SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ કલશામૃત ભાગ-૪ એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન છે તે અભિન્નરસ છે. ભગવાન છે તેનો અર્થ ‘ભગ’ એટલે જ્ઞાન અને વાન એટલે લક્ષ્મી થાય છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં આ રીતે અર્થ કર્યો છે.” (भगं श्री ज्ञानमहात्म्य प्रताप कीर्तिषु इत्यनेकार्थ :] अनेकार्थ कोश में भग' शब्दका श्री लक्ष्मी, ज्ञान माहात्म्य प्रभाव वीर्य शक्ति प्रयत्न और कीर्ति अर्थमें प्रयोग किया जाता है अतएव यहाँ आत्मामें भग शब्द ज्ञान अर्थमें तथा समुद्रमें लक्ष्मी अर्थमें प्रयुक्त દુઆ હૈ” ભગ’ શબ્દ શ્રી થાય. લક્ષ્મી થાય. પ્રકાશ થાય; કીર્તિ થાય; માહાભ્ય થાય. અહીંયા ‘ભગએટલે જ્ઞાન લક્ષ્મી લેવું છે. “ભગ' અર્થાત્ જ્ઞાનરૂપી લક્ષ્મી વાન છે. એ તો ભગવાન આત્મા તો જ્ઞાન લક્ષ્મીવાન છે. એ આ ધૂળની લક્ષ્મીવાળો નથી. ટીકામાં ભગવાનનો અર્થ કર્યો છે. (ભગવાન) જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે. જોયું? ભગનો અર્થ આટલો કર્યો. ‘ભગ’ એટલે લક્ષ્મી- ગુણો અને વાન એટલે તે સ્વરૂપે છે. આહાહા! ભાઈ ! તેની એક સમયની પર્યાય પાછળ પ્રભુ છે તેની સામે તેણે નજર કરી નથી. તેની રમતું અનાદિથી પર્યાયમાં છે. તે પર્યાયબુધ્ધિ- મિથ્થાબુધ્ધિ છે. છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપાયો પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો” નવમી રૈવેયકમાં અનંતવાર ગયો. એ પંચમહાવ્રતાદિ શુભભાવ દુઃખરૂપ આસવ છે. જડ લક્ષ્મી એ તો પ્રકૃતિનો જડ સ્વભાવ છે. અહીંયા અત્યારે સ્વભાવની અપેક્ષાએ વાત ચાલે છે ને! બપોરે વિષય ચાલે છે તેમાં એમ કહેશે કે પુષ્ય ને પાપ તે આત્મા છે. કથનો અનેક પ્રકારના હોય. બાપુ! આ તો જ્ઞાનની વિચિક્ષણતા તેમજ વિશાળતા છે આ અપેક્ષાએ આમ...આ અપેક્ષાએ આમ એ જ્ઞાનની વિશાળતા છે. વળી કેવો છે ભગવાન? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ઇત્યાદિ અનેક ગુણોએ બિરાજમાન છે.” ભગવાનની આટલી વ્યાખ્યા કરી. “વળી કેવો છે : પિઝનેવીમવન” સત્તા સ્વરૂપે એક છે તથાપિ અંશભેદ કરતાં અનેક છે.” મતિ,શ્રુત, અવધિ, નિર્મળ પર્યાયમાં શુધ્ધિની વૃધ્ધિ એવા અંશભેદ કરતાં અનેક છે. રાગ અને પુણ્યથી, સંયોગથી અનેક છે તે વાત અહીં નથી લેવી. આહાહા ! એ ભગવાન આનંદ સ્વરૂપ ચૈતન્ય રત્નાકર છે તેના લક્ષે અંદર પર્યાયમાં અનેકપણું થવું એવું પરિણમન તે અભિન્નરસ છે. તે ત્રિકાળી સ્વરૂપનો , ત્રિકાળી સ્વભાવનો એક ભાગ છે. તેને ભાગે આનંદનો અનુભવ આવ્યો છે. એ આનંદનો અનુભવ તે દ્રવ્યનો એક ભાગ છે. દ્રવ્યમાં અનંત આનંદ છે. અંશભેદ કરતાં તે અનેક છે. વળી કેવો છે? “પદ્ધતનિધિ:” અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભમતાં જેવું સુખ કયાંય પામ્યો નહીં એવા સુખનું નિધાન છે.” ભગવાન તો અનંત આનંદની ખાણ છે.
SR No.008259
Book TitleKalashamrut Part 4
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2005
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy