેલ પડે. લસણ-ડુંગળીની કટકીમાં અસંખ્ય શરીર, એક શરીરમાં સિદ્ધની સંખ્યા કરતાં અનંતગુણા જીવ બાપુ! કેટલાક જીવ બહાર નીકળ્યા છે. અમે સંપ્રદાયમાં કહેતા'તા પોતાના જીવ સ્વરૂપને આળ ધે છે. તે પોતાનો અનાદર કરે છે. હું રાગી છું, પુષ્યવાળો છું, હું પરનું કરું છું, આ રીતે જ્ઞાતાદેખાને આળ-કલંક કેમ લગાડયા, કલંક લગાડી અને તે નિગોદમાં ગયો તો બીજા જીવ તેને જીવ ન માની શકે એવી (હિણી) દશા થઈ, આવી દશા તેની રહી નહીં. આહાહા!તે તને માન્યો નહીં ને અનાદર કર્યો? અનાદર કરતાં કરતાં જ્યારે નિગોદમાં જઈશ, ત્યાં બીજા જીવ તને જીવ તરીકે નહીં માને. તેં તારી જીવની શક્તિને નથી માની. આહાહા ! મેં પુણ્ય કર્યું, મેં પાપ કર્યું.. તે હું આત્મા તેમ તે આળ આપે છે. એવી જગ્યાએ જન્મશે કે બીજા જીવ “આ આત્મા છે તેમ માનશે નહીં. પોતાને જ ખોઈ નાખ્યો અમે તો સંપ્રદાયમાં કહેતા હતા. એ વખતે પણ હજારો માણસો સાંભળતા હતા. બોટાદમાં તો ઘણાં માણસો માનતા હતા. આહાહા ! પ્રભુ તું જેટલો સામર્થ્યવાળો અને જેટલો મોટો છે, એટલો મોટો હું છું. હું Page #231 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૧ ૨૧૫ અલ્પજ્ઞ છું, હું રાગી ને આ.. આ હું તેમ માની, તારી ચીજનો અનાદર કર્યો આળ આપી તો એવી (જગ્યાએ) ચીજમાં જઈશ કે બીજા જીવો... તને જીવ તરીકે માનશે નહીં. અહીંયા કહે છે– પ્રભુ! તને વખત મળ્યો છે ને! અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે ભેદવિજ્ઞાનથી થયા. કહે છે જુઓ ! આસન્ન ભવ્ય જીવ સંસારીની ગણતરીએ થોડા છે. (આસન્ન ભવ્ય) ભલે અનંતા હો! પરંતુ તેનાથી અનંતગુણા. સંસારમાં પડ્યા છે. સકળ કર્મોનો ક્ષય કરી નિર્વાણપદને પ્રાપ્ત થયા તે સમસ્ત જીવ સકળ પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધસ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા” શું કહે છે? અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે બધા રાગ ને પુણ્ય-પાપના વિકલ્પથી ભેદજ્ઞાન કરીને સિદ્ધ થયા છે. અનાદિ કાળથી જે રાગની અને સ્વભાવની એકતાબુદ્ધિ હતી તે મિથ્યાત્વથી અનંતકાળ નિગોદમાં જ રહ્યો. અને જ્યારે રાગની એકતા તોડીને. ભેદજ્ઞાન કર્યું અને પછી પણ (અસ્થિરતાનો) રાગ રહ્યો તેનાથી પણ ભેદજ્ઞાન કર્યું. તો જેટલા સિદ્ધ થયા તે ભેદજ્ઞાનથી થયા છે. કોઈ જીવ રાગની ક્રિયા કરવાથી, રાગની એકત્વબુદ્ધિથી સિદ્ધ થયા તેવું ખ્યાલમાં નથી. સમજમાં આવ્યું? “મેવવિજ્ઞાનત: સિદ્ધા:” પહેલો શબ્દ છે. અત્યાર સુધી જેટલા મોક્ષ પામ્યા, પરમાત્મ થયા તે બધા ભેદવિજ્ઞાનથી પરમાત્મા થયા છે. આહાહા! આ વાણી મુનિની છે. છટ્ટ ગુણસ્થાને ત્રણ કષાય નથી. આહાહા !ચિદાનંદ જ્ઞાન પ્રભુ, એ રાગ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભેદજ્ઞાન કરીને મુક્તિ પામ્યા છે. રાગને જુદો કરીને મુક્તિ પામ્યા છે, પોતાની સાથમાં રાખીને મુક્તિ પામ્યા છે તેમ છે નહીં. આ તો બહુ સાદી ભાષા છે. આ શ્લોક તો બહુ અલૌકિક છે. “મે વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધ વે ન વોવન" અનંતાજીવ ગણતરીવાળા તે બધા ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા. પ્રથમ રાગથી ભિન્ન કરી અને સમ્યગ્દર્શન કર્યું, પછી રાગથી ભિન્ન કરીને ચારિત્ર કર્યું, પછી રાગથી ભિન્ન કરીને શુક્લધ્યાન કર્યું, પછી અસ્થિરતાનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. શ્લોક ઘણો જ અલૌકિક છે. આ તો મંત્રો છે. જેમ સર્પનું ઝેર મંત્રો ઉતારી ધે છે તેમ આ મંત્રો ( મિથ્યાત્વનું ઝેર ઉતારનારા છે). અહીં કહે છે કે અત્યાર સુધી જેટલા પરમાત્મા થયા... “મો સિદ્ધાર્ગમ” એ બધા કેવી રીતે સિદ્ધ થયા? પોતાના સ્વભાવને રાગથી- વિકલ્પથી ભિન્ન કરીને સિદ્ધ થયા. પછી તે દયા-દાન-વ્રતનો શુભરાગ હો! તેનાથી ભિન્ન થઈને પોતાના સ્વભાવમાં અભિન્ન થઈને મુક્તિને પામ્યા છે. ટૂંકા શબ્દ છે, આ તો સમજાય (એવું) છે. મે વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધી વિન વન” અત્યાર સુધી જે કોઈ સિદ્ધ પરમાત્મા થયા; મોક્ષ પામ્યા; તે બધા જીવો રાગથી પોતાને ભિન્ન કરી– ભેદજ્ઞાન કરીને પામ્યા છે. કોઈ રાગની ક્રિયાથી મોક્ષ પામ્યા. એવા કોઈ જીવ છે નહીં. વ્રત ને તપ ને, ભક્તિ ને, પૂજા કરો ! અહીંયા ના પાડે છે, કેમકે એ તો રાગ છે. રાગની ક્રિયાથી મુક્તિ નથી, તેનાથી તો બંધ થાય છે. તને ખબર નથી ભાઈ ! અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા તે બધા વિકલ્પ નામ શુભરાગ હો Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કલશામૃત ભાગ-૪ કે અશુભરાગ હો ! તેનાથી ભિન્ન પાડીને ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. મંત્ર બહુ અલૌકિક છે. આહાહા! સકળ પારદ્રવ્યોથી ભિન્ન, શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા. ભાવાર્થ આમ છે કે- મોક્ષનો માર્ગ શુદ્ધ સ્વરૂપનો અનુભવ; અનાદિ સંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે.” આહાહા શું કહે છે? મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ. ભગવાન પવિત્ર પિંડ આત્મા છે એનું રાગ રહિત શુદ્ધ ઉપયોગરૂપ રમણતા, એ શુદ્ધઉપયોગ મોક્ષનો માર્ગ છે. તેનાથી મુક્તિ થાય છે. શુદ્ધ ઉપયોગથી મુક્તિ થઈ છે, અશુધ્ધ ઉપયોગ તે બંધનું કારણ થયું છે. સમજમાં આવ્યું? ભાવાર્થ આમ છે કે- મોક્ષનો માર્ગ શુદ્ધસ્વરૂપનો અનુભવ શુદ્ધસ્વરૂપનો હો ! પુણ્યપાપ તો અશુધ્ધ સ્વરૂપે છે. “અનાદિસંસિદ્ધ એ જ એક મોક્ષમાર્ગ છે” અનાદિ સંસિદ્ધ એ એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. કોઈ નિશ્ચય મોક્ષમાર્ગ અને કોઈ વ્યવહાર મોક્ષમાર્ગ તેમ બે માર્ગ નથી. આહાહા ! શુદ્ધ સ્વરૂપના અનુભવથી મોક્ષપદને પ્રાપ્ત થયા, એ મોક્ષનો માર્ગ, સિદ્ધ થવાનો ઉપાય છે. “અનુભવ રત્ન ચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” “અનાદિ સંસિદ્ધ” અનાદિથી સમ્યક સિદ્ધ થયો છે. આ માર્ગ. અનાદિ અનંત તીર્થકરો અનાદિ અનંત કેવળીઓ અને અનંત સંતોએ આ માર્ગ (અપનાવ્યો) લીધો છે. અનાદિ સંસિદ્ધ છે તેથી આ કાંઈ નવી ચીજ નથી. “અનાદિ સંસિદ્ધ” સં=સમ્યક પ્રકારે, સિદ્ધનામ ચોક્કસપણે તે એક જ મોક્ષમાર્ગ છે. ભગવાન આત્મા! આનંદ અને જ્ઞાનથી છલોછલ (લબાલબ) ભરેલ છે. તેમાં સમ્યગ્દર્શનશાન ચારિત્રમાં લીન થઈને અને રાગથી ભિન્ન થઈને અનંતા જીવ મોક્ષને પામ્યા છે. હવે આમાં વાદ-વિવાદને ચર્ચા કરે. પેલા કહે- વ્યવહારથી મોક્ષમાર્ગ થાય છે; અહીંયા તેની ના પાડે છે. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે. પણ તે આસ્રવ છે, તે બંધમાર્ગ છે. આહાહા! અનાદિ સંસિદ્ધ તે જ એક મોક્ષમાર્ગ છે. વ્યવહાર કે કોઈ બીજો મોક્ષમાર્ગ છે એમ છે નહીં. પરમાત્માનો માર્ગ તો આવો છે. જિનેન્દ્રદેવ વીતરાગ પરમેશ્વરનો પંથ તે એક જ મોક્ષમાર્ગ છે, આહા ! બીજો માર્ગ છે જ નહીં. તો અત્યાર સુધી સંસારમાં રખડયા કેમ? એ કહેશે. “જે વન વા: તે વિના મુલ્ય વ માવત: ઉદ્ધા: જે કોઈ જ્ઞાનાવરણાદિ કર્મોથી બંધાયા છે તે સમસ્ત જીવ નિશ્ચયથી [ચ y] આવું જે ભેદવિજ્ઞાન, તેના નહીં હોવાથી” રાગથી ભિન્ન નહીં થવાથી બંધ પડયો છે. અત્યાર સુધી અનંત સંસારી રહ્યો છે તે ભેદવિજ્ઞાનના અભાવથી રહ્યો છે. ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયો, ભેદવિજ્ઞાનના અભાવથી બંધ થયો. એમ ન કહ્યું કે તેને કર્મોના બંધ બાંધ્યો છે અથવા કર્મોનું બહુ જોર હતું માટે બંધાયો છે એમ નથી કહ્યું, આહા! પુણ્ય Page #233 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૨ ૨૧૭ પાપના-મિથ્યાત્વના ભાવ તેનાથી ભિન્ન ન કર્યો તેથી બંધનમાં પડયો હતો. બહુ સરસ શ્લોક છે. આખો સંસાર અને મોક્ષ બન્ને વાત કરી. શેઠ! આ તમો બે-ત્રણ લાખ રૂપિયા ખર્ચા કે દશ લાખ ખર્ચે એ દાનથી મુક્તિ થાય છે. તેની ના પાડે છે. તેમને “દાનવીર'ની ઉપમા આપી છે. પૈસા ઘણાં ખર્ચે છે, ધર્મશાળા બનાવી છે, પણ તે કાંઈ મોક્ષમાર્ગ નથી, તે તો રાગ છે- બંધ માર્ગ છે. ભેદવિજ્ઞાન દ્વારા પુણ્ય-પાપના રાગથી ભિન્ન પાડવાથી મોક્ષ થયો અને તે ભેદજ્ઞાનના અભાવથી બંધ પડ્યો છે. આ એક સિદ્ધાંત છે કે તેને ભેદવિજ્ઞાન નહીં થવાથી બંધ થવાથી સંસારમાં રખડી રહ્યો છે. પછી તે પુણ્યના પરિણામ હો કે પાપના પરિણામ હો! તેનાથી જે ભેદ પાડતો નથી માટે તે રખડે છે. બહુ સાદી ભાષા છે. “ભાવાર્થ આમ છે કે- ભેદજ્ઞાન સર્વથા ઉપાદેય છે.” પહેલાં આ લીધું. માટે રાગથી ભિન્ન પડવું અને અંદર ભેદજ્ઞાન કરવું એ જ ઉપાદેય છે. (મંદાક્રાન્તા). भेदज्ञानोच्छलनकलनाच्छुद्धतत्त्वोपलम्भाद्रागग्रामप्रलयकरणात्कर्मणां संवरेण। बिभ्रत्तोषं परमममलालोकमम्लानमेकं ज्ञानं ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत्।।८-१३२।। ખંડાવય સહિત અર્થ-“પતનું જ્ઞાનંવત"(ત) પ્રત્યક્ષ વિધમાન (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ (વિનં) આસવનો નિરોધ કરીને પ્રગટ થયો. કેવું છે જ્ઞાન? “જ્ઞાને નિયતન” અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ, તે કાળલબ્ધિ પામીને પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે. વળી કેવું છે? “શાશ્વતોદ્યોતન” અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવું છે. વળી કેવું છે? “તોષ વિશ્વત” અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે. વળી કેવું છે? “પરમમ” ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે? “ગમતાનોમ” સર્વથા પ્રકારે, સર્વ કાળે, સર્વ રૈલોક્યમાં નિર્મળ છે-સાક્ષાત્ શુદ્ધ છે. વળી કેવું છે? “કસ્તાનમ” સદા પ્રકાશરૂપ છે. વળી કેવું છે? “v$"નિર્વિકલ્પ છે. શુદ્ધ જ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે-“ર્મ સંવરેજ” જ્ઞાનાવરણાદિરૂપ આસવતાં હતાં જે કર્મપુલ તેના નિરોધથી. કર્મનો વિરોધ જે રીતે થયો છે તે કહે છે-“રા'ગ્રામપ્રનવરાત” (ર) રાગ-દ્વેષમોહરૂપ અશુધ્ધ વિભાવપરિણામોનો (ગ્રામ) સમૂહ-અસંખ્યાત લોકમાત્ર ભેદ, તેમનો (પ્રતય) મૂળથી સત્તાનાશ ( વર) કરવાથી. આવું પણ શા કારણથી? “શુદ્ધતત્ત્વોપનષ્ણાત”(શુદ્ધતત્ત્વ ) શુદ્ધ ચૈતન્યવસ્તુની (ઉપનગ્મા) સાક્ષાત્ પ્રાપ્તિથી. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ કલશામૃત ભાગ-૪ આવું પણ શા કારણથી? “મેરજ્ઞાનોચ્છનનનના” (મેવજ્ઞાન) શુદ્ધસ્વરૂપજ્ઞાનનું (કચ્છ) પ્રગટપણું, તેના (છત્તના) નિરંતર અભ્યાસથી. ભાવાર્થ આમ છે કેશુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે. ૮-૧૩૨. કળશ નં.-૧૩ર : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૧ તા. ૨૫/૧૦/૭૭ સંવર અધિકારનો છેલ્લો શ્લોક છે. સંવર કોને કહે છે? કહે છે કે આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ છે તેનાથી ભિન્ન થઈ, પોતાના આત્માના આનંદનું વેદન આનંદનો સ્વાદ આવવો અને મિથ્યાત્વમાં અનંતાનુબંધી કષાયનો નિરોધ થવો તેનું નામ સમ્યગ્દર્શન સંવર છે. આહાહા ! પહેલેથી શરૂઆત કરી અને અંત સુધી લઈ લીધું છે. પ્રથમમાં પ્રથમ (જીવન) સમ્યગ્દર્શન થાય- સંવર થાય તે સમ્યગ્દર્શન કેવી રીતે થાય? જે ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ.. ભૂતાર્થ વસ્તુ.. સત્ય પૂર્ણ ધ્રુવ પ્રભુ તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. પરરૂપ જે પુણ્ય પાપના શુભા-શુભભાવરૂપ મિથ્યાત્વ, અનંતાનુબંધી પૂરતો આસ્રવનો નિરોધ થાય છે અને પછી ચારિત્ર સંબંધી આસ્રવ જાય છે. આનંદ સ્વરૂપની જે પ્રતીત અને ભાન થયું છે. હવે તે અતીન્દ્રિય આનંદમાં લીન થવું, અતીન્દ્રિય આનંદનું પ્રચુર-પ્રચુર સ્વસંવેદન થવું તેનું નામ ચારિત્ર છે. સંવર છે. આહાહા! ઝીણી વાત છે. અનંત કાળમાં કદીયે અંદરમાં અપૂર્વ પુરુષાર્થ કર્યો જ નથી. તેથી આ ચીજ ઘણી જ દુર્લભ થઈ છે. છે તો પોતાની ચીજ, પરંતુ અનાદિથી દયા - દાન-વ્રતભક્તિ-પૂજાનો ભાવ તે શુભભાવ છે. હિંસા – જૂઠ – ચોરી – વિષય – ભોગવાસના તે પાપભાવ છે એ બન્ને આવભાવ છે, એ આસવના શ્રદ્ધાનથી તેને અનંતકાળથી (દુઃખનું) વેદન છે. હવે કહે છે કે – તેનાથી ભિન્ન થઈને, શુભભાવ ચાહે તો વ્રત – તપ - દયા –દાન એ બધા પુણ્ય આસ્રવ છે, તે સંવર નથી – ધર્મ નથી. એ આસવથી ભિન્ન પોતાના સ્વરૂપમાં (એકાગ્રતા તે ધર્મ છે) ચૈતન્ય શુદ્ધ સ્વભાવ જે જ્ઞાન ને આનંદ છે તેમાં એકાગ્ર થઈને..... આનંદનું વેદન આવે ત્યારે મિથ્યાત્વ આદિ દુઃખનો આસવ રોકાય જાય છે. સંવર થતાં આસવ રોકાય છે. આવી વાત છે. તેને શ્લોકમાં કહે છે. તત જ્ઞાનં કવિત” પ્રત્યક્ષ વિધમાન જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્યપ્રકાશ આસવનો નિરોધ કરીને પ્રગટ થયો.” શું કહે છે? જ્ઞાનસ્વરૂપ ભગવાન તેને પુણ્ય – પાપની એકત્વબુદ્ધિનો મિથ્યાત્વભાવ હતો. એ આસ્રવને રોકીને પોતાના જ્ઞાન સ્વરૂપમાં પ્રત્યક્ષ વિધમાન થયો. ભગવાન આત્માની ચૈતન્યસત્તા જે પ્રત્યક્ષ છે તે સમ્યજ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. ભાઈ સૂક્ષ્મ વાત છે. અનંતકાળથી આ કર્યું નથી. બહારની ક્રિયાકાંડમાં ધર્મ માની લીધો; ધર્મના નામે ઊભો થયો) અનંત સંસાર. Page #235 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૨ ૨૧૯ અહીંયા કહે છે કે - “પ્રત્યક્ષ વિધમાન જ્ઞાન અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશ” આહાહા ! જે શુભાશુભભાવની પ્રસિદ્ધિ હતી તે મલિન ભાવની પ્રસિદ્ધિ હતી. તેનાથી હઠીને પોતાના શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાં જ્યારે પ્રત્યક્ષ કર્યો તો એ જ્ઞાન પ્રત્યક્ષ થયું છે. ચૈતન્યનો પ્રકાશ, ચૈતન્યના નૂરનું તેજ, ચૈતન્ય પ્રકાશના નૂરનું વેદન જ્યાં પ્રત્યક્ષ આવ્યું. ત્યાં આસ્રવ રોકાઈ ગયો. આટલી બધી શરતું!? ત્યારે તો સમ્યગ્દર્શન – સમ્યજ્ઞાન થયા તે ધર્મની પહેલી સીઢી છે. પ્રત્યક્ષ વિદ્યમાન શુદ્ધ ચૈતન્યપ્રકાશ આસવનો નિરોધ કરીને પ્રગટ થયો.” પહેલાં મિથ્યાત્વનો નિરોધ કર્યો, પછી અચારિત્રના રાગ-દ્વેષનો નિરોધ કરીને, સ્વરૂપના અનુભવમાં લીન થઈને, જ્ઞાનનો પ્રકાશ પર્યાયમાં પ્રગટ થયો. પર્યાયમાં પ્રત્યક્ષ પરમાત્મપદ પામ થયું. એ આસવનો નિરોધ કરીને પ્રગટ થયું. શુભાશુભભાવને રોકવાથી અર્થાત્ તેનો વિરોધ કરવાથી, પોતાના ચૈતન્ય સ્વભાવ સન્મુખ થવાથી ચૈતન્ય પ્રકાશ પ્રગટ થયો. “કેવું છે જ્ઞાન?” જ્ઞાન નિયતમ્” અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ”, અનાદિ કાળથી તે પુણ્ય - પાપરૂપ પરિણમતો હતો. મુનિવ્રત ધારણ કર્યા, પંચમહાવ્રત પાળ્યા, પણ એ આસ્રવ છે. સમજમાં આવ્યું? છ ઢાળામાં આવે છે કે મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપજાયૌ, પે નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયી.” એ મુનિવ્રતના પરિણામ, મહાવ્રતાદિના ભાવ તે તો આસ્રવ છે. તે આસવથી રહિત આત્મજ્ઞાન પામ્યો નહીં. આત્મજ્ઞાન વિના તેને લેશ સુખ પણ મળ્યું નહીં. એ પંચમહાવ્રતના પરિણામમાં પણ દુઃખ છે. અરે ! આવી વાત છે ભાઈ ! જિનેન્દ્ર ભગવાન! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં સંવરનો માર્ગ આવો આવ્યો હતો. કહે છે કે “અનંત કાળથી પરિણમતું હતું અશુધ્ધ રાગાદિ વિભાવરૂપ,” અનંતકાળથી પર્યાયમાં અશુધ્ધ રાગાદિ વિભાવ હતા, દયા-દાન - વતાદિનો શુભભાવ હો કે અશુભ પાપ હો! પરંતુ એ બન્ને અશુધ્ધ છે. અનાદિ કાળથી પર્યાય અવસ્થામાં મલિન પર્યાયરૂપે પરિણમતો હતો. “તે કાળલબ્ધિ પામીને” અર્થાત્ પોતાનો પુરુષાર્થ સ્વ સન્મુખ થતાં, અનાદિથી જે પુરુષાર્થ પુણ્ય - પાપની સન્મુખ હતો એ પુરુષાર્થ સ્વભાવ સન્મુખ થયો - તો તેને કાળલબ્ધિ થઈ. “કાળ લબ્ધિ પામીને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમ્યું છે,” અનાદિકાળથી શુભ ને અશુભરાગ નામ આસ્રવરૂપે, અશુધ્ધપણે, મલિનપણે પરિણમતો હતો તેને રોકીને, શુદ્ધ ચૈતન્ય પ્રકાશની સન્મુખ થતાં; શુદ્ધરૂપે જે પરિણમન થયું તે સંવર છે એ ધર્મ છે. ભાષા તો સાદી છે ભગવાન ! આહાહા! આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, આચાર્યો તો આત્માને ભગવાન સ્વરૂપે જ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કલશામૃત ભાગ-૪ બોલાવે છે. તારી ચીજ તો ભગવત્ સ્વરૂપે જ છે. પરંતુ તેની તને ખબર નથી. પર્યાયમાં જે અશુધ્ધ પરિણમન છે પુણ્ય- પાપનું એ આત્મા નહીં. આહાહા ! શુભ કે અશુભભાવ જે થાય છે તે અનાત્મા છે. ભગવાન આત્મા તે અશુધ્ધ પરિણામથી રહિત છે. પોતાનો પવિત્ર શુદ્ધ ભગવાન છે તેનો પર્યાયમાં અનુભવ થયો તે શુદ્ધ પરિણમનરૂપ થયો. અશુધ્ધ પરિણમન છોડીને શુદ્ધ પરિણમન થયું તેને ધર્મ નામ સંવર કહેવામાં આવે છે. આ તો સ્પષ્ટ વાત છે ભગવાન! વાત તો આવી છે ભાઈ ! તેણે કદી ધર્મ કર્યો નથી. કરે છે તો પાપના પરિણામ કરે છે. ધંધા છોડી, દુકાન છોડી... બે-બે કલાક શાસ્ત્ર સાંભળે, કોઈ દયા-દાનના ભાવને કરે, કોઈ પુણ્યભાવ જાત્રા કરે તે બધા પુણ્ય પરિણામ આસ્રવ છે, તે બંધનું કારણ છે. જિનેન્દ્ર પરમાત્માની વાત દિગમ્બર સંતો કરે છે કે પ્રભુ તે એક ચિદાનંદ આનંદકંદ છે ને! એ સ્વભાવ સન્મુખ થતાં, ચૈતન્યનો આનંદ... પર્યાયમાં પ્રગટ થાય છે. એ શુદ્ધ પરિણામ છે. અનાદિ કાળથી પુણ્ય - પાપના પરિણામ થાય એ અશુધ્ધ હતા, એ આસ્રવ હતો, એ સંસાર હતો, એ દુઃખ હતું એ વિકાર હતો એ ઝેર હતું. તેનાથી રહિત થઈને અંતરમાં ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લઈને પર્યાયમાં જે શુદ્ધ પરિણતિ થઈ, શુદ્ધ વીતરાગી પરિણતિ, શુદ્ધ ઉપયોગની પરિણતિ થઈ તે અશુધ્ધ ઉપયોગને રોકે છે. આવો માર્ગ છે. અજાણ્યા લોકોને એવું લાગે કે – આ શું કહે છે! વીતરાગ જિનેન્દ્ર પરમેશ્વરનો પરમાત્માનો માર્ગ તો અનાદિનો છે. વસ્તુ સ્થિતિ આવી છે. જે શુદ્ધ સ્વરૂપ પરિણમ્યો છે તે અશુધ્ધ પરિણમનને રોકીને તેનો વિરોધ કરીને અભાવ કરીને પોતાના ચૈતન્ય સ્વભાવ સન્મુખ પરિણમ્યો તો પવિત્રતાની પરિણતિ થઈ વીતરાગ ભાવની દશા થઈ. આહાહા ! જે અશુધ્ધ પરિણમન હતું એ રાગની દશા હતી. આત્મા વીતરાગમૂર્તિ પ્રભુ અંદર છે; તેની સન્મુખ થઈ તેનું વેદના થતાં, શુદ્ધ પરિણમન થયું તેને શુદ્ધઉપયોગરૂપનું આત્માનું પરિણમન કહેવામાં આવે છે. અરે! અનંત અનંત કાળ ગયો પણ તેને એક સેકન્ડ પણ (નિજ) પ્રભુને યાદ ન કર્યો. તેણે પુણ્ય પાપને યાદ કર્યા. હું એક સચ્ચિદાનંદ પ્રભુ છું, અનંત અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદનો રસકંદ છું. તેમ તે તરફના ઝુકાવથી પર્યાયમાં શુદ્ધતા, વીતરાગતા, અનાકુળતા આવે છે, તેનું નામ ભેદજ્ઞાન કરીને સંવર કર્યો, આવી વાતું છે. આ છેલ્લો શ્લોક છે ને! પહેલાં મિથ્યાત્વનો નિરોધ કરી સમ્યગ્દર્શનનું પ્રગટ પરિણમન કર્યા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે. એ શુભાશુભભાવનો વિરોધ કરીને ચારિત્રમાં સ્થિર થયો. તો ઉત્કૃષ્ટ સંવર દશા પ્રગટ થઈ હવે એ વાત કહે છે. વળી કેવું છે? શાશ્વતોદ્યોતન” અવિનર પ્રકાશ છે જેનો,” નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ તો હવે કાયમ રહેવાવાળી છે. પુણ્ય – પાપના ભાવ તો ક્ષણિક વિનાશિક છે, અનેક છે. કાયમ રહેવાવાળું શું છે? શું કહ્યું? ફરીને! શુદ્ધ ચૈતન્ય ધ્રુવ ચૈતન્ય ભગવાન જે છે તેના Page #237 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩ર ૨૨૧ અવલંબનથી જે શુદ્ધ અનુભવ થયો એ કાયમ રહેવાવાળો છે. “અવિનશ્વર પ્રકાશ છે જેનો, એવો છે.” વળી કેવું છે?“તોષ ષિત” અતીન્દ્રિય સુખરૂપ પરિણમ્યું છે,” આહાહા ! જુઓ, આવ્યું “તોષ” નામ આનંદ કહો સંતોષ કહો. “તોષ' શબ્દ છે “તોષ' સંતોષ. “વિક્રત' એટલે પરિણમ્યો છે. તેને હવે આનંદની પરિણતિ દશા થઈ છે “તોષ વક્રત” તોષ એટલે આનંદ, તોષ એટલે સંતોષ, તોષની આગળ સ ઉમેરે એટલે સંતોષ. “તોષવિક્રત” આનંદરૂપનું પરિણમન કર્યું. પહેલાં જે અશુધ્ધતાનું દુઃખરૂપ પરિણમન હતું તે હવે શુદ્ધ પરિણમન થયું. આનંદરૂપ થયો. આહાહા ! એનો પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ છે, એ તો આનંદનો નાથ છે, અતીન્દ્રિય આનંદનો છલોછલ સાગર છે, તેની સન્મુખ થઈને વિશ્વતતોષ' આનંદરૂપ દશાને ધારણ કરી દયા - દાન વ્રતની આડે આવું કોઈ દિવસ સાંભળ્યું નથી. અત્યારે આ વાત તો બહુ દુર્લભ થઈ ગઈ છે. આહા! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર કોને કહીએ? લોકોને તો એમ કે બહારની ક્રિયા કરીએ તો થઈ ગયો ધર્મ! દેવ - ગુરુ – શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન થઈ ગયું. વ્રત – તપ કરે એટલે ચારિત્ર થઈ ગયું. એ બધું ખોટું છે. પહેલાં તો બધા (આમ જ) માનતા હતા ને! અમે પોતે આમ માનતા હતા. અમે તો નાનપણમાં – સત્તર- અઢાર વર્ષની ઉંમરમાં શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. આજથી ૭૦ વર્ષ પહેલેથી શાસ્ત્ર અભ્યાસ કરતા હતા. દુકાન ઉપર શાસ્ત્ર સ્વાધ્યાય કરતા” તા. સંવત ૧૯૬૫ ની સાલથી તો રાત્રિના આહાર – પાણીનો ત્યાગ છે. ૬૮ વર્ષ થયા પાણીનું બિંદુ કે આહારનો કણ રાત્રિના નથી લીધો અમને તો આ સંસ્કાર હતા ને! જ્યારે શાસ્ત્રનો અભ્યાસ ન હતો ત્યારે પ્રતિક્રમણ કરતા, સામાયિક કરતા અને ધર્મ થઈ ગયો તેમ માનતા. આઠ દિવસ ઉપવાસ કરતાં; શ્વેતામ્બરમાં પર્યુષણના આઠ દિવસ હોય ચાર ઉપવાસ તો પાણી વિનાના ચોવીઆરા કરે. વળી એક દિવસ આહાર, એક દિવસ ઉપવાસ એમ બાર મહિના કરે તેને તપસા માનતા હતા. ધૂળમાંય તપતા નથી. સમજમાં આવ્યું? એ મિથ્યાત્વ સાથેનો રાગ ભાવ હતો; તેમાં ધર્મ હોય? એ અપવાસ વખતે બાર કલાક દુકાન ઉપર બેસીએ. આ તો સંવત ૬૪, ૬૫, ૬૬ ની વાત છે. આ વાત તેમાં નહોતી, કેમકે અમે તો નાની ઉંમરથી જ શાસ્ત્રનો અભ્યાસ કરતા. શ્વેતામ્બરમાં તો આ વાત છે જ નહીં. શ્વેતામ્બરનો ગમે તેટલો અભ્યાસ કરો પણ તેમાંથી આ વાત ન નીકળે. રાગથી ભિન્ન થતાં આનંદનો અનુભવ આવે એ સમકિતની વાત નીકળે જ નહીં. દિગમ્બર શાસ્ત્રોમાં સનાતન જૈન દર્શનની ચીજ રહી ગઈ છે. અમે તો શ્વેતામ્બરના કરોડો શ્લોકો જોયા છે. આખી જિંદગી સ્વાધ્યાયમાં ગઈ છે. અહીંયા કહે છે કે – “તોષ વિશ્વત” આહાહા ! શું કહે છે? જેને મિથ્યાત્વનો આગ્નવ રોકાઈ અને આત્માનું સમ્યગ્દર્શન થયું તેને આનંદનો થોડો સ્વાદ આવે છે. પછી જેટલો Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ કલશાકૃત ભાગ-૪ શુભાશુભ આસવ હતો તે સ્વરૂપમાં લીન થતાં “વિક્રત તોષ” ઘણો આનંદ છે. ચારિત્રની દશામાં (પ્રચુર) આનંદ આવે તે જ ચારિત્ર છે. પંચમહાવ્રત અને નગ્નપણે એ કાંઈ ચારિત્ર નથી. તોષ વિશ્ચત “અતીન્દ્રિય સખરૂપ પરિણમ્યું છે.”તોષ નો અર્થ કર્યો અતીન્દ્રિય સુખ. “વિક્રત' નો અર્થ પરિણમ્યો. આહાહા ! ભગવાન જે અશુધ્ધ પુણ્ય – પાપના ભાગરૂપે હતો એ દુઃખરૂપ હતો, એને છોડીને જ્યાં સ્વરૂપનો પૂર્ણ અનુભવ થયો -ચારિત્રની રમણતા થઈ. સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી આસ્રવ હતો તેનો વિરોધ કરી સ્વરૂપમાં લીન થયો. આનંદને ધારણ કર્યું તો આનંદરૂપ પરિણમી ગયો... તે ચારિત્ર છે. વળી કેવું છે? “પરમમ” ઉત્કૃષ્ટ છે.” અતીન્દ્રિય આનંદ પરમ ઉત્કૃષ્ટ (પ્રગટ) થયો છે. અહીંયા પહેલાં અપૂર્ણદશાની વાત ચાલતી હતી. પૂર્ણ આસ્રવ રોકાતાં.... પૂર્ણ સ્વભાવમાં આવી ગયો... તો ઉત્કૃષ્ટ સંવર નામ ધર્મ થઈ ગયો. પરમતેના બે અર્થ થાય છે. એક તો (પરમમ્) એટલે ઉત્કૃષ્ટ છે. બીજો અર્થ પરમમ્ એટલે પરા... મા, પરા અને એમ બે શબ્દ છે. “પરા' એટલે ઉત્કૃષ્ટ અને “મા”, એટલે આનંદની લક્ષ્મી પ્રગટ થઈ. સંસ્કૃત ટીકામાં છે. “પરમ' એટલે ઉત્કૃષ્ટ આનંદ થયો. પૂર્ણ આસ્રવ રોકાઈને પૂર્ણ આનંદ, પૂર્ણ કેવળ દર્શન થયું. આત્મામાં તો અનાદિનો અનંત આનંદ પડ્યો જ છે, એ તો અનાદિનો છે. અજ્ઞાનીને પણ તેના આત્મામાં અનંત જ્ઞાન પડયું જ છે. તે (આનંદમય) આત્માનું ભાન થઈને અનુભવપૂર્વક આસ્રવનો નિરોધ કરી અને સંવર દશા પૂર્ણદશા પ્રગટ થઈ ત્યાં પરા-મા” ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ થઈ ગઈ. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત અરિહંતપદ, પરમાત્મપદ, પરમ લક્ષ્મી પ્રગટ થઈ, જે લક્ષ્મી પોતાની હતી તે હવે પ્રગટ થઈ ગઈ. આ ધૂળની લક્ષ્મી છે એ તો માટી – ધૂળ છે. મેં ઘણા પૈસા ભેગા કર્યા હતા. કરોડો અબજો, હવે મરણ વખતે હાય હાય થાય! પણ લક્ષ્મી સાથે જાય? મેં તારા માટે બહુ પાપ કર્યું હતું તો તે કાંઈ શરણ આપે? પૈસા કમાવવા માટે જિંદગી ગાળી તો તે (શરણ છે?) સિકંદર બાદશાહ હતો તેણે દેશને બહુ હેરાન કરી અબજો રૂપિયા ભેગાં કર્યા, તેનું એકદમ મરણ થયું. મરણ ટાંણે તે કહે છે – મેં આટલી લક્ષ્મી ભેગી કરી, પરંતુ મને કોઈ શરણ નથી અરે! મેં ડોકટરો, વૈધો – હકીમોને લાખો રૂપિયા આપી રાખ્યા પણ કોઇ મને શરણ નથી. હું દુઃખી છું ત્યારે આ અબજો રૂપિયા પડ્યા છે. પણ, શરણ નથી. સિંકદર છેલ્લે – મરતી વખતે કહે છે મારો જનાજો હકીમો ખંધે ઉપાડજો, જગતમાં કોઈએ મને મદદ કરી નથી તેમ દુનિયાને ખબર પડે ઘણી બધી વાતો સાંભળી હોય પણ જોયું નથી. આહાહા! સિકંદર કહે છે – મેં દેશને લૂંટયો, દેવાલય ને લૂંટયા, અબજો રૂપિયા ભેગાં કર્યા પણ હું ખાલી હાથે જાઉં છું. હાથ આમ રાખ્યા (બતાવ્યું) હાથમાં એક પાઈ આવતી નથી. વૈદ્યોને વારસા બાંધી દીધા છે તે પણ ઊભા ઊભા જુએ છે. હવે એટલું કામ કરજો કે – “હું મરી ગયા પછી હકીમને કાંધે ઉપડાવજો.” Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ અહીંયા કહે છે કે – આત્મામાં અનંતજ્ઞાનરૂપી લક્ષ્મી પડી છે. આત્મામાં અનંત અતીન્દ્રિય આનંદરૂપી લક્ષ્મી પડી છે. આત્મામાં ઈશ્વરતારૂપ પ્રભુતા પડી છે. ‘પરામા’ પરમ ઉત્કૃષ્ટ, ‘મા’ નામ પોતાના જ્ઞાન ને આનંદની લક્ષ્મી... હતી તે પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ થઈ ગઈ. સમજમાં આવ્યું ? ( જયચંદજી ) પંડિત ( સમયસારમાં ) બધી જગ્યાએ આ અર્થ ક૨ે છે. જ્યારે (૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં ) શુભચંદ્રઆચાર્ય સંસ્કૃત ટીકામાં આવો અર્થ કરે છે. ‘પરમં - પરĪ - ઉત્કૃષ્ટ - મા - સર્વવસ્તુ પરિચ્છેવિા જ્ઞાનશવિત્તપા લક્ષ્મી विद्यते यस्त तत्” કલશ-૧૩૨ આહાહા ! આત્મા, આત્મામાં પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરીને, મિથ્યાત્વ અને અનંતાનુબંધી ને આસ્રવને રોકીને, કેમકે સમકિતી – જ્ઞાનીને પણ હજુ ( અસ્થિરતાના ) શુભાશુભ પરિણામ આવે છે. એ શુભાશુભ પરિણામને રોકીને તે સ્વરૂપમાં લીન થયો. તો ચારિત્ર રમણતા થઈ તો અહીં કહે છે કે – “પરમામ્ પાત્” ઉત્કૃષ્ટ જ્ઞાન ને આનંદ લક્ષ્મી પ્રગટ થઈ. આ તમારી ધૂળની લક્ષ્મી નહીં. આ શેઠિયા રહ્યા કરોડપતિ ( અર્થાત્ ) ધૂળપતિ. નિર્જરા અધિકા૨માં કહ્યું છે કે – ધૂળના પતિ માને તે જડ છે. જેમ ભેંસ હોય તેનો ઘણી તો પાડો હોય છે. એમ પોતાને જડ—લક્ષ્મીનો ઘણી માને તે જડ છે. અહીંયા તો આવી ( વાત ) છે ભાઈ ! અહીંયા કોઈને માખણ લગાવવું એવું છે નહીં. નિર્જરા અધિકા૨માં કહ્યું છે કે – જેમ પત્નીનો પતિ છે, નરનો ઇન્દ્ર રાજા નરેન્દ્ર છે, ભેંસનો ધણી પાડો છે તેમ આ પૈસાનો – લક્ષ્મીનો ધણી જડ છે. જડ લક્ષ્મીને જે મારી માને છે તે જડ છે. દુનિયા પાગલ છે, પાગલ તો પાગલ જેવી કિંમત કરે. - આહાહા ! અહીંયા જેને આત્મલક્ષ્મી પ્રગટ તેની વાત છે. ‘પરામા’-‘પરમમ્’ એમ કહ્યું ને ! ( પરામા ) એટલે શુભાશુભભાવ છે તે પૂર્ણપૂણે રોકાઈ ગયા. અને પૂર્ણ શુદ્ધતા અંત૨ લક્ષ્મી પ્રગટી. અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ આદિ પ્રગટ થયા તે ૫૨મ લક્ષ્મી નામ મહાઉત્કૃષ્ટ લક્ષ્મી પર્યાયમાં પ્રગટ થઈ ગઈ. (સ્વરૂપમાં ) હતી તે દશામાં પ્રગટ થઈ ગઈ. આત્મામાં અનંત... અનંત સ્વચ્છતા પડી છે. અનંત સ્વચ્છતા પ્રભુમાં પડી છે. ભાઈ ! તને ખબર નથી. ત્રિકાળી સ્વચ્છતા અનંત... અનંત તારામાં પડી છે પ્રભુ! એ સ્વચ્છતા, અનંત આનંદ, અનંતજ્ઞાનનો આશ્રય લઈ, જેણે પોતાની પર્યાયમાં અનંત લક્ષ્મી પ્રગટ કરી તેણે આસ્રવને રોકી દીધો કહે છે કે ‘પા’ ઉત્કૃષ્ટ મહાલક્ષ્મી તને પ્રગટ થઈ. અમે તો જોયું છે ને ! આખી જિંદગી નિવૃત્તિ ૮૮ વર્ષ થયા... . પહેલેથી ઘ૨માં, દુકાન ઉ૫૨ હોઈએ તેમાંથી નિવૃત્તિ લઈ લેતા ૬૯ વર્ષથી નિવૃત્તિ છે. એક શેઠ હતો તે ગામનું બહુ કામ કરતો હતો. એને મરણ ટાણે એવી પીડા.... મ૨ણ વખતે શેઠિયાઓ તેને જોવા જાય, આબરૂદાર શેઠિયા જોવા જાય... કેમ છે ભાઈ ! ત્યારે તે કહે - અરેરે ! મેં મારું કાંઈ કર્યું નહીં, મેં ગામની પંચાતમાં રોકાઈ મારી જિંદગી ગુમાવી દીધી. મરતી વખતે આંસુની ધારા વહી જતી હતી. Page #240 -------------------------------------------------------------------------- ________________ સહાય કલશામૃત ભાગ-૪ દામનગર ખુશાલભાઈ હતા. લૌકિકમાં માણસ તરીકે બહુ સારા, જ્યાં ત્યાં બીજાને મદદ કરે. મરતાં કહે – મને તણાય છે, શૂળ ઊઠે છે. આંસુની ધારા વહી જાય. દામનગરના દામોદર શેઠ જોવા જાય... તેને કહે છે ભાઈ – જિંદગીમાં મેં મારું કાંઈ જ ન કર્યું. સમાજની, ગામની પંચાતમાં રોકાઈ મારી જિંદગી પૂરી થઈ હવે શું કરવું ? દામોદર શેઠના મ૨ણ વખતે તે કહેતા – મારા પગ તણાય છે હું તણાવ છું – તણાવ છું કોઈક મને ખેંચે છે એમ છેલ્લે કહેતા મને કોઈ બંદુક મારો, હું છૂટી જાઉં તેમને ‘વા’ ની વેદના થતી. તેઓ મોટા ગૃહસ્થ હતા. ત્યારે ૫૦, ૦૦૦ ની પેદાશ હતી, દશ લાખ રૂપિયા હતા. ગરાશના ગામ, ધોડા તો એકબે નહીં હારબંધ, મોટા રાજા જેવો (વૈભવ) સાંઈઠ વર્ષ પહેલાની વાત છે. માળીયાપા૨ ગરાસનું ગામ હતું. તેની દશ હજા૨ની પેદાશ. ગામધણી હતા. તેને મરતા કોણ શ૨ણ ? શ૨ણ લેવા લાયક તો અંદર ભગવાન આત્મા છે. તેનું તો શ૨ણ લીધું નહીં. બહારમાં ઝાંવા માર્યા. ૨૨૪ — અહીં કહે છે કે જેણે અંદ૨માં શ૨ણું લીધું અને આસવનો નિરોધ કર્યો અને આત્માનો સંવર પ્રગટ કર્યો તેણે ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ કરી. ‘પરમ’ નો અર્થ એ છે. ‘૫૨મ' નો અર્થ ઉત્કૃષ્ટ છે. ‘પરા- મા’, ઉત્કૃષ્ટ લક્ષ્મી જેને પ્રગટ થઈ ગઈ. સચ્ચિદાનંદ! જેવી શક્તિ હતી એવી પર્યાયમાં પૂર્ણ આનંદ આદિ પૂર્ણ પ્રગટ કરી. ત્યારે પૂર્ણ આસ્રવ રોકાયો. 66 આત્માના અવલંબનથી જે જ્ઞાન ને આનંદ પ્રગટ થયા તે કેવા છે? “વળી કેવું છે ? “અમલાલોક્” સર્વથા પ્રકારે, સર્વ કાળે, ત્રૈલોકયમાં નિર્મળ છે - સાક્ષાત્ શુદ્ધ છે” ‘અમલા આલોકન,” જેનો પ્રકાશ અમૂલ છે. નિર્મળદશા કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ પ્રગટ થઈ છે. આ તો અધ્યાત્મની વાતો છે. આમાં તો બહુ ગંભીરતા પડી છે. આ કાંઈ કથા વાર્તા નથી. સમજમાં આવ્યું ? આહા ! સમ્યગ્દર્શન થઈ ગયું, સમ્યગ્દર્શન થયું એટલે આસ્રવ રોકાઈ ગયો, બંધન છે જ નહીં એમ નથી. અહીં તે વાત કહે છે. સમ્યગ્દષ્ટિને ત્રણ પ્રકારના કષાય છે. તે અવ્રતનો આસ્રવ છે તેટલું દુઃખ છે. પંચમ ગુણસ્થાને બે કષાયનો આસ્રવ છે અને તેટલું દુઃખ છે. મુનિને એક કષાયનો આસ્રવ અને દુઃખ છે. કેવળજ્ઞાન થયું એમાં બિલકુલ આસ્રવ નથી, તેમાં એકલો આનંદ છે. સમજમાં આવ્યું ? છેલ્લા શ્લોક છે. એમાં પૂર્ણ સંવ૨ બતાવે છે. “સર્વથા પ્રકારે”, વળી કોઈ કહે છે કે –પૂર્ણ કેવળદશા થઈ તો કંઈક મલિન દશા હશે ને!? કંઈક અલ્પજ્ઞાન હશે ને!? પોતાના સ્વરૂપના અવલંબનથી કેવળજ્ઞાન થયું, પૂર્ણ આસ્રવ રોકાઈને થયું. સર્વથા પ્રકાર અને સર્વકાળ; ત્રણ લોકનું નિર્મળ જ્ઞાન પ્રગટ થયું. સંવર થયો તો આ દશા પ્રગટ થઈ. આહાહા ! કેવળજ્ઞાન ત્રિલોકમાં નિર્મળ છે, સાક્ષાત્ શુદ્ધ છે એમ કહે છે. શું કહ્યું ? શક્તિ અને સ્વભાવ તો શુદ્ધ તો જ પરંતુ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ. એ શું કહ્યું ? દ્રવ્ય જે વસ્તુ ભગવાન છે તે તો શુદ્ધ જ છે. શક્તિ (એ ) શુદ્ધ, સ્વભાવે શુદ્ધ છે. તે પવિત્રતાનો પિંડ છે. પણ પર્યાયમાં સંવર થયો અને પછી પર્યાયમાં સર્વથા શુદ્ધ થઈ Page #241 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૨ ૨૨૫ ગયો. સાધક હતો ત્યારે સર્વથા શુદ્ધ ન હતો. સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, અનુભવ થયો છતાં હજુ આસ્રવ છે, અશુધ્ધતા છે. છઠ્ઠ ગુણસ્થાને હજુ (બુદ્ધિપૂર્વકનો) રાગ છે. તે આસ્રવ છે. તે દુઃખ છે. જે પર્યાયમાં સાક્ષાત્ શુદ્ધ થયો તે પૂર્ણ શુદ્ધ થઈ ગયો. સમજમાં આવ્યું? ' અરેરે ! તેને પોતાના સ્વરૂપનું કદી મહાભ્ય અને મહિમા આવી નથી. આ પુણ્યના પરિણામ અર્થાત્ પાપના પરિણામ એના ફળની મહિમા આવી. આ કરોડો રૂપિયા આવ્યા તે પુણ્ય કર્યા તેના ફળમાં, તે સ્વરૂપ આચરણનું ફળ છે? ધૂળમાંય નથી. પરની મહિમાં પોતાની મહિમા છૂટી ગઈ. જેને પોતાની મહિમા આવી તેને પરની મહિમા છૂટી ગઈ છે. પછી તે ચક્રવર્તી પદ હો ! ઇન્દ્રપદ હો ! પરંતુ સમકિતીને પરની – પુણ્યની મહિમા અંદરથી છૂટી ગઈ છે. સમજમાં આવ્યું? “વળી કેવું છે? “ જ્ઞાન” સદા પ્રકાશરૂપ છે,” સર્વજ્ઞને જે કેવળજ્ઞાન... આનંદ આવ્યો તે હવે સદાય અર્થાત્ સાદિ અનંતકાળ રહેશે. શ્રીમદ્જી અપૂર્વ અવસરમાં કહે છે કે – “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન. અનંત જ્ઞાન સહિત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” શ્રીમદ્ રાજચંદ્રનું ગુજરાતીમાં છે તેનું રાજમલ્લજી પવૈયાએ હિન્દી બનાવ્યું છે. “અપૂર્વ અવસર ઐસા કબ આયેગા”, હું પૂર્ણ આનંદની, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરું. હું આનંદમાં ઝુલું એવો અવસર ક્યારે આવશે? પોતાના પુરુષાર્થથી આવશે, બાકી બધું ધૂળ ધાણી છે. ૨૫-૩૦ વર્ષના યુવાન રૂપાળાં શરીર હોય એ શરીરમાં જીવડા પડશે બાપુ! એક માણસને માથામાં જીવડા પડયા હતા. આમ કરે તો કીડા. આ શરીર તો માટી – ધૂળ છે. આમાં શું છે? શરીરની મહિમા ગાવાવાળાને આત્માની મહિમા આવતી નથી અને જો આત્માની મહિમા આવી એને પરપદાર્થની મહિમા આવતી નથી. છેલ્લો શ્લોક ઘણો ઊંચો છે. “વળી કેવું છે?“” નિર્વિકલ્પ છે” નિર્વિકલ્પ થયો હવે અભેદ થઈ ગયો. સાધક હતો ત્યારે તો શુદ્ધતા પણ હતી અને અશુધ્ધતા પણ હતી. બન્ને હતું. હવે એકરૂપ નિર્વિકલ્પ દશા થઈ ગઈ. જેવું એનું એકરૂપ નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ છે, હવે એની પર્યાયમાં એકરૂપ નિર્મળ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ, હવે જેમાં ભેદ રહ્યો નહીં. આહાહા! ઝીણી વાત છે પ્રભુ શું થાય? માર્ગ આવી છે. લોકોએ તો બહારમાં ફસાવીને મારી નાખયા છે. આ જાત્રા કરો તો ધર્મ થશે. જાત્રા ભક્તિ હોય છે, અશુભથી બચવા માટે – “અશુભવંચનાર્થે' એવો પાઠ છે. શુભ હોય છે પણ એ ધર્મ નહીં, એ સંવર નહીં, એ નિર્જરા નહીં, એ આત્મલક્ષ્મી નહીં. વળી કેવું છે? નિર્વિકલ્પ છે.” હવે પૂર્ણ નિર્વિકલ્પ થઈ ગયો. પરમાત્મ દશા પ્રગટ થઈ ગઈ. અંદર ભેદજ્ઞાન કરતાં કરતાં, ભિન્ન પાડતાં પાડતાં પાડતાં સ્થિર થયો તો પૂર્ણ ચારિત્ર થઈ ગયું. એકરૂપ દશા રહી ગઈ. “શુદ્ધજ્ઞાન આવું જે રીતે થયું છે તે કહે છે.” આવું કેવળજ્ઞાન કેમ થયું? પૂર્ણ આનંદની દશા કેવી રીતે થઈ ? આહાહા! “વફર્મwાં સંવરે” જ્ઞાનાવરણાદિરૂપ આસ્રવતાં હતાં જે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કલામૃત ભાગ-૪ કર્મયુગલ તેના નિરોધથી.” આસવનો નિરોધ થઈ ગયો, કર્મ રોકાય ગયા અને આસવ રોકાય ગયા એવી દશા પ્રગટ થઈ. કર્મના નિમિત્તથી તો વાત કરે છે. કર્મના કારણે જે આસ્રવ હતો તે રોકાઈ ગયો તો કર્મ રોકાઈ ગયા અને પૂર્ણાનંદની દશા પ્રગટ થઈ ગઈ. એ કર્મનો નિરોધ કેવી રીતે થયો તે કહે છે. કર્મનો નિરોધ જે રીતે થયો છે તે કહે છે – “રા'ગ્રામપ્રય -૨વાત” “રાગ” એક શબ્દ લીધો. રાગમાં - મિથ્યાત્વ, દ્વેષ, વિષય વાસના, ક્રોધ – માન - માયા - લોભ બધું આવી જાય છે. તે બધો વિકાર છે. રાગગ્રામ” ગ્રામ એટલે સમૂહ એ રાગનો સમૂહ. આહાહા! “રામ પ્રયરત' (રાગ) રાગ-દ્વેષ - મોહરૂપ અશુધ્ધ વિભાવ પરિણામોનો સમૂહુ- અસંખ્યાત લોકમાત્ર ભેદ,” અસંખ્યાત લોક પ્રમાણ દયા-દાન – વ્રતના અસંખ્ય શુભના પ્રકાર કહ્યા અને પાપના ભાવ પણ અસંખ્ય પ્રકારના કહ્યા તે બધા ભાવ રોકાય ગયા. ભેદજ્ઞાન કરતાં કરતાં રોકાય ગયા. “તેમનો મૂળથી સત્તાનાશ કરવાથી.” વિકારરૂપી સત્તાનો નાશ કરી દીધો. પોતાની સત્તાની ખિલવટ કરી દીધી અને આસવની સત્તાનો નાશ કરી દીધો. આહાહા ! આસવનો એક અંશ પણ ન રહ્યો. તે સત્તાનો મૂળમાંથી નાશ કર્યો. આહાહા ! જે પુણ્ય – પાપના વિકલ્પ મુનિને પણ આવતા હતા તે બધાની સત્તાનો નાશ થઈ ગયો. “પ્રનય' શબ્દ પડ્યો છે ને! “પ્ર’ એટલે વિશેષ અને “લય' એટલે નાશ. પ્ર-વિશેષે, લય નામ નાશ કર્યો. “પ્રલય” અર્થાત્ મૂળથી સત્તાનો નાશ “પ્ર” નામ મૂળમાંથી “લય” અર્થાત્ નાશ, એવો અર્થ કર્યો, પુણ્ય ને પાપના વિકલ્પ એ બધા આસ્રવ હતા તેનો મૂળમાંથી નાશ કરી દીધો. તેની મૂળમાંથી સત્તા નાશ કરવાથી કેવળજ્ઞાન આદિ ઉત્પન્ન થયું એમ કહે છે. “આવું પણ શા કારણથી શુદ્ધતત્ત્વોપનષ્ણાત” શુદ્ધ ચૈતન્યવહુની સાક્ષાત્ પ્રાતિથી” શુભાશુભભાવનો મૂળ સત્તાથી નાશ અને શુદ્ધ તત્ત્વની જે શક્તિ છે, સ્વભાવ છે તેનો પર્યાયમાં શુદ્ધ તત્વનો પૂર્ણ લાભ થયો. આમાં આવી વાતો છે. આમાંજ એકાંત ધ્યાન આપે ત્યારે સમજાય એવું છે. અનંતકાળથી મોહને લીધે તત્ત્વ સમજણમાં આવ્યું નહીં. કંઈક - કંઈક – કંઈક શલ્યમાં રોકાઈ ગયો. શક્તિથી તો પૂર્ણ હતો પણ હવે પૂર્ણાનંદની સાક્ષાત્ પ્રાતિ પર્યાયમાં થઈ ગઈ, તે ભેદજ્ઞાનથી થઈ. રાગથી ભિન્ન પાડતાં પાડતાં સ્વરૂપમાં સ્થિર થઈ ગયો તો સાક્ષાત્ પ્રાપ્તિ થઈ ગઈ. રાગનો નાશ અને શુદ્ધતાની પ્રાપ્તિ તેનો વ્યય અને આની પ્રાતિ. અશુધ્ધતા સત્તામાં રહી જ નહીં તેનું નામ નાશ, શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિનો ઉત્પાદ અને ધુવ તો છે જ. “ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્તમ્ સત્ આસ્રવનો નાશ એટલે વ્યય અને સંવરનો પૂર્ણ શુદ્ધતાનો ઉત્પાદ ધ્રુવ તો છે જ. ધ્રુવના આશ્રયથી તો શુદ્ધતાની ઉત્પત્તિ થઈ છે. આહાહા ! સંવર અને આસવની પર્યાયના આશ્રયે સંવર થતો નથી. એમ કહે છે. ત્રિકાળી ધ્રુવના આશ્રયે શુદ્ધ પૂર્ણ દશા થાય છે. ચોથે પાંચમે ગુણસ્થાને જ્ઞાન થયું, સમકિત Page #243 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૨ ૨૨૭ થયું ત્યાં સંવર પર્યાય પ્રગટ થઈ ગઈ પરંતુ એ સંવરના આશ્રયે નવો સંવર ઉત્પન્ન થતો નથી. ધ્રુવના આશ્રયથી જ સંવર થાય છે. સંવર તો પર્યાય છે, પર્યાયનો આશ્રય લ્ય તો વિકલ્પ – રાગ ઉત્પન્ન થાય છે. આહાહા ! દયા – દાન વ્રતનો તો આશ્રય નહીં, પરંતુ જે સંવર ઉત્પન્ન થયો તે પર્યાયનું પણ આલંબન નહીં. જ્ઞાન જાણે છે કે – આલંબન – આશ્રય તો ધ્રુવનો છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ! જેમાં અનંત અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શક્તિનું ત્રિકાળી ગોદામ પડયું છે. તેનો આશ્રય છે. એક કલાકમાં આવી નવી – નવી વાતું નીકળે છે. ગઈકાલે શેઠ કહેતા હતા. વાત નવીન હતી. વાત સાચી છે પ્રભુ આવો માર્ગ છે. આહાહા! અતીન્દ્રિયનાથ પ્રભુ અંદર બિરાજે છે, જેને એના ભેટા થયા તેનો આસવ રોકાઈ અને પૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. અત્યારે તો એ આસ્રવ સંબંધે તકરાર થાય છે. શુભ જોગ તે મોક્ષનો માર્ગ છે તેમ પંડિતોમાં મોટા (ગણાય) તે કહે છે. કૈલાસચંદજીએ કહ્યું – શુભજોગ તે મોક્ષનો માર્ગ નહીં. ત્યારે પેલા પંડિતે ચેલેન્જ આપી છે – શુભભાવ તે મોક્ષનો માર્ગ છે. તેની સામે નરેન્દ્રકુમાર કહે – અમે પણ ચેલેન્જ આપીએ છીએ. બે દિવસમાં સમાધાન નહીં થાય. તમો આટલા વર્ષ ક્યાં સૂતા હતા? શુભભાવ કરો બસ, થઈ જાય ધર્મ એ વાત ચાલતી હતી એમાં આ વાત બહાર આવી. એ લોકો એમ કહે છે કે – ગરબડ થઈ ગઈ. વાત સાચી, બહુ ફેરફાર ચાલતો હતો લોકોને સમાધાન થતું જાય છે. કેટલાક તો કહે છે કે સોનગઢની વાત સાચી છે. પેલા એ પલટનમાં મોટા શાસ્ત્રી, પછી મારી સાથે વાત થઈ, તો તે કહે – સોનગઢની વાત સાચી છે. પણ તે મોટા ઠેકેદાર એટલે હવે શું કરે? તે કહે –અમે તમારી વાતને સાચી કહીએ તો અમારી પાસે કોઈ આવતું નથી, બધા પાછા ચાલ્યા જાય છે. એમણે આ વાત હજી ભાઈને ખાનગીમાં કરેલી. આપણે બહાર ન પાડવું. માર્ગ આ છે. આ વાત ક્યાં ખાનગી કે ગુપ્તમાં છે. આહાહા! અહીંયા કહે છે કે – “શુદ્ધ ચૈતન્યવહુની સાક્ષાત્ પ્રાપ્તિથી આવું પણ શા કારણથી? શુદ્ધસ્વરૂપ જ્ઞાનનું પ્રગટપણું,” (મેવજ્ઞાન) રાગથી ભિન્ન કરતાં – કરતાં – કરતાં કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. “તેના નિરંતર અભ્યાસથી” વિકલ્પથી મારી ચીજ ભિન્ન છે એવો નિરંતર અભ્યાસ કરવો. “(7નાત) નિરંતર અભ્યાસથી ભાવાર્થ આમ છે કે- શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાદેય છે.” અંદર શુદ્ધ ભગવાનના આશ્રયે તેની પર્યાયમાં શુદ્ધ ઉત્પાદ થયો તે એક જ ઉપાદેય છે, આસ્રવ ઉપાદેય નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કલશામૃત ભાગ-૪ નિર્જરા અધિકાર (શાર્દૂલવિક્રીડિત) रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा पर: संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृत्तं न हि यतो रागादिभिर्मूर्च्छति।।१-१३३।। ખંડાન્વય સહિત અર્થ- “વધુના નિર્જરા વ્યાકૃષ્ણ” (મધુના) અહીંથી શરૂ કરીને (નિર્ના) નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ (વ્યાનુમતે) પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે? “તુ તત વ પ્રાથદ્ધ ધુમ” (7) સંવરપૂર્વક (ત) જે જ્ઞાનાવરણાદિકર્મ (વ) નિશ્ચયથી (પ્રાદ્ધ) સમ્યકત્વ નહિ હોતાં મિથ્યાત્વ-રાગદ્રષ-પરિણામ વડે બંધાયું હતું તેને (ધુન) બાળવા માટે. કાંઈક વિશેષ-“પર: સંવર: સ્થિત:” સંવર અગ્રેસર થયો છે જેનો એવી છે નિર્જરા. ભાવાર્થ આમ છે કે-સંવરપૂર્વક નિર્જરા તે નિર્જરા; કેમ કે જે સંવર વિના હોય છે સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી. કેવો છે સંવર? “રા'ITદ્યારdવરોધત: નિધુરાં વૃત્વા મા IITન સમસ્તમ વ વર્મ ભરત: નૂર – નિરુત્વન” (રાઘાસવરોધત:) રાગાદિ આસવભાવોના નિરોધથી (નિઝધુ) પોતાના એક સંવરરૂપ પક્ષને (વૃતા) ધરતો થકો (કામિ) અખંડધારાપ્રવાહરૂપ આસવિત થનારાં (સમસ્તમ છવ વર્મ) નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુગલકર્મ (ભરત:) પોતાની મોટપથી (ટૂરતુ નિરુન્યન) પાસે આવવા દેતો નથી. સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે-“યત: જ્ઞાનળ્યોતિઃ અપવૃિત્ત રા+IIFમિ: ન મૂચ્છતિ” (યત:) જે નિર્જરાથી (જ્ઞાનળ્યોતિ:) જીવનું શુદ્ધ સ્વરૂપ (પાવૃત્ત) નિરાવરણ થયું થયું (૨IIIમઃ ) અશુધ્ધ પરિણામો વડે(નમૂચ્છતિ) પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી. ૧-૧૩૩. કળશ નં.-૧૩૩ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩ર તા. ૨૭/૧૦/'૭૭ શ્રી કળશ ટીકાનો નિર્જરા અધિકારનો ૧૩૩ મો કળશ છે. નિર્જરા એટલે શું? જેણે Page #245 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૩ ૨૨૯ આત્મના સ્વરૂપનું અંતર ભાન કરીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને શાંતિ પ્રગટ કર્યા છે. એ દશાને સંવર કહીએ. સંવર એટલે કે તેને હવે નવાં કર્મ આવતાં નથી. શું કહ્યું? ઝીણી વાત છે. આ આત્મા આનંદનું અને જ્ઞાનનું પરમ બ્રહ્મ સ્વરૂપ છે સમ્યગ્દર્શન થતાં આનંદનું વેદના થાય છે. (તે સમયે) પ્રતીતિ, જ્ઞાન અને જેટલી રમણતા થાય છે તેટલો તેને સંવર થયો તેમ કહેવામાં આવે છે. એ સંવર થતાં તેને હવે નવાં કર્મ આવતા નથી. એ સમ્યગ્દર્શન થયા પછી તેને આગળ પણ (નવાં કર્મ આવતાં અટકી ગયા છે.) જ્ઞાનીને પણ, નિમિત્તમાં થતાં કર્મના ઉદયમાં જોડાવવાથી રાગ-દ્વેષ થાય છે તેટલો આસ્રવ છે, તોપણ નવાં કર્મબંધના પરમાણુંને તેણે રોકયા છે. સાધક આત્મા, સ્વરૂપની સ્થિરતા દ્વારા આસ્રવને રોકીને, તેથી તેને નવાં આવતાં કર્મના આવરણ અટકી ગયા છે. હવે એને જે પૂર્વે મિથ્યાત્વ અવસ્થામાં રાગ-દ્વેષથી જે કર્મ બંધાયેલા હતા તે હજુ (સત્તામાં) પડયા છે. હવે તે જ્ઞાની સંવરપૂર્વક પોતાના સ્વરૂપમાં ઉગ્ર પ્રયત્નથી જોડાય છે તે સ્વરૂપનું ચારિત્ર છે અને તેને તપસા (નિર્જરા ) કહેવાય છે. એ (ભાવ) નિર્જરાથી પૂર્વના (જૂનાં) કર્મ ખરે છે તેને પણ નિર્જરા કહે છે. નિ= વિશેષે કરવુંખરવું. પૂર્વે જે કર્મ બંધાયેલા હતા એ અને વર્તમાનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન થતાં; નવાં કર્મ આવતાં પણ રોકાણા. પૂર્વેના બદ્ધ જે કર્મ છે તે હવે સ્વરૂપની વિશેષ શુદ્ધિ અને વૈરાગ્ય થતાં.. પૂર્વ કર્મોનો વિપાક ખરે છે ઝરે છે તેને (દ્રવ્ય) નિર્જરા કહેવામાં આવે છે. આ રીતે નિર્જરા ત્રણ પ્રકારે છે. (૧) પૂર્વે જે બંધાયેલા કર્મના પરમાણુંઓ છે તે સ્વરૂપ સ્થિરતાં થતાં ખરે છે તેને નિર્જરા કહેવાય છે. (૨) અશુધ્ધતા ગળે-ટળે તેને પણ નિર્જરા કહેવાય છે. (૩) શુદ્ધતા વધે તેને પણ નિર્જરા કહેવાય છે. પ્રશ્ન- સંવર કયા ગુણની પર્યાય છે? ઉત્તર-સંવર ચારિત્રગુણની પર્યાય છે. પ્રશ્ન- શ્રદ્ધાગુણની પર્યાયમાં સંવર મુખ્ય રહ્યો ને!? ઉત્તર- શ્રદ્ધાગુણની પર્યાયમાં સંવર મુખ્ય રહ્યો છે. એ હમણાં પાઠમાં કહેશે.. [ નિધુરાં વૃતા] સંવરે નિજ પદવી ધારી રાખી છે. જેમ કોઈ અધિકારી પોતાની પદવીને બરાબર જાળવે તેમ સંવરે પોતાની પદવીને બરોબર જાળવી રાખી છે. આત્માનો શુદ્ધ સ્વભાવ તેનું સમ્યગ્દર્શન થયું એટલો મિથ્યાત્વભાવ અને એ સંબંધી અનંતાનુબંધીનો આસ્રવ આવતો રોકાયો.. એ અપેક્ષાએ સમ્યગ્દર્શનને સંવર કહેવાય. એ સમ્યગ્દર્શનમાં પણ અંશે સ્વરૂપનું આચરણ છે. અનંતાનુબંધી આસ્રવ ગયો માટે તે અપેક્ષાએ (ચોથે ) પણ સંવર કહેવાય. ( સ્વરૂપમાં) આગળ વધતાં વિશેષ સંવર થાય છે. એ સંવરપૂર્વક Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નિર્જરાને જ અહીંયા નિર્જરા કહેલ છે. આવી વાતો છે. આત્માના ભાન વિનાની નિર્જરા અર્થાત્ પૂર્વના કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે.. એવી નિર્જરા તો અનંતવા૨ કરી છે. એ કાંઈ સંવ૨પૂર્વકની નિર્જરા નથી. સંવરે પોતાની પદવીને જાળવી રાખી છે અને તે પૂર્વક શુદ્ધતા વધે તે નિર્જરા છે. સંવરમાં શુદ્ધતા તો છે. પુણ્યપાપ બન્ને અશુધ્ધ છે; તેને રોકીને શુદ્ધતા પ્રગટી છે તેને સંવર કહીએ અને શુદ્ધતાની વૃદ્ધિ થાય તેને નિર્જરા કહીએ. અશુધ્ધતાનું ટળવું એ પણ નિર્જરા છે. કર્મનું ટળવું- જરવું થાય તેને નિમિત્તની ૫૨ની નિર્જરા કહેવાય છે. કલશામૃત ભાગ-૪ સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ કંદ સહજાત્મ સ્વરૂપ.. સહજાનંદની મૂર્તિ હું છું તેવા આત્મભાન પૂર્વકનો અનુભવ થતાં... સમ્યગ્દર્શન, જ્ઞાન અને સ્વરૂપના આચરણની સ્થિરતા થઈ; એથી આગળ વધ્યો એટલે પાંચમે, છઠ્ઠ ગુણસ્થાને સ્થિરતા થઈ ત્યાં સંવરે પોતાની પદવી જાળવી રાખી છે. ત્યાં કેટલાક રાગ-દ્વેષ પણ રોકાયા છે. અશુધ્ધતા ગળે તેને પણ અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. તેમજ સંવ૨પૂર્વક કર્મની નિર્જરા થાય તેને પણ નિર્જરા કહેવામાં આવે છે. આટલી શરતું છે. પેલા કહે- બે ઉપવાસ કરો તો નિર્જરા થઈ જાય. છઠમ્ કરો, અઠ્ઠમ કરો... નિર્જરા થાય. ધૂળેય તેમાં નિર્જરા નથી. ત્યાં શુભ વિકલ્પ છે અને એને રાગની એકતાબુદ્ધિ છે તેથી મિથ્યાત્વ સહિત રાગની મંદતા હોવાથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે. અહીંયા તો નવે તત્ત્વનું વર્ણન છે ને ! જીવ; અજીવનું, પુણ્ય-પાપનું, કર્તાકર્મનું, આસ્રવનું, સંવર તત્ત્વનો અધિકાર ચાલી ગયો. હવે નિર્જરા, બંધ, મોક્ષ એ ત્રણનો અધિકાર બાકી છે. પછી છેલ્લો સર્વવિશુદ્ધ અધિકાર. " “અધુના નિર્બરા વ્યાનુમતે” અહીંથી શરૂ કરીને નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ ( અધુના ) એટલે અહીંથી. “પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ” ભાષા જોઈ ? પં. ફૂલચંદજીએ જૈનતત્ત્વ મિમાંસા તેમજ ખાનિયા તત્ત્વચર્ચામાં આ વાત નાખી છે. તત્ત્વાર્થસૂત્રમાં પાઠ છે- ચાર ઘાતિકર્મ ખરે ત્યારે કેવળ થાય છે. આ વાક્યનો અર્થ પેલા લોકો એમ કરે છે કે– કર્મ ખરે ત્યારે કેવળજ્ઞાન થાય છે ને ! ત્યારે આપણા પંડિતજી કહે કે- જે ચાર કર્મ, કર્મરૂપે હતાં તે અકર્મરૂપે થયાં. કર્મનું પરિણમન તો અકર્મરૂપે થયું એટલું. અહીંયા કેવળજ્ઞાન કરાવે એવું તેનું પરિણામ નથી. ઝીણી વાત છે. 66 “પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ” ભાષા જોઈ? જે પૂર્વે બાંધેલા કર્મ છે તે સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિ સ્થિરતા વધતાં (અકર્મરૂપ થાય છે) ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં તો હજુ સ્વરૂપાચરણનો અંશ પ્રગટ થયો છે, તેથી ત્યાં હજુ (દ્રવ્ય ) આસ્રવ ઘણો છે. આગળ પાંચમે જતાં આસ્રવ થોડો છે. શુદ્ધતા વધી છે, આસ્રવ થોડો છે. છઠ્ઠ પણ થોડો આસ્રવ છે, ત્યાં શુદ્ધિ વધી છે, પરંતુ જેટલો રાગ છે તેટલો આસ્રવ પણ છે. અહીંયા તો એમ કહે છે કે- જે જે ભૂમિકામાં જેટલો રાગનો નિરોધ કર્યો અને સ્વરૂપની Page #247 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૩ ૨૩૧ સ્થિરતામાં સંવર, નિર્જરા પ્રગટ કર્યા. એ સંવર પૂર્વેના મિથ્યાત્વવશ (અર્થાત્ તેના નિમિત્તે) જે દ્રવ્યકર્મ બંધાયા હતા તે સત્તામાં પડ્યા છે. હવે સ્વરૂપની સ્થિરતા દ્વારા શુદ્ધિ વધારે છે અને અશુદ્ધિ ટળે છે... એ (જીવની) દશામાં (આ બાજુ) દ્રવ્યકર્મમાં જે દશા કર્મરૂપે હતી એ અકર્મ રૂપ થઈ ગઈ. એ અકર્મપણું જડની દશામાં થયું. સમજાણું કાંઈ? ખાનિયા તત્ત્વચર્ચામાં ત્યાં ફૂલચંદજી પંડિતે લખ્યું છે કે- ચાર કર્મનો નાશ થયો તેથી કેવળજ્ઞાન થયું છે, ચાર કર્મરૂપી પર્યાય હતી તે પુદ્ગલની પર્યાય હતી. તેનો નાશ થયો એટલે શું? જે કર્મરૂપી અવસ્થા હતી તે બદલી ગઈ અને તે અકર્મરૂપ થઈ તેનું નામ ચાર કર્મનો નાશ થયો. એ ચાર કર્મનો નાશ થયો એથી જીવના પરિણામમાં કેવળજ્ઞાન થયું છે એમ નથી. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને કેવળજ્ઞાન દશા, ઝળહળ જ્યોતિ પ્રગટ કરી છે. એ દશા પોતાના દ્રવ્યના આશ્રયથી તીવ્ર પુરુષાર્થથી કરી છે. દ્રવ્યકર્મનો નાશ થયો છે માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. જરી-થોડો ન્યાય ફરે તો બધું ફરી જાય છે. અહીંયા તો એ ભાષા આવીને! [ ધુના] “અહીંથી શરૂ કરીને નિર્જરા અર્થાત્ પૂર્વબદ્ધ કર્મના અકર્મરૂપ પરિણામ પ્રગટ થાય છે” આ તો નિર્જરાની ફક્ત એક વ્યાખ્યા કરી. નિર્જરાની કુલ ત્રણ વ્યાખ્યા છે. અહીંયા (પાઠમાં) એક પ્રકારની વ્યાખ્યા કરી છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના ભાનમાં આવ્યો અર્થાત્ નિર્વિકલ્પ પરિણમન થયું. શુદ્ધ સ્વરૂપમાં શક્તિરૂપ શુદ્ધતા તો હતી તેને પર્યાયમાં પ્રગટ કરી. શક્તિએ તો પરમાત્મા પૂર્ણ છે પણ એ શક્તિની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ કરી તેટલો તેને સંવર થયો. જે પ્રકારે સંવર પ્રગટ થયો તે પ્રકારની અશુધ્ધતા હવે થતી નથી અને તે પ્રકારના કર્મ પણ (દ્રવ્યકર્મની સત્તામાં) આવતા નથી. સાધક થયો તેને હવે નિર્જરા શરૂ થાય છે. જે શુદ્ધતા શક્તિરૂપે પૂર્ણ હતી તેનું વેદના થતાં અર્થાત્ (તેની સન્મુખ થતાં) શક્તિમાંથી વ્યક્તતા પ્રગટી. જેટલી માત્રામાં શાંતિની, આનંદની, સમ્યગ્દર્શનની વ્યક્તિ પ્રગટ કરી તેટલો તો સંવર છે. સંવર એટલે એ દશા થતાં, તે પ્રકારના નવાં કર્મ આવતાં અટક્યા છે. સાધકને ચોથે ગુણસ્થાને પણ પૂર્વે બંધાયેલા કર્મ હજુ ( સત્તામાં) છે. સ્વરૂપમાં લીન થતાં તે અકર્મરૂપે પરિણમી જાય છે. બહારમાં ( વિશ્વમાં) કોઈ વસ્તુનો નાશ તો થતો નથી. પુદ્ગલ પરમાણું પણ જગતની ચીજ છે. ભગવાન અનાદિનો શાશ્વત છે. તેમ આ રજકણો પણ અનાદિ શાશ્વત છે. એ પરમાણું કાંઈ નવાં છે એમ છે નહીં. એ પરમાણુંની અંદરમાં જે કર્મરૂપી પર્યાય છે તે વ્યય થાય છે. વ્યય એટલે તેનો અભાવ થાય છે- નાશ થાય છે. (કર્મનો) નાશ થઈને ઉત્પાદ શેનો થાય છે? કહે છે- અકર્મરૂપ પર્યાયનો ઉત્પાદ અને કર્મરૂપ પર્યાયનો વ્યય થાય છે. (બન્ને દશા વખતે સામાન્ય ) પરમાણું તો ધ્રુવ છે. આ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર કલશામૃત ભાગ-૪ તત્ત્વ દૃષ્ટિ ઝીણી છે. એ કર્મરૂપનાં હવે અકર્મરૂપ પરિણામ થયાં. “પરિણામ' હોં! આ સ્કુલમાં જે પરિણામ (રીઝલ્ટ) આવે છે તે હશે? છોકરાં ભણે ને પછી પરિણામ શું આવ્યું? તેમ કહે છે ને! અહીંયા તો પરમાણુંમાં કર્મરૂપી પર્યાય હતી એ પરિણામનો વ્યય થઈને અકર્મરૂપ પર્યાય થઈ તેને અકર્મરૂપ પરિણામ (કાર્માણ વર્ગણા) કહેવામાં આવે છે. હજુ તો આ પહેલા પદનો અર્થ ચાલે છે. “અધુના નિર્જરા વ્યાકૃમતે” આહાહા! શુદ્ધિની વૃદ્ધિ હવે પ્રગટ થાય છે. સંવરરૂપ શુદ્ધિ તો થઈ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિની જેટલી દશા પ્રગટી છે તેટલો સંવર તો છે. એ સંવર હવે અગ્રેસરપણે રહીને. પૂર્વકર્મનો ક્ષય અથવા નિર્જરવું થાય છે. (જીવની દશામાં) અશુધ્ધનું ટાળવું (નાસ્તિથી) અને શુદ્ધિનું વધવું પ્રગટ થાય છે તે નિર્જરા છે. ભાવાર્થ આમ છે કે- નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. નિર્જરા શા નિમિત્તે (શાને માટે) છે?“તું તyવપ્રાદ્ધ ઘુમ” સંવરપૂર્વક જે જ્ઞાનાવરણાદિકર્મ નિશ્ચયથી સમ્યકત્વ નહિ હોતાં મિથ્યાત્વ-રાગ-દ્વેષ પરિણામ વડે બંધાયું હતું તેને બાળવા માટે.” સૌ પ્રથમ સંવરપૂર્વકની સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ તો પ્રગટી છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકશાંતિ પામ્યો હોવા છતાં પણ પૂર્વેની મિથ્યાત્વ અવસ્થાના નિમિત્તે બંધાયેલા કર્મ સત્તામાં પડ્યા છે. પૂર્વે જે વિપરીત શ્રદ્ધા, રાગદ્વેષરૂપ આસ્રવ હતા તેના (નિમિત્ત) થી જડકર્મ બંધાયેલા પડયા છે. સંવર તો થયો, તો પણ (સંપૂર્ણ) કર્મ હજુ ખર્યા નથી. હા, જેટલો સંવર થયો તેટલા કર્મ આવતાં અટકયા છે. સમજાણું કાંઈ? બહુ ધ્યાન રાખે તો પકડાય એવું છે. બાપુ! આ વાતને લોજીકથી ન્યાયથી સમજવી પડશે! સમજણ વિના અપવાસ કર્યા, તપસા કરી અને થઈ ગઈ નિર્જરા તો એમ નથી. નિર્જરાનું સ્વરૂપ જેવું છે તેવું કહે છે. સંવરપૂર્વક” અર્થાત્ કર્મનો ઉદય આવીને ખરી જાય તે નિર્જરા નહીં. સંવરપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન ને શાંતિ પ્રગટી છે તે પૂર્વકની નિર્જરા. “જે જ્ઞાનાવરણાદિકર્મ નિશ્ચયથી સમ્યકત્વ નહીં હોતાં મિથ્યાત્વ રાગ દ્વેષ પરિણામ વડે બંધાયું હતું તેને [ ધુમ] બાળવા માટે.” સંવરપૂર્વક, પૂર્વના કર્મ નાશ માટે; નિર્જરા પ્રગટ થાય છે. એ શું કહ્યું? ભગવાન આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેની દૃષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન નથી તેને તો પૂર્વના કર્મ ખપે છે તેમ છે જ નહીં. તેને પૂર્વના કોઈ કર્મનો ઉદય આવે, તે સમયે તે તેમાં જોડાતાં મિથ્યાત્વ થાય છે અને તેને નવું કર્મ બંધાય છે. તેને તો સંવરેય નથી.. અને નિર્જરાય નથી. અહીં તો સંવરપૂર્વક નિર્જરાની વ્યાખ્યા ચાલે છે. જેણે આત્માના સ્વભાવનું ભાન કરીને. દશાને સ્વભાવમાં એકાગ્ર કરીને. સંવર પ્રગટ કર્યો છે. એટલે કે નવાં કર્મ આવતાં રોકાયા છે. એવા સાધક) જીવને. પૂર્વે બંધાયેલા કર્મ ( સત્તામાં) પડ્યા છે તે હવે ખરવા Aી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ કલશ-૧૩૩ તૈયાર થાય છે. તમે ત્યાં આવું સાંભળેલું ? એ બધી થોથે થોથાની વાતો ! એમ ને એમ જિંદગી ગાળી. આવો માર્ગ છે. જ્યાં સુધી હજુ શુભ-અશુભ રાગ તેમજ વીતરાગ પ્રભુ ! આનંદકંદ નાથ એવા સ્વભાવની એકતાબુદ્ધિ છે ત્યાં સુધી તો મિથ્યાર્દષ્ટિ છે. તેને (પણ ) કર્મનો ઉદય આવીને ખરે છે તે (વાસ્તવિક ) નિર્જરા જ નથી. કર્મનો વિપાક આવીને ખરી જાય છે, કાંઈ (વાસ્તવિક ) નિર્જરા નથી. નિર્જરા તો તેને કહીએ કે આત્માનું જ્ઞાન કરી, ભાન કરી અને શુદ્ધતા પ્રગટ કરી છે, હવે સંવ૨પૂર્વક શુદ્ધતાની વૃદ્ધિ થતાં, પૂર્વે જે અશુધ્ધભાવના નિમિત્તથી બંધાયેલ જડકર્મ ખરે છે તેને અહીંયા (દ્રવ્ય ) નિર્જરા કહે છે. અરે ! આડો અવળો એક શબ્દ જાય તો ફે૨ફા૨ પડી જાય એવું છે. એવો માર્ગ છે બાપુ ! “ભાવાર્થ આમ છે કે- સંવ૨પૂર્વક નિર્જરા તે નિર્જરા” સંવરપૂર્વક જે નિર્જરા છે તે જ નિર્જરા છે. સંવ૨પૂર્વક એટલે ? સમ્યગ્દર્શન, જ્ઞાનનો અંશ પ્રગટયો છે તેવી સંવ૨દશાપૂર્વક જે શુદ્ધિ વધે અને આગળ વધતાં કર્મ ખરે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. “કેમ કે જે સંવ૨ વિના હોય છે સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી” લોકોએ આમાં કેટલું શીખવું ? નવ તત્ત્વો, નવ તત્ત્વપણે છે. તે એક-બીજામાં ભેળસેળ થતાં નથી એમ કહે છે. જો ભેળસેળ થાય તો નવ તત્ત્વ રહેતા નથી. “સર્વ જીવોને” અર્થાત્ નિગોદમાં અનંત જીવ છે તેને પણ પૂર્વ કર્મનો ઉદય આવીને ખરી જાય છે. કર્મ જે બાંધેલા છે તે ઉદયમાં આવે છે અને તે તો ખરે જ છે, પણ તે (સાચી ) નિર્જરા નહીં. એ તો વિપાક નિર્જરા છે. અહીંયા તો અવિપાક નિર્જરાની વાત છે. અવિપાક નિર્જરા એટલે ? આત્માના શુદ્ધ ચૈતન્યમાં સાવધાની થઈ છે તેટલા પ્રકા૨નો અંત૨માં તેને સંવ૨ થયો છે. એ સંવ૨પૂર્વકની જે શુદ્ધિ વધે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. “તે સર્વ જીવોને ” નિગોદથી માંડીને બધા જીવોએ પૂર્વે જે કર્મ બાંધ્યું હોય તેનો ઉદય આવે અને એ ઉદય આવીને ખરી જાય એ કાંઈ ખરી ચીજ (નિર્જરા ) છે ? એ તો અનંતકાળથી ભવી–અભવી બધા અજ્ઞાનીને થાય છે. દ્રવ્ય જે છે તે તો અનંત શક્તિનો, અનંત ગુણોનો સાગર છે. એવો જે આત્મા છે તેની અંતર્મુખ થઈને એની પ્રતીતિ ને તેનું જ્ઞાન થાય ત્યારે જેટલી સંખ્યામાં ગુણ છે તેટલી સંખ્યામાં તેની પર્યાયમાં વ્યક્તતા થાય અર્થાત્ તે ગુણની દશા વ્યક્ત-પ્રગટ થાય તેને સંવ૨ કહે છે. તેણે તો એ સાંભળ્યું છે કે– ઉપવાસ કરીએ તો પૂર્વેના કર્મો ખરી જાય. ધૂળેય ન ખરે ! તું લાખ–કરોડ ઉપવાસ ક૨ને ! આત્મા શું છે ? તેનું ભાન નથી, સંવ૨ પ્રગટ તો થયો નથી તો સંવર વિના નિર્જરા કેવી ? “સર્વ જીવોને, ઉદય દઈને કર્મની નિર્જરા, તે નિર્જરા નથી” આવી નિર્જરા તો સર્વ જીવોને થાય છે. પૂર્વે બંધાયેલા છે કર્મો તેનો ઉદય આવે અને મુદત પૂરી થતાં ખરી જાય; એથી Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કલશામૃત ભાગ-૪ શું એ નિર્જરા છે? એ ધાર્મિક દશા છે? બિલકુલ નહીં. “કેવો છે સંવર?” અરે! એ સંવર કેવો છે જે સંવર અગ્રેસર થઈને પોતાની પદવી જાળવી રાખીને ઊભો છે. તેને હવે નિર્જરા થાય છે એમ કહેવું છે. અમલદારને, અધિકારને આપણે કહીએ છીએ ને કે તે તેની પદવી-ડયુટી ઉપર છે. સંવત ૧૯૬૩ ની સાલમાં અફીણનો કેસ થયેલોને! હું દુકાને (પાલેજ) બેઠેલો અને પોલીસ અફીણની પોટલી લઈને બક્ષિસ લેવા આવેલો. ત્યારે આઠઆના (પચાસ પૈસા) લ્યો બક્ષિસમાં, પેલો કહે- એક રૂપિયો આપો! તેમાં મોટી તકરાર થઈ. અમારી સાથે જે માણસ હતો તેને માર્યો. પછી અમારા બધાએ ભેગા થઈને તેને માર્યો. મને તેણે એક લાત મારી. પછી તેણે અમારી ઉપર કેસ કર્યો. જ્યારે કેસ ચાલ્યો ત્યારે તે કહે કે હું મારી ડયુટી ઉપર હતો ત્યારે એક માણસ અફીણ લઈને નીકળ્યો. આ છોકરાએ એના કુટુંબીને બોલાવીને મને માર માર્યો. એક મહિનો ને સાત દિવસ વડોદરા કેસ ચાલ્યો. કોર્ટનો મોટો ન્યાયાધીશ હતો તેને ત્યારે ત્રણ હજારનો પગાર હતો. જંગલમાં મોટી કોર્ટ તેમાં કેસ ચાલ્યો. મારી ઉંમર ત્યારે ૧૭ વર્ષની હતી. એ ગોરા પ્રેસિડન્ટે અમને જોયા.. અરે ! આ શું? આ તો વાણિયા છે, એના મોં તો જુઓ ! આ અફિણની ચોરી ન કરે. એ મુખ્ય માણસે અમને જોઈને (એને) થયું કે આ ખોટો કેસ છે; છતાં સાડત્રીસ દિવસ કેસ ચાલ્યો. છેવટે પ્રેસિડન્ટ એમ બોલ્યો કે- આ કેસ કયાં થયો છે? પાલેજના કેસથાણે થયો છે તેથી કોર્ટ ત્યાં લઈ જાવ. જ્યાં કેસ થયો હતો ત્યાં કોર્ટ લાવ્યા. ગોરા અમલદારને શંકા પડી ગયેલી તેથી નક્કી કરતાં કરતાં છેલ્લે સહી કરી દીધી કે- આ કેસ ત જૂથો છે. તેણે ત્યાં સુધી કહ્યું કે- શેઠિયાઓ! તમોને ૭00 નો ખર્ચ થયો છે તે તેની પાસેથી લ્યો. અમને થયું કે- ગરીબ માણસ છે, બિચારાને જવા દ્યો! પછી કુદરતી શું થયું કોણ જાણે પણ તેને કોઈ બીજો માણસ એવો મળ્યો કે- આ (પોલીસ) ને મારી નાખ્યો. સામાને આની સાથે કંઈક વિરોધ હશે. અહીંયા પણ એ વાત સંવર કરે છે કે હું મારી ડયુટી પર ઊભો છું. [નિનઘુi] એ શબ્દ પડયો છે પાઠમાં. “નિજધુરાં' એટલે પોતાની પદવી- પોતાની ડયુટી. સંવર પોતાની ડયુટી સાચવીને ઊભો છે. એનો અર્થ શું? ભગવાન આત્મા! પૂર્ણ આનંદનું સ્વરૂપ છે તેની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એનું વેદન ઊભું છે એ સંવર છે. આ રીતે સંવર પોતાની ડયુટી પર ઊભો છે. હવે નિર્જરા શરૂ થાય છે તેમ કહે છે. શ્રોતા- ત્રણ હજારનો પગાર જોઈતો હોય તો આ ન થઈ શકે? ઉત્તર- તે વખતમાં ત્રણ હજારનો પગાર એટલે ! એવડો મોટો માણસ હતો. અમે કોર્ટમાં પેઠા ત્યારે એક ગુનેગારને પાંચ જણ આમ પકડીને લઈ ગયા. પણ અમને જ્યાં આમ જોયા ત્યાં તે અમલદાર અને મોટો કારકુન હતો. તેણે કહ્યું કે- આને પિંજરામાં ઊભા Page #251 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૩ ૨૩૫ રાખવાના નથી, ખુલ્લામાં ઊભા રહો અને જવાબ આપો. મારી જુબાની ત્રણ કલાક લીધી. અમે જુબાની આપી બહાર નીકળ્યા ત્યારે મારા નાના ભાઈ હતા તેણે પૂછયું- “કાનજી શું થયું?” મેં કહ્યું- શું થાય ! અમે તો જે સત્ય હતું તે કહ્યું, અમને કોઈ ડર નથી. પણ ન્યાયાધીશ અને કારકુન બન્ને એવાં. હોં! અમને જોઈને કહે- આ લોકોને પિંજરાની બહાર ઉભા રાખો. આ વેપારી માણસ લાગે છે. આ લોકોના મોં ઉપર એવું દેખાતું નથી કે તે અફિણની ચોરી કરે! આ ખોટો કેસ ઊભો કર્યો છે. છેવટે કેસ ઉપર રદ મારી દીધી. એમ અહીંયા કહે છે કે સંવર પોતાની ડયુટી પર ઊભો રહીને પોતાની પદવીને જાળવી રાખે છે. [ નિષધુર ] શબ્દ છે ને ! “કેવો છે સંવર? IIઘાસ્ત્રવરોધતા: નિનધુરાં વૃત્વ મા IITન સમસ્તસ્ વ »ર્મ ભરત: નૂર નિરુન્યન” રાગાદિ આસવભાવોના નિરોધથી પોતાના એક સંવરરૂપ પક્ષને ધરતો થકો” પુણ્ય-પાપના ભાવ રાગાદિ તે આસ્રવનો નિરોધ અર્થાત્ તેને અટકાવવું. પુણ્ય-પાપના ભાવ જે રોકાય ગયા છે અને જેને સંવર પ્રગટયો છે. તે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિની પડખે ચડી ગયો છે. તેથી શાંતિ પ્રગટી છે. સમ્યક પ્રગટયું છે. અને સાથે રાગાદિ આસ્રવ ભાવોનો નિરોધ એટલે અટકી જવું- રોકાઈ જવું થયું છે. (નિધુરાં) પોતાના એક સંવરરૂપ પક્ષને ધરતો થકો” તેનો અર્થ કે- પોતાની સંવરરૂપ પદવીને ધરતો થયો. સંવરે પોતાની ડયુટી જાળવી છે. એને જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ પ્રગટ થયા છે તે સંવર છે. સંવરે પોતાની પદવી જાળવી રાખી છે તેથી હવે આસ્રવ આવે નહીં. આવી વાતો છે! ચોથે ગુણસ્થાને સમકિતી-જ્ઞાનીને ત્રણ કષાયનો આસ્રવ આવતો, પાંચમે ગુણસ્થાને બે કષાયનો આસવ આવતો અને છઠે એક કષાય સંજજ્વલનનો આવતો. અહીંયા તો મુનિની પ્રધાનતાથી વિશેષ વાત છે. જેને સમ્યગ્દર્શન ઉપરાંત અંદર ચારિત્રની રમણતા વધી છે, આત્માનું સ્વ-સંવેદન (એટલે) પ્રત્યક્ષ આનંદનું વદન ઉગ્ર વધી ગયું છે એને સંવર છે. (નિધુરાં) સંવરે પોતાની પદવીને બરોબર જાળવી રાખી છે- ડયુટી જાળવી રાખી છે. સંવર પોતાની ડયુટીમાં ઊભો છે. જેટલા પ્રમાણમાં શુદ્ધતા પ્રગટ કરી તેટલા પ્રમાણમાં આસ્રવ રોકાય ગયો છે. હવે તે પ્રકારનો આસ્રવ આવતો નથી. સમજાણું કાંઈ? આ તો અધ્યાત્મની વાતું બાપુ! આ કોઈ કથા-વાર્તા નથી. ત્રણલોકના નાથ ભગવાન સ્વરૂપની આ વાતો છે. ભગવાને કહી છે, સંતોએ બતાવી છે અને સંતોએ પોતાના ભગવત્ સ્વરૂપને પ્રગટ કર્યું છે. અહીં તો ચારિત્ર સહિતની વાત છે ને! ચારિત્ર એટલે? સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો છે, એ ઉપરાંત સ્વરૂપમાં રમવુંચરવું. જમવું એટલે અંદરમાં જામી ગયો તે સ્થિરતા. એને અહીંયા સંવર કહે છે. એ સંવરે પોતાની પદવીને પોતાના પક્ષને પોતાની સ્થિતિને જાળવી રાખી છે. નવાં આવરણ ન Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કલશામૃત ભાગ-૪ આવવા દેવાં તેવી ડયુટીમાં તે ઊભો છે. (નિધુર) નિજ નામ પોતાની ધૂરા નામ પક્ષ પદવી. પોતાની પદવીને સંવરે બરોબર જાળવી રાખી છે. મને જેટલું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું તેટલું આવરણ હવે આવશે નહીં. આ (મારગ ) શેઠિયાઓએ સાંભળ્યો ન હોય. આ તો બધાની વાત છે. નવરા ક્યાં થાય છે? નવરાશ ન મળે. આત્મા શું? સંવર શું? આસ્રવ શું? બંધ શું? અહીંયા તો ત્રિલોકનાથ પરમાત્માએ કહેલી વાત સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. ભગવાનનો માલ તો આ છે. આત્મામાંથી અર્થાત્ શક્તિની વ્યક્તિરૂપ અંશ, જે ક્યારેય નહોતો પ્રગટયો તે પ્રગટયો. બાકી જે જ્ઞાનનો અંશ વિકાસરૂપ હતો એ તો સાધારણ અંશ છે, એ કાંઈ મૂળ ચીજ (જ્ઞાન) નહીં. અંદર જે સ્પર્શીને સમ્યજ્ઞાનની દશાનો જે અંશ થાય તેને જ્ઞાન કહીએ. આમ જુઓ તો જ્ઞાનનો ઉઘાડ અંશે બધાને છે, પરંતુ એ જ્ઞાન નહીં. કેમકે તે જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે, પરને જાણનારું જ્ઞાન પરાધીન છે. એકાન્ત (પરને) જાણનારું જ્ઞાન એ તો પરાધીન જ્ઞાન છે. અંદરમાં તો પ્રભુ જ્ઞાનનો દરિયો ભર્યો પડ્યો છે, તેમાં ડૂબકી મારીને એટલે તેને સ્પર્શીને જે જ્ઞાન થાય તે જ્ઞાન છે. એ જ્ઞાન પ્રગટયું તેને શાસ્ત્રજ્ઞાનની જરૂર નથી. દેવ-ગુરુ કે વાણીની પણ જેને જરૂર નથી. આહાહા! ભગવાન-શાન સ્વરૂપ પ્રભુ (આત્મા) એ તો જ્ઞાનનો દરિયો છે. તેમાં જરી એકાગ્ર થઈને જ્ઞાનને પર્યાયમાં વ્યક્ત કરવી તે સમ્યજ્ઞાન છે. આ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિ (ખીલી છે.) અને પ્રકાશતી અને પરને પ્રકાશતી એવી શક્તિ પ્રગટ કરી છે. તેણે એવી પ્રતીત કરી છે કે હું તો જ્ઞાન છું, આનંદ છું. (નિર્મળ પર્યાયના) નમુનાની હારે આખો માલ કબુલ કર્યો છે. આવી કબુલાતમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની જેટલી રમણતા પ્રગટ થઈ છે.. તેટલી સંવરે પોતાની પદવી જાળવી રાખી છે. હવે તે પાછો પડતો નથી. પરંતુ આગળ વધે છે. નિધુરાં વૃત્વ” એ સંવરની દશાને ધારણ કરતો થકો. સંવરપૂર્વકની નિર્જરાને નિર્જરા કહેવામાં આવે છે. એ વિનાની નિર્જરા તે નિર્જરા નથી. એ તો સવિપાક નિર્જરા છે અને તે બંધનું કારણ છે. “અખંડધારાપ્રવાહરૂપ આસ્ત્રવિત થનારાં નાના પ્રકારનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય ઇત્યાદિ અનેક પ્રકારનાં પુદ્ગલકર્મને (ભરત:) પોતાની મોટપથી પાસે આવવા દેતો નથી” સંવર પ્રગટ થયો તેણે શું કર્યું? જેટલી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની જે નિર્મળદશા પ્રગટ થઈ છે તેણે શું કર્યું? તો કહે છે- જ્ઞાનાવરણી, દર્શનાવરણી ઇત્યાદિ અનેક પ્રકારના પુગલ કર્મ તેને પોતાની પાસે આવવા દેતો નથી. પોતાના સંવરની મોટપથી અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિની મહત્તાથી (સૂરત) કર્મને પાસે આવવા દેતો નથી. આ તો એક એક કળશ આવો છે બાપુ! Page #253 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૩ ૨૩૭ આ તો ભગવંત સ્વરૂપની વાત છે. ભાઈ ! તું ભગવાન સ્વરૂપ છો પ્રભુ! ભગવાન છે બધાય. આહાહા! ચેતનાપિંડ પ્રભુ છે બધા, તેનું અંદર ભાન કરીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અંશે ભાન થયું હોવા છતાં જે પૂર્વેના કર્મબંધ પડયા છે અને તેનો ઉદય પણ આવે છે. અને તેમાં જેટલો જોડાય છે તેટલો આસ્રવ પણ થાય છે. અહિંયા સંવર કહે છે કે(ઉદયમાં) જોડાવવાનું હવે મારામાં નથી. હું સંવર, મારી પદવીને જાળવી રાખીને, પૂર્વેના જે કર્મ છે તેને મારી મોટપથી (મરત:) એટલે મારી મહિમાથી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની મારી મોટપથી કર્મને રોક્યા છે. મેં રાંકાયથી રોકયા છે એમ નથી. આહાહા! ગજબ વાત છે ને ( અત્યારે ) આવી વાતો ક્યાં છે! દિગમ્બર સંતો સિવાય આવી વાતો ક્યાંય સાંભળવા મળે એમ નથી. શ્રોતા- સંવરે પદવી ધારી એ તેની મોટપ. ઉત્તર-એ મોટપ છે. જેટલો સંવર પ્રગટયો છે ને એ તેની મોટપ છે. એ મોટપ એવી છે કે તેને નવાં આવરણ આવવા દેતી નથી. પેલી પંક્તિ છે કે જે દિશે સિંહ સચર્યો લઢણું લાગી તરણા; એ તરણા ઉભા સૂકશે, નહીં ચરે એને હરણા.” સિંહ જ્યાંથી ચાલ્યો, તેના પગની રજ જે તરણા ઉપર પડે છે તે તરણાને હવે હરણિયા અડશે નહીં. તેમ જેને સિંહરૂપી ભગવાન આત્મા ત્રાડ મારીને જ્યાં જાગ્યો, તેણે આસવને તોડી નાખ્યો છે. એ તો આપણે આગળ આવી ગયું છે કે- શાંતરસમાં વીરરસ આસ્રવ ગર્વ કરે છે. છે તો શાંતરસ પણ વીરતાનું ત્યાં વર્ણન કર્યું છે. “(ભરત:) (સૂરત નિરુન) પોતાની મોટપથી પુગલકર્મને પાસે આવવા દેતો નથી.” એટલે કે સંવર જે પ્રગટયો છે તે પરમાણુને આવવા દેતો નથી. તે આવરણના અંશને આવવા દેતો નથી. “સંવરપૂર્વક નિર્જરા કરતાં જે કાંઈ કાર્ય થયું તે કહે છે” સંવરપૂર્વક જેટલી શુદ્ધતા વધી, અશુધ્ધતા ગઈ, કર્મ ટળ્યા કે ગયા એ જે કાંઈ કાર્ય થયું તે કહે છે- “યત: જ્ઞાનજ્યોતિ: અપવૃિત્ત ર+IIfમ: મૂચ્છતિ જે નિર્જરાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થયું અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી.” ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ તેનો ઉગ્ર આશ્રય કરતાં; જે કાંઈ શુદ્ધતાની વૃદ્ધિ થતાં અર્થાત્ સંવરપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થઈ. સંવર પ્રગટયો તેમાં શુદ્ધિ તો હતી પરંતુ વિશેષપણે અંદર પરમાત્માના અવલંબનમાં ગયો, વિશેષ આશ્રય કર્યો ત્યારે નિર્જરા શરૂ થઈ. “જે નિર્જરાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયું થયું” હવે તે રાગમાં મૂછતો નથી. ચોથે સંવર હતો, તો પણ હજુ ત્યાં ત્રણકર્મનો આસ્રવ હતો. ત્રણ કષાય બે કષાય હોતાં, તે રાગાદિને લઈને અસ્થિર થઈ જતો. એ હવે અહીંયા જ્યાં સંવરપૂર્વક ઉગ્ર આશ્રય લીધો તો Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કલશામૃત ભાગ-૪ હવે રાગથી મૂર્ણિત થતો નથી. પરંતુ તે શુદ્ધિની વૃદ્ધિ કરે છે આવું સ્વરૂપ છે. સ્થાનકવાસીના શેઠિયા હો કે દિગમ્બરના શેઠિયા હો ! એ બધાએ આવું સાંભળ્યું નથી. બહારમાં મૂર્છાઇ ગયા. આનો વિચાર કર્યો નહીં, નિર્ણય કર્યો નહીં. જ્યાં સાંભળવા બેઠો ત્યાં જ્ય નારાયણ. “યત: જ્ઞાનજ્યોતિઃ અપાવૃત્ત લિમિ: ન મૂચ્છતિ” સંવર થયો હોવા છતાં હજુ રાગ હતો અને અસ્થિરતા પણ હતી. હવે એ ચૈતન્ય જ્યોતિ જ્ઞાનજ્યોતિમાં (અપવૃિત્ત) અસ્થિરતા થતી નથી. જ્યાં નિર્જરા પ્રગટી ત્યાં હવે અસ્થિરતા થતી નથી. સ્થિર. સ્થિર. સ્વરૂપમાં સ્થિર થઈને. જે શુદ્ધિની વૃદ્ધિ કરે છે તે નિર્જરા છે. (૧) સંવર તે શુદ્ધિની ઉત્પત્તિ છે. (૨) નિર્જરા તે શુદ્ધિની વૃદ્ધિ છે. (૩) મોક્ષ છે તે શુદ્ધિની પૂર્ણતા છે. આ ત્રણ પ્રકારના તત્ત્વમાં સંવર અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો જે અંશ પ્રગટ થાય છે તે શુદ્ધિ છે. હવે પૂર્વના કર્મ ખરે છે, સ્વરૂપમાં વિશેષ ઉગ્રતા થાય છે એ શુદ્ધિની વૃદ્ધિ છે અને મોક્ષ એટલે શુદ્ધિની પૂર્ણતા છે. જેવો પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એવી પૂર્ણ શુદ્ધિ પ્રગટ થઈ જાય તેનું નામ મોક્ષ છે. સમજાણું કાંઈ? શ્રોતા:- શુદ્ધિની ઉત્પત્તિ તે સંવર? ઉત્તરઃ-શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ શુદ્ધિની પૂર્ણતા.. આ સંવર, નિર્જરા ને મોક્ષ. આ ટૂંકી ભાષા કહી, બાકી શાસ્ત્ર ભાષા તો જેમ બોલાય છે તેમ બોલાય સંવર, નિર્જરા ને મોક્ષ. પણ તેનો અર્થ શું? તો કહે છે- આમા પૂર્ણાનંદના નાથના છલોછલ ભરેલા સ્વભાવે છે. તેને અવલંબીને જેટલું સમ્યગ્દર્શન, શાંતિ પ્રગટ થયાં... તેટલી શુદ્ધિને સંવર કહે છે. સંવર તે હવે નવાં આવરણને આવવા દેતો નથી. મિથ્યાત્વભાવના (નિમિત્તે) પૂર્વે જે કર્મો બંધાયેલા જ્ઞાનીને પણ પડ્યા છે. હવે તે પોતાના આત્મામાં વિશેષ એકાગ્ર થતાં વિશેષ શુદ્ધિ પ્રગટી. પરમાત્માનું વિશેષ અવલંબન લેતાં.. પૂર્વનું બંધાયેલ કર્મ છે તે પણ ખરી જાય છે. અહીંયા (દશામાં) શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધિની જ્યાં પૂર્ણતા થઈ જાય એ સિદ્ધપદ મોક્ષ છે. મોક્ષ કોઈ બીજી ચીજ નથી. મોક્ષ એટલે? દુઃખથી પૂર્ણ મૂકાવું અને પૂર્ણ સુખરૂપ પરિણમી જવું તે, મોક્ષ એટલે મુકાવું. પૂર્ણ દુઃખથી મુક્ત અને પૂર્ણ સુખની પ્રાપ્તિ તેનું નામ મુક્તિ છે. નિર્જરા અધિકારનો પહેલો કળશ છે તેનું મંગલાચરણ કરે છે. એક કલાકમાં કાંઈક કાંઈક જાતની (કેટલીયે અપેક્ષાથી) વાતું આવે... તેને બહુ ધ્યાન રાખીને પકડે તો સમજાય. દુનિયા બધી કેમ વાત કરે છે. એ શું અમને ખબર નથી? આ મારગડા (દુનિયાથી) જુદી જાતના નાથ ! - સૌ પ્રથમ સ્વરૂપને શરણે જવું તે પહેલો સંવર, વિશેષ શરણે જવું તેનું નામ નિર્જરા અને પૂર્ણ શરણે જાવું, પૂર્ણ પ્રગટ થયું તેનું નામ મુક્તિ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સમ્યગ્દર્શન, જ્ઞાન થયું એટલે હવે અમારે આસ્રવે નથી, બંધેય નથી, રાગેય નથી, દુઃખેય નથી.. તેમ માનનારો એકેય તત્ત્વને સમજ્યો નથી. આવી વાતો છે બાપુ ! જિનેન્દ્રદેવ ( સર્વજ્ઞ ) ૫૨માત્મા તેમની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. સંતો તેને સંગ્રહીને જગતની પાસે જાહેર કરે છે. કલશ-૧૩૩ શ્રી બનારસીદાસજીમાં આવે છે કે– “મુખ ઓમકા૨ ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે, ૨ચી આગમ ઉપદેશે, ભવિક જીવ સંશય નિવારે” ત્રણલોકના નાથ સીમંધર પ્રભુ સમવસરણમાં બિરાજે છે. આવા તીર્થંકરો પૂર્વે અનંત થઈ ગયા. ૫૨માત્માનું મુખ બંધ હોય, હોઠ લે નહીં, કંઠ લે નહીં... અને ‘ઓમ’ અવાજ (સર્વાંગેથી ) અંદરથી નીકળે.. તે પણ ઈચ્છા વિના ધ્વનિ નીકળે છે. “ ઓમકા૨ ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે..” સંતોના નાથ એવા ગણધર, મુનિઓના નાથ એવા ગણધર અર્થ વિચારી અને આગમ રચે છે. એ આગમના (નિમિત્તે ) ભવી જીવ... સંશયને દૂર કરે છે. શ્રી બના૨સીદાસે કહ્યું છે કે “સો સત્યા૨થ શારદા, તાસુ ઉર આન, ,, છંદ ભુજંગ પ્રયાગ તેં, અષ્ટક કહીં બખાન ” “જિનાદેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા, વિશુદ્ધા પ્રબુદ્ધા નમોં લોકમાતા, દૂરાચાર દુનીેહરા શંકરાની નમો દેવિ વાગેશ્વર જૈનવાણી.” જિનેન્દ્રના આદેશથી નીકળેલી વાણી “જિનેન્દ્ર વિખ્યાતા” ભગવાનના શ્રીમુખથી પ્રસિદ્ધ થઈ છે તે જિનવાણી લોકમાતા છે. વિશુદ્ધ પ્રબુદ્ધા નોં લોકમાતા, દૂરાચાર દુર્નેહરા શંકરાની નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી. ત્રણલોકના નાથની વાણી તે જિનવાણી માતા છે. તેનો આશ્રય લઈને જ્ઞાન પ્રગટ કરે. જેમ બાળકને માતા પાષે છે તેમ વાણીના ભાવ આત્માને પોષે છે. અહીં કહે છે કે- સંવ૨પૂર્વકની જે શુદ્ધતા વધી તેનું શું થયું ? એ જ્ઞાન એટલે આત્માની દશા એવી પ્રગટી કે– [ અપાવૃત્ત ] જેને ઢાંકણ રહ્યું નથી- આવરણ રહ્યું નથી. “જ્ઞાનયોતિ: અપાવૃત્ત રાયાવિમિ: ન મૂતિ” જે નિર્જરાથી જે શુદ્ધિની વૃદ્ધિથી ભગવાન આત્માનું ઉગ્ર અવલંબન લઈને... (ફરી ) જે શુદ્ધિની વૃદ્ધિ થઈ તેનાથી જીવનું શુદ્ધ સ્વરૂપ નિ૨ાવરણ થયું. આહાહા ! જગતના ઉદ્ધાર માટે સંતોએ ભાષા બહુ ટૂંકી કરી નાખી છે. પ્રભુ ! ભાઈ, ચોર્યાશીના અવતા૨માં ભવાબ્ધિમાં તું મરી ગયો. ચોર્યાશીના અવતારમાં ક્યાંય એના ઉદ્વા૨નો પંથ ન મળ્યો પ્રભુ ! તું તારામાં છો હોં !! અહીં કહે છે કે– એ જ્ઞાન જ્યોતિ (પાવૃત્ત) પ્રગટ થઈ છે. સંવર તો હતો, શુદ્ધતા તો Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કલશામૃત ભાગ-૪ હતી પરંતુ અંદરમાં ભગવાનનો વિશેષ આશ્રય લીધો તો સંવરપૂર્વક શુદ્ધિ થઈ. (કપાવૃત્ત) આવરણ વિનાની દશા પ્રગટ થઈ. સમજાણું કાંઈ? બાપુ! આ કોઈ કથા-વાર્તા નથી. આ તો આત્મધર્મની ભાગવત કથા છે. આ ભાગવત કથા છે, ત્યાં તમારે રાગ-દ્વેષની કથા કહેવાય. નિયમસારની છેલ્લી ગાથામાં ભાગવત્ કથા કહ્યું છે. આહાહા! ભાગવત્ સ્વરૂપ ભગવાન તેની આ કથા-વાર્તા છે. “જીવનું શુદ્ધ સ્વરૂપ નિરાવરણ થયો થકો અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતું નથી” સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર અંશે પ્રગટયાં હતાં. પરંતુ સ્વભાવનો વિશેષ આશ્રય લઈ જ્યાં શુદ્ધિ વધી તો હવે “અશુધ્ધ પરિણામો વડે પોતાના સ્વરૂપને છોડી રાગાદિરૂપ થતો નથી.” પ્રથમ સંવર હતો પરંતુ નિર્જરા ન હતી. ત્યાં સુધી ધર્મીને પણ (અસ્થિરતાની) રાગ દશા હતી. હવે કહે છે- નિર્જરા થતાં રાગરૂપ થતો નથી. (અનુષ્ટ્રપ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भुजानोऽपि न बध्यते।।२-१३४।। ખંડાન્વય સહિત અર્થ:-“તત સામર્થ્ય વિન જ્ઞાનસ્ય વ વા વિરાસ્ય ” (તત્વ સામર્થ્ય) એવું સામર્થ્ય (વિઝન) નિશ્ચયથી ( જ્ઞાન પ્રવ) શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, (વા વિરાસ્ય 94) અથવા રાગાદિ અશુધ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું? “યત : પિ વર્ષ મુબ્બાન: કવિ વર્મfમ: ન વધ્યતે” (ય) જે સામર્થ્ય એવું છે કે (વ: 9િ) કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (વર્ગ ભૂજ્ઞાન: પિ) પૂર્વે જ બાંધ્યાં છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર-મન-વચન-ઇન્દ્રિય-સુખ-દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી, તેને જોકે ભોગવે છે તોપણ (મિ) જ્ઞાનાવરણાદિથી (ન વધ્ય) બંધાતો નથી. જેવી રીતે કોઈ વૈધ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી અને ગુણ જાણે છે તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે જ વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, તેનાથી વૈધ ન મરે આવું જાણપણાનું સામર્થ્ય છે; અથવા કોઈ શૂદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુશ્ચિન્તા છે, મદિરા પીવામાં રુચિ નથી; એવો શૂદ્રજીવ મતવાલો થતો નથી, જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય, પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિપરિણામનો ગુણ જાણો; તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ-દુઃખને જાણે છે, પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે; તેના વડે એવું અનુભવે છે કે આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને Page #257 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૪૧ દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી, ઉપાધિ છે; આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી; સામગ્રી તો એવી છે કે મિથ્યાષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે; જે, જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું; અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મનાં ઉદયફળ ભોગવે છે, પરંતુ અભ્યન્તર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તેથી કર્મનાં ઉદયફળમાં રતિ ઊપજતી નથી, ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યન્ત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામોનું સામર્થ્ય છે એમ જાણો. તેથી આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર-ઇન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે; કેમ કે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે, તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે. ૨-૧૩૪. કળશ નં.-૧૩૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૩-૧૩૪ તા. ૨૮–૨૯/૧૦/૭૭ ભૂતકાળમાં જે અરિહંત થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે- “નમો નો ત્રિવાળવર્તી રિહંતાણમ” તેવો પાઠ છે. તેને ટૂંકો કરવા ત્રિકાળવર્તી” શબ્દ કાઢી નાખ્યો. એક “મો નો સવાદળન” તેમાં રાખ્યું છે. બાકી “લોએ સવ્વ” એ શબ્દ પાંચે પદમાં આવે છે. ણમો લોએ સવ્વ અરિહંતાણમ્, ણમો લોએ સવ્વ સિધ્ધાણં, ણમો લોએ સવ્વ આયરિયાણં ણમો લોએ સવ્ય ઉવજાયાણમ્ શ્મો લોએ સવ્વ સાહૂણ, આ પાઠમાં ત્રિકાળના પંચ પરમેષ્ઠી આવે. ત્રણે કાળમાં વિચરતા અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓ. તેને મારા નમસ્કાર છે. ધવલમાં આવો પાઠ છે. ભવિષ્યમાં થશે તેને અત્યારે હું નમસ્કાર કરું છું. પંચ પરમેષ્ઠી એટલે કે જિનેન્દ્રદેવ અરિહંત પરમાત્મા! જેને એક સમયમાં ત્રણકાળત્રણલોકનું જ્ઞાન છે તેવા અરિહંતો અનંતા થઈ ગયા, વર્તમાનમાં બિરાજે છે અને ભવિષ્યમાં અનંતા થશે. તે બધાને હું નમસ્કાર કરું છું. જે અરિહંતોએ આત્મજ્ઞાનની વાત કરી છે તેની વાત ચાલે છે. - ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ કેવળી પરમાત્મા મહા વિદેહમાં બિરાજે છે. જેને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકનું જ્ઞાન છે તેવા સીમંધર પ્રભુ, વર્તમાનમાં સમવસરણમાં બિરાજે છે. આ વાણી ત્યાંથી આવી છે. કુંદકુંદાચાર્ય વિક્રમ સંવત ઓગણપચાસની સાલમાં ત્યાં વિદેહમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યાં હતાં. ત્યાંથી આવી અને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેની આ ટીકા ચાલે છે. શાંતિથી ધીરજથી સમજવા જેવી આ વાત છે. અનંત કાળ થયો, તેમાં અનંતા ચોરાસીના Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ કલશામૃત ભાગ-૪ અવતાર ગયા. અનંતવાર રાજા થયો, અનંતવાર અબજોપતિ શેઠ થયો. તત સામર્થ્ય વિન જ્ઞાનસ્ય વ વા વિરાચ વ એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે” શું કહે છે? ઝીણી વાત છે પ્રભુ ! આ આત્મા આનંદ સ્વરૂપ છે. અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. તેની પર્યાયમાં આ પુણ્યપાપ આદિ દેખાય છે તે બધી મલિનતા છે- દુઃખ છે. આત્માનું અંતરંગ સ્વરૂપ તો અતીન્દ્રિય આનંદનો પિંડ છે. આહાહા ! એ પણ સર્વજ્ઞ જિનેન્દ્ર પરમેશ્વરદેવે જે આત્મા કહ્યો છે તે આત્મા તેણે જાણ્યો નથી. તેણે જાણ્યા વિના વાતો કરી છે. આ તો જિનેન્દ્ર સર્વજ્ઞ પરમેશ્વર જેણે અનંત આત્માઓ, અનંત રજકણો પ્રત્યક્ષ જોયા છે- જાણ્યા છે, એ કેવળી ભગવાન ફરમાવે છે કે- આ આત્મા આનંદ સ્વરૂપ છે. શુભાશુભ જે રાગ છે કે જે પુણ્ય-પાપના ભાવ છે તેનાથી ભિન્ન પડી અને પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુનો (નિજાત્માનો) અનુભવ કરે કે જે અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને ત્રિલોકનાથ પરમાત્મા સમ્યગ્દર્શન કહે છે. ત્રિકાળી આખો (પૂર્ણ) સ્વભાવ જે જ્ઞાન સ્વરૂપ છે તેનું જ્ઞાન થાય; તેનું જ્ઞાન થતાં એટલે જે અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છે તેનું જ્ઞાન થતાં તેને અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે. તેને આનંદનો સ્વાદ આવે છે. તેને અહીંયા સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આવી વાતું છે...!! અહીં કહે છે કે- જેનું સામર્થ્ય શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે. આ શરીર માટી તે જડધૂળ છે. આ શરીર પુદગલ છે તે કાંઈ આત્મા નથી. આ તો જગતની માટી છે. અંદર આઠ કર્મ છે જે ભગવાને કહ્યાં છે. એ જ્ઞાનાવરણાદિ કર્મ પણ માટી-ઝીણી ધૂળ છે, એ કાંઈ આત્મા નથી. અંદરમાં પરિણામ થાય છે- હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ વાસનાના જે ભાવ થાય તે પાપ તત્ત્વ છે, એ આત્મા નથી. જે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો જે ભાવ થાય તે પુણ્ય તત્ત્વ છે તે આત્મા નથી. સર્વજ્ઞ ભગવાને નવ તત્વ કહ્યાં છે તેમાં આ પુણ્ય ને પાપ તત્ત્વથી ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ભિન્ન છે. આ જે સ્વામીનારાયણમાં સચ્ચિદાનંદ કહે એ નહીં. આ તો સ. તું અર્થાત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. તેનો અંતરમાં અનુભવ થવો તેને સમ્યગ્દર્શન કહે છે. આહાહા ! એ શુદ્ધ પવિત્ર પિંડ પ્રભુ છે તેને અનુસરીને અનુભવ થવો. વીતરાગ દશા પ્રગટ થવી એટલે કે આનંદનો સ્વાદ આવવો તે ધર્મની દશા છે. વીર્ય ગુણ છે તે અનંતગુણની પર્યાયનો રચનારો છે. એ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કાર્ય થયું છે. બહુ ઝીણી વાત બાપુ! એ જ્યાં અંદરમાં સમ્યગ્દર્શનને જ્ઞાન પ્રગટયું તો કહે છે કે- એ તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. અનાદિકાળથી જે પુષ્ય ને પાપના રાગનો અનુભવ હતો એ તો સંસાર હતો, તે દુઃખરૂપ દશા હતી. એ રાગથી ભિન્ન પડીને તેને આત્માનો અનુભવ થયો. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે કહેલો જે આત્મા તે ભગવાન ચિદાનંદ પ્રભુ છે. પધમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ પણ આવે છે કે “પ્રભુ તુમ જાણગ રીતિ સબ જગ દેખતાં હો લાલ, નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ ” ૨૪૩ હે નાથ ! હે સર્વજ્ઞ પરમેશ્વર ! આપના જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે... એમાં આપે અમારા આત્માને આવો જોયો છે- “નિજ સત્તાએ શુદ્ધ સૌને પેખતાં હો લાલ” હે પરમાત્મા ! આપે અમારા આત્માને અને દરેક આત્માને પવિત્ર શુદ્ઘ સત્તાએ શુદ્ધ આપ જુઓ છો. એમાં આ શરીર તે અજીવ જડ તત્ત્વમાં જાય છે. પુણ્ય પાપના ભાવ તે આસ્રવ તત્ત્વમાં જાય છે. નિજ ૫૨માત્મા સત્તાએ જેવો શુદ્ધ છે તેવો, સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનવાળો દેખે છે. પાંચમું ગુણસ્થાન શ્રાવકનું એ તો ઊંચી ચીજ છે. અત્યારે જેને શ્રાવક કહેવાય છે તે સમજવા જેવું છે. આ તો અંતરની ચીજ છે જે અનંતકાળમાં પ્રગટી નથી. આવા શુદ્ધ આત્માના આનંદનો અનુભવ તે જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. પુણ્ય-પાપનો અનુભવ તે અશુધ્ધતાનોદુઃખનો અનુભવ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ ૫૨મેશ્વર કહે છે કે- ભગવાન આત્મા પ્રભુ છે તે આત્માનો તને અનુભવ થયો. આવો અનુભવ પુણ્ય ને પાપના રાગથી ભિન્ન પડી.. અંતર્મુખ દૃષ્ટિ થતાં.. આત્માના આનંદનો અનુભવ થાય છે. તેણે અનંતકાળમાં કદી એક સેકન્ડ પણ ( અનુભવ ) થયો નથી. એ આત્માના અનુભવનું સામર્થ્ય કેટલું છે.. એ જો !! ઝીણી વાત છે. ભગવાન આત્મા પુણ્ય ને પાપના અશુધ્ધ મલિનભાવથી ભિન્ન છે. એ મલિન ભાવથી ( લક્ષ ) છૂટયું તો પૂર્ણાનંદનો નાથ એવા અસ્તિત્વભાવનો અનુભવ થયો. ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, વ્રત, તપ એ બધા તો વિકલ્પ છે રાગ છે- એ અશુધ્ધ રાગનો અનુભવ છૂટી અને ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, તેનું જ્ઞાન થાય ત્યારે અશુધ્ધ રાગાદિનો પણ અભાવ થાય છે.. તે વૈરાગ્ય. જેમ હરણની નાભિમાં કસ્તૂરી છે પણ, એ કસ્તૂરીની હરણિયાને કિંમત નથી. તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદની કસ્તૂરી પડી છે પણ અજ્ઞાનીને તેની કિંમત નથી. તેને કિંમત આ બહા૨ની છે. આ પુણ્ય કરું, પાપ કરું પછી તેનું ફળ મળે આ ધૂળ પૈસા આદિ પાંચ-પચીસ કરોડ ધૂળ મળે, રાગ મળે ત્યાં એમ માને કે અમે તો ઓહો ! ધૂળમાંય ઓહો નથી ભાઈ ! તું દુઃખી છો. શ્રોતાઃ- બીજાની અપેક્ષાએ તો સુખી છે ને ? ઉત્ત૨:- કોની અપેક્ષાએ બીજા બધાં દુઃખી છે. આ શાહુજી શાંતિ પ્રસાદ... દિગમ્બરના અગ્રેસર ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા, ચાલીસ-ચાલીસ લાખના મોટા બંગલા, દિલ્હીમાં ને કલકતામાં ને પણ શું કામના બાપા ! એ બધું જડ છે. કર્મ પણ જડ છે અને અંદ૨માં જે શુભ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ કલશામૃત ભાગ-૪ અશુભ યોગ થાય તેને ભગવાન જડ કહે છે. કેમકે એ પુણ્યભાવમાં રાગમાં આત્માનો ચૈતન્ય સ્વભાવ નથી. કઠણ પડે પણ શું થાય?? ભગવાન ચૈતન્યમૂર્તિ આનંદ સ્વરૂપ છે. એ પુણ્ય ભાવમાં એ આનંદ ને જ્ઞાનના અંશનો અભાવ છે. માટે તેને અચેતન કહેવામાં આવે છે. ચેતન ધુવ નિત્ય અનાદિ અનંત જેમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓનો રસકંદ પડયો છે. એ પ્રભુની સન્મુખ થઈને એનો અનુભવ કરવો અને એ અનુભવ થતાં, અશુધ્ધ રાગાદિનો ત્યાગ થવો એ વૈરાગ્ય છે. વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થવું ભાન થવું એ જ્ઞાન થયું અને અશુધ્ધ રાગાદિનો અભાવ થવો વૈરાગ્ય છે. સમ્યગ્દષ્ટિ જીવ તે ધર્મના પહેલા પગથિયાવાળો જીવ છે. ચોથે ગુણસ્થાને ધર્મની પહેલી સીઢીવાળા જીવને એક સાથે બે ભાવ હોય છે. “તત્વ સામર્થ્ય નિ જ્ઞાનસ્ય વ વા વિરાચ રવ” એવું સામર્થ્ય નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપના અનુભવનું છે, અથવા રાગાદિ અશુધ્ધપણું છૂટયું છે તેનું છે. તે સામર્થ્ય શું છે? આહાહા ! એ પૂર્ણ આનંદ સ્વરૂપનું જ્ઞાન અને રાગનો અભાવ એવા જ્ઞાન ને વૈરાગ્ય બે સામર્થ્ય સમકિતીને હોય છે. રાગાદિનો અભાવ થયો તેનું નામ વૈરાગ્ય છે. આમ પત્ની, છોકરાં, કુટુંબ છોડ્યું અને દિક્ષા લીધી એવું અનંતવાર કર્યું છે... પણ એ વૈરાગ્ય નહીં. ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા વૈરાગ્યનું સ્વરૂપ એમ ફરમાવે છે કે- પૂર્ણાનંદના નાથ આત્માનો અનુભવ એ અનુભવની સાથમાં રાગનો અભાવ, તેને વૈરાગ્ય કહેવામાં આવે છે. ધર્મી-સમકિતી જીવને જ્ઞાન ને વૈરાગ્ય બે બળ એક સાથે હોય છે. સ્વરૂપનું જ્ઞાન અને સાથે રાગનો અભાવ તે વૈરાગ્ય, એવી બે શક્તિઓ ધર્મનું પહેલું પગથિયું સમક્તિ તેને હોય છે. પૂર્ણાનંદના અસ્તિત્વનું જ્ઞાન અને રાગનો અભાવ એ વૈરાગ્ય એ બે સામર્થ્ય સાથે હોય છે. આવી વાત છે ભગવાન ! શું થાય? સત્ય તો આવું છે. અનંત કાળ થયા, અનંત-અનંત ભવ થયા, સાધુ પણ અનંતવાર થયો, રાજપાટ છોડી પંચ મહાવ્રત પાળ્યા... પણ એ રાગની ક્રિયા... બાપુ! તેનાથી પ્રભુ ભિન્ન છે અંદર. એવા પૂર્ણાનંદના નાથનું સમ્યજ્ઞાન અને તેની સાથે રાગનો અભાવ તે વૈરાગ્ય એવું, સમકિતી જીવને પહેલી સીઢીવાળાને બે સામર્થ્ય સાથે હોય છે. જ્ઞાની આખી દુનિયાથી ઉદાસ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હતું. છનું હજાર સ્ત્રી, છનું કરોડ પાયદળ, છનું કરોડ ગામ હોવા છતાં અંદરમાં હરામ પર પોતાનું માનતા હોય તો...! રાગના પરિણામથી માંડીને બધી ચીજો તેના પ્રત્યે ઉદાસ છે વૈરાગી છે. તેને સ્વરૂપનીપૂર્ણતા પ્રગટી તેની પ્રતીતિ ને તેનું જ્ઞાન છે. આવી વાતો છે બાપુ! આકરું પડે પણ શું થાય! બધી દુનિયાને જાણી છે ને ! પ્રભુ તારા મારગડા જુદા.. !જિનેન્દ્ર પરમેશ્વર સિવાય આવી સત્ય વાત બીજે ક્યાંય છે નહીં. એ વાત પણ બહુ મોંઘી બ. હુ અપૂર્વ, બહુ દુર્લભ. હજુ તો સાંભળવાય મળે નહીં. Page #261 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૪૫ જે આ દયા, દાન, વ્રત, પૂજા, યાત્રાના ભાવ એ પુણ્યભાવ રાગ છે, ધર્મ નહીં. એ ધર્મ હોય તો એ તો અનંતવાર કર્યું છે. મહાવિદેહમાં ભગવાન સાક્ષાત્ બિરાજે છે. ત્યાં સદાય તીર્થકર વિધમાન બિરાજમાન જ હોય છે. વીસ તીર્થંકરનો કદી વિરવું ન હોય. ત્યાં આ જીવ અનંતવાર જન્મ્યો છે. અનંતવાર તેના સમવસરણમાં પણ ગયો છે. સમવસરણમાં ત્રણ લોકના નાથની વાણી તેણે સાંભળી છે... પણ કેવળી આગળ રહી ગયો કોરો, કેવળી આગળ કોરો ધાકળ રહી ગયો! ત્યાં પણ સમ્યકને અડવા ન દીધું. ભગવાન! તું રાગથી ભિન્ન છો. અમારી સામું જોઈને તું સાંભળે છે એ રાગ છે, એનાથી તારી ચીજ ભિન્ન છે. સંપ્રદાયમાં ચાર સજ્જયમાળા છે. એક સજ્જયમાળામાં બસો-અઢીસો સર્જાય છે. એક-એક સજ્જોયમાં દસથી પંદર શ્લોક છે. વિક્રમ સંવત ૧૯૬૫-૬૬ ની સાલની વાત છે. ત્યારે હું દુકાન ઉપર વાંચતો. અત્યારે તો અઠ્ઠાસી વર્ષ થયા. આ તો સીત્તેર વર્ષ પહેલાંની વાત છે. ભરૂચ અને વડોદરા વચ્ચે પાલેજમાં પિતાજીની દુકાન હતી. અત્યારે એ દુકાન મોટી ચાલે છે. ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. ત્રણ-ચાર લાખની પેદાશ છે. અત્યારે દુકાન છોડ્યાને મને ચોસઠ વર્ષ થયા. અહીંયા કહેવું છે કે- એ સજ્જયમાળામાં એક-બે શબ્દ એવા આવેલાં તે યાદ છે. “કેવળી આગળ રહી ગયો કોરો” મને થયું- આ શું?? એટલે કે- કેવળજ્ઞાનીની સભામાં અનંતવાર ગયો પણ તે લુખ્ખો, ખાલી, કોરો રહી ગયો. તેણે રાગની રુચિ છોડી નહીં. રાગની રુચિ છોડયા વિના સ્વભાવની રુચિ થાય નહીં. ઘણું વાંચેલું તેમાં બે વાત યાદ છે. “દ્રવ્ય સંયમ સે રૈવેયક પાયો, ફિર પીછે પટકાયો” મેં કહ્યું- આ શું? મારે તો દિક્ષા લેવી હતી, વૈરાગ્ય હતો, દુકાન છોડી દેવી હતી. એમાં વાંચવામાં આ આવ્યું. દ્રવ્ય સંયમસે અર્થાત્ બહારની ક્રિયા પાંચ મહાવ્રત અનંતવાર પાળ્યા પણ તેણે આત્મ દર્શન નામ સમ્યગ્દર્શન ન કર્યું. પુણ્યના પરિણામ એટલાં કર્યા, પંચ મહાવ્રત આદિ પાળ્યા અને તે નવમી રૈવેયકમાં ગયો. સર્વજ્ઞ ભગવાને ચૌદ બ્રહ્માંડ જોયા છે. તેમાં નવમી રૈવેયકમાં અનંતવાર ગયો- સ્વર્ગનો દેવ થયો. “દ્રવ્ય સંયમસે રૈવેયક પાયો, ફિર પીછે પટકાયો” પરંતુ તેને મિથ્યાત્વ ગયું નહીં. તેણે સ્વરૂપનો અનુભવ ન કર્યો અને રાગના અભાવનો વૈરાગ્ય ન કર્યો. એથી તે નવમી ગ્રેવેયકે જઈને પુણ્યના ફળને ભોગવીને પાછો નીચે પડ્યો. તિર્યંચ, ઢોરમાંથી પડીને નીચે નરક, નિગોદમાં, ચારગતિમાં રખડવા ગયો. અહિંયા પરમાત્મા એમ કહે છે કે “યત : fપ કર્મ મુન્નાન: પિ ફર્મfમ: વધ્યતે” જે સામર્થ્ય એવું છે કે કોઈ સમ્યગ્દષ્ટિજીવ પૂર્વે જે બાંધ્યા છે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે શરીર, મન, વચન, ઇન્દ્રિય, સુખ, દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી, સમકિતીને પણ પૂર્વેના બાંધેલા જ્ઞાનાવરણાદિ કર્મ હોય છે. પૂર્વે બાંધેલા જે કર્મ છે તેના ઉદયથી શું થયું? આ શરીર મળ્યું કે જે ધૂળ-માટી છે. મન મળ્યું- છાતીમાં મન છે, આત્મા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ કલશામૃત ભાગ-૪ જ્યારે વિચાર કરે ત્યારે તેમાં મન નિમિત્ત થાય. આ વાણી જે જડ છે. શરીર જડ, મન જડ, વાણી જડ ત્રણેય જડ છે, તે બધી કર્મના ઉદયની સામગ્રી છે. આત્માનો વેરી કર્મ છે અને એ કર્મનો આ બધો પથારો વિસ્તાર છે. પૂર્વે બાંધેલા જ્ઞાનાવરણાદિ કર્મ તે આઠ કર્મ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, આયુ ને ગોત્ર.... એ આઠ પૂર્વે બાંધેલા કર્મ છે. સમ્યગ્દષ્ટિને પણ પૂર્વે નામકર્મને લઈને.. બહારમાં સામગ્રી મળે છે. કોઈને ચક્રવર્તીનું પદ મળે. શરીર, મન, વચન, ઇન્દ્રિય વગેરે બધું માટી છે. આ આંખની ઇન્દ્રિય મળી તે પૂર્વે બાંધેલા કર્મના નિમિત્તે મળી. સુખ-દુઃખ એટલે જે સુખ- દુઃખની કલ્પના થાય તેની વાત નથી પરંતુ અનુકૂળ અને પ્રતિકૂળ જે સામગ્રી મળી તે પૂર્વના કર્મને લઈને મળી છે. આ પાંચ-પચીસ લાખ, કરોડ, બે કરોડ, પાંચ કરોડ એ બધી ધૂળ છે અને અજ્ઞાનીએ માનેલા સુખમાં એ સામગ્રી નિમિત્ત છે. પત્ની સારી, છોકરાં સારા, દુકાન સારી, વેપાર સારો, મહિને લાખ બે લાખ પેદા કરે, મુનિમ સારા કામ કરતા હોય શેઠિયા દુકાનેથી ચાલ્યા જાય.. પછી પાછળ મુનિમ સારું કામ કરે, પાંચ-પચાસ લાખની પેદાશ મહિને હોય તો છાતી ભરાય ( ફૂલી) જાય. એ બધી જડની સામગ્રી છે પ્રભુ તારી નહીં. કર્મથી મળેલ સંયોગોથી તારી ચીજ ભિન્ન છે. એ બહારની સામગ્રીને અહીંયા સુખ-દુઃખ કહેલ છે. સુખ-દુઃખ એટલે સુખ-દુઃખની કલ્પના થાય તે વાત અહીંયા ન લેવી. અહીંયા બહારની સામગ્રી લેવી. આ પત્ની, છોકરાંવ, પૈસા, પચાસ લાખના મોટા બંગલા તેને અજ્ઞાની સુખની સામગ્રી માને છે અને દરિદ્રતાને દુઃખ માને છે. નરકમાં તિર્યંચમાં અવતર્યો એ બધા કર્મની સામગ્રીના ફળ છે. “સુખ-દુઃખરૂપ નાના પ્રકારની સામગ્રી” “નાના' એટલે અનેક પ્રકારની બહારની બન્ને પ્રકારની સામગ્રી કર્મને લઈને મળે છે. જુઓને! આ શાંતિ પ્રસાદ-શાહુજી શેઠ ગુજરી ગયા. ચાલીસ કરોડ રૂપિયા છે. ચાલીસ લાખનો બંગલો છે. પેલા ગોવાના શાંતિલાલ ખુશાલચંદતેની પાસે બે અબજ ને ચાલીશ કરોડ રૂપિયા. તે હમણાં દોઢ વરસ પહેલાં ગુજરી ગયા. તેના બહેનની બે દિકરીયું અહીં બાળ બ્રહ્મચારી છે. તે પાનસણાનો હતો. જ્યારે તે ગોવા ગયો ત્યારે કાંઈ નહોતું. પછીથી બે અબજ, ચાલીસ કરોડ રૂપિયા છે. ચાલીસ લાખના બે બંગલા અને ગોવામાં દસ-દસ લાખના બે બંગલા છે. સાઈઠ લાખના તો બંગલા છે. મુંબઈમાં હાર્ટફેઈલ થતાં તે પાંચ મિનિટમાં મરી ગયો. મને દુઃખે છે, ડોકટરને બોલાવો! ડોકટર આવ્યા પહેલાં દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. જે કાળે સ્થિતિ પૂરી થાય તેને ઇન્દ્ર કે નરેન્દ્ર કોઈ રાખી શકે નહીં. ઇન્દ્ર પોતે મરી જાય, ડોકટરો મરી જાય છે ને ક્ષણમાં! એ સંયોગી ચીજ તેની સ્થિતિ પ્રમાણે રહેશે. ભગવાન ચિદાનંદ પ્રભુ અંદર છે ને! તેની જેને ખબરું નથી, તેને જ્ઞાન ને વૈરાગ્યના બળનું સામર્થ્ય નથી. તે આ સામગ્રીમાં મૂર્ણાય જાય છે એમ કહે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ કલશ-૧૩૪ આહા ! અમે રાજા છીએ, શેઠ છીએ ને ! અમારાં છોકરાઓ કરમી જાગ્યા છે. કર્મી એટલે પેદાશ કરનારા... તેને કર્મી કહે છે પણ એ ધર્મ નથી. આઠ છોકરાં હોય અને મહિને બે-બે લાખની પેદાશ કરે તો સોળ લાખ થયા. તે ભાઈ બેઠા હતા તેનાં છ છોકરાં મુંબઈમાં મોટી પેદાશ છે. એ ધૂળમાં શું પ્રભુ ! એ બધી કર્મની સામગ્રી છે. અહીં શું કહે છે ? શ્રોતા:- એની હોંશિયારીથી સામગ્રી મળી નથી ? ઉત્ત૨:- હુશિયાર શેનાં? આ રામજીભાઈ વિકલ હતા, એ હુશિયાર હતા. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં કોર્ટમાં જતા ત્યારે પાંચ કલાકના રૂા. બસો લેતા. શ્રોતાઃ- એ હુશિયારીને લઈને છે ને ! ઉત્તર:- ધૂળમાંય હુશિયારી નથી. શ્રોતા:- લોકો તો કહેતા..! ઉત્તર:- લોકો ગાંડા છે. પાગલ, પાગલનાં વખાણ કરે. એ તો પૂર્વના પુણ્ય હતાં તેને લઈને પાંચ કલાકના બસો રૂપિયા લેતા. આ તો પાંત્રીસ વર્ષ પહેલાં બસો રૂપિયા અત્યારે તો તેની કિંમત બહુ વધી ગઈ. કોર્ટમાં દલીલ કરવી એ તો જડની ભાષા છે. પ્રભુ ! હોંશિયારીનો ક્ષયોપશમ જીવમાં રહ્યો. એ હોંશિયારીને લઈને બહા૨માં પૈસા મળે ? બુદ્ધિના બારદાનકોથળા જેવા પાંચ-પાંચ લાખ મહિને પેદા કરે છે. જ્યારે બુદ્ધિના ખાં હોય તે મહિને બે હજા૨ પેદા કરતા હોય તો પણ તેને ૫૨સેવા ઊતરતા હોય. એ બધું શું હોંશિયારીથી મળે છે ? આ શેઠિયા બેઠા તે બન્ને કરોડપતિ છે. બન્ને ભાઈઓ છે. આ પૈસા હોંશિયારીથી મળ્યા હશે ? ધૂળમાંય એમ નથી. અહીં કહે છે– એ કર્મને લઈને સામગ્રી મળી છે. શ્રોતા:- પહેલાં સંભળાવે કે આની પાસે આટલું છે...! ઉત્ત૨:- પણ એ ધૂળ છે. શ્રોતા:- પહેલાં આપ પૈસાના વખાણ કરો અને પછી ધૂળ કહો ! ઉત્ત૨:- વખાણ નથી કરતા. એની પાસે છે તે જણાવી અને તે બધા ગરીબ-ભિખારા છે તેમ કહેવું છે. ભગવાન એમ કહે છે કે- તે બધાં રાંકા છે. શાસ્ત્રમાં ‘વાકા’ શબ્દ આવે છે. પોતાની નિજ લક્ષ્મીની ખબર નથી અને ધૂળની લક્ષ્મીના ભિખારા છે. આ બન્ને બુંદેલખંડના મોટા શેઠ બાદશાહ છે. કરોડો રૂપિયાના બીડીના ધંધા છે તે ધૂળધાણી ને હવા પાણી છે બાપા ! એ બધી કર્મની સામગ્રી છે. શ્રોતાઃ- એ બધો ધંધો કરવામાં મહેનત કરવી પડે છે. ઉત્ત૨:- કોણ મહેનત કરે ? મહેનત નથી કરી.. તેણે તો વિકલ્પ કર્યા છે. રામજીભાઈએ ત્યાં કોર્ટમાં શું કર્યું હતું ? વકિલાતમાં પાપના વિકલ્પ કર્યા, વાણી તો જડ હતી અને પૈસા મળ્યા તે તો પૂર્વના પુણ્યને લઈને મળે છે. ભગવાન ૫૨મેશ્વ૨ એમ ફરમાવે છે કે- આત્માનું જેને જ્ઞાન ને અનુભવ થયો, રાગથી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ કલામૃત ભાગ-૪ જેને વૈરાગ્ય થયો, તેને પૂર્વના કર્મ બંધાયેલા પડ્યા છે તેનાં ફળમાં આ સામગ્રી મળી છે. શરીર, મન, વચન, સુખ-દુઃખ એમ અનેક પ્રકારની સામગ્રીને તે ભોગવે છે. સમ્યગ્દષ્ટિ સામગ્રીનાં સંબંધમાં ઊભો હોય છે એટલે તે તેને ભોગવે છે એમ કહેવાય. “તો પણ જ્ઞાનાવરણાદિથી બંધાતો નથી” સમ્યગ્દષ્ટિને અશુભ ભાવ આવે છે તેને તે કાળો નાગ જાણે છે. ગઈકાલે ભજનમાં આવ્યું હતું ને મત કીજોજીયારી ભોગ ભુજંગ સમ જાનકે.!! મુનિ કેવા હોય છે? મુનિ કોને કહીએ? બાપા! એ દશાની તો અલૌકિક વાતો છે. સમ્યગ્દષ્ટિ ભોજનના ભોગને કાળો નાગ જાણે છે. ચક્રવર્તી જેને સોળ હજાર દેવ છે તે સેવા કરે છે. દેવલોકનો જે કેન્દ્ર સૌધર્મ છે તેની ચારે બાજુ ચોરાસી ચોરાસી હજાર દેવો તેના શરીરની રક્ષા માટે ઊભા હોય છે. પહેલા દેવલોકમાં તે બત્રીસ લાખ વિમાનનો સાહેબો છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તે સમ્યગ્દષ્ટિ છે, તેને આત્મજ્ઞાન છે તેથી એ બધી સામગ્રીમાં તે પોતાપણું માનતો નથી. એને કરોડો ઇન્દ્રિાણી સંબંધમાં દેખાય ખરી. પણ તેને ક્યાંય પોતાપણે માનતો નથી. અંતરમાં તો હું જ્ઞાન આનંદ સ્વરૂપી ત્રિકાળી છું તેમ માને છે. આ પુણ્ય-પાપના ભાવ થાય તે પણ હું નહીં. પૂર્વના પુણ્ય પાપના નિમિત્તથી બંધાયેલ કર્મનાં ફળ તરીકે મળેલ આ સામગ્રી તે હું નહીં. આવી વાતો હવે! શ્રોતા:- બાવો થાય તો આવું બને. ઉત્તર- આત્મા બાવો જ છે. તું સામગ્રીમાં ક્યારે ગરી ગયો છે? અંદરમાં રાગનો ભાગ તે પણ ચૈતન્ય દ્રવ્યને સ્પર્શતો નથી. રાગથી પોતે ભિન્ન છે એ હજુ સાંભળ્યું છે ક્યાં!! આ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, ઉપવાસનો જે વિકલ્પ છે તે રાગ છે. એ રાગને આત્મા સ્પર્યો નથી. આત્મા તેનાથી નિરાળો નિર્મળાનંદ આનંદકંદ છે. વાત તો આવી છે.. શું થાય પ્રભુ! વીતરાગ ભગવાન પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. પૂર્વના મહાપુણ્ય વિના એ વાણી સાંભળવા મળે નહીં. બાકી બધું ઘણું સાંભળ્યું. આ કરો આ કરોને આ કરો. અહીંયા કહે છે- સમકિતી જીવ જ્ઞાનાવરણાદિ કર્મથી બંધાતો નથી. જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેથી તેને પર સામગ્રીમાં ક્યાંય સચિ જામતી નથી. - શ્રેણિકરાજાનું તો સાંભળ્યું છે ને! ભગવાનના વખતમાં શ્રેણિકરાજા સમકિત પામ્યા છે. પરંતુ સમકિત પામ્યા પહેલાં તેમને નરકનું આયુષ્ય બંધાય ગયેલું. એ પછીથી સમક્તિ પામ્યા. આત્માનો અનુભવ થયો, આનંદનો સ્વાદ આવ્યો ત્યારે જે નરકનું આયુષ્ય તેત્રીસ સાગરનું મોટું બંધાયેલું તે તૂટી અને ચોરાસી હજારનું રહ્યું. પરંતુ જે આયુષ્ય બંધાઈ ગયું હતું એ છૂટે નહીં. લાડવો જે વળ્યો હોય ઘી, ગોળ ને લોટનો તેમાંથી ઘી કાઢીને પૂરી તળાય નહીં. તેમાંથી લોટ કાઢીને રોટલી ન થાય એ તો લાડવો ખાધે જ છૂટકો. હા, લાડવામાં બે પ્રકાર થાય.. કાં તો તેને સુકવે અને કાં તો તેમાં ઘી નાખે. પણ લાડવો તો ખાવો જ પડે. એમ જેને પરભવનું આયુષ્ય બંધાણું હોય એ તો ભોગવે જ છૂટકો... ત્યાં ગયે જ છૂટકો. શ્રેણિકરાજા પહેલાં બૌદ્ધ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ કલશ-૧૩૪ હતા. તેની રાણી ચેલણા સમકિતી હતી. તે આત્માની અનુભવી આત્મજ્ઞાની રાણીએ રાજાને બોધ પમાડયો. પછી તે મુનિ પાસે જઈને સમક્તિ પામ્યા. પછી મહાવીર ભગવાનના સમવસરણમાં તેણે તીર્થંકર ગોત્ર બાંધ્યું. આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થવાના છે. અત્યારે તે નરકમાં છે... ચોરાસી હજાર વર્ષની સ્થિતિએ છે. તેમાંથી અઢી હજાર વર્ષ ગયા, હવે બાકી સાડી એકાસી હજાર વર્ષ છે. તેને અંદર આત્માના આનંદનો સ્વાદ છે... અને રાગથી વૈરાગ્ય છે. એ ૫૨માં ક્યાંય પોતાપણું માનતા નથી. સમજાણું કાંઈ ? અહીંયા કહે છે– સમકિતી જીવ બહારની સામગ્રીમાં ઊભો દેખાય છે અને દુનિયા એમ ભાળે છે કે- આ તો સામગ્રીને ભોગવે છે એમ દેખાય છે.. પણ તે ભોગવતો નથી. એ તો દુનિયાની ભાષાએ એમ કહ્યું કે– એ ભોગવે છે. “જેવી રીતે કોઈ વૈધ પ્રત્યક્ષપણે વિષ ખાય છે તો પણ મરતો નથી” દૃષ્ટાંત આપે છે. માતાની ઉંમર ચાલીસ વર્ષની હોય અને પુત્રની ઉંમર વીસ વર્ષની હોય. માતાએ કપડાં, ઘરેણાં શણગાર પહેર્યા હોય, દીકરો માતાને જુએ ખરો પણ તેની જોવાની દૃષ્ટિ કેવી હોય ? કોઈ વિકા૨ી ભોગી જીવ જુએ અને તેનો દિકરો જુએ– બન્નેના જોવા જોવામાં ફેર છે. માતા બધા શણગાર પહેરેલી હોય પણ, પુત્ર જુએ છે એ તો મારી માતા છે. નવ માસ એની કૂંખે રહ્યો છું. સુંદર રૂપમાં તેને ક્યાંય મોહ થતો નથી. તેમ જેને આત્મજ્ઞાન ને આત્મદર્શન થયું છે તેને પૂર્વના કર્મથી અનેક સામગ્રીની સુંદરતા આદિ હોય પણ એમાં એ પોતાપણું માનતો નથી. ધર્મી જીવ પૂર્વના કર્મની સામગ્રીને જુએ છે.. પણ તે મારી છે એવા મોહને પામતો નથી. આવી વાતો છે પ્રભુ ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો બાપા ! અરે.. અત્યારે તો બહુ ફેરફાર થઈ ગયો છે. ધર્મને બહા૨માં મનાવી દીધો છે. વ્રત કરો, તપ કરો, જાત્રા કરો, ઉપધાન કરો– તો થઈ ગયો ધર્મ ! એ ધર્મ નથી ભાઈ ! ધર્મની ચીજું બહુ મોંઘી છે. અંદરમાં વિકલ્પનો નાનામાં નાનો રાગ ભગવાનની ભક્તિનો રાગ જાગે તો તેનાથી પણ ભગવાન ભિન્ન છે. તેની દૃષ્ટિ ને અનુભવ કરે તે રાગથી ઉદાસ થાય ત્યારે તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. હજુ સાધુ તો ક્યાંય રહી ગયા. બાપુ ! એની દશા તો જુદી હોય છે. સાધુ તો અંદરમાં આત્માના આનંદને અનુભવતા હોય છે. તે તો અતીન્દ્રિય આનંદનું વારંવાર અવલોકન કરતા હોય છે. તેને ક્યાંય રાગની આસક્તિ થતી નથી.. એવી દશા છે. દિગમ્બર સંતો જંગલમાં વસતા હોય છે. જૈન ૫૨મેશ્વરની આજ્ઞા પ્રમાણે અંદર આનંદ સ્વરૂપમાં મશગુલ છે. બહારમાં જરા મહાવ્રતનો વિકલ્પ આવે, ભક્તિનો વિકલ્પ તે પણ તેને બોજો લાગે છે. એ વિકલ્પથી રહિત પ્રભુ અંદર છે તેનું વારંવાર વેદન કર્યા કરે છે. તેને જૈન દર્શનના મુનિ કહેવામાં આવે છે. ગઈ કાલે છાપામાં આવ્યું કે ‘લોએ’ શબ્દને કાઢી નાખે છે. “નમો લોએ સવ્વ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ કલશામૃત ભાગ-૪ સાહૂળમ” “લોએ' નો અર્થ એવો છે કે જ્યાં જ્યાં અરિહંતો, સંતો કે જે આત્માના આનંદને વેદનારા છે તે બધાને મારા નમસ્કાર છે. લોકના બધા સાધુઓને મારા નમસ્કાર. પેલો સ્થાનકવાસીનો ભાઈ ભાષણ આપે છે કે- “લોએ' શબ્દમાં જૈનનાં અને અન્યના બધા સાધુઓ એમાં આવે. બિલકુલ ખોટી વાત છે. અહીંયા “લોએ” શબ્દનો અર્થ કરે છે- આત્માના આનંદનું જેને વેદન થયું છે, અતીન્દ્રિય આનંદમાં જે મશગૂલ છે એવા પરમાત્મા, તે ગમે તે સ્થળે હોય ઉર્ધ્વ હોય, અધોમાં હોય. તેમજ આચાર્ય, ઉપાધ્યાય, મુનિ તે ઉર્ધ્વ હોય કે અધોમાં હોય, મેરુ પર્વતે લઈ ગયા હોય કે નીચે હોય, અંતરના આનંદના વેદનમાં આવી જેની દશા હોય, અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વાદમાં પડ્યા હોય તે ગમે તે સ્થાને હો તેને મારો નમસ્કાર છે- આવો અર્થ છે. ગમે તે સાધુને મારો નમસ્કાર છે એમ તેનો અર્થ નથી. જૈન પરમેશ્વરે જે કહ્યો એ માર્ગ સિવાય બીજો માર્ગ ક્યાંય છે નહીં. એ સિવાય બીજે ક્યાંય ધર્મ નથી. તો પછી સાધુ ક્યાંથી લાવવા બીજા? સંપ્રદાયવાળાને સાધુ કોને કહેવા તેની ખબરું નથી. મારગડા બહુ જુદા નાથ! અહીંયા કહે છે- ધર્મી ભોગને ભોગવે છે તો પણ બંધાતો નથી. કેમકે તેને પ્રેમ નથીરુચિ નથી. આહા ! તાવ ઉપર કડવી દવા પીવી પડે તો શું તેને પ્રેમ છે? તેમ સમ્યગ્દષ્ટિને અંદરમાં આનંદના સ્વાદનો પ્રેમ છે. સુંદર સ્ત્રીઓ, રાજપાટ તેમાં ક્યાંયે પ્રેમ નથી. તે મારી ચીજ નથી તેમ જાણે છે. મારી ચીજ મારાથી જુદી નથી અને જુદી છે તે મારી ચીજ નથી. એ વાત અહીંયા કરે છે. જેવી રીતે કોઈ વૈદ્ય પ્રત્યક્ષપણે વિષ ખાય છે” તો પણ મરતો નથી અને ગુણ જાણે છે વૈધ છે તે ઝેર-સોમલ ખાય તો પણ તે મરતો નથી. કેમકે સોમલનો ગુણ તે જાણે છે. સોમલનો ગુણ જાણે છે તેથી તે ઝેરને મારવાના અનેક યત્ન પણ કરે છે. ઝેરને મારવાની દવા હોય છે જેથી ઝેર ખાવા છતાં ઝેર તેને મારી શકે નહીં. તેથી અનેક યત્ન જાણે છે, તેના વડે વિષની પ્રાણઘાતક શક્તિ દૂર કરી દીધી છે; તે વિષ અન્ય જીવ ખાય તો તત્કાળ મરે, વિષમાં જે પ્રાણઘાતક શક્તિ તેને અનેક દવાઓથી તેનો નાશ કરી નાખ્યો છે. એ વિષ જો બીજો ખાય તો તત્કાલ મરી જાય. “તેનાથી વૈધ ન મરે;- આવું જાણપણાનું સામર્થ્ય છે;” અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાનનું જ્યાં ભાન થયું છે તેને બહારની સામગ્રીમાં પ્રીતિ કે રાગ થતો નથી. તેણે રાગના ઝેરને મારી નાખ્યા છે. વૈદ્ય વિષ ખાય છતાં તેણે વિષને મારવાની શક્તિથી તે ઝેરને ટાળી નાખ્યું છે. તેમ ધર્મી જીવે રાગના પ્રેમને મારી નાખ્યો છે. શુભરાગ થાય તો પણ તેને દુઃખ લાગે છે. તેને એ કાળો નાગ દેખે છે. અરે! ભગવાન તરફનો શુભરાગ હો !દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ; સમ્યગ્દષ્ટિને કાળા નાગ જેવો દેખાય છે. કેમકે રાગ એ દુઃખ છે, તેથી તેમાં તેને રુચિ કે પ્રેમ થતો નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૫૧ આનંદઘનજીએ ચોવીસ સ્તવન બનાવ્યું છે. તે ત્રીજા સંભવદેવની સ્તુતિમાં કહે છે “સંભવદવ તે દૂરે શું રહેશું રે.. લઈ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પ્રથમ ભૂમિકા, અભય, અષ, અખેદ” બીજી બધી વાતું લાંબી છે. મારે તો એટલું કહેવું છે કે- ‘દ્વષ અરોચક ભાવ” એ વાત એમાં છે. તને જો પુણ્યના રાગનો પણ પ્રેમ હોય તો તને આત્મા પ્રત્યે દ્વેષ છે. તેનું કારણકે તને રાગ રચે છે, પ્રભુ આત્મા તને રુચતો નથી માટે તને આત્મા પ્રત્યે દ્વેષ છે. અરે! આવી વાતો હવે! ત્રણ બોલ એ સ્તુતિમાં છે. ઠેષ અરોચક ભાવ, ચંચળતા રે પરિણામની, કરણી કરતાં થાકી, ખેદ પ્રવૃત્તિ કરતાં થાકી, અબોલ સ્વભાવ.. તેમ ચાર બોલે છે. પંચાવન વર્ષો પહેલાં બધું વાંચ્યું હતું. “ષ અરોચક ભાવ” શુભરાગનો પણ જો તને પ્રેમ થાયને તો રાગ વિનાની ચીજ અંદર આનંદકંદ પ્રભુ છે તેના પ્રત્યે તેને દ્વેષ છે. વૈષ અરોચક ભાવ તે રુચતો નથી. ભગવાન અંદરમાં આનંદનો નાથ પ્રભુ છે, અંદરમાં સિદ્ધ સ્વરૂપે બિરાજમાન આત્મા છે. નાટક સમયસારમાં આવે છે કે જિન સોહી આત્મા, અન્ય સોહીએ કર્મ, યહી વચનસે સમઝલે, જિન પ્રવચનકા મર્મ” વસ્તુ વીતરાગ સ્વરૂપ છે. જો વીતરાગ સ્વરૂપ ન હોય તો પર્યાયમાં કેવળજ્ઞાન ને વીતરાગપણું આવશે ક્યાંથી? ક્યાંય બહારથી આવે એવું છે? તેના સ્વભાવમાં એકલી વીતરાગતા અને આનંદકંદ પડ્યો છે પ્રભુ! તેનો જેને પ્રેમ નથી. એટલે કે રુચિ નથી. એટલે કે દૃષ્ટિ નથી. એટલે કે તેનો આશ્રય નથી, તેને રાગનો પ્રેમ-રુચિ અને આશ્રય છે. તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આવી વાતો હવે! તેની સાથે મેળ ખાય નહીં. એક કલાકમાં કેટલી વાતો આવે, એ પણ બધી બીજી જાતની આવે! સાંભળી હોય તેનાથી બીજી જાતની આવે. એ તો બધી ખબર છે બાપુ! અહીં કહે છે- વૈધ મરતો નથી આવું જાણપણાનું સામર્થ્ય છે. જાણપણું એટલે આત્મા આનંદ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્યઘન એનું જે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું એ જાણપણાનું આવું સામર્થ્ય છે. છનું હજાર રાણીઓ, બહારની સામગ્રીમાં ઉભેલો દેખાય તો પણ તેમાં પ્રેમ નથી. શાસ્ત્રમાં પાઠ છે કે- સૌધર્મ દેવલોક છે. બાર દેવલોક છે. તે સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. એક વિમાનમાં અસંખ્ય દેવ છે. સિદ્ધાંતમાં લેખ છે કે- તેનો સ્વામી શકેન્દ્ર છે તે સમકિતી છે. ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષે જવાનો છે. તેની પત્ની ઇન્દ્રાણી પણ એક ભવતારી છે. તે પણ સમ્યગ્દષ્ટિ છે. આ સૂર્ય-ચંદ્ર તો જ્યોતિષી દેવના રહેઠાણ છે. તેની ઉપર વૈમાનિક સૌધર્મ દેવલોક છે. સૌધર્મ, ઈશાન, મહેન્દ્ર, લોકાંતિક એમ બાર દેવલોક છે. એ ઇન્દ્રને બહારની ચીજમાં ક્યાંય પ્રેમ દેખાતો નથી. આત્માના આનંદના પ્રેમ આગળ બહારમાં Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કલામૃત ભાગ-૪ ક્યાંય પ્રેમ દેખાતો નથી. દિકરો માતા ઉપર નજર તો કરે છે, વ્યભિચારી દૃષ્ટિવાળો પણ એની માતાને જુએ છે. પરંતુ દષ્ટિ દૃષ્ટિમાં ફેર છે. તેમ સમ્યગ્દષ્ટિ જીવ પરચીજને જુએ પણ તે ચીજ મારી નથી, મારામાં નથી, મારો તો આનંદ ને જ્ઞાન છે તેમાં હું છું. આવા (સ્વના) પ્રેમના જાણપણાને લઈને.. પરમાં તેને પ્રેમ આવતો નથી. પ્રવચને ને. ૧૩૪ તા. ૨૯/૧૦/'૭૭ આ કળશટીકાનો નિર્જરા અધિકાર છે. નિર્જરા એટલે? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. તેનો અંતર અનુભવ થતાં તેને (અતીન્દ્રિય) જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે. એને જાણપણામાં આત્મા પૂર્ણ છે. એવું જ્ઞાન થાય છે. હવે તેને રાગ અને રાગના ફળનો પ્રેમ છૂટી જાય છે. આત્મવસ્તુ શુદ્ધ ચૈતન્ય અનાકુળ આનંદરૂપ છે એમ જેને અનુભવ થયો છે તેને બીજે ક્યાંય આનંદ ભાસતો નથી. તેને શરીરમાં, પૈસામાં આબરુમાં, કીર્તિમાં એ બધામાં ક્યાંય આનંદ લાગતો નથી. એ બધાં તો દુઃખનાં નિમિત્તો છે. શ્રોતા- એ બધાં દુઃખનાં નિમિત્તો છે એટલે? ઉત્તર- દુઃખ તો પોતે ઊભું કરે છે. એ પર ચીજ કાંઈ દુઃખ નથી આપતી.. કેમકે એ તો શેય છે. એ શેય વસ્તુમાં ઠીક કે અઠીકપણું નથી એના સ્વરૂપમાં નથી, એ ચીજ કાંઈ દુઃખરૂપ નથી. પોતે વિપરીત શ્રદ્ધા કરે છે તે દુઃખરૂપ છે. આ ચીજ મને ઠીક છે, એમ માને છે એ મિથ્યાત્વનું કષાયનું તેને દુઃખ છે. દુઃખ નથી પર ચીજનું, દુઃખ નથી આત્માના સ્વભાવમાં; તો પણ અનાદિથી આનંદમયી આત્માને ભૂલીને દુઃખ ઊભું કરે છે. પર પદાર્થ છે તે તો જાણવા લાયક છે તેવો એકજ પ્રકાર છે. પર વસ્તુમાં એ ભેદ પાડે છે કે- આ ઠીક છે. સ્ત્રી, પરિવાર કુટુંબ, પૈસો વગેરે દુશ્મન, નિંદા આદિ પ્રતિકૂળ છે અર્થાત્ ઠીક નથી એવા ભેદ મિથ્યાત્વને લઈને પાડે છે. અનંતકાળ થયો, તેમાં તેણે ચોરાસી લાખ યોનિમાં અનંત અવતાર કર્યા. પરંતુ તેમાં ક્યારેય તે આત્માનું દર્શન, જ્ઞાન પામ્યો નહીં. બહારથી ત્યાગી થયો, સાધુ થયો પણ, અંતરમાં આત્મા છે તે આનંદ સ્વરૂપ છે, જ્ઞાનનો પુંજ પ્રભુ છે તેનો તેણે કદી સ્પર્શ ન કર્યો. તેને તે અડયો નહીં. પુણ્ય-પાપના વિકારીભાવ તેને અડયો.... સ્પર્ધોને દુઃખી થયો. આહાહા ! તેને જ્યારે આત્મજ્ઞાન થાય છે કે હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂ૫ છું. પુણ્ય-પાપના ભાવ થાય તે ચીજ મારી નથી. હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ, વાસનાના પાપના ભાવ થાય તે મારું સ્વરૂપ નથી. તેમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ થાય એ પણ મારું સ્વરૂપ નથી. એ વિકલ્પ છે રાગ છે. શ્રોતા- એમાં બધા લાભ માને છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૫૩ ઉત્તર- માને છે એટલે તો કહેવાય છે. બધાં (લાભ) માનીને બેઠાં છે એટલે તો આ કહેવાય છે. એ માને છે કે- એમાં સુખ છે. ભગવાનની પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ એ બધો શુભભાવ.. રાગ છે, એ શુભરાગ તે દુઃખ છે.. એની એને અનંતકાળમાં ખબર પડી નથી, એટલે તો એ ચોર્યાસીના અવતારમાં રખડીને દુઃખી થયો છે. આ નિર્જરા અધિકારમાં કહે છે કે- “તજ્ઞાનચૈવ સામર્થ્ય જ્યારે તેને અંતરમાં ખ્યાલ આવે છે કે હું એક ચૈતન્ય આત્મા જ્ઞાતા સ્વરૂપ છું. મારામાં અંદર અતીન્દ્રિય આનંદ છલોછલ ભરેલો છે. આત્મામાં અતીન્દ્રિય આનંદ છે એ આનંદના રસની રુચિમાં તેને રાગની અને પુણ્ય-પાપની રુચિ છૂટી જાય છે. એ રાગ અને પુણ્ય-પાપના બંધનથી જે કાંઈ સંયોગી ચીજ મળે છે તેની રુચિ પણ સમકિતી જીવને છૂટી જાય છે. પર વસ્તુ મારી છે એમ હવે પોસાતો નથી. જ્યારે અજ્ઞાનીને આનંદ સ્વરૂપ આત્મા પોસાતો નથી. તેને તો પુણ્ય-પાપના ભાવ અને તેના ફળ પોસાય છે. આ ચારગતિમાં રખડવાના રસ્તા છે. એ (જીવ) જ્યારે ધર્મનું સ્વરૂપ સમજે છે અને પામે છે ત્યારે તેને નિર્જરા થાય છે. અહીંયા એ બતાવવું છે. આહાહા ! આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. એના તરફના વ્યાપારનું પર્યાયમાં પોસાણ છે. ધર્મી જીવને વર્તમાન ધર્મની દશામાં પૂર્ણાનંદ પ્રભુ આત્મા તેનું પોસાણ ને તેની રુચિ છે. તેને (અસ્થિરતાના) પુણ્ય-પાપના ભાવ થાય તે પણ તેને પોસાતા (રુચતા) નથી.. ગોઠતા નથી. તો પછી પુણ્યના ફળ (નિમિત્તે ) આ બહારની ધૂળ પાંચ-પચાસ લાખ-કરોડબે કરોડ મળે, પત્ની, છોકરાં, કુટુંબ અનુકૂળ મળે એ વાત ધર્મીને પોસાતી નથી. એ મારા અને એ મને ઠીક છે એમ તેને પોસાતું નથી. આવું જાણપણાનું સામર્થ્ય છે” વૈધનો દાખલો આપીને સમજાવે છે. સોમલમાં પ્રાણઘાતક શક્તિ છે. એ સોમલમાં વૈધે એવી દવા વાપરે છે તે પ્રાણઘાત શક્તિનો નાશ કરે. પછી એ સોમલ વાપરે તો પણ તેનું મૃત્યુ ન થાય. એ જ સોમલ બીજો કોઈ (મનુષ્ય) ખાય તો તે મરી જાય કેમકે સોમલ પ્રાણઘાત શક્તિવાળો છે. જ્યારે વૈદ્ય પાસે એવી દવા છે અને યુક્તિ છે તેના વડે તે પ્રાણઘાતનો તે નાશ કરે છે.. અને પછી તે વૈધે તેને ખાવા છતાં તેના પ્રાણનો ઘાત થતો નથી. શ્રોતા- પરનું કોઈ કાંઈ કરી શકે છે? ઉત્તર- કોઈ, કોઈનો નાશ ક્યાં કરી શકે છે? આ શાંતિપ્રસાદ શાહુજી ચાલ્યા ગયા. હાર્ટફેઈલ થયું. ચાલીસ કરોડ રૂપિયા, ચાલીસ-ચાલીસ લાખના બંગલા, દિગમ્બરના અગ્રેસર.. અંત સમયે કોઈ ધણી (સહાયક) ન થયું. શ્રોતા- એ જીવ ક્યાં ગયો? ઉત્તર- જેવા પ્રકારે ભાવ થયા હશે તે પ્રકારે જીવ થયો હશે. બહારની સામગ્રી એને કાંઈ મદદગાર નથી અને તેમાં પણ જે મૃત્યુ પામ્યો તેને જગતના પ્રાણી ક્યાં રોવે છે! મરનાર Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ કલશામૃત ભાગ-૪ મરીને ક્યાં ગયો ? મ૨ના૨ની તેને કાંઈ દરકાર નથી. એવી એને ખબરેય નથી અને એવો તેણે વિચારે કર્યો નથી.. કે મારો બાપ મરી જાય છે અને હું શું કરવા રડું છું ! એ મરીને કયાં ગયો ? નરકમાં ગયો, ઢો૨ (તિર્યંચ ) માં ગયો... ક્યાં ગયો ? એ ગમે ત્યાં ગયો મારે કાંઈ સંબંધ નથી. અહીંયા મારી સગવડતામાં એ મદદ કરતા અને એ ચાલ્યા ગયા એનું મને દુઃખ છે. આખો સંસાર આવો છે... એનો કદી તેણે વિચાર કર્યો છે? અરે ! આ મારો બાપ મરીને ક્યાં ગયો હશે ? એવો વિચાર કરવાનો તેને વખત ( સમયે ) ક્યાં છે !! ગતિ ચા૨ છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ તેમાંથી એ ક્યાં ગયો હશે ? એને ક્યાં ખબર છે ? એ... બિચારો તો ક્યાંય ઉકલી ને ગયો ! શ્રોતા:- કાગળ લખાયને ? ઉત્ત૨:- કાગળ ( પત્ર) કોણ લખે ? એમ લખે કે– તેઓ દેવ થયા છે... સ્વર્ગે ગયા છે. એ તો મરીને તિર્યંચ થયો હોય અને કાગળમાં ‘દેવ ’ થયા તેમ લખે. માયા-કપટના એવા પાપ કર્યા હોય કે તે તિર્યંચ થાય. અહીંયા કહે છે કે- જેમ વૈધ સોમલને ખાતાં પહેલાં સોમલમાં જે પ્રાણઘાત શક્તિનો નાશ કરીને ખાય છે માટે તે મરતો નથી. આ શ્લોકમાં બે દાખલા (દૃષ્ટાંત ) આપ્યા છે. ( ૧ ) જ્ઞાનનો (૨) વૈરાગ્યનો. વૈદ્યના દૃષ્ટાંતની સામે જ્ઞાનનું, ધર્મીજીવને મેળવ્યો છે. મદિરાની સાથે વૈરાગ્યનું લેશે. ધર્મી જીવ જાણે છે કે– હું એક જ્ઞાન ને આનંદ સ્વરૂપ આત્મા છું. પુણ્ય ને પાપના ભાવ અને તેનું ફળ મારામાં છે જ નહીં. ધર્મી આત્માના આનંદના પોસાણમાં ૨હેતો તે ૫૨ સામગ્રી... તેના ભોગમાં દેખાય, છતાં તે કર્મ તેને નિર્જરી જાય છે. સમજાણું કાંઈ ? વહાલામાં વ્હાલી સ્ત્રી હોય, ત્રીસ વર્ષનો યુવાન હોય. સમકિતીને રૂપાળી, સુંદર યુવાન સ્ત્રી મરી જાય તો તેનું દુઃખ થતું નથી. શ્રોતાઃ- કોઈને દુઃખ નહીં થતું હોય ? ઉત્ત૨:- ( અજ્ઞાની ) માને છે કે– અરે ! મારી સગવડતા ગઈ. એવું સાંભળ્યું છે કે સ્ત્રી હોય તે કહેતી જાય કે તમે બીજી કરજો, કેમકે તમારી પ્રકૃતિ નહીં જળવાય. તમારી ઉંમર હજુ નાની છે... અને હું તો મરી જાઉં છું. આવા દાખલા છે, પણ તેનું નામ ન અપાય. પત્ની મરી ગયા પછી મહેનત પણ કરે પરંતુ ઉંમર થઈ ગઈ હોય પંચાવન, છપ્પનની એટલે કન્યા મળવી મુશ્કેલ પડે. દશ હજાર રૂપિયા આપે.. પણ, તેને કન્યા આપે કોણ ? આવો સંસાર છે. અનાદિનો દુઃખી... દુઃખી... દુઃખી છે. દ “આવું જાણપણાનું સામર્થ્ય છે;” જ્ઞાની-ધર્મી જીવને પોતાના આનંદના જાણપણાનો, રુચિનો ભાવ ભર્યો પડયો છે. એને આનંદની રુચિ આગળ કોઈપણ સંયોગના ભોગમાં આવે તો પણ તેનો પ્રેમ નથી, તેથી તેને (જડ ) કર્મ ખરી જાય છે તેને નિર્જરા કહે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૫૫ પાઠમાં એમ લીધું છે કે- જો એ ઝેર વૈદ્ય ખાય તો મરે નહીં અને એ ઝેર બીજો ખાય તો મરી જાય. એમ જે જ્ઞાની આત્માના આનંદમાં પડયો છે તેને એ ભોગ, સામગ્રીથી નિર્જરા થાય છે. એ ભોગ સામગ્રીમાં અજ્ઞાનીને બંધ થાય છે. અજ્ઞાની જ્યાં હોય ત્યાં હજારો, લાખો ભોગ સામગ્રીમાં ઊભો હોય ત્યાં તેને એમ લાગે કે આ બધું મારું. મારું મારું છે. તેને ઝેરનો પ્યાલો ચડી ગયો છે. જ્યારે ધર્મી પોતાના સ્વરૂપમાં, પોતાના આનંદમાં રમે છે. જ્ઞાનાદિ અનંતગુણ તે મારા છે. ધર્મીને શુભભાવ આવે તે પણ બોજો લાગે છે. પાપના ભાવને તો ધર્મી કાળો નાગ જાણે છે. અજ્ઞાની એ પાપના ભાવને પ્રેમથી ભોગવે છે... અને પુણ્યભાવમાં ધર્મ થાય એમ માને છે. આવી વાતો છે. ક્યાં પડી છે જગતને કે શું થશે? મરીને ક્યાં જઈશ? “અથવા કોઈ શુદ્ર મદિરા પીએ છે, પરંતુ પરિણામોમાં કંઈક દુચિન્તા છે” કોઈ શુદ્ર જીવ મદિરા અર્થાત્ દારૂ પીવે છે. તેને પરિણામોમાં કોઈ ચિંતા છે. કોઈનો દિકરો મૃત્યુ પામ્યો છે, તો કોઈને બીજી ચિંતા છે. તે દારૂ પીવે છે છતાં તેને “મદિરામાં રુચિ નથી એવો શુદ્રજીવ” દારૂ પીવા છતાં “મતવાલો થતો નથી” જેવો હતો તેવો જ રહે છે; મધ તો એવું છે કે જો અન્ય કોઈ પીએ તો તત્કાળ મતવાલો થાય; પણ જે કોઈ મતવાલો નથી થતો તે અરુચિ પરિણામનો ગુણ જાણો; પહેલો દાખલો વૈધનો આપ્યો તે જાણપણાનો હતો અને આ વૈરાગ્યનું દૃષ્ટાંત છે. દારૂ તો એવો છે કે- તે પીવે તો મતવાલો થાય, પરંતુ તે મતવાલો થતો નથી. તે તેની દારૂ પ્રત્યેની અરુચિપણાનો ગુણ જાણવો. કેટલાક સુવાવડમાં સ્ત્રીઓને દારૂ પાય છે, તેને દારૂ પ્રત્યે પ્રેમ હોતો નથી એટલે તે મતવાલો થતો નથી. કોઈ સ્ત્રીનું શરીર સાધારણ પાતળું હોય અને ખોરાક બહુ લેવાય નહીં, સુવાવડમાં શરીર મોળું પડી ગયું હોય તો તેને દારૂ પાય પણ તેને રુચિ નથી એટલે તે મતવાલી થતી નથી. એ તો દાંત થયું. તેવી રીતે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે” હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું, એ સિવાય મારી ચીજમાં કોઈ ચીજ છે નહીં. છ ખંડના રાજ્ય હોય તો ધર્મી એ છ ખંડને સાધે છે એમ નથી. સોગાનીજીએ દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ છ ખંડને નથી સાધતો, તે તો અખંડને સાધે છે. અખંડ એવો આત્મા આનંદકંદ પ્રભુ છે. તે અનંત અનંત ગુણથી ભરેલું એકરૂપ તત્ત્વ છે. એ અભેદ અખંડ છે તેને સમ્યગ્દષ્ટિ સાધે છે. બહારમાં લોકો એમ જુએ છે કે- આ છ ખંડને દુનિયાને સાધે છે પણ એ તો અંદર સ્વરૂપના સાધનને સાધી રહ્યો છે. સમજાણું કાંઈ? આહાહા! દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિના ભાવ આવે તેમાં અજ્ઞાની ધર્મ માને છે.. તેથી તે મિથ્યાત્વથી બંધાય છે. જ્ઞાનીને પણ શુભાશુભ ભાવ આવે છે છતાં તેમાં તેનું સ્વામીપણું નહીં હોવાથી, તેની રુચિ નહીં હોવાથી તે ભાવ ખરી જાય છે એમ અહીંયા કહેવું છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ કલશામૃત ભાગ-૪ આહાહા ! ધર્મ અને અધર્મમાં મોટો ફેર ! જ્ઞાન ને અજ્ઞાનમાં મોટો ફેર !! લોકોને આની ક્યાં પડી છે? એ તો દુનિયાની બહારની સગવડતામાં પડયા છે. કાંઈ પાંચ, પચીસ લાખ, આબરુ, કીર્તિ મેળવવામાં જાય... પછી તો મરીને ઢોરમાં જાય. ઘણા વાણિયા મરીને ઢોરમાં જવાના છે. કેમકે તેને માંસ, દારૂનો ખોરાક નથી. તેને ધર્મ નામ સમ્યગ્દર્શન શું છે એની તો ખબર નથી પરંતુ બે- ચાર કલાક સત્ સમાગમથી પુણ્ય બંધાવા જોઈએ તે પણ નથી. શાસ્ત્ર વાંચન, મનન કરે તો પુણ્ય પણ બંધાય અને તેનાં ફળમાં સ્વર્ગ કે મનુષ્યપણું મળે. એને ટાઈમ મળે અને એકાદ કલાક સાંભળે તેવું શુભ કરે એમાં કાંઈ લાબું પુણ્ય ન બંધાય. દયા દાનના વિકલ્પથી એ રાગથી મારી ચીજ ભિન્ન છે એવી તો દૃષ્ટિ કે અનુભવ નથી. તેમ ચોવીસ કલાકમાંથી બે-ચાર કલાક સત્ સમાગમ, શાસ્ત્ર વાંચન, મંથન કરે તો પુણેય બંધાય પણ તેને તેટલોય વખત મળતો નથી. માંડ એકાદ કલાક સાંભળવા જતો હોય તો તેને ત્રેવીસ કલાકનું પાપ અને એક કલાકનું પુણ્ય થયું, એ ભવ હારી જવાના. અમારા પાલેજની પેઢીના ભાગીદાર કુંવરજીભાઈની વાત ઘણી વખત કહીએ છીએ. તે ફઈના દિકરા સાત પેઢીએ થાય છે અને અમારા મોટાભાઈ ભાગીદાર તેમને બહુ મમતા હતી. | વિક્રમ સંવત ૧૯૬૬ ની વાત છે. ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. એક રસોડે ત્રીસ માણસ જમતા. એકવાર કહ્યું કે- ભાઈ ! આટલી બધી મમતા શી? ગામમાં સાધુ આવે તો સાંભળવા પણ જાવ નહીં, દિવસે નિવૃત્તિ નહીં. તત્ત્વની કોઈ વિચારણા, ચિંતવન નહીં અને આખો દિવસ આ ધંધા ને પાપ, પાપ ને પાપ. તમે સ્વર્ગમાં નહીં જાવ અને મનુષ્ય થવાના લક્ષણ મને લાગતા નથી. આપણે દારૂ, માંસ ખાતા નથી એટલે નરકમાં તો નહીં જાવ. પછી કહ્યુંયાદ રાખજો. મરીને ઢોર થવાના પશુ થશો. પાલેજમાં દુકાન મોટી, વર્ષની બે લાખની પેદાશ ત્યારે દશ લાખ રૂપિયા હતા. મૃત્યુ પહેલાં મગજ એવું થઈ ગયું કે ગાંડા, પાગલ જેવા થઈ ગયા. હું કરું છું, મેં કર્યું પણ બાપા હવે તો મમતા મૂકી ધો! તો કહે નહીં. એ મરીને ઢોર થવાના. ઘણાની માયા કપટ અને કષાયમાં જિંદગી ચાલી જાય પછી બધું અફળ થાય. અહીંયા કહે છે કે જિનેન્દ્ર દેવ પરમેશ્વરે કહેલી એવી આત્મવસ્તુ અંદર છે. એ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. એ આત્માનો જેને અનુભવ થયો, વેદન થયું તેણે જાણ્યું કેઆત્મા તો આનંદ સ્વરૂપ છે. આત્મામાં પુણ્ય પાપના ભાવ પણ નથી એવો તેને અનુભવ થયો. હવે તે બાહ્ય સામગ્રી ભોગવતો દેખાવા છતાં તેને કર્મ છે તે ખરી જાય છે. કેમકે તેને ક્યાંય રસ નથી. સમજાણું કાંઈ? સમયસાર જીવ અધિકાર ગાથા ૩૮ માં રસની વ્યાખ્યા કરી એકાગ્રતા. રસ એને કહીએ કે- એક શેયમાં એકાકાર થઈ જવું તે રસ. શુભ ને અશુભભાવ અથવા શુભફળ તરીકે બાહ્ય સામગ્રી મળી હોય પાંચ-પચ્ચીસ લાખ, છોકરાં સારાં, આબરુ કીર્તિ વગેરેમાં અજ્ઞાનીનો Page #273 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૫૭ રસ છે. રાગમાં એકાકાર મિથ્યાષ્ટિ... મિથ્યાત્વમાં મૂંઝાઈ ગયેલો છે. એ મરીને તિર્યંચ આદિ થવાના. વસ્તુ સ્થિતિ એવી છે, બાપુ! શું કહીએ !! આમ નજરે જોઈએ છીએને! માણસ આખો દિવસ ધંધા, ધંધા ને ધંધા. બાયડી, છોકરાં કુટુંબ અને ધંધામાં આખો દિવસ પાપ કરે. એમાં બે, પાંચ, દસ લાખ, કરોડ બે કરોડ રૂપિયા હોય તો તો હું પહોળો ને શેરી સાંકડી. ઘણા તો એવા હોય કે પૈસા ઘણાં હોય તો પણ બહાર ખબર પડવા ન હૈ. મૂડી હોય છે, પાંચ કરોડની અને બહારમાં લાગે કે પચાસ લાખ છે. કેટલાક એવા હોય કે પચાસ લાખ હોય અને કોઈ કરોડપતિ કહે તો ના ન પાડે. તેને લાગે કે- આબરુ તો વધે છે ને! આવો સંસાર છે. અહીંયા કહે છે કે- અજ્ઞાનીને જે સામગ્રી મળી છે એમાં તે એકાકાર છે, એ એકત્વનો રસ સંસારની વૃદ્ધિ કરે છે. જ્યારે ધર્મી છે તે આત્માના આનંદના રસમાં છે. તેને તેનો રસ લાગ્યો છે. જ્ઞાની બહારની સામગ્રીમાં ઊભો દેખાય, ભોગવતો દેખાવા છતાં એ બધું કર્મ તેને ખરી જાય છે. આવી વાતો છે! તત્ત્વનો કોને વિચાર કરવો છે? આ તો જે કુળમાં જન્મ્યા બાયડી થાય ને છોકરાં થાય, એને પોસવા પરણાવવા... પછી મરીને જાવ રખડવા. સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારની સામગ્રી ભોગવે છે” જેને આત્માના સ્વભાવનો પ્રેમ અને અનુભવ છે અર્થાત્ જેને સમ્યગ્દર્શન છે તે તો આત્માના આનંદનો સ્વાદ લ્ય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવને આનંદના સ્વાદની આગળ બહારની સામગ્રીમાંથી ક્યાંય એવો સ્વાદ આવતો નથી. તેને ક્યાંય રસ પડતો નથી. “નાના પ્રકારની સામગ્રીને ભોગવે છે, સુખ, દુઃખને જાણે છે”શું કહે છે? અનુકૂળ સામગ્રી હોય તેને જાણે છે કે “છે” એટલું પ્રતિકૂળ સામગ્રી હોય તેને જાણે છે કે “છે' તે સામગ્રી મારી નથી અને મને નથી. સામગ્રી સંબંધી સુખ દુઃખ લેવું. જ્ઞાનીને કદાચિત્ આસકિતની કલ્પના થઈ જાય તો પણ તેને તેમાં રસ અને રુચિ નથી. “પરંતુ જ્ઞાનમાં શુદ્ધસ્વરૂપ આત્માને અનુભવે છે” હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. મારા સ્વભાવના આનંદના રસ આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન પણ સડેલાં તરણાં જેવાં લાગે છે. મરેલાં મીંદડાને કૂતરાનાં મડદાં જેવાં દુઃખરૂપ લાગે છે. અજ્ઞાની પાસે પાંચ, દશ, પચીસ લાખ થાય ત્યાં તો તે માને કે અમે સુખી છીએ. ધૂળમાંય ત્યાં સુખ નથી... સાંભળને ! એમાં એક એક છોકરો બે-બે લાખની કમાણી કરતો હોય મહિને તો એમ જાણે કે અમે તો બહારમાં વધી ગયાં. અમે તો ફાલ્યાં ફૂલ્યાં. પાપમાં હોં !! અહીંયા કહે છે કે જેને આત્માના ધર્મનું ભાન થયું છે, આત્માનો ધર્મ એટલે આનંદ ને જ્ઞાન, એનું જેને અંતરમાં ભાન થયું છે તે બાહ્ય સામગ્રી ભોગવે છતાં તે જીવનું સ્વરૂપ નથી તેમ જાણે છે. આ પત્ની, બાળકો, કુટુંબ એ પર છે, તે કોઈ મારું સ્વરૂપ નથી. કોઈ મને સુખદાયક નથી તેમ તે બાહ્યચીજ દુઃખદાયક નથી. તે કોઈ જીવનું સ્વરૂપ નથી તેમ સમકિતી જાણે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કલશામૃત ભાગ-૪ આમ લઠ જેવા આઠ-દસ છોકરાં હોય યુવાન હોય, એક અમેરિકામાં ગયો હોય અને એક આફ્રિકામાં ગયો હોય અહીંયા મુંબઈમાં કારખાના નાખ્યા હોય, એ રીતે પુણ્ય હોય તો થાય, પણ અજ્ઞાની એ બાહ્ય સામગ્રીમાં એટલો મશગુલ છે કે જેને આત્મા શું ચીજ છે તે સમજવા માટેનો અવકાશ જ નથી. ધર્મી તો આત્મા સિવાય જેટલી ચીજ છે તે મારું સ્વરૂપ નથી, મારું માનવું એનો એને અવકાશ જ નથી. આ મારી ચીજ છે અને એનાથી મને લાભ થશે એ અવકાશ જ નથી. શ્રોતા:- ત્યાગી છે પણ એકત્વ નથી? ઉત્તર- તે બહારનો ત્યાગી છે. પુણ્યના પરિણામ જે દયા, દાન, વ્રતના કરે છે... એ રાગ છે અને તે ધર્મ છે તેમ અજ્ઞાની તેમાં અટકયો છે. દ્રવ્યલિંગી સાધુ થઈને ત્યાં મિથ્યાત્વમાં અટકયો છે. તેને ( આત્માનું) ભાન ક્યાં છે? બહારથી બાયડી, છોકરાં, દુકાન છોડી એટલે શું થઈ ગયો સાધુ? ધૂળમાંય નથી સાધુ. તેને અંદર જે કોઈ શુભભાવ છે- દયાનો, વ્રતનો, તપનો, જાત્રાનો તેને ધર્મ માને છે. એ મિથ્યાષ્ટિ મૂંઢ જીવ છે. આકરું કામ છે બાપુ ! વીતરાગ જિનેન્દ્રદેવનો માર્ગ અલૌકિક માર્ગ છે, તે લૌકિકથી જુદી જાતનો છે ભાઈ ! અહીંયા કહે છે કે- “આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમય છે” જીવને દુઃખમય છે અર્થાત્ તે દુઃખમાં નિમિત્ત છે એમ ! જ્ઞાની સામગ્રીને દુઃખમયી જાણે છે. પૈસા થયા હોય પાંચ પચીસ કરોડ, બાયડી, છોકરાં તેને ધર્મી જીવ દુઃખમય અર્થાત્ દુઃખનું નિમિત્ત છે તેમ જાણે છે. જેટલું પારદ્રવ્યમાં લક્ષ જાય છે એટલો વિકાર છે અને તે દુઃખ છે. આવી આકરી વાતો બહુ બાપા! પ્રશ્ન- દુઃખમય માને છે કે- દુઃખનું નિમિત્ત માને છે? ઉત્તર:- એ દુઃખના નિમિત્ત છે એટલે દુઃખમય છે એમ માને છે. એ નિમિત્ત છે, પરંતુ તેના પર લક્ષ જાય છે તો મને દુઃખ જ થાય છે એટલે દુઃખમય છે એમ કહ્યું. બાકી એ ચીજ તો શેય છે. એ પર ચીજ દુઃખમાં નિમિત્ત છે એટલે દુઃખમય છે એમ કહ્યું. બહારની કોઈ ચીજ ( દુઃખ) સુખનું નિમિત્ત નથી. સુખનું કારણ તો અંદર મારો ભગવાન આત્મા છે. અરેરે....! આ વાત સાંભળવા મળે નહીં, સત્ શ્રવણ કરવા મળે નહીં તે કે દિ' વિચારે અને એ શું કરે? એ પશુ જેવા અવતાર, એ મરીને ફરી તિર્યંચ થાય. આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે, જીવને દુઃખમયી છે” આમ લખ્યું છે- એ પૈસા, સ્ત્રી, છોકરાવ, હીરા-માણેક એ બધાં દુઃખના નિમિત્ત છે. શ્રોતા- એ મદદ તો કરે છે ને? ઉત્તરઃ- ધૂળમાંય મદદ કરતા નથી. અહીં કહે છે કે જેટલી સામગ્રી મળી છે એ બધી દુઃખમય છે. કેમકે તેના ઉપર લક્ષ જાય છે એટલે વિકાર થાય છે અને એ વિકાર છે તે દુઃખ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો રસ છે, તેના ઉપર નજર જાય છે. ત્યારે તેને સુખ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ કલશ-૧૩૪ ઉત્પન્ન થાય છે. પર પદાર્થ ઉપર લક્ષ જાય છે ત્યારે તેને દુઃખ ઉત્પન્ન થાય છે. આ બે સિદ્ધાંત છે– (૧) અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ તેની સામું જોવે તો તેને આનંદ થાય, (૨) એ પદાર્થ સિવાય બીજા પર પદાર્થ સામું જોવે તો તેને રાગ ને દુઃખ થાય. પરમાં સુખ નથી એવું એને ક્યાં ભાન છે? વઢવાણવાળા ભાઈ બોલ્યા હતાં ને કે અમારા વેવાઈ સુખી છે તેમ વ્યાખ્યાનમાં બોલ્યા હતા. પછી પૂછયું કે- સુખની વ્યાખ્યા શું? આ કરોડ રૂપિયા છે એટલે સુખી છે? આવા બધા પાગલો ભેગા થઈને પૈસાવાળાને સુખી માને. અહીંયા બધા કરોડપતિ આવે તે દ્રવ્યદૃષ્ટિ અને તે સમ્યગ્દષ્ટિ તે ધૂળમાંય સુખી નથી. એ મોટર ઉપર બેસે છે, એમ નથી. મોટર એની છાતી ઉપર બેઠી છે. એને કેમ પાળવા!? એની મમતામાં એ ગુપ્ત થઈ ગયો છે. પાંચ, પાંચ લાખની મોટી મોટરું આ શેઠ છે તેને સાંઈઠ મોટરું છે. તેમને તમાકુનો મોટો વેપાર છે. ધંધા માટે સાંઈઠ મોટર છે. એ બહારની ચીજો તો જગતમાં પથરાતી આવે છે. પણ તેમાં છે શું? તારે એની સાથે શું છે? અજ્ઞાની બહારની ચીજ દેખીને એ પથ્થર મારા પૈસા મારા માને છે. શાહુજી હમણાં આવ્યા હતા. અહીંયા વ્યાખ્યાન સાંભળીને પછી ગયા. તે કહેતા હતા કેહું દર્શન કર્યા વગર ક્યાંય નહીં જાઉં. અહીંયા વ્યાખ્યાન સાંભળી ગયા અને બે દિવસ રહી ગયા. પ્રાંતિજથી ખાસ અહીં આવ્યા હતા. તત્ત્વનો પ્રેમ હતો છતાં દષ્ટિ વિપરીત હતી. અમારો કોઈ વિરોધ કરે તો વિરોધ કરવા ન હૈ. બાકી એ તો બધા ત્યાગીઓને પણ માને બધા ત્યાગીઓનો આદર કરવો. બાપુ! એ તો સંસાર છે. એમાંથી દષ્ટિ ફેરવવી એ બહુ આકરું કામ છે. અહીંયા કહે છે કે- “આવી સામગ્રી કર્મનું સ્વરૂપ છે” આ પૈસા, બાયડી, છોકરાવ, કુટુંબ કબિલા, મોટા મકાન દશ-દશ લાખના એ તો જડનું સ્વરૂપ છે. તે જડનું ફળ છે. શ્રોતા- એ મહેનતનું ફળ છે? ઉત્તર- મહેનતનું ફળ ધૂળમાંય નથી. એણે જે ચિત્રામણ કર્યું હતું તે તેને બહારમાં દેખાણું. એ બધું જીવને દુઃખમય છે, એ જીવનું સ્વરૂપ નથી. સમ્યગ્દષ્ટિ જીવને આત્મજ્ઞાન હોવાથી એ બધી સામગ્રીને દુઃખમય જાણી અને “તે જીવનું સ્વરૂપ નથી તે ઉપાધિ છે; આવું જાણે છે” એ બધી ઉપાધિ છે તેમ જાણે છે. મોટી દુકાન જામી હોય તેમાં તેનો મુખ્ય નોકર મેનેજર! શું કહેવાય? મુનિમ હોય. પાંચ-સાત દુકાન હોય બે-ચાર મુનિમ હોય તો એમ જાણે કે અમે તો શું નું શું કર્યું!? શ્રોતા- એનાથી રોટી તો મળે ને? ઉત્તર- એનાથી ધૂળેય રોટલો મળતો નથી. પુણ્ય હોય તો તેનાં ફળમાં મળે. પેલી કહેવતમાં નથી સાંભળ્યું કે- દાણે દાણે ખાનારનું નામ છે. શ્રોતા:- એ તો સિદ્ધાંત છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ કલશામૃત ભાગ-૪ ઉત્તર- સિદ્ધાંત એટલે સત્ય. આ સિદ્ધાંત જે સત્ય છે તેની વાત છે. જુઓ પાઠમાં કેટલું લખ્યું છે. (૧) બહારની સામગ્રી છે તે કર્મનું સ્વરૂપ છે, તે મારું સ્વરૂપ નથી તેમ સમકિતી જાણે છે, (૨) એ સામગ્રી જીવને દુઃખમય છે, (૩) તે જીવનું સ્વરૂપ નથી, (૪) તે ઉપાધિ છે. ચાર વાત કહી. | બાપા પાસે મૂડી નહોતી અને આપણી પાસે કરોડ બે કરોડની મૂડી થઈ તો આપણે કાંઈક આગળ વધ્યા તેમ અજ્ઞાની માને. તેણે ઉપાધિને વધારી છે. ચાર બોલથી વાત કરી. સામગ્રી કર્મનું સ્વરૂપ છે, તે જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી અને તે ઉપાધિ છે. “આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી” મિથ્યાત્વનો જે મુખ્ય બંધ છે તે બંધન જ્ઞાનીને થતું નથી. “સામગ્રી તો એવી છે કે મિથ્યાદેષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે;” પત્ની રૂપાળી હોય, છોકરાં રૂપાળા હોય, પૈસા, બંગલા હોય એ બધાને દેખતાં જ મિથ્યાષ્ટિને એકલું પાપ થાય છે. શ્રોતા- એ બધું ઘરમાં હોય તો શું કરવું? ઉત્તર- એ એનાં ઘરમાં ક્યાં છે? પોતાને પરથી ભિન્ન અનુભવવો જાણવો. રાગને પુણ્યના ફળથી પણ હું ભિન્ન છું, પુણ્યનો ભાવ થાય તેનાથી પણ હું ભિન્ન છું એમ જાણવું... અનુભવવું. તેનું નામ ધર્મ છે. આવો આકરો માર્ગ છે. સામગ્રી તો એવી છે કે- મિથ્યાષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે;” સામગ્રીને દેખે ત્યાં આપણે જાણે આગળ વધી ગયા ધંધામાં પૈસામાં, શરીરમાં. કોઈ કહેતા હોય કેસાંઈઠ સાંઈઠ વરસ થયા એમાં કોઈ દિવસ માથે સૂંઠ ચોપડી નથી. અમને કોઈ રોગ આવ્યો નથી તેથી અમો સુખી છીએ. ધૂળમાંય સુખી નથી સાંભળીને હવે! શરીરમાં રોગ ન આવ્યો એમાં શું લાભ થઈ ગયો ? આ શરીર તો જગતની માટી ધૂળ છે. કોઈ દિવસ તાવ નથી આવ્યો એમાં આત્માને શું? જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું;” જ્ઞાન ને વૈરાગ્ય બેની વાત કરી. અંતરમાં ચૈતન્ય ભગવાન આત્મા છે તે નિજ આત્માનું શુદ્ધ આનંદકંદનું જ્ઞાન છે એટલે કે તેને શેય બનાવીને તેનું જાણપણું કર્યું છે. આ બધું જાણપણાનું સામર્થ્ય છે. આ શાસ્ત્રના જાણપણાની કે બીજાના જાણપણાની વાત અહીંયા છે જ નહીં. અંતરમાં ચિદાનંદ પ્રભુ આત્મા! અનંતગુણનો સાગર-ચૈતન્ય રત્નાકર એવું જેને અંતરજ્ઞાન છે એ જાણપણાના સામર્થ્યનું આ ફળ છે. તે બહારની સામગ્રીમાં ઊભો હોવા છતાં તેને કર્મનું બંધન થતું નથી. “અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મના ઉદયફળ ભોગવે છે, પરંતુ અત્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે” બહારમાં આ બધી સામગ્રી છે તેમ દેખાય છે પરંતુ અંતરમાં તો પવિત્ર આનંદનો નાથ આત્મા છે તેને અનુભવે છે. તેથી તેને બંધ થતો નથી. બહારમાં આ બધું દેખાવા છતાં પણ અત્યંતરમાં શુદ્ધ ચૈતન્ય વસ્તુ આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા Page #277 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૪ ૨૬૧ તેને અનુભવે છે. તેને અનુસરીને જે જ્ઞાન થયું તેને આનંદનું વેદન છે. આવા જીવને બહારની સામગ્રી બંધનું કારણ થતી નથી. પરંતુ તેને નિર્જરા થાય છે તેમ અહીંયા કહેવું છે. “તેથી કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી” કર્મના ફળમાં ધર્મી જીવને પ્રેમ આવતો નથી. જેમ દુશ્મનના દિકરા ઉપર પ્રેમ નથી તેમ તેને પર વસ્તુમાં પ્રેમ નથી. વેરી કર્મની અને તેના ફળની આ બધી સામગ્રી છે. એ બધો દુશ્મનનો વિસ્તાર છે. ધર્મી તો તેને ઉપાધિ જાણે છે. અરે..! એ મારા સ્વરૂપમાં ક્યાં છે અને તેનામાં હું ક્યાં છું એમ જાણી સામગ્રીને દુઃખરૂપ જાણે છે જોયું? બાહ્ય સામગ્રીને દુઃખ જાણે છે કેમકે તે દુઃખનું નિમિત્ત છે ને! “ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યંત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામનું સામર્થ્ય છે.” આ જ્ઞાન અને વૈરાગ્યનું કહ્યું. વૈરાગ્યનો અર્થ એવો નથી કે- બાયડી, છોકરાં, દુકાન છોડી અને સાધુ થયો એટલે તેને વૈરાગ્ય થયો છે. પુણ્યપાપ અધિકારમાં વૈરાગ્યની વ્યાખ્યા એવી આવે છે કે- અંતર આત્મામાં દૃષ્ટિ થઈ છે તેને પુણ્ય-પાપ પ્રત્યે વૈરાગ્ય છે. બાહ્ય સામગ્રીની શું વાત કરવી પરંતુ અશુભને શુભભાવ જેવાં કેદયા, દાન, વ્રત, ભક્તિ તેનાં પ્રત્યે જેને વૈરાગ્ય છે અર્થાત્ તેના પ્રત્યે રુચિ નથી. ધર્મની વાતુંએ અલૌકિક છે બાપુ! એ કાંઈ જાત્રા કરી લીધી, એકાદ કલાક સાંભળી લીધું માટે થઈ ગયો ધર્મ..! તેથી “આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર, ઈન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે” આ વાત અપેક્ષાથી લીધી છે હોં !! બહારમાં જેટલું લક્ષ જાય છે એટલો રાગ તો છે પણ તેને મિથ્યાષ્ટિપણું નથી, દૃષ્ટિ અપેક્ષાએ નિર્જરા થાય છે તેમ કહ્યું છે. કોઈ એમ માની લ્ય કે જ્ઞાની થયો તેને ભોગ છે તે નિર્જરાનો હેતુ છે તો પછી ભોગનો રાગ છોડીને પછી સ્વરૂપમાં રમણતા કરવી, ચારિત્ર લેવું એવું ક્યાં રહ્યું? અજ્ઞાનીને મિથ્યાત્વ સંબંધીનો જે ભાવ છે તે ભાવ તેને નથી.. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને બહારના ભોગો નિર્જરાનો હેતુ કહીને, તેને કર્મ ખરી જાય છે તેમ કહ્યું છે. એમાંથી કોઈ એમ લ્ય કે સમ્યગ્દષ્ટિને ગમે તેવા પરિણામ અને ગમે તેવા ભોગ હોય તો પણ તેને બંધ નથી. એમ નથી. હા, સમ્યગ્દષ્ટિને પણ જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી નવો બંધ થાય છે. તેને પુણ્યનો બંધ થાય છે અને પાપનો બંધ થાય છે. અહીંયા તો તેને સમ્યગ્દર્શનનું જોર અને તેનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું બંધન નથી એથી નિર્જરા છે એમ કહેવામાં આવે છે. “ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે; કેમકે આગામી કર્મ તો બંધાતું નથી” સમ્યગ્દર્શન છે એટલે સંવર છે. સત્ય દર્શનમાં પૂર્ણાનંદનો નાથ આત્મા તેનો અનુભવ છે... તેથી સમ્યગ્દર્શન તે સંવર છે. એટલે મિથ્યાત્વ સંબંધી નવાં કર્મ આવતાં નથી અને તે નિર્જરાને લેખે છે. કેમકે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કલશામૃત ભાગ-૪ છે; તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે અહીં નિર્જરામાં બન્ને આવી ગયું. જેને આત્માનું સમ્યક દર્શન થયું છે તેને મિથ્યાત્વ સંબંધીનો આસ્રવ બંધ છે નહીં, તેને તો સંવર છે. એ ઉપરાંત હવે પૂર્વના કર્મ છે મર્યાદા પૂરી થયે ખરી જાય છે. “પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે. આમાં કોઈ એમ લઈ લ્ય કે- સમકિતીને જરા પણ દુઃખેય નથી અને આસ્રવ પણ નથી તો એમ નથી. અહીંયા તો સમ્યગ્દર્શનની મુખ્યતાથી જે બંધ નથી તેને ગણવામાં આવ્યો છે. બીજો બંધ છે તેને ગૌણ ગણવામાં આવ્યો છે. એને ગૌણ ગણીને (બંધન) નથી એમ કહેવામાં આવ્યું છે. બપોરના પ્રવચનમાં એમ ચાલે છે કે જ્યાં સુધી ચારિત્ર વૈભવ પ્રગટતો નથી અર્થાત્ સ્વરૂપની રમણતા ન જાગે ત્યાં સુધી સમકિતીને પણ રાગ છે, દુઃખ છે. એટલો આસ્રવ છે. તેને નવાં કર્મના આવરણ પણ આવે છે. વીતરાગનો અનેકાન્ત માર્ગ જેમ છે તેમ સમજવો જોઈએ. એકાન્ત તાણીને બેસે તો આમાં ચાલે નહીં. “ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે; તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે જોયું? ભોગ નિર્જરાનો હેતુ છે. તો પછી ભોગના ભાવ છોડવા એ કાંઈ રહેતું નથી પણ એમ નથી. અહીંયા તો સમ્યગ્દર્શનમાં દૃષ્ટિનું જોર કેવું વર્તે છે તે બતાવ્યું છે. રાગ આવે છતાં તેમાં તેને પ્રેમ નથી રસ નથી એથી તેનો ભોગ નિર્જરી જાય છે તેમ કહેવામાં આવે છે. પરંતુ કોઈ તાણીને એમ ખેંચી જાય કે- સમ્યગ્દષ્ટિ ગમે તેવા ભોગ ભોગવે, રાગ કરે તો પણ તેને કોઈ વાંધો નથી એમ માનનારો સ્વચ્છંદી છે. દિગમ્બરમુનિ સાચા સંત જંગલમાં વસે. આત્માના આનંદના ધામમાં રહે, છતાં પણ જરી પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે એટલો આસ્રવ છે. એ દુઃખ છે, તેને પણ એટલું બંધન છે. સમજાણું કાંઈ? સમ્યગ્દષ્ટિને આ રીતે નિર્જરા કહેવામાં આવી છે. ( રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि तदसावसेवकः ।।३-१३५ ।। ખંડાન્વય સહિત અર્થ “તત સસૌ સેવ: પિનસેવક:"(ત) તે કારણથી (સૌ) સમ્યગ્દષ્ટિ જીવ (સેવવ: 39) કર્મના ઉદયથી થયેલ છે જે શરીરપંચેન્દ્રિયવિષયસામગ્રી, તેને ભોગવે છે તોપણ (સેવ:) ભોગવતો નથી. શા કારણથી? “યત ના વિષયસેવને પ વિષયસેવનસ્ય વં નં ન કરવુતે” (ય) જે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ કલશ-૧૩૫ કારણથી (ના) સમ્યગ્દષ્ટિ જીવ (વિષયસેવને અપિ) પંચેન્દ્રિયસંબંધી વિષયોને સેવે છે તોપણ (વિષયસેવનસ્ય સ્તં નં) પંચેન્દ્રિયભોગનું ફળ છે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને (ન અનુત્તે ) પામતો નથી. એવું પણ શા કા૨ણથી ? “જ્ઞાનવૈભવવિશાળતાવનાત્” (જ્ઞાનવૈભવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો મહિમા, તે કારણથી અથવા (વિરાતાવનાત્) કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી, તેથી વિષયસુખમાં રતિ ઊપજતી નથી, ઉદાસભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરાનિમિત્તે છે. ૩-૧૩૫. કળશ નં.-૧૩૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૫ તા. ૩૦/૧૦/’૭૭ “તત્ અસૌ સેવળ: અપિ સેવ: તે કા૨ણથી સમ્યગ્દષ્ટિ જીવ” અહીંયા સમ્યગ્દષ્ટિનું મહાત્મ્ય વર્ણવવું છે. જેને આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપ છે તેનું જ્યાં અંત૨માં જ્ઞાન થઈને, અનુભવ થઈ અને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે. આ આત્મા વસ્તુ છે, દેહ તો માટી જડ છે તેનાથી અંદર જુદી ચીજ છે. તેમ જે આઠ કર્મ જડ ધૂળ છે તેનાથી જુદી ચીજ છે. શુભ-અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વાસનાના પાપ ભાવ એનાથી વસ્તુ અંદર જુદી છે. તેમ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ એ પુણ્ય છે, તેનાથી પણ આત્મા ભિન્ન ચીજ છે. એવી ચીજનો અંત૨માં સ્વીકાર થઈ અને આનંદનો અનુભવ આવ્યો, અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવ્યો. કેમકે આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આ રાગનો સ્વાદ જુદો આવે છે તે આકુળતારૂપ છે. એ રાગથી જુદો અનાકુળ સ્વાદ છે. અહીંયા અજ્ઞાનીને જ્ઞાની એ બેની વાત લેવી છે. મિથ્યાત્વ એ જ મહા સંસા૨નું કા૨ણ છે. તેથી જ્યાં મિથ્યાત્વ ગયું ત્યાં સમ્યગ્દર્શન થયું. હવે તેને અનંત સંસારનું કા૨ણ એવો બંધ નથી– એ અપેક્ષાએ તેને બંધ નથી એમ કહેવામાં આવે છે. અનાદિથી અજ્ઞાનમાં માને છે કે પુણ્ય ને પાપ, રાગદ્વેષ, શુભ ને અશુભભાવ એ મારાં એવો જે મિથ્યાત્વ ભાવ તેનો આકુળતારૂપ આસ્વાદ અજ્ઞાનીને અનાદિથી છે. એ દિગમ્બર સાધુ થયો તો પણ તેણે ત્યાં રાગના સ્વાદને જોયો છે. રાગથી ભિન્ન ભગવાન આનંદ સ્વરૂપ છે તે આત્માને સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ જિનેશ્વરદેવે જોયો છે, એને એ જોતો નથી. આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદના સ્વાદ વિના ગમે તેટલા મહાવ્રત આદિ તપ પાળે એ બધી દુઃખરૂપ દશા છે. એવા પુણ્ય ને પાપના રાગ ભાવથી ભિન્ન અંદ૨ મારી ચીજ છે એવી જેને પોતાના અસ્તિત્વના હોવાપણાની પર્યાયમાં જ્ઞાનને પ્રતીત આવી. આત્મામાં અનંતગુણો છે એ બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. તેને સમ્યગ્દષ્ટિ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ કલશામૃત ભાગ-૪ કહેવામાં આવે છે. શ્રોતાઃ- (અનંત) ગુણોના નામે નથી આવડતા ! ઉત્તર-પૂરા ગુણોના નામ ભલે ન આવડતા હો! તેનું કાંઈ કામ નથી. ગોળનું નામ ન આવડે તેથી ગોળનો સ્વાદ છે તે કાંઈ ચાલ્યો જાય? ઝીણી વાત છે પ્રભુ! તેમ ભગવાન આત્મામાં! એક સેંકન્ડના અસંખ્યમાં ભાગમાં તેને અનંત ગુણ છે ને વ્યક્ત પર્યાયનું અંશે વેદન આવે છે. અનંતગુણ છે તેના નામે ન આવડે, તેની સંખ્યાની પણ કદાચિત્ ખબર ન હોય. પણ તે અનંતગુણનો પિંડ પ્રભુ! ભગવત્ સ્વરૂપ આત્મા પોતે છે તેની સન્મુખ થઈ અને નિમિત્ત, રાગ, પર્યાયથી વિમુખ થઈને આત્માની પ્રાપ્તિની શરતું ઘણી બાપુ ! અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા! અરૂપી આનંદઘન પ્રભુ! એનું જેને જ્ઞાન થઈ પ્રતીત થઈ અને રાગથી ભિન્ન પડયો તેથી અરાગી આત્માનો સ્વાદ તેને આવ્યો છે. તે સમ્યગ્દષ્ટિ છે. આને ધર્મની પહેલી સીઢી પહેલી શ્રેણી કહે છે. આટલી વાતો છે. અહીં તો સમ્યગદષ્ટિને નિર્જરા થાય છે એ વર્ણવવું છે ને !! શ્રોતાઃ-મુનિને તો ત્યાગ છે તેથી નિર્જરા હોય ને !! ઉત્તર- અહીં અત્યારે મુનિની વાત નથી. સમ્યગ્દષ્ટિ થયો તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ભાવથી જે અનંત સંસાર બંધાતો હતો એ હવે નથી બંધાતો. એટલી વાત અહીંયા લેવી છે. સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી થતાં નથી. તેને બીજા આગ્નવ છે; બંધ છે તેને અહીંયા ગૌણ ગણીને એને નથી એમ કહેવામાં આવ્યું છે. આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા થઈ. જૈનમાં જન્મ્યા દેવ, ગુરુ, સાચા માન્યા માટે તે સમ્યગ્દષ્ટિ છે- એમ નથી. આહાહા ! સમ્યક તો સત્ જેટલું આત્માનું સત્ છે તે. “(ના) સમ્યગ્દષ્ટિ જીવ” અંદર પાઠમાં લખ્યું છે જુઓ! પાંચમી લીટીમાં આવે છે. “ના” એટલે આત્મા. “ના” એટલે પોતાનું સ્વરૂપ બતાવવું છે. “ના” એ નકારના અર્થમાં વપરાયેલ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપના અર્થમાં “ના” છે. અહીંયા ઝીણી વાત છે પ્રભુ! અનંતકાળથી રખડે છે એ દુઃખી છે. તે અબજોપતિ હો કે શેઠિયો કે રાજા કે દેવ હો! એ બધા દુઃખી છે. તે રાગ ને વૈષના વેદનારા-આકુળતાના વેદનારા આકુળતાવાળા દુઃખી છે. અહીંયા તો જેને આત્માનું દર્શન થયું, આત્મા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનો રસકંદ છે તેનો જેને શ્રદ્ધામાં સ્વીકાર થયો, જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જેનું જ્ઞાન થયું પરંતુ વસ્તુ ન આવી, પણ તેનું જ્ઞાન આવ્યું. સમજાણું કાંઈ? એવો જે સમ્યગ્દષ્ટિ જીવ, જેણે અનંતકાળમાં જે કામ નહોતું કર્યું એવું કામ કર્યું. ભલે તે મુનિ થયો ન હોય, ત્યાગી થયો ન હોય બહારથી પરંતુ તે અંદરમાં રાગના યોગના સંબંધનો ત્યાગી છે. મને રાગનો સંબંધ નથી, હું તો અનંત જ્ઞાન ને આનંદના સંબંધવાળું તત્ત્વ છું. કળશ- ૧૩૬માં કહ્યું છે- “RITયોતિ” ઝીણી વાત છે પ્રભુ! Page #281 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૫ ૨૬૫ એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે એ રાગ છે. એ (રાગયોગા ) રાગને અને ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય આત્મા! એ બેનો જેને સંબંધ છે એ મિથ્યાષ્ટિ છે. રાગ સાથે સં.. બંધ છે એ બંધનું કારણ છે. અહીંયા અત્યારે એટલું લેવું છે. કોઈ એકાંત તાણી જાય કે- સમ્યગ્દર્શન પછી તેને કોઈ બંધ જ નથી.... તો એમ નથી. તેને મિથ્યાત્વ અને અનંત સંસાર પરિભ્રમણ થાય તેવું તેને બંધન હોતું નથી. સમજાણું કાંઈ? સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયથી થયેલ છે જે શરીર પંચેન્દ્રિય વિષય સામગ્રી તેને ભોગવે છે તોપણ ભોગવતો નથી.” પૂર્વના કર્મના કારણે આ શરીર મળ્યું, તે જડ-માટી છે. પંચેન્દ્રિય વિષય સામગ્રી' અર્થાત્ અબજો રૂપિયા હોય, ચક્રવર્તીનું રાજ્ય હો! સ્ત્રી-કુટુંબ પરિવાર લાખો કરોડોના હો! કાને પ્રસંશા સાંભળવી, આંખેથી દેખવાની સુંદર સામગ્રી, નાકેથી સુગંધની સામગ્રી, રસમાં રસને અનુકૂળ સામગ્રી, સ્પર્શમાં અનુકૂળ સ્ત્રી-કુટુંબ આદિ સ્પર્શની સામગ્રી તેને ભોગવે છે. અહીંયા તો એ અપેક્ષાએ વાત છે કે સમ્યગ્દષ્ટિને એમાં જરી આસક્તિનો રાગ છે. તેથી એને ભોગવે છે એમ કહેવામાં આવે છે. પરને તો ભોગવી શકતો નથી. ભગવાન આત્મા અરૂપી તે જડને શું ભોગવે !? સ્ત્રીનું શરીર જે માંસ ને હાડકાં છે તેને ભોગવે છે, છતાં તે રાગ સાથે જ્ઞાનીને એકત્વબુદ્ધિ નથી. રાગનો તે સ્વામી નથી. સમ્યગ્દર્શનમાં રાગની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વનો નાશ થયો છે. માટે તે ભોગવે છતાં તેનો સેવક કહેવાતો નથી. ઝીણી વાત છે ભાઈ ! માર્ગ એવો ઝીણો છે પ્રભુનો !! જિનેન્દ્ર વીતરાગ પરમેશ્વરનો માર્ગ અલૌકિક છે. ભોગવે તો પણ ભોગવતો નથી- એ કઈ અપેક્ષાએ છે! બહારની જે સામગ્રી છે તેના ઉપર તેનું લક્ષ પણ જાય છે, થોડી આસક્તિ થાય છે પણ એ આસક્તિમાં સુખબુદ્ધિ નથી. સમ્યગ્દષ્ટિને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમ્યગ્દષ્ટિને હજારો રાણી હો ! કરોડો અપસરા હો ! પરંતુ પરમાં સુખ છે એવી મિથ્થાબુદ્ધિનો નાશ થઈ ગયો છે. સમજાણું કાંઈ? પરમાં સુખ છે એ બુદ્ધિનો નાશ થતાં સ્વમાં આનંદ છે એવી બુદ્ધિનો જ્યાં આદર થયો, તો હવે તેને પૂર્વના કર્મને લઈને બહારની સામગ્રી ઘણી હોય, ચક્રવર્તીનું રાજ્ય હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય તેને કોઈ સામગ્રીમાં સુખબુદ્ધિ થતી નથી. સૌધર્મ ઇન્દ્ર છે તે અત્યારે સમકિતી છે. છતાં તેને ક્યાંય-કોઈ સ્થાનમાં ઠીકબુદ્ધિ કે સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સુખ તો મારા આત્મામાં છે, આનંદ મારામાં છે. એ આનંદ બીજે ક્યાંય નથી. રાગ, પુણ્ય પાપના પરિણામમાં પણ એ આનંદ નથી. તો એ પુણ્યના ફળમાં મળેલ સામગ્રીના ઢગલામાં તો ક્યાંથી હોય? એ બધાં તો ઝેરના ઢગલા છે. તેમાં સુખ છે નહીં. શ્રોતા:- પર પદાર્થ કાંઈ ન કરે તો પછી તેને ઝેર કેમ કહ્યું? ઉત્તર- તેને ઝેર કોને કહેવું છે? તેનાથી રાગ થાય તેને ઝેર કહેવું છે. એ ઝેર કેમ? તે એકત્વબુદ્ધિનો રાગ છે માટે અહીંયા અસ્થિરતાના રાગને ગણવામાં આવ્યો નથી. અસ્થિરતાના Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ કલશામૃત ભાગ-૪ રાગથી અલ્પબંધ થાય પણ તે અનંત સંસારના બંધને ન કરે. અહીંયા તો અનંત સંસા૨નું પરિભ્રમણ એવો જે મિથ્યાત્વ ભાવ તે અનંતભવનું કારણ છે. એ મિથ્યાત્વનો જેને નાશ થયો છે અને જેને આત્માનું ભાન થયું છે. તેની વાત છે. જેવા અરિહંત ૫૨માત્મા પર્યાયે ૫રમાત્મા છે એવો જ ને એવડો મારો દ્રવ્ય સ્વભાવ છે. અરિહંતને પ૨માત્મ દશા પર્યાયમાં પ્રગટ થઈ છે અને મારા દ્રવ્યમાં ૫૨માત્મ દશા એવી અને એવડી પૂર્ણ દશા (શક્તિરૂપે ) છે. આકરી વાતું બાપુ ! આ સંસા૨નો મોહ જગતને મારી નાખે છે. સ્ત્રીમાં સુખ છે, છોકરાવમાં પૈસામાં સુખ છે, રૂપાળું શરીર ઠીક લાગે છે એ બધો મિથ્યાત્વ ભાવ અનંત સંસારનું કા૨ણ છે. ધર્મી એવો જે ભગવાન આત્મા તેનો ધર્મ એટલે આનંદાદિ સ્વાદનો પર્યાયમાં સ્વીકાર થયો છે. હવે તેને પાંચે ઇન્દ્રિયની સામગ્રી હોય પણ તે બધામાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તે વિષયો પ્રત્યે જરી આસકિત છે છતાં તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આપે ! આવી વાતું છે... આવી શરતું છે. માતા ચાલીસ વર્ષની હોય, સ્નાન કરતી હોય નગ્ન હોય, આડો ખાટલો રાખેલ ન હોય અને છોકરો યુવાન આવી ચડે તો તે માતા ઉ૫૨ નજ૨ ક૨તો જ નથી. એ મારી માં છે– જનેતા છે. તેના ઉપર તેની નજરુ જતી જ નથી. તેમ ધર્મીને કર્મના નિમિત્તે મળેલી સામગ્રી, તેની ઉ૫૨ નજરું જ નથી. સમ્યગ્દર્શનની નજર તો દ્રવ્ય ઉ૫૨ છે. શ્રોતા :- નિર્વિકલ્પ ન હો ત્યારે ? ન ઉત્તર :- નિર્વિકલ્પ ભલે ન હો ! સમ્યગ્દર્શનની નજરું વર્તે છે, પ્રતીતિ દ્રવ્યની છે. (સવિકલ્પમાં પરિણતિ ચાલુ છે. ) લબ્ધમાં સમ્યગ્દર્શન જ્ઞાન વર્તે છે. તેથી શાંતિ અને આનંદનો સ્વાદ પણ છે. હજુ રાગની આસક્તિ પણ છે, એ આસક્તિનો રસ નથી. આસક્તિમાં સુખબુદ્ધિ નથી. બહા૨ની જે સામગ્રી મળી છે તેમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમ્યગ્દર્શન શું છે.. એ સમજાણું કાંઈ ? વીતરાગ ૫૨મેશ્વર જૈનના માર્ગમાં આ વાત છે, આવી વાત બીજે ક્યાંય છે નહીં. અહીંયા કહે છે કે– સમ્યગ્દષ્ટિ ભોગવે તો પણ તે અસેવક છે. શા કારણથી ? “યત્ ના વિષયસેવને અપિ વિષય સેવનસ્ય સ્તં તું ન અનુત્તે” જે કારણથી સમ્યગ્દષ્ટિ જીવ શ્લોકમાં બીજા પદમાં છેલ્લે ‘ના’ આવ્યું ને ? તેનો અર્થ “સમ્યગ્દષ્ટિ જીવ” [વિષયસેવને અપિ] પંચેન્દ્રિય સંબંધી વિષયોને સેવે છે” પાંચ ઇન્દ્રિયોના વિષયને સેવે છે. ચક્ષુથી રૂપને જોવે છે, કાનથી નિંદા, પ્રશંસાને સાંભળે છે, નાકથી સુગંધને સૂંઘે છે, ૨સથી રસનો સ્વાદ લ્યે છે અને સ્પર્શથી સ્પર્શ ભોગવે છે. સ્પર્શમાં ૨ાગની આસક્તિ છે તો પણ પંચેન્દ્રિયભોગનું ફળ જે અનંત સંસાર તે ફળ તેને આવતું નથી. કેમકે મિથ્યાત્વનો જ્યાં નાશ થયો અને સમ્યગ્દર્શન થયું એટલે પેલું મિથ્યાત્વ જે અનંત સંસારનું કારણ હતું એ ફળ હવે સમકિતી વિષયને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ કલશ-૧૩૫ ભોગવતો હોવા છતાં તેને થતું નથી. મિથ્યાત્વથી જે અનંત સંસાર બંધાતો તે બંધ હવે તેને થતો નથી. અનંતભવનું જે પરિભ્રમણ હતું મિથ્યાત્વનું એ પરિભ્રમણનું કા૨ણ હવે રહ્યું નહીં. આવી વાતો છે. આમાં દુનિયાના ડહાપણ કામ ન આવે. શાસ્ત્રના જાણનારાનું પણ કામ ન આવે. અહીંયા તો અંદ૨માં પૂર્ણાનંદનો નાથ ! અનંત આનંદનો રસ કંદ પ્રભુ એનો જેને સ્વાદ આવ્યો તે સમ્યગ્દષ્ટિની વાત છે. વસ્તુ આનંદમય છે, એના નમૂના અર્થાત્ સ્વાદ દ્વારા જેને આખો આત્મા આનંદમય છે એવો અનુભવ થયો, તે કર્મની સામગ્રીને જરી ભોગવે, તેને આસકિતનો ભાવ હોય તો પણ તે ભાવ અનંત સંસારના બંધનું કારણ એ નહીં થાય. પેલાએ પાંચ ઇન્દ્રિયના વિષયને છોડયા હોય, ત્યાગી હોય, જૈનનો સાધુ થયો હોય છતાં અંદરમાં દયા, દાન, વ્રતના પરિણામ પુણ્ય છે અને તે દુઃખરૂપ છે, છતાં તેમાં તેને સુખબુદ્ધિ છે. એ પુણ્ય મને લાભદાયક છે એમ માને છે તેથી એ મિથ્યાર્દષ્ટિ અનંત સંસારને વધારે છે. જ્યારે સમ્યગ્દષ્ટિને પૂર્વ નામકર્મને લઈને થોડી સામગ્રી મળી કે ઘણી મળી, એ ચીજ ૫૨ છે, તે મારી ક્યાં છે ? તે મારામાં ક્યાં છે ? હું એમાં ક્યાં છું? ધર્મીને ૫૨માંથી સ્વામીપણાની બુદ્ધિ ઊડી ગઈ છે. રાગની આસક્તિમાંથી ધણીપદુ છૂટી ગયું છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ! જ્ઞાતાદેષ્ટા તેનો સેવક થયો– તેને સેવનાર થયો તે વિષયને સેવે છતાં તેને અનંત સંસારનું બંધન છે નહીં. શ્રોતા:- શાની ભોગને ભોગવે છતાં નિર્જરા ? ઉત્ત૨:- આ અપેક્ષાએ નિર્જરા છે હોં ! તેને મિથ્યાત્વ સંબંધી બંધ નથી. વળી સમ્યગ્દર્શનના જો૨ના બળે આત્મામાં સુખબુદ્ધિ છે, છતાં રાગ આવે તો પણ તેની નિર્જરા થાય છે તે દૃષ્ટિની પ્રધાનતાની અપેક્ષાએ છે. આસક્તિની પણ નિર્જરા થઈ જાય છે એમ કહેવામાં આવે છે. ઝીણું બહુ! આ તત્ત્વ સમજ્યું પડશે. ચોરાસીમાં રખડી મરે છે. કરોડપતિઓ મહેલને મૂકીને ચાલ્યા જાય છે. એ ૫૨ પદાર્થ મા૨ા છે અને હું એનો છું એવી જે મિથ્યાબુદ્ધિ છે તે તેને અનંત સંસારમાં રખડાવના૨ છે. સાધક, સામગ્રીમાં પડયો દેખાય છતાં, જેને રાગનો યોગ સંબંધ નથી, જેને દયા, દાનના વિકલ્પની સાથે પણ જીવને સંબંધ નથી, એ સંબંધને તોડી નાખ્યો છે એવા જીવને, કર્મના કા૨ણે મળેલી સામગ્રી ભોગવે. તેને આસક્તિના પરિણામ થોડા હોય છે, છતાં પણ દૃષ્ટિના જોરની અપેક્ષાએ તેને મિથ્યાત્વથી થતો અનંત સંસારનો બંધ તેને નથી માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. આથી કોઈ એમ માની લે કે ભોગની આસક્તિ છે તે નિર્જરાનું કારણ છે તો એમ નથી. અહીં તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ એ વાત છે. સાધકને પણ આસક્તિથી કર્મનો થોડો બંધ છે. કર્મનો રસ થોડો છે તેથી કર્મની સ્થિતિ થોડી પડે છે તેને Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ કલશામૃત ભાગ-૪ અહીંયા ગણવામાં આવી નથી. કોઈ એકાન્ત માની લે કે સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને કાંઈ જરી પણ બંધ નથી એમ નથી. રાગની એકતાબુદ્ધિ તે મહાસંસારનું કારણ હતું તે હવે નથી. ત્રણલોકનો નાથ ભગવાન પૂર્ણ પવિત્ર છે અને શુભ રાગનો કણ મહા અપવિત્ર છે. તે બેની એકતાબુદ્ધિ છે એ મહાસંસાર-મિથ્યાત્વ છે. આવી વાતો છે. “સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિય સંબંધી વિષયોને સેવે છે” જોયું? અહીં પાંચેઇન્દ્રિય લીધી, કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ભોગ ભોગવે. એટલે તેમાં તેની થોડી આસક્તિ છે. બાકી ભોગવી શકતો નથી. તો પણ પંચેન્દ્રિય ભોગનું ફળ છે- જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ તેને પામતો નથી” જે અનંત સંસારનું કારણ તેને પામતો નથી. જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અનંત સંસારનું કારણ થાય તેવા કર્મબંધનને તે પામતો નથી. સમ્યગ્દર્શનના જોરમાં તેને અનંત સંસારનું કારણ થાય તેવો બંધ થતો નથી. આગામી ભવનું આયુષ્ય જ્યારે બંધાય ત્યારે તેને શુભભાવ આવે ત્યારે બંધાય. નહીંતર તેને અશુભ ભાવેય આવે છે. છતાં તે અશુભભાવના કાળમાં ભવિષ્યના ભવનો બંધ પડતો નથી. સ્વર્ગના વૈમાનિક દેવના આયુષ્યનો બંધ પણ શુભભાવ આવે ત્યારે થાય છે. સમ્યગ્દષ્ટિને એ બંધ નથી એમ ગણવામાં આવ્યું છે. તે બંધ અનંત સંસારનું કારણ નથી માટે ગણવામાં આવ્યો નથી. જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને પામતો નથી. એવું પણ શા કારણથી?“જ્ઞાનવૈભવ વિરતાવનાત” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેનો મહિમા” ભગવાન પૂર્ણ પવિત્ર અનંતગુણનો ધણી છે. અનંત. અનંત ગુણરાશિનો ઢગલો પ્રભુ આત્મા છે. તેની જેને અંતરમાં મહિમા આવી છે, જ્યાં તેનો અનુભવ થયો છે; એ અનુભવ અને મહિમાને કારણે હવે તેને અનંત સંસારના નવા કર્મ બંધાતા નથી– એક વાત થઈ. હવે બીજી વાત પરમાત્મા આનંદમયી છે, એના આનંદની મીઠાશ આગળ, રાગનો ભાવ આવ્યો પણ તેની મીઠાશ ઊડી ગઈ છે તેથી તેને અનંત સંસારનું બંધન થતું નથી. [વિરતાવનાત્] કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી” સમ્યગ્દષ્ટિને વૈરાગ્ય..વૈરાગ્ય. સમકિતી અશુભભાવને તો કાળા નાગ જેવો દેખે છે. “ભોગ ભુજંગ મુનિરાજ' ભોગને ભુજંગને કાળાનાગ જેવો દેખે છે. અહીંયા તો સમકિતીની વાત છે. આહાહા! આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ... તેનું જેને ભાન ને સ્વાદ આવ્યો છે તે પર પ્રત્યે ઉદાસ છે. પરમાં ક્યાંય સુખ લાગતું નથી માટે તે પરથી ઉદાસ છે. આ સમ્યગ્દર્શન સહિતની વાત છે હોં ! તેથી... સૌ પ્રથમ એ લીધું કે- સ્વરૂપની મહિમા છે, સ્વરૂપનો અનુભવ છે અને પર તરફ વૈરાગ્ય નામ ઉદાસ છે. અસ્તિ નાસ્તિથી વ્યાખ્યા કરી. એ શું કહ્યું? જ્ઞાન વૈભવ તે સ્વરૂપનો Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ કલશ-૧૩૫ અનુભવ વૈભવ પ્રગટયો છે. એ મહિમા આગળ તેને પરની મહિમા આવતી નથી. વિષય સુખ, જીવનું સ્વરૂપ નથી” કર્મના ઉદયથી થયેલ વિષયનું સુખ તે જીવનું સ્વરૂપ નથી. છ ખંડના રાજ્ય હોય, છનું હજાર રાણી હોય, મુખ્ય સ્ત્રી પાસે રત્ન હોય તેની અઢાર હજાર દેવી સેવા કરતા હોય. પણ એ બધામાં તેને ભોગબુદ્ધિની રુચિ ઊડી ગઈ છે. તેથી ઉદાસ છે. એ પર ચીજ મારી નહીં, તે મારામાં નહીં, હું એમાં નહીં. ભલે ગૃહસ્થાશ્રમમાં રહેલો સમ્યગ્દષ્ટિ જીવ, પર પદાર્થ પ્રત્યે ઉદાસ છે- વૈરાગી છે. અહીંયા તો પત્ની, છોકરાંવ, કુટુંબ, મકાન, પૈસાએ ઘેરો ઘાલ્યો હોય, એવા ઘેરામાં તે ગૂંચવાય ગયો. એમાં કાંઈક પાંચ, પચાસ લાખ રૂપિયા હોય, બંગલા હોય, ધંધા હોય, બાયડી છોકરાય કાંઈક ઠીક થયા હોય એ ઘેરામાં તે ઘેરાય ગયો. મિથ્યાત્વને લઈને. તે મારા છે એમ માનીને, એવા ઘેરામાં ઘેરાય ગયો. સમ્યગ્દષ્ટિ એવા ઘેરામાં ઘેરાતો નથી. એ કોઈ ચીજ મારી નથી તેમ માને છે. અહીંયા તો મિથ્યાત્વનો વાંક તેને વાંક કહેવામાં આવે છે. અત્યારે એ વાત ચાલે છે. મિથ્યાત્વ સંબંધનો વાંક એ જ સંસારનું મૂળ કારણ છે. તેની વાત છે. આસક્તિનો પણ વાંક છે. એ આસક્તિનો રાગ છોડશે ત્યારે સાધુ થશે ને!? આસક્તિમાં રહેશે તો તેને ચારિત્ર થશે? અહીંયા તો અત્યારે સમ્યગ્દષ્ટિને જે મિથ્યાત્વનો અનંત સંસાર હતો એ બંધનું કારણ છે. એ બંધ તેને ઊડી ગયો છે તેને નિર્જરા કહેવામાં આવે છે. અપેક્ષા લેવી જોઈએ, એમ ખેંચતાણ કરે એ ન ચાલે. | મુનિ કોને કહેવાય બાપા? જેને અંદરમાં અતીન્દ્રિય આનંદના ઊભરા આવ્યા છે. જેમ દરિયામાં ભરતી આવે, તેમ આત્મામાં આનંદ ભર્યો છે. તેની વર્તમાન પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમકિતીને આનંદ છે પરંતુ મુનિને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. તેમને પંચ મહાવ્રતાદિનો જરા રાગ ઊઠે તે બંધનું કારણ છે. અહીં કહે છે- કર્મની સામગ્રીમાં પાંચ ઇન્દ્રિયના વિષયને આસક્તિપણે સમ્યગ્દષ્ટિ ભોગવે છે. એ પરને તો ભોગવે છે ક્યાં? આસક્તિ છે એટલી, છતાં તેના સ્વામીપણે થતો નથી. તેમાં સુખબુદ્ધિ નથી તેમાં મારાપણું નથી, તેથી તેને અનંત સંસારનું કારણ થતું નથી... તેને તો નિર્જરા થાય છે એમ કહે છે. લ્યો! આવું તત્ત્વ છે!! સમકિતીને કોઈ બંધ જ નથી એમ પકડે તે ન ચાલે. ભાઈ ! કઈ અપેક્ષાએ વાત લીધી છે તે બરોબર લેવું જોઈએ. વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી” એ શું કહ્યું? પાંચે ઇન્દ્રિયના વિષયની સામગ્રી છે... અને તેમાં થોડી આસક્તિ છે, તે કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેમ સમ્યગ્દષ્ટિને અંદરમાં ભાસે છે. અજ્ઞાનીને તો થોડી અનુકૂળતા હોય ત્યાં તો અમને મજા છે ને અમે સુખી છીએ. શ્રોતા:- એ તો ત્યાગી થઈ જાય ને! ઉત્તર:- કોણ ત્યાગી થઈ જાય? આત્માના ભાન વિનાનો ત્યાગી ક્યાંથી? મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં ત્યાગી શેનો ? રાગની એકતાબુદ્ધિ એવી મિથ્યાશ્રદ્ધાનો ત્યાગ નથી.. ત્યાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કલશામૃત ભાગ-૪ બહારનો ત્યાગ કરે એ તો મિથ્યાત્યાગ છે. આ તો ત્રિલોકીનાથ વીતરાગ જિનેન્દ્રદેવ તીર્થંકરદેવની દિવ્ય ધ્વનિમાં આવેલી વાતો છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ” જે ઠેકાણે જે રીતે કહ્યું છે ત્યાં તે અપેક્ષાએ સમજવું જોઈએ. સમ્યગ્દષ્ટિને આસક્તિનો ત્યાગ છે એટલો તેને બંધ નથી. અહીંયા તો એ કહેવું છે કે- મિથ્યાત્વનો બંધ નથી માટે તેને આસક્તિમાં પોતાપણું નથી તેથી મિથ્યાત્વનો બંધ નથી એટલે તેને અનંત સંસારનો બંધ નથી એમ કહેવામાં આવે છે. આત્માના આનંદ સિવાય કોઈપણ પુણ્યના ભાવ થાય અને તેમાં ઢક છે તેવી બુદ્ધિ રહે એ મિથ્થાબુદ્ધિ છે. તેને અનંત સંસારનું પરિભ્રમણ છે તેવું અનંત સંસારનું કર્મ બંધાય છે. આવી વાત છે! સમ્યગ્દષ્ટિને વિષયોમાં આસક્તિનો ભાવ છે પણ એ જીવનું સ્વરૂપ નથી, એમાં સુખ મારામાં છે તે મારા જીવનું સ્વરૂપ છે. રાગથી ભિન્ન પડીને અંદરમાં આવો વિવેક વર્તે છે તેને અનંત સંસારના બંધનું કારણ થતું નથી. (શ્રોતા) ભાવમાં ફેર છે? (ઉત્તર) ભાવમાં ફેર છે. ભાવની અંદરની વાત છે ને? આમ તો હજારો રાણી છોડી જૈનનો દિગમ્બર સાધુ થઈને અનંતવાર પાંચ મહાવ્રત પાળ્યા પણ તેણે રાગની ક્રિયામાં પોતાપણું માન્યું અને એમાં મને ધર્મ છે એમ માન્યું તે મિથ્યાત્વ ભાવ છે. અહીંયા તો કહે છે કે- કર્મને કારણે બહારમાં સામગ્રી મળે, એમાં લક્ષ પણ જાય, છતાં પણ તેમાં તેને ક્યાંય સુખબુદ્ધિ રતિબુદ્ધિ થતી નથી. તેને લઈને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધી કર્મ બંધાતા નથી. આ જ રીતે શરતે કહેવાય છે તે રીતે સમજવું પડશે. એમાં ક્યાંય બચાવ કરે તો પાલવે એવું નથી. આવો વીતરાગનો માર્ગ છે. “તેથી વિષય સુખમાં રતિ ઊપજતી નથી” જે એમ માને છે કે- વિષય સુખની આસક્તિ તે મારું સ્વરૂપ જ નથી તેથી તેને રાગમાં રતિ ઊપજતી નથી. આસક્તિનો રાગ આવે છે પણ એમાં રતિપણું નથી– રાજીપો નથી. અજ્ઞાનીને જરાક અનુકૂળ સામગ્રી મળે ત્યાં મને તેમાં પ્રેમ છે- મજા છે અથવા તો પુણ્યનો ભાવ થયો એમાં મને ઠીક પડે છે એ મિથ્યાત્વભાવ અનંત સંસારનું કારણ છે. સંતોએ તો ખુલ્લુ કરીને મૂકયું છે. સમાજ સમતોલ રહેશે કે નહીં એની કાંઈ દરકાર નથી. માર્ગ આ છે ભાઈ ! “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” જિનેન્દ્ર દેવ! આ પરમાર્થ મોક્ષમાર્ગને એકજ પ્રકારે કહે છે. ઉદાસ ભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી.” સમ્યગ્દષ્ટિને આત્માના પ્રેમ આગળ તેને આસક્તિનો પ્રેમ કે તેમાં રતિ ઊપજતી નથી. તે એનાથી ઉદાસ છે. સાણસાથી સર્પ પકડયો છે પણ તે છોડવા માટે તેમ એ રાગમાં આવ્યો છે પણ તે છોડવા માટે. અજ્ઞાનીને રાગ આવ્યો છે, તે મારા માટે છે તેમ માનીને તે બંધાવા માટે છે. આવી ઝીણી વાતો કહેવી અને વળી કહેવું કે- સમજાણું કાંઈ? આ તો સાદી ભાષા છે. આહાહા! અંદરમાં ત્રણ લોકનો નાથ, સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ બિરાજે છે. આત્માનો સર્વજ્ઞ Page #287 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૫ ૨૭૧ સ્વભાવ છે હોં!! કેવળી પરમાત્મા પર્યાયમાં સર્વજ્ઞ થયા, પણ આ દરેક આત્મા તો ગુણે સર્વજ્ઞ છે. કેમકે જો સ્વભાવથી અને શક્તિએ સર્વજ્ઞ ન હોય તો કેવળીને જે સર્વશપણું પ્રગટયું તે ક્યાંથી આવશે?? તે ક્યાંય બહારથી આવે છે? આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે પ્રભુ! દરેક ભગવાન આત્મા હોં! અરે, અભવીનો આત્મા હોય તો તે પણ જ્ઞસ્વભાવી છે. જ્ઞસત્ત્વ, જ્ઞશક્તિમયી છે. સ્તુતિમાં “સ” શબ્દ આવે છે. “હૈયું સત્ સત્ જ્ઞાન જ્ઞાન ધબકે... એમાં નહીં પણ “જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે, 'મુમુક્ષુનું સત્ત્વ ઝળકે. સત્ એવો ભગવાન એવું સત્ત્વ જે સહજ છે તે ઝળકે છે. સત્ એવો ભગવાન આત્મા ત્રિકાળી તેનો જે ગુણ છે સન્ત તે સનું સત્ત્વ છે તે પર્યાયમાં ઝળકે તેને સર્વ કહેવાય છે. અરે! આવી વાતું ભારે! આ તો દયાપાળો, વ્રત કરો, ઉપવાસ કરો, દાન કરો, મંદિર બંધાવો, જાત્રા કરો આમાં બિચારા મરી ગયા. એ બધી તો રાગની ક્રિયાઓ છે. તેનાથી મને લાભ થશે તેમ માનશે તો મિથ્યાત્વ થતાં અનંત સંસાર વધારે છે. અહીંયા તો કહે છે કે- આસક્તિ હોવા છતાં તે જીવનું સ્વરૂપ નથી. આસક્તિ હોવા છતાં તે સામગ્રી કાંઈ ભોગવાતી નથી. તેમાંથી તેની સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તેથી તે આસક્તિથી સમ્યગ્દષ્ટિ ઉદાસ છે. તેથી તેને વિષય સુખમાં રતિ ઉપજતી નથી. “એ કારણથી કર્મ બંધ થતો નથી” આ કારણથી અનંતો સંસાર વધે એવો કર્મ બંધ થતો નથી. ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરા નિમિત્તે છે” એ આસક્તિને ન ગણતાં તે આસકિત પણ ખરી જાય છે, દૃષ્ટિના જોરમાં તેનો આદર નથી, તેનો સ્વામી નથી, સુખબુદ્ધિ નથી. સુખબુદ્ધિ આત્મામાં છે, અહીં આદર છે, સત્કાર છે માટે એ ચીજ ખરી જાય છે એમ કહેવામાં આવે છે. આવો વીતરાગ માર્ગ છે. તેણે તો અત્યાર સુધી એવું સાંભળ્યું કે- એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, તેઇન્દ્રિયા, ચોરેન્દ્રિયા, અભીયા વત્તીયા લેશ્યા. તસ્સ મિચ્છામિ દુક્કડમ્ એ બધી વાતો બહારની છે. એ બધી તો રાગની ક્રિયાની વાતું છે. અહીં તો સમ્યગ્દષ્ટિને રાગની આસક્તિમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તેને રાગનું સ્વામીપણું ઊડી ગયું છે. રાગમાં રતિ નથી, એ રાગ જીવનું સ્વરૂપ છે તે ઊડી ગયું છે. રાગથી ઉદાસ છે માટે તેને અનંત સંસારનું કારણ એવું કર્મ બંધાતું નથી. જે (ભોગ) ભોગવે છે તે નિર્જરા નિમિત્તે છે. આ અપેક્ષાએ વાત છે. કોઈ સર્વથા એમ માની લ્ય કે આસકિત છે તેની બિલકુલ નિર્જરા થઈ જાય છે અને તેને જરા પણ બંધ નથી- તો એમ નથી. આસક્તિનું અલ્પ બંધન છે. કર્મની સ્થિતિ અલ્પ બંધાય છે પણ તે અનંત સંસારનું કારણ થતું નથી, માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. આમાં કેટલી શરતું ! યાદ કેટલું રાખવું. શ્રોતા- એક જ શરત છે આત્માને શ્રદ્ધવો..! ઉત્તર- બસ, બસ... આનંદના નાથની સામું જોવું તે એક જ શરત છે. પર્યાયની, રાગની સામું જોવાનું છોડી દે! જેણે રાગને, પર્યાયની સામું જોયું તેણે ભગવાન આત્માનો Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ કલશામૃત ભાગ-૪ અનાદર કર્યો અને મિથ્યાત્વ સેવ્યું. એ રાગને જેણે ઉપાદેય માન્યો, આદરણીય માન્યો તેણે ભગવાન આત્માને હેય માન્યો. જેણે પૂર્ણાનંદના નાથને ઉપાદેય માન્યો તેણે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવને પણ હેય જાણ્યો. આવું બીજે ક્યાં છે. આ તો વીતરાગ ત્રિલોકનાથનો માર્ગ છે. સમ્યગ્દષ્ટિ ભોગ ભોગવે છે તેમાં અપેક્ષા કઈ લીધી? તે આસક્તિ પ્રત્યે ઉદાસ છેવૈરાગ્ય છે. પરને તો ભોગવી શકતો નથી. આસક્તિ પ્રત્યે વૈરાગ્ય છે તેથી આસક્તિમાં જીવની કર્તા બુદ્ધિ નથી; તેથી તેને અનંત સંસારનું કારણ નથી થતું અને તે ખરી જાય છે તેમ દૃષ્ટિના જોરે કહેવામાં આવે છે. (મદાક્રાન્તા) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।४-१३६ ।। ખંડાન્વય સહિત અર્થ:- “સચદ: નિયત જ્ઞાનવૈરાયશgિ: ભવતિ (સચદD:) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (જ્ઞાન) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (વૈરાગ્ય) જેટલાં પારદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-શેયરૂપ છે તે સમસ્ત પારદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ-(શ9િ:) એવી બે શક્તિઓ (નિયત ભવતિ) અવશ્ય હોય છે-સર્વથા હોય છે; [બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ] “યસ્માત મયં સ્વનિ શાસ્તે પરાત સર્વત: પાયો વિરમતિ”(વાત) કારણ કે (જયં) સમ્યગ્દષ્ટિ(સ્વરિન શાસ્તે) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (TRIÇ RTયો II) પુગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુધ્ધપરિણતિ, તેનાથી (સર્વત:વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? “વં૫રંવ રૂદ્ર વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા” (સ્વ) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (પર) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો-પુદ્ગલદ્રવ્યનો છે, (રૂદ્ધ વ્યતિર) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હું આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે-“ā વસ્તુત્વે ચિતુમ” (રૂં વસ્તુત્વ) પોતાનું શુદ્ધપણું, તેના (નતિન) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે, તે વસ્તુની પ્રાપ્તિ Page #289 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૬ ૨૦૩ શાનાથી થાય છે? “સ્વાન્યપત્તિનુવન્ત્યા” પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, ૫૨દ્રવ્યનો સર્વથા ત્યાગ, -એવા કારણથી. ૪-૧૩૬. કળશ નં.-૧૩૬ : ઉ૫૨ પ્રવચન પ્રવચન નં. ૧૩૫-૧૩૬-૧૩૭ તા. ૩૦–૩૧/૧૦/’૭૭–૦૧/૧૧/’૭૭ “સમ્યગ્દછે: નિયતં જ્ઞાન વૈરાગ્યશક્ત્તિ: ભવતિ” દ્રવ્યરૂપે મિથ્યાત્વ કર્મ ઉપશમ્યું છે જેને ” જેને દર્શનમોહમાં મિથ્યાત્વકર્મ છે તે નાશ થયું છે– ઉપશમ્યું છે ભલે ! જે શુદ્ધ સમ્યક્રૂપે પરિણમ્યો છે. પેલા લોકો કહે છે કે- જીવાદિને માનવા તે સમક્તિ. નવ તત્ત્વોને માનવાં તે સમ્યક્. પરંતુ અહીં તો પવિત્ર પ્રભુ શુદ્ધરૂપે પરિણમે તેને સમક્તિ કહેવામાં આવે છે. “ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે” દ્રવ્યકર્મ એટલે દર્શનમોહ ઉપશમ્યું છે, શમી ગયું છે ભાવમાં. જેને સમ્યગ્દર્શન એટલે હું પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છું, હું તો ભગવત્ સ્વરૂપ છું, પૂર્ણ જ છું. એવું જેને જ્ઞાન થઈને, અનુભવ થઈને, પ્રતીતિ થઈ છે તે સમક્તિરૂપે પરિણમ્યો છે. એટલે પર્યાયમાં સમક્તિ દર્શનની દશા થઈ છે. * “પરિણમ્યો છે જે જીવ, તેને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું” એકલો શુદ્ધ સ્વરૂપ પૂર્ણ છે તેનું તેને જ્ઞાન થયું છે. વર્તમાન પર્યાય એટલે જ્ઞાનદશામાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. “જેટલાં ૫૨દ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ શેયરૂપ છે તે સમસ્ત ૫૨દ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” નોકર્મ એટલે શ૨ી૨, વાણી, સ્ત્રી, કુટુંબ, દેશ એ પદ્રવ્ય. આઠકર્મ તે દ્રવ્યકર્મ પુણ્ય, પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ ભાવકર્મ છે. નોકર્મ શરીરાદિ જ્ઞેયરૂપ છે. તે તો જ્ઞાનમાં ૫૨ શેય તરીકે જાણવા લાયક છે. આ ધર્મની પહેલી દશા છે. કર્મ, કર્મના નિમિત્તે મળેલી સામગ્રી અને પુણ્ય, પાપના ભાવ તે બધા જ્ઞાનમાં ૫૨શેય તરીકે જાણવા લાયક છે. તે ચીજ મારી છે તે તરીકે માનવા લાયક નથી. જેટલાં પદ્રવ્ય, શરી૨, કુટુંબ, સ્ત્રી, પરિવાર, પૈસા આબરુ, બંગલા બધું ૫૨દ્રવ્ય છે. ભાવકર્મ અર્થાત્ પુણ્ય ને પાપના ભાવ, નોકર્મ શ૨ી૨, વાણી આદિ.. એ બધા જ્ઞેયો છે. જ્ઞાનમાં ૫૨ જાણવા લાયક છે, એ ૫૨ ચીજ મારી છે એમ ધર્મીને માનવા લાયક નથી. અહીં પત્નીને અર્ધાંગના કહે. અડધું અંગ પોતાનું અને અડધુ અંગ પત્નીનું એમ કરીને (આખું અંગ માનનાર ) મૂઢ છે. ૫૨ શેય છે એ તો જ્ઞાનમાં ૫૨ તરીકે જાણવા લાયક છે. આત્મામાં એ મારી ચીજ છે તેમ માનવા લાયક નથી. આવું છે. અહીં વૈરાગ્યની વ્યાખ્યા કરી. “તે સમસ્ત ૫૨દ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” રાગથી માંડીને ૫૨દ્રવ્યનો સ્વભાવમાં ત્યાગ છે. જેમાં દયા, દાનના પરિણામનો પણ ત્યાગ છે. આ તો બહારનો ત્યાગ કરીને બેઠા તો થઈ ગયા ત્યાગી ! જૈન માર્ગનો ત્યાગ કોઈ અલૌકિક છે. એમાં Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કલશામૃત ભાગ-૪ પુણ્યના પરિણામ ઊઠે એ પણ મારા નથી. એનો ત્યાગી તેને તો હજુ સમ્યગ્દષ્ટિ કહીએ. પછી આસક્તિનો ત્યાગ કરીને કરે તેને ચારિત્ર કહીએ. “તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” સમસ્ત દ્રવ્ય પર છે. સમસ્તમાં બધું આવી ગયું જડ કર્મ, ભાવ કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, આબરુ, મકાન, છોકરા-છોકરીયું વગેરે પરદ્રવ્ય છે. સારા ઘરની દિકરી હોય, (કરિયાવરમાં) બે, પાંચ લાખ લઈને આવી હોય (તે માને) આ મારા છે, તારા ધૂળેય નથી. સાંભળને! એવી બે શક્તિઓ અવશ્ય હોય છે- સર્વથા હોય છે” સમ્યગ્દષ્ટિને આત્માનો અનુભવ અસ્તિપણાનું જ્ઞાન અને રાગના અભાવ સ્વભાવનો ત્યાગ તે ઉદાસ-વૈરાગ્ય આ બે શક્તિઓ સમ્યગ્દષ્ટિને કાયમ હોય છે. પ્રવચન નં. ૧૩૬ તા. ૩૧/૧૦/૭૭ સમ્યગ્દષ્ટિએ પરનો સંબંધ છોડીને શુધ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્માનો સંબંધ જોડી દીધો છે. અજ્ઞાનીએ અનાદિથી આત્મા આનંદ, શાંત સ્વરૂપ છે તેનો સંબંધ છોડી દીધો છે. પછી તે રાગ દયા-દાન, વ્રત-ભક્તિનો-પૂજાનો હો પણ એ રાગ છે. રાગની સાથે એકત્વનો સંબંધ તે જ મિથ્યાત્વ છે. તે મિથ્યાષ્ટિ પરિભ્રમણ કરવાવાળો જીવ છે. દ્રવ્યરૂપે મિથ્યાત્વ કર્મ ઉપશમ્યું છે જેને,” જડકર્મ એવું જે દર્શનમોહ છે તેનો ઉપશમ થઈ ગયો છે, તેનો હવે ઉદય નથી. “ભાવરૂપે શુધ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ” હું તો શુધ્ધ ચૈતન્ય આનંદ છું એવા ભાવરૂપે. સમ્યગ્દર્શનમાં આવી શુધ્ધ દશા–શુધ્ધ પરિણતિરૂપની પવિત્ર દશા પ્રગટ થાય છે. આ તો ધર્મની પહેલી શરૂઆતની વાત છે. સમ્યગ્દર્શનમાં શુધ્ધ સમ્યકરૂપનું પરિણમન છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના રાગથી ભિન્ન, મારી ચીજ પૂર્ણ શુધ્ધ આનંદ છે તેની સાથે એકત્વનો સંબંધ થઈને સમ્યગ્દર્શન એટલે શુધ્ધ શ્રધ્ધાનાં પરિણમનની દશાની ઉત્પત્તિ થઈ છે. આવી ઝીણી વાત બહુ! એ સમ્યગ્દષ્ટિને “શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું છે.” હું તો શુધ્ધ ચૈતન્ય પવિત્ર આનંદ છું એવું સમ્યગ્દષ્ટિને જ્ઞાન થાય છે. અંદર જે આત્મા છે તે શુધ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન હું છું તેવી અંદરમાં એટલે અનુભવમાં શુધ્ધની પ્રતીતિ થાય છે. આવી ચીજ છે. શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું” જોયું ? જે શુધ્ધ સ્વરૂપ ચૈતન્ય છે તે પવિત્ર છે, શુભાશુભરાગ અપવિત્ર છે. તેનાથી ભગવાન આત્માની ચીજ ભિન્ન છે. અંદરમાં પવિત્ર ભગવાન આત્મા છે, એવા પવિત્રતાનો અનુભવ તથા તેનું જાણપણું. પાઠમાં એમ લખ્યું છે“શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણા”. એકલું શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. હું શુધ્ધ પવિત્ર સચ્ચિદાનંદ પ્રભુ છું. સહજ આત્મ સ્વરૂપ શુધ્ધ છું તેવા અનુભવનું જાણપણું- ધર્મની પહેલી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ કલશ-૧૩૬ સીઢીવાળો સમ્યગ્દષ્ટિ તે આવો હોય છે. “શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું” એમ આવ્યું ને? શાસ્ત્રના જાણપણાની વાત અહીંયા નથી. તેમ રાગ ને પુણ્ય-પાપના જાણપણાની વાત અહીંયા નથી. અને જે એક સમયની વર્તમાન પર્યાય જે છે તે પણ નહીં. ત્રિકાળી શુધ્ધ સ્વરૂપના અનુભવનું જ્ઞાન. હું અખંડ પવિત્ર શુદ્ધ સ્વરૂપ છું તેનો અનુભવ અર્થાત્ પર્યાયમાં આનંદનું વેદન ( પૂર્વકનું ) જાણપણું. ધર્મની આવી શરતું છે. આ દશા (પ્રગટ) થયા વિના તેને જન્મ-મ૨ણનો અંત આવતો નથી. ચોરાસી લાખના અવતાર કરી – કરીને મરી જશે પણ ક્યાંયે સુખ નથી. એ પૈસાવાળા કરોડોપતિ હોય તો પણ તે દુઃખી છે. એ બિચારાને અંતરનો આનંદ ને અંત૨ સ્વરૂપની લક્ષ્મી તેનો અનુભવ ને જ્ઞાન નથી. એ બધા અજ્ઞાની દુઃખી છે. “જેટલાં ૫૨દ્રવ્ય ” – આત્મા સિવાયની જેટલી ૫૨ વસ્તુ – સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા આદિ. ‘દ્રવ્યકર્મ’ અંદર જડ આઠ કર્મ જે છે તે દ્રવ્યકર્મ. ‘ભાવકર્મ' પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભભાવ તે મલિનભાવ છે. ‘નોકર્મરૂપ ’ – વાણી આદિ બહા૨ના સંયોગો એ શેયરૂપ છે. આત્માના જ્ઞાનમાં એ શેયરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. એ જ્ઞાનમાંપુણ્ય–પાપના ભાવ, કર્મબંધન, સંયોગીચીજ-લક્ષ્મી આદિ તે બધા શેય છે. ધર્મીને પોતાના જ્ઞાનમાં તે બધા શેય છે– જાણવાલાયક છે. એ ચીજ મારી છે તેવી માન્યતા મિથ્યાત્વની છે. પોતાના શુધ્ધ ચૈતન્ય સિવાયના જે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ છે તે પણ શેય છેએટલે જ્ઞાનમાં જાણવા લાયક છે. તે ચીજ પોતાના જ્ઞાનમાં, મારી છે તેમ માનવાલાયક નથી. શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ એ બધા પોતાના જ્ઞાનમાં ૫૨શેય તરીકે જાણવાલાયક ચીજ છે તેમ શાની જાણે છે.... તેને ધર્મી કહીએ. દયા-દાનના વિકલ્પનો રાગ આવે છે તે પણ મારા જ્ઞાનમાં, ૫૨શેય તરીકે જાણવાલાયક છે. તે ચીજ મારી છે તેમ માનવાલાયક નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ? અનંતકાળ પરિભ્રમણ કરતાં કરતાં ચોરાસી લાખ યોનિમાં રખડયો. એક-એક યોનિમાં અનંતવાર ઉપજ્યો.... છે... તે મિથ્યાત્વને લઈને. રાગાદિ ભાવ મારા છે એવી માન્યતા તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના કારણે ચોરાસીમાં અવતાર લીધા છે. શ્રોતાઃ- એ માન્યતા જૂઠ્ઠી છે ? ઉત્ત૨:- એ માન્યતા જ જૂદી છે. આ મારા પૈસા, આ મારા છોકરાં, આ મારી પુત્રી, આ મારી સ્ત્રી–એ માન્યતા મિથ્યાત્વ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તેમાં ૫૨શેય તરીકે જાણવાલાયક છે. પરંતુ તે મારા માનવા લાયક એ ચીજ નથી. તે મારું– તે મારું તેમ માને તે મિથ્યાર્દષ્ટિ જીવ છે. આવી વાત છે ભાઈ ! અહીં કહ્યું ને ! જેટલાં ૫૨દ્રવ્યો છે- મકાન, સ્ત્રી, કુટુંબ, છોકરા-છોકરીઓ, આબરુ એ બધાં પ૨દ્રવ્યો છે. પ્રભુ ચૈતન્ય (આત્મા) તો જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનમાં તે ૫દ્રવ્ય તરીકે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ કલશામૃત ભાગ-૪ જાણવાલાયક છે. પરચીજ મારી છે એમ માનવાવાળા મિથ્યાદૃષ્ટિ-પાપી-અધર્મી છે. આવો માર્ગ છે. જેટલાં પરદ્રવ્ય - દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ - શુભ અશુભ ભાવ. પુણ્યના ભાવદયા- દાન- વ્રત – ભક્તિના ભાવ તે શુભભાવ. હિંસા-જૂઠ-ચોરી-વિષય- વાસના તે અશુભભાવ- તેને મારા માને છે તે મિથ્યાદેષ્ટિ છે. એ ચીજ મારા જ્ઞાનમાં પરશેય તરીકે જાણવાલાયક છે. એમ માનનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. બહુ આકરું કામ ! જવાબદારી ઘણી, વીતરાગ માર્ગમાં શરતું ઘણી. ત્રિલોકીનાથ વીતરાગ જિનેન્દ્રદેવ પરમેશ્વર જિનવર પ્રભુ! તેની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. પોતાના આત્મા સિવાયની જેટલી બીજી ચીજ છે.. પછી તે – વ્રતનો ભાવ હો કે ભક્તિનો ભાવ હો કે વેપારનો ભાવ હો.. એ બધા ભાવ મારા જ્ઞાનમાં પરય તરીકે જાણવા લાયક છે. એ પરણેય મારા છે એવી માન્યતા અધર્મી જીવની છે. આવી વાત હવે! બહારમાં જ્યાં પાંચ, પચીસ લાખ રૂપિયા મળે, શરીર સુંદર, પત્ની, બાળકો હોય ત્યાં તો એમાં મૂર્ણાય જાય એ મૂઢ છે, તેને જૈનધર્મની ખબર નથી. જૈન ધર્મ તો તેને કહીએ કે – એ બધી પર ચીજો મારી નથી, તે પરથી ભિન્ન રહીને પરને હું જાણવાવાળો છું. આવી જેને દષ્ટિ હોય તે સમ્યગ્દષ્ટિ ધર્મી છે જૈન છે. ભાષા તો સાદી છે. વસ્તુ તો છે તે છે. અનંતકાળમાં કદી આ કર્યું નથી. છ ઢાળામાં આવે છે... “મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપજાયૌ, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.” પંચમહાવ્રત પાળ્યા પણ એ તો શુભરાગ છે. એ રાગથી મારી ચીજ ભિન્ન છે જે આનંદ સ્વરૂપ છે તેનો અનુભવ અને દૃષ્ટિ ન કરી- એથી મિથ્યાષ્ટિ રહ્યો. સમજમાં આવ્યું? “તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ.” સમ્યગ્દષ્ટિને સર્વ પરદ્રવ્યોનો ત્યાગ છે. તે મારી ચીજ નથી- તે ત્યાગ છે. રાગ-દયાદાનનો ભાવ અને લક્ષ્મી, આબરુ, કીર્તિ, છોકરાછોકરીઓ તે કોઈ મારી ચીજ નથી. તે મારામાં નથી, હું તેમાં નથી, આહાહા! પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ દૃષ્ટિમાં છે તે ધર્મી છે. ધર્મની શરૂઆતવાળા જીવને દૃષ્ટિમાં પરદ્રવ્યનો સર્વથા ત્યાગ થાય છે. એવી બે શક્તિઓ અવશ્ય હોય છે” ધર્મી જીવ સમ્યગ્દષ્ટિને બે શક્તિઓ પ્રગટે છે, તે બે શક્તિઓ કઈ ? (૧) શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન તેના અનુભવનું જાણપણું. (૨) પોતા સિવાય પરદ્રવ્યનો દૃષ્ટિમાંથી ત્યાગ તેવો વૈરાગ્ય, આ બે શક્તિઓ ધર્મીને કાયમ હોય છે. આવી વાત છે પ્રભુ! આ શરીર તો માટી-ધૂળ-પુદ્ગલ છે. તેથી પર છે. તે ચીજ જ્ઞાનમાં પરશેય તરીકે જાણવા લાયક છે, પણ તે ચીજ મારી તેમ જ્ઞાનમાં માનવાલાયક છે નહીં. અહીં તો જરી શરીર Page #293 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૬ ૨૭૭ ઠીક હોય તેનાં અહંકાર, સ્ત્રી, કુટુંબ કાંઈક ઠીક મળ્યા તેના અહંકાર- એ બધા મિથ્યાષ્ટિ છે, તેણે ચૈતન્યનું ખૂન કરી નાખ્યું છે. આહાહા! ભગવાન તો જ્ઞાન સ્વરૂપી આત્મા આનંદમૂર્તિ પ્રભુ! તેમાં આ પરચીજ મારી માનીને પોતાની ચીજનો અનાદર કર્યો છે. બહુ ઝીણું ભાઈ ! માર્ગ આવો છે બાપુ! “તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” ભાષા જોઈ ! ધર્મી જીવને.... સમસ્ત પદ્રવ્યોનો સર્વ પ્રકારે અંતરમાં ત્યાગ છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો ! ચક્રવર્તી પદમાં હો ! સમક્તિી ભરત જેવા હો! પરંતુ અંતરમાં શુભરાગને પર માનીને તે બધા પરદ્રવ્યોનો દૃષ્ટિમાં સર્વથા પ્રકારે ત્યાગ છે. અને એક આનંદ સ્વરૂપ ભગવાન તેનું ગ્રહણ છે. દિગમ્બર સંતોની આ ધ્વનિ છે. ગઈકાલે અહીં સુધી ચાલી ગયું તું. “બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે શ્રોતા- સમ્યગ્દષ્ટિને ત્યાગ હોય? ઉત્તર- ત્યાગ છે. અહીં પાઠમાં કહ્યું ને - સમ્યગ્દષ્ટિને પરનો ત્યાગ છે. પર ચીજ મારી નથી તેવા મિથ્યાત્વનો- વિપરીત શ્રધ્ધાનો (દષ્ટિમાં) ત્યાગ છે. સમ્યક શ્રધ્ધા-રુચિ મારી છે તેમ આવી ગયું. શ્રોતા:- અચારિત્ર છે તેથી ત્યાગ નથી. ઉત્તર:- અચારિત્ર છે તે બીજી વાત છે. અચારિત્ર એ પણ જ્ઞાનમાં શેય છે. સાધકને રાગ આવ્યો કે નહીં! એ રાગ છે તે અચારિત્ર છે. અંદરમાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પ્રજ્ઞા સ્વરૂપ છે. જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા (દષ્ટિમાં) છે. તેને રાગથી માંડીને પર ચીજ, જ્ઞાનમાં પરણેય તરીકે જાણવા લાયક છે. પર ચીજ મારી છે, તેવી માન્યતા મિથ્યાદૃષ્ટિની છે. તે જૈન નથી. જૈન તો જેણે મિથ્યાત્વ ઉપર જય કર્યો છેનાશ કર્યો છે. તેનો અર્થ એ કે - રાગથી માંડીને પરદ્રવ્ય છે. તે બધાં મારા જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે. તે ચીજ મારી નહીં, તે મારામાં નહીં, અને આ શરીર, રાગાદિમાં- હું નહીં. શ્રોતા:- કંઈક ભાગની વાત કહો.....! ઉત્તર- આ ત્યાગની વાત છે. દ્રષ્ટિમાંથી ત્યાગ થયો તે ત્યાગ છે. બાકી પર વસ્તુનો તો આત્મામાં અભાવ જ છે. ત્યાગ રહિત ધર્મ કયારે કર્યો છે? શ્રોતા- રાગનેય કયાં ગ્રહણ કર્યો છે! ઉત્તર- ગ્રહણ કર્યો નથી, પણ માન્યતા છે ને કે - આ રાગ મારો છે. તેણે માન્યતાનું ગ્રહણ કર્યું છે. ચૈતન્ય સ્વરૂપી જ્ઞાયક ભગવાન આત્મામાં, રાગ છે જ નહીં. ચૈતન્ય હિરલો અનંત શુધ્ધ શક્તિનો ભંડાર ભગવાન આત્મા પડયો છે. અરે! તેણે ક્યાં સાંભળ્યું છે આવું!! આત્મામાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત કર્તા, કર્મ, કરણ, અધિકરણ, પ્રભુતા, ઈશ્વરતા એવી અનંત શક્તિની પવિત્રતાનો પ્રભુ પિંડ છે. તેને અહીંયા આત્મા કહીએ. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તેને પુણ્યભાવ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ કલશામૃત ભાગ-૪ કહીએ, તે કાંઈ આત્મતત્ત્વ નથી. હિંસા, જૂઠ, ચોરી, ભોગ-વાસનાના, ધંધાના ભાવ એ બધા પાપ તત્ત્વ છે, એ કાંઈ આત્મતત્ત્વ નથી. ભવતત્ત્વ છે કે નહિં? જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. અહીંયા તો પરમાત્મા સ્વરૂપ જે ત્રિકાળી ભગવાન ચિઠ્ઠન છે તેનો જેને અંતરમાં અનુભવ થયો છે- આ હું, તેને રાગ તે હું એવું દ્રષ્ટિમાંથી ઉડી જાય છે. શ્રોતા:- રાગ હોય તો રાગને આત્મા એક થઈ જતા હશે? ઉત્તર:- અજ્ઞાની માને છે ને! એની માન્યતા છે ને! છે તો દ્રવ્ય સ્વભાવ અબંધ, રાગ વિનાની ચીજ અંદર પડી છે, છતાં માને છે કે – રાગ મારો છે એવી માન્યતાએ ઘેરો ઘાલ્યો છે. એ (મિથ્યા) માન્યતાના ઘેરામાં ઘેરાઈ ગયો છે. અંદર ઘેરાઈ ગયો છે, ઘવાઈ ગયો છે. આવી વાતું બાપુ! જિનેન્દ્રદેવ, દિગમ્બર સંતોએ જે માર્ગ કહ્યો છે તે જગતની સાથે ક્યાંય મેળ ખાય એવો નથી. આહાહા ! ક્ષણમાં દેહ છોડીને ચાલ્યો જાય છે, કરોડો, અબજો રૂપિયા હો! કોઈ શરણ નથી બાપુ! ભગવાન ચિદાનંદ એની જેને દૃષ્ટિ નથી, એનો જેને અનુભવ નથી તે પરચીજને અનુસરીને રાગ, પુણ્ય-પાપના ભાવમાં ઘેરાય ગયો છે. એ મારા એમ માનીને એમાં ત્યાં રોકાય ગયો છે- એ મિથ્યાષ્ટિ છે. તે ચોરાસી લાખ યોનિમાં અવતારમાં પરિભ્રમણ કરનારો છે. વીતરાગ જિનેશ્વર પરમેશ્વરનો માર્ગ આવો છે. “સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” સમસ્ત પરદ્રવ્યનો સમસ્ત સર્વ પ્રકારે ત્યાગ છે. તે સમ્યગ્દષ્ટિ છે. આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ શુધ્ધ પવિત્ર સ્વરૂપનું જ્યાં ભાન થયું તે સમ્યગ્દષ્ટિને અંદરમાં રાગથી માંડીને સર્વ પરદ્રવ્યનો સર્વથા પ્રકારે દૃષ્ટિમાં ત્યાગ છે. આવી બે શક્તિઓ અવશ્ય હોય છે- સર્વથા હોય છે” જોયું! સર્વથા હોય છે. કથંચિત્ આ અને કથંચિત્ આ એમ નહીં. કથંચિત્ રાગનો ત્યાગ અને કથંચિત્ રાગનું ગ્રહણ એમ નહીં. સર્વથા પ્રકારે પરદ્રવ્યનો દેષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો. સમ્યગ્દર્શન અર્થાત્ દષ્ટિમાં ચૈતન્યનું જ્યાં ગ્રહણ થયું ત્યાં પરદ્રવ્યના રાગાદિનો સમસ્ત પ્રકારે સર્વથા ત્યાગ થયો. આવી અવસ્થા જરૂર પ્રગટ થાય છે. બે શક્તિઓ જરૂર હોય છે. સમક્તિી- ધર્મના પહેલાં દરજ્જાવાળો થયો તેને શુધ્ધ સ્વરૂપના અનુભવનું અને રાગાદિ સર્વ પરદ્રવ્યોનો સર્વથા ત્યાગ એટલે કે વૈરાગ્ય એ બે શક્તિઓ સર્વથા જરૂર હોય છે. આવી વાતો સાંભળવી, સમજવી કઠણ પડે! અરે ! અનાદિથી રખડીને મરી ગયો છે. તે અનંતવાર સાધુ થયો. અનંતવાર મહાવ્રત પાળ્યા પણ એ રાગની ક્રિયા મારી છે અને તેનાથી મને લાભ થશે એમ માનીને તેણે મિથ્યાષ્ટિ છોડી નહીં. જ્યારે સમ્યગ્દષ્ટિ સારા ચક્રવર્તી પદમાં ઊભો હોય છતાં અંતરદૃષ્ટિમાં શુભરાગથી માંડીને સમસ્ત પર દ્રવ્યોનો સર્વ પ્રકારે દૃષ્ટિમાં ત્યાગ છે અને શુધ્ધાત્માનું Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ કલશ-૧૩૬ ગ્રહણ છે. આવી ચીજ છે. બહારની હોંશું મારી નાખે છે. બે, પાંચ કરોડ રૂપિયા થાય તો માને કે અમે કમાણા અને અમે વધી ગયા. અમે ઉદ્યોગપતિ ઉદ્યોગના ધણી. પાપનો ઉદ્યોગ કર્યો અને એ ધણી થયા. માર્ગ તો આવો આકરો છે બાપા! છે તો એનામાં, એનો તેથી સરળ છે પણ અનાદિ અનાદિ પોતાના આશ્રય વિના કઠણ થઈ પડયો છે! (બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ) “યસ્માત સયં મન મસ્તે પરત સર્વત: રાયોતિ વિરમતિ” આહાહા! શ્લોક તો દિગમ્બર મુનિઓનો છે. સમક્તિી ભાવલિંગી મુનિઓ જેને અંતરમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન વર્તતું હોય છે. તેને મુનિ કહેવામાં આવે છે. સમુદ્રમાં જેમ કાંઠે પાણીની ભરતી આવે છે તેમ મુનિને વર્તમાન પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. એ મુનિ જગતને જાહેર કરે છે. તેને દુનિયાની કાંઈ પડી નથી. દુનિયા સમતોલ રહેશે કે નહીં! આ માર્ગ ગ્રહણ કરતાં તેનો દુનિયા વિરોધ કરશે કે નહીં? દુનિયા દુનિયાની જાણે ! માર્ગ આ છે. કારણકે સમ્યગ્દષ્ટિ સહજ જ શુધ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ હોય છે” ધર્મની પહેલી સીઢીવાળો. મોક્ષ મહેલનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન. એ સમ્યગ્દર્શનમાં સહજ જ શુધ્ધ સ્વરૂપનો અનુભવ હોય છે. આત્મા શાંત અને આનંદ સ્વરૂપનો તેને સહજ સ્વભાવિક અનુભવ હોય છે. તથા (TRUત રાયોતિ) પુદ્ગલ દ્રવ્યની ઉપાધિ છે જેટલી રાગાદિ અશુધ્ધ પરિણતિ, તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે.” (TRI RITયોતિ)” પછી તે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો તે રાગ છે. એ રાગના (યોતિ) સંબંધથી વિરક્ત છે. સમકિતી રાગના યોગના સંબંધથી વિરક્ત છે... અને તે શુધ્ધ સ્વરૂપના અનુભવમાં રક્ત છે. આ ક્રિયાને એ બધું ક્યાં ગયું!? વ્રત પાળવા, અપવાસ કરવા એ બધો રાગ છે બાપુ! તને ખબર નથી ભાઈ ! આત્મા અંદર જ્ઞાન જ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ છે. એનો એને અનુભવ અને રાગથી માંડીને બધો સંબંધ જ્યાં છુટી ગયો છે અને ચૈતન્યના શુધ્ધ સ્વભાવનો સંબંધ જેને થયો છે. રાંકા (ગરીબ) ના સંબંધમાં હતો એ સંબંધ તેણે છોડી દીધો અને તે બાદશાહના સંબંધમાં આવી ગયો. એમ રાગાદિ પુણ્ય-પાપના ભાવ રાંકા-ભિખારી દુઃખરૂપ છે. ધર્મી સમ્યગ્દષ્ટિની પ્રથમ દૃષ્ટિમાં જ (૨Tયો II) તે રાગના સંબંધથી છૂટી ગયો છે. ભલે તે ચારિત્રમોહના રાગમાં હો! પણ રાગ મારો છે એવો સંબંધ છૂટી ગયો છે. સમજાણું કાંઈ? આ દેહ તો માટી-જડ-ધૂળ છે. અંદરમાં જે આઠ કર્મ છે તે ઝીણી ધૂળ છે. આ પુણ્યપાપના ભાવ, શુભભાવ જે દયા-દાન-વ્રત ભક્તિનો અને અશુભ ભાવ- કામ ક્રોધનો એ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮) કલશામૃત ભાગ-૪ ભાવ મલિન અશુધ્ધ છે. તે અશુધ્ધ ભાવથી જેણે પોતાનો સંગ છોડયો અને શુધ્ધ ભાવ સાથે સંગ-પરિચય કર્યો છે તે ધર્મી છે. અશુધ્ધના સંગ વિનાની ચીજ તે અસંગ ચીજ છે. તેનો સંગ સંબંધ કર્યો તેણે રાગનો સંબંધ છોડી દીધો. પાઠમાં આવ્યું ને... “(રાયોતિ ) પુગલ દ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુધ્ધ પરિણતિ” એ શું કહ્યું? પરદ્રવ્યની ઉપાધિથી અંદરમાં જે રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવ થાય તેનાથી “(સર્વત: વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે” જ્ઞાનનો પુંજ પ્રભુ! જેનું ચૈતન્ય સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ ત્રિકાળ શક્તિ છે જેની એટલે સર્વજ્ઞ સ્વરૂપે ત્રિકાળ બિરાજમાન છે, તેનો જ્યાં સંબંધ કર્યો અને રાગનો સંબંધ છોડી દીધો, તે સર્વ પ્રકારે પરથી રહિત છે. ભાવાર્થ આમ છે કે – “આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે.” ધર્મી જીવને આ લક્ષણ જરૂર-જરૂર છે, અવશ્ય હોય છે. આ લક્ષણ ન હોય તો તે સમ્યગ્દષ્ટિ નથી, તે જૈન નહીં જૈન નામ જીતવું. રાગના વિકલ્પથી માંડીને જે કાંઈ પરદ્રવ્ય છે તે મારા નથી. હું તો આનંદ સ્વરૂપ છું તેનું નામ જૈન કહેવામાં આવે છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી, જૈન એ તો વસ્તુનું સ્વરૂપ છે. તે વીતરાગ સ્વરૂપે બિરાજમાન છે. “જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હે કર્મ; યહી વચન સે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.” શ્રી બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે કે “ઘટ ઘટ અંતર જિન વસૈ, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરા કે પાન સૌ, મતવાલા સમજૈ ન.” જિન સ્વરૂપી પોતાનો આત્મા છે અને જૈનપણું પણ અંતરમાં છે. રાગની સાથે એકતા તૂટી, રાગાદિ સર્વથા પરદ્રવ્ય હોવાથી મારા નહીં અને હું શુધ્ધ ચૈતન્ય જ્ઞાયક છું એવો અનુભવ થતાં વૈરાગ્યની શક્તિ પ્રગટી.. તેને અહીંયા જૈન કહેવામાં આવે છે. “ઘટ ઘટ અંતર જૈન” એ (રાગાદિ) બાહ્ય જડમાં જૈનપણું હોતું નથી, પરંતુ પોતાના મિથ્યા અભિપ્રાયના મતના દારૂ પીધેલા- રાગ મારો, પુણ્ય મારું તેવું મિથ્યાત્વરૂપી મદિરા પીધી છે. તેથી મતવાલો થઈ ગયો છે. આત્મા રાગથી ભિન્ન છે તેવી દષ્ટિ તેને થતી નથી. અહીં કહે છે કે- એવું લક્ષણ સમ્યગ્દષ્ટિને જરૂર હોય છે. આવું લક્ષણ હોતાં જરૂર વૈરાગ્ય ગુણ પણ હોય છે. પરથી ઉદાસ અને સ્વના અસ્તિત્વની પૂર્ણ પ્રતીતિ, ભાન છે. પોતાની પૂર્ણ શક્તિનું પૂર્ણ પ્રતીતિનું ભાન અને રાગથી માંડીને સમસ્ત પારદ્રવ્યથી ઉદાસ અર્થાત્ વૈરાગ્ય. આ બે શક્તિઓ સમ્યગ્દષ્ટિને નિરંતર કાયમ હોય છે. શ્રાવકની વાત તો સમ્યગ્દર્શન થયા પછીની છે. સમ્યગ્દર્શન થયા પછી, તેને સ્વરૂપમાં લીનતા જામે અને આનંદની માત્રા થોડી વધે ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે છે. આનંદમાં ઘણી લીનતા જામી જાય તો તેને સાધુ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ કલશ-૧૩૬ કહેવામાં આવે છે. અહીંયા તો સમ્યગ્દષ્ટિની વાત છે. “શું કરીને એવો હોય છે? સ્વં પર વ્યતિરમ તત્વત: સાત્વા” આવી જ્ઞાન ને વૈરાગ્ય શક્તિ શું થઈને પ્રગટ થાય છે? પોતાના શુધ્ધ સ્વરૂપનું જ્ઞાન અને રાગાદિથી લઈને સર્વ ચીજનો ત્યાગ એ વૈરાગ્ય-ઉદાસીનતા છે. આવો ત્યાગ કયા કારણથી થાય છે? “શુધ્ધ ચૈતન્ય માત્ર મારું સ્વરૂપ છે, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો- ગુગલ દ્રવ્યનો છે; (ઘં) પોતાનું શુધ્ધ ચૈતન્યમાત્ર પવિત્ર સ્વરૂપ તે હું આત્મા. આ શ્લોક બહુ સરસ છે. આને સમજવાનો લોકોને વખત ક્યાં? એક તો આખો દિવસ સ્ત્રી, છોકરાં, ધંધા, રળવું તેમાં વળી બે-પાંચ કરોડ રૂપિયા થઈ જાય ત્યાં તો હું પહોળો ને શેરી સાંકડી થઈ જાય. તેને લાગે હું તો આગળ વધી ગયો. તેને સોજા અર્થાત્ સૂજન થઈ જાય. એ કાંઈ તારી ચીજ નથી. શ્રોતા- આ કામ તો બધું પૈસાથી જ ચાલે છે ને! ઉત્તર:- ધૂળમાંય ચાલતું નથી. પૈસા એકઠાં કર્યા હોય, રોગ થાય ત્યારે તે પડયા રહેતા નથી? તે રોગ સંબંધે રોતો નથી? દવા ઘણી કરી-(વગેરે). દિવસ-રાત, ચોવીસે કલાક, ભગવાન ચિદાનંદ સ્વરૂપ આત્મા રાગથી ભિન્ન જ છે. છતાં અનાદિથી ચોવીસે કલાક રાગથી એકત્વ માને છે. ભગવાન જિનેન્દ્રદેવનો મારગ જુદો બાપા ! એમાં પણ દિગમ્બર જૈનધર્મ અલૌકિક વિધિએ છે. આ ચીજ બીજે ક્યાંય છે નહીં. જેને સાંભળતાં પણ અંદરથી (રોમાંચ) ધ્રુજારી થાય કે – અરે ! આવો મારગ ! અહીં તો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીની વાત છે. પ્રભુ, મારગ તો તારો આવો છે. (ચં) શુધ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ મારું. “(પરં) દ્રવ્યકર્મ' – એટલે જડ આઠકર્મ. “ભાવકર્મએટલે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-કામ-ક્રોધના ભાવ. “નોકર્મ' – એટલે વાણી આદિ બહારનો સંયોગ “વિસ્તાર પરાયો-પુદ્ગલ દ્રવ્યનો છે.” આ શુભ-અશુભ ભાવ, તેનાં ફળ બંધન, તેનાં ફળ (નિમિત્તે) બહારમાં ધૂળ (પૈસો) આદિ મળે એ બધો પુગલનો વિસ્તાર છે, આત્માનો નહીં. આહાહા! રાજમલ્લજીની ટીકા તો જુઓ!? શ્રી બનારસીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે. “પાંડે રાજમલ્લ જિનધર્મી, સમયસાર નાટક કે મર્મી” શ્રી અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત હતા, આ શ્લોક તેમના (રચેલાં) છે. (પરમાગમ મંદિરમાં) વચ્ચે કુંદકુંદાચાર્ય છે, પેલી બાજુ અમૃતચંદ્ર આચાર્ય છે અને પદ્મપ્રભમલધારિદેવ છે જેમણે નિયમસારની ટીકા કરી છે. આ ત્રણેય દિગમ્બર સંત આનંદના ધામમાં રમવાવાળા હતા. તેમને વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાય ગયા. આ શાસ્ત્રમાં તો પોકાર કર્યો છે. ધર્મી કોને કહીએ? (વંg૪) સ્વ નામ પોતાના શુધ્ધ સ્વરૂપને પોતાનો માને અને રાગાદિને પુદ્ગલનો ઠાઠ માને. તે મારું નથી, તે બધો દુશ્મનનો વિસ્તાર છે. મારો વિસ્તાર તો Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ કલામૃત ભાગ-૪ અનંતા-અનંત ગુણોમયી શુધ્ધ સ્વરૂપ તે મારો વિસ્તાર છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ, હિંસા-જૂઠ-ચોરીના ભાવ, તેનું બંધન આઠ કર્મ અને તેનું ફળ આ સંયોગ તે બધો પુદ્ગલનો વિસ્તાર છે- તે જડનો પથારો છે. ભારે આકરું કામ ભાઈ ! શ્રોતા- એ પુદગલનો પથારો છે તો (અજ્ઞાની) શાહુકાર રહે છે? ઉત્તર:- ધૂળમાંય શાહુકાર નથી. શાહુકાર કોને કહે છે? શ્રી નાટક સમયસારમાં આવે છે કે –“રિધ્ધિ-સિધ્ધિ-વૃધ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા, અંતરકી લક્ષ્મી શો અજાચિ લક્ષપતિ હૈ.” આહાહા ! આત્માની રિધ્ધિ” – અંતરમાં છે. બહારની રિધ્ધિ-ધૂળની તે ક્યાં અડે છે. “રિધ્ધિ” - અંતરમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય તે સિધ્ધિ છે. “વૃધ્ધિ' – બહારમાં વધ્યા- પાંચ-પચીસ લાખ મળ્યા એ વૃધ્ધિ ધૂળમાંય નથી. અંદરમાં સમ્યગ્દર્શન ઉપરાંત શુદ્ધિની વૃધ્ધિ અર્થાત્ ચારિત્રની વૃધ્ધિ થવી તે. તે શુદ્ધિની વૃધ્ધિ તો અંતરમાં દેખાય છે. આ બહારના પૂળપતિ તે લક્ષપતિ નહીં. જેને ચૈતન્ય આનંદકંદ પ્રભુનું લક્ષ છે તે લક્ષપતિ છે. “દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સૌ, સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.” આ કીડી છે, આ કીડી પણ અંદર શક્તિએ ભગવાન છે. એનાં આત્મામાં અનંત આનંદ, સર્વજ્ઞ સ્વભાવ, શાંતિ, સ્વચ્છતા ભરી પડી છે. દ્રવ્યસ્વભાવે એ પણ ભગવાન સ્વરૂપ છે. બહારમાં આ શરીરાદિ, રાગાદિ તે પુદ્ગલનો વિસ્તાર છે. શેઠ! તમારા છ-છ લાખના મકાનો, તમાકુથી ભરેલા ગોદામ તે પુદ્ગલનો વિસ્તાર છે. બન્ને ભાઈઓ બીડીના મોટા વેપારી છે. એ પુદ્ગલના સ્વામી એ ખોટી વાત છે એમ કહે છે. શાહુજી ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા, આબરુ મોટી, ચાલીસચાલીસ લાખના મોટા મકાન.. એ બધી કોની ચીજ હતી બાપુ! શ્લોક બહુ ઊંચો છે. “વં પરં જ રૂવૅ વ્યતિરમ” શુધ્ધ ચૈતન્ય માત્ર મારું સ્વરૂપ છે,” તેમ સમ્યગ્દષ્ટિધર્મની શરૂઆતવાળો, પોતાને આવો માને છે. “(૫૨) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો- પુદ્ગલ દ્રવ્યનો છે.” એ સ્વનો વિસ્તાર નહીં, એ તો પરનો વિસ્તાર છે. “વિસ્તાર પરાયો- પુદ્ગલ દ્રવ્યનો છે.” (રૂવં વ્યતિરમ) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી,” કહેવામાત્ર નથી- એમ કહે છે. અંદર અનુભવમાં માનવા લાયક આ રીત છે. કહેવામાત્ર-ભાષામાં કહે કે - આ તારા અને આ મારા- એમ નથી. હું શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ છું તે માત્ર કહેવામાત્ર નથી પરંતુ અનુભવમાત્ર છે. વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ,” આવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, કહેવા માત્ર નથી. એ તો બાવો થઈ જાયને ત્યારે થાય. એમ એક માણસ કહેતો હતો. અરે! બાવો જ છે, તે ચીજ તારી ક્યારે થાય? રાગથી માંડીને બધો વિસ્તાર પરાયો છે, તે વિસ્તાર તારો નહીં તે તારી પ્રજા નહીં. એ વાત તો કરે છે. કોઈ Page #299 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૬ ૨૮૩ દુશ્મનના પચીસ-પચાસ દિકરા હોય, મોટો વિસ્તાર હોય તેમાં એ મારા છે એમ માને છે? એ તો પરાયો વિસ્તાર છે. તેમ શુભાશુભભાવ, કર્મબંધન અને આ સંયોગી ચીજ એ બધો પુગલનો વિસ્તાર છે. પુદ્ગલ વિસ્તર્યું છે... હું નહીં. કહેવા માટે નથી, (તત્ત્વત: જ્ઞાવા ) એમ છે ને પાઠમાં! (તત્ત્વત:) વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે. સમ્યગ્દષ્ટિ જીવ,” આ તત્ત્વતઃ જ્ઞાત્વા” ની વ્યાખ્યા કરી, તિર્યંચ સમ્યગ્દષ્ટિ હોય છે, નારકી સમ્યગ્દષ્ટિ હોય છે, દેવ સમ્યગ્દષ્ટિ હોય છે, મનુષ્ય સમ્યગ્દષ્ટિ હોય છે. ચારેય ગતિમાં સમ્યગ્દષ્ટિ હોય છે. ચારેય ગતિમાં સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિ પોતાને આવો માને છે કે શુધ્ધ સ્વરૂપ જ મારી ચીજ છે અને દયા-દાન-વ્રતથી માંડી બધું જ પુદ્ગલનો વિસ્તાર છે. અહીંયા તો જરા વ્રત, ભક્તિ, પૂજા, દયા-દાન કર્યા તો મેં કર્યું, તે મારી ચીજ છે – તેમ પુદ્ગલના વિસ્તારને પોતાનો માનવો તેણે ચૈતન્યનો અનાદર કર્યો તેથી તે મિથ્યાષ્ટિ છે. એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાન શક્તિ છે.” ધર્મીને પોતાના સ્વરૂપની જ્ઞાનશક્તિ છે અને રાગાદિ પર છે તેવી પણ જ્ઞાનશક્તિ છે. બન્નેનો વિવેક જ્ઞાનશક્તિમાં છે. હું શુધ્ધ પવિત્ર સ્વરૂપ છું તેવું જ્ઞાન છે અને શુભરાગ-દયા-દાન-વ્રતભક્તિથી માંડીને બધા ભાવએ પુદ્ગલનો વિસ્તાર છે. આ રીતે જ્ઞાનમાં બન્ને શક્તિનું ભાન છે. સ્વપર બન્નેનું ભાન છે. પાઠમાં શબ્દ છે- “સ્વં પર ફર્વ વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા” લોકો કહે આવો તે જૈનધર્મ હશે? જૈનધર્મમાં તો દયા પાળવી, વ્રત પાળવા, જાત્રા કરવી, ભક્તિ કરવી, મંદિર બનાવવા વગેરે. અરે.. બાપુ! એ તો પર ચીજ છે ભાઈ ! એ તો બધો પુદ્ગલનો વિસ્તાર છે. એમાં તું નથી, તું જ્યાં છો ત્યાં તે નથી. આ ભાઈ કરોડપતિ છે તો તેનો વિસ્તાર બહારમાં મોટો કહેવાય. આમને તો સાઈઠ મોટરું છે- તેમને તો મોટો-મોટો વિસ્તાર છે. બાપુ! એ બધો પુદ્ગલનો વિસ્તાર છે. શ્રોતા:- આવી પડે તો શું કરવું? ઉત્તર:- ક્યાં આવી પડે છે? આવી પડે તો એના ઘરમાં રહ્યો. બહારની ચીજ આત્મામાં આવી જાય ત્યાં? આવી વાત છે બાપા! મહિને બે-પાંચ હજારનો પગાર થઈ જાય તો માને અમે વધી ગયા! ધૂળમાં વધ્યા છે. એ તો પુદ્ગલનો વિસ્તાર છે. (દુનિયા એમ જ માને છે ને!) દુનિયા એમ જ માનીને રખડી મરી છે. ભગવાન જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. એ વાત દિગમ્બર સંતો આડતીયા થઈને જગતમાં જાહેર કરે છે. માલ ભગવાનનો છે– સમજમાં આવ્યું? અરે! આ વાત સાંભળવા ન મળે તે ક્યારે સમજે અને ક્યારે કરે ! સમ્ય... દુર્લભ થઈ પડ્યું છે પ્રભુ! જુઓ.. આ દિગમ્બર સંતોની વાણી ! “હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે ?” Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૩૭ તા. ૦૧/૧૧/'૭૭ કળશ ટીકાનો ૧૩૬ કળશ ચાલે છે. હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ”શું કહે છે? ધર્મી જીવ-જેને આત્મા પવિત્ર શુદ્ધ પૂરણ સ્વરૂપ છે એવો જેને અનુભવ થયો છે. અનાદિથી પુષ્ય ને પાપના ભાવ એનો જેને અનુભવ છે, વેદન છે એ મિથ્યાત્વ ભાવ છે. હવે પરિણતિ ગુંલાટ ખાય છે. પલટો મારી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ વસ્તુને અનુસરીને જે પોતાના આત્માના આનંદનો અનુભવ, સ્વાદ આવવો તેનું નામ ધર્મી-સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવી વાત છે. “હવે આટલું કરે તે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે- “સ્વં વસ્તુત્વ વયિત્ન” સ્વ આત્માનું વસ્તુત્વપણું, શુદ્ધપણું, ધ્રુવપણું, આનંદપણું, સ્વચ્છપણું એવું જે વસ્તુનું વસ્તુપણું ભગવાન સ્વરૂપ જ આત્મા છે. તેનું પણું એટલે વસ્તુપણું અતીન્દ્રિય અનંતજ્ઞાન, આનંદ આદિ અનંતગુણ એ વસ્તુનું વસ્તુપણું છે. [ વયિતુમ ]નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિ માટે” અભ્યાસ કરે એટલે કે તે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. “[ā વસ્તુā] પોતાનું શુદ્ધપણું” સ્વનું એટલે પોતાનું વસ્તુત્વમાં શુદ્ધપણું. પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન જુદા ત્રિકાળી આત્માનું શુદ્ધપણું તેનો [ વયિતુમ] અભ્યાસ તેને રેલે (વેદ) અનુભવે તેને સમ્યગ્દષ્ટિ કહીએ. શ્રોતા- અનુભવવો કેવી રીતે? ઉત્તર- તે તો કહીએ છીએ. તે તરફની દૃષ્ટિ કરીને અનુભવે છે. આત્મા શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું શુદ્ધ તત્ત્વ છે. એમાં જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ પુણ્યભાવ મલિન છે. હિંસા, જૂઠ, ચોરી, વાસના એ પાપભાવ મલિન છે. બન્નેથી ભિન્ન ત્રિકાળી આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે તેને અનુભવ વેદવું તે (નિરંતરનો અભ્યાસ છે.) એ રાગ ને દ્વેષ, પુષ્ય ને પાપભાવ તેને અનાદિથી પર્યાય બુદ્ધિવાળો જીવ મારા માનતો અજ્ઞાની છે. વર્તમાન અવસ્થા એને માનનારો, રાગને પુણ્ય પાપને અનુભવનારો એ અધર્મી મિથ્યાષ્ટિ છે, આવો માર્ગ છે. જેને આત્માનું હિત કરવું છે, જન્મ-મરણના આરાના અંત લાવવા છે તેને આત્માનું વસ્તુપણું અનુભવવું. પુણ્ય-પાપના ભાવ આવે પણ એ આત્માનું વસ્તુપણું નથી. ગઈકાલે આવ્યું હતું કે તે બધો પરાયો પુદ્ગલ દ્રવ્યનો વિસ્તાર છે. ઝીણી વાત છે ભાઈ ! અંદરમાં પુણ્ય-પાપના ભાવ થવો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ કે હિંસા, જૂઠ, ચોરી, ભોગ વાસનાનો ભાવ તેનો વિસ્તાર તે પુદ્ગલનો વિસ્તાર છે. એ જડની દશા છે જડનો વિસ્તાર છે. એમાં આત્મા ન આવ્યો. જિનેન્દ્ર પરમાત્મદેવ તેને આત્મા કહે છે કે જેમાં અનંતજ્ઞાન, શુદ્ધ સ્વભાવ, ચૈતન્યમૂર્તિ, અનંત શક્તિઓનો સાગર એવી જે ચીજ તેનું જે શુદ્ધપણું પવિત્રપણું, સનું સત્ત્વપણું એનો Page #301 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૬ ૨૮૫ જેને અનુભવ છે. એ સમ્યગ્દષ્ટિ જીવ, પોતાનું શુદ્ધપણું “[યિતુમ] નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિ માટે” સચ્ચિદાનંદ પ્રભુ એ વસ્તુ પોતે છે. એ ચીજની પ્રાપ્તિ માટે નિરંતર અભ્યાસ કરે છે. સ્વ સન્મુખતાનો નિરંતર અભ્યાસ કરે છે. એ વસ્તુની પૂર્ણદશા પ્રાપ્ત કરવા માટે. એ વસ્તુનો અભ્યાસ એટલે પૂર્ણાનંદનો નાથ પ્રભુ! તેની સન્મુખ થઈને તેનો અભ્યાસ કરે છે. “તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? “સ્વાન્ય પ્રાપિમુવજ્યા” પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ” જે અનાદિથી શુભ-અશુભના રાગનો લાભ હતો એ તો અધર્મનો લાભ હતો. અહીંયા કહે છે- વસ્તુનો લાભ છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ છે. દિવાળીમાં ચોપડામાં નથી લખતા- “લાભ સવાયા' નામું લખે ત્યારે લખે. ધૂળમાંય નથી ત્યાં લાભ સવાયા. એ પૈસા તો ધૂળ-માટી જડ છે અને તેને મેળવવાનો) ભાવ છે તે પાપ છે, તેથી ત્યાં પાપનો લાભ છે. અહીંયા જિનેન્દ્રદેવ પરમાત્મા એમ ફરમાવે છે કે- તારામાં અનંત ધ્રુવ આનંદ છે, અનંતગુણ છે- જેવાં કે અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા એવી ચીજનું શક્તિપણું તો આવું છે. એ શુદ્ધપણાની સ્વ સન્મુખ થઈને પ્રાપ્ત કરવું તેને આત્માનો લાભ કહેવાય છે. આ ધૂળ પાંચ લાખ, પચીસ કરોડ મળે તેથી અમે સુખી છીએ.. એમ માનનાર મોટો મૂરખ છે. તે દુઃખમાં ડૂબકી મારે છે અને અમે સુખી છીએ તેમ માને છે. શ્રોતા- પૈસા કમાય અને મૂરખ? ઉત્તર- અહીંયા તેને મૂરખ કહે છે, પૈસાથી મને લાભ થયો એમ માન્યું તો પાપનો લાભ થયો છે. પૈસા તો જડ, ધૂળ છે પણ મને મળ્યા એવો જે ભાવ થાય તે મિથ્યાભ્રમ ને ભ્રાંતિ છે– એ પાપ છે. (યિતમ) નિરંતર અભ્યાસ” જુઓ તો ખરા !! જેમ રાગ ને પુણ્ય-પાપના ભાવનો અનાદિથી નિરંતર અભ્યાસ છે. અતૂટક ભાવે નિરંતર પાપનો અભ્યાસ, તેમ શુદ્ધ સ્વરૂપની સન્મુખતાનો વારંવાર અભ્યાસ, અનુભવ કરતાં સ્વરૂપનો લાભ થાય છે. આકરી વાત છે. દુનિયા એ ધર્મને કયાંય, કયાંય કલ્પી બેઠી છે. જ્યારે ધર્મ તો વસ્તુના સ્વરૂપની પ્રાતિને કહે છે. શુદ્ધ સ્વભાવ, તેની પર્યાયમાં પ્રાપ્તિ થવી તેને ધર્મ કહે છે. એ વ્રત, તપ, ભક્તિ ને પૂજા, દયા ને દાન, હિંસા ને જૂઠ એ બધો વિકારનો લાભ છે. અર્થાત્ વિકાર છે. આકરી વાતું ભાઈ ! અહીંયા તો એ કહ્યું કે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? “પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ” તેની પ્રાપ્તિથી થાય છે. “પદ્રવ્યનો સર્વથા ત્યાગ” બે વાત કરી. તે દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પનો રાગ હો! પરંતુ એ રાગનો ત્યાગ અને શુદ્ધ સ્વભાવની પવિત્રતાનો લાભ તેને અહીંયા સમ્યગ્દષ્ટિ ને ધર્મી કહે છે. પેલા કહે– વ્રત પાળો, દયા પાળો, તપસા કરો Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ કલશામૃત ભાગ-૪ એ બધું સહેલું સટ હતું- રખડવામાં. કેમકે- એ રાગની ક્રિયા છે ભાઈ ! તને ખબર નથી. તે રાગમાં વસ્તુનો સ્વભાવ આવ્યો નથી- (અનુભૂતિ થતી નથી) કેમકે તે તો વિભાવ છે. ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગ જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે પ્રભુ!તારામાં. તારાપણું કંઈ છે કે નહીં? શું વિકારપણું એ તારાપણું છે? તારામાં શુદ્ધપણું તે તારાપણું છે. એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈ, નિમિત્ત, રાગ,પર્યાયથી વિમુખ થઈ. પૂર્ણતાની સન્મુખ થતાં જે શુદ્ધતાનો પર્યાયમાં લાભ થાય છે તે વસ્તુનો સ્વભાવ છે- તે ધર્મ છે. અંદર ભગવાન આત્મામાં તો એકલી વીતરાગતા ભરી છે. કેમ બેસે?! એ વીતરાગ સ્વરૂપે જ ભરેલો પ્રભુ છે. શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈને, વર્તમાન દશામાં એટલે પર્યાયમાં વીતરાગપણાનો લાભ થવો તેનું નામ અનુભવ ને ધર્મ છે. અરે! આવી વાતો છે. સાંભળવી પણ કઠણ પડે. અરે! શું થાય!! લોકો બહારમાં (ધર્મમાની) અટવાયને જિંદગી કાઢે છે. અહીંયા કહ્યું કે- “પદ્રવ્યનો સર્વથા ત્યાગ” પરદ્રવ્ય કોને કહ્યું? દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ તે પરદ્રવ્ય છે. કેમકે તે આત્મામાંથી નીકળી જાય છે. એ સત્ દ્રવ્યનું સ્વરૂપ હોય તો એ નીકળે નહીં. રાગનો જે વિકલ્પ વૃત્તિ છે તેનો સર્વથા અભાવ થઈ જાય છે. સર્વથા કેમ કહ્યું? દયા, દાનનો જે અંશ છે, રાગના વિકલ્પનો જે અંશ આવે છે તેનાથી કાંઈ લાભ થાય તેવી ચીજ નથી. સ્વરૂપનો લાભ અને પરદ્રવ્યનો સર્વથા ત્યાગ એવા કારણથી વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ તો વીતરાગ માર્ગ છે. | સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ જે પૂર્ણ વીતરાગી અને પૂર્ણ જ્ઞાની થયા; તો એ પૂર્ણ વીતરાગતા અને પૂર્ણ જ્ઞાન આવ્યું તે કયાંથી આવ્યું? એ કયાંય બહારથી આવે છે? અંદરમાં પૂર્ણ જ્ઞાન ને વીતરાગતાથી પૂર્ણ ભરેલું તત્ત્વ જ. એ આત્માની સન્મુખની દૃષ્ટિ ને જ્ઞાન ને રમણતા થઈ એ સ્વરૂપની પ્રાપ્તિનો લાભ થયો કહેવાય છે. આવું નિશ્ચય ને આવી વાતું છે. પરમ સત્ય વાત તો આ છે. (પૂ. ગુરુદેવશ્રી સ્વપ્નની વાત કહે છે ) આજ રાત્રે સરખી ઊંઘ નહોતી આવી, જરા કાચી ઊંઘ હતી. પાછલા પહોરે જરા આંખ મિચાણી. ચાર-સાડા ચારે આવીને કોઈએ પૂછ્યું કે– (આત્માને અનુભવવાની) કૂંજી બતાવો. ભાષા ગૂંચી એમ ન હતી. કોઈ હિન્દી હશે ! તમારી હિન્દી ભાષામાં કૂઝી” શબ્દ છે. મેં ગુજરાતીમાં ઉત્તર આપ્યો કે- કૂઝી તો આ છે ભાઈ ! આ તો સ્વપ્નાની વાત છે પાછલા પહોરે આવેલું! આત્મ જ્ઞાન તે કૂકી છે અને તે કેમ? એને તો એમ કહ્યું કે- “એકને જાણે તે સૌને જાણે”, આટલું કહ્યું! જે ભગવાન આત્માને જાણે તે બધાને જાણે છે. એ કોનો પ્રશ્ન હતો.? પણ “મૂંઝી” એટલો શબ્દ હતો. કોઈ હિન્દી હશે ! કોઈક કૂઝી બોલ્ય” તું! આપણે તો કૂંચી કહીએ છીએ. આ તો અડધી મિનિટ ચાલ્યું. ભાઈ ! કૂઝી તો આ છે. આ આત્માનું જ્ઞાન અને રાગ, પુણ્ય-પાપનું પરનું જ્ઞાન એ તો અજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે? આત્માની પર્યાય છે તે એક અંશ છે, તેટલુંય જ્ઞાન નહીં, રાગનું Page #303 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૬ ૨૮૭ નહીં, પુણ્યનું નહીં, વ્યવહારનું નહીં, પરનું નહીં પણ એક સમયની પર્યાય એનુંય જ્ઞાન નહીં. આત્મજ્ઞાન એટલે? આત્મા જે ત્રિકાળી દ્રવ્ય આનંદકંદ પ્રભુ છે એ ધ્રુવનું જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં આવે છે. આવો ધર્મ! જૈનધર્મ આવો હશે !? વ્રત પાળવા; દયા પાળવી; છ પર્વી લીલોતરી ન ખાવી; છ પરબી બ્રહ્મચર્ય પાળવું વગેરે આવી વાતની તો અમને સમજ હતી. ભાઈ ! એ તો પરલક્ષી રાગ હતો, એ ધર્મ નહીં. શ્રોતા:- શુદ્ધભાવની માસ્ટર કૂંચી કહો..! ઉત્તર- એ કૂંચીની વાત જ કહીએ છીએ ને! સ્વ સ્વરૂપ વસ્તુની પ્રાપ્તિ એમ કહ્યું ને! રાગાદિ જે પર છે તેનો ત્યાગ. કેમકે- જે રાગાદિ છે, પુણ્ય-દયા-દાન-વ્રતાદિ તે બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ પુદ્ગલની પ્રજા છે- તે જડની પ્રજા છે, તે તારી પ્રજા અર્થાત્ પર્યાય નહીં. તારી પ્રજા તો જે વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે તેનો પર્યાયમાં અનુભવ થવો, સમ્યગ્દર્શન જ્ઞાન થવું એ પ્રજા ને એ તારી પર્યાય કહેવામાં આવે છે. પર્યાય શું છે? એ પણ હજુ સાંભળ્યું ન હોય. વીતરાગ જૈનદર્શનના એકડાનું પહેલું મીંડુ છે દ્રવ્ય-ગુણ-પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ તેને કહીએ... આ પૈસા તે દ્રવ્ય નહીં. તે તો ધૂળ છે. દ્રવ્ય એટલે અનંતગુણનો પિંડ જે નિર્મળતાને દ્રવે-વહે. પાણીમાં જેમ તરંગ ઊઠે તેમ ભગવાન દ્રવ્ય એટલે અનંત આનંદાદિ અનંતગુણનો પિંડ એ દ્રવે ત્યારે પર્યાયમાં શાંતિ ને આનંદ આવે. એ દ્રવે છે માટે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. એ દ્રવ્યમાં અનંત જ્ઞાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું છે કે પ્રભુ? તારી વસ્તુમાં અનંતજ્ઞાન છે ને નાથ! અતીન્દ્રિય અનંત આનંદ ભર્યો છે ને ભાઈ ! હરણિયાની નાભિમાં કસ્તૂરી, પણ મૃગલાને તેની ખબર નથી. એમ પ્રભુ તારા સ્વભાવમાં એકલો આનંદ ભર્યો છે. અરે ! આવું સાંભળ્યુંય ન હોય !! શ્રોતાઃ- એકલો ખરો પણ કેટલો? ઉત્તર- જેનો સ્વભાવ અનંત છે તેનું માપ ન હોય; તેને હદ ન હોય; તેને મર્યાદા ન હોય વસ્તુ છે તેનો સ્વભાવ છે. સ્વ નામ પોતાનો ભાવ-સ્વથી એનો પોતાનો ભાવ. જેમ વસ્તુ અનાદિ અનંત ભગવાન આત્મા છે તેમ તેના જ્ઞાન, આનંદ આદિ ગુણો પણ અનાદિ અનંત ધ્રુવ છે. એ ધ્રુવને અવલંબીને એ ધ્રુવનો આશ્રય કરીને અને જે પર્યાયમાં રાગનો આશ્રય હતો તેની દૃષ્ટિ છૂટી ગઈ. હવે ત્રિકાળી ભગવાનનો આશ્રય થયો. એમાંથી જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ તેની પર્યાય- પ્રજા અને તેને ધર્મ કહેવામાં આવે છે. અરે! આવા શબ્દોમાં ટૂંકી વાત છે. સમજાણું કાંઈ એ શું કહ્યું? પોતાનો લાભ, ૫રદ્રવ્યનો ત્યાગ, એટલામાં બધું આવી ગયું. સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય! તેની પર્યાયમાં આ ઠીક છે તેવો તેનો લાભ અને રાગાદિ સર્વનો ત્યાગ તેનું નામ વસ્તુત્વ ધર્મની પ્રાપ્તિ કહેવામાં આવે છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કલશાકૃત ભાગ-૪ (મંદાક્રાન્તા) सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।।५-१३७ ।। ખંડાન્વય સહિત અર્થ-આ પ્રસંગે એમ કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી; ત્યાં કારણ એ છે કે સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણા જ લૂખા છે, તેથી ભોગ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે. જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે તેઓ પરિણામોથી ચીકણા છે, મિથ્યાત્વભાવના એવા જ પરિણામ છે, સહારો કોનો છે? ત્યાં તે જીવો એવું માને છે કે અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ, અમારે પણ વિષયસુખ ભોગવતાં કર્મનો બંધ નથી; પરંતુ તે જીવો ભ્રાન્તિમાં પડયા છે, તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાદેષ્ટિ અવશ્ય છે. મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે-“તે રજિ: અદ્યાપિપાપ:"(તે) મિથ્યાષ્ટિ જીવરાશિ (રાશિન:) શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે, (અદ્યાપિ) કરોડ ઉપાય જો કરે અનંત કાળ પર્યત તોપણ (પITI:) પાપમય છે, જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે, માનિન્ય છે. શા કારણથી એવો છે? “યતઃ સચવત્ત્વરિT: સત્તિ” (યત:) કારણ કે વિષયસુખરંજિત છે જેટલો જીવરાશિ તે, (સમ્યવસ્વરિ]: સત્તિ) શુદ્ધાત્મસ્વરૂપના અનુભવથી શૂન્ય છે. શા કારણથી?“માત્માનાભાવમવિરદાન” (માત્મ) શુદ્ધ ચૈતન્ય વસ્તુ, (અનાત્મ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમનું(વામ) હે ઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું (વિરદા) શૂન્યપણું હોવાથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાદેષ્ટિ જીવને શુદ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે, તેથી મિથ્યાષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે, પર્યાયમાત્રમાં અત્યંત રત છે; તે કારણે મિથ્યાષ્ટિ સર્વથા રાગી હોય છે, રાગી હોવાથી કર્મબંધના કર્તા છે. કેવા છે મિથ્યાદેષ્ટિ જીવ? “મયમ મદં સ્વયમ સચદષ્ટિ: નાતુ ને વધુ: ચાત” “(સયમ કદં) આ જે છું હું, તે (સ્વયમ્ સચદ:) સ્વયં સમ્યગ્દષ્ટિ છું, તેથી (નાતુ) ત્રણે કાળ (મેવશ્વ: રચાતુ) અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી;-“તિ બાવરન્ત” એવા જીવ એવું માને છે તો માનો, તથાપિ તેમને કર્મબંધ છે. વળી કેવા છે? “સત્તાનોત્પવિના:”(ઉત્તાન) ઊંચા કરી (ઉત્પન) ફુલાવ્યાં છે (વના:) ગાલમુખ જેમણે, એવા છે. “જિ” અથવા કેવા છે?“સમિતિપતાં માનન્તા "(સમિતિ) Page #305 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૨૮૯ મૌનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું, તેનું (પરતાં) સમાનરૂપ સાવધાનપણું, તેને (માનવુન્તા) અવલંબે છે અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો, એવા છે; તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાષ્ટિ છે તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે અમે સમ્યગ્દષ્ટિ, અમને કર્મબંધ નથી એવું મુખથી ગરજે છે, કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મૌન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં આ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાદેષ્ટિ છે, રાગી છે, કર્મબંધને કરે છે. પ-૧૩૭. કળશ .-૧૩૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૭–૧૩૮–૧૩૯ તા. ૦૧-૦૨-૦૩/૧૧/'૭૭ આ પ્રસંગે એમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી.” જેને સમ્યગ્દર્શન – સત્યદર્શન થયું છે તેવા (જીવની વાત કહે છે). પરમાત્મા પોતે વીતરાગ મૂર્તિ છે. તેનો ત્રિકાળ સ્વભાવ અને શક્તિ છે. એવા આત્માની સમ્યક પ્રતીતિ અને તેનું જ્ઞાન કરીને એટલે જાણીને પ્રતીતિ થઈ તેને સમ્યગ્દષ્ટિ કહે છે. એવા જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ થતો નથી એ શું કહ્યું? તેને કર્મનો બંધ નથી....એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે બંધન તે સમ્યગ્દષ્ટિને નથી. તેને વિષય ભોગવવામાં આસક્તિ પણ છે. આસક્તિ છે તેથી અસ્થિરતાનો દોષ છે. તો પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે કર્મ બંધાય છે તે બંધન તેને નથી. આવો ધર્મ ક્યાંથી કાઢયો? કોઈ એમ કહેતું હતું કે- આ નવું ક્યાંથી કાઢયું? આ નવો માર્ગ નથી ભગવાન! અનાદિનો વીતરાગ જિનેન્દ્ર પરમાત્માનો આ માર્ગ છે. લોકોને સાંભળવા મળ્યો ન હોય તેથી નવો લાગે....પણ નવો નથી. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ આ રીતે કહેતા આવે છે... અને કહે છે, અને કહેશે!! એમાં કોઈ બીજી વાત છે નહીં. ત્યાં કારણ એ છે કે સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણાજ લૂખા છે.” ઘણાં જ લૂખા” એટલે? એટલે કે તેપાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઊભો દેખાય, જરા આસક્તિ પણ હોય અસ્થિરતાની તો પણ પર તરફના તેનાં પરિણામ ઘણાં જ લૂખા છે. એટલે કે- જેને આસક્તિનો પણ રસ નથી, રસ આત્માનો છે. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેના રસની આગળ આસક્તિનો રસ અને તેમાં સુખબુદ્ધિ જેને ઊડી ગઈ છે. “ત્યાં કારણ એ છે કે – સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણા જ લૂખા છે, તેથી ભોગ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ કલશામૃત ભાગ-૪ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય;” સમ્યગ્દષ્ટિ જીવ એટલે ધર્મની પહેલી સીઢી, ધર્મ અર્થાત્ મોક્ષ મહેલનું પહેલું પગથિયું.... એવો સમ્યગ્દષ્ટિ જીવ તેને ભોગ એવો લાગે છે કે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય! ધર્મી જીવને આત્માના આનંદના સ્વાદ આગળ ભોગનો રાગ કાળા નાગ જેવો દેખાય છે. રોગનો ઉપસર્ગ જાણે આવ્યો હોય માણસને સર્પ, વિંછી કરડે અને ઉપસર્ગ આવે એમ ધર્મીને ભોગનો જે રાગ છે તેને ઉપસર્ગ જાણે છે. અજ્ઞાની એ રાગને મીઠાશથી વેદે છે. આટલો ફેર છે. જ્ઞાની ભોગને રોગ સમાન દેખે છે. ભગવાનની સ્તુતિમાં આવેલું ને કે- “ભૂજંગભોગ” ભોગને ભૂજંગ જાણે છે...ભૂજંગ એટલે કાળો નાગ ફેણ ચડાવે અને (તેનાથી ભાગે) તેમ સમ્યગ્દષ્ટિ જીવને આત્માના સ્વાદની આગળ...એ ભોગનો ભાવ કાળા નાગ જેવો લાગે છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં હો ! સ્ત્રી કુટુંબમાં હો! પણ એ ભાવને કાળા નાગ જેવો દેખે છે – તેને ઝેર દેખે છે. ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થતાં આનંદના સ્વાદ આગળ, ભોગના રાગને રોગ સમાન જાણે છે. ધર્મની આવી વાતો છે. જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે.” કેમ કર્મ બંધ નથી ? સમ્યગ્દષ્ટિને ભોગના ભાવ બંધન કેમ નથી? તે તેને કાળો નાગ અને રોગ દેખે છે. તેથી એને તેનું બંધન નથી. ભોગના ભાવને દુઃખ દેખે છે. આનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે.....તેના સ્વાદનું જેને ભાન થયું છે તે ભોગના રાગને રોગની જેમ દેખે છે. આ આવો ઉપદેશ કેવો! પેલામાં આવતું કે -છકાય જીવની દયા પાળવી. તેની દયા પાળવી કે તારે તારી દયા પાળવી! તેની અહીંયા વાત છે. તું જેવડો છો તેવડો માને ત્યારે દયા પાળી કહેવાય. એવડો અને એવો ન માનતાં આત્માને રાગ જેવડો માનવો તેમાં તેણે આત્માની હિંસા કરી છે. સમજાણું કાંઈ? સ્વ દયા એટલે? જે પૂર્ણ આનંદ ને પૂર્ણજ્ઞાન, પૂર્ણશાંતિના સ્વભાવનો સાગર પ્રભુ છે તેને તેટલો ને તે રીતે કબૂલવો, જાણવો, અનુભવવો તેનું નામ સ્વની દયા કહેવામાં આવે છે. એને એ રીતે અને એટલો ન માનવો અને દયા-દાનનાં પરિણામ જેટલો આત્મા છે તે જીવની હિંસા છે. ભોગના મીઠાશ જેટલો માનવો, એક સમયની પર્યાય છે એટલો આત્માને માનવો તે જીવની હિંસા છે. તે પોતાના ભગવાનની હિંસા છે. આવી વ્યાખ્યા કેવી ? જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્માનો આ હુકમ છે. દુનિયા માને ન માને તેથી કાંઈ વસ્તુ ફરી ન જાય !? શ્રોતા- દુનિયા માને એમ જ કરોને....! ઉત્તર:- એ માને એની તો આ વાત ચાલે છે. માનવું ન માનવું એ તો એની ઉપર છે. જેની વૃત્તિ-મીઠાશ પરમાં છે તે માને શી રીતે? જેણે ચીજને દેખી નથી તેને માનવી શી રીતે? અહીંયા તો સમ્યગ્દર્શન ને જ્ઞાનમાં વસ્તુને દેખીને જાણી ને અનુભવી છે ધર્મીને જે ભોગનો રાગ આવે છે તેને ઝેરીલો નાગ જાણે છે. જેમ નાગને આવતો દેખેને Page #307 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૨૯૧ એમ રાગને દેખે છે. એનાથી કેમ જલ્દી છૂટવું એમ વિચારે છે. જ્યારે અજ્ઞાની તેની મીઠાશના પ્રેમમાં પ્રવાહમાં દોરાય જાય છે. અંદરની વસ્તુ અંદર પડી રહે છે. સમજાણું કાંઈ? આવું છે!! કાંઈ સમજાણું? એમ ! તો શું કહેવા માગે છે એ પધ્ધતિથી વાત સમજાય છે? એમ ! ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ પરમાત્માની આ આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ જીવને ભોગથી કર્મનો બંધ નથી. કેમ નથી ? કે તેને રાગ છે તે દુઃખ લાગે છે. અરે! મારો નાથ આનંદ સ્વરૂપ પ્રભુ છે, એવા આનંદને માનનારો છે તે રાગના ભોગને દુઃખ માને છે. રોગ માને છે. આ રોગ આવ્યો તેમ દેખે છે. જે તેને રોગ સમજે છે તેને બંધ નથી. પરંતુ તેને રોગ ન સમજતાં એ મારી પ્રેમવાળી ચીજ છે એમ માનનારને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ છે. મિથ્યાત્વ એટલે અનંત સંસારનું કારણ. જેને રાગની મીઠાશ વર્તે છે. પછી તે પાપના રાગની હો કે પુણ્યના રાગની હો! પણ જેને મીઠાશ વર્તે છે તે સ્વભાવનો અનાદર કરનારો અજ્ઞાની મિથ્યાત્વને સેવે છે. ધર્મીને પુણ્યના પરિણામ આવે તે જુદી વાત છે. આવા ભોગના આસક્તિના ભાવ આવ્યા તેને સાધક રોગ અને દુઃખ દાયક જાણે છે. કેમ કે તેણે પોતાનું સ્વરૂપ આનંદ છે એવું જાણું છે. એ આનંદની સાથે મેળવે છે તો તેને દુઃખ લાગે છે. માર્ગ તો આવો છે ભાઈ ! દુનિયાએ મારગને વિંખી નાખ્યો પિંખી નાખ્યો છે. આવા મારગને કંઈક ઊંધા રૂપ આપી દીધા છે. અરે...પ્રભુ! જિંદગી ચાલી જાય છે. અહીં કહે છે કે – સમ્યગ્દષ્ટિને ભોગ ભોગવતાં, વિષય ભોગવતાં કર્મનો બંધ નથી. શા કારણથી નથી? સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણાં લૂખા છે. સમ્યગ્દર્શન થતાં તેને વીતરાગ ભાવ પ્રગટયો છે એથી રાગ આવે તો પણ તેમાં રુચિ નથી. ભોગના રાગના ભાવની તેને રુચિ નથી. અંતરમાં તેને પોસાતું નથી પણ રાગ આવે છે. પોસાણ નથી, રુચિ નથી માટે તેને બંધ થતો નથી. ક્યો બંધ નથી ? મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો બંધ તેને નથી. આસક્તિ છે તેટલો ચારિત્રમોહનો તેને બંધ છે, એને અહીંયા ગૌણ ગણ્યો છે. મુખ્ય બંધ મિથ્યાત્વનો નથી તેથી તેને ભોગમાં નિર્જરા છે એમ કહેવામાં આવે છે. જો ભોગમાં નિર્જરા હોય તો તો ભોગ છોડીને અંદરમાં ચારિત્ર અંગીકાર કરવું એ રહેતું નથી. આ કઈ અપેક્ષાએ કહે છે કે – ભોગમાં નિર્જરા છે ધર્મીને અંદરના પરિણામ લૂખા છે. તે ભોગને રોગ સમાન ભાળે છે. તેથી તેને કર્મનો બંધ નથી. એમ જ છે. જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે,”જોયું? પાંચ ઇન્દ્રિયોના વિષય તરફમાં આબરુને સાંભળી રાજી થાય, આંખે સુંદર રૂપ દેખીને રાજી થાય, સુગંધ દેખીને રાજી થાય, રસ દેખીને રાજી થાય, ભોગનો સ્પર્શ દેખીને રાજી થાય એ મિથ્યાષ્ટિ પાંચ ઇન્દ્રિયના વિષયનો લોલુપી છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન તેનો અનાદર કરીને... એ પાંચ ઇન્દ્રિયના વિષય સુખને ભોગવી તેમાં સુખ માને છે. એ પાંચે ઇન્દ્રિયના વિષયમાં અજ્ઞાની સુખ માને છે. સુંદર રૂપાળું શરીર, ૨૫-૩૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કલશામૃત ભાગ-૪ વર્ષની યુવાન અવસ્થા હોય, પત્ની પણ યુવાન હોય...તે ભોગમાં મીઠાશ માને છે તે મૂઢ જીવ અનંત સંસારના બંધનને કરે છે. આવો માર્ગ છે.....! “તેઓ પરિણામોથી ચિકણા છે.” સમ્યગ્દષ્ટિમાં એમ લીધું હતું કે- લૂખા છે. અહીંયા પરિણામમાં ચિકણા છે. તેને એક પણ ઇન્દ્રિયના વિષયમાં રાજીપો, ખુશીપણું ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એ તો તેમાં રાજી રાજી થઈ જાય છે. મને પૈસા મળ્યા, મને ભોગ મળ્યો, મને આબરુ મળી, મારી પ્રશંસા થઈ એમ પર પદાર્થમાં ખુશીપણું થઈ જાય છે. એથી તે અનંત સંસારના કર્મને બાંધે છે. જ્યારે સમ્યગ્દષ્ટિને રાગ આવે તે અસ્થિરતાની વાત છે. અસ્થિરતાનો રાગ આવે પણ તેમાં રસ નથી. શ્રોતા:- લૂખુ લૂખુ ભોજન કરે તો પછી ક્યાં રાગ રહ્યો? ઉત્તર- ભોજન લૂખુ કરે પણ અંદર રાગ કરે. અંદર ખાવાના ભાવમાં રાગ છે તેમાં મને મજા પડે છે એમ માને છે. ભલે લૂખ ખાય તો પણ તે ધર્મનો ત્યાગી છે અને રોગનો ભોગી છે. ભરત ચક્રવર્તી જેવા સમ્યગ્દષ્ટિ છે તે આહારમાં બત્રીસ કોળિયાનો આહાર લ્ય છે. એનો એક કોળિયો એવો હોય છે કે તેને છનું કરોડપાયદળ ન પચાવી શકે. તેના ખોરાકમાં હિરાની ભમ્મુ, ત્રાંબાની ભમ્મુ, લોખંડની ભમ્મુ, મણિ-રત્નની ભમ્મુનો બનેલ હોય છે. ચક્રવર્તીની દાસી એવી (બળવાની હોય કે હીરાને હાથમાં લઈને બીજા હાથથી મસળી –ભૂકો કરી, તેની ભસ્મને રોટલીના લોટમાં નાખે....એવો બત્રીસ કોળિયાનો આહાર ખાય તો પણ તે ભોગનો ભોગી નથી. તેમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને તેમાં રસ આવે છે, જ્ઞાનીને તેમાં દુઃખ લાગે છેઆટલો ફેર છે. મિથ્યાત્વ ભાવના એવા જ પરિણામ છે- ચિકણા પરિણામ અજ્ઞાનીના છે. ભલે ! એકલો ખાખરો ખાતો હોય... પણ એમાં એને રાગની મીઠાશ છે. શ્રોતા તો એ શું ખાય છે? ઉત્તર- તે ચિકણો રાગ ખાય છે. આવી વાતું છે. “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. મિથ્યાદેષ્ટિને ભોગમાં રાજીપો હોવાથી તેને ખુશીથી ભોગવે છે તેથી તેને કર્મબંધન છે. અને જ્ઞાનીને બત્રીસ કોળિયામાંનો એક કોળિયો છનું કરોડ પાયદળ પચાવી ન શકે તેવા બત્રીસ કોળિયાનો દરરોજનો આહાર લ્ય છે. ચક્રવર્તીનો આહાર તૈયાર કરવા ત્રણસો સાંઈઠ રસોયા હોય છે. તેને ત્રણસો સાંઈઠ દિવસમાં એક દિવસ રસોઈ કરવાની હોય...તો પણ તે ત્રણસો સાંઈઠ દિવસ તૈયારી કરે, એ રસોયાઓનો અમલદાર હોય તે હુકમ કરે કે- આજ મહારાજ માટે....આ ચીજ કરજો, એ ચીજ પણ કેવી હીરાની ભસ્મ નાખેલો શીરો આવે, લાડવા આવે..પણ એ બધા પુદ્ગલ Page #309 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૨૯૩ માટી જડ છે. તેના પ્રત્યેનો ઉત્પન્ન થયેલો રાગ ઝેર છે – દુઃખ છે. તેમાં તેને ક્યાંય ગોઠતું નથી. એ ધર્મીને એવા રાગમાં ક્યાંય ગોઠતું નથી. અજ્ઞાની એ રાગમાં ગોઠવાય ગયો છે. હવે જ્ઞાની, અજ્ઞાનીના આંતરા કોણ જાણે? મિથ્યાત્વના એવા જ પરિણામ છે, સહારો કોનો છે?” એમાં બીજી જરૂરિયાત અને મદદ કોની? અજ્ઞાનીને વિષયમાં પ્રેમ છે, રાગ છે, સુખબુદ્ધિ છે. જ્યારે સમકિતીને રાગમાં સુખબુદ્ધિ નથી. તેને ઝેરબુધ્ધિથી દેખે છે. આ રીતે અંદરમાં બન્નેના પરિણામમાં તફાવત છે. “એમાં સહારો કોનો?” “ત્યાં તો જીવો એવું માને છે કે “અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ” અમે પણ લૂખુ ખાઈએ છીએ........ આવું ખાઈએ તેથી ધર્મી છીએ. અમારે પણ વિષય સુખ ભોગવતાં કર્મબંધ નથી – એમ અજ્ઞાની માને છે. અમે પણ ધર્મને માનનારા છીએ, વીતરાગને માનનારા છીએ, તેથી અમને ભોગમાં બંધ નથી. દૃષ્ટિમાં મિથ્યાત્વ છે છતાં એ એમ માને છે કે – ભોગ ભોગવતાં અમને નિર્જરા છે. આહાહા! અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ...અમને કર્મ નથી, એવા જીવો ભ્રાંતિમાં પડયા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો એટલે પ્રશંસાના શબ્દો, આંખનું સુંદર રૂપ, રૂપ દેખવામાં, સુગંધ મીઠાશ લાડવાનો, રસ રસગુલ્લા, મેસુબ, સ્ત્રીના ભોગનો સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અજ્ઞાની એમ કહે છે કે-એ ભોગ અમને નિર્જરાનું કારણ છે. અમારે બંધ નથી એમ માનનાર મૂઢ છે. ભોગમાં મીઠાશ લાગે છે અને બંધ નથી એમ કહે છે એમાં સુખબુધ્ધિ પડી છે અને કહે છે અમને બંધ નથી. એમ ન ચાલે બાપા! આ કાંઈ પોપાબાઈનું રાજ નથી. “તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાષ્ટિ અવશ્ય છે.” કેમ કે મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી. આત્મા સિવાય જેટલા પુણ્યપાપના ભાવ ને શરીર મળે, પૈસા આદિ મળે એ બધી પુદ્ગલની સામગ્રી છે. જડની સામગ્રીમાં જેને પ્રેમ છે તે મિથ્યાત્વ વિના પ્રેમ હોય શકે નહીં. સચ્ચિદાનંદ પ્રભુ આનંદનો નાથ તેનો પ્રેમ છોડીને કર્મની સામગ્રીમાં જેને પ્રેમ ચોંટયો છે તે મિથ્યાદેષ્ટિ જીવ છે. કદાચિત્ તે ભોગને ન ભોગવે તો પણ તેને બંધનું કારણ છે. આવી વાતું કેવી? મારગ તો આવો છે ભાઈ ! આહાહા! અનંતકાળ એણે મૂઢપણે ગાળ્યો છે. અનંત અવતાર કરીને બાપા! એ માણસ છે તે મરીને જાય ઢોરમાં, અને ઢોર મારીને નરકમાં જાય...ભાઈ ! આવા અવતાર તો અનંત કર્યા છે.........મિથ્યાત્વને લઈને.....પણ તેને ભૂલી ગયો. તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મીઠાશ લાગી છે. જેમાં ઝેર છે – દુઃખ છે તેમાં તેને મીઠાશ લાગી છે તેણે આત્માને મારી નાખ્યો છે. અતીન્દ્રિય આનંદના નાથનો તેણે અનાદર કર્યો છે. પંચેન્દ્રિયના વિષયોમાં સુખપણું માન્યું એ જ મિથ્યાત્વભાવ – મહા જૂઠો ભાવ છે તે સંસારમાં રખડવાનું કારણ છે. “મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે.” પુણ્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ કલશામૃત ભાગ-૪ ને પાપના ભાવ અને એના ફળ એ બધી કર્મની સામગ્રી છે. એ દુશ્મન –વેરીની સામગ્રી છે. એના પ્રત્યે જેને પ્રેમ છે તેને આનંદના નાથ ભગવાન આત્મા પ્રત્યે અપ્રેમ –દ્વેષ છે. જે કાંઈ શુભાશુભ રાગ અને તેના ફળના પડખે ચડીને પ્રેમી થયો છે તેને આનંદનો નાથ સચ્ચિદાનંદ આત્મા તેનો દ્વેષ છે. અરે...... આવી વ્યાખ્યા કેવી ? બાપુ ! અપૂર્વ વાત કાંઈક રહી જાય છે. “તે રાશિન: અદ્યાપિ પણપા: મિથ્યાર્દષ્ટિ જીવરાશિ શરીર-પંચેન્દ્રિયના ભોગ સુખમાં અવશ્ય રંજિત છે.” જોયું !! તેને એમાં સુખબુધ્ધિ છે. તે રાગના રંગમાં રંગાય ગયો છે. અહીં ‘રંજિત’ કહ્યું ને ! ? હજુ આગળ કહેશે કે – પંચમહાવ્રત પાળે, સમિતિ ભલે પાળે, “સમિતિ પરતાં” જોઈને ભલે ચાલે....પણ અંદરમાં રાગના પ્રેમમાં પડયો છે. તે ભલે પુણ્યનો રાગ છે પણ તે પુદ્ગલનો પાક છે. તેમાં એને પ્રેમ ને રુચિ છે, તે મહાવ્રત અને પાંચ સમિતિ પાળવા છતાં તે પાપી મિથ્યાર્દષ્ટિ છે. આવી વાતું છે. સમ્યગ્દષ્ટિ જીવ, છખંડના રાજ્યમાં પડયો દેખાય છતાં તેને રાગમાં પ્રેમ અને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. મારો નાથ અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છે.તેના પ્રેમના, રસના સ્વાદ આગળ બધામાંથી સ્વાદ ઊડી ગયો છે. તેને કર્મબંધન નથી – તીવ્ર બંધન નથી. અને પેલાને તો મિથ્યાત્વનું અને અનંતાનુંબંધીનું મહાપાપનું બંધન છે. તેને કર્મની સામગ્રી પ્રત્યે પ્રેમ છે અને આત્માની સામગ્રી પ્રત્યે તેને દ્વેષ છે. અનંત આનંદ ને જ્ઞાનનો સાગર ભગવાન તેના પ્રત્યે તેને અરુચિ છે અને એને રાગની રુચિ છે. આવી વાતું હવે બાપુ ! આ તો મારગડા વીતરાગના. પ્રભુ તું વીતરાગ સ્વરૂપ છો ભાઈ ! એનો મારગ, એમાં જવાનો, એમાં ઠરવાનો કોઈ અલૌક્કિ છે. એ બહા૨ના કોઈ સાધનથી અંદરમાં જવાય એવું નથી. એટલે કે રાગની મંદતાના સાધનોથી અંદ૨માં જવાય એવું તો છે નહીં. એ વાત આગળ કરશે. પંચ મહાવ્રત પાળે, અહિંસા, સત્યવ્રત, બ્રહ્મચર્ય, જીવનપર્યંત શીલ પાળે પણ અંદ૨માં જે રાગનો ભાવ આવે છે તેનો એને પ્રેમ છે. પછી તે દયાદાનના રાગનો રાગ હો ! વ્રતનો હો ! પણ તેનો જેને પ્રેમ છે તે મિથ્યાર્દષ્ટિ રાગમાં સુખ માને છે. ગજબ વાત કરી છે ને !? એ પંચ મહાવ્રત આદિ રાગ છે. તેને સાધન માને છે. મારા સુખનું એ સાધન છે. આહાહાહા....! આકરી વાત પડે તેથી શું કરે. મારો ધ૨મ જે વીતરાગ સ્વભાવ એમાં એ વ્રત અને તપનો જે ભાવ રાગ એ સાધન છે. એનાથી સાધ્ય પ્રગટશે એવો મિથ્યાર્દષ્ટિ જીવ પંચમહાવ્રત અને પાંચ સમિતિમાં તત્પર રહેલો હોય, છતાં તે મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા.... ! સમજાણું કાંઈ ! પ્રવચન નં. ૧૩૮ તા. ૦૨/૧૧/’૭૭ “મિથ્યાત્વ ભાવ વિના કર્મનીસામગ્રીમાં પ્રીતિ ઉપજતી નથી એમ કહે છે.” જૈનમાં જન્મ્યા તેને જૈન ધર્મ શું ! તેની ખબર નથી. એનો વિસ્તાર આવવાનો છે. મિથ્યાત્વ વિના Page #311 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૨૯૫ એટલે વિપરીત શ્રધ્ધા વિના એટલે કે અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા એ વિના પર પદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. રાગ અર્થાત્ દયા-દાન-તપ-ઉપવાસ-આદિનો જે વિકલ્પ ઊઠયો તે રાગ છે. એ રાગની જેને રુચિ છે. રાગ જેને પોસાય છે. તે મિથ્યાષ્ટિપણા વિના હોય શકે નહીં. શ્રોતા :- રાગ તો જ્ઞાની જીવને પણ હોય છે. ઉત્તર- રાગ છે પણ તેની પ્રીતિ નથી. રાગને જ્ઞાની-ધર્મી-પરશેય તરીકે જાણે છે. આવી વાત કયાં છે! એ અનંતકાળમાં ભલે ઉપવાસ કરતો હોય-મહિનાના, બબ્બે મહિનાના જાવ્યજીવનું બ્રહ્મચર્ય વ્રત પાળતો હોય એ બધોય ભાવ શુભરાગ છે. અને એ રાગમાં જેને પ્રેમ છે. તેને આત્માના સ્વભાવ તરફ વૈષ છે. તેથી તે મિથ્યાષ્ટિ છે. આ ૧૩૬ માં બધું આવી ગયું છે. “શુધ્ધ ચૈત્ન માત્ર મારું સ્વરૂપ છે. દ્રવ્યકર્મ -ભાવકર્મ- નોકર્મનો વિસ્તાર પરાયો છે.-પુદ્ગલ દ્રવ્યનો છે. આહાહા ! એ શુભ ને અશુભ ભાવ જેના ફળ તરીકે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, આબરુ આદિ એ બધો જડનો-પુદ્ગલનો વિસ્તાર છે. એ જડપુગલની સામગ્રી છે. શ્રોતા :- દિકરાને જડ માનવો? ઉત્તર- ખરેખર આ જીવપણું એમાં નથી તેથી ખરેખર એ અપેક્ષાએ તો એ બધા જડ જ છે. દિકરો મારો છે એવો જે ભાવ તે મહા મિથ્યાત્વભાવ છે, તે અનંત સંસારનું કારણ છે. છોકરાનો આત્મા આત્માનો, શરીર શરીરનું છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે-અનંત સંસારનું કારણ એવો જે મિથ્યાત્વભાવ એ વિના પર પદાર્થમાં પ્રીતિ સંભવે નહીં. આતો સાદી ભાષા છે. શ્રોતા :- ભાવ તો બહુ ઊંડા છે. ઉત્તર:- ભાવ ઊંડા છે પણ ભાષા સાદી છે. એક શબ્દનો આ અર્થ કર્યો અને હવે બીજો વિસ્તાર કરશે. પુસ્તક સામે પડ્યું છે કે નહીં ? ( શ્રોતા:-અહીંયા છપાણા છે.) છપાણા હોય અહીંયા કે બીજે ગમે ત્યાં ચીજ કોની છે? સંતોએ કહેલી અને રાજમલ્લ ધર્મી જૈન ધર્મના પ્રેમી' તેમણે આ અર્થ કરેલો છે. જે પાઠમાં (શ્લોકમાં) છે તેનો અર્થ કરેલો છે. જુઓ પાઠમાં શું છે? “રાજગોડથી વસ્તુ માનવુન્તાં સમિતિપતાં તે યતોડ્યાપિ પાપા” એ મૂળ પાઠમાં છે. તે રાશિન: અદ્યાપિ પાપ: પંચ મહાવ્રત પાળે, સમિતિ-ગુપ્તિ વ્યવહાર પાળે, સમિતિ-ગુપ્તિનું અલંબન ત્યે તો પણ તે પાપી છે. શેઠ! ત્યાં બીડીમાં આવુ વાંચવા નહીં મળે !! આતો દાખલો એમનો ! બાકી બધાની વાત છે... એકની કયાં છે? એ તો મોઢા આગળ બેઠા છે તેથી એમનો દાખલો આપ્યો બાકી આખી દુનિયા પડી છે. પ્રભુ! તું કોણ છો? તું તો ચૈતન્ય સ્વરૂપ વીતરાગ મૂર્તિ આત્મા છે ને ! આત્મા પોતાના Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કલશામૃત ભાગ-૪ સ્વરૂપની રુચિ અનુભવ છોડી દઈને અંદરમાં જે દયા-દાન-મહાવ્રત-સમિતિનો રાગ થાય, એ રાગનો રાગ જેને રુચે છે તે મિથ્યાદૃષ્ટિ છે- તેને જૈન ધર્મની ખબર નથી. અંદર પાઠમાં છે ને બધુંય ! આમ ને આમ જિંદગી ઢોરની પેઠે ચાલી જાય છે. ત્રિલોકીનાથ પરમાત્મા જિનેશ્વરદેવ તેમની દિવ્યધ્વનિમાં આ આવ્યું છે અને સંતોએ જગત પાસે જાહેર કર્યું છે. દિગમ્બર સંતો જાહેર કરે છે...ભાઈ ! જિનેશ્વર દેવ પરમાત્મા ! ઇન્દ્રો અને ગણધરોની સભાની મધ્યમાં પ્રભુ આમ કહેતા હતા કે જેને દયા-દાન-વ્રત-ઉપવાસના વિકલ્પ ઊઠે છે એતો રાગ છે. એ રાગની જેને રુચિ છે એ મને લાભ કરશે, એ મારી ચીજ છે. એવી માન્યતાને મિથ્યાદ્રષ્ટિનો મિથ્યાત્વભાવ કહે છે. જે મિથ્યાત્વભાવ ચોરાસી લાખ યોનિના અનંત અવતારનું કારણ છે. અરેરે !કયાં એણે જોયું છે. અને કયાં તેણે જાણ્યું છે !! પ્રભુ! તું જ્ઞાન ને આનંદની મૂર્તિ છો ને! આખું જગત જે ય તેનો તું જાણનાર દેખનાર છો ને!? તેને ઠેકાણે પર શેયને (પોતાનું માને) દયાદાન-વ્રત-તપનો જે વિકલ્પ ઊઠે એ પરણેય છે. એનો તું પ્રેમથી આદર કરે છે- એ રાગ મારો છે તે રાગની રુચિ છે. એ મિથ્યાષ્ટિ છે. | સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર અકષાય કરુણાથી તેમને વિકલ્પ નથી પણ વાણીનો ધ્વનિ વહે છે. એ વાણીમાં એમ આવ્યું છે. (બનારસી વિલાસમાં આવે છે.) “મુખૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે” ભગવાનના શ્રીમુખેથી ઓમ ધ્વનિ નીકળ્યો. ત્રિલોકનાથના મુખેથી ઓમકાર ધ્વનિ સાંભળીને સંતોના ગણ, સંતોના ટોળાના ધરનાર એવા ગણધરો છે તે વિતરાગની વાણીને સાંભળે “રચિ આગમ ઉપદેશે” એમાંથી ગણધરો સંતો આગમ રચે છેશાસ્ત્રો રચે છે. “રચિ આગમ ઉપદિશૈ, ભવિક જીવ સંશય નિવારે” સંશય નામ મિથ્યાત્વ. અજ્ઞાની જૈનની સભામાં અનંતવાર ગયો. જૈન પરમેશ્વરના સમવસરણમાં મહાવિદેહમાં અનંતવાર ગયો, અનંતવાર સાંભળ્યું પણ ત્યાં કેવળી આગળ રહી ગયો કોરો લૂખો રહી ગયો. કેમ કે તેણે પોતાના આનંદ ને જ્ઞાનસ્વભાવથી વિરુધ્ધભાવ એવો જે દયા-દાન-વ્રતભક્તિનો ભાવ તેનો પ્રેમ અને રુચિ તેણે છોડી નહીં. આવું છે ભાઈ; અરેરે! વિતરાગના માર્ગને કોણ નાદ આપે ! આવું સ્વરૂપ છે પ્રભુ! મહાવ્રતનો કે ઉપવાસનો વિકલ્પ હો! હું ઉપવાસ કરું છું તે વિકલ્પ છે તે રાગ છે. તે કાંઈ ધર્મ નથી. એ રાગની જેને રુચિ છે એટલે કે એ રાગ જેને પોસાય છે એ જીવ મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ વિના રાગનું પોષણ ને રાગની રુચિ હોય શકે નહીં. તેણે કર્યું શું? તેણે ઢોર (પશુ)ની જેમ જિંદગી ગાળી અને આમ ને આમ મરીને પશુમાં જવાનો પાછો.. અંદરમાં આવા જેને સંસ્કાર નથી કે હું એક આત્મા છું. અનંતજ્ઞાન ને અનંત આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન છું. હું ભગવત્ સ્વરૂપ છું. કૃતકૃત્ય છે. આવા આત્માનો અનુભવ અને દ્રષ્ટિ કર્યા વિનાનો (ચોરાસીમાં રખડી મરવાનો). Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કલશ-૧૩૭ આ દિકરા, દિકરીયું, પત્ની એ તો કયાંય રહી ગયા. એ તો પુદ્ગલનો વિસ્તાર છે. અહીંયા તો જે દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-કામ-ક્રોધના ભાવ પણ પુદ્ગલની જડની સામગ્રી છે. એ ચૈન્નયના ધ૨ની એ સામગ્રી નહીં. આહાહા ! એ પુણ્યના ફળ અને પુણ્ય એ બન્નેનો જેને અંદ૨માં પ્રેમ છે તેને વીતરાગ કહે છે. તું મિથ્યાર્દષ્ટિ છો. તારી દૃષ્ટિ જૂદી છે. સત્યથી તારી માન્યતા તદ્ન જુદી છે. તારી માન્યતા સત્યનું ખૂન કરનારી છે. શ્રોતા :- ગૃહસ્થ પૂજા-ભક્તિ જ કરી શકે, બીજુ શું કરી શકે? ઉત્તર :- પૂજા-ભક્તિ કોણ કરે છે? એ ક્રિયા તો જડની છે. [ તે રાશિન: અદ્યાપિ પાપા ] લ્યો,તેને તો અહીં પાપી લેખ્યા છે. વાત સાચી છે. શ્લોકમાં બીજા પદનો છેલ્લો શબ્દ છે. “રાશિનોઽવ્યાપરન્તુ આલમ્બન્તાં સમિતિ પરતાં તે યતોઘપિ પાપા” આહાહા ! તે પંચમહાવ્રત પાળે, પાંચ સમિતિ, ગુપ્તિ પાળે તો પણ રાગનો પ્રેમી છે તે પાપી છે. આટલો શુભભાવ હોવા છતાં તે પાપી છે. કેમ કે તેણે અનંત આનંદનો નાથ પ્રભુનો અનાદર કર્યો છે. એનાથી વિરુધ્ધ રાગનો આદર કર્યો એ મિથ્યાત્વ વિના હોય શકે નહીં. ગજબ વાત છે ને ! વિકારભાવ દયા-દાન-વ્રત-તપનો એ તો રાગ છે. તે સ્વભાવથી વિરુધ્ધ ભાવ છે. રાગ ભાવ છે તે વૃત્તિનું ઉત્થાન છે. જે વૃત્તિ ઊઠે છે તે રાગ છે. જેને રાગનો પ્રેમ છે. તેની દૃષ્ટિ પર્યાયબુધ્ધિની છે. તેની દૃષ્ટિમાં રાગ જ રુચે છે. સંસારમાં આખો દિવસ પાપના ધંધા. આખો દિવસ પત્ની, છોકરાવ,કુટુંબ,૨ળવું,ખાવું, એ તો પાપ, પાપ ને પાપ જ છે. એમાં તો પુણ્ય પણ નથી. પણ અહીં તો એ પુણ્યમાં આવ્યો છે. અને મહાવ્રત, પાંચ સમિતિ,ગુપ્તિને બરોબર ચોખ્ખી પાળે છે. એ રાગની જેને રુચિ છે, એ રાગ જેને પોષાય છે. મિથ્યાર્દષ્ટિ વિના હોય શકે નહીં. ગજબ વાત છે. [ અદ્યાપિ પાપા: ] એ વાત આગળ આવશે. અહીં તો એક બાજુ રામ અને એક બાજુ ગામ છે. એક બાજુ પ્રભુ આત્મા અનંત અનંત બેહદ જ્ઞાન ને આનંદનો ભંડાર છે. એવા અત્મારામ સિવાય જેટલા પુણ્ય ને પાપના શુભાશુભ ભાવ થાય અને તેના ફળ તરીકે (નોકર્મ) પત્ની, છોકરાં, પૈસા મળે એ બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ બીજું ગામ છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ છે. એ પુદ્ગલના ગામના કોઈપણ અંશના પ્રેમની જેને રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે. વીતરાગ માર્ગની આવી વાતું છે. અરેરે.. તેણે કોઈ દિવસ સાંભળ્યોય નથી. એમ ને એમ પશુની જેમ જિંદગીયું ચાલી જાય છે.. અને ફરી પાછા જશે પશુમાં ..! આહાહા! જેને આવા (તત્વના ) સંસ્કા૨ નથી, જેણે આવા સંસ્કા૨ નાખીને શુભભાવ કરેલા નથી...તેને તો પશુની ગતિ છે અને ત્યાંથી મરી ને પછી નરક નિગોદમાં ..ચાલ્યા જાય ત્યાં આ બહારની સામગ્રી નહીં રહે પ્રભુ.! શ્રી સમયસારજીમાં આ શ્લોકના અર્થના બે મોટા પાટિયા (પેઈજ )ભર્યા છે.જડની ક્રિયા જડથી થાય અને માને કે મારાથી થઈ. રાગની ક્રિયા શુભભાવ છે. તે બંધનું કારણ છે Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કલશામૃત ભાગ-૪ અને અશુભથી બંધ માને, શુભથી બંધ ન માને તો મોટો તફાવત છે. પાટીયું (પેઈજ) ભર્યું છે. તે આમાંથી ભર્યું છે.બન્ને બાજુ ભરેલું છે. શિષ્ય પ્રશ્ન પણ કર્યો છે. આટલા મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તિ પાળે, આજીવન બ્રહ્મચર્ય પાળે, મહિના-મહિનાના ઉપવાસ કરે છતાં તેને તમે પાપી કેમ કહો છો? કેમ કે એ બધો તો શુભભાવ પુણ્યભાવ છે. અને તમે તેને પાપી કેમ કહો છો? તો કહે છે. સિધ્ધાંતમાં મિથ્યાત્વને મોટું પાપ કહ્યું છે અને એ મિથ્યાત્વી-પાપીને પુણ્યના પરિણામનો રસ અને રુચિ તે જ મિથ્યાત્વ છે. માટે પાંચ મહાવ્રત પાળે, સમિતિ ગુપ્તિ પાળે, હજારો રાણી છોડીને, દુકાન ધંધા છોડીને બ્રહ્મચર્ય પાળે પણ તેને પંચ મહાવ્રતના રાગનો પ્રેમ છે. તેથી એ પાપી છે. એમાં પાઠમાં કાલ આવશે! આ તો તેનો ઉપોદ્યાત છે. મથાળું બાંધીને પછી તેનો વિસ્તાર આવશે. આહાહા ! આવી વીતરાગની વાણી ! સાંભળવા મળે નહીં...એ કે દિ' દિશા ફેરવે અને કે દિ' દશા થાય!? અજ્ઞાનીની દશા રાગની સચિમાં પર તરફ છે. પછી તે મહાવ્રતનો રાગ હોય કે દયા-દાનનો કે ભક્તિ-પૂજાનો કે વ્રત-તપનો તે રાગનો પ્રેમ છે તો તું પાપી છો. ત્રિલોકનાથ વીતરાગ પરમાત્મા એમ કહે છે કે પ્રભુ! તું વીતરાગ સ્વરૂપે છો ને! તેને છોડીને આવા રાગની રુચિ જો કરી તો પ્રભુ તારા જેવો કોઈ પાપી નથી. પણ પાપી તો એને કહેવાય કે જે કષાયખાના ખોલે, બોકડા કાપે, માંસ ખાય તે પાપી છે... પરંતુ આને કેમ પાપી કહેવાય? પાઠમાં કહ્યું છે. “જોડMાવરન્તુ તે યોગદ્યાપિ પITI” કેમ કે મિથ્યાત્વ એ મહાપાપ છે. મહા પાપ કેમ? જેમાં અનંતા નિગોદના ભવ કરવાની તાકાત છે. અનંતા પશુના ભવ કરવાની મિથ્યાત્વમાં તાકાત છે. એ મિથ્યાત્વનું લક્ષણ શું? નાનામાં નાનો પુણ્યનો રાગ આવે એ રાગની રુચિ કરો અને રાગ તેને પોષાય .. તો તે મિથ્યાષ્ટિ જીવ છે. તે ચોરાસી લાખ ભવાબ્ધિના દરિયામાં રખડવાનો અભિલાષી છે. ભાષા તો બહુ સાદી છે. બાપા! આવા અવસર કયારે મળે ! અરે..! એમ ને એમ ગુમાવી નાખ્યા ટાંણા, પચાસ-પચાસ, સાંઈઠ-સાંઈઠ વરસ સુધી કાંઈ કર્યું નહીં. શું તત્ત્વ –વસ્તુ શું! એ જાણ્યા વિના એમ ને એમ જિંદગી ગાળી. “મિથ્યાત્વ ભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી” એ બધી કર્મની સામગ્રી છે. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ વિકારી રાગ એ બધી કર્મની સામગ્રી છે. એ આત્માની નહીં. અહીંયા (શુભમાં)પણ આવ્યો નથી. અને એકલા પાપના પરિણામની સચિમાં પડ્યો છે. તે મિથ્યાષ્ટિ છે ને તેની ગતિ પણ દુર્ગતિ છે. આ તો પંચ મહાવ્રત પાળે છે, સમિતિ ગુપ્તિ પાળે છે, જાબજીવ બ્રહ્મચર્ય પાળે છે, તેના ફળ તરીકે શુભભાવ થાય, એટલે સ્વર્ગમાં જશે...... પણ છે મિથ્યાદેષ્ટિ તેથી અનંત સંસારમાં રખડશે. અરે તે કયાં ઊતરશે? કોઈ(જાણીતું) દ્રવ્ય નથી, ક્ષેત્ર નથી, કાળ નથી, ભાવ નથી. એ બધું ભૂલીને કયાં ઊતરશે? ત્યાં કોઈ સફારશ ચાલે એવું નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૨૯૯ તે રજિ: અદ્યાપિ પITI: “મિથ્યાષ્ટિ જીવરાશિ શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે” પ્રશંસાના શબ્દો સાંભળવામાં પ્રેમ છે. –“તમે આવાને આવા” એવું સાંભળવામાં પ્રેમ છે તે બધા મિથ્યાષ્ટિ મૂઢ જીવ ભવાબ્ધિમાં રઝળનારા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કાને પ્રશંસા સાંભળે, આંખે રૂપાળી સ્ત્રી, છોકરાં, મકાન મોટા મોટા હજીરા પચાસ પચાસ લાખના હોય તેને દેખે, કપડા, દાગીનાને દેખે, શરીર રૂપાળું દેખે. અહીં કહે છે-એ બધા પંચેન્દ્રિયના ભોગ છે. શરીરના સ્પર્શના ભોગ, રસમાં મેસુબના ભોગ એ રાગના ભોગ છે. તે પંચેન્દ્રિયના વિષયોનાં ભોગ સુખમાં જરૂર રાગી છે. શ્લોક બહુ સરસ આવ્યો છે. આવી વાતો અત્યારે તો સાંભળવા મળતી નથી. અહીંયા તો કહે છે પાંચમહાવ્રત ચોખ્ખા પાળે, સમિતિ ગુપ્તિ ચોખ્ખી પાળે, એને માટે બનાવેલ આહાર પાણીને પ્રાણ જાય તો પણ ન લ્ય, છતાં એ શુભરાગ છે. એ રાગની રુચિથી મને લાભ થશે એમ માનનારો મિથ્યાષ્ટિ જીવ છે. પાઠમાં તો એમ કહ્યું છે કે તે પાપી છે. [ અદ્યા]િ કરોડ ઉપાય જો કરે અનંતકાળ પર્યત તો પણ પાપમય છે” કરોડ ભવમાં કરોડો, વર્ષ સુધી પાંચ મહાવ્રત પાળે, સમિતિ પાળે, રાજકુટુંબ છોડે... પણ જેને રાગમાં રુચિ છે તે પાપી પ્રાણી છે. આવું કયાંય સાંભળ્યું છે. આ ધૂળ-માટી (શરીર) જગતની ચીજ હતી. તે રજકણો વીછીના ડંખ રૂપે હતા...ત્યારે તેના પ્રત્યે ગ્લાનિ થાય. એ વીંછીના ડંખ અત્યારે શરીરપણે પરિણમ્યા છે. એ રજકણો અહીંયા (શરીરમાં) આવ્યા છે. કારણ કે પરમાણું જગતની ચીજ છે. શરીરને મારાપણે માનીને સવારથી સાંજ સુધી..ન્હાવું, ધોવું, ખાવું,- આમ ગાંડા (પાગલ) જેવું લાગે. પ્રભુ ! તને આ સનેપાત શેનો લાગ્યો? એ રાગમાં જેને એકતાબુધ્ધિ છે એ પાપી પ્રાણી છે. એ તો પાપી છે પણ .....પાંચ મહાવ્રત ને સમિતિ બરોબર પાળે, એ પણ રાગ છે. એ કાંઈ ધર્મ નથી એ તો વૃત્તિનું ઉત્થાન છે. હું દયા પાળું, બ્રહ્મચર્ય પાળું, જૂઠું ન બોલું એ બધું વૃત્તિનું ઉત્થાન છે.- રાગ છે. એમાં જેને રુચિ છે. (અદ્યાપિ) અહીંયા સુધી આવ્યો તો પણ તે પાપી છે. શ્રોતા :- પહેલા આચાર પાળે પછી સમ્યગ્દર્શન થઈ જશે? ઉત્તર- એ થઈ જશે મિથ્યાત્વી. મિથ્યાત્વનું આચરણ કરશે. તો પછી મારીને જશે નરક ને નિગોદમાં. અહીંયા (સત્યનો) પોકાર કરે છે. કરોડ ઉપાય જો કરે અનંતકાળ પર્યત તો પણ પાપમય છે. જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે. મહાનિંધ છે. શા કારણથી એવો છે.? “યત: સગેeત્વ રિતા સન્તિ” કારણ કે વિષય સુખરંજિત છે. જેટલો જીવરાશિ તે શુધ્ધાત્મ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે” એ પાંચ ઇન્દ્રિયના વિષયના રાગમાં રંગાયેલો છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદ અને શુધ્ધ ચૈતન્ય છે. તે અતીન્દ્રિય આનંદના સ્વાદથી ભરેલો પ્રભુ છે, તેની જેને પ્રતીતિ અને તેનો જેને અનુભવ છે તે જ્ઞાની ધર્મી છે. અને તે રાગથી ખાલી છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ એક વેજલકાનો યુવાન માણસ છે, તેને અભ્યાસ સારો છે. આર્જાની પાસે ગયા હશે ! તે કહે તમારું બીજું બધું ઠીક પણ ...તમે તપને ધર્મ કેમ નથી માનતા ! આ ભાઈ કહે –કયું તપ ? આ અપવાસ વગેરે છે તે તો બધી રાગની ક્રિયા છે. એ તપ નથી. ચુડા અને રામ૫૨ની વચ્ચે વેજલકા ગામ છે. એ છોકરો બહુ હુશિયાર છે. અભ્યાસી છે. બધી વાત કરતાં કરતાં અર્જિકા કહે તમારી બધી વાત ઠીક પણ તપસા એ ધર્મ નથી એ વાત મને ના બેસે. કઈ તપસા ? –એ બધી તો તારી લાંધણું છે. હજુ તો આ રાગના રસમાં પડયો છે. એવા તારા અપવાસ એ બધી લાંધણું છે. એમ પ્રભુ કહે છે. “વિષય કષાય આહાર ત્યાનો યંત્ર વિદ્યયતે જેમાં વિષય ને કષાય નહીં, વિધેતે” ત્યાં આગળ તેને આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. જેમ સોનું ગેરુથી શોભે તેમ અતીન્દ્રિય આનંદ પ્રભુ ! રાગ રહિત થઈને...વીતરાગ ભાવે શોભે છે. તેને અહીં તપ કહેવામાં આવે છે. “તપતિ કૃતિ તપ” તે તપ છે. બાકી બધી લાંધણું છે. આકરી વાતું છે બાપા! . “અનંતકાળ પર્યંત કરે તો પણ પાપમય છે” કેમ કે તે સમકિતથી રહિત છે. જેને રાગની રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે અને તેથી તે આત્માના અનુભવથી ખાલી છે. શૂન્ય છે. (રિવત્તા) રિક્ત છે. લોકોને કયાં પડી છે? બે ચાર છોકરા સારા પાકે અને એક-એક છોકરાને બે-બે લાખની પેદાશું હોય, રૂપાળા હોય, દાગીના-કપડાં આમ પહેર્યા હોય ! જેના પ્રેમમાં ઘૂસી ગયો એ બધા સ્મશાનના હાડકાં છે. સંવત ૧૯૫૯ ની વાત છે. મારી ઉમર તેર વર્ષની હતી. છ ચોપડી સુધી અભ્યાસ કર્યા પછી પાલેજ દુકાને ગયો. આસો મહિનો અને પૂનમનો દિવસ હતો. ત્યાં જીન છે. ત્યાં બાયું રાસડા વ્યે ! અમે પૂછયું કે–ત્યાં શું છે ? અમને ત્યાં ન જવા દેવા માટે કહે –ત્યાં ચૂડેલ થાય છે. શરી૨ કોમળ એટલે બહાર જવા ન દે ! મારાથી નાનો મગન હતો, ૫૨ણ્યા પછી બે વર્ષે ગુજરી ગયો. અમો પાલેજમાં પહેલ વહેલાં ગયેલા ..તેઓ કહે ત્યાં ચૂડેલ છે અને આપણને ખાય જાય–ભ૨ખી જાય. ચૂડેલ એટલે વ્યંતર દેવી –જેને ડાકણ કહેવાય. ત્યાર પછી બે પાંચ વર્ષે ખબર પડી એ તો ( ગામની ) બાયું ( સ્ત્રીઓ ) હતી. અમારા ઘરાક, દુકાને માલ લેવા આવે –બાયુંને બધા આવે અમે પૈસાની ઉધરાણી ક૨વા જતા એટલે ખ્યાલ આવ્યો કે–અરે ! આતો બાયું છે. અમને ત્યાં જોવા ન જવા દેવા ખાતર ચૂડેલ છે, તેમ કહેલું. અહીંયા ૫૨માત્મા કહે છે– રાગનો ભાગ એ ચૂડેલ છે– તે ડાકણ છે. એને જો પ્રેમ કર્યો તો તને ખાઈ જશે ! ચીમોતેર વર્ષ પહેલાંની વાત છે. ૩૦૦ અહીંયા ત્રણ લોકના નાથ કહે છે ! પ્રભુ તારી પાસે અનંત આનંદ, જ્ઞાન ને શાંતિ પડી છે. તેને છોડી દઈને આ રાગ પુણ્ય-પાપની તો વાત જ શું કરવી ? સંસારમાં પત્ની, છોકરાવ, કુટુંબ, ધંધા સાચવવા, શરીરને પોષે એ તો એકલું પાપ, એ બધા તો દુર્ગતિમાં જવાના. જ્યારે અહીંયા તો પંચ મહાવ્રતને પાળનારા, હજારો રાણી છોડીને મહિના ...મહિનાના અપવાસ Page #317 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩૦૧ કરનારા એ પણ શુભરાગની વૃત્તિ છે. અને તેમાં રુચિ રાખી તો તું મરી ગયો. તું આનંદનો નાથ તેને તે મારી નાખ્યો. આત્માને ઘાયલ કરી નાખ્યો. જેમ છરા વડે શરીરને ઘાયલ કરે તેમ આ પુણ્ય ને પાપના પ્રેમમાં તેં તારા ચૈતન્યના આનંદને ઘાયલ કરી નાખ્યો. પ્રભુ! તને કાંઈ ખબર નથી. જુઓ, હળવે હળવે એ વાત આવે છે. પાંચ સમિતિને પાળનારા, પંચમહાવ્રતનું આલંબન લેનારા, એને કરનારાને શુભરાગ છે. પણ એની જેને રુચિ છે તે મિથ્યાષ્ટિ પાપી છે. આવું કેવું જૈનપણું? વાડામાં આવી પરમ સત્ય વાત સાંભળવાય મળે નહીં. વીતરાગ ! વીતરાગ ભાવથી ધર્મ બતાવે છે. જે રાગભાવથી ધર્મ માને તે વીતરાગના વિરોધીઓ છે. અહીંયા આમ વાત છે. અહીંયા દાંડી પીટીને ચોખવટ કરીને તો કહેવાય છે. લોકો એમ કહેને કે -છાશ લેવા જાય ને દોણી સંતાડાય? આ બધું બનેલું જોયું છે. પૈસાવાળા ભેંસુ ઘરે, પછી મહેમાન ઘરે આવ્યા હોય તો વધારે છાશ જોઈએ. છાશ લેવા જાય ત્યારે બોઘેણું પાછળ સંતાડીને રાખતો હશે? મહેમાન ઘરે આવ્યા છે તો દોણીને મોઢા આગળ મૂકવી પડે. તેમ અહીંયા સન્માર્ગ છે તે અસત્યને ખુલ્લુ પાડીને ઉઘાડું પાડી ધે છે. તેને ગોપવીને રાખતા નથી. પાંચ મહાવ્રત પાળતો હોય, પાંચ સમિતિ પાળતો હોય, હજારો રાણીઓ છોડીને મહિના મહિનાના લુખ્ખા અપવાસ કરે, પણ એ બધી રાગની રુચિ છે. બાપુ તારુ સ્વરૂપ નથી. પ્રભુ! તું તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છો ને! રાગની સચિની વૃત્તિઓ ઊઠે છે તે પાપી છે. કેમ કે તે શુધ્ધ સ્વરૂપ અનુભવથી શૂન્ય છે. “શા કારણથી? શુધ્ધ ચૈતન્ય વસ્તુ (નાત્મ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ” જુઓ! આત્મા શુધ્ધ ચૈતન્ય વસ્તુ અને અનાત્મા..જડકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ એટલે પુણ્ય-પાપ, દયાના ભાવ, નોકર્મ એટલે શરીર, વાણી “તેમનું હેય ઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું શૂન્યપણું હોવાથી” અજ્ઞાની, રાગ હેય છે અને ચૈતન્યમૂર્તિ ઉપાદેય છે, તેવા હેય ઉપાદેયના જ્ઞાનથી શૂન્ય છે. ગજબ વાત છે. કોઈને પાંચ-પચીસ લાખ રૂપિયા મળે, છોકરા સારા પાકે, તો તો જોઈ લ્યો તમારે “હું પહોળો ને શેરી સાંકડી” તે બધા મરીને કોઈ પશુમાં અને કોઈ નરકમાં જવાના. અહીં પરમાત્માનો પોકાર છે.- “આત્મ” “અનાત્મ' બન્ને શબ્દ પડ્યા છે ને ! આત્મા એટલે શુધ્ધ ચૈતન્ય-વસ્તુ. “અનાત્મા” એટલે જડદ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, દયા-દાન-વ્રતભક્તિના પરિણામ એ ભાવકર્મ છે. જડકર્મ એ દ્રવ્યકર્મ, શરીર નોકર્મ, તેમનું હેય ઉપાદેયપણું. નોકર્મ,દ્રવ્યકર્મ, ભાવકર્મ હેય છે. અને શુધ્ધ સ્વરૂપ આત્મા તે ઉપાદેય છે. એવા હેય ઉપાદેયરૂપ ભિન્નપણાનું જાણપણું, એવા જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે. શેઠ! ભાષા તો સાદી છે. ...સમજાય એવી છે. તેણે તેની દરકાર કરી નથી. અરે! હું કોણ છું? મારાથી ભિન્ન શું ચીજ છે? તેની Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કલશામૃત ભાગ-૪ દ૨કા૨ ક૨ી નથી. પાઠમાં બે શબ્દ આવ્યાને ‘આત્મ’ ‘અનાત્મ’ – ‘આત્મ’ એટલે શુધ્ધ ચૈતન્યધન, આનંદકંદ પ્રભુ છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ શુભભાવ અને હિંસા-જૂઠ–આબરુપત્ની-છોકરા–સાચવવાના ભાવ એ બધા પાપભાવ છે. એ બધું અનાત્મ છે. જીવનું શુધ્ધ સ્વરૂપ અને અજીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ એવું અનાત્મપણું તે હેય છે અને આત્મા ઉપાદેય છે તેવા ભિન્નપણારૂપના જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે. અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત છે. તેઓ હજા૨ વર્ષ પહેલાં થયા, એ સંત પોતે પોકાર કરે છે. જેમને પાંચ મહાવ્રતના પરિણામ આવે છે. તે કહે છે. કે એમાં મારી રુચિ નથી. તેઓ તો તેને હેય જાણે છે. અમારો ચિદાનંદ આત્મા છે તેને અમે ઉપાદેય માનીએ છીએ. આવા હેય-ઉપાદેયપણાનું જાણપણું એટલે આત્માને અનાત્મનું ભિન્નપણું વર્તે છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ...જ્ઞાનસ્વરૂપ છે. આ દયા-દાન–વ્રતનો વિકલ્પ અર્થાત્ રાગ અને શરીરાદિ તે બન્નેનું ભિન્નપણું છે. તે બન્ને એક થયા નથી, એક છે નહીં. એવા ભિન્નપણાના જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે. તેને કાંઈ ભાન નથી. હેય શું ને ઉપાદેય શું ? તેની કાંઈ ખબર નથી. એ ભલે કરોડપતિ અબજોપતિ હોય... પણ એ બધા પાપી મિથ્યાર્દષ્ટિ છે અને મોટા આચાર્ય ને ઉપાધ્યાયના નામ ધરાવતા હોય... પણ જેને રાગની રુચિ છે તે પાપી પ્રાણી છે એમ કહે છે. સામે પાઠમાં અંદર છે કે નહીં ? તેનો અર્થ છે કે નહીં ? “હેય ઉપાદેયરૂપ જાણપણું, તેનું શૂન્યપણું હોવાથી” છે કે નહીં પાઠમાં ? જગતની આગળ તેને પોતાની કયાં દ૨કા૨ છે! (શ્રોતા:-બધા હા પાડે છે.) સામે પાઠ છે, સત્ય છે. તેની ના પાડે તો ચાલે કયાંથી ? તું મનુષ્ય છો ! તેની હા પાડે છે. અને તું ગધેડો છે તો તેની ના પાડે છે કે નહીં ? અહીંયા રાગને પોતાનો માનનાર એટલે હેય ને પોતાનો માનનારા, ઉપાદેયને પોતાનો નહીં માનનારા... ભિન્નપણાના જાણપણાથી તે શૂન્ય-મિથ્યાદૃષ્ટિ છે. આવી વાતો છે! લોકોને આ બેસવુ કઠણ પડે! અહીંયા કહે છે ભિન્નપણાનું જ્ઞાન તેનાથી શૂન્ય છે. તને જે રાગ થાય છે. તેને તું ઉપાદેય માને છે. મહાવ્રતનો રાગ છે તે તને આદરણીય છે. તેનાથી મારું કલ્યાણ થશે એમ માનનારે રાગને ઉપાદેય માન્યો. રાગ તે અનાત્મા છે. અંદર ભગવાન આત્મા છે... અનંત શુધ્ધ છે. એ બન્નેના જાણપણાથી શૂન્ય છે. માટે તે મિથ્યાર્દષ્ટિ-પાપી છે. ઉપ૨ પાઠમાં કહયું કે તે રાશિન: અદ્યાપિપાપા રાગના રાગીઓ તમે પાપી છો એમ કહે છે. અંદર પાઠમાં છે કે નહીં ? સમયસારમાં આ શ્લોકનો અર્થ અને ભાવાર્થના પૂરા બે પાનાં ભર્યા છે. ભાવાર્થ જયચંદજી પંડિતનો છે. “ભાવાર્થ આમ છે કે - મિથ્યાર્દષ્ટિ જીવને શુધ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી” જેની દૃષ્ટિ મિથ્યા છે. રાગની રુચિમાં પડયો છે. તેને જીવના શુધ્ધ વસ્તુના આનંદના Page #319 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩૦૩ અનુભવની શક્તિ હોતી નથી. આત્માના શુધ્ધસ્વરૂપના અનુભવની શક્તિ અજ્ઞાનીને હોતી નથી. “એવો નિયમ છે તેથી મિથ્યાષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે.” દયા-દાનનો, રાગનો વિકલ્પ તે તો કર્મનો ઉદય છે. તે આત્માનો સ્વભાવ નથી. આવો શ્લોક છે. બીજા બધા તો તકરાર કરે હોં! અત્યારે નવમી રૈવેયક જાઈએ એવા તપ વ્રત કયાં છે? મુનિવ્રતધાર અનંતવાર રૈવેયક ઉપજાય, પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો” મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. શુભ રાગ દુઃખ છે. પાપરાગ દુ:ખ છે. હિંસા-જૂઠચોરી-વિષય ભોગ વાસના, પત્ની, પુત્ર, પુત્રી, કુટુંબ, ધંધો મારો એ બધું તો મહાપાપ ને મહાદુઃખ છે. કેમ કે તે રાગ છે ને! મિથ્યાદેષ્ટિ જીવને શુધ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે તેથી મિથ્યાદેષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે.” રાગ છે એ તો વિકાર છે. એ કર્મના ઉદયે થયેલો તેનો ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી. મહાવ્રતનો શુભરાગ તેને પોતારૂપે ..મારાપણે અનુભવે છે. “પર્યાયમાત્રમાં અત્યંત રત છે.” હવે તેનો ખુલાસો કરે છે. જેને દ્રવ્યદૃષ્ટિ નથી એ પુણ્ય ને પાપના ભાવમાં રત છે, લીન છે. અજ્ઞાની પોતાને બાદશાહ માને છે. અમે બધા સુખી છીએ....! ધૂળમાંય સુખી નથી, દુખી છો સાંભળને ! લૌકિકમાં પાગલની પાસે પાગલ સારા કહેવાય. બધા પાગલ છે તેમાં હોસ્પીટલમાં જે બહુ પાગલ હોય તે સારો, ઉંચો કહેવાય. તેમ રાગને પોતાનો માનનારો તે બહુ હોંશિયાર કહેવાય. ઉદ્યોગપતિ એમ કહે-જુઓને મારા-મા-બાપ પાસે કાંઈ નહોતું પણ પોતાના બાહુબળે ઉદ્યોગ કરી .પાંચ-પચાસ કરોડ ભેગાં કર્યા. શેના પણ? ધૂળના, એ ધૂળ એને મળી છે કયાં? એની પાસે તો મમતા આવી છે. મેં મેળવ્યા, હું કમાણો, એમ માનનારો મિથ્યાષ્ટિ જીવ છે. અજીવને મેળવવા પ્રયત્નો કર્યા પણ...અજીવ તત્વને મેળવી શકે છે? કેમ કે ઈ તો અજીવ છે. અહીંયા તો રાગને પોતાનો માનવો એ પણ મિથ્યાષ્ટિ છે. અજીવને પોતાનો માનવો એની તો વાત કયાં કરવી? પ્રશ્ન:- અનંત શક્તિ હોય છે તો એવી શક્તિ નથી અજીવનું કરે? ઉત્તર- એવી શક્તિ નથી. અજ્ઞાનીને તો (શુધ્ધ વસ્તુના) અનુભવની શક્તિ નથી. જે પર્યાયમાં રત છે તેને અનુભવની શક્તિ ક્યાંથી આવી? રાગના રસમાં પડયો છે તે પર્યાય બુધ્ધિ છે વર્તમાનની બુધ્ધિ છે. તેને ત્રિકાળી ભગવાન શુધ્ધ ચૈતન્યમૂર્તિની દૃષ્ટિ અને અનુભવ નથી. શ્લોક ભારે આકરો આવ્યો ! તે કારણે મિથ્યાષ્ટિ સર્વથા રાગી હોય છે.” જોયું? પર્યાયમાત્રમાં અત્યંત રત છે તે કારણે, પર્યાય માત્ર એટલે પુણ્યનો રાગ-દયા-દાન-વ્રત-વિકલ્પ એ બધો પર્યાયનો વિકાર Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ કલશામૃત ભાગ-૪ છે, તેમાં રત છે એ કારણે મિથ્યાદેષ્ટિ સર્વથા રાગી છે. તેણે ભલે રાજ્ય, કુટુંબ છોડયું હોય તો પણ સર્વથા રાગી છે. તે કથંચિત્ રાગી અને કથંચિત અરાગી એમ નથી. આહાહાજેને કર્મના નિમિત્તથી પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં પત્ની, છોકરાવ, ધૂળ, ધમાલ, દિકરીઓ સારી, જમાઈ આદિ એ બધો વિસ્તાર જડનો છે. એમાં જે રત છે તે કારણે મિથ્યાદેષ્ટિ સર્વથા રાગી પ્રાણી છે. અરેરે ! આવી વાત સંપ્રદાયમાં કયાં છે.? અમને બધી ખબર છે ને સ્થાનકવાસી કે શ્વેતામ્બરમાં આ વાત છે જ નહીંને!! દિગમ્બરમાંથી બે હજાર વર્ષ પહેલાં શ્વેતામ્બર માર્ગ નીકળ્યો. એના શાસ્ત્રો બનાવ્યા એમાં તો આ વાત આવી જ નથી. પાંચસો વર્ષ પહેલાં સ્થાનકવાસી(મત) નીકળ્યો, તેમાંથી તેરાપંથી તુલસી હમણાં નીકળ્યો. આમ જુઓ તો માર્ગ આકરો છે ભાઈ ! તેમાં બધાને અણુવ્રત આપે છે, મિથ્યાદૃષ્ટિ છે અને અણુવ્રત? એ વ્રતમાં ધર્મ થઈ ગયો જાણે. બાપુ! મારગડા જુદા ભાઈ ! રાગી હોવાથી કર્મબંધના કર્તા છે” રાગી પ્રાણી કર્મબંધનના કર્તા છે. રાગી કેમ? દયા-દાનનો ભાવ છે એ રાગ છે. એ રાગની જેને રુચિ છે તે મિથ્યાદેષ્ટિ છે. તે રાગી હોવાથી કર્મબંધનો કર્તા છે. તેને સંવર નિર્જરા તો નથી પણ તે કર્મબંધનો કર્તા છે. પ્રવચન નં. ૧૩૯ ( તા. ૦૩/૧૧/'૭૭ એ રાગ અને રાગની વૃત્તિથી મને લાભ થશે એ માનનારને અહીંયા મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે. “કેવા છે મિથ્યાદેષ્ટિ જીવ? “શયમ કદં સ્વયમ સચદ: નાતુ મે વશ્વ: સ્થા” અમે ધર્મ કરીએ છીએ, અમે અપવાસ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દાન કરીએ છીએ; શું અમને ભગવાનની શ્રધ્ધા નથી ? એમ અજ્ઞાની માને છે. અમે સમ્યગ્દષ્ટિ છીએ, અમે ભગવાનને માનીએ છીએ, અમે દેવ-ગુરુને માનીએ છીએ, શાસ્ત્રને માનીએ છીએ. વ્રત પાળીએ છીએને! અમે સમ્યગ્દષ્ટિ નથી? એમ અજ્ઞાની માને છે એ તો મિથ્યાષ્ટિ છે. તે વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, દેવ-ગુરુ-ધર્મને માને એ બધો તો રાગભાવ છે. બહુ ઝીણી વાત ભાઈ ! એ તો વિકલ્પ છે, વૃત્તિનું ઉત્થાન છે, એમાં જેને રુચિ ને પ્રેમ છે એ મિથ્યાષ્ટિ માને કે અમે ધર્મી નથી ? આવું કરીએ છીએ અને ધર્મી નહીં ? સ્વયં સમ્યગ્દષ્ટિ છું તેથી ત્રણેકાળ અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતા પણ મને કર્મનો બંધ નથી.” મિથ્યાદેષ્ટિ જીવ ત્રણેકાળ અનેક પ્રકારનું વિષય સુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી એમ કહે છે. અમે ધર્મી છીએ, સમકિતી છીએ તેથી અમે વિષયના સુખ ભોગવીએ. પર વિષયમાં પ્રેમ રાખીએ તો પણ અમને બંધ નથી. એમ અજ્ઞાની દલિલ કરે છે. તિ શાવરન્ત” એવા જીવ એવું માને છે તો માનો” એવા જીવ માનો તો માનો! આમાં આવો અર્થ કર્યો છે (વરનુ) “એવું માને તો માનો” આ અર્થ છે. રાગની ક્રિયા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ કલશ-૧૩૦ કરે છે, રાગની વૃત્તિના પ્રેમમાં પડયા છે અને કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ. છે મિથ્યાર્દષ્ટિ અને અમને એમ માનો કે અમે સમ્યગ્દષ્ટિ છીએ. “એમ માનો તો માનો” શ્રી જયસેન આચાર્યની ટીકામાં સંસ્કૃતમાં (આવન્તુ) નો અર્થ ફેર પાડયો છે. પંચ મહાવ્રત પાળો, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનો જે ભાવ છે તે રાગ છે. આવું આકરું કામ છે! એ. ..મહાવ્રત પાળો કે–શાસ્ત્રના અધ્યયન કરો લાખો કરોડો શ્લોકોને ભણો તો પણ એ બધો રાગ છે. કેમકે તેની પર્યાયબુદ્ધિ છે. વર્તમાન અંશ ઉ૫૨ અને વર્તમાન રાગના ભાગ ઉ૫૨ રુચિ નામ વલણ છે તેથી તેને અહીંયા મિથ્યાર્દષ્ટિ કહ્યો છે. એ પંચ મહાવ્રત પાળતો હો..... ! પણ તે આસ્રવ છે. પંચ મહાવ્રત પોતે આસ્રવ છે. શાસ્ત્ર અધ્યયન કરતો હો ! શાસ્ત્રનું અધ્યયન કરવું એ તો ૫૨ તરફના વિકલ્પવાળો રાગ છે. અગિયાર અંગનું જ્ઞાન કરે, નવ પૂર્વની લબ્ધિ પ્રગટે એ શું ચીજ છે ? તેને તો રાગનો પ્રેમ છે, ક્રિયાનો પ્રેમ છે અને માને છે કે– અમે સમ્યગ્દષ્ટિ છીએ. “તથાપિ તેમને કર્મબંધ છે” તેને મિથ્યાત્વનું કર્મ બંધન છે. નવા લોકો સાંભળે તેને આ આકરું લાગે ! અહીં તો દિગંબર સાધુ નામ ધરાવે, પંચ મહાવ્રત પાળે....તો પણ તેને રાગમાં પ્રેમ છે. પંચ મહાવ્રતનો ભાવ તે રાગ છે અને રાગમાં જેની રુચિ છે તેની દૃષ્ટિ ત્યાં રાગ ઉ૫૨ હોવાથી તેને મિથ્યાર્દષ્ટિ કહેવામાં આવે છે. આવી વાતું બાપુ! એ તો પ્રેમથી (સાંભળવા ) આવ્યા છે. અહીં કહે છે સર્વજ્ઞ જિનેશ્વરદેવ ૫૨મેશ્વરે જે ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે તે તેણે અનંતકાળથી જોયું નથી. અંદર વસ્તુ જે આત્મતત્ત્વ જે શુધ્ધ આનંદકંદ અનંતબળ અને અનંત આનંદનું ઘ૨ તેની સામું તેણે એક સેકન્ડ પણ નજ૨ કરી નથી. આહાહા ! આવો ભગવાન શુધ્ધ ચિદાનંદ આનંદકંદ જે વીતરાગ સર્વજ્ઞદેવે જોયો છે તે નિજ આત્મા. બાકી અજ્ઞાની, આત્મા ....આત્મા કરે....તેણે જોયો નથી તેથી તેનો આત્મા સાચો નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫રમેશ્વર દેવ.....જિનેન્દ્રદેવ તેમણે જ્યારે નિજ આત્માને જોયો, તેવા દરેક આત્માને જોયા કે આત્મા તો શુધ્ધ ચિદ્ આનંદઘન છે. અંદરમાં જે દયા-દાનના વિકલ્પ થાય છે, તેને પુણ્ય તત્ત્વ તરીકે ( આત્માથી ) ભિન્ન તત્ત્વ જોયું. જ્યારે અજ્ઞાની ભિન્ન તત્ત્વ તરીકે અર્થાત્ તે હું છું એમ માને છે. તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ છે. પર્યાય (દૃષ્ટિ ) એટલે ? ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે તેના ઉ૫૨ની દૃષ્ટિનો અભાવ છે. વર્તમાન પર્યાય એટલે પ્રગટ દશા. તેની દયા-દાન આદિ રાગ ઉપર દૃષ્ટિ છે તેથી તે પર્યાયબુધ્ધિ મિથ્યાદૃષ્ટિ છે. ( શ્રોતાઃ-ક૨વું શું ? ) આ ક૨વાનું તો કીધુંને ! વાતો તો થઈ ગઈ. એ વર્તમાન પર્યાયમાં અને રાગ તેની પાછળ પ્રભુ ચૈતન્ય છે. ચેતન તો ધ્રુવ અનાદિ અનંત છે. આ તો પલટતી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કલશામૃત ભાગ-૪ અવસ્થા છે. જેને ભગવાન ઉત્પાદ-વ્યય કહે છે. અંદર જે અનાદિ અનંત શુધ્ધ ચૈતન્ય ધ્રુવ પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે તેની ઉપર કદી દૃષ્ટિ કરી નથી. તેની નજરમાં જયાં સુધી એનું નિધાન ન આવે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ ચારગતિમાં પરિભ્રમણ કરનારો છે. પ્રશ્ન:- તેને ધર્મનો પરિગ્રહ છે કે આત્માનો પરિગ્રહ છે? ઉત્તર- તેને ધર્મ કયાં થતો હશે! આત્મા વસ્તુ ધર્મી છે અને તેમાં ધર્મ છે. ધર્મ એટલે ધારણ કરેલી ચીજ. અનંતજ્ઞાન જે જ્ઞાનમાં બેહદ જાણવું છે. પયાર્યમાં અલ્પજ્ઞતા છે. વસ્તુમાં તો બેહદ અપરિમિત અનંત જ્ઞાન ને આનંદ, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત ઈશ્વરતા પ્રભુ આત્મામાં ભરી છે. એવા દ્રવ્ય સ્વભાવની એક સમય દૃષ્ટિ વિના તે પર્યાયમાં મહાવ્રતનું આચરણ કરો ! અગિયાર અંગ ભણો તે બધી પર્યાયબુધ્ધિ હોવાથી તે મિથ્યાષ્ટિ છે. આવી વાત છે પ્રભુ! બીજાને આકરું લાગે પણ બીજું શું થાય પ્રભુ! તે ભાઈ કહેતા હતા કે હું ત્યાં સાંભળવા જાઉં પણ આવી વાતો ત્યાં નથી આવતી. વાત સાચી છે ભાઈ હોં!! અમે તો બધામાં જોયું છે ને બાપા! સ્થાનકવાસીમાં તો બધું જોયું છે, તમને ખબર નથી? બાપુ! આ પ્રભુનો માર્ગ કોઈ જુદો છે. અહીંયા કહે છે-એ રાગની રુચિવાળાને ભલે દયા–દાન વ્રતના પરિણામ હો! પણ એ રાગ છે. આ વાત ન બેસે એ લોકોને!! વ્રત છે તે સંવર છે અને અપવાસ છે તે નિર્જરા છે. એમ અજ્ઞાની માને છે. અહીં પ્રભુ એમ કહે છે. તત્ત્વાર્થસૂત્રમાં અને સમયસારમાં કહે છે – અપવાસ કે જે કંઈ કરે છે.......એ વૃત્તિ ઊઠે છે તે બધો શુભરાગ છે. પંચ મહાવ્રતઆદિના ભાવ, શરીરથી જાબજીવ બ્રહ્મચર્ય પાળે, દયાનાભાવ, પરને નહીં મારવાના અહિંસાના ભાવ...એ બધા ભાવ તો રાગની ક્રિયાના છે. ઝીણી વાત છે પ્રભુ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો અનાદિનો આ પોકાર છે. પણ... એણે ગણકાર્યો નથી તે નનૂર થઈ ગયો છે. તેને મારે તો તે ઉહકારો પણ ન કરે! તેમ મિથ્યાત્વમાં ચૈતન્યના તેજ ન મળે ત્યાં તો એકલો રાગ ને દ્વેષ છે. અમે તો બધું નજરે જોયેલું છે, આ ખાલી સાંભળેલું નથી. અહીંયા પરમાત્મા કહે છે કે રે નતૂરા તને આટલો આટલો ઉપદેશ મળ્યો કે તારી ચીજમાં આ દયા દાનના વિકલ્પ નથી. તારામાં તો અનંત આનંદ ને શાંતિ પડી છે પ્રભુ તને ખબર નથી, એનો તને સ્વીકાર નથી. તને આ રાગનો સ્વીકાર છે અને તું એમ માને છે કે અમો ધર્મી છીએ! માનો! કોણ ના પાડે છે.....! પણ અનંત સંસારમાં કર્મને બાંધે છે. આવી વાતો હવે ! સાંભળવાય જાય નહીં, માર્ગ તો આ છે. બાઈ વિધવા થાય.......તેનો ધણી મરે તેને દુઃખાણી કહે. ભાઈ ! તે ખરેખર દુઃખાણી નથી. તેને તો નિવૃત્તિ મળી છે. એ કાંઈ દુઃખ છે? જેને અંદરમાં રાગમાં પોતાપણું લાગે, પુણ્ય આદિ છે તેને મારાપણે માન્યા તે દુઃખિયા પ્રાણી છે. દુનિયાથી અવળી વાતું છે બાપુ! વીતરાગ માર્ગ જ એવો છે કે પ્રભુ ! અહીંયા ગાથા જ એવી આવી છે ને? Page #323 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩૦૭ આહાહા! પંચ મહાવ્રત પાળે, વ્રત-જાત્રા-ભક્તિ -પૂજા-દયા–દાન કરે....પણ એ રાગની ક્રિયામાં ધર્મ માનનારો છે માટે તે મિથ્યાદેષ્ટિ છે. અને તેથી તેને અનંત સંસારનું બંધન છે. પેલા તેમાં ધર્મ માને, અહીંયા કહે છે તેને અનંત સંસાર વધે છે. કારણ કે રાગનો તને પ્રેમ છે. આનંદનો નાથ જે દ્રવ્યસ્વભાવ છે તેની સામું તો તું જોતો નથી અને રાગની ક્રિયા સામું જોઈને તું બેઠો છે...તેથી ખુશી ખુશી થઈ જાય છે. ભાઈ ! આવી વાતો છે. “એવા જીવ એવું માને છે તો માનો તથાપિ તેમને કર્મબંધ છે” અરે! વાતું સાંભળવી પણ મુશ્કેલ પડે બાપા! તે અનાદિનો દુઃખિયો છે. કરોડપતિ અબજોપતિ પૈસા હોય તેને ભગવાન તો રાંકા-ભિખારી કહે છે. અંતરમાં આનંદ ને શાંતિની લક્ષ્મી પડી છે, બેહદ આનંદ પડ્યો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે તેની લક્ષ્મીની તો ખબર ન મળે....અને બહારથી લાવો લાવો ને લાવો તેથી ભિખારી મોટો માંગણ છે. અહીંયા કહે છે- જૈનનો દિગમ્બર સાધુ થયો મોટો. વસ્ત્રવાળા સાધુને જૈનસિધ્ધાંતમાં સાધુ કહેતા નથી. ઝીણી વાત છે.... દિગમ્બર સાધુ વસ્ત્રનો ટૂકડો ન રાખે...પંચ મહાવ્રત પાળે. છઠ-છઠ્ઠ, અઠ્ઠમ અપવાસ કરે, લૂખા પારણા કરે......પણ એ બધી ક્રિયા રાગની છે. એ રાગના રસનો પ્રેમ છે તે ભલે ધર્મી નામ ધરાવે પણ તે મિથ્યાષ્ટિ છે. આકરી વાતું છે ભાઈ ! ઉપયોગી વાત છે. અરે! સત્ય વાત છે. અરે.......! સત્ય વાત કાને પણ ન પડે! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથનું સત્ય કથન છે. એ વાત કાને ન પડે તે જીવનું શું થાય? ભાઈ ! બહારમાં કોઈ શરણ નથી. અહીંયા એ વાત કરે છે. બ્રાહ્યમાં એવું નામ ધરાવો તો ધરાવો! “વળી કેવા છે” ઉત્તાનોત્પના : ઊંચા કરી ફૂલાવ્યા છે ગાલ-મુખ જેમણે, એવા છે” અમે ધર્મી છીએ, મહિના મહિનાના અપવાસ કરીએ છીએ. પણ એમાં આ બધું શું છે? ઊંચા કરીને ફુલાવ્યા છે ગાલ-મુખમો બસ આમ હોય! મહિના-મહિનાના અપવાસ કરીએ, બહારનું લૂખું ખાઈએ, રસ છોડી દઈએ, ઘી અને દૂધ ન ખાઈએ, ખાખરા ને છાસ ખાઈએ, અને તમે અમને ધર્મ ન કહો? ભાઈ ! તું તારે ફૂલાને! પણ એ રાગના ભાગની તેને ખબર નથી. એ ભાગ તારો નથી. એ રાગ વિનાની અંદર ચીજ છે. પ્રભુ ચૈતન્ય આનંદકંદ સચ્ચિદાનંદ સત્ એટલે શાશ્વત ચીજ જે જ્ઞાનને આનંદનું ઘર પ્રભુ પડયું છે. ભાઈ ! તે આ કદી સાંભળ્યું નથી. દોલતરામજીની સ્તુતિમાં આવે છે. “હમ તો કબઠું ન નિજઘર આયે.” તેણે નિજ ઘરને કદી જોયું નથી. “પરઘર ફિરત બહુત દિન બિતે, નામ અનેક ધરાયે” મેં દયા પાળી, મેં વ્રત લીધા, મેં અપવાસ કર્યા એવા પરઘરની વાતના તે અનેક નામ ધરાવ્યા. નિજઘરમાં અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે. સર્વજ્ઞ કેવળી જિનેન્દ્રદેવે જેને પ્રગટ કર્યો તેવા અનંત જ્ઞાન, અનંત આનંદ એ આવ્યા કયાંથી? એ કયાંય બહારથી આવે છે? જે અંદરમાં (શક્તિરૂપે) પડ્યું છે અનંત આનંદ ને અનંતજ્ઞાન તેમાંથી આવ્યું. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કલશામૃત ભાગ-૪ - લીંડી પીપરમાં ચોસઠહોરી તિખાશ ભરી છે. એ લીંડી પીપરને ચોસઠપ્પોર ઘૂટે એટલે સોળઆના પૂરો રૂપિયો. તેને ચોસઠપ્પોર ઘૂટે એટલે તેમાંથી ચોસઠવ્હોરી તિખાશ બહાર આવે. એ તિખાશ કયાંથી આવી? પથરામાંથી આવી? પડી હતી તે બહાર આવી ! તેમ આ ભગવાન આત્મામાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત આનંદ જે પરમાત્માને પ્રગટ થયો છે, તે કયાંથી આવ્યો? પ્રભુ! તને તારા સ્વરૂપની ખબર નથી. તારું સ્વરૂપ પૂર્ણ આનંદાદિથી ભર્યું છે. અંદર અતીન્દ્રિય આનંદનું દળ છે. અતીન્દ્રિય આનંદનો કંદ છે. સમજાય છે કાંઈ ? ઘણી વખત સકકરકંદનો દાખલો આપીએ છીએ. આ સકકરકંદ એટલે સકરિયા. એ સકરિયાની ઉપર જુઓ તો ઉપર જરાક લાલ છાલ હોય છે. એ છાલ ન દેખો તો અંદર સકકરકંદ છે. સકકર નામ સાકરની મીઠાશનો પિંડ છે...... તેને સકકરકંદ કહ્યું છે. તેમ ભગવાન આત્મામાં દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ એ લાલ છાલ છે, તેને ન દેખો તો અંદરમાં આનંદનો કંદ પ્રભુ છે. અરે! કયાં બેસે! આવી વાત સાંભળવા મળે નહીં? એ તો એકાન્ત છે- એકાન્ત છે-એમ કરીને કાઢી નાખ્યું! એ બિચારા પણ શું કરે! સમજાય છે કાંઈ? દાખલો તો નાળિયેરનો પણ આપીએ છીએ. નાળિયેર એટલે શ્રીફળ હોય છે ને! તેના ઉપરના છાલા તે જુદી ચીજ છે, કાચલી તે જુદી ચીજ છે, અને જ્યારે ટોપરાપાક કરે ત્યારે લાલ છાલને ઘસી નાખે છે, એ લાલ છાલ જુદી છે. એ છાલા, કાચલી, લાલ છાલ તેનાથી ભિન્ન અંદર સફેદ મીઠું દળ જે ટોપરું છે, ધોળો મીઠો ગોળો છે તેને નાળિયેર કહીએ. તેમ આ દેહ છે તે ઉપરના છાલા છે. અંદરમાં આઠ કર્મ તે કાચલી છે. અને દયા-દાનપૂજા ભક્તિના, કામ-ક્રોધના ભાવ તે લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ શ્રીફળનો ધોળો મોટો મીઠો આત્મા છે. નાળિયેરનું આનંદનું દળ પડ્યું છે મોટું ભાઈ ! કોઈ દિ' (પોતાની) ખબર ન કરી ! તેની ઉપર નજર નહીં અને લાલ છાલ ઉપર નજર, આ દયા-દાન વ્રત ભક્તિના ભાવ એ ઉપરની લાલ છાલ છે. ફોતરાં છે. આકરું કામ! એ વાત અહીંયા કરે છે. ભલે શુભભાવ કરી ગાલ-મોટું ફુલાવો અને અમે ધર્મી છીએ એમ માનો, તો તમને કોણ ના પાડે છે. બાપા! પણ છો તો મિથ્યાદેષ્ટિ. અરેરે! અનંત અનંત અવતાર થયા કાગડાનાં, કૂતરાનાં, નરકનાં, નિગોદનાં એ તું ભૂલી ગયો. તે અનાદિનો પ્રભુ છો ને! તો તું કયાં રહ્યો હતો? ચારગતિમાં દુઃખી થઈને રખડતો રહ્યો, નરકનાં, મનુષ્યનાં, તિર્યંચનાં સ્વર્ગનાં એ ચારે ગતિમાં દુઃખ છે, એવા દુઃખના અનંતા ભવ કર્યા. પ્રભુ તું થાકયો નહીં? તને થાક ન લાગ્યો....! પણ હવે તો સમજ! શ્લોક ૧૩૮ માં કહેશે- હવે તો ટાણા આવ્યા પ્રભુ! સમજ તો ખરો પ્રભુ! અંદરમાં અતીન્દ્રિય આનંદનું દળ છે ને! આ ઇન્દ્રિયના વિષયમાં સુખ માને છે એ તો રાગ ને કલ્પના છે. એ તો રાગનું ઝેર છે. અહીંયા તો વ્રત, તપાદિનો શુભભાવ હો! તેને પ્રભુ તો ઝેર કહે છે. સમયસાર મોક્ષ અધિકારમાં રાગને ઝેર કહ્યું છે. ભગવાન અંદર રાગથી ભિન્ન પડયો છે. અમૃતનો સાગર છે Page #325 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩/૯ તેની તો નજરું કરતો નથી તેને સ્વીકારતો નથી, એ સત્ય તરફનો સત્કાર ને સ્વીકાર નથી અને આ રાગની ક્રિયાનો સ્વીકાર અને તું માને છે કે ધર્મ કરીએ છીએ. તું એમ કુલા ભલે......પણ હવે અનંત સંસારમાંથી નીકળીશ નહીં. તમારા આ પૈસાનું શું કરવું? આ કરોડો રૂપિયાના મોટા પથારી હોય, બે-પાંચ-પચીસ કરોડની ધૂળ માટી છે, ત્યાં કયા હતાં સુખ! સુખ તો અહીંયા અંતરમાં છે. એ પૈસાથી સુખ આવતું હશે? તું મુંહ ફુલાવ તો ફુલાવ....એવા છે. “ અથવા કેવા છે? સમિતિ પૂરતાં શાનરૂત્તા મનપણું અથવા થોડું બોલવું.” સાધુ થઈને ઈર્ષા સમિતિ પાળે – જોઈને ચાલે, વિચારીને બોલે, એ બધી ક્રિયાઓ રાગની છે. તેને માટે બનાવેલો આહાર ન લ્ય! એવી એષણા સમિતિ પાળે...પણ એ બધો વિકલ્પ ને રાગ છે. આવું પાંચ સમિતિનું પાલન કરે છે. “મૈનપણું અથવા થોડું બોલવું, પોતાને હીણો કરીને બોલવું” કોઈ મૌન રાખે, ઓછું બોલે તો થઈ જાય ઓહોહો! મન રાખે અને ઓછું બોલે એમાં શું દાળિયા વળે કાંઈ? વાણિયા વેપારમાં કહે છે ને ! દાળિયા થયા એટલે કાંઈ કમાણી થઈ. તે એમાં શું દાળિયા થયા તારા...એ તો બધી રાગની ક્રિયા છે. માન તો તને કોણ ના પાડે છે! વીતરાગ તો તને કહે છે કે તું મિથ્યાષ્ટિ છો. તારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે તેની તો તને ખબર નથી. એનો તને સ્વીકાર નથી, એનો તને અંદરમાં સત્કાર નથી. આ રાગની ક્રિયા છે શુભની....જે સ્વભાવથી વિરુદ્ધ છે તેનો તને આદર છેસત્કાર છે સ્વીકાર છે માને છે કે હું ધર્મી છું. પણ એકાન્ત કર્મબંધનને સંસાર વધારે છે. ભાઈ ! તમે સાંભળ્યું નથી જિંદગીમાં! આ શાસ્ત્ર કોનું છે? સોનગઢનું છે? આ શાસ્ત્ર તો હજારો વર્ષ પહેલાનું છે. અમૃતચંદ્ર આચાર્યના શ્લોકો છે. કુંદકુંદ આચાર્ય બે હજાર વર્ષ પહેલાં થયા....તેમની ગાથા છે. આ શ્લોકના અર્થ બસ્સો વર્ષ પહેલાં રાજમલ્લજીએ કર્યા છે. “મન થઈને અથવા થોડું બોલવું” બાર બાર મહિના સુધી મન રહે...તો શું થયું? એમાં શું? એ તો જડની ક્રિયા છે તો ભાષા ન થઈ પણ એમાં ધર્મ કયાં આવ્યો! જામનગરના પ્રોફેસર હતા તે મન રહેતા, પછી તેણે મોટો યજ્ઞ કર્યો હતો. તે જામનગરની બહાર હતા ગુજરી ગયા. એ બ્રાહ્મણ હતા. એના મહારાજ મન રહે અને પછી લોકો એકઠા થાય. યજ્ઞમાં લાખો રૂપિયા ખર્ચા હતા.-પણ એમાં શું દાળિયા વળે ! તેમાં ધર્મ કયાં આવ્યો? વર્ષીતપમાં અપવાસ કરે...તેમાં રાગની મંદતા કરી હોય તો મિથ્યાષ્ટિ સહિત પુણ્યનો ભાવ છે. તારો નાથ અંદર છે. તેની તો તને નજરું નથી. અનંત અતીન્દ્રિય આનંદનો કંદ અંદર બિરાજે છે. જેમાં અનંત આનંદ અનંતજ્ઞાન, અનંત દર્શન એવી અનંતશક્તિનો ગુણ ભંડાર મોટો છે. અનંતગુણનો ગોદામ અંદર પડ્યો છે. પ્રભુ! તને ખબર નથી. અનંત આનંદ અનંતજ્ઞાન આદિ અનંતગુણનો ગોદામ આત્મા છે. ભાઈ ! તારા ગોદામ તો બધા સમજવા Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કલશામૃત ભાગ-૪ જેવા છે. એવા ત્રિકાળી આત્માનું શુધ્ધ સ્વરૂપ ચૈતન્યને દૃષ્ટિમાં લીધા વિના, પોતે ભગવાન સ્વરૂપે બિરાજે છે તેનો અનાદર કરીને....., રાગની ક્રિયા-વિભાવની ક્રિયા જે સ્વભાવની ક્રિયાથી વિરુધ્ધ છે તેનો આદર મા.......તેમાં ધર્મ માન તો સંસારમાં ૨ખડીશ. મારગડા આમ છે બાપુ ! અત્યારની શૈલીથી જુદી જાત છે. અત્યારની શૈલી તો બધે આ જ સાંભળવા મળે છે. વ્રત કરો ને અપવાસ કરો ને ઉપધાન કરો, જાત્રાકરો, દાનકરો, મંદિર બનાવો, ગજરથ ચલાવો, વરઘોડા મોટા કાઢો મુનિઓને આહાર આપો, ચોકા લગાવો, તમે મુનિ છો કે નહીં તેની હજુ તમને ખબર નથી. દેના૨ મુનિ માની આહાર આપે તો તે મિથ્યાર્દષ્ટિ છે. ઝીણી વાત છે......! અત્યારે બહુ ફે૨ફા૨...! મારગ તો એવો છે કે–જેના એક ક્ષણમાં સમ્યગ્દર્શન થાય, તેના જ્ઞાનમાં પૂર્ણ શેય આવે એટલે જેનું સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે તેને શેય બનાવે....અને રાગાદિ ૫૨શેય તરીકે જેને ભાસે એવી સમ્યગ્દર્શનની દશા તે અલૌકિક ચીજ છે. તેના વિના જન્મ –મ૨ણનો અંત કોઈ દિ’ નહીં આવે બાપુ ! “( સમિતિપરતાં)માનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું.” એથી શું થયું બાપુ ! એ તો જડની ક્રિયા છે. તેણે કદાચિત્ રાગની મંદતા રાખી હોય એમ તું માને તો માન ! સમિતિમાં બરાબર તત્પર રહે. એષણા સમિતિ જોઈને ચાલે, જોઈને નિર્દોષ આહાર લ્યે, તેને માટે બનાવેલો આહાર પ્રાણ જાય તો પણ ન લ્યે! એવી સમિતિ પાળ તો પાળ ! પણ એ સમ્યગ્દર્શન નહીં, તારા ! એ બધાં થોથાં છે. “તેનું સમાનરૂપ સાવધાનપણું તેને (આલમ્બન્તાં) અવલંબે છે. અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો,” એમ કહે છે કે રાગનંદ થયો એ પ્રકૃતિનો સ્વભાવ છે, તારો સ્વભાવ નહીં. પ્રભુ ! આવી વાતો આકરી બહુ!? લાખ્ખો, કરોડો માણસ કંઈક બીજું માને અને આ કંઈક જુદી વાત આમાં અથડામણ જ ઊભી થાય ને !! આહાહા....બાપુ ! તને ખબર નથી ભાઈ ! અંત૨માં મોટું નિધાન પડયું છે ભાઈ! અનાકુળ આનંદનો નાથ પ્રભુ બિરાજે છે. અનાકુળ અતીન્દ્રિય જ્ઞાનનો સાગર આત્મા છે. અનાકુળ ઈશ્વરતાની શક્તિનો ભંડા૨ છે. એ ત૨ફની નજ૨ વિના તારી નજરું વર્તમાન પર્યાય રાગની ક્રિયા ઉ૫૨ છે....તેથી મિથ્યાર્દષ્ટિ છે. “(સમિતિપરતાં) પાંચ સમિતિમાં તત્પર રહે. ( પરતાં) શબ્દ છે ને ! પાંચ સમિતિનું આલંબન લ્યે છે. જોઈને ચાલે વગેરે બધી ક્રિયાઓ રાગની છે. અરે ! આવી વાત સાંભળવા મળે ત્યાં–કહે જૈન ધર્મનો આવો માર્ગ હશે ? ત્યાં આવું સાંભળ્યું હતું ? એ તો અપાસરામાં સાથે રહેનારા......હતા. બાપુ! આ મારગ જુદા ભાઈ ! તેને કરવટ બદલવી નથી. રાગની પડખે ચડયો છે એ સ્વભાવની પડખે આવ્યો નહીં. રાત્રે એક પડખે સુવે....પછી પડખું ન Page #327 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩૧૧ ફેરવે કેમકે એ બાજુ ભીંત હોય તેમ અહીંયા એક બાજુની કરવટ છે. તેણે પર્યાયબુદ્ધિમાંથી પડખું ફેરવ્યું નહીં....અને સ્વભાવ સન્મુખ ગયો નહીં. “સમિતિ પરતાં માનવુન્તા” એ રાગને ભલે આલંબો પણ એ પ્રકૃતિનો સ્વભાવ છે, તારા આત્માનો નહીં. ગજબ વાતો છે. પ્રભુ તું કોણ છે? તું તો જ્ઞાન ને આનંદનો સાગર છો ને પ્રભુ !! તને તારી મોટપની ખબર નથી? પામર ચીજ જે રાગાદિ તેની તને મહિમા અને સત્કાર છે. પ્રભુ! તું હેરાન થઈ ગયો. વાડામાં રહે તો (આવી વાત કરનારને) વાડામાં ના રહેવા ધે! અહીં તો જંગલ છે.જેને માનવું હોય તે માનો-બાપા! મારગ આ છે. અમારે તો વિક્રમ સંવત ૧૯૮૦ ની સાલમાં થોડી પ્રરૂપણા કરી કહ્યું કે સંપ્રદાયની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન એમ છે નહીં, વસ્તુ બીજી છે. ત્યાં તો બહારમાં ખળભળાટ ખળભળાટ થઈ ગયો આજથી ત્રેપન વર્ષ પહેલાંની વાત છે. બોટાદમાં ચોમાસુ હતું. ૧૯૭૭,૭૯,૮૦ એમ બોટાદમાં ચોમાસુ કરેલું. ત્યારે અમારા ગુરુભાઈ મૂળચંદજી હતા. તે બધાને એકઠાં કરી અને કહે- જો ભાઈ ! તમે ગમે તે સાંભળ્યું હોય પણ શ્રધ્ધા તો ગણધર જેવી છે તેથી સમકિતી છીએ, હવે વ્રત-તપ કરવા એ ચારિત્ર....આમ કહી બધાંને સમાધાન કરાવે! એ વખતે પંદરસો પંદરસો માણસની સભા વ્યાખ્યાનમાં થતી. આપણા ત્રણસો ઘર હતા. રાયચંદ ગાંધી જેવા મોટા ગૃહસ્થ, પૈસાવાળા, વિશાશ્રીમાળી, નારણ ભૂધર એ સંઘના શ્રેષ્ઠ હતા. અપાસરામાં સભા સમાય નહીં તો કેટલાય ઓટલે બેસે! આ સંવત ૧૯૮૫ ની સાલની વાત છે. હળવે દઈને વાત કરી....આ પંચ મહાવ્રતના પરિણામ છે તે આસવ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધ ન પડે અને જે ભાવે બંધ પડે એ ભાવ ધર્મ નહીં. બધા શેઠિયા બેઠા હતા. સંપ્રદાયમાંય અમારું નામ મોટું હતું ને! એ વખતે બહાર ઓટલા પર બેસી પોલીસે વ્યાખ્યાન સાંબળ્યું. પછી તે કહે મહારાજ તમે બધાને સાધુ કરી દેશો તો પછી તેને વહોરાવનાર કોણ રહેશે? એ પોલીસે આવો પ્રશ્ન કર્યો. પછી કીધું એમ ન હોય! સજ્જન માણસ એમ કહે કે હું કરોડપતિ થઈશ તો પછી આ વાસણના સાફ કરનારા કોણ રહેશે? એમ વિચારતા હશે? મારગ જુદો છે પ્રભુ! જેમાં જન્મ-મરણના અંત આવે તે મારગ છે. એ વિના બધી વાતું ને થોથે થોથાં છે. અહીંયા તો કહે છે-પંચ મહાવ્રત પાળો, અગિયાર અંગના કરોડો શ્લોકોને કંઠસ્થ કરો, શાસ્ત્રોનું જાણવું કરો અને પાંચ સમિતિમાં તત્પર રહો.....તો પણ એ સંસાર છે. એ રાગની ક્રિયા છે. સાંભળ્યું જાય નહીંજગતને કઠણ પડે શું થાય? સાધુઓએ એવી પ્રરૂપણા કરી છે– અને સાંભળનારાને એ જ મળ્યું છે બિચારાને! બધા એ જ પ્રરૂપણા કરે છે... આ કરો વ્રત કરો, અપવાસ કરો, જાત્રા કરો...!ભગવાન અહીંયા તો કહે છે ...પાંચ સમિતિમાં ભલે તત્પર હો! પણ એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ તારો ધર્મ નહીં. “તથાપિ રાગી હોવાથી મિથ્યાદેષ્ટિ છે, કર્મબંધને કરે છે.” ક્રિયાનો રાગ છે તે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ કલશામૃત ભાગ-૪ વિકલ્પ છે અને એનો પ્રેમ છે તેને રાગની રૂચિ છે. તેને સ્વભાવની અરુચિ છે. ત્રિકાળી અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એના પ્રત્યે જેને અરુચિ છે તેને રાગની રુચિ છે... તે મિથ્યાદેષ્ટિ છે તેને જૈનની ખબર નથી. તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે.” તે પાંચ સમિતિમાં તત્પર હોવાથી પંચ મહાવ્રતને પાળે છે. અહીં કહે છે- તે રાગી છે. કેમકે એ વિકલ્પ છે, વૃત્તિ છે. એ કયાં આત્માનો સ્વભાવ છે? તેથી તે કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાષ્ટિ છે.” જુઓ! શું કહે છે? જે પર્યાયમાં રાગ છે તેમાં રત છે. રાગ, પુણ્ય, દયા-દાન-વ્રતની પર્યાયમાં રત છે તેને જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે તેની તો ખબરેય નથી. સમજાણું કાંઈ? વર્તમાન પર્યાય એટલે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એ રાગ પર્યાય છે. એની દૃષ્ટિ તે રાગબુદ્ધિ છે અને રાગબુધ્ધિ તે પર્યાયબુદ્ધિ છે. આવું છે....... આ શ્લોક તો એવો (સુંદર) આવ્યો છે! જે કોઈ જીવ એ રાગની ક્રિયામાં...રત છે તે મિથ્યાષ્ટિ છે. રાગની વાત શું!? વર્તમાન એક સમયનો જ્ઞાનનો ઉઘાડ (બુદ્ધિ) છે તે પર્યાય છે –તે અવસ્થા છે તેની જેને રુચિ છે. એ મિથ્યાષ્ટિ છે. આહાહા ! એ એક સમયની અવસ્થાની પાછળ ભગવાન આત્મા! જે ત્રિકાળી સચ્ચિદાનંદ આનંદકંદ પ્રભુ બિરાજે છે-એની નજરું કરવાનો જેને વખત નથી, તેની સામું જોવાનો ટાઈમ મળતો નથી તે મિથ્યાષ્ટિ છે. આવી વાતો હવે! અહીં કહે છે કે –એ પ્રગટ મિથ્યાષ્ટિ છે, ગુપ્તય નહીં. એની પ્રરૂપણામાં એ જ વાત આવે વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, એમાંથી તમને ધર્મ થશે. એ પ્રરૂપણા જ મિથ્યાદેષ્ટિની છે. “તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે” રાગ મંદ કરીને અપવાસ કર્યા, વ્રત પાળ્યા એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. એ કાંઈ ભગવાન આત્માનો જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુનો સ્વભાવ નથી. “અમે સમ્યગ્દષ્ટિ અમને કર્મબંધ નથી, એવું મુખથી ગરજે છે.” અમે ધર્મી છીએ, અમે ધર્મ કરીએ છીએ, અમને શું ભગવાનની શ્રધ્ધા નથી? અમે સમકિતી છીએ ને ભગવાનને નથી માનતા અમે? અહીં કહે છે ભગવાનને માન છે પણ રાગ છે. પરમેશ્વરદેવને માનવા એ પણ એક રાગનો ભાગ છે. આ બેસે કેમ ? એ વાત કહે છે. અમે સમ્યગ્દષ્ટિ છીએ તેથી અમને કર્મબંધ નથી, એવું મુખથી ગરજે છે. વાત મોટીમોટી કરે છે. અમે વર્ષી તપ કર્યા અને તેની પાછળ પોણો લાખ રૂપિયા ખચ્યું છે. એમાં ધૂળમાં શું? એ માને છે કે અમે ધર્મ કર્યો! અને તેના સાધુ પણ ફૂલમાળા પહેરાવે-આ કરે...તે કરે! તેમાં બધા રાજી રાજી થઈ જાય અને અમને કર્મ બંધન નથી એમ ગરજે છે. “કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મોન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં એ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી.” મૌન રહે તો પણ તે પ્રકૃતિનો સ્વભાવ છે. રાગનો સ્વભાવ એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. કેટલાક બહુ થોડું Page #329 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૭ ૩૧૩ બોલે તો જાણે કે તેણે બહુ ત્યાગ કર્યો !! મૈનપણું સેવે તો લાભ થાય પણ કર્યું મનપણું એ સમસ્ત પ્રકૃતિનો સ્વભાવ ભેદ છે. કોઈની પ્રકૃતિ ખૂબ મંદરાગની હોય પણ એ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી. “તેમાં પરમાર્થ તો કાંઈ નથી.” પંચ મહાવ્રત પાળે, પાંચ સમિતિમાં નિર્દોષ આહાર ત્યે એને માટે બનાવેલા ન લે ! અત્યારે તો બનાવીને રાખે છે... સવારમાં દૂધ-ચા બનાવીને રાખે. તે મુનિ માટે નથી. એની વાતો તો અહીંયા છે જ નહીં, આ તો બરોબર સમિતિ પાળે, પણ એને માટે બનાવેલું કે નહીં મહાવ્રત પાળે છતાં તે પરમાર્થ નથી. આ તો પરમાત્માના ઘરની વાતો છે. જિનેન્દ્રદેવ વિતરાગ સ્વભાવની વાતો કરનાર છે. રાગની ક્રિયાનો કરનારો એમાં પરમાર્થ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાષ્ટિ છે, રાગી છે, કર્મબંધન કરે છે” અહીં હવે સરવાળો કરે છે. “જેટલા કાળ સુધી” એટલે વર્તમાન દશામાં રાગની મંદતાની ક્રિયા છે એ પર્યાયમાં રત છે તેટલા કાળ સુધી તે મિથ્યાષ્ટિ છે. જેટલો કાળ એ પર્યાયમાં એટલે અવસ્થામાં હાલ રાગ છે...ત્યારે દ્રવ્ય ધ્રુવ છે. ત્રિકાળી પ્રભુ! સત્ છે. “ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત્” એ ભગવાનની વાણીમાં આવ્યું, એમાં ઉત્પાદ, વ્યય તે પર્યાય છે. ધ્રુવ તે ત્રિકાળી શક્તિનો આખો પિંડ છે. હવે એ ત્રિકાળી વસ્તુની તો ખબરું ન મળે, એનો અનુભવ ન મળે અને તે વર્તમાન પર્યાય અને રાગની ક્રિયા મેં કરી છે. તેમાં પોતાપણું અનુભવે છે. એ રાગની ક્રિયા મેં કરી છે, તે મારી ક્રિયા છે, તે મને લાભદાયક છે એમ અનુભવે છે. પ્રશ્ન- કામ પર્યાયમાં થવાનું છે ને? ઉત્તર- કામ પર્યાયમાં કરવાનું છે.....પણ કઈ પર્યાય? એ નિર્મળ પર્યાય થાય કયારે ? એ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે ને!! પર્યાયના આશ્રયે પર્યાય ન થાય. ઝીણી વાત છે બાપા ! વર્તમાન પર્યાયના આશ્રયે પર્યાયમાં સમકિત ન થાય.....! સમકિત એ પર્યાય છે પણ ત્રિકાળી જ્ઞાનવંતના આશ્રયે સમકિત પ્રગટ થાય. હવે આમાં કયાં મેળ કરવો !? જેટલા કાળ સુધી જીવ પર્યાય એટલે વર્તમાન દશા જે રાગાદિ ક્રિયા અને વર્તમાન પર્યાય એક અંશ ઉઘડલો ક્ષયોપશમભાવ એ વર્તમાન પર્યાયનો અંશ એમાં રત છે. “જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાષ્ટિ છે.”પર્યાયબુધ્ધિ એ મિથ્યાષ્ટિ; દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ” દ્રવ્ય એટલે શું આ પૈસા? દ્રવ્ય એટલે અંદર આનંદનો નાથ ભગવાન પડયો છે... ભાઈ ! તને ખબર નથી. જેમાંથી કેવળજ્ઞાની પરમાત્માને કેવળજ્ઞાનની અનંત પર્યાય પ્રગટયા જ કરે. આનંદની પર્યાય પ્રગટયા જ કરે એવી અંદર ખાણ છે. અરે ! કોણ છે એ ધ્રુવ અને એ શું છે? એની ખબર ન મળે! પર્યાયબુદ્ધિ છે તેટલો કાળ મિથ્યાદૃષ્ટિ છે, રાગી છે, જેને રાગની ક્રિયામાં પ્રેમ છે એ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કલશામૃત ભાગ-૪ બધા મિથ્યાદેષ્ટિ છે, એ બધા રાગી છે. એ તો જે પરિચયમાં આવે તેને પેલી વાત ખોટી લાગે ! હવે એ વાત કેમ સાચી લાગે ! જેટલા કાળ સુધી જીવન વર્તમાન પર્યાયમાં અને રાગમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળસુધી તે નવા અનંત સંસારના કારણ ને કર્મબંધને કરે છે. એ શ્લોક પૂરો થયો. (મંદાક્રાન્તા). आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेत: पदमिदमिदं यत्र चैतन्यधातु: શુ શુદ્ધ સ્વરસમરત: સ્થાયિમાવતિપાદ-૩૮ના ખંડાન્વય સહિત અર્થ - “ભો અન્યા:” (મો) સમ્બોધન વચન; (લા:) શુદ્ધસ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવરાશિ તે, “તત્વ મ અપર્વ વિપુષ્પષ્યમ” (તત્) કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુધ્ધપરિણામ તથા ઇન્દ્રિયવિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તે-(ગલમ પર્વ) કર્મસંયોગની ઉપાધિ છે, બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી,(વિપુષ્પષ્યમ) એમ અવશ્ય જાણો કેવી છે માયાજાળ?“ મન ની નિ: સંસારત સુHT:"(યરિઅન) જેમાં-કર્મના ઉદયજનિત અશુધ્ધ પર્યાયમાં, (મની રાજપ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (શાસંસારત સુHT:) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદેષ્ટિ જીવો આસ્વાદે છે કે “હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું;” આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? “પ્રતિપમ નિત્યમત્તા: (પ્રતિપમ) જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે-“રૂત: ગત ત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને-એવા માર્ગે ન જાઓન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ પર આવો, અરે! આવો, કેમ કે રૂમ પમ રૂટું પર્વ” તારો માર્ગ અહીં છે, અહીં છે, “યત્ર વૈતન્યધાતુ:"(ચત્ર) જ્યાં (ચૈતન્યધાતુ:) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે?“શુદ્ધ: શુદ્ધ:"સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. “શુદ્ધ શુદ્ધ” બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? “સ્થાપિમવત્વમ તિ” અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી? “વરસમરત:” Page #331 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૧૫ (ર) ચેતના સ્વરૂપના (મરત:) ભારથી, અર્થાત્ કહેવા માત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને-પર્યાયનેમિથ્યાદેષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬-૧૩૮. કળશ નં.-૧૩૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૦૧૪૧–૧૪૨ તા. ૦૫-૦૬–૦૭/૧૧/'૭૭ સૂક્ષ્મ વિષય છે પ્રભુ! અનાદિ કાળનો આત્મા છે, અંદર પોતાનું સ્વરૂપ શુધ્ધ ચિ આનંદકંદ પ્રભુ છે...તે આત્માનું સ્વરૂપ છે. તેને ભૂલીને અનાદિકાળથી પુણ્ય-પાપના ભાવ, શરીરાદિ ધૂળ જડ જે પુણ્ય-પાપના ફળ તેને પોતાનું સ્વરૂપ માને છે. પોતે અંદર ચિદાનંદ સ્વરૂપ... વીતરાગ દેવ, જિનેશ્વરદેવ પરમેશ્વર દેવ એવા શુધ્ધ સ્વરૂપે (રહેલ) આનંદની મૂર્તિ આત્મા છે. તેને પ્રથમ સંબોધન કરે છે-“ભો :” હે! આંધળાં! પ્રભુ! તને ખબર નથી. તારી અંદર શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા બિરાજે છે. અહીં હું આંધળા ! એમ કહ્યું ને !! ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકરદેવે ઇન્દ્રો અને ગણધરોની સભાની વચ્ચે કહ્યું. હે આંધળા !! છ ખંડના ધણી ચક્રવર્તી! જેને છનું કરોડ પાયદળ, છનું કરોડ ગામ તેના સાહેબા જે સભામાં બેઠા હોય ત્યારે પ્રભુની વાણીમાં જે આવ્યું તેને સંતો આડતીયા થઈને જગતમાં જાહેર કરે છે...હે આંધળા ! એટલે શું? અંદરમાં ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ પ્રભુ છે. તેને તું જોતો નથી માનતો નથી.જાણતો નથી....અને આ પુણ્ય ને પાપના ભાવ, તેના ફળમાં મળેલી ધૂળ, શરીર, વાણી આદિ બાહ્ય વસ્તુમાં મૂંઝાઈને પડ્યો છે તેથી તું આંધળો છો. આ વચન કણાનું છે, સંતોના વચનો કરુણાથી હોય છે. હે..આંધળા...! આહાહા! અંદર જ્ઞાનાનંદ પ્રભુ બિરાજે છે તેની તને ખબર નથી. ભાઈ ! તારું સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય આનંદકંદ છે; પ્રભુ! તું તેને જોતો નથી, તું તેને જાણતો નથી તેથી તેને આંધળો કહ્યું છે. તે ભલે મોટો ચક્રવર્તી હોય, અબજોપતિ અબજની પેદાશવાળો હોય તેને કહે છે હે આંધળા! તારે જેને જોવું જોઈએ, દેખવું જોઈએ તેને તો દેખાતો નથી અને આ શરીર-મન,વાણી, ધૂળ-માટી, પત્ની, બાળકો એ બધી તો જડ પુદ્ગલની સામગ્રી છે. અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય, દયા દાન-વ્રત-ભક્તિના ભાવ થાય એ રાગ ભાવ છે. હિંસા, જૂઠ-ચોરી-ભોગની ભાવના એ પાપનો રાગભાવ છે. એ રાગને તું જાણનારો અને રાગની પાછળ તું( પોતે) ચૈતન્યમૂર્તિ પ્રભુ છો તેને નહીં જાણનારો હોવાથી તું આંધળો છો. બહુ ચોખ્ખું કહ્યું છે. આ પૈસાવાળા બધા( આંધળા) એવા હશે? આ કરોડોપતિ ને અબજોપતિ માણસ; Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તેને અહીં કહે છે એ ધૂળના પતિ છે–પ્રભુ તેને ખબર નથી. “ભો અન્યા:” (મો) સમ્બોધન વચન; (અગ્ન્યા:) શુધ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલા જીવાશિ તે,” છ વિભક્તિ અને સાતમું સંબોધન આવે છે. કર્તા,કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ છ વિભક્તિ છે, ત્યાર પછી સાતમું સંબોધન આવે..... અન્ધા ! એમ કહીને સંબોધન કરે. કલશામૃત ભાગ-૪ આહાહા ! તારો નાથ અંદર શુધ્ધ ચૈતન્ય ભગવાન બિરાજે છે. તેના અનુભવથી તું ખાલી છો ! આ પુણ્ય-પાપના ભાવમાં અંધ થઈ તેમાં મૂર્છાઈ ગયો છે. મૃતક કલેવ૨ શ૨ી૨ તે તો મડદું છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવ૨માં મૂર્છાઈ ગયો છે. જિનેન્દ્રદેવ ૫૨માત્માને કયાં કોઈની પડી છે ! ? કે–આ મોટા રાજા છે કે રંક છે...એ બધા આંધળાઓ છે. ચૈતન્યમાં અંદર રિધ્ધિ સિધ્ધિ ભરેલી છે તેને નહીં જાણનારા આંધળા છે. આવી વાતો છે! પ્રભુ તારા સ્વરૂપની વાત તેં સાંભળી નથી, એની તેને ખબરું નથી. ભાઈ અનંતજ્ઞાન, અનંત અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલો પ્રભુ આત્મા છે, તેને તો તું જોતો નથી. એ પુણ્ય ને પાપનો રાગ જેમાં નથી તેને તો તું જોતો નથી ! એ રાગ, પુણ્ય ને પાપના ફળ તેને જ તું જુએ છે તેથી આંધળો છે. સંતોની કરુણા તો જુઓ !! હે–આંધળા ! જેને જોવું જોઈએ તેને તો તું જોતો નથી અને જે જોવાનું નથી તેને જુએ છે ?! મહાવિદેહમાં સીમંઘ૨ ૫૨માત્મા સાક્ષાત્ બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે. મુનિ દિગંબર સંતો જે આત્માના અનુભવના રસિયા એ જગતને કરુણાથી આમ કહે છે. “ભો સન્યા:” હે..આત્મા ! તું આંધળો છો હો!! અંત૨માં અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય અનંત વીતરાગતા જેમાં ભરેલી છે એવું જે આત્મ તત્ત્વ અંદર છે; છતી ચીજ છે તેને તું જોતો નથી. તેના તરફ તારી નજરું નથી. તારી નજરું પુણ્ય-પાપના ભાવમાં અને તેનાં ફળમાં છે, તેથી તું આંધળો છો. ભલે શાસ્ત્રોને કે અગિયાર અંગને જાણ્યા હોય, પંચમહાવ્રત પાળતો હો....પણ તે રાગની ક્રિયા છે. એ રાગથી ભિન્ન અંદર ભગવાન ચૈતન્ય પ્રભુ બિરાજે છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એ વસ્તુ છે ને ઃ સત્ છે ને ! જે સત્ છે તેની આદિ નથી, એ અનાદિથી છે, અને અનંતકાળ રહેનારી તે ચીજ છે. તેનો નાશ થાય એવી કોઈ ચીજ નથી. આવો અનાદિ અનંત ભગવાન આત્મા ! જેમાં અનંત આનંદ અને પૂર્ણ શાંતિ ભરેલી છે. જે ભગવાન છે તેને તું ભાળતો નથી ? તું તને જોવા નવરો નથી ? તું તારી ઋધ્ધિને જાણવા નવો નથી તેને શું કહેવું હવે ? એમ કહે છે. આવી વાતો છે ભગવાન ! આ બધાં ધૂળ ધમાહા શરીર, વાણી, મન, હાડકાં, એ તો બધું જડ-માટી–ધૂળ છે...તેના પ્રેમમાં ફસાણો, અંદ૨માં થતાં પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન-ભક્તિના ભાવ એ પણ રાગ છે. એ રાગમાં ફસાઈ ગયો, તેમાં એકાકાર થઈને અંદરનું તારું નિજ પદ પડયું રહ્યું. ચૈતન્યધાતુ એટલે ચૈતન્યસ્વભાવ જેણે ધારી રાખ્યો છે તેવો ભગવાન આત્મા તેને જોવાની કદી નજરું ન Page #333 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૧૭ કરી નાથ! ભલે એ ક્રિયાકાંડ કરતો હોય, પંચમહાવ્રત આદિ પાળતો હોય...પણ એ બધી રાગની ક્રિયા છે. એ રાગને દેખે છે, પર્યાયની પાછળ પ્રભુ જ્ઞાતા દષ્ટા સચ્ચિદાનંદ પ્રભુ છે...જેને વીતરાગ સર્વશે કહ્યો એવો આત્મા છે. જેવો વીતરાગ પરમાત્માએ જોયો છે એવો અન્ય કોઈએ જોયો નથી. એ ઓધળાની વ્યાખ્યા કરી. (મો) એ સંબોધન કર્યું. કે હે–ભાઈ ! હે અંધા. એમ! આંધળા કેમ? અંદર શુધ્ધ સ્વરૂપ પવિત્ર છે, જે અતીન્દ્રિય અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ અંદર છે. તેના અનુભવથી ખાલી છે તેથી અમે તેને આંધળા કહીએ છીએ. કહે છે ને “છતી આંખે આંધળો” પણ આ આંખ પરને જુએ છે. આ તો માટી ધૂળ છે અને જોનાર તો આત્મા છે. આ(શરીર) ધૂળ કાંઈ જાણતી નથી, કેમકે તે તો માટી છે. એ જાણનારને જાણ્યો નહીં. પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવી, પૂર્ણ સર્વદર્શી, પૂર્ણ અતીન્દ્રિય આનંદ, અનંતવીર્ય અનંત સ્વચ્છતા, અનંત શાંતિનો સાગર તેને ડુંગર (કહો ) એ પોતે ભગવાન છે ભાઈ! તને ખબર નથી! આ બધા યુવાન શરીર તે સ્મશાનમાં હાડકાં રાખ થશે...એમાં તું નથી. કદાચ તેને બહારમાં પૈસા થઈ જાય બે પાંચ કરોડ તો હું પહોળો ને શેરી સાંકડી એવું થઈ જાય !? અરે-પ્રભુ! તને શું થયું છે આ !! તારી ચીજમાં અનંત આનંદ અને શાંતિ પડી છે તેને તો જોવાની તને ફૂરસદ નથી અને જે તારા નથી એવી કૃત્રિમ ક્ષણિક અનિત્ય, નાશવાન ચીજના પ્રેમમાં ફસાઈ ગયો છે...પ્રભુ! આવી વાત છે!! જેટલો જીવરાશિ તે”, જેટલા જીવનો ઢગલો છે તે વીતરાગ પરમેશ્વર ભગવાને તો અનંતા જીવ જોયા છે. લસણની એક કળીમાં એક રાય જેવડી કટકી લઈએ તેમાં અસંખ્ય તો શરીર છે. એક-એક શરીરમાં અનંત આત્મા છે. એક એક આત્મા પૂર્ણ આનંદથી ભરેલું તત્ત્વ છે. અરે...તને ત્યાં(પોતાને) જોવાનો વખત ન મળે તેથી તેને આંધળો કહે છે. જેટલો જીવરાશિ તે, તત્ પરમ વિલુણ્યધ્વમ કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય” મનુષ્યપણું મળે, નારકી થાય, દેવનો દેવ થાય કે તિર્યંચ-પશુ થાય... એ બધી કર્મની સામગ્રી છે. પ્રભુ! તું એમાં નહીં; તે તારા નહીં. ચારગતિ એ તું નહીં, એ તારામાં નહીં. તું કોણ છો પ્રભુ ! જો તું ગતિરૂપે થયો હો તો તે ગતિ જુદી પડીને...કોઈ દિવસ સિધ્ધ થઈ શકે નહીં. ચારગતિ એ તું નહીં, તે તો કર્મની સામગ્રી છે. “તથા રાગાદિ અશુધ્ધ પરિણામ તથા ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે પુણ્ય-પાપના અશુધ્ધ ભાવ, પછી તે હિંસા-જૂઠ-ચોરી-વિષય ભોગનો રાગ હો કે પછી તે વ્રત-તપ દયા-દાનનો રાગ હો....! પણ એ બધા રાગ છે. બાપુ! તને ખબર નથી. ભગવાન તું કોણ છો? તેની તને ખબર નથી. જેમ સોનાનો લાટો પડયો હોય તેમ અંદરમાં ચૈતન્ય ભગવાન આનંદનો લાટો પડ્યો છે. ત્રિલોકનાથ ભગવાન...સર્વજ્ઞ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે ભાઈ ! તું અનંત આનંદનો લાટો છે. જેમ સોનાનો લાટો હોય છે, અથવા ત છે !! Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ કલામૃત ભાગ-૪ બરફની પાટ હોય છે ને ! મુંબઈમાં તો ૨૫-૨૫ મણની ૪૦-૪૦ મણની બરફની મોટી પાર્ટ ખટારામાં નીકળતી હોય તે જોતાં હોઈએ. તેમ આત્મા શીતળ આનંદના નાથની પાટ છે. અતીન્દ્રિય આનંદની મોટી પાટ આત્મા છે. અરે તેને કેમ બેસે? એવા ભગવાન આત્માનો પૂર્ણાનંદ સ્વભાવ છે. તેમાં તો અનંતુ કેવળજ્ઞાનની અનંતી પર્યાય પડી છે. એવા આત્માને તું જોતો નથી અને આ રાગાદિ અશુધ્ધ પરિણામ થાય, પુણ્ય પાપના ભાવ થાય તેને જુએ છે અને આ મેં કર્યા, આ મારા છે તેમ માને છે. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવનો માર્ગ આખી દુનિયાથી જુદો છે. જે ચારગતિરૂપ પર્યાય” એ ચારગતિની દશા છે. પુણ્ય ને પાપ આદિ અશુધ્ધ પરિણામ એ બધો રાગને વિકાર છે પ્રભુ! “તથા ઈન્દ્રિય વિષય જનિત સુખ દુઃખ” એ તો ઝેર છે. ભાઈ ! તને તારા અમૃતના નાથની ખબર નથી. ભાઈ ! એ ઝેરના પ્યાલાને તું પી અને પડયો છો “ઈન્દ્રિય વિષય જનિત” કાનેથી શબ્દ સાંભળવા, બીજા વખાણ કરે કે તમે તો કર્મી જાગ્યા-કર્મી જાગ્યા એમ કહે છે ને!ધર્મી જાગ્યા એમ કહે છે? લોકમાં શું કહે છે? મારો દિકરો કર્મી જાગ્યોઃ કર્મી એટલે કર્મનો-પાપનો કરનારો દિકરો ખુશી થાય કે –બાપાએ મને કર્મી કહ્યો!? (શ્રોતા:-આપકર્મી) આપ કર્મી ધૂળેય નથી. તેના બાપ પાસે ન હોય અને પાંચ પચ્ચીસ લાખ પેદા કર્યા હોય તો આપકર્મી કહે. ધૂળેય નથી આપકર્મી સાંભળને !! એ તો કોઈ પૂર્વના પુણ્યના પરમાણું પડ્યા હોય તો બહાર(સામગ્રી આદિ) દેખાય. તું તેમાં કયાં છો ! એ તારે લઈને આવ્યું છે? જિનેન્દ્રદેવ પરમાત્મા જગતને જાહેર કરે છે....હે આંધળા! આ ઇન્દ્રિય જનિત સુખદુઃખ એટલે કે અનેક પ્રકારે પ્રતિકૂળતા હોય. નિર્ધનતા હોય ત્યારે દુઃખી છીએ, રોટલો ખાવા મળતો નથી. અહીંયા બધા કરોડપતિઓ આવે છે તેથી કાંઇ કરો) બાપા! અહીંયા તો ધર્મ છે, અહીંયા પૈસાનું (કામ નથી). અહીં કહે છે કે અંદરમાં છે, જે પાંચ ઇન્દ્રિયોના વિષયોના (લશે ) માનેલું સુખ-દુઃખ કલ્પના છે. “ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તેન(અપમ સાર્વ)” શું કહે છે? આ ચારગતિરૂપ પુણ્ય-દયા-દાન, રાગ-દ્વેષના પરિણામ, ઇન્દ્રિય વિષય જનિત સુખ દુઃખની કલ્પના એ (અપવમલપર્વ) “કર્મ સંયોગની ઉપાધિ છે.” એ માને છે કે હું સુખી છું. પાંચ પચાસ લાખ ધૂળ મળી હોય, પત્ની રૂપાળી મળી હોય, છોકરાં સારા થયા હોય તે બધી ઉપાધિ છે. એ ઉપાધિને મારી માનીને મરી ગયો. અરેરે ! તેણે આત્માના સ્વરૂપને ઘાયલ કરી નાખ્યો. આ પુણ્ય ને પાપના ભાવ મારા, ઇન્દ્રિયના વિષયમાં સુખ-દુ:ખની કલ્પના તેને પોતાના છે એમ માની તે તારા ચૈતન્યને, આનંદના નાથને ઘાયલ કરી નાખ્યો છે. એમ સર્વજ્ઞ પ્રભુ કહે છે. આવી તો તને ખબર નથી ભાઈ ! આ તે કઈ જાતનો ઉપદેશ! પેલા કહે વ્રત પાળો, ભક્તિ કરવી, લીલોતરી ન ખાવી..આવું Page #335 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૧૯ કંઈક કહે તો સમજાય ખરું ? એમાં શું હતું ? એ બધી રાગની ક્રિયાઓને પાળનારા આંધળા છે. અંદર રાગથી ભિન્ન ચૈતન્ય ભગવાન બિરાજે છે તેને તો તે જોતો નથી. ભાઈ ! અને જે અપદ અને ઉપાધિ છે તેને જોયા કરે છે. સંસ્કૃતટીકામાં અપદનો અર્થ આ રીતે કર્યો છે. આ શુભ-અશુભ ભાવ, ચારગતિ, ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખ એ તારું સ્થાન નથી; એ તારું લક્ષણ નથી, એ તારું રક્ષણ નથી. “અપદ” ના આ રીતે ત્રણ શબ્દાર્થ કર્યા છે. શું કહ્યું ? ફરીને.... આ કાંઈ કથા-વાર્તા નથી બાપુ ! આ તો આત્મધર્મની વાત છે પ્રભુ ! જલ્દી સમજાય જાય, પકડાઈ જાય....તેના માટેની તૈયારી જોઈએ. આહાહા ! એક ધૂળ સારુ આખો દિવસ મહેનત કરે છે. બે, પાંચ, પચાસ, હજાર લેવા માટે મરી જાય છે. સગાંવ્હાલાં, કુંટુંબ મૂકીને ૫૨દેશ જાય....... એ પાપ કરવા માટે !! આ તો અનંતકાળમાં અનંતભવમાં ધર્મ શું છે? એ કોઈ દિવસ સાંભળ્યું નથી.( કદાચિત્ ) સાંભળ્યું હોય તો તેને સમજવાની દરકાર કરી નથી. અહીંયા કહે છે- એ ચારગતિ, પુણ્ય-પાપના ભાવ, પાંચ ઇન્દ્રિયના વિષય આદિ એ બધાં અરક્ષણ છે. એ તારું રક્ષણ નથી, એનું રક્ષણ કરવા જતાં–તા૨ો ઘાત થઈ જાય છે. એ પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ એ પણ તારું પદ નહીં, એ તારું સ્થાન નહીં, એ તારું રક્ષણ નહીં; એ તારું લક્ષણ નહીં ! આવી વાતું છે બાપુ ! અરેરે! મનુષ્યપણું મળ્યું અને આ વસ્તુ શું છે એ સમજમાં ન આવે...તો મનુષ્યપણું મળ્યું ના મળ્યા બરોબર છે. પશુને (આ તત્ત્વ ) નથી મળ્યું ! ? તેથી બન્ને સ૨ખું થઈ જશે ! ભલે તેણે પાંચ-પચાસ કરોડ ભેગા કર્યા હોય ! અહીંયા તો કહે છે ચારગતિ, પુણ્ય-પાપનો ભાવ અને ઇન્દ્રિય વિષય જનિત સુખદુઃખની કલ્પના એ બધું અપદ છે. તારા માટે તે રક્ષણ નથી. તે અસ્થાન છે, અપદ છે, તે તારું લક્ષણ નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય, એ શુભરાગ અપદ છે. એ દુકાન અને ધંધામાંથી નવરો પણ કયાં છે? આખો દિવસ પાપમાં જાય, કોઈક દિવસ સાંભળવા જાય એમાં સાંભળવાનું એવું મળે ! તેને કુગુરુ લૂંટી લ્યે ! તેને વ્રત-તપમાં ધર્મ મનાવી એવું ધૈ ! તેનો અવતાર એળે જાય છે. અહીંયા કહે છે એ બધું અસ્થાને, અલક્ષણ એટલે તારું લક્ષણ નહીં. ‘અપદ છે, અપદ છે’ એમ બે વખત કહ્યું છે ને !? એ તારું લક્ષણ નહીં, એ તારું રક્ષણ નહીં અને તે તારું સ્થાન નહીં. આહાહા ! તું ત્યાં રહેવા લાયક નહીં. “બે વા૨ કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી” એ શું કહ્યું ? આ ચારગતિ મળી એ કોઈ જીવનું સ્વરૂપ નથી. પુણ્ય ને પાપના ભાવ અંદ૨માં થયા, એ કાંઈ તારું સ્વરૂપ નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયના ઢગલા મળ્યા અને તેના ઉ૫૨ લક્ષ જઈને...અમે સુખી છીએ તેવી કલ્પના Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨) કલશામૃત ભાગ-૪ કરી....એ કાંઈ તારી ચીજ નથી અર્થાત્ જીવનું સ્વરૂપ નથી. ભારે ( આકરું ) કામ ભાઈ ! પ્રશ્ન:- એ પાપી કહેવાય છે ને? ઉત્તર:- એ.પોતે પાપી છે. પુણ્યના પરિણામ મારા છે; એમ જે અપદને માને છે. એમ જે અપદને પદ માને છે, અસ્થાનને સ્થાન માને છે, અલક્ષણને લક્ષણ માને છે, અરક્ષણને રક્ષણ માને છે એ મિથ્યાષ્ટિ પાપી છે. સમજાણું કાંઈ? સમજાણું કાંઈ એમ કહેવાય છે. એ સમજાય જાય તો તો ન્યાલ થઈ જાય. પણ કહેવાની કઈ પધ્ધતિ અને રીત છે એ સમજાય છે? વીતરાગ દેવનો આ પોકાર છે. અરેરે! એને સાંભળવા પણ મળે નહીં!! અહીંયા કહે છે એ બધું “સર્વથા જીવનું સ્વરૂપ નથી.” એ દયા–દાન-વ્રતના પરિણામ એ રાગ છે. તને ખબર નથી. પણ એ જીવનું સ્વરૂપ સર્વથા નથી. તેમાં (જીવમાં ) શરીરનું સ્વરૂપ સર્વથા નથી. આ શરીર તો માટી છે. આ પુદ્ગલ-જડ-માટી-ધૂળની તો સ્મશાનમાં રાખ થવાની છે. અંદરમાં થતા પાપના ભાવ તે જીવના સ્વરૂપથી સર્વથા ભિન્ન છે. તેમ પુણ્યના ભાવો ભિન્ન છે. તેને નવરાશ જ કયાં છે... આખો દિવસ પા૫ જ કર્યું છે. આ ઝવેરાતના ધંધા એ પાપ હશે? એકેન્દ્રિય જીવ મરતા નથી એમાં? એ મારો ધંધો મને લાભદાયક છે અને એ હું કરું છું....એ ભાવજ બધો પાપનો છે. બહુ આકરું ભાઈ ! અહીંયા શ્લોક જ એવો છે. આહાહા! જયાં જોવું જોઈએ ત્યાં જોતો નથી અને જયાં ન જોવું જોઈએ ત્યાં જોઈને રાજી થાય છે. ભાઈ ! તું આંધળો છો હો! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ એ તારું પદ છે. એ વાત પછી આવશે. એ સર્વથા જીવનું સ્વરૂપ નથી.” શું? સર્વથા જીવનું સ્વરૂપ નથી. ઉપર ત્રણ વાત કરી તે જીવનું સ્વરૂપ નથી. (૧) ચારગતિ(૨) પુણ્ય-પાપના અશુધ્ધ પરિણામ(૩) ઇન્દ્રિય વિષય જનિત સુખ-દુઃખની કલ્પના અને સામગ્રી. એ બધું જે છે તે છે...તે સર્વથા જીવનું સ્વરૂપ નથી. આવી વાતો કયાંય સાંભળવા મળી નથી. આવો માર્ગ જિનેન્દ્ર ભગવાનનો છે. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પોકારે છે......અરે ભાઈ ! જયાં જોવું જોઈએ ત્યાં જોતો નથી અને તારામાં નથી એ ચીજને જોઈને મલકાઈ ગયો! બાપુ તું મરી ગયો...તું આંધળો છે હોં !! પ્રશ્ન:- દયા ન કરે તો તુચ્છ જીવોનું શું થાય? ઉત્તર- કોણ તુચ્છ છે? દયાનો ભાવ જ રાગ છે. પેલાનું તો આયુષ્ય હશે તો જીવશે ! કોઈ જીવાડી શકે છે પરને? પરની દયા કાંઈ પાળી શકે છે? બંધ અધિકારમાં જિનેન્દ્ર ભગવાન કહે છે – તેનું આયુષ્ય હોય તો તે જીવે! તેને તે આયુષ્ય આપીને જીવાડયું છે? તે તેને જીવાડયો છે? તે તારું આયુષ્ય તેને આપ્યું છે? કે તે જીવાડી દીધો? પેલાને મેં મારી નાખ્યો તો શું તું તેનું આયુષ્ય તોડી શકે છે? તેના આયુષ્યને તોડવાની તારી પાસે શક્તિ છે? એ તો એનો જીવ જેટલો કાળ એ દેહમાં રહેવાનો હતો..તો આયુષ્યને કારણે ત્યાં સુધી રહ્યો. Page #337 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩ર૧ આયુષ્ય પુરું થશે તો ફડાક દઈને ચાલ્યો જશે. કયાંય રખડતો રામ! એ વંટોળિયાના તરણા કયાં જઈને પડશે !? તેમ મિથ્યાષ્ટિ માને છે રાગમારો, પુણ્ય મારું, પાપમારું, તેનું ફળ મારું એમિથ્યાત્વના વંટોળિયે ચડયો છે. તે ચોરાસી લાખ યોનિમાં કયાં જઈને પડશે? બાપુ! તેને ખબર નથી. એમાં એ યુવાની સરખી મળી હોય, શરીર રૂપાળું મળ્યું હોય, પાંચ-પચાસ લાખ રૂપિયા મળે, પત્ની સારી મળે, છોકરાં સરખા હોય, મુનિમ સારા મળી ગયા હોય.બે પાંચ હજારની પેદાશવાળા. એટલે એ જાણે કે આહા! અમે ફાવી ગયા; ચારગતિમાં રખડવા માટે ફાવી ગયા. અહીંયા તો ટીકા જ એવી બોલે છે ને!! એ સર્વથા જીવનું સ્વરૂપ નથી (વિપુષ્પષ્યમ) એમ અવશ્ય જાણો. (વિબુધ્યધ્વમ્ ) એટલે વિશેષે જરૂર જાણો. એ શુભ-અશુભભાવ, ગતિ ઇન્દ્રિય જનિત વિષય સુખ સામગ્રી એટલે સુખની કલ્પનાઓ, એ બધું તારું સ્વરૂપ નથી....એમ જાણ ! અરે ! આ કયારે નવરો થાય ! બાળપણ છે તે રમતમાં જાય, યુવાનીમાં સ્ત્રીમાં મોહિને જાય, વૃદ્ધપણું થાય એટલે સાંઈઠ-સીત્તેર વર્ષ થાય એટલે હારી જાય. “બાળપણ ખેલમાં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહયા, વૃદ્ધપણું દેખકે રોયા...” અંતે હારી ગયો....થઈ રહ્યું. ભાઈ તું ભવ ચોરાસીના અવતારમાં રખડવાનો. “એમ અવશ્ય જાણો” જોયું? તેને જરૂર જાણો! કેમકે એ તારું સ્વરૂપ નથી. તેમાં પુણ્ય-પાપના ભાવ આવી ગયા અંદર. “અશુધ્ધ રાગાદિ એમ પાઠમાં આવ્યું ને!? અશુધ્ધ રાગાદિમાં પુણ્ય-પાપ, મહાવ્રતના પરિણામ એ રાગ છે. તે તારું સ્વરૂપ નહીં. તેં તારા સ્વરૂપને કોઈ દિ' જાણ્યું નથી. કેવી છે માયાજાળ”? એ બધી માયાજાળ છે-શુભ-અશુભ રાગ,ચારગતિ, પાંચ ઇન્દ્રિયના વિષયો, પાંચ ઇન્દ્રિયો કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ તેનાથી અનુકૂળ પ્રશંસા આદિ, અનુકૂળરૂપ આદિ, અનુકૂળ ગંધ આદિ, અનુકૂળ રસઆદિ, અનુકૂળ સ્પર્શ આદિ-એ બધું તારું સ્વરૂપ નથી....... પ્રભુ! તને ભગવાન તરીકે બોલાવે અને તું જાગ નહીં નાથ ! બાળકોને તેની માતા ઘોડિયામાં સૂવડાવે. તેનાં વખાણ કરતાં સૂવે “મારો દિકરો ડાહ્યો, પાટલે બેસીને નાહ્યો” એમ ગાય છે કે નહીં !? (હાલરડું) ગાય એટલે બાળક સૂઈ જાય, પણ તેને ગાળ્યું દેશે તો નહીં સૂવે..જોઈ લેવું તમારે ! “મારા રોયા સૂઈ જા” તો નહીં સૂવે. બાળકના અવ્યક્તપણે પણ એના ગાણા ગાશે તો સૂઈ જશે. અહીંયા ભગવાન ત્રિલોકનાથ તારા ગાણા ગાય છે ને નાથ! તારી મા તને સૂવડાવે અને પ્રભુ તને જગાડે છે. અરે ! જાગ રે જાગ નાથ ! તારામાં અનંત શાંતિની રિધ્ધિ પડી છે ને પ્રભુ! એ શાંતિને સુખ પરમાં કયાં ગોતવા જઈશ. “કેવી છે માયાજાળ ?” સ્મિન ગમી રાશિન: સાસંસTRI સુપ્તા: (શ્મન:) Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ કલશામૃત ભાગ-૪ જેમાં કર્મના ઉદય જનિત અશુધ્ધ પર્યાયમાં પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ” “અશુધ્ધ પર્યાયમાં” અર્થાત્ પુણ્ય પાપ અને ચારગતિ આદિમાં (મિન કમી રળિ) એ દયાદાનનો જે રાગ છે, તે રાગનો રાગ કરનારાઓ, એ બધા રાગી જીવો અજ્ઞાની છે એમ કહે છે. (સ્મિન કમી રાઝિ:) અશુધ્ધ પર્યાયમાં પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા” રાગનો રાગ, પુણ્યનો રાગ, પાપનો રાગ, શરીરનો રાગ, પત્નીનો રાગ, કુટુંબનો રાગ, પૈસાનો રાગ..એ બધી માયાજાળના પ્રેમિલા! તને તારા ચૈતન્ય સ્વરૂપનો દ્વેષ છે. અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. તેનો તને પ્રેમ નથી. આ તીર્થકર દેવનો પોકાર છે. એ માયાજાળનો તને પ્રેમ છે તેથી તું ચૈતન્યનો ખૂની છો. માયાજાળના પ્રેમિલા સાંભળ ! ભગવાન શુધ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. અરિહંતો, સર્વજ્ઞ પરમેશ્વરો થયા તે કયાંથી થયા? સર્વશને અતીન્દ્રિય અનંત આનંદ, અરિહંત પરમાત્મપણું પામ્યા એ કયાંથી પામ્યા? સર્વશપણે એ કયાંય બહારથી આવે છે? અંદરમાં પડયું છે. પ્રભુ તને ખબર નથી. જેમ કૂવામાં હોય તે અવેડામાં આવે તેમ જે અંદરમાં હોય તે બહારમાં આવે. સર્વજ્ઞ પરમેશ્વર થયા, જિનેન્દ્રદેવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતસુખ, અનંત આનંદ, અનંત વીર્ય...એ બધું પ્રગટ થયું તે કયાંથી થયું છે ખબર છે? અંદરમાં ખજાનો છે. તેમાંથી, એ ખજાનાને ન જોતાં જે તારી ચીજ નથી એવી ખાલી ચીજને, રાગને જોવા રોકાઈ ગયો. જે પર્યાયમાં રાગ કરનારા જીવ તેઓ (આસંસા૨ત સપ્તા:) અનાદિ કાળથી સૂતા છે.” (માસંસા૨I) એટલે આ સંસાર અનંતકાળથી લસણ ને ડુંગળીમાં પડયો હતો. એટલા બધા એવા જીવો એમાં પડયા છે કે હજુ સુધી ત્રસ થયા નથી. સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં એમ આવ્યું છે કે નિગોદમાં લસણ આદિ કંદમૂળમાં.. એવા જીવો પડ્યા છે કે હજુ કોઈ દિવસ ઈયળ થયા નથી. એ અનંતકાળથી કંદમૂળમાં રહ્યાં છે. ભાઈ ! તને તો મનુષ્યપણું મળ્યું ને! એ મનુષ્યપણામાં તો “જ્ઞાયકે ઈતિ મનુષ્ય” ચૈતન્યને જાણે અનુભવે તો એ મનુષ્યપણું ગણાય. નહીંતર તો મનુષ્યના સ્વરૂપમાં “મૃIT: વરત્તિ' અર્થાત્ મનુષ્યના શરીરમાં મૃગલા-હરણાં જેવા તારા અવતાર છે. આવી વાતો છે ભાઈ ! નરસિંહ મહેતા અન્યમતિમાં થયાં. તેની પત્ની મૃત્યુ પામી, તેણે સાંભળ્યું એટલે તેણે કહ્યું- “સુખે ભજિશું શ્રી ગોપાલ, ભલું થયું ભાંગી જંજાળ” ઉપાધિમાં ઉપાધિ ગઈ. તેમ આ બહેનો વિધવા થાય છે. તો તે દુઃખી છે એમ ન માનવું એને ! તેને જંજાળ છૂટી ગઇ છે પોતાના આત્માને માટે, આત્માનું કલ્યાણ કરવા માટે વખત મળી ગયો છે તેને...એમ સવળું લેને ! પાંચ-પચીસ લાખ મળ્યા હોય, તેમાં છોકરો મરી જાય પછી તે પોક મૂકે. એ જીવતો રહે તો બધા રૂપિયા રાખત અને આ તો તને દાનમાં ખર્ચવા માટે વખત મળ્યો છે તેમ લે ને!? Page #339 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૨૩ આખી દુનિયાથી લાઈન જુદી છે. ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગ સર્વશદેવનો પોકાર છે. આ બહારની ચીજ એ તારામાં નથી. એમાં તું મૂંઝાઈ ગયો. “અનાદિ કાળથી સૂતા છે” એમ પાઠમાં છે ને? પુણ્ય ને પાપના ભાવ અને તેના ફળમાં અનાદિ કાળથી જીવો સૂતા છે, જાગતા નથી. જાગવાનું સાંભળવા મળે તો પણ જાગતા નથી એમ કહે છે. અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે” સૂતા છે તેનો અર્થ કર્યો. આહાહા ! ચૈતન્ય દળ, ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા દૃષ્ટા ભગવાન આત્મા છે. ત્રિકાળી જ્ઞાતાદેષ્ટા ને આનંદનો કંદ પ્રભુ તેને છોડીને આ પુણ્ય ને પાપના ફળમાં સૂતા છે. માયાજાળમાં ગૂંચવાય ગયા છે. “ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી આવા સ્વાદને સર્વમિથ્યાદેષ્ટિ જીવો આસ્વાદે છે.” શું કહે છે? અનાદિકાળથી એટલે નિગોદથી માંડીને, બધા પ્રાણીઓ એ રાગ સ્વાદને સ્વાદે છે...અર્થાત્ તે વિકારી રાગને સ્વાદે છે. તેને નથી પૈસાનો સ્વાદ નથી એને સ્ત્રીના શરીરના ભોગનો સ્વાદ! આ શરીર તો માટી–ધૂળ છે...તેને આત્મા કેમ અડે? આત્મા અરૂપી છે. એ વખતે આ ઠીક થયું તેમ રાગને કરે ને રાગને ભોગવે છે. રાગી પ્રાણી અનાદિકાળથી રાગને ભોગવે છે. રાગ વિનાનો, મારો નાથ અંદર રાગથી ભિન્ન છે તેને જોવા નવરો થતો નથી. અત્યારે તો આ ઉપદેશેય મળતો નથી. બહુ આકરું કામ બાપુ! અહીં કહે છે કે- અનાદિ કાળથી એ સૂતો છે. તેણે શું કર્યું? એ રાગના સ્વાદ લઈને સૂતો છે. તેણે રાગનો જ અનુભવ કર્યો છે. પછી તે શુભ હો કે અશુભ હો ! શુધ્ધ તો કોઈકને હોય છે. અહીં તો અનાદિથી અશુધ્ધ હોય છે ને !! તેની વાત છે. આમ અત્યારે પણ બાવીસ કલાક પાપમાં કાઢે છે. રાગમાં સૂતો છે એટલે પાપના ધંધામાં સૂતો છે. તેને સ્વપ્ના પણ એવા જ આવતા હોય. આમ લીધું અને આમ લીધું..... આમ દીધું. રામપૂરમાં નારણભાઈ ભગત હતા. આમ નરમ માણસ હતો. અમારી પાસે દિક્ષા લેવાનો ભાવ હતો. તેને કહ્યું કે અમે દિક્ષામાં માનતા નથી. અને અમે દિક્ષા આપતાએ નથી. દિક્ષા કોને કહેવાય એ ઝીણી વાતું છે બાપુ ! અહીંયા કહે છે-અજ્ઞાની રાગને અનુભવે છે. તે રાગના સ્વાદને લે છે. સર્વ મિથ્યાષ્ટિ જીવો શું આસ્વાદે છે? “હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું, આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે.” એ બધા રાગને અનુભવનારા છે. દુઃખને અનુભવનારા દુઃખી પ્રાણી છે બિચારા ! એ બચારા કહેવાતા હશે? પાંચ-દશ કરોડ હોય, ચાહે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય તો પણ એ દુઃખી છે. પ્રભુ! તને ખબર નથી. સુખ તો અંદર આત્મામાં પડયું છે. સચ્ચિદાનંદ અતીન્દ્રિય આનંદકંદ છે. તેના સુખના સ્વાદને કદી જોયો નથી, જાણ્યો નથી. અનાદિથી જગતના રાગના રાગમાં તેનો સ્વાદમાં પડ્યો છે. વીતરાગ માર્ગ સિવાય આવી વાત કયાંય છે નહીં. ત્રિલોકનાથ પરમેશ્વર-જિનેન્દ્રદેવની અકષાય કરુણા છે. ભગવાન તું સૂતો છોને !? Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ કલશામૃત ભાગ-૪ અનાદિથી તે રાગનો વિકારનો સ્વાદ તો લીધો છે. પછી તે અશુભ રાગ હોય તોય રાગ અને શુભરાગ હોય તોય રાગ. એ રાગનો તને સ્વાદ છે, તને તારો સ્વાદ નથી. તું અતીન્દ્રિય આનંદનો કંદ છો. તેનો સ્વાદ તને અનાદિથી નથી. તે ઈ હશે? એ અરાગ શું હશે? આ ઢોકળાં મરચું નાખીને ખાય, રસગુલ્લા દૂધમાં નાખીને ખાય તેનો સ્વાદ હશે? એ તો જડ અને રૂપી છે. આત્મા અરૂપી છે. એ પદાર્થ ઠીક છે. એમ તેની ઉપર લક્ષ કરી ને તે રાગનો સ્વાદ લ્ય છે. એ રાગનો રાગ એટલે દુઃખ. દુઃખ એટલે આકુળતાને સ્વાદમાં લીધી છે. આવો માર્ગ વીતરાગ સિવાય કયાંથી આવે, આવી વાત!? હું સુખી છું' – એકવાર કહ્યું તું ! રાજકોટવાળા નાનાલાલ ભાઈ, તેનો વેવાઈ કરોડપતિ. અમારા વેવાઈ સુખી છે? કહ્યું સુખી કહેવા કોને? પૈસા આદિમાં ધૂળમાંય સુખ નથી. એ મોટા દુઃખીના દાળીયા છે. પૈસા મારા એ માન્યતામાં મહા મિથ્યાત્વના રાગની આકુળતા છે. સમજાય છે કાંઈ? “હું સુખી છું, દુઃખી છું” આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે.” પોતારૂપ અનુભવે છે એટલે આ મારું છે તેમ માને છે. રાગ મારો છે, પત્ની મારી છે, છોકરો મારો છે, મકાન મારાં છે એમ રાગને અનુભવે છે. એ વસ્તુ તું નર્ટી. એ દુઃખી પ્રાણી દુઃખને વેદે છે. સનેપોતિયાને ભાન નથી. સનેપાત એટલે સમજાય છે? વાત, પિત્ત અને કફ જેને વકરે..આ ત્રણનું જોડાણ થાય તેને સનેપાત કહેવાય. વાત, પિત્ત અને કફ એ ત્રણે વકરી જાય એટલે વિશેષ ફાટે તેને સનેપાત થાય. જેમ ભૂંડ વકરે અને સૂવર થાય...એ વકરે ત્યારે સૂવર થાય. એ સનેપાતિયો હસે તેથી તે સુખી છે? તેને દુઃખની પરાકાષ્ટા વધી ગઈ છે તેથી તે ભાન ભૂલી ગયો છે. તેમ અજ્ઞાની બહારમાં સુખી માને છે તે સનેપાતિયો છે. તેને મિથ્યાત્વનો સનેપાત લાગ્યો છે. તેને મિથ્યાશ્રધ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યા આચરણનો સનેપાત લાગ્યો છે. અરે ! આવી વાતો! “તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી.” તે કોઈ જીવનું સ્વરૂપ તો નથી નાથ! જીવનું સ્વરૂપ તો અંદર આનંદનો નાથ જ્ઞાતાદેષ્ટારૂપે છે. જ્ઞાન ને આનંદના સાગરથી ભરેલો ભગવાન છે. અરે! પ્રભુ તને તારી ખબર નથી, તારી મોટપની તને ખબર નથી. તારી મોટપના માપ તને કરતાં ન આવડયા નાથ ! તારા સિવાયની બહારની ચીજની મોટપના માપ કરી હરખાઈ ગયો. આવી વાતું છે ભાઈ ! સર્વજ્ઞ ત્રિલોકનાથ પણ તારી વાત કરે છે. “જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં તે પણ શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ! અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શ્રીમદ્જીએ અપૂર્વ અવસરમાં કહ્યું છે. અનંત જ્ઞાન ને દર્શનનો તું ધણી છો પ્રભુ! એ અનાદિથી પોતાને ભૂલીને રાગમાં ચડી ગયો છે. “જે સ્વરૂપ સર્વશે જોયું” ત્રિલોકનાથ Page #341 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૨૫ પરમાત્મા જિનેન્દ્રદેવે પણ વાણી દ્વારા કહ્યું. એ જડ વાણી દ્વારા આત્માની વાત કરવી હોય તો કેટલી કરે પ્રભુ ! દુશ્મન દ્વારા મિત્રના વખાણ કરાવવા, આ વાણી તો જડ છે, ધૂળ છે; એ દ્વારા આત્મા આવો, આત્મા આવો તો તે કેટલું કહી શકે !! આહા ! રાગ ને પુણ્યના ભાવથી ભિન્ન ભગવાન આત્માનો સ્વાદ તે અનુભવ ગમ્ય છે. અનુભવ સિવાય કોઈ જાણી શકે નહીં. સર્વજ્ઞદેવ પણ આત્માની વાત પૂરી કહી શકયા નથી એવો વચનાતીત, વિકલ્પાતીત ભગવાન પ્રભુ બિરાજે છે. આવા આત્માની તને મોટપ નથી અને જગતની ધૂળ અને પુણ્ય પાપના ભાવની મોટામાં ચડી, હેરાન થઈ, ચોરાસીના અવતારમાં રખડતો રખડાવ થઈ ગયો છે. શ્લોક એવો છે...સંતોના હદયના પોકાર છે. “કેવો છે સર્વ જીવરાશિ” હવે કહે છે અનાદિ કાળનો અજ્ઞાની કેવો છે.?” પ્રતિપમ નિત્યમતા: જેવું શરીર મળ્યું, જેવો રાગ મળ્યો, જેવું ધારણ કર્યું. તે રૂપે મતવાલો થયો “જેવો પર્યાયમાં ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમત્તા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી.” નાટક સમયસારમાં શ્રી બનારસીદાસે કહ્યું છે ને “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન; મત-મદિરા કે પાન સૈ, મતવાલા સમજૈ ન” ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભગવાન અંદર ઘટમાં બેઠેલો છે તે જિન સ્વરૂપ છે. (તેનાં લક્ષ) પર્યાયમાં જૈન-વીતરાગતા થાય છે. “ઘટ ઘટ અંતરજૈન” જૈનપણું કાંઈ બહારમાં નથી. રાગની એકતા તોડી ને સ્વભાવની એકતાનો સ્વાદ લ્ય તેને જૈન કહેવામાં આવે છે. ઘટ ઘટ અંતર જિન વસે છે. તેના અંદરના સ્વરૂપમાં કોઈ વાણિયાપણું, ચંડાલપણું, સ્ત્રીપણું, પુરુષપણું નથી. એ બધા તો બહારના ભેખભેષ છે. પરંતુ (મિથ્યા) મતના દારૂ પીધેલાઓ ઘેલા-પાગલ થઈ ગયેલાઓ સમજતા નથી. “સમજૈ ન” અહીં કહે છે તેને જેવો પર્યાય મળ્યો તેમાં મતવાલો થઈ ગયો. કોઈ કાળે મતવાલાપણું ઊતરતું નથી. “શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે.” અંદર શુધ્ધ ચૈતન્ય વસ્તુ કેવી છે તે દેખાડે છે. પ્રવચન નં. ૧૪૧ તા. ૦૬/૧૧/'૭૭ શ્રી કળશટીકા ૧૩૮ કળશ “ભો કન્યા:” એમ સંબોધન કર્યું છે. એ જીવો આંધળા છે... કે જેમણે ચૈતન્ય શુધ્ધ સ્વરૂપ વીતરાગ ભગવાન અંદર છે. અમૃતનો સાગર ભર્યો છે તેને તો જોતા નથી અર્થાત્ ત્યાં નજરું કરતા નથી. તે તો પુણ્ય પાપ અને પર્યાયની નજરું કરીને રોકાય ગયા છે. તેને હું આંધળા ! એમ સંબોધન કર્યું છે. શ્રોતા :- ત્રિકાળ સ્વરૂપને જાણતો નથી માટે આંધળો છે. ઉત્તર:- પોતાનું મૂળ સ્વરૂપ જાણતો નથી. મૂળ ચીજ અતીન્દ્રિય આનંદનું દળ છે, એક સમયની વિકૃત અવસ્થા સિવાયનું આખું પદ જે છે તે તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ કલશામૃત ભાગ-૪ અમૃતનો સાગર છે. પ્રભુ! તું તેને જોતો નથી. તેની નજરું કરતો નથી તેથી આંધળો છો. જે છતી ચીજ છે તેને જોતો નથી અને જે અછતી ચીજ એટલે જે ચીજ કાયમ રહેનાર નથી-નાશવાન છે અને જે ચીજ સ્વરૂપમાં નથી એને જોઈને ત્યાં થોભી ગયો છો ! તેથી આંધળો છો. આ તો સંતોની કરુણા છે. વીતરાગી દિગમ્બર મુનિઓ અતીન્દ્રિય આનંદને ઝૂલે ઝૂલે છે. એ જગતને કહે છે કે-હે અંધા !(મો) સમ્બોધન વચન છે. (અત્પા) આંધળા ! જે જોવું છે તેને જોતો નથી અને જે જોવા લાયક નથી તેને જુવે છે?! અંતરમાં ભગવાન..એક સમયની વિકૃત અવસ્થા પાછળ આખું પદ પડ્યું છે. તેનો પૂર્ણ આનંદ અને પૂર્ણ શાંતિ સ્વભાવ અનહદ, અમાપ છે. એવી શક્તિનો ભંડાર ભગવાન છે. ભગવાન એટલે? તું હો! આ બીજા ભગવાન એ ભગવાનની (વાત) નથી. તું તને જોતો નથી તેથી તું આંધળો છો એમ કહે છે. છતી ચીજને જોતો નથી અને અછતી નાશવાન ચીજ કે જે તેનાં સ્વરૂપમાં નથી તેને જોઈને ત્યાં અટકીને તું ભ્રમણામાં ભૂલ્યો છો. “શુધ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવ રાશિ તે” આ આંધળાની વ્યાખ્યા કરી કે જે ચીજ જાણવા લાયક છે; અનુભવવા લાયક એવી અંદર ચીજ છે તેને તો તું જોતો નથી !? આંધળા ! અમે તને શું કહીએ!? જેટલા જીવના ઢગલા છે....... આહાહા ! અનંતા જીવો છે તે “તત અપમ અપર્વ વિપુષ્પષ્યમ” કર્મના ઉદયથી જે ચારગતિરૂપ પર્યાય.” આ મનુષ્યપણું એટલે આ શરીર નહીં. અંદરમાં મનુષ્યગતિની યોગ્યતા છે તે. આ ચારગતિની યોગ્યતા છે તે કર્મના કારણે છે, એ કાંઈ તારું (જીવનું) સ્વરૂપ નથી. દેવગતિ, મનુષ્યગતિ એ તો કર્મની એટલે દુશ્મનની વેરીની સામગ્રી છે. આત્માથી વિરુદ્ધ એવું આઠ કર્મ તત્ત્વ છે એનો એ વિસ્તાર છે, સામગ્રી છે. અનાદિથી તેને તે નજરમાં લીધો પણ અંદરમાં પ્રભુ બિરાજે છે તેને તે નજરમાં ન લીધો. શાસ્ત્ર ભણ્યો, પંચમહાવ્રત ધારણ કર્યા...પણ એ બધા રાગના વિકલ્પમાં તું ચોંટી ગયો. કર્મના ઉદયથી જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુધ્ધ પરિણામ” શુભ ને અશુભ રાગ તે બન્ને અશુધ્ધ પરિણામ છે. દયા-દાન-વ્રત- ભક્તિનો ભાવ એ અશુધ્ધ પરિણામ છે. હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગનો ભાવ તે અશુધ્ધ-પાપ છે. પણ આ વ્રત-તપભક્તિ પૂજાનો વિકલ્પ તે અશુધ્ધ રાગ છે. એ બધો કર્મનો વિસ્તાર છે. પ્રભુ! તું ત્યાં નહીં. તું જયાં છે ત્યાં એ નથી. અરે! ચોરાસીના અવતાર કરતાં કરતાં તેણે અનંત અવતાર કર્યા. એ દુઃખી દુઃખી ને દુઃખી છે. જે આનંદનો નાથ અને સુખના સ્વભાવનો ભંડાર; જે સુખનો સાગર આત્મા છે તેની સામું નજરું ન કરી. અને જે ચીજ આત્મામાં નથી; એ કર્મના સંયોગની છે તેને પોતાની માનીને દુઃખી છે. ઇન્દ્રિય વિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે” પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે કે કાન વડે પ્રશંસા સાંભળે, આંખેથી રૂપને ને જુએ, નાક વડે ગંધ સુંઘે, રસના વડે Page #343 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૨૭ રસના સ્વાદને લેવાની વૃત્તિ થાય, સ્પર્શ વડે સ્પર્શને ભોગવવાની જે વૃત્તિ થાય એ બધા પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. એ વિષયોમાં સુખ-દુઃખ “ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તેને કર્મસંયોગની ઉપાધિ છે.” એ બધો દુશ્મનનો વિસ્તાર છે. આહાહા ! શરીર સુંદર મળે, પાંચ, પચ્ચીસ લાખ રૂપિયા મળે, પત્ની બાળકો એ બધી દુશ્મનની સામગ્રી છે. ભગવાન ! એ તારું સ્વરૂપ નહીં. તું જયાં છે ત્યાં એ નથી અને એ જયાં છે ત્યાં તું નથી. આવી વાતો છે. “બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી, (વિવુäષ્યમ) એમ અવશ્ય જાણો.” કથંચિત્ શુભરાગ પણ જીવનું સ્વરૂપ છે અને તે જીવને લાભ કરે છે એમ નથી. દયા-દાનવ્રત-તપ-ભક્તિનો ભાવ તે કર્મનો ભાગ છે. બાપુ! એ તારી જાત નહીં. તારી જાતમાં એક કલંક છે. આહાહા ! વ્રત-જપ-ભક્તિ-પૂજા આદિનો વિકલ્પ એ બધો કલંક છે, એ કર્મની સામગ્રી છે. અરે ! તને તારી ખબર ન મળે !? “કેવી છે માયાજાળ?” પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત ભક્તિના ભાવ, કામક્રોધના ભાવ, શરીર, વાણી, મન, આબરુ, પત્ની, બાળકો, કુટુંબ એ બધી માયાજાળ છે તેમ જાણો! નાથ ! તને ફસાવી માર્યો છે અને તું હોંશે હોંશે ફસાઈ જાય છે. હરખે..હરખે... હરખ લઈને અંદર જયાં ગરી ગયો ત્યાં તો કર્મની સામગ્રી છે. પુણ્ય ને પાપના ભાવ, ચારગતિ, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો એ બધી કર્મની સામગ્રીમાં હરખાઈ ગયો છો. એમાં અનુકૂળતા લાગે છે.....પણ ધૂળમાંય અનુકૂળતા નથી એમ માનો પ્રભુ! અનુકૂળતા માનો પ્રભુમાં ! આત્મામાં આનંદ છે એ અનુકૂળ છે. પુષ્ય ને પાપ એ ભાવ અનિષ્ટ અને પ્રતિકૂળ છે. પ્રવચનસારમાં આવે છે કે પુણ્ય ને પાપના ભાવ તે અનિષ્ટ છે. ઇષ્ટ તો ભગવાન આત્મા આનંદનું દળ છે. તે અતીન્દ્રિય જ્ઞાનનો સાગર છે તેની પ્રભુ તને ખબર નથી. તારી બુદ્ધિ પર્યાયમાં રોકાઈ ગઈ છે. એક સમયની પર્યાયની પાછળ પ્રભુ ભગવાન પડ્યો છે. જેની મહિમાનો પાર નથી. જેની પૂર્ણ મહિમા સર્વજ્ઞ પણ કહી શકયા નથી... એવી તારી અંદરની ચીજ છે. આવા આત્માને જોવાની ફૂરસદ ન મળે !! શ્રોતા- હમણાં તો મરવાય નવરો નથી એમ કહે! ઉત્તર:- હા, એમ કહે ને! બધું સાંભળ્યું છે ને! બધું જોયું છેને! હમણાં મરવા એ નવરા નથી. બાપુ! મરવાનો સમય નકકી છે દેહ છૂટશે ત્યારે આમ ફાટી રહેશે તારું મોટું, આ પગ નહીં ચાલે ને આ ધૂળ (શરીર) પડયું રહેશે! ભગવાન રખડવા ચાલ્યો જઈશ ભાઈ ! આ બધી સર્વથા માયાજાળ છે. જેમાં-કર્મના ઉદયજનિત અશધ્ધ પર્યાયમાં, (ની નિ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ.” જુઓ! કર્મના નિમિત્તે થયેલ. અશુધ્ધ ઉપાદાનમાં પુણ્ય-પાપની જાળ. તને રાગ અર્થાત્ પુણ્યના પરિણામ તે વર્તમાન પર્યાયમાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ કલશામૃત ભાગ-૪ વ્યક્ત-પ્રગટ અંશ છે. એ પ્રત્યક્ષ વિધમાન માયાજાળમાં તું ખેંચી ગયો છો. અરે! આવી વાત છે. શ્રી નાટક સમયસારમાં છે કે “ઘટ ઘટ અંતર જિન વસૈફ ઘટ ઘટ અંતર જૈન. મત મદિરા કે પાનસો, મતવાલા સમુઝે ન.” “ઘટ ઘટ અંતર જિન વસે” ઘટમાં અંદર જિન સ્વરૂપે બિરાજમાન પ્રભુ તું છો. “ઘટ ઘટ અંતર જૈન” જૈન કોઈ સંપ્રદાય નથી. પર્યાયબુધ્ધિ છોડીને વસ્તુની દૃષ્ટિ કરવી, વસ્તુનો અનુભવ કરવો તે જૈન છે. “મત મદિરા કે પાનસૌ” પરંતુ પોતાના મતના દારૂ પિવાથી તે ગાંડો પાગલ થઈગયો છે. મતનો દારૂ પીવાથી તે પ્રભુને સમજતો નથી. ત્રણલોકનો નાથ ! ત્રણકાળને જાણનાર એવા આનંદનો નાથ ચૈતન્ય પ્રભુ છે. જગતના સંસારી મતના દારૂ જેણે પીધા છે.. કે પુણ્ય તે હું. આ પુણ્યના ફળ તે હું, ધૂળ પાંચ પચ્ચીસ લાખ એ મારા એવા મતવાલા દારૂ પીધેલાં ચૈતન્યને સમજતા નથી. અહીંયા આવું છે બાપા! બધા ભગવાન છે બાપા! આ શરીર, વાણીને ન જો નાથ ! આ પુણ્ય-પાપના ભાવને પણ ન જો પ્રભુ! અંદર પરમાત્મા બિરાજે છે (તેને જો!) આહાહા! તું પરમાત્મા છો અરે...આ કેમ બેસે! એ સ્વભાવ અને શક્તિનું સત્ત્વ તારું છે. સ્તુતિમાં આવે છે-“સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે” ભગવાન આત્માનું સત્ત્વ છે. પ્રભુ પોતે સત્ છે. તે ત્રિકાળી અવિનાશી અનાકુળ આનંદનો કંદ છે....એ એનું સત્ત્વ છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સુખ, અનંત વીર્ય, એ સત્ત્વનું સત્ત્વ છે. અપરિમિત શક્તિનો ભંડાર છે. તારી પર્યાય બુધ્ધિને લઈને તે એને જોયો નથી. સમજાણું કાંઈ ? કર્મના ઉદય જનિત અશુધ્ધ પર્યાયમાં(મી નિ:) પ્રત્યક્ષપણે વિદ્યમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (વાસંસારસુપ્તા:) તે પ્રત્યક્ષ એમ જ માને છે કે આ પુણ્ય ને દયા-દાન-વ્રત-તપના વિકલ્પ અને એનું ફળ તે તેને પ્રત્યક્ષ ભાસે છે. તેને અંદરમાં ભગવાન પરોક્ષ રહી ગયો. (સંસTRI) આ બધા કયારથી છે? “અનાદિ કાળથી સૂતા છે” અનાદિ કાળથી પુણ્ય ને પાપના ભાવ અને તેનાં ફળમાં સૂઈ ગયા છે. ઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે. બહારની મીઠાશ, શાસ્ત્રના ભણતરની મીઠાશ તે પણ મિથ્યાત્વ છે. અંદરમાં ભગવાનનો નાથ કે જેને પરની કોઈ પણ અપેક્ષા નથી એવું નિરપેક્ષ તત્ત્વ પ્રભુ અંદર બિરાજે છે. એવા તત્ત્વના ભાન વિના તેઓ પ્રત્યક્ષ પર્યાયમાં રત થઈ ગયેલા છે. અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે.” (વાસંસાર ત્વતિપમની) અનાદિ સંસારથી આવી અવસ્થામાં પડયા છે જીવો અંદરમાં પોતાનું ભગવત્ સ્વરૂપ છે....એ ભગવાનને ભૂલી ગયા છે. તે તો પોતાને (અશુધ્ધરૂપ) જાણે છે. એ ભગવાનને ભૂલી ગયા છે. તે તો પોતાને રાગરૂપે, ગતિરૂપે, હું દેવ છું, હું સ્ત્રી છું, હું રાણી છું, હું રાજા છું, હું મૂરખ છું, હું પંડિત છું એવી પર્યાયરૂપ પોતાને અનુભવે છે. મને Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ કલશ-૧૩૮ અનુકૂળતાના ઢગલા છે. શેના ઢગલા છે ? પ્રભુ ! એ બધા તો કર્મના દુશ્મનના વેરીના ઢગલા છે. ભાઈ ! તને તારા સત્ય સ્વરૂપની ખબર નથી. આહાહા ! આ કળશ તો કળશ છે; એકવાર તો ઊછળી ( ઊઠે ) તેવું છે. પાણીવાળાનું પાણી નીતરી જાય એવું છે. અહીંયા તો સંતો પોકાર કરે છે. “અનાદિ કાળથી આવા સ્વાદને” એટલે ? જે પુણ્ય ને પાપના ભાવ થાય, રાગ-દ્વેષ એનો સ્વાદ લઈને તે ભગવાનના આનંદના સ્વાદને ભૂલી ગયો છે. આનું સ્પષ્ટીકરણ કાલે થઈ ગયું છે. પણ આજે રવિવાર છે તેથી નવા કોઈ આવ્યા હોય તેથી ફરીને લીધું. “ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાષ્ટિ જીવો આસ્વાદે છે કે હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું,” હું રાજા છું, હું રાણી છું, હું પુણ્યવાળો છું, હું પાપવાળો છું એવા ઝેરના સ્વાદને સર્વ જીવો આસ્વાદે છે. શું સ્વાદ છે ? હું હમણા બહુ સુખી છું, પાંચ પચાસ લાખ રૂપિયા છે, છોકરા બહુ સારા છે, પત્ની પણ સારે ઘરેથી આવી છે. મૂર્ખના –ગાંડાના ગામ કાંઈ જુદા હોય ! અહીં કહે છે ધૂળમાંય સ૨ખું નથી. એ બધા પાપના પોટલા છે. દુશ્મનોએ ઘેરો ઘાલ્યો છે અને તે રાજી થયો કે મને ઘેરો ઘાલ્યો છે. પૂર્વના બાંધેલા કર્મ એ દુશ્મન છે અને તેણે ઘેરો ઘાલ્યો છે. પત્ની, છોકરાં, મકાન-પાંચ, પચાસ લાખના મોટા હજીરા અને તેમાં પાંચ-દસ લાખનું ફર્નિચ૨ ! એ ધૂળમાં શું છે ? ગઈ સાલ મુંબઈ ગયેલા. મુંબઈમાં એક યુવાન છોકરો હતો. તત્ત્વનો પ્રેમી હતો. અહીંયા મહિનો–મહિનો કુંવારો હતો ત્યારે રહી જતો પરણ્યા પછી પણ રહી જતો. તેને ટાટાની મોટી નોકરી હતી. બા૨ મહિનાનું ૫૨ણેત૨, એ બિચારાને કિડનીનું દર્દ હતું. તેની માતાએ કીડની આપી પણ મરી ગયો. તે દાદરમાં દર્શન કરવા આવેલો-અને પછી અમે પણ દર્શન (દેવા ) માટે ગયેલાં. નાની ઉમરમાં શાસ્ત્રનો ઘણો રસ. સાંજનો આહાર હતો મણીભાઈ કે જે શાંતાબેનના બેનનાં નંણદોયા થાય તેને ત્યાં આહાર હતો. આહાર કર્યા પછી ચારે બાજુ પગલાં કરાવ્યા. રૂમમાં ચારે બાજુ મખમલ પાથરેલાં હતાં પાંચ લાખની તો ઘરવખરી હશે. પાંચ છ કરોડ રૂપિયા છે એ ફર્નિચરને જોઈને એમ થયું કે અરેરે ! આમાંથી નીકળવું કઠણ પડશે ભાઈ ! જંગલમાં વાસ કરવા પડશે બાપુ ! અહીંથી છોડીને પછી ત્યાં તારું કોઈએ નથી. જયાં તને કોઈ ઓળખનાર નથી. તું કોઈને ઓળખનાર નથી એવી જગ્યાએ જઈને તું (તિર્યંચ ) ઢોરમાં જન્મીશ. નીકળવું પડશે ત્યારે આકરું લાગશે બાપા ! ! ત્યાં તેનું કોણ છે ? અહીંથી મા૨ાપણું લઈને ગ્યો, ત્યાં મારાપણું ક૨શે. પેલા જોષીએ રાજાને કહ્યું હતું ને કેતું મરીને ગલુડિયું થઈશ. રાજા કહે હું કૂતરીનું બચ્ચું થાઉં તો તમો આવીને મને મારી નાખજો, રાજા મરીને થયું કૂતરીનું બચ્ચું. કેમકે બહુ પાપ કર્યા હોય તો તો ન૨૬માં જાય. ઘણા જીવો તિર્યંચ (પશુ )માં જવાના છે. શાસ્ત્રમાં પશુ પંચેન્દ્રિયની સંખ્યા એટલી બધી વર્ણવે છે. ઘણા તો દારૂ ન પીવે, માંસ ન ખાય એટલે ન૨૬માં Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ કલશામૃત ભાગ-૪ તો ન જાય. વળી ધર્મની ખબર ન મળે કે ધર્મ શું છે ? ધર્મ તો નહીં પણ પુણ્ય જોઈએ તે પણ નહીં. એક દિવસમાં દરરોજ બે-ચાર કલાક સત્સમાગમ સત્ત્રવણ વાંચન આદિ પુણ્યનાંય ઠેકાણા ન મળે... એવા બધા મરીને લગભગ કૂતરીના બચ્ચા ગલુડિયા, ઢોર, ઢેડગરોડીના કૂંખે અવતરવાના, સમજાણું કાંઈ ? અહીંયા કહે છે– “હું સુખી છું, દુ:ખી છું, આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી.” અંદરમાં સત્ પ્રભુ બિરાજે છે તે રહી ગયો અને અસત્ય સામગ્રીના અનુભવમાં તેણે અનંતકાળ ગાળ્યો. ટાણા મળ્યા ત્યારે બારમા સલવાઈ ગયો અને પોતાને ભૂલી ગયો અનાદિકાળથી શુભ અશુભ ભાવ અને એનાં ફળને અનુભવે છે, તે કાંઈ જીવનું સ્વરૂપ નથી. “કેવો છે સર્વ જીવરાશિ ?”પ્રતિપવન નિત્યમતા: જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાલો થયો કે” તેને જે જે અવસ્થા મળી, જિનની મળી, વાઘરીની મળી, સિંહની મળી..... ત્યા ને ત્યાં, તે પર્યાયને મારું માનીને મશગુલ થઈ ગયો. જેવો પર્યાય ધા૨ણ કર્યો તેવો તે જ રૂપે એવો મતવાલો થયો. અભિપ્રાયમાં માન્યું આ હું છું. સિંહનું શ૨ી૨ મળ્યું તો હું સિંહ છું, સ્ત્રીનું શ૨ી૨ મળ્યું તો હું સ્ત્રી છું, પુરુષનું શરીર મળ્યું તો હું પુરુષ છું, વાઘરીનું શરીર મળ્યું તો હું વાઘરી છું......બાપુ! એ બધી બાહ્યની સામગ્રી છે, એ તું નહીં. તેને પૈસાની સામગ્રી મળી ત્યારે હું શેઠિયો છું, જ્યારે ખાવા માટે કોળિયો અનાજ મુશ્કેલ પડે ત્યારે માન્યુ કેહું નિર્ધન છું. એ બધી સામગ્રી માયાજાળ છે. “જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી.” મિથ્યાશ્રધ્ધાના એવા દારૂ પિધા કે તે મતવાલો થઈ ગયો. સાધુ થયો તો પણ રાગના રાગમાં રહ્યો. વ્રત-તપ-ભક્તિનો ભાવ એ રાગ છે. એ રાગનો રાગી મતવાલો તે મિથ્યાર્દષ્ટિ છે. ભગવાનના સમવસરણમાં જઈને આવ્યો પણ તેના અભિપ્રાયમાંથી પર્યાયબુધ્ધિને મૂકી નહીં. સમજાણું કાંઈ ? “શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે” ફૈત પુખ્ત પુત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને ” અહીં સુધી તો ગઈકાલે ચાલ્યું હતું. તું કોને લઈને રોકાણો છો ? તે છાશને રોટલો ખાતો હોય, પેલા ત્રણ-ચાર જણ ભેગા થઈને ઘોડે ( ચડાવે ) છોકરો ને છોકરી (પત્ની ) એમ આ બધું દુશ્મનનું ટોળું થઈ ગયું ભેગું. શાસ્ત્રમાં એમ આવે છે કે તને કુટુંબ, પત્ની, બાળકો એ બધા મળ્યા તે ધૂતારાની ટોળી મળી છે. આહા ! તને ધૂતારાની ટોળી મળી છે... તે ‘મારા’ તેમ કહીને તને મારી નાખશે. શ્રોતાઃ- તેને ધૂતા૨ો કહેવાય ? ઉત્ત૨:- તેને ધૂતા૨ો કહેવાય કેમકે તેની અનુકૂળતા માટે મથે છે. અંદરમાં ભગવાન ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા-દૃષ્ટા અતીન્દ્રિય આનંદનો સાગ૨ ડોલે છે. તે અંદ૨માં અતીન્દ્રિય આનંદથી Page #347 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૩૧ લબાલબ-છલોછલ ભર્યો છે. પ્રભુ! તું તેની સામે જોતો નથી અને જેમાં તું નથી ત્યાં પર્યાયમાત્રમાં રોકાય ગયો? પ્રભુ હવે એ પર્યાયમાત્ર એ માર્ગે ન જા! આહાહા! એ બહારના પંથે ન જા નાથ ! તું અનંત અવતાર કરીને હેરાન થઈને મરી ગયો છે. આહાહા ! શુભ-અશુભના ભાવ વ્રતાદિના ભાવ એ બધા પર્યાય સ્વરૂપથી બહાર છે હોં !! સંસ્કૃત ટીકામાં નાખ્યું છે કે વ્રતાદિના ભાવ અપદ છે. એ વત, નિયમ, તપ, અપવાસ કરે ત્યાં એમ થઈ જાય કે-ઓહોહો ! લોકો પણ વખાણ કરે કે આ તપસી છે, આને માન આપો, વરઘોડા કઢાવો. એ બધા વરઘોડા છે. અહીંયા તો કહે છે કે પુણ્ય ને પાપના પરિણામ અને તેના ફળ એ તરફ ન....જા...ન..જા....નાથ! ન જા! એમાં ન.જા.ભાઈ ! એ બધો દુશ્મનનો વિસ્તાર છે. એ બધામાં તું સલવાઈ જઈશ ભાઈ ! આ ભાઈએ બોમ્બેમાં કર્યું પણ સરખું ન આવ્યું. પેલો છોકરો ત્યાંથી અહીંયા ન આવ્યો તેથી હવે પાછા ત્યાં જશે શું કરવું ત્યારે? એક છોકરો પરદેશથી અહીંયા આવ્યો અને એક છોકરો ન આવ્યો તેનું કરવું શું? શ્રોતા- આપ રસ્તો બતાવો....! ઉત્તર :- આ તો દાખલો! બાકી બધાને એવું જ અટપટું છે. સંસાર એવી ચીજ છે. તે એમ જાણે કે-દેશમાં રહેશે તો ત્યાંથી છૂટકારો થશે. પણ પેલો ત્યાંથી આવ્યો નહીં. આ કહે હું એકલો કાંઈ કરી શકું નહીં. તેથી હવે પાછા ત્યાં રખડવા ચાલો. અનાદિથી એવું છે બાપુ! બહારમાં કાંઈક ને કાંઈક એવા સાધન મળી જાય છે ને ! તે એમાં રોકાય જાય છે. બધે આવું છે બાપુ! આ તો એમનો દાખલો છે, બાકી ચારે બાજુ આવું છે. અહીંયા ભગવાન પોકારે છે કે-પર્યાયને રસ્તે ન જા ! પર્યાયને રસ્તે એટલે? વર્તમાન જે ઊઘડલી પર્યાય છે તે રસ્તે ન જા ! આ રાગ ને દ્વેષ અને તેના ફળ તરીકે આ બધું. પર્યાય દષ્ટિનું આ બધું ફળ છે તે રસ્તે ન જા! તને અંદરથી ઘાયલ કરી નાખે છે. તારી શાંતિની પર્યાયને છરા પડે છે તેની તને ખબર નથી ભાઈ ! “સુતઃ ત્ત ત્ત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને-એવા માર્ગે ન જાઓ, ન જાઓ” જોયું? પોતાને પર્યાયમાત્ર જામ્યો છે-એક સમયની પર્યાય...એ રાગવાળો અને રાગના ફળવાળો (માન્યો) બસ. એવા માર્ગે ન જાવન જાવતેમ બે વખત પાઠમાં કહ્યું છે. ભાઈ ! તું ત્યાં દુઃખી થઈશ કેમકે “એ માર્ગ તારો નથી...નથી” આહાહા ! એક સમયની ઉઘડેલી પર્યાય અને પુણ્ય-પાપના ભાવ એ તારી ચીજ નથી, એ તારો માર્ગ નથી. જગત ઉપર સંતોની કરુણા છે ભાઈ ! તું કયાં જાશ!? આ માર્ગ પર આવો....આવો....! “રૂત: ત ત” અહીંયા આવો અહીંયા આવો પ્રભુ! અંદર આનંદનો નાથ ભગવાન બિરાજે છે. ત્યાં આવને !? જયાં કર્મની ઉપાધિ કે રાગાદિ (કાંઈ પણ) કયાંય Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર કલશામૃત ભાગ-૪ નથી. એવો ભગવાન બિરાજે છે શાશ્વત ત્યાં આવ. જેમ અનાદિથી પર્યાયબુદ્ધિમાં રોકાણો છે તેમ અનાદિથી (શાશ્ચત ) ચીજ પડી છે એમની એમ ઊંડે કૂવે આત્માને ઊતાર્યો છે. બૈરાનો ધણી મૃત્યુ પામે પછી તે રોવે. અમારે ઘરમાં બનાવ બનેલો. અમારા મોટાભાઈ (દીપચંદજી) સંવત ૧૯૫૭ માં મુંબઈનું પાણી લાગતાં ગુજરી ગયા. ત્યારે અમારી ઉંમર અગિયારેક વર્ષની હતી. ભાઈના બૈરા રોવે...અરે! ઊંડે કૂવે ઉતારી અને દોરડા કાપ્યાં. આ બધું તો સાંભળ્યું છે ને!! મોટાભાઈ બહુ હોંશિયાર અને રૂપાળા બહુ. તેમની મુંબઈમાં નોકરી હતી. પાણી લાગ્યું(વાળાનો રોગ થયો) અને દેહ છૂટી ગયો. મારાથી નાનો (મગન) હતો તેની ઉંમર નવ વર્ષની. અમને કહ્યું કે અહીંથી મામાને ઘેર ચાલ્યા જાવ. મામાનું કુટુંબ મોટું, બહુ પૈસાવાળા, આબરુવાળા, ઘરની દુકાન મકાન વગેરે. અમને ત્યાં રહેવા ન દીધા. ભાઈને ઠીક નથી. તેથી તમે જાવ. અહીં કહે છે- આત્માને ઊંડે કૂવે ઉતારીને ચારગતિમાં જઈને શાંતિને કાપી નાખી છે બાપા! ભાઈ ! તને આનંદનો નાથ બાદશાહ હાથ ન આવ્યો અને આ રોકાયની ચીજો તને હાથ આવી. પાઠમાં છે અહીંયા આવ...અહીંયા આવ. તારો માર્ગ તે નથી તેથી “આ માર્ગ પર આવો” (રૂત ત ત) આ બાજુ આવ આ બાજુ આવ. આ માર્ગ પર આવો, અરે! આવો, કેમકે રૂમ પલમ ડું પર્વ” તારો માર્ગ અહીં છે અહીં છે.” અંદરમાં જ્ઞાનાનંદ ભગવાન શુધ્ધ ચૈતન્ય અનંતગુણની વસ્તીનું ઘર છે. અનંતગુણની વસ્તી એ દેશ છે. એ સ્વદેશમાં આવ... આવ, પરદેશમાંથી ખસી જા ! પાઠમાં બબ્બે વખત કહ્યું છે. “યત્ર ચૈતન્યધાતુ:” જયાં ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે.” એ તો ચેતના જાણકદેખન સ્વભાવ એ એનું સ્વરૂપ છે એમાં એક સમયની પર્યાયેય નથી. એમાં પુણ્ય-પાપ નથી અને તેનું ફળ એ વસ્તુમાં નથી. એવું ચૈતન્ય સ્વરૂપ અંદરમાં બિરાજે છે. અનાદિ અનંત શાશ્ચત ચૈતન્ય સ્વભાવી ભગવાન ત્યાં આવ રે આવ! એકવાર તો માથું ફરી જાય એવું છે. એ અણગોઠતી ચીજમાં પ્રભુ તને કેમ ગોઠે છે? અને આ ગોઠતી ચીજમાં અંદર કેમ નથી આવતો. આવ... આવ...એ બબ્બે વખત કહ્યું છે. ત્યાંથી ખસી જા...એ માર્ગ નથી એ માર્ગ નથી. અહીંયા આવી જા અહીંયા આવી જા. આહાહા ! એને કહે છે કે તું કયાં ચોંટયો છો? તું શું છે તેની કાંઈ ખબર છે? કોથળામાં વાયરા ભરે...પણ એ વાયરા ન રહે. એમ (પર્યાય) ને પકડી રાખો પણ એ વસ્તુ નહીં રહે, કેમકે એ તો નાશવાન છે. અંદરમાં ભગવાન નિત્ય આનંદ સ્વરૂપ આત્મા છે. એ નિત્યમાં આવી જા.ત્યાં આવી જા..અનિત્યમાંથી ખસી જા. ત્યાંથી ખસી જા ! અંદર ભગવાન બિરાજે છે. પ્રભુ પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તારો ભગવાન તારાથી જુદો કયાંય નથી. પ્રભુ તને તેની મોટપની મહાભ્યની ખબર નથી. પાઠમાં બે વખત કહ્યું કે આ માર્ગ પર આવો અહીં આવો. કેમ કે –તારો માર્ગ અહીં છે.અહીં છે. “જયાં Page #349 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૮ ૩૩૩ ચૈતન્યમાત્ર વસ્તુનું સ્વરૂપ છે” એ તારો માર્ગ છે. જાણગ... જાણગ.. જાણગ.. જાણગ.. જાણગ... ચેતના... ચેતના.... ચેતના...ચેતના.ચેતના..ચેતના... અનાદિ અનંત છે. એવો જે ચેતના સ્વરૂપ ભગવાન છે ત્યાં આવી જા ત્યાં તને આનંદ થશે. તને શાંતિ મળશે. પછી ભવના અંત આવશે. સમજાણું કાંઈ? એ શું કહ્યું? ચૈતન્ય ધાતુ કીધી એટલે શું કહ્યું? જેમ સોનું ધાતુ છે અને તેણે સોનાપણું ધારી રાખ્યું છે તેમ આ ભગવાન ચૈતન્ય ધાતુ છે. તેણે ચેતનારૂપી ધાતુને ધારી રાખી છે. તેણે પુણ્ય, પાપ, રાગને કાંઈ ધારી નથી રાખ્યું; કેમકે એ તેનામાં છે નહીં. ભાષા જોઈ ? (ચૈતન્યધાતુ) તેનો અર્થ ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ કેવું છે વસ્તુનું સ્વરૂપ ભગવાન અંદર એ કહે છે. કેવું છે?” શુધ્ધઃ શુધ્ધ: ભાઈ ! તને ખબર નથી કે તારો નાથ અંદર આનંદનો સાગર સચ્ચિદાનંદ પ્રભુ છે. એ વસ્તુએ શુધ્ધ છે. તે કર્મના નિમિત્તના લક્ષે થતાં વિકારથી પણ ભિન્ન છે... તેથી શુધ્ધ છે. શુધ્ધ શુધ્ધ બે વખત કહ્યું ને!! આ દિગમ્બર સંતોની બલિહારી છે. જગત પાસે સત્યને મૂકવાની રીત અને અસત્યથી ખસવાની રીત બતાવવી છે. કેવું છે તારું સ્વરૂપ? “સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે” અંદર ભગવાન ચૈતન્યધાતુ છે, જેનું ચેતવું ચેતવું...જાણવા દેખવાના સ્વભાવને ધારી રાખ્યો છે. પુણ્ય ને પાપના ભાવ ગતિ આદિ એમાં છે નહીં. વ્રતના વિકલ્પની વૃત્તિ પણ જેમાં નથી. એ તો ચૈતન્યધાતુ જાણગ...દેખન જાણગ..દેખન..જ્ઞાતાદેષ્ટા છે. જ્ઞાતાદેખાના સ્વભાવથી ભરેલું એ તત્ત્વ છે. એકવાર તો સંસારના હરખના હુરખ ઊતરી જાય એવું છે. પેલા ભાઈને ત્રણ બાળકો છે તે બધા ભેગા બેસીને વાતો કરતા હોય છે. આ છે ને.બાપુજી આવે છે ને! એ બધું શું છે? એ બધી મધલાળ છે. માયાજાળ છે. માયાજાળ ચૈતન્યમાત્ર વસ્તુ “સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. શુધ્ધ શુધ્ધ બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. પ્રભુ! તું શુધ્ધ છો. સચ્ચિદાનંદ પ્રભુ છો. જે પરમાત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવા છે ને કે ભગવાન આવા છે ને ભગવાન આવા છે એ બધા પર્યાયે પ્રગટ કરેલા છે, પણ તારું તો સ્વરૂપ જ એવું છે. અરે ! સાચું સાંભળવા મળે નહીં, સાચા અર્થ કરવાની નિવૃત્તિ મળે નહીં. તે કયારે સમજે. આખું સિંચીને ચાલ્યા જાય છે. તેથી પાછળ કોઈ રડતા નથી. તે કયાં મરીને ઢોરમાં ગયો કયાંય ! બાપ ઢોરમાં ગયો કે દિકરો ઢોરમાં ગયો એમાં અમારે સ્નાન શું આવે? અમારી સગવડતા ગઈ તેને એ રોવે છે. આવો સંસાર બાપા! બધો જ એવો છે આતો. “વળી કેવું છે?” “સ્થાચિમાવત્વમદતિ” અવિનશ્વરભાવને પામે છે.” અંદર આત્મા વસ્તુ છે તે અવિનશ્વર ભાવને પામેલ છે. આપણે લોકમાં કહીએ છીએ ને કે દુકાનમાં સ્થાયી છો કે આવ-જાવ કરો છો? આહાહા! આ સ્થાયીભાવ...સ્થિરભાવ અવિનશ્વર પ્રભુ, નિત્યાનંદ પ્રભુ...અણઉત્પન્ન રયેલ અવિનાશી એવો એનો અનાદિ અનંત, નિત્ય આનંદ એવો સ્વભાવ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ કલશામૃત ભાગ-૪ તે અવિનશ્વર ભાવને પામ્યો છે. “સ્થાપિ' તેને અવિનશ્વર કહ્યું. સ્થિરભાવને પામેલ છે. ભગવાન અંદર સ્થિર ધ્રુવ છે તે સ્વભાવે ધ્રુવ છે. સ્થિરપણાને પામેલ છે. ભગવાન અંદર સ્થિર ધ્રુવ છે તે સ્વભાવે ધ્રુવ છે. સ્થિરપણાને પામેલ છે. અવિનશ્વરપણાને પામેલ છે...ત્યાં આવી જા...એમ કહે છે. ખરેખર તો પર્યાયને નાશવાન લેવી છે. કેવળજ્ઞાનની પર્યાયને નાશવાન લેવી છે. ધર્મની પર્યાય છે. તે એક સમયની પર્યાય છે અને વસ્તુ તે અવિનાશી છે. વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવે જે આત્મા પ્રગટ કર્યો છે જે અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત દર્શન એ બધી અનંતી પર્યાયૅ આવી તે કયાંથી આવી? ક્યાંય બહારથી આવે છે? એ અંદરમાં પડી છે પ્રભુ! તારા સ્વભાવમાં બધું પૂર્ણ પડયું છે. અંદરમાં સ્થિરભાવ પડયો છે, ધ્રુવભાવ પડ્યો છે અંદર. અહીં અત્યારે એક સમયની અવસ્થાને પણ ઉડાડી છે. અંદરમાં સ્થિરભાવપણાને પામેલ વસ્તુ છે ને? જેવી છે તેવી અવિનાશી છે ત્યાં જાને? અંદરમાં જા, બહારમાંથી લક્ષ છોડી દે! - “સ્થાચિમાવત્વમ તિ” અવિનશ્વરભાવને પામે છે.” વસ્તુ જ એવી છે. ધુવને ધ્યેયને ધ્યાનમાં લઈને; ધૃવધામ ભગવાન આત્મા તેને ધ્યાનનો વિષય બનાવ. ધ્યેયને વર્તમાન પર્યાયનો ધ્યાનનો વિષય “ધ્યાન વિષચયિમાન”(પરમ અધ્યાત્મ તરંગિણી) સંસ્કૃત ટીકામાં છે. આ પર્યાયને વિષય બનાવવાનું છોડી દે અને ત્રિકાળીનાથ અંદર અવિનાશી ધ્રુવ બિરાજે છે. જે અનંત શક્તિનો સાગર છે ત્યાં નજર કર! જે સ્થિર વસ્તુ પડી છે તેને તું પામ! જે સત્ છે એ સચ્ચિદાનંદ છે. સત્ છે તે શાશ્વત જ્ઞાન ને આનંદનું પૂર છે. ભાઈ તને ખબર નથ “શા કારણથી?” સ્વરસમરત:” (સ્વરસ) ચેતના સ્વરૂપના ભારથી, અર્થાત્ કહેવામાત્ર નથી.” ચેતનાનો રસ અંદર ભર્યો છે કહે છે એ પુણ્ય-પાપના રસથી ખાલી ચીજ છે. એ ચેતનાના રસથી ભરેલી છે. એ ચેતનારસમાં લીન થતાં તને આનંદ આવશે. એવા ચેતનારસથી ભરેલો ભગવાન છે. અરે ! આવી વાતો છે. અહીંયા તો શું કહેવું છે. “ચેતના સ્વરૂપના (ભરત:) ભારથી અર્થાત્ કહેવા માત્ર નથી” ચેતના સ્વરૂપ કહેવામાત્ર નથી એમ કહે છે. ચેતના સ્વરૂપ વસ્તુ સ્વરૂપ છે તે સ્વભાવથી સ્થિત છે. સંસ્કૃતમાં ભરેલાનો અર્થઅનુભવના અતિશયથી ભગવાન શોભિત છે તેવો અર્થ કર્યો છે. ચેતના વસ્તુ-ચૈતન્ય સ્વરૂપ વસ્તુ સ્વભાવ ધ્રુવ તે કહેવમાત્ર નથી. સત્યસ્વરૂપ વસ્તુ છે. સત્ય સ્વરૂપ પ્રભુ અવિનાશી અનાદિ અનંત ચિદાનંદ ભગવાન સ્વરસથી ભરેલી વસ્તુ સ્વરૂપ છે. અરે ! એના ઘરની ખબરું ન મળે અને પર ઘરની માંડી બધી. કહેવત છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે-પાડોશીને આટા(લોટ)” એમ પુણ્ય-પાપના ભાવને તારા ઘરના છોકરાં ચાટે છે તે રાગને ચાટે છે તેને અંદર સ્વભાવની તો ખબર નથી. આવો માર્ગ વીતરાગનો છે લોકોને એવું લાગે છે કે સોનગઢવાળા તો એકલી નિશ્ચયની જ વાત કરે છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૯ ૩૩૫ શ્રોતા:- નિશ્વય વ્યવહા૨ સાથે હોય ને! ઉત્ત૨:- એ નિશ્ચયનો નિર્ણય કર્યો એ જ પર્યાય વ્યવહાર છે પર્યાયમાત્ર વ્યવહાર છે. પણ પર્યાયના લક્ષ પર્યાયનો નિર્ણય ન થાય. અંદર વસ્તુ પૂર્ણ છે ત્યાં નજર કરે તો તેનો નિર્ણય થાય. “ભાવાર્થ આમ છે કે -જેને પર્યાયને-મિથ્યાર્દષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે.” જીવનું સ્વરૂપ અવિનાશી, જાણ.....જાણગ દેખન એવો એનો સ્વભાવ છે, તેથી અવિનાશી જીવનું સ્વરૂપ છે. માટે ત્યાં નજ૨ ક૨ તો તને સમકિત થશે. સાચી દૃષ્ટિની ત્યાં નજર થશે એમ કહે છે. પ્રવચન નં. ૧૪૨ તા. ૦૭/૧૧/’૭૭ શ્રી કળશ ટીકા-૧૩૮ શ્લોકની છેલ્લી ત્રણ લીટી બાકી છે. “ભાવાર્થ આમ છે કે જેનેપર્યાયને મિથ્યાર્દષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશક છે” પર્યાય એટલે ? શરીર,વાણી, મન, પુણ્ય ને પાપ આદિ જે વસ્તુ છે, જે પોતાની ચીજ નથી, પોતાથી ભિન્ન ચીજ એવી પર્યાયમાં પોતારૂપ જાણે છે તે જીવ મિથ્યાર્દષ્ટિ છે. જીવ અનાદિથી શ૨ી૨ને, વાણીને, પુણ્ય–પાપના ભાવને પોતારૂપ જાણે છે તે મિથ્યાર્દષ્ટિ છે. “તે તો સર્વ વિનાશક છે” તેથી જીવનું સ્વરૂપ નથી;” એ તો બધું નાશવાન છે. ભગવાન આત્માનું એ સ્વરૂપ નથી. ને “ ચેતનામાત્ર અવિનાશી છે.” ભગવાન તો ચેતનામાત્ર છે, તેમાં ભેદ પણ નહીં. ચેતનામાત્ર સ્વભાવ છે. વસ્તુ જેમ ત્રિકાળ છે તેમ તેનો ચેતના સ્વભાવ અર્થાત્ જાણવું....દેખવું એ સ્વભાવ પણ ત્રિકાળ છે. એ ચેતનામાત્ર અવિનાશી છે. બાકી શુભરાગ, દયા-દાનના વિકલ્પો એ બધું નાશવાન છે. “ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે.” પુણ્ય ને પાપના ભાવ તેના ફળ તરીકે શરીરાદિ એ કાંઈ જીવનું સ્વરૂપ નથી. (અનુષ્ટુપ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः ।। ७-१३९।। . ખંડાન્વય સહિત અર્થ:- “તત્ પવત્ સ્વાહ્યં” (તત્ ) શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પવન્)મોક્ષના કા૨ણનો (સ્વાĒ)નિરંતર અનુભવ કરવો. કેવું છે ? “પ્તિ પુત્ વ” (fÈ) નિશ્ચયથી (પુણ્ પુવૅ) સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે? “વિપવાન્ અપવં” (વિપવામ્) ચતુર્ગતિસંસા૨સંબંધી નાના પ્રકારનાં Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ કલશામૃત ભાગ-૪ દુઃખોના (૧૫૬) અભાવસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે કે-આત્મા સુખસ્વરૂપ છે, સાતાઅસાતાકર્મના ઉદયના સંયોગ થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે. વળી કેવું છે? “યપુર: કન્યાનિ પલાનિ અપાનિ માસન્ત”(યપુર:) જે શુદ્ધસ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં ( ન્યાતિ પાન) ચાર ગતિના પર્યાય, રાગ-દ્વેષ-મોહ, સુખ-દુઃખરૂપ ઇત્યાદિ જેટલા અવસ્થાભેદ છે તે (પાનિ થવ મસત્તે) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે, વિનશ્વર છે, દુ:ખરૂપ છે એવો સ્વાદ સ્વાનુભવપ્રત્યક્ષપણે આવે છે. ભાવાર્થ આમ છે-શુદ્ધ ચિતૂપ ઉપાદેય, અન્ય સમસ્ત હેય. ૭-૧૩૯. કળશ ન.-૧૩૯ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૨ તા. ૦૭/૧૧/'૭૭ “તતપસ્વા ”શુધ્ધ ચૈતન્યમાત્ર વસ્તુરૂપ (પદ) મોક્ષના કારણનો (સ્વાર્ધ) નિરંતર અનુભવ કરવો.” ભગવાન ! શુધ્ધ ચૈતન્યમાત્ર પદાર્થ જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે તે મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ એટલે કે( આત્માને આસ્વાદવો) ઝીણી વાતો બહુ! ભગવાન શુધ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ તેનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. (સ્વાધ) (આત્માનો) સ્વાદ લેવો એમ કહે છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદથી લબાલબ ભરેલો પ્રભુ છે, એ તો વસ્તુ છે. હવે તેનો અનુભવ સ્વાદ લે તે પર્યાય છે. એ સ્વાદ લેવો એ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ તો “અનુભવ રત્ન ચિંતામણી”, આત્માના આનંદનો જે અનુભવ છે તે ચિંતામણી વસ્તુ છે. “અનુભવ હૈ રસકૂંપ” આત્માના સ્વાદનો અનુભવ એ આનંદનો ફૂપ છે. “અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ” આવી વાત છે. ચૈતન્ય વસ્તુ મહાપ્રભુ છે. જેમાં અનંત ચૈતન્ય રત્નાકર રત્નો છે. એ અનંત ચૈતન્ય રતનનો આકર નામ દરિયો છે. ક્ષેત્ર ભલે અસંખ્ય પ્રદેશ ટૂંકુ હોય! પણ તેના સ્વભાવની મહિમાનો પાર નથી. એ બધા પુણ્ય ને પાપના વિકલ્પોથી ભિન્ન પોતાના અનંત આનંદના સ્વભાવને સ્વાદવો આસ્વાદવો....એટલે કે તેને વેદનમાં લેવો તે એક જ મોક્ષનું કારણ છે. “મોક્ષના કારણનો નિરંતર અનુભવ કરવો.” પ્રશ્ન:- પોતે પોતાની વસ્તુને મોક્ષનું કારણ બનાવે છે. ઉત્તર- પોતાના મોક્ષનું કારણ તે પરિણતિ છે. શુધ્ધ ચૈતન્ય માત્ર વસ્તુરૂપ મોક્ષના કારણનો નિરંતર અનુભવ-એવું જે નિજ પદ, પોતાનું નિજપદ જે ત્રિકાળી દ્રવ્ય તે છે પણ તેનો અનુભવ કરવો એ પણ પદ છે. જ્યારે રાગાદિ, વ્રતાદિ એ બધા અપદ છે. રાગનો અનુભવ એ પર્યાય નહીં. કેવું છે? નિશ્ચયથી સમસ્ત ભેદવિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે.” ખરેખર Page #353 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૯ ૩૩૭ તો એ જે વર્ણ, ૨સ, ગંધ, સ્પર્શ, એ ૫૨ ચીજથી તો ભિન્ન છે, પરંતુ દયા-દાન, રાગાદિના વિકલ્પથી પણ ભિન્ન છે. પર્યાયમાં જે મતિ, શ્રુત આદિના ભેદો પડે છે તેનાથી રહિત છે. ૨૦૫ ગાથા (સમયસાર ) તેના ૫૨નો આ શ્લોક છે. મતિ, શ્રુતજ્ઞાન એ પાંચ પર્યાયો તેનો ભેદ અંદરમાં નહીં. તે પાંચ એક સ્વરૂપે ( જ્ઞાન સ્વરૂપે ) છે. ભલે શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાન નથી છતાં તેના લક્ષમાં પરોક્ષમાં ખ્યાલમાં હોય કે કેવળજ્ઞાન આવું હોય છે. એ ત૨ફના વલણથી અનુભવ થતો નથી. માર્ગ ઘણો સૂક્ષ્મ ! જન્મ મરણથી રહિત થવાનો-ભવના અંતનો ઉપાય આ છે. આહાહા ! ભગવાન અનંત ચૈતન્ય રત્નાકર પ્રભુ છે. તેનો અનુભવ, તેનો અર્થ એ કે– તેની પર્યાયમાં ( આનંદનું ) વેદન થયું. એનું જે વેદન છે એ જ મોક્ષનું કારણ છે. વ્રત-તપ, ભક્તિ ને પૂજા એ બધા વિકલ્પો બંધનું કારણ છે. “સમસ્ત ભેદ વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે” એ તો અભેદ એકરૂપ સામાન્ય (તત્ત્વ છે. ) વિશેષોના ભેદથી પણ રહિત છે. આહાહા ! રાગથી રહિત છે; વર્ણ, ગંધ આદિ બહા૨ની ચીજો એનાથી રહિત છે. પરંતુ એમાં જે વિશેષો ભેદ પડે છે તેનાથી પણ રહિત છે. એકલા સામાન્ય ઉ૫૨ દૃષ્ટિ કરતાં ‘આ સામાન્ય છે' એમ તેને (લક્ષમાં ) ના હો ! કા૨ણ કે આ સામાન્ય છે અને તેની દૃષ્ટિ કરું છું....એ પણ એક ભેદ થઈ ગયો. દૃષ્ટિ જયાં અંદ૨માં વળે છે તેનો અર્થ જ એ થયો કે તેનું ધ્યેય એક સામાન્ય જ રહે છે. આ સામાન્ય છે અને તેનું લક્ષ આશ્રય કરું છું એમ નહીં. ઝીણી વાત છે. પર્યાય અને ભેદ ઉ૫૨થી લક્ષ છૂટીને તેનું લક્ષ અંદરમાં અભેદ સામાન્ય ઉ૫૨ જાય છે. એટલે એ (પર્યાયે ) સામાન્યને ધ્યેય બનાવ્યું છે તેમ કહેવામાં આવે છે આવો માર્ગ છે. “વળી કેવું છે ?” વિપવાન્ અપવં” ચતુર્ગતિ સંસા૨ સંબંધી નાના પ્રકા૨ના દુઃખોના (અપવં) અભાવસ્વરૂપ છે.” સ્વર્ગમાં પણ આપદા અને વિપદા છે. મનુષ્યપણામાં શેઠાઈ હોય, કરોડો અબજોપતિ એ બધા આપદા વિપદાને વેદનારા છે. સંપદાનું પદ તો પ્રભુ અંદર છે. (અંત૨ સિવાયના) એ બધા આપદાના સ્થાન છે. આ બધી ઝવેરાત લાખો રૂપિયાની પેદાશ એ બધું આપદા ને વિપદા છે. એ પ્રભુ આત્માની સંપદા નહીં. આવો માર્ગ છે!? શ્રોતા :- બહા૨ની ચીજ એ નુકશાન કરતી હશે ? ઉત્ત૨:- નુકશાન કરે છે એમ કોણે કહ્યું ? ૫૨નું લક્ષ કરે છે ત્યારે જે રાગ થાય છે તે આપદા અને વિપદા છે. એ ચારગતિ તે અનેક પ્રકારના દુ:ખોનું પદ છે. ભગવાન તે તો દુઃખોનું અપદ છે. પ્રભુ ચૈતન્ય આનંદ સ્વરૂપ જે છે તે ચાર ગતિના દુઃખોનું અસ્થાન છે, તેમાં દુઃખ છે નહીં, કેમકે“ભાવાર્થ આમ છે કે-આત્મા સુખ સ્વરૂપ છે, સાતા અસાતાકર્મના ઉદયના સંયોગે થાય છે જે સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી, કર્મની ઉપાધિ છે.” જુઓ ! સાતા-અસાતા Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કલશામૃત ભાગ-૪ કર્મના ઉદયમાં હોય છે. બહારમાં આ અનુકૂળ-પ્રતિકૂળ જે સામગ્રી મળે છે તેનાથી થતું સુખ-દુઃખ તે જીવનું સ્વરૂપ નથી. એ અનુકૂળ-પ્રતિકૂળ જીવનું સ્વરૂપ નથી. તે સામગ્રીમાં એમ કલ્પના થાય કે આ ઠીક છે અને આ અઠીક છે-એ પણ જીવનું સ્વરૂપ નથી. તે કર્મની ઉપાધિ છે. એ શરીર, વાણી, પુણ્ય ને પાપનો (ઉદય) એ બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ પ્રજા ભગવાન આત્માની નહીં. એ દયા–દાન, વ્રત-ભક્તિ, પૂજા આદિનો ભાવ કે હિંસા-જૂઠ-ચોરી આદિનો ભાવ એ બધું પુગલનું સ્વરૂપ છે તેથી અપદ છે. આત્માના પદમાં એ ચીજ નહીં. “(અપવાનિ) આત્મા સુખ સ્વરૂપ છે.” સાતા આદિ સુખ સ્વરૂપ તે જીવનું સ્વરૂપ નથી પરંતુ તે કર્મની ઉપાધિ છે. કરોડપતિ થયો, મોટો સ્વર્ગનો દેવ થયો, સાગરોપમની સ્થિતિએ ઊપજયો તેને હજાર વર્ષે કંઠમાંથી અમૃત ઝરે છતાં પણ એ દુઃખી છે. તે વિપદાને વેદ છે, તે સંપદાને વેદતો નથી. ભગવાન આત્માની સંપદા અનંતજ્ઞાન, અનંત આનંદથી ભરેલી છે તે ચારગતિ વિપદાને ભોગવનાર નથી કેમકે તે અપદ છે, તે કર્મની ઉપાધિ છે. વળી કેવું છે?” “યપુર: કન્યાનિ પલાઉન પાનિ પુર્વ ભાસત્તે [યપુર]” જે શુધ્ધ સ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં” ભગવાન સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે. એની સન્મુખતાથી જે કાંઈ આનંદનો સ્વાદ આવે છે તે તેનું પદ છે.) ચારગતિના પર્યાય એ બધું અપદ છે. ધર્મીને તે અપદ અને અસ્થાન ભાસે છે, તે મારું સ્થાન નહીં. એ પુણ્ય ને પાપાદિ ભાવ, વ્રતાદિના રાગાદિ ભાવ એ બધા “અપાનિ” છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં “અપદ'નો અર્થ કર્યો છે “વ્રતાદિ સંસ્કૃત ટીકામાં છે. વ્રત, નિયમ એ બધું અપદ છે. એ બધી આપદા છે.! વ્યવહાર વ્રત પણ કયારે હોય? જ્યારે અનંત આનંદના નાથને વેદનમાં લીધો હોય તેને! અનંત અનંત શાંતિનો સાગર આત્મા છે, તે શાંતિના સ્વાદ જેણે લીધા હોય, એવા જીવને જ્યારે શાંતિનો સ્વાદ વધી જાય ત્યારે તેને આવા વ્રતાદિના વિકલ્પો આવે; એ વિકલ્પો પણ દુઃખરૂપ છે. સમજાણું કાંઈ ? ભગવાન તો અકષાય સ્વરૂપ છે ને!! ગઈ કાલે કહ્યું હતું ને...! “ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસો, મતવાલા સમુઝેન.ભગવાન આત્મા! જિન સ્વરૂપ વીતરાગમૂર્તિ છે. રાગાદિ તે તેનું સ્વરૂપ નહીં અને તેના સ્વરૂપમાંય નહીં. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી. રાગની પર્યાયને જીતીને જેણે વીતરાગ સ્વરૂપમાં આનંદના સ્વાદ લીધા અને રાગના સ્વાદને જીત્યા તે જૈન છે. “ઘટઘટ અંતર જૈન” એ જૈનપણું કોઈ સંપ્રદાય નથી કે વાડામાં હોય ! એ તો અંતરમાં જે જૈનપણું વસે છે તે કહે છે. “મત મદિરા કે પાન સોં” પોતાના મતના દારૂ પીધેલા એવા હું રાગવાળો છું અને પુણ્યવાળો છું એવા અભિપ્રાયના દારૂ પીધા છે એવા મતવાલા ભગવાન આનંદના નાથને જાણી શકતા નથી. પોતાના મતના મદિરાના પ્યાલે ચઢી ગયેલા મેં પુણ્ય કર્યા છે, અમે દયા પાળીએ છીએ, વ્રત કર્યા–એવા મતના મદિરાના જેણે પાન પીધા છે તે આ વસ્તુને સમજશે નહીં. અરે! એ Page #355 -------------------------------------------------------------------------- ________________ 332 કલશ-૧૩૯ રાગના મતને લઈને એ મતવાલો આત્મા સમજતો નથી. આહાહા! અંદર ભગવાન પરમાત્મ સ્વરૂપે જ બિરાજે છે. પ્રભુ ! તું પરમાત્મ સ્વરૂપે જ છો. રાગાદિ છે એ તો પર્યાયમાં છે, વસ્તુમાં કયાં છે? વસ્તુ તો વસ્તુ છે. તું પરમાત્મા સ્વરૂપે ભગવત્ સ્વરૂપે જ છો, આવા વસ્તુના સ્વરૂપને રાગના મતવાલા અથવા પોતાના પક્ષના મતના મદિરા, પીધેલા મતવાલા વસ્તુને સમજતા નથી. આવો માર્ગ છે ભાઈ ! જે શુદ્ધ સ્વરૂપ છે તે સ્વરૂપનો અનુભવરૂપ આસ્વાદ આવતાં તેને ચાર ગતિની પર્યાય છે તે અપદ ભાસે છે. કહે છે– એ મારું સ્થાન નહીં, એ મારું પદ નહીં. અગાઊ એક વખત કહ્યું હતું-પુણ્ય ને પાપના ભાવ, ચારગતિની પર્યાય એ જે પદ ભાસે છે તે મારું રક્ષણ નહીં, મારું લક્ષણ નહીં, મારું સ્થાન નહીં. આહાહા ! એ રાગ-દ્વેષ; મોહ; ચારગતિની પર્યાય, મનુષ્યપણું, દેવપણું,.....આ મનુષ્ય શરીરની વાત નથી, અંદર મનુષ્યની ગતિનો ઉદય અર્થાત્ એ પર્યાયો અને પુણ્ય-પાપના ભાવો અને કલ્પનામાં થતાં હરખ-શોકનું વેદન “ઇત્યાદિ જેટલા અવસ્થા ભેદો છે તે(અપવાદન ઝવ માસન્ત) જીવનું સ્વરૂપ નથી, ઉપાધિરૂપ છે” આહાહા! અમૃતના સ્વાદ આગળ ઝેરનો સ્વાદ અસ્થાને ભાસે છે. પોતાના આનંદના સ્વાદ આગળ સમ્યગ્દષ્ટિ ધર્મીને રાગનો સ્વાદ ઝેર લાગે છે. ધર્મી એવો જે આત્મા ! તેનો ધર્મ એટલે અનંત આનંદ આદિનું જેને અંતરમાં અનુભવ નામ વેદન છે તેવા ધર્મી જીવને, પોતાના આનંદના સ્વાદ આગળ વ્રતાદિના ભાવો પણ અપદ અને અસ્થાને, ઝેર ભાસે છે. પત્ની, બાળકો, કુટુંબ, ધૂળ એ તો કયાંય રહી ગયા. એ ચીજ તો એની છે નહીં. એમાં તું નથી અને તારામાં તે નથી. અહીં તો કહે છે-પુણ્ય-પાપના ભાવમાં તું નથી, તારામાં તે નથી... માટે તેને અપદ કહેવામાં આવે છે. “ઇત્યાદિ અવસ્થા ભેદ છે તે જીવનું સ્વરૂપ નથી(અપવાન)” તે ઉપાધિરૂપ છે. અહીંયા તો ખુશી થાય- બે પાંચ કરોડ રૂપિયા મળે, છોકરાં રૂપાળા જરી સારા થાય તો ખુશી થાય ! એ મૂર્ખાઈના ઘર છે. આત્માને કે દિ' દિકરો હતો આત્માને દિકરો કેવો અને બાપ કેવો? આ વિકારી પ્રજા થાય તે પ્રજા પણ ભગવાન આત્મામાં નથી. દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ એ પણ આત્માની પ્રજા નહીં. તે વિકાર તો કર્મની પ્રજા અને ઉપાધિ છે. અરે.....! આવો માર્ગ છે અને તે દુઃખના દરિયામાં ઊંડો ગરી ગયો છે. આ તત્ત્વનું ભાન ન મળે ! આખો દિ' તેની જિંદગી રાજીપામાં જતી હોય છે. એ બધા હરખના સડકા ઝેરના છે. શું કહે છે? એ બધું જીવનું અપદ છે; ઉપાધિ છે; વિનશ્વર છે. વ્રતાદિના ભાવ પણ ઉ...પાધિ છે. ગજબ વાત છે ને! સંસ્કૃત ટીકામાં “અપદમાં વ્રતાદિ લીધું છે. અધ્યાત્મ તરંગિણીમાંથી આમાં લખ્યું છે( કળશટીકામાં) આહાહા ! કહે છે કે દયા-દાન, અહિંસા સત્યવ્રતના ભાવ તે વિકલ્પ છે, રાગ છે, તેથી એ અપદ છે, ઝેર છે-દુઃખ છે-ઉપાધિ છે. પ્રભુ ! તારું પદ તો Page #356 -------------------------------------------------------------------------- ________________ उ४० કલશામૃત ભાગ-૪ અંદર અલૈકિક છે ભાઈ ! તેની તને ખબર નથી. આ બધી ભૂતાવળમાં તું ભરખાય ગયો. અરે! પ્રભુ તું કયાં છો? સંવત ૧૯૫૯ ની વાત છે. અમે પાલેજ ગયા હતા. ત્યાં પિતાજીની દુકાન હતી. ત્યારે તો અમારી ઉંમર નાની ૧૩ વર્ષની હતી. શરીર બહુ કોમળ હતું. આસો મહિને ગયેલા. દુકાનની પાછળ જિન છે ત્યાં બાયું રાસડા લેતી હતી, મેં છોકરાંવને પૂછયું–આ શું છે? અમને ન જવા દેવા માટે કહ્યું કે ચૂડેલ રાસડા લ્ય છે. ત્યાં જઈએ તો તે ખાય જાય, તેથી જવા ન દેવાય. અહીંયા પરમાત્મા કહે છે કે- એ પુણ્ય-પાપના ભાવ ચૂડેલ છે, હોં! ત્યાં જઈશ તો તને ખાઈ જશે! અંદરમાં અનંત આનંદના સાગરનો દરિયો ભર્યો છે ત્યાં પ્રવેશ કરને! રાગમાં પ્રવેશ કરીને તો અનંતકાળથી મરી ગયો છે. આહાહા! તેને ખબર કયાં છે? ભાન કયાં છે? શરીર મળ્યું, બહારમાં કાંઈક ઠીક થયું તો થઈ રહ્યું ! અમે હવે સુખી અને ખુશી છીએ. પાગલ છે. ત્યાં ધૂળેય ખુશી દેખાતી નથી, ત્યાં તો રાગની હોળી દેખાય છે. એની પાસે પૈસા આવે છે? તેની પાસે તો રાગ આવે છે. આ પૈસા મારા એવો રાગ અને મમતા તેની પાસે આવે છે. એતો મહાદુઃખદાયક અસ્થાન છે. ભાઈ ! તને તારા સ્વરૂપની ખબર નથી !! આહાહા! અભવીને અનાદિ અનંત સંસાર છે. અભવી જીવ એકલા આપદામાં પડ્યા છે. ભવ્ય જીવોમાં પાત્ર જીવ...તેવા અનંતા ભવ્ય (જીવ) અજ્ઞાનપણે હજુ નિગોદમાં પડયા છે, ત્યાંથી હજુ બહાર નીકળ્યા નથી. એમાંથી અનંતમાં ભાગે નીકળે કયારેક. તેને આ વસ્તુનું ભાન થાય કે-અરે! મારી ચીજ તો આપદા રહિતની છે. શુભ અશુભ વિકલ્પ અને તેના ફળ તરીકે બંધન અને તેના ફળ તરીકે સંયોગ એ બધી આપદા અને ઉપાધિ છે. એ દુઃખરૂપ છે. “વિનશ્વર છે, દુઃખરૂપ છે-એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે” સ્વરૂપ જે અંદર નિત્યાનંદ પ્રભુ છે, અવિનાશી ભગવાન છે તેનો સ્વાદ લેતાં; એટલે પુણ્ય-પાપના સ્વાદને છોડી દઈને; અભેદ ચિદાનંદ પ્રભુ ભગવાનની સન્મુખ થતાં તેને પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. એ આનંદના સ્વાદમાં મન કે રાગની તેને અપેક્ષા નથી. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય મોક્ષનો મારગ છે. તે ત્રિકાળ સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. તેને કોઈ વ્યવહાર રત્નત્રય કે ભેદની અપેક્ષા છે જ નહીં...એવી નિરપેક્ષ ચીજ અંદર પડી છે. એવો સ્વાદ સ્વાનુભવ પ્રત્યક્ષપણે આવે છે” એમ કે સ્વાદ બીજાને આવે છે અને પોતે જાણે છે એમ નથી. જેમ રાગ દ્વેષનો સ્વાદ પોતે જ વેદે છે તેમ આત્મા પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન પડી અને નિજ સ્વરૂપના પદમાં આવે છે એટલે તેનો સ્વાદ તે પોતે પ્રત્યક્ષપણે અનુભવે છે. અરેરે! શું થાય? લોકોએ ધર્મના નામે કંઈક ચડાવી દીધા છે. વીતરાગ ત્રિલોકનાથ જિનેનો માર્ગ તો આ છે. જિન સ્વરૂપી પ્રભુ તું છો ને! તેનો સ્વાદ લેવો.... મોક્ષનો મારગ એ જૈનપણું છે. જૈનપણું કોઈ વાડામાં નથી, તે દહેરાવાસી, સ્થાનકવાસી, દિગમ્બરમાં નથી. અંતરમાં આનંદનો નાથ પૂર્ણ ભરેલો ચૈતન્ય સ્વભાવ છે. તેનું અંતર સન્મુખ થઈને Page #357 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૩૯ ૩૪૧ તેનો અનુભવ નામ પ્રત્યક્ષપણે વેદન કરવું એ જૈન છે. બાકી કોથળા ઉપર લખ્યું હોય “સાકર” અને અંદર હોય કાળીજીરી. અંદર ભર્યું હોય અફીણ અને ઉપર લખ્યું હોય સાકર. જૈન નામ ધરાવે પણ અંદર વસ્તુની તો ખબર નથી. જૈન એટલે જિન સ્વરૂપી ભગવાન આત્મા! તેની સન્મુખ થઈને વીતરાગતાનું વેદન કરવું, તેનો અંદર અનુભવ કરવો એ જૈનપણું છે. એ ઘટ ઘટ અંતર જૈન વસે છે. બહેનના વચનામૃત વાંચીને એક ભાઈને એટલો હરખ આવ્યો છે. એ પત્ર મુંબઈથી આવ્યો છે. પોતે એટલો પ્રેમ અને ઉત્સાહ બતાવ્યો છે. એ વચનામૃત વાંચીને એના શબ્દો તો જુઓ! વ્યાખ્યાન પછી વંચાશે. તેણે ઘણો ઉત્સાહ બતાવ્યો છે. એના લખાણમાં શબ્દોની શૈલી એવી છે કે તેમાં તેની હુશિયારી પણ દેખાય છે. બહેનના વચનામૃત વાંચીને લોકોને આમ રોમાંચ ઉભા થયા છે અરે! આવું તત્ત્વ બહાર આવ્યું! તે તો એમ લખે છે કે બહેનના વચનામૃત એમ કાઢી નાખી ભગવાનની વાણી દિવ્ય ધ્વનિના વચનામૃતો છે. વાત તો સાચી છે. એ તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. તેણે લખ્યું છે આ જગ્યાએ દેવગુરુનું લખાણ અને આ ઠેકાણે સમકિતનું છે. તેને થોડુંક ફેરવો! અહીંયા કોણ ફેરફાર કરે? જે આવ્યું હોય તે છપાવવું. આહા ! જગતના ભાગ્ય કે- આવું સ્વરૂપ એમાં આવ્યું છે. તેણે લખ્યું છે આ જગ્યાએ દેવગુરુનું લખાણ અને આ ઠેકાણે સમક્તિનું છે. તેને થોડુંક ફેરવો, અહીંયા કોણ ફેરફાર કરે? જે આવ્યું હોય તે છપાવવું. આહા ! જગતના ભાગ્ય કે આવું સ્વરૂપ એમાં આવ્યું છે. અહીંયા તો પ્રભુ એમ કહે છે કે પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! તારા ચૈતન્યના આનંદના સ્વાદ આગળ એ વ્રતાદિના ભાવ તને અપદ-ઝેર ભાંસશે. તો પછી આ પત્ની, બાળકો સારા છે એ તો કયાંય રહી ગયું. તું મફતનો હેરાન થઈ મરી ગયો. ભાવાર્થ આમ છે– “શુદ્ધ ચિદ્રુપ ઉપાદેવ અન્ય સમસ્ત હેય” આ શુધ્ધ ચિદ્રુપ ઉપાદેવ છે. બાકી વ્રતાદિના રાગાદિના વિકલ્પો ઉપાદેવ છે જ નહીં એમ અહીં સરવાળો કર્યો. ઉપાદેવ એલટે અંગીકાર કરવા લાયક. શુદ્ધ સ્વરૂપ છે તે અંગીકાર કરવા લાયક, સ્વીકારવા લાયક, અનુભવ કરવા લાયક છે. ઉપાદેવ અને આદરણીય તો એક જ ચીજ છે. અન્ય સમસ્ત હેય છે.” પછી તે વ્રતનો વિકલ્પ હોય, ભગવાનની ભક્તિનો વિકલ્પ હોય મો રિહંતાનું એવો વિકલ્પ પણ હેય છે. આવી વાતું છે. પ્રભુ તારી પ્રભુતાની શી વાતું કરવી ? સર્વજ્ઞ પ્રભુ પણ તારી પૂર્ણતાને કહી શકયા નહીં ! તેને અનુભવમાં બધું આવ્યું. પણ એ આત્માની વાતો જડ વાણી દ્વારા કહી શક્યા નહીં. વચનાતીત,વિકલ્પાતીત અનુભવને વચન દ્વારા કહેવું બાપુ! કેટલું કહી શકાય? શુધ્ધ ચિદ્રુપ ઉપાદેય છે. એવો ભગવાન ચિરૂપ, શુધ્ધ સ્વરૂપ, ચિ સ્વરૂપ ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અનાદિ અનંત.... બસ એ એક જ આદરણીય છે અને સમસ્ત હેય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ કલશામૃત ભાગ-૪ આ નિર્જરાનો અધિકાર ચાલે છે ને! જેને આત્માના આનંદના સ્વાદ આવ્યા તેને અશુધ્ધતા નિર્જરી જાય છે. નિર્જરાના ત્રણ પ્રકાર છે. (૧) કર્મનું ખરવું; અશુધ્ધતા ખરે ત્યારે કર્મ પણ ખરે છે. (૨) અશુધ્ધતાનું ખરવું. (૩) શુધ્ધતાનું વધવું. એ ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. અહીંયા શુધ્ધિની વૃધ્ધિનો અનુભવ થવો તેને નિર્જરા કહે છે. (૧) સંવરમાં શુધ્ધિની ઉત્પત્તિ થઈ. આત્મા તો ત્રિકાળ શુધ્ધ છે. તેમાં પર્યાયમાં જે શુધ્ધિની ઉત્પત્તિ થઈ તેને સંવર કહીએ. (૨) નિર્જરા તેને કહીએ કે જેમાં શુધ્ધિની વૃધ્ધિ થઈ. (૩) મોક્ષ તેને કહીએ કે- શુધ્ધિની પૂર્ણતા થઈ. અરેરે! પોતાના ઘરની વાતું પણ સાંભળવા મળે નહીં તે દુઃખી પ્રાણી બિચારા શું કરે? બહારમાં આ રૂપાળા શરીર ને આ દેખાવ, તે મરીને જવાના કયાંય. શરીરની તો સ્મશાનમાં રાખ થશે બાપુ! તેની સાથે કાંઈ નહીં આવે! જુઓ! શાંતિપ્રસાદ શાહુજી સતાવીશ તારીખે સવારના દેહ છૂટી ગયો, ચાલીશ કરોડ રૂપિયા, ચાલીશ લાખનો બંગલો...બહારમાં ધૂળમાં શું છે? એ બધી ભૂતાવળ છે. જ્યારે ૮૭ મું વર્ષ બેઠું ત્યારે મુંબઈમાં ત્યાં ઊતર્યા હતાં ને !! આ આમોદવાળા છે તેને સીત્તેર લાખનો બંગલો તેમાં અમારો ઊતારો હતો. પાંચ-છ કરોડ રૂપિયા છે. હમણાં કાગળ આવ્યો છે કે હું દેશમાં આવું છું અને મારે સોનગઢ આવવું છે. એ નરમ માણસ છે. તેની બા પણ બિચારા નરમ. અરે બાપુ! સીત્તેર લાખ એટલે શું? અબજ રૂપિયા હોય તો ય શું? ધૂળના કાંકરા તે જડ, અજીવ તારા નહીં, તેમાં તું નહીં. એને તારા માન્ય તને દુઃખ થાય એ દશા છે. નિજ ભગવાનને માન્ય તને આનંદ આવશે. હું પૂર્ણાનંદનો નાથ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું તેવો સત્કાર સ્વીકાર થતાં તને અતીન્દ્રિય આનંદ આવશે ભાઈ ! તને શાંતિ મળશે. એ માટે તને ચિદાનંદ ઉપાદેય છે. (શાર્દૂલવિક્રીડિત). एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहःस्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।८-१४०।। ખંડાન્વય સહિત અર્થ:- “TS: આત્મા જ્ઞાન નામ નિયતિ" (SS: આત્મા) વતુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય,(સનં જ્ઞાન) જેટલા પર્યાયરૂપ પરિણમ્યું છે જ્ઞાન-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ Page #359 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૦ ૩૪૩ * અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને (તામ્ ) નિર્વિકલ્પરૂપ ( નયંત્તિ) અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્યવસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી બુદ્ધિ ઊપજે છે કે કાષ્ઠનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતનાપ્રકાશમાત્ર છે, સમસ્ત જ્ઞેયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેયવસ્તુને જાણે છે, જાણતું થકું શેયાકા૨ પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઊપજ્યા છે, કા૨ણ કે શૈયવસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો શાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચા૨ ક૨તાં જ્ઞાનમાત્ર છે, નામ ધ૨વું બધું જૂઠું છે;આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે; “તિ” નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા ? “y@જ્ઞાયભાવનિર્ભરમહાસ્વાદું સમાસાવયન્” (૬) નિર્વિકલ્પ એવું જે ( જ્ઞાયભાવ ) ચેતનદ્રવ્ય, તેમાં (નિર્ભર ) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે (મહાસ્વાતં) અનાકુળલક્ષણ સૌખ્ય, તેને (સમાત્તાવયન્) આસ્વાદતો થકો. વળી કેવો છે ? “ દ્વન્દ્વમયં સ્વાયં વિધાતુમ્ અસહ:”(દ્વન્દ્વમયં ) કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ, આકુળતારૂપ (સ્વાતં) સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે પરંતુ દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિયવિષયજનિત સુખ, તેને (વિધાતુમ્ ) અંગીકા૨ ક૨વાને (અખ઼s:) અસમર્થ છે. ભાવાર્થ આમ છે કે-વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. વળી કેવો છે ? “સ્વાં વસ્તુવૃત્તિ વિવન્” ( સ્વાં) પોતાના દ્રવ્યસંબંધી ( વસ્તુવૃત્તિ) આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની સાથે (વિવન્) તદ્રુપ પરિણમતો થકો. વળી કેવો છે ? ‘આત્માભાનુમવાનુમાવવિવશ:” (આત્મા ) ચેતનદ્રવ્ય, તેના ( જ્ઞાત્માનુભવ ) આસ્વાદના (અનુભાવ ) મહિમા વડે (વિવશ:) ગોચર છે. વળી કેવો છે? “વિશેષોવયં ભ્રશ્યત્” (વિશેષ ) જ્ઞાનપર્યાય દ્વા૨ા (૩વ્યં) નાના પ્રકારો, તેમને (ભ્રશ્યત્) મટાડતો થકો. વળી કેવો છે ? “સામાન્ય નયન્” (સામાન્ય) નિર્ભેદ સત્તામાત્ર વસ્તુનો (લયન્) અનુભવ કરતો થકો. ૮-૧૪૦. . કળશ ૧૪૦ ઉપ૨ પ્રવચન પ્રવચન નં. ૧૪૨-૧૪૩ તા. ૦૭–૦૮/૧૧/૩૭૭ “પુષ આત્મા સળાં જ્ઞાનં મેતામ્ નયતિ” શ્લોકનું છેલ્લું પદ અહીં પહેલું લીધું. “વસ્તુરૂપ વિધમાન આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ” ભગવાન ધ્રુવ દ્રવ્ય અનાદિ અનંત છે. તે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ કલશામૃત ભાગ-૪ અન્ ઉત્પન અવિનાશી અર્થાત્ અનાશ એવો ભગવાન આત્મા અંદર અવિનાશી છે. એ ચૈતન્ય દ્રવ્ય ! વસ્તુએ વિદ્યમાન છે. છે એ કહેવામાત્ર નથી. (સંવતં જ્ઞાન]” જેટલા પર્યાયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે. જ્ઞાન તેને નિર્વિકલ્પરૂપ, અનુભવે છે. અહીં આવ્યા( દૂર) લઈ ગયા. નિમિત્ત તો તું નહીં, રાગ તો તું નહીં. પણ જ્ઞાનમાં જે પાંચ પ્રકારના પર્યાયના ભેદ પડે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એવા ભેદ એ પણ જેમાં નથી. આહાહા ! એકલો જ્ઞાન સ્વરૂપ છે. તેને અંદર અનુભવે છે. એ પાંચ ભેદનું લક્ષ છોડી દઈને, નિમિત્તના લક્ષને છોડી દઈને...દયા-દાન વિકલ્પના રાગને પણ છોડી દે! પણ, જ્ઞાન પર્યાયમાં પાંચ ભેદના લક્ષને પણ છોડી દે. સમયસાર ૨૦૪ ગાથામાં છે ને! અહીં કહે છે-જેટલા પર્યયોરૂપ પરિણમ્યું છે જ્ઞાન, અર્થાત્ એવા ભેદ જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન કેવળજ્ઞાન ઇત્યાદિ. અત્યારે કેવળજ્ઞાન છે નહીં પણ (સાધકને) તે ખ્યાલમાં આવે છે ને કે આગળ આવી પૂર્ણ દશા થશે! આહાહા ! એ બધી અવસ્થા છે, એ અવસ્થાના ભેદોનું લક્ષ પણ છોડી દે; કયાંથી કયાં ઉપાડીને મૂકે છે!! પત્ની, બાળકો, મકાન, કુટુંબ એ ઉપરથી લક્ષ ઉડાડી દીધું. તેના પ્રત્યે રાગ થાય, વ્રતાદિનો પર્યાયમાં જે પાંચ ભેદ પડે છે ત્યાંથી લક્ષ ઊઠાવી લે! ત્રીજા પદના છેલ્લા શબ્દમાં કહેશે-(કરિશેષો ચં) ટીકામાં આગળ કહેશે કે – ઉદયરૂપ જે વિશેષ છે તેનાથી ખસી જા ! તો એકપણાનો નિર્વિકલ્પપણાનો અનુભવ થાય છે. પાંચ ભેદ ઉપર પણ લક્ષ નહીં....! ગજબ વાત છે ને! હજુ તો તેને વ્રતાદિના વિકલ્પમાં ધર્મ મનાવવો છે. અરે! ભગવાન તારે ક્યાં જાવું છે ભાઈ ! એવા વ્રતાદિ તો અનંતવાર કર્યા. અરે! અગિયાર અંગના શાસ્ત્રના જ્ઞાન પણ અનંતવાર કર્યા. ભાઈ ! એ ચીજ નહીં. અહીંયા તો કહે છે- જ્ઞાનગુણની પર્યાયના પાંચ ભેદ પડે છે તેને પણ લક્ષમાંથી છોડી દે શાસ્ત્રજ્ઞાનનું તો લક્ષ છોડી દે! જયાં અનાદિ અનંત ભગવાનના નિધાન પડ્યાં છે ત્યાં જો !! ગીતામાં આવે છે કે સરસ્વતી છે તે અગ્નિથી બળે નહીં, (હથિયારથી) છેદાય નહીં પણ એ ચીજ શું છે તેની તેને ખબર ન પડે!દ્રવ્ય, ગુણ ને પર્યાયની ખબર ન મળે! આ તો ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે, તેમાં અવિનાશી શક્તિઓ ત્રિકાળ છે તેનું પરિણમન થાય છે. જ્ઞાનગુણની પર્યાયના જે પાંચ ભેદ પડે તેનું પણ લક્ષ છોડી દે; ભેદો છે ખરા ! સમજાણું? દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણેય વસ્તુનું સ્વરૂપ છે. એ વાત વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજે કયાંય છે નહીં. એના વાડામાં હોય તેણે કદી સાંભળ્યું ન હોય ! દ્રવ્ય-ગુણ ને પર્યાય....આટલા વર્ષમાં કયાંય જોયું નથી. એ તો સામાયિક, પોષામાં અટકયા છે. એ સામાયિક કયાં હતી..એ તો રાગના રોદણાં હતા. Page #361 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪) ૩૪૫ અહીંયા તો પરમાત્મા એમ ફરમાવે છે કે તારે જો નિર્મળ દશા પ્રગટ કરવી હોય; ધર્મ નામ મોક્ષનો માર્ગ પ્રગટ કરવો હોય તો જ્ઞાનની પર્યાયના વિશેષો-ભેદો તેનું પણ લક્ષ છોડી દે. અભેદ અખંડાનંદ પ્રભુ એવી ચીજ તેને ધ્યેય બનાવીને એટલે દૈષ્ટિનો વિષય બનાવીને (નિર્વિકલ્પપણું અનુભવ છે. આવી વાતું હવે ઝીણી પડે. નિર્વિકલ્પરૂપ અનુભવે છે” ત્યાં ભેદ નહીં એમ કહે છે. માત્ર એક જ્ઞાન સ્વરૂપે બસ એક જ્ઞાનગુણ તેવો ભેદેય નહીં. નિમિત્ત નહીં, દયા-દાનના વિકલ્પ તો નહીં. પર્યાયના ભેદ તો નહીં પણ ગુણ-ગુણીનો ભેદ પણ નહીં. ગુણી ભગવાન આત્મા અને તેમાં જ્ઞાન ને આનંદ ગુણ એવો ભેદેય નહીં. એવો નિર્વિકલ્પ અનુભવે છે. “ભાવાર્થ આમ છે કે- જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે.” ઉષ્ણ .....ઉષ્ણ... અગ્નિ-અગ્નિ છે. તે બળવા યોગ્ય વસ્તુને બાળતો થકો...... લાકડું, છાણા, અડાયા તેના આકારે અગ્નિ આમ પરિણમે છે...તે છતાંય અગ્નિ તો ઉષ્ણતાપણે જ રહી છે, તે પરના આકારે થઈ નથી. તેથી લોકોને એવી બુધ્ધિ ઉપજે છે કે કાષ્ટનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે;” ગાયું, ભેંસુ જંગલમાં છાણ કરે તે એમ ને એમ ત્યાં સૂકાઈ જાય તેને અડાયા કહે છે. છાણ ભેગું કરીને થાપે તેને છાણા કહેવાય. અડાયાને બાળે તો અગ્નિનો તેવો આકાર થઈ જાય છે. એના આકારે થઈ છે ત્યારે ખરેખર તો અગ્નિરૂપે છે. લોકો એમ સમજે છે કે આ છાણાનો અગ્નિ, તરણાનો અગ્નિ પરંતુ સમસ્ત વિકલ્પ જૂઠા છે. “અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે.” અગ્નિ તો ઉષ્ણતાનું સ્વરૂપ છે બસ. પરના આકારે થઈ એ તો પોતાનું સ્વરૂપ છે. “અગ્નિ” એકરૂપે છે તે કાષ્ઠ, છાણા તૃણ અગ્નિનું સ્વરૂપ નથી.” આ દૃષ્ટાંત થયો. “તેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશમાત્ર છે.” ભગવાન ચેતનામય, ચેતન પ્રકાશમય છે. ચેતન ચંદ્ર તે જિનચંદ્ર છે. જિનચંદ્ર છે તે પ્રભુ છે. એ પ્રકાશમાત્ર ચૈતન્ય ચંદ્ર છે. “સમસ્તશેય વસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેય વસ્તુને જાણે છે.” સમસ્ત જણાવા યોગ્ય વસ્તુ છે તેને જાણે છે. તે શેય વસ્તુને જાણતું થયું જોયાકાર પરિણમે છે. “તેથી જ્ઞાની જીવને એવી બુધ્ધિ ઉપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન” મન પર્યયજ્ઞાન, કેવળજ્ઞાનએવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે. શેયાકારે ભેદ પડયો તે પણ હું નહીં. એકલો જ્ઞાન સ્વરૂપ શેયની ઉપાધિથી મતિ,શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ” એવા વિકલ્પો ઊપજયા છે” એ બધા ભેદ પરશેયના લક્ષના ભેદથી પડ્યાં છે. સ્વજોયના લક્ષમાં તો પોતે જ્ઞાન સ્વરૂપ છે, એમાં ભેદ છે નહીં. આવું સ્વરૂપ છે. શેયની ઉપાધિથી મતિ,શ્રત,અવધિ, મનઃ પર્યય, કેવળ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ કલશામૃત ભાગ-૪ એવા વિકલ્પ ભેદ ઉપજયા છે. હોં ! “કા૨ણ કે જ્ઞેય વસ્તુ નાના પ્રકારે છે; જેવા જ્ઞેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાન માત્ર છે” રાગનું જ્ઞાન કરે, ફલાણી વસ્તુનું જ્ઞાન તે બધી વ્યવહા૨ની વાતું છે. એ તો પોતે પોતાનું શેય બનાવીને, જ્ઞાન તેને જાણે છે. પોતાને શેય કરીને જ્ઞાન જાણે છે. રાગને શેય કરીને જ્ઞાન જાણે છે એમ પણ છે નહીં. આવી વાતું છે!! અનેક પ્રકારે શેયનો શાયક થાય તેવું નામ પામે છે, પરંતુ વસ્તુ સ્વરૂપને વિચારતાં જ્ઞાનમાત્ર છે. લોકો એમ જાણે છે કે–આને જાણે છે, ફલાણાને જાણે છે એ બધાં ભેદના કથનો છે. એ જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાન પોતાની જ્ઞાન પર્યાયને જ્ઞેય તરીકે જાણે છે. સમયસારમાં ૨૭૧ કળશમાં આવે છે ને ! જ્ઞાન તું શેય તું અને જ્ઞાતા તું. શાતા તું, શેય તું, જ્ઞાન તું તેવા ત્રણ ભેદથી કહે છે. તું નો તું શેય, તેનો તું શાન, તેનો તું શાતા...આવું એનું સ્વરૂપ છે. કયાંથી કયાં તેને લઈ જવો છે. એકરૂપ પરમ સત્ય છે ત્યાં લઈ જવો છે તેને ! એ ૫૨મ સત્ય એકરૂપ છે તેનો આશ્રય કર્યા વિના સમ્યગ્દર્શન જ્ઞાન આદિ પ્રગટ થતાં નથી. “નામ ધ૨વું બધું જૂઠું છે, આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.” પ્રવચન નં. ૧૪૩ તા. ૦૮/૧૧/’૭૭ શ્રી કળશટીકા-નિર્જરા અધિકા૨નો ૧૪૦ નંબરનો શ્લોક ચાલે છે. વાત ઝીણી છે. કહે છે કે આ આત્મા જે છે એ અનંત ચૈતન્ય રત્નાકર સ્વરૂપ છે. હવે તેમાં જે જ્ઞાનગુણ છે તેમાં એની પાંચ પર્યાય થાય છે. એ પર્યાયનું નામ શેયના કા૨ણે પડે છે. અમુક શેયને જાણે તે મતિજ્ઞાન, અમુક શેયને જાણે તે શ્રુતજ્ઞાન અમુકને જાણે તે અવધિજ્ઞાન, અમુકને જાણે મનને જાણે તે મન:પર્યય જ્ઞાન અને ત્રણ કાળ ત્રણ લોકને જાણે તે કેવળજ્ઞાન.... આ બધા ભેદ શેયાકા૨ને કારણે પડયા છે. શું કહ્યું ? શેયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન : પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ ઉપજયા છે.......કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જણાવા યોગ્ય વસ્તુ અનેક પ્રકારે છે. જેવા શેયરૂપ જ્ઞાન થાય છે, જાણવા યોગ્ય જ્ઞેયનું જ્ઞાનાકાર અહીં થાય છે, તે જ્ઞાનાકાર જ્ઞાયક થાય છે તેવું નામ પામે છે. શું કહે છે? શેયો અનંત પ્રકા૨ના છે. જ્ઞાનનો પર્યાય જે પાંચ પ્રકારે છે તે શેયને જાણવાથી—તેનાં ભિન્ન-ભિન્ન નામ પડયા છે. આનું નામ મતિ, આનું નામ શ્રુત, આનું નામ અવિધ, આનું નામ મનઃપર્યય અને કેવળ એવા નામ ભેદ અનેક પ્રકા૨ના શેયને જાણવાના કા૨ણે પડયા છે. ઘણી ઝીણી વાત છે. કા૨ણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જેવા શેયનો શાયક થાય છે અર્થાત્ જ્ઞાનની પર્યાયમાં, જેવા જ્ઞેયને જાણનારું જ્ઞાન થાય છે તેવું જ એ નામ પામે છે. મતિ, શ્રુત, અવધિ, Page #363 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૦ उ४७ મન:પર્યય કેવળ એવા નામ શેયોને કેવા પ્રકારે જાણે એવા પ્રકારે તેના નામ પડયા છે. એ શું કહ્યું? આત્મ વસ્તુ છે તે જ્ઞાનાદિ અનંતગુણનો ભંડાર છે. હવે અહીંયા સમ્યકજ્ઞાન થયું એ જ્ઞાનમાં પણ પાંચ ભેદ છે. તે જેવા શેયનો જ્ઞાયક થાય, જેવું જણાવા યોગ્ય શેયનો જ્ઞાયક થાય છે તેવું જ તેનું નામ પડે છે. અરે! આવી વાતો છે...સમજાણું કાંઈ? જેવા શેયનો જ્ઞાયક થાય છે એટલે ? જેમકે કેવળજ્ઞાનમાં ત્રણકાળના શેયનો જ્ઞાયક થાય છે. મનઃ પર્યય જ્ઞાન છે તે સામાના મનઆદિને જાણે છે તેથી તેવા શેયનો જ્ઞાયક થાય છે. અવધિ તે તેની મર્યાદાવાળા પદાર્થ તેનું શેય છે તેથી તેનો જ્ઞાયક થાય છે. શ્રુત તેની યોગ્યતા પ્રમાણે પરશેયનો પરોક્ષ જ્ઞાયક થાય છે. શ્રુતની પહેલાં જે મતિજ્ઞાન થાય છે, એ મતિજ્ઞાનને લાયક જે પ્રમાણે પરશેય છે તેને જાણે છે. પાંચ ભેદ છે તે જેવા શેયને જ્ઞાયક જાણે છે તેવા તેના નામ ભેદ પડ્યા છે. બહુ ઝીણું છે. આ માર્ગ તો અલૈકિક છે બાપા! અહીંયા કહે છે કે પ્રભુ આત્મા જ વસ્તુ સ્વરૂપે અનંતગુણનો પિંડ છે. એમાં એક જ્ઞાનગુણ તે જ આત્મા તેમ કહીને આખો આત્મા ઠરાવ્યો છે. પછી એ જ્ઞાનની પાંચ પર્યાયો થાય છે મતિ,શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ નામ કેમ પડયાં? કહે છે કે જેવા શેયોનો એ જાણનાર છે એ પ્રમાણે તેનાં નામ પડ્યા છે અને એ નામ જૂઠા છે એમ કહે છે. શાંતિથી સમજવું બાપુ! આ માર્ગ તો કોઈ અલૌકિક છે. કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. જણાવા યોગ્ય વસ્તુ અનંત, અનેક પ્રકારે છે. જેવા શેયનો જ્ઞાયક થાય છે. તેવા એ નામ પામે છે. જરા કઠણ પડે તેવું છે. પણ વસ્તુ આ છે. ભગવાન આત્માની જ્ઞાનની પર્યાયમાં પાંચ ભેદ પડે છે. કેમ કે તે જેવા પ્રકારના શેયનો જ્ઞાયક થાય છે તેવું તેનું નામ પડે છે. સમજાણું કાંઈ? “વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે. નામ ધરવું બધું જૂઠું છે;” શું કહે છે? શાંતિથી સાંભળવું, જ્ઞાનની પર્યાયના જે પાંચ પ્રકાર છે તેની વાત છે. રાગને તો ક્યાંય કાઢી નાખ્યો, પર કયાંય રહી ગયું. અહીંયા તો જ્ઞાનની પર્યાયમાં જે પાંચ પ્રકારો થાય છે, એ પાંચ નામ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ તેના નામ પડ્યા છે તે જેવા શેયને જાણે છે એવા એવા નામ પડયા છે. પાઠમાં છે કે નહીં? ગઈકાલે આવી ગયું હતું....પણ.....એકદમમાં લેવાય ગયું હતું. અહીંયા જિનેન્દ્ર પ્રભુ એમ કહે છે કે તારું સ્વરૂપ જે છે તે તો અનંત ચૈતન્યરત્નાકર છે. એ વાત ૧૪૧ શ્લોકમાં આવશે. દ્રવ્ય તો અનંતગુણનો પિંડ છે એમાં જ્ઞાનગુણ ત્રિકાળ છે. એ જ્ઞાનગુણની જે પાંચ પર્યાયો પડે છે એના જે નામ પડયા છે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવલ્ય એ નામ તો જેવા શેયને જાણે છે તે પ્રકારે પડયા છે. વિચાર કરતાં તો જ્ઞાનમાત્ર છે. શેયને કારણે જેવા નામ પડ્યા એ પણ જૂઠા છે એમ કહે છે. ગઈકાલે આ આવ્યું હતું. વાંચનમાં એકદમ છેલ્લે આ લીટી આવી ગઈ હતી. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ કલશામૃત ભાગ-૪ ભગવાન આત્મા! તેનો જ્ઞાનગુણ તે તો એક ગુણ છે. તેવા તો અનંતગુણનો પિંડ ચૈતન્ય રત્નાકર છે-સમુદ્ર છે જેમ સમુદ્ર જળથી ભર્યો છે એમ ભગવાન આત્મા અનંતગુણના રતનથી ભરેલો છે જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ આત્માના જ્ઞાનગુણમાં તરંગ ઊઠે છે. અહીંયા જ્ઞાનગુણની પ્રધાનતા લેવી છે ને!? હવે એ તરંગના જે નામ પડ્યા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ નામ જેવા શેયને જાણે છે તેવા નામ પડયા છે. સમજાય છે કાંઈ ? જ્ઞાનપર્યાય તો ખરી..! પણ તેના નામ કેમ પડયા? એ શબ્દનો ફેર પડે છે ને! પર્યાય તો છે...પણ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એવા નામ કેમ પડ્યા? દરેકનું શેય છે. હવે જેવા શેયને જાણે છે તેવા નામ પડયા છે. ટીકાકારે કેટલું સ્પષ્ટ કર્યું છે. પોતે ગૃહસ્થ છે. અહીંયા તો એક વાત ઠરાવવી છે. આત્મામાં જડકર્મ, શરીર તો નથી. તેમ દયા-દાનવતના, કામ-ક્રોધના ભાવ છે એ જૂઠા છે. તે આત્મામાં નથી. અહીંયા તો આત્માની જ્ઞાનની પર્યાયમાં જેવા શેયને જાણે તે પ્રકારે નામ પડયા છે, એ નામ જૂઠા છે. કેવળજ્ઞાન નામ પડયું ને તે ત્રણકાળને જાણવાની અપેક્ષાએ નામ પડ્યું તે જૂઠું છે. એ તો ફકત જ્ઞાનની પર્યાય છે એટલી વાત બસ. આ રીતે નામ ભેદ પડ્યા છે. આવી વાત છે. ઝીણું છે તેથી હળવે હળવે કહીએ છીએ. અહીંયા તો કહે છે પ્રભુ જે સમ્યગ્દર્શનનો વિષય એક સામાન્ય ત્રિકાળને સિધ્ધ કરવો છે. એ સિધ્ધ થતાં હવે કહે છે કે જે જ્ઞાનની પર્યાયો થઈ છે એમાં જેવું શેય જણાય છે, જે જે પ્રકારનું શેય જણાય તેવું તેનું નામ આપવું પડયું છે. મતિમાં અમુક જણાય માટે મતિ, શ્રુતમાં અમુક જણાય માટે શ્રુત, મન:પર્યયમાં મનને જાણવા આદિની જે લાયકાત છે તે મન:પર્યય, કેવળ ત્રણકાળને જાણે માટે કેવળ. સમજાણું કાંઈ? શ્રોતા- કેવળજ્ઞાનમાં ત્રણકાળનું જ્ઞાન થાય છે. ઉત્તર- અહીં તો એમ વાત છે કે કેવળજ્ઞાને ત્રણકાળને જાણ્યું એટલે કેવળ નામ પડ્યું છે, એ નામ પડયું તે જૂઠું છે. એ પર્યાય છે બસ. તે પણ પર્યાય ઉપર દૃષ્ટિ કરવા જેવી નથી. શ્રોતા - કેવળજ્ઞાન થયું તો તેનો નિષેધ આવ્યો? ઉત્તર:- ના, ના કેવળજ્ઞાન થયું એમાં લોકાલોક બ્રેય થયાં. એ લોકાલોકનો જાણનારો એનો જાણનારો આવ્યો. લોકાલોકનું તેમજ ત્રણકાળ શેય થયાં એનું નામ એને જાણવામાં આવ્યું. ઝીણી વાત છે ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ બાપુ! દિગમ્બર દર્શન સિવાય આ વાત કયાંય છે નહીં. આ વાત એને ક્યાં લઈ જવો છે. !! ( આત્મામાં). જેમ દયા-દાનના વિષયની વાત વ્યવહાર કરે છે. બે નય છે તો બે નયના વિષયો ભિન્ન-ભિન્ન છે. એ બે નય (પરસ્પર) વિરુદ્ધ છે. વ્યવહારનય દયા-દાન-વ્રતને વિષય કરે છે, તેથી તેને વ્યવહાર ધર્મ કહે છે. અહીંયા નિશ્ચય છે, અર્થાત જ્ઞાયકના આશ્રયે ધર્મ થયો તેને Page #365 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪) ૩૪૯ નિશ્ચયધર્મ કહે છે. ધર્મ અને અધર્મ અને વિરુધ્ધ છે. વ્યવહારનયનો ધર્મ-રાગ છે. આત્માનો જ્ઞાયકના આશ્રયે જે ધર્મ થાય તે વીતરાગતા છે. તેથી વીતરાગતા રાગને કારણે થઈ એમ નથી. તેમ વ્યવહારનો વિષય રાગ નથી–એમ પણ નથી. તેમ રાગનો વિષય હોવા છતાં તે વ્યવહાર નિશ્ચયનું કારણ થાય એવું નથી. અહીંયા તો એથી આગળ લઈ જવાની વાત છે. જ્ઞાનના જે પાંચ ભેદ છે તે એની પર્યાય છે. ૧૪૧માં કહેશે કે તે એની (દ્રવ્યની) પર્યાય છે. દરિયો ઊછળે છે તો તરંગો તેની પર્યાય છે. એમ જ્ઞાનાદિની પાંચ પર્યાય છે તો તેની પણ એમાં આ પાંચ નામ પડ્યા તે શેયને જાણવાથી. તેથી કહ્યું કે સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે. કારણ કે શેય વસ્તુ નાના પ્રકારે એટલે અનેક પ્રકારે છે. જેવા પ્રકારે જણાવા યોગ્ય શેયનો જાણનારો-શાયક થાય છે તેવું જ નામ પામે છે. આ તો ઝીણી વાતું છે બાપુ! એ નામ કેમ પડયા તે કહે છે. આને જાણે માટે આ, આને જાણે માટે આ; એ બધા નામ પાડવા જુઠા છે. એ તો જ્ઞાનની પર્યાય છે બસ એટલું છે. એ જે નામ પામે છે તે નામ વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જરૂર જૂઠું છે, બાકી જ્ઞાનમાત્ર છે તે સાચું છે. મતિજ્ઞાન પર્યાય તે જ્ઞાન પર્યાય હોં! પર્યાય પર્યાય.... તરીકે બરોબર છે. પરંતુ તેને આ નામ પાડવા તે જૂઠું છે. આ ટીકા રાજમલજીએ કરી છે. તેના ઉપરથી તો સમયસાર નાટક બનાવ્યું છે. એ લોકો એમ કહે છે કે ટોડરમલ અને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરે! પ્રભુ! ભાઈ બાપા! તને અત્યારે એના ફળ નથી દેખાતાં પણ એ દુઃખ સહન કરવું કઠણ પડશે...ભાઈ ! તું તો ભગવાન છો તને દુઃખ થાય એમાં કોઈ રાજી થાય !! અહીંયા તો પ્રભુ એમ કહે છે તારા જે નામ પડ્યા મતિ,કૃત,અવધિ, મન:પર્યય, કેવળ એ તો શેયને જાણવાથી. જે પ્રકારના તેને શેય જણાયા તે પ્રકારે નામ પડ્યું છે. એ તો પરની અપેક્ષાએ નામ પડ્યું છે એમ કહે છે. સમજાણું કાંઈ? આ કળશ આવે ત્યારે એ વિષય ચાલે ને! સામે ચીજ (પાઠ) હોય ત્યારે સ્પષ્ટ થાય ને! ચીજ વિના ખેંચીને લાવતા મુશ્કેલી પડી જાય. પ્રભુ! તારામાં શરીર, વાણી, મન તો નથી. પુણ્ય પાપ તો નથી પણ ખરેખર તો દ્રવ્યમાં પર્યાયેય નથી; પર્યાયમાં પર્યાય છે તેનું નામ જેવા શેયને જાણે છે તેવા નામ પડ્યા છે તે નામ પણ જૂઠાં છે, કેમકે એ તો જ્ઞાનમાત્ર છે. મતિ....જ્ઞાન, શ્રુત જ્ઞાન તેમાં બસ જ્ઞાન....જ્ઞાન..(મતિ,કૃત) નામ પાડવા એ બધાં જૂઠાં છે એમ કહે છે. નામ ધરવું બધું જૂઠું છે.” આત્મા ને આત્મા કહેવો એવો આત્માને શબ્દ કયાં છે? અને શબ્દનું નામ ધરાવ્યું તે જૂઠું છે. આત્મા એટલે “સતતિ ના છતિ રૂતિ માત્મા” વાસ્તવિક એવા પોતાના અનંતગુણે પરિણમે છે. (તતિ ઋતિ) પોતાનું સ્વરૂપ કાયમ રાખીને પરિણમે છે માટે આત્મા બસ એટલું છે. પછી નામ નિક્ષેપે કહેવાય- સુડતાલીશ નયમાં પણ કહેવામાં આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ તેમાં નામ નિક્ષેપે કહેવાય. જુઓ! માર્ગ કેવો છે? અહીંયા તો કહે છે એ નામ-ધર્મ બધું જૂઠું છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ કલશામૃત ભાગ-૪ “આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.” એટલે શું કહ્યું ? જ્ઞેય ત૨ફના નામને ધરવાનું લક્ષપણ છોડી દે ! ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેના સન્મુખનો અનુભવ. આવો અનુભવ તે શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે. નામ ધ૨વું જૂઠું છે.......એ તો શાનમાત્ર છે. શેયને જાણવાના કા૨ણે જાણનારના આવા નામ પડયા એને લક્ષમાંથી છોડી દે! એનો જાણનાર (નહીં. ) એ તો જાણનાર-જાણનાર જાણના૨ છે-જ્ઞાનમાત્ર છે. ‘તિ’ “નિશ્ચયથી એમ જ છે.” ત્તિ એટલે નિશ્ચયથી- ખરેખર, ખરેખર એમ જ છે. જે શુધ્ધ ચૈતન્ય સ્વભાવ તેને અનુસરીને જે અનુભવ થયો બસ એ જ કરવા લાયક છે. સમજાણું કાંઈ ? તેથી હળવે....ઠળવે તો કહેવાય છે. ઝીણું છે એમ કહીએ છીએ તેમ એનું સ્પષ્ટીકરણેય કહેવાય થાય છે. જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગના પંથની વાત છે. આ ઉપ૨ સ્વરૂપ કહ્યું ને ! તેથી શેયના કા૨ણે નામ પડયા એ જૂઠા છે તેને લક્ષમાંથી કાઢી નાખ. એ જ્ઞાન પર્યાય છે એટલું બસ. પણ ( પર્યાય ) તરફ લક્ષ નહીં. પછી કહેશે –કે એ પર્યાય પોતાની છે. અહીંયા તો પર્યાયનું લક્ષ છોડાવવા, દ્રવ્યનું લક્ષ કરાવવા આ વાત કરી છે. બાકી એ પર્યાય તારી છે, તારામાં છે. એ પર્યાયો અનેકપણે ઊછળે છે એ તારું સ્વરૂપ છે. પર્યાય અનેકપણે ઊછળે છે તે સ્વરૂપ છે હોં !! બાકી એના નામ પડયા એ વાત અહીંયા નથી. સમજાણું કાંઈ ? “કેવો છે અનુભવશીલ આત્મા ? જ્ઞાયભાવ નિર્મમહાસ્વાયં સમાપ્તાય” નિર્વિકલ્પ એવું જે ચેતન દ્રવ્ય તેમાં ( નિર્મા ) અત્યંત મગ્નપણું” આહાહા ! વસ્તુ સ્વભાવે ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવભાવ એકરૂપ ભાવે છે. એકરૂપ એવો જે ચેતન પદાર્થ તેમાં અત્યંત મગ્નપણું છે. શાયકભાવમાં અત્યંત નિમગ્નપણું તેનાથી થયું છે. “મહાસ્વાયં સમાપ્તાવય” તેને લઈને મહા સ્વાદ આવ્યો છે. અનાકુળ લક્ષણ એટલે સુખ આવ્યું એમ કહે છે. વાત તો ઝીણી છે ભાઈ ! કેમકે માર્ગ જ ઝીણો છે. એ વસ્તુ સ્વરૂપ છે તેનો અનુભવ કરતાં, “સમાસાવયન્” તેનો અર્થ કર્યો કે “અનાકુળ લક્ષણ સાખ્ય” નહીંતર મહાસ્વાદ એટલે અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ પર્યાયમાં આવ્યો. ત્રિકાળી એકરૂપ શાયકભાવનો આશ્રય લેતાં પર્યાયમાં મહાસ્વાદ આવ્યો. સ્વાદ આવ્યો ન લખતાં મહાસ્વાદ આવ્યો. અતીન્દ્રિય અનાકુળ આનંદનો મહાસ્વાદ આવ્યો. ખુલાસો કર્યોસ્વાદ આવ્યો એમ કહેતાં અનાકુળ લક્ષણ એમ. જેનું અનાકુળ લક્ષણ એવું સાખ્ય તેને (સમાસાવયન) આસ્વાદતો થકો ! જુઓ, આ નિર્જરાના લખણ (લક્ષણ ). આને કર્મની નિર્જરા થાય છે. અશુધ્ધતા ગળે અને શુધ્ધતા વધે છે. આ રીતે નિર્જરાના ત્રણ પ્રકા૨ છે. ધર્મ તે મોક્ષનું કા૨ણ થઈ ગયું....જાવ. ભાઈ ! આ જુદી વાત છે બાપા ! તને તારી મહિમાની ખબર નથી.“મહાસ્વાવ સમાપ્તાવય” તે આનંદના સ્વાદને લેતો ત્રિકાળી શાયકભાવની અંદ૨માં જતાં એટલે કે તેનાં ત૨ફ વલણ થતાં; પર્યાય કાંઈ જ્ઞાયકભાવમાં પેસી જતી નથી. શાયકભાવ Page #367 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪) ૩૫૧ તરફ વલણ થતાં એટલે તેનો અનુભવ થતાં તે મહાસ્વાદને આસ્વાદતો થકો. મહાસ્વાદનો અર્થ અતીન્દ્રિય આનંદનું વેદન. અનાકુળ લક્ષણ એવું સુખ તેને અનુભવતો-સ્વાદમાં લેતો. જુઓ! આ અનુભવની દશા! અતીન્દ્રિય આનંદને આસ્વાદતો થયો. અનાદિથી તે પુણ્યપાપના રાગને અનુભવે છે ચાટે છે વેદે છે. તે આકુળતા નામ દુઃખને વેદે છે. આગળ કહેશે કે વિષય-કષાય તે દુઃખ છે. “[મદાસ્વાવં] અનાકુળ લક્ષણ સૈન્ય, તેને આસ્વાદતો થકો” સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્ય મહાપ્રભુ છે. તેના ધ્યાનમાં તેની નજરું ત્યાં ગઈ ત્યારે તેને અનુભવ થયો. એ અનુભવમાં શું થયું? અનાકુળ લક્ષણ મહાસ્વાદ આવ્યો. અનાકુળ લક્ષણ તેને મહાસ્વાદ કહ્યો. તેને આસ્વાદતો થકો (સમયન) સમ્યક પ્રકારે આસ્વાદ લેતો એટલે આસ્વાદતો થકો. વળી કેવો છે? દૃન્દમયં સ્વાલં વિધાતુન સદ: કર્મના સંયોગથી થયેલ છે. વિકલ્પરૂપ-આકુળતારૂપ.” એ શુભરાગ દયા-દાન-વ્રતનો હો તો પણ એ આકુળતા અને દુઃખરૂપ છે. એ કર્મના સંયોગથી થયેલો સંયોગીભાવ છે. તે વિકલ્પરૂપ-આકુળતારૂપ સ્વાદને “અજ્ઞાનીજન સુખ કરીને માને છે” એ શુભરાગનો સ્વાદ પણ આકુળતા છે. પાપનો સ્વાદ અશુભનું તો શું કહેવું? એ પાપનો સ્વાદ તો તીવ્ર દુઃખરૂપ છે....પણ શુભરાગનો સ્વાદ આકુળતારૂપ-દુઃખરૂપ છે. “અજ્ઞાની જન સુખ કરીને માને છે, પરંતુ દુઃખરૂપ છે.” એ રાગના હરખમાં હરખાઈ જાય છે. તેને શુભભાવમાં હરખ આવે છે. પરંતુ છે દુઃખરૂપ આનંદના નાથના અનુભવની આગળ એ શુભરાગ એ આકુળતા દુઃખ છે. એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ, તેને અંગીકાર કરવાને અસમર્થ છે” પાંચે ઇન્દ્રિયના વિષયમાં લક્ષ રાખીને ઉત્પન્ન થતું સુખ એટલે કલ્પના. જ્યારે ધર્મી, જ્ઞાયકભાવના સ્વાદને લેતો હોવાથી તે વિષય જનિત સ્વાદને લેવાને અમર્થ છે....અશકય છે. આવી વાતું છે તેથી લોકોને બીજો ધર્મ (સહેલો) લાગે. સોનગઢ તો નવું કાઢયું છે. શું આ સોનગઢનું છે? અહીંનો ભાવ છે એ બરોબર છે પણ આ વસ્તુનું લખાણ કોનું છે? અહીંયા કહે છે કે ધર્મી પંચેન્દ્રિયના વિષયને વેદવા-અનુભવવાને અસમર્થ છે. અશકય છે. “ભાવાર્થ આમ છે કે-વિષય કષાયને દુઃખરૂપ જાણે છે.” એ ભાવ તેને છે ખરો...તો પણ તેને દુઃખરૂપ જાણે છે. તેને પૂર્ણઆનંદનું વેદન નથી, જયાં પૂર્ણ આનંદનો અભાવ છે, ત્યાં (થોડો ) દુઃખભાવ છે જ અને(સાધક ) તેને વેદે છે. તે વિષય કષાયને દુઃખરૂપ જાણે છે. વિષય કષાય સમજે? ફકત બહારનું તેમ નહીં પણ અંદરમાં જે રાગ ઊઠે તે પણ વિષય છે ને તે ઇન્દ્રિયનો વિષય છે. અનઇન્દ્રિયનો વિષય તો ભગવાન આત્મા છે. એવા રાગને દુઃખરૂપ જાણે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ કલશામૃત ભાગ-૪ “વળી કેવો છે?” “સ્વાં વસ્તુવૃત્તિ વિદ્રન [ જ્યાં] પોતાના દ્રવ્યસંબંધી”, (સ્વ) પોતાનું જ સ્વરૂપ.પોતાના દ્રવ્ય સંબંધી “(વસ્તુવૃત્તિ) આત્માનું શુધ્ધ સ્વરૂપ, તેની સાથે તદ્રુપ પરિણમતો થકો” ત્રિકાળી વસ્તુ જે આત્મા તે અનંતા આનંદનો કંદ પ્રભુ છે... આનંદનો નાથ પ્રભુ છે તેની સાથે તાદાભ્યપણે અનુભવતો થતો. આ પર્યાયની વાત આવી. તદ્રુપ પરિણમતો થકો એ પર્યાયની વાત આવી. વસ્તુવૃત્તિએ આત્માનું શુધ્ધ સ્વરૂપ છે, તેની સાથે તદ્રુપ પરિણમતો થકો. ત્રિકાળની સાથે તે પર્યાયને તદ્રુપ પરિણમતો થકો. “વળી કેવો છે?માત્માત્માનુમવાનુમાવવિવશ: ચેતન દ્રવ્ય, તેના આસ્વાદના મહિમા વડે ગોચર છે.” ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ ચેતન દ્રવ્ય છે. તે ચેતનદ્રવ્યના અનુભવના આસ્વાદના મહિમા વડે ગમ્ય થાય છે. (અનુમાવ) તેનો અર્થ કર્યો-મહિમા વડે (વિવાદ) ગોચર છે અર્થાત્ ગમ્ય થયો છે. આહાહા ! પોતાની મહિમા વડે આત્મા અંદર ગમ્ય થઈ ગયો છે. એટલે તેની મહિમા જ્ઞાનમાં આવી ગઈ છે. જે અગમ્ય હતું તે ગમ્ય થઈ ગયું. (માત્મા) ચેતનદ્રવ્ય, તેના (માત્માનુમવ)” એટલે આત્માનો આસ્વાદ એમ સીધો અર્થ કર્યો છે. પોતાની મહિમા વડે એ ગમ્ય થઈ ગયો છે. અહીંયા મહિનામાં અંદર ગુમ થઈ ગયો છે. “વળી કેવો છે? “વિશેષાં પ્રશ્ય” જ્ઞાન પર્યાય દ્વારા નાના પ્રકારો, તેમને મટાડતો થકો”. (પ્રશ્યન) એટલે કે તમને મટાડતો થકો-પર્યાયના ભેદને લક્ષમાંથી છોડતો થકો આવી વાત છે. ૨૩૧ શ્લોકમાં (મૃમિ) નિરંતર એમ આવે છે. અહીંયા (પ્રશ્ય) તેનો અર્થ ભ્રષ્ટ કર્યો છે. (વિશેષોતાં પ્રશ્યત)” વિશેષ જે પર્યાયના ભેદો છે તેને મટાડતો થકો. (શ્રદ્યુત) એટલે મટાડતો થકો. ત્રિકાળી સામાન્ય ઉપર દૃષ્ટિ દેતો થકો. આત્મ દ્રવ્યમાં જે વિશેષ પ્રકારની પર્યાયનું પ્રગટવું થયું તેને (જય) છોડતો થકો. વિશેષ ભાવને લક્ષમાંથી મટાડતો થકો. શ્લોક ૨૩૧માં- ““શન માત્મતત્ત્વ ભગત :” ટીકામાં નીચેથી ચોથી લીટી છે. એક શબ્દ “પ્રશ્ય’ બીજો શબ્દ “બ્રશન” નિરંતર આત્મતત્ત્વને ભજતો અનુભવતો -સેવતો એ ભજન છે. આત્માનો અનુભવ તે આનંદનું ભજન છે. શબ્દ બન્ને એકસરખા લાગે પણ બનેના અર્થ ઊંધા વિરુધ્ધ છે. ૧૪૧ શ્લોકમાં અહીંયા (જસ્થત ) એટલે પર્યાયના ભેદને મટાડતો થકો. “વળી કેવો છે? (સામાન્ય વનયન) “ર્નિર્ભેદ સતામાત્ર વસ્તુનો અનુભવ કરતો થકો.” આ છેલ્લે હવે બધું લઈ લીધું. આગળ પાઠમાં આવ્યું કે શેયના કારણે જે પર્યાયના નામ ભેદ પડયા તે તો જૂઠા છે....એટલી વાત કહી. હવે અહીંયા તો કહે છે-પર્યાયના ભેદ છે તેને લક્ષમાંથી છોડતો. આવું કયાંય મળે તેમ નથી. દુનિયાને કઠિન લાગે પણ શું થાય? ( શેયના જણાવાથી) જે પર્યાયના નામ પડ્યા છે તે તો જૂઠા છે. હવે કહે છે –પર્યાય છે તે વાત બરોબર છે પણ એ Page #369 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪) ૩૫૩ પર્યાયનું વિશેષમાંથી લક્ષ છોડતો, ભેદ છે તેનો આશ્રય છોડતો અને ત્રિકાળી સામાન્ય એકરૂપ ચૈતન્ય પ્રભુ બિરાજે છે જે સામાન્ય નિર્ભેદ સતામાત્ર વસ્તુ છે તેનો અનુભવ કરતો થકો. (સામાન્ય નયન) સામાન્યનો અર્થ કર્યો નિર્ભેદ સત્તામાત્ર વસ્તુ. (વનયન) અનુભવ કરતો થકો. સામાન્યનો અનુભવ કરતો થકો સામાન્યનો અનુભવ થાય? અનુભવ તો પર્યાયનો થાય. સામાન્ય ઉપર લક્ષ છે તો સામાન્યનો અનુભવ છે એમ કહેવાય. પર્યાયના ભેદનો જે અનુભવ છે તે છૂટીને અભેદનો અનુભવ છે. અભેદ વસ્તુ તો અભેદ છે...પણ સત્તામાત્ર વસ્તુનો અનુભવ કરતો થકો. દ્રવ્ય જે વસ્તુ છે, ધ્રુવ સત્તા પ્રભુ છે. તેનો અનુભવ કરતો થકો અર્થાત્ પર્યાયને તેની સન્મુખ કરતો આવી વસ્તુ છે લ્યો!! અજાણ્યા લોકો આવ્યા હોય તેને તો એમ લાગે કે આવો ઉપદેશ? આ તે શું? જૈનનો માર્ગ આવો હશે? આ કોઈ વેદાંત માર્ગ લાગે છે કેમકે વેદાંતમાં આવી વાત હોય. અરે બાપુ! આ તો જૈન પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ, એક સમયમાં ત્રણકાળને જાણે છે તેથી કેવળજ્ઞાન નામ પડ્યું છે. કહે છે કે લોકાલોકને જાણે છે માટે કેવળજ્ઞાન એ રહેવા દે! પૂર્ણને (સમસ્તને) જાણે એ રહેવા દે! - હવે અહીંયા કહે છે કે-પર્યાયનું લક્ષ છે એ છોડી દે! સામાન્ય જે સત્તામાત્ર વસ્તુ છે (વિનયન) તેનો અભ્યાસ નામ અનુભવ વેદન કર. (નયન) નાં ઘણાં અર્થ છે. ત્રણલોકના નાથ પરમાત્મા તેની આ વાણી છે. આ કાંઈ કલ્પિત વાણી કરીને મૂકી નથી. એવા સામાન્ય એકરૂપ ચિદાનંદ ધન ભગવાન તેને વેદતો થકો....એટલે તેને અનુસરીને પર્યાયને વેદતો થકો. ભાષા તો એવી છે કે સામાન્યને વેદે, પણ વેદે છે એ પર્યાય છે. સામાન્ય ઉપર દૃષ્ટિ છે એટલે સામાન્યને વેદે છે એમ કહેવામાં આવે છે. આવું આફ્રિકામાં સૂઝે એવું નથી ત્યાં એની મેળે વાંચે તો સમજાય એવું નથી. આવી વાતો છે ભાઈ ! અમેરિકામાં જાય, ત્યાં બે-ત્રણ હજાર ડોલરનો પગાર આવે તો તે એમ જાણે કે અમે મોટા બાદશાહ થઈ ગયા. પેલાને પૂછયું કે (કેટલો પગાર)? એ કહે ત્રણ-ચાર હજાર. એમાં એક નામ નહીં કે (આટલા હજાર). વાંચનમાં આ વ્યો હતો તો થોડીક વાર રોકાણો....બાકી તો આમ ફર્યા ફર કર્યા કરે છે. ત્રણ હજાર ડોલર એમાંય એને વધારે કરીને બોલવું છે! સાત હજારનો પગાર થાય પણ ત્યાં ખર્ચ એ એટલાને ! અરે ! ધર્મ ઠીક પણ પુણેય કયાં છે? ધર્મ તો કયાંય રહી ગયો. સત્ સમાગમ, સત્ શાસ્ત્રનું વાંચન બે-ચાર કલાક જોઈએ, એવું જે પુણ્ય તેના ઠેકાણા નહીં, અરેરે! તેને કયાં જવું છે!! અહીંયા તો કહે છે( સામન્ય વર્નયન) તેને વેદતો થકો...આત્માનો અનુભવ કરતો થકો. આ ૧૪૦ કળશ પૂર્ણ થયો. હવે ૧૪૧માં કહે છે – જે નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. તેને સિધ્ધ કરે છે. પર્યાય દ્રવ્યની છે એમ વાત કરે છે. ૧૪૦ માં પર્યાયનું લક્ષ છોડાવ્યું પણ પર્યાય છે. તેની. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ કલશામૃત ભાગ-૪ (શાર્દૂલવિક્રીડિત ) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः०।। ९-१४१।। ખંડાન્વય સહિત અર્થ:- “સ: ૫: ચૈતન્યરત્નાર:” (સ: પૃષ: ) જેનું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો ( ચૈતન્યરત્નાર: ) જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર, [ ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે; જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે; ] “ઇલિામિ:” સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા “વાતિ” પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે. કેવો છે ? “અમિનરલ્સ:” જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. વળી કેવો છે ? “ભગવાન” જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનેક ગુણોએ બિ૨ાજમાન છે. વળી કેવો છે ? “y: અપિ અને॰ીમવન્” (પૃ: અપિ ) સત્તાસ્વરૂપે એક છે તથાપિ (અનેીમવન્) અંશભેદ કરતાં અનેક છે. વળી કેવો છે? “ અદ્ભુતનિધિ:” ( અદ્ભુત) અનંત કાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહિ એવા સુખનું (નિધિ: ) નિધાન છે. વળી કેવો છે ? “ યસ્ય ફમા: સંવેવનવ્યય: .. સ્વયં ઇચ્છન્તિ”( યસ્ય ) જે દ્રવ્યને ( જ્ઞ: ) પ્રત્યક્ષપણે વિધમાન (સંવેદ્દન) સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની ( વ્યય:) વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ, ( સ્વયં) દ્રવ્યનું સહજ એવું જ છે તે કા૨ણથી (ઉત્ત્પત્તિ) અવશ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે-કોઈ આશંકા ક૨શે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે ? સમાધાન આ પ્રમાણે છે કે-જ્ઞાનના પર્યાય છે, વિરુદ્ધ તો કાંઈ નથી, વસ્તુનું એવું જ સહજ છે; પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિધમાન છે, વસ્તુમાત્ર અનુભવતાં જ્ઞાનમાત્ર છે; વિકલ્પો જેટલા છે તેટલા બધા જૂઠા છે, કેમ કે વિકલ્પ કોઈ વસ્તુ નથી, વસ્તુ તો જ્ઞાનમાત્ર છે. કેવી છે સંવેદનવ્યક્તિઓ ? ( અચ્છાા: )નિર્મળથી પણ નિર્મળ છે. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે, પરંતુ એમ તો નથી, કા૨ણ કે જેમ જ્ઞાન શુદ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુદ્ધસ્વરૂપ છે. પરંતુ એક વિશેષ-પર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે, તેથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી Page #371 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૫૫ જ્ઞાનમાત્ર અનુભવયોગ્ય છે. વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ? “નિ:પતાવિતનમાવહતરસકારમારનત્તા: રૂવ” (નિ:પત) ગળી ગઈ છે (દિવસ) સમસ્ત (ભાવ)-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત-દ્રવ્યના (મહત્ત) અતીત-અનાગત-વર્તમાન અનંત પર્યાયરૂપી (રસ) રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહ વડે (ત્તા: કુંવ) મગ્ન થઈ છે, એવી છે. ભાવાર્થ આમ છે કે-કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદતરંગાવલિથી ગર્ભિત છે. ૯-૧૪૧. કળશ નં.-૧૪૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૩-૧૪૪–૧૪૫–૧૪૬ તા. ૦૮-૦૯-૧૦–૧૧/૧૧/'૭૭ “ભવાને વો હણને વન ભવન” પર્યાયમાં અનેકપણું થાય છે એમ સિધ્ધ કરવું છે. એકરૂપનું લક્ષ અને આશ્રય કરે તે વસ્તુ (પર્યાય અપેક્ષાએ) અનેકપણે છે. “સ: : ચૈતન્યરત્નાર:” (: ) સઃ એટલે તે આ એમ પ્રત્યક્ષ બતાવે છે. આ ભગવાન તે અંદર જેવું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો ચૈતન્ય રત્નાકર. એ ચૈતન્યના રતનનો દરિયો છે- સમુદ્ર છે. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રના તળિયે એકલા રતન ભર્યા છે, ત્યાં રેતી નથી. (અસંખ્ય દ્રષિ સમુદ્ર પછીનો) છેલ્લો દરિયો છે ને ! ત્યાં રેતીના ઠેકાણે રતન છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મા છે. જેના ચૈતન્ય રત્નાકર ચૈતન્યરૂપી રતનનો દરિયો છે. ધૂળના રત્નો થાય એ નહીં. આચાર્યદેવે એક શબ્દ તો જુઓ, કેવો વાપર્યો છે! “ચૈતન્ય રત્નાકર” મારો પ્રભુ! ચૈતન્ય રતનનો આખો દરિયો છે. એ તો ચૈતન્યના રત્નના આકારનો દરિયો છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં એકલા રતનની રેતીયું છે તેમ આ દરિયામાં ચૈતન્યની રેતીયું છે. (ચૈતન્યરત્નાર:) એવો શબ્દ વાપર્યો છે....પછી ભાષા સાદી કરી નાખી “જીવદ્રવ્યરૂપી મહાસમુદ્રઃ” જીવદ્રવ્યરૂપી મહાસમુદ્ર. (શાવર) એટલે સમુદ્ર. એ સમુદ્ર કેવો છે તે કહે છે ચૈતન્ય રત્ન એટલે જીવદ્રવ્ય અને આકર એટલે સમુદ્ર. કળશની ટીકા તો જુઓ! એક એક કળશો અમૃતથી ભર્યા છે. સ:N: ચૈતન્યરનાર : જેનું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે તેવો (ચૈતન્યરનાર:) જીવ દ્રવ્યરૂપી મહાસમુદ્ર. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય (ને) સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે.” જેવદ્રવ્ય ભગવાન આત્માને સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે. ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે” હવે બેની સિદ્ધિ કરે છે- દ્રવ્ય વસ્તુથી એક છે અને તે પર્યાયથી અનેક છે. પર્યાયનયથી અનેક છે, પર્યાય નથી એમ નથી. સમયસાર Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ કલશામૃત ભાગ-૪ ૧૧ ગાથામાં એમ કહ્યું કે-પર્યાય જૂહી છે, તેને અભૂતાર્થ કહી. અહીંયા કહે છે-અનેક પર્યાય છે તે સત્ છે. ત્યાં (સમયસાર ૧૧ ગાથામાં) બીજો હેતુ હતો, અહીંયા બીજો હેતુ છે. ત્યાં પરમ પારિણામિક ત્રિકાળી સ્વભાવભાવનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે માટે દ્રવ્યને સત્યાર્થ કહીને, મુખ્ય કહીને; તે જ (વસ્તુ ) છે એમ કહ્યું. પર્યાયનો આશ્રય છોડાવવા, પર્યાયને ગણ કરીને, વ્યવહાર કરીને નથી એમ કહ્યું. ગૌણ કરીને વ્યવહાર કહીને કહ્યું. વ્યવહારનો અર્થ અસત્ય થાય છે. નિશ્ચયનો અર્થ સત્ય થાય છે. અહીંયા તો નિર્જરાની જે શુધ્ધિની વૃધ્ધિરૂપની એ પર્યાય સત્ છે એમ કહે છે. પર્યાય આશ્રય કરવા લાયક છે કે નથી તે વાત અત્યારે અહીંયા નથી. અહીંયા તો શુધ્ધ ચૈતન્ય ભગવાન! પૂર્ણ શુધ્ધ સ્વરૂપ તેના અવલંબને જે શુધ્ધિની વૃધ્ધિ થાય તે પર્યાયનો ભેદ છે. એ પર્યાય તરીકે ભગવાન (આત્મા) અનેક છે. દ્રવ્ય તરીકે એક છે અને પર્યાય તરીકે અનેક છે. લ્યો! નિર્જરા અધિકારમાં પર્યાય લીધી. જે શુધ્ધિ વધે છે તે પર્યાય છે. પર્યાય આશ્રય કરવા લાયક છે એ પ્રશ્ન અત્યારે અહીંયા નથી. આશ્રય તો ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકનો છે બસ!—એ એક જ સિધ્ધાંત છે. પણ તેના આશ્રયથી ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાયો અનેક છે. એકરૂપમાંથી પર્યાય અનેક પણ છે અને તે વ્યવહારનયનો વિષય છે. સમજાણું કાંઈ? સંવરની ઉત્પત્તિ પહેલી થાય, પછી શુધ્ધિની વૃધ્ધિ થાય તે નિર્જરા, પછી શુધ્ધિની પૂર્ણતા થાય તે મોક્ષ. એ સંવર, નિર્જરા, મોક્ષ તે પર્યાયનું અસ્તિત્વ છે-એમ કહે છે સમજાણું કાંઈ? કોઈ એમ કહે કે જુઓ! સમયસારની ૧૧મી ગાથામાં પર્યાયને જૂઠી કહી છે તો સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે? અરે ! સાંભળ ભાઈ ! વેદાંતમતમાં અનંતદ્રવ્ય, અનંતગુણ, અનંત પર્યાય તેમાં વિકાર, વિકારમાં નિમિત્ત કર્મ એવી વસ્તુ એમાં કયાં છે? આ તો સર્વજ્ઞ પરમેશ્વરનું વેદાંત છે, જ્ઞાનનો સાર છે. સમજાણું કાંઈ? અહીં કહે છે દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો એક અને પર્યાયાર્થિકનયથી અનેક છે. (જેમ સમુદ્ર એક છે, તરંગાવલિથી અનેક છે.) તરંગ ઊઠે છે તે પણ તેની પોતાની પર્યાય છે એ તરંગ કાંઈ પવનને લઈને ઊઠયો છે? એમ કોઈ કર્મ ખસ્યુ માટે નિર્મળતા થઈ છે એમ નથી. એમ કહેવું છે. નિર્મળતા પોતાની પર્યાયમાં છે. પ્રવચન નં. ૧૪૪ - તા. ૦૯/૧૧/'૭૭ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક વિકલ્પરૂપ પરિણમ્યું છે જ્ઞાન-તેને નિર્વિકલ્પરૂપ અનુભવે છે.” અભેદનો અનુભવ એ નિર્વિકલ્પનો અનુભવ હોય છે. વસ્તુની જ્ઞાનરૂપ પાંચ પર્યાય છે તે ભેદરૂપ છે તેથી તેના આશ્રયે; તેનો વિચાર કરતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી એકરૂપ જે ત્રિકાળી વસ્તુ છે, તેનો Page #373 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૫૭ આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. ભેદ વિનાની જે અભેદ ચીજ છે તેનો અનુભવ. એ અનુભવ છે પર્યાય, પણ ત્રિકાળીનો અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. વસ્તુ તો ત્રિકાળી અભેદ છે, એમ એ વસ્તુ તેની પર્યાયમાં આવતી પણ નથી. ભાષા એમ છે-ત્રિકાળી અભેદ વસ્તુ છે તેને અનુભવે છે એમ ! એટલે કે ત્રિકાળીની સન્મુખતામાં એની પર્યાય થાય છે. માટે અભેદને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આવો ઝીણો માર્ગ છે. “ભાવાર્થ આમ છે કે-જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે” અગ્નિ તો ઉષ્ણતામાત્ર જ છે તેને ભેદથી કહેવું કે “દાહ્ય વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે પરિણમે છે;” વસ્તુને બાળતો થકો દાહ્યના આકારે અર્થાત્ બળવા લાયકના આકારે થાય છે. અડાયા એટલે જે છાણ હોય તે એમ ને એમ પડ્યું પડયું સૂકાઈ જાય તેને અડાયા કહે છે. છાણાં હોય...અગ્નિ એ-એ...આકારે થાય છે. લાકડું હોય તો અગ્નિ લાકડાનાં આકારે થાય છે. “તેથી લોકોને એવી બુધ્ધિ ઊપજે છે કે-કાષ્ટનો અગ્નિ, છાણાંનો અગ્નિ, તૃણનો અનિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે.” લોકો એમ જાણે કે લાકડાને આકારે અગ્નિ થયો તે લાકડાનો અગ્નિ છે, ખરેખર એ કાંઈ અગ્નિ નથી. લાકડાનો આકાર કાંઈ અગ્નિમાં નથી. તેમ જ્ઞાન શેયના આકારે થયું છે તે કાંઈ શેયનો આકાર નથી, એ તો જ્ઞાનનો આકાર છે. “અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાન ચેતના પ્રકાશમાત્ર છે.” ભગવાન આત્માનું જ્ઞાન પ્રકાશ....ચેતના પ્રકાશ માત્ર છે, “સમસ્ત શેય વસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત શેય વસ્તુને જાણે છે, જાણતું થયું શેયાકાર પરિણમે છે.” તેથી જ્ઞાની જીવને એવી બુધ્ધિ ઊપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદ વિકલ્પ બધા જૂઠા છે.” શેયની અપેક્ષાએ પર્યાયના ભેદ છે. પણ એ વસ્તુ નથી. વસ્તુ તો ત્રિકાળી અભેદ છે. એટલે કે શેયાકારે જે જ્ઞાન થયું, તેને તેવું નામ આપ્યું તેને જ્ઞાની જૂઠું માને છે. શેયાકારે અર્થાત્ લાકડાના આકારે અગ્નિ થઈ એમ નથી. એમ શેયાકારે જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન તો પોતાના આકારે જ થયું છે. શેયની ઉપાધિથી મતિ,કૃત, અવધિ, મન:પર્યય, કેવળ એવા વિકલ્પ ઊપજયા છે, કારણ કે -શેય વસ્તુ નાના પ્રકારે છે;” હવે અહીંયા જરાક ઝીણું છે. આ પ્રભુનો મારગ સૂક્ષ્મ છે. પ્રભુ એટલે આત્મા. શેય વસ્તુ અનેક પ્રકારે છે. જ્ઞાનમાં જાણવા લાયક ય ચીજ છે તે અનેક પ્રકારે છે. હવે અહીંયા એ સિધ્ધાંત છે કે જેવા શેયનો જ્ઞાયક થાય છે. પહેલાં કહ્યું કે જ્ઞાનમાં શેય-જણાવાલાયક અનેક છે. હવે કહે છે- “જેવા શેયનો જ્ઞાયક થાય છે. તેવું જ નામ પામે છે.”મતિનું નામ મતિજ્ઞાન કેમ પડ્યું તો કહે છે કે એને યોગ્ય શેયાકાર જ્ઞાન થયું તેથી તેનું નામ મતિજ્ઞાન પડ્યું. શ્રુતમાં બધા જોયોના આકારે પરોક્ષ જ્ઞાન થયું તેથી એ જ્ઞાનનું Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ કલશામૃત ભાગ-૪ નામ શ્રુતજ્ઞાન પડયું. “અવધિ' તેને યોગ્ય મર્યાદિત પદાર્થ જે છે તેના આકારે જાણવું થયું તેથી તે જ્ઞાનનું નામ અવધિ પડ્યું. મનને જાણનારા જ્ઞાનના આકારે જ્ઞાન થયું તેથી મનઃ પર્યય નામ પડ્યું. “કેવળજ્ઞાન” ત્રણકાળ તથા ત્રણલોકના શેયને જાણવા માટેનો જેવો ( જ્ઞાનાકાર થયો ) જેવા શેયનો જ્ઞાયક થયો તેવું નામ પડયું. વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે” આને જાણે માટે મતિ, આને જાણે માટે શ્રત, આને જાણે માટે અવધિ, આને જાણે માટે મન:પર્યય, આને જાણે માટે કેવળ એ બધાં નામ માત્ર જૂઠાં છે; એ તો જ્ઞાનની પર્યાયમાત્ર છે. આને જાણે છે માટે (મતિ) આને જાણે છે માટે શ્રુત વગેરે જે પાંચ ભેદ પડ્યા એ ભેદ જૂઠા છે. પાંચ કઈ રીતે? પાંચ છે તે તો ભિન્ન ભિન્ન શેયને જાણવાનો જ્ઞાયક છે એ અપેક્ષાએ જૂઠા છે એમ કહ્યું. પર્યાય તરીકે તે છે, એનાં જે નામ પડયા તે જૂઠાં છે. “વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે;” શ્રોતા:- જ્ઞાનમાત્ર? ઉત્તર- હા, જ્ઞાનમાત્ર છે ને પર્યાય ! એ પર્યાય પણ જ્ઞાન છે; યાકાર છે-એમ નથી. પ્રશ્ન:- જ્ઞાનમાત્ર એટલે ભેદ વગરનું? ઉત્તર:- એ નહીં, અહીંયા તો એમ કહેવું છે કે-શેયાકાર જે નામ પડયા છે એ જૂઠા છે. જ્ઞાનમાત્ર કહેવું એટલે? તે ભલે પર્યાય છે પણ તે પર્યાય જ્ઞાનમાત્ર છે. એ જ્ઞાનમાત્રમાં શેયાકારના કારણે ભેદ પડ્યો એમ-એમાં નથી. ઝીણી વાત છે. મતિ,કૃત આદિની જ્ઞાનપણાની જે પર્યાય છે તે જ્ઞાનમાત્ર છે. આ પર્યાયની વાત છે, જ્ઞાનમાત્ર કહેતાં ત્રિકાળીની વાત અત્યારે નથી. એ જ્ઞાનમાત્રમાં નામ ધરવું તે બધું જૂઠું છે. પાઠમાં “જ્ઞાનમાત્ર' શબ્દ પછી અલ્પ વિરામ મૂકેલ છે. ત્યાં વાકય પુરું થતું નથી. અહીંયા જ્ઞાનમાત્ર એટલે ત્રિકાળીજ્ઞાન તે વાત સિધ્ધ કરવી નથી. અહીંયા તો વર્તમાન જ્ઞાનની પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં, જેવા શેય છે તેને જાણતાં જ્ઞાયક થાય છે. જેવા શેયને જાણતાં જ્ઞાયક થાય છે એવું એનું જે નામ પડે છે. એ નામ જૂઠું છે. બાકી જ્ઞાનમાત્ર પર્યાય છે. જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન એવી પર્યાય માત્ર એ બરોબર છે. આહાહા! ઝીણી વાત છે! ટીકાકારે કેટલી ગંભીર ટીકા કરી છે. શેય વસ્તુ નાના પ્રકારે એટલે અનેક પ્રકારે છે. ત્યાર પછીથી લેવું છે. “જેવો શેયનો જ્ઞાયક થાય છે.” અહીંયા શેયનો પર્યાયમાં જ્ઞાયક થાય છે–એ વાત લેવી છે. શ્રોતા- ભેદરૂપ જ્ઞાયક થાય છે કે પોતારૂપ જ્ઞાયક થાય છે? ઉત્તર- એ જ કહે છે. એ પર્યાયમાં જેવા શેયનો જ્ઞાયક થાય છે એવા એ પર્યાયના નામ પાડવા એ જૂઠાં છે એમ કહે છે. ગઈકાલે તો ઘણું કહ્યું હતું!! એવા શેયનો જ્ઞાયક છે એવા નામ ભેદ છે તે જૂઠાં છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩પ૯ શ્રોતા:- શાસ્ત્રોમાં બધા ભેદ આવે છે તે બધાં જૂઠાં છે? ઉત્તર- આ પ્રકારના ભેદ જૂઠાં છે. પર્યાય પર્યાય તરીકે બરોબર છે. એ પર્યાયનાં જે પાંચ ભેદ પડયાં- જેવું શેય છે તેને જાણતાં એ રીતે જે નામ પડે છે એ જૂઠું છે. ઝીણી વાત છે બાપુ! હવે પછીના ૧૪૧ શ્લોકમાં સિધ્ધ કરશે “અચ્છાછા; સ્વયમુછત્તિ” શેયને કારણે જ્ઞાનની પર્યાય જાણવા માટે ઊછળે છે એમ નથી. એ જ્ઞાનની પર્યાયનો પોતાનો સ્વભાવ જ એવો છે કે તે સ્વયં ઊછળે છે.અને તે જ્ઞાનની અનેકતા છે. વસ્તુ તરીકે એક છે અને પર્યાય તરીકે.પરિણમન તરીકે અનેક છે. અનેક છે તે આશ્રય કરવા લાયક નથી એ વાત અહીંયા નથી. અહીંયા તો પર્યાય પણ અનેક છે. શ્રોતા- ખીલે બંધાતો નથી. ઉત્તર- એ આ રીતે ખીલે બંધાય છે. એ કઈ અપેક્ષાએ? એક ત્રિકાળીની અપેક્ષાએ; એ વાત હવે પછીના કળશમાં કહેશે. “દ્રવ્યાર્થિકનયથી એક છે અને પર્યાયાર્થિકનયથી અનેક છે. અહીંયા તો (પર્યાયની) અસ્તિ સિધ્ધ કરવી છે ને! સમયસાર અગિયાર ગાથામાં પર્યાય નથી-નથી એમ કહ્યું હતું. ઝીણી વાત છે પ્રભુ! આજ તો ધનતેરસનો દિવસ છે. ધન એટલે લક્ષ્મી હોં! ભગવાન.ભગ નામ લક્ષ્મી અને વાન નામ વાળો-લક્ષ્મી વાળો પ્રભુ છે. કેવી લક્ષ્મી? જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો પ્રભુ છે. અહીંયા તો બે વાત સિધ્ધ કરવી છે. ત્રિકાળી સત્તા પણ છે અને વર્તમાન પણ છે. હવે જેવા શેયોને જાણવાનું થાય છે, તેવું નામ પડે છે તે જૂઠું છે. જ્ઞાન પરિણમે છે તે યથાર્થ છે. જ્ઞાનની પર્યાયમાં અનેકપણું થવું તે યથાર્થ છે. એ અનેકપણામાં શેયના જાણવાની અપેક્ષાએ જે નામ પડયા હતા તે જૂઠા છે. વીતરાગ માર્ગ સૂક્ષ્મ છે બાપુ ! સમયસાર અગિયાર ગાથામાં તો એમ કહ્યું હતું કે-પર્યાય અભૂતાર્થ છે. પર્યાય છે જ નહીં. તેથી પેલા લોકોએ એમ કહ્યું કે-કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. ત્યાં પર્યાય નથી તેમ કહ્યું ને! પણ એમ નથી. ત્યાં જે નથી કહ્યું છે તે પર્યાયને ગાણ કરીને, પર્યાયને વ્યવહાર ગણીને, પર્યાયને પેટામાં રાખીને “નથી” એમ કહ્યું છે. ત્રિકાળીને મુખ્ય ગણીને, નિશ્ચય ગણીને એ જ સત્ય છે એમ કહ્યું છે. અહીંયા એ સિધ્ધ કરે છે કે આત્મા એક સ્વરૂપે છે. છતાં તે પર્યાયપણે અનેક છે. પરંતુ જેવા શેય છે તેના જાણવાથી જ્ઞાન પર્યાયના જે નામ પડે છે તે જૂઠાં છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે. વાણિયાને વેપાર ધંધા પાછળ નવરાશ ન મળે! આગળ પાઠમાં દાખલો આપ્યો છે લાકડાની અગ્નિ-ધ્યાન કયાં રાખ્યું હતું? અગ્નિનો દાખલો આપ્યોને ! અગ્નિને લાકડા આકારે, અગ્નિને છાણાં આકારે કહેવું એ વ્યવહાર છે, અગ્નિનું સ્વરૂપ એમ નથી. અગ્નિ તો અગ્નિના આકારે થઈ છે. છાણાની અગ્નિ, લાકડાની Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ કલશામૃત ભાગ-૪ અગ્નિ, પાંદડાની અગ્નિ, તરણાની અગ્નિ એ વાત જુદી છે. અગ્નિ અગ્નિરૂપે થઈ છે એ વાત બરોબર છે. એ પર્યાય અનિરૂપે થઈ છે. તરણાની અગ્નિ, લાકડાની અગ્નિ, અડાયાની અગ્નિ, છાણાની અગ્નિ એમ કહેવું તે જૂઠું છે. પરંતુ અગ્નિ ઉષ્ણતામય છે. એ પર્યાયની વાત છે હોં! અહીં તો અત્યારે અગ્નિ ઉષ્ણાતામય છે બસ એટલું કહેવું છે. આના આકારે છે, આના આકારે છે માટે ઉષ્ણતા છે એમ નથી. ઉષ્ણતામાત્ર છે. તેમ ભગવાન આત્મા ! પોતાના જ્ઞાનમાં એટલે પર્યાયમાં હોં! અત્યારે અહીંયા આમ લેવું છે. જેવા શેયનો જ્ઞાયક થાય છે એ શબ્દ ઉપર જોર છે. જેવા લાકડાના આકારે અગ્નિ થાય છે એમ જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું તેને નામ આપે છે. જે તૃણની અગ્નિ, લાકડાંની અગ્નિ, છાણાંની અગ્નિ, અડાયાની અગ્નિ વગેરે હવે તેને વસ્તુ સ્વરૂપથી વિચારતાં-અગ્નિ તો ઉષ્ણતામાત્ર છે. આ પર્યાયની વાત છે. તેમ ભગવાન આત્માની પર્યાયના વસ્તુ સ્વરૂપને વિચારતાં જ્ઞાનનો વિચાર કરતાં તે જ્ઞાનમાત્ર છે. પ્રશ્ન- જ્ઞાનમાત્ર કહ્યું તે ત્રિકાળીને કહ્યું કે પર્યાયને કહ્યું? ઉત્તર- એ તો કહ્યું ને કે -પર્યાયને કહ્યું. દષ્ટાંતમાં જેમ અગ્નિ ઉષ્ણતામાત્ર છે એ પણ પર્યાયમાં છે. ત્યાં આના આકારે છે. આના આકારે અગ્નિ છે એ જૂઠું છે. જુઓ પાઠમાં “વસ્તુ સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે;” આ પર્યાયમાં હો! એમ કહેવું છે કે મતિજ્ઞાન અને જાણે, શ્રુતજ્ઞાન અને જાણે, અવધિ આને જાણે એવું કહેવું જૂઠું છે. સમજાણું કાંઈ ? ગજબ શૈલી છે. શેયને સિદ્ધ કરે છે. શેયને જાણવું સિધ્ધ કરે છે. જેવા શેયને જાણે છે તે જ્ઞાન શેય તરફનું થયું છે એમ નથી. આવું ઝીણું છે! લોકોને કયાં ફૂરસદ છે! ભગવાન ત્રિકાળ સ્વરૂપ છે એ તો ધ્રુવ છે. હવે તેના પરિણામમાં બે પ્રકારના વિચાર કર્યા. એ જ્ઞાનનું પરિણમન જેવા શેયને જાણે એવું એને નામ પડે એટલે કે શેયને આકારે નામ પડે, એ નામ જૂઠાં છે. “નામ ધરવું બધું જુઠું છે” આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે. શાંતિથી, ધીરજથી વિચાર કરે તો આ તો અપૂર્વ માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવના મુખમાંથી જે દિવ્ય ધ્વનિ નીકળે છે તેનો આ બધો સાર છે આવી વાત બીજે કયાંય છે નહીં. એક બાજુ શેયને સિદ્ધ કરે છે... શેય નથી એમ નથી. એક બાજુ પર્યાયમાં શેયાકાર જેવા છે તે શેયને જાણવાથી શેયાકારના નામ પડે છે તે બીજી વાત. છતાં પણ એ નામ જૂઠા છે, તે જ્ઞાન પર્યાયમાત્ર છે એ ત્રીજી વાત. આમાં ક્યાંય પૈસા હાથ આવે એવું નથી. આહાહા ! અહીંયા તો પરમાત્માને પર્યાય સિધ્ધ કરવી છે. એ પર્યાયમાં નામના ભેદ પડ્યા. આટલું જાણે મતિને અને આટલું જાણે તે શ્રુત, મર્યાદિત પદાર્થને જાણે માટે અવધિ, મનના ભાવને જાણે માટે મન:પર્યય, ત્રણકાળને જાણે માટે કેવળ-એ બધાં નામ ધરવા જૂઠા છે. આહાહા ! ખરેખર તો (જ્ઞાન) પરને જાણતું જ નથી. પરને શું જાણે? પર વસ્તુનો Page #377 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૬૧ જ્ઞાનને સ્પર્શ નથી. એક બીજામાં એકબીજાનો અભાવ છે. પોતામાં રહીને..પર સંબંધીનું અને પોતાના સંબંધીનું જ્ઞાન પોતામાં ઊછળે છે; એ શેયને લઈને ઊછળે છે એમ નહીં. શેયના જાણવાથી અહીંયા જ્ઞાનના નામ પડ્યા છે એ પણ નહીં. પાઠમાં છે કે નહીં? આવો અનુભવ શુધ્ધ સ્વરૂપનો અનુભવ છે.” આ પર્યાયની વાત છે. જેવા શેય છે તેવું અહીંયા જ્ઞાન થાય છે. તેથી એ જ્ઞાનની પર્યાયના શેયાકારના પરિણમનના કારણે નામ ભેદ પડ્યા એ જૂઠા છે. સમજાય એટલું સમજવું બાપુ! આ તો વીતરાગનો ગહન માર્ગ છે. અનંત શેયોને પણ સિધ્ધ કરે છે. શેય વસ્તુ અનેક પ્રકારે છે. તેમ પહેલાં સિધ્ધ તો કર્યું. શેય અનેક પ્રકારે છે એ વાત એટલે સિધ્ધ કરી કે-વેદાંત એમ માને છે કે શેયો છે જ નહીં. (૧) શેય વસ્તુ અનેક પ્રકારે છે તે એક વાત. (૨) જેવા શેયનો જ્ઞાયક થાય છે તે બીજી વાત. આ આકરું પડે તો પણ સમજવું તો પડશે ને ભાઈ !અમને ન સમજાય એમ કરીને કાઢી ન નખાય. અરે! આવે ટાણે નહીં સમજે તો કયારે સમજશે? અહીંયા તો શેયો અનેક છે એમ સિધ્ધ કર્યું. હવે અહીંયા પર્યાયમાં જેવા શેયનું જ્ઞાન થાય છે તેવાં એ જ્ઞાનની પર્યાયના નામ પડે છે. એ નામ પાડવા જૂઠા છે એમ કહે છે. પ્રશ્ન :- સાચા નામ કયા? ઉત્તર- સાચું નામ જ્ઞાનપર્યાય. એ જ્ઞાનની પર્યાય બસ. નામ ધરવું તે જૂઠું છે.... એ કહ્યું ને ! પર્યાય માત્ર તે તો સાચી છે. પણ તે જેવા શેયને જાણે છે એવું નામ પાડ્યું છે એ ખોટું છે. પ્રશ્ન- મતિ, શ્રત એ નામ ખોટા? ઉત્તરઃ- એ જ નામ પડ્યા એ નહીં. બસ જ્ઞાન પર્યાય....જ્ઞાન પર્યાય. તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષની વાત લીધી છે. મન, ઇન્દ્રિયો દ્વારા જાણે તે મતિજ્ઞાન, ત્યાં પ્રત્યક્ષની વાત ગૌણ રાખી છે. નહીંતર....ખરેખર તો મતિ પોતાના સ્વને જાણે છે. એ વાત સમયસાર ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને!! જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. ભલે અલ્પજ્ઞાન હો ! અજ્ઞાન હો ! પણ..પર્યાયનો સ્વભાવ અપર પ્રકાશક છે. માટે જ્ઞાનની પર્યાયમાં આ બાળ-ગોપાળને, બાળકથી માંડીને વૃધ્ધને તેના જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ સ્વપર પ્રકાશક હોવાથી...જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા જ જણાય છે. આત્મા જ જણાય છે, છતાં તે પર્યાયમાં આત્મા આવતો નથી. એ પર્યાયમાં આખો આત્મા જણાય છે કેમકે પર્યાયનું સ્વપર પ્રકાશકપણું એ સ્વરૂપ છે. આવું ઝીણું!! પેલા તો કહે - સામાયિક કરો, દહેરાસર જાવ, જાત્રા કરો, ભક્તિ કરો. દિગમ્બરમાં કહેઆ કપડાંને છોડો, આ કરો....! અરે પ્રભુ! પણ સાંભળ તો ખરો ! તારો નાથ અંદર શું ચીજ છે? પર્યાયની સ્વતંત્રતા છે. તે તે કાળે ઉત્પન્ન થવાની પર્યાયની સ્વતંત્રતાની જાત કેવી છે? જેવા જોય છે તેવું એ જ્ઞાનની પર્યાયમાં જાણવું થાય છે. તેથી એ શેયના નામે તેના નામ પડે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ કલશામૃત ભાગ-૪ છે. પણ એ નામ જૂઠા છે. શ્રોતા- ખોટા નામ છે તો સારું નામ શું? ઉત્તર:- સાચું નામ જ્ઞાન પર્યાય બસ. નામ નિક્ષેપે કહીએ તો એ બધું કહેવાય. આત્માને નામ નિક્ષેપે કહીએ તો આત્મા કહેવાય. બાકી “આત્મા’ શબ્દ એ વસ્તુમાં કયાં છે? વીતરાગનો માર્ગ અચિંત્ય ને અલૌકિક છે. જેના ફળ પણ અચિંત્ય અને અલૌકિક છે. આહાહા ! અસંખ્ય સમયનું સાધકપણું છે. ભવિષ્યનો સાધ્યકાળ ભૂતકાળથી અનંતગુણો છે. જેમાં આનંદની પ્રાપ્તિ થાય એ ઉપાય કેવો હોય બાપુ! શું કહ્યું એ? સ્વરૂપને સાધવા માટે, પછી પૂર્ણ થવામાં અસંખ્ય સમય જોઈએ, તેને અનંત સમય ન જોઈએ. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ પછી કેવળજ્ઞાન પામવા માટે ભલે અસંખ્ય સમય જાય. ભલે તે સાત-આઠ ભવ કરે તો પણ તે અસંખ્ય સમયમાં જાય છે. તેના એક એક સમયના ફળમાં અનંત અનંત સમાધિ મળે છે. “અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.... અપૂર્વ અવસર એવો કયારે આવશે.” આહાહા! જેના કાળ અનંત છે. ને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે ને ! ભવિષ્યકાળ કેટલો છે? દરેકને માટે જેણે આત્માને સ્વરૂપનું સાધન બનાવી અનુભવ કર્યો તેના અનુભવથી પૂર્ણતા સુધીનો સમય અસંખ્ય સમય જ છે. અને તેનાં ફળ તરીકે અનંત અનંતકાળ જેમાં અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો ભોગવટો થાય એ ચીજ શું છે? સમજાણું કાંઈ? શ્રોતા- સમજાણું એમ કહેવું પણ કઠણ પડે. ઉત્તર:- તેથી હળવે હળવે તો કહેવાય છે. અંદરમાં ચૈતન્ય સાગર ઊછળે છે. હવે પછીના કળશમાં અચ્છા-અચ્છા કહેશે. “ગચ્છાચ્છા; સ્વયમુઋત્તિ યતિન” નિર્મળથી નિર્મળ ધારા ઊછળે છે અંદરથી. કેવળીને તો પૂર્ણ નિર્મળ અને સાધકને એક પછી એક નિર્મળધારા ઊછળે છે. આ નિર્જરા અધિકાર છે ને! સંવરે શુધ્ધિની ઉત્પત્તિ કરી છે. નિર્જરા છે તેણે શુધ્ધિની વૃધ્ધિ કરી છે. મોક્ષ છે તે શુધ્ધિની પૂર્ણતા છે. નિર્જરાના ત્રણ પ્રકાર છે. (૧) કર્મનું ગળવું એ કર્મનો સ્વતંત્ર સ્વભાવ છે. (૨) પર્યાયમાંથી અશુધ્ધતાનું જવું. (૩) પર્યાયમાં શુધ્ધતાનું વધવું... એ ત્રણેયને નિર્જરા કહેવાય છે. પેલો તો એકવાત પકડી રાખે કે-કર્મ ખરી ગયા તે નિર્જરા બસ. કર્મ ખરે અને નિર્જરા થાય તે કઈ અપેક્ષાએ બાપુ! કર્મ તો જડ છે, અને ખરવું ન ખરવું એ તો કર્મની પર્યાયની સ્વતંત્રતા છે. કર્મની અકર્મરૂપ પર્યાય થવી તે તેનો સ્વભાવ છે. અહીં શુધ્ધતા પ્રગટ થઈ માટે તે (કર્મની પર્યાય) અકર્મપણે થઈ એમ નથી. જયાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવીને કહ્યું ત્યાં આત્મ સ્વભાવના આશ્રયે શુધ્ધિની વૃધ્ધિ થઈ અને તેના કાળે ત્યાં કર્મની નિર્જરા થઈ છે. આ સંવરપૂર્વક Page #379 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૬૩ નિર્જરાની વ્યાખ્યા છેતેમાં આવી ગયું. અજ્ઞાનીને જે કર્મ ખરે છે તેને નિર્જરા કહેવાતી નથી. સંવર એટલે સમ્યગ્દર્શનરૂપી જે શુધ્ધતા, એ સંવરપૂર્વક જે અશુધ્ધતા ટળે, કર્મો ખરે અને શુધ્ધતા વધે તેને અહીંયા નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરા છે તે પર્યાય છે. નિર્જરાનો પર્યાય શુધ્ધ છે, તે પર્યાયની અહીંયા વાત કરે છે. તે જ્ઞાન પર્યાયમાં જેવા શેયોને જાણે છે તેવા જ્ઞાનના નામ પડે છે. છતાં તે નામ જૂઠા છે. એ તો જ્ઞાન પર્યાય....જ્ઞાનપર્યાય.... જ્ઞાનપર્યાયજ્ઞાનપર્યાય બસ. સમજાણું કાંઈ? ન સમજાય એવું ન હોય બાપુ! પરમાત્મા....ભગવત્ સ્વરૂપે બિરાજે છે. પ્રભુ તો ભગવત્ સ્વરૂપ જ છે. દરેકનો આત્મા, અરે- અભવીનો આત્મા પણ ભગવત્ સ્વરૂપ જ છે. સંપ્રદાયમાં આ ચર્ચા થઈ હતી. સંવત ૧૯૮૨માં ચર્ચા થયેલી લીંબડીવાળા મોહનલાલજી સાથે અભવીને છવ્વીસ પ્રકૃતિ સત્તામાં હોય. અને ભવીને અઠાવીસ પ્રકૃતિ હોય, એવું એક મોહનમાળા પુસ્તકમાં છપાવેલું. આજથી ત્રેપન વર્ષ પહેલાં, ત્યારે અમારું નામ મોટું, કહ્યું કે એ વાત જુદી છે. ભવી હોય કે અભવી બધાને છવ્વીસ પ્રકૃતિ જ સત્તામાં હોય. જ્યારે સમકિત પામે પછી અઠ્ઠાવીસ થાય એ વાત ખોટી છે. બીજી વાત એ ચાલી કે અભવીને ત્રણ આવરણ હોય છે, તેને પાંચ ન હોય. તેને મતિ, શ્રુત ને અવધિ ત્રણ આવરણ હોય, તેને મન:પર્યય અને કેવળજ્ઞાનાવરણ તેને હોય નહીં. કેમકે તેને આ બે જ્ઞાન પ્રગટ થતા નથી. એ વાત સંવત ૧૯૮૫ માં થયેલી, ગરબડ કરવા લાગ્યા પ્રવચનમાં...ત્યારે મણિલાલજીએ કહ્યું કે કાનજી મુનિ કહે છે તે સાંભળો ! દુનિયામાં એની છાપ છે તેથી તેઓ કહેશે એ બધા માનશે! આપણે પચાસ વર્ષથી દિક્ષા લઈને બેઠા હોય છતાં બહારમાં આપણી છાપ નથી. એ બહાર વાત પાડશે કે આ લોકો આમ કહે છે અને તેઓ આમ કહે છે. અભવીને પણ પાંચ આવરણ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ, મન:પર્યય અને કેવળ પ્રગટ ન થાય તેનો અર્થ એ નથી કે તેને આ બે આવરણ નથી. અભવીના આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. શક્તિએ તો એ પણ સર્વજ્ઞ સ્વભાવી છે. એની પર્યાયમાં અલ્પજ્ઞાનનું પરિણમન છે. તેમાં કેવળજ્ઞાનાવરણી પ્રગટ નિમિત્ત છે. અભવી જીવ તેની પર્યાયને પલટાવી શકતો નથી કેમકે તેની તેવી લાયકાત નથી. બાકી તો સર્વજ્ઞ સ્વરૂપી જ પ્રભુ આત્મા તો છે. દરેક સમયે સર્વજ્ઞ સ્વભાવ અનાદિ અનંત પ્રભુ પડયો છે. તેને સર્વજ્ઞ પર્યાય પ્રગટ ન થાય તો પણ તેનો સર્વજ્ઞ સ્વભાવ અંદરમાં પડયો છે. અરે...પ્રભુ તું કોણ છો બાપુ! ૧૪૧ શ્લોકમાં કહેશે-ચૈતન્ય રત્નાકર છો પ્રભુ! તને તારી ખબર નથી. ચૈતન્યરૂપી મણિઓ તો અનંતી ભરી છે. તારા બહારના પૈસા અબજો અબજો ખરવ, નિખરવ....એવું બધું અમારા વખતમાં ચાલતું ! પણ એ બધી ધૂળ છે. આ તો Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કલશામૃત ભાગ-૪ અનંત અનંત ચૈતન્ય રત્નાકરનો સાગર નાથ અંદર બિરાજે છે. બાપુ! તને ખબર નથી!! એ ચૈતન્ય રત્નાકરના જયાં ભાન થયાં, ત્યારે જે જ્ઞાનની પર્યાયમાં પ્રકાર પ્રગટ્યા. એ જ્ઞાનનું નામ જેવા શેયને જાણવાથી પડયું એ વાત નહીં. પરને લઈને નામ પડ્યું એમેય નહીં. આ તો સર્વજ્ઞ પરમાત્માનો પંથ છે. તારો સ્વભાવ છે એ કહે છે. આવો શુધ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં એ નામ જૂઠા છે. નામ જૂઠા છે હોં ! જ્ઞાન પર્યાય છે એ વાત બરોબર છે. મન અને ઇન્દ્રિયથી જાણે તે મતિ, એકલા મનથી જાણે તે શ્રુત, એવું આવે છે ને શાસ્ત્રમાં ! મર્યાદિત ચીજને જાણે તે અવધિ, સામાના ભાવને જાણે તે મન:પર્યય, ત્રણકાળના ભાવને જાણે માટે કેવળ એ નામ સાચા નહીં. પ્રશ્ન- તો સાચા નામ કયાં? ઉત્તર- સાચું નામ પર્યાય બસ, જ્ઞાન પર્યાય. તે પર્યાય જ્ઞાન ગુણની છે માટે જ્ઞાન પર્યાય. એમાં ઘણા ભેદ છે. કોઈ એકાંતે એમ માનતું હોય કે કોઈ( પર) શેય નથી અને (તેના નિમિત્તે) જે શેયાકાર જ્ઞાન પરિણમે(એવું પણ નથી.) તો અહીં કહે છે-શેયાકાર જ્ઞાન પરિણમે છે તે વ્યવહાર છે. પણ, જ્ઞાન તો જ્ઞાનરૂપે થાય છે બસ. તેને નામ આપવા જૂઠા છે. આને જાણે માટે મતિ, આને જાણે માટે શ્રુત, એવા ના નહીં. ઠાઠડીને નનામી કહે છે ને! તેમ આ ત્રણલોકનો નાથ છે તેની પર્યાયને કોઈ નામ ન આપવા. એ જાગતી જયોત નનામી છે. જાગતી જયોત એ તો એના સ્વભાવને બતાવ્યો. સ્વભાવની વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? બેનના વચનામૃતમાં લખ્યું છે કે “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થશે.” આ એક વાક્યમાં સિધ્ધાંતથી વાત કરી છે. પણ તેને સાદી ભાષામાં કહ્યું. ચાર ચોપડીનો ભણેલો હોય કે બાળક હોય તે પણ સમજી જાય. જાગતો જીવ ઊભો છે ને! એટલે શું? એકલો જ્ઞાયકભાવ ટકતું તત્ત્વ જે ધ્રુવ તરીકે છે ને!? સિંધ્ધાતની ભાષા સિધ્ધાંત પ્રમાણે હોય! પણ આ તો ચાલતી ભાષામાં, સાધારણ માણસ સમજે તેવી શૈલીથી કહ્યું. આહા! “જાગતો” એટલે જ્ઞાયકભાવ-જ્ઞાયકભાવ.“જીવ ઊભો એટલે ધ્રુવ છે ને? “એ ક્યાં જાય? તે પર્યાયમાં જાય ! રાગમાં જાય? ક્યાં જાય? આવો ઉપદેશ કઈ જાતનો. તારા મારગડા જુદા નાથ! તારી પર્યાયના શેયને જાણવાથી નામ પાડવા એ કાંઈ શોભતું નથી. સમજાણું કાંઈ? પ્રશ્ન- શેયને જાણે તેથી જ્ઞાયક કહ્યો છેને!? ઉત્તર- એ તો શાસ્ત્રમાં છે ને ! પણ તેમાં શેયને જાણવાથી જ્ઞાયક નામ કયાં આવ્યું? અહીં તો શેયને જાણવાથી જ્ઞાયક એમ શબ્દ આવ્યો છે ને ! “શેયને જાણવાથી તેમાં સ્વઘેયની વાત નથી. અહીંયા તો શેયવસ્તુ અનેક પ્રકારે છે તેની વાત છે. જુઓને પાઠમાં શબ્દ છે. ત્રીજી લીટી છે. કારણ કે શેય વસ્તુ અનેક પ્રકારે છે. ત્યાં આત્મા (શેય છે) તેમ નથી લીધું. જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું નામ પામે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૬૫ આહાહા ! રાજમલ્લજીની આ ટીકા અને તેના ઉપરથી બનારસીદાસે બનાવ્યું સમયસાર નાટક. અરેરે! તેઓ માટે એમ કહે છે કે-બનારસીદાસ અને ટોડરમલ્લ અધ્યાત્મની માંગ પીને નાચ્યા હતા. પ્રભુ! આમ કહેવું તને ન શોભે હોં!! તું ય ભગવાન છો બાપુ! તારી ભૂલ હવે ન રહેવી જોઈએ..તને આવો આત્મા બતાવે છે. જે અનેક પ્રકારના પર શેયો છે એ જોયો જાણવાથી જ્ઞાયક નામ પડે છે તેથી આનું જ્ઞાન અને આનું જ્ઞાન એમ કહેવું તે જૂઠું છે. આવો અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. એક ગૃહસ્થ રાજમલ્લજીએ ટીકા કરેલ છે. તેને સમજવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો. ભગવાન આત્મા ગૃહસ્થ કયાં છે? ગૃહસ્થ છે એટલે ગૃહસ્થ, ગૃહ એટલે પોતાના ઘરમાં રહેલો આત્મા. અધ્યાત્મ પંચ સંગ્રહમાં દીપચંદજીએ વ્યાખ્યા કરી છે કે-ગૃહસ્થ એટલે શું? આત્મા ગૃહ નામ નિજઘરમાં અને સ્વ એટલે સ્થિર રહે તે ગૃહસ્થ. આપણે કહેને કે તે ગૃહસ્થ માણસ છે, પૈસાવાળો છે, એ ધૂળની વાત અહીંયા નથી. અહીંયા તો નિજ ઘર-ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે જેના ધ્રુવ સ્વભાવમાં સ્થ રહે.અંદરમાં ટકે...તેનું નામ ગૃહસ્થ ધર્માત્મા છે અહીં તો વાતેવાતે ફેર છે. ત્રણલોકના નાથ સીમંઘર ભગવાન બિરાજે છે ને! ““વિન” નિશ્ચયથી એમ જ છે. કેવો છે અનુભવશીલ આત્મા”! હવે કહે છે કે-કેવો છે અનુભવશીલ આત્મા! દ્રવ્ય આત્મા છે તેની અહીંયા વાત નથી “જ્ઞાયમાવનિર્મરમદાસ્વાલં સમસાયન” નિર્વિકલ્પ એવું જે ચેતન દ્રવ્ય તેમાં (નિર્મા) અત્યંત મગ્નપણું, તેનાથી થયું છે. અનાકુળ લક્ષણ સૈન્ય, તેને આસ્વાદતો થયો.” એ પર્યાય અત્યંત નિર્ભર નિર્ભર થતી- અત્યંત મગ્નપણું થતાં. તેનાથી ઉત્પન્ન અનાકુળ મહાસુખને આસ્વાદતો. ભગવાન આત્માના પૂર્ણ અભેદ સ્વરૂપને મહા આસ્વાદતો થકો. અનાદિનો જે એને કર્મચેતના અને કર્મફળ ચેતનાનો સ્વાદ હતો. તેને બદલે હવે તેને જ્ઞાનચેતનાનો સ્વાદ આવ્યો. સમજાણું કાંઈ? મહાસ્વાદની વ્યાખ્યા કરી-અનાકુળ લક્ષણ સુખ. અભેદ આત્માના અનુભવમાં પડતાં તેને પર્યાયમાં જે અનાકુળ લક્ષણ સુખ તેનો જેને સ્વાદ આવે છે. મહાસ્વાદની વ્યાખ્યા જ આ કરી. અજાણ્યા નવા માણસોને તો એવું લાગે છે કે આ શું કહે છે? આ શું હશે? બાપુ! મારગ તો પ્રભુનો આવો છે ભાઈ ! (સમાસાયન) મહાસ્વાદને આસ્વાદતો થકો. પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે. તેને આસ્વાદતો. અનાકુળ લક્ષણ સુખના સ્વાદને લેતો થકો...એટલે જ્ઞાનચેતનાને પ્રગટ કરતો થકો. એ જ્ઞાનચેતનામાં અનાકુળ આનંદનો સ્વાદ લ્ય છે. પુણ્ય-પાપના ભાવ એ કર્મ ચેતનામાં દુઃખનો આકુળતાનો સ્વાદ છે. “વળી કેવો છે?દ્ધમાં વાવં વિધાતુન સદ: [ ઉદ્ધમાં ] કર્મના સંયોગથી થયેલ છે વિકલ્પરૂપ આકુળતારૂપ સ્વાદ અર્થાત્ અજ્ઞાની જન સુખ કરીને માને છે, પરંતુ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ કલશામૃત ભાગ-૪ (જ્ઞાની ) દુઃખરૂપ છે એવું જે ઇન્દ્રિય વિષય જનિત સુખ તેને અંગીકા૨ ક૨વાને અસમર્થ છે.” આકુળતાનો સ્વાદ લેવાને ધર્મી અસમર્થ છે એમ કહે છે. નિર્વિકલ્પ ચૈતન્યના મહાસ્વાદને સ્વાદતો થકો. તે વિકલ્પના આકુળતાના સ્વાદને લેવાને અસમર્થ છે. આ પૈસાનો સ્વાદ કેવો હશે ? એ ભાઈનો પુત્ર અમદાવાદમાં છે એ કહેતો હતો કે– બાપાએ કયાં પૈસાનો સ્વાદ ચાખ્યો છે ? બાપા પાસે ૩૦–૪૦ હજાર રૂપિયા હતા. એક વખત શેઠ પૈસાની ઉધરાણીએ બહાર ગયેલા. ડાકુઓને ખબર પડી એટલે જે રસ્તે શેઠ નીકળવાના હતા તે ૨સ્તે આડા ઊભા રહી ગયા. ઉઘરાણીએ ગયેલા પાસે બે-ચા૨હજાર તો સાથે હોયને ! શેઠ ઘોડે આવતા હતા, વાણિયા માણસ એટલે હોંશિયાર ! તેણે ભંગીયાની ભાષામાં કહ્યું-છેટા રેજો બાપુ.....છેટા રેજો ! પેલા ડાકુઓ સમજ્યા કે આ કોઈ ભંગિયો લાગે છે તેમ અહીં કહે છે. રાગથી છેટે રેજો ! એ પુણ્ય ને પાપના ભાવથી અમને અભડાવશો નહીં. અમે ચૈતન્ય ઘોડે ચડયા છીએ, તેને રાગથી અભડાવશો નહીં હોં ! તમે અમને અડશો નહીં હોં ! નરથી નારાયણ થવાનો આ ઉપાય છે. હવે છેલ્લે સરવાળો કરે છે. ભાવાર્થ આમ છે કે- “વિષય કષાયને દુઃખરૂપ જાણે છે.” જ્ઞાની વિષય-કષાયને દુઃખરૂપ જાણે છે. તમારે દિલ્હીમાં વાંધા ઉઠયા છે ને ! દીપચંદજી શેઠિયાને આ વાંધો હતો તે કહે જ્ઞાનીને દુઃખ હોય જ નહી. સોગાનીજી કહે –જ્ઞાનીને, શુભભાવ ભટ્ટી લાગે છે............ એ સાંભળીને તેઓ ભડકી ગયા. પોતાને શલ્ય થઈ ગયું અને બીજાને શલ્ય ખોસી ગયા. અત્યારે પેલા લોકોને આ વાત બેસતી નથી. જ્ઞાનીને દુઃખ હોય તે વાત બેસતી જ નથી. અરે બાપુ ! વિષય કષાયનો ભાવ જ્ઞાનીને હોય છે પણ તેને દુઃખરૂપ લાગે છે. કેમકે વીતરાગ નથી, ત્યાં સુધી દુઃખ છે. (૧ ) મિથ્યાર્દષ્ટિને જરા પણ આનંદ નથી, તેને પૂર્ણ દુઃખ છે. ( ૨ ) કેવળીને જરા પણ દુઃખ નથી, તેને પૂર્ણ આનંદ છે. (૩) સાધકને બે ભાવ છે. થોડો આનંદ છે અને થોડું દુઃખ છે. પ્રવચનસાર ૪૭ નયમાં કહ્યું છે કે–જ્ઞાનીને જેટલો રાગ છે તેટલો તેનો કર્તા છે. કર્તા એટલે કરવા લાયક છે એમ નહીં...પણ પરિણમે માટે કર્તા. ભોગવે માટે ભોકતા. મુનિ પણ રાગને ભોગવે છે. અહીંયા કહે છે–જ્ઞાની વિષય કષાયને દુઃખરૂપ જાણે છે તેને જાણે કે નથી તેને જાણે છે! જયાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભ અને પછી શુભ એવો રાગ આવે છે, પણ તે દુઃખરૂપ છે. મારા આનંદ સાથે તેની મેળવણી ક૨તાં એનું વેદન દુઃખરૂપ દેખાય છે. આનંદના વેદનની અપેક્ષાએ શુભભાવ દુઃખરૂપ છે. જેને આનંદનું વેદન નથી તેને દુઃખનો ખ્યાલેય કયાં છે ? તેને તો દુઃખેય બધું સુખ જ છે. “વળી કેવો છે? સ્વાં વસ્તુ વૃત્તિ વિવત્ પોતાના દ્રવ્ય સંબંધી આત્માનું શુધ્ધ Page #383 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૬૭ સ્વરૂપ, તેની સાથે તદુપ પરિણમતો થકો.” “વસ્તુવૃત્તિ” એમ કહ્યું ને! વસ્તુવૃત્તિ સાથે તદ્રુપ પરિણમતો થકો. ધર્મી તો આનંદના નાથની સાથે એકાકાર પરિણમતો થકો તે ચેતનનદ્રવ્યના આસ્વાદની મહિમા વડે ગમ્ય છે. પ્રવચન નં. ૧૪૫ તા. ૧૦/૧૧/૭૭ શ્રી કળશટીકા-૧૪૧ શ્લોક ફરીને “સ:g: ચૈતન્યરત્ના:” (સ:) એટલે ભગવાન પ્રત્યક્ષ આનંદ સ્વરૂપ છે. (N: )તે આત્માની વિધમાનતાને હૈયાતિને બતાવે છે. (સ: ps:) જ્ઞાયક વિધમાન પદાર્થ છે. “જે નું સ્વરૂપ કહ્યું છે તથા કહેશે એવો (ચૈતન્યરનાર:) જીવ દ્રવ્યરૂપી મહાસમુદ્ર” આત્મામાં અનંત ચૈતન્ય રત્નની મણીઓ ભરેલી છે. સ્વયંભૂરમણ સમુદ્રના તળિયામાં એકલા હીરા, મણિ ભરેલા છે. સમુદ્રની નીચે મણિ, રતનની રેતી છે. સ્વયંભૂરમણ કુદરતનો સમુદ્ર છે, તેમ આ સ્વયંભૂ સમુદ્ર ભગવાન ! અનંત ચૈતન્યરૂપી મણિથી ભરેલો છે. આહાહા! ચૈતન્ય રત્નાકર....આકર એટલે દરિયો. ચૈતન્યના રતન એટલે મણિ; ચૈતન્યની મણિનો સાગર છે પ્રભુ! આ ત્રિકાળી દ્રવ્યની વાત ચાલે છે. વસ્તુ જે છે તે ચૈતન્ય મણિથી ભરેલો સમુદ્ર છે. એક,બે, ત્રણ એમ નહીં પણ અનંત ચૈતન્ય મણિઓથી ભરેલો ભગવાન છે. (ચૈતન્ય) તેનો અર્થ જીવદ્રવ્ય કર્યો. અને (રત્નાકર) નો અર્થ મહા સમુદ્ર કર્યો. ચૈતન્ય અને રત્નાકર એ શબ્દમાં તફાવત પાડયો. (ચૈતન્ય) એટલે જીવ દ્રવ્ય વસ્તુ અને (રત્નાકર) એટલે દરિયો. ચૈતન્યના રતનનો મણિ સ્વરૂપે દરિયો છે....આવો ભગવાન અંદર બિરાજે છે. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્યને સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે, પર્યાયાર્થિકનયથી અનેક છે” વસ્તુથી જોઈએ તો તે એક છે. ચૈતન્યના અનંત મણિઓનો ખજાનો છે એ તરીકે એક છે. પર્યાયાર્થિકનયથી અનેક છે એમ સિધ્ધ કરવું છે. આગલા શ્લોકમાં એમ કહ્યું હતું ને કે જેવા શેયને જાણતાં જ્ઞાનનું નામ પડે છે... તે નામ જૂઠા છે. અહીં કહે છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એકરૂપ હોવા છતાં..પર્યાયમાં અનેકરૂપે પરિણમે છે, એ પર્યાયની અસ્તિ છે. એ પર્યાયનો આશ્રય કરવો કે નહીં તે પ્રશ્ન અત્યારે નથી. અહીં તો એ પર્યાયમાં નિર્જરા બતાવવી છે. . કેમકે શુધ્ધતા વધે છે તે બધી પર્યાયો છે. ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્ય રત્નાકર પ્રભુ છે, તેના લક્ષે જયાં સમ્યગ્દર્શન પ્રગટયું તો નિશંક ગુણ પ્રગટયો. એ ચૈતન્ય રત્નાકરમાંથી અનંત અનંત કેવળજ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે. છતાં એ પોતે દરિયો; ચૈતન્ય સમુદ્ર તો એવડો ને એવડો વધઘટ વિનાનો છે. સમજાણું કાંઈ ? Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ કલશામૃત ભાગ-૪ આત્માની જે પૂર્ણ પર્યાય પ્રગટે છે તેમાં જે ભાગ પડે છે તે તેના અવિભાગ અંશો છે. એ કેવળજ્ઞાન પર્યાયમાં અનંત પ્રકારના અંશો પડે છે. કેવળજ્ઞાનમાં લોકાલોક જણાય છે; અનંતા કેવળીઓ જણાય છે. એ પર્યાયના ભાગ પાડતાં..પાડતાં છેલ્લો ભાગ પાડતાં....પછી તેનો ભાગ ન પડાય એવો છેલ્લો ભાગ.અંશ રહે તેને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એવા તો એક પર્યાયમાં અંનતા અંશો છે. હજુ તો પર્યાય કબૂલ કરવી કઠણ પડે ત્યાં એ પર્યાયમાં અનંતા(અંશો છે તે વાત ઝીણી છે) જેટલા અંશો પહેલે સમયે પ્રગટયા તેટલા જ અંશો બીજા સમયે એટલા જ. દ્રવ્ય સ્વભાવ, એવો ચમત્કારીક છે કે-કેવળજ્ઞાન આદિ પ્રગટવા છતાં તેમાં વધઘટ નથી થતી તેમ તેની પૂર્ણ પર્યાયમાં અનંત સામર્થ્ય જે અવિભાગ પ્રતિષ્ણદરૂપે પ્રગયું તે પ્રગટયું તેમાં હવે વધઘટ નથી. બીજા સમયે, ત્રીજા સમયે એમ બધા સમયના ભેગા થઈને વધે તેમ નથી. શું કહ્યું એ ! ભગવાન આત્માને ચૈતન્ય રત્નાકર કહ્યો ને! તેમાં જેટલા રત્નો ભર્યા છે જે ગુણરૂપ સ્વભાવ તેમાં તેની કયાંય વધઘટ થતી નથી. તેને કેવળજ્ઞાન પ્રગટ થાય તેમાંય વધઘટ નથી. આ નિર્જરા અધિકાર છે ને ! નિર્જરાનું ફળ તો કેવળજ્ઞાન છે. હવે જે કૈવલ્ય થયું તે શક્તિના અનંતા ભાગ પડે તેને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એને છેદતાં છેદતાં જે ભાગ બાકી રહે જેમાં ભાગ ન પડે તે છેલ્લામાં છેલ્લા અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એવા અવિભાગ પ્રતિચ્છેદ એક સમયની પર્યાયમાં અનંતા છે. બીજા સમયે એટલા, ત્રીજો સમય આવે તો પણ એટલા જ રહે છે. બધા સમયને ભેગા કરીએ તો વધે તેમ નથી.(પર્યાયની) રિધ્ધિ તો જુઓ આ!? ચૈતન્ય શું છે બાપુ! જેના અનુભવમાં અનંત આનંદની આશ્ચર્યતા પ્રગટે છે એવો ભગવાન તેને આચાર્યો “ચૈતન્ય રત્નાકર” કહીને બોલાવ્યો છે. અને તે પણ વધઘટ વિનાની અનાદિ અનંત ચીજ છે. પૂર્ણ પર્યાય પ્રગટી તેમાં પણ જેટલા અવિભાગ પ્રતિચ્છેદ તેમાં હવે વધઘટ થતી નથી. બીજે સમયે, ત્રીજે સમયે એવી અનંતી સમયની બધી પર્યાયો પ્રગટે એ અનંત સમયના ભેગા મળીને અવિભાગ પ્રતિચ્છેદનો મોટો સમૂહ થાય એમ નથી. જેમ દ્રવ્ય ચૈતન્ય રત્નાકરથી સરખું ભરેલું છે તેમ પર્યાયોમાં પણ અનંતા અવિભાગ પ્રતિચ્છેદ અંશોથી સરખું ભરેલું છે. અહીં પર્યાયમાં પૂર્ણતા લીધી-હવે અધૂરી (નિર્મળ ) પર્યાયની વાત કરશે. સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર સિવાય આવી વાત બીજે નથી. ત્રિલોકનાથે જે સ્વરૂપ જોયું છે તેવું બીજે ક્યાંય છે નહીં. આહાહા! ભગવાન ચૈતન્ય રત્નાકર સમુદ્ર પ્રભુ છે. દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો વસ્તુ એકરૂપ છે. પર્યાયાર્થિક નયથી જોઈએ તો અનેક પર્યાયે પરિણમન છે. ૧૪) કળશમાં તો શેયને જાણવાની અપેક્ષાએ જ્ઞાયક કહેતાં તેનો નિષેધ કર્યો હતો. હવે અહીંયા કહે છે-પર્યાયો અનેક છે. વસ્તુ તરીકે એક છે અને તેમાં તરંગો ઊઠે છે એટલે પર્યાયમાં જે તરંગો ઊઠે છે તે Page #385 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૬૯ અનેક છે. તેમ આત્મામાં પર્યાય-અવસ્થા, હાલત-ઊઠે છે તે અનેક છે. એ તરંગ “પર્યાયાર્થિકનયથી અનેક છે.” જેમ સમુદ્ર એક છે. તરંગાવલિથી અનેક છે; “હતિifમ;” સમુદ્રના પક્ષે તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના” (પર્યાયાર્થિકનયથી) સમુદ્રના પક્ષે તરંગો પર્યાયો છે. તેમ જીવના પક્ષે એક જ્ઞાનગુણના પાંચ ભેદો છે તે અહીંયા કહે છે. સમ્યગ્દષ્ટિને વસ્તુ તો આ જ લેશે.... તે આગળ કહેશે. અહીં પર્યાયની અનેકતા છે તે કહે છે. મતિ, શ્રુત, અવધિ તે અનેક પર્યાય હોવા છતાં એ એકપણાને અભિનંદે છે. અનેકપણે હોવા છતાં તે ભેદની પુષ્ટિ કરતો નથી. સમયસાર ૨૦૪ ગાથાની ટીકામાં આનો ખુલાસો છે. ભગવાન આત્મા ચૈતન્ય રત્નાકરનો દરિયો છે. તે દ્રવ્યાર્થિકથી જુઓ તો એક છે. પર્યાયાર્થિકથી જોતાં તેમાં અનેક પર્યાય ઊઠે છે. અને તરંગાવલિ ઊઠે છે. તેમ પર્યાય પર્યાયપણે અનેક છે તે છે. પ્રશ્ન- પર્યાયને તે ઉપચાર જાણે છે? ઉત્તર- ઉપચાર કઈ અપેક્ષાએ કહ્યું. પર્યાય કાયમી નથી માટે ઉપચાર કહ્યું. પર્યાય વસ્તુ છે, તેમાં અનંત સપ્તભંગી ઊઠે છે. અનુભવ પ્રકાશમાં આ પ્રશ્ન ઊઠાવ્યો છે આ જે પર્યાય છે તે વસ્તુ કે વસ્તુ? પર્યાય એક સમય પૂરતી છે ને! (ઉત્તર) વસ્તુ છે. એ તો ત્રિકાળીની અપેક્ષાએ પર્યાયને ઉપચાર –વ્યવહાર કહ્યું છે. ત્રિકાળી વસ્તુની અપેક્ષાએ તેને અવસ્તુ કહ્યું છે. જેમ સ્વદ્રવ્યની અપેક્ષાએ પર્યાયને પરદ્રવ્ય કહ્યું તેમ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ કહ્યું. સ્વ ચૈતન્યની અપેક્ષાએ બીજી બધી ચીજો અવસ્તુ છે, અને તેની અપેક્ષાએ તે વસ્તુ છે. તેમ ચૈતન્યની પર્યાયો અનેકતાની અપેક્ષાએ વસ્તુપણે છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ..... તે પર્યાય દ્રવ્યમાં નથી તેથી તેને ભિન્ન ગણીને તેને અવસ્તુ કહેવામાં આવે છે. શ્રોતા- બન્નેનું નકકી થયું. ઉત્તર:- બન્નેનું અનેકાન્તપણે નકકી થયું. ફરીને!! આત્મા જે વસ્તુ છે તે ત્રિકાળ તરીકે છે. હવે નિર્મળ પર્યાય હોય તો પણ નિયમસાર ગાથા ૫૦ માં તેને પરદ્રવ્ય કહ્યું છે. પોતાની નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે તે કઈ અપેક્ષાએ? જેમ પરદ્રવ્યમાંથી પોતાની નવી નિર્મળ પર્યાય આવતી નથી તેમ નિર્મળ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી તેથી મારા હિસાબે તે પરદ્રવ્ય છે. ઝીણી વાત છે. શ્રોતા- તેનો આશ્રય નહીં લેવા માટે પરદ્રવ્ય કહ્યું. ઉત્તર- ના, આશ્રય નહીં લેવા માટે પરદ્રવ્ય કહ્યું એમ નહીં. એ વસ્તુ જુદી છે. અને એમાંથી નવી પર્યાય આવતી નથી માટે તે પરદ્રવ્ય છે. ધીમેથી સમજવું. જેમ બીજા આત્મામાંથી, પરમાણુમાંથી નવી પર્યાય આવતી નથી તેમ આત્માને શાયિક સમકિત થયું, કેવળજ્ઞાન થયું એ પર્યાયમાંથી હવે નવી પર્યાય આવતી નથી. પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી માટે Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ કલશામૃત ભાગ-૪ તેને પરદ્રવ્ય કહ્યું. સ્વત્રિકાળીની અપેક્ષાએ પર્યાય પરદ્રવ્ય કહી. જેમાંથી નવી પર્યાય આવે તે હું સ્વદ્રવ્ય છું. જેમાંથી નવી પર્યાય ન આવે તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. આવી વાતું છે! વીતરાગ માર્ગ તો જુઓ ભાઈ ! અહીં પાઠમાં “ચૈતન્ય રત્નાકર” શબ્દ આવ્યો છે ને ! ભગવાન તું ચૈતન્યની મણિઓથી ભરેલો છે હોં! પેલી પથ્થરની મણિઓ નહીં. તેથી પાઠમાં ચૈતન્યરત્નો એવો શબ્દ વાપર્યો છે. તમારે ઝવેરાતનો ધંધો છે તે પથ્થરના રત્નો નહીં. આ તો “ચૈતન્યના રત્ન' એમ શબ્દ વાપર્યો છે ને! બે જાતના રતન છે. એક જડ રતન છે અને આ ચૈતન્ય રત્ન છે. અહીં સમુદ્રના પક્ષે લઈએ તો સમુદ્ર એક છે. તરંગાવલિથી જોઈએ તો તરંગો ઊઠે છે તે અનેક છે. તેમ દ્રવ્યની અપેક્ષાએ ચૈતન્ય રત્નાકર એક છે અને પર્યાયની અપેક્ષાએ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ તે અપેક્ષાએ અનેક છે. જેમ એક છે તેમ અનેક પણ છે. જેને સમયસાર ૧૧ ગાથામાં કહ્યું કે-પર્યાય જૂઠી તેને અહીં કહે છે કે- શુધ્ધિની વૃધ્ધિ એવી નિર્જરાની અનેક પર્યાયો છે. અહીંયા તો એ સિધ્ધ કરવું છે કે દ્રવ્ય જે ત્રિકાળી વસ્તુ છે તેનો આશ્રય લેતા જે આનંદનું વેદન આવે એ વેદનમાં મતિ, શ્રુતનું જ્ઞાન સાથે છે. મતિ, શ્રુતજ્ઞાનમાં જ્ઞાનની વૃધ્ધિ અને આનંદની વૃધ્ધિ થાય છે એવી તેને નિર્જરા છે. શુધ્ધિની વૃધ્ધિ થાય એ બધી પર્યાયો છે...એમ કહે છે. જેમ સંવર પર્યાય છે તેમ નિર્જરા પણ પર્યાય છે; મોક્ષપણ એક પર્યાય છે. પ્રભુનો મારગ જ એવો છે. પ્રભુ ! એટલે તું હો !! જેમ સમુદ્રના પક્ષ તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ અનેક ભેદ” અહીંયા નિર્મળતાની વાત છે હોં !! મતિ,શ્રુત અજ્ઞાન, વિકાર તેની વાત અહીંયા નથી. અહીંયા તો ચૈતન્ય રત્ન, મણિથી ભરેલો ભગવાન એકરૂપે હોવા છતાં તેની પર્યાયમાં અનેકરૂપે તેનું નિર્મળ પરિણમન થાય છે. પરિણમનમાં અનેકપણું હોવા છતાં તે એકપણાને જ અભિનંદે છે. તે અનેકપણું અનેકપણાની પુષ્ટિ કરે છે તેમ નથી. અરે! આવી વાતો સમજવાની લોકોને દરકાર નહીં. બાપુ! સમજવું પડશે ભાઈ ! મારગ તો આ છે. અબજોપતિ આમ રાંકા થઈને રોળાય રહ્યા છે. વડોદરાનો દરબાર ફતેહુકુમાર ગુજરી ગયો. આજથી ૬૦ વર્ષ પહેલાં એટલે વિ. સંવત ૧૯૬૪-૬૫ ની વાત છે. ત્યારે તેને વર્ષે ત્રણ કરોડની ઉપજ હતી. તેનો એકનો એક દિકરો નાની ઉમરમાં ગુજરી ગયો. તેને વર્ષ-બે વર્ષનો છોકરો હતો. પછી તેમણે એક ગાયન જોડલુંરતન રોળાયું સ્મશાને રે”...બાપુ! એ રતન તો બધા ધૂળના અને આ તો ચૈતન્ય રત્નાકર. તેણે રાગને વિકારને પોતાના માનીને ચૈતન્ય રત્નાકર. તેણે રાગને વિકારને પોતાના માનીને ચૈતન્ય રતનને રોળી નાખ્યું નાથ ! તેણે આત્માને ઘાયલ કરી નાખ્યો. દયા-દાન આદિ પુણ્યનો રાગ તે વિકલ્પ છે. એ મને લાભ કરશે, એ મારા છે એમ માન્યું તેનો અર્થ એ છે કે Page #387 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૭૧ તે મને લાભ કરશે. લાભ માન્યો તેનો અર્થ જ તેને મારા માન્યાં છે. અહીંયા તો એકલી નિર્મળ પર્યાયોને સિધ્ધ કરવી છે. એ પર્યાયો તેનામાં છે. વિકારની અહીંયા વાત નથી. સમયસારમાં ૪૭ શક્તિઓનું જયાં વર્ણન કર્યું છે ત્યાં વિકારની વાત લીધી જ નથી. શક્તિઓનો રત્નાકર એવો જે ભંડાર ભગવાન તેનું પરિણમન ક્રમસર છે. નિર્મળ પર્યાયનું પરિણમન ક્રમસર છે. અમે ગુણો છે અને ક્રમે પર્યાય છે. ત્યાં વિકારની વાત લીધી જ નથી. વિકારી પર્યાય છે તે તેનામાં છે એ વાત લીધી જ નથી. અહીં શક્તિઓ ને રત્નાકર કહીને! એ અનંત્ શક્તિઓ જે છે તેનું પર્યાયમાં પરિણમન છે. છે તો પર્યાયનું પરિણમન તેને ગુણનું પરિણમન કહેવાય. એ બધું પરિણમન નિર્મળ છે. શક્તિના પરિણમનમાં કયાંય વિકારને લીધો જ નથી. દ્રવ્ય શુધ્ધ, ગુણ શુધ્ધ, પર્યાય શુધ્ધ એ ત્રણેય ક્રમ-અક્રમનો પિંડ તે આત્મા એમ ત્યાં લીધું છે. એ ક્રમમાં નિર્મળ પરિણમનની જ વાત લીધી છે. ત્યાં ૪૭ શક્તિમાં વિકારની વાત લીધી નથી કેમકે દ્રવ્યની પ્રધાનતાથી ત્યાં કથન છે. જ્યારે ૪૭ નયનું જ્ઞાનપ્રધાન કથન હોવાથી મલિન અંશ પણ આત્માનો છે, એ અંશ તેનો છે, તેનામાં છે; તેનો એ સ્વામી છે-એમ લીધું છે. શ્રોતા:- તે બે માંથી અમારે શું કરવું? ઉત્તર- બન્નેને બરોબર માનવું જોઈએ. એમ કે આમાં કંઈ પાયો બંધાતો નથી તેમ કહે છે. પાયો અનેકાન્તનો છે ભાઈ ! અનેકાન્તનો અર્થ એવો નથી કે વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય. એકવાર તેને એમ કહે કે વિકારી પર્યાય તેનામાં છે જ નહીં. બીજીવાર એમ કહે કે તેની પર્યાયમાં વિકાર છે, તેનું નામ અનેકાન્ત છે. આવું સમજવાની તેને નવરાશય ન મળે. ઘડી બે ઘડી અપાસરે જઈ આવે, પેલા દહેરાસર જઈ આવે અને માને થઈ ગયો ધર્મ! અહીં તો ત્રણલોકના નાથ વીતરાગ એમ કહે છે કે તું તો ચૈતન્ય રત્નાકર છો ને પ્રભુ! તારામાં તો ચૈતન્ય રત્નનો ખજાનો છે ને? એ ખજાનો ખૂટે નહીં એવો છે. ગઈકાલે દષ્ટાંત આપેલું ને! તેમ અહીંયા પહેલે ધડાકે નિશંકતા આવે છે. નિશંકતા તે સમકિતનો પહેલો ગુણ છે. આઠ અંગ-ગુણ પ્રગટે છે ને! તેમાં નિશંકતા પહેલે ધડાકે આવે છે. સમ્યગ્દર્શન થતા એવી નિશંકતા પ્રગટે છે કે પરિપૂર્ણ પરમાત્મા છે તેમાં ત્રણકાળમાં હિનાધિકતા થતી નથી. ભગવાન પૂર્ણાનંદના નાથની પ્રતીતમાં આવી નિશંકતા આવે છે. વાત સમજાય છે કાંઈ ? રાત્રિના પેલા ભાઈનો દાખલો આપ્યો હતો ને ! વિ. સંવત ૧૯૮૭ ની વાત છે. વિછિયાથી રાજકોટ આવેલા અને બપોરે અપાસરામાં બેઠા હતા. ત્યારે તે ભાઈએ કહ્યું કે મહારાજ! આવો આત્મા ને આવો આત્મા ને! તેમાં નિશંક થઈ જાય કોઇ દિ'? પછી કહ્યું- સાંભળો ! જ્યારે છોકરી સાથે સગપણ લગ્ન કર્યા તેમાં શંકા પડે છે? અત્યારે તો બે-ચાર દિવસ સાથે રહે, પરિચય કરે, સાથે હરે ફરે. પરંતુ અગાઉના કાળમાં તો મા-બાપે સગપણ કર્યા હોય, મોં પણ જોયું ન હોય, એ પરણીને પહેલે દિવસે આવે ત્યારે તે તદ્ન અજાણી બાઈ હોય અને અજાણ્યો ભાઈ હોય તો Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ કલશામૃત ભાગ-૪ ત્યાં શંકા પડે છે કે આ મને મારી નાખશે તો? અજાણી બાઈ છે, કોઈ સામું જોયું નથી અને આવી છે તારી પાસે. વિછિયામાં ખોજો હતો, તેને ધંધો મોટો. પોતે ૩૫-૩૬ વરસનો અને પત્ની અઢાર વર્ષની યુવાન હતી. તે કોની સાથે ચાલતી હતી તેને ધણીને મારી નાખવાનો ભાવ થઈ ગયો. રાત્રે સૂતો હતો....માથામાં લોખંડનો ઘણ મારીને મારી નાખ્યો. એક રાજાની રાણી એવી હતી કે –રાજા કંઈ બોલે તો કહે-જુઓ રાજન્ ! અમે ક્ષત્રિયાણી છીએ.અમને સ્ત્રી ગણીને તમે અમારું અપમાન કરશો નહીં. ધ્યાન રાખો! અમે અપમાન સહન નહીં કરીએ. બાપુ! આ બધું સમજવા જેવું છે. આ બધી ધૂતારાની ટોળી છે. છોકરાને ધૂતારો કહો છે? ધૂતારાની ટોળીમાં બધું આવે ને!? દીકરા ધૂતારાની ટોળી છે. બરોબર ભણાવ્યો છે, ભણ્યો છે તો હવે રળવું પડશે, ઢીકણું કરવું પડશે! આ સંસારને છંછેડેને ત્યારે ખબર પડે બાપુ! અહીંયા ત્રણલોકનો નાથ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેની પર્યાયો (છે) કહે છે. પર્યાયો નથી એમ નથી. એક બાજુ નથી એમ કહ્યું અને અહીંયા છે. એમ કહ્યું છે. બાપુ! કઈ અપેક્ષાએ એ કહે છે તે જુઓ! તેમના દ્વારા પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” એ પરિણતિ નિર્મળ છે અને તે પરિણતિ જીવની છે. અંદરમાં તેને પરિણમન તો છે. જ્ઞાનની પરિણતિ નિર્મળ થાય તે પરિણમન ત્યાં સદા ચાલુ જ છે. નિર્મળ પરિણમન પોતાના બળથી જ ચાલુ છે.એમ કહીને એમ કહે છે કે કર્મના નિમિત્તો દૂર થાય માટે અહીં નિર્મળ પરિણતિ થાય, શુધ્ધિની વૃધ્ધિરૂપ નિર્જરા થાય-એમ નથી. આ તો અગમ નિગમની વાત છે બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું (તત્ત્વ છે). એકાવતારી ઇન્દ્રો ગલુડિયાંની માફક...પ્રવચન સાંભળેતે વાણી કેવી હોય બાપુ! સૈધર્મ દેવલોકનો ઇન્દ્ર તે અસંખ્ય દેવનો સ્વામી છે. કરોડો અપ્સરાનો પતિ છે. જે મુખ્ય ઇન્દ્રાણી છે તે અને ઇન્દ્ર બન્ને એક ભવતારી છે. ત્યાંથી નીકળી, મનુષ્ય થઈ અને કેવળ પામી મોક્ષે જવાના છે. એ જિનેન્દ્રની સભામાં જ્યારે આવે છે ત્યારે પ્રભુ તો આ કહે છે. ચકલી લાવી ચોખાનો દાણો, ચકલો લાવ્યો મગનો દાણો, તેની બનાવી ખીચડી, તે ખીચડી કુંભારને આપી, કુંભારે ઘડુલો આપ્યો એ બધા ગપે ગપ્પ છે. આ તો ત્રણલોકના નાથની દ્રિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે પ્રભુ! તું કોણ છો? તું એક અને અનેક બને રૂપ છો. વસ્તુ તરીકે, ય તરીકે, ચૈતન્ય રત્નાકર તરીકે એક અને મતિ, શ્રુત આદિ પર્યાયોથી અનેક છે. અહીંયા તો આટલી વાત લેવી છે. અત્યારે આ બે જુદા પાડયા પછી સ્વસંવેદન વ્યકિતને ભિન્ન પાડશે. “યસ્થ કુંભ: સંવેદ્રનવ્યય: સ્વયં ૩છન્તિ ” એ વાત પછી આવશે...એ કઈ અપેક્ષાએ કહ્યું? જયાં જે રીતે છે ત્યાં તે રીતે જાણવું જોઈએ. અહીંયા તો એકરૂપ ભગવાન છે Page #389 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૭૩ તે નિર્મળ પર્યાયપણે... પોતાના બળથી પોતાના સામર્થ્યથી અનેકપણે પરિણમે છે. એમ કહ્યું ને પાઠમાં “પોતાના બળથી પરિણમી રહ્યો છે.” કોઈ કર્મનો અભાવ થાય તો તેને નિર્મળ પરિણતિનું પરિણમન થાય એમ નથી. પોતાના બળથી પોતે પરિણમી રહ્યો છે. પર્યાય સીધી પોતાના બળથી પરિણમી રહી છે. અહીંયા તો નિર્જરા કરનાર ધર્મી-ધર્માત્માની વાત ચાલે છે. તે શુધ્ધ દ્રવ્યને અનુભવે છે. તેથી તેને અંદરની ધારા જે શુધ્ધિની વૃધ્ધિ તે પોતાના બળથી થાય છે. અપવાસ કર્યા માટે તપસા થઈ અને તપસા થઈ માટે નિર્જરા થઈ ગઈ એમ નથી. ભગવાન આત્મા તે ચૈતન્ય ચમત્કારીક પરમાત્મા છે તેનો પર્યાયમાં અદ્ભુત આનંદનો સ્વાદ આવે છે. તેને જે શુધ્ધિની વૃધ્ધિ થાય છે તે પોતાના બળથી થાય છે. ... કેમકે તેણે પુરુષાર્થ ઉપાડયો છે ને !! વિ.સં. ૧૯૭૨ ની સાલમાં મોટી ચર્ચા પુરુષાર્થ સંબંધી થઈ. ગુરુ ભાઈએ કહ્યું કે સર્વશે જે દેખ્યું હશે તેમ થશે. આપણે તેમાં પુરુષાર્થ શું કરીએ? અમારા ગુરુ તો બહુ ભદ્રિક હતા. તેઓ પ્રકૃતિએ બહુ શાંત....શાંત હતા અને આ ગુરુભાઈ જરા અભિમાની ! ગુરુની પણ સમાજમાં છાપ મોટી. “હીરા એટલા હીર બાકી સૂતરના ફાળકા” ત્રણ-ત્રણ હજાર માણસો વ્યાખ્યાનમાં સાંભળવા આવે. તેમને તત્ત્વની દૃષ્ટિ ન હતી. આ (તત્ત્વ) તે દિ' હતું જ કયાં!? ગુરુભાઈ મૂળચંદજીએ એમ કહ્યું કે સર્વજ્ઞ ભગવાને દીઠું છે તેમ થાય, એમાં આપણે પુરુષાર્થ શું કરી શકીએ ? તેમાં આપણો પુરુષાર્થ કાંઈ ચાલે નહીં. એમ અમે બે વખત તો સાંભળ્યું. પછી જસદણ ઉતારામાં ઉતરેલા ત્યાં પણ એ ચર્ચા ચાલી. અમારી દિક્ષા તો હજુ બે વર્ષની પછી કહ્યું તમે વારંવાર એમ કહો છો કે પુરુષાર્થ કાંઈ કરી શકે નહીં, ભગવાને દીઠું હોય તેમ થાય. આવી વાત કયા શાસ્ત્રમાં કરી છે? શ્રી કૃષ્ણના નાના ભાઈ ગજસુકુમાર છે. માતાને કહે છે મારે ભાઈ નથી, મેં તેને લાડ લડાવ્યા નથી તું તેને પુત્ર તરીકે ગણીશ? હું દેવલોકમાંથી ભાઈને લાવું છું. શ્રીકૃષ્ણ જેવા ત્રણખંડના ધણી માતા દેવકીને કહે છે. દેવકી પણ શ્રીકૃષ્ણને કહે છે-છ-છ દિકરા બીજે ઉછર્યા અને તું ભરવાડને ઘેર ઉછર્યો તેથી ભાઈને લાવ્યો હો તો અહીંયા મારી પાસે લાવ! એ ગજસુકુમારને શ્રીકૃષ્ણ પોતે લાવ્યા. શ્રીકૃષ્ણ નાનાભાઈને ખોળામાં બેસાડી અને નેમિનાથ ભગવાનના દર્શન કરવા જાય છે. આ બધી બનેલી વાત છે હોં ! ગજસુકુમાર અર્થાત્ ગજજ નામ હાથીના તાળવા જેવું જેનું શરીર છે. ભગવાનના દર્શન કરવા જતા હતા ત્યાં રસ્તામાં સોનીની દિકરી સોનાના ગરિયેથી રમતી હતી તેને જોઈ. શ્રીકૃષ્ણને એમ થયું કે આના લગ્ન તો ગજસુકુમાર સાથે કરાવવા જેવા છે. એ કન્યાને અંતઃપુરમાં લઈ જાવ. આ બાજુ ગજસુકુમાર ભગવાનના દરબારમાં જાય છે ત્યાં એકદમ ફાટફાટ વૈરાગ્ય થઈ જાય છે એ વાણી કેવી હશે? ભગવાનની વાણી સાંભળે છે ત્યાં પ્યાલો Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ કલશામૃત ભાગ-૪ ફાટી જાય છે. પ્રભુ! હું ગૃહસ્થાશ્રમ છોડીને મુનિપણું અંગીકાર કરવા માંગું છું. શાસ્ત્રમાં ભાષા આવે છે માતા પાસે રજા લેવા જાય છે અને કહે છે માતા હું દિક્ષીત થવા માંગું છું...મારી આનંદની રમતુંને વધારવા માંગું છું. હું વનવાસ જવા માંગું છું. બા ! મને કયાંય આમાં ચતું નથી. ત્યારે માતા રડે છે તો તેને કહે છે કે તારે રડવું હોય તો રડી લે ! પણ હું જે રસ્તે જાવ છું ત્યાંથી ફરીને હવે બીજી માતા નહીં કરું. હવે ફરીને અવતાર નહીં કરું....એવા રસ્તે જાવ છું. માતા રજા આપે છે-ભાઈ ! જા, “તારો રસ્તો અમને હોજો ” એમ તેની માતા કહે છે તું જે માર્ગે જાય છે. તે અમને હજો ! અમે એટલું માગીએ છીએ. સર્વશે દીઠું હશે તેમ થશે ! જગતમાં સર્વજ્ઞ છે કે નહીં? એક સમયમાં ત્રણકાળને જાણનારી પર્યાયની સત્તાની હૈયાતિ જગતમાં છે...એવો જેણે સ્વીકાર કર્યો તેના અનંતભવ હોય નહીં. તેને ભવનો છેદ થઈને જ્ઞાયક ઉપર દૃષ્ટિ જાય. ત્યારે એમ નહોતું કહ્યું કે જ્ઞાયક પર દૃષ્ટિ જાય. ત્યારે તો આ વાત હતી નહીં, પણ એમ કહેલું કે તે જ્ઞાન પર જાય છે. એની દૃષ્ટિ જ્ઞાન પર જાય છે, તે જ્ઞાનમાં પેસી જાય છે. ભગવાનના કેવળજ્ઞાનનો અર્થાત્ એક સમયની સત્તાનો સ્વીકાર છે તેને ભવ હોય નહીં. એ વાત પ્રવચનસાર ૮૦ ગાથામાંથી સંવત ૧૯૮૮ માં મળી. “જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે, પર્યાયપણે એટલે પરમાત્માના કેવળજ્ઞાનને માને અને તેને પોતાના આત્મા સાથે મેળવે તેના મોહનો નાશ થયા વિના રહે જ નહીં. ગજસુકુમાર ભગવાનની પાસે ગયા ત્યાં તો પ્યાલો ફાટી ગયો. પછી દિક્ષા લઈ અને સ્મશાનમાં ધ્યાનસ્થ થઈ ગયા. અરે જુઓ તો ખરા! હું બારમી ભિક્ષુક પડિમા લેવા માંગું છું. આ વાત દિગમ્બરમાં છે પણ બહારમાં પ્રસિધ્ધ નથી. છેલ્લી બારમી પડિમા છે તેમાં પરિષ સહન કરે તો કેવળજ્ઞાન થાય, અને સહન ન કરે તો મગજ ફાટી જાય એવું છે. તે નેમીનાથ ભગવાનને કહે છે પ્રભુ ! આપની આજ્ઞા હોય તો સ્મશાનમાં જઈને એકલો ઊભો રહું. એ ગજસકુમાર સ્મશાનમાં જઈને ધ્યાનમાં ઊભા છે ત્યાં તેનો સસરો...પેલો સોની આવે છેમારી દિકરીને તે રખડાવી છે...એમ ક્રોધમાં આવી માથા ઉપર માટીની પાળ બાંધી તેમાં અગ્નિ મૂકે છે. માથે હળહળ હળ બળે છે અને એકદમ ફડાક દઈને કેવળજ્ઞાન થાય છે. ઉપસર્ગ સહન કર્યો અને અંદરથી ઝળહળ જ્યોતિ કેવળજ્ઞાનની એ જ સમયે પ્રગટ થઈ. એક જ દિવસે દિક્ષા, તે જ દિવસે કેવળ અને તે જ દિવસે મોક્ષ. તેથી મૂળચંદજીને કહેલું-ભગવાને દીઠું હશે એમ થશે તેમાં આપણે પુરુષાર્થ શું કરીએ? એમ રહેવા દે ભાઈ ! ભગવાન અરિહંત પરમાત્મા જેને એક સમયમાં કેવળજ્ઞાન વર્તે છે તે સર્વજ્ઞની સત્તાનો નિર્ણય! ભાષા તો જે છે. તે છે પરંતુ ભાવને સમજે ત્યારે તેને ખબર પડે. કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જાણવામાં આવે છે એમ કહેવું એ વ્યવહાર છે એ પર્યાયનું એટલું સામર્થ્ય છે કે- પર્યાયને જાણતાં લોકાલોક જણાય જાય છે. આવી પર્યાયની સત્તાનો જે સ્વીકાર કરે તેની દૃષ્ટિ જ્ઞાનમાં Page #391 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૭૫ ઘૂસી જાય છે હવે તેને અનંત ભવ હોઈ શકે નહીં. ભગવાને તેના અનંતાભવ જોયા નથી એમ કહ્યું. ચૈતન્ય રત્નાકર જ્યારે ઉછળે છે ત્યારે અનેક પ્રકારની પર્યાય નિર્મળથી નિર્મળ થતી જાય છે. આ નિર્જરા અધિકાર છે ને ! તેથી નિર્મળ પર્યાયો છે એમ સિધ્ધ કરવું છે. ત્રણલોકનો નાથ જે ચૈતન્ય રત્નાકર પ્રભુ છે તેને શરણે જાય છે. જેનો આશ્રય લે છે તેની પર્યાયો નિર્મળથી નિર્મળ....નિર્મળ તરંગો ઊઠે છે. એ નિર્મળ પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ થાય છે તેનું નામ નિર્જરા છે. આ નિર્જરાના ત્રણ પ્રકા૨ કહ્યા છે. એક તો કર્મ ખરે તે નિર્જરા. (૨ ) અશુદ્ધતા ગળે તે નિર્જરા ( ૩ ) શુધ્ધતા વધે તે નિર્જરા. અહીંયા તો અસ્તિથી વાત લેવી છે. શુધ્ધિની વૃધ્ધિ થાય તે નિર્જરા છે. મતિ, શ્રુતજ્ઞાન વધતું જાય છે...નિર્મળ...નિર્મળ.... નિર્મળ... નિર્મળ. સર્વજ્ઞનો માર્ગ બહુ ઝીણો છે! તેમણે પોતાના જ્ઞાનથી જોયેલો, જાણેલો, અનુભવેલો અને કઠેલો માર્ગ અલૈાકિક છે! આ કાંઈ વાર્તાની વાત નથી. જગતને આવી વાત મળવી મુશ્કેલ છે. અહીંયા કહે છે કે- “પોતાના બળથી પરિણમી રહ્યો છે.” ભાષા દેખો ! એ નિર્મળ પરિણતિ–શુધ્ધ અવસ્થા પોતાના બળથી થઈ રહી છે. “કેવો છે અભિન્નરસ:” જુઓ અભિન્ન૨સ કહ્યું ને ? પર્યાયો ભેદરૂપ છે છતાં અભિન્ન થાય છે. પર્યાયો તેનાથી ભિન્ન સત્તા નથી. તે એક જ સત્ત્વ છે. નિર્મળથી નિર્મળ પર્યાયો પ્રગટે છે...તે સત્ત્વની વૃધ્ધિ અર્થાત્ શુધ્ધિની અભેદતા થાય છે... ત્યાં ભેદ પડતો નથી. પર્યાયો અનેક કીધી છતાં ત્યાં અનેકપણાનો ભેદ પડતો નથી. અનેક પર્યાયો પ્રગટે છે તે અભિન્ન૨સને અભિનંદે છે. ભાષા જરી....શાસ્ત્રની છે. બાપુ ! આ તો વીતરાગનો માર્ગ છે. અનંતકાળમાં કયારેય અપનાવ્યું નથી. (નિર્મળથી નિર્મળ પર્યાયમાં ) એવો ને એવો અંદર શુધ્ધ-શુધ્ધ રસ પ્રગટે છે. અહીંયા અત્યારે પર્યાય પ્રગટે છે તેટલી વાત છે. સંવેદન વ્યકિતઓ પ્રગટે છે તે પણ તેનો ભાગ છે. ૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં સંસ્કૃતમાં છે. (અનેહી ભવન્-મતિશ્રુતાવિ જ્ઞાનેન मतिज्ञानी श्रुतज्ञानी ] मतिज्ञान और श्रुतज्ञानसे मतिज्ञानी और श्रुतज्ञानी रूपसे अनेक होता हुआ [ पक्षे पूर्वापरादिभागेन पूर्वसमुद्रः पश्चिम समुद्रः इत्यादि रुपे णाने कर्ता भजन् ] समुद्र के पक्षमें पूर्व अपर आदि भाग से पूर्वसमुद्र पश्चिम समुद्र इत्यादि रुपसे अनेकता को धारण करता हुआ ) " તેમ ભગવાન આત્મા એકરૂપ અતીન્દ્રિય આનંદમય છે. નિર્મળ પર્યાય પ્રગટી તે તેનો એક ભાગ છે. ટીકામાં પ્રથમ પર્યાયો કહી પછી તેને સ્વસંવેદન વ્યકિતઓ કહી, અંતરમાં આનંદની વૃધ્ધિની પ્રગટતાઓ છે તે દરિયાનો એટલે આત્માનો એક ભાગ છે. દયા, દાન, વ્રતના પરિણામ તે કોઈ આત્માનો ભાગ નથી. અહીંયા એમ કહેવું છે કે નિર્મળ પર્યાય પ્રગટી તે ભિન્ન સત્તા નથી, એક જ સત્ત્વ છે. અનેક પર્યાયો કહી.. ત્યાં પણ સત્ત્વ તો એકપણું સિધ્ધ કરે છે અર્થાત્ અભિન્નપણું સિધ્ધ કરે છે. અનેકપણામાં ત્યાં ભેદ સિધ્ધ થતો નથી. આવી ભાષા અને આ ભાવ ! આવું કદી ત્યાં સાંભળ્યુંય ન હોય. બાપુ ! આ તો ભગવાનનો માર્ગ છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ કલશામૃત ભાગ-૪ એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન છે તે અભિન્નરસ છે. ભગવાન છે તેનો અર્થ ‘ભગ’ એટલે જ્ઞાન અને વાન એટલે લક્ષ્મી થાય છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં આ રીતે અર્થ કર્યો છે.” (भगं श्री ज्ञानमहात्म्य प्रताप कीर्तिषु इत्यनेकार्थ :] अनेकार्थ कोश में भग' शब्दका श्री लक्ष्मी, ज्ञान माहात्म्य प्रभाव वीर्य शक्ति प्रयत्न और कीर्ति अर्थमें प्रयोग किया जाता है अतएव यहाँ आत्मामें भग शब्द ज्ञान अर्थमें तथा समुद्रमें लक्ष्मी अर्थमें प्रयुक्त દુઆ હૈ” ભગ’ શબ્દ શ્રી થાય. લક્ષ્મી થાય. પ્રકાશ થાય; કીર્તિ થાય; માહાભ્ય થાય. અહીંયા ‘ભગએટલે જ્ઞાન લક્ષ્મી લેવું છે. “ભગ' અર્થાત્ જ્ઞાનરૂપી લક્ષ્મી વાન છે. એ તો ભગવાન આત્મા તો જ્ઞાન લક્ષ્મીવાન છે. એ આ ધૂળની લક્ષ્મીવાળો નથી. ટીકામાં ભગવાનનો અર્થ કર્યો છે. (ભગવાન) જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે. જોયું? ભગનો અર્થ આટલો કર્યો. ‘ભગ’ એટલે લક્ષ્મી- ગુણો અને વાન એટલે તે સ્વરૂપે છે. આહાહા! ભાઈ ! તેની એક સમયની પર્યાય પાછળ પ્રભુ છે તેની સામે તેણે નજર કરી નથી. તેની રમતું અનાદિથી પર્યાયમાં છે. તે પર્યાયબુધ્ધિ- મિથ્થાબુધ્ધિ છે. છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપાયો પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો” નવમી રૈવેયકમાં અનંતવાર ગયો. એ પંચમહાવ્રતાદિ શુભભાવ દુઃખરૂપ આસવ છે. જડ લક્ષ્મી એ તો પ્રકૃતિનો જડ સ્વભાવ છે. અહીંયા અત્યારે સ્વભાવની અપેક્ષાએ વાત ચાલે છે ને! બપોરે વિષય ચાલે છે તેમાં એમ કહેશે કે પુષ્ય ને પાપ તે આત્મા છે. કથનો અનેક પ્રકારના હોય. બાપુ! આ તો જ્ઞાનની વિચિક્ષણતા તેમજ વિશાળતા છે આ અપેક્ષાએ આમ...આ અપેક્ષાએ આમ એ જ્ઞાનની વિશાળતા છે. વળી કેવો છે ભગવાન? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે.” ભગવાનની આટલી વ્યાખ્યા કરી. “વળી કેવો છે : પિઝનેવીમવન” સત્તા સ્વરૂપે એક છે તથાપિ અંશભેદ કરતાં અનેક છે.” મતિ,શ્રુત, અવધિ, નિર્મળ પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ એવા અંશભેદ કરતાં અનેક છે. રાગ અને પુણ્યથી, સંયોગથી અનેક છે તે વાત અહીં નથી લેવી. આહાહા ! એ ભગવાન આનંદ સ્વરૂપ ચૈતન્ય રત્નાકર છે તેના લક્ષે અંદર પર્યાયમાં અનેકપણું થવું એવું પરિણમન તે અભિન્નરસ છે. તે ત્રિકાળી સ્વરૂપનો , ત્રિકાળી સ્વભાવનો એક ભાગ છે. તેને ભાગે આનંદનો અનુભવ આવ્યો છે. એ આનંદનો અનુભવ તે દ્રવ્યનો એક ભાગ છે. દ્રવ્યમાં અનંત આનંદ છે. અંશભેદ કરતાં તે અનેક છે. વળી કેવો છે? “પદ્ધતનિધિ:” અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહીં એવા સુખનું નિધાન છે.” ભગવાન તો અનંત આનંદની ખાણ છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૭૭ અરેરે....તે આત્માની વાતું સિવાયની બીજી વાતું કરી કરીને મરી ગયો. દયા પાળી, દાન કર્યા, વ્રત પાળ્યા, તપ કર્યા, ભક્તિ કરી એ બધી ધૂળ કરી. આહાહા! આ તો અદ્ભૂત નિધિ ભગવાન આત્મા છે. અનંતકાળથી પામ્યો નથી. એવા સુખનું નિધાન છે. વળી કેવો છે? ચર્ચા રૂમાં સંવેન વ્યવેતય સ્વયં ઋત્તિ” પરમ અધ્યાત્મ તરંગિણીમાં અંશને ભાગ તરીકે લીધો છે. દરિયો આખો છે પણ તેમાં પશ્ચિમનો ભાગ ઉત્તરનો ભાગ તે દરિયાનો જ ભાગ છે. તેમ પ્રભુ તો અનંત આનંદનો નાથ છે,તેની પર્યાયમાં ભાગ પાડવો, તેના આનંદનો, શુધ્ધિનો ભાગ એ વસ્તુનો જ ભાગ છે. ભાઈ ! તેને થોડો અભ્યાસ જોઈએ. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાદિનો અજાણ્યો માર્ગ છે તેને જાણપણામાં લેવો..... તેમાં અપૂર્વ પ્રયત્ન છે તેણે કદી કર્યું નથી તેથી તેને આકરું લાગે છે. તેને આ દયા દાન ને વ્રત પાળવા તે સહેલા લાગે છે. અહીં કહે છે- “યસ્થ પુન: સંવેવન વ્યય” જે દ્રવ્યને પ્રત્યક્ષપણે વિધમાન સંવેદન અર્થાત્ જ્ઞાન” જોયું? પ્રત્યક્ષપણે વિધમાન સંવેદનશાન અર્થાત્ તેની વ્યકિત ઉપર પાઠમાં જે પર્યાય કહી હતી તેને અહીં સંવેદન વ્યકિતઓ કહી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ છે. અંશીનો અંશ ભેદ છે. ત્રિકાળી આનંદનો નાથ તેનો આ મતિ આદિ અંશભેદ છે. પર્યાયને અંશ કહ્યું ને ભાઈ ! પ્રવચનસારમાં પર્યાયને અંશ કહ્યું છે. ભગવાન અંશી એટલે પૂર્ણ આનંદનો સાગર છે. તેના અનુભવના વેદનનો ભાગ તે તેનો અંશ છે, તે પામરતાનો અંશ નથી. સમજાણું કાંઈ? ભાઈ ! આ તો સંતોના રામબાણ શબ્દો છે. આ કાંઈ કથા વાર્તા નથી. એમાંએ દિગમ્બર સંતો એ કેવળજ્ઞાનના કેડાયો છે. તેમણે (પંચમકાળે) કેવળજ્ઞાનને ખડું કરીને ઊભું રાખ્યું છે. પ્રભુ તું ચૈતન્ય રત્નાકરથી ભરેલો પ્રભુ છો ને! એનો જે અંશ પ્રગટયો છે એ તારો જ અંશ છે. શુધ્ધિની વૃધ્ધિ એવી જે નિર્જરા થાય તે ત્રિકાળીનો અંશ છે. જેમ દરિયાનો પશ્ચિમ ભાગ કહેવાથી ઉત્તરનો ભાગ તેનો છે તેમ આ ભિન્ન ભિન્ન આનંદની શુધ્ધિની વૃધ્ધિ થાય છે નિર્જરામાં તે વસ્તુનો ભાગ છે. પૂર્ણાનંદનો નાથ જે છે તેનો જ તે અંશ છે તેનો જ એ ભાગ છે. પ્રવચન નં. ૧૪૬ તા. ૧૧/૧૧/'૭૭ ચૈતન્ય રત્નાકર એટલે? “ચૈતન્ય” એટલે જીવ-દ્રવ્ય. “રત્નાકર' એટલે સમુદ્ર. આ એટલે પ્રત્યક્ષ, ભગવાન આત્મા ચૈતન્ય દ્રવ્ય છે. રત્નાકર અર્થાત્ સમુદ્રની પેઠે છે. જેમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં તળિયે રેતી નથી, ત્યાં એકલા મણિ રત્નો છે. તેમ ભગવાન આત્માના તળિયામાં અનંત ચૈતન્ય મણિ રત્નો ભર્યા છે. તેને ક્ષેત્રની મોટપની જરૂરત નથી. આકાશ નામનો પદાર્થ છે તેનો સત્તા નામનો ગુણ અનંત પ્રદેશ વ્યાપક છે તેની સત્તા અને એક પરમાણુમાં જે સત્તાગુણ છે તે બન્નેની સત્તા સરખી છે. ક્ષેત્ર મોટું એટલે સત્તા મોટી Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ કલશામૃત ભાગ-૪ છે એમ નથી. તેનું અસ્તિત્વ જે છે, એટલામાં છે, તેટલામાં જ એ મોટું છે. તેમ આ ભગવાન આત્મા જેટલા અસ્તિત્વમાં, મોજુદગીમાં છે તેટલામાં તે પૂર્ણ વસ્તુ છે. એ ચૈતન્ય રત્નાકર છે. આહાહા! ચૈતન્ય રત્ન એટલે? જ્ઞાનરત્ન, દર્શનરત્ન, આનંદરત્ન, જે સુડતાલીસ શક્તિઓ કહી તે બધા રતન છે. એક-એક રતનમાં પણ બીજા અનંતા રતનનું રૂપ છે. એવો જે ભગવાન ચૈતન્ય રત્નાકર ! ભગવાન આત્મા તે સ્વવસ્તુ છે. તેને અહીં શુધ્ધ જીવદ્રવ્ય કહ્યું, રત્નાકરનો અર્થ મહાસમુદ્ર કર્યો. ભાવાર્થ આમ છે કે - જીવદ્રવ્ય સમુદ્રની ઉપમા દઈને કહેવામાં આવ્યું છે, ત્યાં એટલું કહેતાં દ્રવ્યાર્થિકનયથી એક છે,પર્યાયાર્થિકનયથી અનેક છે.” વસ્તુ તરીકે દેખતાં તો દ્રવ્ય એક જ સ્વરૂપે છે. પણ તેજ વસ્તુ પર્યાયાર્થિકનયથી અનેકરૂપ છે. તે પર્યાયોથી - અવસ્થાઓથી અનેકરૂપ છે. સમયસાર અગિયાર ગાથામાં પર્યાય નથી, પર્યાય જૂઠી છે, અભૂતાર્થ છે એમ જે કહ્યું હતું તે તો ત્યાં પર્યાયને ગૌણ કરીને કહ્યું હતું. અહીંયા કહે છે કે – પર્યાયો વિધમાન છતી છે. કઈ પર્યાયો? નિર્મળ પર્યાયો? ચૈતન્ય રત્નાકર છે તે એકરૂપ વસ્તુ છે. પર્યાયથી જુઓ તો અનેક પર્યાયોથી તે અનેકરૂપ છે. જેમ સમુદ્ર એક છે, તેને તરંગાવલિથી એટલે ઉછાળા મારતા તરંગોના પ્રવાહથી-શ્રેણીથી અનેક છે. “સરુતિelfમ:” સમુદ્રના પક્ષ તરંગાવલિ, જીવના પક્ષે એક જ્ઞાનગુણના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ અનેક ભેદ, તેમના દ્વારા (વાતિ) પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” જ્ઞાનગુણના પાંચ ભેદ મતિજ્ઞાન આદિ જે પર્યાયો, અતીન્દ્રિય આનંદ આદિની જે પર્યાયો, વીર્યની રચના આદિ અનંતગુણની પર્યાય જે વર્તમાન થાય છે તે પોતાના બળથી થાય છે. કર્માદિનો અભાવ થયો માટે ત્યાં અનંતજ્ઞાન, અનંત આનંદની ધારા આવી એમ નથી. તે પોતાના સ્વયંના પુરુષાર્થથી થઈ છે. કેમ કે – વીર્ય નામનો જે ગુણ છે તેનું કાર્યઅનંત નિર્મળ પર્યાયની રચના કરવી તે તેનું કાર્ય છે. વિકારની રચના કરવી એ વસ્તુની વાત અત્યારે અહીંયા નથી. ભાષા તો જેમ છે તેમ છે. જેમ દ્રવ્ય શુધ્ધ છે... તેમ તેના પરિણામ શુધ્ધ લેવા છે. વસ્તુ આવી આકરી છે. વસ્તુ જેમાં જણાય છે....એ ચૈતન્ય સત્તાવાળી વસ્તુ છે. જેમાં જણાય છે.....એમાં પર જણાય છે એ નહીં. ચૈતન્ય સત્તા હોવાપણે છે તેમાં આ (રાગાદિ પર) જણાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. જે જાણનારો છે તેને અર્થાત્ તે સંબંધીના જ્ઞાનને જાણે છે. જાણનારો પોતાને જાણે છે. સમજાણું કાંઈ ? આવી ચૈતન્ય સત્તા સમુદ્ર એકરૂપ હોવા છતાં...તરંગાવલિથી અનેકરૂપ છે. તરંગની આવલીનો પ્રવાહ છે. તેમ ભગવાન આત્મા વસ્તુએ એક છે પણ અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન આદિની પર્યાયો – તરંગાવલિથી અનેક છે એટલું સિધ્ધ કરવું છે. પછી બીજી વાત સિધ્ધ કરશે. Page #395 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૭૯ “તેમના દ્વારા પોતાના બળથી અનાદિ કાળથી પરિણમી રહ્યો છે.” ભાષા આ રીતે છે. અહીંયા અશુદ્ધપણે પરિણમે છે એ વાત ગૌણ કરી છે. અહીં તો અનાદિથી તેનો સ્વભાવ જ એવો છે કે તે શુધ્ધ છે. (શુધ્ધના લક્ષે) તેનું પરિણમન શુધ્ધ થાય છે એ પોતાના બળથી થાય છે. એ પોતાના પુરુષાર્થથી – વીર્યથી અનંતગુણની નિર્મળ પર્યાયનો રચનારો છે. નિર્મળ પર્યાય એ વીર્યગુણનું કાર્ય છે. ૪૭ શક્તિમાં વીર્યગુણ છે. તેની વ્યાખ્યામાં આવે છે કે – સ્વરૂપની નિર્મળ રચના કરવી. રાગની રચના અને પરની રચના એ વાત અહીં નથી. પરની રચના તો તે કરી શક્તો નથી. દયા-દાન, કામ-ક્રોધની રચના, આત્મબળ નામ શક્તિ કરી શકતી નથી. જેટલા પુણ્ય અને પાપભાવની રચના થાય તે સ્વવીર્ય નહીં, એતો નપુંસકતા છે. સ્વવીર્ય તો સ્વરૂપની નિર્મળ રચના કરે એવો જ તેનો ગુણ છે. એકરૂપ રહીને અનેકરૂપ થવું તેવો તેનો સ્વભાવ છે. કેવો છે? “મિન્નર:” જેટલા પર્યાયો છે તેમનાથી ભિન્ન સત્તા નથી. એક જ સત્ત્વ છે.” પર્યાય-પર્યાય એમ મતિ, શ્રત અવધિ, મન:પર્યય આદિના ભેદ પાડો તો તે ભેદ છે. તે ભેદની પુષ્ટિ નથી કરતા, એ ભેદ અભેદને અભિનંદે છે. સમયસાર ૨૦૪ ગાથાની ટીકામાં છે, તેનો જ આ શ્લોક છે. આહાહા! સાધકને જે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય પ્રગટ થયાં તે તો એક પરને જાણવાની સંપદા છે. કૈવલ્ય એ સંપદાને પ્રગટ કરતો પોતાના બળથી અનેકરૂપ થાય છે. તે અનેકરૂપ હોવા છતાં એકરૂપમાં ફેરફાર વધઘટ થતી નથી. પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ અનેક થવા છતાં તે વસ્તુ એ તો ત્રિકાળી એકરૂપ જ રહે છે...તે એક વાત. હવે બીજી વાત એ કે તેને પર્યાયમાં જે પરિપૂર્ણતા પ્રગટ થાય...તેનું જેટલું સામર્થ્ય પહેલે સમયે છે....તેટલું જ સામર્થ્ય બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે એ બધાનો સરવાળો કરીને એ પર્યાયનું સામર્થ્ય પૂર્ણ થાય છે એમ નથી. દ્રવ્ય જેમ એકરૂપ સામર્થ્યવાનું છે તેમ પૂર્ણ પર્યાય પણ પૂર્ણ સામર્થ્યવાળી છે. વીતરાગ ભાવ જેમ એકરૂપે છે તેમ કેવળજ્ઞાન પર્યાય વીતરાગરૂપે છે ને!? એ વીતરાગ ભાવનો પહેલે સમયે જે પર્યાય થયો, બીજે સમયે તેવો તેમ સાદિ અનંતકાળની પર્યાયો એ બધાનો સરવાળો થઈને અવિભાગ પ્રતિચ્છેદ અનંતગુણા થયા એમ નથી. આ તે કાંઈ વાત છે. !! વસ્તુમાંથી અનંત કેવળજ્ઞાન પ્રગટે તો પણ વસ્તુ એકસરખી રહે છે. પર્યાયોમાં, અનેક પર્યાય થાય છતાં પર્યાયો (વધઘટ વિનાની) એક જ સરખી થાય છે. ઘણી પર્યાયોનો સમુદાય થાય તો પર્યાયના (સામર્થ્યની) તાકાત વધે છે એમ નથી. અહીં પાઠમાં “તરંગાવલિ' એવો શબ્દ વાપર્યો છે. “વ: પિ મને વમવન” સત્તા સ્વરૂપે એક છે, તથાપિ અંશ - ભેદ કરતાં અનેક છે. પર્યાય કહો કે – અંશ કહો એક જ વાત છે. વળી કેવો છે? “અદ્વૈતનિધિ:” અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભમતા જેવું સુખ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮) કલશામૃત ભાગ-૪ કયાંય પામ્યો નહીં. એવા સુખનું નિધાન છે” ચારેય ગતિઓમાં ભમવા છતાં કયાંય શાંતિ ન હતી. કેમકે – ચાર ગતિમાં કયાંય સુખ નથી. સ્વર્ગમાં કે શેઠાઈમાં ક્યાંય સુખ નથી. એવું સુખ કયાંય પામ્યો નહીં એવા સુખનું નિધાન છે. અદભૂત નિધિ” ની વ્યાખ્યા કરી-અનંત કાળથી ચાર ગતિમાં રખડતાં તે અબજોપતિ મનુષ્ય થયો, મોટો ઇન્દ્ર થયો, નવમી રૈવેયકનો અર્મઇન્દ્ર થયો..... પણ ત્યાં કયાંય સુખ નથી. એવો – અદ્ભૂત નિધિ, સુખની આશ્ચર્યકારી ખાણ તે આત્મા છે એમ કહે છે. આહાહા ! પોતાના જ્ઞાન પર્યાયમાં પર વસ્તુની અનેકતા જણાતાં...તેની કયાંય વિશેષતા લાગી જાય તો તેનો અર્થ એ થયો કે – તેમાં સુખ છે. પોતાની જે વિશેષતા છે અખંડ અતીન્દ્રિયમયી તે તેને ભાસી નહીં. તેનું વીર્ય પોતાના સિવાય કયાંય પણ –શરીર, મન, વચન, વાણી, લક્ષ્મી-પૈસા, આબરૂ, મકાન આદિ તેમાં કાંઈક આશ્ચર્યકારી છે – ઠીક છે એવું વીર્ય તેમાં ઉલ્લસિત થતાં તેને પરમાં સુખની બુધ્ધિ થઈ. કહે છે – એમાં તેને કયાંય સુખ ન હતું. આવી સ્થિતિ અનંતવાર ભજી. પરમાં વિસ્મયતા, અભૂતતા ભાસી કે – શરીર સુંદર હોય તો ઠીક, પૈસા ઠીક હોય, મકાન ઠીક હોય, પત્ની ઠીક હોય ...વગેરે અંદરમાં પોતાના સિવાય પરની વિશેષતા લાગી. શ્રી સમયસાર ગાથા – ૩૧ માં કહ્યું છે કે –“TIીવાઘિય મુઃિ માતં” આ આત્મા પરથી અધિક નામ જુદો છે. તેમ અધિક'- જુદો ભાસવો જોઈએ તેને ઠેકાણે બીજી જગતની ચીજમાં, પછી તે પૈસા હો, શરીરની સુંદર આકૃતિ આદિમાં વિશેષતા ભાસે છે તેને આત્માથી જુદાપણામાં અધિકપણું ભાસ્યું છે. અહીં કહે છે – એ સુખનું નિધાન છે. બહારમાં કયાંય સુખ નથી. સુખ નથી એટલે? વીર્યનું ઉલ્લસિતપણું આવે એવી ચીજ કયાંય નથી. વીર્યનું ઉલ્લસિતપણું આવે તેવું અદ્ભુત સુખ આત્મામાં છે. સમજાણું કાંઈ? “વળી કેવો છે?” “યસ્થ : સંવેન વ્યવ: સ્વયં ૩ઋત્તિ જે દ્રવ્યને (સુHT:) પ્રત્યક્ષપણે વિધમાન સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની વ્યક્તિઓ અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ,” આગળ એ વાત કહી કે – પર્યાયો અનેક છે. હવે અહીંયા ભાગ જરા બીજો પાડવો છે. (રૂમી:) એમ છે ને!? આનંદની પર્યાય, અનંતગુણની પર્યાય ઇત્યાદિ અનેક પર્યાયો અંશ ભેદ છે. પરમ અધ્યાત્મ તરંગિણી – શુભચંદ્ર આચાર્યની ટીકામાં એમ કહ્યું છે કે – સમુદ્ર આખો એક છે. હવે એ સમુદ્રને ઉત્તરનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, દક્ષિણનો સમુદ્ર, એવા ભાગ પાડીને કહે તો પણ એ સમુદ્રનો અંશ – ભાગ છે. તેમ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છે, તેમાં આ આનંદની પર્યાય, જ્ઞાનની પર્યાય, સુખની પર્યાય એવા ભાગ પાડીને કહેવું એ અંશભેદ છે......એ વસ્તુનો એક ભાગ છે. સમ્યકદર્શન-જ્ઞાન - આનંદની જે નિર્મળ પર્યાય પ્રગટી તે Page #397 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૮૧ આત્માનો ભાગ છે. અનંતગુણની પર્યાય એક સમયમાં પ્રગટે છે તે આત્માનો એક ભાગ છે. ઉપરમાં પર્યાયને અનેક તરીકે કહી હતી. હવે અહીંયા કહે છે કે – પર્યાય તે વસ્તુનો એક ભાગ છે. જેમ સમુદ્રને પૂર્વનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર એમ કહેવાય કેમ કે એ સમુદ્રનો એક ભાગ છે. ઉપર તરંગાવલિથી અનેક સિધ્ધ કર્યું. અહીં પર્યાયને ભાગ કહ્યો. પશ્ચિમનો સમુદ્ર, પૂર્વનો સમુદ્ર એ સમુદ્રનો ભાગ છે. (૧) દ્રવ્ય એકરૂપ હોવા છતાં, પર્યાયોની અનેકતા તેનું સ્વરૂપ છે. (૨) વસ્તુ જે ભગવાન પૂર્ણ છે તેમાંથી અનંત નિર્મળ પર્યાયો પ્રગટી તે વસ્તુનો ભાગલો છે. બાળકો કહે છે ને ! મારો ભાગ આપો ! એમ અહીંયા પર્યાયને ભાગ કહે છે. આહાહા ! પ્રભુ તું! આનંદનો નાથ ચૈતન્ય સાગર છે ને! અહીં તેને ચૈતન્ય રત્નાકરથી તો બોલાવ્યો છે. કેમકે એ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામને પણ રત્નત્રય કહ્યાં છે. સમ્યકદર્શન-શાન ચારિત્રની જે અપૂર્ણ નિર્મળ પર્યાય તે દ્રવ્યને આશ્રયે-અવલંબને પ્રગટેલી વ્યક્તતા છે તેને રત્નત્રય કહ્યાં છે. એ રત્નત્રયનું ફળ મોટું છે, પૂર્ણ કેવળજ્ઞાન છે. એવા એવા અનંતા કેવળજ્ઞાનના રત્નો દ્રવ્યમાં પડ્યા છે તેથી તે તો મહારત્ન છે. ત્રણે પર્યાયને રતન ઠરાવ્યાં છે. ચૈતન્ય રત્નાકર તો શુધ્ધ છે ને! અંતરમાં ભગવાન ચૈતન્ય રત્નાકર છે તેની સન્મુખ થઈને, તેનું જ્ઞાન, તેની પ્રતીતિ થઈને. પ્રતીતિ એટલે ? જ્ઞાનની પર્યાયમાં જેવડું શેય છે તેવડું જ્ઞાન થઈને તેમાં તેની પ્રતીતિ થવી, તે સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રનો અંશ થવો. તે ત્રણેયને રત્નત્રય કહ્યાં. એ રત્નત્રયના ફળ તરીકે અનંત...અનંત કેવળજ્ઞાન આવે એ તો મહારત્નત્રય છે. મહારત્નત્રયની સાથે અનંતા ગુણ આવ્યા અને એવી એવી અનંતી પર્યાયો (ગુણમાં) પડી છે તેવું દ્રવ્ય એ તો મહા ચૈતન્ય રત્નાકર છે. નિધિ છે નિધાન છે તેથી તેને અહીંયા “ચૈતન્ય' રત્નાકર સંબોધન કર્યું છે. આત્મામાં અનંતા રત્નો પડ્યાં પાથર્યા છે. એક પછી એક એમ ( ઉપર-નીચે) નહીં. એક સાથે આખું દળ (પથરાયેલું ) છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય જેટલી શક્તિઓ છે તેટલી અનંત અને તે તે શક્તિઓનું અનંતરૂપ તેવું આખું દળ એક સાથે પડ્યું છે. ભગવાન આત્મા આખો દળ છે. પહેલાં દળના લાડવા બનાવતા હતા. દિવાળી ઉપર કરતાં, હવે બધું સુધરી ગયું. હવે ઘુઘરાને ફાફળા થઈ ગયા. ઘઉંના (ચુરમાના ) દળના લાડવા કરતા. એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી પાય તેને મેસુબ કહેવાય. ઘઉંનો એક શેર લોટ સાકર નાખીને ચારશેર ઘી પાયને કરે તેને સક્કરપારા કહેવાય. અહીં તો કહે છે...અંદર મીઠો મહાસાગર છે. આહાહા ! અંદર મહેરામણ ડોલે છે. પેલી કથામાં આવે છે ને “મહેરામણ માઝા ના મૂકે, ચેલૈયો સત્ ના ચૂકે” એક બાવો દરબારમાં આવે છે અને તે માંસની માંગણી કરે છે. માંસ લાવવું કયાંથી? તમારો દિકરો આવે છે તેને Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ કલશામૃત ભાગ-૪ ખાંડીને માંસ લાવો! તેમ બાવો કહે છે. આ બાજુ ચેલૈયાને ખબર પડી કે – પિતાજી આવી રીતે કરવા માગે છે. કોઈએ કહ્યું- ચેલૈયા તું ઘરે ન જતો ! ત્યારે ચેલૈયો કહે છે- “મહેરામણ માઝા ના મૂકે ચેલૈયો સત ના ચૂકે” મહેરામણ કોઈ દિ માઝા ન મૂકે – દરિયામાંથી પાણી દૂર ન જાય તેમ મારું ગમે તે થશે – ચેલૈયો સત્ ન ચૂકે. તેમ અહીંયા ચેલૈયો નામ પર્યાય પ્રજા છે તે ચેલો છે...અને વસ્તુ ત્રિકાળી તે ગુરુ છે. પ્રજા છે તે સત્ ન ચૂકે એટલે? તેની જે મર્યાદા છે તેમાં રહે..... અર્થાત્ આનંદની ધારામાં વહે. ભગવાન આત્માના અનુભવમાં તેને અતીન્દ્રિય આનંદની ધારાના ધોરીયા વહે છે...તે મર્યાદાને ન છોડે. આ અધિકાર નિર્જરાનો છે ને!? નિર્જરાનો અધિકાર એટલે શુધ્ધિની વૃધ્ધિ ચાલે છે. (તે કહેવું છે.) નિર્જરાના ત્રણ પ્રકાર કહ્યા હતા. (૧) કર્મનું ખરવું તે નિર્જરા. (૨) અશુદ્ધતાનું ગળવું તે નિર્જરા. (૩) શુધ્ધિની વૃધ્ધિ થવી તે નિર્જરા, આ અસ્તિપણે કહ્યું. અહીંયા એ શુધ્ધિની વૃધ્ધિરૂપ ધારાની વાત ચાલે છે. કળશમાં (છાછી:) એ શબ્દ પહેલા છે ને!? અંદરમાંથી નિર્મળધારા- નિર્મળધારા હાલી જાય છે. આહાહા ! કહે છે – (નિર્મળતાના) ધોરિયા વહે છે. અહીંયા કહે છે-સંવેદન વ્યક્તિઓ સ્વયં ઊછળે છે. આ સંવેદન વ્યક્તિને ઉપર પાઠમાં તરંગાવલિની પર્યાયોને અનેકતા કહ્યું હતું તેને અહીં સંવેદન વ્યક્તિ કહી. જે વસ્તુ છે. તેનો એ નિર્મળ અંશ છે. એ આનંદનો અંશ, શુધ્ધિની વૃધ્ધિનો અંશ તેને સંવેદન વ્યક્તિ એટલે તે વસ્તુનો એક ભાગ છે. એ વસ્તુએ ભાગ આપ્યો. સમજાણું કાઈ ? પરમ અધ્યાત્મ તરંગિણીમાં કહ્યું છે કે – ઉત્તરનો સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર,તેને જેમ ભાગ કહેવાય છે તેમ આ અતીન્દ્રિય આનંદની અનંતી પર્યાય તે વસ્તુનો એક ભાગ છે. રાગનો, પરનો અહીં (વસ્તુ સાથે ) કાંઈ સંબંધ નથી. એ “સંવેદન વ્યક્તિઓ એમ કહ્યુંને! વ્યક્તિની પ્રગટતા છે. જે દ્રવ્યને પ્રત્યપણે અનુભવે છે. સંવેદન અર્થાત્ જ્ઞાન, તેની વ્યક્તિઓ” અર્થાત્ પ્રગટતાઓ. “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, ઇત્યાદિ અનેક પર્યાયરૂપ અંશભેદ” જુઓ! અંશભેદ કહ્યું. ત્રણલોકનો નાથ ચૈતન્ય રત્નાકર જેને ખજાને અનંતનિધાન પડયા છે. જેના સ્વભાવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય, અનંતઈશ્વરતા પડી છે. તે કદી પરનું કે રાગાદિનું કારણ કે કાર્ય ન થાય તેવી અંદર સમુદ્રમાં અકારણ કાર્ય નામની શક્તિ પડી છે. આહાહા! રાગનું કારણેય ન થવું અને રાગાદિનું કાર્યય ન થવું એટલે કે વ્યવહાર નામ રાગ છે. એટલે –અહીંયા સંવેદન વ્યક્તિ પ્રગટે છે એમ નથી. એ શક્તિની સંવેદનરૂપ Page #399 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૮૩ પ્રગટ દશા તે રાગને ઉત્પન્ન કરે છે એમ નથી. સમજાણું કાંઈ? (સંવેત વ્યય:) એમ શબ્દ પડયો છે. પર્યાય તરીકે તેને “પ્રગટ” શબ્દ વાપર્યો છે. પર્યાય પ્રગટ છે તે અપેક્ષાએ દ્રવ્યને અપ્રગટ કહીએ. દ્રવ્યને (૪૯-ગાથામાં) અવ્યક્ત કહ્યું છે ને !? દ્રવ્યને અવ્યક્ત કહ્યું છતાં તે પોતાની અપેક્ષાએ તો વ્યક્ત-પ્રગટ જ છે. ચૈતન્ય રત્નાકર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ વિધમાન જ બિરાજે છે. એ મોટુ સિંહાસન છે ત્યાં બેસણાં કરને!! તને આનંદ આવશે! તને શાંતિ આવશે! એ પ્રગટેલો ભાગ એ (ત્રિકાળી) વસ્તુ છે. તેનો એ ભાગ છે. આ રાગાદિ થાય તે કાંઈ વસ્તુનો ભાગ નથી. કેમકે વસ્તુમાં અનંત શક્તિઓ છે. આકાશના પ્રદેશ કરતાં પણ અનંતગુણી શક્તિઓ છે. પણ એવી કોઈ શક્તિ નથી કે તે વિકારને કરે. એ તો ભ્રમણાથી વિકારને ઉત્પન્ન કરે છે. એ બપોરે પ્રવચનમાં આવ્યું હતું કે તે ભ્રમણાથી શુભાશુભ ભાવને-વિકારને ઉત્પન્ન કરે છે. જેને દ્રવ્યબુધ્ધિ થઈ નથી તે પર્યાયબુધ્ધિથી ભ્રમણાથી રાગને ઉત્પન્ન કરે છે. દ્રવ્યબુધ્ધિવાળાને તો સંવેદન આનંદાદિની પર્યાયો વ્યક્ત-પ્રગટ થાય છે. નિર્જરા અધિકાર છે ને ! તેથી શુધ્ધિની વૃધ્ધિ કહેવી છે ને!! (૧) સંવર તે શુધ્ધિ છે. (૨) નિર્જરા તે શુધ્ધિની વૃધ્ધિ છે. (૩) મોક્ષ તે શુધ્ધિની પૂર્ણતા છે. આહાહા ! સંવેદન વ્યક્તિઓ નિર્જરાના પ્રકારને બતાવે છે. અંદરમાં શુધ્ધિની વૃધ્ધિ થાય છે. ચૈતન્ય આનંદના હિલોળે ચઢે છે. પૂર્ણાનંદનો નાથ પૂર્ણ શિખર ભર્યો છે. તેનો જ્યારે સત્કાર, આદર થાય છે. ત્યારે પર્યાયમાં આનંદ હિલોળે ચડે છે એમ કહે છે. સત્કાર કહો, આશ્રય કહો, સ્વીકાર કહો! આહાહા! પૂર્ણાનંદના નાથનો જ્યાં સ્વીકાર થાય છે, ત્યારે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની સંવેદન વ્યક્તિઓ ઊછળે છે એમ કહે છે. આ નિર્જરાની વ્યાખ્યા ચાલે છે ભાઈ ! પેલા લોકો કહે છે ને કે-અપવાસ કરેતો નિર્જરા થાય. બાપુ! એ વસ્તુ જુદી, ભાઈ ! એ આ મારગ નહીં. આ નિર્જરા અધિકાર છે ને ! નિર્જરા તેને કહે છે કે નિ એટલે વિશેષે ઝરવું. અશુદ્ધતાનું ઝરવું-(ખરવું) વિશેષે શુધ્ધતાનું ઝરણું નિતરવું. ભગવાન અનંત આનંદનો સાગર પડયો છે. તે સાગરનો જ્યાં સ્વીકાર થાય છે, એ સ્વભાવનો સ્વીકાર થાય છે ત્યારે પર્યાયમાં સંવેદન વ્યક્તિઓ એટલે (આનંદના) વેદનવાળી દશાઓ પ્રગટ થાય છે. તેને નિર્જરા કહે છે તેને ધર્મ કહે છે. અહીં કહ્યું ને કે અંશભેદ છે તે તેનો ભાગ છે. પાંચ પર્યાયનું માત્ર નથી કહ્યું. પરંતુ ઇત્યાદિ' શબ્દ છે .........એટલે અનંત ગુણની પર્યાયો પ્રગટે છે એમ ! કેમ કે ભગવાન જેટલી શક્તિઓનો પિંડ છે તેનું સત્ય દર્શન થતાં એટલે સત આત્માની પ્રતીતિને અહીંયા દર્શન કર્યું છે. સમકિત થતાં, જેટલી શક્તિઓ છે. તેમાંથી એક અંશ પ્રગટ થાય છે. જેને “સર્વગુણાંશ તે Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ કલશામૃત ભાગ-૪ સમકિત” એમ કહ્યું છે. ટોડરમલજી સાહેબે રહસ્યપૂર્ણ ચીઠ્ઠીમાં એકદેશ જ્ઞાનાદિ ભાગ પ્રગટ થાય છે તેમ કહ્યું છે. આહાહા! જેટલી શક્તિઓ સંખ્યાએ છે બધી શક્તિઓનું ( એકરૂપ) સુંદર તત્ત્વ આત્મા પોતે છે. એ આત્માનો જ્યાં આદર થયો, સ્વીકાર થયો ત્યાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં વ્યક્ત દશારૂપ થયો.તેને અહીંયા સંવેદન વ્યક્ત દશા કહી છે. આવો માર્ગ હવે! પેલા છોકરાએ નિર્જરાની વ્યાખ્યા કહી હતી ને! રાણપુર અને ચુડા વચ્ચે વેજલકા છે. વેજલકાનો છોકરો ત્યાં વડોદરા રહે છે. તેને અહીંયાનો બહુ અભ્યાસ છે (તત્વનો) પ્રેમ છે. એ પેલા ભાઈ સાથે ગયો હશે. અને ત્યાંની વાત કરતા હતા. તેઓ કહે–અપવાસ તે તપાસા છે અને તપસા છે તે નિર્જરા છે ધર્મ છે. આવો શાસ્ત્રનો લેખ છે માટે અમે બીજું ન માનીએ. નમો અરિહંતાણમ્ કહેવું એ નિર્જરામાં આવે છે. સ્વાધ્યાય, વાંચના, પૂછના, ઉનોદરી તે તપ છે. અને તપ તે નિર્જરા છે. એ કઈ અપેક્ષાએ ભાઈ ! એ તો કોના ઉપરથી લક્ષ છોડયું છે તે ઉપરથી એના નામ પછી પડ્યા. અપવાસ ઉપરથી લક્ષ છોડયું, આના ઉપરથી લક્ષ છોડયું, વિનય ઉપરથી લક્ષ છોડયું એ પ્રકારે તપના ભાગ પડયા. ખરેખર એ તપ નથી. આવો માર્ગ છે. ઇત્યાદિ એમાં પાંચ પર્યાયો તો આવી ગઈ પણ ઇત્યાદિમાં અનંતગુણની અનંત પર્યાયો પ્રગટી છે તે સંવેદન વ્યક્તિમાં આવી જાય છે. “દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (ઉચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે.” વચનામૃત બહેનના છે તેમાં આવે છે કે “જાગતો જીવ ઊભો છે ને ! તે કયાં જાય? જરૂરી પ્રાપ્ત થાય” આટલા શબ્દો છે. જાગતો જીવ ઊભો છે ને! એટલે? ભગવાન આત્મા જ્ઞાયકભાવે જાગતો અંદર ધ્રુવ ઊભો છે ને! એટલે જાગતો ઊભો છે તે કયાં જાય? એ ધ્રુવ જાય કયાં? ઊભો છે તે જાય કયાં? ટકતું તત્ત્વ એ જાય કયાં? ગઈ કાલે રાત્રે શ્રીમદ્ રાજચંદ્રજીનું વાકય કહ્યું હતું ને! “સત્ છે, સત્ સરળ છે, સત્ સર્વત્ર છે.” તેને બતાવનાર જોઈએ. સત્ છે, સરળ છે. સરળ છે એટલે શું? જે છે તે પ્રાપ્ત કરવું છે તેમાં શું? રાગને, પરમાણુને પોતાનો કરવો હોય તો ન થઈ શકે. પણ જેવું સત્ અસ્તિત્વ છે....... પ્રભુ મહા...છે તેને પ્રાપ્ત કરવો એ તો સરળ છે. કેમકે વસ્તુ તેની પોતાની છે. સત્ છે, સત્ સરળ છે, સત્ સર્વત્ર છે. ભાઈ ! તું ગમે તે ક્ષેત્રમાં જા પણ એ સત્ તો ત્યાંને ત્યાં પડયું છે. ગમે તે પર્યાયમાં હો રાગાદિમાં હો! પણ સત્ તો ત્યાં અંદરમાં સર્વત્ર પડયું છે તેને બતાવનાર નિમિત્ત જોઈએ એટલું છે. બતાવનાર તેને એમ કહે છે–ભાઈ ! જો આ ચીજ છે. દેશના મળવી જોઈએ એટલી વાત છે.( નિમિત્ત-નૈમિત્તિક) એવી સ્થિતિ છે. અહીં કહે છે-ભગવાન તો છે ને! તે સત્ છે ને ! સત્ છે એટલે છે. છે એટલે ધ્રુવ છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૮૫ જાગતી જ્યોત એમ ને એમ ઊભો છે. છે..છે....છે...છે...છે..છે. અને છે તેમાં જાવું છે. એટલે તે સરળ છે. પોતાનામાં ન હોય અને તેમાં જવાનું હોય તો તો ઠીક છે. આવું છે! આજ તો દિવાળીનો દિવસ છે. ભગવાન મોક્ષ પધાર્યા. સંસાર અનાદિ સાંત થઈ ગયો. મોક્ષ સાદિ અનંત થઈ ગયો-આ રીતે બે ભાગ પડી ગયા. આજે રાત્રિના પાછલા પહોરે ભગવાનને પર્યાયમાં સંસાર અનાદિ સાંત થઈ ગયો. વસ્તુ તો વસ્તુ છે. પર્યાયમાં અનાદિનો જે સંસાર હતો તેનો અંત થઈ ગયો. પ્રભુ ચૌદમે ગુણસ્થાને બિરાજે તેને અસિધ્ધ કહીએ. અસિધ્ધત્વનો ઉદય ભાવ નાશ થઈને એકલો પારિણામિક ભાવ રહેશે ત્યારે તેને સિધ્ધ કહીએ. આને બદલે સમકિત પામે ત્યાં તો તેને આસવ બંધ નથી. તેને દુઃખ નથી. ...અરરર..આવા માર્ગે કયાં ચઢી ગયા! ફેરફાર થઈ ગયો. અમુક લોકો હજુ આ વાત માનતા નથી કે સાધકને દુઃખ છે. તેઓ જુદું વાંચન કરે છે! તે એમ કહે છે કે સમકિતીને –જ્ઞાનીને દુઃખ હોય જ નહીં. અરે પ્રભુ! કઈ અપેક્ષાએ વાત છે... સમજ તો ખરો!! અહીંયા તો ચૌદમાં ગુણસ્થાન સુધી અસિધ્ધ કહ્યાં છે. તે અસિધ્ધપણું કર્મને લઈને છે એમ નથી. કર્મ તો પરદ્રવ્ય છે તે તો બહાર છે, તેની સાથે (જીવના પરિણામને) શું સંબંધ છે? તેની (પર્યાયની) યોગ્યતામાં હજુ સિધ્ધ દશા પૂર્ણ થઈ નથી. ચૌદમે પણ અસિધ્ધ કહ્યાં કેમ કે હજુ એટલો ઉદય ભાવ છે ને? એ ઉદયભાવ એનો પોતાનો પર્યાય છે ને?. અહીંયા તો કહે છે- “આ દ્રવ્યનું સહજ એવું જ છે તે કારણથી (કચ્છત્તિ ) અવશ્ય પ્રગટ થાય છે. અહીં દ્રવ્ય કહેતાં વસ્તુ. આદિ અંત વિનાની ત્રિકાળ તે...તે રૂપે અર્થાત્ એક સ્વરૂપે છે. તે નજરમાં આવતા... એ (વસ્તુ ) પ્રાપ્ત થાય છે. અન્યમતમાં એમ કહેવાય છે કે મારી નજરની આળસે રે મેં નીરખ્યા ન નયણે હરિ” એ તો દરેકની વાત કરી છે. પંચાધ્યાય કર્તાએ હરિનો અર્થ કર્યો કે જે અજ્ઞાન રાગ-દ્રષને હરે તે હરિ છે. હરિ એટલે આત્મા. આ (પોતે ) ભગવાન હરિ હોં! બીજો કોઈ હરિ નહીં. આવો ત્રણલોકનો નાથ સહજ આત્મ સ્વરૂપ પોતે છે તેને નજરે ન લીધો. “નયનની આળસે” કહ્યું, કર્મના કારણે કે ફલાણા કારણે આત્માને ન જાણ્યો એમ નથી. અહીંયા કહે છે નજરું જ્યાં નિધાનમાં ગઈ તો દ્રવ્ય છે તે જરૂરી એવું જ છે “તે કારણથી અવશ્ય પ્રગટ થાય છે” પ્રાપ્ત થાય છે. દ્રવ્યમાં પર્યાયની એકતા કરતાં (થતાં) શક્તિમાંથી વ્યક્તિ જરૂર પ્રગટ થાય છે. જેમ ફુવારામાંથી પાણી ઊડે તેમ (નિર્મળતા ઝરે છે ) બોટાદ પાસે જનાળા ગામ છે ત્યાં કૂવો ખોધો. બહુ ખોધો...... પણ પાણી જ ન નીકળ્યું. પછી કંટાળીને પેલા લોકોએ ખોદવાનું બંધ કરી દીધું. રસ્તા પરથી જાન નીકળી, કૂવામાં પાણી હશે તેમ જાણી ત્યાં પડાવ નાખ્યો. દૂર જાવું હોય તો અગાઉના કાળમાં ગાડામાં જતાને!? અહીં ઊતર્યા કૂવામાં જુએ તો પાણી ન મળે. કૂવા ઉપર પરથારમાં દશથી પંદર મણનો મોટો પથ્થર હતો તો એક માણસે એ પથ્થરાને કૂવામાં નાખ્યો. પાણી નીકળવાને આડે જરાક પથ્થરનું તળીયું બાકી Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ કલશામૃત ભાગ-૪ રહી ગયું હશે ! ઉપરથી જ્યાં પથ્થર નાખ્યો ત્યાં તો અંદરથી પાણીની શેડ-ધારા ઊડી. પાણી એટલું નીકળ્યું કે પાણી ખૂટે નહીં. અત્યારે એ કૂવા ઉપર અઢારકોશ ચાલે છે. પાતાળ કૂવામાંથી જે પાણી નીકળ્યું હોય તે ખૂટે? તેમ આ ભગવાનના તળીયા પાતાળ કૂવા છે. એમાં જેની નજરું ગઈ, ભેદજ્ઞાન થતાં અંદરમાં છિદ્ર પડયું. રાગ અને ભગવાન વચ્ચે ભેદજ્ઞાન થઈ ગયું. એને અંદરના તળીયેથી ભેદજ્ઞાનના ફુવારા ફુટયા એમ કહે છે. “અવશ્ય પ્રગટ થાય છે.” જરૂર તને પ્રાપ્ત થશે. દ્રવ્યનો તે આદર કર્યો તો વ્યક્તિઓ તને જરૂર પ્રગટ થશે. આ અધિકાર નિર્જરાનો છે ને! આટલા અપવાસ કર્યા, આટલું આ કર્યું માટે નિર્જરા થશે એમ છે નહીં. ભાવાર્થ આમ છે કે “કોઈ આશંકા કરશે કે જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે, આવા જે મતિજ્ઞાન આદિ પાંચ ભેદ તે શા કારણે છે?” જ્ઞાનસ્વરૂપ છે તેમાં વળી ભેદ શું? આ મતિ ને આ શ્રુત ને ૧૪૦ શ્લોકમાં એ વાત આવી ગઈ છે. “જેવા શેયનો જ્ઞાયક થાય છે. એવું જ નામ પામે છે. વસ્તુ સ્વરૂપ વિચાર કરતાં જ્ઞાન માત્ર છે. તેનું કોઈ નામ ધરવું જૂઠું છે.” આ શેયને જાણે માટે મતિજ્ઞાન, આટલા શેયને જાણે માટે શ્રુતજ્ઞાન, મર્યાદામાં રહીને જાણે માટે અવધિ, મનને જાણે માટે મન:પર્યય, ત્રણ કાળને જાણે માટે કેવળ....એવા જ્ઞાનની પર્યાયના નામ આપવા તે જૂઠા છે. એ તો જ્ઞાનની પર્યાય છે બસ. અને તે જાણે છે પોતે પોતાને. આકરી વાતું છે ભાઈ ! વસ્તુનો અભ્યાસ નહીંને એથી આકરું પડે-અણઅભ્યાસે વસ્તુ આકરી (કઠણ); અભ્યાસે તો વસ્તુ પોતે છે. કહે છે કે એ જ્ઞાનમાત્ર જે ભેદ કહ્યાં તે શા કારણે છે? “સમાધાન આ પ્રમાણે છે કેજ્ઞાનના પર્યાય છે, વિરુધ્ધ તો કાંઈ નથી. વસ્તુનું એવું જ સહજ છે.” જ્ઞાનના પર્યાય છે તે ભલે ભેદ છે પણ છે તો જ્ઞાનની પર્યાયને ! અહીંયા પર્યાય સિધ્ધ કરવી છે. ત્રણ વાત કહીને ! સૌ પહેલા તરંગાવલિ કહી અર્થાત્ તરંગો ઊઠે છે. પછી કહ્યું તે પર્યાયો અનેક છે. પછી કહ્યું કે સંવેદન વ્યક્તિઓ છે તે દ્રવ્યનો ભાગ છે. જેવા શેય છે તેવા જ્ઞાનના નામ પડ્યા તે ભલે જૂઠા છે પણ તે છે જ્ઞાનની પર્યાય એટલું જ્ઞાન સ્વભાવ સત્ત્વ જે પૂર્ણ છે તેના અવલમ્બે પ્રગટેલી પર્યાયો એટલે જે વ્યક્ત જ્ઞાન પર્યાય છે એ જ્ઞાનની જ દશા છે, એ જ્ઞાનનો જ ભાગ છે. જ્ઞાન તો જ્ઞાનમાત્ર છે. જ્ઞાનના પર્યાય છે, વિરુધ્ધ તો કાંઈ નથી. વસ્તુનું એવું જ સહજ છે, પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે, વસ્તુમાત્ર અનુભવતાં જ્ઞાનમાત્ર છે, શું સહજ છે? પર્યાયથી જોતાં જ્ઞાનની પર્યાય છે.... એ વસ્તુનું સહજ છે. વસ્તુથી જોતાં દ્રવ્ય એકરૂપ છે તે પણ વસ્તુનું સહજ છે. અરેરે..આત્મા, ભગવાન પરમાત્મ સ્વરૂપે જ બિરાજે છે. નાટક સમયસારમાં આવે છે – “જિન સોહી હૈ આત્મા,” “ઘટ ઘટ અંતર જિન Page #403 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૧ ૩૮૭ વસૈ, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરાકે પાન સૌ, મતવાલા સમુઝે ન.” પોતાના મિથ્યામતના અભિપ્રાયના મદિરા પીધેલા પ્રાણીઓ.. વસ્તુના સ્વરૂપને સમજી શકતા નથી. દરેક આત્મા જિન સ્વરૂપે બિરાજમાન છે. દરેક આત્મા ઘટ ઘટમાં અંદર વસે છે. એવા જિનને જેણે જાણ્યું તે “ઘટ ઘટ અંતર જૈન” જૈનપણું છે તે અંદર ઘટમાં છે. કાંઈ બહારમાં જૈનપણું લટકતું નથી. જૈન કોઈ વાડો નથી, જૈન કોઈ પક્ષ નથી, જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન તે તો વસ્તુનું સ્વરૂપ છે. વીતરાગમૂર્તિ જિન સ્વરૂપ છે તેને પર્યાયમાં પ્રાપ્ત કરવું તે જૈન છે. આવી વાતું છે. સમજાય છે કાંઈ? “મત મદિરા કે પાન સૌ” પોતાના અભિપ્રાયના દારૂ પીધેલાઓ મતવાલા સમજતા નથી કે – શું જિન અને શું જૈન ! જિન ને જૈન શું છે એ સમજતા નથી. આવી વાતું છે. એક એક વાત આવી સાંભળી ન હોય !? તેથી આ બધી વાતો જુદી લાગે. માર્ગ તો આવો છે બાપુ ! સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં જિન થયા એ જિનપણું આવ્યું કયાંથી? સર્વજ્ઞ થયા એ સર્વજ્ઞ પર્યાય આવી કયાંથી? વસ્તુ સર્વજ્ઞ સ્વભાવનો પિંડ છે. સર્વજ્ઞ સ્વભાવને શક્તિ કહી છે. સર્વજ્ઞ શક્તિ લીધી છે ને! સર્વજ્ઞ શક્તિ કહો, સર્વજ્ઞ ગુણ કહો, સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ બસ - એ જિન સ્વરૂપ છે. કેમ કે અકષાય સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ એવું અનાદિ અનંત નિધાન પડ્યું છે. કપાસવાળાને જીન કહે છે. રૂને પીંજરે પીંજે તેને જીન કહે છે. આ તો મહાજન છે. જેને પીંજરે તે ચડયો તેને રાગના પીંજરા ફટાક દઈને ઊડી જાય. વીતરાગી પર્યાય પ્રગટ થાય તેવો આ જિન સ્વરૂપ છે. પેલામાં તો પીંજણી હોય તેમાં થોડું રૂ ચોંટી જાય, આમાં તો (રાગના)રૂ ચોટે નહીં. પ્રવચનસારમાં પીંજણીનો દાખલો આવે છે. શાસ્ત્રમાં બધા દાખલા પડયા છે. અહીંયા તો તેને જગાવે ત્યાં તો વીતરાગતા પ્રગટ થાય. અંદરથી વીણાના તાર વાગ્યા. ભગવાન ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ જ્યાં સ્વીકારમાં આવ્યો, તે દૃષ્ટિમાં આવ્યો ત્યાં અંદરથી વીણા વાગી. એ પર્યાય અંદરમાંથી અનંત આનંદ, અનંતજ્ઞાનના ભાગ લેતી આવે છે. આ દિવાળીના લાડવા છે. પેલી ધૂળમાં કાંઈ દિવાળી નથી. અહીંયા કહે છે-“પર્યાયમાત્ર વિચારતાં મતિ આદિ પાંચ ભેદ વિદ્યમાન છે.” જોયું? સમયસાર ૧૧ ગાથામાં એમ કહ્યું કે..પર્યાય જૂહી છે. પર્યાયને અભૂતાર્થ કહો, અસત્યાર્થ કહો. પણ ત્યાં કઈ અપેક્ષાએ કહ્યું છે બાપુ! એમાં શબ્દનો આશય શું છે તે સમજમાં લેવું જોઈએ. પર્યાય જૂઠી છે તો થઈ રહ્યું તો પછી દ્રવ્ય એકલું રહ્યું. પર્યાય જૂહી છે તેવો નિર્ણય કરનાર કોણ? નિર્ણય ધ્રુવ કરે છે? નિર્ણય કરે છે એ તો પર્યાય થઈ ગઈ. આ દ્રવ્ય સ્વભાવ શુધ્ધ ચૈતન્ય અખંડ છે, એવી દૃષ્ટિ કરે છે કોણ? ધ્રુવ કરે છે કે પર્યાય કરે છે? તેથી તો કહ્યું કે- અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે- ચિવિલાસમાં છે. ભગવાન નિત્યાનંદ પ્રભુ! તે અનિત્ય એવી પર્યાયથી જાણવામાં આવે છે. અનિત્યથી નિત્ય જાણવામાં Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ કલશામૃત ભાગ-૪ આવે છે. અનિત્ય છે તે નિત્યને જાણે છે. કારણ કે કાર્ય તો પર્યાયમાં થાય છે ને! એ પર્યાયને અહીં અત્યારે સિધ્ધ કરે છે. પર્યાય છે, એક સમયની પર્યાય છે તે નાશવાન કહીને ! નિયમસાર ગાથા-૩૮ માં કહ્યું કે-કેવળજ્ઞાન આદિ સંવર, નિર્જરા, મોક્ષ, આદિ પર્યાય નાશવાન છે. કેવળજ્ઞાન નાશવાન છે કેમ કે તેની મુદત એક સમય પૂરતી છે. અહીંયા કહે છે એ પર્યાય ભલે નાશવાન હો! એક સમયની હો! પણ તે છે ને!! નથી એમ કહેતાં તું નાસ્તિક થઈ જઈશ. આહાહા ! વસ્તુમાત્ર વિચારતાં એટલે અનુભવતાં તે જ્ઞાનમાત્ર છે, ત્યાં ભેદ નથી, ત્યાં એકલું જ્ઞાન....જ્ઞાન...જ્ઞાન....જ્ઞાન......જ્ઞાન....જ્ઞાન જ છે. કળશ-ર૬૮ (બેસતા વર્ષની બોણી ) પ્રવચન નં. ૧૪૭–૧૪૮ તા. ૧૨-૧૩/૧૧/'૭૭ સુપ્રભાતની વાત છે. આ પ્રભાત થાય બપોર થાય અને વળી પાછી સાંજ થઈ જાય છે. જ્યારે (સમ્યકજ્ઞાન) પ્રભાત તો ઉગ્યો તે ઉગ્યો (છાછી:) એ શબ્દ શ્લોકમાં છે ને!? શાસ્ત્રમાં એક લેખ આવે છે કે – એક લાખ યોજનનો આ જંબુદ્વિપ છે. તેને ફરતો બે લાખ યોજનાનો લવણ સમુદ્ર છે. એ સમુદ્રની મધ્યમાં એક યોજન ડગમાળ પાણી તળીયેથી ઉંચે ચડયું છે એવો એનો સ્વભાવ અનાદિનો છે. ખારા સમુદ્રની મધ્યમાં ઉંચે ચડેલું પાણી જે કદી ઘટે નહીં એવું. આમ સીધું (સપાટીમાં) હોય......પણ આ. તો તળિયેથી એક યોજના ઉપર ચારે બાજુથી ઊંચું ચડેલું પાણી. શ્રોતા- સાયન્સ ન માને? ઉત્તર- સાયન્સવાળાને આવી વસ્તુનું ભાન કે દિ' હતું? આ તો (કેવળજ્ઞાનીના) વિજ્ઞાનનું વિજ્ઞાન છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેન્દ્રદેવ! જેના જ્ઞાનમાં ત્રણકાળ ને ત્રણલોક જણાયા એમ કહેવું તે પણ વ્યવહાર છે. એ પર્યાયનો એવો જ સ્વભાવ છે (સમસ્ત જણાય). જેમ સ્વચ્છ પાણીમાં ચંદ્ર, કરોડો તારાઓ, ગ્રહ આદિ જે છે તે, પાણીની સ્વચ્છતાને જોતાં તે જણાય જાય છે. પાણીની જે અવસ્થા છે તે કાંઈ પેલી ચીજ નથી, તેમ ચીજની અવસ્થા ત્યાં નથી......(છતાં સ્વચ્છતામાં જણાય) તેમ ભગવાન આત્માના જ્ઞાનગુણમાં પેલા લોકાલોક નથી. જેમ પાણીમાં ચંદ્ર તારા દેખાય છે તે ચંદ્ર તારા ત્યાં નથી, ત્યાં તો પાણીની સ્વચ્છતાનું એવું સ્વરૂપ છે. ૧૪૧ નાં પાઠમાં અચ્છા-અચ્છા એ શબ્દ આવ્યો છે. ભગવાન આત્મામાં ( તદ્રુપ થતાં) અચ્છી...અચ્છી .....નિર્મળ પર્યાયો પ્રગટે છે. સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તારી નિર્મળ પર્યાયમાં મોટો પ્રભુ જણાય છે. પેલો ખારો મોટો સમુદ્ર છે તેની મધ્યમાં એક યોજન ઊંચો Page #405 -------------------------------------------------------------------------- ________________ કલ-૨૬૮ ૩૮૯ ડગમાળ પાણી ઊછળે છે તે કુદરતના સ્વભાવના નિયમ પ્રમાણે કાયમ રહેનાર છે. શ્લોકમાં કહ્યું ને “ચૈતન્ય રત્નાકર” ભગવાન આત્મા! ચૈતન્ય રત્નાકર – દરિયો છે. તેને લવણના દરિયાની ઉપમા આપી છે. આહાહા! ભગવાન ચૈતન્ય રત્નાકર પ્રભુ છે....તેની સન્મુખ જોતાં, તેનો સ્વીકાર કરતાં...એ મહાપ્રભુ છે...છે. તેની પ્રતીતિ આવે છે. એ છે તો છે, પણ એ શક્તિવંત મહાપ્રભુ પ્રતીતિમાં આવે તે પ્રતીતિનું જોર કેટલું? સમ્યગ્દર્શન એટલે ? પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેનું સત્યદર્શન – સત્યની પ્રતીતિ. સત્ય જેવડું મોટું છે તેવડું તેની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન આવ્યું. એનું જ્ઞાન આવ્યું, તેમાં તેની પ્રતીતિ આવી કે – પરમાનંદના અનંતગુણોનો ઘન પ્રભુ છે.....અખંડ છે. અચ્છ8: એવી જે નિર્મળથી નિર્મળ પર્યાયો ધર્માત્માને પ્રગટ થાય છે. એ જ્ઞાનનો પ્રકાશ અનંત દર્શન જે પૂર્ણ પ્રગટ થાય તેને ચિત્તપિંડ કહ્યું. ચિત્ત એટલે જ્ઞાન અને તેનો પિંડ, અનંત દર્શનનો પિંડ, પર્યાયમાં અનંત દર્શનનો ડગમાળ ઊભો થાય છે. આહાહા ! પ્રભુ તો મીઠો મહેરામણ છે. અનંત પવિત્રતાના રત્નાકર ગુણોથી ભરેલો મીઠો મહેરામણ છે. સહેજે સમુદ્ર ઉલ્લસિયો, માહીં મોતી તણાતા જાય, ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મૂઠીઓ ભરાય.” ભગવાન આત્મા ! અનંત અનંત રત્નાકરથી ભરેલો દરિયો પ્રભુ છે, તેનાં સન્મુખની દૃષ્ટિ કરતાં.....!તેનો જેટલો અને જેવડો સ્વભાવ તેટલો જ્ઞાનની પર્યાયમાં, શ્રધ્ધામાં સ્વીકાર કરતાં પર્યાયમાં નિર્મળ ધારા વહે છે....તેને અહીંયા સુપ્રભાત કહે છે. એકલો “પ્રભાત' શબ્દ ન લખતાં “સુપ્રભાત' લખ્યું. કેમ કે સવારમાં ઊગે તે પ્રભાત તો અનંતા ઊગે ને જાય, જ્યારે આ તો સુપ્રભાત ઊગ્યું. તેથી તો આચાર્યદેવ પ્રવચનસાર ૯૨ ગાથામાં અને સમયસાર ૩૮ ગાથામાં કહે છે – ભગવાન આત્મા એવો જે ચૈતન્ય રત્નાકર પ્રભુ તેનો અમને આગમજ્ઞાનથી અથવા તો અનુભવથી જે જ્ઞાન થયું, સમ્યકજ્ઞાનમાં એવી જ પ્રતીતિ થઈ તે હવે પાછું નહીં પડે. અમે પંચમઆરાના છ0 અલ્પજ્ઞ પ્રાણી ! અત્યારે કેવળીના વિરહ છે. છતાં પણ અમે કહીએ છીએ કે – અમને અમારું જે જ્ઞાન પ્રગટયું છે, સમ્યગ્દર્શન થયું છે તે હવે પાછું નહીં વળે. એ તો કેવળજ્ઞાન લીધે જ છુટકો છે. વસ્તુ કયાં છ0 ને અલ્પજ્ઞ છે? વસ્તુ તો સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શી સ્વભાવી, અતીન્દ્રિય અનાકુળ સ્વભાવી છે. અતીન્દ્રિય અનાકુળ વીર્યના બળથી ભરેલો ભગવાન છે તેને સ્વીકારતાં, તેને માન આપતાં એટલે કે- “આ છે' એમ જ્યાં સ્વીકાર્યું તેને હવે (અલ્પજ્ઞપણું કેટલો કાળ !) હું રાગવાળો છું, હું અલ્પજ્ઞ છું ત્યાં સુધી તેણે સ્વભાવનું અપમાન કર્યું છે. તેણે સ્વભાવની મોટપનો અનાદર કર્યો છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ કલશામૃત ભાગ-૪ એક પૈસાદાર મોટો માણસ મળવા આવ્યો, તે દશ મિનિટની મુદતે આવ્યો હોય, ત્યારે બે વર્ષના નાનકડા બાળક સાથે રમે અને પેલા મોટા માણસ તરફ ધ્યાન ન આપે તો તે ઊભો થઈને ચાલ્યો જાય. તેમ ભગવાન આનંદનો નાથ મોટો બિરાજે છે....તેની સાથે વાત ન કરતાં, તેનો આદર ન કરતાં, બાળક જેવી રાગની પર્યાયની રમત રમવામાં પેલી મોટી ચીજ ખોવાય જાય છે. સમજાણું કાંઈ ? અહીંયા તો કહે છે – (૨૬૮ ની ટીકા) “પૂર્વોકત જીવને અવશ્ય જીવપદાર્થ સકળ કર્મોનો વિનાશ કરીને પ્રગટ થાય છે. અનંત ચતુષ્ટયરૂપ થાય છે.” જુઓ ! કળશટીકામાં - સુપ્રભાતમાં અર્થ કર્યો – અનંત ચતુષ્ઠયરૂપ થાય છે. કળશટીકાના અર્થમાં અને સમયસારના અર્થમાં થોડો ફેર છે. “વાર્વિ:” સર્વકાળ એકરૂપ છે કેવળજ્ઞાન - કેવળદર્શન તેજ: પુંજ જેનો એવો છે.” અહીં કેવળજ્ઞાન ને કેવળદર્શન પ્રગટ થયું છે તેમ (સભાર્વિ:) નો અર્થ કર્યો. સમયસારમાં તેનો અર્થ કર્યો “અનંતવીર્યનું પ્રગટ થવું બતાવ્યું છે.” એ વીર્યના કારણે ત્યાં જે કેવળજ્ઞાન કેવળદર્શનની રચના થઈ એ હવે એવી ને એવી રહેવાની. અહીંયા તો છ0ની (નીચેની દશામાં) નીચલા દરજ્જામાં પણ પૂર્ણાનંદના નાથનો જે સ્વીકાર સમ્યગ્દર્શને કર્યો છે તે હવે ફરે નહીં પડે નહીં તેવો છે. આવો પોકાર છે જ્યાં આત્માનો! (તે પાછો કેમ ફરે!) પંચમઆરાના ધર્માત્માનો આ પોકાર છે. અમને કેવળજ્ઞાનીનો વિરહ છે.. તો અમે આ કોને પૂછીને કહીએ છીએ..કે (અમે પાછા પડવાના નથી) આ જે ભગવાન આત્મા છે તેને અમે પૂછીને કહીએ છીએ. એમને જે પ્રતીતિ અને સમ્યકજ્ઞાન થયું એ હવે પાછું નહીં કરે ! સ્વર્ગમાં જશું તો ચારિત્ર જે છે તે ચારિત્ર નહીં રહે; પણ સમ્યગ્દર્શન ને જ્ઞાન સળંગ રહેશે. અહીંયાથી સ્વર્ગમાં જઈ, ત્યાંથી મનુષ્ય થઈ... અને કેવળ પામશું ત્યાં સુધી સમ્યગ્દર્શનની ધારા સાથે રહેશે. આ બેસતા વર્ષની બોણી છે. પ્રભુ તું કોણ છો? તેની એને ખબર નથી. અહીંયા કહે છે કે – અનંત કેવળજ્ઞાનને કેવળદર્શન તેજ:પુંજ છે. “વળી કેવો છે? (વિવુિeજ્ઞાનકુંજના ” સમયસારમાં (વિFિ૭) નો અર્થ “દર્શન કર્યો છે, અહીંયાં “જ્ઞાનકુંજકર્યો. એ તો અપેક્ષાથી કથન છે. જ્ઞાનકુંજના પ્રતાપની એકરૂપ પરિણતિ એવું જે પ્રકાશ - સ્વરૂપ તેનું (દસ) નિધાન છે. અહીંયા “હાસ” એટલે હિણપ નહીં, “હાસ' નો અર્થ નિધાન છે. ભગવાન આત્માનો આનંદ અંદરમાંથી ઊછળે છે તો હરખ પ્રગટ થાય છે. ત્યારે કહે છે કે – તેને તો નિધાન પ્રગટયું છે. એ પ્રકાશરૂપ જેનું નિધાન છે. “વળી કેવો છે? રાગાદિ અશુદ્ધ પરિણતિ મટાડીને થયેલો જે શુધ્ધત્વરૂપ પરિણામ તેની (મર) વારંવાર જે શુધ્ધત્વરૂપ પરિણતિ,” ખેડૂત માણસ કહે છે ને! ગાડામાં ભર ભર્યો છે. તેમ ભગવાન આત્માની નિર્મળ પર્યાયમાં ભર ભર્યો છે. સ્વભાવની વાત તો શું કરવી! પણ સ્વભાવના લક્ષે પ્રગટેલી જ્ઞાન ને દર્શનની નિર્મળ પર્યાય તે મોટો ભર છે. જેમ Page #407 -------------------------------------------------------------------------- ________________ કલશ-૨૬૮ ૩૯૧ પચ્ચીસ મણનું ગાડું ભરે તેમ આત્મા આનંદના નાથને ઊછાળી અને પર્યાયમાં ભર ભરે છે. જ્ઞાનની કળા, આનંદની કળા એવી અનંત પર્યાય સમ્યગ્દર્શનમાં પ્રગટ થાય છે. ચારિત્ર પાહુડમાં તો એમ કહ્યું છે કે – ચારિત્ર જે છે સ્વરૂપની રમણતારૂપ, તે ચારિત્ર અક્ષય અને અમેય છે. ત્યાં દ્રવ્ય, ગુણની વાત નથી. પર્યાયમાં જે ચારિત્ર છે તે અક્ષય ને અમેય છે. આહાહા ! નાથ પ્રભુ જેમ અક્ષય છે તેમ તેનું દર્શન જ્ઞાન ને ચારિત્ર જ્યાં પ્રગટયું તે અક્ષય છે અર્થાત તે ક્ષય નહીં થાય અને અમેય છે. એટલે એની મર્યાદા નથી. બહેનના વચનામૃતમાં આવે છે કે – આ વિકાર છે તેની સીમા છે. પર્યાયમાં વિકાર છે પણ તેની સીમા છે. તેની હદ છે. તે અપરિમાણ અને અણહદ એવી ચીજ નથી. પછી તે અશુભ કે શુભ રાગ હો! મિથ્યાત્વ હો! પણ એ વિકારને હદ છે – મર્યાદા છે તેથી ત્યાંથી પાછું વળી શકાય છે. અહીં કહે છે – જે વિકારની પર્યાય છે તે મર્યાદિત અને હદવાળી છે...તેથી ત્યાંથી ફરી શકાય છેપ્રભુ! પરંતુ તારો સ્વભાવ છે એ અક્ષય ને અમેય છે જ, હવે તેની જે પ્રતીતિ ને ચારિત્રરૂપ રમણતા થઈ તેને પણ અમે અક્ષય અને અમેય કહીએ છીએ. અમેય....એટલે મર્યાદા નહીં. જ્યાં મીઠો મહેરામણ ઊછળે છે. પર્યાયમાં તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ઉત્પન્ન થાય છે. એ શાંતિ ને સ્થિરતાને લઈને જે ચારિત્ર થયું.... પંચમઆરાના છમસ્થ કુંદકુંદઆચાર્ય પોતે કહે છે – તેને અમે અક્ષય કહીએ છીએ. પ્રભુ! એ પર્યાય છે તેને તમે અક્ષય કહો છો? | નિયમસાર – ૩૮ ગાથામાં તો તમે એમ કહો છો કે – કેવળજ્ઞાન આદિ પર્યાય નાશવાન છે. સંવર, નિર્જરા અને કેવળની પર્યાયો નાશવાન છે. બાપુ! (સાંભળ) એ તો એક સમયની મુદતવાળી છે તે અપેક્ષાએ કહ્યું હતું. પણ એક સમયનું જે કેવળજ્ઞાન છે તે અમેય છે. આહાહા ! છદ્મસ્થની ચારિત્ર દશા જે હજુ અલ્પજ્ઞ દશા છે. જ્યાં મતિ ને શ્રુત બે જ જ્ઞાન વર્તતા હોય ! પણ જેને અંદરમાં આનંદના નાથની રમઝટ લાગી છે, સમ્યગ્દર્શન ઉપરાંત રમણતા લાગી છે જેને લીનતા કહે છે તે ચારિત્ર છે તો તે પર્યાયને પણ અમે તો અક્ષય અને અમેય કહીએ છીએ. એ પર્યાય હવે ક્ષય નહીં થાય. એક બાજુ એમ કહે છે કે – અમને જે દર્શન પ્રગટ થયું તે હવે પાછું નહીં ફરે! બીજી બાજુ એમ કહે છે કે – ચારિત્ર છે તે અક્ષય છે. એ ચારિત્ર છસ્થનું તેથી વમશે તો નહીં પરંતુ (સકલ) ચારિત્ર ચાલ્યું જશે પરંતુ તેનો અંશ જે સ્વરૂપાચરણ ચારિત્ર તે તો રહેશે જ! સમજાણું કંઈ ? આહાહા! ભગવાન ધ્રુવને જ્યાં ધ્યેયમાં લીધો, એવી જે પર્યાય પ્રગટી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય તે અક્ષય ને અમેય છે. હદ વિનાની પર્યાયની તાકાત એટલી નિર્મળ છે. જે સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનની ( સ્થિતિમાં) અલ્પ જ્ઞાન અને યથાખ્યાત વિનાના ચારિત્રની પર્યાય અક્ષય છે... અમે ય છે તે સ્વભાવ છે તેથી તેમાં હદ ન હોય એવા સ્વભાવનું પર્યાયમાં પ્રગટપણું ને વિકાસ થયો. (વિકાસ :) વિકાસનું નિધાન પ્રગટયું. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ કલશામૃત ભાગ-૪ અંદરથી પર્યાયમાં નિધાન આવ્યું સંસ્કૃતમાં (હાસ: ) તેનો અર્થ ‘નિધાન' કર્યો છે. અને (મર ) તેનો અર્થ કર્યો છે – “વારંવાર જે શુધ્ધત્વરૂપ પરિણતિ તેનાથી (નિર્ભર ) થયો છે. ( સુપ્રભાત )” તેનો અર્થ કર્યો – સાક્ષાત્ ઉદ્યોત જેમાં, ઊપજ્યો છે.... ચૈતન્યની પર્યાયમાં. આમાં તો પોતાની વાતું છે બાપુ ! ૫૨નું આમાં કાંઈ નથી. આહાહા ! ૫૨નું કરવું કે ૫૨નું કરાવવું એ વાત તો અહીંયા છે જ નહીં. એ તો પોતે પોતામાં પોતાને પ્રગટ કરે છે. અને પ્રગટ કરેલો તેને એમ ને એમ રાખે જ છે.... એવો જ તેનો સ્વભાવ છે – એમ કહે છે. હવે શું ખુલાસો આપે છે તે જુઓ ! “ભાવાર્થ આમ છે કે - જેમ રાત્રિ સંબંધી અંધકાર મટતાં દિવસ ઉદ્યોતસ્વરૂપ પ્રગટ થાય છે, તેમ મિથ્યાત્વ - રાગ -દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ મટાડીને શુધ્ધત્વ પરિણામે બિરાજમાન જીવ - દ્રવ્ય પ્રગટ થાય છે.” મિથ્યાત્વ – રાગ– દ્વેષરૂપ પરિણતિ તે રાત્રિ હતી, તે રાત્રિનો નાશ કરીને તે પ્રકાશરૂપે પરિણમે છે. “શુધ્ધત્વ પરિણામે બિરાજમાન” એટલે પોતાના આસનમાં હવે બિરાજે છે. સમયસાર બીજી ગાથામાં કહ્યું છે કે - “નીવો વરિતવંશળબાળવિવો તેં હિ સ સમયંનાળ,” સ્વસમયને આત્મા કહીએ. જે રાગમાં, પુણ્યના ભાવમાં રોકાય તેને ૫૨સમય – અનાત્મા કહીએ. એ લોકોને વાંધો અહીંયા આવે છે. તે કહે છે – પુણ્યનો દયા–દાનનો ભાવ જે વ્યવહા૨ રત્નત્રય તેનાથી નિશ્ચય થાય. બીજું બધું તમારું સારું છે. તમે બધું ઠીક કહો છો....પણ આ એક ભૂલ છે. પછી એમ લખ્યું છે કે – છદ્મસ્થ છે તેથી ભૂલ હોય ! એમ કરીને લખ્યું છે. ત્યાં એવો અર્થ જ નથી. તત્ત્વની ભૂલ છે અને તેને ગોપવવું એ વાત નથી. ત્યાં તો કુંદકુંદ આચાર્યે કહ્યું છે કે – હું આત્માના અનુભવની વાત કહું છું “તં યત્તવિહતં” સ્વભાવની એકતા અને વિભાવની પૃથ્થકતા. “યત્તવિહતં સવિહવેળ” હું મારા વૈભવથી કહીશ અને કહું તો પ્રમાણ કરજો એ ત્રીજા પદમાં કહ્યું છે. “નવિ વાપુખ્ત પમાાં,” ‘વાપુખ્ત, સવિત્તવેળ' હું મારા નિજ વૈભવથી કહીશ. અતીન્દ્રિય સ્વસંવેદન ભાવલિંગ એ મારું નિજ વૈભવ છે. હું સમયસારને કહીશ “વિ વાÇä” જો દેખાડું તો એમ કહ્યું ! “વાĒ અપ્પળો સવિત્તવેળ, નવિ વાપુખ્ત પનાળું” જો દેખાડું તો પ્રમાણ કરજે. પ્રમાણ કરજે એટલે ‘હા’ એમ નહીં....પરંતુ અનુભવ કરીને પ્રમાણ કરજે. પંચમઆરાના છદ્મસ્થ....સંતોની વાણી તો જુઓ ! પ્રવચનસા૨માં પાછળ બે ગાથામાં ‘આજે’ એમ શબ્દ પડયો છે. તત્કાળ એટલે તો શીઘ્ર થાય. ત્યાં તો ‘આજ’ કહ્યું, એ જ વાત અહીંયા કહે છે – ‘પ્રમાણ કરજે' ...વાયદા કરીશ નહીં. વાયદા કરે તે કાફર છે. જે દેખાડું તે પ્રમાણ કરજે, અગર વ્યાકરણમાં, શબ્દમાં ફેરફાર આવે, કયાંય ચૂકી જાઉં અને તને વ્યાકરણનો ખ્યાલ હોય તો તું ત્યાં ઊભો ન રહીશ ! મારો હેતુ જે કહેવાનો છે તેને તું લક્ષમાં લેજે ! કહે છે કોઈ વ્યાકરણની, ભાષામાં શબ્દનો ફે૨ફા૨ આવે અને તને તે જાતનું જ્ઞાન હોય, Page #409 -------------------------------------------------------------------------- ________________ કલશ-૨૬૮ ૩૯૩ તને ખ્યાલમાં આવે કે અહીંયા કંઈક જોયે છીએ તો તે તેની ઉપર લક્ષ ન રાખીશ. (શ્રોતાભાવમાં ભૂલ નથી.) (ઉત્તર- અમે જે કહીએ છીએ તે ભાવમાં ભૂલ નથી. ભગવાનની વાર્તામાં ને ભગવાનમાં ભૂલ ન હોય. આહાહા ! એ શબ્દોમાં, વ્યાકરણના નિયમમાં કોઈ ફેરફાર આવે તો વ્યાકરણની શૈલી આવે આમ.....કે આમ ....એમાં મારું લક્ષ નથી. મારું જોર તો અનુભવમાં છે. તું એ ભૂલને ધ્યાનમાં ન રાખીશ, કેમ કે એ ભૂલ તો શબ્દોની શૃંખલામાં વ્યાકરણમાં છે. તેથી એ ભૂલ ઉપર લક્ષ ન જાય એ વાત કરવી છે. પરંતુ તત્ત્વની ભૂલ હોય અને તેને લક્ષમાં ન લઈશ...! એમ (કહેવું) નથી. અહીંયા તો અખંડાનંદ પરમાત્માના પ્રકાશની વાત છે. જેમ રાત્રિનો નાશ થઈને પ્રભાત ઊગે છે તેમ અજ્ઞાનનો નાશ થઈને પ્રભાત ઊગે છે. પ્રભુ ચૈતન્યના સુપ્રભાતે પ્રકાશ પ્રકાશે છે. એ સુપ્રભાત હવે પાછી પડવાની નથી એમ કહે છે. એ સુપ્રભાત ઊગી તે ઊગી ! અહીંયા તો અપ્રતિહત ભાવની વાત ચાલે છે. અમે છમસ્થ છીએ એટલે તું એમ ન માનીશ કે – પાછા પણ ફરી જઈએ. વખતે ક્ષય પણ થઈ જાય એમ ન માનીશ બાપા! આહાહા ! અમે અલ્પજ્ઞ છીએ પણ છીએ અમે કેવળજ્ઞાનના કેડાયતો! અમે આ ધારાએ કેવળજ્ઞાન લેવાના છીએ. અતૂટ અપ્રતિહત ભાવે વાત કરે છે ને ! દિગમ્બર સંતોની વાણી તો જુઓ!! એના ઊંડાણમાં શું શું ભર્યું છે! એ વાણીના તળિયામાં કેવા ભાવ ભર્યા છે. એ વાત બીજે કયાંય નથી પ્રભુ! બીજાને દુઃખ લાગે કે અમારી વાતેય માન્ય નથી રાખતા ! પ્રભુ, વસ્તુનું સ્વરૂપ એમ છે નહીં. અહીંયા કહે છે – જેમ રાત્રિ ટળી અને સવારમાં પ્રકાશ થાય તેમ મિથ્યાભ્રમ અને તે પ્રકારના રાગ-દ્વેષનો નાશ થઈ જતાં ચૈતન્યના સ્વભાવમાંથી નિધાન ઊછળે છે. એ રતનના ઢગલામાંથી અંદર ડગ ઊછળે છે જે અશુદ્ધતાને ટાળીને ઊભું થાય છે. કર્મનું ટળવું તો તેના કારણે છે, એ કાંઈ આત્માના કારણે નહીં. “અશુદ્ધ પરિણતિ મટાડીને શુધ્ધત્વ પરિણામે બિરાજમાન જીવદ્રવ્ય પ્રગટ થાય છે.” ભાષા કેવી વાપરી છે – શુધ્ધજીવ, અજ્ઞાનનો નાશ કરીને સમ્યગ્દર્શન જ્ઞાનના પ્રકાશપણે બિરાજમાન થાય છે. તેના બેસવાના આસન હવે ફરી ગયા એમ કહે છે. જે આસન રાગમાં હતા તે આસન હવે નિર્મળતામાં લગાડી દીધા. “ઉદાસીન' શબ્દ આવે છે – ઉદાસીનનો અર્થ એ છે કે – રાગથી ખસીને ઉદાસીન થયો ! પોતાના સ્વરૂપમાં આસન નાખવા ત્યાં દૃષ્ટિ કરવી અને ત્યાં સ્થિર થવું તેનું નામ ઉદાસીન છે. દ્રવ્યના પરિણામરૂપ અતીન્દ્રિય સુખના કારણે” કહે છે કે – પ્રભુ, પોતે પોતાના નિર્મળ પરિણામમાં બિરાજમાન થયો... તો તે અતીન્દ્રિય આનંદ લેતો બિરાજમાન થયો છે. આવી વસ્તુ છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તિર્થંકરદેવની આ વાણી છે. સંતો આડતીયા થઈને સર્વજ્ઞના માલને બતાવે છે. માલ તો સર્વજ્ઞના ઘરનો છે. એ પૂર્ણતા પૂર્ણપણે પ્રગટી Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ કલશામૃત ભાગ-૪ નથી છતાં પૂર્ણ સ્વરૂપને આશ્રયે પ્રગટયો માટે અમે પૂરા છીએ. લ્યો! આ બેસતું વરસ છે. આને સુપ્રભાત કહેવાય બાપા! ભગવાન તું ભગવાન છો ને! તું તને હીણો ન માન એ તો કહ્યું હતું – ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” જિન ભગવાન અહીંયા છે ને ત્યાં છે ને બહાર છે ને – એ નહીં. આ દેહ ઘટમાં જીવ જિના સ્વરૂપે બિરાજે છે. અરે ! પામરતાની પર્યાયનો સ્વીકાર કરનારને આ કેમ બેસે ! ગઈકાલે એક બહેન બોલ્યા હતા કે – અમ પામરને પ્રભુ કહે છે. તો તેમણે કહ્યું – પ્રભુ ને પ્રભુ કહે છે. (પ્રભુ) પામર નહીં અને પર્યાયમાં પામરતા એ કાંઈ તું નહીં. (પામરતાને ) જ્ઞાનમાં જાણે! સ્વામી કાર્તિકેયમાં છે- મુનિઓ, ધર્માત્માઓ પોતાના સ્વરૂપની પરિણતિને પોતે તૃણ સમાન જાણે છે. અનંત કેવળજ્ઞાન ક્યાં અને કયાં આ! એમ જોતાં તેને તે તૃણ જેવું દેખે છે. છતાં તે પ્રભુતાને ભૂલતા નથી. વસ્તુ છે ને કાંઈ !! એક વખત પોરબંદરના અપાસરામાં બેઠા હતા. ત્યાં એક બાઈના હાથમાંથી દીકરીનો હાથ છૂટી ગયો. છોકરી થોડે દૂર ચાલી ગઈ...પછી છોકરી રોવે...રોવે. પોલીસ આવ્યા, તે છોકરીને પૂછે છે કે – તું કયાંની છો? તું કયા મુલકની? તારું નામ શું? છોકરી તો એક જ વાત કરે – મારી બા. તેને ગામની બાયું પૂછે કે તારી બહેનપણી હોય તો તને ઓળખીએ ! એક જ વાત – મારી બા. એમ ધર્મી કહે છે – મારો નાથ તો પરમપારિમાણિક સ્વભાવ એ મારો સ્વભાવ છે. ધર્મીની દૃષ્ટિમાંથી પારિણામિકભાવનો એક સમય વિરહ પડતો નથી. આવા ભગવાન આત્માનું પરિણતિમાં આનંદપણે પ્રગટવું અને આકુળતાથી રહિતપણું થવું તે સુપ્રભાત છે. આ સુપ્રભાત-સમ્યગ્દર્શન થતાં આનંદને સાથે લઈને પ્રગટે છે. કેવળજ્ઞાન થતાં તે અનંત અતીન્દ્રિય આનંદની પૂર્ણતા લઈને પ્રગટે છે. અરેરે! તેણે પોતાની કેર - સ્વની દરકાર કરી નહીં. બહારમાં જરા શરીર સારું મળ્યું, પૈસા મળ્યાં, થોડો જાણપણાનો ઉઘાડ થયો ત્યાં તો થઈ રહ્યું. અંદરથી પ્યાલો ફાટયો. ભગવાન તું કોણ છો? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન (ખરું) કહેવાય. એ જ્ઞાનને અહીંયા કહે છે કે તે આનંદ સહિત આવે છે તે જ્ઞાન. એકલું શાસ્ત્રનું જ્ઞાન – અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન તે દુઃખરૂપ જ્ઞાન છે. આ જ્ઞાન તો અંતરના સ્વભાવના આશ્રયે પ્રગટે. જેમ રાત્રિ ટળી અને પ્રકાશરૂપ સુપ્રભાત થયો.....તેમ અનાદિનું અજ્ઞાન ટળીને ભગવાનનો જ્ઞાન પ્રકાશ બહાર આવ્યો. અંદર તો પ્રકાશ હતો જ....એ બહાર આવ્યો એટલે આત્માની પર્યાયમાં પ્રકાશ બહાર આવ્યો. એકલો પ્રકાશ નહીં, ચૈતન્યનું જ્ઞાન થયું તે એકલું જ્ઞાન નહીં પરંતુ સાથે આનંદ લેતો આવ્યો છે. “વળી કેવા છે? દ્રવ્યના પરિણામ અતીન્દ્રિય સુખના કારણે જે આકુળતાથી Page #411 -------------------------------------------------------------------------- ________________ કલશ-૨૬૮ ૩૯૫ રહિતપણું, તેનાથી સર્વકાળ અમિટ છે.” હવે ફરે નહીં તે... કેમ કે કેવળજ્ઞાનની વાત લીધી છે. પરંતુ તેના પહેલાથી એટલે સમ્યગ્દર્શન ને જ્ઞાન થયું એ સુપ્રભાત થયો. મહાપુરુષ પરમાત્માના જેને શ્રધ્ધામાં ભેટા થયા તે હવે અમિટ છે. (એ અંશ પ્રગટયો) તે નહીં મટે, નહીં પાછો ફરે ! તે હવે ચારિત્રની રમણતા કરી અને કેવળજ્ઞાન લીધે છૂટકો કરશે. શ્રીમદ્ભાં આવે છે કે – સમકિત થયા પછી તું કહીશ કે – મારે કેવળજ્ઞાન નથી જોઈતું તો પછી નહીં ચાલે! તે મહાપ્રભુને દર્શનમાં, શ્રધ્ધામાં – પ્રતીતમાં, જ્ઞાનમાં સ્વીકાર્યો, અને તું કહીશ કે હવે મારે કેવળજ્ઞાન નથી જોઈતું તો એ નહીં ચાલે, કેવળજ્ઞાન લેવું જ પડશે. બીજ ઊગી તો પૂનમ થયે છુટકો છે.... એ બીજ હવે પાછી નહીં ફરે. બોધિત જીવને ભગવાન પૂર્ણાનંદના નાથની પ્રતીત થઈ, જ્ઞાનમાં ભાન થયું - એ બીજ ઊગી તે હવે પાછી નહીં ફરે. એ બીજ પૂર્ણ પૂનમ એટલે કેવળજ્ઞાનને લેશે. પૂનમ એટલે પૂર્ણ, જ્યારે સોળ કળા ખીલે ત્યારે પૂનમ કહેવાય. અમાસમાં પણ (ચંદ્રની) એક કળા ખૂલ્લી હોય છે. એકમની બે, બીજની ત્રણ કળા ખૂલ્લી હોય, તેમ પૂનમની સોળ કળા ખીલી હોય. તેમ પૂર્ણાનંદનો નાથ આત્મા કહે છે કે – સમ્યગ્દર્શન હોય ત્યારે ત્રણ કળા સાથે હોય છે. એક કળા નહીં, ત્રણ કળા. કારણ કે એક કળા તો સદાય ખુલ્લી જ હોય છે. અમાસ હોય તો પણ એક કળા તો ખુલ્લી જ હોય. આહાહા ! ગમે તેટલો અવરાય જાય તો પણ અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ તો નિગોદમાં પણ રહે. હવે તે આત્મા છે તેમ બીજાને સ્વીકારવામાં પણ મુશ્કેલ પડે ! સંપ્રદાયમાં એમ કહેતા કે – ભગવાન આત્મા જેવડો છે તેવડો ન માનતાં, તેને આળ આપે છે કે – રાગવાળો છે, પુષ્યવાળો છે, પાપવાળો છે એણે આળ ચડાવ્યો છે. તેણે આત્માને આળ આપી છે. જે આળ આપે છે તે મરીને જશે નિગોદમાં, ત્યાં બીજા જીવ તેને જીવ માનશે નહીં એવી સ્થિતિમાં એ જશે! કેમ કે – આવડો મોટો પ્રભુ હતો તેને તો તે માન્યો નહીં, તેનો તે અનાદર કર્યો, તેને ન સ્વીકાર્યો!! અમે તો જ્ઞાની છીએ, ધર્મી છીએ, અમે તો કાંઈક જાણીએ છીએ ! પ્રભુ એ સ્વભાવ તારા સ્વીકારમાં ન આવ્યો તેથી એવી સ્થિતિએ તું જઈશ કે – લોકો આ જીવ છે એમ તને નહીં સ્વીકારે. અહીંયા કહે છે – (અનિત) શબ્દ લીધો છે. અસ્મલિત એટલે અમિટ છે. “તદ્રુપ સર્વસ્વ જેનું એવો છે.” સમ્યગ્દર્શન ને જ્ઞાન પ્રગટયું એ પણ અમિટ છે. અહીંયા તો પૂર્ણ પર્યાયની વાત કરી છે........ પણ જે અપૂર્ણતાનો અંશ છે તેની જાત એક જ છે, તે અવયવીનો અવયવ છે. કેવળજ્ઞાન છે તે અવયવી છે અને મતિ, શ્રુતજ્ઞાન તેનો અવયવ છે. એક અવયવને જોતાં એનો અવયવી કેવડો છે એ પણ તેના જ્ઞાનમાં આવી ગયું છે. ધવલમાં એમ કહ્યું છે કે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનનો અવયવ જે પ્રગટયો એ કેવળજ્ઞાનને બોલાવે છે. એ આવ...આવ ભાઈ ! એમ મતિને શ્રુતજ્ઞાનની જ્યાં સમ્યક કળા ખીલી તે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ કલશામૃત ભાગ-૪ કેવળજ્ઞાનને બોલાવે છે. આવ ભાઈ આવ...! તેને અલ્પકાળમાં કેવળ હાલ્યું આવે છે. ત્યાં ધવલમાં એવો પાઠ છે કે- અવયવ અવયવીને બોલાવે છે. હે...અવયવી!હે પૂર્ણ કેવળજ્ઞાન! મારે વર્તમાન પરોક્ષ જ્ઞાન છે તેથી હું તને બોલાવું છું. આવ... આવ..હવે ઝટ! આ અપૂર્ણતા છોડી દે! જુઓ આ છમસ્થ સંતોની વાણીના જોર જુઓ જોર!! જેને સાંભળીને (વીરોના) અંદરથી પાવર ફાટી જાય. કાયરના કાળજા કંપે અને વીરોના વીર્ય ફાટે એવી વાતું છે. અહીં ચોત્રીસમું વર્ષ બેઠુંને !! સુપ્રભાતમાં આપણે કળશટીકામાં (૧૪૧ શ્લોકમાં) (છાછા:) આવ્યુંને ! તેની સાથે આ શ્લોકનો મેળ ખાઈ ગયો. (ગચ્છાચ્છા:) નિર્મળથી પણ નિર્મળ ધારા ઊછળી. ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ ...ચૈતન્ય જ્યોતિ ઝળહળ પ્રકાશે છે. તેનું જ્યાં ભાન થયું ત્યાં પર્યાયમાં પ્રકાશ થયો. (કચ્છચ્છા:) નિર્મળ, નિર્મળ, નિર્મળની ધારા વહે છે. નિર્જરા અધિકાર છે- તેથી નિર્મળથી નિર્મળ વધે છે. તે નિર્જરા છે. શુધ્ધ...શુધ્ધ...શુધ્ધ. તેને નિરંતર શુધ્ધિની વૃધ્ધિ ચાલુ છે. આહાહા! દિગમ્બર સંતોની શરતો અને તેની ગાથાનું શું કહીએ ! જેણે ભગવાનના વિરહ ભૂલાવ્યા છે. કેવળજ્ઞાનના વિરહ જેણે ભૂલાવ્યા છે એવી સંતોની વાણી છે. સમજાણું કાંઈ? ભાવાર્થ આમ છે કે - કોઈ એમ માનશે કે જેટલા જ્ઞાનના પર્યાય છે તે સમસ્ત અશુદ્ધરૂપ છે. પરંતુ એમ તો નથી, કારણકે જેમ જ્ઞાન શુધ્ધ છે તેમ જ્ઞાનના પર્યાય વસ્તુનું સ્વરૂપ છે તેથી શુધ્ધ સ્વરૂપ છે.” ત્રિકાળી જ્ઞાન સ્વભાવ જેમ શુધ્ધ છે એમ જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ જે પ્રગટયા છે તેના નામ ભલે ન હો ! પણ તેની જે પર્યાય પ્રગટી તે શુધ્ધ સ્વરૂપ ભગવાન આત્માની વર્તમાન દશામાં જે જ્ઞાનની, શાંતિની, આનંદની એમ અનંતગુણની જે પર્યાય પ્રગટી છે તે શુધ્ધ છે. તે પર્યાય છે, ભેદ છે માટે અશુદ્ધ છે – એમ નથી. એ પર્યાય શુધ્ધ છે પરંતુ ફક્ત કેટલો ફેર છે તે વાત હવે કહે છે. “પરંતુ એક વિશેષ - પર્યાયમાત્રને અવધારતાં વિકલ્પ ઊપજે છે, અનુભવ નિર્વિકલ્પ છે.” આટલી વાત બાકી છે. પર્યાયો છે તો શુધ્ધ, પરંતુ પર્યાયમાત્ર તરફ લક્ષ જતાં તેને રાગની ઉત્પત્તિ થાય છે. આહાહા! શુધ્ધ પર્યાયના ભેદ ઉપર લક્ષ જતાં પણ રાગ થાય છે – એમ કહે છે. આમાં પક્ષ કયાં છે? આમાં વાડો કયાં છે? આ તો સ્વરૂપ જ એવું છે. પછી તે હરિજન હોય કે ભંગીયો હોય કે કોળી હોય ! આત્મા કયાં અંદર ભંગિયો છે, એ આત્મા તો અંદર ભગવાન સ્વરૂપે બિરાજે છે. દિગમ્બર કહે – આ તમારો મત છે, શ્વેતામ્બર કહે – અમારો આ મત છે. બાપુ! રહેવા દે ભાઈ ! આ તો સ્વભાવનું જેવું સ્વરૂપ છે તેવો મત છે. દૃષ્ટિમાં આ ચીજ આવે તે અલોકિક છે બાપુ! આહાહા!તેના દ્રવ્યને, ગુણને, પર્યાયને અને પર્યાયમાં પડતાં અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ....એવડી તાકાતને કબુલવાની છે. (પક્ષપાતી) કાં તો એકલા દ્રવ્ય, ગુણને કબૂલે Page #413 -------------------------------------------------------------------------- ________________ કલશ-૨૬૮ ૩૯૭ અને કાં તો એકલી પર્યાયને કબૂલે, કાં તો પર્યાયના એકલા અવિભાગ પ્રતિચ્છેદને કબૂલે ! પણ વસ્તુ શું છે તેની ખબરું ન મળે. સંપ્રદાયમાં તો અત્યારે અપવાસ કરો, તપસા કરો બસ એ થયો ધર્મ. અપવાસ તે સંવર અને તપસા તે થઈ ગઈ નિર્જરા. આગળ કહે – પત્ની, છોડીને લ્યો બ્રહ્મચર્ય. એ ધૂળમાંય બ્રહ્મચર્ય નથી, ત્યાં બ્રહ્મચર્ય કેવા? એ તો શુભભાવ છે. બ્રહ્મચર્ય નામ આનંદમાં ચરવું, આનંદ સ્વરૂપમાં રમણતા કરવી તેને પરમાત્મા બ્રહ્મચર્ય કહે છે. આ તો તારા ઘરની વાત છે પ્રભુ! તું છો તેની વાત ચાલે છે. આ કોઈ સંપ્રદાય છે, વાડો છે એમ નથી. આ તો આત્મધર્મની વાત છે. એ પર્યાયને લક્ષમાં લેતાં વિકલ્પ ઊપજે છે, જ્યારે અનુભવ નિર્વિકલ્પ છે. ભેદ ઉપર આશ્રય જતાં વિકલ્પ થાય છે અને અંતરમાં એકાગ્ર થતાં નિર્વિકલ્પતા થાય છે. કારણકે – અનુભવમાં એ ભેદનો, વિકલ્પનો આશ્રય છે નહીં. એથી વસ્તુમાત્ર અનુભવતાં સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે.” પછી તે મતિ હોય કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય! પણ છે તો તે જ્ઞાનનો પર્યાયને ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે – એ જે ઉઘાડ છે તે કેવળજ્ઞાનનો અંશ છે. કેમ કે – જે અંશ છે તે વધીને કેવળજ્ઞાન થશે. જોડે જો ચારિત્રનો શુધ્ધ અંશ હોય તો આ અંશ જે શુધ્ધ છે તે વધીને કેવળ થાય. શુધ્ધનો અંશ સાથે જો ન હોય તો શુધ્ધતા વધીને યથાખ્યાત થાય! માટે શુભયોગમાં પણ શુધ્ધનો એક અંશ ગર્ભિત સાથે છે. અહીં બે અતિ સિધ્ધ કરવી છે. જ્ઞાનનો અંશ જ્ઞાનને પ્રસિધ્ધ કરશે. ચારિત્રનો શુધ્ધ અંશ તે ચારિત્રને પ્રસિધ્ધ કરશે. પરંતુ અંશ બિલકુલ શુધ્ધ જ ન હોય તો અશુદ્ધતાની તાકાત નથી કે તે આગળ વધીને ચારિત્રને પામે, એ માટે સિદ્ધ કર્યું. આ શુધ્ધતાનો અંશ કોને કામ કરે છે? જેને ગ્રંથી ભેદ થયો છે તેને તે શુધ્ધતાનો અંશ કામ કરે છે. જેણે રાગની ગાંઠ તોડી છે, ગ્રંથી ભેદ કર્યો છે તેને એ શુધ્ધતાનું કાર્ય કરશે. ગ્રંથી ભેદ વિનાનો એ શુધ્ધતાનો અંશ તે કાર્ય નહીં કરી શકે ! સમજાણું કાંઈ? અહીંયા કહે છે “તેથી વસ્તુમાત્ર અનુંભવતા તે સમસ્ત પર્યાયો પણ જ્ઞાનમાત્ર છે, તેથી જ્ઞાનમાત્ર અનુભવ યોગ્ય છે.” આહાહા ! આત્મા જ્ઞાનમાત્ર જ્ઞાનસૂર્ય છે. ચૈતન્ય ચંદ્ર તે જિનચંદ્ર છે. એ આત્મા શીતળતાનો ચંદ્ર છે. “વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ?” આ સંવેદન વ્યક્તિઓનો અર્થ ગઈ કાલે કર્યો હતો. જેમ દરિયાનો ભાગ છે કે – આ ઉત્તરનો દરિયો, પશ્ચિમનો દરિયો ....પણ એ બન્ને દરિયાનો ભાગ છે. તેમ ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્યઘન છે તેની નિર્મળ દશા-પર્યાયો જે પ્રગટ થાય છે તેનો જ ભાગ છે. વ્યવહાર રત્નત્રય તે રાગ છે અને તે તેનો ભાગ નથી. તે આત્માનું સ્વરૂપ તો નથી, પણ સ્વરૂપ અંશેય નથી. પરંતુ સમ્યગ્દર્શન અર્થાત્ પ્રતીતિ અને જ્ઞાન જે શુધ્ધ સ્વભાવના આશ્રયે પ્રગટ થયાં તે તેનું સ્વરૂપ છે. એ સંવેદન તેનો ભાગ છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ લોકો નથી કહેતા કે – મને મારો ભાગ આપો! એમ અહીંયા કહે છે કે શુધ્ધ ચૈતન્યઘન માંથી જે શ્રધ્ધા, જ્ઞાન ને શાંતિ નીકળી તે તેનો ભાગ છે. એ મારો ભાગ છે અને મને એ મળ્યો, બાકી લાડવા વગેરે એ મારો ભાગ નહીં. “વળી કેવી છે સંવેદન વ્યક્તિઓ ? “નિ:પીતાવિનમાવ મળ્વતપ્તપ્રામામા:વ" ગળી ગઈ છે સમસ્ત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત - દ્રવ્યના,” જેની પર્યાયમાં સમસ્ત કહેતાં છ એ દ્રવ્યના........દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થયું છે. એ તો શ્રુતજ્ઞાનની પર્યાયમાંય છ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે.... પરંતુ ફરક એટલો છે કે તે પરોક્ષ છે એટલું. ૩૯૮ એ જ્ઞાન પર્યાયનો જ એટલો સ્વભાવ છે કે તે – નિર્મળ પ્રગટેલી પર્યાયને, દ્રવ્ય–ગુણને તેમજ પૂર્ણ ( વસ્તુને ) અને ભવિષ્યની અનંતી પર્યાયો જે થવાની છે તેને એ જાણે છે. તે એક પર્યાયની આટલી તાકાત છે. તેની પોતાની અનંત પર્યાયો જે થવાની શ્રુતજ્ઞાનની અને કેવળજ્ઞાનની પર્યાય જણાય જાય છે. અહીંયા તો કહેવું છે કે – શ્રુતજ્ઞાનની પર્યાયમાં કેવળજ્ઞાનની પર્યાય જણાય જાય છે. કેવળજ્ઞાન જણાય જાય છે તેથી તેને બોલાવે છે એમ કહ્યું. ( અનંતું ) જણાય તે પર્યાયમાં ખામી શું હોય ? જે જ્ઞાનમાં આખું દ્રવ્ય ને ગુણ જણાય ગયા, પણ દ્રવ્ય –ગુણ, પર્યાયમાં આવ્યા નહીં. જણાવામાં ઓછપ ન રહી. પોતાની પણ ત્રિકાળી પર્યાય જણાણી. જો આવું ન જાણે તો કહે છે તેણે પોતાના દ્રવ્યને જ જાણ્યું નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૪૯ માં આવ્યું છે કે – “એકને જાણે તે સર્વને જાણે” કેમ કે એક પોતે આખું ત્રિકાળી પર્યાયવાળું તત્ત્વ છે. એ એકને જ્યારે જાણે ત્યાં તો (અંદરનું બધું જણાય ગયું) ભવિષ્યમાં થવાવાળી જે પર્યાય છે એ પરિણામ જણાય જાય છે. એકને જાણે ત્યાં બધાને જાણે છે. સમજાણું કાંઈ ? “અતીત - અનાગત - વર્તમાન અનંત પર્યાયરૂપી રસાયણ ભૂત દિવ્ય ઔષધિ તેના સમૂહ વડે,” ( કવિતા ) સમસ્ત છ દ્રવ્ય, એ દ્રવ્યના અનંત પર્યાયોરૂપ દિવ્ય ૨સાયણ પીતાં ...અંતરંગમાંથી પાવ૨ ફાટે –એમ કહે છે. તેમ આ પર્યાયમાં રસાયણ છે તેથી કેવળજ્ઞાન તેમાં જણાય જાય છે. એ પર્યાયમાં ત્રણકાળ – ત્રણલોક જણાય જાય છે. = પ્રવચન નં. ૧૪૮ તા. ૧૩/૧૧/’૭૭ કળશટીકાનો નિર્જરા અધિકાર તેનો ૧૪૧ શ્લોકનો છેલ્લો (પેરેગ્રાફ ). “(અવિન) સમસ્ત (ભાવ ) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ એવાં સમસ્ત દ્રવ્યનાં” જીવમાં અનંત કેવળીઓ પણ આવ્યા, અનંત નિગોદના જીવ પણ આવ્યા, પંચ પરમેષ્ઠી પણ કેવળજ્ઞાનની પર્યાયમાં આવ્યા. એવા છ દ્રવ્યના સમસ્ત (મન્ડલૢ ) એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન બધી પર્યાયોનો સમૂહ. “રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના Page #415 -------------------------------------------------------------------------- ________________ કલશ-૨૬૮ ૩૯૯ (પ્રભાર) સમૂહ વડે (મતા:ડ્રવ) મગ્ન થઈ છે.” દૃષ્ટાંત આપ્યું કે – જેમ રસાયણ પીને તરંગ ઊઠે છે તેમ જેની પર્યાયમાં ત્રણ કાળ ત્રણલોકની પર્યાયો જણાય જાય છે તેને જ્ઞાનની તરંગોની સાથે અનંત આનંદના તરંગ ઊઠે છે. રસાયણ પીને જેમ મત નામ મસ્ત થઈ જાય છે. તેમ આત્માના જ્ઞાનની પર્યાયમાં પૂર્ણનું (જાણપણું થઈ જાય છે.) પૂર્ણની વાત છે ને! છ દ્રવ્યો અને તેના અનંત ગુણો અને તેની પર્યાયો એ બધાનું મન્ડલ (મન્ડન ) એટલે સમૂહ. ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય, ગુણ, પર્યાયના સમૂહ જેની જ્ઞાનની પર્યાયમાં મગ્ન થઈ ગયા છે એટલે જણાય ગયા છે. રસાયણની ઔષધિ પીને જેમ મસ્ત થઈ જાય તેમ ત્રણ કાળને ત્રણલોકના પર્યાયોને જાણીને એ અતીન્દ્રિય આનંદની પર્યાય મસ્ત થઈ ગઈ છે. અતીન્દ્રિય જ્ઞાન તો છે પણ સાથે અતીન્દ્રિય આનંદથી મસ્ત થઈ જાય છે. રસાયણભૂત દિવ્ય ઔષધિ તેના (પ્રભાર) સમૂહ વડે (મત:વ) મગ્ન થઈ છે, પર્યાય મસ્ત થઈ. આ નિર્જરા અધિકાર છે ને! અંતર આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે તેનું ધ્યાન કરતાં કરતાં ....ધ્યેયને જ્ઞાનમાં ધ્યેય બનાવીને જેણે આત્માનો આશ્રય લીધો છે, તે આશ્રયના કારણે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે....એમ કહેવું છે. એ કેવળજ્ઞાનમાં ત્રણકાળની પર્યાયનું મંડળ એટલે સમૂહનું (જ્ઞાન થયું છે. ) એક સમયની પયયમાં (આવું જ્ઞાન થયું છે.) રસાયણની પેઠે તે આનંદરસની સાથે જ્ઞાન પર્યાય મગ્ન થઈ છે. જુઓ આ કેવળજ્ઞાન પર્યાય તેનો ઉપાય નિર્જરા અને તેનું ફળ કેવળજ્ઞાન. “ભાવાર્થ આમ છે કે- કોઈ પરમ રસાયણભૂત દિવ્ય ઔષધિ પીએ છે તો સર્વાગ તરંગાવલિ જેવું ઊપજે છે, તેવી રીતે સમસ્ત દ્રવ્યોને જાણવામાં સમર્થ છે જ્ઞાન, તેથી સર્વાગ આનંદ તરંગાવલિથી ગર્ભિત છે.” એક સમયનું કેવળજ્ઞાન છે તે અનંત આનંદ ગર્ભિત તરંગાવલિથી ઉત્પન્ન થાય છે. એમ કહે છે કે – અંદરથી અતીન્દ્રિય આનંદનો રસ ફાટે છે. ચૈતન્યમાં જે અતીન્દ્રિય આનંદનો પૂર્ણ અપરિમિત સ્વભાવ ભર્યો છે તે, કેવળજ્ઞાનની પર્યાયના કાળમાં અનંત આનંદ રસાયણનો રસ જાગે છે, એવો કેવળજ્ઞાનનો સ્વભાવ છે. એ કેવળજ્ઞાન થયું તેનું કારણ નિર્જરા છે. હવે ૧૪૨ કળશમાં ઝીણું આવ્યું! લોકોને તે આકરું પડે છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪OO કલશાકૃત ભાગ-૪ (શાર્દૂલવિક્રીડિત) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१०-१४२।। ખંડાન્વય સહિત અર્થ:- “પરે રૂદ્ર જ્ઞાનું જ્ઞાન | વિના પ્રાણું થમ મfપ ન દિ ક્ષમન્ત'(પરે) શુદ્ધસ્વરૂપ-અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે, (રૂવં જ્ઞાનં) પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદવિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને (જ્ઞાન | વિના) શુદ્ધસ્વરૂપઅનુભવશક્તિ વિના (પ્રાણું) પ્રાપ્ત કરવાને, (થમ મ9િ) હજાર ઉપાય કરવામાં આવે તોપણ, (૧ દિ ક્ષમત્તે) નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાનપદ? “સાક્ષાત્ મોક્ષ:” પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષસ્વરૂપ છે. વળી કેવું છે? “નિરામયપર્વ” જેટલા ઉપદ્રવ-કલેશ છે તે સર્વથી રહિત છે. વળી કેવું છે? “સ્વયં સંવેદનાન"(સ્વયં) પોતાથી (સંવેદ્યમાનં) આસ્વાદ કરવાયોગ્ય છે. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવયોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. કેવો છે મિથ્યાદેષ્ટિ જીવરાશિ? “કૃમિ: વિનયન્ત” (મિ:) વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે (વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે. કેવાં છે કરતૂત અર્થાત્ ક્રિયાભદ? “સ્વયન ઇવ ડુક્કરશે”(સ્વયમ શ્વ) સહજપણે (કુરતજૈ:) કષ્ટસાધ્ય છે. ભાવાર્થ આમ છે કે-જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુદ્ધસ્વરૂપ-અનુભવની માફક સુખસ્વરૂપ નથી. વળી કેવાં છે? “મોક્ષનુર્વે:” (મોક્ષ) સકળ કર્મક્ષયથી (૩જુર્વે:) ઉન્મુખ છે અર્થાત્ તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે. “” વળી કેવા છે મિથ્યાદેષ્ટિ જીવ? “મદાવ્રતતપોમારે વિરું મના: વિનશ્યન્ત” (મહાવ્રત) હિંસા, અનૂત, તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, (તપ:) મહા પરીષહોનું સહવું, તેના (માર) ઘણા બોજા વડે(વિર) ઘણા કાળ પર્યંત (મસા) મરીને ચૂરો થતા થકા (વિનશ્યન્તાં) ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. ૧૦-૧૪૨. 26 2700 Page #417 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૦૧ કળશ નં.-૧૪૨ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૮-૧૪૯ તા. ૧૩–૧૪/૧૧/'૭૭ પુરે પુર્વ જ્ઞાનું જ્ઞાનામાં વિના પ્રાપ્ત થમ પિ ર દિ ક્ષમત્તે” (પરે) શુધ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ તે” જેને આત્મા શુધ્ધ સ્વરૂપ પવિત્ર છે તેનું તેને સમ્યગ્દર્શન નથી અને અનુભવે (ય) નથી. વસ્તુ શુધ્ધ ચૈતન્ય આનંદ દળ છે. ધ્રુવના તળમાં અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ અનંત વીતરાગતા એવી જે વસ્તુ તેનો જેને પર્યાયમાં અનુભવ નથી એટલે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી. ભગવાન આત્માના અનુભવથી જે ભ્રષ્ટ છે તેને શુધ્ધ સ્વરૂપનો અનુભવ નથી, તે તો રાગની રુચિમાં પડયા છે. (રૂદું જ્ઞાનં) પૂર્વે કહેલ છે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાનમાત્ર વસ્તુ તેને શુધ્ધ સ્વરૂપ - અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને, હજાર ઉપાય કરવામાં આવે તો પણ, નિશ્ચયથી સમર્થ થતા નથી.” ભગવાન તો જ્ઞાનમાત્ર આત્મા છે. ચૈતન્ય ચંદ્ર છે. એકલો ચંદ્ર કેમ કહ્યો? કેમ કે – ચૈતન્ય શીતળ જ્ઞાનથી ભરેલો છે. તે શીતળ શીતળ....ઠંડો ઠંડો ઉપશમરસથી ભરેલ એવો જે ભગવાન આત્મા તેને અનુભવ વિના પામી શકાતો નથી. (પ્રથમ પિ) કહે છે કે – દયા- દાન -વ્રત-ભક્તિ-તપ કોઈ પણ પ્રકારે.....અનંત ઉપાયો કરવામાં આવે તો પણ .....ભગવાન આત્મા તેનાથી પ્રાપ્ત થાય તેવો નથી. ચૈતન્યની લહેરથી ભરેલો ભગવાન ચૈતન્યના સ્વભાવથી જ તે પ્રાપ્ત થાય છે. રાગની ક્રિયા હજાર શું? લાખ શું? કરોડ કરે ને......... તેનાથી પ્રાપ્ત થાય તેવો નથી. છઢાળામાં આવે છે લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાઓ. તોરી સકલ જગદંદકુંદ, નિત આતમ ધ્યાઓ.” કહે છે રાગ તો છોડ પણ, વિકલ્પનું દૈત- (દ્વન્દ્ર) પણ નહીં. આ ગુણી અને આ ગુણ એવા દૈતપણાનો ભેદ પણ હવે છોડ!! ત્યાં જ ઢાળામાં લાખ વાતની વાત કહ્યું, અહીંયા હજાર કહ્યું, ત્યાં બધે અનંત લઈ લેવું. ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્ય પવિત્રતાનો પિંડ પ્રભુ છે તેની સન્મુખ થઈને, ચૈતન્યને અનુસરીને આનંદનું વદન થવું, આ સિવાય અનેક ઉપાય કરો તો પણ (આત્મા) પ્રાપ્ત થાય તેવો નથી. “(વરથમ પિ) હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી.” એ આત્મજ્ઞાન કરી શક્તા નથી. લાખ મંદિર બનાવે ગજરથ ચલાવે, અબજો રૂપીયા ખર્ચે, મંદિર ખાતે કરોડ ખર્ચે ....પણ તેનાથી (આત્મ) વસ્તુ પામી શકાતી નથી. કેમ કે - વસ્તુમાં તપણું, વિકલ્પપણું નથી. એવી ચીજને પામવા માટે હજાર, લાખ ક્રિયા કરો. અત્યારે Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ કલશામૃત ભાગ-૪ આકરું કામ પડે છે. જિશ્યન્તાં સ્વયમેવ ડુક્કરતક્ષોનુā: મિ:” જ્ઞાન – સ્વરૂપ ભગવાન આત્મા તેનું પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે સાક્ષાત્ મોક્ષ સ્વરૂપ છે. “વળી કેવું છે? “નિરામયપર્વ” જેટલા ઉપદ્રવ - કલેશ છે તે સર્વથી રહિત છે.” એ પુણ્ય પાપના, દયા ને દાનના, વ્રત – ભક્તિના એ બધા વિકલ્પો કલેશ છે. એ કલેશથી પ્રત્યક્ષપણે જેટલા ઉપદ્રવ છે તે સર્વથી રહિત છે. લોકોને આ આકરું પડે છે ને ! ( આત્માને ) પામવાનું સાધન શું? એમ કહે છે! રાગથી ભિન્ન પડીને પ્રજ્ઞા છીણી તે તેનું સાધન છે. પર તરફ ઝૂકતા રાગને, સ્વતરફ ઝૂકતી દશા વડે ભિન્ન કરવું. રાગની દિશા પર ઉપર છે અને વીતરાગી પર્યાયની દશાની દિશા દ્રવ્ય ઉપર છે. વાત થોડી છે પણ ભાવ, ગહન છે. અહીં કહે છે- જેટલા ઉપદ્રવ કલેશ છે તે સર્વેથી રહિત છે. વળી કેવું છે? “સ્વયં સંવેદ્યમાન” પોતાથી આસ્વાદ કરવા યોગ્ય છે.” ભાષા જોઈ? (સ્વયં સંવેદ્યમાનં) રાગાદિ છે તે તો વિકાર – વિભાવ છે તેથી પર વસ્તુ છે. તેનાથી આત્મા (સ્વયં સંવેદ્યમાનં) થઈ શક્તો નથી. તેથી કહ્યું કે – “સ્વયં સંવેદ્યમાન” પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવથી સ્વયં વેદનમાં એ આવી શકે તેવી ચીજ છે. આ આકરું પડે છે ને! ત્યાં અગાસ ગયા હતા, એક કલાક વ્યાખ્યાન સાંભળ્યું પછી એક મારવાડી કહે – એ બધું ઠીક - નિશ્ચય (આદિ ની વાત ) પણ તેનું સાધન શું? બધે સાધનના વાંધા ચાલે છે. એમ કે – આ ભક્તિ કરવી, દયા કરવી, પૂજા કરવી, વ્રત પાળવા, બ્રહ્મચર્ય પાળવા એ બધા સાધન છે. ભાઈ ! એ સાધન છે જ નહીં. સાધ્યનું સાધન તો એ છે કે – રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં એકાગ્ર થવું. સમયસાર ગાથા ૫ માં કહ્યું “એકત્વ વિભક્ત” સ્વભાવમાં એકત્વ થવું અને રાગથી વિભક્ત થવું “શ્ચત્તવિદત્ત વાણં” અને ત્રીજી ગાથામાં કહ્યું “ત્તfo@યવો સમય સવ્વસ્થ તો,” આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, તે પોતાનામાં એકત્વની પ્રપ્તિ કરે છે. તે રાગથી વિભક્ત થાય છે તે નાસ્તિથી વાત કરી, અંતરથી સ્વભાવની એકતા કરે તે અસ્તિથી વાત કરી. જગતમાં સુંદર મોક્ષનો માર્ગ છે. આવી વાત છે! તેથી લોકો રાડ પાડે છે. સોનગઢવાળા ચર્ચા કરવાની ના પાડે છે. તેને કોઈની સાથે ચર્ચા કરવી નથી, તેણે તો પોતાનો જ માર્ગ ઘડવો છે. આટલા આટલા સાધુ કહે છે કે એકાન્ત છે, – નિશ્ચિયાભાસ છે પણ તેઓ કોઈનું સાંભળતા નથી! અરેરે...! ભગવાન, બાપુભાઈ ! તું કોણ છો તેની તને ખબર નથી. તું કોઈ ક્રિયાથી કે વિકલ્પના કલેશથી પામી શકાય એવી તું ચીજ નથી. ભાઈ ! તારા હિતની વાત છે નાથ! પાઠમાં ભાષા શું છે જુઓ ! “સ્વયંસંવેદ્યમાન' પોતે પોતાના નિર્મળ સ્વભાવથી જ સંવેધમાનમ્ દશા પ્રગટ કરે છે. દયા–દાન-વ્રત-ભક્તિનો રાગ કાંઈ સંયમ નથી, એતો પર છે, વિકાર છે. નિશ્ચયથી તો તેને પુગલના પરિણામ કહ્યા છે. એ પુદ્ગલના પરિણામથી અમૃતના પરિણામ Page #419 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૦૩ કેમ પ્રગટ થાય? ભગવાન ! અમૃતનો સાગર અંદર ભર્યો પડ્યો છે. એ અમૃતના પરિણામ વડે જ અમૃતનો સાગર જણાય એવો છે. રાગના પરિણામ વડે તે પામી શકાતો નથી. આવી વાત છે! તેને તો શ્રધ્ધાને સુધારવામાં હજુ વાંધા પડે છે. રાગાદિ ક્રિયાથી થાય એ મિથ્યાત્વ ભાવ છે. તેનાથી આત્માની પ્રાપ્તિ ન થાય. રાગાદિની લાખ ક્રિયા કરે- બ્રહ્મચર્ય પાળે આખી જિંદગી, અહિંસા, સત્ય આદિ મહાવ્રત પાળવાનો ભાવ કરે પણ તે રાગ છે. તેનાથી આત્મા પમાય અને ધર્મ થાય એ વાત ત્રણકાળ ત્રણલોકમાં નથી. લોકોને એમ લાગે કે – આમ હાથ જોડ કરીને બ્રહ્મચર્ય અંગીકાર કર્યું. તેથી આપણે તરી ગયા. બ્રહ્મચર્ય આપનારો તેને એમ થાય કે – ઓહોહો! બહુ સારું કર્યું. ભાઈ એ તો બધી રાગની ક્રિયા છે...... તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન ! તેમાં વૃત્તિનું ઉત્થાન થવું એ તો ઝેર છે. - ત્રણલોકના નાથ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનું ફરમાન છે કે હુકમ છે કે “સ્વયં સંવેદ્યમાન” આત્મા છે. આત્માને પામવા રાગની લાખ, કરોડ રાગની ક્રિયા કરે તો પણ તેનાથી જણાય એવો નથી. સ્વયં પોતાથી સંવેદ્યમાનદ્ આસ્વાદ કરવા યોગ્ય છે. અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં એ આવ્યું છે. (૧) ભગવાન આત્મા ઇન્દ્રિયથી જણાય એવો નથી. (૨) ઇન્દ્રીયથી જાણે તે આત્મા નહીં. (૩) ઇન્દ્રિયમાં પ્રત્યક્ષ થાય તે આત્મા નહીં. ઇન્દ્રિય પ્રત્યક્ષ તે આત્માનું સ્વરૂપ જ નહીં. (૪) બીજાઓ વડે અનુમાનથી જણાય તે આત્મા નહીં. (૫) પોતે પણ બીજા અનુમાનથી જાણે તેવો એનો સ્વભાવ નહીં. (૬) પોતાના સ્વભાવથી જણાય તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ અતિથી સરવાળો લીધો. અહીં પણ એ કહે છે - (સ્વયં સંવેદ્યમાન) આવી આકરી વાતો છે બાપુ! અરે! જન્મ મરણના અવતાર કરી કરીને તે દુઃખી દુઃખી થઈ ગયો છે. તેના દુઃખોને જોતાં જોનારને આંખમાંથી આંસુની ધારા વહે તેવા દુઃખો તેણે સહન કર્યા છે. એ દુઃખો મિથ્યાત્વને લઈને મળ્યા. તે સાધુ થયો, પંચ મહાવ્રત પાળ્યા તો એમાંય દુઃખ છે. શ્રોતા:- તેમાં કાંઈ પોચું મૂકાય એવું નથી? ઉત્તરઃ- પોચું મૂકાય એવું એ છે કે – તેનાથી કાંઈ લાભ ન થાય. મુંબઈના ઘાંસીલાલ આવ્યા હતા તે કહેતા હતા કે – સ્વામીજી કંઈક મોળું મૂકે અને કંઈક અમે મોળું મૂકીએ....તો બન્ને ભેગા થઈ જાય. આ કંઈ વાણિયાવડ છે? એક વાણિયો , કણબી પાસે પાંચ હજાર રૂપિયા માંગતો હતો. વાણિયાને ખબર કે – આની પાસે બે હજારથી વધારે નથી. ભેસું, બળદ, બધુય વેચે તો પણ બે હજાર થાય. કણબીને Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪/૪ કલામૃત ભાગ-૪ પણ ખબર કે- મારી પાસે બે હજારથી વધારે નથી. બન્ને જણ બેઠા, વાણિયો કહે પાંચ હજારથી એક પાઈ ઓછી નથી લેવી. પેલો કહે એક હુજારથી વધારે પાઈ પણ મારી પાસે નથી. એમ કરતાં કરતાં ....છેવટે પટેલ બે હજાર આવ્યો. બે હજારથી વધારે એક પાઈ મારી પાસે નથી ! વાણિયો કહે જાવ ભાઈ ! તેના જેવું અહીંયા વાણિયા વડ હશે? થોડીક રાગની ક્રિયાથી પણ થાય અને થોડુંક સ્વભાવના સાધનથી પણ થાય. એવા બે પ્રકાર હશે ખરા ! શ્રીમદ્જીનું પદ છે “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ,” અરેરે ! તેને શ્રધ્ધામાં પણ એ વાત એ નહીં તેને કયાં જવું છે ભાઈ ! એ વિકારના અનંતા રસમાં રોળાય ગયો છે... તે દુઃખી છે. બહારથી ભલે (સુખી દેખાતો હોય:) બે, પાંચ લાખ રૂપિયા, શરીર રૂપાળું હોય....! પણ તે મહાદુઃખના દરિયે ડૂબી ગયો છે. ભાઈ ! તને ખબર નથી. એ આનંદનો સાગર ભગવાન ! તેનાથી વિરુધ્ધ જેટલા વિકલ્પો છે એ બધા દુઃખ છે. ભાઈ ! તને તારા સ્વભાવની શક્તિનું મહાભ્ય કેટલું છે તેની તને ખબર નથી. અહા ! ભગવાન અંદર અનંત અનાકુળ આનંદના રસથી છલોછલ ભરેલ ભગવાન છે. એ આત્મા (સ્વયં સંવેદ્યમાનં) છે. અહીંયા આપણે આની ઉપર આટલું વજન છે... કે શુધ્ધ સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય તેવો છે. બાકી અબજો રૂપિયા ખર્ચે દાનમાં, પૂજામાં, ભક્તિમાં, મંદિરો બનાવવામાં .....પણ તેનાથી આત્મા પ્રાપ્ત થાય એ વસ્તુનું સ્વરૂપ જ નથી. સમજાણું કાંઈ? પાઠમાં ભાષા કેવી છે? “(સ્વયં) પોતાથી (સંવેદ્યમાનં) આસ્વાદ કરવા યોગ્ય છે.” ખરેખર તો નિર્મળ પર્યાય થાય છે તેનાથી સ્વયં ઉત્પન્ન પણ તેમાં જણાય એમ કહ્યું છે. અહીંયા કહ્યું – (સંવેદ્યમાન) આસ્વાદવા યોગ્ય. અતીન્દ્રિય આનંદના આસ્વાદથી તે સ્વયં પ્રાપ્ત થાય છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો મોટો ડુંગર છે. અતીન્દ્રિય આનંદનો મોટો પાતાળ કૂવો છે. ભાઈ ! તેને ક્ષેત્રની મોટપની જરૂર નથી. તેના સ્વભાવમાં એક એક પ્રદેશ અનંત આનંદ અને અનંત જ્ઞાન ભર્યું છે... એવો તે અસંખ્ય પ્રદેશ છે. જેનો પાક અતીન્દ્રિય આનંદનું વેદન આવે એવો છે. બાપુ! શરતું ઘણી..જવાબદારી બહુ ભાઈ ! આખો પલટો મારવાનો છે. જે દશાની દિશા પર તરફ છે તે દશાને સ્વતરફ વાળી અને નિર્મળ દશાને પ્રગટ કરવાની છે. આ આત્મા જે વસ્તુ છે તેના તળિયામાં અનંત આનંદ પડ્યો છે. તેના ધ્રુવ સ્વભાવમાં અનંત આનંદ છે. પ્રશ્ન- પર્યાયનો આનંદ ઉપર કેવી રીતે છે? ઉત્તર- પર્યાય ઉપર છે. અત્યારે પર્યાયમાં આનંદ કયાં છે? એતો પર્યાયમાં પ્રગટ કરે ત્યારે આનંદ આવે છે ...એમ કહેવું છે. તેની પર્યાયમાં જ્ઞાનના ઉઘાડનો અંશ છે . પણ Page #421 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૦૫ આનંદ નથી. અજ્ઞાનીને અનાદિથી જ્ઞાન પર્યાયનો અંશ વિકાસ એટલે ક્ષયોપશમરૂપ છે, પણ તેને આનંદરૂપ અવસ્થા છે જ નહીં. એ આનંદની અવસ્થા થાય ક્યારે? અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ તે આનંદથી ભરેલો છે. તે (સ્વયં સવેદ્યમાન) છે. એ પોતે જ પોતાના નિર્મળ સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય છે. કોઈ રાગની ક્રિયાથી કે – વ્રત –તપ- ભક્તિપૂજા આદિ, હિંસા, જૂઠ એવા પાપનો તો પ્રશ્ન જ નથી. પરંતુ પુણ્યની ક્રિયા લાખ, કરોડ કરે (૪થમ પિ) કોઈ પ્રકારે કરે, તે લાખો, અબજો રૂપીયા ધરમના નામે ખર્ચે, કરોડો મંદિરો બનાવે, લાખો, અબજો શાસ્ત્રો ભણાવે, મહાવ્રત પાળે હજારો રાણી છોડીને (જંગલમાં જાય) પરંતુ તેનાથી પ્રભુ (નિજાત્મા) પ્રાપ્ત થાય તેવો નથી. પાઠમાં (સ્વયં) શબ્દ પડ્યો છે. સ્વયં અર્થાત્ પોતાથી જ આસ્વાદ કરવા યોગ્ય છે. રાગની જે ક્રિયા દયા-દાન-વ્રતના પરિણામ તે સ્વયં સ્વરૂપ નથી એ તો વિકારનું વિભાવ સ્વરૂપ છે. એ પરિણામ તો દુઃખરૂપ છે. આહાહા! પ્રભુ! અતીન્દ્રિય આનંદની શક્તિના સાગરથી ભરેલો ભગવાન છે. વર્તમાન શુધ્ધ આનંદના અનુભવની દશાથી આસ્વાદ કરવા લાયક છે. આવી વાત છે! તમારા વર્ષીતપ એ બધા થોથાં નીકળ્યા એમ કહે છે. તે પર્યાયમાં રાગાદિની લાખ, કરોડ, ક્રિયા કરે....પણ આત્મા તેનાથી પ્રાપ્ત થાય તેવી ચીજ નથી. ભાવાર્થ આમ છે કે – જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવ યોગ્ય છે, કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી.” ભાષા જુઓ! “કારણાન્તર’ આ એક કારણ છે, એ સિવાય અનેરા કારણ દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. ભગવાન આત્માની સન્મુખ થતાં જે નિર્મળ જ્ઞાન અને નિર્મળ આનંદ થાય તેનાથી તે આસ્વાદવા યોગ્ય અને જણાવા યોગ્ય છે. કારણાન્તર' આ સિવાય અન્ય અનેરા કારણો દ્વારા જણાય તેવો નથી. ભગવાન આત્માને, રાગથી ભિન્ન પ્રજ્ઞાછીણીથી છેદીને ભિન્ન કરતાં, તે રાગથી ભિન્ન પડતાં જણાવા લાયક થાય છે. તેથી (પ્રજ્ઞાછીણી) તે તેનું કારણ છે. “કારણાન્તર દ્વારા” એટલે? એ કારણથી અનેરા કારણ દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. અન્ય કારણથી ભગવાન જણાવા લાયક નથી એમ કહે છે. સમજાણું કાંઈ? હજુ જેને શ્રધ્ધાના સુધાર નથી તેને સમકિત કે દિ' થાય ! અનુભવ કે દિ' થાય ! એ શું કહ્યું? હજુ તો જે શ્રધ્ધામાં એમ માને છે કે –દયા-દાન, વ્રત ને ભક્તિ કરતાં – કરતાં અનુભવ થશે તેને તો મિથ્યા શ્રધ્ધાના સંસ્કાર ઊંધા છે. અંદરમાં રાગથી ભિન્ન પડીને, મારું સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય છે અને તે સ્વભાવથી (સ્વભાવ) પ્રાપ્ત થશે એવા સ્વભાવના સંસ્કારને સુધારવામાં પણ હજુ તેને વાંધા ઊઠે છે. ભગવાન તારો ઉદ્ધાર ત્યાં છે હોં! તેને બીજી રીતે કરવા જઈશ તો ત્યાં નહીં મળે! ભાઈ, ચોરાસીમાં નિગોદના અવતારમાં તેણે અંતર્મુહૂર્તમાં અઢાર ભવ કર્યા. ભાઈ ! તેં સાંભળ્યું નથી. રાગના પ્રેમીલા જીવો એક નિગોદના ભવમાં, એક શ્વાચ્છોશ્વાસમાં અઢારભવ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ કલશામૃત ભાગ-૪ કરે છે. બહેનો પાસે સાડી ઘણી હોય તેથી દિવસમાં દસ-પંદર જાતની ફેરવે. દિશાએ જાય તો બીજો, સગાવહાલા પાસે જાય તો બીજો, કોઈ ગુજરી ગયું હોય ત્યાં જાય તો બીજો, તેનો અર્થ એ છે કે – જેની ઉપર પ્રેમ છે તેને ફેરવ્યા જ કરે છે. ભાવનગરના દરબાર પાસે ૨00 જોડી જોડા હતા. ઘરમાં ફરે તો બીજા, બહાર જાય તો બીજા, દિશાએ જાય તો બીજા, કોર્ટમાં જાય તો બીજા, ઓફીસમાં જાય તો બીજા તેમ બસો જાતના જોડા હતા. અહીંયા બીજું કહેવું છે ને કે- તેને જેના ઉપર પ્રેમ છે તે વાતને તે બહુ જ ફેરવ્યા કરે છે. એમ જેને રાગનો પ્રેમ છે તે બહુ જ ફેરવ્યા કરે છે. નિગોદનો જીવ અંતર્મુહુર્તમાં અઢાર ભવ કરે. ભાઈ ! તેં કર્યા છે. તું ભૂલી ગયો, ભૂલી ગયો તેથી શું વસ્તુ ન હોય એમ થઈ જાય? જમ્યા પછી છ-બાર મહિના સુધી શું થયું તેની ખબર નથી માટે તે નહોતું એમ કોણ કહે ? એવા અનંતા ભવો કર્યા, તેની ખબર નથી માટે નહોતા એમ કેમ કહેવાય? સર્વજ્ઞ પ્રભુ તો એમ કહે છે – તું માતાના પેટમાં બાર વરસ રહ્યો હતો. આ જે સવાનવ માસે બાળકનો જન્મ થાય છે તે તો સાધારણ નિયમ છે. પરંતુ શાસ્ત્રમાં જ્યાં કાયની સ્થિતિનું વર્ણન આવે છે ત્યાં કહ્યું છે કે – માતાના પેટમાં બાળક બાર વરસ સુધી ઊંધે માથે લટકતો દુઃખી રહે છે. પછી ત્યાંથી મરીને ફરી પાછો...એ માતાની કુંખમાં આવે અથવા બીજી માતાની કુંખમાં આવે. એમ ચોવીસ વર્ષ સુધી તે માતાના પેટમાં રહે છે. કયાંય શ્વાસ લેવાનું ન મળે, ખોરાક લેવા માટે સાધન ન મળે ! ત્યાં ચોવીસ વર્ષ કેવી રીતે કાઢયા હશે? એ પણ એકવાર નહીં, અનંતવાર, પણ તું ભૂલી ગયો. એ ભવ ભ્રમણના દુઃખોનો ત્રાસ તને ન આવ્યો. યોગસારમાં યોગીન્દુ દેવ કહે છે – “ભવ ભયથી ડરી ચિત્ત.” ભવના ભયથી ચિત્ત ડરી ગયું છે માટે હવે હું આત્માની વાત કરીશ. ભવના કોઈપણ પ્રકારના કારણમાં અને ભવના કાર્યમાં વીર્યનું કંઈક ઉલ્લસિતપણું લાગે તે મિથ્યાત્વ ભાવ છે. ચૈતન્ય ભગવાન આનંદનો નાથ ! તેના કરતાં બીજામાં કંઈ પણ વિશેષતા લાગે, આશ્ચર્યતા લાગે એ મિથ્યાત્વ ભાવ છે. એ અનંત સંસારનું કારણ છે. એ સંસારનું કારણ છોડીને એક વાર તો હવે આત્માનુભવ કર. “કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી” ભાષા ચોખ્ખી કરી છે. તે આનંદના, જ્ઞાનના અનુભવથી પ્રાપ્ત થઈ શકે છે. બાકી લાખ, કરોડ ઉપાય કરે, ક્રિયાકાંડ કરે ....પરંતુ તેનાથી બંધ પરિણામ છે. તેનાથી અબંધ પરિણામ થતા નથી. એ અબંધ પરિણામ જે કારણ છે તેનાથી કારણાન્તર અનેરું કારણ છે. આહાહા ! રાજમલજીએ ટીકા પણ કેવી કરી છે. જુઓને!? આમાંથી સમયસાર નાટક બનાવ્યું છે.“કારણાન્તર દ્વારા” અન્ય કારણજ્ઞાનનું વેદન તે સ્વસંવેદન જ્ઞાન છે. અને એ જ્ઞાનથી જણાય તેવો છે. એ જ્ઞાન, આનંદની પર્યાયના સ્વાદથી જણાય તેવો છે. એ જ્ઞાન, શાંતિના અંશના સ્વાદથી જણાય કે – આ શાંતિ મારું સ્વરૂપ છે. આ કારણ વિના, અનેરા કારણથી તારું સ્વરૂપ પ્રાપ્ત થાય એવું નથી. ભગવાન આત્મા! “કારણાન્તર દ્વારા જ્ઞાનગુણ Page #423 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ४०७ ગ્રાહ્ય” થઈ શકે તેવો નથી. લોકોને આ આકરું લાગે છે. એ વાત સોનગઢની છે એમ કહે છે. આહાહા ! તારા સ્વરૂપની વાત છે......પ્રભુ! વચનામૃતમાં બેને એક બોલમાં કહ્યું છે ને કે – “દ્રવ્ય તેને કહીએ જેના કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી ન પડે.” બહુ સાદી ભાષા અને તેમાં બાર અંગનો મર્મ. દ્રવ્ય તેને કહીએ - ચૈતન્ય ભગવાન તેને કહીએ કે જેના નિર્મળ કાર્ય માટે અનેરા દ્રવ્યની રાહ જોવી ન પડે. જેમ પુત્રમાં પિતાનો અણસાર આવે તેમ મોક્ષમાર્ગી જીવમાં વીતરાગનો અણસાર આવે છે. એકસો એકસઠ પેઈજ ઉપર છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય છે તેમ જિનવરનો અણસાર મુનિરાજમાં દેખાય છે. પરમાત્મા વીતરાગી બિંબપણે દેખાય છે. જેવું બિંબ-શાંત રસપણે છે તેવી શાંતરસની ઝલક દેખાય છે. જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય છે તેમ જિનવરનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિરાજ છઠે – સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ તેની શુધ્ધિની દશામાં આગળ વધ્યા વિના રહે છે તેમ નથી. ત્યાં ઊભા રહેતા જ નથી, આગળ વધતા જ જાય છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આગળ વધતા જ જાય છે. આ મુનિની દશા છે! એકવાર જો મધ્યસ્થ બની વાંચશે તેના અંદરમાં એટલે કાળજામાં ઘા વાગી જાય એવું છે. આ પક્ષની વાત નથી, આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. આ તો સાદી ભાષા છે. ચાર ચોપડીના ભણેલા સમજી શકે તેવી વાત છે. વચનામૃત પેઈજ નં. ૮૪ ઉપર દોઢ લીટી છે. “દ્રવ્ય તેને કહેવાય કે ભગવાન આત્મ દ્રવ્ય તેને કહેવાય કે – જેના કાર્ય માટે, જેના આનંદનો અનુભવ માટે, કેવળજ્ઞાનના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. વસ્તુ ચૈતન્ય ભગવાન તેને કહેવાય કે – જેના નિર્મળ કાર્ય માટે અનેરા દ્રવ્યની જરૂર ન પડે. જેને કારણાન્તર અર્થાત્ વ્યવહાર રત્નત્રયની રાહ જોવી ન પડે. એ હોય તો આ થાય તેવું છે નહીં. જેમ કનકને કાટ ન હોય, અગ્નિમાં ઉધ્ધઈ ન હોય તેમ ત્રણલોકના નાથ પરમાત્મા! તેના દ્રવ્ય સ્વભાવમાં આવરણ ન હોય ! તેના દ્રવ્ય સ્વભાવમાં ઉણપ ન હોય ! તેનાં દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધતા ન હોય! સમજાય છે કાંઈ? કેવો છે મિથ્યાદેષ્ટિ જીવરાશિ? “વર્નમ: નિરયન્ત" વિશુધ્ધ શુભોપયોગરૂપ પરિણામ” “જીવરાશિ' શબ્દ છે! એટલે? મિથ્યાદેષ્ટિ જીવના ઢગલા પડયા છે. જુઓ, કર્મ એટલે કાર્ય કાર્ય એટલે વિશુધ્ધ શુભોપયોગરૂપ..એકલો શુભ-ઉપયોગ નહીં. પરંતુ વિશુધ્ધ શુભોપયોગ. “જૈનોકત સૂત્રોનું અધ્યયન” એવા પરિણામ લાખ, કરોડ કરે, અનંત કરેને !! “જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચ પરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ,” બહુ અધ્યયન કરે, અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની ભક્તિ “ઇત્યાદિ છે જે અનેક Page #424 -------------------------------------------------------------------------- ________________ ४०८ કલશામૃત ભાગ-૪ ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ કરે છે તો કરો” એ કલેશ કરે છે તો કરો! એ કલેશથી ભગવાન આત્મા પ્રાપ્ત થાય તેવો નથી. શાસ્ત્રના અધ્યયન, ભક્તિ-પૂજા, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું સ્મરણ તે સર્વ વિકલ્પ છે. વિશુધ્ધ શુભોપયોગ તે પરિણામ તે બધા અનેક ક્રિયાભેદ છે. એ વડે બહુ આક્ષેપ આડંબર કરે તો કરો !! ભાષા આ રીતે વાપરી છે. આમ તો કહેવું છે કલેશ, કલેશ કરો તો કરો ! ભાષા એવી વા૫૨ી છે કે બહુ આક્ષેપ આડંબર કરો તો કરો ! તે જાણે ભક્તિ કરીને આમ કર્યું ને તેમ કર્યું જાણે ! ઓહોહો ! શું કરીને આવ્યા તેમ જાણે ! એ બધો આડમ્બર છે, બહા૨નો દેખાવ છે. એ દેખાવ કરો તો કરો.......પરંતુ તેનાથી મળે તેવું નથી. આવો માર્ગ છે બાપા ! અરેરે..... તેને સાંભળવાય મળે નહીં....તે વિચાર કે દિ' કરે, ભેદજ્ઞાન કે દિ' કરે અને પામે કે દિ' ? અરે ! એની એને દુર્લભતા થઈ પડી ! અને આ બધું સહેલું થઈ પડયું. ૫૨માર્થ વચનિકામાં આવે છે ને ! અજ્ઞાનીને આગમની પદ્ધતિ સહેલી લાગે છે... માટે તેને કરે છે. સહેલું કેમ લાગે છે ? કેમ કે અનાદિનો અધ્યાસ છે ...શુભ અને અશુભનો એટલે તે સહેલું લાગે છે. પણ...... અધ્યાત્મના વ્યવહારને તે જાણતાં નથી. અધ્યાત્મનો વ્યવહાર એટલે ? રાગથી ભિન્ન શુધ્ધ પરિણતિ તે અધ્યાત્મનો વ્યવહા૨ છે. જે મોક્ષનો સાચો માર્ગ છે. જે અધ્યાત્મનો વ્યવહાર છે તેને તો કાંઈ જાણતોય નથી. તે બહારની પ્રવૃત્તિમાં, કાય–કલેશની પ્રવૃત્તિમાં પડયા છે. પ્રભુ ! તારો ઉધ્ધાર કયારે થાય ? જે મોક્ષનું કારણ છે તેને તો ક૨તો નથી અને કા૨ણાન્તર દ્વા૨ા પમાશે એમ તું માને છે. તે કહે છે – ઘણા બધાં આમ કહે છે. ગઈકાલના છાપામાં લખ્યું છે કે – સોનગઢના એ લોકો દયા-દાન-પૂજા-ભક્તિને તો ધર્મ કહેતા નથી. જ્યારે મુનિનો, શ્રાવકોનો તો એ મૂળધર્મ છે. અરે....પ્રભુ ! તને ખબર નથી ભાઈ ! એ ભાવ એના આત્માને નુકશાન કરનારા છે. તેને લાભ કરનારા છે તેમ માનવું તે મોટું મિથ્યાત્વભાવનું શલ્ય છે. એ વાત અહીંયા કરે છે. એવી ક્રિયા, આડમ્બર કરો તો કરો ! જાણે આમ ભગવાનની ભક્તિ કરે....આમ હા૨મોનિયમની સાથે રાગ તાણીને ભક્તિ ગાય તો તે જાણે શું નું શું કર્યું !! જયપુર આદર્શનગ૨માં એક છોકરી છે. પાંચ, સાત હજાર માણસ વ્યાખ્યાનમાં હતું. એ વ્યાખ્યાન પૂર્ણ થયું પછી પેલી છોકરી એ ભક્તિ ગાય. તેની ભાષા સાદી હતી પણ કંઠ એવો......કંઠ તે કંઠ! એ જ્યાં ભાષા બોલી ત્યાં સભા સ્તબ્ધ થઈ ગઈ. પણ.....એ તો કંઠનો આડમ્બર છે. એણે કંઠથી ગાયું માટે ધર્મ થઈ જાય તેમ નથી. અનેક ક્રિયા કરો તો કરો,“તથાપિ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધ જ્ઞાન વડે થશે.” જ્યારે તેને ભગવાનનો ભેટો થશે તે શુધ્ધ નિર્મળ પરિણતિથી થશે. એ રાગની ક્રિયા લાખ, કરોડ, અનંતવાર કર ! પણ.....તેનાથી લાભ થશે નહીં. સમજાણું કાંઈ ? Page #425 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪/૯ પ્રવચન નં. ૧૪૯ તા. ૧૪/૧૧/'૭૭ કળશટીકાનો ૧૪૨ કળશ ચાલે છે. નીચેથી પાંચમી લીટી છે ત્યાંથી ફરીને! “મિ: નિશ્યન્ત વિશુધ્ધ શુભોપયોગરૂપ” કર્મ એટલે કાર્ય. શું કાર્ય છે? દયા-દાન, વ્રત – ભક્તિ, પૂજા એવો શુભોપયોગ તે રાગની ક્રિયા છે, તે દુઃખરૂપ છે. “ર્મમ વિનશ્યન્ત” એ શબ્દનો અર્થ ચાલે છે. કર્મ એટલે કાર્ય અને એ કાર્ય કોનું? કાર્ય એટલે શું? “વિશુધ્ધ શુભોપયોગરૂપ પરિણામ,” દયા-દાનના, વ્રતના, ભક્તિના, પૂજાના, મંદિર બનાવવાનાં વગેરે શુભભાવ તે ક્રિયા અર્થાત્ કાર્ય વિકાર છે. આવી વાત છે બાપુ! જગતને બહુ આકરું કામ લાગે છે! જૈનોક્ત સૂત્રોનું અધ્યયન” અન્યમતના નહીં પણ જૈનનાં કહેલાં, વીતરાગ પરમેશ્વરે કહેલાં સિધ્ધાંત અને આગમો... તેનું અધ્યયન કરતો હોય તે પણ એક રાગની ક્રિયા છે....... અને તે પણ દુઃખરૂપ છે. અરે! આવી વાત ભારે આકરી પડે........! જગતને ક્યાં પડી છે!? દુનિયાને ક્યાં ખબર છે કે શું સત્ય છે? હું શું કરું છું, હું ક્યાં જઈશ? એની ક્યાં પડી છે? બહારમાં કાંઈક પાંચ-પચીસ લાખ મળે, શરીર કાંઈક ઠીક, બાયડી છોકરાં કાંઈક ઠીક, એમાં તો એ મરી ગયો. રાગની ક્રિયામાં તારું મૃત્યુ છે....... તેની પ્રભુ તને ખબર નથી. તારું જીવન તો ચૈતન્ય સ્વરૂપે છે. આનંદનો નાથ ભગવાન છે તે આનંદના જીવને જીવવું એ તારું જીવન છે. આ પૈસા, શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર અને તેને માટે થતો ભાવ તે તો એકલો પાપ છે. એ પાપની તો અહીંયા વાત છે નહીં. એ પાપ તો દુર્ગતિ ગણવા માટેનું કારણ છે. આ બધા કરોડપતિ લાઈનબંધ બેઠા છે. આની પાસે બે કરોડ છે. એ બધા ધૂળપતિ છે. તે બધા દુઃખી છે એમ કહે છે ને !? - પરમેશ્વર ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે તેમ ફરમાવ્યું. સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પ્રભુ છે, તેની સામે જોવું નથી, તેને શ્રધ્ધામાં લેવો નથી......અને આ બહારના પ્રસંગ જાળમાં ઘૂસીને મરી ગયો. એ પાપના પરિણામ, સંસારના પરિણામ તેની તો વાત કરી નથી. કેમ કે તે તો દુર્ગતિનું કારણ છે જ. પણ જેને શુભ ઉપયોગ કહ્યો -ક્રિયાકાંડનો, બ્રહ્મચર્યનો, દયાનો, દાનનો, વ્રતનો, પૂજાનો, ભક્તિનો, શાસ્ત્ર અધ્યયનનો કે જે જૈનના શાસ્ત્રોનો અભ્યાસ એ પણ શુભરાગ છે. ત્રણલોકના નાથ વીતરાગ પરમેશ્વરે કહેલા સિધ્ધાંતો અને તેનું અધ્યયન તે શુભરાગ છે, તે દુઃખ છે, કષ્ટ છે. તો હવે જાવું ક્યાં ? માર્ગ આ છે બાપા! શું થાય! જગત બિચારું અંધારામાં ક્યાંય રખડે છે, કંઈ ભાન ન મળે ! ધર્મના નામે પણ એ વ્રતને, પૂજાને, તપને, ભક્તિને કાર્ય માને છે તેને તો અહીંયા કલેશ કહ્યું છે, તે દુઃખરૂપ છે. ભાઈ ! તને વીતરાગ જિનેન્દ્રદેવ પરમાત્માના માર્ગની ખબર નથી. અરે ! Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ કલશામૃત ભાગ-૪ એ તો બહારમાં, વાડામાં ધર્મ માની રખડપટ્ટી કરી રહ્યો છે. અહીંયા પ્રભુ જિનેન્દ્ર પરમાત્મા કહે છે કે – પંચ પરમેષ્ઠીની ભક્તિ, અરહંત સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શાસ્ત્રો પણ જિનેન્દ્રનાં કહેલાં હોં ! અન્યના કહેલાની અહીંયા વાતે નથી. જિનેન્દ્રદેવ પરમેશ્વર તેમજ પંચ પરમેષ્ઠીને જેણે જાણ્યા છે, સ્વીકાર્યા છે. એવી ભક્તિ પણ શુભરાગ છે, અને તે દુઃખ છે. આકરી વાત બાપુ! જગતને ગળે ઊતરવું મુશ્કેલ ! અનંત કાળથી રખડીને મરી ગયો છે. શ્રીમદ્જી કહે છે...... “અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન.” “પંચ પરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિ” ઇત્યાદિથી જેટલા શુભ વિકલ્પો થાય છે. શાસ્ત્રના શ્રવણના કહેવાના વગેરે અનેક વિકલ્પો થાય છે. જે અનેકદિયાભેદતે વડે(વિનશ્યન્તા) બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો,” આડમ્બર, કલેશ કરો તો કરો ! પેલા સંસાર ધંધાની વાત તો અહીંયા કરી નથી........... કેમ કે તે તો એકલું પાપ છે. અહીંયા તો ધર્મના બહાને આવું કરે છે તે વાત છે. પ્રભુ ત્રિલોકનાથ વીતરાગ આમ ફરમાવે છે.......કે રાગ છે તે વૃત્તિનું ઉત્થાન છે, તે દુઃખ છે. પ્રભુ! તને ખબર નથી. (વિનન્તા ) એમ શબ્દ પડ્યો છે ને! કલેશ કરો તો કરો એમ કહે છે. છેલ્લે તો તે બહારનો આડમ્બર છે. જાણે શું ક્યું? તે જાણે વ્રત પાળ્યા, ભક્તિ કરી, મોટી રથયાત્રા કાઢે તેવા આડમ્બર, કરોડોના મંદિરો બનાવ્યા...તે જાણે શું નું શું કર્યું!? ભાઈ ! સાંભળ તો ખરો........... ધીરો થા ધીરો! એ શુભરાગની ક્રિયાનો આક્ષેપ અર્થાત્ આડમ્બર છે. અરેરે.... વાણિયાના કુળમાં જન્મ્યા હોય તો પણ....બિચારાએ કોઈ દિ' સાંભળ્યું ન હોય ! અન્યમાં તો આ વાત છે જ ક્યાં!? પણ......જે જૈનકુળમાં અવતર્યા હોય તેને પણ આ (વસ્તુની) ખબર નથી. જૈન પરમેશ્વર કોને દુઃખ કહે છે, કોને ધર્મ કહે છે. તેની ખબર નથી. અહીંયા કહે છે કે – બહારમાં મોટા આડમ્બર દેખાય, ચાર મહિનાના અપવાસ કર્યા અને કરોડો રૂપિયા ખર્ચા અને મંદિરો બનાવ્યા, આજીવન બ્રહ્મચર્ય લીધું....હોય સજોડે....એ બધી શુભ ક્રિયા છે બાપુ! તને ખબર નથી. એ બધા શુભરાગની ક્રિયાના કલેશ છે. ભાઈ ! જગતમાં ચાલતી પ્રથાથી ભગવાનના માર્ગની રીત કોઈ જુદી છે. આ વર્ષીતપ કર્યા તો કહે છે - કલેશ કરો તો કરો......! લ્યો આ તો આડમ્બર નીકળ્યા, એ બધું કલેશ હતું પણ તેનું ભાન ક્યાં હતું. અહીંયા કહે છે “એ ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ કરો છો કરો”! તથાપિ શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધ જ્ઞાન વડે થશે” વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો તે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. એ તો અંદરની જ્ઞાનની ક્રિયા દ્વારા જ પ્રાપ્ત થશે બાકી આ શુભક્રિયા દ્વારા નહીં. આવી વાત છે! તેના તને રસ ચડી ગયા છે. એમ કહે છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૧૧ સંસારના પાપના રસ તો ચઢયા પણ આ ધર્મના નામે રાગના રસ ચડી ગયા છે. તમને જે રસ ચઢયો છે તે રાગનો રસ છે. તે ધર્મ નહીં. એ ભાઈ કહેતા હતા કે – આવી વાત કયાંય સાંભળવા મળતી નથી. આહા!૬૪ વર્ષ તો દિક્ષાને થયા, ૮૮ વર્ષ શરીરને થયા. દેખતા ન લાગે કે શરીરને ૮૮ વર્ષ થયા છે. ૧૩ વર્ષ જન્મ સ્થળ ઉમરાળામાં રહ્યાં, નવ વર્ષ દુકાન પર પોલેજ અને દોઢ વર્ષ ગુરુ પાસે ભણ્યા, આ રીતે ૮૮ નો સરવાળો થયો. જગતને ઘણું જોયું છે. હિન્દુસ્તાનમાં દસદસ હજાર માઈલ ત્રણ વખત મોટર દ્વારા ફર્યા છીએ. શું થાય પ્રભુ! આવું મનુષ્યપણું મળ્યું અને એળે જાય. આપણે સાંભળીએ છીએને નાની-નાની ઉંમરના ૨૫, ૨૮, વર્ષના ચાલ્યા જાય છે. શાંતિલાલનો ૨૮ વર્ષનો દિકરો, તેને આંતરમાં વ્યાધિ હશે, ઓપરેશન કરાવ્યું.....અને ઠીક હતું....પછીથી દેહ છૂટી ગયો. બાપા! દેહની સ્થિતિ જે સમયે જેવી થવાની તેવી જ થાય. ઉપરથી ઇન્દ્રો નીચે ઉતરે તેને બદલી ન શકે. ડો. પોતે મરી જાય છે ને ! જે સમયે મરવાના તે સમય (નક્કી છે). આ શરીર તો ધૂળ-માટી છે. બાપુ! તને ખબર નથી. આ તો સંયોગી ચીજ છે. આ સંયોગી ચીજ આવેલી છે તે માટી-ધૂળ-પુદ્ગલ છે. જ્યાં સુધી સ્થિતિ મુદત છે ત્યાં સુધી રહેશે. તારા લાખ ઉપાય, દવા એ તેને રાખી નહીં શકે. અરે! બહારમાં ક્યાંય સુખ નથી. ભાઈ ! તને ખબર નથી. સુખ તો પ્રભુ આત્મામાં છે. અંદર અતીન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે...... તેની તો ખબર ન મળે! તેની સામું જોવું નથી અને આ બહારની પ્રવૃત્તિમાં રોકાઈ અને જિંદગી ખોઈ બેસે છે. જિંદગી બધી અફળ જાય છે. અહીંયા તો હજુ પાપના પરિણામ થાય એમાં પણ રાજી રાજી થઈ જાય. બે, પાંચ કરોડ મળ્યા તો જાણે કે – હું પહોળો અને શેરી સાંકડી થઈ જાય. અહીંયા તો એ વાત કરે છે કે તું નિવૃત્તિ લઈને સાધુ થઈ જા, પાંચ મહાવ્રત પાળ અને શુભ ઉપયોગથી ભગવાનની ભક્તિ કર, શાસ્ત્રનું અધ્યયન કર, એ બધી રાગની ક્રિયા દુઃખ છે. આ તો વીતરાગ માર્ગ છે. જિનેશ્વર પરમેશ્વરનો ધર્મ વિતરાગથી પ્રગટ થાય, રાગથી પ્રગટ થાય નહીં. આવી વાતું છે! “શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુધ્ધજ્ઞાન વડે થશે” રાગની ક્રિયાથી ભિન્ન ભગવાન આત્મા છે એવા જ્ઞાન સ્વરૂપમાં એકગ્ર થશે ત્યારે તેનું કલ્યાણ થશે. બાકી લાખ ક્રિયાકાંડ કરીને મરી જાય તો તેનાથી આત્માની – ધર્મની પ્રાપ્તિ નહીં થાય. કેવાં છે? કર્તુત્વ અર્થાત્ ક્રિયાભદ? “સ્વયમ વ ડુક્કર તર:”(સ્વયમવ) સહજપણે કષ્ટ સાધ્ય છે.” શુભ ઉપયોગરૂપ દયા-દાન-વ્રત-પૂજા તેને ક્રિયા કહી. એ ક્રિયા (તુરંતરે:) કષ્ટ સાધ્ય છે તેથી એ દુઃખરૂપ છે. આ વાત સાંભળવી પણ કઠણ પડે! આહાહા! એ પંચ મહાવ્રતના પરિણામ, શરીરથી જાગ્વજીવ બ્રહ્મચર્ય પાળે, અહિંસા, સત્યવ્રત, અચોર્યવ્રત, અપરિગ્રહ એ પંચ મહાવ્રત પાળે... પણ એ તારું સ્વરૂપ નથી, તેની Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ કલામૃત ભાગ-૪ તને ખબર નથી. એ તો વૃત્તિનું ઉત્થાન અને રાગની ક્રિયા છે. પાઠમાં કહ્યું છે. “એ તો કષ્ટ સાધ્ય છે.” એટલે કષ્ટ દાયક છે તેથી તેમાં દુઃખ સાધ્ય છે, તેમાં આનંદ સાધ્ય નથી. આવી વાતો છે!! બેંગ્લોરમાં તારા પિતાજીને કહ્યું હતું. ભાઈના પિતાજીએ ચાર લાખ રૂપિયા મંદિર બનાવ્યું તેમાં આપ્યાને! આઠ લાખ ભભૂતમલ્લજીએ નાખ્યા.....અને બાર લાખનું દિગમ્બર મંદિર બનાવ્યું. જુઓ તો આમ....(ખુશ) થઈ જાવ....!તે વખતે કહેલું કે – આ બાર લાખ ખર્ચા છે માટે ધરમ થઈ ગયો તેમ સમજતા નહીં. શ્રોતા-મંદિર બન્યા પહેલાં કે પછી કહ્યું? ઉત્તર- ના, ના! અહીંયા તો પહેલેથી જ કહેતા આવીએ છીએ. જુઓને આ છવ્વીસ લાખનું (પરમાગમ ) મકાન થયું. એકલું આરસપહાણનું તેમાં પોણાચાર લાખ અક્ષર કોતરાવ્યા છે ત્યારે પણ પહેલાં કહ્યું કે – બહારની જેટલી ક્રિયા છે તેના ઉપર જેટલું લક્ષ જાય છે એ બધો શુભરાગ છે, એ ધર્મ નહીં. બાપુ! ધર્મ તો.....!! ચૈતન્ય ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ! તેનો આશ્રય લેતાં, શુધ્ધ સ્વરૂપને ધ્યાનમાં લેતાં, શુધ્ધ સ્વરૂપને જ્ઞાનમાં લેતાં તેને ધરમ થાય છે. આકરી વાતું ભાઈ ! અનંત અનંત કાળથી પરિભ્રમણ કરતાં કરતાં તેને થાક લાગ્યો નથી. તેને થાક લાગવો જોઈએ. એ વિચારેય કયાં છે? તેને બાળકપણું આવે તો રમતમાં જાય, યુવાની આવે ત્યાં સ્ત્રીમાં ખોવાય જાય, પછી ધંધામાં ખોવાય જાય, વૃધ્ધાવસ્થા આવે ત્યાં પછી થઈ રહ્યું- તે રોવે. “બાળપણા ખેલમેં ખોયા, જુવાની સ્ત્રીમેં મોહ્યા, વૃદ્ધાપણા દેખકે રોયા.” અહીંયા કહે છે- તું કોણ છો? એ જે ક્રિયા છે તે કષ્ટદાયક છે. સંસારના પાપના પરિણામ છે. રળવાના, ભોગનાં, તેને સાચવવાનાં તે તો પાપના પરિણામ હોવાથી મહા દુઃખદાયક છે. પરંતુ “શુભઉપયોગ” એટલે શાસ્ત્ર અધ્યયન, જીવાદિનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ એ બધું કષ્ટ સાધ્ય છે. તેમાં જે રાગની વૃત્તિ ઊઠે છે તે દુઃખ છે. “ભાવાર્થ આમ છે કે – જેટલી ક્રિયા છે તે બધી દુઃખાત્મક છે, શુધ્ધસ્વરૂપ - અનુભવની માફક સુખ સ્વરૂપ નથી.” આ ધાર્મિક ક્રિયાની વાત છે હોં ! (શુભક્રિયાની) પેલી સંસારની ક્રિયા તો એકલી પાપની જ છે. ખટપટ, ક્રોધ, કપટ આદિની વાત નથી. આ તો શુભક્રિયા છે તે ધર્મના નામે થતી ક્રિયા છે. જેટલી ક્રિયા છે તે બધી દુઃખદાયક- દુઃખસ્વરૂપ છે. તે શુધ્ધ સ્વરૂપના અનુભવની માફક સુખ સ્વરૂપ નથી. ભગવાન આત્મા! જ્ઞાનનું બિંબ પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી છે. એ અતીન્દ્રિય આનંદનો સાગર આત્મા છે તેની સન્મુખ થઈને જે અનુભવ કરવો તે સુખરૂપ છે. આ ક્રિયાકાંડ તે બધા દુઃખરૂપ છે. સંસારના પાપ આડે, આ કરવાની નિવૃત્તિ કયાં છે? ચોવીસ કલાકમાંથી ૬, ૭ કલાક ઊંધમાં જાય, બે ચાર કલાક બાયડીને રાજી કરવામાં જાય અને છોકરાને રમાડવામાં Page #429 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૧૩ જાય, દુકાનમાં થડે બે - ચાર કલાક જાય, તેમાં સાંભળવા જવા માટે એકાદ કલાક મળે તેને કુગુરુ લૂંટી લ્ય! તે એમ બતાવે કે વ્રતને તપ કર- તને ધર્મ થશે. શ્રીમજી કહે છે કે – તેને કુગુરુ લૂંટી લે છે. તેને એમ બતાવે કે અપવાસ કરો, દાન કરો, મંદિર બનાવો તો તમારું કલ્યાણ થઈ જશે ! કુગુરુ જગતને લૂંટે છે. આવી વાતું છે! શુધ્ધ સ્વરૂપ - અનુભવની માફક સુખ સ્વરૂપ નથી” શું કહે છે? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાન એટલે જાણવું. આ શાસ્ત્રનું જાણવું એ નહીં. અહીંયા તો જ્ઞાનગુણ એટલે જેની સત્તામાં આ..છે....એમ જણાય છે. આ છે....છે....છે.....છે એમ જેની સત્તામાં જણાય છે તે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન સ્વભાવી પ્રભુ છે. એની સન્મુખ થઈને જ્ઞાન સ્વભાવનો અનુભવ તે સુખરૂપ છે. પેલી ક્રિયાકાંડ અને તેના ભાવ સુખરૂપ નથી, તે તો દુઃખરૂપ છે. માથું ફરી જાય એવું છે. ' અરેરે! અનંતકાળે તેને માંડ મનુષ્યપણું મળે, તેમાં વળી પાપના પ્રસંગમાં રોકાય જાય, એમ અહીંયા પ્રસંગ મળ્યો તો પુણ્યની ક્રિયામાં સમય ચાલ્યો જાય......તો એ પુણ્યની ક્રિયામાં રોકાય ગયો. અને એમાં ધર્મ છે તેમ માને તો મરી ગયા. “વળી કેવાં છે? “મોક્ષેમુā:” સકળ કર્મ ક્ષયથી (૩નુā:) ઉન્મુખ છે.” જેનાથી કર્મનો ક્ષય થાય તેનાથી શુભની ક્રિયા બધી વિપરીત છે. મોક્ષ નામ સકળ કર્મક્ષયથી, ઉન્મુખ એટલે ઉલટું છે. આ વ્રત ને ભક્તિ ને પૂજા ને શાસ્ત્ર અધ્યયન ને તે બધું સકળ કર્મક્ષય લક્ષણથી ઉન્મુખ છે. તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે. એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે.” કહે છે-અજ્ઞાનીને આવો ભ્રમ ઉપજે છે. અમે વ્રત પાળીએ છીએ, અપવાસ કરીએ છીએ, તપસા કરીએ છીએ, વર્ષીતપ કરીએ છીએ. સ્થાનકવાસી, શ્વેતામ્બરના લખાણમાં એજ બધું આવે. આણે આટલા અપવાસ કર્યા અને આણે આટલી તપસાથું કરી......! અહીં કહે છે- એ બધી ક્રિયાઓથી મોક્ષ થતો નથી. આઠ કર્મના ક્ષયથી થતો મોક્ષ તેનાથી તે (૩નુવૅ) ઉલ્ટી ક્રિયા છે. એ ભાવ તો બંધને કરનાર છે. તે આગળ જતાં મોક્ષનું કારણ થશે તેમ માને છે. આમ કરતાં કરતાં પરંપરાએ મોક્ષ થાય, કાંઈ આમ જલ્દી થઈ જાય? પહેલાં પાપ છોડીએ પછી પુણ્ય કરતાં-કરતા થાય. પાપ છોડીને પુણ્ય કરીએ પછી પુણ્ય છોડીશું એમ ! એ રીતે પરંપરાએ ધર્મ થશે! મૂંઢ જીવો આમ માનીને ત્યાં રોકાઈ ગયા છે. | સર્વજ્ઞ ભગવાન ત્રિલોકીનાથ એમ ફરમાવે છે કે – અંદર જે ચૈતન્ય સાગર ભગવાન છે તે અંદર અતીન્દ્રિય આનંદના સ્વભાવથી છલોછલ – લબાલબ ભરેલો પ્રભુ છે. ભાઈ ! તને તેની ખબર નથી, પણ આવા આત્માનો અનુભવ કરવો તેનું નામ મોક્ષની ક્રિયા-ધર્મની ક્રિયા છે. એ ક્રિયાથી આ બધું વિરુદ્ધ છે. એકવાર તો હરખ ઊતરી જાય એવું છે. આ બધું. બહારના હરખના સડકો લીધાં છે ને ! પત્ની ઠીક મળી ને કાંઈક વેપાર સરખો ચાલે, કાંઈક પૈસા ઠીક Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ કલશામૃત ભાગ-૪ મળે, મુનિમ સારા મળ્યા હોય, મૂડીમાં બે, પાંચ કરોડ હોય...તો તેને હરખ...હરખ વર્તે તે સન્નેપાત છે. અહીં તો પ્રભુ કહે છે – પાપ કદાચિત્ છોડયું અને વ્રત, ભક્તિ, પૂજામાં આવ્યો અને દાનમાં કરોડો રૂપિયા ખર્ચા, મોટી રથયાત્રા કાઢી. અત્યારે તો દસ-દસ વર્ષના છોકરા દિક્ષા લ્ય છે. હજુ સમકિત કોને કહેવાય તેની ભાન ન મળે તેને દિક્ષા કયાંથી આવી ગઈ ! એ તો દક્ષા છે. અહીં કહ્યું કે એ કષ્ટ તે દુઃખ છે અને અત્યારે તો એવું કષ્ટય ક્યાં છે? જેને પંચમહાવ્રત કહીએ તેવો વ્યવહારેય ક્યાં છે? તેના માટે બનાવેલા આહાર, પાણી લે; વસ્ત્રાદિ વેંચાતા લે, ચાદરુંધાબળી આદિ વેંચાતી લઈને આપે...એમાં વ્યવહારનાય ક્યાં ઠેકાણા છે? સાચા પંચમહાવ્રત હોય તો પણ તે રાગ છે તેથી દુઃખરૂપ છે. તેને કે દિ' મહાવત હતા? બહુ ફેર છે. એ બધી આકરી વાતું છે. તેઓ પરંપરાએ આગળ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઊપજે છે તે જૂઠો છે.” જૂઠો એટલે છે કે- આ (શુભ) કરતાં-કરતાં પછી થશે તેમ (માને છે માટે) એક પગલું આગળ ચાલ્યા છીએ, પાપના પરિણામ તો છોડયા છે. હવે આ પુણ્યના પરિણામ કરીએ છીએ પછી આગળ ધર્મ કરશું. શ્રોતાઃ- પુણ્યમાં તો આગળ વધ્યા છે!? ઉત્તર:- ધૂળેય વધ્યા નથી, સંસારના પાપમાં પડયા છે. “” વળી કેવા છે મિથ્યાષ્ટિ જીવ?મદાવ્રતનપોમારેવિરંમના:વિનશ્યન્તાહિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું,” એ બહારમાં વસ્ત્રનો ધાગો ન રાખે, નગ્નમુનિ થાય, જૈન દર્શનમાં તો નગ્નમુનિને મુનિ કહેવામાં આવે છે. વસ્ત્ર સહિતનું મુનિપણું જૈનદર્શનમાં કહેવામાં આવતું નથી. નામ માત્રથી મુનિ કહેતા નથી. અહીંયા કહે છે – હિંસા છોડી દે,!! જૂઠ છોડી દે! ચોરી છોડી દે! અબ્રહ્મ છોડી દે! પરિગ્રહ છોડી દે! એટલે કે વસ્ત્રનો ધાગોય ન રાખે અને નગ્ન મુનિ થાય. બહુ આકરી વાતું!! નિગ્રંથ કોને કહે છે? જેને શરીરે વસ્ત્રનો ધાગો ન હોય, જ્યારે માતાએ જન્મ આપ્યો તેવી દશા તેના શરીરની હોય અને અંદરમાં આનંદના નાથને જગાડીને, વીતરાગી આનંદ દશા હોય, અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા હોય, પ્રચુર અતીન્દ્રિય આનંદનું જેને વેદન હોય તેને મુનિ કહેવામાં આવે છે. શ્રોતા- ચશ્મા હોય? ઉત્તર- ચશ્માં ન હોય, વસ્ત્રનો ટુકડોય ન હોય તો પછી ચશ્મા ક્યાંથી હોય? કોઈ વ્યક્તિથી આપણે કામ નથી. આ તો વસ્તુની સ્થિતિ આવી છે બસ. ચશ્મા કેવા? ઘડિયાળું કેવી ? વસ્ત્રનો ધાગો કેવો? કુંદકુંદ ભગવાન તો અષ્ટપાહુડના સૂત્રપાહુડમાં કહે છે – વસ્ત્રનો ટુકડો રાખીને કહે કે અમે મુનિ છીએ એમ માને, મનાવે, એ માન્યતાને રૂડી જાણે તે નિગોદગામી Page #431 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૨ ૪૧૫ છે. એ નિગોદમાં અવતરવાના છે. એ બધા લસણ ને ડુંગળીમાં જવાના છે. પ્રભુ! આકરું પડે ભાઈ ! પણ આ સર્વજ્ઞ પરમાત્માનું વચન છે. આવો માર્ગ છે! અહીંયાં તો એવા પરિગ્રહથી રહિત જીવોને લીધા છે. કપડાના પોટલા રાખે અને માને પરિગ્રહથી રહિત છે, એ તો પરિગ્રહથી રહિતેય નથી. એ તો અવ્રતના પાપમાં પડયા છે. અરે ! એની પાસે બ્રહ્મચર્ય લેવું, મિથ્યાષ્ટિ પાસે હાથ જોડ કરવું એ મિથ્યાત્વનું પોષણ છે. પોતે તો મિથ્યાત્વને પોષે છે અને બીજાને મિથ્યાત્વનું પોષણ કરાવે છે. આવું આકરું કામ ! આખી દુનિયાથી ફેર છે બાપુ! ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ એના માર્ગથી જુદી ચીજ છે. “મહા પરિષહનું સહવું” પંચમહાવ્રતધારી વસ્ત્રનો ટુકડો પણ ન રાખે. તે બ્રહ્મચર્ય પાળે, જૂઠ ન બોલે, ચોરી ન કરે, એકેન્દ્રિય જીવના પ્રાણને હણે નહીં, એક લીલોતરીનો કણ છે તેને પણ તે હણે નહીં, એ બધી રાગની ક્રિયા છે તેમ કહે છે. મહાપરિષહનું સહવું” રાત્રે તૃષા એવી લાગી હોય પાણીનું બિંદુ ન લે! સર્પ કરડ્યો હોય તો દવા ન લે! વિંછી કરડયો હોય તો સહન કરે એવા મહા પરિષહ સહન કરે “તેના ઘણા બોજા વડે (વિરં) ઘણા કાળ પર્યત (મરના:) મરીને ચૂરો થતા થકા” એવી ક્રિયા કરતાં કરતાં મરીને ચૂરણ થાવ તો પણ તમારું પરિભ્રમણ મટશે નહીં. આહાહા! બે બે માસના અપવાસ, અપવાસના પારણે લુખો આહાર એ બધી ક્રિયાઓ છે. અનંતવાર રાગની મંદતા કરો અને શરીર જીર્ણ કરો અને મરી જાવ. મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષયતો થતો નથી.” તેનાથી અંશે પણ મિથ્યાત્વનો નાશ કે કર્મનો નાશ થતો નથી. નવા લોકોને તો એવું લાગે કે – આ શું કહે છે? જૈન ધર્મ આવો હશે!? બાપુ! માર્ગ આ છે ભાઈ ! અરે....ભૂતકાળમાં નરકનાં દુઃખો સહન કર્યા છે. કોઈ રાજકુમાર હોય, અબજોપતિ હોય, કરોડો રૂપિયા લગ્નમાં ખર્યા હોય, પચીસ વર્ષની જુવાન ઉંમર હોય, તેની રાણી પણ અબજોપતિની દીકરી હોય, તેના લગ્નની પહેલી રાત્રિનો ભોગનો પહેલો દિવસ હોય અને આવા જીવને જીવતો જમશેદપુરની ભઠ્ઠીમાં નાખે અને જે પીડા થાય તેનાથી અનંતગુણી પીડા પ્રભુ નરકની છે. નરકમાં દસ હજાર વરસની સ્થિતિએ રહે છે. આવું તે સાંભળ્યું નથી ? તો પછી તને રાજીપા કયાંથી આવ્યા? ઈરાનનો રાજા છે તેણે એક રાતને દિવસના લગ્નમાં પહેલી સુહાગરાતમાં અબજો રૂપિયા ખર્ચ્યુ. એને જીવતો ભઠ્ઠીમાં નાખે અને જે દુઃખ થાય તેનાથી અનંતગુણી પિડા પહેલી નરકમાં છે. દસ હજાર વરસની સ્થિતિમાં પહેલી નરકમાં અનંતગુણા દુઃખ છે. એ બધા મિથ્યાત્વને કારણે રખડીને મરી રહ્યા છે. એ બધી ક્રિયા કરી પણ તેમાં મિથ્યાત્વ છે. તેનાથી ધર્મ થશે એમ માનીને મિથ્યાત્વને સેવ્યા. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ કલશામૃત ભાગ-૪ પાઠમાં (બના:) એમ કહ્યું. “મરીને ચુરો થતા થકા એટલે? અપવાસ કરી કરીને શરીરને જીર્ણ કરી નાખવું, શરીરથી ક્રિયા કરીને મરી જા ને! તેમાં ધર્મ કયાં છે? કહે છે કર્મક્ષય તો થતો નથી.” જીવન તો વીજળીના ઝબકારા જેવું છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લે ! આ તો ટાણાં આવ્યા છે બાપા! અંદર ચૈતન્ય વસ્તુ છે ત્યા તું જા ! તને આનંદ થશે, ત્યાં સમકિત થશે અને સંસારનો અભાવ થશે. આવી ચીજ અંદરમાં છે અને બહારમાં રખડી મર્યો એમ ને એમ ! શાંતિપ્રસાદ શાહુજી, ૬૬ વર્ષની ઉંમરે, ૨૭ તારીખે સવારે હાર્ટફેઈલ થતાં દેહ છોડીને ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા હતા. પ-૭ કરોડની તો ઉપજ છે. અહીં ત્રણ વાર પહેલા આવી ગયેલા. હમણાં દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. ત્રણ વ્યાખ્યાન સાંભળ્યાં. મુંબઈમાં દિલ્હીમાં ઘણા પ્રશ્ન કરતા. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, શાસ્ત્રમાં વ્યવહાર કહ્યો છે ને ! પછી કહ્યું કે વ્યવહારીને વ્યવહારનો ઉપદેશ આપવો એમ ત્યાં કહ્યું નથી. મના: મરીને ચૂરો થતા થકા (વિનશ્યન્તા) વ્રત પાળીને શરીરનો ચૂરો કરી નાખે. અપવાસ કરીને શરીરને જિર્ણ કરી નાખે પણ તેનાથી જરીએ ધર્મ થતો નથી. આવી વાતો જગતને આકરી પડે હોં! (દ્વતવિલંબિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल। तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्।।११-१४३।। ખંડાન્વય સહિત અર્થ-“તતાનનુરૂવંનત રૂદ્રુપમ યિતું સતત તતા” (તત:) તે કારણથી (નનુ) અહો (રૂવં નતિ) વિધમાન છે જે સૈલોકયવર્તી જીવરાશિ તે (રૂદ્રુપમ્ ) આ પદનો અર્થ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનમાત્રવસ્તુનો (વયિતું) નિરંતર અભ્યાસ કરવાને માટે (સતત) અખંડધારાપ્રવાહરૂપ (તતા) યત્ન કરો. શા કારણ વડે? “નિનવો વસાવલાત”(નિનવોઘ) શુદ્ધ જ્ઞાન, તેનો (વના) પ્રત્યક્ષ અનુભવ, તેના (વાત) સામર્થ્ય વડે; કેમ કે “જિન”નિશ્ચયથી જ્ઞાનપદ“ર્મસર્વ”(વર્મ) જેટલી ક્રિયા છે તેના વડે (કુરાસવું) અપ્રાપ્ય છે, અને “સહનવોઘના સુત્તમ” (સંહનવોપ) શુદ્ધ જ્ઞાનના (વરની) નિરંતર અનુભવ વડે (સુત્તમ) સહજ જ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને એક શુદ્ધસ્વરૂપ-અનુભવ કારણ છે. ૧૧-૧૪૩. Page #433 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૩ ૪૧૭ કળશ નં.-૧૪૩: ઉપર પ્રવચન પ્રવચન ને. ૧૪૯–૧૫૦ તા. ૧૪–૧૫/૧૧/૭૭ અહા ! સંતો – દિગમ્બરો મુનિઓ કરૂણા કરીને જગતને આ વાત કહે છે. દિગમ્બર સંતોની આ કથની છે. જે પ્રચુર અતીન્દ્રિય આનંદના વેદનમાં પડ્યા છે. જે અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલે છે. મુનિપણું કોને કહેવાય? સમકિત જીવ ગૃહસ્થાશ્રમમાં હોય, આત્માના આનંદનો અનુભવ તેને પણ હોય, તેને આનંદનો અંશ વેદનમાં આવે છે. જ્યારે મુનિને તો અતીન્દ્રિય આનંદના પ્રચુર વદન હોય છે તે મુનિરાજ જગતને જાહેર કરે છે. “તત: નનુ રૂવં નાત રૂદ્ર પદ્મ વિતું સતતં યતતાં,” તે કારણથી અહો ! વિધમાન છે જે ત્રલોકયવર્તી જીવરાશિ.”બધા જીવોને સંબોધ્યું છે. ત્રણલોકમાં વર્તનારા હે જીવો! “(રૂવં પદ્દમ) આ પદનો અર્થાત્ નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો નિરંતર અભ્યાસ કરવાને માટે અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો.” એ રાગની ક્રિયાથી ભિન્ન પડીને, ભગવાન આનંદ સ્વરૂપ છે તેના અનુભવનો અભ્યાસ કરો જે ક્રિયાકાંડનો રાગ છે તે રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ કરો અને શ્રધ્ધાને સુધારો! પહેલું મૂળીયું સુધાર એમ કહે છે. (૫૫) આ પદનું એટલે? નિર્વિકલ્પ જ્ઞાન વસ્તુ, વિકલ્પ નામ રાગ વિનાની ચીજ, અંદર અભેદ ચૈતન્ય ભગવાન બિરાજે છે તેના અનુભવનો અભ્યાસ કરો. “ઘટ ઘટ અંતર જિન વસે,” જિન સ્વરૂપ ભગવાન આત્મા અંદર વસે છે. જિન સ્વરૂપ એવું શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ “(યિતું) નિરંતર અભ્યાસ કરો.” એ રાગના વિકલ્પથી ભિન્ન પ્રભુ નિર્વિકલ્પ ચીજ અંદર બિરાજે છે તે અભેદ વસ્તુ ભગવાન આત્મા છે. અરે. તેને કેમ બેસે? વિકલ્પની પાછળ અંદર ચૈતન્યમૂર્તિ ભગવાન બિરાજે છે તેનો રાગથી ભિન્ન પાડીને અભ્યાસ કર! ભેદજ્ઞાન કર....! સમજાણું કાંઈ? (યિતું) ભાષા જઈ ? નિરંતર અભ્યાસ કરવા માટે “(યિતું સતત) અખંડ ધારાપ્રવાહરૂપ યત્ન કરો.” જેમ લીંડી પીપરને ચોસઠ પહોર અખંડધારાએ ઘૂટે ત્યારે તેમાંથી ચોસઠ પહોરી તિખાશ બહાર આવે છે. ત્યાં ઘૂંટવાવાળા ચાર માણસો ચાર વખત બદલાવે, એક મિનિટનો થાક ખાધા વિના અખંડ ધૂટે ત્યારે તેની તીખાશ બહાર આવે. તેમ અહીંયા આનંદના નાથને અંતરમાં અખંડધારાએ વારંવાર પૂંટીને અનુભવ કર – એમ કહે છે. ભાષા કેવી છે જોયું? અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો. “(ચતતાં સતતં) સતતં યતતા” સતત – નિરંતર પ્રયત્ન કરો! અંદરમાં તારા નાથની રચના કરજે. એ વિકલ્પથી પાર અંદર વસ્તુ પડી છે...તેનો (સતતં યતતાં) નિરંતર યત્ના – જતન કરો. આ પર જીવની જતના કરે છે ને એ તો શુભરાગ છે. “વયિતું ચતતાં સતતં નાત” જગત્ છેલ્લો શબ્દ છે ને ! અરેરે! તેને વખત કયાં છે? તેને પાપ આડે Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ કલશામૃત ભાગ-૪ વખત મળતો નથી. હવે પુણ્યમાં રોકાય જાય. ભાઈ તારે જન્મ મરણ ટાળવા હોય, ચોરાસીના ભવનો અંત લાવવો હોય તો ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ છે તેનો અનુભવ કરો. સહજ આત્મ સ્વરૂપ પ્રભુનો નિરંતર અભ્યાસ ક૨ – અનુભવ કરો. “સતતં યત્તતં” નિરંતર યત્ન કર. યત્નનો અર્થ અનુભવ કર્યો. “અખંડધારાપ્રવાહરૂપ યત્ન કરો,” નાથના અનુભવનો. હવે એક સમય પણ તેને વિસાર નહીં. બહારમાં ગૂંચવાય ગયો તેને આવો વખત કયાં મળે ? પાંચ દસ લાખ પૈસા પેદા થતા હોય, આમ કરોડપતિ હોય તે બિચારા પાપમાં ગરકાવ થઈ ગયા...... એમ વીતરાગ પ્રભુ કહે છે. દિગમ્બર સંતો જિનેન્દ્ર વીતરાગ દેવના આડતીયા થઈને માલ આપે છે. જેને અંદરથી અતીન્દ્રિય આનંદ ઊછળ્યા છે. સમયસાર પાંચમી ગાથામાં કહ્યું છે કે – હું મારા નિજ વૈભવથી શાસ્ત્ર કહીશ. મારો નિજ વૈભવ શું છે? મારા અતીન્દ્રિય આનંદનું બહુ બહુ વેદન એ જેની મ્હોર છાપ છે. જેમ કાગળમાં મ્હોર છાપ મારે છે તેમ અમારા અનુભવમાં આનંદની મ્હોર છાપ છે. મુનિરાજ કહે છે – હું મારા નિજ વૈભવથી કહીશ. મારો નિજ વૈભવ શું ? અતીન્દ્રિય આનંદનો નાથ મારો પ્રભુ છે તેમાંથી અતીન્દ્રિય આનંદને બહાર કાઢીને હું વેદું છું. પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ અતીન્દ્રિય આનંદનું વેદન કરું છું, એ મારો નિજ વૈભવ છે. આહાહા ! આ મુનિરાજનો વૈભવ !! આને મુનિ કહીએ. તેઓ કહે છે કે – મારા વૈભવથી આ સમયસાર કહીશ, તું તેને અનુભવથી પ્રમાણ કરજે એમ પાછા કહે છે. ભગવાન તું અનુભવથી પ્રમાણ કરજે એમ કહે છે આ ગજબ વાત છે ને!? અહીં એ વાત કહે છે. અખંડધારાપ્રવાહ અનુભવે છે. જોગફોસનો (જોગનો ધોધ ) પાણીનો ધોધ ઉ૫૨થી અખંડ પડે છે..... ધારાવાહી તેમ અંદરમાં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અતીન્દ્રિય અનાકુળ શાંતરસથી ભરેલો પ્રભુ છે તેનો પર્યાયમાં અખંડધારાથી અનુભવ ક૨ ! જેમાં વચ્ચે રાગ ન આવે તૂટ ન પડે તેમ અનુભવ. ચીજ જેવી નિત્યને ધ્રુવ છે એવી પર્યાયમાં ધ્રુવતા અતૂટતા લાવ ! આવી વાત છે. પૂણીમાંથી સૂતર કાંતે છે ને !? એક પૂણી થઈ રહે એટલે બીજી પૂણી સાંધે ત્યારે તેમાં ગાંઠ ન પડવા દે! રૂની પૂણી પૂરી થાય તો બીજી ચઢાવે અને વચ્ચે ગાંઠ ન પડવા દે. તેમ ભગવાનને અખંડ ધારાપ્રવાહ અંદ૨માં અનુભવ ને યત્ન કર એમ કહે છે. અરેરે....! આવી વાતું સાંભળવી પણ મુશ્કેલ પડે. અરે.......! શું થાય બાપુ ! બધી ખબર છે ને બાપુ ! ( એક ભજનમાં આવે છે – “દાઠુ લાગ્યો દુનિયામાં બેની કયાં જઈને કહીએ.” એમ પુણ્ય ને પાપના દાઠુ અંદર લાગ્યા છે. અંદર અગ્નિ જવાળા સળગે છે. રાગની ક્રિયા એ પણ કષાયની અગ્નિ જવાળા છે. ભગવાનની શાંતિ ત્યાં દાઝે છે. અરે ! આવી વાતું તે કઈ જાતની છે? જિનેશ્વ૨નો માર્ગ તો દયા પાળો, કંદમૂળ ન ખાવો, ચોવીઆ૨ ક૨વો, બ્રહ્મચર્ય પાળો, Page #435 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૩ ૪૧૯ મહાવ્રત પાળો તો ધર્મ થશે. આવી જાતની વાત કયાંથી કાઢી ! ભાઈ.... અહીંયા તો ભવના અભાવની વાત છે. જે ક્રિયા ભવના અભાવરૂપ ન થાય એ ક્રિયા જ નહીં. “અખંડ ધારાપ્રવાહરૂપ યત્ન કરો. (યત્તતાં )” ....યત.....પતિ યતિઓનું પુરુષાર્થ દ્વા૨ા જતન કરો. એકવાર બહારના રસ છોડી દે! અતીન્દ્રિય આનંદના રસને એકવાર તો ચાખ એટલે તેને પી એમ કહે છે. બાળકો આઈસ્ક્રીમ ચૂસે છે તેમ આનંદનો નાથ અંદર પડયો છે તેનો અનુભવ કર. પ્રભુ તારામાં અનંત અતીન્દ્રિય આનંદ પડયો છે. અરિહંત ૫૨માત્માને જે અનંત આનંદ પ્રગટયો છે તે કયાંથી આવ્યો છે ? કયાંય બહારથી આવે છે ? અરિહંત દેવ સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ને જે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંતવીર્ય એ બધું આવ્યું કયાંથી ? એ કૂવામાં પડયું છે તો અવેડામાં આવે છે. આહા....બાપુ તને ખબર નથી. એ બધુ વસ્તુના સ્વરૂપમાં પડયુ છે, તેમાં એકાગ્રતા થતાં બધું બહાર આવે છે. એ રાગની ક્રિયાથી કાંઈ આવતું નથી એમ કહે છે. નિર્જરા અધિકાર છે! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ છે. તું ભગવંત સ્વરૂપ છો, તારું જિન સ્વરૂપ છે તેને અંદર એકાગ્ર થઈને અખંડધારા પ્રવાહરૂપે ચૂસ. 66 * ‘શા કા૨ણ વડે ? નિષ્નવોધલાવતાત્ શુધ્ધજ્ઞાન તેનો પ્રત્યક્ષ અનુભવ, તેના સામર્થ્ય વડે,” શુધ્ધજ્ઞાન અર્થાત્ નિજનું- પોતાનું જ્ઞાન હો ! એકલું શાસ્ત્રનું જ્ઞાન, અધ્યયન એ બધું શુભ વિકલ્પમાં ગયું. “(નિનોધ) શુધ્ધજ્ઞાન, તેનો” એ નિજનો અર્થ કર્યો. “શુધ્ધ જ્ઞાન, તેનો પ્રત્યક્ષ અનુભવ, તેના”(જ્ઞા ) વર્તમાન કળા. ( નયિતું ) અભ્યાસ –અનુભવ. વર્તમાન પ્રત્યક્ષ અનુભવ તેના સામર્થ્ય વડે. ઝીણી વાતો છે. પણ શું થાય ? તેને કોઈ દિવસ સાંભળવા મળી નથી. હવે ઝીણી ન કહેવાય કેમ કે – બહુ વાત બહાર આવી ગઈ છે. અભ્યાસ કરે તો થઈ શકે છે. ઘરની ચીજ છે, તેને ઘ૨માં જવું છે ને ! જેમ ઢોર ( પશુ ) હોય તેને સવારે બહાર કાઢે ત્યારે માંડ-માંડ બહાર કાઢે અને સાંજે ઘરે આવે ત્યારે દરવાજા બંધ હોયતો અંદર આવવા માથા મારે. સાંજે તો દોરવામાં કોઈ માણસ ન હોય બા૨ણા બંધ હોય તો આવીને તે માથા મારે... ..અંદર ઘ૨માં ગમાણમાં જવા માટે. તેમ અહીંયા રાગથી ભિન્ન પડીને અંદરમાં જવા માથા માર. ભાઈ ! પહેલું જ્ઞાન ને શ્રધ્ધા તો કર કે – માર્ગ આ છે. ર ‘પ્રત્યક્ષ અનુભવ તેના સાધન વડે, કેમ કે (ત્તિ) નિશ્ચયથી જ્ઞાનપદ જેટલી ક્રિયા છે તેના વડે અપ્રાપ્ય છે.” જેટલી વ્રતની ક્રિયા, શુભ ઉપયોગની ક્રિયા, પંચ મહાવ્રતની, શાસ્ત્રના અધ્યયનની ક્રિયાથી ભગવાનની પ્રાપ્તિ અપ્રાપ્ય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૫૦ તા. ૧૫/૧૧/'૭૭ “તે કારણથી અહો વિદ્યમાન છે જે સૈલોકયવર્તી જીવરાશિ,” અહો એ વસ્તુ વિધમાન છે ને! ભાષા આ આવી. આ તો અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર સંતની વાણી છે. તેની ટીકા રાજમલ્લજીએ કરી છે. દિગમ્બર સંત આજથી હજાર વર્ષ પહેલાં મુનિ થઈ ગયા. એ જંગલવાસી સંત આત્માના અતીન્દ્રિય આનંદના ઉભરાને વેદનારા. દૂધમાં ઊભરો આવે તે અંદરથી પોલો હોય. દૂધ પાંચ શેર હોય અને ઊભરો આવે છતાં દૂધ વધતું નથી, એ તો પોલું વધે છે. તેમ આ ઊભરો આત્માનાં આનંદનો છે. આનંદનો નાથ ભગવાન આત્મા વિધમાન છે. જે ત્રિલોકવર્તી જીવરાશિ,” ત્રણલોકમાં વર્તમારા જીવના ઢગલા પડયા છે. અનંત આત્માઓ છે. તે આ પદનો અર્થ નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો,” આહાહા ! પ્રભુ આ રહ્યો .આ રહ્યો ... એવા ત્રણ લોકમાં જીવના અનંતા ઢગલા પડ્યા છે ......એ બધાને સાગમટે નોતરું છે. નિર્વિકલ્પ શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ છે.” જે જાગતો જીવ કહ્યો હતો ને તે આ! વિકલ્પ વિનાનો અભેદ જ્ઞાન....જ્ઞાન....જ્ઞાન પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ભગવાન તેનો નિરંતર અભ્યાસ કરવાને માટે (સતત ચતતા) એવો જે ભગવાન...વિધમાન નિત્યાનંદ પ્રભુ તેનો અખંડધારાએ તેની સન્મુખ થઈને આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે તો તને જરૂર મોક્ષ થશે ...તને એનાથી જરૂર મોક્ષનો માર્ગ મળશે, બીજે ક્યાંયથી મળે એવું નથી. વિધમાન ઊભો છે તે શુધ્ધ જ્ઞાનમાત્ર વસ્તુનો નિરંતર અભ્યાસ કરો. આવું કાર્ય, આવો પુરુષાર્થ કરી, અંતર્મુખ થઈને તેનો અભ્યાસ કર ! જે દયા-દાનના વિકલ્પો રાગ છે તેનાથી ભિન્ન પડીને જે ભગવાન જ્ઞાનમાત્ર વસ્તુ છે તેનો અખંડધારા પ્રવાહે અભ્યાસ કર.“(સતત) અખંડધારા પ્રવાહરૂપ (ચતતાં) યત્ન કરો.” “શા કારણ વડે? નિનવોઘવતાવતા” શુધ્ધ જ્ઞાાન,” નિજ એટલે શુધ્ધ, બોધ નામ જ્ઞાન. પોતાનો શુધ્ધ પવિત્ર જ્ઞાન સ્વભાવ જે ત્રિકાળપ્રભુ છે તેને પ્રત્યક્ષ અનુભવ. (વના) કલા એટલે પ્રત્યક્ષ અનુભવ. એ આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય અનાકુળ શાંતિના રસથી ભરેલો છે તેનો પ્રત્યક્ષ અનુભવ ! આ કાર્ય તેને કરવાનું છે. “પ્રત્યક્ષ અનુભવ તેના સામર્થ્ય વડે; કેમ કે નિશ્ચયથી જ્ઞાનપદ,” ભગવાન જ્ઞાન સ્વરૂપ એવું જે પદ છે તે સ્વરૂપની પ્રાપ્તિ થવી. જેટલી ક્રિયા છે તેના વડે અપ્રાપ્ય છે.” સંપ્રદાયમાં જેટલી ક્રિયા છે – દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ, પૂજા એ બધી ક્રિયાકાંડથી તે વસ્તુ મળે એવી નથી. કેમ કે એ બધા વિકલ્પ- વૃત્તિનું ઉત્થાન છે. વૃત્તિ તે રાગ છે. “નિશ્ચયથી જ્ઞાનપદ (કર્મ) જેટલી ક્રિયા છે તેના વડે,” (કર્મ) એટલે ક્રિયા. આ Page #437 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૩ ૪૨૧ બધાં કાર્ય તે રાગના કાર્ય છે. દયાના, વ્રત ને તપના, અપવાસના, ભક્તિના મંદિરો બનાવવાનાં એ બધી રાગની ક્રિયા છે, અને એ રાગની ક્રિયાથી આત્મા અપ્રાપ્ય છે. રાગથી તે વસ્તુ મળે તેવી નથી. આ નાસ્તિથી વાત કરી. હવે અસ્તિથી વાત કરે છે. અત્યારે પંડિતોને આ વાંધા પડે છે. ભણેલાને આ વાંધો પડે છે કે – અમે વ્રત કરીએ, અપવાસ કરીએ, તે કરીએ અને તમે કહો કે ધર્મ નહીં? સાંભળને! એમાં ધર્મ કયાં છે? એવી રાગની ક્રિયા તો અનંત વાર કરી, તને ખબર નથી !! છ ઢાળામાં આવે છે...... “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઊપજાયો, પૈ નિજ આતમ જ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.” મહાવ્રતાદિ એવા અનંતવાર કર્યા, પણ.........એ ક્રિયાકાંડથી ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. સમજાણું કાંઈ ? એમ જે કહેવાય છે તેમાં સમજાણું એ તો ખરું પણ કાંઈ સમજાય છે? એની રીત-પધ્ધતિનો ખ્યાલ આવે છે!? આહાહા ! પ્રભુ ! તારી વાત છે હોં ! પ્રભુ તું ભગવાન પરમાત્મ સ્વરૂપે છો ને અંદર ! તેની પ્રાપ્તિ અનેરી ક્રિયાકાંડથી થાય એવી ચીજ નથી. મો અરિહંતાણે એમ લાખનાર, કરોડવાર, અનંતવાર જાપ કરે તો પણ તે વિકલ્પ છે. એ વિકલ્પથી મળે એવું નથી લે!! વાત તો આવી છે! પ્રભુ તું અંદર ભગવાન સ્વરૂપે છે, તેની પ્રાપ્તિ...અનેરી ક્રિયાકાંડથી થાય એવી ચીજ નથી. શ્રોતા- આવું સમજીને પછી કરે તો !? ઉત્તર- એમ સમજીને શું સમજવું ને શું કરવું હતું? કર્તા થઈને કરે તો તે મિથ્યાષ્ટિ છે. આવી જાય તે જુદી વાત છે. કર્તા થાય તો દષ્ટિ જૂઠી છે. વસ્તુ આનંદકંદ પ્રભુ છે તેને રાગનો કર્તા ઠરાવવો, રાગનો કર્તા બનાવવો (એ મિથ્યાત્વ છે ) ચાલતા પ્રવાહથી બીજી વાત છે! આકરી વાત છે પ્રભુ! ભગવાન આત્મા અંદર જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. જેટલી ક્રિયા છે તેનાથી અપ્રાપ્ત છે. (ફર્મવુ સર્વ) એ શબ્દ છે ને! (કર્મ) એટલે ક્રિયા (૩૨ સર્વ) એટલે અપ્રાપ્ય. એવી ક્રિયાથી મળે તેવું નથી બાપુ! છ છ મહિનાના અપવાસ કરીને મરી જાવ, કલેશ કરીને સૂકાઈ જાવ, એ બધા વિકલ્પ છે તેની તને ખબર નથી. આનંદનો નાથ આત્મા છે તે એવા વિકલ્પની ક્રિયાથી મળે એવો છે નહીં. આ લોકોને બિચારાને ચડાવી દીધા. પર્યુષણમાં આઠ અપવાસ કરો, ચોવીઆર કરો...પાણી પીધા વિનાના.. આ રીતે ક્રિયાકાંડમાં ચડાવી દીધા. અરે....સાંભળ........! આવી ક્રિયા તો તે અનંતવાર કરી છે. નવમી રૈવેયક સ્વર્ગે ગયો છે. ચૌદ બ્રહ્માંડની રચના, આ શરીર ઉપર (કમરે હાથ દઈને) ઊભો હોય તેમ શરીરના આકાર જેમ ચૌદ બ્રહ્માંડ અસંખ્ય યોજનમાં છે તેમ સર્વજ્ઞ પરમેશ્વરે જોયું છે. ગ્રીવા એટલે ડોક (ઉપર) ત્યાં વૈમાન છે. ત્યાં પણ દરેક જીવ અનેકવાર ઊપજ્યો છે. એ પંચ મહાવ્રતની ક્રિયા એવા પરિણામ તો અત્યારે છે જ નહીં. એવા પંચ મહાવ્રતના શુક્લલશ્યાના પરિણામ કરીને Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ કલશામૃત ભાગ-૪ તે અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એ પુણ્યની વેશ્યા ધોળી હોય ઊજળી તે ક્રિયા દ્વારા ભગવાન આત્માની પ્રાપ્તિ થાય તેવી ચીજ નથી. સદનવોઘનીસુનમ” શુધ્ધ જ્ઞાન” સહજ બોધની વ્યાખ્યા કરી, સ્વભાવિક જ્ઞાન જે અંદર પડયું છે. તેનો આશ્રય કરતાં એટલે કે – જ્ઞાન સ્વરૂપી ભગવાનનું સહજ જ્ઞાન કરતાં, જ્ઞાનથી જ્ઞાનપદની પ્રપ્તિ થશે. એ રાગની ક્રિયાથી આત્માની પ્રાપ્તિ થશે નહીં. આકરી વાત છે પ્રભુ! શ્રોતા:- જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ. ઉત્તર- એ સ્થિરતાની ક્રિયા. એક વાર વાત કરી હતી. સંવત ૧૯૮૨ નું ચોમાસું વઢવાણમાં હતું. રાજકોટ થી ચોટીલા આવ્યા. ત્યારે રતનચંદજી લીંબડીના હતા અને તેના ગુરુ ગુલાબચંદજી હતા. ગુલાબચંદજીની દિક્ષા ૨૫ વર્ષની હતી. મારી દિક્ષા બાર-તેર વર્ષની. તે વખતે મારી છા૫ જુદી જ હતી, હું કોઈને સાધુ માનતો નહીં. અપાસરામાં સાથે ઊતર્યા, એ બિચારા બહુ ખુશી થયા છે. આપણે સાથે થઈ ગયા. અમે તમને આહાર આપશું તો તમો નહીં લ્યો, તમને અમારા પર વિશ્વાસ નથી. કેરીના ટુકડા કરીને લાવું તમે લેશો? મેં કહ્યું – જાવ લઈ આવો. એ ખુશી થયા, પછી તેમણે પ્રશ્ન કર્યો. – શાસ્ત્રમાં જ્ઞાન ક્રિયાને મોક્ષ કહ્યો છે ને!? કહ્યું કયું જ્ઞાન ? આત્માનું જ્ઞાન તે જ્ઞાન અને સ્વરૂપમાં સ્થિરતા તે ક્રિયા. તેમણે કબૂલ કર્યું કે – વાત તો સાચી લાગે છે. અત્યારે આવું ચાલતું નથી. ન ચાલતું હોય તો શું કરવું? આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. તેનું જ્ઞાન કરી અને પછી તે જ્ઞાનમાં ઠરવું તે જ્ઞાન ક્રિયા મોક્ષ છે. આપણે તો મધ્યસ્થતાથી જે (સ્વરૂપ) હતું તે કહ્યું. કોઈ સાથે વિરોધ કરવાનું તો કારણ નથી. તેમણે કબૂલ કર્યું. બીજી વાત પણ કબૂલ કરી- શાસ્ત્રમાં, બત્રીસ આગમમાં મૂર્તિ છે અને તેની પૂજા છે. સ્થાનકવાસીએ જુદો પંથ કરીને એ બધું કાઢી નાખ્યું છે. અમારી આખી જિંદગી શંકામાં ગઈ છે. શિષ્યો આગમ વાંચશે તો અમને ગુરુ તરીકે નહીં માને. શાસ્ત્રમાં મૂર્તિ છે, એમ અમને પણ લાગે છે. મૂર્તિની પૂજા, ભક્તિનો ભાવ તે બધો શુભભાવ છે- પુણ્યભાવ છે. કેવળી ભગવાનનો વિરહ હોય ત્યારે ભગવાનની પ્રતિમાનો ભાવ ધર્મીને પણ આવે! પ્રતિમાને ઉડાવી દેવી, એ માર્ગ નથી. તેઓએ ખાનગીમાં કહ્યું કે – શાસ્ત્રમાં તો છે અને શિષ્ય વાંચશે તો અમને ગુરુ નહીં માને ! અમે તો પહેલેથી એક એક વાતની પરીક્ષા કરીને નક્કી કરેલું. એકવાર ૧૯૭૩ ની સાલમાં કહ્યું. મૂળચંદજી તે અમારા ગુરુ ભાઈ અને હીરાચંદજી મહારાજના શિષ્ય. હું શાસ્ત્ર વાંચતો હતો તેમાં એ નીકળ્યું કે – જેટલી પ્રતિમાઓ છે દેવલોકમાં તે શાશ્વત છે. જિનની ઊંચાઈના પ્રમાણમાં છે. તીર્થકરોની ઉંચાઈ છે એટલા પ્રમાણમાં પ્રતિમાની ઊંચાઈ છે. એ લોકો તેને યક્ષની પ્રતિમા ઠરાવે છે. પછી જ્યારે કોઈ ન્હોતું ત્યારે મેં Page #439 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૩ ૪૨૩ મૂળચંદજીને કહ્યું કે - ભગવાનની શાશ્વત પ્રતિમા બિરાજે છે. તે જિનની ઊંચાઈના પ્રમાણ છે. તેને યક્ષની ઉપમા ન અપાય. તે યક્ષની પ્રતિમા નથી અને બધા તેને યક્ષની પ્રતિમા ઠરાવે છે. મૂળચંદજીએ કહ્યું – એ તીર્થકરની પ્રતિમા છે. ત્યારથી સ્થાનકવાસી ઉપરથી અમારી શ્રધ્ધા ઊડી ગઈ. અરર....આ લોકો ખાનગીમાં તીર્થકરની કહે અને બહારમાં યક્ષની કહે. અહીંયા તો પ્રથમથી જ પરીક્ષા કર્યા વિના કંઈ માનવું નહીં એ જ રીત હતી. સને કસોટીએ ચડાવી ને અંદર સને જોવો અને અનુભવવો એ જ બસ. પછી કહ્યું – સ્થાનકવાસી શાસ્ત્રમાં તીર્થકરની પ્રતિમાઓ છે. તેને યક્ષની ઠરાવી અને ઉડાવી દે છે! એ વાત ખોટી છે. અહીંયા તો કહે છે – પ્રતિમાને માને અને પ્રતિમાની પૂજા કરે, ભક્તિ કરે – એ રાગની ક્રિયાથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એવો ભાવ આવે ખરો! હોય ખરું....પણ, તેનાથી ધર્મ થાય નહીં. શુધ્ધ જ્ઞાનના (ના) નિરંતર અનુભવ વડે (સુનમ ) સહજ જ પ્રાપ્ત થાય છે.” સ્વભાવિકપણે પ્રાપ્ત થાય છે. ચિદ્દન એવો જ્ઞાનનો પુંજ પ્રભુ અંદર બિરાજે છે.” તેની સન્મુખ થતાં તેમાં એકાગ્ર થતાં તે પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનગુણમાં એકાગ્રતાથી એટલે સહજ જ્ઞાનથી પ્રાપ્ત થાય તેવો છે. શાસ્ત્રજ્ઞાનથી પણ તે પ્રાપ્ત થાય એવો નથી. જુઓ! આ વાસ્તુ કર્યું. ભગવાનમાં વાસ્તુ કરવું હોય તો કહે છે – રાગની ક્રિયાથી વાસ્તુ નહીં થાય. આ.....અંદર સચ્ચિદાનંદ પ્રભુ એ....! સર્વજ્ઞ જિનેન્દ્ર કહે છે તે આત્મા, બીજા કહે તે નહીં. સ..... નામ શાશ્વત જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એ તેના સ્વભાવિક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. અંતર્મુખ જ્ઞાનથી એટલે પ્રજ્ઞાબ્રહ્યથી તે પ્રાપ્ત થાય છે. કોઈ ક્રિયાકાંડથી આત્મા પ્રાપ્ત થાય તેવો મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણલોકમાં નથી. આવી વાતું છે હવે ! આમાં ઊંડા ઊતરવું તેની નવરાશ નથી. ધંધા આડે તે નવરો નથી. શ્રોતા:- ક્રિયાકાંડને ઉડાવી દીધા? ઉત્તર- ક્રિયાકાંડને રાખ્યાને! એ રાગની ક્રિયા છે પણ ધર્મને માટેનું કારણ નથી. આવી વાતું બાપુ! “નિરંતર અનુભવ વડે સહજ જ પ્રાપ્ત થાય છે.” જ્ઞાનાનંદ પ્રભુ એ તો અંતર્મુખના જ્ઞાનથી એટલે કે સ્વસંવેદનથી પ્રાપ્તિ થાય છે. જ્ઞાન સ્વરૂપનું જ્ઞાનદ્વારા વેદન કરતાં તે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.......તે સહજ જ છે. ભાવાર્થ આમ છે કે – શુભ અશુભરૂપ છે જેટલી ક્રિયા, તેનુ મમત્વ છોડીને,” હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગ, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, એ અશુભભાવ છે. “શુભ અશુભરૂપ છે” પાઠમાં છે ને ! એ છે' એમ કહ્યું છે. એ ક્રિયા છે ખરી, પણ જેટલી ક્રિયા છે તેનું મમત્વ છોડીને એટલે કે – તેનાથી મને લાભ થશે– ધર્મ થશે તેવી માન્યતા છોડી દે! આહાહા ! સહજાનંદનો નાથ પ્રભુ છે. સ્વામીનારાયણવાળા કહે છે તે સહજાનંદ નહીં હો !! આ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ કલશામૃત ભાગ-૪ તો સહજ આનંદનો નાથ ! સહજ આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એટલે કે સહજાત્મ સ્વરૂપ છે તે શુભાશુભ પરિણામ વડે પ્રાપ્ત થતો નથી. ભગવાન જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથની ભક્તિથી પણ તે આત્માની પ્રાપ્તિ થતી નથી એમ કહે છે. પ્રશ્ન:- પ્રાથમિક શિષ્ય પહેલાં શું કરવું? ઉત્તર- પહેલાં તેણે રાગની ક્રિયાથી ભિન્ન કરીને આત્માને જાણવો એ પ્રથમ કરવાનું છે. એમ કે પહેલા શુભ કરવું, કાંઈક છોડવું એવું કાંઈ છે કે નહીં? એ પ્રશ્ન નારદ છે. નારદ સવાલ કરે ને ? એમ આ પ્રશ્નના નારદ છે. અહીંયા તો વાત બીજી છે ભાઈ ! અરેરે...ચોરાસી ના અવતાર કરી કરીને દુઃખી થયો. સ્વર્ગમાં પણ દુઃખ છે પ્રભુ! આ અબજોપતિ શેઠિયાઓ કહેવાય પણ તે દુઃખી, રાંકાભિખારી છે. કેમ કે – અંદરની લક્ષ્મીની તેને ખબર ન મળે અને બહારની લક્ષ્મીના માંગણ બધાં! એ માંગણો, ભિખારા – રાંકા છે. આ કરોડપતિ, આ બે કરોડપતિ, ઘણાં બધા કરોડપતિ બેઠા છે. એ બધા ધૂળના પતિ છે. આત્મા સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે જે સર્વજ્ઞ જિનેન્દ્રદેવે કહ્યો તે. એ ચૈતન્ય, ચૈતન્યના જ્ઞાનની ક્રિયાથી પ્રાપ્ત થાય તેવો છે. રાગની ક્રિયાથી આત્મા પ્રાપ્ત થાય તેવો નથી. જગતને ગળે ઊતરવું કઠણ પડે! કેમ કે આ જાતનો અભ્યાસ ન મળે. જુઓ ને ! અત્યારે સાંભળીએ છીએ ને કે વીસ-વીસ વરસના, પચ્ચીસ વરસના ગુજરી જાય છે. હમણાં જ એક પચ્ચીસ વરસનો ગુજરી ગયો, તેના ત્રણ મહિના પહેલા લગ્ન થયેલા, ઈગ્લેન્ડ ગયેલો. આ અમદાવાદનો અઠ્ઠાવીસ વરસનો ગુજરી ગયો. આંતરડાનું ઓપરેશન કરાવેલું હતું. તેને ઠીક હતું એટલે શાંતિલાલને બન્ને આવ્યા હતા. બાપુ! આ તો દેહની સ્થિતિ છે. જે સમયે છૂટવાનો તે છૂટવાનો. દેવને ઇન્દ્રોને ઉપરથી ઉતારે, ડોકટરે મરી ગયો, દેહની સ્થિતિ પૂરી થતા ફડાક દઈને દેહ છૂટી જવાનો. રાહ જોવી નહીં પડે કે – આટલા રોગ આવશે તો મરશે. અકસ્માતે મૃત્યુ થાય છે તો તને એમ લાગે છે. એ અકસ્માત નથી. તે સમયે થવાનો કાળ હતો. અહીંયા અંદરમાં જો તો.... આત્માનો (પ્રગટ) થવાનો એ કાળ છે. “શુભ – અશુભરૂપ જેટલી ક્રિયા, તેનું મમત્વ છોડીને,” આત્મા, આનંદનો નાથ અંદર છે. પ્રભુ આનંદ રસથી ભરેલો છે તેના સન્મુખની જ્ઞાન ક્રિયા દ્વારા, જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન ક્રિયાની રમણતાથી પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનની ક્રિયાથી આત્મા સહજ પ્રાપ્ત થાય તેવો છે. ભારે વાતું ભાઈ ! દુનિયા સાથે તો અથડામણ થાય તેવું છે. માર્ગ તો આ છે ભાઈ ! એ વિના ચોરાસીના અવતારમાં રખડી મર્યો ભાઈ ! એ ક્રિયાનું મમત્વ છોડીને, “એક શુધ્ધ સ્વરૂપ અનુભવ કારણ છે.” લ્યો! આત્મા શુધ્ધ ચૈતન્યઘન પ્રભુ છે તેનો અનુભવ કરવો. એ શુધ્ધને અનુસરીને પવિત્રતા પ્રગટ કરવી તે અનુભવ છે. એ એક જ કારણે ધર્મ અને મોક્ષ છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૪ ૪૨૫ (ઉપજાતિ) अचिन्त्यशक्ति: स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण।।१२-१४४।। ખંડાન્વય સહિત અર્થ- “જ્ઞાન (જ્ઞાન) વિઘરે” (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપવસ્તુને (વિવારે) નિરંતર અનુભવે છે. શું જાણીને? “સર્વાર્થસિદ્ધાત્મતયા”(સર્વાર્થસિદ્ધ) ચતુર્ગતિસંસારસંબંધી દુઃખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ (માત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુદ્ધ જ્ઞાનપદ. “કન્યસ્થ પરિપ્રદેપ મિ” (અન્યચ) શુદ્ધસ્વરૂપ-અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, [ વિવરણ-શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો, તેમનાં (પરિપ્રદે) સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી (મિ) શી કાર્યસિદ્ધિ? અર્થાત્ કોઈ કાર્યસિદ્ધિ નથી. આમ શા કારણથી? “યસ્માત : સ્વયં વિન્માત્રવિજ્ઞાન: પવ” (વેસ્મા) કારણ કે (5:) શુદ્ધ જીવવસ્તુ (સ્વયમ) પોતામાં (વિન્માત્રચિન્તામfr:) શુદ્ધ જ્ઞાનમાત્ર એવું અનુભવચિન્તામણિરત્ન છે; (વ) આ વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિરત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે, તે જીવ લોઢું, તાંબું, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુદ્ધસ્વરૂપ-અનુભવ એવું ચિન્તામણિરત્ન છે, તેનાથી સકળકર્મક્ષય થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે; તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયાવિકલ્પનો સંગ્રહ કરતો નથી, કારણ કે એનાથી કાર્યસિદ્ધિ થતી નથી. વળી કેવો છે? “વિન્યશgિ:” વચનગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે? “તેવ:” પરમ પૂજ્ય છે. ૧૨-૧૪૪. કળશ નં.-૧૪૪ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૦–૧૫૧ તા. ૧૫-૧૬/૧૧/'૭૭ ધર્મજીવ! સમ્યગ્દષ્ટિ જીવને! જ્ઞાન સ્વરૂપ આત્મા છે એવી તેને દૃષ્ટિ થઈ છે. પુણ્ય - પાપના વિકલ્પથી ભિન્ન ભગવાન નિર્વિકલ્પ આનંદના નાથના જેને પ્રતીતમાં, જ્ઞાનમાં, શ્રધ્ધામાં અંદર ભેટા થયા છે તે ધર્માજીવ છે. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ કલશામૃત ભાગ-૪ “(જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાનં) જ્ઞાનને અર્થાત્ નિવિકલ્પ ચિદ્રૂપવસ્તુને (વિધતે ) નિરંતર અનુભવે છે.” ધર્મી તો તેને કહીએ. ત્રિલોકીનાથ ૫૨માત્મા એમ કહે છે કે – આનંદના નાથને અંત૨માં અનુભવે, જ્ઞાનને જ્ઞાનદ્વા૨ા અનુભવે તે સમ્યગ્દષ્ટિ અને ધર્મી છે. આ બધા (બહા૨ના ) ઢસરડા કરી કરીને કેટલો કાળ ગયો હવે ! મોટા મોટા ભાષણો કર્યા કે – આનું આમ થાય અને આનું આમ થાય !! પ્રભુ તું સાંભળ ભાઈ ! તારી જાતમાં એકલું જ્ઞાન ને આનંદ ભર્યું છે ને ! પુણ્ય –પાપના વિકલ્પથી તો ચૈતન્ય પ્રભુ ખાલી શૂન્ય છે. જેનાથી ખાલી છે તેનાથી પ્રાપ્તિ થાય ? એમાં જે જ્ઞાન ને આનંદ ભર્યો છે તેનાથી પ્રાપ્તિ થાય ? કઈ રીતે થાય ? તે કાંઈ કહો ! જ્ઞાનાનંદ પ્રભુ ચૈતન્ય સૂર્ય છે. આ સૂર્ય તો જડ – રજકણનો છે. એનો પ્રકાશ કરનારો અંદર પ્રભુ ચૈતન્ય સૂર્ય છે. એ ચૈતન્ય સૂર્ય પ્રકાશને, પ્રકાશ દ્વારા પકડી – તેનો અનુભવ કરવો તે એક જ મોક્ષનું કા૨ણ છે. બાકી કોઈ ધર્મ છે નહીં. પ્રવચન નં. ૧૫૧ તા. ૧૬/૧૧/’૭૭ શ્રી કળશ ટીકાનો ૧૪૪ શ્લોક છે. નિર્જરા અધિકાર ! નિર્જરા અધિકાર એટલે ? જે આત્મ વસ્તુ છે... એ આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. તેને રાગથી ભિન્ન પાડી અને આત્માનો અનુભવ કરવો એ અનુભવ કર્મનો નાશ કરવાનો ઉપાય છે, અશુદ્ધતા ટાળવાનો ઉપાય તેમજ શુધ્ધિની વૃધ્ધિનો ઉપાય છે. જુઓ, એ વાત કહે છે “જ્ઞાની વિધત્તે” સમ્યગ્દષ્ટિ જીવ”, જેને ધર્મ પ્રગટયો છે એટલે સમ્યગ્દર્શન થયું છે. દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ છે એવો રાગ તેનાથી ભિન્ન ચૈતન્ય અતીન્દ્રિય આનંદનું દળ નામ પિંડ પ્રભુ છે. તે રાગથી વિભક્ત અને સ્વભાવથી એકત્વ છે તેવા આત્માના આનંદનો અંદ૨માં અનુભવ અને તેમાં પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. એ સમ્યગ્દષ્ટિ- સત્યદૃષ્ટિ જીવ ! વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું પ્રતીતમાં, જ્ઞાનમાં લીધું છે. પ્રભુ આત્મા-૫૨માત્માનું સ્વરૂપ જેવું સર્વજ્ઞદેવે બતાવ્યું છે તેવા શુધ્ધ ચૈતન્ય આનંદકંદ આનંદઘન અતીન્દ્રિય જ્ઞાનનો પિંડ સત્યાર્થ ભૂતાર્થ ત્રિકાળી ચીજ તેને અનુસરીને આનંદનો અનુભવ થવો, તેમાં પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિ જીવને ધર્મ હોય, નિર્જરા હોય એટલે કે તેને શુધ્ધતાનો અનુભવ છે. શુધ્ધિની વૃધ્ધિ થાય તેને ભાવ નિર્જરા કહે છે. આત્માના અનુભવની દૃષ્ટિને લઈને, અતીન્દ્રિય આનંદના સ્વાદને લઈને, અશુદ્ધતા ટળતી જાય છે, કર્મ ગળતું જાય છે અને શુધ્ધિ વધતી જાય છે... તેને નિર્જરા અને ધર્મ કહેવાય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૪ ૪૨૭ એ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનને અર્થાત્ નિર્વિકલ્પ ચિકૂપ વસ્તુને નિરંતર અનુભવે છે.” ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ ચિજ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. ચૈતન્ય સૂર્ય એવો આત્મા, નિર્વિકલ્પ નામ અભેદ છે. તેમાં રાચતો નથી પણ ભેદેય નથી. આ પર્યાયને આ દ્રવ્ય એવો ભેદ પણ નથી. એવી નિર્વિકલ્પ વસ્તુ જિનેન્દ્રદેવ પરમેશ્વરે જોઈ છે. અજ્ઞાની પોતાની કલ્પનાથી વાતું કરે કે- વસ્તુ આવી છે અને વસ્તુ આવી છે- એ નહીં. અહીંયા તો ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમેશ્વરે આત્માને રાગ રહિત, પર્યાયના ભેદ રહિત, અભેદ આત્માને જોયો છે. એવું જેને અંદરમાં જોતાં આવડે તે જીવ જ્ઞાની છે. તે જ્ઞાની જીવ નિર્વિકલ્પ ચિતૂપ વસ્તુને નિરંતર અનુભવે છે. અનાદિ કાળથી અજ્ઞાની રાગ ને પુણ્ય-પાપના ભાવને અનુભવે ને વેદે છે. એ દુઃખના વેદનારા અજ્ઞાની છે. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ ભાવ રાગ છે. એ રાગથી ભિન્ન પડીને અંદર જ્ઞાયક ચીજ-જ્ઞાનનો રસકંદ પ્રભુ છે તેનો સમ્યગ્દર્શનમાં યથાર્થ અનુભવ કરી અને પ્રતીતિ કરવી તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. વિદ્યતે એટલે નિરંતર અનુભવે છે. ધર્મી સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જે નિરંતર અતીન્દ્રિય આનંદને અનુભવે છે. માર્ગ ઝીણો બહુ ભાઈ ! પ્રભુનો મારગ આવો છે. જેને અંદરમાં અતીન્દ્રિય આનંદનો કંદ એવો જેને નિજ માલ મળ્યો તે નિમિત્તથી, રાગથી અને પર્યાયથી પણ વિમુક્ત થઈ, ત્રિકાળી શુધ્ધ સ્વભાવની સન્મુખ થઈ. અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા! તેને આનંદથી નિરંતર અનુભવે છે. આવા આત્માને સમ્યગ્દર્શનમાં અનુભવી ને પ્રતીત કરી ને નિરંતર અનુભવે તેને ધર્મ અને તેને નિર્જર થાય. સમજાણું કાંઈ? શું જાણીને? અનુભવે છે! તેની પધ્ધતિ-રીતની ખબર ન હોય તે કઈ રીતે સમ્યગ્દર્શન કરે અને કેમ પ્રગટ કરે !? તેથી કહે છે કે શું જાણીને પ્રગટ કરે? “સવાર્થસિદ્ધાત્મતયા” ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતીન્દ્રિય સુખની પ્રાતિ” અતીન્દ્રિય સુખની અતિ અને ચારગતિના દુઃખનો નાશ એ નાસ્તિ. (સાત્મતયા) એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુધ્ધ જ્ઞાનપદ.” અંતર ભગવાન શુધ્ધ જ્ઞાનાનંદ પવિત્રતાનો પિંડ પ્રભુ છે. પર્યાયમાં પુણ્ય-પાપના વિકલ્પો-રાગ તે દુઃખરૂપ છે. તેનાથી ભિન્ન ભગવાન તે કોણ છે? “સ્વયમેવ તેવ” પાઠમાં આવ્યું છે ને! એ તો દેવ છે. અરે ! તેના સ્વભાવનું, એની શક્તિના મહાભ્યનું શું કહેવું? તે દિવ્ય શક્તિનો ધણી દેવ છે. ભગવાન આત્મા! અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત આનંદ એવી અનંત શક્તિનો ધરનાર-દિવ્ય શક્તિનો ધરનાર એ દેવ નામ પ્રભુ છે. આવા દેવને જે સમ્યગ્દર્શનમાં નિરંતર અનુભવે છે તેને ચારગતિના દુઃખનો નાશ થાય છે. અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ કલશામૃત ભાગ-૪ એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી, એવું છે શુધ્ધ જ્ઞાનપદ.” એ શું કહ્યું? આ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેનો અનુભવ કરવો એ શું કરવા? કેમ કે એમાં દુઃખના ભાવની નાસ્તિ- નાશ થાય છે અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. એવા કાર્યની સિધ્ધિ થાય છે માટે આત્માનો અનુભવ કરવો. આવી વાતો છે! બહારમાં તો અપવાસ કરો, તપસા કરો, આ કરો, તે કરો.. એ રાગની ક્રિયાનાય ઠેકાણાં છે? અહીંયા તો જિનેન્દ્ર પરમાત્મા કહે છે કે જેની સત્તામાં ‘આ છે” એમ જણાય છે એ વસ્તુ અંદરમાં છે કે નહીં? જેની સત્તામાં જેની મૌજુદગીમાં આ બધું છે એમ જણાય એ ચૈતન્ય સત્તા પ્રભુ છે. એ ચૈતન્યની સત્તા, પરસત્તાથી ભિન્ન છે. લોજીકથી સમજાય છે ને! એ પુણ્યપાપના ભાવ થાય એ પણ જેની સત્તામાં જણાય છે. જ્ઞાનાનંદમાં આ જણાય છે, રાગ જણાય છે એવી રાગની અને પરની સત્તાથી ભિન્ન ચૈતન્ય સત્તા એ ચૈતન્ય સત્તાનું હોવાપણું એનો જેને સમ્યક્ અનુભવ છે એટલે કે અતીન્દ્રિય આનંદનું જેને નિરંતર વેદન છે. તેને શું કરવા અનુભવે છે? દુઃખના નાશ માટે અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે, આવું જાણીને અનુભવે છે. “એવું છે શુધ્ધ જ્ઞાન પદ.” શુધ્ધ જ્ઞાન પદ ધ્રુવ ધ્રુવ જે ચૈતન્ય ધ્રુવ નિત્યાનંદ પ્રભુ શુધ્ધ જ્ઞાન પદ... જેના અનુભવથી દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. એ જાણીને આત્માના જ્ઞાનપદને અનુભવે છે. સમજાણું કાંઈ? “કન્યસ્થ પરિચદે મિ”, સ્વરૂપના આનંદના પરિગ્રહને પકડ્યો છે તો હવે બીજાનું શું કામ છે તેમ કહે છે. “પરિ' – સમસ્ત પ્રકારે. ચૈતન્યમૂર્તિ જ્ઞાયક આનંદનો નાથ પ્રભુ તેને પરિગ્રહ નામ પકડ્યો છે. એ આત્માનો પરિગ્રહ છે. આ ધૂળ-પૈસા એ તો જડના પરિગ્રહ છે. એ પરિગ્રહને મારા માને તો તે અજીવ થઈ જાય. અહીંયા તો કહે છે- રાગને પોતાનો માને તો પણ તેમાં જીવપણું રહેતું નથી. તે અજીવ જેવો થઈ જાય છે. નિર્જરા અધિકારની ગાથામાં છે ને ! રાગને હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં. આ શરીર ને પત્ની, બાળકો, કુટુંબ, ધંધા એ તો કયાંય રહી ગયા. એ તો જગતની ચીજ છે. મારામાં થતો દયા-દાન-વ્રતના પરિણામનો રાગ, તેને હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં. કેમ કે મારું ચૈતન્ય સ્વરૂપ ! જાગ્રત સ્વરૂપ તો આનંદનો નાથ છે. એ રાગમાં જ્ઞાન ને આનંદનો અભાવ છે, એવા રાગને જો હું મારો માનું તો હું અજીવ થઈ જાઉં! હું જીવ ન રહું. અરે! આવી વાત સાંભળવાએ મળે નહીં. એને કે દિ' વિચારમાં આવે અને તે દિ' અંતરે ચડે!? આવો માર્ગ છે બાપુ! ભગવાન અચિંત્યદેવ... અનંત આનંદ, અનંતજ્ઞાન આદિ અનંત શક્તિનો સાગર એવો મારો સ્વભાવ છે, તેનો અનુભવ કરનારને કહે છે કે- ધર્મીને બીજા પરિગ્રહથી શું કામ છે? (અન્યW પર દેખ મિ) બીજો પરિગ્રહ એટલે તેનો ખુલાસો કરે છે. “શુધ્ધસ્વરૂપઅનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો,”શુધ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન આત્માનો વર્તમાનમાં અનુભવ- અતીન્દ્રિય આનંદનો અનુભવ, અતીન્દ્રિય જ્ઞાનનું પર્યાયમાં વેદન એવા નિજ Page #445 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૪ ૪૨૯ સ્વરૂપના પરિગ્રહને કારણે તેને અન્ય પરિગ્રહથી શું કામ છે? આવી વાતું છે. અન્ય પરિગ્રહ એટલે? વિકલ્પો. શુભ-અશુભ ક્રિયારૂપ વિકલ્પો- હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસનાનો વિકલ્પ અને દયા-દાન-વ્રત-ભક્તિ- અપવાસપૂજાનો ભાવ એ બધા વિકલ્પો છે. એ બધા વિકલ્પો રાગ છે. મારે એ રાગના પરિગ્રહથી શું કામ છે? આહાહા ! મારો નાથ, મારે હાથ આવ્યો. અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં ઊછળ્યો ! દરિયાને કાંઠે જેમ પાણીની ભરતી આવે તેમ આત્માની પર્યાયમાં... અતીન્દ્રિય આનંદ ઊછળીને અતીન્દ્રિય આનંદની ભરતી આવી. ઝીણી વાતો ભાઈ ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો માર્ગને વીંખી નાખ્યો છે. એ આત્મા અતીન્દ્રિય આનંદ શુધ્ધ જ્ઞાન સ્વરૂપી તેનાં અનુભવમાં હું રહેનારો, આને ધર્મ કહીએ. અન્ય પરિગ્રહથી શું કામ? “શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિવિકલ્પરૂપ”, એ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિના શુભભાવથી મારે શું કામ છે? કેમ કે એ તો રાગ છે, દુઃખ છે. એ દુઃખના પરિણામથી મારે શું કામ છે? મારો નાથ અતીન્દ્રિય સ્વરૂપે બિરાજમાન છે. તેના અતીન્દ્રિય આનંદના વેદન આગળ આવી શુભક્રિયારૂપ રાગ દુઃખ તેનું મારે શું કામ છે? ઝીણી વાતો આ તો ભાઈ ! ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પરમેશ્વર વીતરાગ પ્રભુના આ બધા કથનો છે. આ કાંઈ હાલી દુવાલીની કથની નથી. ઇન્દ્રો જેના તળિયા ચાટે એવા સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહમાં બિરાજે છે... ત્યાંથી આ વાણી આવી છે. કુંદકુંદ આચાર્ય ત્યાં ગયા હતા અને ત્યાંથી આ લાવ્યા છે- ભગવાન પરમાત્મા તો આમ કહે છે. જેને સમ્યગ્દર્શનમાં આત્મા પ્રતીતમાં, અનુભવમાં આવ્યો તેને ચારગતિના દુઃખ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. તે કાર્ય સિધ્ધ થતાં તેને બીજા પુણ્ય-પાપના પરિણામથી શું કામ છે? એવો સરસ માર્ગ છે. શુભ-અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પરૂપ અથવા દ્રવ્યોના ભેદવિચારરૂપ એવા છે જે અનેક વિકલ્પો.” એ શુભ-અશુભ વિકલ્પથી મારે શું કામ છે? અથવા એકબીજાથી અંતરમાં પ્રેમ થાય એવા શુભાશુભ ભાવથી મારે શું કામ છે? અરે! દ્રવ્યોના ભેદરૂપ વિચાર એવા જે અનેક વિકલ્પો તેનાથી મારે શું કામ છે? આ જડ છે, આ રાગ છે, આ દ્રવ્ય ( ગુણપર્યાય) એવા ભેદરૂપના વિકલ્પો તે રાગ છે અને એ રાગથી મારે શું કામ છે? તત્ત્વ ઝીણું બહુ! તેમાં આ બહારના તોફાન... પાંચ, પચાસ લાખ રૂપિયા મળે બે-ચાર કરોડ ધૂળ મળે ત્યાં મરી ગયો. તેમાં સલવાઈ ગયો. અહીંયા તો ધર્મી જીવની વાત ચાલે છે. પોતાના અતીન્દ્રિય આનંદ સ્વરૂપને પકડનારઅનુભવનાર તેને ધર્મી કહીએ. ધર્મી કહે છે કે મારા કાર્ય માટે- ધર્મના કાર્ય માટે તે દુઃખનો નાશ અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ માટે તેમને) અનુભવું છું. તે અનુભવમાં, મારે તર્ક વિકલ્પનું શું કામ છે? અથવા દ્રવ્યોના ભેદ વિચારરૂપ એવા વિકલ્પોથી મારે શું કામ છે? આ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ કલશામૃત ભાગ-૪ દ્રવ્ય છે ને આ ગુણ છે અને આ પર્યાય છે એવા ત્રણ ભેદના વિકલ્પથી પણ મારે શું કામ છે? શ્રોતા- આવે છે ને! આવે એ એને ઘરે રહ્યા, અહીંયા નહીં- અંદરમાં નહીં. અનુભવમાં એ (જોવા) ન મળે. એને અનુભવે તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે ભાઈ ! અહીંયા કહ્યું કે હું તો જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છું. અતીન્દ્રિય આનંદ તેનો વેદનારોઅનુભવનારો હું, તો પછી મારે આવા વિકલ્પોથી શું કામ છે? તેનાથી મને કાર્ય સિધ્ધિ થતી નથી. તે બધા વિકલ્પો દુઃખદાયક છે. અરે ! પ્રભુના મારગડા જુદા ભાઈ !ત્રિલોકનાથ જિનેન્દ્રનો માર્ગ એવો બીજે કયાંય નથી. તેના વાડાવાળાનેય ખબર નથી. અહીંયા પ્રભુ કહે છે કે- એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારો આત્મા, જ્ઞાન. જ્ઞાન.. જ્ઞાનચેતના સ્વભાવ તેનાથી ભરેલો જ્ઞાતા-દૃષ્ટા પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં અંદર ઊછળે છે તેની પર્યાયમાં તો આનંદનું વેદન આવે છે. એ આનંદની ગંધ ઇન્દ્રના ઇન્દ્રાસનોમાં કયાંય નથી. એ પુણ્ય-પાપના દયા-દાનના રાગથી મારે શું કામ છે? એ તો ઠીક પણ, હું ત્રિકાળી દ્રવ્ય છું, મારી શક્તિઓ-ગુણ અંદર ત્રિકાળી છે અને વર્તમાન દશા એવા ત્રણના ભેદથી પણ મારે શું કામ છે! ઝીણી વાત છે ભાઈ ! મીઠી વાત છે. - જિનેશ્વરદેવ કેવળી પરમાત્માનું આ ફરમાન છે. સંતો આડતીયા થઈને ભગવાનની વાત કરે છે. પ્રભુ તું કયાં છો? પ્રભુ તું કોણ છો? આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપમાં છે. આત્મા, પુણ્ય-પાપના રાગમાં નથી, એ તો અનામા, જડ, અચેતન છે. અહીંયા તો એક ચૈતન્ય અખંડાનંદ પ્રભુ છે તેના અનુભવ આગળ આવા ભેદના વિકલ્પથી મારે શું કામ છે? ભેદનો વિકલ્પ એટલે? અનંત આનંદનો કંદ આત્મા છે અને તેની આનંદ આદિ અનંત શક્તિઓ- એ ગુણ, અને વર્તમાન અવસ્થા એટલે પર્યાય એવા ત્રણ ભેદના વિકલ્પથી મારે શું કામ છે? અરે.. તેણે આ મારગને સાંભળ્યો નથી. વીતરાગ પરમાત્માએ કહેલો સમ્યગ્દર્શનનો આ માર્ગ છે. બાકી આ બહારમાં પૈસામાં, શરીરમાં હોંશુ કરે છે તે બધા સુખના ઘાતક છે, આત્માની શાંતિ ઘાયલ થાય છે. અહીંયા તો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણ ભેદના વિકલ્પોથી પણ આત્મા ઘાયલ થાય છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ એમ કહેતા આવ્યા છે અને મહાવિવદેહમાં પ્રભુ બિરાજે છે તે આ જ કહે છે. એ વાત અહીંયા આવી છે. ભાઈ ! તું કોણ છો? કેટલો છો? કેવડો છો? અનંત જ્ઞાન ને અનંત આનંદ ને અનંત શાંતિથી ભરેલો પ્રભુ આત્મા છો. અનંત આનંદ અને શાંતિના સાગરને દૃષ્ટિમાં લઈને, જ્ઞાનમાં ય બનાવીને સ્વરૂપનો અનુભવ કરે તે અનુભવ નિર્જરાનું કારણ છે. આ દસ અપવાસ કર્યા એ બધી લાંઘણ છે. વર વિનાની જાન જોડી દીધી તે જાન ન કહેવાય! એતો માણસના ટોળા કહેવાય. આહાહા ! ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદનો નાથ તેને મુખ્ય બનાવીને અનુભવ Page #447 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૪ ૪૩૧ કરે એ પર્યાયોને તેની જાન કહેવાય. તેને દ્રવ્ય હાથ આવે ! રાગ આદિના વિકલ્પો તો બધા દુશ્મન કહેવાય. આવું સાંભળવા મળે નહીં, સાંભળવા માટે નિવૃત્તિ લેવી હોય તો ન મળે!! બે-પાંચ-દસ કરોડ થયા હોય તો પણ સુખ ન મળે ! અરે! કરવા જેવું તો આ છે. શ્રીમદ્ તો એમ કહે છે કે આજીવિકા માટે માંડ માંડ મળતું હોય તો પણ મનુષ્ય બીજી તૃષ્ણા કરવી નહીં. બાપુ! કરવા જેવું તો આ છે! તે કર્યું નહીં... તો શું કર્યું? ચોરાસીના અવતારમાં કયાં જશે? ભવાબ્ધિ એટલે ભવરૂપી દરિયો તેમાં કયાં જશે તેનો પત્તો નહીં ખાય!? એ ભવાબ્ધિથી તરવાનો ઉપાય આ છે. દુઃખથી નાશ થવાનો આ ઉપાય છે. જે કોઈ જ્ઞાની પરમાત્માને અનંત આનંદ, અનંત-અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય એવી અનંતગુણની પૂર્ણતા પ્રગટી એ બધી કયાંથી આવી? કયાંય બહારથી આવે છે? આત્માના સ્વભાવમાં અંદર પેટમાં એટલે આત્માના ગર્ભમાં બધી શક્તિઓ પડી છે. એવી શક્તિઓના નાથનું સમ્યગ્દર્શનમાં- સાચું દર્શન કરીને અનુભવવો. તેને વિકલ્પથી શું કામ છે? મારે અન્ય પરિગ્રહનું શું કામ છે? તેનો અર્થ થયો. આ પરિગ્રહ મેં પકડ્યો છે, આ મારો પરિગ્રહ છે. “અન્યસ્થ પરિપ્રદેગ ક્રિમ” આ શુભાશુભ વિકલ્પો.. દયા-દાન આદિના તેનાથી શું? અને દ્રવ્યના ભેદ વિચારરૂપ અનેક વિકલ્પો આવે છે તેને પકડવાથી મને શું લાભ? તે બધા નુકશાન કરનારા છે. ઝીણી વાતો બાપુ! વખત ચાલ્યો જાય છે. આયુષ્ય પુરું થતાં ચાલ્યા જશે... ચોરાસીના મોટા દરિયામાં. પ્રશ્ન- રાગની ક્રિયા કયાં સખ લેવા ધે છે? ઉત્તર- એ હરખ કરે છે કોણ? તે પોતે કરે છે કે બીજો કરાવે છે? અજ્ઞાનપણે પોતે કર્તા થઈને કરે છે. સંકલ્પ વિકલ્પ કરે છે કોણ? કોઈ કર્મ એને કરાવે છે? પ્રશ્ન:- બીજો કરાવે છે તેવું લાગે છે? ઉત્તર:- ધૂળમાંય બીજો કરાવતું નથી. ખરેખર તો પોતે પોતાના સ્વભાવને ભૂલી જઈને... આવા સંકલ્પ વિકલ્પની જાળમાં ગુંચવાય ગયો છે. જેમ કરોળિયો પોતાની લાળમાં ગુંચવાય તેમ તે ગુંચવાય ગયો છે. અરે! તેણે પુષ્ય ને પાપના સંકલ્પ વિકલ્પ કરીને ઘેરો ઘાલ્યો છે. એ ઘેરામાં ઘેરાઈ ગયો ભગવાન! હવે તેમાંથી છૂટવાના રસ્તા તો આ છે બાપુ ! આ કાંઈ વાતે વડા થાય તેવું નથી. શબ્દો દ્વારા જણાય તેવી ચીજ નથી. અહીંયા કહે છે- દ્રવ્ય કહેતાં જીવદ્રવ્ય તેનાં ગુણ અને પર્યાય, એકમાં ત્રણના વિચાર કરવા, એવા વિકલ્પથી આત્માને લાભ શું છે? તે તો નુકશાન છે. ધર્માતો કહે છે- ભેદના વિકલ્પથી મારે શું કામ છે? સંતોની વાણી તો જુઓ ! આ દિગમ્બર સંત જૈનદર્શનના પેટ ખોલીને મૂકે છે. તેને એકવાર સાંભળ એમ કહે છે. તેને પ્રભુ કહેતાય કઠણ પડે છે. ભાઈ ! તારું સ્વરૂપ પ્રભુ સ્વરૂપ જ છે... ભગવંત Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩ર કલશામૃત ભાગ-૪ સ્વરૂપ.... જિન સ્વરૂપ.. વીતરાગ સ્વરૂપ જ તારું સ્વરૂપ છે. જો વીતરાગ સ્વરૂપી ન હોય તો.. કેવળીને જે વીતરાગતા પ્રગટે છે તે આવશે કયાંથી ? કયાંય બહારથી આવશે એવી ચીજ છે! વીતરાગ સ્વભાવનો પ્રભુ કંદ છે. આત્મા વીતરાગ સ્વભાવની મૂર્તિ છે. દરરોજ એ વાત કહીએ છીએ. “घट घट अंतर जिन वसे, घट घट अंतर जैन, मत मदिरा के पानसौं... मतवाला समुझै न।" પોતાના મતનો અભિપ્રાયવાળો વિકલ્પ મારો એવા મતવાલા (આત્માને અનુભવતા નથી.) પોતાના મતના બાંધેલા અભિપ્રાયથી તે ભગવાનને સમજતા નથી. ભગવાન એટલે (નિજ ) આ, એ પર ભગવાન નહીં. આહાહા ! “જિન!” ઘટ ઘટ અંતર જિન વસે એટલે ભગવાન પરમાત્મા વસે છે. “ઘટ ઘટ અંતર જૈન”, એ જિનને જેણે પકડયો- અનુભવ્યો અને રાગથી ભિન્ન પડ્યો તે જૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી. જિન સ્વરૂપને અનુભવે તે જૈન. આહાહા ! વીતરાગ...વિતરાગ વીતરાગ સ્વરૂપથી ભરેલો ભગવાન છે. તને આકરું લાગશે ભાઈ ! વસ્તુ તો આવી છે. વીતરાગ સ્વરૂપથી, અકષાય સ્વરૂપથી, શાંત રસથી ભરેલો ભગવાન ! તેને શાંત રસના વેદનમાં લેવો એ ઘટ ઘટ અંતર જૈન છે. “ઘટ ઘટમાં જૈન”, તે આ રીતે કહેવાય છે. બહારથી અમે જૈન છીએ, સ્થાનકવાસી છીએ, દહેરાવાસી છીએ. એ જૈન નહીં. આવી વાતું છે! ભગવાન! તારી ચીજ અંદર પૂર્ણાનંદથી ભરેલી છે ને! નાથ ! તેની સામું જોને! આ નિમિત્ત ને રાગ ને પર્યાયના ભેદ સામું જોવાનું છોડી દે ને! અંદર અભેદ સાગર બિરાજે છે ત્યાં જોને!! અરે ! આ કેમ બેસે? બે બીડી પીવે ત્યારે તો તેને પાયખાને દિશા ઉતરે, આવા તો અપલક્ષણ અને તેને કહેવું કે તું ભગવાન છો ! ? સવારે દોઢ પાશેર ચાનો પ્યાલો પીવે.... ત્યાં તો પાવર ચડી જાય. શું થયું છે બાપુ.. તને આ ! આવા તારા અપલક્ષણના પાર નહીં એને કહેવું કે- તું ભગવાન છો ! આવું છે બાપુ! અહીંયા તો કહે છે કે આ જૈનશાસન છે. જેણે આત્માને અબધ્ધ, અસ્પષ્ટ અનુભવ્યો તે જૈનશાસન છે. રાગને કર્મના સંબંધ વિનાની ચીજ અબધ્ધ-અસ્પષ્ટ છે. તેને કોઈ રાગ કે કર્મના પરમાણુંનો સ્પર્શય થયો નથી. તે સામાન્ય એકરૂપ ત્રિકાળ છે. એવી ચીજને દૃષ્ટિમાં લઈને. જ્ઞાનમાં શેય બનાવીને અનુભવો. આટલું તો કર ! ત્યારે તેને ધર્મી-સમ્યગ્દષ્ટિ કહેવાય. આ તો હજુ ચોથું ગુણસ્થાન હોં ! પાંચમું જે શ્રાવકનું છે તે ઉંચી દશા છે. આ વાડાના શ્રાવક એ બધા સમજવા જેવા છે. એ બધા સાવજ જ છે. જે રાગને પોતાનો માને તે સાવજ છે. રાગને પુણ્ય-પાપના ભાવમાં મીઠાશ માનીને, જે ભગવાન આનંદના નાથને લૂંટે છે તે સાવજ જ છે. જેમ કેસરી સિંહ તરાપ મારે અને હરણિયાની ડોક મરડી નાખે, તેમ ભગવાન આત્માને એટલે પોતાને ભૂલીને, શુભ-અશુભ રાગને પોતાના માનીને તે પોતાને જ મરડી Page #449 -------------------------------------------------------------------------- ________________ ४33 કલશ-૧૪૪ નાખે છે. આવી વાતો છે! અહીં પરિગ્રહેણ શબ્દની વ્યાખ્યા કરી. તેવા વિકલ્પોમાં સાવધાનપણું, રાગાદિનું “સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી શી કાર્ય સિધ્ધિ?” શુભ અશુભના ભાવથી રાગાદિના ભાવથી, દ્રવ્ય, ગુણ પર્યાય એવા ત્રણ ભેદના વિકલ્પમાં સાવધાનપણે પ્રતિપાલન” એટલે વ્રતના ભાવને બરોબર પાળવા, વ્રતના ભાવને આચરણમાં મૂકવા. વ્રતનો ભાવ તો રાગ છે અને તેનું પ્રતિપાલન તેમનું આચરણ તેનું સ્મરણ સાવધાની તેનાથી શું કાર્ય સિદ્ધિ છે? “પરિગ્રહણ' તેની વ્યાખ્યા કરે છે. રાગ, વ્રત, તપ, ભક્તિ આદિ તેનું સ્મરણ, એમનું પાલન અને આચરણ તેનાથી શું કાર્ય સિદ્ધિ છે? આહાહા! થોડે શબ્દ પણ રામબાણ માર્યા છે ને! પ્રશ્ન:- બે હાથે તાળી પડે છે ને! ઉત્તર- બે હાથ અડતાય નથી તો તેને કરે કયાંથી? પ્રશ્ન- ભેગાં થાય છે ને? ઉત્તર-ભેગાં થતાં નથી. તે કરતોય નથી અને આને અડતો નથી. એકબીજા પરમાણુંને અડવું એવું ત્રણ કાળમાં બનતું નથી. આમ થયું માટે ત્યાંથી અવાજ આવ્યો એમ નથી. એ અવાજની પરિણતિ તેના પરમાણુંથી થઈ ને અવાજ આવ્યો છે. આખી દુનિયાથી વીતરાગ માર્ગ જુદો છે ભાઈ ! જિનેન્દ્રદેવ પરમાત્મા !ત્રિલોકીનાથ ભગવાન કહે છે કે- એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂંબતું નથી. સમયસાર ત્રીજી ગાથામાં આવ્યું છે- એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી અને પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે. તે પોતાની શક્તિ-ગુણ, પર્યાયને ચૂંબે છે પણ પોતાથી અનેરા દ્રવ્યને ત્રણકાળમાં અડતું નથી. શ્રોતા- છાલની બીજી બાજુ છે ને! ઉત્તર:- બીજી બાજુ છે રખડવાની ! વિકલ્પમાં આત્માનું સાવધાનીપણું તે રખડવાનું છે. આમાં 'હા' પાડવી, “ના” કોઈએ ન પાડવી. (ન્યપરિપ્રદેજ ) એ બીજી બાજુ છે. અન્ય પરિગ્રહણમાં આવ્યો તે બીજી બાજુ છે. એક બાજુ અભેદ આત્માનો અનુભવ અને એક બાજુ આ વિકલ્પની જાળ. એ જાળ બીજી બાજુ છે તેનાથી મારે શું કામ છે? આવી વાતું છે બાપુ ! અત્યારે તો મારગને વીંખી નાખ્યો છે. વાણિયાને ધંધા આડે નવરાશ નથી. ચોવીસ કલાકમાં કોઈક દિવસ માંડ કલાક મળે તો સાંભળવા જાય.. અહીંયા ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા દિવ્ય ધ્વનિ દ્વારા આમ ફરમાવે છે. એ આમાં સંતોના શ્લોક છે. ભગવાન તારામાં, ભગ કહેતાં આનંદ અને જ્ઞાનની લક્ષ્મી એ તારું સ્વરૂપ છે. તેનું વેદન કરવું અનુભવ કરવો તે નિર્જરાનું કારણ છે. વેજલકાના આ ભાઈ બેઠા છે. તે વડોદરા ગયા હતા ત્યાં ચર્ચા થઈ કે અપવાસ છે તે તપ છે અને તપ છે તે નિર્જરા છે. ધૂળમાંય નિર્જરા નથી સાંભળને હવે ! છ-છ માસના અપવાસ કરી અને એમ માને કે- મેં આહાર Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ કલશામૃત ભાગ-૪ છોડ્યો છે તે માન્યતા જ મિથ્યાત્વની છે. ભાઈ ! આ દુનિયાથી જુદી જાત છે. અરે ! તેને આવી સાચી વાત કાને પડે! તે પણ ભાગ્ય વિના મળે એવું નથી. ધર્મ તો હજુ પછી. અહીંયા તો પરમાત્મા એમ કહે છે કે- ધર્મીને અભેદ ચૈતન્યનો જે અનુભવ થયો તેને વ્રતાદિના વિકલ્પથી શું કાર્ય સિદ્ધિ છે? અરે! દ્રવ્ય, ગુણ, પર્યાય એવા ત્રણ, એકને ત્રણ ભેદે જોવો એવા વિકલ્પથી શું કાર્ય સિદ્ધિ છે. તેના તરફનું સાવધાનીપણું છોડી દઈને ! (અન્યસ્ય પરિઝદે મિ) અન્ય પરિગ્રહણ એટલે પર તરફની સાવધાની છોડી દઈને ભગવાન આત્મા તરફનો સાવધાનીથી અનુભવ કર ! તને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે અને દુઃખ ટળશે. વાણિયા નફાના ધંધા કરે કે ખોટના? આ ધંધો નફાનો છે. “(મિ) શી કાર્ય સિધ્ધિ?” એ પુણ્યના ભાવને સંભાળવા એટલે મેં વ્રત કર્યા, મેં તપસી કરી, મેં આ કર્યું, મેં તે કર્યું. એવા સ્મરણથી તને શું લાભ? પ્રભુ તને ખબર નથી. તું દુઃખી દુઃખી થઈ રહ્યો છો. પ્રભુ આનંદનો સાગર ભગવાન તેને સ્પર્શયો નહીં, તેને અડયો નહીં અને રાગને અડીને માન્યું કે મેં કંઈક કાર્ય કર્યું ! હેરાન થઈ જઈશ બાપુ! આમ ને આમ આંખ મિંચાઈ જશે! ભવિષ્યમાં આત્માને અનંતકાળ રહેવું છે, અહીંથી છૂટયા પછી પણ અનંતકાળ તું ક્યાં રહીશ પ્રભુ ! એ રાગ-પુણ્યના પરિણામ મારા અને તેનાથી મને લાભ થશે એવી મિથ્યાત્વ બુધ્ધિને લઈને ભવિષ્યમાં અનંતકાળ ગાળીશ. અનંતકાળ રહીશ એમાં તો કાંઈ નકાર નથીને! અનાદિ અનંત પ્રભુ છે તે કયાં જાય? રાગની એકતા તોડી અને સ્વરૂપની દૃષ્ટિ કરી નહીં તો પછી તું કયાં રહીશ? પરનાં કાર્યથી શું સિદ્ધિ છે? આત્માના અનુભવમાં રહીશ અને અનુભવમાં રહેતાં પૂર્ણાનંદ થઈ જઈશ. મોક્ષ થઈ જશે પછી તેને અનંતકાળ મોક્ષમાં રહેવાનું છે. આવી વાતું ને આવો ઉપદેશ કેવો? પેલામાં તો છ કાયની દયા પાળવી અને ઈચ્છામિ ઈર્યા...નો લોગસ કરવો આવે! બાપા! એતો રાગની ક્રિયાની વાતો છે. ભાઈ ! તારો નાથ રાગ વિનાનો જિન સ્વરૂપે છે, તેના અનુભવથી વીતરાગી દશા થાય છે. તેને અહીંયા જૈનધર્મ અને જૈન કહેવામાં આવે છે. અર્થાત્ કોઈ કાર્ય સિદ્ધિ નથી.” એ શું કહ્યું? એ શુભ-અશુભ ભાવનું ટાળવું, અશુભનું આચરણ કરવું, શુભને યાદ કરવા એનાથી કાર્ય સિધ્ધિ શું છે? વ્રત, અપવાસ એ વિકલ્પ છે તેને ટાળવાં, તેનું આચરણ કરવું તેનાથી તને શું કાર્ય સિદ્ધિ છે? આકરું કામ ભાઈ ! આમ શા કારણથી?” “યસ્માત : સ્વયં વિન્માત્રચિન્તામળિ: ” કારણ કે શુધ્ધ જીવ વસ્તુ પોતામાં,”ભગવાન શુધ્ધ પવિત્ર અનંત આનંદનો નાથ, પવિત્ર નામ શુધ્ધ ભાવથી ભરેલો છે. એવી વસ્તુ સ્વયં પોતામાં છે. (વિન્માત્ર ચિંતામળિ: ) શુધ્ધ જ્ઞાનમાત્ર અનુભવ તે ચિંતામણિ રત્ન છે. શુધ્ધ જીવનો પર્યાયમાં અનુભવ તે ચૈતન્ય ચિંતામણિ રતન Page #451 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૪ ૪૩૫ છે. શુધ્ધ જ્ઞાનમાત્ર એવો જે અનુભવ તે ચિત્માત્ર ચિંતામણિ છે. ભગવાન આત્માનો રાગથી ભિન્ન પડી અને જે આનંદનો અનુભવ થયો તે રત્ન ચિંતામણિ છે. આ ચિંતામણિ છે. પેલા ધૂળના ચિંતામણિ... દેવ આવે ને ચિંતામણિથી મનની ઈચ્છા પ્રમાણે થઈ જાય તે તો પથ્થરના છે. અહીંયા તો શુધ્ધ ચૈતન્ય પ્રભુ! અનંત અનંત... દિવ્ય ગુણોનો ભંડાર પ્રભુ છે. તેનો અનુભવ હોં! એટલે તેના તરફની સન્મુખતાથી જ્ઞાનનું, આનંદનું વેદન થવું તે શુધ્ધ ચૈતન્ય ચિંતામણિ છે. આ પર્યાયની વાત છે હોં! દ્રવ્ય જે શુધ્ધ ચિંતામણિ શુધ્ધ પ્રભુ છે. તે વસ્તુ તો વસ્તુ છે. તેનાં અનુભવ વિના શુધ્ધ ચિન્માત્રની વાસ્તવિકપણે શ્રધ્ધા કયાંથી આવે? “પોતામાં શુધ્ધ જ્ઞાનમાત્ર એવો અનુભવ ચિંતામણિ રતન છે, આ વાતને નકકી જાણવી”, શું કીધું એ? આ રીતે કાર્ય સિધ્ધિ છે, એ વાત નકકી જાણવી. બીજી કોઈ રીતે આત્માની કાર્ય સિધ્ધિ થશે એ વાત છોડી દેજે! બહુ વ્રત પાળ્યા ને બહુ અપવાસ કર્યા ને જાવ્યજીવના બ્રહ્મચર્ય પાળ્યા, દયા પાળી, બહુ કરોડોના દાન કર્યા. માટે કાંઈક કલ્યાણ થશે એવો રાગ એમાંથી છોડી દે! પર દ્રવ્યથી તારું કલ્યાણ થાય? અને વ્રતનો જે રાગ છે તેતો ખરેખર પારદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય નહીં. એ ચૈતન્ય ચિંતામણિ ભગવાન અનંતગુણની ખાણ.... ધામ છે, તેનો અનુભવ તે ચિંતામણિ રતન છે. અંદર જેટલો અનુભવ છે તેટલી વૃધ્ધિ બહાર આવશે. ભગવાનનો અનુભવ તે ચિંતામણિ છે. આવો ઉપદેશ કઈ જાતનો? એક કલાક ઘૂંટયું આ...આ.... એમાં અત્યાર સુધી જે કંઈ માન્યું હતું તે કાંઈ આવ્યું નહીં. સામાયિક કરવી, પોષા કરવા, પડીકમણા કરવા ને..અરે.. બાપુ! એ તો બધી વાતું છે. એમાં કે દિ' હતી સામાયિક? સમ્યગ્દર્શનના ભાન વિના સામાયિક કેવી? સામાયિકમાં તો સમતાનો લાભ થાય. વીતરાગ મૂર્તિ પ્રભુ છે તેનો અનુભવ કરે તો સમતાનો લાભ થાય... ત્યારે તેને સમ્યગ્દર્શન- સામાયિક કહેવાય. પ્રથમ સમ્યગ્દર્શનની સામાયિક, પછી સ્વરૂપમાં વિશેષ સ્થિરતા જામે ત્યારે તેને ચારિત્રની સામાયિક કહેવાય. બહુ માર્ગ ફેર! આ વાતને નકકી જાણવી, સંશય કાંઈ નથી.” એટલે કે ચૈતન્ય ચિંતામણિના અનુભવથી ધર્મ થશે, મોક્ષ થશે તેમાં બિલકુલ સંશય નથી. વ્રત કરીને, ભક્તિ કરીને, તપસા કરીએ, અપવાસ કરીએ.. એવા રાગના કારણે કલ્યાણ થશે એવું બિલકુલ નથી. એ બધી વૃત્તિઓ તે રાગની ક્રિયાઓ છે. હવે આમાં વાદ ને વિવાદ ઊભા કરે છે. જ્યારે અહીંયા તો સંતો કહે છે- શુધ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ, તે સિવાય પરચીજથી તને લાભ શું છે? અહીંયા તો એમ કહ્યું કે- વ્યવહાર કરતાં કરતાં મોક્ષ થાય એમ તો આમાં આવ્યું નહીં. વ્યવહાર નામ વ્રત-ભક્તિ-પૂજા-દાન-દયા મોટા ગજરથ કાઢે, દિક્ષા લે છે માટે મોટા વરઘોડા કાઢે.. એમાં ધૂળમાંય કયાં દિક્ષા હતી! એ તો દક્ષા (દખ્યા) છે. જે રાગની ક્રિયામાં દુઃખ છે Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ કલશામૃત ભાગ-૪ તેને તો તે અંગીકાર કરે છે. અંદ૨માં આનંદનો નાથ પ્રભુ છે તેની શ્રધ્ધા અને અનુભવ નથી ત્યાં ચારિત્ર કેવા ? અને દિક્ષા કેવી ? સમજાણું કાંઈ ? “ભાવાર્થ આમ છે કે- જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિન્તામણિ રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે.” પુણ્યવાનની વાત છે, ધનવાનની નહીં. આ ચિંતામણિ રતન હોય તેની દેવ રક્ષા કરતા હોય. જે માગે તે મળે ! બંગલા થાવ એમ કહે તો બંગલા થઈ જાય એવું ચિંતામણિ રતન તેનાથી મનોરથ પૂરા થાય છે. “તે જીવ લોઢું, તાંબુ, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી,” જ્યાં ચિંતામણિ રતન છે ત્યાં ચિંતવે તો મહેલ અને લાખો કરોડો હીરા માણેક પાકી જાય. ચિંતામણિ રતનનો સ્વભાવ જ એવો હોય એવા રતનની અધિક દેવ સેવામાં હોય, તે પુણ્યવંત પ્રાણીને મળે. “તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુધ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણિ રતન છે.” આ વાત તો શ્રાવક અને મુનિ થયા પહેલાંની છે. શ્રાવક અને મુનિ કોને કહેવાય બાપુ !! “સમ્યગ્દષ્ટિ જીવની પાસે શુધ્ધ સ્વરૂપ- અનુભવ”, એટલે કે– અતીન્દ્રિય આનંદના નાથને અતીન્દ્રિયના વેદનથી અનુભવો. “એવું ચિંતામણિરત્ન છે તેનાથી સકળ કર્મક્ષય થાય છે”, તેનાથી કર્મનો નાશ થાય છે. નિર્જરા અધિકા૨ છે ને ! વ્રતને, અપવાસ, ભક્તિ, પૂજાના ભાવ એ તો બંધના કારણ છે, તે કાંઈ નિર્જરાના કારણ નથી. બહુ ફેર બાપુ ! તકરારું કરે છે કે– વ્યવહા૨નો નાશ કરે છે. ક૨ે છે... તે ભગવાનને કહો ! કેમકે આમ ભગવાન કહે છે. ભાવલિંગી મુનિઓ જે આનંદના ઝૂલે ઝૂલનારા છે તે સંતો કહે છે. દિગમ્બર સંત જંગલમાં વસનારા, અતીન્દ્રિય આનંદના જેને પર્યાયમાં ઊભરા આવ્યા છે. તે ભ૨તી લઈને આવ્યા છે. દરિયાને કાંઠે જેમ પાણીના લોઢ આવે તેમ મુનિરાજને પર્યાયમાં અતીન્દ્રિય આનંદના લોઢ આવે છે... તેને મુનિપણું કહીએ. એ મુનિરાજ આમ કહે છે. “તેનાથી સકળ કર્મક્ષય થાય છે, ૫૨માત્મપદની પ્રાપ્તિ થાય છે”, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યગ્દષ્ટિ જીવ શુભ-અશુભરૂપ અનેક ક્રિયા-વિકલ્પનો સંગ્રહ કરતો નથી.” જેને ચિંતામણિ મળે તે હવે લોઢું, તાંબું, રૂપું તેનો સંગ્રહ કરતો નથી. તેમ અનુભવી જીવ, શુભ વિકલ્પોને ગ્રહતો નથી– પકડતો નથી. કારણ કે તેનાથી કાર્ય સિધ્ધિ થતી નથી. વળી કેવો છે ? “અવિત્ત્તશત્તિ: વચન ગોચર નથી મહિમા જેનો, એવો છે. વળી કેવો છે ? વેવ: ૫૨મ પૂજ્ય છે.” (વેવ) અર્થાત્ તે ભગવાન છે. આ કેમ બેસે ? જડ કર્મ કે શરીર એ બધી પરચીજ છે. પોતાની શુધ્ધ ચૈતન્ય વસ્તુ જે જ્ઞાન, આનંદની પૂર્ણતાથી ભરી પડી છે તે સ્વચીજ છે. તેમાં જે પુણ્ય-પાપના, દયા-દાન–વ્રત-ભક્તિના, કામક્રોધના પાપ ભાવ થાય છે તે પરદ્રવ્ય છે ૫૨ વસ્તુ છે, તે પોતાની નહીં. જેણે સ્વપરની એકત્વ બુધ્ધિ છોડી દીધી છે તેને મિથ્યાત્વનો નાશ થયો છે. હું જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું અને આ શુભ-અશુભ ભાવ એ દુઃખરૂપ છે. ૫૨ વસ્તુની, ૫૨ પરિગ્રહની જેણે એકત્વબુધ્ધિ - Page #453 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫ ૪૩૭ છોડી દીધી છે તેણે પર પરિગ્રહમાં પોતાપણાની માન્યતાને છોડી દીધી છે. ઝીણી વાત છે ભાઈ ! (વસન્તતિલકા) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।।१३-१४५।। ખંડાન્વય સહિત અર્થ:- “અધુના માં મૂય: પ્રવૃત્ત:” (અધુના) અહીંથી આંરભ કરીને (માં) ગ્રંથના કર્તા (મૂય: પ્રવૃત્ત:) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા?“મજ્ઞાનમ ૩ િતુમના”(અજ્ઞાન) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ ( તુમના) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? “તમવ વિશેષાત્ પરિહર્તુમ” (તમ થવ) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (વિશેષાત પરિદર્તન) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? “ફલ્થ સમસ્તમવ પરિપ્રદમ સામાન્યત: અપI” (રૂત્થ) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (સમસ્તમ રુવ પરિઝમ) જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (સામાન્યત: કપાસ્ય) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે-જેટલું પારદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે, ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે પરદ્રવ્યપરિગ્રહ? “સ્વ૫રયો: વિવેદેતુમ”(4) શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુ અને (૫Rયો:) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવે) એકત્વરૂપ સંસ્કારનું (દેતુન) કારણ છે. ભાવાર્થ આમ છે કે-મિથ્યાદેષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદેષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩-૧૪૫. કળશ નં.-૧૪૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧પ૨-૧પ૩ તા. ૧૭–૧૮/૧૧/૭૭ “અધુના મયં મૂય: પ્રવૃત્ત:” અહીંથી આરંભ કરીને ગ્રંથના કર્તા (મુય: પ્રવૃત્ત) Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ કલશામૃત ભાગ-૪ કાંઈક વિશેષ કહેવાનો ઉધમ કરે છે. અમૃતચંદ્ર આચાર્ય અથવા કુંદકુંદઆચાર્ય દેવ દિગમ્બર સંત તેઓ (ભૂય:) કંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા?“અજ્ઞાનમ્ ાિતુમના” જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ,” ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત કે અમૃતચંદ્ર આચાર્ય સંત કે જેમનું અજ્ઞાન દૂર થઈ ગયું છે. રાગની સાથે પોતાના સ્વભાવની એકત્તાબુદ્ધિ મુનિને તો છૂટી ગઈ છે. પણ સાથે સાથે અજ્ઞાનીના અજ્ઞાનને છોડાવવા માટે શું કહે છે તે જુઓ!! જીવ અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક આનંદકંદ પ્રભુ અને રાગાદિ વિકલ્પ છે તે પરવસ્તુ છે. એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. સમજમાં આવ્યું? જ્ઞાન” તુમના” જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ” કર્મ શબ્દ શુભરાગ. શુભરાગરૂપી કર્મનું ફળ તે પણ કર્મ છે. શુભરાગ જે છે- દયા-દાન-વ્રત-તપભક્તિ પૂજાનો તે ભાવ રાગ છે....... એ પર વસ્તુ છે. તે પોતાની ચીજ નથી. પોતાની ચીજમાં રાગનું એકત્વ માનવું અથવા રાગથી મને લાભ થશે તેવી માન્યતા તે મિથ્યાત્વ છે. એ રાગને આત્માની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. આવું ઝીણું છે ! નિર્જરા અધિકાર છે ને! નિર્જરા નામ ધર્મ કોને થાય છે? અજ્ઞાનનો નાશ, રાગનો નાશ થતાં થાય છે. જેને પોતાનો ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક પ્રભુ આનંદ સ્વરૂપથી ભર્યો પડયો છે. તેની સાથે જે પુણ્યપાપના ભાવની એકત્વબુદ્ધિનો જેણે નાશ કર્યો છે અને શુદ્ધ સ્વરૂપમાં અર્થાત્ આનંદનો નાથ પ્રભુ છે. તેમાં રમણતાં કરતાં તેને અશુદ્ધતા અને કર્મનો નાશ થાય છે. તેને નિર્જરા કહે છે. નિર્જરા નામ કર્મનો નાશ, અશુદ્ધતાનો નાશ અને શુદ્ધિની વૃદ્ધિ થવી તે ત્રણેયને નિર્જરા કહે છે. કર્મનો નાશ, પુષ્ય-પાપની અશુદ્ધ મલિનતાનો નાશ અને શુદ્ધનિર્મળ પવિત્ર વીતરાગભાવની વૃદ્ધિ તેને અહીંયા નિર્જરા કહે છે. આવી નિર્જરા કોને હોય છે? “જીવની અને કર્મની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ ભાવ કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો,” જેને અભિપ્રાયમાંથી પરની એકત્વબુદ્ધિ છૂટી છે તે ધર્માત્મા છે. મુનિ દિગમ્બર સંત કહે છે કે- રાગ, સ્વભાવથી ભિન્ન છે અને સ્વભાવ રાગથી ભિન્ન છે. બેની એકત્વબુદ્ધિ જેને ભેદજ્ઞાન થતાં છૂટે છે તે ધર્માત્મા છે.શુભરાગ હોકે અશુભ ! તેનાથી મારી ચીજ અંદર ભિન્ન છે. અને આત્મા જે જ્ઞાયક તત્ત્વ છે તેનું તત્ત્વ ભિન્ન છે. આ રીતે બન્નેની ભિન્નતાનો અભ્યાસ કરવો. રાગથી મારી ચીજ ભિન્ન છે અને મારો આનંદ સ્વભાવ એવી મારી ચીજથી રાગ ભિન્ન છે....એ રીતે પહેલા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો......તેનાથી મિથ્યાત્વનો નાશ થાય છે. જીવનું કર્મની સાથે ભેદજ્ઞાન કરવું. “કર્મ' શબ્દની વ્યાખ્યા ગઈ કાલે આવી ગઈ છે. પછી તે વ્રતના શુભભાવ હો ! ભગવાનની ભક્તિનો ભાવ હો તે રાગ છે. સમ્મદ શિખર, Page #455 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫ ૪૩૯ શેત્રુજ્યની યાત્રાનો ભાવ હો તો તે પર તરફના લક્ષનો રાગ છે. એ રાગ અને ભગવાન આત્મા ચૈતન્યજ્ઞાયકભાવ...જીવતત્ત્વ તેનું આ પ્રકારે ભેદજ્ઞાન થાય છે. મિથ્યાત્વ છૂટે એ રીતે અભ્યાસ કરવો. પહેલી ક્રિયા તો આ છે. કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો” મુનિઓનો છે અભિપ્રાય તે જગતને કહ્યો છે. આ દેહ તો જડ હોવાથી ભિન્ન છે. તે અજીવ છે તેથી તેની ક્રિયાને આત્મા કરી શક્તો નથી. આ શરીર તો માટી-ધૂળ-જડ-પુદ્ગલ છે. અંદરમાં જે જડ કર્મ છે, તેના બંધનની છૂટવાની ક્રિયા આત્મા કરી શક્તો નથી. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય છે તેનાથી ભિન્ન કરવાનો અભિપ્રાય મુનિરાજનો છે. “afફાતુમના” કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો,” પ્રથમમાં પ્રથમ ધર્મી જીવનો રાગ અને આત્માને ભિન્ન કરવાનો અભિપ્રાય તે મુનિરાજનો છે. આ શરીર, વાણી, કુટુંબ-કબીલા એ તો પર ચીજ છે. આત્મામાં તો તેની પર્યાય પણ નથી. શુભઅશુભ ભાવતો તેની પર્યાયમાં છે અને તેનાથી ભેદ અભ્યાસ કરવાનો અભિપ્રાય છે. આવું કરવા આ ક્યારે નવરો હોય! શ્રોતા:- સહજ પુરુષાર્થથી આવે છે. ઉત્તર-પુરુષાર્થથી થાય છે, સહજ નહીં, સહજનો અર્થ પુરુષાર્થ છે. કળશટીકામાં આવે છે- સહજ સાધ્ય છે. સહજ નામ પુરુષાર્થ છે. સ્વાભાવિક સહજ પુરુષાર્થ છે. એની મેળે થઈ જાય...પુરુષાર્થ વિના... એવી એ ચીજ નથી. કળશટીકામાં લખ્યું છે તે ખબર છે. તેનો અર્થ જ એ કે સહજ નામ સ્વાભાવિક, રાગના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ભગવાન બિરાજે છે. અનંત આનંદ, અનંત જ્ઞાનનો સાગર પ્રભુ આત્મા છે. રાગથી...આત્માને ભિન્નનો પ્રયત્ન તેનું નામ ભેદજ્ઞાન છે. અથવા રાગને આત્મા ભિન્ન છે......એવી પ્રજ્ઞાછીણી ત્યાં મારવી તે પ્રયત્ન છે. રાગ અને સ્વભાવની વચ્ચે સમ્યકજ્ઞાન રૂપી પ્રજ્ઞાછીણી મારવી તે પુરુષાર્થથી થાય છે. પરથી ભિન્ન ભગવાન ચૈતન્ય શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ! સત્ શાશ્વત આત્મા...જ્ઞાન ને આનંદનો સાગર છે. શ્રોતાઃ- આ સાગર શરીરમાં સમાય ગયો? ઉત્તર- હા, શરીરમાં દરિયો સમાય ગયો. જેનું જ્ઞાન અપરિમિત છે. જેનો સ્વભાવ સ્વ ભાવ, જ્ઞાન જેનો સ્વભાવ એ સ્વભાવને મર્યાદા નહીં, હદ નહીં..., કેમ કે અમર્યાદિત છે. તે અપરિમિત છે. વચનામૃતમાં આવ્યું છે.તે કહ્યું હતું કે પુષ્ય ને પાપના જે ભાવ છે તેની સીમા છે, શુભ-અશુભ ભાવની મર્યાદા છે.......અનહદ –બેહદ ભાવ એ નહીં. કેમ કે – ભગવાન આત્માના ભાવથી તે વિપરીત ભાવ છે તેથી તેની મર્યાદા છે. મર્યાદા છે તો પાછો ફરી અને પોતાના સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે આત્મ સ્વભાવ અમર્યાદિત (અસીમ) છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ४४० કલશામૃત ભાગ-૪ ભગવાન કુંદકુંદ આચાર્ય-અષ્ટપાહુડમાં ..........ચારિત્ર પાહુડમાં એવું લખે છે કે આ આનંદનો નાથ પ્રભુ છે તે અતીન્દ્રિય અપરિમિત આનંદથી ભર્યો પડયો પ્રભુ છે. તેનો અનુભવ કરીને સમ્યગ્દર્શન કરવું અને પછી સ્વરૂપમાં લીન રહેવું તે ચારિત્ર છે. પંચ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. એ અપરિમિત આનંદના નાથમાં રમણતાં કરવી..તેમાં ચરવું એવી વીતરાગી દશાને ચારિત્ર કહે છે. એ ચારિત્ર અક્ષય ને અમેય છે. આ પર્યાયની વાત છે, વસ્તુની તો શું વાત કરવી? વસ્તુ તો શું ચીજ છે બાપુ! આત્મા એકલો અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે. ક્યારેય સાંભળ્યું નથી અને ક્યારેય નજર કરી નથી. સર્વજ્ઞ જિનેન્દ્રદેવ પરમેશ્વરનો આ હુકમ છે. અંદર તારી ચીજ અનંતજ્ઞાન-અનંત આનંદ, અનંતશાંતિ, અનંતવીર્ય, અનંત પ્રભુતા એવા આત્માને, કર્મના ભાવથી અર્થાત્ સંયોગી એવા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન કરાવવાનો મુનિઓનો ધર્માત્માઓનો અભિપ્રાય છે. આ પ્રવૃત્તિ નહીં, વીસ-બાવીસ કલાક તો ધંધાની હોળી સળગે ત્યાં જાય, આ માટે નવરો ક્યાં થાય! ફુરસદ ન મળે, અને ફુરસદ મળે થોડીક તો વ્રત, તપ, ભક્તિ, પૂજામાં રોકાય જાય. એ તો રાગની ક્રિયા છે. તે રાગથી ભિન્ન કરવો તે કરવું તે વાત ચાલે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે. સત્ નામ શાશ્વત અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ભંડાર ભગવાન આત્મા છે. આ રાગ જે અંદરમાં થયો તે દયા-દાન-વ્રત-ભક્તિ આદિનો ભાવ તે બધો રાગ છે- વિભાવ છે તેથી તે પરિમિત છે, હદવાળી ચીજ છે. એ રાગથી ઉઠીને આનંદનો નાથ ભગવાન આત્માના અનુભવમાં રહેવું એ અનુભવ તે પર્યાય છે. શું દ્રવ્યને શું પર્યાય? ભગવાન જે વસ્તુ છે તે ધ્રુવ ચિદાનંદ નિત્યાનંદ પ્રભુ છે. રાગથી ભિન્ન થઈને, ચૈતન્ય નિર્વિકલ્પ આનંદના નાથનો અનુભવ કરવો તે અનુભવ રાગથી શૂન્ય છે. પણ .....સ્વભાવની શક્તિની વ્યક્તિથી ભર્યો પડયો છે. બાપુ! પ્રશ્ન:- શુભભાવને કરવાનો ? ઉત્તર- કરે શું? અનાદિથી એ તો કરે છે. એમાં નવું શું કર્યું? એ તો અનાદિથી કરે છે. શુભભાવ તો નિગોદમાંય થાય છે. ભગવાન ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા એમ ફરમાવે છે કે – ડુંગળી, લસણની એક કટકીમાં અસંખ્ય શરીરી વસ્તુ છે. દુનિયા ન માને એટલે ચીજ ચાલી જાય!! એ એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ છે. એક એક જીવને ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવ ઉત્પન્ન થાય છે. ક્યારેય સાંભળ્યું નથી તેથી ખબર નથી. શુભને અશુભ ભાવ તેને નિરંતર હોય છે. આત્મા છે ને આત્મા ! વસ્તુની ખબર નથી. પુણ્ય ને પાપના ભાવ તે તો અનાદિથી કરતો આવ્યો છે. એકેન્દ્રિય જીવમાં પણ થાય છે. અરે ! તેને ખબર ક્યાં છે કાંઈ? ચાર ગતિમાં ફરતાં અનંતકાળ કાઢયો! તે વનસ્પતિમાં, ઈયળમાં, Page #457 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫ ૪૪૧ કાગડા, કૂતરામાં તેણે અનંત ભવ કર્યા. પરમાત્મા જિનેન્દ્રદેવ સર્વજ્ઞ ભગવાન ! જેના મતમાં સર્વજ્ઞ છે તે કહે છે એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં જેને ત્રણકાળ, ત્રણ લોકનું જ્ઞાન હોય, જેની ઈચ્છા વિના ઓમ ધ્વનિ નીકળે, જેના શરીર પરમ ઔદારિક છે, જેના ભામંડલના તેજમાં નજર કરતાં સાત ભવ જણાય છે તેવા સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે......તેને પરમાત્મા કહીએ. એ પરમાત્મા તને પ્રભુ! ભગવાન તરીકે બોલાવે છે....... પણ એ ભગવાન શું ચીજ છે તેની ખબર નથી. | વિકલ્પથી શૂન્ય થઈ જાવ...! તે તો નાસ્તિથી થયું પણ અતિ શું છે? તે તો નાસ્તિ થઈ કે વ્યવહાર નામ વિકલ્પથી શૂન્ય થઈ જાવ ! વિકલ્પથી શૂન્ય થયો તો શું થયું? એવી કઈ ચીજ (અતિ તરીકે છે ) કે પરથી શૂન્ય થઈ જાવ ! પોતાના શરીર પ્રમાણ આત્મા છે. એક એક આત્મામાં અનંતજ્ઞાન, અનંતશાંતિ, સ્વચ્છતા, પ્રભુતા પડી છે. એવા આત્માનું રાગથી શૂન્ય થઈને સ્વભાવના અસ્તિત્વનો અનુભવ કરવો, દૃષ્ટિ કરવી તે કહે છે ને ! જીવ ને કર્મની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. એ રાગ દયા-દાનવ્રત-ભક્તિનો હો! પણ એ રાગ વિકલ્પ છે. ભગવાન આત્મા તેનાથી ભિન્ન આનંદકંદ છે તે બેની એકત્વબુદ્ધિ કરવી તે જ મિથ્યાત્વને સંસાર છે. ચોરાસી લાખ યોનિમાં રખડવાનું આ જ કારણ છે. આચાર્ય દિગમ્બર સંત ! અંતર અતીન્દ્રિય આનંદના પ્રચુર વેદનમાં છે...તેને મુનિ કહે છે. જેને પ્રચુર સ્વસંવેદન છે. રાગથી ભિન્ન થઈને પોતાના આનંદને અનુભવવો તે તો સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને હોય છે. પરંતુ મુનિને તો આત્માના અતીન્દ્રય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે. “પ્રચુર” નામ ઘણોજ. સમુદ્રને કાંઠે જેમ પૂર- (ભરતી) આવે તેમ સંતોને અંદરમાં, અંતરના આનંદની દશામાં ભરતી આવે છે. આ પ્રચુર સ્વસંવેદન જ્ઞાન, આનંદ તે મુનિનું મુખ્ય લક્ષણ છે. તે મુનિ એમ કહે છે કે હું દુનિયાને એમ કહું છું કે- (અજ્ઞાનમ) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ“નો ભાવ કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો.” વિકલ્પથી છૂટવા માટેનો આ ઉપાય છે તો સામાન્ય કહ્યું....સામાન્યપણે તો કહ્યું કે-જેટલા વિકલ્પ છે તે. પછી તે દયા-દાનના હો ! ભગવાનના સ્મરણના હોં! તે બધો રાગ તેનાથી ભિન્ન. સામાન્ય તરીકે સંક્ષેપમાં કહીએ તો........બધા વિકારથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરાવી તેનું ભાન કરાવ્યું. હવે વિશેષ અર્થાત્ નામ લઈને ભિન્નના કરાવે છે. સમજમાં આવ્યું? ભગવાન આત્માનું અસ્તિત્વ અર્થાત્ મૌજુદગી. ભગવાન આત્માની અસ્તિ છે – મૌજુદગી છે. શરીરમાં (છે) છતાં શરીરથી ભિન્ન તેની મૌજુદગી છે. શરીરની બહારે (ય) નહીં અને શરીરમાંય નહીં. શરીર તો રજકણ ધૂળ-માટી છે. પણ તેનાથી ભિન્ન અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ જે પૂર્ણાનંદનો નાથ છે, તેની અને રાગની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ કલશામૃત ભાગ-૪ સંસાર છે. ચારગતિમાં રખડાવનારા તે પરિણામ છે. તે મિથ્યાત્વને છોડાવવાનો મુનિનો અભિપ્રાય છે. તો સામાન્યપણે તો પહેલાં વાત કરી, હવે વિશેષપણે વાત કરે છે. તમ વ વિશેષતારકર્તમ” જેટલો પરદ્રવ્ય પરિગ્રહ છે તેને ભિન્ન-ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? ઝીણી વાતું છે ભાઈ ! અત્યારે તો બધે ગોટા હાલે છે. કાં કહે- વિકલ્પથી શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાવ....પણ એમ વિકલ્પથી શૂન્ય થાય? વસ્તુ શું છે કે જેના અસ્તિત્વનો અનુભવ થતાં વિકલ્પથી શૂન્ય થઈ જાય !? સચ્ચિદાનંદ પ્રભુ છે તે દેહ પ્રમાણે દેહથી ભિન્ન અંદર છે. જેમ પાણીનો લોટો હોય છે તેમાં જળ ભરેલું છે, તો જળ ભિન્ન અને લોટો ભિન્ન. તેમ આ જળનો ધૂળનો લોટો છે, તેમાં આનંદકંદ જળ ભર્યું છે. આ લોટો જ્ઞાનનો છે. કાશી ઘાટના કળશા જેવો આ લોટો છે જુઓને !! લોટાની અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! અનંત અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતાથી ભરેલો અને શરીરના રજકણથી ભિન્ન ભગવાન છે. એ તો કહ્યું, પણ અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તેનાથી આત્મા ભિન્ન છે. એ લોકો કહે-પહેલા ખૂબ રડી લે.રુદન પછી નિર્વિકલ્પ થઈ જઈશ! રૂદન કરવું તે પાપ ભાવ છે. ખૂબ હસો...હસો.....પછી નિર્વિકલ્પ થઈ જશો! પહેલાં ખૂબ પાપ કરો.... પાપ કર્યા પછી નિર્વિકલ્પ થઈ જઈશ! એ બધા પાખંડ છે. અહીંયા તો કહે છે કે- જેટલા વિકલ્પ છે તે શાંતિનો ઘાત કરવાવાળા છે. શુભ અને અશુભની વૃત્તિઓ ઊઠે છે, ગુણ-ગુણીના ભેદની વૃત્તિઓ ઊઠે છે તે રાગ છે. આહાહા! અંદર ભગવાન અસ્તિત્વ સ્વરૂપે, પરમાત્મ સ્વરૂપે બિરાજમાન છે. તેની દૃષ્ટિ કરીને ત્રિકાળી આનંદના નાથનો આશ્રય કરીને રાગ અને પરદ્રવ્ય એ બધાની એકત્વબુદ્ધિ છોડવી તે મિથ્યાત્વને છોડવું છે. તે પહેલી વાત છે. કેમ કે- મિથ્યાત્વ છૂટયા વિના વ્રત-તપ-નિયમ સાચા હોતા નથી. પ્રશ્ન- વાટ (રાહ) ક્યાં સુધી જોવી? ઉત્તર- જ્યાં સુધી અંદરમાં (આત્મા) ન મળે ત્યાં સુધી. બહારમાં બહુ રખડયા....હવે કેટલું રખડવું છે. પ્રશ્ન:- ઘણા વખતથી પ્રયત્ન કર્યો પણ ...થતું નથી? ઉત્તર-દરકાર નથી એટલે થતું નથી. ભાઈ !તેની જેટલી રુચિ ને દરકાર જોઈએ તેટલી દરકાર નથી. તેની દરકાર પૂરી હોય અને મળે નહીં તેમ ત્રણકાળમાં બને નહીં. ભગવાન ત્રિકાળ અસ્તિત્વપણે મૌજુદ છે. આહાહા ! અનંત આનંદ......અનંત જ્ઞાન........ એવી શક્તિઓ અનંત છે. વસ્તુ એક છે પણ તેની શક્તિઓ–ગુણ અનંત છે. અને એક એક ગુણની એક સમયની એક એક પર્યાય એવી અનંતી પર્યાય છે. વસ્તુની ખબર નથી ને!! એ વર્તમાન Page #459 -------------------------------------------------------------------------- ________________ ४४ કલશ-૧૪૫ પર્યાયમાં જે રાગાદિ ઉત્પન્ન થાય છે અને શરીરાદિનો સંયોગ દેખાય છે. તેનાથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કર! તે સિવાય તને આત્મા મળશે નહીં. આ ભક્તિ કરી, પૂજા કરી અને દયાદાન કરવાથી સમ્યક થશે, તો તેને કહે છે- મરી જઈશ. એ રાગની ક્રિયાથી નહીં થાય સાંભળને ! રાગની ક્રિયા તે કલેશ છે. કલેશથી શું સમ્યગ્દર્શન- સમાધિ થાય છે? આવી વાત છે. અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કહ્યો,” સમુચ્ચય કર્મ, પુણ્ય-પાપના ભાવ અને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા તે બન્નેના ભિન્નનો વિચાર કરવો તે પણ વિકલ્પ-રાગ છે. વાત આકરી લાગે પણ પ્રભુ શું થાય !? જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો” સામાન્ય રીતે એટલે સંક્ષેપમાં, ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ અને પુણ્ય-પાપના વિકલ્પો, રાગાદિ ભાવ અને શરીરાદિ તે બધું પર વસ્તુ છે. તેનો દૃષ્ટિમાંથી ત્યાગ કરાવ્યો છે. સામાન્ય સંક્ષેપમાં પરમાં બધો રાગાદિ લઈ લીધો. આત્મા આનંદના નાથનું ભેદજ્ઞાન સામાન્ય રીતે કરાવ્યું. હવે પૈસા આદિ ધૂળને શું કરવું ! અરે....તેને સમય મળ્યો નહીં. બહારથી પ્રવૃત્તિને ઘટાડીને નિવૃત્તિ કરવી......તેના ઠેકાણા ન મળે!! અંદરની વાતો તો ક્યાંય રહી ગઈ. અહીંયા પ્રભુ કહે છે-એકવાર સાંભળતો ખરો !! “હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે - જેટલું પારદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ, પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ” અભિમાન કરવું કે હું પૈસાવાળો છું, હું શરીર છું, હું ત્યાગી છું, હું પંડિત છું, હું મૂર્ખ છું તે માન અભિમાન પરિગ્રહ છે. પરચીજની મમતા છે તેનો તો ત્યાગ કરાવ્યો છે. ઇત્યાદિ ક્રોધ, માન, માયા, લોભ, તેને છોડ પ્રભુ ! પર વસ્તુનો વિકલ્પ-વૃત્તિ ઊઠે છે તે ત્યાજ્ય છે. રુદન કરવું તે પાપ ભાવ છે, હસવું તે પાપ ભાવ છે. તો એ પાપ ભાવથી આત્માની અંદર નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે તેમ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની પાખંડમાં ખોવાય ગયો છે. આ બધો પરિગ્રહ છે ભાઈ ! પાછળ જરી સૂક્ષ્મ છે. શ્રોતા- મિચ્છામિ દુક્કડમ્ કરે તો પાપ ન થાય ને!? ઉત્તર- મિચ્છામિ દુક્કડમ્ કરવાથી મિચ્છામિ દુક્કડમ્ થતું નથી. મિચ્છામિ દુક્કડમ્ ક્યારે કહેવાય? રાગાદિ એ બધું જૂઠું છે અને સત્ય પ્રભુ અંદર ભિન્ન છે એવા સત્—સત્યનો આશ્રય લઈને રાગને ભિન્ન કરે તો !...તો એ રાગનો મિચ્છામિ દુક્કડમ્ થાય. મિચ્છામિ દુક્કડમના ઘડિયા બોલીને મરી ગયો. ઝીણી વાતું બહુ ભાઈ ! અનંતકાળ ગયો એનો પણ સત્ સમાગમ સાચું મળ્યું નહીં. મળ્યું તો કામ કર્યું નહીં. Page #460 -------------------------------------------------------------------------- ________________ ४४४ કલશામૃત ભાગ-૪ બેનનું વચનામૃત પુસ્તક બહાર પડ્યું.લોકો વાંચીને બહુ રાજી થાય છે. એ ભાઈ તો એમ કહેતા હતા કે-બેનનું પુસ્તક તો અનુભવમાં નિમિત્ત છે. ચાકળામાં બેનનો બોલ લીધો ...તે સૌથી પહેલું તેણે કર્યું. આનંદના નાથનું..વેદન પૂર્વક અનુભવમાં વચનામૃત નિમિત્ત છે એમ એ બોલ્યા હતા. અરે.... બાપુ! કરવાનું આ છે! હજુ તો આ ચીજ સાંભળવી મુશ્કેલ પડે! મરીને ચાલ્યા જશે! અહીંયા કહે છે કે હવે જરા ધ્યાન રાખો !! “ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પારદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. અહીં એ વાત વિશેષમાં લીધી શા માટે? મુનિ છે તે મુનિને વસ્ત્રનો ટુકડો પણ ન હોય. જેને મુનિ કહીએ.....સાચા સંત કહીએ કે શરીર પર તેને વસ્ત્રનો ટુકડો પણ ન હોય...એવી કુદરતી નગ્ન દશા થઈ જાય. અહીં પાઠમાં વસ્ત્રનો ત્યાગ એમ ન લીધું! કેમ કે મુનિને તેનો તો ત્યાગ હોય જ છે. એ શું કહ્યું? વસ્ત્રનો ત્યાગ ન લીધો, દાગીનાનો પૈસાનો ત્યાગ ન લીધો! કેમ કે એ મુનિને હોતું જ નથી. વસ્ત્રને રાખવું તે ત્રણકાળ-ત્રણલોકમાં મુનિને હોતું જ નથી. વસ્ત્ર સહિત રહીને અજ્ઞાની માને કે અમે મુનિ છીએ, નિગોદગામી . એ અધોગામી ગતિમાં જવાના છે. સમજાય છે કાંઈ? અહીંયા તો ત્રણલોકના નાથ સર્વદેવ પરમેશ્વર તીર્થંકરદેવનું આ ફરમાન છે. “ભોજન પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે.”કેમ કે – મુનિને હજુ આહાર હોય છે. મુનિ થાય તેના પહેલાં સંતને આત્મજ્ઞાન થાય પછી જ્ઞાનમાં રમણતા થાય. સ્વરૂપમાં ચરના તે ચારિત્ર.....આવે ત્યારે તેને વસ્ત્રની વિકલ્પ વૃત્તિ છૂટી જાય. મુનિને તો મોરપીંછી અને બીજું કમંડળ બસ એ બે અને નગ્ન દશા... જંગલમાં વસે તેને સાચા સંત અને મુનિ કહેવામાં આવે છે. તે પોતાની અપેક્ષા લઈને વાત કહે છે. અરેરે ! મુનિ કોને કહેવા? નગ્નપણું લઈ લીધું અને પંચમહાવ્રત માટે તે મુનિ છે એમ નથી. અંદરમાં જેણે અતીન્દ્રિય આનંદના નાથને ઢંઢોળીને જગાડયો. જેને વર્તમાન દશામાં અતીન્દ્રિય આનંદની પ્રચુર ભરતી આવે છે.....એવા મુનિને વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં મુનિ કહેવામાં આવે છે... અને એ સિવાય બીજો પંથ સાચો છે જ નહીં. એ સર્વજ્ઞ ભગવાનના પંથમાં સંતોને વસ્ત્રો ન હોય, તેને શિષ્યો ચેલાની મમતા ન હોય. એ તો અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા હોય છે. અહીં વસ્ત્રનું નામ ન લીધું કેમ કે મુનિને વસ્ત્ર હોતું નથી. ભોજનનું નામ લીધું કેમ કે- એ હજુ હોય છે. ઝીણી વાત છે...ભગવાન! શ્રોતા- પંચ પરમેષ્ઠીમાં એ સામેલ છે? ઉત્તર એને જ સાધુ કહેવાય, બીજા ક્યાં સાધુ છે? “સ્મોલોએ સવ્વસાહૂણમ્.” બાવા થઈને ફરે, લુગડાં પહેરીને ફરે એ બધા થઈ ગયા સાધુ? ધૂળેય નથી સાધુ. ધૂળેય નથી એટલે? તેને પુણ્યાનુબંધી પુણ્યય નથી. શ્રોતા- પંચમકાળમાં તો એવા જ સાધુ હોય ને!! Page #461 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫. ૪૪૫ ઉત્તરઃ- પંચમકાળે પાણી નાખીને શીરો થતો હશે? હલવો બનાવવા લોટના ઠેકાણે ધૂળ નાખતા હશે? ઘીને ઠેકાણે પાણી નાખતા હશે? પંચમઆરાનો હો કે ચોથા આરાનો હો ! શીરો તો લોટ, સાકરને ઘીનો જ થાય છે. તેમ પંચમઆરાના સાધુ હો કે ચોથા આરાના સાધુ હો! તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રથી થાય છે. સમજમાં આવ્યું? આવી વાતો છે! “ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે.” ભોજન પરદ્રવ્ય છે. ભોજન લેવાની જે વૃત્તિ ઊઠે છે એ વૃત્તિનો અંદરમાં ત્યાગ છે....દૃષ્ટિમાં તેનો સ્વીકાર નથી. સંત મુનિરાજ પોતાના માટે બનાવેલા આહારને ભે નહીં. નિર્દોષ આહાર હોય તો પણ લેવાના ભાવથી પોતાનો અભિપ્રાય ભિન્ન છે. ભોજન મારી ચીજ નથી, ભોજન લેવાની વૃત્તિ તે મારી ચીજ નથી....હું આનંદમયી છું શ્રોતા- ભગવાન મહાવીરને આહાર લેવાની વૃત્તિ ઊઠી હતી ને !? ઉત્તર- છમસ્થ હતા ત્યારે, કેવળી થયા પછી નહીં. તમારે શું કેવળીનું કહેવું છે? એ તો શ્વેતામ્બરમાં આવે છે. ભગવાનને છ મહિના પછી રોગ થયો અને પછી આહાર લીધોને !! એ બધી જૂઠી વાત છે કલ્પનાની ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ એટલે બે હજાર હાથ ઊંચો દેહ છે. એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. અને ત્રિકાળી સર્વ પૂર્ણાનંદના નાથની પરમાત્મ દશા પ્રગટી છે. તેમને ઓમ ધ્વનિ નીકળે છે એવા પરમાત્માની આ વાત છે. કુંદકુંદઆચાર્ય સંવત ૪૯ માં ત્યાં ગયા હતા, તેઓ દિગમ્બર સંત હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આ માર્ગ છે. અહીંયાથી ત્યાં ગયા હતા અને ત્યાં (તત્ત્વની વિશેષ) સ્પષ્ટતા થઈ. આહાહા! સમ્યગ્દષ્ટિ ધર્મી હો! તેને રાગથી ભિન્ન અનુભવ થયો હોવા છતાં હજુ આહારનો ભાવ, વિષય ભોગની વાસનાની પણ વૃત્તિ ઊઠે છે, પણ તે મારો ભાવ છે તેમ તેની દષ્ટિમાં હોતું નથી. તે ભાવ તેને દુઃખરૂપ લાગે છે. સમ્યગ્દષ્ટિને ભોગની વાસના કાળા નાગ જેવી-ઝેર જેવી લાગે છે. મુનિને વાસનાના ભાવો તો છે જ નહીં. તેમને એક સુધાનો ભાવ ઊઠે છે તો કહે છે કે હું ભોજન કરું છું તેવો પરિગ્રહ મને નથી. વિકલ્પ ઊયો તે મારી ચીજ છે તેમાં (હું) નથી. તે તો તેના પણ જ્ઞાતા-દેષ્ટા છે. અરે! આવી વાતું છે અને લોકોએ તો કંઈક ચલાવ્યું છે. કોઈએ કંઈક ચલાવ્યું અને કોઈએ કંઈક! બિચારાને ભાન ન હોય તેથી ધૂતારા ધૂતી જાય.....થઈ રહ્યું! આહાહા! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર પરમાત્માની દિવ્ય ધ્વનિઓમકાર ધ્વનિનો આ સાર છે. આહાહા ! ભોજનનો, પીવાના પાણીનો ત્યાગ.. કેમ કે તે પદ્રવ્ય છે. મુનિને પાણી પીવાની વૃત્તિ ઊઠે છે....પણ તે વિકલ્પ પારદ્રવ્ય છે, તે મારો છે તેમ માનતા નથી. અત્યારે તો પરદ્રવ્યનો ત્યાગ કરતાં-કરતાં તેમાં મુનિપણું નાખી (સ્થાપી) Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ કલશામૃત ભાગ-૪ દીધું. મુનિ કેવા હોય? આ તો કપડાં ફેરવવાને થઈ ગયા સાધુ!? બાપુ! અહીંતો જિનેન્દ્ર વીતરાગ પરમેશ્વરે જે કહ્યું તે સંતોની જાત જુદી છે. જેને વસ્ત્ર નહીં, પાત્ર નહીં, વસ્ત્રનો ટુકડો નહીં. તેથી વસ્ત્રની વાત ન લીધી, પણ મુનિને ભોજન હોય તેથી ભોજનની વાત લીધી, છતાં એ તેના ભાવમાં મમતા નથી. વૃત્તિ આવે છે તેને જ્ઞાતા તરીકે જાણે છે. ભોજનને પણ જાણે છે. પાણી પીવે છે તેને પરદ્રવ્ય જાણે છે. “કેવો છે પરદ્રવ્ય પરિગ્રહ? “સ્વપરયો: વિવેદેતુન” (સ્વ) શુદ્ધ ચિદ્રુપમાત્ર વસ્તુ અને (૫રયો:) દ્રવ્યકર્મ -ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવે) એકત્વરૂપ સંસ્કારનું (હેતુન) કારણ છે.” શબ્દ બહુ ઉંચો આવ્યો. (સ્વ૫રયો: વિવેદેતુન) શુદ્ધ ચિદ્રુપ વસ્તુ અથૉત્ જ્ઞાનરૂપ ભગવાન પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ એવો ભગવાન આત્મા ! તેમાં અનંતી શક્તિઓ બીજી સાથે છે. જ્ઞાન-પ્રધાન કથન કરીને ચિકૂપ આત્મા કહેવામાં આવ્યો છે. એક આત્મામાં તો અનંત શક્તિ નામ સંખ્યાએ અનંત ગુણો છે, છતાં સર્વજ્ઞને મુખ્ય ન કરતાં ચિતૂપ અર્થાત્ જ્ઞાનરૂપ એ પ્રધાનપણે જ્ઞાનરૂપ કહેવામાં આવ્યો છે. એ શુદ્ધ ચિતૂપ માત્ર વસ્તુ તે (સ્વ) અને (૫રયો:) દ્રવ્ય કર્માદિ આઠ કર્મ જે અંદર જડરૂપ છે જ્ઞાનાવરણી દર્શનાવરણી તે. સર્વજ્ઞ પરમેશ્વરના મારગમાં આ બધી વાત સ્પષ્ટ અને પ્રત્યક્ષ છે. આહાહા! એ જ્ઞાનાવરણી કર્મ પરવસ્તુ છે. “ભાવકર્મ' - જે શુભ અશુભ વિકલ્પ ઊઠે છે એવો રાગ એ ભાવકર્મ પણ ભગવાન આત્માથી ભિન્ન છે. તે પર પરિગ્રહ છે. તેથી પર છે. સ્વ તો શુદ્ધ ચિતૂપ આત્મા છે. એ પર- ભાવકર્મ અર્થાત્ પુણ્ય ને પાપની લાગણી નામ વિકાર વાસના છે. એ પર છે. સ્વ તો શુદ્ધ ચિતૂપ ભગવાન આત્મા ! એ આનંદનો પર્યાયમાં અનુભવ થવો તે. વસ્તુ તો ત્રિકાળ વસ્તુ છે પણ વર્તમાન દશામાં તેનો અનુભવ થવો, તે અનુભવમાં ભાવકર્મ છે નહીં “નોકર્મ...આ જડ શરીર, વાણી તે આત્મામાં છે નહીં, એ પર ચીજ છે. અરે! શું કરે ! ક્યાં જાય ! તેને આ વાત સાંભળવા મળે નહીં. શ્રીમદ્જી કહે છે – “અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” અરેરે ! સાચા સંત કોને કહેવાય તેની ખબરું ન મળે !! શ્રોતા- યાદ રાખવું કેમ? ઉત્તર- પોતાનું નામ ભૂલી જાય છે. ઊંઘમાં હોય અને નામ કોઈ લ્ય તો પણ હા પાડે છે ને! એ નામ તો મફતનું ખોટું છે. એ નામ આ શરીરનું છે, એ નામથી કોઈ બોલાવે તો ઊંઘમાં એ હું..એમ હોકારો આપે છે. કેમ કે ત્યાં રસ છે ત્યાં રસ ચડી ગયો છે. અહીંયા રસ નથી. એ નામે ખોટું છે. શરીરને માટીને ઓળખાવવા બીજા કરતાં જુદું નામ આપ્યું. સ્વપ્નમાં એ નામ આવે ત્યાં હું કરે છે. એલા હું આવ્યું ક્યાંથી? અમૃતલાલ એવો આત્મા અંદર અમૃતનો સાગર ભર્યો છે...તે હું. Page #463 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫ ૪૪૭ જેની સત્તામાં અતીન્દ્રિય આનંદ પડયો છે એ નોકર્મથી ભિન્ન છે. છતાં (અવિવેક ) પુણ્ય ને પાપના ભાવથી જડ કર્મ, શ૨ી૨, વાણીથી તેના એકત્વરૂપ સંસ્કાર તે તેનું કા૨ણ છે તે મિથ્યાત્વ છે. ( અવિવેહેતુ) એમ છે ને ! તેણે વિવેક કરવો જોઈએ કેહું રાગથી ભિન્ન છું. તેને ઠેકાણે રાગને હું એક છું તેમ માને છે. અહીંયા તો દેવ-ગુરુ ને શાસ્ત્રની ભક્તિ તે પણ રાગ છે, અને રાગ અને આત્માને એક ક૨વો તે અવિવેક છે. ( અવિવે ́તુમ્ ) જુદા પાડવાનો હેતુ નહીં અર્થાત્ એકત્વનો હેતુ છે. ભાવાર્થ આમ છે કે- “મિથ્યાર્દષ્ટિ જીવને જીવ- કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાર્દષ્ટિને ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” ‘અવિવેક હેતુમ્' નો અર્થ કર્યો. મહાપ્રભુ આનંદનો નાથ અફર છે. ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદનો કંદ પ્રભુ અને આ પુણ્યપાપના ભાવ એટલે રાગાદિના પરિણામ તે બન્નેની એકતાબુદ્ધિ તે મિથ્યાર્દષ્ટિ છે. આ એને ધર્મ માને છે કે- રાગ કરતાં કરતાં, અપવાસ, વ્રત, તપસા કરતાં કરતાં (સ્વાનુભૂતિ) થશે........! અહીંયા કહે છે એ બધા વિકલ્પ ને રાગ છે. એ રાગ સાથે ભગવાન આત્માનું એકત્વ માનવું તે પરિગ્રહ છે. એ બધાં એકત્વબુદ્ધિમાં કા૨ણ છે. “તેથી મિથ્યાર્દષ્ટિને ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” કેમ કે એકત્વબુદ્ધિ છે. “સમ્યગ્દષ્ટિ જીવને ભેદ બુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી.” સમ્યગ્દષ્ટિ જીવને રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ થયો કે- હું આનંદ સ્વરૂપ છું...... એવો આનંદનો સ્વાદ આવ્યો. અનાદિ કાળથી પુણ્ય ને પાપના રાગનો સ્વાદ આવતો હતો......તે ઝેરનો સ્વાદ છે. અહીંયા આત્માના અંતર અનુભવમાં આનંદનો સ્વાદ આવ્યો ! સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે આનંદના સ્વાદ આગળ તેને રાગ આકુળતામય દેખાય છે. સાધક, રાગની આકુળતાથી પોતાને ભિન્ન અનુભવે છે તેને ધર્મી કહેવામાં આવે છે. ઘણી શ૨તું ને ઘણી જવાબદારી ! “તેથી ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી.” સમકિતીને રાગ થાય છે પણ તેને પોતાનો માનતો નથી. પોતાનો તો આનંદનો અનુભવ છે તે માને છે. માટે ધર્મીને રાગનો પરિગ્રહ ઘટિત થતો નથી. અજ્ઞાની રાગ મારો છે એવું માને છે તો બધો પરિગ્રહ ઘટિત થાય છે. પ્રવચન નં. ૧૫૩ તા. ૧૮/૧૧/’૭૭ નિર્જરા અધિકા૨નો ૧૪૫ કળશ ચાલે છે. “મિથ્યાર્દષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે,” શુભાગ હો કે અશુભ રાગ હો ! તેમાં અજ્ઞાનીની એકત્વબુદ્ધિ છે. પ્રશ્ન:- એકત્વબુદ્ધિનો અર્થ શું? ઉત્તર:- રાગ છે તે હું છું. શુદ્ધચૈતન્ય જે રાગથી ભિન્ન છે તે અસ્તિત્વનો દૃષ્ટિમાં અભાવ છે. અને રાગના પરિણામનું અસ્તિત્વ છે તે હું છું એવી એક સમયની ( પર્યાયમાં) એકત્વબુદ્ધિ છે. ઝીણી વાત છે......માર્ગ ઝીણો પ્રભુ ! Page #464 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ ગઈ કાલે કહ્યું હતું કે આકાશના પ્રદેશથી પણ અનંતગુણાગુણ એક આત્મામાં છે. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં નિગોદના અનંત જીવ છે. અહીંયા છે એવો લોક ઠાંસીને ભર્યો છે. એ દરેક જીવમાં, આકાશના પ્રદેશની સંખ્યા કરતાં અનંતગુણી સંખ્યા ગુણનીશક્તિની છે. એવી શક્તિથી ભરેલું શક્તિવાન તત્ત્વ તે મૌજુદ છે-પ્રગટ છે–વ્યક્ત છે. આવા તત્ત્વની દૃષ્ટિનો જેને અભાવ છે ત્યાં એકત્વબુદ્ધિ છે. આવો પ્રભુ છે. તેના અસ્તિત્વનો અનુભવ અંદરમાં નથી તેને રાગમાં રાગનો અનુભવ છે. રાગ તે હું એવું અસ્તિત્વ તેની દૃષ્ટિમાં વર્તે છે. ૪૪૮ પ્રશ્ન:- સમ્યક્ સન્મુખ મિથ્યાર્દષ્ટિ હોય તેને ? ઉત્ત૨:- તેને હજુ એકત્વ વર્તે છે પણ સાથે સમ્યક્ત્વના સંસ્કાર પડે છે, છતાં પણ રાગથી એકત્વ વર્તે છે. તેને રાગથી સર્વથા એકત્વ પણ છૂટયું નથી. અંદરમાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન થયું નથી. પછી તે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ હોય તો તે પણ વિકલ્પ ને રાગ છે. એ રાગથી ભિન્ન પાડવાના અંદર જેને સંસ્કા૨ જ નથી તેને રાગથી એકત્વ છે. બાપુ ! ભગવાન ! એ વસ્તુ કોઈ અલૌકિક છે. બહારથી તેના કાંઈ માપ આવે એવી વસ્તુ નથી. અનંત અનંત ચૈતન્ય ચમત્કારથી ભરેલો ભગવાન છે. ચમત્કાર એટલે ? જેના ક્ષેત્રના પ્રદેશનો પા૨ નથી. અનંતગુણા ગુણ એવી શક્તિઓનો પાર નથી. એટલે (નાના ) ક્ષેત્રમાં આત્મા આવી જાય છે. ડુંગળી, લસણની (નાની કટકીમાં ) આત્મા આવે પરંતુ તેના ભાવ ? એક એક આત્માનો ભાવ- ગુણ અને ભાવવાન–ગુણી. એ ભાવવાનનો ભાવ, શક્તિવાનની શક્તિ અનંત છે, અમાપ છે. એવી અમાપ શક્તિનો સાગર ભગવાનની (નિજાત્માની ) જેને રુચિ નથી તેને અંદર દૃષ્ટિમાં આવ્યો નથી. ( એનાથી ) વિરુદ્ધ એવા જે પુણ્યના- દયાદાનવ્રત-ભક્તિના ભાવ તે મારા છે એવી તેને એકત્વબુદ્ધિ વર્તે છે. મિથ્યાર્દષ્ટિ એટલે અસત્ય દૃષ્ટિ. જે સત્ય પ્રભુ....મહાપ્રભુ છે તેના અસ્તિત્વની દૃષ્ટિ નથી–આશ્રય નથી, તેનું અંદ૨માં શરણ નથી. તેને માંગલિક નથી તેને તો અમાંગલિક એવો વિકલ્પ છે.... તે પછી શુભના હો કે અશુભના હો ! તેના પ્રત્યે જેને પ્રેમ છે તેને અનંતગુણ સંપન્ન પ્રભુ પ્રત્યે દ્વેષ છે. એવી જે રાગ સાથેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે. આ જગતથી જુદી વાત છે ભાઈ ! અત્યારે તો ભગવાનની ભક્તિ કરવી, ગુરુની ભક્તિ કરવી.... તેનાથી કલ્યાણ થઈ જશે એમ માનનાર રાગની એકત્વબુદ્ધિવાળો હોવાથી તે મિથ્યાર્દષ્ટિ છે. એ મિથ્યા નામ અસત્ય દૃષ્ટિ છે. એટલે કે સ્વરૂપમાં નથી એવા રાગ અને કર્મની એકત્વબુદ્ધિ એ અસત્ય દૃષ્ટિ છે. મિથ્યાર્દષ્ટિ નામ જૂઠી ષ્ટિ છે....એવા જીવને .....રાગથી માંડીને બધી ચીજો સાથે એકત્વપણું છે. એકબાજુ ભગવાન આત્મારામ અને બીજીબાજુ રાગથી માંડીને આખું ગામ. જેને રાગના અંશમાં એકત્વબુદ્ધિ છે તેને ત્રણકાળ અને ત્રણલોકના પદાર્થ પ્રત્યે એકત્વબુદ્ધિ Page #465 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૫ ૪૪૯ છે. જેને શુભ-અશુભ રાગમાં મીઠાશ વર્તે છે તેને ત્રણકાળ ત્રણલોકના પદાર્થ મારા છે તેવી તેની માન્યતા છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે, તેના હોવાપણાના અનુભવની દૃષ્ટિ નથી, તેને આનંદના સ્વાદનું વેદન નથી. સમ્યગ્દર્શન એટલે અંતર આનંદનો નાથ તેના અનુભવમાં આવ્યો.....અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. એ આનંદની પ્રતીત થાય તેને સમ્યગ્દર્શન નામ સાચી દૃષ્ટિ છે. તેના સિવાય રાગનો સ્વાદ આવે તે આકુળતાના સ્વાદમાં રોકાણો છે. એ ત્યાં રોકાઈ ગયો છે..............તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે પ્રભુ! તેને ક્યાંય સાંભળવા મળે નહીં એવું છે! “મિથ્યાષ્ટિ જીવને” બહુ થોડા શબ્દો છે પણ ભાવ ઘણાં ગંભીર છે પ્રભુ! “જીવકર્મમાં” ‘કર્મ” શબ્દ રાગથી માંડીને એ બધું કર્મ. પછી તે ભક્તિનો રાગ હો કે દયા-દાન-વ્રતપૂજાનો!! કે શાસ્ત્ર વાંચન શ્રવણનો હો! એ રાગ તે કર્મ છે, તે આત્મા નહીં. એવાં “કર્મમાં જેની એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે,”રાગનો કણ મારો એવો તેને પરિગ્રહ ઘટે છે. તેને આખી દુનિયાનો પરિગ્રહ ઘટે છે. “પરિ” નામ સમસ્ત પ્રકારે રાગના કણને અને રજકણને પોતાનો સ્વીકારે છે. તેને તેમાં આકુળતાનો સ્વાદ આવે છે. જે તેને પોતાનો માને તેને આખી દુનિયાનો પરિગ્રહ છે. આવી વાત છે! - સવારમાં આ ક્ષણભંગુર સંસારની વાત સાંભળી'તી. આ પુનમચંદભાઈ તેને ડોકટરે ના પાડેલી કે એક મહિનો બહાર ન નીકળવું. તેની પાસે પાંચ કરોડ રૂપિયા ધૂળના ઢગલા છે. ઘરેથી નીકળ્યો- દુકાને જવું છે એમ કહીને! તેની સાથે વિશ્વાસુ માણસ રાખેલો તે હતો. રસ્તામાં પોતે બંધાવેલા મકાને આવ્યા....! ત્યાં છાતીમાં દુઃખાવો ઊપડયો. ત્યાં કોઈ ઓળખીતો માણસ નીકળ્યો. તેને લઈ ગયા અંદર.ડોકટરને બોલાવો. ડોકટર આવે ત્યાં ખલાસ! હજુ તેના ભાઈને વાત નથી કરી...કારણ કે તે પણ વ્યાધિમાં પડ્યો છે. આ પાંચ કરોડને ધૂળના ઢગલા મારા! શ્રોતા- એકને થાય! બધાને એવું થોડું જ થાય? ઉત્તર- બધાને મમતા તો છે પણ અહીં વાત એકલાની છે. આહાહા! આનંદનો નાથ અંદર ચમત્કારીક ચીજ બિરાજે છે....જેની શક્તિના માપ ન મળે ! આકાશના પ્રદેશના માપ ન મળે ! તેનાથી અનંતગુણા ગુણ કઈ રીતે? ક્ષેત્રથી તે આટલામાં સમાય ગયું. શબ્દો જુદી ચીજ છે અને તેમાં ભરેલા ભાવોનું માપ કાઢવું કઠણ ભાઈ ! આહાહા! એવા જે ગુણો, શક્તિઓની સંખ્યાના માપ નહીં એવા પ્રભુથી વિરુદ્ધ વિકલ્પથી માંડીને, શરીરથી માંડીને બધું જ, તેનો જેને પ્રેમ છે એ મિથ્યાષ્ટિને બધો પરિગ્રહ છે. તે બહારમાં મુનિ થયો હોય, હજારો રાણી છોડીને પંચમહાવ્રત પાળતો હોય તો પણ એ રાગની ક્રિયાથી મને લાભ છે અને તે ચીજ મારી છે તેમ માનનારો મિથ્યાષ્ટિ છે. કેમ કે પૂર્ણ અસ્તિત્વ જે છે તે તો તેની દૃષ્ટિમાં આવ્યું નથી. તેથી કયાંક ને કયાંક તો અસ્તિત્વ માનવું પડે ને! બહારમાં તેની લાઈન ( વિપરીત) Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫O કલશામૃત ભાગ-૪ ન દેખાય પણ અંદરમાં મિથ્યાત્વ છે. જે રાગના અસ્તિત્વને સ્વીકારે છે તેને આખી દુનિયાનો પરિગ્રહુ ઘટે છે. મિથ્યાષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” પરિ નામ સમસ્ત પ્રકારે આખી દુનિયાનો પરિગ્રહ છે. સમ્યગ્દષ્ટિ જીવને ભલે ચક્રવર્તીનું રાજ્ય હો! ઇન્દ્રના ઇન્દ્રાસન હો! કરોડો અપ્સરા હો! પણ જેને અંતરમાં રાગથી ભિન્ન પડીને ભગવાન આનંદનો સ્વાદ આવ્યો છે. જે આનંદનો ઢગલો ભગવાન છે, અનાકુળ આનંદનો ઢગલો પ્રભુ (નિજાત્મા) છે, તેની સન્મુખતામાં આનંદના સ્વાદનો અંશ આવ્યો, એ આનંદના સ્વાદની મીઠાશ આગળ...બધું પર ભાસે છે. “સમ્યગ્દષ્ટિજીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. સમ્યગ્દષ્ટિને, રાગ અને રાગના ફળ તરીકે બંધન અને તેના ફળ તરીકે આ ધૂળ આદિ બહારની વસ્તુપત્ની, બાળકો, કુટુંબ એ બધા પર છે. રાગથી ભિન્ન પડીને જેમાં અરાગી ભગવાનના આનંદનો સ્વાદ આવ્યો તે સમ્યગ્દષ્ટિ છે. એ સમ્યગ્દષ્ટિને ભેદ બુદ્ધિ છે. મિથ્યાદેષ્ટિની સામે સમ્યગ્દષ્ટિ છે ને!! મિથ્યાષ્ટિને એકત્વબુદ્ધિ છે, આને ભેદ બુદ્ધિ છે. રાગ હોય! દ્વેષ હોય! સમકિતી લડાઈમાં પણ ઊભો દેખાય ! છતાં તેને જરીએ પરિગ્રહ ઘટતો નથી. ભાઈ ! ધર્માત્માના તળિયાં તપાસવાં કઠણ છે. આહાહા ! નિર્લેપ નાથને જ્યાં અંદર જોયો અને અનુભવ્યો. આહાહા! જે સમ્યક નામ સત્ય સાહેબ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે તેની સમ્યક સત્યદૃષ્ટિ થતાં (આનંદનું વેદન આવે છે). સત્ય સ્વરૂપની સત્યદૃષ્ટિ અંતર વેદનમાં થઈ. તેને અજ્ઞાનીને અનંતકાળમાં એમ ને એમ, ક્યાંક ને ક્યાંક અટકવાના સાધન ગોતીને તેમાં અટકીને તેમાં મરી ગયો છે. અહીં તો ધર્મી જીવને કહે છે કે- ચક્રવર્તીના રાજ હો ! તે આત્માના આનંદના સ્વાદપૂર્વક અંદર રાગથી ભિન્ન પડી ગયો છે. આવી વાતું છે! દુનિયાને મળે નહીં, કાને પડે નહીં. બહારની વાતુમાં ગુંચવાય અને મરી ગયો છે. “સમ્યગ્દષ્ટિ જીવને ભેદ બુદ્ધિ છે.” બેનના વચનામૃતમાં એક શબ્દ છે – વિકારભાવને મર્યાદા છે. વિકારના ભાવને સીમા છે એવો શબ્દ છે. અંદર જે પ્રભુ છે તે અસિમિત એટલે સીમા વિનાની (અસીમ) ચીજ છે. સીમા છે માટે મર્યાદા છે. મર્યાદા છે માટે (વિભાવથી) પાછો વળી શકે છે...એમ કહે છે. તે વિભાવ મિથ્યા શ્રદ્ધા રાગાદિ હો....પણ તે મર્યાદિત છે. મર્યાદિત એટલે? એક સમયની પર્યાય છે એમ નહીં, પણ તેની શક્તિ મર્યાદિત છે, અમર્યાદિત નથી. તેથી તેનાથી પાછો વળી શકે છે. ભગવાન આત્મામાં શક્તિઓ અપાર-અસીમ છે. અસીમ એટલે જેની સીમા નામ મર્યાદા નથી. એ જ્યાં અંદર સ્વભાવમાં ગયો તે હવે પાછો નહીં વળે !! દિગમ્બર સંતોનું કથન હો કે સમ્યગ્દષ્ટિનું હો ! તે અપરિહાર્ય લક્ષણનું છે. સમયસારમાં આવે છે – પંચમઆરાના સાધુ પણ એમ પોકાર કરે છે કે અમને જે આ આત્મદર્શન જ્ઞાન Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ કલશ-૧૪૬ થયું છે તે હવે પાછું પડવાનું નથી. અમે હવે આ જ દૃષ્ટિએ કેવળજ્ઞાન લેવાના છીએ. આ વાત સમયસારની ૩૮ ગાથામાં છે અને પ્રવચનસારની ૯૨ ગાથામાં છે. પંચમઆરાના સંતો! અંતરની વાતું કરે છે તે વાતું ક્યાંય નથી. એ તો જે ભાગ્યશાળી હોય તેને તો કાને પડે તેવી વાતો છે. સંતો એમ કહે છે કે–અમને જે આત્મજ્ઞાન થયું તે હવે પાછું નહીં ફરે. આગમ કુશળતા અને સ્વભાવનો આશ્રય લઈને જે આત્મદર્શન, જ્ઞાન થયું તે પડે તેવું નથી. પ્રભુ આપ તો પંચમઆરાના સંત અને છદ્મસ્થ છો ને !? તારે જે માનવું હોય તે માન!? અમે તો પોકાર કરીએ છીએ કે – અમને જે સમ્યક્ પ્રાપ્ત થયું છે તે હવે પડવાનું નથી. એ સમ્યગ્દર્શન ભલે ક્ષયોપશમ હો ! પણ હવે ક્ષાયિક લઈને કેવળ થવાનું. એ અમારી ચીજ છે. ગજબ શૈલી છે. અમારો આત્મા જો પડે તો મારું દર્શન પડે ! આત્માનો જો અભાવ થાય તો દર્શનનો અભાવ થાય ! “એ સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે” ઉ૫૨ તો મુનિની વાત કરી પણ નીચે ચોથેથી આ વાત છે. જે પ્રભુમાંથી કેવળજ્ઞાન પ્રગટ થાય અને પછી અનંતકાળ સુધી કેવળજ્ઞાન થયા જ કરે...... સાદિ અનંત, છતાં દ્રવ્ય તો જેવું છે તેવું ને તેવું રહે છે. કેવળજ્ઞાન થયા કરે માટે ચૈતન્ય દ્રવ્યમાં ઓછપ આવી એવું વધ ઘટ થવું વસ્તુમાં નથી – એવી એ ચીજ છે. અરેરે ! તેણે સાંભળ્યું છે ક્યાં ? એ ક્યાંય ને ક્યાંય સલવાયને બિચારા પડયા છે. અહીંયા તો કહે છે– રાગથી ભિન્ન પડીને જ્યાં સમ્યગ્દર્શનમાં ચૈતન્યના સ્વાદ આવ્યા તે ભેદબુદ્ધિ છે તેથી તેને પદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. તે ચક્રવર્તીના રાજને પણ પોતાનું માનતો નથી. તેને એકત્વ છૂટી ગયું છે. તેને આસક્તિની મમતા ભલે હો ! પણ તેનાથી એકત્વ છૂટી ગયું છે. બહુ અલૌકિક વાતું છે. પ્રભુ ! આ તો અંતરની વાતું છે. “૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે.” (સ્વાગતા ) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगात् નૂનમેતિ ન પરિપ્રશ્નમાવત્ ।।૪-૪૬।। ખંડાન્વય સહિત અર્થ:- “યવિ જ્ઞાનિન: સપભોગ: ભવતિ તત્ ભવતુ” (વિ) જો કદાચિત્ ( જ્ઞાનિન: ) સમ્યગ્દષ્ટિ જીવને ( ૩૫મોન:) શ૨ી૨ આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (મતિ) હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે, (તંત્) તો (ભવન્તુ) સામગ્રી હો, Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ કલશામૃત ભાગ-૪ સામગ્રીનો ભોગ પણ હો, “નૂનન્ પરિબ્રહભાવન્ ન તિ” (નૂનન્) નિશ્ચયથી (પરિબ્રહભાવસ્) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (જ્ઞ તિ) પામતો નથી. શા કારણથી ? “અથ = રાવિયોગાત્” (અથ ૬) જ્યા૨થી સમ્યગ્દષ્ટિ થયો (રવિયોગાત્) ત્યા૨થી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય છે ? ઉત્તર આમ છે કે-“પૂર્વલદ્ધનિનર્મવિષાાત્”(પૂર્વવૃદ્ઘ ) સમ્યક્ત્વ ઊપજતાં પહેલાં મિથ્યાર્દષ્ટિ જીવ હતો, રાગી હતો; ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (નિનર્મ) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્યણવર્ગણા, તેના (વિવાાત્) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કે-રાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કા૨ણ નથી, નિર્જરાનું કા૨ણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકા૨ની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિતપરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે. ૧૪-૧૪૬. કળશ નં.-૧૪૬ : ઉ૫૨ પ્રવચન પ્રવચન નં. ૧૫૩-૧૫૪ તા. ૧૮–૨૦/૧૧/’૭૭ “યવિ જ્ઞાનિન: ઉપભોગ: ભવતિ તદ્ ભવતુ” સંતો પોકાર કરે છે. અમૃતચંદ્ર આચાર્ય પંચમઆરાના મુનિ છે. પ્રચુર સ્વસંવેદન જેનું ભાવલિંગ છે. દ્રવ્યે ભલે નગ્ન છે, વસ્ત્રનો ટુકડો નથી પણ તેનું ભાલિંગ જે છે તે પ્રચુર સ્વસંવેદનમયી છે. આનંદનું વેદન છે એ તેનું ભાવલિંગ છે. એવા ભાવલિંગી સંતોનો આ પોકાર છે. “જો કદાચિત્ સમ્યગ્દષ્ટિ જીવને શ૨ી૨ આદિ સંપૂર્ણ ભોગ સામગ્રી હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે,” લોકો જે જુએ છે તે અપેક્ષાએ વાત કરી છે. કોઈ અજ્ઞાની ૫૨દ્રવ્યને ભોગવે કાંઈ ? ૫દ્રવ્યને ભોગવી શકે નહીં. પણ તેનું લક્ષ ૫૨ ઉ૫૨ જાય છે અને થોડી આસક્તિ હોય છે એટલે ૫૨ને ભોગવે છે એમ કહેવામાં આવે છે. ૫૨ને કોણ ભોગવે ? આ જડ શ૨ી૨, વાણી, મન, માંસ-હાડકાં, આનો ભોગવટો છે ? સ્ત્રીના વિષયમાં આ શરીરનો ભોગ એ કરે છે? ત્રણ કાળમાં નહીં. અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ જીવ એમ માને છે કેહું આને ભોગવું છું. તેને તે ઠીક લાગતાં રાગ ઉત્પન્ન થાય અને તે રાગને ભોગવે છે. તેની હજુ તેને ખબર નથી. અહીં કહે છે– સાધકને એ રાગનો જે અનુભવ છે તે અનુભવ છૂટી ગયો છે. શરીરાદિ સામગ્રીનો ભોગ હો ! એટલે કે ભોગ રાગનો નહીં- એમ કહે છે. પરંતુ બહા૨માં એવું દેખાય છે ને !! જુઓ ! મિથ્યાર્દષ્ટિને પુણ્ય ઓછા હોય તેથી ભોગ થોડા હોય જ્યારે આને તો ઘણાં હોય છે. મિથ્યાર્દષ્ટિ હોય તેને તો સાધારણ પાંચ-પચ્ચીસ લાખ હોય, આને તો મોટું ચક્રવર્તીનું Page #469 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૫૩ રાજ્ય હોય, ઇન્દ્રાસન હોય! પુણ્યના મોટા ઢગલા પડ્યા હોય. તેના શરીરમાં પુણ્ય, વાણીમાં પુણ્ય, સામગ્રીમાં પુણ્ય, સ્ત્રીમાં, પુત્રોમાં પણ પુણ્ય દેખાય. અહીં કહે છે કે એ હો! એને ભોગવે પણ રાગ હો ! ભોગવવાનો અર્થ એ તરફની જરી વૃત્તિ થાય છે, તો થોડો રાગ હો! તો સામગ્રી હો અને સામગ્રીનો ભોગ પણ હો! “નૂનમ પરિક્રમાવન ત નિશ્ચયથી વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતો નથી.” આહાહા ! એના અભિપ્રાયમાં રાગ મારો છે, એ સામગ્રી મારી છે, એવો અભિપ્રાય છૂટી ગયો છે. એથી તેના અભિપ્રાયમાં પરવસ્તુ પરિગ્રહ છે નહીં. આ અવલદોમની વાતો છે.. બાપા! પુણ્ય વિશેષ હોય તો બહારમાં સામગ્રી ઘણી દેખાય છે. તેને કોણ ભોગવે છે? એ તો અહીંયા વાત કરી. એ સામગ્રીને કોઈ ભોગવતું નથી. એ પ્રશ્ન નારદ છે તેથી વધારે સ્પષ્ટ કરાવવા કહે છે. બાપા! એ ભોગવે છે એમ તો ભાષાથી કહ્યું! કેમ કે – લોકો એમ જાણે છે. બહારમાં બધું જ છે ત્યારે આમ છે. જેની દુકાનમાં એક દિવસની કરોડો અબજો રૂપિયાની પેદાશ હોય, એવા મોટા શેઠિયા હોય પણ આ શું ચીજ છે બાપુ! જેને અંતરમાં પરથી એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે, જેને આનંદનો નાથ (નિજાત્મા) નજરે પડ્યો છે એટલે અનુભવમાં આવ્યો છે, તે કઈ ચીજને મારી છે એમ માને!? આહાહા! ચૈતન્ય સાગર અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં ઊછળે છે. દરિયામાં જેમ પાણીની ભરતી આવે તેમ સમ્યગ્દષ્ટિને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. ભાઈ ! તને તેની ખબર નથી ! એ અતીન્દ્રિય આનંદની ભરતી આગળ......પર સામગ્રીને ભોગવે છે એમ કહેવું એ તો અસદ્ભુત નયનું કથન છે. તેને જરા આસક્તિનો રાગ હોય, એ તરફ વલણ હોયતો એ અપેક્ષાએ ભોગવે છે એમ કહ્યું. મારગ બહુ ફેર છે બાપુ! (પરિષદમાવન) વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને,” સ્વીકારના અભિપ્રાયને એ શું કહ્યું? એમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આત્માના અતીન્દ્રય આનંદના સ્વાદની બુદ્ધિમાં જે શુભ અશુભ રાગનો ભાવ છે તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. અજ્ઞાનીને તેમાં સુખનો મીણો ચડે છે. અમે સુખની કેડીએ જીવીએ છીએ...ને અમે સુખી છીએ! સમ્યગ્દષ્ટિને પૂર્વના પુણ્યનો યોગ ઘણો હોય અને તેના તરફનું થોડુ વલણ પણ હોય છે! નિર્જરા અધિકારની બીજી ગાથામાં આવ્યું છે – જે સમકિતી જીવ છે તેને પૂર્વનો કોઈ પુણ્યનો ભાવ આવે તો તેનાં વેદનમાં એક સમય પુરતું સુખ-દુઃખ આવે છે. - નિર્જરા અધિકારની પહેલી ગાથામાં દ્રવ્ય નિર્જરા કહી છે અને બીજી ગાથામાં ભાવ નિર્જરા કહી છે. ભાવ નિર્જરા એટલે? એક સમય જરાક તેને કલ્પનામાં સુખ-દુઃખની આસક્તિની વૃત્તિ થાય પણ તેમાં તેને સુખબુદ્ધિ છે નહીં. એને બીજી ક્ષણે અશુદ્ધતા ખરી જાય છે, એની નિર્જરા થઇ જાય છે. નિર્જરા અધિકારની બીજી ગાથામાં “વસ્તુપણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે.” તે ભોગને ઓળંગતો નથી એથી જરા સુખ- દુઃખ થાય છે. તેનો અર્થ એ કે – Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ કલશામૃત ભાગ-૪ તે વૃત્તિએ આસક્તિરૂપ થઈ જાય છે, પણ તે એકત્વપણે નહીં. તે આસક્તિનો બીજે સમયે નાશ થઈ જાય છે- ખરી જાય છે. સમયસાર તો એક અલૌકિક ચીજ છે. આસામ ગયા હતા. ત્યાં ગૌહાટી ગયેલા ને! ત્યાં વ્યાખ્યાનમાં સમયસાર ચાલતું હતું. ગૌહાટીમાં ત્યાં સભા મોટી હતી. ત્યાં ફુલચંદજી પંડિત પણ હતા. સમયસારનું પ્રવચન સાંભળીને બોલ્યા-ઓહો! આ જગતમાં અત્યારે સમયસાર તો સમયસાર છે બસ, અલૌકિક વાત છે. “અહીંયા કહે છે - વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાય નથી.” આ ઠીક છે તેવો અભિપ્રાય ઊડી ગયો છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ ઠીક છે તેવો અંદરમાં અભિપ્રાય થઈ ગયો છે. ધર્મ તે શું ચીજ છે બાપુ! સમ્યગ્દષ્ટિને ક્રોધેય આવે, રાત્રેય આવે, પણ..........અભિપ્રાયમાં તેનો સ્વીકાર ઊડી ગયો છે. હવે આ માપ તો અંદરથી નીકળે કે બહારથી નીકળે ! અજ્ઞાની તો ઉપલક દૃષ્ટિથી બહારથી જુવે છે. ભાઈએ....સમયસારમાં નાખ્યું છે. પેલો મિથ્યાષ્ટિ હોય અને ઝૂંપડું હોય તે સાધારણ હોય અને આ મોટા અબજોના મહેલમાં હોય ! અને તેની સામગ્રી- ઘર વખરી, ફર્નીચર અબજો રૂપિયાના હોય. મોટા મોટા બંગલા હોય! એક વખત કહ્યું હતું કે – અમે મુંબઈ ગયા હતા ત્યારે વિજય કરીને છોકરો હતો. તેને અભ્યાસ બહુ આત્માનો પ્રેમ, સાંભળવાનો રસ બહુ...! મહિનો મહિનો અહીં કુંવારે રહી જતો હતો. તેનું મગજ બહુ સારુ હતું. તે ટાટામાં નોકરી કરતો હતો. મોટી નોકરી હતી તેની ઉંમર પચ્ચીસ વર્ષની હશે. તેને કીડનીનું દર્દ થઈ ગયેલું. તેની માતાએ કીડની આપેલી પણ તે ગુજરી ગયો. એક વરસનું પરણેતર. તેને ત્યાં દર્શન આપવા ગયા હતા. ત્યાંથી શાંતાબેનના નંણદોયા મણિલાલને ઘરે આહાર કરવા ગયા હતા. પાંચ, છ કરોડ રૂપિયા, લગભગ પાંચ લાખની તો ઘરવખરી હશે! પગલા કરાવ્યા..બધે ગાલીચા મખમલના પાથરેલા. આ જોઈને મને તો એવું થયું કે – અહીંયાથી નીકળવું કઠણ પડશે! આ ભાઈ અહીં આવે છે. રાજકોટવાળા તેના બનેવી, તેમની મોટી દુકાન હતી. આ તો ઠીક પણ સમકિતીને તો આના કરતાં મોટી ઘરવખરી હોય, છતાં પર પદાર્થ મારા છે એવી સ્વીકાર બુદ્ધિ અંદરમાંથી છૂટી ગઈ છે. સમજાણું કાંઈ? કોઈ મુનિ થયો છે, ત્યાગી થયો છે, હજારો રાણી છોડી છે પણ અંદરમાં જેને રાગનો સ્વીકાર છે તેને ચૈતન્ય સ્વભાવનો અનાદર છે. તેને બધો પરિગ્રહ ઘટે છે. આવી વાતું છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ બહુ ઝીણો ભાઈ ! હજુ તો નિવૃત્તિએ ન લે! નિવૃત્તિથી વિચારે કે મારગ શું છે? આ સાંભળવાય મળે નહીં, જિંદગી તો ચાલી જાય છે એમ ને એમ ! “વિષય સામગ્રીના સ્વીકારના અભિપ્રાયને પામતો નથી.” એ મિથ્યા અભિપ્રાય છૂટી ગયો છે. સમકિતીને શુભરાગ આવે પણ જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય છે તેમ તેને ત્રાસ થાય છે. મુનિરાજની ભક્તિમાં આવે છે ને! “ભોગ ભુજંગ સમાન.” સમકિતીને Page #471 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૫૫ અશુભરાગ પણ આવી જાય, પણ જેમ કાળા નાગને દેખીને ત્રાસ થાય છે તેમ રાગને દેખીને દુઃખ થાય છે. અરે...! આ આંતરા કયાં? તે મારા છે એવા અભિપ્રાયને તે સ્વીકારતો માનતો નથી. નૌઆખલી એવુ થયું હતું ને! મુસલમાનનું હિન્દુઓ ઉપર બહુ જોર વધી ગયું હતું ત્યારે ગાંધીજી ત્યાં ગયા હતા. ચાલીશ વર્ષની યુવાન માતા અને વીસ વર્ષનો યુવાન પુત્ર હોય, તે બન્નેને નગ્ન કરી અને વિષય લેવા બન્નેને ભેગાં કરે ત્યારે ત્રાસ ત્રાસ થઈ જાય. પુત્રને થાય કે આ મારી જનેતા છે, જમીન માર્ગ આપે તો સમાય જાઊં! એવો જેમ ત્રાસ વર્તે છે તેમ ધર્મીને સમકિતીને શુભરાગમાં ત્રાસ વર્તે છે. પ્રશ્ન:- શુભરાગમાં ત્રાસ? ઉત્તર-શુભરાગમાં ત્રાસ વર્તે છે. શુભરાગ ભઠ્ઠી છે. ભગવાનની ભક્તિનો શુભરાગ તે ભઠ્ઠી છે. આ કેટલાક કહે છે ને કે- ગુરુની ભક્તિ કરીએ. ભગવાનની ભક્તિ કરીએ તો થઈ જશે કલ્યાણ!? ધૂળમાંય કલ્યાણ નહીં થાય સાંભળને! એ તો મિથ્યા શલ્યની દૃષ્ટિ છે. શુભરાગ ભઠ્ઠી છે. છઢાળામાં આવે છે “યહ રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ,” શુભરાગ હો કે અશુભરાગ હો! તે અગ્નિછે- ન્યાલચંદભાઈ સોગાનીજીએ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં નાખ્યું છે. એ તો કામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. મનુષ્ય થઈ મોક્ષે જવાના છે. શુભરાગ તે ભઠ્ઠી છે એ વાત ઘણાને ન ગોઠી, એ કહે કે શું શુભભાવ ભટ્ટી છે? શુભને ભદ્દી તરીકે વેદે તે તો તીવ્ર કષાયી છે – એમ કહેતા. હવે તેના પક્ષના લોકો ફર્યા છે. અહીં હમણાં આવી ગયાને! અરે...બાપુ ! આ તે વાતું છે!! શુભભાવ ભઠ્ઠી છે-અગ્નિ છે. અશુભની તો શું વાત કરવી! આહાહા ! શીતળ શાંત રસનો નાથ ભગવાન અકષાયી પ્રભુ! રાગ થતાં તેની શાંતિ દાઝે છે. એ જેનાથી દાઝે તેને એ મારું કેમ માને? સમજાણું કાંઈ? શા કારણથી? અથ વરાવિયો II” જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો ત્યારથી માંડીને વિષય સામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો તે કારણથી.” (વિયોતિ) આ મોટો શબ્દ છે. પાઠમાં રાગ ગયો એટલો શબ્દ છે. અથવા રાગ-દ્વેષ-મિથ્યાત્વ તે ત્રણેયથી રહિત થઈ જશે. અહીં રાગ છે તે અનંતાનુબંધીનો છે. (રવિયોતિ) સમ્યગ્દષ્ટિને પર સામગ્રીના રાગનો વિયોગ વર્તે છે. રાગનો વિયોગ એટલે? રાગ રહિત રહે છે. તે પર સામગ્રી મારી છે તેમ સ્વપ્ન પણ દેખતો નથી. (૨૫ વિયોતિ) તેનો વિશેષ અર્થ કર્યો-રાગ-દ્વેષ તે અનંતાનુબંધીના હોં ! અને મોહ નામ મિથ્યાત્વ તેનાથી રહિત થયો. તે કારણથી કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને -સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી કેમ હોય છે?” તમે કહો છો કે જેને રાગની રુચિ છૂટી ગઈ છે અને ભગવાન આનંદની દૃષ્ટિ થઈ છે તેને આવી સામગ્રી કેમ હોય? એવી સામગ્રીમાં તે ઊભો કેમ રહે? Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ કલશામૃત ભાગ-૪ એમ કહે છે. ઉત્તર આમ છે કે- “પૂર્વવર્ધ્વનિન વિપછાત સમ્યકત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદેષ્ટિ જીવ હતો, રાગી હતો,” મિથ્યાદેષ્ટિ જીવ હતો જ્યારે ત્યારે ઊંધી દૃષ્ટિ હતી, તે રાગનો રસિયો હતો. ત્યારે જે કર્મ બંધાયેલા તે હજુ પડયા છે તેની સામગ્રી આવે છે– એમ કહે છે. સમ્યકત્ત્વ ઊપજતાં પહેલાં તેની મિથ્યાદૃષ્ટિ-અસત્ય દષ્ટિ હતી. એટલે તે રાગને પોતાનો માનીને તે રાગને વેદતો હતો. ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના ઉદયને લીધે.” વર્ગણા તો આઠેય કર્મની પડી હતી. તેનો વિપાક નામ ઉદયને લીધે.....બહારની સામગ્રી હોય છે-એમ કહે છે. ભાવાર્થ આમ છે કે રાગ-દ્વેષ-મોટું પરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે,”જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને!? તે કઈ અપેક્ષાએ કહ્યો છે. ભોગ-રાગ એ તો બંધનું કારણ છે. ધર્મીનેય રાગ બંધનું કારણ છે. આહાહા! પણ દૃષ્ટિમાં એ રાગનો સ્વીકાર નથી. અને અંદર દૃષ્ટિમાં જ્યાં ભગવાન તરવરે છે........ચૈતન્ય પૂર્ણાનંદનો નાથ! એ ચૈતન્ય ચમત્કાર તેની મુખ્યતા કરીને ભોગને નિર્જરા કહી. પરંતુ કોઈ એમ માની લે કે- ભોગ કરે એટલા માટે નિર્જરા છે. તો પછી ભોગને છોડીને ચારિત્ર લેવું એવું તો રહેતું નથી. જો તેમાં મીઠાશ આવે અને અમૃત આનંદના નાથનો અનાદર કરે છે તે મિથ્યાષ્ટિ છે. ભોગને નિર્જરાનો હેતુ કહ્યો ત્યાં બીજી અપેક્ષા છે. છઠ્ઠ ગુણસ્થાને અમૃતચંદ્ર આચાર્ય મુનિ એમ કહે છે કે- “ માષિતાયા:” અરેરે...! હું મુનિ થયો છું....સંત થયો છું, મારું ત્રણ કષાયના અભાવનું સ્વસંવેદન છે. ત્રીજા કળશમાં કહ્યું ને! અનાદિથી મારી પરિણતિ કલ્માષિત છે. વિકલ્પ ઊઠે છે તે મેલ છે. અહીંયા સમ્યગ્દષ્ટિને નિર્જરા કહે છે અને ત્રીજા કળશમાં મેલી કહ્યું છે. મારે હજુ (વભાષિતાય:) મેલ છે. કઈ અપેક્ષાથી વાત ચાલે તે સમજે નહીં અને એકાન્ત તાણે કે ભોગ નિર્જરાનું કારણ છે. અનાદિથી મને પર્યાયમાં રાગ નામ મેલ ભર્યો હતો. આ મુનિરાજ કહે છે જેને ત્રણ કષાયનો અભાવ વર્તે છે, ભાવલિંગ દશા-પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન જેને વર્તે છે, જેને પર્યાયમાં આનંદના ઊછાળા અર્થાત્ ભરતી આવે છે તે કહે છે મને હજુ અનાદિની અશુદ્ધતા પડી છે. એ અશુદ્ધતા કાંઈ ગઈ હતી અને પાછી આવી છે એમ નથી. અનાદિની અશુદ્ધતાનો અંશ છે તે મેલ મને દુઃખરૂપ છે. હું જે આ ટીકા કરું છું...... એ ટીકાથી મેલનો નાશ થઈ જાવ. તો ટીકા કરવાથી મેલનો નાશ થાય ? પાઠ તો એવો છે કે – “સમયસા૨વ્યા૨વ્યવ” તેનો અર્થ એવો છે કે –મારી દૃષ્ટિનું જોર મારા આનંદ સ્વભાવ ઉપર વર્તે છે. એ ટીકાના કાળમાં મારું જોર સ્વભાવ સન્મુખ વિશેષ થાવ...... અને મેલ ગળી જાવ. આવું સમજે નહીં અને પાઠના અર્થ કરે ઘરના (એ ન ચાલે.) Page #473 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૫૭ ભાવાર્થ આમ છે કે - રાગ-દ્વેષ-મોહ પરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકારની વિષય સામગ્રી ભોગવે છે.” એક બાજુ એમ કહે છે કે – પર સામગ્રીને આત્મા ભોગવી શકે નહીં. કેમ કે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય તે પરદ્રવ્યને અડી શક્તો નથી. અડી શક્તો નથી તેને એ ભોગવે? કઈ અપેક્ષાથી વાત છે ભાઈ....સમજ ! તેના તરફની વૃત્તિ-આસક્તિ થાય છે તેને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. પરને શું ભોગવે? જડને ભોગવાતું હશે? શરીર, માંસ, આ હાડકાં, ચામડાં, દાળ-ભાત તેને ભોગવી શકે? પાઠ તો એવો છે કે “વિષય સામગ્રીને ભોગવે છે.” એટલે કે તેનો સંયોગ છે અને તે તરફ જરા આસક્તિનો અંશ આવે છે, પણ અભિપ્રાયમાં એનો સ્વાદ નથી. તેનો સ્વીકાર નથી માટે ખરી જાય છેમાટે એમ કહેવામાં આવે છે. દેષ્ટિ અને દૃષ્ટિના જોરને લઈને કહ્યું છે. કોઈ સર્વથા એમ માની છે કેભોગની સામગ્રીને અને તેના ઉપર લક્ષ જાય તો પણ તેને બંધ જ નથી ( તો એમ નથી) અરે શાસ્ત્રના અર્થ કરવામાં પણ મોટા ફેર!! પ્રશ્ન- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહ્યું છે ને!? ઉત્તરઃ- ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસો, કામ એટલે ભોગ એ ત્રણેય પાપ થયા અને મોક્ષ તેનાથી રહિત છે. અપવર્ગ કહ્યો. ત્રણ વર્ગથી બીજો અપવર્ગ જ છે. પ્રશ્ન- એમાં ધર્મ ક્યાં રહ્યો? ઉત્તર:- ધર્મ ક્યાં છે? એ તો પુણ્ય છે. પુણ્યને ધર્મ તો હ્યો હતો વ્યવહારે. “પાપ ને તો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પણ પાપ કહે છે.” રાગ છે તે દુઃખ છે. અશુભરાગ હો ભોગનો, આબરુનો, માનનો તે મહાપાપ દુઃખ છે- આકુળતા છે. “પરંતુ રંજિત પરિણામ નથી.” અહીંયા આ સિદ્ધ કરવું છે. ભોગવે છે તો શું ભોગવે છે પરને? પર તરફનું વલણ છે તેમાં રાગનો રંગ નથી. તે રાગનો સ્વામી નથી. તેને રાગમાં એકત્વબુદ્ધિ નથી. તેને રંજિત પરિણામ નથી તેથી તે રાગમાં રંગાય જાય છે એમ નથી. રંજિત એટલે તે રાગમાં એકાકાર નથી. “તેથી બંધ નથી.” જોયું? અંદર રાગનો રંગ ચડ્યો નથી. અંદર તો ભગવાનનો રંગ છે. “પૂર્વે જે બાંધ્યું હતું કર્મ તેની નિર્જરા છે.” આ અપેક્ષાએ નિર્જરા છે હોં! બંધની, આસક્તિની પર્યાય છે...એટલો બંધ તેને છે. અહીંયા તેને ગૌણ કરીને કહ્યું છે. જેમ અગિયાર ગાથામાં પર્યાયને અભૂતાર્થ કહી. ત્યાં ચોખ્ખી વાત છે કે અભૂતાર્થ એટલે પર્યાય જૂઠી છે. “વવેદારોમુલ્યો” એટલે કે પર્યાયમાત્ર જૂઠી છે એમ કહ્યું. તે કઈ અપેક્ષાએ પર્યાયમાત્રને જૂઠી કહી? શું પર્યાય નથી? ત્યાં પર્યાયને જૂઠી કહી તે કહેવાનો આશય શું છે? પર્યાયમાત્રને ગૌણ કરીને, વ્યવહાર કહીને, જૂઠી ઠરાવીને તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એ સત્યાર્થને મુખ્ય કહીને નિશ્ચય કહીને કહ્યું. નિશ્ચય તે Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ કલામૃત ભાગ-૪ મુખ્ય એમ નહીં. ત્રિકાળી ચીજને મુખ્ય કરીને.....નિશ્ચય કહીને....સત્યાર્થ નામ સત્ય છે. એમ કહ્યું. પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને નથી એમ કહ્યું. સમજાણું કાંઈ? એમ અહિંયા આસક્તિના પરિણામમાં બંધન છે. પણ તેને ગૌણ કરીને મુખ્યપણે સ્વભાવ ઉપર દૃષ્ટિ છે. તેથી તેને ગૌણ કરીને નિર્જરા છે એમ કહેવામાં આવ્યું છે. આવી વાત છે! આમાં ક્યાંય એક અક્ષરનો ફેરફાર થાય તો બધો ફેરફાર છે. પ્રવચન નં. ૧૫૪ તા. ૨૦/૧૧/૭૭ નિર્જરા અધિકાર છે. જ્ઞાનીને નિર્જરા હોય છે એમ કહે છે. જેને આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર અનુભવમાં આવ્યો તેથી તેને પૂર્વના કર્મ ખરે છે, અશુદ્ધતા ગળે છે અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. તે ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. નિ અર્થાત્ વિશેષ જરવું. નિર્જરાનિ નામ વિશેષે કરવું.... ખરવું થાય.કોનું? આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થતા તેને પૂર્વ કર્મના રજકણો ખરે છે. પરિણામમાં શુદ્ધતા પ્રગટતાં અશુદ્ધતા ટળે છે તે પ્રકારે ત્યાં કર્મના રજકણો ખરે છે, તે પ્રમાણે ત્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. નિર્જરાની આવી વ્યાખ્યા બાપુ! સૌ પ્રથમ સંવર થાય એટલે વિકારની ઉત્પત્તિ ન થાય અને ભગવાન શાંત આનંદ સ્વરૂપની ઉત્પત્તિ થાય, તેની આ પ્રથમ પ્રગટ દશાને સંવર કહે છે. સંવર તે આત્માની શુદ્ધિની શુદ્ધ દશા છે. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે તેની પર્યાયમાં શુદ્ધિ પ્રગટવી તે સંવર છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એ તો પુણ્યના પરિણામ છે તે મેલ છે. તેમ હિંસાજૂઠ-ચોરી–ભોગવાસનાના જે પાપ ભાવ તે મલિનતા તીવ્ર ઝેરના પરિણામ છે. એવા શુભાશુભ ભાવથી રહિત પોતાનો જે સ્વભાવ પવિત્ર છે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ! તેની પવિત્રતા પર્યાયમાં પ્રગટતા થવી તે નિર્જરા છે અને પવિત્રતાની પૂર્ણતા થવી તે મોક્ષ છે. અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને રખડી મર્યો છે, એ દુઃખી છે. તેને આનંદ સ્વરૂપની ખબર નથી કે – મારો અતીન્દ્રિય આનંદ મારામાં છે. એ બહારમાં વલખાં મારે છે. મૂઢ, પૈસામાં, પત્નીમાં, બાળકોમાં, આબરૂમાં, કુટુંબમાં....એમાં કાંઈક તો સુખ હશેને? એ મૂરખનો એટલે મિથ્યાદેષ્ટિનો ભાવ છે- તે જૂઠી દૃષ્ટિ છે. જેમાં સુખ નથી તેમાંથી સુખ લેવા માંગે તો તે જૂઠી મહાપાપની પાપી દષ્ટિ છે. જેમાં સુખ છે તે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર છે. એ ત્યાં આનંદ ન માનતાં તે પરમાં આનંદ માને છે. તે મિથ્યાત્વના બંધનને પામે છે. પરમાં આનંદ ક્યાંય નથી.... ઇન્દ્રિયના વિષયોમાં, ભોગમાં પાંચ પચ્ચીસ લાખ મળે, કરોડ –પાંચ કરોડ ધૂળ મળે તેમાં કયાંય સુખ નથી. પુણ્ય ને પાપના ભાવમાં કયાંય સુખ નથી. પુણ્ય ને પાપના ફળમાં સંયોગમાં કયાંય સુખ નથી. સુખ તો ભગવાન આત્માની અંદરમાં છે. મૃગલાની નાભિમાં કસ્તુરી પરંતુ મૃગલાને એ કસ્તુરીની કિંમત નથી. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ કલશ-૧૪૭ એમ મૃગલા જેવા અનાદિના અજ્ઞાની તેના આત્મામાં તેના અંતરમાં આનંદ છે પણ તેની તેને ખબર નથી. ભાઈ ! તમારો પ્રશ્ન હતો ને વૈધ વેદકનો તે હવે આવવાનું છે. અહીં કહે છે કે- ધર્મ કોને થાય? જે આત્માના સ્વભાવમાં ધર્મ છે એવો જે ધર્મી આત્માને પર્યાયમાં પ્રગટ કરવો તે ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અંદર છે તે ધર્મ છે. એ ધર્મનું પર્યાયમાં પ્રગટ થયું તેનું નામ ધર્મ કહેવાય છે. ઝીણી વાત છે બાપુ! અનંતકાળમાં કોઈ દિવસ તેણે કર્યું નથી. બહારમાં પત્ની, બાળકો, છોકરા, કુટુંબ, શરીર, આબરૂ, કીર્તિ, પૈસા એમાં મરી ગયો. તેને મારા... મારા માનીને આત્માને મારી નાખ્યો. એ બધા મારાપણે ઊભા કર્યા. અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર છે. જેનું અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ છે તેને જોવા તેના તરફ કદી નજરું કરી નહીં. જેણે અંદરમાં નજરું કરી તેને ધર્મ પ્રગટ થયો. અહીંયા તો કહે છે કે કર્મની નિર્જરા, મલિનતા અશુદ્ધતા ટળે અને શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે અંતરદૃષ્ટિમાં આવીને તેનો અંદરમાં અનુભવ કર્યો હોય અને તે અનુભવમાં જેને આનંદના સ્વાદ આવ્યા હોય તેને કર્મ ખરે, અશુદ્ધતા ગળે અને શુદ્ધિ વધે છે. એ ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. અરે...બાપુ! આ વાતું બીજી છે. એ માટે અહીંયા શ્લોક ૧૪૭ છે. (સ્વાગતા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१५-१४७।। ખંડાન્વય સહિત અર્થ:-“તેના વિદ્વાન વિષ્નન ન કાંતિ”(તેન) તે કારણથી (વિદ્વાન) સમ્યગ્દષ્ટિ જીવ,(ક્વિન) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (ન કાંક્ષતિ)-કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “સર્વત: તિવિરમિ પૈતિ”(સર્વત:) જેટલી કર્મજનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિશુદ્ધિ વડે (તિવિરજ઼િન) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ (પતિ) પરિણમે છે. શા કારણથી એવો છે? “યત: હેતુ વછifક્ષતમ ન વેદ્યતે ઇવ” (યત:) કારણ કે (૨વ7) નિશ્ચયથી (bihતમ્) જે કાંઈ ચિંતવ્યું છે તે (વેદ્યતે) પ્રાપ્ત થતું નથી,(૩) એમ જ છે. શા કારણથી?“વેદ્યવેદ્રવિભાવવત્નત્થાત”(વે) Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ કલશામૃત ભાગ-૪ વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (વેવ) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (વિમાવ ) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કા૨ણથી ( ઘનત્વાત્) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે-અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫-૧૪૭. કળશ નં.-૧૪૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૪ તા. ૨૦/૧૧/’૭૭ ,, “તેન વિદ્વાન શ્વિન ન ાંક્ષતિ” તે કારણથી (વિદ્વાન) સમ્યગ્દષ્ટિ જીવ, આહાહા ! વિદ્વાન તેને કહીએ ! શાસ્ત્રના ભણતર ભણ્યો માટે વિદ્વાન એમેય નહીં. વિદ્વાન, વિદ્ અર્થાત્ આત્માની જે આનંદની લક્ષ્મી છે એ અતીન્દ્રિય આનંદની લક્ષ્મીવાળો થાય તે વિદ્વાન છે. સમજાય છે કાંઈ ? દુનિયાથી વાતો બહુ ફેર ! ‘વિત્’ એટલે પૈસો નહીં, જે પૈસાના અર્થી છે તે દુઃખના અર્થી તે દુઃખી પ્રાણી છે. વિદ્ આત્માની લક્ષ્મી તે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ છે. એ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની જે લક્ષ્મી છે જે અનંત ચૈતન્ય સ્વભાવ ! ચૈતન્ય ચમત્કાર તત્ત્વ ! તેની સન્મુખ થઈને શુદ્ધિની ઉત્પત્તિ થવી એટલે કે પવિત્રતાની ઉત્પત્તિ થવી તેને સંવર કહે છે. વિશેષ પવિત્રતાની વૃદ્ધિ થવી તેને નિર્જરા કહે છે. એ અહીંયા કહે છે– એવો સમ્યગ્દષ્ટિ જીવ ! જેને ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદની મીઠાશ આવી છે. સક્કરિયાનો દાખલો આપીએ છીએ ને ! આ સક્કરિયું જેને સકરકંદ કહે છે. એ સકરકંદની ઉ૫૨ લાલ છાલ છે. એ લાલ છાલને ન જુઓ તો અંદરમાં એકલી સાકરનો પિંડ છે. એ લાલછાલ સિવાયનો એ સાકરનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા ! તેને પુણ્ય ને પાપના વિકલ્પોની છાલ ઉપર લાગેલી છે. આ શરીર તો ધૂળ-૫૨ છે, તેની સાથે કાંઈ સંબંધ નથી, અંદ૨માં જે પુણ્ય ને પાપના, દયા-દાન ને વ્રત ભક્તિના અને કામ-ક્રોધના ભાવ થાય એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ છે. અરે.....અરે ! આવી વાતો હવે કયાં છે ? અજ્ઞાની બહા૨માં સુખ માટે વલખાં મારે છે. પત્નીમાં, છોકરામાં, પૈસામાં, આબરૂમાં. એ છાલથી ભિન્ન પાડીને જે સકરકંદ છે તે સાકરની મીઠાશનો પિંડ પ્રભુ છે, તેમાં એકાગ્ર થતાં અંદરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જેમ સકરકંદ એ સાકરની મીઠાશનો પિંડ છે તેમ આ આનંદનો પિંડ પ્રભુ છે. એને જે પુણ્ય પાપના રાગથી ભિન્ન પડી અને સ્વભાવની– શુદ્ધતાની જેને એકતા પ્રગટી છે તે જીવને કર્મ ખરે છે. અશુદ્ધતા ગળે છે. તેને સમ્યગ્દષ્ટિ Page #477 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૭ ૪૬૧ કહેવાય છે. આવી શરતું છે. શું થાય ભાઈ ! શ્રીમદ્જી કહે છે કે “અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” કોણ ગુરુ અને કોણ સંત તેની તેને ખબરું ન મળે ! તેને સેવ્યા નહીં એટલે તેના પગ દબાવવા તે સેવા છે એમ નથી. તેમણે જે કહ્યું કે તેણે સ્વીકાર્યું નહીં. અનંત અનંત કાળ આ રીતે વિત્યો છે. અહીંયા કહે છે કે- એ સમ્યગ્દષ્ટિ જેને પરના અભિમાન છૂટી ગયા છે અને જેને સ્વરૂપની શ્રદ્ધાની દ્રઢતાનું ભાન થઈ ગયું છે...એવા સમ્યગ્દષ્ટિ જીવ! (વિન) આવો ધર્મી જીવ! જેને અતીન્દ્રિય આનંદનું અનુભવમાં વેદન આવ્યું છે તે સમ્યગ્દષ્ટિ જીવ. અત્યારે તો એમ કહે છે કે- દેવગુરુ-શાસ્ત્રને શ્રદ્ધા અને જે નવ તત્ત્વને માને તે સમ્યગ્દષ્ટિ છે- લોકો એમ માનીને બેઠા છે, પણ એમ નથી. અહીંયા વિદ્વાનની વ્યાખ્યા જ સમ્યગ્દષ્ટિ કરી. પાઠમાં “વિદ્વાન” શબ્દ છે. વિદ્વાન તેને કહીએ કે જેને પોતાના સ્વરૂપની લક્ષ્મીનું ભાન થયું છે એ વિદ્વાન છે. જેને અંદરથી લક્ષ્મીનું સ્વરૂપ પ્રગટયું છે વિદ્વાન એટલે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એટલે વિદ્વાન. બીજું બધું ભલે ન આવડતું હોય, વાંચતા ન આવડતું હોય, કહેતા ન આવડે, પણ તેને જે આત્મા અંદરમાં છે તે અનુભવમાં આવ્યો છે તેને–અહીંયા વિદ્વાન કહે છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે તેને ધર્મના મોક્ષ મહેલની પહેલી સીઢી કહે છે. કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી,” શું કહે છે? એ ધર્મી જીવને પૂર્વમાં કોઈ કર્મના કારણે બહારમાં સામગ્રીના ઢગલા દેખાય પૈસા, પત્ની, કુટુંબ, પરિવાર, આબરૂ એ કર્મના ઉદયની સામગ્રી છે. એ કાંઈ ધર્મની સામગ્રી નથી. પોપટભાઈ ગુજરી ગયા. એકોતેર વરસની ઉંમર. તમે બન્ને મિત્રો હતા, સંપ્રદાયમાં સાથે પ્રતિક્રમણ કરતા. ચાર દિવસ પહેલા તો અહીં બેઠા હતા. રાત્રિના બાર વાગ્યે ઉડી ગયા. એ તો નાશવાન છે. જે નાશવાન હોય એમાં શું? દરેક સમયે નાશવાન છે પણ જુદું પડે (શરીરને આત્મા) ત્યારે એને નાશવાન વધારે લાગે. આ શરીર તો માટી..છે. માટી, જગતની ધૂળ છે. ખીલી કે કંઈ વાગે તો કહે છે ને!મારી માટી પાકણી છે.....પાણી અડવા દેશો નહીં. ત્યાં એમ કહે મારી માટી પાકણી છે. આ બાજુ કહે શરીર મારું છે. એ બધી ભ્રમણા ભ્રમણા છે. અહીંયા કહે છે ભગવાન આત્મા ચિદાનંદ છે તેને ભૂલીને, ભ્રમણાથી પર પદાર્થની સામગ્રીને ઈચ્છે છે. એ જ્યારે ઈચ્છે છે ત્યારે સામગ્રી નથી, અને સામગ્રી આવે ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. છતાં અજ્ઞાની ઈચ્છે છે અને ઈચ્છાના કાળમાં સામગ્રી નથી- તેની ભાવના કરે છે. જ્યારે સામગ્રી આવે છે ત્યારે પેલી જે ઈચ્છા થઈ હતી તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. અહીંયા કહે છે- સમ્યગ્દષ્ટિને ઈચ્છા હોતી જ નથી... એમ કહેવું છે. કર્મના નિમિત્તે મળેલી Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ કલામૃત ભાગ-૪ સામગ્રી તેની કાંક્ષા કરે છે. જ્યારે કાંક્ષા કરે છે ત્યારે ત્યાં વેદવાનો યોગ નથી. અને જ્યારે વેદનાનો સંયોગ આવે ત્યારે પેલી કાંક્ષાનો સમય રહેતો નથી. તેથી એ ઈચ્છાનો કાળ અને ભોગવવાના કાળને મેળ નથી. માટે ધર્મી તેની કાંક્ષા કરતો નથી. કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી,”આ બધા પૈસા આદિ મળે છે તે કર્મને લઈને મળે છે હોં ! એની હોંશિયારીને લઈને નહીં! એમ હશે ભાઈ? આ રાત્રે પોપટભાઈ બાર વાગ્યે ગુજરી ગયા. બે કરોડ રૂપિયા, ત્રણ દિવસ પહેલા અહીંયા બેઠા હતા. છ છોકરા છે અને લાખોની પેદાશ છે, બે મિનિટમાં દેહ છૂટી ગયો. એ ચીજ તેની કયાં હતી કે ન છૂટે? તેની હોય એ છૂટે નહીં અને જે છૂટે તે તેની નહીં. અરેરે! તેને ખબરું ન મળે ! તેના જીવનનો બધો કાળ પાગલપણામાં જાય છે. સંસારમાં બધે ડાહ્યા ગણાય પરંતુ ધર્મને માટે તો તે ગાંડાપાગલ છે. દુનિયા ગાંડાની હોસ્પીટલ છે તેમાં બધા પાગલ હોય. અહીંયા તો ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકરદેવ તે ગણધરો અને ઇન્દ્રોની સભામાં જે કહેતા હતા એ આ વાત છે. સંતો ત્યાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યાં હતા. મહાવિદેહમાં સીમંધર પરમાત્મા તીર્થકર તરીકે બિરાજે છે. કુંદકુંદાચાર્ય તે બે હજાર વર્ષ પહેલાં તેમની પાસે ગયેલા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યા છે. આની ટીકા કરનારા તો ત્યાં ગયા નહોતા, તો પણ શાસ્ત્રોના મર્મને ખોલી નાખ્યા છે. આહાહા! ધર્મી જીવને કર્મના નિમિત્તથી મળેલી આ ધૂળ, પત્ની, શરીર, આબરૂ, કીર્તિ, કુટુંબ આદિને સમ્યગ્દષ્ટિ વાંચ્છતો નથી. કેમ કે એની વાંચ્છાની ઈચ્છા છે તે નાશવાન છે અને જે સામગ્રીને ઈચ્છે છે તે વસ્તુ નાશવાન છે. તેથી જે ધર્મીજીવે છે તેની દૃષ્ટિ તો પોતાના નિત્યાનંદ પ્રભુ ઉપર છે. એ તો ધ્રુવસ્વભાવી ધ્યેયના ધ્યાનમાં છે. પછી તે વિકલ્પમાં હો કે બહાર હો! પરંતુ ધર્મીની દૃષ્ટિ ધ્રુવ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવ ઉપર હોવાથી અંદર જે નિત્યાનંદ છે તેની ઉપર હોવાથી તેને કર્મના નિમિત્તે મળેલી સામગ્રીને ભોગવવાની ઈચ્છા નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે! તો શું અમારે બાવા થઈ જવું? બાવો જ છે તે....સાંભળને ! એ ચીજ તો પર છે, ધૂળને આ બધી ચીજ તો પર છે, એ કયાં તારી છે કે તારામાં રહેલી છે? માન્યું હતું તો જે ગમે તે માનો !! અહીંયા કહે છે- ધર્મી જીવ ! “કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી.” જેને આત્માના આનંદનું ભાન થયું છે તે પરચીજને સુખનું કારણ માનતો નથી. હવે બહારમાં સ્પષ્ટ વાત મૂકાય છે. નહીંતર તો ઝીણી વાત પડે! આત્મામાં અતીન્દ્રિય આનંદ અસ્તિપણે છે. એ અતીન્દ્રિય અનંત આનંદ અંદરમાં છે, એવો જેને વેદનમાં આનંદ આવ્યો, એ ધર્મી જીવ! પોતાના આનંદના ભોગવટા આગળ તે કર્મની સામગ્રીને ઈચ્છતો નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. ચોથા ગુણસ્થાનની આ વાત છે. છ ઢાળામાં Page #479 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૬૩ આવે છે કે- મોક્ષ મહેલની પહેલી સીટી એ સમ્યગ્દર્શન છે. માળ ઉપર ચડવા દાદરો-પગથિયા હોય, ચૌદ પગથિયામાં આ ચોથું પગથિયું છે એટલે કે ધર્મનું તો હજુ પહેલું પગથિયું છે. આત્માર્થી વિદ્વાન સમ્યગ્દષ્ટિ જીવ! તે કર્મના કારણે મળેલી સામગ્રીમાં સ્ત્રીનું શરીર હો કે તેનો આત્મા હોય, પૈસા હોય કે મકાન હોય તેમાં જીવને સુખનું કારણ છે એમ તે માનતો નથી. કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં, એ ચીજ સુખનું કારણ છે તેમ ધર્મી માનતો નથી. બહુ આકરી શરતું! આવો ધર્મ? બાપુ! ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકરદેવનો આ હુકમ છે. પરચીજમાં ક્યાંય જીવને સુખનું કારણ માનતો નથી. પૈસામાં, શરીરમાં, પત્નીમાં, છોકરાઓમાં, ગુરુમાં, ચાલીશ-ચાલીશ લાખના મોટા બંગલામાં ધર્મી ઊભો હોય, છતાં તે કર્મની સામગ્રીમાં ક્યાંય સુખ, ઉલ્લાસ નથી તેને ધર્મી જીવ કહીએ. પોતાના આનંદ સિવાય બીજે ક્યાંય વિશેષપણે આનંદ છે એવું એ માનતો નથી. અબજો રૂપિયાના ઢગલા આવતા હોય, કરોડોની પેદાશ હોય તો પણ ધર્મીને તેમાં ક્યાંય સુખબુદ્ધિ નથી તેને ધર્મ કહીએ. આ સામાયિક કરી, પડિક્કમણા કર્યા.થઈ ગયો ધર્મ ! તેમાં ધૂળમાંય ધર્મી નથી. સામાયિક કોને કહેવી તેની તો હજુ ખબરું ન મળે! અહીંયા જિનેશ્વર પરમાત્મા ફરમાવે છે તેને સંતો આડતીયા થઈને વીતરાગની વાત કરે છે. આ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરના ઘરનો છે. તેમની એ વાણી છે તેને સંતો જગત પાસે જાહેર કરે છે. જે કોઈએ આ ભગવાન આત્માને ઓળખ્યો હોય તેને આત્માની લક્ષ્મી મળે. લક્ષ્મીવાન અંદર પ્રભુ આત્મા છે....એ પરમાત્મા સ્વરૂપે જ બિરાજમાન છે. આત્મા તો અંદર છે...પણ ત્યાં કયારે નજર કરીએ? આહાહા! એ પરમાત્મ સ્વરૂપનો જેને અનુભવ થયો, દૃષ્ટિ થઈ અને ચૈતન્યના આનંદના વેદન થયા છે તે હવે કર્મરૂપ સામગ્રી મને સુખનું કારણ છે તેમ માનતો નથી. “સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે.” અસ્તિ નાસ્તિ કરી. આ શરીર, સ્ત્રી, મકાન, પૈસા એ બધા દુઃખના કારણ છે. એ દુઃખના નિમિત્તો છે. એ દુઃખરૂપ નથી પણ એમાં જે સુખ માન્યું છે એ દુઃખ છે. એ સામગ્રી તો શેય છે. કહે છે. તેના ઉપર લક્ષ જતાં તેનો જે રાગભાવ થાય તે દુઃખ છે. તેથી એ બધી ચીજ દુઃખનું કારણ છે. આ લાડવા, દાળ, ભાત, શાક, મેસુબ.....ને એક શેર ચણાનો લોટ અને ચારશેર ઘી પાયેલો મેસુબ, કહે છે કે- એ સુખનું કારણ છે એમ ધર્મી માનતો નથી, એ દુઃખનું કારણ છે એમ માને છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ પ્રભુ બહુ સૂક્ષ્મ છે. અત્યારે તો બહારની કડાકૂટમાં માર્ગને ગોપવી દીધો છે- વ્રત પાળો ને અપવાસ કરો ને તપસા કરો ને ભક્તિ કરો ને બે-પાંચ-દસ લાખના દાન કરીને ધૂળમાંય ધર્મ નથી. તે પર સામગ્રીને સુખનું કારણ માનતો નથી. પરંતુ તેને તે દુઃખનું કારણ માને છે એમ કહે છે. “સર્વ સામગ્રી દુઃખનું Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ કલશામૃત ભાગ-૪ કારણ એમ માને છે.” “વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ?“સર્વત: તિવિરમિતિ ”(સર્વત:) જેટલી કર્મભનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિ શુદ્ધિ વડે અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ પરિમણે છે.” આ દયા-દાન, વિકલ્પો, બહારના કર્મ શરીરાદિ બધું કર્મની સામગ્રી છે. શુદ્ધ ચૈતન્યના અનુભવની આગળ.... ધર્મી જીવને રાગનો સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થાય છે, ત્યાંથી માંડીને બધી ચીજોથી તે અતિ વિરક્ત છે. તે સ્વરૂપમાં રક્ત છે અને રાગથી વિરક્ત છે, પાઠમાં “અતિ વિરક્ત” એમ કહ્યું છે. અતિવિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ પરિણમે છે. ભગવાન આત્મા ચૈતન્ય વીતરાગ સ્વરૂપે છે. જિન સ્વરૂપે અંદર છે. એ જિન સ્વરૂપનું જ્યાં વીતરાગી પરિણમન થયું ત્યાં આગળ રાગથી માંડીને બધી સામગ્રીથી અતિ વિરક્ત છે. આહાહા! વિરક્ત તો મુનિ થાય ત્યારે થાયને? એ તો રાગથી વિરક્તી છે. અહીંયા તો હજી વસ્તુથી અતિ વિરક્ત છે. શબ્દતો વિરક્ત' લીધો છે. રાગથી માંડીને બધી સામગ્રીના ઢગલા હોય, ચક્રવર્તીના રાજ્ય હોય; ઇન્દ્રના ઇન્દ્રાસન હોય...તો પણ સમ્યગ્દષ્ટિ, પર પદાર્થથી અતિ વિરક્તપણે પરિણમે છે. શું આવો ધર્મ હશે? કેટલાક કહે છે ને કે- શું નવો ધર્મ કાઢયો છે? ભગવાન તને ખબર નથી પ્રભુ! ત્રિલોકનાથ વીતરાગ જિનેન્દ્રદેવ અથવા જિનસ્વરૂપ આત્મા! તેનો માર્ગ અનાદિનો આ જ છે. સમજાય છે કાંઈ? આહાહા ! કર્મની સામગ્રી પ્રત્યે વિરક્ત છે. પછી તે શુભભાવ હો....એ પણ કર્મની સામગ્રી છે. પાપભાવ હો....એ પણ કર્મની સામગ્રી છે. ધર્મી જીવ પોતાના સ્વભાવમાં રક્ત હોવાને લીધે રાગથી, કર્મથી માંડીને બધી સામગ્રીથી વિરક્તપણે પરિણમે છે. અસ્તિપણે પરિણમે છે એમ ન કહેતાં; પરથી વિરક્તપણે પરિણમે છે. એટલે કે રાગપણે પરિણમતો નથી. સમજાય છે કાંઈ? “સર્વત: તિવિરજી ૩પતિ” સચ્ચિદાનંદ પ્રભુ આત્મા! સત્ નામ શાશ્વત અવિનાશી છે. જ્ઞાન ને આનંદના સ્વભાવથી પણ અવિનાશી છે. એવા ભગવાનને જેણે જોયો, અનુભવ્યો એવા સમ્યગ્દષ્ટિને ભગવાનના ભેટા થયા. પોતાના ભગવાનના હો! તેને આ રાગબુદ્ધિ, બહારની સામગ્રી તેના પ્રત્યેથી તે અંદરમાં વિરક્ત છે. ક્યાંય તેની રુચિ જામતી નથી. તેને તો આનંદમાં રુચિ જામી છે. માટે આ રાગ હો, બહારમાં કચરાના ઢગલા હો ! તેમાં ક્યાંય સચિ જામતી નથી. વાણિયો જેમ પોસાતો માલ લ્ય. અઢી રૂપિયે મણ માલ મળતો હોયતો અને તેનાં અહીંયા ત્રણ રૂપીયા ઉપજતા હોય તો માલ લ્ય. અઢી રૂપિયે માલ લીધો હોય તેના સવા બે રૂપિયા ઉપજતા હોય તો માલ ન લ્ય! વાણિયા એવું કરે એમ કહે છે – સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં નફો મળે ત્યાં એટલે આત્મામાં રક્ત છે. પરમાંથી નફો નથી થતો તેથી ત્યાંથી વિરક્ત છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૬૫ k ભા૨ે વાતું ભાઈ! અહીંયા તો અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે“ઇચ્છામિ....પડિકમ.......વોસરામિ.” એ બધા ગડિયા હતા. એ બધા રાગના વિકલ્પના ગડિયા હતા.....અને એમાં એમ માન્યું કે અમે ધર્મ કરીએ છીએ. અહીંયા શું કહે છે.....જુઓ તો ખરા ! “મન, વચન, કાય-ત્ર શુદ્ધિ વડે,” એ શું કહ્યું ? પોતાના આત્મા સિવાય ૫૨ સામગ્રીમાં એટલે ? મન, વચન, અને કાયાથી અતિવિરક્ત છે. અરે ! તેણે સાંભળ્યુંય નથી. તેને ખબરેય નથી. “શા કારણથી એવો છે ? “ યત: જીવુ ાંક્ષિતન્ ન વેદ્યતે વ” કા૨ણ કે નિશ્ચયથી જે કાંઈ ચિતવ્યું છે તે પ્રાપ્ત થતું નથી.” એ શું કહ્યું ? કાંક્ષા થાય એ પ્રમાણે ત્યાં સામગ્રી ન હોય અને જ્યારે સામગ્રી આવે ત્યારે પેલી કાંક્ષાનો ભાવનો કાળ ચાલ્યો જાય છે. કોઈ ચીજની ઈચ્છા થઈ; હવે ઈચ્છા કાળે ચીજનો અનુભવ હોય તો તો ઈચ્છા થાય જ નહીં. ઈચ્છા છે ત્યારે સામગ્રી ઉપર લક્ષ નથી. અને સામગ્રી આવે, લક્ષ થાય ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. વેધ વેદકભાવ, ‘વેધ’ એટલે ઈચ્છા થવી-કાંક્ષા થવી તે અને ‘વેદક’ એટલે જે સામગ્રી આવે અને વેદવાનો ભાવ થાય તે વેદક. વેધ વેદક એમાં શું કહ્યું ? ઈચ્છા થવી તે વેધ અને વેદક એટલે વેદવા યોગ્ય ચીજને વેઠવાની ઈચ્છા થવી. ભોગવવા યોગ્ય સ્ત્રી, પૈસો, આબરૂ, એને ભોગવવાને યોગ્ય સામગ્રીની ઈચ્છા થવી એ વેધ છે. અને જ્યારે ઈચ્છા થઈ ત્યારે પેલી સામગ્રીનો ભોગવટો નથી અને ભોગવટા ઉપર લક્ષ નથી. અને જ્યારે સામગ્રી આવે અને તેના ઉ૫૨ લક્ષ ગયું ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. કેમ કે ભાવ નાશવાન, સામગ્રી નાશવાન એ બેનો ક્યાંય મેળ ખાતો નથી.....તેથી તેને કોણ ઈચ્છે ? ઈચ્છા કરે છે કે આને ભોગવું ત્યારે તેને ભોગવવાનો કાળ નથી, જ્યારે ઈચ્છા ગઈ અને ભોગવવાનો કાળ આવ્યો ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. બન્ને નાશવાન છે અને ધર્મીની દૃષ્ટિ તો ધ્રુવ દ્રવ્ય હોવાને લીધે....આહાહા ! નિત્યાનંદ પ્રભુ જે શાશ્વત પદાર્થ છે તેના ઉ૫૨ ધર્મની દૃષ્ટિ હોવાથી .નાશવાન ચીજની ઈચ્છા અને તેને ભોગવવાનો ભાવ હોતો નથી. આ સાંભળીને જાય તો ઘરે પૂછે તમે શું સાંભળીને આવ્યા ? કોણ જાણે કંઈક કહેતા હતા કે આ વેધ છે અને આ વેદક છે. બાપુ ! મારગડા આવા ઝીણાં છે. ભાઈ ! તને આવો માર્ગ સાંભળવાએ મળ્યો નથી. ત્રણલોકના નાથ જિનેશ્વર ૫૨મેશ્વરના અત્યારે વિરહા પડયા ભરતક્ષેત્રમાં એ ભગવાનની વાણી આવી. અત્યારે એ પરની કાંક્ષા કરે છે અને તે કાળે સામગ્રી તો નથી. અથવા સામગ્રી ઉ૫૨ લક્ષ હોતું નથી. અને સામગ્રી ઉ૫૨ લક્ષ જાય છે ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. આવા નાશવાનને કોણ ઈચ્છે ? અને જે આવી ઈચ્છા કરે તે સમ્યગ્દષ્ટિ નથી. આહાહા ! આવો નિત્યાનંદનો નાથ ભગવાન છે. પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ મળ્યો તેને અંદર દૃષ્ટિમાં, વેદનમાં લેતાં તેને પ૨ સામગ્રીની ઈચ્છા થતી નથી. ૫૨ સામગ્રીની ઈચ્છા અને વેદન Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ કલશામૃત ભાગ-૪ એ બે નો મેળ નથી માટે તે ઈચ્છા કરતો નથી. સમજાણું કાંઈ ? સમજાણું કાંઈ કહ્યું? એટલે શું? સમજાય એ તો બહુ અલૌકિક વાત છે. પણ આ વાત કઈ પદ્ધતિથી છે અને કઈ રીત છે; એ રીતનો ખ્યાલ આવે છે? મારગડા નાથ તારા જુદા પ્રભુ! પણ તેની તને ખબર નથી. એમને એમ બફમમાં ને બફમમાં જગતની જિંદગીયું ચાલી ગઈ. અહીંયા કહે છે કે – નિશ્ચયથી જે કાંઈ ચિંતવ્યું છે તે પ્રાપ્ત થતું નથી,” કૌંસમાં (વે) એટલે ઈચ્છા-કાંક્ષા. વેદવા યોગ્ય ચીજને વેદવાની ઈચ્છા થઈ. આને હું વેદું એ વખતે સામગ્રી નથી. “એમ જ છે. શા કારણથી?“વેદ્યવેરવિભાવવત્તાત”(વે) વાંછવામાં આવે છે જે વસ્તુ સામગ્રી” આ શરીરને આમ ભોગવવું એવી ઈચ્છા થઈ ત્યારે તે કાળ ભોગવવાનો નથી અને તે કાળે ભોગવવાની સામગ્રી ઉપર લક્ષ નથી. “વેધ” એટલે વાંછવામાં આવે છે. વેધ શબ્દ પહેલો છે. વેદક” એટલે વાંછારૂપ જીવના અશુદ્ધ પરિણામ છે. એ સામગ્રી તરફ જ્યારે લક્ષ જાય છે ત્યારે તેને અશુદ્ધ પરિણામનું વેદન છે. પહેલા કાંક્ષા હતી એ કાંક્ષા ગઈ પછી સામગ્રી આવી ત્યારે વેદનનો ભાવ એ અશુદ્ધ પરિણામ થયા. અશુદ્ધ પરિણામ વખતે પેલી કાંક્ષા-ઈચ્છા નથી. અને ઈચ્છા વખતે ભોગવવાના અશુદ્ધ પરિણામ નથી. આહાહા ! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, ભાવ તો જેમ છે તેમ છે. ટૂંકા શબ્દોમાં લઈએ તો જ્યારે તેને ઈચ્છા થાય છે ત્યારે તેને પર સામગ્રી તરફનો ભોગવવાનો ભાવ નથી. અને પરતરફનું લક્ષ અને ભોગવવાનો ભાવ આવ્યો ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. એટલે જેનો ક્યાંય મેળ ખાય નહીં એવી ચીજને કોણ ઈચ્છે? તેને મિથ્યાષ્ટિ ઈચ્છે છે – એમ કહે છે. આકરી વાત છે ભાઈ ! એક વખત મલકાપુરનું કહ્યું હતું. મલકાપુરમાં સ્વરૂપચંદ કરીને યુવાન છોકરો છે. કાપડનો મોટો વેપારી છે. દસ દસ હજારનું કાપડ રાખે છે. તેને આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ છે. બહુ લાગણીવાળો છે. અમે જ્યારે ગયેલા ત્યારે કુંવારો હતો, હવે પરણી ગયો છે. તે કહેતો હતો કે- એકવાર હું અને મારા મિત્ર બેઠા હતા. તે પચ્ચીસ વર્ષનો હતો. વાતું કરતા હતા. તેમાં તેનું મોઢું આમ થયું ત્યાં તો ફુ થઈ ગયું. તેને કોઈ રોગ નહીં. એ તો મિત્ર હતો એટલે ! નહીંતર લોકોને વહેમ પડે કે આટલી વારમાં આમ થઈ ગયું? એ તો દેહની સ્થિતિ પૂરી થતાં વાર શું લાગે બાપા? એ સ્થિતિ પૂરી થવાની હશે તે કાળે જ થશે. જે ક્ષેત્રે, તે જ કાળે, તે જ સંયોગે, તે જ સ્થિતિએ દેહ છૂટવાનો તેમાં ત્રણકાળમાં ફેરફાર થાય એમ નથી. અહીંયા પરમાત્મા એમ કહે છે– પ્રભુ તું એકવાર સાંભળ! જો તને તારા સ્વભાવનો અનુભવ હોય તો આનંદનું વદન હોય. અનાદિથી તો પુણ્ય ને પાપના રાગનું વેદન છે. કર્મચેતના અને કર્મફળચેતનાનું વેદન છે- ત્યાં સુધી એ મિથ્યાદેષ્ટિ છે. પુણ્ય-પાપના ભાવ તે કર્મચેતના છે. કર્મ એટલે રાગની- કાર્ય ચેતના અને એનો અનુભવ કરવો હરખશોક એ કર્મફળ ચેતના છે. વિકારના કાર્યનું ફળ તેને કર્મફળચેતના કહે છે. જડકર્મનું અહીં કામ નથી. Page #483 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૬ ૪૬૭ અનાદિથી તેણે આકુળતાનું જ વેદન કર્યું છે. પછી તે નરકમાં રહ્યો કે નિગોદમાં રહ્યો કે દિગમ્બર નગ્ન સાધુ થયો અને પંચમહાવ્રત પાળ્યા પણ એ બધું રાગનું વેદન છે, દુઃખનું વેદન છે એટલે કર્મચેતનાનું વેદન છે. અહીંયા કહે છે કે- જેણે આત્માને જાણ્યો ને વેદ્યો તેને રાગની ઈચ્છા કે ઈચ્છાની સામગ્રીને ભોગવવું એવો ભાવ જ એને હોતો નથી. આવી વાતું છે ભાઈ ! શ્રોતા- જેણે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું. સર્વેને જાણ્યું એટલે? પર છે તેને પર તરીકે જાણ્યું. જેને સ્વનું જ્ઞાન થયું છે તે પરને પર તરીકે જાણે છે. સ્વના જ્ઞાન વિના પરને જાણી શકે જ નહીં. ઝીણી વાતું બહુ ભાઈ ! વાંછવામાં આવે છે જે વસ્તુ સામગ્રી અને વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ” જ્યારે ઈચ્છા થાય ત્યારે “આને હું ભોગવું એવી ઈચ્છા છે, તે વખતે સામગ્રી તરફ લક્ષ નથી ત્યારે તો ઈચ્છા થઈ છે. ત્યારે વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ એ ભોગવવાનો કાળ છે. જ્યારે સામગ્રી ઉપર લક્ષ ગયું ત્યારે તો અશુદ્ધ પરિણામ ભોગવવાનો કાળ છે. અશુદ્ધ પરિણામ ભોગવવાના કાળે કાંક્ષા ભાવની જે ઈચ્છા છે તે રહેતી નથી. અને ઈચ્છા કાળે ભોગવવાનો ભાવ હોતો નથી. આવી વાતું છે! પેલામાં તો એકેન્દ્રિયની દયા પાળું એ બધું સહેલું લાગતું હતું... પણ એ બધું ઊંધું હતું. અહીંયા ત્રિલોકનાથ પરમાત્મા જિનેન્દ્રદેવ ! ઇન્દ્રોની સમક્ષમાં અને સંતો-ગણધરોના ટોળાની સમક્ષ આમ ફરમાવતા હતા. “તેઓ છે બન્ને અશુદ્ધ વિનશ્વર, કર્મનિત તે કારણથી બન્ને કોણ ? ઈચ્છા થવી અને સામગ્રીને વેદવાની જ્યારે ઈચ્છા ગઈ ત્યારે સામગ્રી ઉપર લક્ષ ગયું ત્યારે તો વેદવાનો ભાવ ગયો. એ બન્ને નાશવાન છે, એ બન્ને અશુદ્ધ છે. “વિનશ્વર છે કર્મજનિત” છે. બહુ ટૂંકામાં ઘણું સમાડયું છે. આહાહા ! તેનો પહેલો અભ્યાસ જોઈએ. જેમ એલ.એલ.બી., એમ.એ. ભણવામાં પાંચ-દસ વર્ષ કાઢે છે કે નહીં? આ અભ્યાસ કરવાનો તેને વખત જ ન મળે ! ઘણાં તો એમ બોલે કે હમણાં તો અમારે મરવાનો ય વખત નથી !? બહુ સારી વાત છે ભાઈ ! તું આ શું બોલે છે? હમણાં તો એવો ધંધો ચાલે છે ને ! સોનાની નદીયું વહે છે- એમ કહે. ગુજરાતમાં કાચું સોનું પાકે છે કપાસ અમારે પાલેજમાં ત્યાં દુકાન હતી. દિવસમાં હજારો ગાડા કપાસના આવે. પાંચ વર્ષ તો મેં પણ ત્યાં દુકાન ચલાવી હતી.... સત્તરથી બાવીસ વર્ષ અત્યારે તો શરીરને અદ્દાસી વર્ષ થયા. પાલેજમાં દુકાન છે, ત્યાં ભાગીદારના છોકરાવ છે, ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. વરસની ત્રણ-ચાર લાખની પેદાશ છે. છોકરા બધા અહીં આવે છે. એ બધા ધૂળના, પાપના ધંધા એ પાપ ધૂળ જ છે ને! ધર્મી જીવને જે કર્મ જનિત સામગ્રી છે તેને તે ઈચ્છતો નથી અને જ્યારે સામગ્રી ઉપર લક્ષ જાય છે ત્યારે અશુદ્ધ પરિણામ થાય છે. બન્ને નાશવાન છે. તે કર્મને કારણે છે માટે તેને ઈચ્છતો નથી. તેને એકલી આનંદની ભાવના છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ! તેના Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ કલશામૃત ભાગ-૪ તરફની ભાવના એટલે એકાગ્રતામાં વર્તે છે. પછી તે લડાઈમાં દેખાય, બોલવામાં દેખાય પણ તેની દૃષ્ટિ ત્યાંથી ફરતી નથી. દષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી નથી. ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે” ઈચ્છા પણ ક્ષણે-ક્ષણે ભિન્ન-ભિન્ન થાય છે. ભોગવવાના કાળમાં પણ પરિણામ ભિન્ન ભિન્ન થાય છે. એવા નાશવાનમાં અવિનાશી ભગવાનની દૃષ્ટિવાળો હોવાથી તે એવા નાશવાનને કેમ ઈચ્છે? માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી નિર્જરા છે.” વાહ રે વાહ! ઈચ્છાનું થયું અને તેને ભોગવવાનું થવું એવા બન્ને ભાવનો જેને ત્યાગ છે અને ભગવાન આનંદના નાથની જેને ગ્રહણ બુદ્ધિ છે. (સ્વાગતા). ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्जुठतीह।।१६-१४८।। ખંડાન્વય સહિત અર્થ:- “ર્મ જ્ઞાનિન: પરિક્રમાનં ર દિ તિ”(*) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (પરિપ્રભાવ) મમતારૂપ સ્વીકારપણાને (દિ તિ) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? “રાસરજીતયા”(૨) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે (૨૩) વેગ, તેનાથી (રિજીતયા) ખાલી છે, એવો ભાવ હોવાથી, દૃષ્ટાન્ત કહે છે-“હિ રૂદ કષાયિતવસ્સે રજીિ : વદિ: સુવતિ ” (હિ) જેમ (રૂદ) સર્વ લોકમાં પ્રગટ છે કે (અષાયિત) હરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (વચ્ચે) કપડામાં (૨wયુઃિ ) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (વર: સુતિ) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષમોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? “સ્વીતા” કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬-૧૪૮. કળશ નં.-૧૪૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૫ તા. ૨૧/૧૧/'૭૭ “વફર્મ જ્ઞાનિન: પરિપ્રદભાવ ન દિ તિ” જેટલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા છે Page #485 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૮ ૪૬૯ તે,” શું કહે છે? જેને આત્માના આનંદનો રસ જાગ્યો છે, અંતરમાં આત્મા છે એ આનંદ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ એ આનંદનો રસ છે. અહીંયા હમણાં રસની વ્યાખ્યા કરશે. અતીન્દ્રિય આનંદનો અંદરમાં જેને વેગ ચડયો છે. દરિયામાં જેમ પાણીનો વેગ આવે તેમ. આ નિર્જરા અધિકાર છે ને!! આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે એનો એની પર્યાયમાં વેગ (રસ) આનંદનો અનુભવ થાય છે. આવા આનંદના રસની આગળ, પ્રીતિ આગળ.પર પદાર્થ પ્રત્યેની રાગની રુચિ, રાગનો રંગ ઊડી ગયો છે. અજ્ઞાની બહારથી છોડી બેસે છે. આ સ્વર્ગના દેવ જે મિથ્યાદૃષ્ટિ છે તે નવમી રૈવેયકમાં આવી જાય છે. ત્યાં સ્ત્રીનો ભોગ નથી. તે આજન્મ બ્રહ્મચારી છે, છતાં તેને અંદર રાગની એકતા બુદ્ધિ પડી છે. શુદ્ધ ચૈતન્ય નિર્મળાનંદઘન પ્રભુ સાથે રાગનો પાતળો કણ જે એકત્વબુદ્ધિનો રસ પડયો છે તેને રાગનો રસ પડ્યો છે. તેને તો સંયમેય નથી ને સમકિતયે નથી. અહીંયા તો મિથ્યાષ્ટિની વાત છે. કેમકે રાગ છે તેની દિશા પર તરફની છે. અને પર તરફના રસમાં જેને રંગ છે તેને ભગવાન આત્માના આનંદનો રસ નથી (રિત) નામ ખાલી છે. નિર્જરા અધિકાર છે ને! અહીંયા તો-જ્ઞાનમાં કર્મ ને રાગનો રસ બન્ને છે તે મિથ્યાદૃષ્ટિ છે. (ર્મ) કર્મ એટલે ક્રિયાઓ..., શરીર, મન, વાણી આ બધી બહારની ક્રિયાઓ તે કર્મ છે. જડની બહારની ક્રિયાઓ તેને કર્મ કહે છે. કર્મની સામગ્રી ઉપરથી પણ જેનો રસ છૂટી ગયો છે, જેને અંતરમાં આત્માના આનંદનો રસ આવ્યો છે. એ રસ આગળ સામગ્રીનો રસ તૂટી ગયો છે. અહીં પહેલો એક શબ્દ “કર્મ' મૂકયો છે. “ર્મ જ્ઞાનિન: પરિપ્રદમાવે ર દિ તિ જેટલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે સમ્યગ્દષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી.” એ સામગ્રી મારી છે તેવો અભિપ્રાય છૂટી ગયો છે. પછી તે ચક્રવર્તીના પદમાં હો! પરંતુ જેને આત્માના આનંદના રસના વેગ ચડ્યા છે તેને એ સામગ્રી પ્રત્યેનો પ્રેમ ઊડી ગયો છે. એટલે કે એ સામગ્રી મારી છે એ વાત છૂટી ગઈ છે– ઊડી ગઈ છે. સમ્યગ્દષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી.” મારો તો આનંદ સ્વરૂપ પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો ઢગલો ભગવાન આત્મા છે તે મારો છે. આમ તો તેણે અનંતવાર શાસ્ત્રના જ્ઞાન કર્યા છે, અને માની લીધું કે મને કાંઈક (જ્ઞાન) થયું છે. એવા અનંતવાર બફમમાં રહ્યો. જ્યાં અંદરમાં આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ ચડયો છે, એ અતીન્દ્રિય આનંદના રસ આગળ ધર્મીને બાહ્ય સામગ્રીની પરિણતિની પર્યાય જે છે તેનું મમત્વ ઊડી ગયું છે. એ હું નહીં, એ મારા નહીં. તેને અંતરમાંથી મારાપણું ઊડી ગયું છે હોં !! તેને બાહ્ય સામગ્રીનો રસ ઊડી ગયો છે, તેની મમતા ઊડી ગઈ છે. “શા કારણે? “રારસજ્જિત” કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ કલશામૃત ભાગ-૪ રંજિતપરિણામરૂપ જે ( રસ ) વેગ તેમાંથી (રિત્ત્તત્તા) ખાલી છે.” જોયું ? ક્ષણે ને પળે ૫૨ પદાર્થ પ્રત્યે જે કષાયનો વેગ હોય છે તે વેગ તૂટી ગયો છે. ભાષા જોઈ ? રસનો અર્થ વેગ કર્યો. શું કહે છે ? કર્મના નિમિત્તે મળેલ પૈસા, શરીર, સ્ત્રી, કુટુંબ આદિ એ ૫૨ સામગ્રીમાંથી એક્તાબુદ્ધિ ગઈ છે. કેમ કે તેના પ્રત્યેનો કષાયનો જે વેગ હતો તે આમ ચાલ્યો આવતો હતો તે ત્યાં તૂટી ગયો છે. આહાહા ! કષાયનો જે સૂક્ષ્મ-ઝીણો વેગ રહે છે. બાહ્ય સામગ્રી તેમાં બોલવું, ચાલવું, સ્ત્રી, કુટુંબ, પરિવાર, વેપાર-ધંધો આદિમાં જે કષાયમાં સૂક્ષ્મ વેગ ચાલ્યો જાય છે..અને જ્ઞાન સ્વભાવ ત્યાં રુંધાય જાય છે. સમ્યગ્દષ્ટિને એ વેગ અટકી ગયો છે. ૧૪૯ માં કહેશે કે– સ્વ૨સ અને ૫૨૨સ. ૫૨૨સ એટલે ? કષાયનો વેગ આમ સૂક્ષ્મ છે તે, ચૈતન્ય આનંદ રસનું શુદ્ધ પરિણમન તે સ્વરસ છે. પછી તેને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય બીજાને સમજાવવા માટે ક્ષયોપશમ ઓછો હોય પણ ધર્મીનો વેગ આનંદના ૨સે ચડી ગયો છે. તેને કષાયનો વેગ ચડતો નથી. ઝીણી વાત છે ભાઈ ! લોકો એમ માને છે કે–મેં દયાપાળી, વ્રત પાળ્યા, ભક્તિ કરી, પૂજા કરી અને તેમાં ધર્મ છે. અહીં કહે છે- તે કષાયનો વેગ છે. એ કષાયના વેગમાં પોતાની બુદ્ધિને રોકાયેલી રાખે છે તે મિથ્યાત્વ ભાવ છે. અશુભની તો શું વાત કરવી ? પણ એ શુભરાગના વેગમાં ચડી ગયો છે. આ મને લાભદાયી છે.... ( તેમ માને છે ) તેથી તેમાં જ તેનું લીનપણું છે....એ કષાયનો વેગ તે મિથ્યાષ્ટિ છે. અને સમ્યગ્દષ્ટિ-સત્યદૃષ્ટિ એટલે જેવો આનંદ૨સ છે તેવું પર્યાયમાં પરિણમન થયું છે........એ સમ્યગ્દષ્ટિ છે. ચાલતા પ્રવાહથી ઘણો જ ફેરફાર લાગે! પણ....... મારગડા જુદા છે ભાઈ ! અહીં (૨સ ) નો અર્થ વેગ કર્યો. ધર્મીને અંદર પોતાના આનંદનો વેગ છે. તે ક્ષણે ને પળે પોતાના જ્ઞાતાદેષ્ટાના વેગમાં ૨મે છે. અને અજ્ઞાની પોતાના સ્વભાવનો અનાદર કરીને, ૫૨ સામગ્રીના રસના વેગે ચડયો છે.......તેથી તે કષાયવાળો મિથ્યાર્દષ્ટિ જીવ છે. બહારથી ભલે તે નગ્ન મુનિ થઈને બેઠો હોય, અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હોય, છતાં શુભરાગમાં તેને કષાયનો વેગ છે. ત્યાં વેગે ચડી ગયો છે. ત્યાં તેને રસ છે. સમ્યગ્દષ્ટિ એ વેગથી ખાલી છે. ક્ષણે ને પળે કષાયવંતને જે કષાયનો વેગ હતો તેનાથી સમ્યગ્દષ્ટિ ખાલી છે. એટલે કે ૫૨ ત૨ફની સામગ્રી કરોડની હોય, અબજની હોય, ગમે તેટલી હોય ! તેના પ્રત્યેના રાગના રસનો વેગ ખાલી થઈ ગયો છે અને આનંદના રસથી ભરાય ગયો છે. આવી વાતો છે! ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ ૫૨માત્માની આ વાણી છે. ( ર્મ ) કર્મ નામ બાહ્ય સામગ્રીની ક્રિયા–શ૨ી૨ની, વાણીની, પૈસાની, આબરૂની, પત્નીની, બાળકોની એવી જે ક્રિયા એ કર્મ છે. અને તેના પ્રત્યે કષાયનો જે વેગ છે, એમાં જેને મીઠાશ છે તે મિથ્યાત્વભાવ છે. જેને આત્માના આનંદનો રસ છે, જે અતીન્દ્રિય આનંદના રસનો થઈ ગયો છે તેને ગમે તેટલી બાહ્ય સામગ્રી હો ! લડાઈના પ્રસંગમાં ઊભો હોય અને જરા ક્રોધ પણ આવે છતાં રસ ઊડી Page #487 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૮ ૪૭૧ ગયો છે. હવે વસ્ત્રનું દૃષ્ટાંત આપશે. જ્ઞાની-ધર્મી દરેક ક્ષણે પર સામગ્રી તરફના કષાયના વેગથી ખાલી છે. હરક્ષણે તે જ્ઞાન રસના વેગમાં, આનંદના રસથી તે ભરેલો છે. આવો માર્ગ છે ભાઈ ! આ નિર્જરા અધિકાર છે ને ! જેને આત્માના આનંદના રસ ચડયા છે તેને બાહ્ય સામગ્રી અને તેના પ્રત્યેના રાગનો રસ ઊડી ગયો છે. માટે તેને ક્ષણે ક્ષણે નિર્જરા થાય છે. “એવો ભાવ હોવાથી. દૃષ્ટાંત કહે છે” એટલે કે પર તરફના રાગના રંગના ભાવના વેગથી ખાલી હોવાથી તેને બંધન છે નહીં. તેને પર પ્રત્યેનો અહંકાર અને મમત્વભાવ છે નહીં. તેનું અહંપણું તો હવે ચૈતન્યરસમાં આવી ગયું છે. “અહંમ્” એટલે આ હું. ધર્મીને અતીન્દ્રિય આનંદમાં અહંમ્પણું આવ્યું છે. તેને રાગની સામગ્રીમાંથી અહંમ્પણું ઉડી ગયું છે. આટલો મોટો ફેર છે!! ' હવે દેષ્ટાંત કહે છે – “દિ રૂદ મવષાયિતવેત્રે ૨૯ યુજિ: વદિ: સુતિ વ,” જેમ સર્વ લોકમાં પ્રગટ છે કે હરડાં, ફટકડી લોધર જેને લાગ્યાં નથી એવા કપડામાં,” જે વસ્ત્રમાં હરડે અને ફટકડીનો રંગ લાગ્યો નથી તેને રંગ ચડતો નથી. એ રંગ વસ્ત્રની અંદરમાં નહીં જાય. અંદરમાં સફેદી છે તે રહ્યા કરશે. જે વસ્ત્રને હરડે, ફટકડી, લોધર જેને લાગ્યા નથી એવા કપડામાં (૪હુયુ9િ) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ કપડાને લાગતો નથી,” કપડાને લાગતો નથી બહારને બહાર ફરે છે. જે કપડામાં ફટકડી, લોધર આદિનો રંગ નથી ચડ્યો તેને..બીજા મજીઠના રંગ નહીં ચડે. એ વસ્ત્ર તો ધોળું સફેદ રહેશે. તે કપડાને ભલે મજીઠના રંગમાં રાખ્યું હોય પણ એ કપડાને રંગ નહીં ચડે. કેમ કે તેને લોધર અને ફટકડીનો રંગ ચડયો નથી તેથી આ રંગ કપડાને નહીં લાગે. એ.લોધરના રંગ વિના મજીઠનો રંગ કપડાથી બહાર લોટે છે. જેમ કપડાને મજીઠનો રંગ ચડતો નથી. તેમ ધર્મીને રાગનો રસ નથી. રાગની એકત્વબુદ્ધિ, રાગની પ્રેમબુદ્ધિ ઊડી ગઈ છે તેને રાગનો રસ નથી. તેને દુનિયાની સામગ્રીમાં વિષય-કષાયનો ભાવ અને તેનો રસ હોતો નથી. તેનો રંગ એને ચડતો નથી. આ મારગડા જુદા બાપુ! દુનિયા ભલે માની બેસે વિકલ્પમાં (રાગમાં) ધર્મ!? ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્મા ! સો ઇન્દ્રોની વચ્ચે અને ગણધરોના ટોળાની વચ્ચે કહેતા હતા તે આ વાત છે. પ્રભુ! તને આત્માનો રસ નથી તો તને રાગનો અને પરનો રસ છે. પછી ભલે તે ત્યાગી થઈને બેઠો હોય ! પંચમહાવ્રત એ રાગ છે, તે કોઈ ધર્મ એટલે સંવર, નિર્જરા નથી. તે તો આસવ છે. એ રાગના રંગનો રસ જેને ચડયો છે તેને આત્માનો રંગ લાગતો નથી. તેમાં તેને જ્ઞાન રસ આવતો નથી. જેને આત્મરસ! ભગવાન સચ્ચિદાનંદ પ્રભુના રસ જ્યાં અંદરમાં જામ્યા છે તેને (કર્મ) નામ બાહ્ય સામગ્રીના કાર્યો અને તેના પ્રત્યેનો રંગ...તેનાથી જ્ઞાની ખાલી છે. આહાહા! અંતરની દૃષ્ટિમાં અને પરની દૃષ્ટિમાં Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૭ર કલશામૃત ભાગ-૪ મોટો ફેરફાર છે. “દષ્ટિ તેવી સૃષ્ટિ”. આહાહા! જેને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે તેની દૃષ્ટિ થઈ છે, એટલે કે પર્યાયમાં આનંદનો આસ્વાદ આવ્યો છે! આહાહા ! આમ દૃષ્ટિ થઈ છે....એટલું નહીં. પરંતુ દૃષ્ટિ કયારે થઈ કહેવાય? જે શક્તિમાં અનંત આનંદ છે તેનો વ્યક્તિમાં આનંદનો અંશ આવે ત્યારે તેની દષ્ટિ દ્રવ્ય ઉપર છે એમ કહેવામાં આવે છે. કોઈ બહારમાં ત્યાગ કરીને બેઠો હોય પંચમહાવ્રત પાળતો હોય અને અંદરમાં તેને રાગના કણ ઉપર રસ છે તે ધર્મના કણના રસથી ખાલી છે. અહીંયા કહે છે કે એને બહારમાં કોઈ સામગ્રી હોય, ઇન્દ્રાસનની હોય, કરોડો અપ્સરાની સામગ્રી હોય, પરંતુ એ ક્રિયા અજીવની છે– પરની છે અને તેના પ્રત્યે રાગનો રસ છે. એ તો જેણે આત્માનો રસ નથી ચાખ્યો તેને પરના રસ છે. આહાહા ! એક મ્યાનમાં બે તલવાર ન રહીં શકે!? જેને રાગનો રસ છે તેને પ્રભુ ચૈતન્યનો રસ નથી. અને જેને ચૈતન્યનો રસ છે તેને રાગનો રસ નથી. તેથી તેને કર્મની નિર્જરા થાય છે એમ કહે છે. “સમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિય વિષયસામગ્રી છે,” પાઠમાં “કર્મ' શબ્દ છે. કર્મ નામ બાહ્ય સામગ્રીના ઢગલા હોય તો પણ તે શેય છે, જ્ઞાનમાં એ શેય છે. તેને ઠેકાણે જ્ઞાનમાં એમ માને કે- આ શેય મારા છે, એ તો મિથ્યાત્વ ભાવ છે. તેને રાગનો રસ ચડી ગયો છે. સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિય વિષય સામગ્રીને ભોગવે છે. એટલે કે લોકો દેખે છે એ અર્થમાં ભોગવે છે એમ કહ્યું. પરંતુ તે સામગ્રી તરફ જરા આસક્તિનો રાગ છે તેથી ભોગવે છે એમ કહેવામાં આવે છે. પરને ભોગવી શકે કાંઈ? શરીરના હાડકાં-ચામડાને અજ્ઞાનીનો આત્મા ભોગવે ? સ્ત્રી સાથેની રમતમાં તે સ્ત્રીના શરીરને ભોગવે છે? તે તેની સાથે રમે છે? આ મને ઠીક પડે છે તેવા રાગના રસમાં રમે છે. જ્યારે ધર્મીને એવી સામગ્રી અને સામગ્રી પ્રત્યેનો રસ ઊડી ગયો છે. આહાહા ! ક્યાં મારો નાથ આનંદનો સાગર અને ક્યાં આ રાગની સામગ્રી! બન્ને તદ્દન ભિન્ન છે....... એવું જેને અંતરમાં જ્ઞાન-ભાન વર્તે છે તેને પૂર્વનો કર્મનો ઉદય આવી ને ખરી જાય છે. શ્રોતા- તેનુ જ્ઞાન બુઠું થઈ ગયું છે. ઉત્તર- પર માટે તેનું જ્ઞાન બુઠું થઈ ગયું છે. તે પરના સ્વાદથી બુટ્ટો થઈ ગયો છે. અંતરના સ્વાદમાં જાગૃત થઈ ગયો છે. ઝીણી વાત છે ભાઈ ! શ્રોતા:- ભણ્યા છે એનું શું? ઉત્તર-ભણ્યા-ગણ્યા એ બધા સમજવા જેવા છે. આ તો જુદી જાત છે. બેનના પુસ્તકમાં સાદી ભાષામાં સિદ્ધાંતનો સાર છે. ઘણીવાર કહીએ છીએ- “જાગતો જીવ ઊભો છે ને! તે ક્યાં જાય?” એટલે કે ભગવાન જ્ઞાનના સ્વભાવથી જાગૃત ધુવ ઊભો છે ને આત્મા જ્ઞાન સ્વરૂપે, આનંદ સ્વરૂપે ત્રિકાળ જાગતો ચૈતન્ય, ઊભો નામ ધુવ છે ને! એ જ્ઞાયક ચૈતન્ય ધ્રુવને અગિયાર ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. જાગતી જ્યોત પ્રભુ આનંદનો નાથ ઊભો છે ને! Page #489 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૮ ૪૭૩ એ ક્યાં જાય? તેનું ધ્રુવપણું ક્યાં જાય? ક્યાંય પર્યાયમાં આવે? ક્યાંય રાગમાં આવે? તે જાય ક્યાં? આહાહા ! એ ચૈતન્યની સત્તાવાળું ધ્રુવ તત્ત્વ, તે ચૈતન્યના આનંદનું હોવાવાળું તત્ત્વ છે. તે નથી આવતું પર્યાયમાં કે નથી આવતું રાગમાં. એ ધ્રુવ જીવ ક્યાં જાય? “જરૂર પ્રાપ્ત થાય.”પરમાંથી તેની દૃષ્ટિ અને રાગનો રસ છોડી દઈ અને આત્માના આનંદના રસના વેગે જાય તો જરૂર પ્રાપ્ત થાય. આવી વાતું છે બાપુ! અહીંયા શાસ્ત્રના ભણતર કામ ન કરે! અહીં કહે છે કે જેમ કપડાને લોધરનો, ફટકડીનો રંગ નથી લાગતો તેને મજીઠનો રંગ લાગતો નથી. એમ જેને રાગના રંજિત પરિણામ છે નહીં તેને આનંદના સ્વભાવના પ્રેમનો રસ ચડયો છે. તેને રાગનો રસ નથી માટે બહારની ચીજો તેને રાગ ઉપજાવી શકતી નથી. તેને રાગનો રંગ થતો નથી. આવી વાતું છે! આવો તે ધર્મ કેવો હશે? ધર્મ તો આ દયા પાળવી, વ્રત પાળવા, જાત્રા કરવી, સમેદશિખર અને ગિરનારની બાપુ! પ્રભુ.....એ બધો તો વિકલ્પ ને રાગ છે. તને ખબર નથી. જે રાગના રસમાં ચડ્યો છે તે આત્માના રસનો લૂંટારો છે. જેને આત્માનો રસ ચડયો છે, વેગ ચડ્યો છે, ખુમારી ચડી છે ( તેને રાગનો રસ હોતો નથી). આનંદઘનજીનું પદ છે ને કે “લાગી લગની હમારી જિનરાજ સુજસ સુનો મેં, કાહુ કે કહે અબ કહું ન છૂટે પ્યારે, લોકલાજ સબડારી, જૈસે અમલી અમલ કરત અને લાગ રહે જો ખુમારી.” જિનરાજ એટલે જિન સ્વરૂપ, સુજસ નામ અતીન્દ્રિય આનંદનો રસ જેને ખ્યાલમાં આવી ગયો છે. જેમ અફીણના પીનારને અમલ ચડે-ખુમારી ચડે છે તેમ જિનરાજ એટલે જીવ, સુજસ નામ તેની પરિણતિમાં તેનો આત્મા જાગૃત થયો છે. દુનિયા કેમ માને? કેમ કહેશે? એ તેને ઘરે રહ્યું. શ્રોતા-પર ઘરમાંથી કાઢી મૂક્યો. ઉત્તર- ઘર અહીંયા (અંદર) છે........! અહીંયાથી કોણ કાઢી મૂકે? ભાઈનું કહેવું એવું છે કે એ આવે તો તેને ઘરમાંથી કાઢી મૂકે પણ લોક લાજે ઘરમાંથી નહીં કાઢે. આ સંસાર એવો છે બાપા! શું થાય? જગતના બધા લૂંટારા છે. નિયમસારમાં કહ્યું છે કે પત્ની, છોકરા, કુટુંબ, ભાઈ, દિકરા ને બાપ અને બાપ ને દિકરો એ બધી ધુતારાની ટોળી છે. સંતોએ જાહેર કર્યું કેજેટલી બહારની સામગ્રી છે પત્ની, છોકરાવની વહુ, કુટુંબ એ બધા ધુતારાની ટોળી છે. તેને શું સ્વાર્થ હશે? બહારમાં તો સરખું હોય ત્યાં સુધી સારું લાગશે, વ્યાધિમાં લાંબુ તણાય તો કહે-ઝટ ખાટલો ખાલી થાય તો ઠીક ! નહીંતર જાગતા રહેવું પડશે. તે મરતો નથી તેથી ઉજાગરા કરવા પડે છે. મુંબઈમાં એક છોકરાને પાણી લાગેલું. જુવાન જોધ અને મરવાની તૈયારી. હવે લાંબુ જીવવાનો નથી તેમ ખબર પડી.........! દિવસ ના જાય અને રાત્રે તેના ઉપર જાગવું પડે. જો Page #490 -------------------------------------------------------------------------- ________________ ४७४ કલશામૃત ભાગ-૪ મરી જાય અને ખબર ન પડે તો બધા કહે-ઉપર જાગતા નહોતા? ક્યાં મરી ગયાતા? એટલે ઉજાગરા કરવા પડે....... એટલે દુઃખી થાય. આ જલ્દી ખસતો નથી. અરે! એ દુઃખી થાય છે તારા માટે કે ખાટલો ખાલી થાય તો ઉજાગરા મટે. જગતમાં આવી રમતું છે. આહાહા ! બાપુ તને ખબર નથી એ ટોળા બધા ધુતારાના છે. એ બધા ઠગ છે. શ્રોતા- એ બધા ઠગ મીઠા લાગે છે! ઉત્તર-એ તો મિથ્યાત્વમાં મીઠાશ લાગે ને!? જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને લીમડો કડવો ન લાગે. જેને સર્પનું ઝેર ચડ્યું છે તેને લીમડો ચાવવા દેવામાં આવે છે. તેને ઝેર ચડ્યું છે કે નહીં તે જાણવા. જો ઝેર ચડયું હોયતો લીમડો કડવો ન લાગે, અને ઝેર ન ચડ્યું હોય તો કડવો લાગે. એમ જેને પર મારા એવા મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે....... તેને પર વસ્તુ પર છે. મારી નથી એમ નહીં લાગે. પંડિત હુકમચંદજીએ ભગવાનનો લેખ લખ્યો છે તે બહુ સુંદર) હતો. હુકમચંદજી અત્યારે પાકયો છે. એકતાલીસ વર્ષની ઉંમર છે પણ તેની બુદ્ધિ ઘણી છે. અહીંયાની એક-એક વાત રસવાળી લખે છે. એમાં તેણે મહાવીરનો લેખ લખ્યો છે. મહાવીર કેમ પરણ્યા નહોતા? છેલ્લા ૨૨ મા, ૨૩ મા અને ૨૪ મા તેમ ત્રણ તીર્થકરો પરણ્યા નહોતા. કેમ કે સમય થોડો અને લગ્ન કરે તો દુર્ઘટના ઉત્પન્ન થાય. એટલે લાંબો કાળ એમની પાસે ન હતો, તેમની પાસે બહુ થોડો કાળ હતો. સ્ત્રીને પરણે એટલે ભોગની સામગ્રીને તેને રાજી રાખવાની વગેરે પાપનો મોટો ભાર. લગ્ન કરે તો દુર્ધટના ઘટે...! મોટો લેખ છે, છાપામાં આવ્યું હતું. દુર્ઘટના મોટી બાપુ તને ખબર નથી! તેને રાજી રાખવા ...તેના ભોગના પાપ સેવવા....તેની રમતુંમાં રહેવું તેને છોકરા થાય એને રાજી રાખવા....એ બધા મહાપાપ વ્હોરી અને અંદર કુવામાં પડયો છે. શબ્દ “દુર્ઘટના? વાપર્યો છે. અહીંયા કહે છે કે ધર્મી જીવ છે એ તો પડ્યો છે તેના આનંદમાં તેને કોઈ ચીજ મારી છે તેવું સ્વપ્નય થતું નથી. તેને સ્વપ્ના પણ એવા આવે કે હું તો અતીન્દ્રિય આનંદી છું. આવી વાતું છે! આ કાંઈ શાસ્ત્રને વાંચીને ધારી લ્ય એટલે (સમ્યગ્દર્શન) આવી જાય એવી આ વસ્તુ નથી. પૂર્વ કે પશ્ચિમનો મોટો ફેર છે. અહીંયા કહે છે કે- “સમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિય વિષય સામગ્રી છે, ભોગવે પણ છે,” તેનો અર્થ વિષય સામગ્રીને ભોગવે છે એમ નથી. પરની સામગ્રીને તો અજ્ઞાનીયે ભોગવી શકતો નથી. ભાષા તો આમ છે પણ કઈ નયનું કથન છે. એ વ્યવહારનું વચન છે. પર ઉપર લક્ષ જાય છે તેથી તેને તે ભોગવે છે એમ કહેવામાં આવે છે. પરંતુ અંતરંગ રાગ-દ્વેષ મોહભાવ નથી.” અહીંયા તો અનંતાનુબંધીના રાગવૈષને મિથ્યાત્વ સંબંધીનો રાગ-દ્વેષ તે રાગને અહીંયા ગણવામાં આવ્યો છે. આમ જાણીને કોઈ એમ માને કે – સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને રાગેય નથી અને રાગ સંબંધી બંધય નથી Page #491 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૮ ૪૭૫ તેને આસવેય નથી તો તે એકાન્ત ચડી જશે. આહાહા ! તેને આસક્તિનો ભાવ છે...પણ તેના પ્રત્યે રસ નથી. એ રાગ છે તેટલો આસવ, બંધ છે. તેને રાગ છે- દુઃખ છે. એ તો કહ્યું ને! અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધીનો રાગ નથી તેની વાત છે. ત્યાં એમ માની કે હવે કોઈ બંધ નથી.....તો એમ નથી. જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે. એ કઈ અપેક્ષાએ વાત છે? ઊંધી ખતવણી ખતવીને આત્માને મારી નાખે. અહીંયા તો જ્ઞાનીના ભોગનો અર્થ તેને અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નથી. તેથી એટલો એકત્વપણાનો કષાય તેને નથી.એકપણાનો જે બંધ હતો તેટલો બંધ તેને નથી....એમ કહેવું છે. ત્યાં બંધ જ નથી એમ નથી. દસમા ગુણસ્થાન સુધી રાગનો બંધ છે. આ મોટો ગોટો ઊડ્યો છે અજ્ઞાનીની!? તે કહે છે-જુઓ! “જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે.” આવી વાતું કરવા જઈશ તો મરી જઈશ! તેને એકત્વબુદ્ધિનો રસ ઊડી ગયો છે. જેટલો એકત્વબુદ્ધિથી બંધ હતો તે બંધ હવે તેને નથી. પણ ....આસક્તિનો જેટલો રાગ છે તેટલો બંધ છે. અરે! મુનિને પણ જેટલો રાગ છે તેટલો બંધ છે. ભાવલિંગી સંત ! જેને અનંત આનંદના ઊભરા આવ્યા છે. ચોથે તો થોડો આનંદ છે, મુનિને પ્રચુર સ્વસંવેદન છે. તેને પ્રચુર આનંદનું વેદન વિશેષ વધી ગયું છે...તેને મુનિ કહીએ. આવા મુનિને પણ હજુ જે પંચમહાવ્રતના રાગનો ભાગ રહી ગયો છે એટલું બંધનું કારણ છે. એ મહાવ્રતનો વિકલ્પ તે જગપંથ છે. સમયસાર નાટક મોક્ષ અધિકારમાં ચાલીસમું પધ છે– સાધકને મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે જગપંથ છે. અને આત્મા તરફ ઉપયોગ અંદર જાય તે શિવપંથ છે. અતીન્દ્રિય આનંદમાં રમે છે તે શિવપંથ છે. રાગમાં જેટલો આવ્યો તેટલો જગપંથ છે. મુનિને હોં!! જેને ત્રણ કષાયનો અભાવ થયો છે, એટલી વીતરાગતા છે. તેને પણ સંજવલનનો વિકલ્પ ઊઠયો છેપાંચ સમિતિનો ત્રણ ગુપ્તિના વ્યવહાર ભાવનો વિકલ્પ છે તે બંધનું કારણ છે. તેને હજુ એટલો સંસાર છે. સમ્યગ્દષ્ટિના નામે કોઈ એમ જ માની ત્યે કે તેને બંધ નથી. અમારે તો આ કર્મના ઉદય હતા તે આવીને ખરી જાય છે. (એમ માનીશ તો) મરી જઈશ ચોરાસીના અવતારમાં, એ નિગોદગામી . અહીંયા તો એવી વાત છે કે કપડાનો એક કટકો રાખીને પણ મુનિપણું મનાવે અને માને તો તે નિગોદગામી . તેને નિગોદગામી કહ્યાં છે. કાકડીના ચોરને ફાંસી એમ આ મોટો દંડ હશે? તને ખબર નથી તત્ત્વની બાપુ! આવું માનવાથી તત્ત્વમાં મોટો ફેર થયો. તેમાં નવતત્ત્વની ભૂલ છે. કપડાનો એક ટૂકડો રાખે અને મુનિપણું માને તેને નવ તત્ત્વની ભૂલ છે. (૧) મુનિને આટલો પણ અજીવનો સંયોગ ન હોય, તેમ છતાં સંયોગ માન્યો તે અજીવતત્ત્વની ભૂલ છે. (૨) તેને આસવના વિકલ્પમાં પણ વસ્ત્રને રાખવાનો વિકલ્પ હોય નહીં અને માન્યું તો તે આસવ તત્ત્વની ભૂલ છે (૩) સંવરની દશામાં તેને વસ્ત્ર લેવાનો વિકલ્પ હોય નહીં અને તેને વસ્ત્ર લેવાનો વિકલ્પ થયો, એટલે સંવરમાં વસ્ત્ર લેવાનો વિકલ્પ થયો તે સંવરતત્વની ભૂલ છે. (૪) કપડા Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ કલશામૃત ભાગ-૪ લેવાનો જે વિકલ્પ છે તે તો બંધનું કા૨ણ છે, અને તેને બદલે અમને નિર્જરા થાય છે, અમે મુનિ થયા છીએ તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. આ રીતે બંધની ભૂલ, મોક્ષની ભૂલ અને જીવ– તત્ત્વની ભૂલ છે. અરે આટલી વાતમાં નવની ભૂલ છે તો હજુ જે ભોગના ભાવને ધર્મ માને એ તો ક્યાંય છે!? સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના રસ આગળ જે રાગ છે તેની એકત્વબુદ્ધિ નથી તેથી તેને એકત્વબુદ્ધિનો બંધ નથી. અહીંયા તો ભાઈ ! જે દોરે દોરો હોય એમ સમજ્યું. ન્યાયમાં કાંઈ પણ ફેર પડે તો આખું ચક્કર ફરી જશે. અનાદિથી આત્માએ સ્વચ્છંદી થઈ આવું જ કામ કર્યું છે. અહીંયા અંગરંગમાં રાગ-દ્વેષ મોહભાવ નથી. કેટલો રાગ-દ્વેષ-મોહભાવ નથી ? કહે છે અનંતાનુબંધીને મિથ્યાત્વ સંબંધીનો રાગ-દ્વેષ- મોહ નથી– એટલી વાત અહીંયા લેવી છે. બિલકુલ રાગ-દ્વેષ છે જ નહીં તેથી ભોગ ભોગવે છે, તો એમ વાત નથી. ભોગ ભોગવે છે તે જ આસક્તિ છે. સમજાણું કાંઈ ? “તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે,” આ પ્રકા૨ના મિથ્યાત્વને અનંતાનુબંધીનો કર્મબંધ નથી.......એમ લેવુ ! પરંતુ કર્મ બંધન જ નથી-તેમ નથી. એમ તો હજુ છઢે ગુણસ્થાને હજુ સાત કે આઠ કર્મનો બંધ છે. તે બંધ શેને લઈ હશે ? મફતનો હશે ? જેને ભાવલિંગ પ્રગટયા છે, જેને અંદર પ્રચુર આનંદના વેગ જાગ્યા છે. ચોથે જે વેગ છે આનંદનો તેના કરતાં પાંચમે વિશેષ અને એના કરતાં છટ્ટે વિશેષ. તેને પણ જેટલો વિકલ્પ ઊઠયો છે તેટલો સંસાર છે. તેને પણ સાત કે આઠ કર્મ બંધનું કા૨ણ છે. આસ્રવ છે. તેટલો બંધ છે ભાવબંધ છે અને તેટલો દ્રવ્યબંધ છે. જ્યારે અહીંયા ના પાડે છે.વાતને સમજે નહીં કે કઈ અપેક્ષાથી કહે છે. જો તું સ્વરછંદે ચડે તો ત્યાં મિથ્યાત્વનું પોષણ છે. “તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે,” જેટલો આનંદના રસમાં ચડી ગયેલો છે..... તેટલી તેને અશુદ્ધતા નથી. જે અશુદ્ધતા ટળી છે......તે નિર્જરી જાય છે....તેના આનંદના રસના વેગમાં. “કેવી છે રંગ યુક્તિ ? સ્વીકૃતા” કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી.” શું કહે છે ? પેલો મજીઠનો રંગ લાગી ગયો છે ને ? લોધરનો રંગ લાગ્યો છે તેને મજીઠનો રંગ લાગે છે. એમ જેને રાગનો રસ છે તેને રંગની યુક્તિ છે. તેને રાગ સાથે એકત્વબુદ્ધિ છે. તેને રાગના રંગની યુક્તિ છે. આહાહા ! આ તો ધીરાના કામ છે બાપુ ! આમાં ભાષાનું કામ નથી. ઘણીવા૨ કહીએ છીએ......પેલો શબ્દ આવે છે ચિંતા વિનાનો... ..નિભૃત (નિવૃત ) શબ્દ છે. જેને કોઈ ચિંતા નથી એવા નિભૃત પુરુષોના આ કામ છે. કળશમાં છે આ વાત. અહીંયા તો ગુણી ભગવાન અને ગુણઆનંદ, જ્ઞાન એવા ભેદનો વિકલ્પ ઊઠે છે એ પણ રાગ છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૪૯ ૪૭૭ અહીંયા તો મિથ્યાત્વ સંબંધીને અનંતાનુબંધી સંબંધી રંગ નથી તેથી તેને રાગ હોવા છતાં, પ૨વસ્તુ હોવા છતાં તેની એકત્વબુદ્ધિ નથી. ભાઈ વીતરાગનો માર્ગ બહુ અલૌકિક છે. સાધારણ માણસનું આ કામ નથી. કપડું અને રંગ એકઠા ક૨વામાં આવ્યા એવી યુક્તિ એમ. લોધર એને લાગ્યો માટે મજીઠનો રંગ લાગ્યો છે. એકત્વબુદ્ધિ છે માટે તેને રાગનો જંગ થઈ ગયો છે. ૧૪૯ માં તેનો વિશેષ ખુલાશો કરશે. (સ્વાગતા ) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेष: कर्ममध्यपतितोऽपि ततो न।। १७-१४९।। ખંડાન્વય સહિત અર્થ:- “યત: જ્ઞાનવાનું સ્વરસત: અપિ સર્વરારસ-વર્તનશીલ: સ્યાત્” (યત:) જે કા૨ણથી (જ્ઞાનવાન્) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે, (સ્વરસત:) વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (સર્વT) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (રસ) અનાદિના સંસ્કાર તેનાથી ( વર્તનશીલ: ચાણ્) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; “તત: પુષ: ર્મમધ્યપતિત: અપિ સનબર્નમિ: ન નિયતે” ( તત: ) તે કારણથી ( ૪:) સમ્યગ્દષ્ટિ જીવ (f) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં ( મધ્યપતિત: અપિ: ) પડયો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુઃખને પામે છે, તથાપિ ( સલÉમિ: ) આઠે પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડે (ન લિખતે) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે-અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭-૧૪૯. કળશ નં.-૧૪૯ : ઉ૫૨ પ્રવચન પ્રવચન નં. ૧૫૫-૧૫૬ તા. ૨૧-૨૨/૧૧/’૭૭ 66 ‘યત: જ્ઞાનવાદ્ સ્વરસત: અપિ સર્વરાજસ વર્ણનશીત: સ્વાત્” જે કા૨ણથી શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે,” જ્ઞાનવાનની વ્યાખ્યા કરી –શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે. શાસ્ત્ર વાંચ્યા અને ભણ્યો એટલે જ્ઞાનવાન એમ નહીં. શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ તે જ્ઞાન એ જ્ઞાનવાન. જ્ઞાન અને આનંદનો અનુભવશીલ એ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહાહા ! શીલ એટલે અહીંયા સ્વભાવ. (જ્ઞાનવાન) અનુભવશીલ-જ્ઞાની-જ્ઞાનવાન તેને કહીએ જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવનો સ્વભાવ થઈ ગયો છે. “શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે Page #494 -------------------------------------------------------------------------- ________________ ४७८ કલશામૃત ભાગ-૪ જે જીવ તે” આ (જ્ઞાનવાન) ની વ્યાખ્યા કરી. આહાહા! અગિયાર અંગનું જ્ઞાન કર્યું, આટલું જાણ્યું એ વાત અહીંયા નથી. બીજાને સમજાવતાં આવડયું માટે જ્ઞાનવાન- એમ નથી. અહા ! એ વસ્તુ બીજી છે. જ્ઞાનવાન જેનું રૂપ છે ...એટલે કે જ્ઞાનાનંદ જેનો સ્વભાવ અનુભવશીલ છે. એ જ્ઞાન ને આનંદનો અનુભવશીલ વાળો જીવ છે. જે જીવ (વરસાદ) ની વ્યાખ્યા કરી- “વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” પહેલા નાસ્તિથી વાત કરી પછી અસ્તિથી કરશે. “વિભાવ પરિણમન મટયું હોવાથી તે નાસ્તિથી વાત કરી. હવે (વરસત:) પાઠમાં છે તેની વાત કરે છે- શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” તે (સ્વરસત:) સ્વ.રસ તેનું નામ. આહાહા! જેને આનંદનો રસ પરિણમી ગયો છે. અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળ્યો છે.....અંદરથી પર્યાયમાં. જેની શુદ્ધતા અતીન્દ્રિય આનંદની શુદ્ધતા અંદરથી પરિણમી ગઈ છે. તેને સ્વરસ કહીએ છીએ. આ તો ત્રિલોકનાથ પરમાત્માના પંથ છે. આ કાંઈ આલીદુવાલીનું કથન નથી. (સ્વરસત:) શુદ્ધ સ્વરૂપનો જેને રસ પરિણમ્યો છે એમ કહે છે. શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ” એટલે (સ્વરસંત:). જેની શુદ્ધતા પરિણમી ગઈ છે એટલે અંદર પરિણમન થઈ ગયું છે. જે શુદ્ધ સ્વરૂપ છે ત્રિકાળી એ પવિત્રતાનો પિંડ પ્રભુ છે એવી શુદ્ધતા પવિત્રતા પર્યાયમાં જેને પરિણમી છે. દિલ્હીમાં વાત થઈ હતી એક ભાઈ સાથે. દસ-વીસ હજારની સભા ભરાય લોકોને અનુકૂળ પડે તેવી ભાષા બોલાય એટલે લોકો ખુશ! તે વડોદરામાં આવ્યા હતા, ત્યાં અમે ગયા હતા, પછી ખુશ !! વાતચીતમાં તેમણે કહ્યું કે –સમયસારમાં ૧૫૫ ગાથામાં કહ્યું છે. “નવાસિદ સમ્મતં તે સિમાનો TIM” જીવાદિનું શ્રદ્ધાન સમકિત તેમનું જ્ઞાન છે જ્ઞાન. પછી અમે કહ્યું એટલે શું? જીવાદિ તત્ત્વનું શ્રદ્ધવું, માનવું તેનું નામ સમકિત. આટલી જ વ્યાખ્યા છે? એ શ્રદ્ધાનું, જ્ઞાનનું અંદર પરિણમન થવું તે ૧૫૫ ગાથામાં ભર્યું છે. અત્યારે આ વાત ક્યાં છે? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. શુદ્ધજ્ઞાન કહેતાં પવિત્રતાનો પિંડ પ્રભુ છે. શુદ્ધતાના સાગરથી ભરેલો ભગવાન છે. તેની પર્યાયમાં શુદ્ધતાની ભરતી આવવી, શુદ્ધતાનું પરિણમન થવું તેનું નામ સમકિત શ્રદ્ધા છે. નવતત્ત્વની શ્રદ્ધા એ સમકિત છે. હવે બાકી રહ્યું ચારિત્ર, તેથી હવે વ્રત કરો તે ચારિત્ર! એવું શ્રદ્ધાનું ચારિત્રનું સ્વરૂપ નથી. અહીંયા એ વાત કરે છે. (સ્વત:) શુદ્ધ સ્વરૂપે દ્રવ્ય પરિણમ્યું છે તે સ્વરસની વ્યાખ્યા કરી. પેલી વાત નાસ્તિથી કરી, આ અતિથી કહ્યું. અતીન્દ્રિય આનંદનો નાથ પોતે અતીન્દ્રિય આનંદપણે પરિણમી ગયો છે. એ જ્ઞાનવાન સ્વરસનો રસિલો છે. બીજા વિકલ્પ આદિ હો! પણ ધ્રુવના ધ્યાનને ચૂકીને બીજી વાત તેને હોતી નથી. સમજાણું કાંઈ ? દુનિયા સાથે મેળ ખાય ન ખાય!! Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ “શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” ભાષા કેવી છે!? આ કળશની ટીકા ક૨ના૨ કેવા છે? પં. બના૨સીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે. જેનો શુદ્ધ સ્વભાવ પવિત્રતાનો પિંડ, અનંતગુણોનો પવિત્રપિંડ નામ સાગર પ્રભુ છે તેની દૃષ્ટિ કરતાં, તેનો દૃષ્ટિમાં અનુભવ કરતાં– આ હું છું એવો અનુભવ કરતાં પર્યાયમાં શુદ્ધતાનો અનુભવ થાય છે....તેને આત્માનો સ્વ૨સ કહેવામાં આવે છે. પ્રવચન નં. ૧૫૬ કલશ-૧૪૯ ' તા. ૨૨/૧૧/’૭૭ નિર્જરા અધિકાર છે. અહીંયા સમ્યક્ત્તાનની પ્રધાનતાથી કથન છે, “જે કા૨ણથી (જ્ઞાનવાન્ ) શુધ્ધ સ્વરૂપ અનુભવશીલ છે.” આ “જ્ઞાનવાન્”ની વ્યાખ્યા કરી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી નિત્ય ધ્રુવ છે તેનું જ્ઞાન થતાં તેને જ્ઞાનવાન કહીએ. તેને શુધ્ધ સ્વરૂપના અનુભવ સ્વભાવવાળો કહીએ. સમ્યગ્દર્શન થતાં તેને જ્ઞાનવાન્ કહીએ એટલે કે શુધ્ધ સ્વરૂપના અનુભવવાળો કહીએ. તે હવે રાગનો કે સામગ્રીનો અનુભવ કરવાવાળો નથી. અજ્ઞાની પણ કોઈ સામગ્રીનો અનુભવ કરતો નથી પણ... ચૈતન્ય સ્વરૂપનો પોતાના જ્ઞાયકભાવના અભાનને લઈને... એટલે અજ્ઞાનથી ૫૨ને ભોગવું છું તેવી મિથ્યા માન્યતાથી તે બંધને કરે છે. ધર્મી જીવ ! એ શુધ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે. (સ્વરતંત: ) સ્વ...૨સ... એટલે જેને આનંદનો રસ પ્રગટ થયો છે. “વિભાવ પરિણમન મટયું છે,” તે નાસ્તિથી વાત કરી. (સ્વરસત:) શબ્દનો અર્થ “શુધ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” દ્રવ્ય જે શુધ્ધ ચૈતન્ય વસ્તુ છે તેનું પરિણમન શુધ્ધપણે પર્યાયમાં થયું છે... તેને જ્ઞાનવાન અને ધર્મી કહીએ. “તેથી (સર્વRIT ) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ અનાદિના સંસ્કા૨ તેનાથી રહિત છે સ્વભાવ જેનો, એવો છે,” આહાહા ! અહીંયા તો મિથ્યાત્વ સંબંધીની આ વાત છે. (સ્વરસત: ) એ વસ્તુનું દ્રવ્યનું પરિણમન છે. દ્રવ્ય જેવું શુધ્ધ છે તેવું જ તેનું પરિણમન છે. જેટલા પરિણામ મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ રહિત છે એ શુધ્ધ પરિણમનને અહીંયા લેવું છે. મિથ્યા શ્રધ્ધા અર્થાત્ જે ચૈતન્યની દૃષ્ટિ છોડી અને રાગના રસની પ્રીતિમાં પડયો છે એ મિથ્યાર્દષ્ટિ છે. એને જે રાગ છે તેવો રાગ સમ્યગ્દષ્ટિને નથી. સ્વભાવના લક્ષે જેને રાગની એકત્તાબુધ્ધિ ટળી છે અને શુધ્ધ ચૈતન્ય દ્રવ્યનું નિર્મળ પરિણમન થયું છે. “ જેનો સ્વભાવ એવો છે, “તત: ૫૧: ર્મમધ્યપતિત: અપિ સર્મમિ ન નિષ્યતે” તે કારણથી સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં પડયો છે,” કર્મના ઉદયથી મળેલી સામગ્રી- પૈસા, સ્ત્રી, કુટુંબ, મકાન, કપડાં, દાગીના એવી અનેક પ્રકા૨ની કર્મના ઉદય જનિત ભોગ સામગ્રી મધ્યમાં રહ્યો છે. ચારે બાજુ મળેલી સામગ્રીના ઘેરાવામાં પડયો છે. “અર્થાત્ પંચેન્દ્રિય ભોગ સામગ્રી ભોગવે છે,” એ વાત અપેક્ષાથી કરી. ભોગને (બાહ્યવસ્તુને ) તો ભોગવી શકતો નથી. પરંતુ પંચેન્દ્રિયના Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ કલશામૃત ભાગ-૪ વિષય ત૨ફની જરા આસકિત છે તેને તે ભોગવે છે. ભોગમાં પડયો છે તેથી સુખ-દુઃખપણાને પામે છે. શુધ્ધ સ્વરૂપનું જ્ઞાતાપણે પર્યાયમાં પરિણમન હોવાથી તેને ( અસ્થિરતાના ) થોડા દુઃખ-સુખના પરિણામ હોય છે, પરંતુ તેનો તે જ્ઞાતાદૃષ્ટા રહે છે... તેથી તેની તેને નિર્જરા થાય છે. “તથાપિ (સત ર્મમિ: ) આઠે પ્રકારના છે જે જ્ઞાનાવ૨ણાદિ કર્મ, તેમના વડે બંધાતો નથી.” અહીંયા મિથ્યાત્વ સંબંધી જે અજ્ઞાન છે તેનાથી બંધાતો નથી... એટલું અહીંયા સિધ્ધ કરવું છે. હવે કોઈ એમ જ માની લે કે જે કોઈ સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને જરીએ બંધ જ નથી, આસ્રવ નથી– તો એમ વાત નથી. જ્યાં સુધી સ્વરૂપમાં ચારિત્રરૂપ ૨મણતા ન જામે, આનંદના નાથમાં (વિશેષ ) રમણતા ન થાય ત્યાં સુધી તેને રાગ થાય છે. પણ અહીંયા તો અજ્ઞાન સંબંધી રાગને મિથ્યાત્વ નથી... તેથી તે અજ્ઞાનપણું પામતો નથી. ભોગ સામગ્રીને આસકિતપણે ભોગવે છે છતાં તે અજ્ઞાનપણું પામતો નથી, તેથી કર્મથી બંધાતો નથી. ' ભાવાર્થ આમ છે કે- “અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે” અંતરંગમાં ચીકણાપણું નથી એટલે રાગની મીઠાશ નથી. આત્માના આનંદની મીઠાશ આગળ ધર્મીને રાગની મીઠાશ લાગતી નથી. તેને રાગનું દુઃખ લાગે છે. એ ચક્રવર્તીના રાજ હોય કે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય પણ ધર્મીને તે દુઃખના નિમિત્ત અને તેમાં દુઃખ લાગે છે. અજ્ઞાની તેને સુખના નિમિત્તો અને સામગ્રીમાં સુખ માને છે. મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિનો આ આંતરો છે. પૂર્વ કર્મના ઉદયને લઈને સામગ્રી આવે અને તેના ત૨ફ સુખ-દુઃખની જરા કલ્પના પણ થાય, તો પણ તેને અજ્ઞાનપણું નથી. હું આનંદનો સાગર પ્રભુ! આનંદ સ્વરૂપ છું. એવા આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ તેને દુઃખરૂપ લાગે છે... તેથી તેને અજ્ઞાન થતું નથી. અજ્ઞાનીને થોડામાં થોડો રાગ આવે પણ તેને તેમાં મીઠાશ વર્તે છે, કેમકે તેની દૃષ્ટિ રાગ ઉ૫૨ છે. તેનું વલણ ચૈતન્ય દ્રવ્ય તરફનું નથી. તેને રાગની મંદતા હો ! પણ અજ્ઞાનીની દૃષ્ટિમાં એટલે પર્યાયબુધ્ધિમાં રાગબુધ્ધિ છે... તેથી અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ ભોગની સામગ્રીથી બંધાતો નથી, પરંતુ ભોગ તરફના વલણવાળો મિથ્યાત્વભાવ તેનાથી બંધાય છે. તેણે મારું માન્યું છે ને! “અંતરંગ ચીકણાપણું નથી.” તેને રાગની એકતાબુધ્ધિ નથી. તેને સ્વભાવની એકત્તાબુધ્ધિ છૂટતી નથી. આવો માર્ગ છે. જરા આસકિતનો રાગ થાય છે, સુખ-દુઃખની પર્યાયમાં વેદન જરી આવે... પણ તે નિર્જરી જાય છે. અજ્ઞાન અને મિથ્યાત્વની અપેક્ષાએ આ વાત કરી છે. કોઈ એમજ માની લે કે સમ્યગ્દષ્ટિ થયો... પછી જે રાગાદિ થાય, ભોગનો રાગ આવે તો પણ તેને જરાય રાગનું બંધન નથી– તો એમ નથી. તેને મિથ્યાત્વનું બંધન નથી. જે Page #497 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ૪૮૧ મુખ્ય સંસારનું કારણ છે તેનો અભાવ છે તેથી મિથ્યાત્વ સંબંધી બંધ થાય, અજ્ઞાન સંબંધી બંધ થાય એવું નથી. (શાર્દૂલવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।।१८-१५०।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. “જ્ઞાનીન મુક્ષ્ય”(જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (મુંદ્મ) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, “તથાપિ તવ ઉત્થ: નાસ્તિ” (તથા) તોપણ (તા) તને (વ.) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (નાસ્તિ) નથી. કેવો બંધ નથી?“HRISTIધનનિત.” (૫૨) ભોગસામગ્રી, તેનું (અપST) ભોગવવામાં આવવું, તેનાથી (નિત:) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હુશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે-શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે-“જ્ઞાન વાવનાર અજ્ઞાન ન આવે” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે, (વાવન પિ) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીતઅનાગત-વર્તમાન કાળમાં (અજ્ઞાન) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ ( ન મવે) થતું નથી. કેવું છે જ્ઞાન? “સત્તતં મવત” શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દેખાત્ત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે-“દિ યસ્ય વીત: ય: યાદ સ્વમાવ: તસ્ય તાદરૂદ સ્તિ” (હિ) કારણ કે (ચર્ચા) જે કોઈ વસ્તુનો (T: યાદ સ્વમાવ:) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (વશત:) અનાદિનિધન છે, (તરા) Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ કલશામૃત ભાગ-૪ તે વસ્તુનો (તાદળ ફઇ અસ્તિ ) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. “ ષ: પરે: થમ્વન અપિ અન્યાદશ: તું ન શયતે” (ષ: ) વસ્તુનો સ્વભાવ ( રૈ: ) અન્ય વસ્તુનો કર્યો ( થન્ગ્વન અપિ ) કોઈ પણ પ્રકારે (અન્યાદશ:) બીજારૂપ (g) કરાવાને ( નાશયતે) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮-૧૫૦. કળશ નં.-૧૫૦ : ઉ૫૨ પ્રવચન પ્રવચન નં. ૧૫૬-૧૫૭ તા. ૨૨-૨૩/૧૧/૩૭૭ “અહીંયા કોઈ પ્રશ્ન ક૨ે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુધ્ધ છે તથાપિ પંચેન્દ્રિય વિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી ?” સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી.” આ વાત કઈ અપેક્ષાએ છે ! હવે તેને જ્ઞાનનું અજ્ઞાન થતું નથી, તેમજ તેને વિષય ભોગોનો રાગ, દુઃખરૂપ લાગે છે તેથી તેને જ્ઞાનનું અજ્ઞાન થતું નથી. એથી અજ્ઞાનનો તેને બંધ છે નહીં. “ જ્ઞાનીન્ મુંક્ષ્ય હૈ સમ્યગ્દષ્ટિ જીવ ! કર્મના ઉદયથી મળી છે જે ભોગ સામગ્રી તેને ભોગવે છે તો ભોગવ,” એમ મુનિઓ કહે ખરા ? ભાષા તો આ રીતની આવી છે. તેનો અર્થ એ છે કે– ૫૨દ્રવ્ય જનિત અપરાધ તેને નથી. ૫૨ની ક્રિયા થાય તેથી તેને અપરાધ થાય- એમ નથી. અપરાધ તો ત્યારે થાય કે– એ ક્રિયા મારી છે અને રાગમાં મીઠાશ છે એમ માને એવો જે મિથ્યાત્વ ભાવ- અજ્ઞાનભાવ એ ભોગની સામગ્રીમાં પ્રીતિ કરાવીને બંધન કરાવે છે. આટલી બધી શ૨તું છે!? “ભોગવે છે તો ભોગવ”, આવો પાઠ છે હો ! ( જ્ઞાનીન્ મુંક્ષ્ય ) શ્લોકમાં ચોથું પદ છે. ભોગવે છે તેનો અર્થ એ કહેવા માગે છે કે- ૫૨દ્રવ્યની પર્યાયથી તને કોઈ નુકશાન થાય એમ નથી. નુકશાન તો ત્યારે થાય જ્યારે તું ૫૨દ્રવ્યને મારા માન, રાગને મારો માન એવા ભાવથી નુકસાન છે. એ વાત સિધ્ધ કરવા માટે ૫૨દ્રવ્યને ભોગવે છે–એટલે કે ૫૨દ્રવ્યને તો કોઈ ભોગવી શકતું નથી... પણ ૫૨દ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય છે તો રાગ થાય છે એમ કહે છે, પણ તેને અજ્ઞાનપણું નથી. રાગની મીઠાશ નથી તેથી તેને બંધન નથી. વીતરાગ માર્ગ બહુ Page #499 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ૪૮૩ ઝીણો ભાઈ ! આ વાતને ખેંચીને કયાંય લઈ જાય છે કે સમ્યગ્દષ્ટિને જરા પણ રાગ નથી અને જરી પણ બંધ નથી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ કઈ અપેક્ષાએ બાપુ! જ્ઞાનીઓમાં મુનિઓ હોય તો તેને ત્રણ કષાયનો અભાવ થઈને પ્રચુર આનંદનું વેદન છે એવા મુનિને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ જે ઊઠે છે તે દુઃખ છે, સંસાર છે, બંધનું કારણ છે. એક બાજુ એમ કહે કે- મિથ્યાદેષ્ટિને પર સામગ્રી છે તેને તે સ્પર્શતોય નથી. એતો અજ્ઞાની માને છે કે હું પરને સ્પર્શી ને ભોગવું છું. એ તો તેની માન્યતામાં વિપરીતતા છે. જ્ઞાની એ પરને અડતોય નથી, સ્પર્શતોય નથી. રાગ જરા થાય તેનો તે સ્વામી નથી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આનંદના નાથનો સ્વામી છે. જેને મોટો ઘરાક ઘરમાં મળી ગયો છે. અતીન્દ્રિય આનંદની શક્તિનો સાગર પ્રભુ! એવો ઘરાક તેને તેની દૃષ્ટિમાં મળી ગયો છે. હવે તે રાગનો ધણી કેમ થાય? એ અપેક્ષાએ વાત છે. બાકી સમ્યગ્દષ્ટિ શું? મુનિ હોય તો તેને પણ રાગનો ભાવ છે તે સંસાર છે. આહાહાએ કહે કે- શુભોપયોગ મોક્ષનો માર્ગ છે. એની મોટી તકરાર ચાલે છેપંડિતો. પંડિતો વચ્ચે ! આ ચર્ચા અત્યારે તેત્તાલીસ વર્ષ પછી ઊપડી. બીજો કહે- શુભોપયોગ મોક્ષનો માર્ગ નથી, બંધનો માર્ગ છે. જ્ઞાનીને પણ શુભોપયોગ બંધનું કારણ છે. અહીંયા પાઠમાં કહે છે કે- જ્ઞાનીને બંધ નથી. કેમ કે- શુભઉપયોગ મારો છે, તેનાથી મને લાભ છે એવી દષ્ટિ ગઈ છે. મારું તો ચૈતન્ય સ્વરૂપ... જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ જે છે તે આનંદનો ભરચક દરિયો છે. જ્ઞાનની અમાપ અમાપ શક્તિનો સાગર છે. જે પ્રભુતાશક્તિથી પૂર્ણ ભરેલો ઈશ્વર છે... એવી જેને સમ્યકષ્ટિ થઈ છે તેને પરના ભોગવવા પ્રત્યે થોડો આસકિતનો ભાવ થાય, તે પણ પરના કારણે આસકિત નથી થઈ પરંતુ નબળાઈ છે એ કારણે આસકિત થઈ છે. જ્ઞાની એ આસકિતનો પણ સ્વામી થતો નથી. એ અપેક્ષાએ કહ્યું કે- સમ્યગ્દષ્ટિ ભોગ ભોગવતા છતાં તેને બંધ નથી. આ રીતથી કોઈ બીજી રીતે ફેરફાર કરે તો મોટો ફેરફાર થઈ જાય એવું છે. સમજાણું કાંઈ? (મુંક્વ) “ભોગ ભોગવે” તેવો શબ્દ છે. ચોથા પદમાં કહ્યું કે “જ્ઞાનિન મુંદ્ઘ પર પરધMનિતો નાસ્તીદ વન્યસ્તવ,” જુઓ, શું કહે છે? પર પદાર્થના અપરાધના કારણે દેહની ક્રિયા થાય, શરીરની થાય, વાણીની થાય તે તેના કારણે થાય છે. એ ક્રિયાના કારણે તને બંધ છે- એમ નથી. એ પ્રકારની શંકા ટાળવા અને દૃષ્ટિમાં નિશંક રહેવા કહ્યું કે- આ ક્રિયાથી મને બંધ થાય છે તે શંકા છોડી દે! હવે સમકિતીને એવી દૃષ્ટિ હોતી નથી. કેમ કે તેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે. આહાહા! ભગવાન આનંદનો નાથ પરમાત્મા છે તે અનંત અનંત અમાપશક્તિ અમાપ ગુણોનો પિંડ છે. આહાહા ! જેની શક્તિ કહો કે ગુણો કહો તે અમાપ છે. અમાપ.. અમાપ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ કલશામૃત ભાગ-૪ જેના ગુણો છે. આહાહા ! પ્રમાણ જ્ઞાનમાં આવે તે પણ અમાપ છે એમ આવે છે. અમાપનું ય માપ આવે છે. એ શું કહ્યું ? વસ્તુ છે તેમાં એટલી શક્તિઓ છે કે જેનો અંત નથી. જેમ આકાશનો કયાંય અંત નથી. કોઈ નાસ્તિક હોય અને તે એટલું વિચારે કે આ....જે...આમ...ક્ષેત્ર જાય છે ચારે બાજુ... તો તેના પછી શું... પછી શું... પછી શું... પછી શું આમ અનંત... અનંત...અનંત...અનંત... અનંત... અનંત... અનંત... અનંત...અનંત... અનંત...અનંત...અનંત ને અનંત ! એ અનંતનો વર્ગ કરો એટલે ? અનંતને અનંતથી ગુણો એકવા૨, એ જે ગુણાકાર થયો તેને બીજીવા૨ ગુણો, એવી રીતે અનંતવા૨ અનંતથી ગુણો અને એ જે વર્ગ થાય, એની જે સંખ્યા આવે તેનાં કરતાં પણ અનંતગુણા ગુણ આત્મામાં છે. આ વાતુંથી પાર આવે એવું નથી. ભાષામાં કહે... પણ એ વસ્તુ શું છે ? જેમાં જેના ગુણની સંખ્યાનો માપ નથી.. માપ નથી એટલે ? અમાપ છે છતાં જ્ઞાનમાં માપ આવે એમ વસ્તુ નથી. હા, અનંતને અનંતપણે જ્ઞાન જાણે, અમાપ શક્તિને અમાપ શક્તિપણે શાન જાણે. ક્ષેત્રથી આત્મા આ શ૨ી૨ પ્રમાણ છે, પરંતુ તેના ભાવથી જોતાં, તેની શક્તિને સંખ્યાથી, સંખ્યાતીત જોતાં અનંત...અનંત...અનંત... અનંત...અનંત...અનંત... એવા સ્વભાવનો જેને અનુભવ થયો તેને પ૨ પદાર્થને ભોગવવાની વૃત્તિ હોતી નથી. આહાહા ! જેના આનંદના ભોગવટા અનંત...અમાપ એવા પરમાત્મ સ્વરૂપનું જેણે માપ લીધું એટલે અમાપનું માપ લીધું. પ્રમાણની પર્યાયમાં તેનું જ્ઞાન આવી જાય છે ને !? ભગવાન ઊંડો ઊંડો અનંત ગુણનો દરિયો છે. અમાપ ગુણનો ભંડાર ભગવાનનું માપ સમ્યગ્દર્શન જ્ઞાનમાં આવી ગયું છે. તેને હવે જગતના વિષયો રાગાદિ દુઃખરૂપ લાગે છે. ૫૨ સામગ્રી તો ૫૨શેય તરીકે જણાય છે. શ્રોતાઃ- સામગ્રી દુઃખરૂપ લાગે ? ઉત્ત૨:- ૫૨ સામગ્રી દુઃખરૂપ નહીં પરંતુ રાગ દુઃખરૂપ લાગે છે. રાગ દુઃખરૂપ લાગે છે અને સામગ્રી ૫૨શેય લાગે છે... એમ કહ્યું ! ભાષા એમ આવી છે– રાગ દુઃખરૂપ લાગે છે. ૫૨વસ્તુ શેયરૂપ જણાય છે. તે મારા તરીકે જણાતી નથી. તે સામગ્રી છે એમ શેયપણે જણાય છે એટલે ૫૨શેય તરીકે જાણે છે. આહાહા! અજ્ઞાનીને રાગનો રસ છે તે દુઃખનો રસ છે. ૫૨સામગ્રીને ભોગવી શકતો નથી. પરંતુ તેનું લક્ષ ત્યાં ૫૨ ઉપ૨ છે તેથી આને હું ભોગવું છું એવો વિપર્યાસ દૃષ્ટિમાં છે. શ્રોતા:- બહુ શ્રુતજ્ઞાન તે દરિયો છે. ઉત્ત૨:- એ શુધ્ધ જ્ઞાન પર્યાયમાં કહ્યું ને ! શુધ્ધ જ્ઞાનની પર્યાયમાં માપ આવ્યું પણ તે અમાપનું માપ આવ્યું છે. માપ જ છે ત્યાં તેમ જ્ઞાન નથી માપતું. લોકો કહે છે ને કે– અનંત, અનંત છે એનું જ્ઞાન આવ્યું તો એ અનંતનો અંત આવી ગયો ? પણ એમ નથી. અનંત પણ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ કલશ-૧૫૦ જ્ઞાનમાં અનંત તરીકે આવ્યું છે. તેમ આ અનંત અમાપ આત્માના ગુણો છે તેનું જ્ઞાનમાં અનંત અમાપપણું આવ્યું છે. અરે તેને પોતાનું ઘર કેવડું મોટું છે તેની તેને ખબર ન મળે! એવા પ્રભુના મોટા ઘરમાં જે પેઠા તેને પોતાના ઘરની અમાપતા દેખાણી. જ્ઞાનીને પોતાના ભગવાનની મીઠાશ આગળ રાગની મીઠાશ લાગતી નથી. ઈન્દ્રાણીના ભોગમાં જે રાગ આવે છે તે દુઃખરૂપ લાગે છે. જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય એવો તેને ત્રાસ લાગે છે. શ્રોતા- કાળા નાગને અડે તો મરી જાય. ઉત્તર- અહીંયા તો જ્ઞાની કાળા નાગને અડવા દેતો નથી. તે રાગને કાળો નાગ જાણે છે પણ તેને અડતો નથી- સ્પર્શ કરતો નથી. તે સ્પર્શ તો ચેતનને કરે છે. આવો વીતરાગ મારગ છે. જિનેન્દ્ર સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે જાણીને, જોઈને, અનુભવીને કહ્યું છે. એવી ચીજ બીજે કયાંય નથી હોં! આહાહા! આવી ચીજ બીજે નથી એમ એ ભગવાને કહ્યું છે. અહીંયા કહે છે “ભોગવે તો પણ તને બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન નથી.” એ કઈ અપેક્ષાએ કહ્યું છે? અરે ! સંતો ભોગને ભોગવવાનું કહે ? પાઠમાં તો કહ્યું કેભોગને ભોગવે છે. તેનો એ અર્થ છે કે- પર એવા જડની પર્યાયથી તને નુકશાન થાય!! એવી જે શંકા તે ટાળવી છે. તારી પર્યાયમાં જે અપરાધ થાય તેનાથી બંધ છે. ઘણી સામગ્રી હોય તો તેને ઘણો બંધ હોય અને અલ્પ સામગ્રી હોય તો તેને અલ્પ બંધ હોય એમ છે? એ સામગ્રી પ્રત્યેની જે એકત્તાબુદ્ધિ છે અને સ્વભાવ પ્રત્યેની જે વિરક્તબુદ્ધિ છે તેનો તેને બંધ છે. ધર્મી સ્વભાવ પ્રત્યે રક્ત છે અને રાગથી વિરક્ત છે. વિરક્તપણું જે મુનિને છે તેવું નથી; પણ ધર્મી થતાં તે રાગથી વિરકત છે. આહાહા! તે રાગથી છૂટો પડયો છે. ઝીણી બહુ વાતો માટે આ તકરારો ઊઠે છે ને! કાલ લખાણ આવ્યું છે કે- સમ્યકજ્ઞાન દીપિકામાં જે કહ્યું છે સોનગઢવાળા કહે છે. સમ્યકજ્ઞાન દીપિકા તો બ્રહ્મચારી ધર્મદાસ ક્ષુલ્લકે કરેલી છે. પ્રભુ! તું આ શું કરે છે? સોનગઢમાં દિગમ્બરના શાસ્ત્રો છપાય છે તેથી પંડિતોના અને આચાર્યોના પુસ્તકો છપાય છે. તેમાં બ્રહ્મચારી ક્ષુલ્લકનું પણ છાપ્યું છે. એથી કરીને એ અભિપ્રાય અમારો છે – એમ કહે છે. અને ધર્મદાસજીનો અભિપ્રાય પણ ખોટો નથી. તે એટલું કહેવા માગે છે કે – જેને માથે પતિ હોય અને કોઈ ભૂલ થઈ જાય પત્નીની તો તે બહારમાં આવતું નથી; તેને દુનિયા દેખતી નથી. તેમ ધર્મી ! આત્માના પ્રેમમાં – રસમાં પડયો છે અને કદાચિત્ કોઈ અશુભ રાગાદિકનો ભાવ આવ્યો તો તેનો ધણી જ્ઞાન સ્વરૂપ પ્રભુ માથે છે તેથી એ દોષ બહાર નહીં આવે. તેને લોકો જાણી શકે તે રીતે એ દોષ બહાર નહીં આવે એમ કહે છે. બાકી દોષ તો દોષ જ છે. એ લખાણ સમ્યકજ્ઞાન દીપિકાનું છે, સોનગઢનું નહીં. સોનગઢ તો દિગમ્બર શાસ્ત્રોને પ્રસિદ્ધ કરે છે તેમાં પંડિતનું શાસ્ત્ર પણ પ્રસિદ્ધ કર્યું. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ કલશામૃત ભાગ-૪ અહીંની ટીકા નામ આલોચના લખવી હોય તો બીજી કરને? કહે ને કે તેઓ પુરુષાર્થ સંજવલનના રાગથી ધર્મ માનતા નથી. ક્રમબદ્ધને માનવામાં પુરુષાર્થ રહેતો નથી છતાં ક્રમબદ્ધને માને છે. નિમિત્તને માને છતાં નિમિત્તથી થાય એમ માનતા નથી. એવું બધું કહે તો તો બરોબર છે સાચું છે, પણ આ તો તન જૂઠું ચલાવે! એની દૃષ્ટિમાં પણ આવું અંધાધુંધ - જૂઠું છે. સમ્યકજ્ઞાન દીપિકાનું લખાણ સોનગઢે છપાવ્યું માટે એ લોકો – પરસ્ત્રીના ભોગમાં પાપ માનતા નથી. અરેરે ! પ્રભુ! તું આ શું કરે છે !? અહીંયા તો કહે છે- સમ્યગ્દષ્ટિ જીવ છે જેને સહજાનંદ સ્વરૂપનું ભાન થયું છે. જેને અંદરમાંથી આનંદની લહેર ઊઠે છે તે જીવને કહે છે કે- પરદ્રવ્યના કારણે તેને બંધ થાય એવું નથી. પરદ્રવ્યના કારણે બંધ થાય એમ હોય કોઈ દિવસ? પોતાના કારણે થાય એટલે પરથી બંધ થતો નથી, મિથ્યાત્વથી જ બંધ છે. પરમાં સુખ છે, પરથી ધર્મ છે એ વાત તો તને સ્વીકારમાં છે નહીં. તેથી તને મિથ્યાત્વ સંબંધી બંધ નથી. અને પર સામગ્રીથી બંધ થતો નથી. અને મિથ્યાત્વને લઈને જે બંધ થાય તે તને નથી માટે પરદ્રવ્યને ભોગવ! તે તરફ લક્ષ જતું હોય તો હો...!તે પર સામગ્રીથી નુકશાન થાય છે એમ નથી. અહીંયા પાઠમાં (મુંá) કહ્યું છે ને! સંતો ભોગ ભોગવવાનું કહે ? (કદી ન કહે.) દિગમ્બર મહાસંત..એ તો આત્માના સ્વસંવેદનના પ્રચુર આનંદમાં પડયા છે. ભાવલિંગ દશામાં તેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન છે, તે પરને ભોગવવાનું કહે? પાઠમાં તો આમ છે! પણ તેનો આશય શું છે? ભાઈ ! તું સમ્યગ્દષ્ટિ છો અને તને આત્માની શાંતિનું ભાન થયું છે. તને પરમાં ક્યાંય શાંતિ દેખાતી નથી તેથી પરદ્રવ્યને ભોવવવામાં તને પાપ નથી. મિથ્યાત્વ ભાવથી બંધ થાય! એ મિથ્યાત્વ ભાવ તો તને છે નહીં. તને રાગની મીઠાશ નથી અને પર દ્રવ્ય મારા એવી દૃષ્ટિ ઊડી ગઈ છે. સ્વદ્રવ્ય મારું છે અને આત્મામાં મીઠાશ છે તેવી દૃષ્ટિ થઈ છે; એ કારણે પરદ્રવ્યના ભોગવટામાં તને બંધ છે એ વાત તને નથી. અજ્ઞાનીને પણ પરદ્રવ્યની ક્રિયાના ભોગથી બંધ છે એમ નથી. અજ્ઞાનીને તેના અજ્ઞાનભાવથી બંધ છે. આ દેહની ક્રિયા થાય એ કાંઈ બંધનું કારણ નથી. આહાહા! વિષય ભોગમાં શરીરની ક્રિયા થાય એ કાંઈ બંધનું કારણ નથી. અંદરમાં જે રાગ થાય છે, એ મને ઠીક પડે છે એવો જે મિથ્યાત્વ તે બંધનું કારણ છે. આવો માર્ગ છે. જરીયે વિચારે નહીં, મેળવે નહીં અને એકદમ (ઉતાવળો થઈ જાય !) અહીંયા પાઠ તો આ આવ્યો “જ્ઞાનીન મું” ભોગ ભોગવવાનું મુનિ કહે? તેનો અર્થ એ કે – પરદ્રવ્યની સામગ્રી તારી નથી એમ તું માને છે અને તેના તરફના વલણનો રાગ થાય તેની તને મીઠાશ નથી. લોકો દેખે છે – ત્યાં ભોગવે છે, તેને અડે છે એ અપેક્ષાએ ભોગવે છે એમ કહ્યું છે. આ તો અંદરની વાત છે ભાઈ ! ' શબ્દ આવ્યો “(૨) ભોગ સામગ્રી, તેનું ભોગવવામાં આવવું, તેનાથી ઉત્પન્ન થતો.” અપરાધ એ તને નથી. “સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતાં બંધ નથી, Page #503 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ४८७ નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે,” સમ્યગ્દર્શનના સમ્યકજ્ઞાનના સ્વરૂપાચરણના શુદ્ધ પરિણામથી સર્વથા શુદ્ધ છે. એ જીવ સર્વથા અવશ્ય પરિણામથી શુદ્ધ છે. તેનો અર્થ? સર્વથા શુદ્ધ છે એટલે તેને જે આસક્તિનો ભાવ થયો એ પણ શુદ્ધ છે– એમ નથી. તેને દૃષ્ટિ અને સમ્યકજ્ઞાનના શુદ્ધ પરિણામ છે. તેથી તે શુદ્ધ છે....સર્વથા શુદ્ધ છે. એમાંથી કોઈ એમ લ્ય કે – સમ્યગ્દષ્ટિ ગમે તેવા ભોગનો રાગ કરે અને એ શુદ્ધ છે એમ નથી. અહીંયા તો દૃષ્ટિના પરિણામ અને તેને આનંદનું વેદન છે તે સર્વથા શુદ્ધ છે. સમજાણું કાંઈ? એ અમાપ શક્તિઓનું પણ જેણે સમ્યજ્ઞાનમાં માપ લઈ લીધું છે....એ જ્ઞાનની પર્યાયની મોટપ કેટલી? એ અનંત અનંત...... અમાપ શક્તિ છે. આકાશના અમાપ પ્રદેશ કરતાં પણ અનંતગુણી શક્તિી છે. ક્ષેત્ર ભલે નાનું પણ તેની શક્તિની સંખ્યા અમાપ છે. એનું જેણે શ્રદ્ધામાં માપ લઈ લીધું તેની પ્રતીત થઈ પણ એ વસ્તુ શ્રદ્ધામાં (પરિણામમાં) ન આવી ! અરે આવી ચીજ છે. મનુષ્યપણું મળ્યું, સંપ્રદાયમાં જનમ્યો અંતે આ વસ્તુ ન સમજે પ્રભુ તો કે દિ' પામશે !? આહાહાજેણે અમાપ શક્તિના તળિયા જોયા! શું છે એ? ચીજની શક્તિઓની સંખ્યા અમાપ. એટલી શક્તિઓ અને ગુણો છે કે જેના માપ અમાપ છે. આહાહા ! ક્ષેત્ર ભલે અસંખ્ય પ્રદેશ છે. અરે! એક પરમાણું લ્યો તો પણ શું? તેમાં અમાપ ગુણો છે. વસ્તુનું ક્ષેત્ર જોવાનું નથી તેની શક્તિઓ કેટલી છે તે જોવાનું છે. એવી અમાપ શક્તિઓનું જેણે શ્રદ્ધામાં માપ લઈ લીધું. અનંતનું અનંતપણે જ્ઞાન થઈ ગયું. આવું ગણિત છે... તે સર્વજ્ઞ વીતરાગ સિવાય ક્યાંયે નથી. આ અંદરમાં બેસી જાય તેવી વાત છે. આ કરણાનુયોગ નથી. આ કરણાનુયોગની વાત નથી પરંતુ દ્રવ્યાનુયોગની વાત છે. તે દિવસે તેમણે કહ્યું હતું કે – આ કરણાનુયોગની વાત છે. મેં આ સંખ્યાને એવું કહ્યું ને એટલે કહે– આ તો કરણાનુયોગની વાત છે. આહાહા ! બાપુ! શું કહીએ!! કરણાનુયોગમાં કર્મની વાત છે. એ જુદી વસ્તુ છે. સ્વના જ્ઞાન વિના કર્મનું યથાર્થ જ્ઞાન થઈ શકે નહીં. આ તો ધીરાના કામ છે! મોટા મોટા ભાષણ કરવા અને આ કરવું! એમાં આ વસ્તુ ન આવી બાપુ! તીર્થકર ભગવાને જે આત્મા જોયો, પરમાણું જોયો, બીજાં દ્રવ્યો જોયાં..આહાહા ! એક કાલાણ જોયો. સર્વજ્ઞ ભગવાન કહે છે- એ કાલાણુમાં ત્રણકાળના પર્યાય કરતાં એક કાલાણુમાં અનંતાગુણ છે. એલા પણ....ત્રણકાળની પર્યાયો કરતાં એક કાલાણુમાં અનંતાગુણાગુણ? અરે! ત્રણકાળની પર્યાય કરતાં એક કાલાણુની અનંતગુણની એક સમયમાં અનંતી પર્યાય તે ત્રણકાળના સમય કરતાં અનંતગુણી છે. આહાહા ! સ્વનું જ્ઞાન થતાં બધાને પરનું જ્ઞાન આવી જાય છે એવો સ્વભાવ છે. પોતાને પોતાની શક્તિઓનું અમાપપણું શું છે? તેના જ્ઞાનમાં માપ આવી ગયું છે. એ જ્ઞાનમાં જે અમાપ છે તેનું માપ થઈ ગયું છે. હવે રાગ અને Page #504 -------------------------------------------------------------------------- ________________ ४८८ ૫૨થી ૨સ ઊડી ગયો છે. “સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કા૨ણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે,” કઈ અપેક્ષાએ કહ્યું ? સમ્યગ્દષ્ટિ બધા પરિણામથી શુદ્ધ છે એમ નહીં. તે દૃષ્ટિ અને જ્ઞાનની સ્વરૂપ આચરણની અપેક્ષાએ શુદ્ધ છે. તેની ભૂમિકા પ્રમાણે શુદ્ધ છે. બાકી પરિણામથી સર્વથા શુદ્ધ છે – એમ નથી. સમ્યગ્દષ્ટિ ભોગમાં, રાગમાં, લડાઈમાં ઊભો હોય, ક્રોધમાં હોય તોય શુદ્ધ છે એમ નથી.તેને દૃષ્ટિ ને જ્ઞાનનું શુદ્ધ આચરણ છે તે તો સર્વથા શુદ્ધ છે. બે શબ્દો છે પાઠમાં–“સર્વથા અને અવશ્ય. સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા જરૂર પરિણામોથી શુદ્ધ છે....એમ કહે છે. ‘અવશ્ય’ એમ પણ લીધું છે. હવે ત્યાં એમ લગાવી દ્યે કે- સમ્યગ્દષ્ટિને જે આસક્તિના પરિણામ આવે, ભોગના આવે એ બધાય શુદ્ધ છે – એમ નથી. ',, આહાહા ! સમ્યગ્દર્શનમાં ચૈતન્ય ભગવાન જ્યાં પ્રતીતમાં આવ્યો અને એનું જ્ઞાન થયું એ શ્રદ્ધા જ્ઞાન અને એની રમણતા તે સર્વથા શુદ્ધ છે. તેમાં કિંચિત મેલનો ભાવ છે નહીં. આહાહા ! આવો ભગવાન આત્મા તેણે સાંભળ્યોય નથી. તેની ચીજ શું છે ? એની તેને ખબર નથી. અને જ્યાં ખબ૨ પડી તો એ શાન શુદ્ધ છે, એમ કહે છે. પાછું સર્વથા શુદ્ધ કહ્યું એટલે આમાંથી એમ કાઢે કે– સમ્યગ્દષ્ટિને ગમે તેવા પરિણામ થાય પણ તેને દુઃખ નથી, મલિનતા નથી ને બધા શુદ્ધ છે, – તો એમ નથી. અહીંયા તો ફક્ત દ્રવ્યનું ભાન થયું અને પ્રતીતિ થઈ. અમાપનું માપ જ્ઞાનમાં આવી ગયું એવા જે પરિણામ તે શુદ્ધ છે. એ પરિણામ સર્વથા શુદ્ધ છે. અરે ! નવરાશ ક્યાં ? મૂળચીજને જોવાની ફુરસદ ક્યાં ? સમયસારના કળશમાં આવે છે કે આત્માને જાણવાનું એકવાર કૌતુહલ તો ક૨! “તત્ત્વૌતૂહની સન્” પ્રભુ તારી ચીજમાં એકવાર કૌતુહલ તો કર કે આ શું છે ? સર્વજ્ઞ જેના આટ આટલા વખાણ કરે તે શું ચીજ છે અંદર ? ૫૨ વસ્તુ દેખીને તને વિસ્મયતા- કૌતૂહલ આવે છે ને ? જરા શરી૨ સુંદર જુએ, પૈસા દેખે, મકાન દેખે, પાંચ-પચ્ચીસ લાખના અને તેમાં થ૨વખરી ફર્નિચ૨ હોય ત્યાં તો આમ શું નું શું થઈ જાય ! ત્યાં તને કૌતૂહલતા આવે છે. તો આ અંતર વસ્તુ ભગવાન છે ત્યાં એકવાર કૌતુહલ કરને! કૌતુહલ શબ્દે વિસ્મયતા તો કર..... ! મહિમા તો કર કે આ શું ચીજ છે! એ ભાષાથી નહીં, શાસ્ત્રથી નહીં, તા૨ા ભાવથી અંદરથી આ તારું અજાયબ ઘર છે. બેનના વચનામૃતમાં આવે છે ને ! અજાયબથર છે ને ! આવી વાતું છે. કલશામૃત ભાગ-૪ પ્રશ્ન:- જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો શું કરવું ? ઉત્ત૨:- જ્ઞાનાવરણીય ક્ષયોપશમનું અહીંયા કામ નથી. અહીંયા તો આત્માને જાણવાનું કામ છે...બસ ! એટલો તો ક્ષયોપશમ હોય જ તે ! સ્વને જાણી શકે તેટલો ક્ષયોપશમ તો હોય જ તે. સંશીને ચારેય ગતિમાં હોય છે. સાતમી નરકનો નારકી હો! તે તેત્રીસ સાગરની Page #505 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ४८८ સ્થિતિએ મિથ્યાષ્ટિ થઈ ઊપજ્યો. તેની એક સમયની પીડા ન સહી શકાય! બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ત્યાં હેઠે પડયા છે. મોટા શેઠિયા અબજોપતિ હોય તે મરીને નરકે પડયા છે. મોટા માણસ તેના મોટા પાણીના હોજ અને એમાં માછલા મરે, બિલાડા મરે, કાગડા મરે ! મોટા મોટા મીલ હોય છે, હોજમાં ઊના ઊના પાણી ભરી રાખ્યા હોય છે. સર્પ પડે, કાગડા પડીને મરે. નરકની પીડા બાપુ! એવી પીડામાં પણ તેને આત્માની કૌતુહલતા થઈ અને સમ્યગ્દર્શન પામે છે. અહીંયા તો થોડી સગવડતા હોય, ઢીકણું હોય, ફલાણું હોય, હું કાંઈક કરીશ, છોકરાવ કાંઈક ઠેકાણે પડે, દિકરીયું સારે ઠેકાણે પરણે, આપણા ઘરના પ્રમાણમાં ઘર મળે; કેમ કે – સાધારણ ઘરે જાય તો લોકો એમ કહે કે- આવાને કેમ આપી....આમાં ને આમાં રોકાતો બિચારો અંદરમાં જતાં રહી ગયો એ વાત અહીંયા કહે છે. સર્વથા પરિણામ શુદ્ધ એવો જ વસ્તુનો સ્વભાવ છે. સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સ્વરૂપચરણનો આનંદનો જ્યાં કાળ આવ્યો એ સર્વથા શુદ્ધ છેભલે તે અંશ છે. હવે આમાંથી કોઈ લઈ લે અને પછી ખેંચે જુઓ! સમયગ્દષ્ટિને બિલકુલ દુઃખ અને રાગ હોતો નથી. આમાં કહ્યું છે કે –બંધ નથી, તેના પરિણામ શુદ્ધ છે બધાય. અહીંયા તો નિર્જરાની વિશેષતા છે અને બંધ અલ્પ છે. એ અલ્પબંધને ગૌણ કરી નાખીને; અશુદ્ધતા ટળે છે તેને મુખ્ય રાખીને નિર્જરા કહેલ છે. આમાં જો એક ન્યાય ફરે તો આખી વસ્તુ ફરી જાય એવું છે. પરિણામોની શુદ્ધતા હોતાં,” ક્યા પ્રકારે? સમયગ્દર્શન, સમ્યજ્ઞાન, સ્વરૂપ આચરણ આનંદના પરિણામની શુદ્ધતા આગળ “બાહ્ય ભોગ સામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે.” અહીં કોઈ આશંકા કરે કે - સમયગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે” જુઓ (દષ્ટિ અપેક્ષાએ તો) એ રાગેય તેને નથી. જે પરિણામમાં અશુદ્ધતા છે એ પરિણામ પણ એને નથી. “અશુદ્ધ પરિણામ થતા હશે.” (એમ કહે છે) કે – “ત્યાં તે રાગ પરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી,” કઈ અપેક્ષાએ? શુદ્ધતા વધે છે ને અશુદ્ધતા ગળે છે એ અપેક્ષાએ એને બંધ નથીઅશુદ્ધતા નથી એમ કહેવામાં આવ્યું છે. કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગ સામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી.” જોયું? પરદ્રવ્યની સામગ્રી દ્વારા અશુદ્ધતા થતી નથી. અને પોતાની દૃષ્ટિમાં તો શુદ્ધતા વર્તે છે. અહીં દષ્ટિની અપેક્ષાએ વાત લીધી છે. “ભોગ સામગ્રીને ભોગવતાં સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગ સામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે -શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે, વસ્તુનું એવું સહજ છે.” આહાહા ! એ સમ્યગ્દર્શન જ્ઞાન જે શુદ્ધ પ્રગટયા, અનંતગુણની વ્યક્તતાં અંશે જે શુદ્ધતા પ્રગટી એ શુદ્ધતા તો શુદ્ધતા જ છે. તેનાથી તેને બંધ છે નહીં. Page #506 -------------------------------------------------------------------------- ________________ ४८० કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૫૭ તા. ૨૩/૧૧/'૭૭ કળશટીકાનો – ૧૫૦ મો શ્લોક ચાલે છે. “વસ્તુનું એવું સહજ છે, તે કહે છે - જ્ઞાન વીના િમજ્ઞાનં જ ભવેતભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય અમાપ શક્તિનો પ્રભુ સાગર છે તેનો અંતરમાં અનુભવ થયો એટલે કે વસ્તુનું જ્ઞાન થયું અને વસ્તુનું વેદન પર્યાયમાં આવ્યું. આવી વાત છે! એ રાગથી અને પરથી ભિન્ન ન પડ્યો તેથી ચોરાસીના અવતારમાં રખડે છે. તે દુઃખી છે. તે દુઃખથી મુક્ત થવાનો આ ઉપાય છે. એ રાગનો વિકલ્પ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હો ! તેની પણ જ્યાં કિંમત- મહત્તા વધી જાય છે ત્યાં ચૈતન્ય ચમત્કારીક પ્રભુનો અનુભવ નથી. જ્યારે પોતાના સ્વરૂપની મહિમા આવી અને તે અંદરના વેદનમાં આવ્યો ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવે છે. ત્યારે તેને ધર્મી –સમ્યગ્દષ્ટિ કહીએ. ખરેખર તો ચારિત્ર ધર્મ છે તેનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે? સત્ય પ્રભુ ! અનંત...અનંત.અનંત....અનંત શક્તિનો – ગુણનો સાગર ભગવાન આત્મા તેની મહિમા અંદર થઈ તો આત્મા અંતર વેદનમાં આવ્યો. તે જીવને અહીંયા સમ્યગ્દષ્ટિ જ્ઞાની અને શાંતિનો વેદનાર કહેવામાં આવે છે. એ શાંતિ, ચારિત્રની અપેક્ષાએ કહી, અનંત સુખની અપેક્ષાએ સુખનો વેદનાર કહ્યો. ચારિત્ર એટલે અનંત શાંતિ આત્મામાં પડી છે, તે શાંતિનું વેદન સમ્યગ્દર્શનમાં અંશે આવે છે. તેમ આનંદ પડયો છે...તેમ સુખનું વેદન, શાંતિનું વેદન એ વીતરાગી અકષાયભાવે છે. આનંદનો પર્યાય તે આનંદગુણનો પર્યાય છે. શાંતિ તે ચારિત્રગુણનો પર્યાય છે. આ અજબ ગજબ વાત છે ભાઈ ! અંતરની વાતું તો એવી છે ભાઈ ! એ તત્ત્વ જ એવું અલૌકિક છે ભાઈ ! આવા ચૈતન્ય તત્ત્વમાં જે અનંતશક્તિઓ અને ગુણો ભર્યા પડ્યા છે. એ અમાપ શક્તિનો ધરનાર દ્રવ્ય છે. એવું દ્રવ્ય દૃષ્ટિમાં વેદનમાં આવતાં આનંદનો, શાંતિનો સ્વાદ આવે છે. અનાદિથી તો પુણ્ય ને પા૫, રાગ ને દ્વેષ તે કર્મચેતનાનું વેદન છે. તેને પરનું વેદન નહીં, સ્વનું નહીં, પરંતુ જે પુણ્ય-પાપના, રાગ-દ્વેષના ભાવ થાય છે તેનું તેને વેદન છે. અનાદિથી તે દુઃખને વેદે છે, એ દુઃખથી કંટાળ્યો નથી. તે દુઃખમાં મજા માનીને દુઃખને વેદે છે. એ દુઃખનોરાગ ભાવ છે તેનાથી પણ અંદર ભગવાન આત્મા ભિન્ન છે. (લોકો ) અધ્યાત્મ....અધ્યાત્મ કરે છે ને! એ અધ્યાત્મ બહુ ઝીણી વાતું ભાઈ ! પ્રશ્ન:- દુઃખ તો પુલની પર્યાય છે ને? ઉત્તર:- કોણે કહ્યું પુગલની પર્યાય છે? એ તો દુઃખ, પર્યાયમાંથી નીકળી જાય છે એ અપેક્ષાએ પુગલની કહી, પણ તે જીવની પર્યાય છે. તે ચારિત્રગુણની આનંદગુણની વિપરીત પર્યાય છે. જે દુઃખનું વેદન છે તે તેની અંદરની દશા છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો Page #507 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ૪૯૧ સાગર છે. તેને ભૂલીને.....તે પુણ્ય-પાપના ઝેરના પ્યાલા પીવે છે. આહાહા ! એ જ્યારે તેનાથી પૃથ્થક મારી ચીજ છે એમ અનુભવે છે ત્યારે સાધક થાય છે. એ અનંતકાળથી......અનંતભવમાં તેણે અનંતવાર સાધુપણું લીધું, તે દિગમ્બર મુનિ થયો....એ ભવમાં પણ આત્માના આનંદનું વેદન ન કર્યું તેણે. આહાહા ! જગતથી જુદી ઝીણી વાત છે. ક્રિયાકાંડના જે શુભાશુભ ભાવો છે તે બધાય દુઃખરૂપ છે. તે આત્માની પર્યાયમાં થાય છે. એ રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સર્વજ્ઞ ૫૨મેશ્વર થયા તે સર્વજ્ઞ સ્વભાવી વસ્તુમાંથી થયા છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી અને તેની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેનું જ્યાં અંતર્મુખ થઈને વેદન થયું-શાંતિનું....... આનંદનું......જ્ઞાનનું. ..વીર્યનું.......તેને અહીંયા સમ્યગ્દષ્ટિ ને જ્ઞાની કહીએ છીએ. “જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે.” જ્ઞાન કહેતાં આત્મા. શુદ્ધ સ્વરૂપભાવ એટલે ભગવાન આત્માનો પવિત્ર શુદ્ધ સ્વભાવ છે.એવી પવિત્રતાની પર્યાયપણે પરિણમ્યું છે. અનાદિથી જે અશુભ-શુભ અપવિત્રતાપણે પરિણમન હતું તે સંસારના બીજડાં નામ દુઃખ હતું. એ ભગવાન આત્મા ! અનંતગુણ અમાપ ગુણની પવિત્રતાનો પિંડ છે તેનું તેવું પરિણમન થયું. દ્રવ્ય ને ગુણ જેવા શુદ્ધ છે... એવું પરિણમન થયું. સ્વભાવની સન્મુખ થતાં શુદ્ધ સ્વભાવના પરિણમનની દશા થઈ. આહાહા ! તેનું નામ શાની અને તેનું નામ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આવો માર્ગ છે પ્રભુ! “શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મ દ્રવ્ય તે, (વશ્વનાપિ) અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા,” એ સામગ્રીને ભોગવતાં એટલે ? એ નિમિત્તની ત૨ફથી કથન છે. પરંતુ સામગ્રી તરફ લક્ષ જાય છે તેથી સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. “ભોગ સામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (જ્ઞાનં )વિભાવ-અશુદ્ધ રાગાદિરૂપ થતું નથી.” હવે અજ્ઞાન થતું નથી એમ સિદ્ધ કરવું છે. શું કહે છે ? જ્યાં ચૈતન્ય સ્વરૂપનું ભાન થયું; એના ભાન પછી પણ; પૂર્વકર્મને લઈને મળેલી સામગ્રી ઉપ૨ જ૨ી લક્ષ જાય છે, છતાં તે સામગ્રીનું લક્ષ; અજ્ઞાનરૂપ કરી શક્યું નથી. આવી વાતું બહુ ભાઈ ! આ કોઈ અપૂર્વ વાત છે પ્રભુ! આ ચીજની મહિમા તેને આવી નથી. સર્વોત્કૃષ્ટ મહિમાવંત ચીજ હોય તો એ પ્રભુ પોતે છે. આહાહા ! તેના જેવી સર્વોત્કૃષ્ટ મહિમાવાળી ચમત્કારીક કોઈ ચીજ જગતમાં નથી. એવો ભગવાન આત્મા ! ચૈતન્ય રતન.....તેનું જેને વેદન થયું તેને હવે પેલી ભોગની સામગ્રી કે ભોગવવાનો ભાવ તે અજ્ઞાન ઉત્પન્ન કરી શક્તા નથી. સામગ્રી એ તો નિમિત્તથી કથન કર્યું........પણ એ સામગ્રી ત૨ફ લક્ષ જાય તો તે લક્ષ તો વિકલ્પ છે. એ હવે જ્ઞાનીના જ્ઞાનનું અજ્ઞાન કરી શકે તેમ નથી. આહાહા! સર્વોત્કૃષ્ટ ચૈતન્ય ચમત્કારી એવો જે ભગવાન આત્મા......સ્વ સ્વરૂપે બિરાજમાન છે. તેની હયાતીનું ભાન થાય અને પુણ્ય-પાપની અહયાતી થાય એટલે તેમાં Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ કલશામૃત ભાગ-૪ તેની હયાતી નથી. એ રાગથી વિભકત્તતા અને સ્વભાવની એકત્તા જ્યાં પ્રગટે ત્યારે તેને ભોગની સામગ્રી ઉપર લક્ષ જાય તે જ્ઞાનીને જ્ઞાનમાં અજ્ઞાન્ કરી શકતા નથી. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ ઉપજાવી શક્યું નથી. સામગ્રી કે સામગ્રી તરફનું લક્ષ એ તેને મિથ્યાત્વ કરી શક્ત નથી એમ કહે છે. આહાહા ! આવી વાતું છે......બાપુ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ આશ્ચર્યકારી છે. જેમ વીતરાગ પ્રભુની દશાઓ આશ્ચર્યકારી છે તેમ સર્વજ્ઞ સ્વભાવ છે. એ સર્વજ્ઞ ભગવાને જગતના પદાર્થોનું વર્ણન કરીને કહ્યું. જેને સર્વજ્ઞ સ્વભાવી આત્માનું વેદન આવ્યું. અનાદિકાળથી રાગનું કષાયનું વદન તો આવ્યું......એ કોઈ નવીન ચીજ નથી. દુઃખનું વેદન તે આકુળતા છે. એ આકુળતાના પરિણામથી પણ ભિન્ન કરી અને જેણે સમ્યગ્દર્શન આનંદ પ્રગટ કર્યું...... એ જીવને પૂર્વની સામગ્રી પૂર્વના કર્મને લઈને હો! ઇન્દ્રના ઇન્દ્રાસન હો કે ચક્રવર્તીના પદ હો! તે જ્ઞાનીના જ્ઞાનને અજ્ઞાન કરી શકે તેવી તાકાત કોઈનામાં નથી. છ કાયની દયા પાળવી, વ્રત પાળવા, અપવાસ કરવા એવી સહેલી વાત હતી એ તો બધી રખડવાની વાત હતી. ભાઈ ! તને તારી ચીજની ખબર નથી. ભાઈ ! તારા મહાભ્યને જગતની કોઈ ચીજ હણી શકે એવી તાકાત કોઈમાં નથી. એવી ચીજથી ભરેલો ભગવાન અંદર છે એવા ભગવાનનું અંદર ભાન થયું એ ભાનને જગતની કોઈ સામગ્રી અભાન કરી શકે એવી તાકાત કોઈની નથી. અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં અતીત-અનાગ-વર્તમાન કાળમાં (અજ્ઞાન), વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ થતું નથી.” આ અજ્ઞાનની વ્યાખ્યા કરી. અજ્ઞાન કરી શકે નહીં એટલે શું? જ્ઞાનીના જ્ઞાનને, ભોગ સામગ્રી અજ્ઞાન કરી શકે નહીં એટલે શું? વિભાવ અશુદ્ધ રાગાદિરૂપ પરિણામ ન કરી શકે, એ અશુદ્ધ પરિણામ થયા; છતાં એ મિથ્યાત્વને અનંતાનુબંધીની અશુદ્ધતાને એ કરી શક્તા નથી. ભોગ સામગ્રી ભોગવતાં તેને વિભાવ કરી શક્તા નથી. આ અજ્ઞાનની વ્યાખ્યા કરી. “(અજ્ઞાન) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ,” એટલે તેને મિથ્યાત્વ સંબંધીનો રાગ અને અનંતાનુબંધીના ભાવ૫ થતો નથી. ભોગ સામગ્રીનો અર્થ એ છે કે- એ ભોગ સામગ્રી તો પરશેય છે...પરંતુ તેના તરફનું જરા લક્ષ જાય છે તો ધર્મીને જરા વિકલ્પ ઊઠે છે તે આત્માના જ્ઞાનને ફરીથી મિથ્યાત્વરૂપ કરી શકે તેવી તાકાત એ રાગમાં નથી. કેવું છે જ્ઞાન? “સત્તતંવત” શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે.” ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ ચૈતન્ય શાશ્વત પદાર્થ છે. ભગવાન શાશ્વત શુદ્ધ ચૈતન્યમૂર્તિ જે શુદ્ધરૂપે પરિણમ્યું છે-શુદ્ધરૂપે થયું છે. “માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી.” માયાજાળની પેઠે એ ચીજ નથી. શ્લોક ૧૩૮ માં પેઇજ નં. ૧૨૮ ઉપર “માયાજાળ' એ એકવાર આવી ગયું હતું. “કેવી છે માયાજાળ ?અહીંયા કહ્યું “માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી.” આ બધી Page #509 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫O ૪૯૩ માયાજાળ ક્ષણ વિનાશીક છે. ગઈ કાલે સાંજે સંધ્યા જોઈ. આમ જ્યાં નજર કરી ત્યાં સંધ્યા ખીલેલી અને બીજી મિનિટે જ્યાં નજર કરી તો કાળું ધાબું! લાલ વાદળા થયા હતા. પેલો ડુંગરો... પર્વત છે. સૂર્યાસ્ત થતાં તેની લાલાશની ઝાંય આમ આવી હતી. એક મિનિટ રહી હશે કે ફડાક દઈને અસ્ત થઈ. આ બધી ચીજ છે તે સંધ્યાના રંગ જેવી છે. સંસાર આખો માયાજાળ છે. આ શરીર, વાણી એ બધું ક્ષણ વિનાશીક છે. કાલ તો ક્ષણમાં શું થયું!! લોકોએ નજર નહીં કરી હોય ! પાટ ઉપર બેસતાં મારી નજર ગઈ તો બારણાના લાકડા ઉપર પીળાશ આવી. કીધું આ શું? સૂર્ય તો નથી, સૂર્ય તો અસ્ત થઈ ગયો. આમ જોયું ત્યાં ખીલેલી સંધ્યા! એવી ખીલેલી... અને જરી આમ જોઈને જોયું ત્યાં ખલાશ થઈ ગઈ. સૂરજ નીચે વયો ગયો. બહારમાં તો આવું જ હોય ને! અહીંયા કહે છે કે શાશ્વત શુદ્ધ દ્રવ્ય છે તેનું વેદન થયું એ કોઈ માયાજાળ જેવી વાત નથી...કે તે નાશવાન થઈ જાય. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાન થયું તે શાશ્વત વસ્તુનું જ્ઞાન થયું છે. ભગવાન આત્મા શાશ્વત છે. નિત્યાનંદ પ્રભુ અનાદિ અનંત નિત્ય ધ્રુવ છે. તેનું જેને જ્ઞાન થયું તે માયાજાળની પેઠે નાશવાન ચીજ નથી. આમ કહીને અપ્રતિહત જ્ઞાન છે એમ બતાવે છે. આહાહા! ચૈતન્ય શાશ્વત પ્રભુ અંદર છે. જેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવી વિસ્મયકારી વસ્તુ છે એ. અરે! તેણે કોઈ દિવસ અંતરમાં ક્યાં જોયું છે? આકાશ.... આકાશ...આકાશ...આકાશનો કયાંય અંત નથી. શું છે આ તે? આ ભાવને પહોંચી વળવું એ ઝીણી વાત છે. એવો અમાપ આકાશ જ્યાં કયાંય ....અંત નહીં. એ રીતે કાળનો કયાંય માપ નહીં. તેની શરૂઆત કયાં? તેનો અંત કયાં? આ તો વસ્તુ સ્થિતિ જ એવી છે. એ રીતે ભાવનું શું માપ? એક એક વસ્તુ આ બધી દેખાય છે તે જડ.... જડ..... જડ..... જડ... જડ છે તેનું અસ્તિત્વ તેને દેખાય છે. આ પથરા ઈટ એ દેખાય છે તેથી તે જાણે કે જગતમાં આ જ ચીજ હોય !? આખા લોકમાં જેટલા પરમાણુંઓ છે તેના અનંતમે ભાગે જીવ ભગવાન બિરાજે છે. એટલે અનંત આત્માઓ છેતેમાં એક એક ભગવાનમાં અનંતા ભાવ બિરાજે છે. એ ભાવ કેટલા? ત્રણકાળના સમય કરતાં અને પરમાણુની સંખ્યા કરતાં અનંતગુણા ભાવ એક દ્રવ્યમાં છે. એવી શાશ્વત વસ્તુ છે એ ધ્રુવને ધ્યાનમાં લઈને કદી ધ્યાન કર્યું છે? આહાહા ! આવો જે ભગવાન આત્મા! તેને જેણે જાણ્યો અને વેધો તે કહે છે કે- દ્રવ્ય પોતે જ શુદ્ધરૂપે પરિણમ્યું છે. કોઈ માયાજાળ છે ને એ ચાલ્યા જાય છે એવી આ ચીજ નથી. એ શું કહ્યું? આનંદનો નાથ પ્રભુ છે તે અમાપ શક્તિનો સાગર દ્રવ્ય પદાર્થ છે. તે પોતે જ શુદ્ધરૂપે પરિણમ્યો છે એમ કહે છે. જે શાશ્વત વસ્તુ છે આત્મા, જે અનાદિ અનંત નિત્ય પ્રભુ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ કલશામૃત ભાગ-૪ છે તે પોતે જ શુદ્ધરૂપે થયું છે. તે હવે કયાં જાય ? તે શી રીતે નાશ થાય ? અહીંયા તો એમ કહેવું છે કે- ગમે તેટલી ભોગની સામગ્રી ૫૨ લક્ષ જાય છતાં જે શાશ્વત પરિણમ્યું છે તેમાં અજ્ઞાન કેમ થાય ? અરે ! તેણે કોઈ દિવસ તેના તરફના વલણનો, મંથનનો વિચારેય કર્યો નથી. બહારની હોળી સળગે છે ત્યાં પડયો છે. અહીંયા કહે છે- આવો જે ભગવાન ! અનંત અનંત ગુણનો સાગર શાશ્વત વસ્તુ છે તેના ઉપ૨ નજ૨ જતાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે છે તે રીતે પરિણમનમાં શુદ્ધપણે પરિણમે છે. એ શુદ્ધ પરિણામ માયાજાળ જેવું નાશવાન નથી–એમ કહે છે. આહાહા ! આવી અધ્યાત્મની વાત ક્યાં છે બાપુ ! સ્વદેશમાં આકરું પડે તો પરદેશમાં આ કયાં હતું ? એ તો વાતું કરે છે કે અમેરિકામાં આમ છે ને ! અહીંયા કહે છે કે એ માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી. શું કીધું ? છે તો પરિણમન પર્યાયનું પણ તે માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. એ પરિણમન છે નિર્મળ. જેમ વસ્તુ શાશ્વત છે તેમ તેનું પરિણમન પણ એમને એમ કાયમ ચાલું જ રહે છે. હવે આમાં યુવાન શરીર હોય, પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા હોય તો થઈ રહ્યું. અરે બાપુ ! તું ક્યાં છો ? એ યુવાની માયાજાળની પેઠે નાશવાન છે. ક્ષણમાં ફ્ થઈ જાય છે. ૫૨મ દિવસે એક દરબાર ગયા. તેની ઉંમર ૪૦–૪૨ વર્ષની. નાગણીને પકડતો હતો......દારૂ પીધેલો........ તેનું માથું પોચું થઈ ગયું હશે ! નાગણી આમ લટકતી હતી અને ભરડો માર્યો, ડંસ દીધો અને મરી ગયો. બાપુ આવા મરણ તો અનંતવા૨ થયા. એ બધું નાશવાન ક્ષણભંગુર છે. અહીં કહે છે- આત્માના શુદ્ઘ દ્રવ્યનું પરિણમન એવું નાશવાન નથી–એમ કહે છે. જ્ઞાન ધારા.......જ્ઞાનધારા.......જ્ઞાયકમાંથી આવી એ જ્ઞાનધારાને કોઈ અજ્ઞાન કરી શકે નહીં. ભોગ એ તો બાહ્ય સામગ્રીની વાત કરી......પણ તેના ઉપર જરા લક્ષ જાય છે તે રાગ છે. એ રાગ જ્ઞાનીના જ્ઞાનને અજ્ઞાન કરી શકે તેવી તાકાત તેનામાં નથી. ભોગ સામગ્રી તો ૫૨ છે પણ તેના તરફના વલણવાળી જે વૃત્તિ છે એ વૃત્તિની તાકાત નથી. કે શુધ્ધત્વપણે પરિણમેલાને મિથ્યાત્વ કરી શકે? “હવે દેષ્ટાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે-“હિ યસ્ય વશત: યુ: યાક્રળ સ્વભાવ: તસ્ય તાવળ ફવ અસ્તિ” કા૨ણ કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે અનાદિ નિધન છે.” ભગવાન આત્માનો જે સ્વભાવ છે તે અનાદિ નિધન છે. ( વશત:) અનાદિ છે. ( તસ્ય ) તે વસ્તુનો (તાવ ફ્વ અસ્તિ ) તેવો જ છે. અનાદિનો જેવો સ્વભાવ છે તેવો જ છે તે સ્વભાવ ૫૨માણુંનો પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સ્વભાવ જેવો સ્વભાવ છે તેવો જ અનાદિનો છે. તેમ ભગવાન આત્મા ! અરે...... એક શાક જરીક અનુકૂળ આવે ત્યાં તો ફીદા ફીદા થઈ જાય. કેરીનો ૨સ સ૨ખો હોય અને ઘીની પાયેલી પૂરી હોય ! પૂરી ને ૨સ ખાય ત્યારે જાણે શું નું શું થઈ ગયું ? અરે.... બાપુ ! તું ક્યાં તણાય ગયો ! ? Page #511 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ૪૯૫ અહીંયા કહે છે કે- જેને અંદર આત્માના વેગ જાગ્યા છે, આત્માનો રસ જાગ્યો છે તેને રાગના રસ છૂટી ગયા છે. શ્લોક ૧૪૯ માં આવ્યું હતું (સ્વરસત:) જેને રાગના રસના પ્રેમ છૂટી ગયા છે ત્યારે તો રાગથી વિરુદ્ધ શાશ્વત તત્ત્વ ભગવાન આત્માનો રસ તેને જાગ્યો છે. એનો જેવો સ્વભાવ છે તેવો જ રહેવાનો છે. વસ્તુ તો જેવી છે તેવી જ છે પણ આ તો તેનું પરિણમન થયું એ હવે એવું ને એવું રહેવાનું છે. લોકોને ખબર નથી આત્મા શું છે? આત્મા..........આત્મા એમ ભાષા કહે છે ને! વસ્તુ ભગવાન આત્મા! અંદર અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત સર્વજ્ઞતા, અનંત સર્વદર્શિત્વ એવી અમાપ.....અમાપ....અમાપ.... શક્તિઓનો તો સાગર છે...પ્રભુ! એનું અંદર માપ લેવા જાય ત્યારે માપની પર્યાય પણ અનંતથી અનંત તાકાતવાળી થઈ જાય છે. એક જ્ઞાનની પર્યાય અમાપનું માપ લેવા જાય કે પ્રતીત કરવા જાય તો તે પર્યાયમાં અમાપપણું આવી જાય છે. એવી શુદ્ધ પર્યાયનું પરિણમન થયું તેને જગતની માયાજાળ કે વિકલ્પ કે સામગ્રી એ કોઈ તેને મિથ્યાત્વ કરાવી શકશે નહીં. અહીંયા પાઠમાં (અજ્ઞાન) છે તેમાં મૂળ વજન મિથ્યાત્વ ઉપર છે. હવે દેષ્ટાંત આપે છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે,”શંખ છે તે ધોળો છે. એ શ્વેત શંખ પ્રગટ છે. “તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે.” જુઓ, અહીં પરિણામની વાત લીધી. જેવો શંખનો પ્રગટ સ્વભાવ ધોળો છે તેમ સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. ભગવાન પૂર્ણાનંદ વસ્તુની પ્રતીતિ ને જ્ઞાન કરતાં એ શુદ્ધ છે. જેમ શંખનું પ્રગટ ધોળાપણું છે તેમ ભગવાન આત્માની શુદ્ધ પરિણતિની તે ધોળાશું છે. આ ધર્મની વાત છે. સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો,” આહાહા! ભગવાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ! તેના અનંતગુણો ને અનંત શક્તિઓ શુદ્ધ છે. તેણે અંતર્મુખ થઈને પરિણમન કર્યું જે અનંત કાળમાં કદી નહોતું કર્યું. પ્રભુને કદી દષ્ટિમાં લીધો ન હતો. પ્રભુ એટલે અહીંયા ભગવાન આત્મા હોં! પોતાની પ્રભુતાની પ્રભુતાને પર્યાયમાં, પ્રતીતમાં, જ્ઞાનમાં, વેદનમાં આવી એ તો શુદ્ધ છે એમ કહે છે. જેમ શંખ પ્રગટ સ્વભાવે ધોળો છે તેમ ધર્મનું શુદ્ધ પરિણમન શુદ્ધ છે. એમ કે એ પોતે સ્વભાવે શુદ્ધ ત્રિકાળ છે તો તેનું પરિણમન શુદ્ધ છે. આઠ આઠ વર્ષના બાળકો રાજકુમાર જ્યારે સમ્યફ પામે છે અને પુરુષાર્થ ઊછળે છે તો માતાની પાસે માંગણી કરે છે કે શરીરની માતા અમને રજા દે! હું વનમાં એકલો મારા આત્મ આનંદ સ્વરૂપને સાધવા જાઉં છું. પ્રવચનસાર ચરણાનુયોગમાં ૨૦૨ ગાથામાં આવે છે. હીરાના પલંગ, રેશમના બબ્બે, ત્રણ-ત્રણ ગાદલા ઉપર સૂતેલા..... એ જંગલમાં ચાલ્યા જાય છે. એક ક્ષણમાં પલટી ખાઈ ગયો. પ્રશ્ન- એ બધાને હળવાં કર્મ હતા? Page #512 -------------------------------------------------------------------------- ________________ ४८६ કલશામૃત ભાગ-૪ ઉત્તર- હળવાં કર્મ એટલે શું? કર્મો ઓછા હતાં એટલે હળવા કર્મ? પોતે દેષ્ટિ સવળી કરી માટે હળવાં કર્મ હુતા-એમ કહેવાય. અમે બધા ભારે કર્મ કરેલા છીએ અને તેણે હળવાં કર્મ કર્યા હતા એમ તેનું કહેવું છે. એમ વાત નથી. અહીંયા કર્માદિની વાત જ નથી. કર્મ તો અહીંયા છે જ નહીં પરંતુ અશુદ્ધતાય જ્યાં નથી તેની તો અહીંયા વાતું ચાલે છે. કર્મ તો જડમાટી છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” અહીંયા તો જે ભૂલ છે-અશુદ્ધતા છે તે ક્ષણિક છે, નાશવાન છે. જેણે અવિનાશી ભગવાનના અંદર ભેટા કર્યા. તેની શુદ્ધ પરિણતિને....... આ ક્ષણિક નાશવાન ચીજ અશુદ્ધ કરી દે એવી તાકાત જગતમાં કોઈની નથી. બાપુ ! આ તો વીતરાગ રાજાના રાજમાર્ગ છે. આહાહા! પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ! જેમની અનંતી સમૃદ્ધિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે. આહા ! ચૈતન્યની ઋદ્ધિ અનંત છે....તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. (નાટક સમયસાર) શાસ્ત્રમાં સમકિતી માટે પણ એમ લીધું છે કે “રિદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા,” આહાહા! ધર્મી જીવને અંદરમાં રિદ્ધિ દેખાય છે. આ ધૂળની રિદ્ધિ એ નહીં. શરીરની પણ નહીં, તે માટી હાડકાં, ચામડા છે. “રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા,” આહાહા ! પૂર્ણ આનંદ ને પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવી અનંતી શક્તિની વૃદ્ધિ ધર્મીને પોતાના સ્વભાવમાં દેખાય છે.....તેને સિદ્ધિ થાય છે. પોતાના સ્વભાવમાં રિદ્ધિ ભાળે છે ત્યાં તેને સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીને સમયે સમયે મલિનતા અને મિથ્યાત્વ ભાવમાં પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. સમજાણું કાંઈ? “gs: પરે: કથન શિન્યસાહસ તું ન શયતે” (95:) વસ્તુનો સ્વભાવ (:) અન્ય વસ્તુનો કર્યો ( વ ન વે) કોઈ પણ પ્રકારે બીજારૂપ કરવાને સમર્થ નથી.” “સંસ્કૃતમાં દેશકાળ દ્રવ્યાન્તર” એવો શબ્દ છે. દેશ એવું કોઈ ક્ષેત્ર નથી, કોઈ કાળ નથી અને કોઈ દ્રવ્ય નથી. ($થવા પિ) કોઈ પણ પ્રકારે..... ભગવાન આત્માના સ્વભાવનું જ્યાં શુદ્ધ પરિણમન થયું હવે કોઈ પણ ક્ષેત્ર હોય, નરકનું ક્ષેત્ર હોય, તીર્થકરનું ક્ષેત્ર હોય.... કે ગમે તે બાહ્ય ક્ષેત્ર હોય ! મધ્ય લોક, અધોલોક કે ઉર્ધ્વલોકમાં હો! કોઈ પણ ક્ષેત્રની તેના શુદ્ધતાના પરિણામને ફેરવી શકે એવી તાકાત નથી. કોઈ કાળ એવો નથી-કેમ કે જ્યાં વસ્તુ છે, શાશ્વત છે તેને કોઈ કરી શકે નહીં તો તેના પરિણમનને કોઈ કાળ ફેરવી શકે નહીં એમ કહે છે. તેમ “દ્રવ્યાંતર” પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્ય, એવા કોઈ દ્રવ્ય નથી કે તેની શુદ્ધતાની અશુદ્ધતા કરી નાખે, સમજાણું કાંઈ? પ્રભુ! આતો બહુ ઝીણી વાતું છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્ર વીતરાગ પરમાત્માનો પ્રરૂપેલો આ માર્ગ છે. તેમણે કહેલી વાત બીજે ક્યાંય નથી. આહાહા ! આશ્ચર્યકારી વિસ્મયકારી પદાર્થ છે ભાઈ ! જેની કિંમતું ન થઈ શકે !! આહાહા ! ચક્રવર્તીના રાજ્ય હો કે ઇન્દ્રના ઇન્દ્રાસન હો !! આત્માના સુખના પરિણામ Page #513 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૦ ૪૯૭ પાસે તો કોઈ કિંમત વિનાની તૃણની તોલેય નથી. એવો પોતે ભગવાન સ્વરૂપે જ છે. તેના સ્વરૂપનું પરિણમન થતાં બીજા કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની તાકાત નથી, કે તે શુદ્ધતાની અશુદ્ધતા-મિથ્યાત્વ કરી શકે !! માર્ગ ઝીણો ભાઈ ! આ તો અપૂર્વ પૂર્વે નહીં કરેલી વાતો છે. બાકી તો અનંતવાર થોથે થોથાં કર્યા. એ બધું વ્યવહારે આવે છે તે સમજવા જેવું, પરમાર્થ વસ્તુ બહુ જુદી. શું કહીએ? દિગમ્બર સંતોએ કહેલી વાતો કોઈ અલૌકિક છે. એ કેવળજ્ઞાનીના કેડાયતો હતા. કેવળ પરમાત્માના પંથે પંથે જતાં જતાં કેવળજ્ઞાન લેનારા હતા. આ બધી વાતો કેવળજ્ઞાન પમાડવા માટેની છે. જ્યાં ભગવાન શાંતરસે શાશ્વત છે, આનંદરસે શાશ્વત છે. તેનું અંદરમાં પરિણમન થયું આનંદ ને શાંતિના રસનું તો કહે છે કે કોઈ અન્યદ્રવ્ય તેનો નાશ બીજારૂપે કરવા સમર્થ નથી. જેમ શંખ ધોળો છે તેને કોઈપણ પ્રકારે બીજારૂપે કરવા સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે- સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે;” ધોળો શંખ છે તે સમુદ્રમાં કાળા જીવડા હોય તેને ખાય, કાળી માટી ખાય પણ તે ધોળાને કાળું કરી શકે એવી તાકાત તેની નથી. શંખ નથી આવતો ધોળો !! તે શંખ કાળી માટી ખાય, પીળી માટી ખાય તો ધોળાનું પીળું થઈ જાય ? દેષ્ટાંત જુઓ ! એ શંખ ઝીણા કાળા કીડા ખાય પણ તેના ધોળાપણાને કોઈ કાળું કરી શકે તેવી તાકાત નથી ! આ તો પર્યાયની પરિણામની વાત છે હોં!! શંખ ધોળાપણે થયેલો નામ પરિણમ્યો છે. તે હવે કાળા કીડાં, કાળી માટી, પીળી માટી ખાય તો પણ તેના ધોળાપણાને કોઈ કાળું કરી શકે એવી જગતમાં કોઈની તાકાત નથી. નાના વર્ણની માટી ખાય છે;” માટી અનેક વર્ણની છે એમ કહે છે. કાળી, રાતી, લીલી, પીળી, લાલ રંગની માટી હોય છે ને!? ત્યાં રસ્તામાં એક જગ્યાએ લીલી માટી જોયેલી, એ લીલી માટી ખાય તો પણ ધોળા સ્વભાવને લીલો કરી શકે એમ નથી. એવી રીતે “એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્રેતરૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; જોયું? ત્યાંથી શરૂ કર્યું હતું. સહજ સ્વરૂપ એવું છે. “તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ” જ્યાં સત્ય દૃષ્ટિ પ્રગટી આત્માના શુદ્ધ ચૈતન્યઘનની શાશ્વતઘન ભગવાન અંદર બિરાજે છે તેની અંતરસન્મુખ થઈને દૃષ્ટિ પ્રગટી....એટલે સમ્યગ્દર્શનના પરિણામ થયા. “સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહ રહિત શુદ્ધ પરિણામરૂપ છે.” અહીંયા તો આ લેવું છે. જે રાગ થાય છે (અસ્થિરતાનો) તે પણ તેના સ્વરૂપમાં નથી. સમ્યગ્દષ્ટિનું તો રાગ-દ્વેષ પરિણામ રહિતનું એનું પરિણમન છે. અહીંયા તો મિથ્યાત્વ રહિતની વાત કરવી છે. “તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ કલશામૃત ભાગ-૪ પરિણમે છે,” આહાહા ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિનું જે પરિણમન છે તે રીતે જ તે પરિણમે છે. અનુભવ પ્રકાશમાં તો એમ કહ્યું છે– “તારી શુદ્ધતા તો બડી પણ તારી અશુદ્ધતાય બડી”– તે મિથ્યાત્વ ને અશુદ્ધતાના પરિણામે પરિણમ્યો છે. ત્રણલોકના નાથ તીર્થંકર આવે તો પણ તે ફરતો નથી. સમવસરણમાં ગયો, સાક્ષાત્ ત્રણલોકના નાથની વાણી સાંભળી; સભામાં ઇન્દ્રો બેઠેલા જોયા, સેંકડો સિંહ, વાઘ, કાળાનાગ સેંકડો ભગવાનના સમવસરણમાં જોયા, ત્યાં સાંભળવા બેઠો... છતાં મિથ્યાત્વપણે જે માન્યું છે તે છોડતો નથી. ભગવાનની વાણી સાંભળીને પણ મિથ્યાત્વ છોડતો નથી...........એવી તારી અશુદ્ધતા બડી તો શુદ્ધની તો શું વાત કરવી !! “સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધ પરિણામરૂપ છે.” મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ અને બીજા મિથ્યાત્વ રહિતના રાગ-દ્વેષ સમજવા. “તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે” આ વાત કરીને આગળ તરત જ કહેશે, તને ઈચ્છા છે ભોગવવાની કે નહીં ? ( ગમવાર:) સ્વેચ્છાચારી છો........ઈચ્છાવાન છો તો મરી જઈશ ! કેમ કે ભોગ ભોગવતાં બંધ નથી. એમ કરીને ઈચ્છાથી ભોગ ભોગવીશ, પ્રેમથી–૨સથી ભોગને ભોગવીશ અને માનીશ કે નિર્જરા થાય છે તો મરી જઈશ !! આ શ્લોક પછી તરત જ કહેશે. (ભુક્ષ્મ ) ભોગવ, તેમાં ભોગવવાનું નથી કહ્યું. ત્યાં તો ૫૨દ્રવ્યથી તને નુકશાન થાય એવી શંકાને ટાળવી છે. ૫૨દ્રવ્ય તને શું નુકશાન કરે ? નુકશાન તો તેં તારા ભાવથી કર્યું છે. નુકશાન મિથ્યાત્વથી થયું છે. પ્રભુ પવિત્રતાના પિંડની વિપરીત માન્યતા કરી તે તો તેં કરી છે. એ માન્યતાને, ભગવાનની વાણી સાંભળીને ન છોડી. અગિયાર અંગ ભણ્યો, વાંચ્યા, અબજો–અબજો શ્લોક કંઠસ્થ કર્યા.......પણ એથી શું થયું ? આહાહા ! એ અશુદ્ધતા છોડીને શુદ્ધતાના પરિણામ તો કર્યા નહીં. જ્યારે અશુદ્ધતાને છોડતો નથી. આવી અનુકૂળ સામગ્રી વખતે પણ ધર્મીને તો શુદ્ધ પરિણામ રહે છે. ચૈતન્યમૂર્તિ ભગવાન શાશ્વત વસ્તુનું પરિણમન થયું..........તેને હવે બીજી ચીજ રાગાદિ કે મિથ્યાત્વ કરી શકે ? અહીંયા વધારે વજન છે. “પોતાના શુદ્ધ પરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી;” અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે. અહીં બધે ‘સામગ્રી’ શબ્દ લીધો છે..... કેમ કે તેના ઉ૫૨ લક્ષ છે તે એટલે લીધું છે. બાકી કોઈ અજ્ઞાની (પણ) ૫૨ને ભોગવી શકતો નથી. પણ...... તેના તરફનું લક્ષ જાય છે તેથી તે સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવે છે. ભલે તેના ત૨ફ થોડું લક્ષ જાય છે પણ તે રાગ વે મિથ્યાત્વને કરી શકે એમ નથી. એ આસક્તિના રાગનો ભાવ, જીવના મિથ્યાત્વ પરિણામને ન કરી શકે. સમ્યક્ પરિણામને છોડાવવાની તેની તાકાત નથી. અરે ! આવો કેવો ઉપદેશ આ! સાંભળવામાં આવી હોય એમાંની એકેય વાત આમાં આવે નહીં. દયા પાળવી-વ્રત પાળવા- ભક્તિ કરવી-યાત્રા Page #515 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ક૨વી એ. ૪૯૯ “સામગ્રી હોતા અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી.” એવા રાગનો જરા ભાવ થાય છતાં તે મિથ્યાત્વરૂપે પરિણમાવાતો નથી. “સામગ્રી હોતાં અશુદ્વરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે.” આ અપેક્ષાએ બંધ નથી હોં ! જે બંધ નથી એમ કહ્યું તે મિથ્યાત્વ સંબંધની અપેક્ષાએ વાત છે. જયસેન આચાર્યે તો એમ લખ્યું છે કે આ પંચમગુણસ્થાન ઉ૫૨ની વાત છે. મુખ્યપણે તો છઠ્ઠાવાળાની વાત છે. જો સર્વથા બંધ નથી, તો તો દશમા ગુણસ્થાન સુધી બંધ છે. પરંતુ તેને શેય ગણીને તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. છે તો બંધ, જો બંધ ન હોય તો વીતરાગતા પૂર્ણ હોવી જોઈએ જ્યાં અનંત આનંદ પૂર્ણ પ્રગટે ત્યારે ત્યાં પૂર્ણ દશા થઈ છે. ત્યારે તેને બંધ નથી. યથાખ્યાત ચારિત્ર પ્રગટ પહેલાં બંધ છે. એ તો આસવ અધિકારમાં આવી ગયું છે. પૂર્ણ યથાખ્યાત સ્વરૂપની જેવી વસ્તુ છે તેવી પ્રસિદ્ધિ અંદ૨માં પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રાગ ને દ્વેષ હોય છે.... અને તેટલો તેને આસવ અને બંધ હોય છે. એક બાજુ આમ અને એક બાજુ આમ !! અહીંયા દૃષ્ટિની અપેક્ષાએ વાત છે, ત્યાં અસ્થિરતાની અપેક્ષાએ કહ્યું. થોડી અસ્થિરતા હોય તો પણ તેને આસ્રવ ને બંધ છે....એમ સિદ્ધ કરવું છે. ભાઈ ! આ તો અનેકાન્ત માર્ગ છે. વીતરાગે જે અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ લાગૂ પાડવું. અહીંયા તો બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. એ અશુદ્ધ પરિણામની જે તીવ્ર દશા છે તે, સ્વભાવના શુદ્ધ પરિણામના જોરે એ અશુદ્ધતા ટળી જાય છે. ટળી જાય છે એટલે નિર્જરા કહેવામાં આવે છે. (શાર્દૂલવિક્રીડિત ) ज्ञानिन् कर्म न जीतु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जीतु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।।१९-१५१।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનિન્ નાતુ ર્મ ર્તુમ્ ન પવિત” ( જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (ખાતુ) કોઈ પણ પ્રકારે, કયારેય (ર્મ) જ્ઞાનાવ૨ણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ ( ર્તુમ્ ) બાંધવાને (7ઽવિતા ) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી. “તથાપિ બિગ્વિન્ પય્યતે” (તથાપિ) તોપણ (વિગ્વિન્ ઉચ્યતે ) કાંઈક વિશેષ છે તે કહે છે-“હન્ત યતિ મે પરં ન ખાતુ મુંક્ષે મો: વુર્મુત્ત્ત: વ અસિ” (હન્ત) આકરાં વચને કહે છે : (વિ) જો એવું જાણીને ભોગસામગ્રી ભોગવે છે કે Page #516 -------------------------------------------------------------------------- ________________ ૫OO કલશામૃત ભાગ-૪ (મે) મને (પરં ન ખાતુ) કર્મનો બંધ નથી, એમ જાણીને (મુંક્ષે) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (મો.) અહો જીવ!(તુર્કp: વસ) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે-“ય િ૩૧મોત: વન્યૂ: સ્થાત્ તત તે વિ૬ વમવાર: સ્તિ” (યતિ) જો એમ છે કે (૩૫મોડાત:) ભોગસામગ્રી ભોગવતાં (વન્ધ: ચા) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (તત) તો (તે) અહો સમ્યગ્દષ્ટિ જીવ!તારે (ામવાર:) સ્વેચ્છા-આચરણ (વિરું સ્તિ) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગવૈષ-મોથી રહિત છે. તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાદેષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે-“જ્ઞાન સન વસ” સમ્યગ્દષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; “અપરથી સ્વસ્થ અપSTધાત વિશ્વમ ઘુવમ પિ” (1પરથી) મિથ્યાદેષ્ટિ થતો થકો (સ્વસ્થ પર ધા) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (વશ્વમ ધ્રુવન ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯-૧૫૧. કળશ નં.-૧૫૧ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૮–૧૫૯ તા. ૨૪-૨૫/૧૧/'૭૭ કળશટીકાનો નિર્જરા અધિકારનો ૧૫૧ નંબરનો શ્લોક છે. “જ્ઞાનિન નાલુ વર્ષ વર્તમ ન વિત”[ જ્ઞાનિન] હે સમ્યગ્દષ્ટિ જીવ!” જેને આત્માના આનંદના સ્વભાવનો અનુભવ થયો તે સમ્યગ્દષ્ટિ છે. ભગવાન આત્મા શરીર વાણીથી જુદો, પુણ્ય પાપના વિકલ્પથી જુદો પરંતુ પોતાના અનંત અનંત અમા૫ ગુણથી જુદો નહીં. એવા સ્વભાવનો તેને સમ્યગ્દર્શન થતાં અનુભવ થયો. અજ્ઞાનીને એવો અનુભવ કેમ નથી? અનાદિથી રાગ ને પુણ્ય-પાપના ભાવને પોતાના માનીને તે રાગને વિકારને વેદે છે તેથી તેને અનુભવ અને સમ્યગ્દર્શન નથી. આહાહા! ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર છે તેનો આદર છોડી અને રાગનો એક કણને કે એક જડ રજકણને પોતાના માને છે તેણે પોતાના ત્રિકાળી શુધ્ધ સ્વભાવનો અનાદર કર્યો છે. એ રાગનો કણ અને એક રજકણ પણ પૈસા આદિ બહારની ધૂળ તે બહાર રહી ગઈ. રાગના કણને પોતાનો માને તે મિથ્યાદેષ્ટિ અનંત સંસારના પરિભ્રમણના બીજને સેવનારો છે. જેને રાગથી ભેદજ્ઞાન થઈ ગયું કે એ હું નહીં, રાગ પોતાના ભાવે નહીં અને એક સમયની વર્તમાન દશા તેટલોય હું નહીં. મારું અસ્તિત્વ પૂર્ણ છે. મારી હયાતી અમાપ એવા ( અનંતા) ગુણના સ્વભાવથી ભરેલો દરિયો છું. એવી જેને અંતરમાં દૃષ્ટિ ને વેદન થયું તે જ્ઞાનીને અમે સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આવો માર્ગ છે!! Page #517 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ૫૦૧ સમ્યગ્દષ્ટિ જીવ કોઈપણ પ્રકારે કયારેય જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુગલપિંડ (વર્તમ) બાંધવાને (નવિનં) યોગ્ય નથી.(વર્તમ)ની વ્યાખ્યા કરી– “બાંધવું. અહીંયા એમ કહે છે સમ્યગ્દષ્ટિ જીવ કયારેય અને કોઈપણ પ્રકારે તે રાગના કણની મીઠાશને કરતો નથી. તે રાગના પ્રેમમાં પડીને તે રાગને કરતો જ નથી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે તેનો જેને પ્રેમ લાગ્યો છે તે રાગને કરતો નથી. ક્ષેત્રે ભલે શરીર પ્રમાણ છે પરંતુ ભાવે તે અમાપ છે. શ્રોતા-છએ દ્રવ્ય ભાવે અમાપ છે. ઉત્તર- બીજા દ્રવ્ય છે કે નહીં તેની તેને કયાં ખબર છે?! તેને પોતાની કયાં ખબર છે કે- આ હું છું. અંદર જે જાણનારો બાદશાહ છે તે પોતે છે. બીજાની હયાતી છે તેની બીજા દ્રવ્યોને કયાં ખબર છે. જડને જડની હયાતીની ખબર છે? જેને આત્માની યાતની ખબર છે તેને જ પરની યાતની ખબર છે. જે જ્ઞાન થયું છે એવા ધર્મને એ વાત નથી હોતી કે – પર મારા છે ને હું તેનો છું. અહીંયા કહે છે – (વર્તન ન ઉચિત) એમ શબ્દ છે. તેનો અર્થ એ કર્યો કે – હે જ્ઞાની ! તું કર્મ બાંધવાને લાયક નથી. ઝીણી વાત છે બાપુ! ધર્મ કોઈ અપૂર્વ ચીજ છે. એવો જે ધર્મી આત્મા. ધર્મી એટલે તેના અનંત સ્વભાવનો ધરનાર એવો જે ધર્મી ભગવાન આત્મા તે દરેક દેહમાં ભિન્ન બિરાજે છે. એ ધર્મી પોતે પરમાત્મ સ્વરૂપે છે. તેના અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ અમાપ તેટલા તેના ધર્મ છે. આ ધર્મ કરવો (પર્યાયમાં) એ નહીં. આત્મામાં ધર્મ નામનો એક સ્વભાવ છે. જ્યારે કોઈ એમ કહે કે – મારે ધર્મ કરવો છે, તો તેની વર્તમાન દશામાં ધર્મ નથી, તેને ધર્મ કરવો છે. તેથી પહેલી વાત કે – મારી દશામાં ધર્મ નથી. હવે ધર્મ કરવો છે ત્યારે તેને કયાં દૃષ્ટિ કરવી? તેની વસ્તુમાં જે અનંત ધર્મ પડ્યા છે તેના ઉપર દૃષ્ટિ કરતાં તેને પર્યાયમાં ધર્મ થાય છે. રાગ ઉપર દૃષ્ટિ કરતાં તેને પર્યાયમાં અધર્મ થાય છે. અહીંયા તો ત્રણ પ્રકાર કહ્યાં કે – દ્રવ્ય-ગુણ ને પર્યાય, દ્રવ્ય એ વસ્તુ છે આત્મા. તેમાં અમાપ. અમાપ અનંત ધર્મ નામ સ્વભાવ છે. સ્વભાવવાન પ્રભુ (આત્મા) અને તેના સ્વભાવ અનંત છે. એવા અનંત સ્વભાવનું એકરૂપ, એવી જે વસ્તુ તેની જેને દૃષ્ટિ થઈ તેને પર્યાયમાં ધર્મ આવ્યો. દ્રવ્ય ગુણમાં સ્વભાવ હતો, તેની દૃષ્ટિ થતાં પર્યાયમાં પ્રગટ થયો. જુઓને આ પોપટભાઈ ! કલાક પહેલાં સૂતા, ઊંઘ આવી ગઈ અને કલાક પછી જાવું છે પરલોકમાં. એ દેહ નાશવાન છે. જે કાળે દેહ છૂટશે તે કાળે તેનો નિરધાર નિશ્ચય છે. તેને ભલે નિર્ધાર ન હોય, પરંતુ કેવળજ્ઞાનમાં ચોક્કસ નિર્ધાર છે કે – જે સમયે દેહ છૂટવાનો તે છૂટવાનો. અહીંયા કોઈ કલોલવાળાને પૈસા જોતા હશે તો ૨૫000 રૂા. આપ્યા. સૂતા, એક કલાક તો ઊંઘ આવી ગઈ. જાગ્યા તો એને જાવું છે પરભવમાં. આખો સંસાર આવો છે. વસ્તુ નાશવાન છે તેના ભરોસા કયાં હતા? આગલે બુધવારે તો અહીંયા બેઠા હતા. દેહ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ કલશામૃત ભાગ-૪ ક્ષણભંગુર, દશા નાશવાન, તેને તે ઠીક લાગે તેથી અંદર રાગ થાય તે પણ નાશવાન છે. દયા-દાન-પુણ્ય-પાપના ભાવ એ વિકારી અને નાશવાન ચીજ છે. તેની જેને પ્રીતિ ને રુચિ છે તે ભલે મહાવ્રત પાળતો હોય.. પણ... તે છે મિથ્યાષ્ટિ. મિથ્યા નામ જૂઠી દૃષ્ટિ. જે સત્ સ્વરૂપ છે ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે તેની જેને દૃષ્ટિ નથી એટલે કે- સત્ય દૈષ્ટિ નથી તે રાગના કણને-રજકણને પોતાના માને તે અસત્ય ને મિથ્યાષ્ટિ છે. એ મિથ્યાત્વ અનંત પરિભ્રમણનું કારણ છે. તે અનંતા ભવ કરવાનું બીજડું છે. ભગવાન આત્મા ! ભવના અભાવ સ્વભાવનું કારણ છે. વસ્તુ છે તે ભવના અભાવ સ્વભાવનું કારણ છે. કેમ કે – ભવને ભવનો ભાવ તેનામાં નથી. શ્રોતા:- સ્વભાવમાં તો નથી પરંતુ પર્યાયમાંય નથી? ઉત્તર-પર્યાયમાં અત્યારે કયાં છે? (અરે!) અત્યારે પર્યાયમાં રાગાદિ છે. સ્વભાવમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે. એટલે કે આનંદ કંદ પ્રભુ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા! તેની જેને દૃષ્ટિ થઈ, તેણે દૃષ્ટિમાં લીધો, તેણે પૂર્ણ શાયકને તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવ્યો તેને અહીં સમ્યગ્દષ્ટિ કહે છે. જે તેણે અનંતકાળમાં એક સેકન્ડ પણ કર્યું નહોતું એવા સમ્યગ્દષ્ટિ જીવને કહે છે- તારે “કર્મરૂપ પુગલ પિંડ બાંધવાને યોગ્ય નથી.” ભાષા તો આમ છે. તેનો અર્થ કે-શુભ-અશુભ રાગને કરવા લાયક હવે તું નથી. જેને ભગવાન વીતરાગ મૂર્તિ જિન સ્વરૂપ પ્રભુ સ્વીકારમાં - દૃષ્ટિમાં આવ્યો... તેથી હે ધર્મી! હવે વિકારના પરિણામ કરવાને લાયક તું નથી. એનાથી જે બંધ થાય એ બંધાવાને માટે તું લાયક નથી. પાઠ તો આમ છે કે- “જ્ઞાનાવરણાદિ (આઠ) કર્મરૂપ પુગલપિંડ બાંધવાને યોગ્ય નથી.” તેનો અર્થ એ કે- હવે તું રાગ-દ્વેષના પરિણામ કરવાને લાયક નથી. આવી વાતું છે! પ્રભુ તું તો સ્વભાવે ચૈતન્ય છો. તેનો સ્વીકાર કર્યો તે બંધાવાને યોગ્ય નથી. અનાદિથી પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના જે ભાવ થાય તેનો સ્વીકાર હતો. તેથી તો તું મિથ્યા - જૂઠી દષ્ટિવંત હતો. પરંતુ જે બેહદ સ્વભાવ છે જ્ઞાન આનંદાદિ. જેનાં ગુણના માપ નથી. સ્વભાવવાન વસ્તુ જે ભગવાન! તેના ગુણ જે છે જ્ઞાન દર્શન આનંદ આદિ એ ગુણની શક્તિનું જેને માપ નથી. એવી અમાપ શક્તિઓ છે. એ અમાપ શક્તિવંતનો જેણે સ્વીકાર કર્યો દૃષ્ટિમાં લીધો, એ દૃષ્ટિ પણ મહા અક્ષય ને અમેય થઈ ગઈ છે. એ દૃષ્ટિ ક્ષય વિનાની અક્ષય અને મર્યાદા વિનાની અમેયની પ્રતીત થઈ ગઈ છે. આવી બહુ ઝીણી વાતો છે !! શ્રોતા- ચારિત્રનો દોષ છે. ઉત્તર- ચારિત્રનો દોષ છે પણ તેનો તે કર્તા નથી. એમ સિધ્ધ કરવું છે. એટલે કે કર્મને બાંધતો નથી એમ કહેવું છે. અહીંયા તો એ કહેવું છે કે મિથ્યાત્વ સંબંધી બંધ છે તે જ્ઞાનીને બંધ નથી... એટલું સિધ્ધ કરવું છે. રાગ છે... પણ તેને કર્તાપણે... “આ મારું છે' તેમ તેને કરતો નથી તેથી તેને મિથ્યાત્વ નથી તેથી તેને કર્મબંધ છે નહીં. Page #519 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ૫૦૩ હમણાં હમણાં થોડા વખત પહેલા શેઠિયા ચાલ્યા ગયા, નવનીતભાઈ અને ચાલીસ કરોડવાળા શાંતિપ્રસાદ ચાલ્યા ગયા. અહીંયા બેઠા હતા, બે ત્રણ દિવસ વ્યાખ્યાન સાંભળેલા, તેમની ઉંમર તો નાની સાઈઠ વરસની, નવનીતભાઈને અહ્યોત્તર અને પોપટભાઈને એકોતેર.... હાલ્યા ગયા. ભગવાનમાં ભવ કયાં છે? ભગવાન આત્મા તો નિત્ય છે. દેહના નાશથી કાંઈ તેનું નિત્યપણું જતું નથી. આત્મા તો કાયમ રહેનારો છે. જેને દૃષ્ટિમાં રાગ અને પુણ્યના પરિણામનું કર્તાપણું છે તે સદાય મિથ્યાત્વની ભ્રમણામાં રહેનારો છે. તે પરનું તો કરી શકતો નથી. સ્ત્રીનું, કુટુંબનું, ધંધાનું, શરીરનું તો તે કરી શકતો નથી. એ માને તો પણ કરી શકતો નથી. આહાહા! ફકત “હું કરું છું એવી માન્યતા કરે છે. આ દુકાનમાં થતો ધંધો તેને માટે બેસીને બરોબર ધ્યાન રાખે એ બધું મિથ્યાત્વનું અભિમાન છે. અહીંયા તો કહે છે – જેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે, પરને તો તે કરી શકતો નથી, પરનો કર્તા તો હતોય નહીં. રાગનું એટલે પુણ્ય-પાપના ભાવનું કર્તાપણું હતું એ છૂટી ગયું છે. કેમ છૂટી ગયું છે? સ્વરૂપ જ્ઞાતા-દેણા અનંત આનંદનો સાગર પ્રભુ છે. તેના સ્વીકારમાં, તેના જ્ઞાતા દેટાના પરિણમનના કર્તાપણામાં તેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે. તેથી તેને રાગના કર્તાપણાથી – મિથ્યાત્વથી જે બંધ હતો તે બંધ તેને નથી. વર્તમ ન વિત” આહાહા ! એ વિકારના પરિણામને તું કરવાની લાયકાતવાળો નથી. મિથ્યાદેષ્ટિ વિકારના પરિણામ કરવાની લાયકાતવાળો છે. કેમ કે તેણે વસ્તુને જોઈ જાણી કે અનુભવી નથી. તે તો આત્માને જોયો છે ને !? કહે છે – ચૈતન્યમૂર્તિ ભગવાન! અનંત આનંદ, અનંતજ્ઞાન, અનંતશાંતિ, અનંત સ્વચ્છતા, અનંત અનંત ઈશ્વરતા પ્રભુતા એવી અનંત અનંત અનંત અમાપ શક્તિઓનો સાગર પ્રભુ છે. એ શું છે? જેની શક્તિની સંખ્યાનું માપ નથી એવા અમાપ શક્તિના સાગરને જેણે અનુભવ કરીને પ્રતીતમાં લીધો તેને હવે રાગનું કરવાપણું રહેતું નથી. રાગ આવે તેનો તે જ્ઞાતા છે. (વર્તમ) તેનો અર્થ કર્યો..કે રાગ કરવાને લાયક નથી એટલે પછી બંધાવાને લાયકે (ય) નથી. “ભાવાર્થ આમ છે કે - સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી.” અહીંયા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામનો જે બંધ છે તે તેને નથી... એટલી વાત કરવી છે. આમાંથી કોઈ એમ જ લઈ લ્ય કે તેને બંધ જ નથી.... તો એમ નથી. એ વાત શ્લોક ૧૫૨ માં લેશે! ૧૫ર શ્લોકમાં ચોથા પદમાં છેલ્લે “મુનિ' શબ્દ લેશે! પછી તેનો અર્થ કરશે “સમ્યગ્દષ્ટિ જીવ” એમ ત્યાં વજન આપવું છે ને ! આહાહા ! તારા ઘરમાં એટલી ઘર વખરી પડી છે, તારા ઘરમાં એટલું ફર્નીચર પડયું છે... અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવા અનંત અનંત અમાપ અમાપ શક્તિનું ફર્નીચર પડયું છે. તેનો જેને પ્રેમ લાગ્યો તેને રાગના કણનો પ્રેમ છૂટી જાય છે. પહેલા તેને રાગના પ્રેમમાં મિથ્યાત્વ ભાવથી બંધ થતો હતો તે હવે સમ્યગ્દષ્ટિને થતો નથી. એટલી વાત અહીંયા લેવી. તેને સર્વથા બંધ નથી તેમ નથી. મિથ્યાત્વ અને Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ કલશામૃત ભાગ-૪ અનંત સંસારના અનંતાનુબંધીનો જે બંધ થતો હતો એ બંધ સમ્યગ્દષ્ટિને નથી. ખરો બંધ જ એ, મિથ્યાત્વ જ સંસારનું કારણ છે. મિથ્યાત્વ એ જ સંસા૨, મિથ્યાત્વ એજ આસ્રવ, મિથ્યાત્વ એ જ બંધ છે. મિથ્યાત્વ અને સમ્યગ્દર્શન વચ્ચે વહેંચણી શું છે એ કઠણ પડે છે. બહા૨માં કોઈ શ૨ણ નથી. શ૨ણ ભગવાન આત્મા છે ત્યાં અંદર જતો નથી. અહીં કહે છે કે- જે જીવ અંદરમાં ગયો તેને હવે રાગને કરવાનું રહેતું નથી... તેથી તેને એ જાતનું બંધન નથી. આસકિત છે તેનું બંધન છે તેને અહીંયા ગૌણ કરીને, સમ્યગ્દર્શનમાં અનંતાનુબંધીના અભાવની મુખ્યતા કરીને.. તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. " “તથાપિ વિ—િત્ સવ્યતે” તો પણ કાંઈક વિશેષ છે તે કહે છે- “ હન્ત યવિ મે પરં ન ખાતુ મુંક્ષે મો: વુર્મુત્ત્ત: વ જ્ઞપ્તિ” આકરાં વચને કહે છે :” અરે ! અમે ખેદથી કહીએ છીએ. આકરાં વચન ખેદથી કહીએ છીએ. તને ભોગવવામાં, તને પ્રેમ છે તેથી ભોગવે છો અને તું કહે છે કે – અમે ભોગવતા નથી, અમને બંધન નથી ! તો એમ નથી. અમે સમ્યગ્દષ્ટિ છીએ માટે પંચેન્દ્રિયના ભોગને અમે ભોગવીએ છીએ તો પણ અમને બંધ નથી એમ તમે જ કહ્યું છે ! બાપુ ! તને ભોગમાં પ્રેમ છે ને ! ભોગ ભોગવવાનો તને પ્રેમ છે તો તું મિથ્યાષ્ટિ છો. જેને આત્માના આનંદનો ભોગવટો થયો તેને પ૨નો બિલકુલ પ્રેમ-ભોગવટો હોય શકે નહીં. તેને જે આસકિતનો ભાવ આવે પણ તે કાળો નાગ જેમ આવી જાય તેમ દેખે છે. વિષયવાસનાના રાગમાં દુઃખ લાગે છે. પોતાની શાંતિ આગળ દયા-દાનનો રાગ તેને દુ:ખ અને અશાંતિ લાગે છે. આવી વાતું છે!! અજ્ઞાનીને રાગમાં, પુણ્ય ને પાપના ભાવમાં... મજા છે– ઠીક છે– હરખ છે. તેમાં વીર્યની ઉલ્લસિતતામાં તે હરખાય જાય છે... તે મિથ્યાર્દષ્ટિ છે. તે અનંત સંસારના બિજડાંને સેવે છે... એ પોતે કહે છે. “જો એવું જાણીને ભોગ સામગ્રી ભોગવે છે કે મને કર્મનો બંધ નથી એમ જાણીને ( ભુક્ષ ) પંચેન્દ્રિય વિષય ભોગવે છે તો અહો જીવ !” અરે... આત્મા ! આ તું શું કરે છે? સમ્યગ્દષ્ટિ નામ ધરાવી અને ભોગની સામગ્રીને પ્રેમથી ભોગવે છે? શું આ તને શોભે છે ? વાત ઝીણી છે જેને અંદર રાગમાં રસ છે તેને કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ અને અમે રાગના ૨સને રસથી ભોગવીએ છીએ, તો કહે છે- (તુર્ભુŌ:) તે ઝેરને પીનારો છે. તું વિષ્ટાનો ખાનાર છો. ( વુર્મુ: ) જે ભોગવવાને લાયક નથી તેને તું ભોગવે છે. અરે ! અનંત કાળથી તે છે... તેણે કાળની મર્યાદા વિચારી છે કે દી' ? આની પહેલાં કયાં કયાં કયાં... એમ પહેલા હતો આમ... આમ... હતો... હતો... હતો... હતો તો અનંતકાળમાં કયાં હતો ? આદિ નથી તેવા અનંતકાળમાં કયાં હતો ? રાગમાં અને દુઃખમાં હતો પ્રભુ ! વાદિરાજ મુનિ કહે છે તેમને શરીરે કોઢ હતો, પછી પુણ્યનો યોગ અને બહા૨માં એ રીતે થવાનો કાળ હતો, તો ભક્તિથી મટી ગયો કહેવાય ! મૂળ તો પુણ્યનો ઉદય અને એ Page #521 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ૫૦૫ રીતે થવાનું હતું. તેઓ મુનિ છે, આનંદના રસિયા છે. જરા વિકલ્પ ઊઠે છે ને ! તેથી એમ કહે છે- “હું મારા અનંતકાળના દુઃખને સંભારું છું તો આયુધના ઘા લાગે છે. તેનો અર્થ એ છે કેમને જે વિકલ્પ ઊઠે છે તેનું મને દુઃખ લાગે છે. હું અનંતકાળમાં ક્યાં રહ્યો? મુનિ કહે છે હોં ! જેને એક ભવ પછી મોક્ષે જવાનું છે. સ્વર્ગમાં જઈ અને પછીના ભવે મોક્ષે જવાના છે. બપોરે અધિકાર ચાલે છે તેમાં આવશે... (કોમોરવપોદો:) તેમાં લેશે કે- જેને ત્રણ ભવમાં મોક્ષે જ જવું છે. આ ભવે ભલે ન જાય ! સંસ્કૃતમાં ટીકા છે– પંચમઆરાના સાધુ છીએ તેથી અહીંયાથી સ્વર્ગમાં અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના. એને ત્રણ ભવ હોય છતાં પણ તે મોક્ષપંથમાં છે. ત્રીજે ભવે તો તેમને સંસારનો અંત આવીને કેવળજ્ઞાન લેશે! સાદિ અનંતકાળનું કેવળજ્ઞાન પ્રગટ થશે. કોઈ રાજા હોય અને મહા મિથ્યાત્વને સેવતો હોય, માંસને દારૂ ન લેતો હોય.... એ જેમ છૂટીને નિગોદમાં જાય. અનંતકાળ નિગોદમાં રહી અને ત્યાંથી નીકળી એકેન્દ્રીય એવી સ્થિતિમાં જાય! અહીં તો આત્માનો અનુભવી જીવ... આત્માના અનુભવમાં રહે છે. ભલે! થોડો રાગ બાકી છે... પણ તેનું તેમાં કર્તુત્વ નથી, તેનો તેને પ્રેમ નથી. હાથમાં નાગ ઝાલ્યો હોય તેને નાગનો પ્રેમ છે? પરમ દિવસે ૪૦-૪૨ વર્ષની ઉંમરનો દરબાર ગુજરી ગયોને ! તે સર્પને પકડતો હતો, તે ઘણાં નાગને પકડીને નાખી આવ્યો હતો. દારૂ પીધેલો અને નાગણીને મોઢાં આગળથી પકડી, નાગણીએ ભરડો લીધો તેથી મોઢેથી પકડયો હતો ત્યાં પોચું પડી ગયું. નાગણીએ ડંસ માર્યો. તે વાંઢો હતો... એકલો ગરીબ માણસ. રાત્રે સૂતો તે સૂતો... ઝેર ચડી ગયું... સવારે મરી ગયો. તેમ જેણે રાગ મારો, પુણ્ય મારા એવા મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે તે અંધારે અજ્ઞાનમાં સૂઈ ગયો છે. તેણે આત્માના સ્વભાવની જીવતી જ્યોતને મારી નાખી છે. મહાપ્રભુ ચૈતન્ય આનંદનો નાથ! તેનાથી વિરુધ્ધ રાગના પ્રેમમાં પડી અને આત્માનો નકાર કર્યો છે. પૂર્ણાનંદનો નાથ આત્મા ! અમાપ શક્તિનો ધણી તેનો અસ્વીકાર કર્યો છે. જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ ! અમાપ શક્તિના સાગરનું જેને અંતરમાં જ્ઞાન અને આનંદની પર્યાયમાં વેદન આવ્યું તે હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાના. સાધકને રાગ છે પણ હવે તે તેનો કર્તા નથી, તેથી તેનું ફળ ભવ આદિ તે પણ તેને આવતું નથી. એક, બે ભવ હોય તો તે જ્ઞાનનું શેય છે. એવા જીવને અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાનું. અનંત અનંત કાળ હવે તે આનંદની દશામાં રહેશે. પેલો અનંત અનંત કાળ નિગોદમાંદુઃખમાં એ દશાએ રહેશે. અહીંયા કહે છે- હે સમ્યગ્દષ્ટિ! “તું પંચેન્દ્રિય વિષયને ભોગવે છે તો અહો જીવ! એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી.” (કુર્મુ:) ભોગવવાને લાયક નથી તેને તું ભોગવે છો? તું મિથ્યાષ્ટિ છો ? આહાહા ! સમ્યગ્દષ્ટિનું નામ લઈને તારે વિષય ભોગવવા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ કલશામૃત ભાગ-૪ છે? વિષય ભોગવતાં સમ્યગ્દષ્ટિને નિર્જરા કહી, બંધ નથી એમ કહ્યું ! માટે તું તેને ભોગવવાના પ્રેમથી ભોગવે છો? (કુર્મુp:) તું ઝેરને પીવે છે તે યાદ રાખજે ! ત્યાં કંઈ પોપાબાઈના રાજ નથી. શ્લોક ૧૫૦ માં “(મુંક્ય) ભોગને ભોગવ,” એમ આવ્યું હતું ને! એટલે કે પરદ્રવ્યથી તને નુકશાન છે તે દૃષ્ટિ છોડી દે. પરદ્રવ્ય તને નુકશાન કરે? તું તારા સ્વભાવ ભાવથી વિરુધ્ધ ભાવ કરે છે. એ તને નુકશાન છે, તેથી તેને છોડી દે! એ વાત સિધ્ધ કરવા એમ કહ્યું કે“પરને ભોગવ.” એટલે? પર તરફના લક્ષવાળો રાગ હોય તો હો ! પરંતુ તેને તેના કર્તાપણાનો ભાવ નથી, ભોગવવાનો પ્રેમ નથી માટે તેનો ભોક્તા નથી. અહીંયા કહે છે – તું સમ્યગ્દષ્ટિ નામ ધરાવી, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં પ્રેમમાં ફસાણો... અને માને છે કે તેને ભોગવું છું તો મને નિર્જરા થાય છે તો તું (તુર્મુત્ત્વ:) છો. સમ્યગ્દષ્ટિ જેને આત્માના આનંદનું ભાન આવ્યું છે. જે ધર્મની પહેલી સીઢીવાળો તેને સમ્યગ્દર્શનમાં, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ! અનંતગુણોનો સાગર તેવો તેને દૃષ્ટિમાં અનુભવમાં આવ્યો.. સમ્યગ્દષ્ટિ એટલે સત્યદૃષ્ટિ, સમ્યક નામ સાચી દૃષ્ટિ જેવો એ પૂર્ણાનંદનો નાથ ભગવાન આનંદનો સાગર છે એવી અનુભવ પર્યાયમાં અપરિમિત શ્રધ્ધા અને જ્ઞાન અને આનંદની દશા પણ આવી. તેને અહીંયા સમ્યગ્દષ્ટિ. મોક્ષના મહેલની પહેલી સીઢી કહેવામાં આવે છે. અહીંયા એમ કહ્યું કે- જેને આત્મા શુધ્ધ ચૈતન્ય અખંડ આનંદ છે તેવી પ્રતીતિ થઈ અને વેદનમાં આવ્યું, અનુભવમાં આવ્યું તે સમ્યગ્દષ્ટિને કહ્યું કે- પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવી તને બંધ નથી એમ કહ્યું હતું. તે કઈ અપેક્ષાએ કહ્યું હતું. એ તો તને આસકિતનો જરા રાગ ભાવ આવે છે. તેના પ્રેમ વિના તેને તું ભોગવ! કેમ કે સમ્યગ્દષ્ટિને આનંદના ભોગવટા સિવાય તેને રાગના ભોગવટાનો પ્રેમ નથી માટે ભોગવ એમ કહ્યું હતું. આમ સમજીને કોઈ કહે- હવે અમે સમ્યગ્દષ્ટિ છીએ માટે ગમે તેટલા ભોગને સેવીએ! ભોગ ભોગવતાં પણ મને બંધ નથી ! તો મરી જઈશ. એ પુણ્યના પરિણામ, દયા-દાન-વ્રતના પરિણામ, રાગને રાગનો કર્તાને ભોકતા થાય તો મિથ્યાદેષ્ટિ છે. તેને ઠેકાણે એમ કહે કે પંચેન્દ્રિયના વિષયને ભોગવવાથી અમને નિર્જરા છે, બંધ નથી- તો કહે છે એમ નથી. આ અજર પ્યાલા છે. જો એમ છે કે ઉપભોગ સામગ્રી ભોગવતાં જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી તો અહો સમ્યગ્દષ્ટિ જીવ!તારે (ામવાર:) સ્વેચ્છા-આચરણ શું છે?” ભોગને ભોગવવાની તને ઈચ્છા છે અને ભોગવે છો? આ તને શું થયું? (@ામવાર:) ભોગ ભોગવવાનો રાગ ભાવ છે? પુણ્ય ને પાપના ભાવનો તને ભાવ છે? ઈચ્છા છે? ઈચ્છા છે અને તું ભોગવતો હોતો તું મિથ્યાષ્ટિ છો. આહાહા! ધર્મી જીવને તો...! આત્માના આનંદની મીઠાશ આગળ ભોગની વાસના તો Page #523 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ૫O૭ કાળા નાગ જેવી લાગે. કાળા નાગને દેખીને જેમ ત્રાસ થાય, એમ ધર્મી સમ્યગ્દષ્ટિ જીવને વિષયની વાસનાનો ભાવ કાળા નાગ જેવો દેખાય છે. આને ધર્મી કહીએ. તું તો કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ અને મને ભોગવવાની ઈચ્છા પણ છે. તો તું દુર્ભક્ત છો... એટલે ભોગવવાને લાયક નથી, અને ભોગવે તેથી મિથ્યાષ્ટિ છો. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર થશે. એ સમ્યગ્દર્શન શું ચીજ છે? પૂર્ણાનંદનો નાથ પ્રભુ... અનંત ગુણનો સાગર આત્મા! તેનું જ્ઞાનની પર્યાયમાં વેદન આવવું, અતીન્દ્રિય આનંદનું વેદન આવે તેની પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિ..ચક્રવર્તીના ભોગ, ભરત ચક્રવર્તીને છનું હજાર સ્ત્રીઓ હતી અને તેના ભોગની વૃત્તિ હતી તે ઝેર જેવી, કાળા નાગ જેવી દેખાતી હતી. અસ્થિરતાને લઈને રાગ થતો. પણ જેમ કાળો નાગ દેખીને ત્રાસ થાય તેવો ત્રાસ થતો તો સમ્યગ્દષ્ટિને. જૈન નામ ધરાવે અને રાગની મીઠાશ હોય, ભોગનો પ્રેમ હોય તે મિથ્યાષ્ટિ છે. આવી વાતું છે! શ્રીમજીમાં આવે છે ને ! અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” સર્વજ્ઞ જિનેન્દ્ર પરમેશ્વરે કહેલો આત્મા.. એ શું ચીજ છે? તે કોણ છે? બીજાઓ આત્મા કહે.. પણ તેણે આત્માને જોયો નથી, તે તો કલ્પનાથી વાતો કરે છે. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્ર ! તેણે અનંત આત્માઓ જોયા...! એ આત્મા કેવો જોયો? કેમ જોયો? તે વાત સ્તુતિમાં આવે છે. પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં હો લાલ, નિજ સત્તાએ શુધ્ધ સૌને પેખતાં હો લાલ.” મહાવિદેહમાં સીમંધર પ્રભુ બિરાજે છે. ત્રિલોકનાથ તીર્થકર જિનેન્દ્ર ભગવાન બિરાજે છે. ૫૦૦ ધનુષનો ઉંચો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. જેની સભામાં સો ઇન્દ્રો સભામાં જાય છે. તે અત્યારે વિદેહમાં બિરાજે છે. પ્રભુ! અમારો આત્મા જે શેય છે તે સત્તાએ શુધ્ધ આનંદકંદ છે તેને તમે આત્મા જાણો છો અને આત્મા કહો છો. આ શરીર માટી-ધૂળ-અજીવ છે. અંદર પુણ્ય ને પાપના ભાવ થાય, દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિના ભાવ થાય એ તો રાગ છે. હિંસા-જૂઠ-ચોરી-વિષય ભોગના ભાવ થાય એ તો પાપ રાગ છે. એ રાગ તે આત્મા નથી. એમ ભગવાને જોયું છે. નવ તત્ત્વમાં જે રાગ છે એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. શરીર, વાણી, મન, કર્મ એ અજીવ તત્ત્વમાં જાય છે. અંદરમાં જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક તત્ત્વમાં રહે છે. એ તો શુધ્ધ ચૈતન્ય આનંદકંદ છે. પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં... અને નિજ સત્તાએ શુધ્ધ અમારો આત્મા છે. અમારો આત્મા હોવાપણે શુધ્ધ છે. જે પૂર્ણાનંદ છે તેને આપે આત્મા જોયો છે. તેને આપે આત્મા કહ્યો છે. ભારે વાતું અરે ! કોઈ દિ' સાંભળી ન હોય !! પરિભ્રમણ કરતાં-કરતાં Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ કલશામૃત ભાગ-૪ અનંતકાળ ગયો. અનંતવાર દ્રવ્યલિંગી સાધુ પણ થયો. અંદર આત્મા છે તે રાગથી ભિન્ન પૂર્ણાનંદનો નાથ છે તેનું તેણે સમ્યગ્દર્શન.. આનંદનું વેતન ન કર્યું. કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે.” ક્યો રાગ? પુણ્ય-પાપના પરિણામ મારા છે એવો મિથ્યાભ્રમનો નાશ થઈ ગયો છે. અનંતાનુબંધીનો નાશ થઈ ગયો છે. પર અનુકૂળ દેખીને રાગ, પ્રતિકૂળ દેખીને દ્વેષ એવો જે અનંતાનુબંધીના રાગ-દ્વેષનો નાશ થઈ ગયો છે. અરેરે..! તેણે સંસારના હરખમાં ચોરાસીના અવતાર કર્યા. એ અવતાર તેણે રાગના રસના પ્રેમમાં કર્યા છે. પરંતુ એ રાગથી ભિન્ન અનંતગુણનો નાથ ભગવાન અંદર છે તેને કોઈ દિવસ જોયો નહીં, જાણ્યો નહીં, સ્વીકાર્યો નહીં. એ અહીંયા કહે છે- જ્ઞાની, રાગ-દ્વેષ-મોહ રહિત છે. અસ્થિરતાના પ્રકારમાં જે રાગનો ભાવ, દયા-દાનનો ભાવ છે એ રાગ છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા- ભગવાનનું સ્મરણ એ બધો રાગ નામ વિકલ્પ છે તે વૃત્તિનું ઉત્થાન છે. તે વિકારનો જેને પ્રેમ નથી, રુચિ નથી, રુચિ તો તેને આત્માના આનંદની છે. તેથી તેને મિથ્યાત્વનો રાગ છે નહીં. તેને ભ્રમણા નથી અને ભ્રમણા સંબંધી જે રાગ-દ્વેષ કરતો હતો, અનુકૂળ-પ્રતિકૂળ માની ને કરતો હતો તે તેને નથી. નબળાઈને લઈને જે રાગ-દ્વેષ થાય છે તેને અહીંયા ગણ્યા નથી. નૌઆખલીમાં બનેલું અને ત્યારે ગાંધીજી ગયા હતા. માતા... જનેતા હોય અને તેની સાથે ભોગ લેવાનું કોઈ કહે તો કેમ? તેને શું થતું હશે? તેમાં તેને મીઠાશ આવતી હશે? માતા- પુત્રને નગ્ન કરે અને પછી બન્નેને ભીડ. અરેરે! મારી જનેતા છે ! આ શું થાય છે? જમીન માર્ગ આપે તો સમાય જઈએ. જેમ તેને ત્યાં પ્રેમ નથી, તેમ સમ્યગ્દષ્ટિ ભોગના રાગને, માતાની સાથે પ્રેમથી ભોગ કરે એવો માને છે. બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે તે કોઈ અલૌકિક વાત છે. તેના વિના બધાય થોથાં છે. એના વ્રત-તપ-ભક્તિ-પૂજા એ બધાય એકડા વિનાના શૂન્ય છે. | ત્રિલોકીનાથ જિનેશ્વર વીતરાગ પરમેશ્વર મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. મહાવીર ભગવાન આદિ તો સ્મો સિધ્ધાણંમાં ગયા. એ તો બીજા પદમાં ગયા. આ તો પહેલા પદમાં બિરાજે છે “નમો અરિહંતાણમ્” તેમને ચાર કર્મ ગયા છે. ચાર કર્મ બાકી છે. હમણાં પેલા પ્રતાપગઢનો ચાંદમલ આવ્યો હતો. તે તીર્થંકર થઈને આવેલો!!મહારાજ ! હું સાચું કહું છું હું તીર્થકર છું. મને ચાર કર્મનો નાશ થયો છે, ચાર કર્મ બાકી છે. ભગવાનને ચાર કર્મ બાકી હતા તો પૈસા ન હતા, મારી પાસે પૈસા નથી. હું ગરીબ છું. પણ હું છું કેવળી. અહીંયા મારી પાસે આવ્યો હતો પછી વ્યાખ્યાનમાં બેઠો. અરે! ભાઈ તું આ શું કરે છે? અરે! કેવળી કોને કહેવાય? તીર્થકર કોને કહેવાય તેની તને ખબર નથી. હજુ તો સાધુ કોને કહેવાય તેની ખબરું નથી તમને !! શાંતિથી કહ્યું- મિથ્યાદેષ્ટિ છો તમે! ભાઈ તારી આ દૃષ્ટિ મિથ્યા છે. પાછો ઊભો થઈને પગે લાગે. અરે બાપુ! તું આ શું કરે છે? એવાં લાકડા ગરી જાય છે ને !! અહીંયા એ કહે છે? સમ્યગ્દષ્ટિ નામ ધરાવીને તું ભોગને ભોગવતો હોય! ભોગ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ કલશ-૧૫૧ ભોગવવાની ઈચ્છા હોય તો તું સમ્યગ્દષ્ટિ નથી. અને જેને ઈચ્છા નથી તો મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ-મિથ્યાત્વ છે નહીં. આવી વાતું છે. એ સમ્યગ્દષ્ટિ જીવ! જે રાગ-દ્વેષને ભોગના ભાવને ઝેર દેખે છે. તેને શુભભાવનો રાગ આવે છે તેને એ ભઠ્ઠી દેખે છે. સમકિતી કોને કહેવાય બાપુ! તને ખબર નથી. એ શુભભાવ આવે છે ને ! તેને તે કષાયનો અંશ જાણે છે. મારી શાંતિમાં એ શુભરાગની અશાંતિ છે એમ ધર્મી-સમ્યગ્દષ્ટિ જાણે છે. તેથી તેને મિથ્યાત્વ સંબંધીના રાગ-દ્વેષ નથી. તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે,” એ રાગના કણમાં જો પ્રેમ અને રુચિ થાય તો તેને આનંદની રુચિનો નાશ થઈ જાય. ભગવાન જ્ઞાતાદેષ્ટા-આનંદનો સાગર છે એ તો. જે સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે. સર્વજ્ઞ પરમાત્મા અરિહંત થાય છે તે કયાંથી થયા? સર્વજ્ઞ પર્યાય આવી ક્યાંથી? કયાંય બહારથી આવે છે? બાપુ! તને ખબર નથી ! તારો સ્વભાવ સર્વજ્ઞ છે. ભગવાન! તારી શક્તિ સર્વજ્ઞ છે- તેમાંથી સર્વજ્ઞ પર્યાય આવે છે. આ વકિલાત જુદી જાતની છે. આ તો ત્રણ લોકનો નાથ તીર્થંકર પ્રભુ સાક્ષાત્ બિરાજે છે તેની આ વાણી છે. સંતોએ તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. સંતો આડતીયા થઈને ભગવાનનો માલ આપે છે. કારણ કે માલ તો તીર્થંકર પરમાત્માનો છે. સંતો આડતિયા થઈને જગતને કહે છે- એકવાર સાંભળ તો ખરો પ્રભુ! તારી પ્રભુતામાં રાગ-દ્વેષનો અંશ નથી... એવી તારી પ્રભુતા અંદર ભરી છે. તેનું જેને સમ્યગ્દર્શન-ભાન થયું તેને રાગના કણની મીઠાશ ઊડી જાય છે. છઢાળામાં આવે છે કે “રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સૈઈયે.” રાગનો કણ છે તે પણ આગ છે...! અરે... પ્રભુ! તને કેમ બેસે ? ભગવાન આત્મા તો શાંત સાગર છે. એમાં રાગનો કણ ઊઠે શુભનો હોં!દયા-દાન-વતનો વિકલ્પ ઊઠે તે “રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સૈઈયે” અમૃતનો સાગર પ્રભુ ભગવાન! જે સમતાથી ભરેલો છે તેને સેવીએ. નાટક સમયસારમાં આવે છે “ઘટ ઘટ અંતર જિન વર્સ, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” ઘટમાં અંદર પ્રભુ જિન બિરાજે છે. આત્મા જિન સ્વરૂપ છે. એ જિન સ્વરૂપનું ભાન થઈને, રાગની મીઠાશ તોડીને, આનંદની મીઠાશ આવી છે. જેને તેને જૈન કહીએ. એ જૈન ઘટમાં અંદરમાં વસે છે. કારણ કે જૈનપણું શરીરમાં નથી આવતું. પરંતુ પોતાના મતના દારૂ પીધેલાઓ-મતવાલાઓ ચૈતન્ય ભગવાનને જાણતા ને ઓળખતા નથી. પોતાના અભિપ્રાયના મદે ચડી ગયેલાને જૈન સ્વરૂપની ખબર નથી. એ વાત અહીંયા કરે છે. જૈન સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિપણું નથી. રાગ-દ્વેષપણું નથી. Page #526 -------------------------------------------------------------------------- ________________ કલશામૃત ભાગ-૪ “મિથ્યાત્વરૂપ પરિણમે તો”, એ રાગની મીઠાશના પ્રેમમાં જાય તો તે મિથ્યાર્દષ્ટિ થઈ જાય છે. આહાહા ! એ રાગના વ્યભિચારે છે. વ્યભિચારના પ્રેમમાં પડયો તેને ભગવાન આત્મા બ્રહ્માનંદ બ્રહ્મ નામ આત્મા અને તે આનંદ સ્વરૂપ છે એવા પ્રેમનો તેને નાશ થઈ જાય છે. આવી વાતું ! પેલા તો કહે– છ કાયની દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો એમ !! પ્રભુ તું સાંભળને ! એ બધી ક્રિયા વિકલ્પ-રાગ છે. રાગ વિનાનો ભગવાન અંદર બિરાજે છે. તેની શ્રધ્ધા ને જ્ઞાનથી તું ભ્રષ્ટ થયો તો તું મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. ભલે ક્રિયા એવી ને એવી હોય ! પણ તે “રાગ-દ્વેષ-મોહરૂપે પરિણમે છે, એમ કહે છે- ( જ્ઞાનં સન્ વસ)” આત્માના જ્ઞાન આનંદને અનુભવીને તેમાં રહે ને! રાગના અનુભવના ભોગવટામાં સમ્યક્દષ્ટિ કેમ જાય ! પ્રવચન નં. ૧૫૯ ૫૧૦ તા. ૨૫/૧૧/’૭૭ ૧૫૧ શ્લોકની છેલ્લી પાંચ લીટી છે. “કેમ કે મિથ્યાર્દષ્ટિ થતો થકો રાગ-દ્વેષમોહરૂપ પરિણમે છે;” શું કહે છે ? પોતાનો જે જ્ઞાનાનંદ નિત્ય ધ્રુવ સ્વભાવ તેની દૃષ્ટિ નથી, તેનો આશ્રય નથી એવો જે મિથ્યાષ્ટિ જીવ ! રાગના ભાવને, પુણ્ય ને પાપના ભાવ તેનો કર્તા થઈ અને તેનો ૨સ ભોગવે છે. તે મિથ્યાર્દષ્ટિ છે. ઝીણી વાત છે! આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી પ્રભુ છે એવું જેની દૃષ્ટિમાં નથી એટલે જેને આત્માના આનંદનો ૨સ નથી તેને રાગનો રસ છે. એ રાગના રસવાળો મિથ્યાર્દષ્ટિ રાગ-દ્વેષ-મોહપણે થાય છે. પછી તે બહા૨થી ત્યાગી હોય પણ અંદરમાં ચૈતન્ય જ્ઞાન –આનંદ સ્વરૂપ વસ્તુ આખી જે ધ્રુવ છે....અનંતગુણનો સમૂહ એવો ભગવાન આત્મા તેની જેને અંદ૨માં રુચિ નથી, જેનું પરિણમન આવ્યું નથી, તેની શ્રદ્ધા નથી એટલે કે તેની નિર્મળ આનંદની દશાનું થવું નથી તે રાગ-દ્વેષ ને મોહપણે થાય છે તે કર્મબંધને કરે છે. આવી વાતું છે! ( જ્ઞાનં સન્ વસ ) એટલો શબ્દ છે. જ્ઞાનરૂપે થયો થકો વસ એમ ! સમ્યગ્દષ્ટિ જીવ- હું આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, રાગ સ્વરૂપ એ હું નહીં. પછી ભલે દયા–દાનના વિકલ્પ ઊઠે એ રાગ પણ હું નહીં. હું તો “જ્ઞાનં સન વસ્”– જ્ઞાન સ્વરૂપી ભગવાન તેનો અનુભવ કરીને તેમાં વસ તો તને કર્મ બંધ નથી એમ કહે છે. મિથ્યાત્વની મુખ્યતાથી આ વાત છે. મિથ્યાત્વ નામ મહા વિપરીત શ્રદ્ધા જેવો બીજો કોઈ સંસાર, આસ્રવ ને બંધ નથી. અને સમ્યગ્દર્શન જેવો કોઈ સંવ૨ અને ધર્મ નથી. મિથ્યાત્વના રાગની મુખ્યતા ગણી છે. ભગવાન આત્મા ! જિન સ્વરૂપી વીતરાગ સ્વરૂપી છે. તેની રુચિ છોડી, તેનું પોસાણ છોડી, અને રાગની –આકુળતાનું જેને પોષણ છે એ મિથ્યા-જૂઠી દૃષ્ટિ છે. તેને પર્યાયમાં મિથ્યાત્વના રાગ-દ્વેષરૂપે પરિણમન થાય છે, તેથી તે કર્મને બાંધે છે. કહો શરતું કેટલી ? Page #527 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૧ ૫૧૧ “જ્ઞાન સન” સમ્યગ્દષ્ટિ હોતો થકો! આટલી ભાષા સહેલી કરી નાખી. વાત એવી છે કે- આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેની દૃષ્ટિ કરીને એમાં રહ્યો છે તે સમકિતી છે. રાગનો કણ પણ મારો છે અને રાગનો રસ જેને છે તેને આત્માનો રસ નથી, અને જેને આત્માનો રસ છે તેને રાગનો રસ નથી. રાગ હો! પણ તેનો રસ નથી- એટલે કે એકત્વબુદ્ધિ નથી. એટલે કે સમકિતી દુઃખને પોતાના સ્વભાવની સાથે મેળવતો નથી. ( જ્ઞાન સન) એટલે જ્ઞાનસ્વરૂપે થયો થકો એમ! હું તો ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપે મારું રૂપ છે. હું એ છું એવું જેને અનુભવ થઈને જ્ઞાન એટલે આત્માનો અનુભવ થઈને “આ જ્ઞાનમાં તે હું છું” એમ જે વસ્યો છે એટલે તેની દૃષ્ટિમાં આત્મા વસ્યો છે. “જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી,” અત્યારે મિથ્યાત્વ સંબંધીની વાત લેવાની છે. એક બાજુ રાગથી માંડીને આખી દુનિયા અને રાગનો રસ છે તેને કર્તાપણાની બુદ્ધિ છે. તેનો રચનારો હું છું એવી બુદ્ધિમાં આખી દુનિયાના કર્તાપણાની માન્યતા છે. આવી વાતું છે! જે રાગનો કર્તા થાય એ સારી દુનિયાનો કર્તા છે તે ભગવાન આત્માનો કર્તા નથી. તે અહીંયા કહ્યું છે ને! “જ્ઞાન સન વસ” જે રાગને વસે પડ્યો એતો મિથ્યાદૃષ્ટિ આખા સંસારમાં રઝળવાના....એવા કારણપણાને સેવે છે. આતો સાદી ગુજરાતી ભાષા છે. એક બાજુ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અને એક બાજુ રાગના કણથી માંડીને રજકણ ને જગત તે બે ચીજ છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુનું જેને પોસાણ નથી, અનુભવ-રુચિ નથી તેને રાગનો અનુભવ છે....અને તેમાં તેને મીઠાશ ને રસ છે તે જૂઠી દૃષ્ટિવંત છે. મિથ્યાષ્ટિ રાગદ્વેષ-મોહપણે પરિણમીને આઠે કર્મને બાંધે છે. પણ જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ આનંદમાં રહીને વસ....જ્ઞાનકંદ સ્વરૂપ થઈને વસ ચૈતન્ય સ્વરૂપ એ અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ તેનો અનુભવ કરીને તેમાં વસ તને બંધન નથી. તેને રાગનું કર્તાપણું ઉડી ગયું છે તેથી તેના ફળ તરીકે બંધ અને તેના ફળ તરીકે સંયોગ તેને નથી....એમ અહીંયા સિદ્ધ કરવું છે. એક બાજુ પ્રભુનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી. રાગનો જેને પ્રેમ તેને ભગવાન આત્માનો પ્રેમ નથી. બહુ ફેર...ધરમ આવો! પહેલી દયા પાળવી ને વ્રત પાળવા ને સહેલું હતું લ્યો! એમાં આવું આકરું કાઢયું! એક ભાઈ કહેતો હતો કે આવું આકરું કાઢયું છે! આહાહા! “જ્ઞાન સન્ વસ” જેટલો કાળ આત્મા જ્ઞાતા-દષ્ટપણે વસે... રહે તેટલો કાળ તેને બંધ નથી. અહીંયા બંધ નથી કહ્યું તે મિથ્યાત્વને અનંતાનુબંધીની મુખ્યતાથી કહ્યું છે. થોડો બંધ છે તેને ગૌણ કરી નાખ્યું છે. મારા સ્વચ્છ કપSTધાત ધ્રુવમ જ જ્ઞાન ને આનંદની જેને દૃષ્ટિ-સચિ નથી તેને (મપરા) અપર નામ જે રાગના રસમાં પડ્યો છે તે સ્વરૂપથી પર છે. આહાહા ! રાગની જેને રુચિ છે, રાગ જેને પોસાય છે, રાગ જેને મીઠો લાગે છે....તે રાગમાં રહ્યો છે. એવો (અપરા) મિથ્યાદેષ્ટિ થતો થકો (સ્વસ્થ અTRIધાત) પોતાના જ દોષથી રાગાદિ Page #528 -------------------------------------------------------------------------- ________________ O : ૫૧૨ કલશામૃત ભાગ-૪ અશુદ્ધરૂપ પરિણમનને લીધે,” કર્મના કારણે નહીં પરંતુ પોતાના જ દોષથી તે આનંદ ને જ્ઞાનપ્રભુ તેના રસના પ્યાલા છોડી દઈને.... જેણે રાગના રસના પ્યાલા પીધા તે પોતાના અપરાધથી બંધાય છે. આવી વાતું હવે! સમજાણું કાંઈ? (કપરા) સમ્યગ્દષ્ટિથી બીજો; (પર) એટલે બીજો. જેને રાગનો રસ છે તેને પૂર્ણ આનંદનો નાથ ભગવાન તેના પ્રત્યેનો રસ નથી. એવો (મપરા) મિથ્યાદેષ્ટિ જીવ પોતાના જ અપરાધે થયો થકો..પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે,” એ રાગ મારો છે એમ પરિણમતો થકો મિથ્યાષ્ટિ જીવ “જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે.” અહીંયા “અવશ્ય” કીધું. એટલે નિશ્ચયથી બંધનને પામશે એમ ! નિશ્ચયથી -જરૂર-અવશ્ય એ મિથ્યાત્વના બંધનને પામશે. બહુ ટૂંકું હોવા છતાં ભાવ ગંભીર છે. (શાર્દૂલવિક્રીડિત). कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।२०-१५२।। ખંડાન્વય સહિત અર્થ:-“તત મુનિ: ફર્મ નો વધ્યતે” (તત) તે કારણથી (મુનિ:) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ (વર્ષ) જ્ઞાનાવરણાદિ કર્મથી (નો વધ્યતે) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “દિ વર્મ : પિ” (દિ) નિશ્ચયથી (કર્મ) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (પુન: પિ) જોકે કરે છે-ભોગવે છે તોપણ “ત નપરિત્યાગૌવશીન:” (તન) કર્મજનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિતપરિણામનો (પરિત્યા) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (5) સુખરૂપ (શીન:) સ્વભાવ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વપરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવગોચર થયું છે. વળી કેવો છે? “જ્ઞાનં સન તપાસ્તરી રવ:” જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી, એવો છે. તેથી કર્યજનિત છે જે ચાર ગતિના પર્યાય તથા પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુલતાલક્ષણ દુઃખરૂપ છે-એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે; એ કારણથી જેટલો કાંઈ સાતાઅસાતારૂપ કર્મનો ઉદય, તેનાથી જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે, સમ્યગ્દષ્ટિને સર્વ અનિષ્ટરૂપ છે. તેથી જેમ કોઈ જીવને અશુભ કર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે Page #529 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૧૩ છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશકય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દષ્ટાન્ત કહે છે-“યત વિન વર્ષ વર્તારં સ્વનેન વસાત યોજાયે” (ત) કારણ કે આમ છે, (વિન) આમ જ છે, સંદેહ નથી કે (વર્ષ) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, (વર્તાર) ક્રિયામાં રંજિત થઈને-તન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (સ્વરુનેન)-જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ-પોતાના ફળ સાથે (વનાત યોન) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કે જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી. દેષ્ટાન્તથી દઢ કરે છે-“યત : નિg: ના વદિ વર્મ": પ્રામોતિ” (ય) કારણ કે પૂર્વોક્ત નાના પ્રકારની ક્રિયા (p:) કરતો થકો (પ્રતિષ્ણુ:) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ના) કોઈ પુરુષ (વર્મા: નં) ક્રિયાના ફળને (ાતિ) પામે છે. ભાવાર્થ આમ છે-જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦-૧૫૨. કળશ નં.-૧૫ર : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૯-૧૬૦ તા. ૨૫-૨૭/૧૧/૭૭ “તત મુનિ: વર્મા નો વધ્યતે” તે કારણથી (મુનિ:) શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ.” આ મુનિની વ્યાખ્યા કરી. હું પવિત્ર શુદ્ધ ચૈતન્ય છું અને અપવિત્ર રાગાદિ એ મારી ચીજ નથી. જે પવિત્ર સ્વભાવપણે પરિણમીને બિરાજમાન છે એવો જે સમ્યગ્દષ્ટિ જીવ; આ મુનિની વ્યાખ્યા કરી. “શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ”! આહાહા ! ભગવાન જ્ઞાન સ્વરૂપે અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ તેના વેદનમાં બિરાજમાન છે. “શુદ્ધ સ્વરૂપ અનુભવ” અનુભવ એટલે? આનંદના અનુભવે બિરાજમાન છે.....સમ્યગ્દષ્ટિ જીવ. સત્ય વસ્તુ જે આનંદ ને જ્ઞાન છે તેના વેદનમાં એ | બિરાજમાન છે. આહાહા ! ધર્મી જીવ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનને વેદે છે. આ જાત્રામાં તમે કેટલી વાર ફર્યા એમ કહે છે. બહારમાં હો...હા...! હો...હા! જાણે Page #530 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ કલશામૃત ભાગ-૪ ધર્મ થઈ ગયો ! (શ્રોતા:- ૩૫ હજાર માણસ હતા.) ના; ના......! દસ-પંદર હજારનું કહેતા હતા. એ બધા માનનારાને એમ કે આપણે જાણે ધર્મ કર્યો છે. બાપુ! ધર્મની ચીજ એવી નથી. જાત્રા તરફનો જે શુભરાગ....એ રાગનો જેને રસ છે તેને આત્માના આનંદનો રસ નથી. આવી વાત છે! તે પંચ મહાવ્રતનો રાગ હો ! પણ એ રાગનો જેને રસ છે; તેનું કર્તાપણું છે તે મિથ્યાષ્ટિ છે. અહીં કહે છે- “શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ,” રાગના કર્તાપણાની બુદ્ધિ જેને છૂટી ગઈ છે, શુભરાગનું કરવાપણું પણ જેની દૃષ્ટિમાંથી છૂટી ગયું છે. હું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું...એવી જેને જ્ઞાન ને આનંદના કાર્યની રચના થઈ છે તે મારું કામ છે. શરતું ભારે આકરી !! “શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ!જ્ઞાનાવરણાદિ કર્મથી બંધાતો નથી.” અહીં મિથ્યાત્વ સંબંધે મુખ્યપણે વાત કરી છે. અમૃતચંદ્ર આચાર્ય શ્લોકમાં (મુનિ:) શબ્દ વાપરે છે, કળશટીકાકાર તેનો અર્થ “સમ્યગ્દષ્ટિ કરે છે. એ અધિકાર ચાલ્યો આવે છે ને ! (આસવ અધિકારથી ચાલ્યો આવે છે. ) “દિ વર્મ : પિ:” નિશ્ચયથી કર્મજનિત વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયાને જો કરે છે ભોગવે છે,” એ બીજી અપેક્ષાએ લીધું. કેમકે પર સામગ્રીને આત્મા કરે ને ભોગવે તે તો હોઈ શકે નહીં. પરંતુ તે તરફના વલણના રાગની વૃત્તિ કંઈક છે તે પણે પરિણમે છે. તેથી સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવે છે. તેમ છતાં એ પરિણમનનો ધર્મી સ્વામી નથી; તે તો જ્ઞાનાનંદ સ્વરૂપનો સ્વામી છે. માટે તેને રાગનો પ્રેમ અને રાગનું સ્વામીપણું નથી. અને તેને રાગથી આત્માનું પૃથ્થકપણું વર્તે છે....માટે તેને બંધન નથી. અહીં કહ્યું કે ભોગરૂપ ક્રિયાને કરે છે. એક બાજુ એમ કહે કે શરીરની ક્રિયા આત્મા કરી શકે નહીં. અહીં કહે–ભોગની ક્રિયા કરે એટલે? અંદર જે રાગની વૃત્તિ થાય છે અને તેનું લક્ષ ભોગની સામગ્રી પર જાય છે તેથી ભોગરૂપ ક્રિયાને કરે છે તેમ કહેવામાં આવ્યું છે. આવો માર્ગ છે અને તે અનાદિથી ચોરાસી લાખ યોનિમાં લૂંટાઈ ગયો છે દુઃખી દુઃખી છે. દુઃખના વેદનમાં અસાધ્ય થઈ ગયો છે. અસાધ્ય એટલે? એનું જેવું સ્વરૂપ છે તેને સાધ્યું નથી. અસાધ્ય નથી થઈ જતા? ખબર વિનાના અસાધ્ય. તેમ અહીંયા રાગના રસવાળા એટલે સ્વરૂપને સાધ્યા વિનાના અસાધ્ય છે. અહીં કહે છે–સમ્યગ્દષ્ટિ અસાધ્ય નથી. એ ભોગ-સામગ્રીની ક્રિયા તેના તરફ જરા વલણ છે પરંતુ તેમાં તેને રસ નથી. તેમાં તેને રસ, સુખબુદ્ધિ ઊડી ગઈ છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદનું દળ તેમાં તેની સુખબુદ્ધિ થઈ છે. તેથી ભોગની સામગ્રી તરફના વલણના ભાવમાં સુખબુદ્ધિ નથી; તેથી ભોગની ક્રિયા કરે છે તેમ કહેવામાં આવે છે. કેમ કે તેને તે ભોગવે છે, જડ સામગ્રીને કાંઈ ભોગવી શક્તો નથી. શરીર, દાળ-ભાત-રોટલા કે આ પૈસા Page #531 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૧૫ મકાન તેને કોઈ ભોગવી શકે? પરંતુ તેના તરફના વલણનો જરા રાગ છે તેથી તે સામગ્રીને ભોગવે છે તેમ કહ્યું. તે રાગને વેદે છે, જરા વેદન છે. સમ્યગ્દષ્ટિને પણ જેટલું પરતરફનું વલણ જાય છે તેટલું વેદન છે, છતાં એ વેદનની મીઠાશ નથી. આહાહા ! જેણે આનંદનો નાથ જોયો જાણ્યો, અનુભવ્યો તેવા અતીન્દ્રિય આનંદકંદ આત્મા પાસે રાગની અને પરની બધી મીઠાશ ઊડી જાય છે. આઠ વર્ષની બાલિકા હોય અને તે સમ્યકત્વ પામી હોય; તેને અંદરથી પરનો રસ ઊડી જાય છે. જેણે અતીન્દ્રિય આનંદના નાથને જોયો; ત્રિલોકનાથ સચ્ચિદાનંદ પ્રભુ તેને જેણે અનુભવ્યો તેનો જે સ્વામી થયો તેને બધો રાગનો રસ ઊડી જાય છે. તેથી તેને બંધ છે નહીં. રાગની વૃત્તિ ઊઠે છે, એટલું પરિણમન છે તેથી તે કર્તા કહેવાય છે. ક્રિયા છે તેને કર્તા કહેવાય અને વેદન છે તેને ભોક્તા કહેવાય. પરંતુ સામગ્રી ને તે કરે છે અને ભોગવે છે તે તો નિમિત્તથી કથન છે. સમ્યગ્દષ્ટિને ચૈતન્ય સ્વરૂપનો જ્યાં આશ્રય છે તેને શુભ-અશુભભાવ ઝેર જેવા લાગે છે. તેને વેદન હોવા છતાં તેને તે વેદનની મુખ્યતા નથી. જ્ઞાનીને આનંદના વેદનની મુખ્યતા છે. તેથી તે ક્રિયાના ભોગને કરે છતાં તેને બંધન નથી એમ કહેવું છે. ભારે (આકરો) મારગ ભાઈ ! આ બહારની ધમાધમમાંથી આ માર્ગમાં આવવું.....! તો પણ તનપરિત્યારશીલ:” જુઓ ! શું કહે છે? ધર્મી જીવ! જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો તે (તત્વને પરિત્યાગૌ) જે રાગ થાય છે તેનો કર્તા નથી અને તેના ફળનો ત્યાગી છે. તેના ફળને તે માંગતો નથી. કર્તા થતો નથી એટલે તેના ફળનો ત્યાગી છે. “ક”જનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે,” સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને, એટલે? આ રાગ છે તે મારો છે એવી બુદ્ધિ તેને જાણીને તેનો ત્યાગી છે. રાગમાં મારાપણાની બુદ્ધિ તેને છે નહીં. આ રાગ છે તે મારું સ્વરૂપ છે અને એ રાગમાં તેને રસ છે એ વાત ધર્મીને ઊડી ગઈ છે. છન્ને હજાર સ્ત્રીના વૃંદમાં દેખાય પણ તે તો અંદરમાં રાગથી ભિન્ન વર્તે છે. “ક”જનિત સામગ્રીમાં આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો (પરિત્યાગ) સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે.” “પરિત્યાગ' એ શબ્દ છે ને! પરિ એટલે સર્વથા પરિત્યાગ' સર્વથા પ્રકારે રાગનો સ્વીકાર છૂટી ગયો છે. મોંમાં સાકર ખાતાં સાથે કાંકરી આવી જાય તો તેમાં તેને હેયબુદ્ધિ છે. તેમ આનંદના સ્વાદ આગળ રાગનો ભાગ નામ સ્વાદ તેને કાંકરીના ઝેર જેવો લાગે છે, તેથી તેને પરિત્યાગ છે. પરિ નામ સર્વથા પ્રકારે દૃષ્ટિમાં તેનો ત્યાગ વર્તે છે. એ રાગના પ્રેમમાં તેને ભગવાનનો સર્વથા પરિત્યાગ છે. જેને રાગના કણનો પણ પ્રેમ છે તેનો સ્વામી થાય છે. તેને ભગવાન આત્મા પ્રત્યેનો દ્વેષ છે. અને જેને આત્માના આનંદનો પ્રેમ છે તેને રાગના રસ પ્રત્યેનો પ્રેમ સર્વથા ઊડી ગયો છે. “સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે,” તે કઈ રીતે? “આત્મબુદ્ધિ જાણીને રંજિત Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ કલશામૃત ભાગ-૪ પરિણામ ”– રાગપણે; જેનો સ્વીકા૨ છૂટી ગયો છે. આ મારા છે તેવી તેમાં એકત્વબુદ્ધિ થઈને; (મિથ્યાત્વના ) રાગનો રસ છૂટી ગયો છે. અરે! આવા માર્ગે પહોંચવા કેટલી તૈયારી જોઈએ ? ! જુઓને ! આ હાલ્યા ગયા ! “સર્વથા પ્રકારે સ્વીકાર છૂટી ગયો છે એવો છે (y) સુખરૂપ (શીન:) સ્વભાવ સ્ જેનો, એવો છે.” ‘એકનો’ અર્થ કર્યો-સુખરૂપ સ્વભાવ એટલે શું? એ રાગને પોતાપણે માનવું તે બેકલાપણું થયું..... ત્યાં એકલાપણું રહ્યું નહીં. આત્મા એકલો એકરૂપ છે તેમાં તેના પ્રત્યે એકનો અનુભવ રહ્યો છે......તેથી તે સુખરૂપ છે. કહે છે ને–એક ડે એક અને બગડે બે છે. એકમાં રાગને ભેળવો તો બગડે બે એટલે દુઃખ થાય એમ ! આહાહા ! જેને રાગના કણમાં જરાક પણ મીઠાશ લાગે છે, સ્વાદ આવે છે, તેમાં ઠીક પડે છે –તે આત્માના સ્વભાવનો સર્વથા પરિત્યાગી છે. આત્મબુદ્ધિથી રાગનું રંજિતપણું એટલે કે તે મારા છે એવો જેને પ્રેમ ઊડી ગયો છે– તેને રાગનો સર્વથા પરિત્યાગ છે. આમ વાત છે. આ બધા તકરારું કરે છે ને ! ? વ્યવહાર ક્રિયા...વ્યવહા૨ ક્રિયા; પણ ..........વ્યવહાર ક્રિયાનો જેને પ્રેમ છે તે મિથ્યાર્દષ્ટિ છે – એમ કહે છે. એ વ્રત તપ-ભક્તિના ભાવનો રાગ, એ રાગમાં જેને એકત્વબુદ્ધિ છે– તેનાથી મને લાભ થશે તેવી આત્મબુદ્ધિ છે તે રાગના રંગે ચડી ગયેલો મિથ્યાર્દષ્ટિ છે. જ્યારે ધર્મી જીવ છે તેને રાગનો રંગ ઊડી ગયો છે- એમ કહે છે. શ્લોક ૧૪૮ માં દૃષ્ટાંત આપ્યો છે જે કાપડને લોધર આદિનો રંગ લાગ્યો નથી તેવા કપડામાં મજીઠનો રંગ કરવામાં આવે છે તો પણ રંગ લાગતો નથી. એમ જેને રાગનો રંગ રસ નથી તેને મિથ્યાત્વનો રંગ હોય નહીં. કાંઈક કરવાનું તો કહો! જાત્રા કરે, પૈસા ખર્ચે, વ્રત પાળે, એવું તો કાંઈક કહો !! વ્રત તો આ છે બાપુ ! સ્વરૂપને અનુભવી અને રાગનો જ્યાં અસ્વીકાર છે, અને પછી સ્વરૂપમાં વિંટાય જાય ...પછી ઠરે....તેનું નામ નિશ્ચયથી વ્રત છે. લોકો એમ કહે છે કે– સોનગઢવાળાએ નવો ધર્મ કાઢયો. આ પુસ્તકમાં કોનું લખાણ છે? આ તો પહેલેથી ચાલ્યું આવે છે. એ વ્યવહાર નામ દયા- દાન-વ્રત-ભક્તિના તપના પરિણામ તેનો જેને ૨સ છે; તેમાં આત્મબુદ્ધિ છે. એમ આવ્યું ને ? જ્ઞાનીને “આત્મબુદ્ધિ જાણીને રંજિત પરિણામનો પરિત્યાગ છે.” જ્યારે અજ્ઞાનીને, આત્મબુદ્ધિ એ મારા છે એમ જાણીને તેને સ્વભાવનો પરિત્યાગ છે..તેનો અસ્વીકાર છે. આ વાત લોજિકથી તો છે ! તેને અંદર ઊત૨વું જોઈએ. ભાઈ! જેને રાગનો સ્વીકાર છે, વ્યવહાર વ્રતાદિ પરિણામનો સ્વીકાર છે.તેને સ્વભાવનો સ્વીકાર નથી. તેથી તે મિથ્યાદૅષ્ટિ કર્મબંધને બાંધે છે. જ્ઞાનીને રાગનો ૨સ છૂટી ગયો હોવા છતાં તેને અશુભભાવ પણ આવે !પણ તેની મીઠાશનો ૨સ છૂટી ગયો છે. જેને જ્ઞાન સ્વરૂપી ભગવાનનો સ્વીકાર છે તેને અશુભભાવથી પણ બંધ નથી–એમ કહે છે. તેને મિથ્યાત્વનું બંધન નથી; અસ્થિરતાનું છે તેને અત્યારે ગૌણ કરી નાખ્યું છે. વિષય ભોગમાં, Page #533 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૧૭ આબરુમાં, રાગમાં જે મીઠાશનો રસ ચડી જાય છે તે મિથ્યાત્વ ભાવ છે. જ્ઞાનીને અશુભભાવ આવે પણ તેનો રસ તેને હવે નથી. સર્પને આંગળીએ પકડયો હોય તો તેને જેમ બને એમ છોડવાનો ભાવ છે કે તેને પકડી રાખવાનો ભાવ છે? તેમ ધર્મીને રાગ આવે..પણ જેમ સર્પને છોડવા માટે છે, તે તેના પ્રેમ અને રસ માટે નથી. દરબારે નાગણી પકડી હતી. તે સર્પને પકડતો..........તેનું મોઢું ઝાલીને પકડે. એમાં તેણે દારૂ પીધેલો અને પકડ જરા પોચી થઈ તો...નાગણીએ ભરડો લઈ અને ડંસ માયો. રાત્રે સૂતો અને ક્યારે મરી ગયો તેની ક્યાં ખબર છે! એમ જેને રાગની મીઠાશમાં મિથ્યાત્વના ઝેર વળગ્યા છે તેને સર્પ કરડયો છે. તેને ડંસ માર્યો છે અને તે મરી ગયો છે; તેણે ચૈતન્યને મારી નાખ્યો છે. જાગતી જ્યોત ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેનો તેને અસ્વીકાર છે. અને રાગના ઝેરનો તેને સ્વીકાર થયો તેથી તેને બંધન થાય છે. જ્યારે જ્ઞાનીને રાગનો સ્વીકાર નથી, તેને સ્વીકાર પરમાત્મ સ્વરૂપનો છે.........માટે તેને બંધન નથી. સુખરૂપ સ્વભાવ જેનો, એવો છે.” એટલે શું કહે છે? સમ્યગ્દષ્ટિ તો ..મારો આનંદરૂપ સ્વભાવ છે તેવું અનુભવે છે જાણે છે. રાગ મારો સ્વભાવ છે અને તે અનુભવ કરવા લાયક એમ તે માનતો નથી. અને અજ્ઞાનીએ સ્વભાવ દેખ્યો નથી તેથી તે રાગને જ અનુભવે છે. આવી વાતો છે!! ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે,” તેને પણ રાગનો ભાવ આવે ખરો....! પરંતુ તે મારા છે અને એમાં રસ છે તે વાત ઊડી ગઈ છે. તેથી તેને મિથ્યાત્વભાવ ન હોય એમ કહે છે. “સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વ લક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવ ગોચર થયું છે.” એ રાગનો ત્યાગ થઈ, સ્વરૂપના આનંદનું ગ્રહણ થઈ તે અતીન્દ્રિય આનંદના સુખને ગ્રહે છે. અતીન્દ્રિય આનંદના સુખને વેદે છે. ભગવાન આત્મા રાગથી રહિત છે...તેનો જ્યાં સ્વીકાર નથી ત્યાં આગળ રાગની ક્રિયાનો સ્વીકાર છે...તે મિથ્યાદેષ્ટિ છે. ભલે પાંચ લાખ કરોડ ખર્ચા હોય....પણ એમાં કદાચ મંદ રાગ કર્યો હોય તો....( પુણ્ય છે.) પરંતુ પ્રતિષ્ઠા માટે, દુનિયા દેખે એ માટે કર્યો હોય તો પાપ છે. દેખાવ કરવા માટે, બીજા દેખે કે મેં પચ્ચીસ હજાર...પચાસ હજાર આપ્યા તેથી હું બહાર પડીશ તો તે પાપ છે. અને કદાચિત્ રાગની મંદતા કરી હોય તો પણ ...તેનો જેને રસ છે કે આ મને લાભદાયક છે તે મિથ્યાત્વ છે. આવી વાતું છે!! આહાહા! એક કોર રામ અને એક કોર ગામ છે. એક બાજુ આત્મારામ અને બીજી બાજુ રાગથી માંડીને આખો સંસાર, જેને રાગનો સ્વીકાર છે તેને આખા સંસારનો સ્વીકાર છે. જેને ભગવાનનો સ્વીકાર છે તેને મોક્ષમાર્ગનો સ્વીકાર છે. પોતે મુક્ત સ્વરૂપ છે તેનો સ્વીકાર છે. સમજાણું કાંઈ ? પેલા ભક્તિમાં ધર્મ ઠરાવે છે, તો કેટલાક વ્રત-તપમાં ઠરાવે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ કલશામૃત ભાગ-૪ ગુરુની ભક્તિ પૂજા કરો તે સાધન છે...અને તેનાથી ધર્મ થશે. બધા એક જાતના છે. ત્રણલોકના નાથ તીર્થકર એમ કહે છે અમારી સામું જોઈને તું ભક્તિ કર તો તને રાગ થશે ! કેમ કે અમે પરદ્રવ્ય છીએ. “પર વ્યાવો ટુરૂં” ભગવાન એમ કહે છે- તારા હિસાબે અમે પરદ્રવ્ય છીએ. પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો તારી દુર્ગતિ છે. મોક્ષપાહુડ ગાથા - ૧૬ માં છે......તે વીતરાગ કહે છે. કેમ કે પરદ્રવ્ય ઉપર લક્ષ રાગ વિના જાય નહીં. એટલે પરમાત્માની ભક્તિ એ પણ રાગ છે. અને રાગથી મને લાભ થશે એટલે તેની આત્મબુદ્ધિ રાગ છે એ મિથ્યાષ્ટિ જીવ લેવો. વળી કેવો છે? “જ્ઞાને સન તપાસ્તર*સ્વનઃ” જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગભાવ જેમાંથી,” શ્લોક – ૧૫૧ માં “જ્ઞાન સન્” આ ધર્મીની વાત કરે છે. (જ્ઞાનમય) એટલે આત્મમય શુદ્ધ ચૈતન્ય વસ્તુની દૃષ્ટિ થઈને વેદન થયું એ જ્ઞાનમય થયો આત્મમય થયો. “જ્ઞાનમય હોતાં દૂર કર્યો છે રાગ- ભાવ જેમાંથી, એવો છે. તેથી કર્મભનિત છે જે ચારગતિના પર્યાય ચારગતિમાં સ્વર્ગ લીધો; શેઠાઈ લીધી, અબજોપતિ આવ્યા. “પંચેન્દ્રિયના ભોગ તે બધા આકુળતા લક્ષણ દુઃખરૂપ છે- એવો જ, સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે.” આ ચારગતિને સામગ્રી ને એ બધું દુઃખરૂપ છે. “પંચેન્દ્રિયના ભોગ' શીરો, ભજીયા ને પતરવેલિયા ઉડાવતો હોય...તો કહે છે એ ભોગનો ભાવ દુઃખ છે. બધા આકુળતારૂપદુઃખરૂપ છે. “એવો જ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવ કરે છે;” સમ્યગ્દષ્ટિ આવું માને છે. એ બધું દુઃખરૂપ છે એમ જ સમ્યગ્દષ્ટિ અનુભવ કરે છે. પંચેન્દ્રિયના ભોગ, ચારગતિ એ બધા આકુળતા લક્ષણ છે અને જ્ઞાની તેને દુઃખરૂપ જાણે છે. મનુષ્યગતિ મળી એટલે સારું એમ નહીં. ગતિની પર્યાય દુઃખરૂપ છે. તેમાં દુ:ખનો અનુભવ છે લ્યો !! મનુષ્યગતિમાં કેવળજ્ઞાન થાય છે ને! ચારિત્ર પણ મનુષ્ય ગતિમાં હોય છે; બીજી ગતિમાં નહીં. મનુષ્ય ગતિમાં હોય પણ તે ગતિને લઈને હોતું નથી. ગતિની પર્યાય તો દુઃખરૂપ છે. આવી વાત છે! એ કારણથી જેટલો કાંઈ સાતા-અસાતારૂપ કર્મનો ઉદય” સાતાના ઉદયને લઈને ઇન્દ્રના ઇન્દ્રાસનો આદિ સામગ્રીનો ઢગલો હો! અસાતાના ઉદયને લઈને સાતમી નરકનો સંયોગ હો! પરંતુ સમ્યગ્દષ્ટિ તેને પોતાનું માનતો નથી. “કર્મનો ઉદય તેનાથી, જે કાંઈ ઇષ્ટ વિષયરૂપ અથવા અનિષ્ટ વિષયરૂપ સામગ્રી તે,” ઇષ્ટ વિષયમાં સ્વર્ગની અને અનિષ્ટ વિષયરૂપ સામગ્રી નરકની તે સર્વે સમ્યગ્દષ્ટિને અનિષ્ટરૂપ છે. સ્વર્ગની કે નરકની બન્ને સામગ્રી અનિષ્ટરૂપ છે. અહીં અબજોપતિ હોય તે અનિષ્ટરૂપ છે – એમ કહે છે. અરે........આ કેમ મનાય? કહ્યું ને પાઠમાં ઇષ્ટ ને અનિષ્ટ બન્ને સામગ્રી અનિષ્ટરૂપ છે. ધર્મીને તો સર્વ અનિષ્ટરૂપ જ છે. કોણ? ઇષ્ટ વિષય, અનિષ્ટ વિષય બન્ને અનિષ્ટરૂપ છે. સુંદર શરીર, સુંદર સામગ્રી, કરોડો રૂપિયા, ઘરવખરીના ફર્નીચર... તે બધાં દુઃખના નિમિત્ત છે – દુઃખના કારણ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ કલશ-૧૫૨ છે. આહાહા ! બહુ ફેર.....આમાં ! આ વાત સાંભળવા મળે નહીં તે ક્યારે સમજે? બહારમાં ધમાધમમાં જિંદગી પૂરી થઈ જાય. “તેથી જેમ કોઈને અશુભકર્મના ઉદયે રોગ, શોક, દારિદ્ર આદિ હોય છે, તેને જીવ છોડવાને ઘણુંય કરે છે, પરંતુ અશુભ કર્મના ઉદયે છૂટતાં નથી, તેથી ભોગવવા જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ -અસાતારૂપ કર્મ,” સાતા બાંધ્યુ હોય તો અનુકૂળ સામગ્રીના ઢગલા મળ્યા અને અસાતાથી ન૨૬ની પ્રતિકૂળતા મળી. “તેના ઉદયે અનેક પ્રકારની વિષય સામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુ:ખરૂપ અનુભવે છે” અસાતાના ઉદયને તો દુઃખરૂપ અનુભવે પરંતુ સાતાના ઉદયને પણ દુઃખરૂપ અનુભવે. બહુ ફેરવવું પડશે તેણે !! ત્રણ કરોડ ચા૨ કરોડના મોટા મકાન હોય, મૈસુ૨માં રાજાનો મહેલ ત્રણકરોડનો તો તે દિવસે થયેલો, અત્યારે ખાલીખમ પડયો છે. સ૨કા૨ી માણસો ...પચાસ -સાઈઠ દેખરેખ રાખે.....! એ તો ત્રણ કરોડનું પણ અબજનું મકાન હોય તો પણ સમ્યગ્દષ્ટિ તેને અનિષ્ટ તરીકે માને છે. અનુકૂળ સંયોગને તે ઠીક માનતો નથી. દૃષ્ટિમાં બહુ ફેર... ! અહીંયા તો જ્યાં પાંચ ..પચાસ લાખની મળી ધૂળ ......ત્યાં તો આહાહા ! આપણે સુખી છીએ......ઈશ્વરની કૃપા છે....તેમ કહે! 66 અહીંયા તો કહે છે “પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું જે સાતારૂપ -અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકા૨ની વિષય સામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુ:ખરૂપ અનુભવે છે.” આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ; ધર્મી જીવને ઇષ્ટ સામગ્રી પણ દુઃખરૂપ લાગે છે. આવી માન્યતાનો આંતરો લ્યો ! આમોદવાળાનું મકાન સીતેર લાખનું છે. ૮૭ મી જન્મ જયંતિએ તેના મકાનમાં હતા. દરિયો નજીક, દરિયા ઉપ૨ નજ૨ ગઈતો સેંકડો બગલા ઉડતા હતા...તે માછલા ગોતવા જતા. મેં પૂછ્યું કે–આ બગલા ક્યાં સુધી જતા હશે ? દરિયામાં વીસ-વીસ માઈલ સુધી દૂર માછલા ગોતવા જાય છે. ત્યાં કોઈ ઝાડ પાન નથી.....વીસ માઈલથી પાછા આવે. જુઓ, આ રાગની મીઠાશ.... માછલા પકડે ને ખાય. માછલા ઉ૫૨ આવે તેને પકડવા જાય તો ડૂબકી મારીને પાણીમાં ચાલ્યા જાય. માછલા ખાય અને તેમાં આનંદ માણે છે. એમ મજૂરી મોટી વેપારની કરે! વેપાર માટે દૂર-દૂર પાપ કરવા જાય અને તેમાં મજા માણે તેથી સંસાર સમુદ્રમાં મધદયે જાય છે. અહીંયા કહે છે– ઉદય અનેક પ્રકારનો હોય છે તેને દુઃખરૂપ અનુભવે છે. “છોડવાને ઘણુંય કરે છે,” અસાતાનો ઉદય આવે અને દરિદ્રપણું ન છૂટે; તેમ ધર્મી ઘણું છોડવા માગે પણ ચારિત્રનો વીતરાગ ભાવ થયો નથી તેથી તેટલો તેને હજુ રાગ ભાવ છે....તે છોડવા માગે પણ છૂટતો નથી. “પરંતુ જ્યા સુધીમાં ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે.” જોયું! મુનિને પણ રાગ આવે છે. (વીતરાગ) ધારાએ ક્ષપક શ્રેણી લીધી. પૂર્વે બાંધેલા Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨) કલશામૃત ભાગ-૪ અસાતાના કારણે ગરીબપણું આવે; એ છૂટતું નથી. તેમ અહીં પર્યાયની દરિદ્રતાને કારણે અંદર રાગ આવે પણ એ રાગમાં સુખબુદ્ધિ માનતો નથી. તેની શક્તિ-ધારા અંદર ચાલે છે.....આત્મા....આત્મા...... ત્યારે રાગ છૂટે છે. છઠ્ઠ-સાતમે રાગ આવે છે! રાગ આવે છે પણ તેમાં તે આનંદ માનતો નથી. પ્રમાદ છૂટતો નથી તેથી રાગ છે એમ કહે છે. ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે.” જોયું? છઠ્ઠા ગુણસ્થાન સુધી પણ રાગ હોય છે એમ સિદ્ધ કરવું છે. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી તેની ધારાવાહી વીતરાગપણાની સ્થિરતા ન થાય. અસ્થિરતા છે ત્યાં સુધીનો તેને રાગનો ભાવ આવે છે. અસાતાના ઉદયે દરિદ્રપણું આવે તે છોડવું ન જાય તેમ રાગ આવે છે. તે પણ છોડયો ન જાય. દષ્ટિમાંથી છૂટી જાય છે પણ અસ્થિરતાથી રાગ છૂટતો નથી. દૃષ્ટિ અપેક્ષાથી જોતાં તે તેનો કર્તાય નથી અને ભોક્તાય નથી. જોયું? છઠ્ઠા સાતમામાંથી સાતમામાં અને સાતમામાંથી શ્રેણિ સુધી લઈ ગયા. સાતમામાંથી વળી પાછો આવે છઠે ત્યારે રાગ આવે. શ્લોકમાં મુનિ કહ્યો છે ને ! અને ટીકામાં સમ્યગ્દષ્ટિ કહ્યો છે. “ય નિ કર્મ કર્તાર સ્વજોન ઉનાત યોજયેત” “ક્ષપક શ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશક્ય છે, તેથી પરવશ થયો ભોગવે છે,” ભોગવે છે એટલે? રાગના વિશે અસ્થિરતા થઈ જાય છે. છતાં તેનો સ્વામી થતો નથી. તેમજ તેમાં સુખબુદ્ધિ છે નહીં. આકરું કામ પડે! “હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અરંજિત છે.” રાગનો રંગ હવે તેને નથી. ભગવાન આનંદના રંગે રંગાણો તેને રાગના રંગ છૂટી ગયા છે. રાગને છોડવા માગે પણ હજુ ઉપર ગયા વિના રાગ છૂટી શકે નહીં. શ્રેણી ચડે નહીં ત્યાં સુધી અશક્ય કહ્યું. (મુનિ) તેનો અર્થ કર્યો સમ્યગ્દષ્ટિ. અહીંયા મુનિની ધારા ચાલે છે તે લીધું છે. પ્રવચન નં. ૧૬૦ તા. ૨૭/૧૧/'૭૭ આ નિર્જરા અધિકાર છે. જે આત્મા પોતાનો જ્ઞાન ને આનંદ સ્વભાવ તેને ભૂલીને કોઇ પણ શુભ અશુભ રાગમાં એકત્વબુદ્ધિ કરે તે મિથ્યાદૃષ્ટિ છે. તેને તે બાંધેલા કર્મના ફળ ભોગવવા પડે છે. નિર્જરા અધિકાર છે ને! જરા ઝીણી વાત છે. અંદર ચૈતન્ય જયોત અતીન્દ્રિય આનંદનો રસકંદ એવો આત્માને રાગના વિકલ્પથી ભિન્ન પડી અને અંતર આનંદનો અનુભવ થયો હોય તેને અહીંયા સમ્યગ્દષ્ટિ કહે છે. આટલી બધી શરતું? આ તો ધર્મની પહેલી સીઢી મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. છઢાળામાં આવે છે મોટા મહેલની પહેલી સીઢી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે? આ આત્મા પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન એવી અનંત શક્તિ ગુણવાળું તત્ત્વ છે. અનંત... અનંત... અનંત.. અનંત.. અમાપ ગુણનો પિંડ પ્રભુ છે. એવા દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડતાં તેને આનંદનો સ્વાદ આવે છે. રાગમાં દયા-દાન-વ્રત- ભક્તિનો રાગ હો ! પણ તે Page #537 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૨૧ રાગ બંધનું કારણ છે. એ રાગથી જુદો પડી, તેનાથી ભેદજ્ઞાન કરી અને જે આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ છે તેની જેને દૃષ્ટિમાં પ્રાપ્તિ થઈ છે તેને આત્મા અતીન્દ્રિય આનંદમયી અનાકુળ શાંત રસકંદ છે. આવા આત્માની દૃષ્ટિ થતાં તેને અનાકુળ આનંદનો આસ્વાદ આવે છે. એ વિના જેટલી ક્રિયાકાંડ કરે છે દયા-વ્રત-ભક્તિ-પૂજા એ બધો આકુળતાનો ભાવ છે –કેમકે તે રાગ છે. આવી વાતું છે!! અરે...તેને અનંતકાળમાં રઝળતાં ચોરાસી લાખ યોનિમાં એક એકમાં અનંત અવતાર કરી; પોતાના સ્વભાવમાં નથી એવી ચીજોને પોતાની માની સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય રાગનો ભાગ હોય તેને ચૈતન્ય નિર્મળાનંદ વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા છે તેની સાથે એકત્વબુધ્ધિ કરે છે. તે ચોરાસી લાખ યોનિમાં રખડે છે. પણ....જેને એ રાગના વિકલ્પથી અંતર્મુખ ભગવાન આત્મા જે અનાકુળ આનંદનો રસકંદ પ્રભુ તેની જેને અનુભવ દશા થઈ– એ શુધ્ધ ચૈતન્યના અનુભવની દશામાં સમ્યગ્દર્શન થયું છે. તેણે પૂર્વે અજ્ઞાનભાવે બાંધેલા કર્મોનો ઉદય આવે છે. તેને જે ભોગ સામગ્રી મળી હોય તે બધું પૂર્વના પુણ્યને લઈને છે. તેની આસકિતને લઈને તેમાં તેનું જરા લક્ષ પણ જાય છે. છતાં રાગથી ભિન્ન પડેલો પ્રભુ ચૈતન્ય ભગવાન તેનો અનુભવ ને દ્રષ્ટિ હોવાથી તે ભોગની સામગ્રી તરફના રાગના વલણમાં હોવા છતાં તેને નિર્જરા થઈ જાય છે. શરતું ઘણી છે બાપા! વિતરાગના માર્ગની પ્રથમ શરૂઆત થવી જ મહાદુર્લભ છે. તે હવે દૃષ્ટાંતથી કહે છે. ય વિન * વર્તારં સ્વજોન વાત યોનયેત” નિર્જરાનો ઝીણો વિષય છે. નિર્જરા એટલે? આત્માના શુધ્ધ સ્વરૂપની દૃષ્ટિ થતાં તેને પૂર્વેના કર્મો ખરી જાય છે તે નિર્જરાનો એક પ્રકાર. હવે બીજો પ્રકાર-સ્વરૂપની દૃષ્ટિના જોરથી અશુદ્ધતા ટળી જાય છે – તે બીજા પ્રકારની નિર્જરા છે. હવે ત્રીજી વાત -ચૈતન્ય સ્વરૂપની દૃષ્ટિના, અનુભવના જોરથી શુધ્ધિની વૃધ્ધિ થાય છે તે ત્રીજા પ્રકારની નિર્જરા છે. એવી તો તેની વાત છે! પહેલા તો ભાષા સમજવી કઠણ પડે.. તેવો આ માર્ગ છે. પ્રભુનો! જ્યાં આત્માને દયા- દાનના વિકલ્પ એવા રાગ સાથે પ્રેમ છે. તેનાથી મને લાભ છે. એ ચીજ મારી છે. એવી માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. અને તેને પૂર્વ કર્મના ઉદયની જે સામગ્રી આવે છે તેને રાગથી ભોગવે છે તેથી તેના ફળમાં તેને બંધન થશે. અહીંયા તો સમ્યગ્દષ્ટિનો વિષય ચાલે છે. હવે દાખલો આપે છે જુઓ !! (યત નિ વર્મ સ્તર સ્વરુનેન વનતિ યોનત) કારણ કે આમ છે, (નિ) આમ જ છે, સંદેહ નથી કે રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા (વર્તાર) ક્રિયામાં તન્મય રંજિત થઈને કરે છે જે કોઈ પુરુષ તેને,” તે ક્રિયામાં જેને રંગ ચડી ગયો છે. આ છોકરાવ પાસે લાકડાની આંકણી (ફુટપટી) હોય છે, તેને રંગ ચડાવે છે. આ તો બધું નાની ઉમરમાં જોયેલું. લાકડાં હોય છે તેમાં ફરતે રંગની બોર્ડર ચડાવે છે. એને Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ કલશામૃત ભાગ-૪ અડાડે એટલે લાકડાં ઉપર રંગ ચડી જાય. તેમ જેને આત્માના આનંદના સ્વરૂપનું જેને ભાન નથી તેને પુણ્ય ને પાપના રંગ ચડી ગયા છે. તે જેટલી પણ કોઈ ક્રિયા કરે છે –દયા-દાન ભક્તિની એ બધું તેને મિથ્યાત્વમાં જાય છે. અને મિથ્યાત્વને લઈને તે બધું બંધનમાં જાય છે. અહીંયા એ કહે છે. જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ પોતાના ફળ સાથે અવશ્ય જોડે છે.” સેવા કરનાર કર્તાબુધ્ધિવાળો હોવાથી તેના ફળને એટલે કે દુઃખને જરૂર ભોગવશે. “કર્તા પુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે.” જે રાજાની સેવા કરે તેને બહારમાં ફળ મળે ; એ ફળને ભોગવશે અને દુઃખી થશે. જમીન મળી એટલે સુખી થશે એમ નહીં. એમ કહે છે. પર તરફના વલણનો ભાવ એ દુઃખ છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ છે, તેના તરફના વલણનો ભાવ એ સમ્યગ્દર્શન, જ્ઞાન ને સુખરૂપ છે. અહીંયા કહે છે – રાજાની સેવા કરનારને જે ચીજ મળે તે દુઃખને ભોગવશે. “ભાવાર્થ આમ છે કે - જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી” જે રાગાદિની ક્રિયા કરતો જ નથી. જે રાગાદિની ક્રિયા કરતો જ નથી, જેની કર્તા બુદ્ધિ જ ઊડી ગઈ છે તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ નથી. જ્ઞાતા ચૈતન્ય ભગવાન જ્ઞાન સ્વભાવનો સાગર પોતે ઊછળે છે. અતીન્દ્રિય આનંદનો સાગર અંદર ડોલાયમાન છે. આહાહા ! અતીન્દ્રિય આનંદથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા સાગર છે. તે કઈ રાગની ક્રિયાનો કર્તા થાય છે? હું જે કાંઈ કરું છું તેનું ફળ તેને ભોગવવું પડશે! પરંતુ જેને આત્મા આનંદનો નાથ પ્રતીતિમાં, અનુભવમાં આવ્યો; તેને રાગની ક્રિયા થવા છતાં તે તેને કરતો નથી. નબળાઈને લઈને રાગ આવે છે પણ તેના કર્તાપણાની તેને રુચિ નથીતેથી તે કરતો નથી, તેથી તેને બંધ નથી. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું બંધન લેવું છે. બાકી સમ્યગ્દષ્ટિને જે આસક્તિનો ભાવ આવે છે તેટલું બંધન છે...એ વાતને અહીંયા ગૌણ કરીને કહ્યું છે. તેણે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો નાશ કર્યો છે. ભગવાન આત્માના આનંદ સ્વરૂપની અંતરમાં અનુભવ અને પ્રતીતિ કરી છે અને અંશે તેનું સ્વરૂપ આચરણ એટલે કે સ્વરૂપમાં કર્યો છે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો છે. તેથી તે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનાં પાપને કરતો નથી. રાગાદિ આવે, પણ...તેને પોતાના માનીને કરતો નથી. તેથી તેને મિથ્યાત્વનું કર્મબંધન નથી. અરે....આવી વાતું છે!! ચોરાસી લાખમાં જન્મ, મરણ ને દુઃખ છે, કરોડપતિ, અબજોપતિ રાજા, શેઠીયાઓ અને દેવ એ બિચારા દુઃખી છે. એ બધા દુઃખના ડુંગરે માથા ફોડે છે...અને આનંદનો સાગર આત્મા તેને ભૂલી જાય છે. ભગવાન આત્મા! અનાકુળ આનંદરસનો કંદ પ્રભુ છે. એ જિન સ્વરૂપ છે. નાટક Page #539 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૨૩ સમયસારમાં આવે છે.......! ઘટ ઘટ અંતર જિન વર્સ, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સૌ, મતવાલા સમુઝે ન.” જિન સ્વરૂપે ભગવાન આત્મા બિરાજમાન છે. તે જિન સ્વરૂપી જ છે.....અત્યારે હોં!! “ઘટ ઘટ અંતર જૈન” અર્થાત જૈનપણું પણ અંતરમાં છે. જેણે આત્માના આનંદની પરિણતિ પ્રગટ કરી અને જેણે રાગની એકતા તોડી છે એ જૈન અંદરમાં હોય છે. એનો કોઈ ભાગ શરીરમાં કે રાગમાં દેખાય એવું એ નથી. આહાહા ! આવી ...વાત...છે. છઢાળામાં આવે છે મુનિવ્રતધાર અનંતવાર, ગ્રીવક ઉપજાયૌ, પે નિજ આતમ જ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.” એ વ્યવહાર પંચમહાવ્રત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ, જાબજીવ શરીરનું બ્રહ્મચર્ય, સત્યવ્રત, કપડાનો ટૂકડો ન રાખે એવા પંચ મહાવ્રત પાળ્યા...પણ એ તો દુઃખરૂપ ભાવ છે એમ કહે છે. કારણ કે એ રાગ છે તે આસવ છેદુઃખરૂપ છે. આત્મજ્ઞાન વિના એવી ક્યાં તને ખબર છે. “લેશ સુખ ન પાયૌ”, તેનો અર્થ જ એ કે – એ બધા દુઃખરૂપ છે. શુભભાવ –દયા-દાન-વ્રતભક્તિના ભાવ રાગ તે દુઃખભાવ છે. એમ કે –આવું કર્યા છતાં તે આતમજ્ઞાન પામ્યો નહીં. એટલે કે આત્માના જ્ઞાનને સુખને પામ્યો નહીં. તેનો અર્થ એ કે – એ પરિણામ બધા દુઃખરૂપ છે. હવે જે પરિણામ દુઃખરૂપ છે તેનાથી મારું કલ્યાણ થાય? મહાવ્રત પાળતાં કલ્યાણ થાય? ભક્તિ કરતાં મારું કલ્યાણ થશે એ મિથ્યાત્વભાવ છે. એવા મિથ્યાર્દષ્ટિને રાગનું કર્તાપણું હોવાથી તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ થતા અનંત સંસારની વૃદ્ધિ થાય છે. તો સમ્યગ્દષ્ટિને શું છે !તે કહે છે જુઓ! તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી.” મારો આત્મા આનંદનો કંદ પ્રભુ! આનંદની મૂર્તિ છે. અતીન્દ્રિય આનંદની મૂર્તિ જિન સ્વરૂપી પ્રભુ આત્મા છે.એવા જીવની અંતરમાં દૃષ્ટિ સમ્યક થઈ છે. એટલે કે પૂર્ણ આત્મ સ્વભાવનો જેની દૃષ્ટિમાં સ્વીકાર થયો છે અને રાગાદિનો સ્વીકાર છૂટી ગયો છે. આવો માર્ગ તેને સમ્યગ્દષ્ટિ કહીએ. એવા સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી. તેને કોઈ પૂર્વના અજ્ઞાનને કારણે પેલા કર્મ બંધાયેલા હતા તેને લઈને ભોગ સામગ્રી રાજ્ય આદિ મળે....! તો પણ તેમાં તેને રસ નથી. તેના તરફના ઝુકાવના ભાવને તે દુઃખ માને છે. જ્યારે અજ્ઞાનીને (પુણ્ય) બંધને લઈને કરોડો, અબજોની સામગ્રી મળતાં તે તેમાં સંતોષાય જાય છે. હરખાઈ જાય છે તે દુઃખને વેદે છે, દુઃખને ભોગવે છે. આવો માર્ગ છે. તેમાં અત્યારે બહુ ફેરફાર થઈ ગયો છે. આચાર્ય, સંતોએ તો બહુ પોકાર કરી કરીને કહ્યું છે. અહીં કહે છે સમ્યગ્દષ્ટિ જીવને પૂર્વના કર્મના કારણે સામગ્રી મળી હોય અને તેને ભોગવે છે. ૧૫૧ શ્લોકમાં કહ્યું કે –“ભોગવ'! પાઠ તો એવો છે કે ભોગવ! તે સામગ્રીને Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ કલશામૃત ભાગ-૪ ભોગવી શક્તો નથી. પર સામગ્રી -સ્ત્રીનું શરીર, પૈસો, લક્ષ્મી, આબરુ, મકાન, દાળ-ભાત, મોસંબી એતો જડ પર પદાર્થ છે. તેને આત્મા કેવી રીતે ભોગવે? પાઠ એવો લીધો છે કે ભોગવે', તેનો અર્થ એ કે તેના તરફ જરી આસક્તિનો રાગ થાય તેને એ ભોગવે છે. છતાં તેને મારાપણે ભોગવતો નથી. તેથી તેને “કર્મની નિર્જરા થાય છે આરે! આવી વાતો હવે !! કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગ સામગ્રી-ક્રિયાનો કર્તા નથી.” છ ખંડનું રાજ્ય હો ! પણ તે મારી ક્રિયા નથી. તેના તરફ જતો જરી રાગ એ પણ મારી ક્રિયા નથી. એ તો સ્વરૂપથી ભિન્ન છે. ધર્મી હજુ શ્રાવકને મુનિ થવા પહેલા મારી ક્રિયા તો જ્ઞાન ને આનંદનું પરિણમન છે, એ મારી ક્રિયા છે તેમ માને છે. અરેરે! ચોરાસીના અવતારમાં એક –એક યોનિમાં અનંત અનંત અવતાર કર્યા. તેણે દુઃખના વેદન એટલા કર્યા કે તેના જોનારને આંખમાંથી આસુંની ધારા વહી. બાપુ! તું એવા દુઃખમાં રહ્યો છે, એ મિથ્યાત્વને લઈને રહ્યો છે. મિથ્યાત્વ તે જ સંસાર, મિથ્યાત્વ એ જ આસવ, મિથ્યાત્વ એ બંધ. મિથ્યાત્વ એટલે કે દયા-દાન-વ્રતનો વિકલ્પ મારો છે એવો ભાવ તેને મિથ્યાત્વ કહે છે. અનંત આનંદનો -જ્ઞાનનો સાગર તે મારો એ ભૂલી જાય છે. એટલે કે સ્વ છે તેને ભૂલે છે અને પર છે તેને પોતાનું માને છે. સ્ત્રી, પુત્ર, મકાન, પૈસો એ તો પરવસ્તુ છે. એ ક્યાં તારી હતી અને તારામાં હતી ! ત્યાં તે વળગ્યો કે આ મારા છે. છોકરો મારો છે, તે કર્મી જાગ્યો છે! કોઈ છોકરો બે-પાંચ લાખની પેદાશ કરતો હોય તો તો માળે ... મારી નાખ્યા...ઓહોહો ! જે ચીજ તારામાં નથી તેવી ચીજને મારી માની; એ મિથ્યાત્વ જેવો મોટો સંસાર કે પાપ બીજો નથી. જ્યારે જ્ઞાની ! જે ચીજ પોતામાં છે, અને રાગાદિ-પરઆદિ પોતામાં નથી. જે પોતામાં નથી તેને પોતાના નથી તેમ માની અને જે પોતામાં છે અનંતજ્ઞાન આદિ તેને પોતાના માન્યા તેને અહીંયા ધર્મની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ કહીએ છીએ; તેને નિર્જરા છે. તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી.” સામગ્રીનો સંયોગ હોય, તેના તરફ જરી લક્ષપણ જાય; પણ એને મિથ્યાત્વભાવ નથી. ભોગ ઉપર લક્ષ જાય છે તે મારી ચીજ નથી. મારી ચીજ તો અંદર આનંદ ને જ્ઞાન સ્વરૂપથી બિરાજમાન પ્રભુ છે. જેનો દ્રવ્ય સ્વભાવ, પદાર્થ સ્વભાવ પૂર્ણઆનંદ છે તે મારી ચીજ છે. એવી દૃષ્ટિના જોરને લઈને ક્રિયાનું ફળ કર્મબંધ તે સમ્યગ્દષ્ટિને નથી. આકરી વાત છે ભાઈ ! નિર્જરા અધિકાર છે ને! દેષ્ટાંતથી દ્રઢ કરે છે- “યત 57: પ્રતિષ્ણુના વદિ વર્મા: નં પ્રાણોતિ કારણ કે પૂર્વોક્ત નાના પ્રકારની ક્રિયા કરતો થકો ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો કોઈ પુરુષ ક્રિયાના ફળને પામે છે.” એ રાગ કરતાં જે રાગનું ફળ મીઠાશ તેને એ વેદે છે. અને તેનું ફળ મને એ સારું આવશે એમ માને છે. એ મિથ્યાદેષ્ટિ જીવને ફળ તરીકે સામગ્રી મળશે અને તેને ભોગવવામાં જોડાય જશે. બહુ ઝીણી વાતો. Page #541 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ એકલો પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યમાં, રાગનો, દયાદાનનો, વિકલ્પનો પણ સંયોગ નથી. કેમ કે એ સંયોગી ભાવ છે, એ સંયોગી ભાવ સ્વભાવમાં નથી. દયા-દાન-વ્રત-ભક્તિ એ તો પુણ્ય તત્ત્વ છે. આ વેપાર આદિ ધંધાના, પત્ની-બાળકોને સાચવવાના.....તેનું ધ્યાન રાખવાનો જે ભાવ છે તે પાપતત્ત્વ છે. નવ તત્ત્વમાં એ પુણ્ય ને પાપ તત્ત્વથી શાયક–જીવ તત્ત્વ તો ભિન્ન છે. નવતત્ત્વ છે ને ? કલશ-૧૫૨ ( ૧ ) શરીરાદિ અજીવ તત્ત્વ. ( ૨ ) હિંસા–જૂઠ વિષય-ભોગ-વાસના તે પાપ તત્ત્વ. (૩) દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ તે પુણ્યતત્ત્વ. (૪) એ અજીવ અને પુણ્ય –પાપથી ભિન્ન તત્ત્વ તે જ્ઞાયક તત્ત્વ. એવા તત્ત્વને અનુભવતો સમ્યગ્દષ્ટિ રાગની ક્રિયાને કરતો નથી. રાગ થાય છે, પણ ....તેની કર્તાબુદ્ઘિ ઉડી ગઈ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય-પાપના પરિણામમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. કેટલો ફે૨ફા૨ ક૨વો પડશે !? જ્યારે મિથ્યાર્દષ્ટિની બુદ્ધિ પુણ્ય ને પાપના પરિણામમાં સુખબુદ્ધિ માનીને ત્યાં ચોટી છે. એવી દૃષ્ટિને લઈને તેને એવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે કે પર્યાયમાં મિથ્યાત્વભાવ છે, એ....પુણ્ય-પાપના ભાવમાં સુખબુદ્ધિ છે તેથી મિથ્યાત્વની ઉત્પત્તિ થઈને મિથ્યાત્વના ફળ ભોગવશે. ધર્મીને પુણ્ય-પાપના ભાવમાં કર્તાબુદ્ધિ અને મીઠાશબુદ્ધિ ઉડી ગઈ છે. નૌઆખલીની વાત કરી હતી ને મુસલમાન અને હિન્દુ વચ્ચે તોફાન ફાટી નીકળ્યું હતું ત્યારે ગાંધીજી ત્યાં ગયેલા. મુસલમાનો હિન્દુઓને તેના બહેન ભાઈને, માતા પુત્રને નગ્ન કરી અને ભેગાં કરે. ચાલીસ વર્ષની માતા હોય, વીસ વર્ષનો દીકરો હોય તેને વિષય લેવા ભેગા કરે. ત્યારે તેને અંદરમાં એમ થાય કે અરેરે ! જમીન માર્ગ આપે તો અંદરમાં સમાઈ જઈએ. મારી માતા સામું જોવાય નહીં અને આ શું કરે છે? તેમ સમ્યગ્દષ્ટિને રાગને સંયોગના ફળમાં.......ભોગ લેવો તે માતા સાથે ભોગ લેવા જેવો તેને લાગે છે. આકરી વાત છે ભાઈ વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વરના માર્ગનો તેણે કોઈ દિવસ એક સેકન્ડ પણ સ્વીકાર કર્યો નથી. એમ ને એમ બફમમાં ને બમમાં જિંદગીયું ગાળે છે. આમ ને આમ અવતાર ચાલ્યા જાય છે. ગયા બુધવારે પોપટભાઈ અહીંયા બેઠા હતા. તેમની પાસે બે કરોડ રૂપિયા કે એથી વધારે. છોકરા છ અને પેદાશ બહુ મોટી. શનિવા૨ની રાત્રે અગિયાર વાગે સૂતા હતા. ત્યાં તો કલોલના માણસો ફાળો લેવા આવ્યા. પૈસાવાળાને ત્યાં આવે ને !! હોસ્પીટલ માટે તેમણે પચ્ચીસ હજાર આપ્યા ..અને સૂઈ ગયા. એક કલાક પછી બાર વાગ્યે..બે મિનિટ પછી ૫૨ભવમાં જવાનું હતું ! તેને છે ખબરું ? તેમના ઘેરેથી અંબાબેન સૂતા હતા તેમને જગાડયા. મને જરા દુ:ખે છે, પછી કહે કે– મને ગભરામણ થાય છે. તેમની પત્ની એ બેલ વગાડી છોકરાં ઉ૫૨ સૂતા હોય ને!? એ આવે ત્યાં તો અસાધ્ય થઈ ગયા. છોકરાની સાથે વાત ક૨વાનો Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ કલશામૃત ભાગ-૪ વખત સમય પણ ન રહ્યો!! ચીજ નાશવાન, દશા નાશવાન, તેને કોણ રાખે કોણ છોડે!? એ પરચીજ, નાશવાન ચીજના તને શેના પ્રેમ લાગ્યા છે? એ તો ઠીક; પણ અંદર જે પુણ્ય ને પાપના વિકારી ભાવ જે દુઃખરૂપ, નાશવાન તેના તને પ્રેમ શેના લાગ્યા છે! તું ક્યાં વ્યભિચારમાં ચડી ગયો. આહાહા ! તારો આનંદનો નાથ અંદર બિરાજે છે તેની સન્મુખમાં, તેની અંદરમાં જા ને ! તને આનંદ આવશે. જે સમ્યગ્દર્શન થતાં આનંદ આવ્યો એ કહે છે- ધર્મી કર્મની ક્રિયામાં જોડાતો નથી, રાગનો કર્તા થતો નથી તેને બધું કર્મ ખરી જાય છે. અને પંચમહાવ્રતને પાળતો સાધુ! એ રાગ મારો છે અને મને લાભ થશે તે મહા મિથ્યાત્વના કર્મને બાંધી અનંત સંસારને વધારે છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. જેને પામવા માટે અનંત પુરુષાર્થ જોઈએ. એ સાધારણ રીતે મળી જાય તેવી ચીજ નથી. અહીંયા કહે છે- “જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી.” નિરભિલાષી એટલે સમકિતી. રાગને પ્રેમથી, અભિલાષાથી કરે છે તેને તો સંસારનું ફળ મળે છે. પણ.....નિરભિલાષીને રાગ આવે છે; અભિલાષા વિના, નબળાઈને લઈને રાગ થઈ જાય છે; એ તો નિરભિલાષી થઈને કરે છે...તેથી તેને તે ક્રિયાનું ફળ નથી. તેને બંધન જ નથી. અહીંયા તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના સિવાયનો જેટલો રાગ છે તેટલું તેને બંધન છે. સમકિતીને પણ જેટલું સંયોગની સામગ્રી તરફ લક્ષ જાય છે એટલો રાગ છે, તેટલો બંધ પણ છે. પણ તેને અહીં ગૌણ કરી નાખ્યું છે. અહીંયા તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જે અનંત સંસારનું કારણ તેને બંધન તરીકે ગણવામાં આવ્યું છે. આસક્તિનું જે બંધન છે તેને ગૌણ કરીને તેને બંધન નથી એમ કહ્યું છે. તેથી કોઈ એમ જ માની લે કે- સમ્યગ્દષ્ટિને હવે જરી પણ બંધન નથી તો તે એકાન્ત છે. ભલે તેને રાગની કર્તા બુદ્ધિ નથી, સુખબુદ્ધિ નથી.....પણ જેટલો રાગ આવે તેટલો આસવ ને તેટલો બંધ છે....અને તેટલું દુઃખ પણ છે. સમ્યગ્દષ્ટિને જેટલો રાગ આવે છે શુભ કે અશુભ એટલું દુઃખનું વેદન પણ છે. અહીંયા એ વાતને ગૌણ કરી નાખીને, સમ્યગ્દર્શનના જોરમાં, આનંદના સ્વાદના પ્રેમમાં તેની ગૌણતા છે. તેને પુણ્યના પરિણામનો પ્રેમ ઉડી ગયો છે, તેથી તેને તેમાં સુખબુદ્ધિ નથી, તેથી તેને મિથ્યાત્વ નથી. એટલે તેને મિથ્યાત્વ સંબંધીનું બંધન નથી. આવી વાત છે! પાછા વળી કોઈ એકાન્તમાં વળગી જાય છે. શેઠીયાજીનું કહ્યું હતું ને!? સોગાનીજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ વાંચ્યું તેમાં એમ આવ્યું કે “સમકિતીને શુભભાવ પણ ભઠ્ઠી લાગે છે.” ન્યાલચંદભાઈ સોગાની ! તેમની દૃષ્ટિ બહુ નિર્મળ હતી. “શુભભાવ પણ ભઠ્ઠી લાગે છે તે વાત તેમને ન સચિ. એ ભાઈ પણ અહીંયા વારંવાર આવતા. તેમનું કહેવું એમ હતું કે “રાગ ભઠ્ઠી જેવો લાગે છે” એ તો તીવ્ર કષાયવાળાને લાગે ! (તેમની માન્યતા) એમ Page #543 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૨ ૫૨૭ હતી કે – સમ્યગ્દષ્ટિને દુઃખ લાગે જ નહીં. તેને દુઃખનું વદન હોય જ નહીં. અહીંયા કહે છે – એમ નથી. અહીંયા તો જે કહ્યું છે તે સમ્યગ્દષ્ટિની મુખ્યતા લઈને કહ્યું છે, અને મિથ્યાત્વની મુખ્યતા લઈને બંધન કહ્યું છે. એમાંથી કોઈ એકાન્તમાં લઈ જાય કે- સમ્યગ્દષ્ટિને વિષય વાસનાનો રાગ આવે તે સુખરૂપ છે તો તે મિથ્યાષ્ટિ છે. આહાહા ! એ રાગ આવે છે તે દુઃખરૂપ છે. સમ્યગ્દષ્ટિ તે દુઃખને વેદે છે. સમ્યગ્દષ્ટિને પણ જેટલા અંશે આનંદ આવ્યો એટલું તેને આનંદનું વેદન છે, અને જેટલા અંશે રાગ છે તેટલું તેને પણ દુઃખનું વેદન છે. બન્ને ધારા એક સાથે છે. મોટા માંધાતાઓ આમાં ખોવાય જાય એવું છે!! તેમને કેટલો અભ્યાસ !! વારંવાર અહીંયા આવતા. હમણા તેમના જમાઈને બનેવી ને એ આવી ગયા. બાપુ! એકાન્ત ન તણાય; એમ નથી. સમ્યગ્દષ્ટિને જ્યાં ભોગ અને ભોગની સામગ્રીથી પણ નિર્જરા છે. તેનો અર્થ શું? અરે ! પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ પણ બંધનું કારણ છે. મુનિને પણ તેટલું દુઃખ છે. એમ તાણી જાય કે- સમ્યગ્દષ્ટિ છે માટે જરાએ દુઃખ નથી એકલો આનંદ જ છે તો એમ નથી. સર્વજ્ઞ પરમાત્માને એકલો આનંદ, મિથ્યાષ્ટિને એકલું દુઃખ, સમ્યગ્દષ્ટિને થોડો આનંદ અને થોડું દુઃખ એવું મિશ્ર છે. આવું છે....! અહીંયા કાંઈ કોઈનો પક્ષ નથી કે આને રાજી રાખવાની વાત કરવી. સીધી વાત છે-જૂઠી દૃષ્ટિ છે. જે દૃષ્ટિની અપેક્ષા હતી તેને અહીંયા પણ ખેંચી લીધી. તે સમ્યગ્દષ્ટિ થયો એટલે ભોગ સામગ્રીને ભોગવે છે. પાછો પાઠ એવો આવે કેજ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે. પણ એ કઈ અપેક્ષાએ? સમ્યગ્દર્શનની અપેક્ષાએ તેને મિથ્યાત્વનું બંધન નથી. તેને એટલી અશુદ્ધતા ટળતી જાય છે. પણ જે ભોગ છે તે તો રાગ છે. એ કાંઈ નિર્જરા છે? અરે! મુનિનેય રાગ હોય છે. પંચમહાવ્રતના પરિણામ દેવ-ગુરુશાસ્ત્રની ભક્તિનો રાગ દુઃખ છે. તેથી તાણીને તેને એકાન્તમાં કાઢી નાખે એમ ન ચાલે ! (૧) મિથ્યાત્વના રાગની એકતાબુદ્ધિવાળા મિથ્યાદેષ્ટિને એકલું દુઃખ. (૨) સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને એકલો આનંદ. (૩) સાધક સમ્યગ્દષ્ટિ થયો; ચોથે, પાંચમે, છઠે ......! તેને આત્માનો આશ્રય લઈને જેટલો આનંદ આવ્યો એટલું સુખ અને જેટલો રાગનો વિકલ્પ ઊઠે છે પર તરફના વલણવાળો એ તો દુઃખ છે. આવી વાત છે ભાઈ ! આવા અર્થમાંથી એકાન્ત ખેંચી જાય.....કે જુઓ! જ્ઞાનીને તો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે...બાપુ! ત્યાં કઈ અપેક્ષા લઈને કહ્યું છે!! તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી નથી તેથી તેટલી અશુદ્ધતા ત્યાં નથી, તેથી કર્મ ખરી જાય છે તેમ કહેવામાં આવ્યું છે. તેને હજુ બીજા કષાયો છે તેનો રાગ છે, આસવ છે, બંધ છે અને દુઃખ છે. આવી વાત છે! અહીંયા કોઈનો પક્ષ નથી કે તે અહીંયાનો માનનારો નીકળ્યો એટલે...........(સાચું ન કહેવું!) અહીં તો તેની ચોખ્ખી વાત કરી કે તેની દૃષ્ટિ ખોટી છે. (આવી માન્યતાવાળા) Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ કલશામૃત ભાગ-૪ બધા છ આઠ વર્ષથી અહીં આવતા બંધ થઈ ગયેલા, પણ હમણાં વળી બે વ્યક્તિ આવી ગયેલ. હજુ તેમના પક્ષવાળા કહે છે કે- સમ્યગ્દષ્ટિને દુઃખ હોય જ નહીં. શું દુઃખ ન હોય? સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું દુઃખ ન હોય! અરે....! પણ બીજા ત્રણ કષાય છે. ચોથે ગુણસ્થાને તેને દુઃખ છે. પાંચમે તેને બે કષાયનું દુઃખ છે. છઠે એક કષાય સંજ્વલનનો છે તેથી તેને પણ દુઃખ છે. એમ ને એમ (કલ્પનાથી) ચલાવે તે ન ચાલે ! આ તો વીતરાગ માર્ગ છે. અમે સમ્યગ્દષ્ટિ છીએ! હવે અમારે ભોગમાં નિર્જરા છે તો કહે છે- તું મરી જઈશ ! સમજાણું કાંઈ? આહાહા ! સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે – તું અમારી સામે નજર કરીશ તો તને રાગ થશે; કેમકે અમે પ૨ દ્રવ્ય છીએ. તું તારી સામું જો અને તેમાં ઠર તો તને સુખ થશે. વીતરાગના માર્ગમાં રજકણે – રજકણનો, રાગે. રાગનો (અર્થાત્ પર્યાય પર્યાયનો હિસાબ છે.અહીંયા જે કહ્યું છે. એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જેને નાશ થઈ ગયો છે અને જેને રાગમાં કર્તા બુદ્ધિ ઉડી ગઈ છે, રાગમાં સુખબુદ્ધિ ટળી ગઈ છે તેથી એ અપેક્ષાએ કહ્યું. તેને રાગનો ભાવ ભોગ તરફનો આવવા છતાં દૃષ્ટિનાં જોરની અપેક્ષાએ નિર્જરા કહેવામાં આવે છે. પણ એ વાત ભૂલી જાય કે - રાગ છે તે દુઃખ છે તેને આ વાત બેઠી નથી. જયાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી પૂર્ણ સુખ નથી. ન્યાય સમજાય છે? આ તો ત્રણલોકના નાથ સીમંધર ભગવાનની વાણી છે. સમવસરણમાં પ્રભુ આ કહી રહ્યા છે... એ આ વાણી છે. એક પણ ન્યાય ફરે તો (આખી) વસ્તુ ફરી જાય. અહીંયા કહ્યું ને કે – ક્રિયા કરે છે તેનું ફળ સમકિતીને નથી. તે નિરભિલાષી થઈ કરે છે એટલે કે તેને રાગ ને કરવાની ભાવના નથી. રાગ સુખરૂપ છે તેવી બુધ્ધિ નથી. તેથી તે નિરભિલાષ કરે છે... એમ કહ્યું. સમ્યગ્દષ્ટિને પણ જેટલો રાગ થાય છે તેટલું દુઃખ છે અને તેટલું બંધનનું કારણ છે. જયાં સુધી યથાખ્યાત ચારિત્ર – પૂર્ણદશા ન થાય ત્યાં સુધી આસવ-બંધ છે. આવી અનેકાન્ત વાણી તેને કઈ અપેક્ષાએ કહેવું છે તે ન સમજે અને એકાન્ત તાણી જાય તો આ માર્ગમાં એ ન ચાલે !! શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે -મુનિને જે શુભજોગ છે એટલે રાગવાળા પંચમહાવ્રતાદિ છે તે આસવી છે. પ્રવચનસારમાં (મુનિને માટે કહ્યું) કે તે આસવવાળા છે. અહીંયા તેની ના પાડે છે. તે કઈ અપેક્ષાએ? અહીંયા દેષ્ટિ અને દૃષ્ટિના વેદનની જોરની અપેક્ષાએ કહ્યું. તેને રાગમાંથી સુખબુધ્ધિ ઉડી ગઈ છે માટે નિર્જરા કહેવામાં આવે છે. અહીંયા તો એમ કહ્યું કે – જેને ત્રણ કષાયનો અભાવ છે, આનંદની લહેર ઊઠે છે, જેને અંદરમાં આનંદની ભરતી આવે છે તેને પણ જે પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે તે આસવ છે. તેને પ્રવચનસારમાં આસવી કહ્યાં છે. અને જ્યારે તે સાતમે ગુણસ્થાને રહે છે ત્યારે તે નિરા×વી છે. જ્યારે અહીંયા પાઠમાં તો ના જ પાડી કે સમકિતીને આસવ, બંધ છે જ નહીં. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૨૯ કલશ-૧૫૩ રાગ ઉડી ગયો છે એથી એવું બંધન તેને નથી. એ અપેક્ષાએ બંધનથી તેમ કહ્યું. બીજા કષાય હજુ છે તેટલો બંધ છે. સમકિતી જાણે છે કે –રાગ છે, દુઃખ છે; એટલા દુઃખનો વેદન કરનારો હું છું. તેથી તો એ દુઃખ ટાળવા માટેનો પ્રયત્ન પણ કરે છે . આવો પ્રયત્ન હોવા છતાં જયાં સુધી રાગ ટળ્યો નથી ત્યાં સધી દુઃખ છે. અહીંયા તો આ વાત કરી. નિર્બળતાને લઈને કરે છે. કરે છે એમ કહ્યું: અભિપ્રાયમાં રાગ પ્રત્યે સુખબુદ્ધિ નથી. રાગ કરવા જેવો છે એવી બુદ્ધિ નથી તેથી તેને અભિલાષ રહિત કહેવામાં આવે છે . તેને પણ રાગ છે તેટલું દુઃખ ને બંધન છે. પર્યાય દૃષ્ટિથી જોતાં જેટલો રાગ છે તેટલો બંધ છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં તેને રાગની નિર્જરા છે એમ કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ છે. (શાર્દૂલવિક્રીડિત ) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जीनाति कः ।। २१-१५३।। ખંડાન્વય સહિત અર્થ:- “ચેન તું ત્યાં સ ટર્મ તે રૂતિ વયં ન પ્રતીમ:” . ( ચેન ) જે સમ્યગ્દષ્ટિ જીવે ( તંત્ય ં) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (i) અભિલાષ ( ત્ય ં) સર્વથા મમત્વ છોડેલ છે (સ: ) તે સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ તે) જ્ઞાનાવ૨ણાદિ કર્મને કરે છે ( કૃતિ વયં ન પ્રતીમ:) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે-જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. “ન્તુિ” કાંઈક વિશેષ-“અસ્ય અપિ” આ સમ્યગ્દષ્ટિને પણ “અવશેન તા: અપિ વિગ્નિત્ અપિ ર્મ આપતેત્” (અવશેન) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ઝુત: અપિ િિગ્વત્ અપિ ર્મ) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (આપતેત્) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. “તસ્મિન્ ચાપતિતે” અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં “જ્ઞાની ભુિં તે” (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (f ં તે ) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? ‘અથ ન તે” સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી ? “ર્મ કૃતિ” ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “જ્ઞાનાતિ વ્હ:” જ્ઞાયકસ્વરૂપમાત્ર છે. . Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩) કલશામૃત ભાગ-૪ તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “કમ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિતઃ” નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩. કળશ ન.-૧૫૩ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૬૦ તા. ૨૭/૧૧/'૭૭ “યેન નં ત્ય$ સ ” કુરુતે કુંતી વયં ન પ્રતીક:” જે સમ્યગ્દષ્ટિ જીવે કર્મના ઉદયથી છે જે ભોગ સામગ્રી તેનો અભિલાષ (ચે$ ) સર્વથા મમત્વ છોડેલ છે.” એ મારા છે એમ છૂટયું છે. તેમાં સુખ છે એ પણ છૂટયું છે. સર્વથા મમત્વ છોડે છે તેનો અર્થ એ કે જેટલો ભોગનો રાગ છે. તે મારો છે; તેવું મમત્ત્વ છોડ્યું છે. (તેની ભૂમિકા પ્રમાણે ) રાગ છે તે તો સ્થિતિ છે. “તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મને કરે છે એવી તો અમે પ્રતીતિ કરતા નથી.” દર્શન (શ્રદ્ધા)ના જોરની અપેક્ષાએ આ વાત કરી. એ રાગના પ્રેમને છોડીને ભગવાન પૂર્ણાનંદના નાથનો પ્રેમ કર્યો છે. જે રાગ થયો છે તેનો જો પ્રેમ હોય તો પૂર્ણાનંદના નાથનો તેને દ્વેષ છે. શું કહ્યું? એ રાગનો કણ છે તેનો જેને પ્રેમ છે તેને વીતરાગ સ્વરૂપી પ્રભુ... જિન સ્વરૂપી પ્રભુ આત્મા પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીના પદમાં આવે છે- ‘ષ અરોચક ભાવ. આનંદ સ્વરૂપ વીતરાગ સ્વરૂપ જેને રુચતું નથી અને દયા-દાન- વ્રતના પરિણામ જેને રુચે છે તે દ્વેષ અરોચક ભાવ છે. એમાં આત્મા રચતો નથી એ જ ઠેષ છે. દૈષની વ્યાખ્યા આવી!? રાગની મમતા છોડી છે તે સમ્યગ્દષ્ટિ જીવ તે કર્મને બાંધે છે કે નહીં ? તેને અલ્પસ્થિતિનો, અલ્પ અસ્થિરતાના રસનો કર્મ બંધ પડે છે તેને અહીંયા ગૌણ કરીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે કર્મ બંધન તે તેને નથી . “કર્મને કરે છે એવી પ્રતીતિ તો અમે કરતા નથી ભાવાર્થ આમ છે કે જે કર્મના પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે.” તેને રાગ છે તો ખરો ! એ વસ્તુ છે પણ તેના પ્રત્યે વૈરાગ્ય છે. મારો નાથ આનંદ સ્વરૂપે પ્રભુ છે . એ રાગથી હું ઉદાસીન છું મારું આસન ઉ–ઉચ્ચ એટલે આનંદ સ્વરૂપ પ્રભુમાં મારું આસન છે. તેનું નામ ઉદાસીન કહેવામાં આવે છે. હું રાગમાં બેઠો છું એમ નહીં. રાગથી ઉદાસીન હું તો આનંદ સ્વરૂપમાં બેઠો છું મારું આસન ત્યાં છે. ઉદ+આસન=ઉદાસીન છે. સ્વરૂપ પ્રત્યેની પ્રતીતિનું અસ્તિત્વ અને રાગ તરફ ઉદાસીનતા એવી જ્ઞાન વૈરાગ્યમયી બે શક્તિ જ્ઞાનીને હોય છે. નિર્જરાઅધિકારમાં ૧૩૬ શ્લોકમાં શરૂઆતમાં આ આવી ગયું છે. વાતે વાતે ફેર છે. જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો સંબંધ નથી, નિર્જરા છે. કાંઈક વિશેષ - આ સમ્યગ્દષ્ટિને પણ અભિલાષા કર્યા વિના જ, બલાત્કારે જ પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિય વિષય ભોગ ક્રિયા” અજ્ઞાની કે Page #547 -------------------------------------------------------------------------- ________________ કલશ-૧૫૩ ૫૩૧ શાની ભોગ ક્રિયા તેને કોઈ કરી શકતું નથીં. પણ...તેના તરફના વલણની જરા વૃત્તિ છે તેને ભોગની ક્રિયા કહેવામાં આવે છે. અભિલાષા કર્યા વિના જ “પંચેન્દ્રિય વિષય ભોગ ક્રિયા તે પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે -જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર, વાંછા વિના જ હોય છે.” રોગની ઈચ્છા હોય છે ? દરિદ્રપણાની કોઈને ઈચ્છા હોય છે ? છતાં પૂર્વના કર્મના કા૨ણે આવ્યા વિના રહે નહીં. અહીંયા આ તો હજુ દ્રષ્ટાંત કહે છે... şi!! અહીંયા સમ્યગ્દષ્ટિની મહિમા વર્ણવી છે. તેને જે અશુભનો રાગ આવે તેનું અંત૨માં દુઃખ છે. કાળાનાગની જેમ ત્રાસ લાગે છે. જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય તેમ સમ્યગ્દષ્ટિ જીવને વિષય વાસના આવે તેનો ત્રાસ લાગે છે. અજ્ઞાનીને તો તે રાગની મીઠાશના મીણા ચડી ગયા છે. “તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. તે અનિચ્છક છે. સમ્યગ્દષ્ટિ પુરુષને ભોગની ક્રિયા બળાત્કારે હોય છે.” એક બાજુ કહે કે – કોઈ કર્મ આત્માને બળાત્કાર કરાવે નહીં. જ્યારે અહીંયા કહે છે– બલાત્કારે ભોગ ક્રિયા છે. તેનો અર્થ એ કે તેને અંદર રુચિ નથી પ્રેમ નથી, તેને રસ ઉડી ગયો છે. પહેલા દેવલોકનો ઇન્દ્ર સૌધર્મ સમકિતી શકેન્દ્ર છે. તેમાં બત્રીસ લાખ વૈમાન છે. એક એક વૈમાનમાં અસંખ્ય દેવ છે. કોઈ જ વૈમાન નાનું છે, બાકી તો ઘણા મોટા વૈમાન છે. કરોડો ઇન્દ્રાણીના અપ્સરાના ભોગ છે. ત્યાં ઇન્દ્રના ઇન્દ્રાસનો છે. એ બત્રીસ લાખ વૈમાનનો સાહેબો સૌધર્મ કહે છે –આ કોઈ ચીજ મારી છે તેમ અમે માનતા નથી . કેમકે તેમાં તેની મીઠાશ ઉડી ગઈ છે. એ ઝેર જેવા દેખાય છે. તેમાં તે દુઃખને વેદે છે. અરેરે ! આ ઝેર એવી વાસના ! મારા આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. અહીંયા તો ફક્ત સમ્યગ્દષ્ટિના દર્શન અને સ્વરૂપ સ્થિરતાના જોરની અપેક્ષાએ વાત છે. તેને રાગને ક૨વાની બુદ્ધિ નથી માટે અભિલાષા નથી..એમ કહ્યું. આવું વાંચે પણ અંદરથી સમજે નહીં !? “અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગ ક્રિયા,” ભોગ ક્રિયા બલાત્કારે હોય છે તેનો શું અર્થ? ભોગની ક્રિયામાં રાગ થાય છે તેમાં પોતાનો નબળો પુરુષાર્થ છે. એ નબળા પુરુષાર્થને અહીંયા ન ગણતાં ; દૃષ્ટિના જો૨માં તેની આસક્તિનો રસ નથી. તેથી તેને ભોગક્રિયા પરાણે થાય છે એમ કહેવામાં આવે છે. આવી અપેક્ષાઓ ન સમજે અને ગમે તેવા અર્થ કરે તે ન ચાલે !! આમાં ખેંચતાણ કરે એ ન ચાલે બાપુ ! જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષાએ સમજવું જોઈએ. બીજી અપેક્ષા લક્ષમાં રાખવી જોઈએ. અહીંયા કહે છે –ભોગક્રિયા બલાત્કારે થાય છે. એક બાજુ એમ કહે કે – કર્મનો ઉદય પણ આત્માને બલાત્કારે વિકાર કરાવતો નથી. તેને નબળાઈ છે, રાગનો પ્રેમ નથી – રસ નથી . તેને સ્વરૂપની રુચિ છે. જ્યારે રાગની રુચિ નથી તેથી ત્યાં બળાત્કારે તેમાં જોડાય જાય છે. બલાત્કારે એટલે ! ત્યાં પોતાના પુરુષાર્થની ઊંધાઈ છે. પરંતુ તે ઊંધાઈનો તે ધણી કે સ્વામી નથી. રાગમાં પ્રેમ નથી – ૨સ નથી એટલે બલાત્કારે જોડાઈ છે એમ કહેવામાં આવે છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ "9 કલશામૃત ભાગ-૪ “ભોગક્રિયા તે હોતાં સમ્યગ્દષ્ટિ જીવ અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે કરે છે એટલે ? થાય છે. પણ તે કર્તાપણે કરતો નથી “ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.” કર્તાપણાની બુદ્ધિ નથી એ અપેક્ષાએ કર્તા નથી. પરંતુ તેના પરિણમનમાં એ રાગ નથી એમ નથી. પરિણમનમાં તો જેટલો રાગ છે તેટલો કર્તા છે. પ્રવચનસાર ૪૭ નયમાં લીધું છે – ગણધર હો કે છદ્મસ્થ દશામાં તીર્થંકર હો ! જેટલો રાગ છે તેટલો કર્તા છે. પરિણામે તે અપેક્ષાએ કર્તા. સમકિતીને જેટલો રાગ છે તેટલો રાગનો ભોક્તા પણ છે. એ સુડતાલીસ નયમાં જ્ઞાનપ્રધાન કથન છે. અહીંયા દૃષ્ટિપ્રધાન કથનમાં જ્ઞાન પ્રધાન કથનને ગૌણ કરીને કહેલ છે. કોઈ તેને સર્વથા કાઢી જ નાખે કે તેને બિલકુલ રાગ છે નહીં તો તેમ નથી. અહીંયા એ કહે છે જુઓ ! “ સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી.” કોનો કર્તા નથી ? ભોગક્રિયાનો. એ તો ભોગની રુચિ અને પ્રેમ નથી એ અપેક્ષાએ કહ્યું. તે ભોગના રાગનો કર્તા નથી પણ હજુ રાગમાં એટલું રાગનું પરિણમન છે અને તેટલો દુઃખનો ભોક્તા પણ છે. બન્ને વાત લક્ષમાં લેવી. ૫૩૨ નિર્મળ પર્યાયથી જુદું કોઈ ચૈતન્ય તત્ત્વ નથી; લોક અલોકની જેમ કાંઈ દ્રવ્ય ને પર્યાય જુદા નથી; બન્નેનાં અસંખ્ય પ્રદેશો એક જ છે, કાંઈ પ્રદેશ ભેદ નથી. આત્માને દ્રવ્ય અપેક્ષાએ ધ્રુવતા છે ને પર્યાય અપેક્ષાએ આત્માને પરિણમન છે, એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાય વચ્ચે કથંચિત્ ભેદ હોવા છતાં, જેમ બે આંગળી એક બીજાથી પ્રદેશભેદે જુદી છે તેમ દ્રવ્ય ને પર્યાય એ બે જુદા નથી. બાપુ ! નિર્મળ પર્યાયને છોડવા જઈશ તો તે પર્યાયથી જુદી કોઈ ( સર્વથા ધ્રુવ ) આત્મ વસ્તુ તને પ્રાપ્ત નહીં થાય. દ્રવ્ય અને પર્યાય બન્ને સાથે અનુભવમાં આવે છે, પણ તે અનુભૂતિમાં ‘આ દ્રવ્ય ને આ પર્યાય' એવા ભેદને તે સ્પર્શતો નથી; એટલે અનુભૂતિમાં ભેદ વિકલ્પનો નિષેધ નામ અભાવ છે. પણ અનુભૂતિમાં પર્યાયનો અભાવ નથી. પર્યાય તો અંતર્મુખ એકાગ્ર થઈ છે, ત્યારે તો આત્મા અનુભવમાં આવ્યો છે. અહો! આચાર્યદેવે દીવા જેવું ચોકખું વસ્તુ સ્વરૂપ ખુલ્લું કર્યુ છે. ( આત્મધર્મ અંક નં-૩૬૩, પેઈજ નં-૪) Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ શ્રી નાટક સમયસારના પદો શ્રી વાઢક સમયસર આસ્રવ અધિકાર प्रतिशत (Easa) पाप पुनकी एकता, वरनी अगम अनूप। अब आस्रव अधिकार कछु, कहौं अध्यातम रूप।।१।। (सश-१-८७) સમ્યજ્ઞાનને નમસ્કાર. (સવૈયા એકત્રીસા) जेते जगवासी जीव थावर जंगमरूप, तेते निज बस करि राखे बल तोरिकैं। महा अभिमानी ऐसौ आस्रव अगाध जोधा, रोपि रन-थंभ ठाडौ भयौ मूछ मोरिक।। आयौ तिहि थानक अचानक परम धाम, ___ग्यान नाम सुभट सवायौ बल फोरिकैं। आस्रव पछास्यौ रन-थंभ तोरि डास्यौ ताहि, निरखि बनारसी नमत कर जोरिक।।२।। (लश-२-८८) દ્રવ્યાસવ, ભાવાસવ અને સમ્યજ્ઞાનનું લક્ષણ (સવૈયા તેવીસા) दर्वित आस्रव सो कहिए जहं, पुग्गल जीवप्रदेस गरासै। भावित आस्रव सो कहिए जहं, राग विरोध विमोह विकास।। सम्यक पद्धति सो कहिए जहं, दर्वित भावित आस्रव नासै। ग्यान कला प्रगटै तिहि थानक, अंतर बाहिर और न भासै।।३।। (सश-3-९८) Page #550 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ કલશામૃત ભાગ-૪ निरासपीछे. (यो ) जो दरवास्रव रूप न होई। जहं भावास्रव भाव न कोई।। जाकी दसा ग्यानमय लहिए। सो ग्यातार निरास्रव कहिए।।४।। (सश-४-१००) સમ્યજ્ઞાની નિરાસવ રહે છે (સવૈયા એકત્રીસા) जेते मनगोचर प्रगट-बुद्धि-पूरवक, तिह परिनामनकी मतता हरतु है। मनसौं अगोचर अबुद्धि-पूरवक भाव, तिनके विनासिवेकौं उद्दिम धरतु है।। याही भांति पर परनतिकौ पतन करै, मोखकौ जतन करै भौ-जल तरतु है। ऐसे ग्यानवंत ते निरास्रव कहावैं सदा, जिन्हिकौ सुजस सुविचच्छन करतु है।।५।। (लश-५-१०१) शिष्यनो प्रश्र. (सपैया तेवीस) ज्यौं जगमैं विचरै मतिमंद, सुछंद सदा वरतै बुध तैसो। चंचल चित्त असंजित वैन, सरीर-सनेह जथावत जैसो।। भोग संजोग परिग्रह संग्रह, मोह विलास करै जहं ऐसो। पूछत सिष्य आचारजसौं यह, सम्यकवंत निरास्रव कैसो।।६।। (१२--१०२) Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાટક સમયસારના પદો શિષ્યની શંકાનું સમાધાન. ( સવૈયા એકત્રીસા ) पूरव अवस्था जे करम - बंध कीने अब, तेई उदै आइ नाना भांति रस देत हैं। केई सुभ साता कोई असुभ असातारूप, दुहूंसौं न राग न विरोध समचेत हैं।। जथाजोग क्रिया करैं फलकी न इच्छा धरैं, जीवन - मुकतिकौ बिरद गहि लेत हैं। यातें ग्यानवंतकौं न आस्रव कहत कोऊ, मुद्धतासौं न्यारे भए सुद्धता समेत हैं ।।७।। (ऽलश-७-१03) राग-द्वेष-भोड़ अने ज्ञाननुं लक्षएा ( होरा ) जो हितभाव सुराग है, अनहितभाव विरोध । भ्रामिक भाव विमोह हे, निरमल भाव सु बोध ।। ८ ।। ( ऽलश-८-१०४) राग-द्वेष-भोड ४ आसव छे. (छोरा) राग विरोध विमोह मल, एई आस्रवमूल। एई करम बढाईकैं, करें धरमकी भूल ॥ ९॥ ( Sलश-८-१०५ ) सभ्यऱ्हेष्टि छव निरास्रव छे. (होरा ) जहां न रागादिक दसा, सो सम्यक परिनाम । यातें सम्यकवंतकौ, कह्यौ निरास्रव नाम।।१०।। ( ऽलश-१0-१0९ ) ૫૩૫ Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ કલશામૃત ભાગ-૪ નિરાસ્રવી જીવોનો આનંદ ( સવૈયા એકત્રીસા) जे केई निकटभव्यरासी जगवासी जीव, मिथ्यामतभेदि ग्यान भाव परिनए हैं। जिन्हिकी सुदृष्टि मैं न राग द्वेष मोह कहूं, विमल विलोकनिमैं तीनौं जीति लए हैं ।। तजि परमाद घट सोधि जे निरोधि जोग, सुद्ध उपयोगकी दसामैं मिलि गए हैं। तेई बंधपद्धति विदारि परसंग डारि, आपमैं भगत ह्वैकै आपरूप भए हैं ।। ११ ।। ( ऽलश-११-१०७ ) ઉપશમ અને ક્ષયોપશમભાવોની અસ્થિરતા. (સવૈયા એકત્રીસા ) जेते जीव पंडित खयोपसमी उपसमी, तिन्हकी अवस्था ज्यौं लुहारकी संडासी है। खिन आगमांहि खिन पानीमांहि तैसैं एऊ, खिनमैं मिथ्यात खिन ग्यानकला भासी है ।। जौलौं ग्यान रहें तौलौं सिथिल चरन मोह, जैसैं कीले नागकी सकति गति नासी है। आवत मिथ्यात तब नानारूप बंध करै, ज्यौं उकीलै नागकी सकति परगासी है ।। १२ ।। ( ऽलश-१२-१०८ ) અશુદ્ધનયથી બંધ અને શુદ્ધનયથી મોક્ષ છે. (દોહરા ) यह निचोर या ग्रंथकौ, यहै परम रसपोख । तजै सुद्धनय बंध है, गहै सुद्धनय मोख ।। १३ ।। ( Sलश-१३-१०९) Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ શ્રી નાટક સમયસારના પદો જીવની બાહ્ય અને અંતરંગ અવસ્થા (સવૈયા એકત્રીસા) करमके चक्रमैं फिरत जगवासी जीव, __ है रह्यौ बहिरमुख व्यापत विषमता। अंतर सुमति आई विमल बड़ाई पाई, पुद्गलसौं प्रीति टूटी छूटी माया ममता।। सुद्धनै निवास कीनौ अनुभौ अभ्यास लीनौ, । भ्रमभाव छोड़ि दीनौ भीनौ चित्त समता। अनादि अनंत अविकलप अचल ऐसौ, पद अवलंबि अवलोकै राम रमता।।१४।। (सश-१४-११०) શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શન છે. (સવૈયા એકત્રીસા) जाके परगासमैं न दीसैं राग द्वेष मोह, आस्रव मिटत नहि बंधकौ तरस है। तिहूं काल जामै प्रतिबिंबित अनंतरूप, आपहूं अनंत सत्ता नंततें सरस है।। भावश्रुत ग्यान परवान जो विचारि वस्तु, अनुभौ करै न जहां बानीको परस है। अतुल अखंड अविचल अविनासी धाम, चिदानंद नाम ऐसौ सम्यक दरस है।।१५।। (लश-१५-१११) Page #554 -------------------------------------------------------------------------- ________________ પ૩૮ કલશામૃત ભાગ-૪ સંવ૨ દ્વા૨ प्रतिशत ( २३) आस्रवकौ अधिकार यह, कह्यौ जथावत जेम। अब संवर वरनन करौं , सुनहु भविक धरि प्रेम।।१।। (११-१-११२) A જ્ઞાનરૂપ સંવરને નમસ્કાર (સવૈયા એકત્રીસા) आतमको अहित अध्यातमरहित ऐसौ, __ आस्रव महातम अखंड अंडवत है। ताकौ विसतार गिलिबेकौं परगट भयौ, ब्रहमंडकौ विकासी ब्रहमंडवत है।। जामैं सब रूप जो सबमैं सबरूपसौ पै, सबनिसौं अलिप्त आकास-खंडवत है। सोहै ग्यानभान सुद्ध संवरको भेष धरै, ताकी रुचि-रेखकौ हमारी दंडवत है।।२।। (लश-२-११३) ભેદવિજ્ઞાનનું મહત્ત્વ (સવૈયા એકત્રીસા) सुद्ध सुछंद अभेद अबाधित, भेद-विग्यान सुतीछन आरा। अंतरभेद सुभाव विभाऊ, करै जड़-चेतनरूप दुफारा।। सो जिन्हके उरमैं उपज्यौ, न रुचै तिन्हकौं परसंग-सहारा। आतमको अनुभौ करि ते, हरखें परखें परमातम-धारा।।३।। ( श-3-११४) Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ શ્રી નાટક સમયસારના પદો સમ્યકત્વથી સમ્યજ્ઞાન અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ (સવૈયા તેવીસા) जो कबहुं यह जीव पदारथ, औसर पाइ मिथ्यात मिटावे। सम्यक धार प्रबाह बहै गुन , ज्ञान उदै मुख ऊरध धावै।। तो अभिअंतर दर्वित भावित, कर्म कलेस प्रवेस न पावै। आतम साधि अध्यातमके पथ , पूरन है परब्रह्म कहावै।।४।। (तश-४-११५) સમ્યગ્દષ્ટિનો મહિમા (સવૈયા તેવીસા) भेदि मिथ्यात सु वेदि महारस, भेद-विज्ञान कला जिन्ह पाई। जो अपनी महिमा अवधारत, त्याग करें उर सौंज पराई।। उद्धत रीति फुरी जिन्हके घट, __ होत निरंतर जोति सवाई। ते मतिमान सुवर्न समान , ___ लगै तिन्हकौं न सुभासुभ काई।।५।। ( श-५-११६) भेशान, सं१२-नि:॥ भने भोक्ष॥२४॥ छ. (मर छ) भेदग्यान संवर-निदान निरदोष है। संवरसौं निरजरा, अनुक्रम मोष है।। भेदग्यान सिवमूल, जगतमहि मानिये। जदपि हेय है तदपि, उपादेय जानिये।।६।। (सश--११७) Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪) કલશામૃત ભાગ-૪ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં ભેદજ્ઞાન હેય છે (દોહરો) भेदग्यान तबलौं भलौ, जबलौं मुकति न होइ। परम जोति परगट जहां, तहां न विकलप कोइ।।७।। (१-७-११८) ભેદજ્ઞાન પરંપરા મોક્ષનું કારણ છે. (ચોપાઈ) * भेदज्ञान संवर जिन्ह पायौ। सो चेतन सिवरूप कहायौ।। भेदग्यान जिन्हके घट नांही। ते जड़ जीव बंधैं घट मांही।।८।। (सश-८-११८) ભેદજ્ઞાનથી આત્મા ઉજ્જવળ થાય છે. (દોહરા) भेदग्यान साबू भयौ , समरस निरमल नीर। धोबी अंतर आतमा, धोवै निजगुन चीर।। ९ ।। (सश-८-१२०) ભેદવિજ્ઞાનની ક્રિયામાં દષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसे रजसोधा रज सोधिक दरब काळे, पावक कनक काढ़ि दाहत उपलकौं। पंकके गरभमैं ज्यौं डारिये कतक फल, नीर करै उज्जल नितारि डारै मलकौं।। दधिकौ मथैया मथि का? जैसे माखनकौं, राजहंस जैसे दूध पीवै त्यागि जलकौं। तैसैं ग्यानवंत भेदग्यानकी सकति साधि, वेदै निज संपति उछेदै पर-दलकौं।।१०।। (१२-१०-१२१) Page #557 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાટક સમયસારના પદો મોક્ષનું મૂળ ભેદવિજ્ઞાન છે. (છપ્પા છંદ ) प्रगटि भेद विग्यान, आपगुन परगुन जानै । पर परनति परित्याग, सुद्ध अनुभौ थिति ठानै ।। करि अनुभौ अभ्यास, सहज संवर परगासै। आस्रव द्वार निरोधि, करमघन - तिमिर विनासै।। छय करि विभाव समभाव भजि, निरविकलप निज पद गहै। निर्मल विसुद्धि सासुत सुथिर, परम अतींद्रिय सुख लहै ।। ११ ।। ( ऽलश-११-१२२ ) 4 ૫૪૧ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ કલશામૃત ભાગ-૪ નિર્જરા દ્વારા प्रतिशत (Eas) वरनी संवरकी दसा, जथा जुगति परवान। मुकति वितरनी निरजरा, सुनहु भविक धरि कान।।१।। __ (११-१-१२७) भंगाय२४॥ (यो ) * जो संवरपद पाइ अनंदै। सो पूरवकृत कर्म निकंदै।। जो अफंद है बहुरि न फंदै। सो निरजरा बनारसि बंदै।।२।। (सश-२-१२४) જ્ઞાન-વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયાઓથી પણ બંધ થતો નથી. (Eas ) * महिमा सम्यकज्ञानकी, अरु विरागबल जोइ। क्रिया करत फल भुंजते, करम बंध नहि होइ।।३।। ( श-3-१२५) ભોગ ભોગવવા છતાં પણ જ્ઞાનીઓને કર્મકાલિમા લાગતી નથી. (सवैया भेऽत्रीस) जैसैं भूप कौतुक सरूप करै नीच कर्म, कौतुकी कहावै तासौं कौन कहै रंक है। जैसैं विभचारिनी विचारै विभचार वाकौ , जारहीसौं प्रेम भरतासौं चित्त बंक है।। जैसैं धाइ बालक चुंघाइ करै लालिपालि , जानै ताहि औरकौ जदपि वाकै अंक है। Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ શ્રી નાટક સમયસારના પદો तैसैं ग्यानवंत नाना भांति करतूति ठानै, किरियाकौं भिन्न मानै याते निकलंक है।।४।। (सश-४-१२६) जैसैं निसि वासर कमल रहै पंकहीमैं, पंकज कहावै पै न वाकै ढिग पंक है। जैसैं मंत्रवादी विषधरसौं गहावै गात, मंत्रकी सकति वाकै विना-विष डंक है।। जैसैं जीभ गहै चिकनाई रहै रूखे अंग, पानीमैं कनक जैसे काईसौं अटंक है। तैसैं ग्यानवंत नानभांति करतूति ठानै, किरियाकौ भिन्न मानै यातै निकलंक है।।५।। (लश-५-१२७) વૈરાગ્યશક્તિનું વર્ણન ( સોરઠા) पूर्व उदै सनबंध, विषै भोगवै समकिती। करै न नूतन बन्ध , महिमा ग्यान विरागकी।।६।। (१२-९-१२८) જ્ઞાન-વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે. (સવૈયા એકત્રીસા) सम्यकवंत सदा उर अंतर, ग्यान विराग उभै गुन धारै। जासु प्रभाव लखै निज लच्छन, ___ जीव अजीव दसा निखारै।। आतमको अनुभौ करि कै थिर, आप तरै अर औरनि तारे। साधि सुदर्व लहै सिव सर्म, सु कर्म-उपाधि विथा वमि डारै।।७।। (१४-७-१२८) Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ કલશામૃત ભાગ-૪ સમ્યજ્ઞાન વિના સંપૂર્ણ ચારિત્ર નકામું છે. (સવૈયા એકત્રીસા) जो नर सम्यकवंत कहावत, सम्यकग्यान कला नहि जागी। आतम अंग अबंध विचारत, धारत संग कहै हम त्यागी।। भेष धरै मुनिराज-पटंतर, अंतर मोह-महानल दागी। सुन्न हिये करतूति करै पर, सो सठ जीव न होय विरागी।।८।। (सश-८-१30) ભેદવિજ્ઞાન વિના સમસ્ત ચારિત્ર નકામું છે. (સવૈયા તેવીસા) ग्रन्थ रचै चरचै सुभ पंथ, लखै जगमैं विवहार सुपत्ता। साधि संतोष अराधि निरंजन, देइ सुसीख न लेइ अदत्ता।। नंग धरंग फिरै तजि संग , छकै सरवंग मुधारस मत्ता। ए करतूति करै सठ पै, समुझै न अनातम-आतम-सत्ता।।९।। (-८-१३१) पणीध्यान धरै करै इंद्रिय-निग्रह, विग्रहसौं न गनै निज नत्ता। त्यागि विभूति विभूति मढे तन, जोग गहै भवभोग-विरत्ता।। Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ શ્રી નાટક સમયસારના પદો मौन रहै लहि मंदकषाय, सहै बध बंधन होइ न तत्ता। ए करतूति करै सठ पै, समुझै न अनातम-आतम-सत्ता।।१०।। (सश-१०-१३२) (यो ) जो बिनु ग्यान क्रिया अवगाहै। जो बिनु क्रिया मोखपद चाहै।। जो बिनु मोख कहै मैं सुखिया। ___ सो अजान मूढनिमैं मुखिया।।११।। (१२-११-१33) શ્રીગુરુનો ઉપદેશ અજ્ઞાની જીવો માનતા નથી. (સવૈયા એકત્રીસા) जगवासी जीवनीसौं गुरु उपदेस कहै, तुमैं इहां सोवत अनंत काल बीते हैं। जागौ है सचेत चित्त समता समेत सुनौ, __ केवल-वचन जामैं अक्ष–रस जीते हैं।। आवौ मेरै निकट बताऊं मैं तुम्हारे गुन, परम सुरस-भरे करमसौं रीते हैं। ऐसे बैन कहै गुरु तौऊ ते न धरै उर, मित्रकैसे पुत्र किधौं चित्रकैसे चीते हैं।।१२।। (सश-१२-१३४) જીવની શયન અને જાગૃત દશા કહેવાની પ્રતિજ્ઞા (દોહરા) एतेपर बहु सुगुरु, बोलैं वचन रसाल। सैन दसा जागृत दसा, कहै दुईकी चाल।।१३।। (लश-१३-१३५) Page #562 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ કલશામૃત ભાગ-૪ જીવની શયન અવસ્થા (સવૈયા એકત્રીસા) काया चित्रसारीमैं करम परजंक भारी, मायाकी संवारी सेज चादरि कलपना। सैन करै चेतन अचैतना नींद लियें, ___मोहकी मरोर यहै लोचनको ढपना।। उदै बल जोर यहै स्वासकौ सबद घोर, विषै-सुख कारजकी दौर यहै सपना। ऐसी मूढ़ दसामैं मगन रहै तिहूं काल , धावै भ्रम जालमैं न पावै रूप अपना।।१४।। (१०-१४-१36) જીવની જાગૃત દશા (સવૈયા એકત્રીસા) चित्रसारी न्यारी परजंक न्यारौ सेज न्यारी, चादरि भी न्यारी इहां झूठी मेरी थपना। अतीत अवस्था सैन निद्रा वाहि कोऊ पै, ___ न विद्यमान पलक न यामैं अब छपना।। स्वास औ सुपन दोऊ निद्राकी अलंग बूझै , सुझै सब अंग लखि आतम दरपना। त्यागी भयौ चेतन अचेतनता भाव त्यागि, भालै दृष्टि खोलिक संभालै रूप अपना।।१५।। (१०-१५-१35) જાગૃત દશાનું ફળ (દોહરા) इहि विधि जे जागे पुरुष, ते शिवरूप सदीव। जे सोवहि संसारमैं, ते जगवासी जीव।।१६ ।। (सश-१६-१७७) Page #563 -------------------------------------------------------------------------- ________________ ५४७ શ્રી નાટક સમયસારના પદો मात्म-अनुभव अ २पानी शिपाम. (East) * जो पद भौपद भय हरै, सो पद सेऊ अनूप। जिहि पद परसत और पद, लगै आपदारूप।।१७।। ___ (१२-१७-१3८) સંસાર સર્વથા અસત્ય છે. (સવૈયા એકત્રીસા) जब जीव सोवै तब समुझै सुपन सत्य, वहि झूठ लागै तब जागै नींद खोइकै। जागै कहै यह मेरौ तन यह मेरी सौंज, ताहू झूठ मानत मरन-थिति जोइकै।। जानै निज मरम मरन तब सूझै झूठ, बूझै जब और अवतार रूप होइकै। वाहू अवतारकी दसामैं फिरि यहै पेच, याही भांति झूठौ जग देख्यौ हम टोइकै।।१८।। ( श-१८-१३८) સમ્યજ્ઞાનીનું આચરણ (સવૈયા એકત્રીસા) पंडित विवेक लहि एकताकी टेक गहि, दुंदज अवस्थाकी अनेकता हरतु है। मति श्रुति अवधि इत्यादि विकलप मेटि, निरविकलप ग्यान मनमैं धरतु है।। इंद्रियजनित सुख दुखसौं विमुख हैकै, परमके रूप है करम निर्जरतु है। सहज समाधि साधि त्यागि परकी उपाधि , आतम आराधि परमातम करतु है।।१९।। (लश-१८-१४०) Page #564 -------------------------------------------------------------------------- ________________ ५४८ કલશામૃત ભાગ-૪ સમ્યજ્ઞાનને સમુદ્રની ઉપમા. (સવૈયા એકત્રીસા) जाके उर अंतर निरंतर अनंत दर्व. भाव भासि रहे पै सुभाव न टरतु है। निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके, घटमैं अघट-रस कौतुक करतु है।। जामै मति श्रुति औधि मनपर्यै केवल सु, पंचधा तरंगनि उमंगि उछरतु है। सो है ग्यान उदधि उदार महिमा अपार , निराधार एकमैं अनेकता धरतु है।।२०।। (१२-२०-१४०) જ્ઞાનરહિત ક્રિયાથી મોક્ષ થતો નથી. (સવૈયા એકત્રીસા) कोइ क्रूर कष्ट सहैं तपसौं सरीर दहैं, धूम्रपान करें अधोमुख हेकै झूले हैं। केई महाव्रत गहैं क्रियामैं मगन रहैं, वहैं मुनिभार पै पयारकैसे पूले हैं।। इत्यादिक जीवनकौं सर्वथा मुकति नाहि, फिरै जगमांहि ज्यौं वयारिके बघूले हैं। जिन्हके हियमैं ग्यान तिन्हिहीको निरवान, करमके करतार भरममैं भूले हैं।।२१।। (सश-२१-१४१) व्य१२वीनता- ५२म. (Easu) लीन भयौ विवहारमैं , उकति न उपजै कोइ। दीन भयौ प्रभुपद जपै, मुकति कहासौं कोइ ?।।२२।। (लश-२२-१४२) Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ શ્રી નાટક સમયસારના પદો १जी-(हो।) प्रभु सुमरौ पूजौ पढ़ौ करौ विविध विवहार। मोख सरूपी आतमा, ग्यानगम्य निरधार।।२३।। (१२-२३-१४३) જ્ઞાન વિના મોક્ષમાર્ગ જાણી શકાતો નથી. (સવૈયા એકત્રીસા) काज विना न करै जिय उद्यम, लाज विना रन मांहि न जूझै। डील विना न सधै परमारथ, सील विना सतसौं न अरूझै।। नेम विना न लहै निहचै पद, प्रेम विना रस रीति न बूझै। ध्यान विना न थंभै मनकी गति, ग्यान विना सिव पंथ न सूझै।।२४।। (लश-२४-१४४) જ્ઞાનનો મહિમા (સવૈયા તેવીસા) ग्यान उदै जिन्हकै घट अंतर, ___ जोति जगी मति होत न मैली। बाहिज दिष्टि मिटी जिन्हके हिय, आतमध्यान कला विधि फैली।। जे जड चेतन भिन्न लखें, सुविवेक लियें परखें गुन–थैली। ते जगमैं परमारथ जानि, गहैं रुचि मानि अध्यातमसैली।।२५।। (तश-२५-१४५) Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ કલશામૃત ભાગ-૪ जी-(Ea६२) * बहुविधि क्रिया कलेससौं, सिवपद लहै न कोइ। ग्यानकला परकाशसौं , सहज मोखपद होइ।।२६ ।। (सश-२६-१४६) ग्यानकला घटघट बसै, जोग जुगतिके पार। निज निज , कला उदोत करि, मुक्त होइ संसार।।२७।। (१२-२७-१४७) અનુભવની પ્રશંસા (કુંડલિયા) * अनुभव चिंतामनि रतन, जाके हिय परगास। सो पुनीत सिवपद लहै, दहै चतुरगतिवास।। दहै चतुरगतिवास, आस धरि क्रिया न मंडै। नूतन बंध निरोधि, पूब्बकृत कर्म बिहंडै।। ताके न गनु विकार, न गनु बहु भार न गनु भव। जाके हिरदै मांहि, रतन चिंतामनि अनुभव।।२८।। (सश-२८-१४८) સમ્યગ્દર્શનની પ્રશંસા (સવૈયા એકત્રીસા) जिन्हके हियेमैं सत्य सूरज उदोत भयौ, ____ फैली मति किरन मिथ्यात तम नष्ट है। जिन्हकी सुदिष्टिमैं न परचै विषमतासौं , समतासौं प्रीति ममतासौं लष्ट पुष्ट है।। जिन्हके कटाक्षमैं सहज मोखपंथ सधै, मनको निरोध जाके तनकौ न कष्ट है। तिन्हके करमकी कलोलै यह है समाधि, डोलै यह जोगासन बोलै यह मष्ट है।।२९ ।। (सश-२८-१४८) Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ શ્રી નાટક સમયસારના પદો પરિગ્રહના વિશેષ ભેદ કથન કરવાની પ્રતિજ્ઞા. (સવૈયા એકત્રીસા) आतम सुभाउ परभावकी न सुधि ताकौं, जाको मन मगन परिग्रहमैं रह्यो है। ऐसौ अविवेकको निधान परिग्रह राग, __ताको त्याग इहांलौ समुच्चैरूप कह्यो है।। अब निज पर भ्रम दूरि करिवैकै काज, बहुरौं सुगुरु उपदेशको उमह्यो है। परिग्रह त्याग परिग्रहको विशेष अंग, कहिवैकौ उद्दिम उदार लहलह्यो है।।३०।। (-30-१५०) સામાન્ય-વિશેષ પરિગ્રહનો નિર્ણય (દોહરા) त्याग जोग परवस्तु सब, यह सामान्य विचार। विविध वस्तु नाना विरति, यह विशेष विस्तार।।३१।। (-३१-१५१) પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે. (यो ) * पूरव करम उदै रस भुंजै, ___ ग्यान मगन ममता न प्रयुंजै। उरमैं उदासीनता लहिये, यौं बुध परिग्रहवंत न कहिये।।३२।। (सश-3२-१५२) પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવોને પરિગ્રહ રહિત કહેવાનું કારણ. (सवैया मेत्रीसा) जे जे मनवंछित विलास भोग जगतमैं , ते ते विनासीक सब राखे न रहत हैं। और जे जे भोग अभिलाष चित्त परिनाम, तेऊ विनासीक धारारूप है बहत है।। Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ કલશામૃત ભાગ-૪ एकता न दुहूँ माँहि तातै वाँछा फुरै नांहि, ऐसे भ्रम कारजको मूरख चहत हैं। सतत रहैं सचेत परसौं न करें हेत, यातै ग्यानवंतकौ अवंछक कहत हैं।।३३।। (१२-33-१५3) પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે એના ઉપર દેષ્ટાંત. (सपैया त्रीस) जैसैं फिटकड़ी लोद हरड़ेकी पुट बिना, स्वेत वस्त्र डारिये मजीठ रंग नीरमैं। भीग्यौ रहै चिरकाल सर्वथा न होइ लाल , भेदै नहि अंतर सुफेदी रहै चीरमैं।। सैं समकितवंत राग द्वेष मोह बिनु, ___रहै निशि वासर परिग्रहकी भीरमैं। पूरव करम हरै नूतन न बंध करै, जाचै न जगत-सुख राचै न सरीरमैं ।।३४ ।। (लश३४-१५४) वणीजैसे काहू देशकौ बसैया बलवंत नर, जंगलमैं जाइ मधु-छत्ताकौं गहतु है। वाकौं लपटांहि चहुओर मधु-मच्छिका पै, ___ कंबलकी ओटसौं अडंकित रहतु है।। तैसैं समकिती सिवसत्ताकौ स्वरूप साथै, उदैकी उपाधिकौं समाधिसी कहतु है। पहिरै सहजको सनाह मनमैं उछाह, ठानै सुख-राह उदवेग न लहतु है।।३५ ।। (-3५-१५५) Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩ શ્રી નાટક સમયસારના પદો शानी 94 सहा म छे. (East) * ग्यानी ग्यानमगन रहै, रागादिक मल खोइ। चित उदास करनी करै, करम बंध नहि होइ।।३६ ।। (सश-36-१५६) पणीमोह महातम मल हरै, धरै सुमति परकास। मुकति पंथ परगट करै, दीपक ग्यान विलास।।३७ ।। ( श-3७-१५७) જ્ઞાનરૂપી દીપકની પ્રશંસા. (સવૈયા એકત્રીસા) जामैं धूमकौ न लेस वातकौ न परवेस, करम पतंगनिकौं नास करै पलमैं। दसाकौ न भोग न सनेहको संजोग जामैं, मोह अंधकारको वियोग जाके थलमैं ।। जामैं न तताई नहि राग रकताई रंच, लहलहै समता समाधि जोग जलमैं। ऐसी ग्यान दीपकी सिखा जगी अभंगरूप, निराधार फुरी पै दुरी है पुदगलमैं ।।३८ ।। (सश-3८-१५८) જ્ઞાનની નિર્મળતા પર દૃષ્ટાંત. (સવૈયા એકત્રીસા) जैसो जो दरव तामैं तैसोई सुभाउ सधै , ___ कोऊ दर्व काहूकौ सुभाउ न गहतु है। जैसैं संख उज्जल विविध वर्न माटी भखै, माटीसौ न दीसै नित उज्जल रहतु है।। तैसैं ग्यानवंत नाना भोग परिग्रह-जोग, करत विलास न अग्यानता लहतु है। Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ કલશામૃત ભાગ-૪ ग्यानकला दूनी होइ दुंददसा सूनी होइ, ऊनी होइ भौ-थिति बनारसी कहतु है।।३९ ।। ( श-3८-१५८) વિષયવાસનાઓથી વિરક્ત રહેવાનો ઉપદેશ (સવૈયા એકત્રીસા) जौलौं ग्यानको उदोत तौलौं नहि बंध होत, बरतै मिथ्यात तब नाना बंध होहि है। ऐसौ भेद सुनिकै लग्यौ तू विषै भौगनिसौं, ___ जोगनिसौं उद्दमकी रीति तैं बिछोहि है।। सुनु भैया संत तू कहै मैं समकितवंत, यहु तौ एकंत भगवंतकौ दिरोहि है। विषैसौं विमुख होहि अनुभौ दसा अरोहि, मोख सुख टोहि तोहि ऐसी मति सोहि है।।४०।। (सश-४०-१६०) જ્ઞાની જીવ વિષયોમાં નિરંકુશ રહેતા નથી. (ચોપાઈ) ग्यानकला जिनके घट जागी। ते जगमांहि सहज वैरागी।। ग्यानी मगन विषैसुख मांही। यह विपरीति संभवै नांही।।४१ ।। (११-४१-१६१) જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે જ હોય છે. (દોહરો) ग्यान सकति वैराग्य बल , सिव साधैं समकाल। ज्यौं लोचन न्यारे रहैं, निरखें दोउ नाल।। ४२।। ( श-४२-१६२) Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાટક સમયસારના પદો ( थोपाई ) मूढ़ करमकौ करता होवै । फल अभिलाष धरै फल जोवै ।। - सूनी । लगै न लेप निर्जरा दूनी ॥ ४३ ॥ ( ऽलश-४3-१९3) ग्यानी क्रिया करै फल - જ્ઞાનીના અબંધ અને અજ્ઞાનીના બંધ ૫૨ કીડાનું દૃષ્ટાંત (દોહરા ) बंधै करमसौं मूढ़ ज्यौं, पाट - कीट तन पेम । खुलै करमसौं समकिती, गोरख धंधा जेम ।। ४४ ।। ( ऽलश-४४-१९१ ) ॐ ૫૫૫ Page #572 -------------------------------------------------------------------------- ________________ વાંચકોની નોંધ માટે સંવ૨