________________
કલશ-૧૫૦
४८७ નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે,” સમ્યગ્દર્શનના સમ્યકજ્ઞાનના સ્વરૂપાચરણના શુદ્ધ પરિણામથી સર્વથા શુદ્ધ છે. એ જીવ સર્વથા અવશ્ય પરિણામથી શુદ્ધ છે. તેનો અર્થ? સર્વથા શુદ્ધ છે એટલે તેને જે આસક્તિનો ભાવ થયો એ પણ શુદ્ધ છે– એમ નથી. તેને દૃષ્ટિ અને સમ્યકજ્ઞાનના શુદ્ધ પરિણામ છે. તેથી તે શુદ્ધ છે....સર્વથા શુદ્ધ છે. એમાંથી કોઈ એમ લ્ય કે – સમ્યગ્દષ્ટિ ગમે તેવા ભોગનો રાગ કરે અને એ શુદ્ધ છે એમ નથી. અહીંયા તો દૃષ્ટિના પરિણામ અને તેને આનંદનું વેદન છે તે સર્વથા શુદ્ધ છે. સમજાણું કાંઈ?
એ અમાપ શક્તિઓનું પણ જેણે સમ્યજ્ઞાનમાં માપ લઈ લીધું છે....એ જ્ઞાનની પર્યાયની મોટપ કેટલી? એ અનંત અનંત...... અમાપ શક્તિ છે. આકાશના અમાપ પ્રદેશ કરતાં પણ અનંતગુણી શક્તિી છે. ક્ષેત્ર ભલે નાનું પણ તેની શક્તિની સંખ્યા અમાપ છે. એનું જેણે શ્રદ્ધામાં માપ લઈ લીધું તેની પ્રતીત થઈ પણ એ વસ્તુ શ્રદ્ધામાં (પરિણામમાં) ન આવી ! અરે આવી ચીજ છે. મનુષ્યપણું મળ્યું, સંપ્રદાયમાં જનમ્યો અંતે આ વસ્તુ ન સમજે પ્રભુ તો કે દિ' પામશે !?
આહાહાજેણે અમાપ શક્તિના તળિયા જોયા! શું છે એ? ચીજની શક્તિઓની સંખ્યા અમાપ. એટલી શક્તિઓ અને ગુણો છે કે જેના માપ અમાપ છે. આહાહા ! ક્ષેત્ર ભલે અસંખ્ય પ્રદેશ છે. અરે! એક પરમાણું લ્યો તો પણ શું? તેમાં અમાપ ગુણો છે. વસ્તુનું ક્ષેત્ર જોવાનું નથી તેની શક્તિઓ કેટલી છે તે જોવાનું છે. એવી અમાપ શક્તિઓનું જેણે શ્રદ્ધામાં માપ લઈ લીધું. અનંતનું અનંતપણે જ્ઞાન થઈ ગયું. આવું ગણિત છે... તે સર્વજ્ઞ વીતરાગ સિવાય ક્યાંયે નથી. આ અંદરમાં બેસી જાય તેવી વાત છે. આ કરણાનુયોગ નથી. આ કરણાનુયોગની વાત નથી પરંતુ દ્રવ્યાનુયોગની વાત છે. તે દિવસે તેમણે કહ્યું હતું કે – આ કરણાનુયોગની વાત છે. મેં આ સંખ્યાને એવું કહ્યું ને એટલે કહે– આ તો કરણાનુયોગની વાત છે. આહાહા ! બાપુ! શું કહીએ!! કરણાનુયોગમાં કર્મની વાત છે. એ જુદી વસ્તુ છે. સ્વના જ્ઞાન વિના કર્મનું યથાર્થ જ્ઞાન થઈ શકે નહીં. આ તો ધીરાના કામ છે! મોટા મોટા ભાષણ કરવા અને આ કરવું! એમાં આ વસ્તુ ન આવી બાપુ!
તીર્થકર ભગવાને જે આત્મા જોયો, પરમાણું જોયો, બીજાં દ્રવ્યો જોયાં..આહાહા ! એક કાલાણ જોયો. સર્વજ્ઞ ભગવાન કહે છે- એ કાલાણુમાં ત્રણકાળના પર્યાય કરતાં એક કાલાણુમાં અનંતાગુણ છે. એલા પણ....ત્રણકાળની પર્યાયો કરતાં એક કાલાણુમાં અનંતાગુણાગુણ? અરે! ત્રણકાળની પર્યાય કરતાં એક કાલાણુની અનંતગુણની એક સમયમાં અનંતી પર્યાય તે ત્રણકાળના સમય કરતાં અનંતગુણી છે. આહાહા ! સ્વનું જ્ઞાન થતાં બધાને પરનું જ્ઞાન આવી જાય છે એવો સ્વભાવ છે. પોતાને પોતાની શક્તિઓનું અમાપપણું શું છે? તેના જ્ઞાનમાં માપ આવી ગયું છે. એ જ્ઞાનમાં જે અમાપ છે તેનું માપ થઈ ગયું છે. હવે રાગ અને