SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ કલશ-૧૩૮ ૩ર૧ આયુષ્ય પુરું થશે તો ફડાક દઈને ચાલ્યો જશે. કયાંય રખડતો રામ! એ વંટોળિયાના તરણા કયાં જઈને પડશે !? તેમ મિથ્યાષ્ટિ માને છે રાગમારો, પુણ્ય મારું, પાપમારું, તેનું ફળ મારું એમિથ્યાત્વના વંટોળિયે ચડયો છે. તે ચોરાસી લાખ યોનિમાં કયાં જઈને પડશે? બાપુ! તેને ખબર નથી. એમાં એ યુવાની સરખી મળી હોય, શરીર રૂપાળું મળ્યું હોય, પાંચ-પચાસ લાખ રૂપિયા મળે, પત્ની સારી મળે, છોકરાં સરખા હોય, મુનિમ સારા મળી ગયા હોય.બે પાંચ હજારની પેદાશવાળા. એટલે એ જાણે કે આહા! અમે ફાવી ગયા; ચારગતિમાં રખડવા માટે ફાવી ગયા. અહીંયા તો ટીકા જ એવી બોલે છે ને!! એ સર્વથા જીવનું સ્વરૂપ નથી (વિપુષ્પષ્યમ) એમ અવશ્ય જાણો. (વિબુધ્યધ્વમ્ ) એટલે વિશેષે જરૂર જાણો. એ શુભ-અશુભભાવ, ગતિ ઇન્દ્રિય જનિત વિષય સુખ સામગ્રી એટલે સુખની કલ્પનાઓ, એ બધું તારું સ્વરૂપ નથી....એમ જાણ ! અરે ! આ કયારે નવરો થાય ! બાળપણ છે તે રમતમાં જાય, યુવાનીમાં સ્ત્રીમાં મોહિને જાય, વૃદ્ધપણું થાય એટલે સાંઈઠ-સીત્તેર વર્ષ થાય એટલે હારી જાય. “બાળપણ ખેલમાં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહયા, વૃદ્ધપણું દેખકે રોયા...” અંતે હારી ગયો....થઈ રહ્યું. ભાઈ તું ભવ ચોરાસીના અવતારમાં રખડવાનો. “એમ અવશ્ય જાણો” જોયું? તેને જરૂર જાણો! કેમકે એ તારું સ્વરૂપ નથી. તેમાં પુણ્ય-પાપના ભાવ આવી ગયા અંદર. “અશુધ્ધ રાગાદિ એમ પાઠમાં આવ્યું ને!? અશુધ્ધ રાગાદિમાં પુણ્ય-પાપ, મહાવ્રતના પરિણામ એ રાગ છે. તે તારું સ્વરૂપ નહીં. તેં તારા સ્વરૂપને કોઈ દિ' જાણ્યું નથી. કેવી છે માયાજાળ”? એ બધી માયાજાળ છે-શુભ-અશુભ રાગ,ચારગતિ, પાંચ ઇન્દ્રિયના વિષયો, પાંચ ઇન્દ્રિયો કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ તેનાથી અનુકૂળ પ્રશંસા આદિ, અનુકૂળરૂપ આદિ, અનુકૂળ ગંધ આદિ, અનુકૂળ રસઆદિ, અનુકૂળ સ્પર્શ આદિ-એ બધું તારું સ્વરૂપ નથી....... પ્રભુ! તને ભગવાન તરીકે બોલાવે અને તું જાગ નહીં નાથ ! બાળકોને તેની માતા ઘોડિયામાં સૂવડાવે. તેનાં વખાણ કરતાં સૂવે “મારો દિકરો ડાહ્યો, પાટલે બેસીને નાહ્યો” એમ ગાય છે કે નહીં !? (હાલરડું) ગાય એટલે બાળક સૂઈ જાય, પણ તેને ગાળ્યું દેશે તો નહીં સૂવે..જોઈ લેવું તમારે ! “મારા રોયા સૂઈ જા” તો નહીં સૂવે. બાળકના અવ્યક્તપણે પણ એના ગાણા ગાશે તો સૂઈ જશે. અહીંયા ભગવાન ત્રિલોકનાથ તારા ગાણા ગાય છે ને નાથ! તારી મા તને સૂવડાવે અને પ્રભુ તને જગાડે છે. અરે ! જાગ રે જાગ નાથ ! તારામાં અનંત શાંતિની રિધ્ધિ પડી છે ને પ્રભુ! એ શાંતિને સુખ પરમાં કયાં ગોતવા જઈશ. “કેવી છે માયાજાળ ?” સ્મિન ગમી રાશિન: સાસંસTRI સુપ્તા: (શ્મન:)
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy