________________
કલશ-૧૩૭
૩૦૩ અનુભવની શક્તિ હોતી નથી. આત્માના શુધ્ધસ્વરૂપના અનુભવની શક્તિ અજ્ઞાનીને હોતી નથી. “એવો નિયમ છે તેથી મિથ્યાષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે.” દયા-દાનનો, રાગનો વિકલ્પ તે તો કર્મનો ઉદય છે. તે આત્માનો સ્વભાવ નથી. આવો શ્લોક છે. બીજા બધા તો તકરાર કરે હોં! અત્યારે નવમી રૈવેયક જાઈએ એવા તપ વ્રત કયાં છે?
મુનિવ્રતધાર અનંતવાર રૈવેયક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો” મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. શુભ રાગ દુઃખ છે. પાપરાગ દુ:ખ છે. હિંસા-જૂઠચોરી-વિષય ભોગ વાસના, પત્ની, પુત્ર, પુત્રી, કુટુંબ, ધંધો મારો એ બધું તો મહાપાપ ને મહાદુઃખ છે. કેમ કે તે રાગ છે ને!
મિથ્યાદેષ્ટિ જીવને શુધ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી એવો નિયમ છે તેથી મિથ્યાદેષ્ટિ જીવ કર્મનો ઉદય પોતારૂપ જાણીને અનુભવે છે.” રાગ છે એ તો વિકાર છે. એ કર્મના ઉદયે થયેલો તેનો ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી. મહાવ્રતનો શુભરાગ તેને પોતારૂપે ..મારાપણે અનુભવે છે. “પર્યાયમાત્રમાં અત્યંત રત છે.” હવે તેનો ખુલાસો કરે છે.
જેને દ્રવ્યદૃષ્ટિ નથી એ પુણ્ય ને પાપના ભાવમાં રત છે, લીન છે. અજ્ઞાની પોતાને બાદશાહ માને છે. અમે બધા સુખી છીએ....! ધૂળમાંય સુખી નથી, દુખી છો સાંભળને ! લૌકિકમાં પાગલની પાસે પાગલ સારા કહેવાય. બધા પાગલ છે તેમાં હોસ્પીટલમાં જે બહુ પાગલ હોય તે સારો, ઉંચો કહેવાય. તેમ રાગને પોતાનો માનનારો તે બહુ હોંશિયાર કહેવાય. ઉદ્યોગપતિ એમ કહે-જુઓને મારા-મા-બાપ પાસે કાંઈ નહોતું પણ પોતાના બાહુબળે ઉદ્યોગ કરી .પાંચ-પચાસ કરોડ ભેગાં કર્યા. શેના પણ? ધૂળના, એ ધૂળ એને મળી છે કયાં? એની પાસે તો મમતા આવી છે. મેં મેળવ્યા, હું કમાણો, એમ માનનારો મિથ્યાષ્ટિ જીવ છે. અજીવને મેળવવા પ્રયત્નો કર્યા પણ...અજીવ તત્વને મેળવી શકે છે? કેમ કે ઈ તો અજીવ છે. અહીંયા તો રાગને પોતાનો માનવો એ પણ મિથ્યાષ્ટિ છે. અજીવને પોતાનો માનવો એની તો વાત કયાં કરવી?
પ્રશ્ન:- અનંત શક્તિ હોય છે તો એવી શક્તિ નથી અજીવનું કરે?
ઉત્તર- એવી શક્તિ નથી. અજ્ઞાનીને તો (શુધ્ધ વસ્તુના) અનુભવની શક્તિ નથી. જે પર્યાયમાં રત છે તેને અનુભવની શક્તિ ક્યાંથી આવી? રાગના રસમાં પડયો છે તે પર્યાય બુધ્ધિ છે વર્તમાનની બુધ્ધિ છે. તેને ત્રિકાળી ભગવાન શુધ્ધ ચૈતન્યમૂર્તિની દૃષ્ટિ અને અનુભવ નથી. શ્લોક ભારે આકરો આવ્યો !
તે કારણે મિથ્યાષ્ટિ સર્વથા રાગી હોય છે.” જોયું? પર્યાયમાત્રમાં અત્યંત રત છે તે કારણે, પર્યાય માત્ર એટલે પુણ્યનો રાગ-દયા-દાન-વ્રત-વિકલ્પ એ બધો પર્યાયનો વિકાર